First kiss books and stories free download online pdf in Gujarati

ફર્સ્ટ કિસ (First Kiss)

કંદર્પ પટેલ

+91 9687515557

Work @Navajivan Trust, Ahmedabad

ફર્સ્ટ કિસ


૩૦ ડિસેમ્બર, ૧૯૯૦. મેનહટન કોમ્યુનિટી સેન્ટર પાસેથી પસાર થતા એમ્સટર્ડમના રસ્તા પાસેની વેસ્ટ ૧૩૩ સ્ટ્રીટ, નં.૨૮૮૪ ના મકાનમાં હલચલ થઇ રહી હતી.

ટાઉનસેન્ડ હેરિસ હાઈ સ્કૂલ, ન્યૂયોર્ક. હાઈ સ્કૂલમાંથી છૂટા પડ્યા પછીના ૧૦ વર્ષે રિ-યુનિયન માટે બધા ફ્રેન્ડ્સ જ્યોર્જના ઘરે મળ્યા હતા. (રિ-યુનિયન+ન્યુ યર) ૩૧ ડિસેમ્બરની પાર્ટી માટેનું આયોજન હતું. જ્યોર્જના ઘરે મળ્યા બાદ સાથે મળીને સ્કૂલ પર જવાનો નિર્ણય લેવાયો. જ્યોર્જના બાળક કેલ્વિનને દરેક મિત્રો રમાડી રહ્યા હતા. દરેક દોસ્તો પોતાની ગર્લફ્રેન્ડ અથવા વાઈફને લઈને આવ્યા હતા. ૧ દિવસ પહેલા જ આ દરેક મિત્રો એકઠા થઇ ચુક્યા હતા. માત્ર અને માત્ર, જ્યોર્જની પહેલથી જ આ રિ-યુનિયન શક્ય બન્યું હતું. દરેક મિત્રો પોતાની લાઈફમાં સેટ હતા. એકબીજાની વાતો શેર કરી રહ્યા હતા. વર્ષો પહેલાના ઝઘડાઓને પ્રેમથી સોલ્વ કરી રહ્યા હતા. પોતાની પ્રોફેશનલ લાઈફને બાજુ પર મુકીને દરેક મિત્રો સ્કૂલની મસ્તીને યાદ કરતા-કરતા હસી રહ્યા હતા.

કોઈ સ્કૂલની પોતાની ગર્લફ્રેન્ડ જોડે જ મેરેજ કરીને સેટ થયા હતા. અમુક હજુ ફર્ધર સ્ટડીઝ માટે તૈયારી કરતા હતા. વળી, બ્રિટિશ એરિક્સને તો પોતાની જાપાનીઝ ગર્લફ્રેન્ડ વાંગ સુક લી જોડે લગ્ન કરી લીધા. ફિલિપ અને માર્ક આજે પણ ગે હતા. કેટી અને કીથ પણ લેસ્બિયન તરીકે સ્કૂલમાં જાણીતા બનેલા, જે આજે પણ સાથે જ આવ્યા હતા. ક્રિસ્ટીના અને ગુવેરોની ‘ડાર્ક રિલેશનશીપ’ આજે પણ દેખાઈ રહી હતી. આવી કેટ-કેટલી વાતો સાથે જ્યોર્જનું ઘર અવાજો કરતુ હતું.

*****

૩૦ ડિસેમ્બર, ૯ વાગ્યે મેક’કેરન ઇન્ટરનેશનલ એરપોર્ટ, લાસ વેગાસ. એક ૩૦ વર્ષની ગર્લ હેલ્પ ડેસ્ક પર પૂછપરછ કરી રહી હતી.

“હેલ્લો, એક્સક્યુઝ મિ!”

“યેસ, પ્લિઝ. કેન આઈ ગેટ ધિ ટાઈમ ફોર નેક્સ્ટ ફ્લાઈટ ફોર ન્યૂયોર્ક?”

“ઇટ્સ બિન ૧૦:૩૦ મોર્નિંગ.”

“ગિવ મિ વન, પ્લિઝ.”

“શ્યોર. ટેક ધિસ. હેવ અ નાઈસ ડે, મેમ. હેપ્પિ જર્ની.”

“થેંક યુ.”

હાથમાં ‘વોગ ઇન્ડિયા’ મેગેઝિનનું લેટેસ્ટ એડિશન હાથમાં લઈને વેઈટિંગ એરિઆમાં બેઠી. યેલો ટોપ પર લેધર બ્લેક જેકેટ હતું. બ્લેક જેકેટ પર લેગ્ઝને ઓવરલૂક આપતો ટ્રેન્ચ કોટ, સ્ટાઈલીશ વૂડન પર્સ, કર્લી એજ વેવી લોબ હેર, મિલ્કી કોટન સોક્સ વિથ બ્લેકિશ શાઈની બૂટ્સ. તેના હાથમાં રોબિન્સનો બ્લ્યુ સેલફોન, સેનહેઈઝરના ઇઅરફોન્સ, મોબાઈલ કવરની પાછળ સ્કૂબી-ડૂનું કાર્ટૂન. લેફ્ટ હેન્ડમાં એક કિચેઇન લટકતું હતું. એ હાથ વડે બીજા હાથમાં પહેરેલ લોગસની વોચમાં સમય જોઈ રહી હતી. એ બ્રિટીશરો જેટલી ગોરી નહોતી દેખાતી. તે કદાચ બીજા કોઈ દેશની હોય તેવું જણાઈ રહ્યું હતું.

થોડો સમય પસાર કર્યા પછી નેક્સ્ટ ફ્લાઈટની જાહેરાત થઇ. ‘વોગ ઇન્ડિયા’નું મેગેઝિન હાથમાં લઈને પર્સમાં મૂક્યું. તે ઉભી થઈને ડેસ્ટીનેશન તરફ ચાલવા લાગી. કોઈ અલગ પ્રકારના ચિન્હો ચહેરા પર જાણી રહ્યા હતા. ૩૧ ડિસેમ્બર, રાત્રે ૭ વાગ્યે ન્યૂયોર્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થઇ.

*****

જ્યોર્જના ઘરેથી બધા મિત્રો ટાઉનસેન્ડ હેરિસ હાઈ સ્કૂલના પ્રાટ્ઝેલ ઓડીટોરિયમમાં મળ્યા. એન્ટ્રી ગેટ પર યાદગારી માટે મિત્રોની ક્લિક્સ થતી હતી. દરેક મિત્રો એકબીજા સાથે પિક્સ ખેંચાવતા હતા. વર્ષો પછી મળ્યા હોઈ એટલે થોડી અચકાટ અનુભવાતું હતું. પરંતુ, બીજી ક્લિક થાય ત્યાં સુધીમાં જૂની ૧૦ વર્ષ પહેલાની દોસ્તી અવાજ કરવા માંડતી હતી.

અંદર પહોંચતાની સાથે જ લાઈટ્સ ઝળાહળા થવા લાગી. જ્યોર્જ શેમ્પેઇન ઉછાળવા જતો જ હતો ત્યાં જ જોરથી અવાજ આવ્યો.

“જ્યોર્જ, જ્યોર્જ... જ્યોર્જ. ફક માય એસ, માય ફ્રેન્ડ. વુહુહું.”

“હેય, મેક...! વોટ અ સરપ્રાઈઝ, માય ડીયર.”

“હેય, મેક. વોટ્સ અપ? એવરીથિંગ ઈઝ ફાઈન?” જ્યોર્જે મેક ને વેલકમ કર્યું.

“યેહ, એબ્સોલ્યુટલી. લેટ્સ હેવ અ ફન.”

પાર્ટી બિગીન્સ. શેમ્પેઇન ઊછળ્યું, તેની સાથે દરેકના હૃદયમાં યંગ બ્લડ પમ્પિંગ થવા લાગ્યું. દરેક એકબીજા સાથે મસ્તીમાં ઝૂમી ઉઠ્યા. પોતાની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડની સાથે નાચવા લાગ્યા. રોક-પોપ મ્યુઝિક વાગ્યું. ઘણા મિત્રો સીધા જ પાર્ટીમાં આવેલા હતા. તેઓ પણ એકબીજાને મળ્યા. માઈકલ જેક્સન, બિયોન્સ અને બોબ માર્લેના સોંગ્સ પાર્ટીને શાનદાર બનાવતા હતા. વાઈન, રમ, વ્હિસ્કી, વોડકા, સ્કોચના નીટ પર નીટ લાગતા હતા. ૧૦ વર્ષ પછી મળ્યાની ખુશી આજે ડ્રિન્ક્સ અને સ્મોકિંગમાં ઉડતી હતી. કેટલાક ચહેરાઓ ને જોઇને ઘણી વખત ગંભીર પણ થઇ જવાતું હતું, તેનું કારણ પોતાના ક્રશ હતા. ઘણા દોસ્તો કે જેઓ પોતાની સ્કૂલમાં એકબીજાને પસંદ કરતા હતા, તેઓ પણ મળ્યા હતા. પરંતુ, તેમની સાથે આજે કોઈ બીજું સોલમેટ તરીકે હતું. એકબીજાને જોઇને સ્માઈલ આપી રહ્યા હતા. ઘણી વખત પોતાના સોલમેટને બહાનું કરીને ૧૦ વર્ષ પહેલાની પસંદ સાથે ડાન્સ ફ્લોર પર ઉતરીને તેને મળવા હોલના કોર્નરમાં ચાલ્યા જતા હતા.

*****

“હેલો, મેમ. વોન્ટ ટુ ટેક પિક્ચર?”

એક ગર્લ રિસેપ્શન લોન્જ પર આવી. ફોટોગ્રાફરે તેને ક્લિક ખેંચાવવા પોઝ આપવા કહ્યું. ચહેરો હસતો નહોતો. તેણે ફોર્મલ પોઝ આપ્યો. તે થોડો ખચકાટ અનુભવતી હતી. ધીરે-ધીરે અંદર પાર્ટીમાં ગઈ. તે જયારે ફોટોઝ પડાવતી હતી ત્યારે ફર્સ્ટ ફલોર પરની બાલ્કનીમાંથી તેને કોઈ જોઈ રહ્યું હોય, તેવું તેને લાગ્યું. તેને તરત જ ઉપરની તરફ નજર કરી. પરંતુ, ડી.જે ની ફ્લેશિંગ કરતી લાઈટ્સમાં તે કશું જોઈ ન શકી. તેને કોઈક ઉભું હોય તેવું લાગ્યું ખરું, પરંતુ કોઈ દેખાયું નહિ. ભ્રમ સમજીને તે આગળ ચાલી.

અચાનક તેને કોઈક હાથ ખેંચીને લઇ ગયું. તે વ્યક્તિએ આંખો પર હાથ મૂકી દીધા. તે ડરી ગઈ. તે બોલી ઉઠી,

“વ્હુ આર યુ?”

“હેય, કાવ્યા ! થેંક યુ ફોર બિઈંગ હિઅર.”

“વોહહ..! મેક? આર યુ ધેર?”

“સો નાઈસ ઓફ યુ.”

“આઈ વોઝ ધેર, લૂકિંગ ટુવર્ડ્સ યુ ફ્રોમ બાલ્કની.”

મેકબેથ. જેણે ફ્રેન્ડ્સ ‘મેક’ કહીને બોલાવ્યા હતા. જે મૂળ ઇન્ડિયાનો હતો. પરંતુ, તેનો જન્મ અલાબામા માં થયો હતો. ત્યાર પછી તેમનું ફેમિલી ફિલાડેલ્ફિયામાં શિફ્ટ થયું. કાવ્યા પણ મૂળે ભારતની હતી. જેના પેરેન્ટ્સ ઇન્ડિયામાં જ હતા. કાવ્યાની હાઈસ્કૂલ પૂરી થયા બાદ તેના મમ્મી-પપ્પા પણ લાસ વેગાસ આવી ગયા. મેક અને કાવ્યા સ્કૂલના સમયથી એકબીજાના સારા મિત્રો હતા. છતાં, બંને આજે કોઈ અલગ જ મુદ્રામાં જણાતા હતા. કદાચ, તેઓ મળશે તેવું તે બંને એક્સ્પેક્ટ નહિ કરતા હોય તેવું જણાઈ આવતું હતું.

“હેય, મેક. વ્હેર આર યુ?” મેકની ગર્લફ્રેન્ડ એલિના તેની પાસે આવી.

“એલિના, મીટ માય સ્કૂલ ટાઈમ ફ્રેન્ડ. કાવ્યા. એન્ડ... કાવ્યા, શી ઈઝ માય ફિઆન્સી.” આટલું બોલીને મેક નીચે જોઈ રહ્યો. એલિના આ બંનેને જોઈ રહી હતી. આ બંને જ એવા હતા જે સ્કૂલમાં ભારતીય ભાષામાં વાતો કરતા હતા.

“મળીએ, કાવ્યા. એન્જોય.” મેક એ કાવ્યાને કહ્યું.

“ઓહ, યસ. શ્યોર. યુ ટુ.” એમ કહીને કાવ્યા એ મેક ને થમ્સ અપ કર્યું.

૨ મિનીટ માટે બંનેના ચહેરા પર અલગ પ્રકારનું જ નૂર હતું. અદભુત હાસ્ય હતું. જે બે જ ક્ષણમાં ફરી વિખાઈ ગયું. જાણે, પંખીનો માળો વિખેરાઈને નીચે પડ્યો.

ડાન્સ ફલોર પર જ્યોર્જની મસ્તી શરુ થઇ. જોર-જોરથી ગીતો ગાવા લાગ્યો. સ્કૂલના સમયમાં જે મોજ લૂટી હતી તે ફરીથી શરુ થઇ. એટલામાં મેક અને કાવ્યા ફરી પાછા મળ્યા. નજર નીચી કરીને કાવ્યા ચાલવા લાગી. મેક પણ એલિના તરફ ચાલ્યો. મેક પોતાની ફિઆન્સી એલિના જોડે ફિઝીકલી સાથે હતો. પરંતુ, મેન્ટલી તે બીજે કોઈ જગ્યા એ જ હતો. કદાચ, કાવ્યા તરફ. થોડો સમય ડાન્સ કર્યા પછી એલિનાના કાનમાં મેક કંઇક કહી રહ્યો હતો. જે કાવ્યા જોઈ રહી હતી. ત્યારબાદ તરત જ મેક કાવ્યા તરફ ચાલતો થયો. તે નજર નીચી કરીને ઉભી રહી. તે મેક તરફ ઉંચી નજરે નહોતી જોઈ રહી.

“હેય..!”

“વ્હોહ, યસ. હાઈ.”

“થ્રી બક્સ ફોર યુ.”

“વ્હાય?”

“ફિઝીક્સ ક્લાસ. મિસ્ટર થોમસન. તારા પાસેથી ત્રણ બક્સ ઉછીના લીધેલા. ફાઈનલ એક્ઝામ દરમિયાન જરનલ માટે મારા પાસે નહોતા ત્યારે તે મને આપેલા.” મેક હસ્યો.

“યસ, આઈ ડોન્ટ રિમેમ્બર એકચ્યુઅલી. મને ખરેખર યાદ નહોતું. થેંક્સ.”

પાર્ટીમાં એક ટેબલ પર બેઠા-બેઠા તેઓ બંને વાતો કરી રહ્યા હતા. કાવ્યા નજર મેળવતા હજુ ખચકાતી હતી.

“સો, ફાઈનલી. આપણે મળ્યા.”

“ઓહ, યસ. મળ્યા.”

“સારું ગાય છે. ફંક રોક મ્યુઝિકમાં ‘મેક’નું નામ થતું જાય છે. સાંભળી લઉં છું. ક્યારેક ક્યારેક.” કાવ્યાએ હસતા-હસતા કહ્યું.

“થેંક્સ. ફિઝીક્સના ક્લાસમાં તું હતી, એટલે જ કદાચ એ પાસ કરી શક્યો.”

“અહેમ.અહેમ. મારી સાથે ડેટ પર જવા માટે તું પહેલો અને છેલ્લો હતો.” આ વખતે કાવ્યા એ મેક સાથે નજર મિલાવી. થોડી વાર પછી બોલી, “માત્ર સ્કૂલ સુધી.” અને બંધ થઇ ગઈ.

“સો, ડુ યુ હેવ બોયફ્રેન્ડ?”

“યસ, આઈ લવ માય બોયફ્રેન્ડ. એ બોલિવિયામાં છે.” કાવ્ય એ ફરી નજર જુકાવી.

“કાવ્યા, લેટ્સ ગો ફોર વોક.”

“ઓકે. લેટ્સ ગો મિસ્ટર રોકસ્ટાર.”

“નહિ, નહિ. જસ્ટ અ મ્યુઝીશિયન.”

“વોન્ટ ટુ સિગારેટ?”

“ઓહો. નો નો. આઈ ડોન્ટ.”

“સિરિયસલી?”

“હા. ખરેખર.”

“વ્હેર ઇઝ યોર બોયફ્રેન્ડ? સાથે નથી આવ્યો?”

“નો નો. હિ હેડ સમ વર્ક @શિકાગો મિટિંગ.”

“અહા. બિઝનેસમેન. વાઉ. ઓલ્ડર?”

“યસ.”

“હાઉ મચ ઓલ્ડર?”

“ઓલ્ડર.” કાવ્યા એ જવાબ ટૂંકાવ્યો.

“તેને ઘર છે? તે ડાઈવોર્સી છે? તેની વાઈફને કોઈ ચાઈલ્ડ છે? નાનું ઘર છે કે મોટું? હિ ઈઝ ઇન બોલિવિયા ઓર ઇન શિકાગો?” આવા દરેક પ્રશ્નો મેક પૂછી રહ્યો હતો. કાવ્યા તે દરેક પ્રશ્નોના જવાબ આપવામાં ખચકાતી હતી.

કાવ્યા અને મેક બંને પાર્ટી હાઉસમાં પાછા આવ્યા. ત્યાં એક ફ્રેમમાં ચિત્રો લગાવ્યા હતા. સ્કૂલ ટાઈમની કોમ્પિટીશન, ઈવેન્ટ્સ, કલ્ચરલ, ટેકનિકલ પ્રોગ્રામ્સની દરેક મેમોરેબલ મોમેન્ટ્સ ફોટોઝમાં દેખાતી હતી. કાવ્યા અને મેક બંને આ પિક્સ જોઈ રહ્યા હતા. તેમાં કાવ્યાનો માત્ર એક જ ફોટો મળ્યો, તે પણ કોઈકના ફોટોની પાછળના બેકગ્રાઉન્ડમાં. મેકના ક્લિક્સ ઘણી બધી જગ્યાએ હતા, તેનું કારણ તેની લોકપ્રિયતા હતી. તે પરફોર્મર હતો.

“લૂક, યુ આર ઇન ધ બેકગ્રાઉન્ડ. બિહાઈન્ડ ધિ જ્યોર્જ. હા હા હા.”

“ઓહ. યસ. ધેર ઈઝ. એક પિક્ચર તો મળ્યું જ.”

“એ પણ યેલો ટોપ માં જ છે તું, આઈ લાઈક ઈંટ સિન્સ અવર સ્કૂલ ડેયઝ.”

“અહહ...!”

ત્યાં જ જ્યોર્જ એ જાહેરાત કરી. મેક ને સ્ટેજ પર આવીને તેનું ફેવરિટ સોંગ ગાવાનું કહ્યું. બધાની વાત માનીને તે સ્ટેજ પર ગયો.

“I have been long for so long now,

Chasing everything that’s new,

I’ve forgotten how I got here,

But I’ve not forgotten you,

We were just children,

But our eyes opened and,

You were all that I could see,

Through the good times and bad,

You were the best I’ve never had,

The only chance I wish I had to take,

But there was no writing on the wall,

No warning signs to follow,

I now know I,

And I just can’t forget,

You are the best I never had,

And in this motel,

Well past midnight,

When I’m bluer than bruise,

You come drifting in,

Through the half night,

In your funky yellow top,

And I hope that’s you standing,

At my doorway,

That’s the scratching of your key,

And I hope this song I’m singing,

Someday finds you,

Wherever you may be,

You’re the best I never had,

Best I never had.”

યેલો ટોપની લાઈન જયારે મેક એ ગઈ ત્યારે કાવ્યાની આંખમાં આંસુ આવ્યું. મેક પણ છેલ્લી લાઈન સુધીમાં થોડો ગંભીર બની ગયો. સોંગ ગાઈને બધાની વાહવાહી સ્વીકારીને બંને ફરી બહાર ગયા. પાર્ટી હાઉસની બહાર બંને ચાલી રહ્યા હતા.

“આ તારું બિગ હીટ લિસ્ટમાં જે છે એ સોંગ છે? મેક.”

“હા, આ મારું બિગ હીટ છે.”

“હું હજુ વિશ્વાસ નથી કરી શકતી કે હજુ મારા વિષે તને બધું યાદ હશે. મારા માટે કે મારા પર કોઈ સોંગ લખીશ.”

“રિઅલી?”

“હા. એક પાર્કિંગ પાસેના બેઝબોલ ગ્રાઉન્ડ પરની એક મોમેન્ટ હતી. વિ હેડ અ અનફોર્ગોટેબલ કિસ.”

“હા. પરંતુ, મને ડર છે. મારે બોયફ્રેન્ડ છે.” કાવ્યા બોલી.

“ઓહ. હિ ઈઝ ઇન શિકાગો. બિગ હાઉસ. ડાઈવોર્સી. નો ચાઈલ્ડ. રિઅલી?” મેક એ અજાણ બનીને પૂછ્યું. ખરેખર, એ જાણતો હતો. કાવ્યા સ્કૂલમાંથી છૂટા પડ્યા ત્યારે પણ ડરતી હતી અને આજે પણ ડરી રહી છે તે એ જાણતો હતો.

“લેટ્સ કમ વિથ મેં ફોર અ વોક.” કાવ્યાનો હાથ પકડીને મેક તેને ફરી એ બેઝબોલના ગ્રાઉન્ડ પર લઇ આવ્યો.

“મેક, વ્હેર ડુ યુ લિવ? હું ખરેખર જાણતી નથી.” કાવ્યા હિંમત કરીને બોલી.

“આઈ ડોન્ટ લિવ એનીવ્હેર. આઈ લિવ આઉટ ઓફ સૂટકેસ.”

“શું ટુ ફરીથી અહી આવીશ મેક? ક્યારેક?” કાવ્યા એ આંખમાં આંસુ સાથે પૂછ્યું.

“નો. ઓલમોસ્ટ નહિ.” કાવ્યાની આંખમાં આંખ પરોવીને મેક બોલ્યો.

“કાવ્યા, તારે ખરેખર બોયફ્રેન્ડ છે?” ત્રીજી વખત એક જ પ્રશ્ન મેક એ પૂછ્યો.

“વેલ, આઈ જસ્ટ ગિવ યુ માય નંબર. વિ વિલ ચેટ ઓફન.” એમ કહીને કાવ્યા એ મેક ના જેકેટમાંથી તેનો મોબાઈલ કાઢ્યો અને પોતાનો નંબર સેવ કર્યો.

“કદાચ, લાસ વેગસ આવે તો... વી વિલ મીટ. એન્ડ યસ, ઓફ કોર્સ. આઈ ડોન્ટ હેવ બોયફ્રેન્ડ.” નંબર સેવ કરીને ફરી મેક નો મોબાઈલ તેના જેકેટમાં મુકવા જતી હતી ત્યારે મેક એ તેનો હાથ પકડ્યો. કાવ્યની આંખો બંધ થઇ. ફરી કાવ્ય બોલી,

“આઈ થિંક, ધિસ શુડ બી ગોઇંગ ટુ રોંગ.”

“વ્હાય?” મેક એ ફરી પ્રશ્ન પૂછ્યો.

“મેક, ડુ યુ હેવ એની ગર્લફ્રેન્ડ?” કાવ્ય એ નીચું માથું રાખીને પૂછ્યું. કાવ્યાને મનમાં હતું કે મેક રોકસ્ટાર છે. તેને કોઈક તો ગર્લફ્રેન્ડ હશે જ.

“યસ. શી ઈઝ સેવિંગ હર નંબર ઇન માય સેલફોન.” એ સાંભળીને કાવ્ય હસી. મેક પણ હસ્યો. મેકની આંગળીઓ તેના ચહેરા પર ફરી રહી હતી. કાવ્યાની આંખો બંધ થઇ. મેકનો અંગુઠો કાવ્યના ચહેરાની નીચે ગરદન પર હતો. કાવ્યા એ બંધ આંખે પૂછ્યું,

“હંમેશા બેઝબોલનું ગ્રાઉન્ડ જ પસંદ છે મેક તને?” કાવ્યા મનમાં હસી રહી હતી.

“હા, કારણ કે હું હંમેશા તારી જોડે આ એક જ જગ્યાએ હોઉં છું.” અને, કાવ્યા મેક ની નજીક આવી. મેક એ તેને કમરથી પકડીને પોતાના તરફ ખેંચી. બેઝબોલના ગ્રાઉન્ડ ફરતે રહેલ નેટ્સના આધારે બંને ઉભા હતા. કાવ્યા મેકની છાતી પાસે પોતાનો ચહેરો લાવી. ઉંચે જોવાની હિંમત ન થઇ.

“આફ્ટર લોંગ લોંગ ૧૦ યર્સ. માય ફર્સ્ટ કિસ.” મેકની ચેસ્ટ પરથી નીકળેલા શબ્દોને સીધા હાર્ટ સુધી જવામાં કોઈ સમય ન લાગ્યો.

“ટાઈમ ઈઝ નેવર ટાઈમ એટ ઓલ. આઈ કેન નેવર એવર લિવ, વિધાઉટ લિવિંગ પીસ ઓફ યુથ. માય લવ, કાવ્યા. માય કિથ.” મેક બોલ્યો.

“હજુ યાદ છે મારું નિક નેઈમ?”

“યસ, કિથ. માય સ્વીટ કિથ. આઈ લવ યુ.”

“આઈ લવ યુ ટુ, મેક.” અને, ક્યારનું અટકી પડેલું આંસુ ૧૦ વર્ષની ખારાશ બાદ ટપકી પડ્યું. ન્યુ યર નાઈટ માટેનું કાઉન્ટ ડાઉન શરુ થયું. પ્રેત્ઝલ પાર્ટી હાઉસમાંથી કાઉન્ટ ડાઉન સંભળાઈ રહ્યું હતું.

ટેન...નાઈન...એઈટ...સેવેન..વ્હુહું...

“નાઉ, ગિવ મિ માય ફર્સ્ટ કિસ, મેક.” કાઉન્ટ ડાઉનના અવાજમાં કાવ્યા બોલી.

ફાઈવ... ફોર... થ્રી...

“ઓહ, યસ. માય ફંકી યેલો ટોપ કિથ.”

વન...! હેપ્પિ ન્યુ યર, ગાય્ઝ.

મેક એ પોતાની કાવ્યાના હેર ને સહેલાવી રહ્યો હતો. છેલ્લા દસ વર્ષની ગરમી આજે બહારની ઠંડી સામે વધુ તીવ્ર હોય તેવું જણાઈ રહ્યું હતું. કાવ્યાના હોઠની લિપસ્ટિક મેકના શોલ્ડર પર દેખાઈ રહી હતી. મેક એ પોતાના જેકેટના એક ખિસ્સામાંથી એક રિંગ કાઢી.

“બટ મેક, વ્હુ ઈઝ એલિના?” કાવ્યા અચાનક બોલી.

“શી ઈઝ જસ્ટ લાઈક યોઉર બોયફ્રેન્ડ. હા હા હા.” અને, બંને ખડખડાટ હસી પડ્યા. માત્ર રોકસ્ટારનો ચાર્મ બતાવવા માટે જ મેક એ એલિનાને પોતાની સાથે લાવ્યો હતો. જેવી રીતે કાવ્યા પોતાના બોયફ્રેન્ડ વિષે ખોટું બોલી એમ જ સ્તો..!

“હેય, કાવ્યા. કેન આઈ કિસ યુ અગેઇન?” રીંગ જોઇને કાવ્યા ફરી ખુશીથી ઉછળી અને પોતાની જીભના ટેરવે ‘કિસ’ નામના રમકડાને મેક સાથે રમાડી રહી હતી.

“યસ, માય ફર્સ્ટ કિસ.”

બેઝબોલ ગ્રાઉન્ડ પર ૧૦ વર્ષ પહેલા અધુરી રહી ગયેલી મોમેન્ટ આજે પૂરી થઇ.

+91 9687515557

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED