Hu Gujarati MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

Hu Gujarati

હુંુ ગુજરાતી

સિધ્ધાર્થ છાયા

ગોપાલી બુચ

મુકુલ જાની

શમા

દિપક ભટ્ટ

હર્ષ કે. પંડ્યા

ભુમિકા કેયુર શાહ

આકાંક્ષા દેસાઈ

વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•એડિટરની અટારીએ થી... - સિધ્ધાર્થ છાયા

•કલશોર - ગોપાલી બુચ

•એક બે ને અઢી - મુકુલ જાની

•આઉટ ઓફ ધ સીઝન - શમા

•ગ્લોબલ મેનેજમેન્ટ - દિપક ભટ્ટ

•કૌતુક કથા - હર્ષ કે. પંડ્યા

•બોલીવુડ બઝ ! - સિધ્ધાર્થ છાયા

•ઝીંદગી ઓન ધ રોક્સ - ભુમિકા કેયુર શાહ

•ફૂડ સફારી - આકાંક્ષા દેસાઈ

•લઘરી વાતો - વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

એડિટરની અટારીએ થી...

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૧. એડિટરની અટારીએ થી..

છેલ્લાં કેટલાંય વર્ષોથી આપણાં દેશમાં મોબાઈલ ઉત્ક્રાંતિનો અનુભવ આપણને બધાંને છે જ. ઈન્ટરનેટ પછી જો આપણી જિંદગી કોઈએ સમુળગી બદલી નાખી હોય તો એ છે એન્ડ્રોઈડ ટેકનોલોજી ધરાવતાં સ્માર્ટ ફોન્સ. કેટલાંક સ્માર્ટ ફોન્સ જ્યારે ખૂબ મોંઘા હતાં ત્યારે જ આ એન્ડ્રોઈડ બાબાની એન્ટ્રી થઈ અને ફેસબુક થી માંડીને ટ્‌વીટર અને ત્યારપછી વ્હોટ્‌સ એપ્પ નામની એપ્પસે લોકોનાં જીવનમાં એવો પ્રવેશ કર્યો કે હવે આ બધું જ એમનાં જીવનનો એક અતુટ હિસ્સો બની ગયુ છે. ફક્ત સોશિયલ મીડિયા જ નહી પણ ન્યુઝ, સ્પોટ્‌ર્સ, ફિલ્મ્સ અને બીજી કેટલીય એપ્પ જુદી જુદી ભાષાઓમાં આપણી સમક્ષ એન્ડ્રોઈડનાં આશીર્વાદથી આવી છે અને એમાં આપણે ગુજરાતીઓને ગર્વ થાય એવી એપ્પ લઈને આવ્યું ‘નીશેટેક’, જેનું નામ છે ‘ગુજરાતી પ્રાઈડ’. આ ગુજરાતી પ્રાઈડ એપ્પ એ ફક્ત ગુજરાતી ટ્રાન્સલીટરેશન પુરતું સંકોચાઈ ને ન રહી પણ ત્યાર પછી ‘ગુજરાતી ઈ-બુક’ની એપ્પ પણ આવી અને આ બન્ને એપ્પસ અત્યારે તમામ ગુજરાતી એપ્પસમાં ગુગલ પ્લે સ્ટોરમાં સહુથી વધુ ડાઉનલોડ થતી એપ્પસ બની ગઈ છે.

‘હું ગુજરાતી’નો વિચાર આજથી લગભગ બે મહીના અગાઉ મને અને નીશેટેકનાં ડાઈરેક્ટર શ્રી મહેન્દ્ર શર્માને આવ્યો જ્યારે હું મારી એક ‘ઈબુક’ ને ‘ગુજરાતી ઈ-બુક’ એપ્પમાં ઉમેરવા માટે અમને વારંવાર મળતો રહેતો હતો. મહેન્દ્રભાઈનો આખો વિચાર વાંચન ફક્ત કમ્પ્યૂટર સુધીજ મર્યાદિત ન રહેતાં એને ઘેરઘેર મોબાઈલ દ્વારા અને પરવડે એ કિંમતે મોકલવાનો છે અને એનું આ એક બીજું સ્વરૂપ એટલે ‘હું ગુજરાતી’ મેગેઝીન. નામ વાંચતા જ કોઈપણ ગુજરાતીને ગર્વનો અનુભવ થાય એવું મેગેઝીન અમે લઈને આવ્યાં છીએ.

આ મેગેઝીનમાં અમે એ વાતનો ખુબ ખ્યાલ રાખ્યો છે કે અહીં વાચકને તાજગીભર્યા વાંચનનો જ અનુભવ થાય આથી કોઈ જાણીતાં કે માનીતા લેખકોનાં લેખો ન પીરસતાં અમે નવાં નવાં લેખકોને લઈને આવ્યાં છીએ. જેમાં શ્રી મુકુલભાઈ જાની પોતાની રાજકીય કલમ ચલાવી રહ્યાં છે, તો ગોપાલી બુચ જુદા જુદા કવિઓની કવિતાઓનું રસપાન કરાવશે. આ ઉપરાંત જિંદગીની જુદી જુદી વાર્તાઓ લઈને આવ્યાં છે ભૂમિકા દેસાઈ શાહ. હોલીવુડની સફરે લઈ જશે નવી લેખિકા શમા જ્યારે બોલીવુડની વાતો કરવાની જિમ્મેદારી મારાં ઉપર છે. ઈતિહાસનાં ઊંડાણો દેખાડશે હર્ષ પંડ્યા અને દેશીવિદેશી ક્વીઝીન વિષે રસપ્રચુર વાતો કરશે ઉપરાંત દર વખતે એક નવી રેસીપી પણ શીખવાડશે આકાંક્ષા દેસાઈ જ્યારે શ્રી દીપક ભટ્ટ આપણને મેનેજમેન્ટનું જ્ઞાન આપશે. ટૂંકમાં એક ગુજરાતીને આકર્ષિત કરતાં તમામ વિષયો લઈને અમે આવ્યાં છીએ અને હજી વધુ વિષયો ઉમેરવાની અમારી જોરદાર ઈચ્છા છે, બસ જરૂર છે તો તમારાં આશીર્વાદની અને શુભકામનાઓની...

કલશોર

ગોપાલી બુચ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૨. કલશોર

આજ સોચા તો આંસુ ભર આયે,

મુદ્દતે હો ગઈ મુસ્કુરાયે.....

કવિ હોય કે પ્રેમી હોય આંસુને અલગ અલગ અંદાજમા વહાવતા આવ્યા છે. ક્યાંક આંસુ છીપમાનું મોતી બને તો ક્યાંક પ્રેમિકાના મખમલી, રેશમી ગાલ પરથી સરકતું જાકળબુંદ. પછી છીપલું ભલે ખાલી હોય અને ગાલ પણ કદાચ ખરબચડાં હોઈ શકે, પણ કવિ અને પ્રેમીને આવી કલ્પનાઓ જન્મજાત હસ્તગત હોય જ છે. પણ આ તો આવડત થઈ. અહીં તો આપણે વાત કરશું એવા આંસુની જે અલગ અલગ પ્રવાહો સ્વરુપે આંખમા છલકાઈ આવે છે. અને ક્યારેક આંખની પારદર્શિતાના જ કેદ થઈને રહી પણ જાય છે. જ્યારે આંસુ ઘુંટાઈ ઘુંટાઈને પાકા બની જાય છેને ત્યારે કોઈ અંદરોની ગેબી શક્તિ ‘‘આંસુ ના બહા, ફરિયાદ ન કર, દિલ જલતા હે તો જલને દે’’ની પોકાર લગાવે છે. આ અંદરોની પોકાર જ આંસુને એક સશક્ત, ધારદાર હથિયારમા ફેરવી નાંખે છે. આ હથિયારધારી આંસુ એટલે ધાર્યુ કરાવવા પ્રેમી કે પ્રેમિકાના ગાલ પરથી સરકતા કે મગરના આંસુ જેવા દંભી આંસુ નહી, પણ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર, ધારદાર, દમદાર આંસુ.

અને આવા ધારદાર આંસુ સાથે કોઈ ગઝલકાર એની ગઝલ લઈને આવે ત્યારે સલામ કરવાનું મન થાય. ભાવેશ ભટ્ટ આવા જ એક ઊંચા દરજ્જાના કવિ છે. એમની રચનાઓમાં એક ખાસ પ્રકારની ખુમારી છલકાય છે. અહિંયા પણ કવિએ અળવિતરા આંસુના અવનવા સ્વરૂપને પોતાની તેજ કમલધારે ધારદાર રીતે અભિવ્યક્ત કર્યા છે. આંસુ સાચે જ તાજા અખબાર જેવા છે. આંખોમાંથી વહેતા આંસુ કે ગાલ પર સુકાયેલા આંસુના લિસોટા કંઈક બન્યાની ચાડી ખાય છે. જીવનની અંતરંગ વાતોને આંસુ જાહેર કરી નાખે છે. પ્રસંગ સુખનો હોય કે દુખનો હોય, આંસુની હાજરી સમગ્ર માહોલને ખામોશ કરી નાખે છે. વાતાવરણમાં વજનનો અહેસાસ થાય છે. અહીં કવિ એક માર્મિક વાત પણ રજુ કરી જાય છે કે જેનામા જીવનની વાસ્તવિકતાને પચાવી જાણવાની શક્તિ છે એ જગતથિ પોતાના આંસુને છુપાવવામાં સમર્થ સાબિત થાય છે. પોતાની આંખોમાં એ આંસુને ખાળવામાં સફળ રહે છે.

અહીં એક શેર યાદ આવે છે, ‘‘પાપણના દ્વારે આંસુને અકબંધ રોકી રાખ્યા છે, લોકોને મારી આંખો પાણિદાર લાગે છે’’ અને સાચે જ આવા સમર્થ વ્યક્તિત્વ પાણિદાર જ હોય છે.

જીવનની દરેક ઘટમાળોના અદાકારની હેસિયતથી આવન-જાવન કરતાં આંસુને ભાવેશ ભટ્ટ પુરા જપ્તા હેઠળ જાળવીને બેઠા છે. એની દરેક ગતીવિધી પર ગઝલકારની પક્કડ છે. અહિંયા કવિનો અસલ મિજાજ પરખાય છે. આપણે આંસુને તાકાત બનતા અનુભવી શકીએ છીએ. ભાવેશ ભટ્ટની ગઝલોની આજ ખુબી છે. તેમની ગઝલોમાં ખુમારી તેજ મિજાજ સાથે, એક ચોક્કસ અવાજ સાથે રજુ થાય છે. પણ હાય રે પ્રેમ ! આવી તેજ મિજાજ ખુમારી ધરાવતા કવિ પણ પ્રણયોર્મિ પાસે હથિયાર હેઠાં મુકે છે. છેલ્લાં શેરમા કવિ આશિકાના મિજાજ ધારણ કરી જ લે છે. માણસ છે ને ! એક સંવાદનાસભર હ્ય્દય એનામા પણ ધબકે છે. અને વાત જ્યારે પ્રેમની આવે ત્યારે તો ભલભલા માથાળા માણસ પણ ધબકારો ચુકી જાય છે તો કવિતો ક્યાંથી બાકાત રહે ? અને એટલે જ ‘‘વિચારોમાં તારા મને ઉચકીને, હવે રોજ લઈ જાય છે ચાર આંસુ’’ જેવો ટર્નિંગ પોઈન્ટ ગઝલમા સહજતાથી આવી જાય છે.

‘‘આપની જેમ હું કદી વહેણ મુજબ વહ્યો નહી,

રોજ સમંદરોની સાથ મારે જપાજપી થઈ’’

જે વહેણ મુજબ નહી વહેવા માટે સમંદર સાથે બાથ ભીડી જાય છે એ પણ આંસુ વિશેની વાત આવે ત્યારે ક્યાંક વહી તો જાય છે જ.

આંસુ ભાવની અભિવ્યક્તિ છે. પશ્ચાતાપની પારાશીશી છે. હ્ય્દયને ખાલી થવાનો માર્ગ છે. જો હ્ય્દય ઠલવાય નહી તો ઘરબાયેલાં મનોભાવો અંદરને અંદર ઉલ્કાપાત સર્જે છે. ગુંગળાયેલાં આંસુ મધદરિયે સુનામી પણ સર્જી શકે. આંસુ મનનો ઉઘાડ છે. લાગણીનો ઉત્તમ પડઘો છે. ઘેરાયેલાં ગાઢ આકાશ પછી વરસેલો અનરાધાર વરસાદ જેમ આકાશને નીતરેલું, નીલવર્ણુ, સ્વચ્છ બનાને છે એ જ રીતે આંસુ પણ હ્ય્દયને શુધ્ધતા અર્પે છે. આંસુ કાયરતા નથી, ધારણ કરેલી નિર્ભયતા છે. અને એટલે જ બેધડક કહેવાનુ મન થાય.

‘‘કભી પલકોપે આંસુ હૈ,

કભી લબપે શિકાયત હૈ,

મગર ફીરભી એ જીંદગી

મુજે તુજસે મુહોબ્બત હૈ...

એક બે ને અઢી

મુકુલ જાની

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બેોઙ્મદ્ઘટ્ઠહૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૩. એક બે ને અઢી

તારીખ ૧૬મી મે અને ૧૭મી મે, આ બે દિવસ આ ક્રિકેટ ઘેલાદેશમાં ૈંઁન્ જેવી લોકપ્રિય રોમાંચક ફટાફટ ક્રિકેટની ટુર્નામેન્ટમાં પણ રજા રાખવી પડે એનાથી બે બાબત સાબિત થાય છે કે આ દેશમાં ચૂંટણીના પરિણામોની લોકપ્રિયતા ક્રિકટથી પણ ઉપર છે અને બીજી મહત્ત્વની વાત, ક્રિકેટ રમાય છે માટે એનું ટીવી પર પ્રસારણ કરવાનું હોય છે અને વચ્ચે વચ્ચે જાહેરાતોમાંથી કમાવવાનું હોય છે એવું નથી પણ જાહેરાતોમાંથી કમાઈ શકાય એ હેતુથી ટીવી પર પ્રસારણ કરવા માટે ક્રિકેટ રમાડવામાં આવે છે ! ખેર, અહીં વાતનો વિષય ક્રિકેટ નથી પણ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી છે તો એના પર આવીએ.

આજે, સત્તરમીએ આ લખાય છે ત્યારે લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને ભાજપના કાર્યકરો અને સમર્થકો હરખઘેલા થઈને વિજયોત્સવ મનાવી રહ્યા છે ! અને શા માટે ના મનાવે ? ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી અને એનાં પરિણામો ઘણી રીતે અસામાન્ય જો રહ્યાં છે ! છેક ત્રીસ વરસના લાંબા અંતરાલ પછી દેશની જનતાને કોઈ એક પક્ષત્ર વિશ્વાસ મૂકવા લાયક લાગ્યો છે. ભાજપએ એના ઈતિહાસમાં સૌથી મોટો વિજય મેળવ્યો છે તો કોંગ્રેસનો અત્યાર સુધીમાં સૌથી કારમો, એવો કરામો પરાજય કે નેતા વિપક્ષના પદ માટે જરૂરી ૧૦% સીટનું પણ છેટું પડી ગયું છે ! અનેક રાજ્યો એવાં છે જેમાં કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી તો એક પણ રાજ્ય એવું નથી જ્યાં કોંગ્રેસ બે આંકડામાં પહોંચી શક્યું હોય. તો એની સામે ભાજપ એ ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ક્લીનસ્વિપ કરી છે અને ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં તોતિંગ લીડ લીધી છે. આવું થવા પાછળ ઘણાં કારણો છે.

છેલ્લા કેટલાક સમયના અનુભવના આધારે એવું લાગે છે કે નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ સાથે એવો કોઈક ચમત્કાર સંકળાયો છે કે એ જેના પર હાથ મૂકે છે એનો ઉધ્ધાર થઈ જાય છે, એના નામે પથરા પણ તરી જાય છે જ્યારે એની સામે પડનારનું ધનોતપનોત નીકળી જાય છે ! પવનની દિશા પારખીને પોતાનો સઢ ફેરવી નાખનારા રામવિલાસ, રામક્રિપાલ કે પછી જગદંબિકાપાલ આનાં ઉદાહરણો છે, જ્યારે આનાથી ઉલટ, સમયની નાડ પારખવાને બદલે શાહમૃગવૃત્તિ રાખી અહંકારમાં સતત અપશબ્દોની વર્ષા કરનારા બેનીપ્રસાદ અને સલમાન ખુર્શીદ સ્વાદ ચાખવો પડ્યો, નેશનલ કોન્ફરન્સની એકપણ સીટ ન આવી. લાલુ પોતાની પત્ની અને દીકરીની સીટ ન બચાવી શક્યા ને નિતિશની પાર્ટી ૨ પર આવીને અટકી ગઈ જેમાં શરદ યાદવ જેવા દિગ્ગજને પરાજયનો સામનો કરવો પડ્યો ! યુપીમાં સાયકલની હવા નીકળી ગઈ અને સમાજવાદી પાર્ટી ૫ સીટપર આવીને અટકી અને એ પણ એકજ પરિવારની ! બહેન માયાવતીના હાથીએ પહેલીવાર ઈંડું મુક્યું તો કોંગ્રેસ પણ યુપીમાં માત્ર બેજ સીટ જીતી શકી એ પણ સોનિયા અને રાહુલની !

ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવા જનતાને સીધા સ્પર્શતા મુદ્દાઓ સામે જનતાના આક્રોશની અહંકારી કોંગ્રેસીઓએ સતત અવગણના કરી અને જનતાને જેમાં બિલકુલ રસ નહોતો એવા અદાણી-અંબાણીનાં ગાણાં ગાતા રહ્યા, એક પછી એક ભૂલો કરીને નરેન્દ્ર મોદીને સામેથી મુદ્દાઓ આપતા રહ્યા. નરેન્દ્ર મોદી એકલા હાથે દેશના ખૂણે ખૂણે પહોંચીને સભાઓ અને રેલીઓ દ્વારા જનતા સાથે સંવાદ કરતા રહ્યા. હા, આવું કદાચ પહેલીવાર બન્યું છે કે કોઈ નેતાએ સભામાં ભાષણો કરવાને બદલે જનતા સાથે સંવાદ કર્યો હોય ! નરેન્દ્ર મોદીની કોમ્યુનિકેશન સ્કીલ એ એમના વ્યક્તિત્વનું એક બહુ મોટું જમા પાસું છે એ આ વખતની ચૂંટણીદ્વારા સાબિત થયું. નરેન્દ્ર મોદી સતત એમના કમ્પેઈનમાં ગુજરાતના વિકાસ મોડેલ અને વિકાસના એજન્ડાને લઈને ગયા જ્યારે સામે વિરોધીઓએ સતત જાતિવાદ, કોમવાદ, રામમંદિર જેવા મુદ્દાઓ ઉઠાવવાની કોશિશ કરી, પણ આ વખતનાં પરિણામોએ, ખાસ કરીને યુપી અને બિહારની જનતાએ બતાવી દીધું કે જાતિવાદ અને કોમવાદ જેવી બાબતોમાં નેતાઓને રસ હોય છે, જનતાને નહીં !

વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચી ગયા પછી નરેન્દ્ર મોદી સામેના પડકારોનો અંત નથી આવ્યો પણ ચોટીલાનો ડુંગર ચડી ગયા, હવે હિમાલય સર કરવાનો આવ્યો છે એવું કહી શકાય ! એક્ઝીટ પોલ પછી જે રીતે સુષ્મા કોપભવનમાં ચાલ્યાં ગયાં અને ગાંધીનગરમાં બમ્પર વિજય પછી પણ અડવાણીની બોડી લેંગ્વેજ અને અભિવ્યક્તિ જે પ્રકારની હતી એ જોતાં એવું લાગ્યું કે દેશની જનતાએ જે રીતેનો સ્પષ્ટ મેન્ડેટ નરેન્દ્ર મોદીના નામે આપ્યો છે એ એમના માટે પણ અણધાર્યો અને આઘાતજનક છે ! ખેર, મોદી આવી બાબતોને પહોંચી વળવામાં તો એકદમ માહિર છે, છેલ્લા બાર વર્ષમાં ગુજરાતે એને ઘણું શીખવાડ્યું છે. એની કુંડળીમાં ગ્રહો એવી રીતે ગોઠવાયેલા છે કે સામે પડનારાએ થોડા સમયમાં કાં નાકલીટી તાણવી પડે છે અથવા પોતાનું રાજકિય અસ્તિત્વ ખોઈ નાખવું પડે છે ! આ તો હતી આંતરિક પડકારોની વાત, પણ એક રાજ્યના મુખ્ય મંત્રી તરીકે જેનો સામનો ઓછો કરવો પડ્યો હોય એવા બાહ્ય પડકારો સામે મોઢું ફાડીને ઊભા છે. મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ જે અંગે સભાઓમાં બહુ ઢોલ પિટ્યા છે તો હવે જનતા એનો પણ હિસાબ માગવાની છે. ઉત્તરપૂર્વે ચીન અને પશ્ચિમે પાકિસ્તાન જેવા પડકારો છે, વિદેશનીતિના તંગ દોરડા પર સંતુલન રાખીને ચાલવાનું છે, તો આતંકવાદ અને બાંગ્લાદેશી ઘુસણખોરોનો મુદ્દો પણ સંવેદનશીલ છે. આપણે દેશની જનતા તરીકે નવી સરકાર પાસેથી અપેક્ષાઓ રાખવાની સાથે ઓલ ધ બેસ્ટ કહી દઈએ !

ચેકમેટ :

‘‘કોંગ્રેસના સૌથી ખરાબ પ્રદર્શનનું કારણ એ છે કે યુવાજોશ રાહુલ ગાંધીએ દેખાડવું જોઈએ એ એન ડી તિવારી અને દિગ્વિજય જેવા દેખાડે છે !’’ - ફેસબુકની વોલ પરથી.

આઉટ ઓફ ધ સીઝન

શમા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જરટ્ઠદ્બટ્ઠર્દ્ઘજરૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૪. આઉટ ઓફ ધ સીઝન

તમારી નોકરીનો સમય આઠ વાગ્યાનો છે અને તમે દસ વાગ્યે ઉઠો છો અને તમારા મિત્રો કોફી શોપમાં બેઠાં છે એની સાથે તમે પણ ગોઠવાઈ જાઓ છો અને ફરી પાછા વાતોમાં ઓફિસનો સમય ભુલી જાઓ છો અથવા તો તમારા ફ્રેન્ડ્‌સ આજ સુધી જાણતા નથી કે તમે કાર્ય શું કરો છો ! કદાચ એવું પણ બને કે તમારા જીવનના સાત વર્ષ પછી તમને ખબર પડે છે કે તમારે પત્ની લેસ્બિયન છે અને વધારે આશ્ચર્યની વાત તો એ છે કે એ હવે તમારા સંતાનની માતા બનવા જઈ રહી છે અથવા તો તમારી લવ લાઈફ તદ્દન અનિશ્ચિત છે અને તમે એની સાથે હજી સુધી ૫-૬ વાર બ્રેક અપ પણ કરી ચૂક્યા છો, છતાં તમારા સિતારા કંઈક એવા છે કે ‘ઓહ માય ગોડ’ સાથે તે હંમેશાં તમારી સાથે જ ભટકાઈ જાય છે. ક્યાં તો પછી તમે તમારા જ લગ્નના દિવસે ભાગી ગયા છો, કારણ કે તમને અચાનક જ અહેસાસ થાય છે કે એ વ્યક્તિ તમારો પાર્ટનર બનવા યોગ્ય નથી અથવા તો એક યુવાન સાથે થોડા પ્રણય બાદ તમને ખબર પડે છે કે એ તો સ્કૂલબોય છે !

‘આ શું છે ?’ ‘કોની વાત છે ?’ અથવા તો પેલા થ્રી ઈડિયટ્‌સના મિકેનિકલ પ્રોફેસર પૂછે એમ, ‘ભાઈ, કહેના ક્યા ચાહતો હો ?’ વેલ, આ તમામ વાતો કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ છ એવા મિત્રોની છે જે તમને હસાવીને, ક્યારેક રડાવીને અને ક્યારેક જીવનના પાઠો ભણાવીને પોતાના બનાવી દેશે. આ તમામ ઘટના, પાત્રો અને વર્ણનની પાછળ છે, ‘ફ્રેન્ડ્‌ઝ’. આ વાત છે, અમેરિકાની સૌથી લોકપ્રિય એવી ટેલિવિઝન સીરિઝ ‘ફ્રેન્ડ્‌ઝ’ની. દસ વર્ષ સુધી ટેલિવિઝન પર લોકોને પાગલ બનાવનાર આ સિઝન વિશે લખવું જ એટલું આનંદદાયી અને રિફ્રેશિંગ છે કે તમારા મનમાં મિત્રતાનો, પ્રેમનો અને આત્મીયતાનો એક પ્રવાહ મંદ મંદ વહેવા લાગે.

ફ્રેન્ડ્‌ઝ સિઝન ડેવિડ ક્રેન અને માર્ટા કોફમેનના સહિયારા પ્રયાસથી બની હતી. તેનો પ્રથમ એપિસોડ ૨૨ સપ્ટેમ્બર, ૧૯૯૪માં રીલિઝ થયો હતો અને લગભગ દસ વર્ષ સુધી એટલે કે ૪ મે, ૨૦૦૪ સુધી આ સિઝનની ટી.આર.પી. હાઈએસ્ટ રેટ પર હતી. લગભગ ૫૨.૫ લાખ અમેરિકને ફ્રેન્ડ્‌ઝનો છેલ્લો એપિસોડ એકસાથે નિહાળ્યો હતો અને તેની સાથે જ ટેલિવિઝનના ઈતિહાસમાં સૌથી વધુ જોવાયેલી સિઝનમાં તે ચોથા ક્રમની સિઝન બની ગઈ હતી.

આ આખી સીરિઝ મોનિકા ગેલર (કર્ટનિ કોક્ષ), રોસ ગેલર (ડેવિડ શ્વિમર), ચેન્ડલર (મેથ્યુ પેરી), જોઈ ટ્રિબિયાની (મેટ લેબ્લેન્ક), ફીબી બુફે (લિસા કુડ્રો) અને રેચલ ગ્રીન (જેનિફર એનિસ્ટોન)ની આસપાસ ફરે છે. દસ સિઝનમાં એક વાર્તાની ગૂંથણી કરવામાં આવી છે, છતાં મોટા ભાગે તમામ એપિસોડ એકબીજા થી સ્વતંત્ર છે. રસપ્રદ વાત એ છે કે આ તમામ કલાકારો સિઝનની શરૂઆતમાં લગભગ સ્ટ્રલિંગ પિરિયડમાં હતા. જેમ કે, કોર્ટનિ કોક્ષે ‘ફ્રેન્ડ્‌ઝ’ પહેલા જાહેરાતોમાં પોતાનું નસીબ અજમાવી રહી હતી તો લિસા કુડ્રોને ફ્રાસિએર નામની સિઝનમાં એક રોલ ઓપર કરાયો હતો, પરંતુ શૂટિંગ શરૂ થતાં પહેલા જ તેને આ સિઝનમાંથી કાઢી મૂકવામાં આવી હતી અને ત્યારબાદ તેને ‘ફ્રેન્ડ્‌ઝ’માં ફીબી બુફેની ભૂમિકા મળી હતી. લિસા આ ઘટનાને તેના જીવનની સૌથી મહત્ત્વની અને સુંદર ઘટના પૈકીની એક ગણાવે છે. જોકે ફ્રેન્ડ્‌ઝની લોકપ્રિયતા બાદ આ તમામ કલાકારોએ ખાસી એવી લોકપ્રિયતા મેળવી હતી.

ફ્રેન્ડ્‌ઝના એપિસોડ જેટલા રસપ્રદ છે, એટલા જ રસપ્રદ તેના કલાકારોની પસંદગી વખતેના કિસ્સાઓ પણ છે. ફ્રેન્ડ્‌ઝના છ કલાકારો પૈકી સૌથી પહેલા ડેવિડને કાસ્ટ કરવામાં આવ્યો હતો અને તેની પર્સનાલિટીને આધારે જ ‘રોસ’નું આખું પાત્ર રચવામાં આવ્યું હતું. જ્યારે કર્ટનિ કોક્ષને ‘રેચલ’નું આખું પાત્ર રચવામાં આવ્યું હતું. પરંતુ દરેક પાત્રના અભ્યાસ પછી તેણે પોતાના સ્વભાવ પ્રમાણે (‘મોનિકા’ની સ્ટાઈલમાં જ તો !) ‘મોનિકા’નું પાત્ર પસંદ કર્યું હતું. ‘રચેલ ગ્રીન’ના પાત્ર સાથે જેનિફર ખરી રીતે ફેશન અને હેર સ્ટાઈલના વિવિધ પ્રયોગોને કારણે ઘણી સામ્યતા ધરાવે છે. ‘જોઈ’ના પાત્રને લોકોએ એટલું વધાવ્યું હતું કે, ‘ફ્રેન્ડ્‌ઝ’ બાદ તેના પાત્રના નામથી જ એક નવી સિઝન ફરી શરૂ થઈ હતી.

ખેર, ‘ફ્રેન્ડ્‌ઝ’ની આખી વિષયવસ્તુ અને તેની આવી જ કેટલીક ઈન્સાઈડ સ્ટોરીઝ હવે પછીના સપ્તાહથી શરૂ કરીશું. હાલ પુરતું માત્ર આ પાત્રોના નામ અને મિત્રતાની એક એવી સફર માટે તૈયાર થઈ જાઓ જે કદાચ આજ સુધી તમે અનુભવ્યું ન હોય !

આઈ વિલ બી ધેર ફોર યુ મોમેન્ટ્‌સ :

ફ્રેન્ડ્‌ઝના તમામ છ કલાકારોમાં દરેક એપિસોડના શૂટિંગ પહેલા એકબીજાને પ્રાઈવેટ હગ (ગ્રુપ હગ - એકબીજાને ભેટવું)નો નિયમ હતો અને આ દરમિયાન તે કોઈપણ અન્ય ક્રુ મેમ્બર કે કેમેરામેનને તે રૂમમાં દાખલ થવા દેતા નહીં.

ગ્લોબલ મેનેજમેન્ટ

દિપક ભટ્ટ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ુિૈીંર્ંઙ્ઘીીટ્ઠાહ્વરટ્ઠંંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૫. ગ્લોબલ મેનેજમેન્ટ

મેનેજમેન્ટની જ્યારે પણ કોઈ વાત કરવામાં આવે ત્યારે અચૂક સફળ કંપનીઓ, તેની લીડરશીપ સ્ટાઈલ, કર્મચારીઓ માટે કામ કરવાનું વાતાવરણ, પ્રોડક્ટ માર્કેટીંગ, કલ્ચર, ચેન્જ મેનેજમેન્ટ, કાયઝન જેવી બાબતો ઉપર ધ્યાન આપવામાં આવતું હોય છે.

વિશ્વની સફળ કંપનીઓ જેમ કે, કોકા કોલા, પેપ્સીકો, હિદુસ્તાન યુનીલીવર, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, જનરલ ઈલેક્ટ્રિક, ટાટા મોટર્સ, મોટોરોલા, ટોયોટા અને મિત્સુબિશી જેવી કંપનીઓની પ્રોડક્ટ ડેવલોપમેન્ટ કરવાની રીત અને કર્મચારીઓ પાસેથી કામ કઢાવવાની પધ્ધતિઓની ચર્ચા મુખ્ય મુદ્દા તરીકે જોવા મળે છે. આ કંપનીઓ કેવી રીતે આગળ આવી અને આ કંપનીના લીડર્સમાં એવું તો શું હતું કે જેનાથી તેઓ પ્રખ્યાત થયા તે બાબત વિશેની જાણકારી લેવી ખુબ જ આવશ્યક બને છે.

આપણે જ્યારે મેનેજમેન્ટ ‘ગ્લોબલ’ શબ્દનો ઉપયોગ કરીએ ત્યારે તેનો મુખ્ય હેતુ જળવાઈ રહે તે ખાસ જરૂરી બને છે. થોડા સમય પહેલાં એક બીઝનેસ મેગેઝીનની કવર સ્ટોરીના ટાઈટલમાં ગ્લોબલ કોર્પોરેશન, લોકલ લેસન્સ વાંચીને રોમાંચ થયો કે, પહેલી વખત મલ્ટીનેશનલ કંપનીઓના લેસન્સને ભારતમાં લોકલ લેવલ ઉપર જોવામાં આવે છે.

ગુજરાતની મોટા ભાગની કંપનીઓમાં આજે વિદેશી કંપનીઓની મેનેજમેન્ટ પ્રેક્ટીસ થતી જોવા મળે છે અને તેનું મુખ્ય કારણ છે તે કંપનીના લીડરોની વિદેશોમાં મેનેજમેન્ટ અંગે પ્રોફેશનલ્સ જોડે થતી મુલાકાતો અને વિચાર વિમર્શ. જાપાનીઝ મેનેજમેન્ટના સિધ્ધાંતો જેમ કે, કાયઝન, ફાઈવ એસ, જસ્ટ ઈન ટાઈમ જેવી પધ્ધતિઓની પ્રેક્ટીસ આજે ગામડાની નાની એવી કંપનીઓમાં પણ થતી જોવા મળે છે. આ બાબતને એમ કહી શકાય કે, આજનો કોર્પોરેટ લીડર્સ ગ્લોબલ દ્રષ્ટીએ વિચારતો થયો છે.

આજનો યુવા ઉદ્યોગસાહસિક પોતાની કંપની કઈ રીતે આગળ વધે અને મહત્તમ નફો મળે તે બાબતને પ્રથમ ક્રમ આપે છે. વિદેશમાંથી સસ્તા ભાવે માલ મંગાવીને અહિંયા તેનુ પ્રોડક્શન વધારીને કેવી રીતે વેચાણ વધારવું તે અંગે તે હવે સભાન થયો છે. છેલ્લાં કેટલાક સમયથી લોકોની પ્રોડક્ટ વિશેની ખરીદશક્તિ અને તેની સમજણમાં પણ ફેરફાર જોવા મળે છે. આજની મહિલા કોઈપણ વસ્તુ ખરીદતાં પહેલાં તેને ચકાસીને, પાંચ જગ્યાએથી રીવ્યુ લઈને પછી ખરીદશે. જોકે, આમ કરવાથી કંપનીને વેચાણના સમયમાં થોડું નુકશાન થાય છે પરંતુ આ પ્રક્રિયામાં કંપની એક લાંબાગાળાનો ગ્રાહક બનાવી લેશે. પોતાના મૂલ્યો સાથે ક્યારેય પણ બાંધછોડ ન કરનાર કંપનીઓ હંમેશા પ્રગતિની લીસ્ટમાં આગળ જોવા મળે છે. તેના કર્મચારીઓ હંમેશા ખુશ જોવા મળે છે અને કંપનાનો નફામાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે.

ભારતમાં મોલ કલ્ચર આવવાથી લોકોને ખરીદશક્તિ વિશે વધુ વિચાર કરવો પડતો નથી કેમ કે, વસ્તુની ખરીદી મોલની બ્રાન્ડ ઉપર આધાર રાખે છે. અને તેથી જ છેલ્લાં ઘણા સમયથી લોકો પ્રોડક્ટની બ્રાન્ડ કરતાં દુકાન કે મોલની બ્રાન્ડને વધુ મહત્ત્વ આપતી થઈ છે. સમાજનો અમુક વર્ગ કિંમતને પ્રાધાન્ય આપતો નથી કેમ કે તે વસ્તુની ગુણવત્તા અને તેનું ટકાઉપણું વિશે માહિતગાર હોય છે. જેમ કે અમુક ગ્રાહકને ખબર જ હોય છે કે હું જે વસ્તુની ખરીદી કરીશ તેની કિંમત વધુ જ હશે પરંતુ તેની ગુણવત્તા મને લાંબા ગાળા સુધી સંતોષ આપશે. આથીજ મોટાભાગની કંપનીઓ હવે ગુણવત્તા ઉપર ખાસ ધ્યાન આપે છે.

આજનો ગ્રાહક વસ્તુ ખરીદીને તેના સમય સાથે સરખાવતો થઈ ગયો છે. જે વસ્તુ એક નાનકડી દુકાનમાંથી લેવામાં માત્ર પાંચ કે દસ મિનીટ લાગતી હતી તે આજે મોલમાં જવાથી લગભગ એક કલાક જેટલો સમય લઈ લે છે. અને વધુમાં તેની સાથે સાથે એક કરતાં બે-પાંચ વસ્તુની ખરીદી પણ થઈ જાય છે. જે ગ્રાહકને આજે ખબર પડી ગઈ છે. પરંતુ કંપનીઓ પ્રોડક્ટ ઉપર વધુ ને વધુ પ્રલોભનો આપતી હોવાથી ગ્રાહકો હંમેશા પ્રોડક્ટને ખરીદવા માટે ઉત્સુક રહે છે.

થોડા સમય પહેલાં અમારી કંપનીમાં એક માર્કેટિંગના મેનેજરની નિમણુક કરવાની હતી ઉમેદવારોને મેં ઈન્ટરવ્યુ માટે બોલાવ્યા હતા. એક ઉમેદવારને મેં વાત વાતમાં પૂછ્યું કે, ‘‘ભાઈ, તમારામાં ગ્રાહકને આકર્ષવાની કઈ કળા છે ?’’ તેમણે મને ઉત્તર આપ્યો કે, ‘‘સાહેબ, ગ્રાહકને શીશામાં કઈ રીતે ઉતારવો તે મને ખુબ જ સરસ રીતે આવડે છે.’’ મેં એ ભાઈને આવજો કહીને તેના બાયોડેટાને બાજુએ મુકી દીધો. જે કંપની ગ્રાહકને હંમેશા શીશામાં ઉતારવાની વાત કરે તે કંપની પાસેથી તમે ઉત્તમ કક્ષાની કસ્ટમર સર્વિસની અપેક્ષા રાખી શકો નહિ. પછી મેં વિચાર કર્યો કે, કદાચ એવું પણ બને કે આ કંપનીને તેના માર્કેટિંગ મેનેજરની આ બાબત વિશે ખબર ન પણ હોય. કંપનીએ તેના દરેક કર્મચારી ગ્રાહક સાથે કંઈ રીતે વર્તન કરે છે, પ્રોડક્ટ વિશે સમજણ આપે છે તેની સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. ઘણી વખત કંપનીની પ્રોડક્ટ એકદમ ઉત્તમ કક્ષાની હોય પંરતુ તેને વેચાણ કરવા માટેની યોગ્ય કળા જો તેના કર્મચારીમાં ન હોય તો કંપનીને તેના માઠા પરિણામો ભોગવવા પડતાં હોય છે. જેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ એનરોન કંપની હતી. આ કંપનીમાં કર્મચારીઓએ તેમના ગ્રાહકો સાથે કરેલાં વ્યવહારની કોઈ જ માહિતી હતી નહિ અને તેના પરિણામે આખી કંપની સમય જતાં ખોટમાં જઈને નાશ પામી. જ્યારે તમે વેશ્વિક દ્રષ્ટીએ કંપનીની પ્રગતિ ઈચ્છતા હોય ત્યારે મેનેજમેન્ટના તમામ પાસાઓનો અભ્યાસ કરવો જરૂરી બને છે.

સૌરાષ્ટ્રની એક પ્રખ્યાત કંપનીના યુવા ઉદ્યોગ સાહસિક હાર્વર્ડ યુનિવર્સીટીમાં અભ્યાસ અર્થે ગયા હતા અને ત્યાંથી પરત આવીને તેમણે પોતાની કંપનીને ગ્લોબલ કક્ષાએ લઈ જવાનો વિચાર કર્યો અને તે મુજબના ગ્લોબલ પાસાઓને અમલમાં મુકવા માટે કંપનીમાં તેની પ્રેક્ટીસ ચાલુ કરી. કર્મચારીઓને ઓફીસના સમય સિવાય પણ બેસવાની ફરજ પાડવામાં આવતી હતી. થોડા સમય પછી તેમનો મને ફોન આવ્યો અને કહ્યું કે, ‘‘હું મારી કંપનીને ગ્લોબલ કક્ષાએ લઈ જવા માટેના પ્રયત્નો કરું છું પરંતુ મારા કર્મચારીઓ સાથ આપતા નથી.’’ મેં કહ્યું કે, ‘‘તમારા કર્મચારીઓને સૌ પ્રથમ હાર્વર્ડ યુનીવર્સીટીમાં થતી પ્રેક્ટીસ ઉપર ધ્યાન આપવાનું કહો અને તે પછી તેની ગ્લોબલ પ્રેક્ટીસને અમલમાં મુકવાનું કહો.’’ આ પ્રેક્ટીસ અમલમાં મુકીને તેમણે આજે વિશ્વના અલગ અલગ દેશોમાં પોતાની પ્રોડક્ટને પહોંચાડી છે. હું વિદેશી પ્રેક્ટીસની વિરુધ્ધમાં નથી પરંતુ તે પ્રેક્ટીસને જો તમારા કર્મચારીઓમાં લોકલ લેવલ ઉપર ઉતારવામાં ન આવે તો તે વ્યર્થ છે.

એક બહુ જ સરસ ઉદાહરણ તમને આપું.

એડોલ્ફ સેલ્ત્ઝ અમેરિકામાં વાહનોના શોરૂમમાં વિક્રેતા હતો. અચાનક એવા સંજોગો ઉભા થયા કે પોતાના નિરાશ અને વેરવિખેર થઈ ગયેલા સાથીગણમાં ઉત્સાહ પ્રેરવાની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઈ ગઈ. એણે સેલ્સ મીટીંગ બોલાવીને તેના સાથીદારોની પોતાની પાસે શી અપેક્ષા છે તે અંગે પૂછ્યું. તેઓ જેમ જેમ કહેતા ગયા તેમ તેમ એ બધું બ્લેકબોર્ડ ઉપર લખતો ગયો. પછી એણે કહ્યું, ‘તમે જેની મારી પાસે અપેક્ષા રાખો છો, તે બધી જ યોગ્યતા હું પૂરી પાડીશ. પરંતુ હવે મારે તમારી પાસે શી અપેક્ષા રાખવી તે વિશે તમે કાંઈ કહો તે ઈચ્છું છું.’ એક પછી એક જવાબો ઝડપભેર આપવા માંડ્યા - ‘વફાદારી, પ્રામાણિકતા, પહેલ, આશાવાદ, સંયોજન, સમર્પણ...’

મીટીંગ પૂરી થઈ ત્યારે નવી પ્રેરણા અને જુસ્સાની સૌએ અનુભૂતિ કરી. કેટલાક સાથીદારોએ તો રોજના ચૌદ કલાક કામ કરવાની મહેચ્છા દર્શાવી. ત્યાર પછી શ્રી સેલ્ત્ઝનો અહેવાલ અંક પણ બહાર પડ્યો કે તે વર્ષે અદ્વુત વેચાણ થયું. સેલ્ત્ઝે કહ્યું કે, જાણે એ બદાએ મારી સાથે નૈતિક સોદાગીરી કરી હતી. જ્યાં સુધી મેં મારી બોલી જાળવી રાખી, ત્યાં સુધી તેઓએ પણ તેમના વચન પાળવાનો નિર્ધાર કર્યો હતો. જરૂર હતી એમની ઈચ્છાઓ અને અપેક્ષાઓ વિશે તેમણે વિશ્વાસમાં લેવાની અને એ વાત જ બધું કામ કરી ગઈ. તમારી ટીમમાં આત્મવિશ્વાસ જગાવવા માટે પ્રત્યેક તકનો લાભ ઉઠાવો.

કૌતુક કથા

હર્ષ કે. પંડ્યા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠહરટ્ઠિ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૬. કૌતુક કથા

‘‘છ ટ્ઠંર્િૈં દ્બેજં ટ્ઠઙ્મુટ્ઠઅજ હ્વી િીટ્ઠઙ્ઘઅ ર્ં ઙ્ઘીકીહઙ્ઘ રૈજ ર્ષ્ઠેહિંઅ ટ્ઠખ્તટ્ઠૈહજં ૈંજ ર્ય્દૃીહિદ્બીહં.’’

મે મહિનાના ઉનાળામાં દઝાય એવું ઉપરનું વાક્ય એવા જ એક જગવિખ્યાત ક્રાંતિકારીએ આપેલું જેનું નામ અર્નેસ્ટો ચે ગુવેરા હતું. આજ સુધી યુવાનોના ટીશર્ટ પર જેની ઈમેજ છપાયેલી છે એવો વર્લ્ડ રેકોર્ડ જેના નામે છે એ આ જ વ્યક્તિ. લોકસભાની ચુંટણીના પરિણામોના કાઉન્ટડાઉનની વચ્ચે દેશદાઝ નામનું તત્ત્વ કેટલું છે એની ચર્ચા બાજુ પર રાખી કેટલાક એવા દેશદાઝવાળા પર નજર નાખીએ જેના માટે દેશ જીવન અને ઝનુનથી વધુ બની ગયો હતો અને જેને લીધે એમના દેશે પણ ઘણું સારું-નરસું જોયું.

શું છે આખરે દેશદાઝ ? કાગળ કચરાપેટીમાં ફેંકવો તે ? પંદરમી ઓગસ્ટ - છવ્વીસમી જાન્યુઆરી વખતે બાઈક-કાર પર વીસ રૂપિયાના તિરંગા ચોંટાડીને વટ મારવો તે ? કોઈ ભિખારીને બે પાંચ રૂપિયા આપવાને બદલે એવા પાંચને ભેગા કરી ટ્યુશન આપવું તે ? કે પછી ઈન્ડિયા વર્લ્ડ કપ જીતે એટલે એમ્બ્યુલન્સ પણ ન પસાર થઈ શકે એટલો ટ્રાફિક જામ કરી ‘ઈન્ડિયા ઈન્ડિયા’ ચીલ્લાવું તે ?

વેલ, હિટલરને બધા વિલન ગણે છે. પણ એડોલ્ફ હિટલર જે સંજોગોમાંથી પસાર થયો હતો એ સંજોગો જોવાની આપણને ફુરસદ નથી. મે મહિનો ચાલી રહ્યો છે. ૩ મે, ૧૯૪૫ ના દિવસે જર્મન ફ્યુહરર એડોલ્ફ હિટલરે પત્ની ઈવા બ્રાઉન સાથે મ્યુનિકના એક બંકરમાં ગોળી શુટ કરીને આત્મહત્યા કરી લીધી હતી. આઝાદ સ્ટાઈલમાં. અહીંયા આઝાદ અને હિટલરને સરખાવવાનો ઈરાદો બિલકુલ નથી. વાત છે દેશ પ્રત્યે સમર્પિત રહેવાની. માત્ર માર્ગ અલગ છે. એકે એ કર્યું જે એના દેશ પર વર્ષો સુધી-અન્યાયી રીતે સતત કરવામાં આવ્યું. એકે એવું કર્યું જેથી દેશને નુકશાન ન પહોંચાડે, પણ પોતાનો બળુકો અવાજ જરૂર અંગ્રેજો સુધી પહોંચે. કટ ટુ હિટલર, એડોલ્ફ હિટલરે જોયું કે ૧૯૧૯ માં થયેલી વર્સેલ્સની સમજુતી મુજબ સતત જર્મનીનેે અન્યાય થઈ રહ્યો છે. કઠપુતળી જેવી લોકશાહી સરકાર પ્રજાને સમજવામાં ગલોટિયા ખાઈ રહી હતી અને આજે જેમ ભારતમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે એવી સ્થિતિ ત્યાં પણ હતી. જર્મન ચલણ માર્કનું એ હદે અવમૂલ્યન થઈ ગયેલું કે કોફી પીવા ગયેલા ગ્રાહક પાસે કોફી આવે ત્યાં સુધીમાં કોફીની પ્રાઈસ ત્રણ ગણી વધી જતી. આવા સંજોગોમાં એડોલ્ફ હિટલરે લીટરલી બળવાખોરી શરુ કરી. સ્વાભાવિક છે કે કોઈને એ ન ગમે. જર્મનીને યુધ્ધોમાં પાયમાલ કરનાર હિટલરે હાઈડ્રોજનવાળા હવાઈજહાજોની પહેલી કમર્શિયલ યાત્રા શરુ કરાવી હતી. જેમાંથી આજના એરક્રાફ્ટ અને જોયરાઈડ બલુન્સ માટેની ડીઝાઈનના પાયા નંખાયા હતા. હિટલરનો જ મિત્ર બેનિટો મુસોલીની, ઈટાલીનો સરમુખત્યાર, એણે ઈટાલીમાં સ્પેશિયલ સાક્ષરતા અભિયાન શરુ કરાવેલું જેને પરિણામે આખા ઈટાલીમાં માત્ર ૨ ટકા (રીપીટ, ૨%) જ નિરક્ષરતા રહી.

સૌ પહેલા વાત કરી એ અર્નેસ્ટો ચે ગુવેરા, હિટલરની જેમ જ લેટીન અમેરિકાની દારુણ હાલત માટે મૂડીવાદી એમેરિકા અને મિત્રદેશોને જવાબદાર ઠેરવતો હતો. માર્ક્સીસ્ટ વિચારધારાને ગેરીલા સ્વરૂપ આપીને ચે એ ક્યુબાના ફિડેલ કાસ્ટ્રોના દિલમાં સ્થાન મેળવી લીધી. ખુદ મેડીકલનો વિદ્યાર્થી હોવા ઉપરાંત એ માણસે આખા દક્ષિણ અમેરિકાનો ૫૦૦૦ કિમીનો પ્રવાસ મોટરસાયકલ પર કર્યો. એની લાજવાબ ડાયરી આલેખી, જે વિશ્વમાં ‘મોટરસાયકલ ડાયરીઝ’ના નામે પ્રસિદ્ધ થઈ. એ ચે ગુવેરા ક્યુબાની નેશનલ બેંકના ડિરેક્ટર, રાજદુત તરીકે પણ સેવા આપી ચુકેલો હતો. ૧૯૬૪ની ક્યુબન મિસાઈલ ક્રાયસીસ વખતે પણ એની ચાવીરૂપ ભૂમિકા હતી. પણ, ઉપર જણાવ્યા એ તમામ ક્રાંતિકારીઓના મૌત હત્યા/આત્મહત્યા દ્વારા થયા. હિટલરે આત્મહત્યા કરી, મુસોલીનીને ઉંધા લટકાવીને ગોળીઓ ધરબી દેવામાં આવી, ચે નું પણ અસાસીનેશન થયું.

કેઈપણ જાહેર નેતાની દેશભક્તિનું પ્રદર્શન અને એની એક્યુઅલ ભાવના, આ બેય માપવાના મીટર હોતા નથી. હા, નિરંતર બનતા બનાવો અને એની તરફના એના અપ્રોચ પરથી એની દેશદાઝનો ખ્યાલ આવી શકે ખરો. ફાયનલ નિર્ણય તો કાયમ જનતાએ કરવાનો હોય છે કેમકે જનતાની અદાલત આખરી ગણવામાં આવે છે. પછી એ બિલ ક્લીન્ટન હોય, કે નિર્ભયા કેસ હોય. આપણે નક્કી એ કરવાનું છે કે જવાબદેહિતા (છદ્ગજીઉઈઇછમ્ૈંન્ૈં્‌રૂ) વધુ જરૂરી છે કે એકતરફી ઝનુન કે બસ હું જ મારા દેશનું ભલું વિચારું છું. બંને લેવલ પર. નેતા અને જનતા બંનેએ.

પાપીની કાગવાણી :

“છજ ન્ૈહષ્ઠર્ઙ્મહ જટ્ઠૈઙ્ઘ ર્ં ટ્ઠ હટ્ઠર્ૈંહ કટ્ઠિ ર્દ્બિી ઙ્ઘૈદૃૈઙ્ઘી ંરટ્ઠહર્ ેજિ, ુી ટ્ઠિી ર્હં ીહીદ્બૈીજ હ્વેં કિૈીહઙ્ઘજ. ્‌ર્રેખ્તર ટ્ઠજર્જૈહ દ્બટ્ઠઅ રટ્ઠદૃી જંટ્ઠિૈહીઙ્ઘ, ૈં દ્બેજં ર્હં હ્વિીટ્ઠાર્ ેિ ર્હ્વહઙ્ઘજર્ ક ટ્ઠકકીષ્ઠર્ૈંહ.

છહઙ્ઘ ર્ં ંર્રજી છદ્બીિૈષ્ઠટ્ઠહજ ુર્રજી જેર્િં ૈં રટ્ઠદૃી અીં ર્ં ીટ્ઠહિ, ૈં દ્બટ્ઠઅ ર્હં રટ્ઠદૃીર્ ુહ ર્એિ ર્દૃીં ર્ંહૈખ્તરં, હ્વેં ૈં રીટ્ઠિ ર્એિ ર્દૃૈષ્ઠીજ. ૈં હીીઙ્ઘ ર્એિ રીઙ્મ. છહઙ્ઘ ૈં ુૈઙ્મઙ્મ હ્વી ર્એિ િીજૈઙ્ઘીહં, ર્ંર્.”

-પ્રેસિડેન્શીયલ ઈલેક્શન જીત્યા પછી, બરાક ઓબામાની સ્પીચના અંશ.

બોલીવુડ બઝ !

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૭. બોલીવુડ બઝ !

બોલીવુડનું ગયું વર્ષ કમાણીની દ્રષ્ટીએ ખુબ જ જોરદાર કહી શકાય એવું હતું. કેટકેટલી ફિલ્મો એ ૧૦૦ કરોડની કમાણી કરી અને એમાંય ત્રણ ફિલ્મોએ તો ૨૦૦ કરોડનો આંકડો પણ આમ ચપટી વગાડતાં જ પાર કરી દીધો હતો. બધું જ ગુલાબી ગુલાબી લાગતું હતું અને એમ કહેવાતું પણ હતું કે ૨૦૧૪ પણ આવી જ રીતે બ્લોક બસ્ટર ફિલ્મો લઈને જ આવશે. પણ... એવું ન થયું. આ વર્ષ ખરેખર કમાણીની દ્રષ્ટીએ ૨૦૧૪નાં સાડા પાંચ મહીના પછી પણ સારું કહી શકાય એવું બિલકુલ નથી. આ વર્ષની વાત ડીટેઈલમાં કરીએ એ પહેલાં ગયાં વર્ષે બોક્સ ઓફીસ પર રીતસરની લુંટ ચલાવનાર ફિલ્મો પર એક નજર નાખીએ ?

ધુમ-થ્રી : ૨૮૪.૨૭ કરોડ

ક્રિશ-થ્રી : ૨૪૪.૯૨ કરોડ

ચેન્નઈ એક્સપ્રેસ : ૨૨૭.૧૩ કરોડ

યે જવાની હૈ દિવાની : ૧૮૮.૫૭ કરોડ

ગલીયોકી રાસલીલા રામ-લીલા : ૧૧૬.૩૩ કરોડ

ભાગ મિલ્ખા ભાગ : ૧૦૮.૯૩ કરોડ

ગ્રેંડ મસ્તી : ૧૦૨.૦૦ કરોડ

રેસ-ટુ : ૧૦૦.૪૫ કરોડ

એટલે ટૂંકમાં કહીએ તો ગયાં વર્ષે કુલ આઠ ફિલ્મો એ ૧૦૦ કરોડ ઉપરાંતનો ધંધો કર્યો હતો અને આ વર્ષે હજી સુધી ફક્ત બે જ ફિલ્મોએ આ ૧૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે. ઘણાં લોકોને આ ૧૦૦ કરોડની વાત બહુ ગમતી નથી પણ સામે પક્ષે જ્યારે ‘ચેન્નઈ એક્સપ્રેસ’ કે ‘ધૂમ થ્રી’ કે ‘ક્રિશ થ્રી’ એ ૨૦૦ કરોડ ઉપરાંતનો ધંધો માત્ર ત્રણ થી ચાર દિવસમાં કર્યો હતો ત્યારે અને ફક્ત માર્કેટિંગ સ્ટ્રેટેજીની જ સફળતામાં ખપાવી દેનાર પણ ઓછાં ન હતાં. વર્ષના બાર મહીનામાં આઠ ફિલ્મો જ્યારે ૧૦૦ કરોડ પ્લસનો બીઝનેસ કરે ત્યારે એનો એક મતલબ એવો પણ કાઢી શકાય કે આ બધી ફિલ્મોએ લોકોને ખૂબ મનોરંજન પૂરું પાડ્યું હતું. કારણ કે ગમે તેવી માર્કેટિંગ સ્ટ્રેટેજી હોય જો ફિલ્મમાં દમ ન હોય તો તમે ઉપરથી નીચે પડોને તોય ૧૦૦ કરોડ તો શું ? એક ફદિયું પણ ન આવે.

ફોર એક્ઝામ્પલ આ વર્ષની ‘જય હો’ આપણા બોલીવુડમાં અમુક એવાં તત્ત્વો વર્ષોથી છે જે અમુક કલાકારની ફિલ્મને પહેલાં શો માં જ ફ્લોપ જાહેર કરી દે. ભૂતકાળમાં જ્યારે અમિતાભ બચ્ચનનો ખરાબ સમય ચાલી રહ્યો હતો અને તે પુનરાગમન કરવાની પુરજોશ કોશીશ કરી રહ્યાં હતાં ત્યારે પણ આવી એક ગેંગ કામ કરતી હતી જે પહેલાંજ શો માં કલાકની ફિલ્મ થાય એટલે ‘‘ક્યા બકવાસ ફિલ્મ બનાયેલી હૈ’’ એવું કહીને થીયેટરમાંથી બહાર આવી જતાં. આજનાં સમયમાં આવાં તત્ત્વો સલમાન ખાન અને શાહરૂખ ખાનની ફિલ્મોને ટાર્ગેટ કરે છે. ‘જય હો’ ખરેખર એટલી સારી ફિલ્મ ન હતી, પણ એ જ્યારે રીલીઝ થઈ ત્યારે ફિલ્મ જોયાં વગર એનાં વિરૂદ્ધ ઘણો અપપ્રચાર થયો અને ફિલ્મને પહેલાં દિવસે ૧૭ કરોડ મળ્યાં હોવાં છતાં જોઈતું ઈનીશીયલ ઓપનીંગ ન મળ્યું અને ફિલ્મ ફ્લોપ થશે એવો નિર્ણય લેવાઈ ગયો, પણ તેમ છતાં ફિલ્મ ધીમે ધીમે કરતાં ૧૦૦ કરોડને ક્રોસ કરી ગઈ અને ટોટલ ૧૧૬ કરોડનો ધંધો કર્યો પણ તેમ છતાં ફિલ્મ હીટ ન કહેવાઈ, અમુક કારણોસર.

એનાથી ઉલટું, હાલમાં જ રીલીઝ થયેલી આલિયા ભટ્ટ અને અર્જુન કપુરની ફિલ્મ ‘ટુ સ્ટેટ્‌સ’ ફક્ત બે વીકમાં જ ૯૦ કરોડ કમાઈ ગઈ પણ પછી હાંફવા માંડી કે છેક ચોથાં વીકના અંતમાં એણે ૧૦૦ કરોડનો આંક વટાવ્યો. જો કે એનાંથી ફિલ્મ ખરાબ હતી એવું કહેવાનો જરાપણ આશય નથી. આજની તારીખે ‘ટુ સ્ટેટ્‌સ’ ૧૦૨.૧૩ કરોડનો બીઝનેસ કરી ચુકી છે એવાં આંકડા આપણી સામે છે એટલે હવે ‘જય હો’ને એ પસાર કરશે કે નહી એ જોવું રહ્યું. જો કે યશરાજ ફિલ્મ્સ બારેક વિક્સ બાદ હજીપણ અમુક શો માં ‘ગુંડે’ જેવી એવરેજ ફિલ્મ (બોક્સ ઓફીસ પર હીટ) ચલાવી શકતાં હોય તો ‘ટુ સ્ટેટ્‌સ’ કેમ ન ચાલે ?

આ વર્ષનું સહુથી જોરદાર સરપ્રાઈઝ હતી ‘ક્વીન’. પહેલાં દિવસે ફક્ત એક કરોડ એશી લાખ કમાનાર આ ફિલ્મ માત્ર માઉથ પબ્લીસીટીથી, અફકોર્સ ફિલ્મ પોતે એક જોરદાર પ્રોડક્ટ હોવાં ને કારણે, એટલી ઉપડી એટલી ઉપડી કે આજે ૨૦૧૪ની સહુથી કમાઉ ફિલ્મોમાં ૬૧ કરોડની કમાણી ચોથે નંબરે ગર્વ સાથે ઉભી છે, પણ વિચારો જો આ જ ક્વીનએ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ કે ‘ધૂમ થ્રી’ની જેમ માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવી હોત તો.....?

ઝીંદગી ઓન ધ રોક્સ

ભુમિકા કેયુર શાહ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરેદ્બૈાટ્ઠજરટ્ઠર૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૮. ઝીંદગી ઓન ધ રોક્સ

‘‘આજકાલની જનરેશનને કોણ જાણે શું થઈ ગયું છે ?’’

‘‘આ બધો ડાટ વાળ્યો છે - ઈન્ટરનેટ અને ટીવીએ.’’

‘‘અરે હું તો કહું છું આ પિક્ચર જોઈ જોઈને આ ડબુડીયાઓ પણ ના શીખવાનું શીખે છે !’’

‘‘હોય કઈ ? ઈન્ટરનેટ, ટીવી અને મુવીસમાં સારું શીખવા જેવું પણ બતાવે જ છે ને ?’’

આ ચર્ચા અનંત અને વિવાદાસ્પદ છે.

પરંતુ માતા-પિતા બન્યા બાદ સંતાનોના ઘડતર માટે શું કરવું અને શું નહિ એ ચિંતા આદિકાળથી ચાલી આવે છે. માત્ર ભારતીય પેરેન્ટ્‌સ જ નહિં, પરંતુ દેશ-વિદેશના માતા-પિતાઓ પોતાના સંતાનોમાં આવી રહેલા માનસિક બદલાવ અને એને માટેના કારણો શોધી રહ્યા છે.

ભારતીય માતા-પિતાઓની સામાન્ય ફરિયાદો અને એ ફરિયાદોના સોલ્યુશન આપણે સુપેરે જાણીએ છે. આવો આજે જાણીએ દુર-સુદૂર ન્યુયોર્કમાં વસતા અને બે સંતાનોના લાગણીશીલ પ્રેમાળ અને જવાબદાર પિતા ‘‘કોલીન સ્ટોક’’નો અનુભવ અને એ અનુભવગત સમસ્યાઓનું પૃથક્કરણ !

એક પાંચેક વર્ષની દીકરી અને ત્રણેક વર્ષના દીકરાના પિતા કોલીન, સામાજિક સ્તરે વધી રહેલી હિંસકતા અને આક્રમકતા અંગે ચિંતિત છે. માત્ર અમેરિકાની જ વાત કરીએ તો કોલીન જાણે છે કે દરેક પાંચ સ્ત્રીઓ પૈકી એક ને જિંદગીમાં ક્યારેક ને ક્યારેક સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ભોગ બનવું જ પડે છે ! એક દીકરીના ચિંતાતુર પિતા તરીકે અને એક દીકરાના જાગૃત પિતા તરીકે કોલીનને પ્રશ્ન થાય છે કે આ શારીરિક છેડતી કે સેક્સ્યુસ્લ એસોલ્ટ કરનાર શું આપણા કરતા જુદા હોય છે ? કે પછી તેઓ કૈક અલગ ઘડતર અને ભણતર મેળવે છે ?

કોલીન પોતાના બંને સંતાનો સાથે રેગ્યુલરલી કિડ્‌ઝ મુવીઝ જોવે છે, અને આ કિડ્‌ઝ મુવીઝ જોતા અને થયેલા અનુભવો અને કૈક શીખવાડી જાય છે !

‘‘ધ વિઝાર્ડ ઓફ ઓઝ’’, ‘‘સ્ટાર વોર્સ’’ અને ‘‘બ્રેવ’’ મુવીઝ દીકરી અને દીકરા સાથે જોયા પછીના કોલીનના અનુભવો એને વાલી તરીકે સંતાનોનું ગ્રાસ્પિંગ અને ઈન્ટરનેટ ફેક્ટર સમઝવામાં મદદ કરે છે. કોલીન અનુભવે છે કે એના બંને સંતાનો મુવીઝને એની કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જવાય એટલી તન્મયતાથી એન્જોય કરે છે. કોલીનની દીકરીને ‘‘ધ વિઝાર્ડ ઓફ ઓઝ’’ મુવીમાં બતાવેલું ગ્લીંડા (સારી વિચ - ડાકણ)નું કેરેક્ટર અને ‘‘સ્ટાર વોર્સ’’માં ઓબી-વેન-કેનોબી નામનું કેરેક્ટર ગમે છે. આ બંને પાત્રોમાં એ સમાનતા કોલીનને સમઝાય છે કે બંને પાત્રો હકારાત્મક સારા છે અને બુરાઈ અને બદીના નાશ માટે મદદ કરે છે. કૈક અંશે બંને એક મેજીકલ ફ્લેર પણ ધરાવે છે ! જ્યારે માત્ર ત્રણ વર્ષનો ક્લીનનો પુત્ર આ મુવીઝમાં કૈક અલગ તત્ત્વ પકડે છે અને પસંદ કરે છે જે છે મેઈલ હિરોઈઝમ, પુરુષત્વ અને હિંસા ! ખુબ નાની ઉમરથી જ બાળકોની મુવીઝ અજાણતા જ કૈક ખોટા પાઠ આપણા બાળકોને ભણાવે છે. એ કોલીનને સમજાય છે. કઈ રીતે ?

અલીઝન બેચ્દ્‌લ નામક પ્રખ્યાત અમેરિકન કાર્ટુનિસ્ટ દ્વારા સ્થાપિત ‘‘બેચ્દ્‌લ ટેસ્ટ’’ જે કોઈ મુવી પાસ કરે એ મહાદ અંશે બાળકો માટે સકારાત્મક છે એમ કરી શકાય. આ ટેસ્ટમાં ખુબજ સામાન્ય મુવી વિષયક પ્રશ્નો ચકાસવાના છે જેવા કે... શું આ મુવીમાં એક કરતા વધુ સ્ત્રી પાત્રો છે ? શું આ સ્ત્રી પાત્રોને મુવીમાં કોઈ સંવાદ બોલવાનો આવે છે ? શું આ સ્ત્રી પાત્રો મુવીમાં એક બીજા સાથે કોઈ વાત (પુરુષ વિષયક નહિ એવી) કરે છે ? જો હા, તો જે તે મુવી આ બેચ્દ્‌લ ટેસ્ટ પાસ કરે છે ! કોલીન પૂછે છે કે શું એકબીજા સાથે સામાન્ય ટોપિક્સ (પુરુષ સિવાયના) પર વાત કરતી સ્ત્રીઓ આપણી આસ-પાસ જોવા મળે છે ? તો મુવીમાં કેમ નહિં ?

કોલીન બાળકો સાથે જોયેલી, બાળકોની મુવીઝનું વિશ્લેષણ કરીને સમજે અને સમજાવે છે કે આપણી ફિલ્મો ઈવન બાળ ફિલ્મોમાં પણ હંમેશા સ્ત્રી પાત્રો સજાવટ માટે જ હોય છે ! મોટેભાગે મુશ્કેલીમાં ફસાયેલી સ્ત્રી (પ્રિન્સેસ) પોતાની જાતને બચાવવા અને મસીહા-તારણહાર એટલે કે પુરુષ(પ્રિન્સ)ને યાદ કરે છે ! અને એનો પ્રિન્સ ચાર્મિંગ બુરાઈઓ સામે લડીને, એને બચાવે છે ! કોલીન જાતને અને આપણને સૌને પૂછે છે. શું બાળકોની મુવીઝમાં એકલી મહેલમાં કેદ પ્રિન્સેસ (જે અપ્રતિમ સુંદર છે અને હંમેશા એકલી, અટુલી અને વિવશ હોય છે.) અને એને ઉગારવા આવતા પ્રિન્સ ચાર્મિંગના ઉદાહરણ દીકરાઓમાં હિંસા પુરુષપ્રધાન વિચારસરણી નથી પોષતા ?

કોલીન પોતાના અનુભવગત જ્ઞાનથી સમજાવે છે કે આજે વિશ્વસ્તર પર સ્ત્રી અને પુરુષની જવાબદારીઓ બદલાઈ રહી છે ત્યારે આ બદલાવ આપણા ઘરોમાં અને કિડ્‌ઝ મુવીઝમાં જરૂરી છે ! ઉદાહરણ રૂપે ડીઝની પ્રિન્સેસ મુવીઝમાં હિરોઈન પ્રિન્સેસ જ હોય છે જે પોતાની સુઝબુઝ અને તાકાતથી દુનિયાને બદીઓથી બચાવે છે ! પરંતુ દુર્ભાગ્યવશાત આ પ્રિન્સેસ મુવીઝ દીકરાઓને ટાર્ગેટ કરતી જ નથી ! કોલીન બદીઓથી બચાવે છે ! કોલીન સમજાવે છે કે જરૂરિયાત એવા વાતાવરણની છે જેમાં મારી દીકરી પોતે ટીમ સમાજને લીડ કરી રહી છે અને બદલાવ લાવી રહી છે એવું સ્વપ્ન સાકાર કરી શકે, અને સાથે સાથે મારો દીકરો પણ પોતે પુરુષ છે એટલે હીરો જ હોય એવી આક્રમકતા ત્યજી, સ્ત્રી-નેતાવાળી ટીમમાં સામેલ થવા ઉત્સુકતા બતાવે !

સિફર :

‘‘હિરોઈઝમ’’ કાલ્પનિક છે. પ્રેમ અને લાગણીઓ જીતવા સુપર હીરો નહિ, પરંતુ સામાય અને સંવેદનશીલ બનવું પડે છે !

ફૂડ સફારી

આકાંક્ષા દેસાઈ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૯. ફૂડ સફારી

નાચોસ, ટાકોસ, એન્ચીલાડાઝ - મેક્સિકન ફૂડનું નામ પડતા આ ત્રણ વસ્તુ કોઈ પણ ખાન-પાનના શોખીનની આંખ સામે દેખાય જ ! આ ત્રણ વસ્તુ આજે મેક્સિકન ફૂડનો પર્યાય થઈ ગઈ છે, પરંતુ શું મેક્સિકન ફૂડ આ ત્રણ જ વસ્તુનો સમન્વય છે ? કે પછી આ ત્રણ વસ્તુ એ એક વિશાળ ખજાનાનો નાનકડો ભાગ છે ?

જેમ આજે તંદૂરી પનીર અને તંદૂરી ચીકન એ દુનિયામાં ભારતીય ખાણી-પીણીનો એકમાત્ર ચહેરા તરીકે ઉપસીને આવ્યા છે, એમ નાચોસ અને ટાકોસ એ મેક્સિકન ખાણીપીણીનો ચહેરો બનીને આવ્યા છે, પરંતુ હકીકતમાં નાચોઝ અને ટાકોસ એ મુખ્ય ખોરાક નહિં પરંતુ ફક્ત નાસ્તો છે (બિલકુલ સમોસા અને કચોરીને જેમ જ !)

મેક્સિકન ખાનપાનની આદતોની વાત કરીએ તો, આ લોકો સવારે હળવો નાસ્તો કરે છે, સામાન્ય રીતે કોફી અને બ્રેડ. બપોરનું ભોજન એ સૌથી મહત્ત્વનું ભોજન હોય છે, બાળકો સ્કૂલેથી, મોટા ઓફિસથી ઘરે આવીને જમે છે, અને પછી ‘સિએસ્તા’ એટલે કે શુધ્ધ ગુજરાતીમાં ‘વામકુક્ષી’ (ત્યાં ૨ કલાકનો લંચબ્રેક મળે, મજા આવે, નહી !) બપોરના ભોજનમાં સામાન્ય રીતે સૂપ, ભાત, ટોર્તિયા (મકાઈની રોટલી), કઠોળ (મુખ્યત્વે રાજમા) અને એક મુખ્ય ડીશ (બોલો, આટલું ખાઈને કોને ઊંઘ ના આવે ?) ત્યારબાદ સાંજનું ભોજન હળવું હોય છે. આ ઉપરાંત નાચોસ, ટાકોસ, બુરીતોસ જેવા નાસ્તા તો ખરા જ !

આજે આપણે કેટલીક ઓછી જાણીતી મેક્સિકન વાનગીઓ બનાવીશું, અને એ પહેલા એ વાનગીની થોડી સમજણ પણ મેળવીશું.

•ચલુપા : આ એક શેકેલી કે તળેલી વાનગી છે. જેના બેઝમાં મકાઈની રોટલી કે ટોર્તિયા હોય છે, અને એના પર વિવિધ ટોપીંગ્સ મૂકી એને શેકવામાં આવે છે.

•પીકો દે ગેલો : એક સામાન્ય સલાડ, કે કચુંબર જે લગભગ બધા જ મેક્સિકન સ્ટ્રીટ જોડે સર્વ કરવામાં આવે છે.

•સોપા દે ટોર્તિયા : એટલે કે ટોર્તિયા સૂપ. ટોમેટો બેઝ અને ટોર્તિયા ચિપ્સ અને ચીઝની મઝા ! શિયાળામાં આ પીવાની ખૂબ મઝા આવે.

•વેજીટેરિયન બીન ચલુપા :

સામગ્રી :

- કોર્ન ટોર્તિયા (સફેદ મકાઈની રોટલી)

- ટીસ્પૂન તેલ

- ૧ નાનો કાંદો, ઝીણો સમારેલો

- ૨ હલાપીનીઓ મરચા, બિયા કાઢી, ઝીણા સમારેલા (અથવા બી કાઢેલા ભોલર મરચા)

- ૧ કપ ઝીણા સમારેલા ટામેટા

- ૧ કપ ઝીણી સમારેલી આસબર્ગ લેટ્યુસ

- ૧ કપ રીફ્રાઈડ બીન્સ (જુઓ ટીપ-૧)

- ૧ કપ છીણેલું ચીઝ

- મીઠું સ્વાદ અનુસાર

- પીરસવા માટે સાર ક્રીમ (જુઓ ટીપ-૨)

ટીપ :

- રીપ્રાઈડ બીન્સ : બજારમાં તૈયાર મળે છે, જો ના મળે તો, નાના રાજમાને ૮-૧૦ કલાક પલાળી, બાફીને ઝીણા સમારેલા કાંદા સાથે સાંતળી લેવા.

- સાર ક્રીમ : દહીંના મસ્કામાં મીઠું નાખી, બરાબર મિક્સ કરો.

રીત :

•એક નાના પેનમાં તેલ ગરમ કરો.

•તેમાં કાંદા અને હલાપીનીઓ નાખી, ૫-૬ માટે સાંતળો.

•તેમાં ટામેટા નાખી ઉકળવા દો. ઉભરો આવે એટલે તાપ ધીમો કરી મીઠું નાખો, ધીમા તાપે ૧૫ મિનીટ ખદખદવા દો.

•ગેસ પરથી દૂર કરો, પણ ગરમ રહેવા દો.

•ટોર્તિયાને માઈક્રોવેવમાં કે ટોસ્ટર ઓવનમાં ગરમ કરી, એને અર્ધગોળાકાર આકારમાં વાળો.

•તેમાં થોડીક લેટ્યુસ, ૧ ચમચો રીફ્રાઈડ બીન્સ અને થોડોક ટોમેટો-હલાપીનીઓ સોસ મૂકો. ઉપરથી થોડું ચીઝ ભભરાવો.

•પ્લેટમાં સાર ક્રીમ સાથે સર્વ કરો.

• પીકો દે ગેલો :

સામગ્રી :

-૪ પાકા ટામેટા, બીયા કાઢી ઝીણા સમારેલા

-૧ નાનો સફેદ કાંદો ઝીણો સમારેલો

-૧/૨ કપ સમારેલી કોથમીર

-૨ હલાપીનીઓ મરચા, બિયા કાઢી, ઝીણા સમારેલા

-(અથવા બી કાઢેલા ભોલર મરચા)

-૧ ટેબલસ્પૂન લીંબુનો રસ

-મીઠું સ્વાદ અનુસાર

રીત :

•બધી જ સામગ્રી એક બાઉલમાં ભેગી કરી બરાબર મિક્સ કરો અને ફ્રીજમાં લગભગ ૧ કલાક માટે રાખો.

•આ પીકો દે ગોલો ને નાચોસ, કેસેડેલા કે ચલુપા સાથે સર્વ કરો.

• સોપા દે ટોર્તિયા :

સામગ્રી :

-૧ કિલો પાકા ટામેટા, સમારેલા

-૩ ટીસ્પૂન કોર્નફ્લોર

-૨ કપ કોર્ન ચિપ્સ

-૧ કાંદો, સમારેલો

-૧/૨ વેજીટેરીયન સીઝનીંગ ક્યુબ (‘મેગી’નો આવે છે)

-૧/૨ ટીસ્પૂન ખાંડ

-૨ ટેબલસ્પૂન બટર

-મીઠું સ્વાદ અનુસાર

સજાવટ માટે :

-ફ્રેશ ક્રીમ (મલાઈ) અને છીણેલું ચીઝ

રીત :

•ટામેટામાં પાંચ કપ પાણી ઉમેરીને પકવો. બ્લેન્ડ કરી મિશ્રણને ગાળી દો.

•એક મોટા પેનમાં બટર ગરમ કરી એમાં કાંદાને અડધી મિનીટ માટે સાંતળો

•૧ કપ પાણીમાં કોર્નફ્લોર મેળવો.

•ટામેટાનું મિશ્રણ અને કોર્નફ્લોરને સાંતળેલા કાંદા સાથે ભેળવો અને ઉકળવા દો.

•સિઝનીંગ ક્યુબ, ખાંડ અને મીઠું ભેળવીને થોડીવાર પકવવા દો.

•પીરસતી વખતે તેમાં કોર્ન ચિપ્સ ભેળવો.

•ચીઝ અને ક્રીમથી સજાવી ગરમાગરમ સર્વ કરો.

લઘરી વાતો

વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૧૦. લઘરી વાતો

આ લેખનો ઉદ્દેશ કોઈ સામાજિક પ્રથાને ક્રીટીસાઈઝ કરવાનો કે હાની પહોચાડવાનો નથી પણ તેમાથી ઉપસ્થીત થતી રમુજના માધ્યમથી મુખ પર સ્માઈલ લાવવાનો જ છે.

સફેદ કપડા પહેરીને, હોલ ભાડે રાખીને, છાપામાં બેસણાની જાહેર ખબર છપાવીને, બેસણુ ડીક્લેર કરવાનો ટ્રેન્ડ ધીમે ધીમે વીસરતો જશે અમે એ પેઢીની વાત કરી રહ્યા છીએ જે ફેસબુક, વોટ્‌સ એપ જેવી ઓનલાઈન એપ્લીકેશનથી જ કોમ્યુનિકેટ કરે છે.

ફક્ત એક ફોટો અપલોડ કરીને સદગત બેસણુ ફોટાની નીચે ફોટોશોપના માધ્યમથી જન્મતારીખ અને મરણતારીખ લખેલો ફોટો અપલોડ કરી દેવામાં આવશે અને લોકો નીચે મુજબ પોતાની શ્રધ્ધાંજલી નીચે મુજબ સમર્પીત કરશે.

અરર મને તો હજુ ગઈકાલે જ વોટ્‌સએપ પર સમાચાર મલ્યા હજુ તો એમની ઉમર જ શું હતી, એમની ફેસબુક પ્રોફાઈલ પણ ચાર જ વર્ષ જુની છે, ખરેખર ઘણા રમુજી સ્વભાવના હતા હમેશા ફેસબુક પર જોક્સ જ પોસ્ટ કરે રાખતા હતા. પાછા ઘણાજ ઉદાર મનના ફેસબુક પર લોકોએ ગમે તેવું પોસ્ટ કર્યું હોય વગર વાંચે પણ લાઈક કરી આપતા, હજુ હમણા તો એમની જોડે મેસેજ મા અને વોટ્‌સએપ પર ચેટ કર્યું તુ, એટલા ભલા અને ધાર્મિક માણસ કે ભગવાનના દરેક ફોટામા મને અચુક ટેગ કરતા હતા. કેરેક્ટરના પણ એકદમ સાફ કોઈ દીવસ રીલેશનશીપ સ્ટેટસ કોમ્પ્લીકેટેડ એવુ નથી મુક્યુ, ખરેખર મને તો બહુ જ દુઃખ થયુ મારા ફેસબુક સ્ટેટસનું તો એક લાઈક ઘટી ગયુ હોય એવુ ફીલ થાય છે. ઘણા જ પ્રવૃત્તીશીલ વોટ્‌સએપ પર પણ આખો દીવસ અલગ અલગ ગ્રુપમાં મને એડ કરે રાખતા હતા. પાછા આખી જીંદગી સ્વાભીમાની કોઈ દીવસ બીજાના સ્ટેટસ કે પોસ્ટ કોપી ના કરે, એટલા મળતાવડા સ્વભાવના હતા કે ફેસબુક પર ૫૦૦૦ તો ફ્રેન્ડ છે એમના, અને સાવ નિરઅભીમાની ૧૦૦ લાઈક પડે તોય કોઈ દીવસ ખોટો દેખાડો ના કરે. લીલીવાડી મુકીને ગયા છે ચાર ચાર તો ફેસબુક પેજ મુક્યા છે ફેસબુકના જેમા ૧૦૦૦ લાઈકથી વધારે છે.

હમણા થોડા દીવસ પહેલાજ અમારા ફલાણા ગ્રુપમા એડમીન તરીકે એમને પ્રમોટ કર્યા હતા. અમારુ ગ્રુપ તો એમના વગર સાવ સુનુ થઈ ગયુ. ભલે એમના જીવનો અસ્ત થઈ ગયો હોય પણ એમની ફેસબુક પ્રોફાઈલ અમર રહેશે હુ સદગતના પરિવાર જનોને માર્ક ઝુકરબર્ગને પણ વિનંતી કરીશ કે સદગતની ફેસબુક પ્રોફાઈલ અવિરત પણ આપણી વચ્ચે વહેતી રાખે ઇ.ૈં.ઁ પ્રભુને ગમ્યુ તે ખરુ. પ્રભુ તેમના આત્માને પોતાના વર્લ્ડ વાઈલ્ડ વેબમા અલગ સ્ટોરેજ સ્પેસ આપે તેવી પ્રાર્થના.