Hu Gujarati : 49 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati : 49

હું ગુજરાતી - ૪૯


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

•એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

•કલશોર - ગોપાલી બૂચ

•ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

•કાફે કોર્નર - કંદર્પ પટેલ

•પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

•ટેક ટોક - યશ ઠક્કર

•ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

•મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

એડિટરની અટારીએથી....

* સિદ્ધાર્થ છાયા *

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ફેબ્રૂઆરી કા મહિના.. પ્રણય કરે સોર!

દરેક મહિનાની એક અનોખી ફ્લેવર હોય છે. જેમ કે ઓગસ્ટમાં દેશભક્તિની લાગણીઓ આખો મહિનો ઉભરાઈ ઉભરાઈને બહાર આવતી હોય તો ઓક્ટોબર/નવેમ્બર અને ડિસેમ્બર વિવિધ ઉત્સવો ઉજવવાની મોજ કરાવતા હોય છે. એવીજ રીતે ફેબ્રૂઆરીનો મહિનો બેસતાંજ મનમાં પ્રેમ, લવ. ઈશ્ક, મહોબ્બતની લાગણીઓ આપોઆપ ઉછાળા મારવા લાગતી હોય છે. મનુષ્યમાત્ર પ્રેમથી અછૂતો નથી તો પછી હું ગુજરાતી કેવીરીતે પ્રેમથી અછૂતું રહી શકે? હું ગુજરાતીનો આવતો અંક એક ખાસ અંક હશે એટલુંજ નહીં પરંતુ તે પ્રેમ થી સરાબોર પણ હશે એની ખાતરી હું અત્યારથીજ તમને આપી દઉં છું. એ અંક ખાસ હોવાને લીધે આપણે એ બાબતે ત્યારે ચર્ચા કરીશું એટલે પ્રેમ વિષે બે-ત્રણ વિચારો પર આજે જ વાત કરી લઈએ તો?

ફેબ્રૂઆરીમાં જ આવે છે વેલેન્ટાઈન્સ ડે. લગભગ ૧૯૯૦ના દસકાની મધ્યમાં ભારતમાં આ ઉત્સવે યુવાનોને ઘેલું લગાડવાનું શરૂ કર્યું ત્યારબાદ હવે તે લગભગ દરેક શહેરી ભારતિયના કેલેન્ડરનો એક મહત્ત્વનો દિવસ બની ચૂક્યો છે. જેમ પોતાના પ્રેમી/પ્રેમિકા કે પછી જીવનસાથીની બર્થડે અને પરણેલાઓ પોતાની મેરેજ એનિવર્સરી ભૂલવાની હિંમત નથી કરી શકતા એવીજ રીતે વેલેન્ટાઈન્સ ડે ને ભૂલવાની ચોખ્ખી મનાઈ હોય છે. આજે આપણે આ ઉત્સવ સારો કે ખોટો કે એ વિદેશી સંસ્કૃતિનું આપણા પર આક્રમણ છે કે નહીં તેની વ્યર્થ ચર્ચા નથી કરવી. પણ આપણે એટલું જરૂર કહીશું કે અમુક લોકો આ બહાના હેઠળ આ પ્રકારના ઉત્સવોની ટીકા કરે છે તે બિલકુલ યોગ્ય નથી જ.

વેલેન્ટાઈન્સ ડે ના ટીકાકારો એમ કહે છે કે પ્રેમ તો ૩૬૫ દિવસ કરવો જોઈએ, એમાં એક ખાસ દિવસ શું કામ? તો આપણે જન્મ્યા તો એક જ વાર ને? તો પછી દર વર્ષે તેની તારીખ કેમ ઉજવીએ છીએ? આપણે રોજ જીવીએ છીએ અને સારા-ખરાબ કામો કરતા રહીએ છીએ, પણ જન્મદિવસ એમ છતાં આપણા માટે ખાસ હોય છે, ખરૂંને? એવીજ રીતે પતિ-પત્ની પણ લગ્ન કર્યા પછી વર્ષના ૩૬૫ દિવસ એકસાથે રહેતા હોય છે પરંતુ પોતાની લગ્નતિથિ ખાસરીતે ઉજવતા હોય છે. તો પ્રેમ પણ ૩૬૫ દિવસ અને ૨૪ટ૭ હોવો જરૂરી છે, તો વર્ષમાં એનો પણ એક ખાસ દિવસ કેમ ન હોય? ટીકા અને વિરોધ દરેક વાતનો થતો હોય છે, પરંતુ છેવટે તો આપણે આપણું મન જે કહે છે એ જ કરીએ છીએ ને? તો પછી આમાં પણ એમ કેમ નહીં? તમને આ દિવસ ઉજવવો યોગ્ય લાગે તો ટીકાઓનો જવાબ આપવા કરતાં તેની ઉજવણીમાં વધુ સમય આપો અને જો નાપસંદ હોય તો જે લોકો ઉજવવા માંગે છે તેમના રસ્તાનો પથ્થર બનીને એમની મજા ન બગાડો એટલું ઈચ્છનીય છે.

હેપ્પી વેલેન્ટાઈન્સ ડે ટુ ઓલ!

૦૬.૦૨.૨૦૧૫, શનિવાર

અમદાવાદ

* સિદ્ધાર્થ છાયા *

કલશોર

* ગોપાલી બૂચ *

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કલશોર

‘સંગ તેવો રંગ’

“સંગ”

કડવા લીમડા ઉપર,

ચડી મધુમાલતીની વેલ !

સફેદ - ગુલાબી ફૂલોના જૂમ્ખા, સુંદર,

લીલાં, કુમળાં, પાનની વચ્ચે શોભી રહયા...

વળી મધુમાલતીની ખુશ્બુએ

લીમડાની કડવાશ ણે ભુલાવી !

સત સંગ તાદ્રશ જાણે,

મારા નાનકડા આંગણે !!

- ઊંર્મિ પંડિત.

જયારે જયારે કડવાશની વાત થઈ છે ત્યારે ત્યારે કાવ્યમય સ્વરૂપે મીઠાશ પીરસીને સમગ્ર વાતાવરણને સંભાળીને મહેકતું કરવાની કલા સ્ત્રીમાં સહજ હસ્તગત હોય છે એનો પડઘો કવયિત્રી ઊંર્મિ પંડિતના આ કાવ્યમાં જોવા મળે છે.

‘સંગ તેવો રંગ’ બહુ જ જાણિતી કહેવત છે પણ અહીં કવયિત્રીની કલ્પનાની બે બાજુ જોવા મળે છે. કેટલી સુંદર અને ગહન વાત કેટલી સાહજીક્તાથી વ્યક્ત થઈ છે.

સતસંગનો અધ્યાત્મ ભાવ પ્રતિબિંબીત થાય છે એક મધુમાલતીની સૌંદર્યથી ભરી ભરી સુગંધિત વેલ કડવા લીમડાના થડને વળગીને વધે છે એની મધુરતા, એની દુર દુર ફેલાતી મનને તરબતર કરતી સુગંધની આડાશે લીમડાની કડવી સુગંધ દબાઈ જાય છે. સત્કર્મ અને દુષ્કર્મ વચ્ચેનો ભેદ બહુ જ સુપેરે ટુંકામાં સ્પષ્ટ કરી આપ્યો છે. જે રીતે સારા કામ, સારી મિત્રતા સત્પંથે પ્રણાય શિખવે છે. નકારત્મક કર્મો પર હાવી થાય છે એજ રીતે મધુમાલતીની સુગંધ લીમડાની કડવાશ પર હાવી થઈ.

અહી એક બીજુ પરિમાણ પણ તાદ્રશ થાય છે કે મિઠાશ, એટલે કે સ્નેહભાવ ભર્યો વહેવાર કોઈના હૃદયની કડવાશને પણ ભુલાવી દે છે. ડંખ્યા પર મલમનું કામ કરે છે. જીવનમાં સ્નિગ્ધતાનો વ્યાપ વધારે છે.

અહી સત્કર્મ, સુમધુર સ્નેહભર્યો વ્યવહાર, અને સત્સંગનો મહિમા દર્શાવાયો છે. માનવીના પોતાના હૃદયમાં પણ બે ભાવ સતત કેન્દ્રસ્થાને રહેલા હોય છે. સત્ય અને અસત્ય, એટલે મનમાં પણ સકારાત્મકતા અને નકારાત્મકતા વચ્ચે ર્ં હ્વીર્ િ ર્હં ર્ં હ્વી સતત ચાલતુ હોય છે. ‘મારા નાનકડા આંગણે’ કહી કવયિત્રી ઘર આંગણ સાથે હૃદયાંગણે પણ જોડી દે છે.

અહી સ્ત્રી પુરૂષનો સ્વભાવ પણ જાણે પ્રતિબિંબીત થયો હોય એવુ લાગે. જાણે પુરૂષના કઠોર સ્વભાવને સ્ત્રીનો કોમળ પ્રેમ લાગણી સભર બનાવે છે. માણસ સતત જેના સહવાસમાં રહે તેની તેના પર અસર થતી હોય છે પણ જેના જીવનમાં હકારાત્મક અભિગમ હોય તેની પાસે અપાર અનોખી શક્તિ રહેતી હોય છે એટલે જ મધુમાલતી કડવી થતી નથી પણ લીમડામાં મિઠાશ ઉછરે છે. કયાંય દરિયાની ખારાશ નદીમાં ભળતી નથી એજ રીતે સજ્જનનો સંગ દુર્જનને સુધારે છે. સજ્જન પોતે કયાંય નકારાત્મકતાના રંગે રંગાતો નથી.

એટલે જ કહયું છે કે

દુર્જન કી સોબત સે ભલી સજ્જન કી લાત.

મનુષ્યનો સ્વભાવ છે કે એ બીજાના દોષ જોઈને એના ઉપર ટીકાટીપ્પણ કરે છે પણ એને પોતાના દોષ દેખાતા નથી. આમ તો પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય એવું કહેવાય છે પણ જો પ્રયત્ન કરવામાં આવે તો સ્વભાવ બદલાય છે અને સારા કર્મની સુવાસ ભુતકાળના દોષને હણી નાખે છે અહીં કબીરનો એક દુહો યાદ આવે છે

“દોસ્ત પરાયે દેખી કરી, ચલા હસંત હસંત,

અપને યાદ ન આવઈ, જિનકા આદિ ન અંત.”

* ગોપાલી બૂચ *

ર્સ્િીપીંછ

* કાનજી મકવાણા *

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠાુટ્ઠહટ્ઠોદ્બટ્ઠિ૩૪જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ર્સ્િીપીંછ

* કાનજી મકવાણા *

કાફે કોર્નર

* કંદર્પ પટેલ *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠીંઙ્મ.ાટ્ઠહઙ્ઘટ્ઠિ૫૫૫જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કાફે કોર્નર

અબ તુમ્હારે હવાલે ‘બદન’ સાથિયોં

સ્ત્રી અને પુરૂષમાં ઝઘડાનું મૂળ કારણ માત્ર એક જ છે, યાદશક્તિ. એક દરેક વાત ભૂલી જાય છે, બીજાને ભૂલાતી નથી. જેમ કે, એનિવર્સરી, બર્થ ડે, કે કોઈ ખાસ દિવસ. સ્ત્રી એ પુરૂષ કરતા વધુ શક્તિશાળી કહી ન શકાય? કારણ, ઘરનું કામ કર્યા પછી પણ જો તેના પતિ વડે ઘરની જરૂરિયાતો પૂરી ન થઈ શકતી હોય તે સમયે કહે છે, “મારે એમ પણ ઘણો સમય હોય છે. કામ શું હોય મારે? હું નવરાશના સમયમાં ઘરે જ કંઈક કરૂં. આપણે ખર્ચ નીકળી જાય ઘરનો અને તમારી સેલરીમાંથી સેવિંગ થઈ શકે.” આ જ વાત પુરૂષ કદી પણ સ્ત્રીને કહેતો નથી, “લાવ હું તને ઘરકામમાં મદદ કરૂં. રવિવારે મારે રજા હોય તેમ તારે પણ હોવી જોઈએ ને?”

સૌથી મોટો પ્રશ્ન દરેક ઘરમાં આ જ હોય છે, “કેમ કરીને પૂરૂં થશે આ મોંઘવારીમાં?” લગ્ન પહેલા જે છોકરીમાં નજાકત, ચંચળતા, જીદ હોય છે તે છૂટી જઈને આંખની પાંપણ પર શરમ છવાઈ જાય છે. જ્યાં કદી પણ તેને કોઈ તકલીફ નથી પડી તે મુશ્કેલીઓ સાથે રમતા શીખી જાય છે. ઈચ્છા થાય અને વસ્તુ હાજર થઈ જતી હતી તેને બદલે એ જ ચીજ ખરીદવા માટે અનેક વખત વિચાર કરતા આવડી જાય છે. પોતાની અઝીઝ સહેલી સાથે કલાકો સુધી વાતો અને ચેટ કર્યા કરતી તે આજે પોતાના પતિ સાથે ગંભીરતાથી બેડરૂમમાં બેઠી છે. નાના કોક્રોચથી ડરતી હતી તે પોતાના ઉદરમાં એક જીવને જન્મ આપતા ડરતી નથી. દર મહિને રજઃસ્વલા બનીને પોતાના શરીરમાંથી લોહીના ટીપાંઓને જોઈને ડરતી રહે છે. કોઈના પ્રત્યે થયેલી લાગણીને પોતાના હૃદયમાં દબાવીને રાખે છે, “હું પહેલ કરીશ તો બીજા કેવું સમજશે? ન સારૂં લાગે.” લગ્ન કર્યા સુધીમાં કેટલીયે લાગણીનો શિરચ્છેદ ઉડાવીને પોતાને જ તકલીફ આપે છે.

કાલિદાસ મેઘદૂતમાં કહે છે, “પૃથ્વી પણ અષાઢ સૂદ એકમે રજઃસ્વલા થાય છે.” કદાચ, કાલિદાસ આવું કહીને પૃથ્વીને પણ મુશ્કેલી પડતી હોવાનું દર્શાવે છે.

એક ખુલ્લા દિલથી હસતી છોકરી માટે જવાબદારીઓ, પ્રાથમિકતાઓ, મમ્મી-પપ્પાની ઈચ્છાઓ પૂરી કરવા માટે ઓળખ ભૂલાવીને માત્ર પોતાના પતિનો બેડરૂમ સાચવતી ફરે છે. કોઈ પ્રકારની તકલીફ હોય તો પોતાના પિયરમાં પણ ઈજ્જત ખાતર ઘરે કહેતા ડરે છે. જો તે વાત કરે તો પણ એવો જ જવાબ મળે, “એડજસ્ટ કરતા શીખો, બેટા. આવું નાનું-મોટું તો ચાલ્યા કરે. ઘર હોય ત્યાં વાસણ ખખડે.” પરંતુ, કેમ? દરેક વાતોને દાટી જ દેવાથી તેનો નિવેડો આવતો હોય તો પછી શરીર જ કેમ નહિ? અરે, એ પોતાના પતિને કે કે સાસરે જે વાત નથી કરી શકી તેના માટે જ તો તેણે તમને કહ્યું છે, વડીલ.

કવિતા ચોકસીની આ ‘કવિતા’ ખરેખર હૃદય ગળગળું કરી મૂકે તેવી છે.

અને મને લાગ્યું,

હું અદભૂત છુ !

મેં ઘણું સહ્યું,

શીખ્યું

શણગાર્યું,

ને શોધ્યું.

અમાર ઘરે વરસોથી આવતા

ધોબીની દાઢી હવે સફેદ થઈ ગઈ છે

તેમાં ઓગળી બેઠેલા સમયને

હું ચગળવા ઉભી થઈ છું

ને મને લાગ્યું

હું અદભૂત છુ !

કામવાળી ઉભા પગે વાસણ માંજે છે

પપ્પા કથ્થાઈ ફ્રેમમાં આંખોને પૂરી

તાજા છાપાના વાસી અર્થો ઉકેલે છે

દવાની દુકાન ડોક્ટરની દુકાનની બાજુમાં જ છે

દર્દી નિરાશ ચહેરે ખિસ્સામાં હાથ નાખે છે

ટૂંપાતી કે ટૂંકાતી ક્ષણોના પર્સને ફંફોસતા હોય એમ

હું કાઈ સમજાતી નથી એવું નથી

હું સમજુ છું

હું સમાધાન કરૂં છું

સગવડ કરૂં છુ

હું અદભૂત છું

મેં આકાશ ઈચ્છયું

મને ચાર દીવાલ અને ઉપર છત મળી

મેં ઉડડયન ઝંખ્યું

મને મળ્યો ઉંબરો

રસોડું કે શયનખંડ જ

મારો પરિચય કેવી રીતે દઈ શકે

મારાથી પરિચિત થવું હોય તો

મારા આંગણના પારીજાત થવું પડે

ચંપાના ટહુકા સુંઘવા પડે

હું ક્યારેક જક્કી

ક્યારેક સ્વચ્છંદી

ક્યારેક નગ્ન થઈ છું

મેં ઘણું આવકાર્યું છે

મેં ઘણું સ્પષ્ટ અને સ્વચ્છ થઈ નકાર્યું છે

મને કશાયનો અફસોસ નથી

હું અદભૂત છું

મેં મારા પગલામાં મને જ જાળવી છે

મારા એકલવાસમાં મને જ વિસ્તારી છે

મારા પ્રત્યેના દ્રોહ અને ધૃણાએ

મને ફાટફાટ વેદના દીધી છે

મને દુઃખ નથી

મારી પાસે ત્રાજવા કે ગણતરીની

દેશીહિસાબ નથી

હું આંગળી અને અંગુઠા વચ્ચે

શબ્દો ભરી

કોરા કાગળમાં નિચોવું છું

મારી ચીસો

પોતીકા ઝરણામાં

આંસુઓની નાવ મૂકી

મળતું હોય છે, મને

હું હોવાનું સુખ

હું નથી મદારીના ખેલનો અંશ

કે નાટકના પાત્રનો કૌંસ

નથી થાવું મારે

કોઈના બાવડાની શક્તિ

કોઈના દિલડાની ભક્તિ

નથી હું માત્ર શૃંગારરસ

કરૂણારસ

કે કાવ્યરસ

મારા ગર્ભમાં પાંગરતા ફણગાને

હળવી ટપલી મારી

હું એટલું જ કહીશ

પ્રિય !

હું સ્ત્રી છું

હું અદભૂત છું

દુનિયાના દરેક પુરૂષોએ હંમેશા સ્ત્રીઓના શૃંગારરસને અત્યંત રસિકતાથી વર્ણવ્યો છે. એ વર્ણનોમાં હંમેશા તેમની નજરમાં સ્ત્રીનું સ્વરૂપ અદભુત રહેતું. શરીરના એક-એક અંગને કાલ્પનિક ચિત્રોમાં વર્ણવીને તેની ફ્રેમ્સ બનાવતા. શરીરનું સત્વ જાળવી રાખવા માટે આવા તમસભર્યા વિચારો આજે પણ પુરૂષ કરતો રહે છે, જાણે ૨૪ કલાક ખુલ્લું છ્‌સ્. જે પુરૂષો આજે દીપિકા, કેટરિના કે પ્રિયંકાને આદર્શ ગણે છે ત્યારે પોતાની પત્ની માત્ર જરા ક્લીવેજ દેખાય તેવો ડરેસ કે ટોપ પહેરે ત્યાં જ તેમના શિશ્નમાં ધ્રૂજારી કેમ આવવા લાગે છે. આવું કેમ પહેર્યું? સમાજમાં રહેવાની સમજ જેવું કઈ છે કે? તો તમારી ખુદની પત્ની જ તમને આ આદર્શવાદી હિરોઈનની ફીલિંગ આપતી હોય ત્યારે તકલીફ શા માટે થવી જોઈએ? ભારતની જમીન રિચ્યુઅલ, વેલ્યુઝ અને કસ્ટમ્સથી ભરેલી છે. ત્યાં આવો બેમતલબનો ઘોંઘાટ કેમ?

મ્યુઝિક એ કોઈ પણ દેશની સંસ્કૃતિનું રિફ્લેક્શન છે. તેમાં પણ સ્ત્રીને જ હંમેશા ટાર્ગેટ બનાવીએ ગીતો બનાવાય છે. આઈટમ સોંગ્સ માટે હિરોઈન્સની જ પસંદગી શા માટે? ગર્લ્સ ગ્રુપમાં એક છોકરો હોય તો તે ‘સ્ટડ’ અને બોયઝ ગ્રુપમાં એક છોકરી હોય તો તે ‘સ્લટ’? સાર્વજનિક લઘુશંકા કરવી ગુનો નથી, પરંતુ જાહેરમાં કિસ કરવી એ ગુનો છે. પત્ની બિચારી ગમે તેટલું કામ કરીને મારી જાય, છતાં તે એ હાઉસવાઈફથી વિશેષ કશું બની શકતી નથી. ‘વર્જીનીટી’નો કક્કો ગણગણ્‌યા કરતા પુરૂષો પોતાની છીછરી મનોદશાનું સબૂત આપી રહ્યા છે. પોતાને જાહેરમાં ફલર્ટ કરવાનો અધિકાર કોઈના જોડે લેવો પડતો નથી. પરંતુ, પોતાની પત્નીને કોઈ જુએ અથવા તો તેના તરફ કોઈ જુએ તો જનનાંગો પંગુ બનતા વાર નથી લાગતી.

મેરેજ : લાઈસન્સ ટુ રેપ

ઈચ્છા હોય કે ન હોય, મરજી કોણ પૂછે છે? સ્ત્રીની જગ્યા હોય છે, પતિના ચરણોમાં અથવા તો તેનાથી થોડી ઉપર.લગ્ન પહેલા કે પછી, સ્ત્રીને માત્ર બે જ કેટેગરીમાં મૂકવામાં આવે છે, ‘વ્હોર’ કે ‘સ્લટ’. જો પુરૂષ સાથે બેડ ગરમ કરવા જવામાં આનાકાની કરે તો ‘વ્હોર’ અને સરળતાથી સૂઈ જાય તો ‘સ્લટ’. આ સિવાય પુરૂષના મનમાં સ્ત્રી વિષે લગભગ બીજા કોઈ વિચારો આવતા જ નથી.

ડર તો પરણેલા પુરૂષોને જ હોય છે! પરણેલા પુરૂષ ડિવોર્સી સ્ત્રી જુએ એટલે એને બેડરૂમ જ દેખાંવા માંડે. જો એમાં ડિવોર્સી મોર્ડન હોય કે વાળ કાપેલા હોય તો પરણેલા પુરૂષનું મોંઢુ જોવા જેવું! ભરેલી પિસ્તોલ પકડીને ધ્રૂજતાં કોમેડીઅન જેવું.....!

કોફી કેરેમલ મેચિએટો

કેટલાક પુરૂષો જિંદગીભર બદમાશ રહી શકે એટલા માટે ભગવાન આવી પતિવ્રતા પત્નીઓનું સર્જન કરતો હશે...!

- ચંદ્રકાંત બક્ષી

* કંદર્પ પટેલ *

પ્રાઈમ ટાઈમ

* હેલી વોરા *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ર્દૃટ્ઠિરીઙ્મૈ૧૯૮૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

થીંક એબાઉટ ઈટ...

જો આપણે પ્રગતિ કરવાનું અને “બેટર લાઈફ”નો ઈરાદો પાળી જ લીધો હોય તો તેના બધા પાસાઓ વિષે ફરી ફરીને વિચારવાથી કોઈ ને કોઈ ક્લુ મળતા રહે છે. સારૂં શારીરિક, માનસિક, આર્થ્િાક અને સામાજિક સ્વાસ્થ્ય એ કોઈ પણ વ્યક્તિ, સમાજ કે દેશના વર્તમાનના મૂલ્યાંકનમાં પાયાની બાબતો છે અને ત્રણેય બાબતો એક બીજા સાથે સંકળાયલી પણ છે. આજે આપણે સામાજિક પરિમાણ અને તેના અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો એવા સ્ત્રીઓના પ્રવર્તમાન રોલ વિષે વાત કરીએ.

આમ તો ભારતમાં સ્ત્રીઓનો રોલ ઘર પરિવારને સાચવવાનો, પરંપરાનાં વાહક તરીકેનો, જુદા જુદા સબંધોથી પુરૂષને ટેકો આપવા માટેનો રહ્યો છે. રોલ પ્રાચીન કાળથી હજુ સુધી મોટે ભાગે એ જ સચવાઈ રહ્યો છે, પણ તેણે નિભાવવાના પ્રકારમાં ફેર પડતો રહ્યો છે. પુત્રીઓએ ઘરમાં મદદ કરવાને બદલે ભણવાનું છે અને માતા પિતાઓ પુત્રી પાસે પણ સફળતાની અપેક્ષા પુત્ર જેટલી જ રાખે છે અને તેના અભ્યાસમાં ધ્યાન પણ એટલુજ આપે છે. પત્નીઓએ પતિનો પડછાયો બનીને ફર્યા નથી કરવાનું પણ તમામ સામાજિક આર્થ્િાક જવાબદારીઓમાં કોમ્પ્લીમેન્ટ પણ કરવાનું છે. માતાઓએ બાળકને જમાડીને અને ખોળામાં વહાલ કરવા ઉપરાંત શાળા તેની ફીઝ, એક્ઝામ્સ, એડમિશન, વધારાની પ્રવૃતિઓ, કોચિંગ કલાસીસ અને બીજુય કેટલુય ખેડવાનું છે.... એ જ રીતે તમામ સબંધોના ફોરમેટ યા તો ચેન્જ થઈ રહ્યા છે યા તો અપડેટ થઈ રહ્યા છે.

રેડિયો એક્ટીવ તત્વો હોય એમના અંગે એક બહુ રસપ્રદ હકીકત એવી છે કે તેમનામાંથી વિકિરણો નીકળતા રહે અને પેલું તત્વ ખવાતું, બદલાતું રહે અને જેમ સમય જાય તેમ આ વિકિરણો નીકળવાની ઝડપ વધુ ઝડપી બનતી જાય એટલેકે સમય સાથે પેલા તત્વમાં બદલાવની ઝડપ વધતી જાય. બસ એવું જ કઈક હું સામાજિક બદલાવમાં અનુભવુ છું. બદલાવની ઝડપ સમય સાથે વધી રહી છે પણ એ ઝડપે આપણો સમાજ બદલતો નથી. સમૂળગું નથી બદલતો એવું નથી પણ ધીમે ધીમે ઢસડાતો ખેંચાતો બદલે છે. અને આ બદલાવના તફાવતના સમયની કીમત સ્ત્રીઓને ચૂકવવી પડે છે એ હકીકત છે.

છોકરાઓ અને છોકરીઓને ભણાવતા વિષયો, શિક્ષણ, શિક્ષકો, શાળાની કક્ષા બધુ જ સમાન છે પણ ભણ્‌યા બાદ તેમના કરિયર બાબતની તેમની ચોઈસ, વિચારસરણીની સ્વતંત્રતામાં જબરદસ્ત ફેર આવે છે. તો સંજોગોને અનુકુળ બનવા અને જતું કરવામાં પણ સ્ત્રીઓએ જ પહેલ કરવી એવી ડીફોલ્ટ સોફ્ટવેર છે. પુરૂષો પણ ઘરની જવાદારીઓથી સાવ વિમુક્ત છે તેમ ન કહી શકાય પણ એમનો ગૃહકાર્યનો રોલ હજુ પણ મરજીયાત છે... મતલબ કે જે થોડી ઘણી મદદ મળે એને બોનસ સમજી ને જવાબદારી સ્ત્રીઓએ જ સ્વીકારીને ચાલવાનું. અને શિક્ષિત પુરૂષો નવા પરિમાણોને સમજે છે અને મદદરૂપ થવાને હીણપત ભર્યું નથી સમજતા એ એક હકારાત્મક ફેક્ટ છે પણ સમાજ ને હજુ પણ પુરૂષોની પત્નીને કરાતી મદદ અરૂચિ પેદા કરે છે. માતાઓએ લગભગ બીજી વાર શાળા, કોલેજ, શિક્ષણ અને કારકિર્દી સેટ કરવાની આખી સફરમાંથી પસાર થવું પડે છે. આવું પહેલા કેમ નહોતું? નો જવાબ એ છે કે બહુ બાળપણથી બાળકો માટે મુશ્કેલ સંઘર્ષનો પ્રારંભ થઈ જાય છે અને સેટ થઈ ગયા સુધી લગભગ એ સંગ્રામ બની જાય છે. એટલે બાળકને ઓબ્વિઅસ સપોર્ટની જરૂર પડે છે. અને બાળ ઉછેરનો મોટો હિસ્સો હજી સ્ત્રીઓના ભાગે જ છે. વ્યવસાયિક અને નોકરિયાત સ્ત્રીઓને હવે કોઈ સ્પેશીયલ રિલેક્ષેશન નથી મળતું કારણકે સ્પર્ધા વધી છે.

હવે, જે જુના સ્ત્રીઓ માટેના સંસ્કારસિધ્ધ નિયમો છે એમાં કમને સ્વીકારાયેલ બદલાવ પણ ઘણો ન્યૂન છે. હવે, આ ઐતિહાસિક શાસ્ત્રોક્ત નિયમો જે તે સમયના હિસાબે બિલકુલ ખરા હતા અને માટેજ સેટ કરવામાં આવ્યા હતા પણ સમયની ફ્રેમ ઓફ રેફરન્સ બદલી ગઈ છે એનું શું? પરિસ્થિતિ બદલતા એમાના કેટલાક નિયમો આપણા ઘરમાં પડેલા ટેપ રેકોર્ડર જેવા એન્ટીક થઈ ગયા છે. એ ટેપ રેકોર્ડરનો કોઈ ઉપયોગ નથી રહ્યો તો પણ એને આપણે તિજોરીમાં સાચવી રાખ્યા છે. હજુ પણ આપણા દેશની ટી.વી. સિરીયલોને વહેલી પરોઢે ઉઠીને નહાઈ ધોઈને પૂજા કરતી વહુઓ જ પસંદ પડે છે. સ્ત્રીઓને રૂપ અને સંસ્કારની સાથે એક ઈન્ટેલેક્ટ પણ હોય છે. તથા તર્ક અને બુધ્ધિની સાથે સ્વત્રંતા અને મોકળાશની ઈચ્છા ફ્રીમાં આવે છે એટલે ઉત્ક્રાંતિની સાથે સ્માર્ટ બનવું અસ્તિત્વ ટકાવવા સ્ત્રીઓ માટે જરૂરી બની ગયું છે ત્યારે જુના ડબલા મોબાઈલમાં નવા સ્માર્ટ એપ્સ નાખીએ અને જેમ સીસ્ટમ હેંગ થાય એવી પરિસ્થિતિ સ્ત્રીઓની થાય છે.

ખાટલે મોટી ખોટ એ છે કે આવી બાબતો સ્ત્રીઓ અનુભવતી હોવા છતાં અનુમોદન તો પેલા કટાઈ ગયેલા સંસ્કાર તરીકે ઓળખાતા નિયમો ને જ આપે છે, નહિતર બટેટાવડા પર ત્રણ એપિસોડ ચલાવતી ડેઈલી સોપ રેટિંગમાં ટોપ પર ના હોત અને ગુપ્ત રીતે પોતા પર જે વીત્યું છે તે બીજી પર વિતાડવાની ઈચ્છા પણ ખરી. શિક્ષિત હોવા છતાં પરંપરાઓને તર્કની એરણ પર મુકવાનો પ્રયત્ન તેઓ નથી કરતી. ક્યાંક વળી નાનકડી લુચ્ચાઈ પણ છે કે મારેતો પેલું વ્રત કરવાનું છે ને ઓલા કુટુંબીને પગે લાગવા જવાનું હોય છે તો મારાથી ઓનલાઈન બીલ તો કેમ ભરાય? હું તો લાજ કાઢું છું તો પપ્પાને દવાખાને કેમ લઈ જવાય? વગેરે... જૂની યુનિવર્સીટીમાં પડી રહેલા પીળા થઈ ગયેલા કાગળમાં છપાયેલા સર્ટીફીકેટ એમને સતત જોઈએ છે કે ફલાણીની ભાભીતો ગાય જેવી અને ઢીંકણીની વહુ તો નવરી જ ના પડે.

બેટર લાઈફ માટે કેટલાક સકારાત્મક બદલાવો આપણા દીવાનખંડમાં આવી ગયેલા મોટા પેટ વાળા ટીવીને બદલે ફ્લેટ સ્ક્રીન ટીવીની જેમ લાવી દઈએ. લાડવા, ભજીયાના બદલે લો ફેટ ડાયટની જેમ સ્ત્રીઓના બદલાયેલા દૈનિકને સ્વીકારીએ. સાયગલના બદલે અરિજિત સિંઘને સ્વીકાર્યો તેમ ફ્રેશ વિચારોને પણ સ્વીકારીએ. દિવાળીમાં ભંગાર ભેગા ભંગાર જડ વિચારોને પણ રવાના કરીએ. સ્ત્રીઓના સમગ્ર વ્યક્તિત્વને તેના ઈન્ટેલેક્ટ સહિત આખા પેકેજ તરીકે સ્વીકારીએ, અને આ બધું પુરૂષોથી પહેલા સ્ત્રીઓએ પોતાના અને બીજી સ્ત્રીઓ માટે કરવાનું છે.

* હેલી વોરા *

ટેક ટોક

* યશ ઠક્કર *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ અટ્ઠજરષ્ઠ૮જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસની આસપાસ

હમણાં તાજેતરમાં જ અમદાવાદ માં ઉત્સવોની હારમાળા સર્જાઈ હતી. એક તરફ ગુજરાત લીટરેચર ફેસ્ટીવલની ધમાલ તો બીજી તરફ સાબરમતી ફેસ્ટીવલ ની કમાલ. ફેસ્ટીવલ અને ટેકનોલોજી ની વાત કરીએ તો ફેબ્રૂઆરી અને જુન આ બે મહિના ખાસ કરીને ટેકનો ફેસ્ટીવલ માટે જ બન્યા છે. જુન મહિનામાં એપલ ની વર્લ્ડવાઈડ ડેવલોપર કોન્ફરન્સ સાન ફ્રાન્સિસ્કોમાં થાય છે જયારે ફેબ્રૂઆરીમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું આયોજન બાર્સેલોનામાં થાય છે. આજે આપણે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસની ચર્ચા કરીશું.

૨૨ થી ૨૫ ફેબ્રૂઆરીના સમય દરમ્યાન બાર્સેલોનામાં યોજાતા મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં મોટે ભાગે કંપનીઓ તેમના ફ્લેગશીપ મોડેલ તથા આવનારા વર્ષ દરમ્યાન કંપનીના શું પ્લાન્સ છે તે રજુ કરતી હોય છે. ફ્લેગશીપ મોડેલ એટલે શું એનું શ્રેષ્ઠ ઉદાહરણ સેમસંગ આપે છે. મોબાઈલ વર્લ્ડ દર વર્ષે સેમસંગ પોતાના ૩ ફ્લેગશીપ મોડેલ લોન્ચ કરે છે અને સમગ્ર વર્ષ દરમ્યાન બીજા બધા મોડેલ તે ફ્લેગશીપ મોડેલનો હિસ્સો હોય છે, તેમાં અને ફ્લેગશીપ મોડેલમાં ટેકનીકલી તથા ફાઈનાન્શિયલી નજીવો ફરક હોય છે.

મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ શરૂ થાય તેના બરાબર એક દિવસ પહેલા જ એટલે ૨૧ ફેબ્રૂઆરી ના દિવસે સેમસંગ દ્વારા સેમસંગ ગેલેક્ષી જી૭ લોન્ચ કરી દેવામાં આવશે. જો અફવાઓ પર ભરોસો કરીએ તો આ વખતે જી૭ પહેલા કરતા વધુ પાતળો હશે, તેનો બેટરી બેકઅપ વધુ હશે તથા કેમેરામાં ઘણા બધા બદલાવ જોવા મળશે. આ જ દિવસે ન્ય્ દ્વારા ય્૫ પણ લોન્ચ થવાનો છે. જોકે તાજેતરમાં ન્ય્ ના મોબાઈલને તેમાં રહેલ સ્ટોક એન્ડરોઈડને લીધે ધારે તેવી સફળતા નથી મળી રહી માટે આ ફોનમાં જો ચેન્જીસ નહિ હોય તો આ ફોનના પણ એ જ હાલ થવાના છે જે ગતવર્ષે લોન્ચ થયેલા ફોનના થયા હતા.

આ વખતે ૨૨ ફેબ્રૂઆરીની સ્પેશીયલ ટાઈમલાઈન પર નજર નાખીએ તો સૌથી પહેલા જીઓની જી૮ લોન્ચ કરવા જઈ રહ્યું છે. જોકે મોડેલનું નામ જી૮રાખતા સેમસંગ સાથે જીઓનીનો વિવાદ થવાનું લગભગ નક્કી જ છે. જીઓની જી૮ ને તેના પાવરફુલ તથા અત્યાધુનિક કેમેરા વડે પ્રમોટ કરવામાં આવશે.જી૮ ના ફન્કશન તથા લુક લીક ના થઈ જાય તે માટે જીઓની દ્વારા આ વખતે પુરતી કાળજી લેવામાં આવી છે. ફોન લોન્ચ થાય એટલે આપણે તેનું પોસ્ટમોર્ટમ ચોક્કસથી કરીશું. આ જ દિવસે સેમસંગ દ્વારા સેમસંગ કાર લોન્ચ કરવામાં આવશે. સેમસંગના મોબાઈલ, સ્માર્ટ ટીવી તથા ટેબ દ્વારા તમે તમારી કારને ઓપરેટ કરી શકશો તથા તમારી કારમાં જ બેસીને તમે તમારા ફોન/ટેબ તથા સ્માર્ટ ટીવીને પણ મેનેજ કરી શકો તે રીતની એક સરસ સીસ્ટમ બનાવવામાં આવી છે. જોકે આ ટેકનોલોજી ભારતમાં કેટલી સફળ થાય છે તે તો ચોક્કસથી આવનારો સમય જ બતાવશે પણ હા એપલ કારને આ પ્રોડક્ટ થી ચોક્કસપણે ફટકો પડશે.

મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસના બીજા દિવસે ખાસ કોઈ પ્રોડક્ટ લોન્ચ નહિ થાય પણ ટેકનોલોજી, એપ્સ, ગેમ્સ તથા ૫ય્ વિષે મનોમંથન તથા ચર્ચાઓ કરવામાં આવશે. જીર્ઈં તથા જીર્સ્ં ને રસ પડે તેવું ખાસ ટ્‌વિટર સેશન પણ ગોઠવાયું છે જેમાં ટ્‌વિટર ફોર ગેઈમ્સ, ટ્‌વિટર ફોર એપ્સ અને ટ્‌વિટર ફોર બીઝનેસની અઢળક ચર્ચાઓ કરવમાં આવશે. આ સિવાય ૈંમ્સ્ તથા છફય્ દ્વારા પણ ખાસ સેશન રાખવામાં આવ્યા છે જેમાં બીઝનેસ માટે ૈંમ્સ્ તથા સિક્યોરીટી માટે છફય્ કેટલું સફળ છે તેની ચર્ચાઓ તેના વપરાશકર્તાઓ દ્વારા થશે.

૨૪ ફેબ્રૂઆરી ના રોજ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં ર્ઠૈદ્બૈ ધૂમ મચાવશે. છેલ્લા એક-દોઢ વર્ષમાં ર્ઠૈદ્બૈ એ મોબાઈલ માર્કેટમાં ખાસ્સી એવી પક્કડ જમાવી છે. પોકેટ ફ્રેન્ડલી બજેટ તથા લગભગ સાવ આધુનિક કહી શકાય તેવા હાર્ડવેર તથા ઓપરેટીંગ સીસ્ટમ સાથે ર્ઠૈદ્બૈ એ આજના યુથને ખાસ્સું એવું પ્રભાવિત કર્યું છે, ર્ઠૈદ્બૈ સ્૫ ૨૪ ફેબ્રૂઆરીના રોજ લોન્ચ થશે. જોકે વધુ એકવાર ર્ઠૈદ્બૈ દ્વારા બહુ વહેલા જ ફોન સ્પેસીફીકેશન તથા એપ્રોક્ષ કીમત લોન્ચ કરી દેવાયા છે જેને લીધે તે ઓલરેડી લોકોમાં ચર્ચાનું કારણ બન્યા છે. ર્ઠૈદ્બૈ સ્૫ એ થોડા સમય પહેલા આવેલા ર્ઠૈદ્બૈ સ્૪ નું જ અપડેટેડ વર્ઝન છે તે વાત નક્કી છે

ઉપરોક્ત મોડેલ સિવાય ૐ્‌ઝ્ર પણ તેના ફ્લેગશીપ મોડેલ ૐ્‌ઝ્રર્ ંદ્ગઈ સ્૧૦ ને મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં લોન્ચ કરી શકે છે. તાજેતરમાં સ્માર્ટ ફોનસ ની દુનિયામાં એપલ તથા સેમસંગને ૐ્‌ઝ્ર એ બરાબરની ટક્કર આપી છે તે સમયે ૐ્‌ઝ્રર્ ંદ્ગઈ સ્૧૦ પાસે થી પણ ઘણી આશાઓ છે. જોકે અફવાઓ દ્વારા જાહેર થયેલ સ્પેસીફીકેશન માં ખાસ કશું લઈ લેવા જેવું નથી, છતાં પણ જ્યાં સુધી ઓફોશીયલી લોન્ચ ના થાય ત્યાં સુધી તેના વિષે કશું બોલવું એ કદાચ વધુ પડતું સાબિત થઈ શકે છે. ૪ય્મ્ ઇછસ્ તથા ૩૨ય્મ્ ઈન્ટરનલ સ્ટોરેજ અને લેટેસ્ટ એન્ડરોઈડ ૐ્‌ઝ્રર્ ંદ્ગઈ સ્૧૦ માં મળશે તે નક્કી છે.

બસ તો આ વખતે આટલું જ. ફેસ્ટીવલ પૂરો થયા બાદ તેમાં લોન્ચ થયેલ મોડેલની વધુ ચર્ચાઓ કરીશું.

* યશ ઠક્કર *

ફૂડ સફારી

* આકાંક્ષા ઠાકોર *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ચેટ્ટીનાડ

તામીલનાડુના શિવગંગા તાલુકામાં આવેલું એક ક્ષેત્ર તેની હવેલી, ચોલા સામ્રાજ્યમાં બંધાવેલા મંદિરો અને મસાલાથી ભરપૂર ફૂડ માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીના ખાવાનામાં સાઉથ ઈન્ડિયન સ્પેશીયાલીટી એટલે કે ઈડલી, ઢોસા અને ઉત્તપમ તો છે જ, પરંતુ એને એટલું મહત્વ નથી અપાતું જેટલું મસાલેદાર શાકભાજી ને અપાય છે. હા, એ મસાલેદાર સબ્જીની જોડે તમને ખાવા માટે રોટલી કે પરાઠા નહિ મળે, પરંતુ રાઈસ કે ચોખામાંથી બનતી અન્ય વાનગીઓ જેવી કે, ઈડીયપ્પમ કે પનીયારમ મળશે. જી હા, હું વાત કરી રહી છું ચેટ્ટીનાડ ફૂડની.

ચેટ્ટીનાડ ક્વીઝીન મુખ્યત્વે તેના માંસાહારી ખોરાકની બનાવટમાં ઉપયોગમાં લેવાતા વિવિધ મસાલાના ઉપયોગ માટે પ્રખ્યાત છે. અહીની વાનગીઓ તાજા પીસેલા મસાલાના ઉપયોગને કારણે તેજ અને તીવ્ર સ્વાદ ધરાવતી હોય છે. આ વિસ્તારમાં સૂકા વાતાવરણને કારણે સૂર્યપ્રકાશમાં સૂકવેલ માંસ અને મીઠું ચડાવેલ વિવિધ પ્રકારના શાકભાજીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.

અહી મહત્વના મસાલામાં અનસીપૂ - એટલેકે સ્ટાર અનીસ અને દગડફૂલ છે. આ ઉપરાંત આમલી, આખા લાલ મરચા, તાજ, લવિંગ, વરીયાળી અને તમાલપત્રનો પણ ખૂબ ઉપયોગ થાય છે.

આજે આપણે ચેટ્ટીનાડમાં બનતી બે વાનગીઓ પનીર મીલાગુ કુઝમ્બુ અને ચેટ્ટીનાડ સંભાર સાદમ બનાવતા શીખીશું.

પનીર મીલાગુ કુઝમ્બુ

સામગ્રીઃ

તાજું પનીર - ૨૫૦ ગ્રામ

નાની ડુંગળી - ૧૦ નંગ

લસણ (છુન્દેલું) - ૨ કળી

રાઈ - ૧ ટીસ્પૂન

મેથીના દાણા - ચપટી

હળદર પાવડર - ૧/૪ ટીસ્પૂન

મીઠું સ્વાદમુજબ

તેલ - ૨ ટેબલસ્પૂન

મસાલા (દળવા માટે)

(નીચેની સામગ્રીની બારીક પેસ્ટ દળવી)

સફેદ મરીનાં દાણા - ૨ ટીસ્પૂન

જીરૂં - ૧ ટીસ્પૂન

લસણ - ૧ કળી

ખમણેલું નાળિયેર - ૧/૪ કપ

કાજુ - ૬ નંગ

રીતઃ

પનીરના ટુકડા કરી, તેને તળી લઈ બાજુમાં રહેવા દો.

એક પેનમાં તેલ ગરમ કરી, તેમાં રાઈ અને મેથીના દાણા ઉમેરો. રાઈ અને મેથી તતડે એટલે તેમાં ડુંગળી અને લસણ ઉમેરીને લગભગ બે મિનીટ માટે સાંતળો.

તેમાં વાટેલા મસાલાની પેસ્ટ ઉમેરી માધ્યમ તાપે ૩ મિનીટ સુધી સાંતળો.

હળદર પાવડર, મીઠું અને પાણી ઉમેરીને ગ્રેવીને ઉકાળવા દો.

ગ્રેવીમાં પનીરના ટુકડા ઉમેરીને ધીમા તાપે ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી પકવો.

કોથમીર વડે સજાવીને રાઈસ કે પરાઠા સાથે ગરમાગરમ પીરસો.

સાંભર સાદમ

સામગ્રીઃ

ચોખા - ૧.૫ કપ

તુવેરની દાળ -૧/૪ કપ

પાણી - ૩.૫ કપ

ડુંગળી સમારેલી - ૧ નંગ

ઘ કપ - મિશ્ર શાકભાજી

ટામેટા સમારેલી - ૧ નંગ

કરી પત્તા - થોડા

કોથમીરના પાંદડા - સુશોભન માટે વાપરવાની સામગ્રી માટે

મીઠું સ્વાદમુજબ

તેલ - ૪ ટીસ્પૂન

હળદર પાવડર - ૧/૪ ટીસ્પૂન

રાઈ - ૧ ટીસ્પૂન

સુકી લાલ મરચાં - ૨ નંગ

મસાલા દળવા માટે (દરેક સામગ્રીને અલગ અલગ ડરાય રોસ્ટ કરીને અને ભેગા વાટવા)

ધાણા - ૧/૪ કપ

ચણા દાળ - ૨ ટેબલસ્પૂન

સુકી લાલ મરચાં - ૬ નંગ

કાળા મરી ર્ષ્ઠહિજ - ૧ ટીસ્પૂન

જીરૂં બીજ - ૧ ટીસ્પૂન

મેથી બીજ - એક ચપટી

ખમણેલું નાળિયેર - ૧/૪ કપ

રીતઃ

ચોખા અને દાળને હળદર, થોડું મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરીને પ્રેશર કૂકરમાં બાફી લો (લગભગ પંદર મિનીટ માટે).

એક કડાઈમાં તેલ લઈ તેમાં રાઈ અને સૂકા લાલ મરચા ઉમેરો અને તતડવા દો.

તેમાં સમારેલ ડુંગળી અને કરી પત્તા ઉમેરો અને ડુંગળી રંગ ન બદલે ત્યાંસુધી સાંતળો.

તેમાં મિક્સ વેજીટેબલ ઉમેરીને થોડીવાર સાંતળો.

તેમાં ટામેટા ઉમેરી ટામેટા સોફ્ટ થાય ત્યાંસુધી સાંતળો.

તેમાં વાટેલો મસાલો ઉમેરીને બરાબર ભેળવી દો.

૧/૨ કપ પાણી અને જરૂર જેટલું મીઠું ઉમેરીને બરાબર હલાવો, પાણીમાં ઉભરો આવે એટલે ધીમે તાપે મસાલાની સુગંધ આવે ત્યાંસુધી પકવો.

તેમાં પકવેલ ચોખા અને દાળ ઉમેરીને બરાબર ભેળવો અને ચોખા ગ્રેવીને શોષવા લાગે ત્યાંસુધી હલાવો.

કોથમીર અને ઘી થી સજાવીને ગરમાગરમ પીરસો.

* આકાંક્ષા ઠાકોર *

મિર્ચી ક્યારો

* યશવંત ઠક્કર *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠજટ્ઠિઅષ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

મિર્ચી ક્યારો

ગાદલામાં શું હોય?

તૈયાર ગાદલા મળશે

એક દુકાનની બહાર મુકેલા પાટિયા પરનું આ લખાણ પહેલી વખત નજરે પડયું ત્યારથી જ કવિશ્રી વેગીલાના મનમાં એક વિચારે જન્મ લીધો હતો કેઃ દુકાનદારને આ લખાણમાં રહેલી ભૂલ બાબત સમજાવવો જોઈએ.

એક શુભ દિવસે એમણે પોતાનો એ વિચાર અમલમાં મૂક્યો. એમેણે દુકાનદારને દુકાનની બહાર આવવા માટે વિનંતિ કરી. ઘરાકો હોવા છતાં દુકાનદાર બહાર આવ્યો.

‘તમે આ પાટિયા પર શું લખાવ્યું છે. જરા વાંચશો?’ વેગીલાએ નમ્રતાપૂર્વક કહ્યું.

‘તૈયાર ગાદલા મળશે.’ દુકાનદારે પાટિયું વાંચ્યું.

‘ગાદલા નહિ, ગાદલાં હોવું જોઈએ.’

‘ગાદલા તો છે.’

‘ગાદલાં હોવું જોઈએ. ગાદલાં. ‘લા’ ઉપર અનુસ્વાર હોવું જોઈએ. એકવચનમાં ગાદલું હોય માટે બહુવચનમાં ગાદલાં હોવું જોઈએ.’

‘મારી જાણ મુજબ ગાદલામાં રૂ હોવું જોઈએ.તમે કોઈ નવા મટિરિયલની વાત કરો છો?’

‘હું ગુજરાતી વ્યાકરણની વાત કરૂં છું. ગાદલા શબ્દ ખોટો છે. સાચો શબ્દ ગાદલાં છે. આ ‘લા’ની ઉપર અનુસ્વાર હોવું જોઈએ.’ વેગીલાએ ‘લા’ની ઉપર આંગળી મૂકીને અનુસ્વાર દોરી બતાવ્યું.

‘મીંડું હોવું જોઈએ એમ કહોને’

‘એને અનુસ્વાર કહેવાય.’

‘જે કહેવું હોય એ કહો. પણ એ મૂકવાથી કશો ફેર પડશે?’ ઊંંઘ વધારે આવશે? વેચાણ વધી જશે?’

‘એવું તો નહિ થાય પણ આપણી ગુજરાતી ભાષા સચવાશે.’

‘મને મારી ઘરાકી સાચવવા દ્યો. તમારે ગાદલા લેવા હોય તો દુકાનમાં પધારો. મારી પાસે તમારી સાથે માથાકૂટ કરવાનો ટાઈમ નથી.’ દુકાનદારે હાથ જોડીને કહ્યું. અને સવાલ કર્યો કે, ‘તમે લેખક છો?’

‘માત્ર લેખક નહિ. કવિ પણ છું.’

‘એ તો ખબર પડી જ ગઈ. હવે એક કામ કરો. કાલથી રંગનું ડબલું અને પછી લઈને નીકળો. દુકાને દુકાને ફરો અને જ્યાં મીંડા કરવા જેવા લાગે ત્યાં કરો.’ દુકાનદાર બોલ્યો અને દુકાનમાં ચાલ્યો ગયો.

દુકાનોના બોર્ડ વાંચતાં વાંચતાં વેગીલા આગળ ચાલ્યા.

ક્યાંક ‘તાજુ દુધ’ લખ્યું હતું. ક્યાંક ‘સ્વાદિષ્ટ ભજીયા’ લખ્યું હતું. ક્યાંક ‘લીલા નાળીયેર’ લખ્યું હતું.

‘આભ ફાટ્‌યું છે ત્યાં થીગડાં ક્યાં દેવાં?’ વેગીલાનું મન ચિત્કારી ઊંઠ્‌યું.

એ ઘટના પછી તેઓ કેટલાય દિવસો સુધી પેલી ગાદલાંની દુકાન તરફ ફરક્યા જ નહિ.

પરંતુ, એક દિવસ ધૂનમાં ને ધૂનમાં એ જ દુકાન તરફ જઈ ચડયા. અનાયાસે જ એમની નજર પાટિયા તરફ ગઈ.

એમના હરખનો પાર ન રહ્યો. પાટિયા પર લખ્યું હતું કેઃ તૈયાર ગાદલાં મળશે.

વેગીલા પર નજર પડતાં જ દુકાનદાર બહાર આવ્યો અને હરખથી શુદ્ધ રીતે બોલ્યોઃ ‘આવો કવિરાજ, આવો. હું મારી દુકાનના આંગણે આવેલા કોઈને નારાજ કરતો નથી. જોઈ લો. બધે જ મીંડાં કરાવી દીધાં છે.’

વેગીલાએ જોયું તો, ગાદલાં...ઓશિકાં...તકિયાં... ચોરસાં....

‘અરે! ભલા માણસ, તમે આ શું કર્યું? ગાદલાં અને ઓશિકાં તો બરાબર છે. પણ તકિયાં ન હોય. એકવચનમાં તકિયો હોય એટલે બહુવચનમાં તકિયા જ હોય. એવી જ રીતે એકવચનમાં ચોરસો હોય એટલે બહુવચનમાં ચોરસા જ હોય. આ બે શબ્દોમાં છેલ્લે અનુસ્વાર ન આવે.’

અને... દુકાનદારે વેગીલાને માત્ર હાથ જ ન જોડયા પણ એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને વિનંતી કરી કેઃ ભાઈસાબ હવે તમારે કાંઈ ખરીદવું હોય તો પણ મારી દુકાને ન આવતા. હું પાગલ થઈ જઈશ.

* યશવંત ઠક્કર *