Hu Gujarati 2 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati 2

હુંુ ગુજરાતી -૨

સિધ્ધાર્થ છાયા

ગોપાલી બુચ

મુકુલ જાની

દિપક ભટ્ટ

હર્ષ કે. પંડ્યા

ભુમિકા કેયુર શાહ

આકાંક્ષા દેસાઈ

નરેશ કે. ડૉડીયા

વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•એડિટરની અટારીએ થી... - સિધ્ધાર્થ છાયા

•કલશોર - ગોપાલી બુચ

•એક બે ને અઢી - મુકુલ જાની

•મોબાઈલ મેનર્સ - દિપક ભટ્ટ

•કૌતુક કથા - હર્ષ કે. પંડ્યા

•બોલીવુડ બઝ ! - સિધ્ધાર્થ છાયા

•ઝીંદગી ઓન ધ રોક્સ - ભુમિકા કેયુર શાહ

•ફૂડ સફારી - આકાંક્ષા દેસાઈ

•ભલે પધાર્યા - નરેશ કે. ડૉડીયા

•લઘરી વાતા - વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

એડિટરની અટારીએ થી...

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

એડિટરની અટારીએ થી...

વરસાદની પહેલી છાંટથી મહેકતું હું ગુજરાતી

એવો નકામો વ્યક્તિ તો જવલ્લેજ જોવાં મળશે આપણને આ દુનિયામાં કે જેને વરસાદ ન ગમતો હોય. જો કે આપણને એવાં લોકો જરૂર મળી આવશે જે ચોમાસું લંબાતા કંટાળી જતાં હોય પણ એનો એવો મતલબ નથી કે એમને વરસાદ સાવ જ ન ગમતો હોય. વરસાદ એ તપી ગયેલી ધરતીને શાતા આપનાર કુદરતી કળા છે. વરસાદ એ પશુઓ અને માનવીએ ભૂખે મરતાં રોકે છે. વરસાદ એ પક્ષીઓને કિલ્લોલ કરતાં કરે છે અને આટલું ઓછું હોય એમ વરસાદ એ આઠ મહીના લાંબા ચાલનારા રોમાંસની શરૂઆત પણ છે. જી હા વરસાદથી શરુ થયેલો એક અનફોર્સ્ડ રોમાંસ છેક ફેબ્રુઆરીનાં મધ્યમાં આવતાં વેલેન્ટાઈન ડે સુધી અજરામર રહે છે. ગ્રીષ્મની ચૂસી નાખતી ગરમીમાં નિશ્ચેતન થયેલી મનુષ્યની સંવેદનાઓ વરસાદની પહેલી ધારે જ આળસ મરડીને ઉભી થઈ જાય છે અને પોતાનાં પ્રિય પાત્રને ક્યારે બાથમાં લઈને એનાં પર વરસાદની જેમ જ વરસી પડું એવી કામનાઓ ઉભી થવા માંડે છે.

કહે છે આ વખતે વરસાદ મોડો અને મોળો રહેશે, પણ ગુજરાતીઓને એની શી ફિકર ? અને ગુજરાતીઓનો આજ અંદાજ લઈને અમે આ વખતનું ‘હું ગુજરાતી’ લઈને આવ્યાં છીએ. આ વખતનાં ૯ લેખોમાં થી ત્રીજા ભાગના લેખો વરસાદની આ પહેલી છાંટથી મહેકી રહ્યાં છે. ગોપાલી બુચે એમનું ચોમાસું શોધવાની કોશીશ એમનાં ‘કલશોર’માં કરી છે તો ભૂમિકા દેસાઈ શાહે, ટેકનોલોજીનાં આ બુમીંગ સમયમાં પણ વરસાદની બુમ બહેલાં કાને ન અથડાય એનો ખ્યાલ એમની ‘કોલમ ઝીંદગી ધ રોક્સ’માં રાખ્યો છે. તો આ બોલીવુડી બંદાએ બોલીવુડમાં વરસાદની જરૂર ક્યારે ક્યારે અને કેવી રીતે પડી જાય છે એનાં પરથી પડદો હટાવવાની એક હળવી કોશીશ એની ‘બોલીવુડ બઝ’માં કરી છે.

આ ઉપરાંત મેક્સિકન વાનગીઓમાં અને આ વખતે તો સ્વીટ ડીશ લઈને આવ્યાં છે આકાંક્ષા દેસાઈ. ઉપરાંત દિપક ભટ્ટ પણ પોતાનાં આગવા મેનેજમેન્ટ લેખ સાથે આવ્યાં છે તો મુકુલ જાનીએ નવી સરકારનાં લક્ષણો પારણામાંથી જ જાણવાની કોશીશ કરી છે. આપણા વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી અત્યારે ચાલી રહેલાં ‘ફીફા વર્લ્ડકપ’નાં અમુક પ્લેયરોનાં નામનાં રમુજી અર્થો એમની લઘરી વાતોથી કરી આપ્યાં છે. હર્ષ પંડ્યાએ આ વખતે એક ઈત્તેફાક થી શું નું શું થઈ શકે એની રસપ્રદ વાતો કરી છે.

આ વખતથી અમે એક મહેમાન લેખકને પણ દર મહીને આમંત્રવાનું નક્કી કર્યું છે અને એ કોલમ એટલે કે ‘ભલે પધાર્યા’માં શ્રી નરેશ કે. ડોડીયા આપણા આ વખતનાં મહેમાન બન્યા છે. એમનો ચંગીઝખાન પરનો લેખ વાંચવો ભૂલતાં નહી !

વર્ષાઋતુનાં વધામણા....

કલશોર

ગોપાલી બુચ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કલશોર

મારુ ચોમાસુ ક્યાંક આસપાસ છે...

ભીનીભીની માટીની સોડમ નાકથી શરુ થઈને સમગ્ર ચિત્તતંત્રને ઝંઝોડી નાખે, આકાશમા ઘેરાતાં ઘટાટોપ કાળાડીબાંગ વાદળની સાથે મન હ્ય્દય પણ ગોરંભાવા લાગે, વાતાવરણના અદભૂત સૌંદર્ય સાથે તાલથી તાલ મેળવી થતું પ્રાકૃત્તિનું લયબધ્ધ નર્તન આપણા અસ્તિત્વને એની સાથે એકાકાર કરી નાખે અને આપણી તરસ પણ અંતરના ઉકળાટને તૃપ્ત કરવા ચાતકની જેમ વરસાદના ફોરાને સાંગોપાંગ જીલવા માટે બેબાકળી, અધીરી થ જાય ત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો વરસાદી નાદ કાનમાં ગૂંજવા લાગે અને આપણે ગણગણી ઉઠીએ.

‘‘ઘરર ઘરરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે,

ઘુમરી ઘુમરી ગરજાટ ભરે, ઘુમરી ઘુમરી ગરજાટ ભરે...

રે મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે...’’

જાણેે વરસાદી મોરલાના આ ભિતરી ટહુકાને નહી પામ્યો હોય એણે પ્રેમરસનો કૈફ નહી ગોળ્યો હોય. ચોમાસુ એટલે નખશીખ ભિંજાવાની મોસમ. પ્રેમ અને ચોમાસુ બન્ને એકબીજાના પુરક છે. એકમેકની અભિવ્યક્તિ છે. પ્રેમીજનોને ખિલવા-ખિલવવાની, ભીંજવવાની અને ભીંજાવાન માદક મોસમ એટલે વર્ષા. પ્રિયજનના નજીક હોવાનો અહેસાસ છે. પહેલા વરસાદના અણસારે મન દોડીને પ્રિયજન પાસે પહોંચી જાય છે. રોમરોમ ઝંકૃત થઈ ઊઠે છે. કવિ શ્રી તુષાર શુક્લનું એક સુંદર ગીત યાદ આવી ગયું.

‘‘આંખોમાં બેઠાલા ચાતક કહે છે મારું ચોમાસુ ક્યાંક આસપાસ છે, ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહુ ખાસ છે.’’

વિયોગ પછીના મિલનમા તરબોળ થવાની ઋત. ચોમાસાની રાહ જેટલી ચાતક પક્ષીને હોય છે એટલી જ દીદાર-એ-યારની આ આંખોને પણ હોય છે. ચાતકની તડપ આંખોની તડપ સાથે એકરસ થઈને મીટ માંડી બેસી જાય છે. ચોમાસુ આસપાસ હોવાનો અહેસાસ પ્રિયજનના મિલનની ઝંખનામા લજ્જાની લાલી સ્વરુપે આભા બનીને આપણી આસપાસ પથરાઈ જાય છે. બળબળતા ઉનાળાની વિદાય અને તપ્ત ઉની ઉની ધરતીને તરબતર કરી ઠારતો વરસાદ, એટલે જાણે વહાલમનો મેળાપ.

‘‘ફાગણની કાળઝાળ સુકી વેળામાં તારુ પહેલા વરસાદ સમુ આવવું’’

(તુષાર શુક્લ)

બસ, મનભર ભીંજાવાની મોસમ લઈને ધમધમ્તો આવતો છેલછબીલો વરસાદ, ક્યારેક છબછબિયા કરતો તો ક્યારેક સાંબેલાધાર મન મુકીને વરસતો. જાણે આપણા ખલિલ ધનતેજવી સાહેબને કહેતા સાંભળી ગયો હોય કે, ‘‘તમે મન મુકીને વરસો, ઝપટુ આપણને નહી ફાવે.’’

કવિવર હરિન્દ્ર દવે કહે છે,

‘‘ચાલ, વરસાદની મોસમ છે વરસતા જઈએ,

ઝાંઝવા હો કે દરિયાવ, તરસતા જઈએ’’

વરસાદ હોય કે વહાલ બન્ને જેટલા ભીજવે છે એથી વધુ તરસાવે છે. ઓછુ જ લાગે.

કાળાડિબાંગ, ઘનઘોર ગોરંભાયેલા આભમાથી વરસાદ જેટલો ધોધમાર વરસે છે, એના કરતા અનેક ઘણો પ્રિયતમ કે પ્રિયતમાની આંખમાથી અમી થઈ વરસે છે. અને તો પણ પાછા તરસ્યા, પાછા કોરા કોરા. વધુ ને વધુ તરબોળ થવા મન મોર ટહુકી ઉઠે.

‘‘અહી આપણે બે અને વરસાદ ભીંજવે,

મને ભીંજવે તુ, તને વરસાદ ભીંજવે’’.

કવિ શ્રી રમેશ પારેખની કેવી ઉત્કટ ઊર્મી વ્યક્ત થઈ છે. વરસાદમા ભીંજવવાની ઝંખના તો છે જ પણ એ વરસાદ પ્રિયપાત્ર દ્વારા તરબોળ કરી જાય એવી લાગણી પણ છે. પ્રેમી કે પ્રેમિકાના પ્રેમ પાસે મુશળધાર વરસાદ પણ ફીક્કો લાગે છે. પણ આવા મધમધતા માદક વાતાવરણમા જો પ્રિયજનનો વિયોગ હોય તો મન આકુળ-વ્યાકુળ બની જાય છે. ધોધમાર વરસતો વરસાદ પણ એને વાગે છે, સુષ્ક લાગે છે. બહાવરુ મન સ્વજનને સાદ કરે છે.

‘‘અઢી અક્ષરનુ ચોમાસુને બે અક્ષરના અમે,

ખોટ પડી અડધા અક્ષરની પુરી કરજો તમે.

ચાર અક્ષરના ધોધારમા છલછલ આપણા ફળિયાં,

આંખમા આવ્યા પાંચ અક્ષરના ગળડૂબ ઝળઝળિયાં.’’

(ભગવતી કુમાર શર્મા)

ભર ચોમાસે કોરા રહી ગયેલા હૈયાની વેદના અહીં વ્યક્ત થાય છે. મન મુકીને ધોધમાર વરસેલો વરસાદ ઘરના ફળિયા સુધી તો પહોચે છે, પણ ત્યાથી આગળ નથી વધી શક્યો. મનને એ વરસાદ સ્પર્ષતો નથી. ઘરના ફળિયાથી લઈને હૈયાના ખુણા સુધીનો ખાલિપો ભરવાનુ સ્વજનને આપાયેલું આ ઈજન માનવમનની સંવેદનાને તીવ્રતાથી અભિવ્યક્ત કરે છે. કાવ્યનો આજ તો મહિમા છે કે રુપક દ્વારા મનવમનના ગર્ભિત ખુણાને બહુ સહજ રીતે ઉઘાડ આપે છે.

જીવનમાથી સાવ જ સાથ છોડી જનારાની યાદ પન પહેલા વરસાદે ફુટતી કૂંપણ જેમ ફુટી નીકળે છે. અને જે વેદનાની ટશર ફુટે એવી જ ટશર છોડીન જાનારને પણ ફુટતી જ હશે.

શ્રી અંકિત ત્રિવેદી આ વાત બહુ જ સરળ શબ્દમા રજુ કરે છે.

‘હવે વાતાવરણ વરસાદી છે,

હવે આંખો પણ ક્યાં ઉન્માદી છે ?

હવે ડૂમાનો તરજૂમો, ડુસ્કાંનુ ઘર,

હવે તારા વગર મારું સુનુ નગર.

નાહક નજીવી કોઈ વાતે, અજાણ્યા કોઈ આઘાતે,

અધવચાળે મૂકી સાથ-સંગાથને એકબીજાથી છૂટા પડ્યાં,

મને યાદ છે, તને યાદ છે.’

આ છૂટા પડ્યાની વેદના વરસાદી માહોલમા ઘરબાયેલી ચીસ થઈને ગુંગળાય છે. ડંખ્યા કરે છે. ત્યારે સાતે સાત સમંદર પણ જો આપણી ઉપર હેલી થઈને વરસી જાય તો યે અંતરનો એક ખૂણો પ્રિયતમના વિયોગે કોરો જ રહી જાય. ત્યારે આભથી ખાંડાધાર વરસતો વરસાદ આંખમાથી વરસતા વરસાદ પાસે ફિક્કો લાગે.

હકારાત્મકતા તો એ જ કે એવા વસમા વિયોગમા પણ પ્રિયજનની મીઠી યાદોને મામળાવી વિયોગને પણ સુયોગમા ફેરવી નાખવાન કળા હસ્તગત કરી લેવી.

ચાલો ત્યારે, ધોમધખતા ઉનાળાને ઊની ઊની વિદાય આપવાની તૈયારી સાથે શ્રી અવિનાશ વ્યાસના આ ગીત સાથે વરસાદને વધાવવાની તૈયારી કરી લઈએ.

‘કાનમા પવન કહીને ચલ્યો કે આવે મેહુલિયો રે.....’

એક બે ને અઢી

મુકુલ જાની

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બેોઙ્મદ્ઘટ્ઠહૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

એક બે ને અઢી

ચૂંટણીના પરિણામોને એક મહિનો થયો અને નવી સરકારના અસ્તિત્વમાં આવ્યાને એક મહિનો થવામાં બે-ચાર દિવસ ખૂટે છે ત્યારે, હમણાં નવી સરકાર અને નવા વડાપ્રધાનના કામકાજનાં લેખાંજોખાં રવા ત્રાજવાં લઈને બેસી જવું એ જેની હજી છઠ્ઠી પણ નથી ગઈ એવા બાળક પાસેથી એ ઊભું થઈને દોડવા માંડે એવી અપેક્ષા રાખવા જેટલું જ વાહિયાત છે. છતાં, ‘પુત્રના લક્ષણ પારણામાંથી’ એ કહેવત મુજબ આ સરકારની કામકાજની પધ્ધતિ કેવી હશે એનો અંદાજ તો કાઢીજ શકાય છે.

હરખપદુડા થઈ મંત્રીપદ પામવા દોડેલા વીરોને બહુ જલદી અહેસાસ થવા માંડ્યો છે કે અહીં ખુરશી પુષ્પાચ્છાદિત નથી પણ ભિષ્મની બાણશૈયા છે ! રામવિલાસ પાસવાન જેવા સૂર્યવંશીને તો આ સવારે છ વાગ્યે જાગવાનો વિલાસ કઠિન લાગે એ સ્વાભાવિક છે પણ કલરાજ મિશ્ર પણ હાંફવા માંડ્યા છે. પ્રધાનમંત્રીએ શરૂઆતથીજ ગર્ભિત રીતે જણાવી દીધેલું કે આ અપ્સરાને વરવું હોય તો અઢાર કલાક કામ કરવાની તૈયારી રાખજો. અહીં આગલી સરકારની જેમ ધકેલપંચા દોઢસોને કે ચાંચૂડી ઘડાવું છું જેવી અનિર્ણયાત્મકતા નહીં ચાલે ! ઓછા વરસાદની સંભાવનાનો ખતરો દેખાતાં એ આવનાર આફતને પહોંચી વળવા શું કરવું એ અંગે સંબંધિત પાંચ મંત્રીઓ પાસેથી બ્રેઈનસ્ટોર્મિંગની થિયરી અપ્લાય કરી એમના આઈડિયાઝનું પ્રેઝન્ટેશન માગવામાં આવે એ આપણા દેશનાં રાજકારણમાં જવલ્લેજ જોવા મળતી ઘટના છે.

પોતાના કાર્યકાળના પહેલા દિવસથીજ નરેન્દ્ર મોદીએ એકપછી એક એવાં પગલાં લેવા માંડ્યાં છે કે શશી થરૂર જેવા કટ્ટર વિરોધીએ પણ પ્રસંશા કરવાની ફરજ પડી છે. આવતાંવેંત પહેલાં સચિવો સાથે મિટીંગ થઈ હોય એવું ભૂતકાળમાં કદી થયું નથી. પોતાનાજ પક્ષના છદ્મ દેશપ્રેમીઓની નારાજ કરીને અને વિરોધીઓને હુમલો કરવાનો મોકો આપીને પણ શપથવિધિમાં નવાઝ શરીફને બોલાવીને એક કાંકરે અનેક પક્ષી માર્યા છે એ પાકિસ્તાનમાં તુરત બનેલી અને બની રહેલી ઘટનાઓ પરથી દેખાઈ રહ્યું છે. માત્ર હિન્દી દિવસની ઉજવણીના દિવસે યાદ કરવામાં આવતી રાષ્ટ્રભાષાને ખરેખર રાષ્ટ્રભાષાનો દરજ્જો મળી રહ્યો એવું લાગી રહ્યું છે. હા, કરૂણાનિધિ જેવા પોતાના પગથી આગળનું જોઈ ના શકતા કાળા ડાબલા વાળા રાજકારણીઓને એમાંથી પણ પોતાનું રાજકીય અસિત્ત્વ ટકાવી રાખવાનો ઑક્સિજન મેળવવાની કોશિશ કરે એ સ્વાભાવિક ઘટના છે, પણ ચાણક્ય જેવા ચતુર પ્રધાનમંત્રીને આનો આગોતરો અંદેશો ના હોય એ કેમ માની શકાય ? ચેસમાં ઘોડાનાં અઢી ડગલાં જેવી કુનેહભરી ચાલ નર્મદાના દરવાજા મૂકવાનો આગલી ગુજરાત વિરોધી સરકારે વર્ષોથી લટકાવી રાખેલો નિર્ણય લેવામાં પણ દેખાઈ આવી છે. વિદેશી નાણાંની કોથળીઓ સામે મુજરો કરતી દેશદ્રોહી એનજીઓનો અસલી ચહેરો દેખાડતો આઈબીનો અહેવાલ, જે આગલી સરકારે ઈરાદાપૂર્વક દબાવી રાખેલો એને લીક કરવાનું ટાઈમિંગ પણ બહુ મહત્ત્વનું સાબિત થયું છે. હા, નર્મદા અંગેનો નિર્ણય લેતાં પહેલાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને વિશ્વાસમાં લેવાયા હોય તો એમને એમની સ્થાનિક રાજકીય મજબૂરીઓને સમજવાનો અને એનો સામનો કેવી રીતે કરવો એ વિચારવાનો થોડો સમય મળ્યો હોય ને તલવાર ખેંચવાની ફરજ ના પડી હોત.

કેન્દ્રમાં સરકાર બદલાય એટલે રાજ્યપાલો પર તવાઈ ઉતરે એ આગુ સે ચલી આવતી બાબત છે. આગળ આ પાપ વારંવાર થતું આવ્યું છે અને વર્તમાન સરકાર પણ કદાચ એજ માર્ગે છે. આ અંગે સુપ્રીમના ચુકાદાનું પાલન કરીને આગળ વધવું એ શાણપણભર્યો વિકલ્પ છે.

એક અતિમહત્ત્વના પગલાં હેઠળ કદાચ આયોજન પંચને સમાપ્ત કરી દેવામાં આવે એવે સંપૂર્ણ સંભાવના છે. પોતાના હક્કના નાણાં માટે દર વર્ષે મુખ્યમંત્રીઓએ આયોજન પંચ સામે ભીખનો કટોરો લઈને ઊભું રહેવું પડે અને એમાં વહાલાદવલાના ભેદ રાખીને વહેંચણી થાય એવી સ્વમાનભંગની ઘટનાઓ નરેન્દ્ર મોદીએ પોતે વારંવાર અનુભવેલી છે ઉપરાંત, આ ધોળો હાથી પાળવાને બદલે એની કામગીરી કોઈ મંત્રાલય નીચે સમાવી લેવાથી બહુ મોટો ખર્ચ પણ બચે એમ છે.

નવી સરકાર માટે ‘સિર મુંડવાતે હી ઓલે પડે’ જેવી ઘટના ઈરાક છે. આમ તો ઈરાકમાં સ્થાનિક સરકારના અમેરિકા દ્વારા તાલિમ પામેલાં અને અમેરિકાની બહુ મોટી હાર છે પણ એનાં દુષ્પરિણામ ભોગવાં પડે છે ભારતે ! ભારત એના કાચાં તેલની ૧૯% જેટલી ખરીદી ઈરાક પાસેથી કરે છે. આ બંધ થવાથી અને વૈશ્વિક બજારોમાં કાચા તેલનો ભાવ ઊંચે જવાથી, જેનો નરેન્દ્ર મોદીના વિજયમાં બહુ મોટું પ્રદાન એ મોંઘવારીનો મુદ્દો બૂમરેંગ થવાનો છે. સૌથી મોટી મોંકાણના સમાચાર એ છે કે અત્યારે ઈરાકમાં ૧૦૦૦૦ જેટલા ભારતીયો ફસાયેલા છે અને એમાંથી ચાલીસ જેટલાને આતંકીઓએ અગવા કરી લીધા છે. અલબત્ત, ગઈ કાલે વિદેશ મંત્રાલયના પ્રવક્તાને એવું કહેતાં સાંભળ્યા કે અપહ્ય્ત ભારતીયોને ક્યાં રાખ્યા એ સ્થળનો પત્તો લાગી ગયો છે. પણ એથી શું ? આપણી મજબૂરી એ છે કે આપણે તો એજ રાહ જોવાની છે કે અમેરિકા ક્યારે આક્રમણ કરે ! ખેર, ઈરાકમાં અંતિમવાદીઓનો વિજય ન થાય એ સમગ્ર વિશ્વના હિતમાં છે.

આ બાજુ, નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચી ગયા, ત્યારે ગુજરાતીઓને આનંદની સાથે ચિંતા હતી કે ગુજરાતની ગાદીએ કોઈ યોગ્ય વ્યક્તિ આવે તો સારું ! આનંદીબેન પટેલ યોગ્ય છે કે અયોગ્ય એ ચુકાદો આપી દેવા માટે હજી ઘણું વહેલું કહેવાશે, પણ અટેલું ચોક્કસ કહી શકાય કે પાર્ટીના ફોલ્ડરિયાઓની સરકારી વહીવટમાં દખલબાજી નરેન્દ્ર મોદીએ લગભગ નાબુદ કરી દીધી હતી એ સડો ધીમે ધીમે માથું ઊંચકી રહ્યો છે અને જો યોગ્ય સમયમાં એ બાજુ ધ્યાન દેવામાં નહીં આવે તો ગેંગ્રીન થઈ જવાની પૂરી સંભાવના રહેલી છે !

ચેકમેટ :

‘‘આ સુશીલકુમાર શીંદે.....

મહારાષ્ટ્ર કોગ્રેસનું ‘‘સ્પેર વ્હીલ’’ લાગે છે !!!’’

- ફેસબુક મિત્ર દિપક ભટ્ટ

મોબાઈલ મેનર્સ

દિપક ભટ્ટ

મોબાઈલ મેનર્સ

થોડા સમય પહેલાં મારા એક મિત્રને નોકરીની જરૂરિયાત હોઈ અલગ અલગ કંપનીઓમાં પોતાના બાયોડેટા મોકલાવેલા હતા અને તે સમગાળા દરમિયાન તેમને એક કંપનીમાંથી ઈન્ટરવ્યુ કોલ આવેલો હતો પરંતુ મારો એ મિત્ર પોતાના મિત્રો સાથે બિનજરૂરી વાતો કરવામાં એટલો મશગુલ બની ગયો હતો કે તેમણે મોબાઈલ ફોનમાં મિસ કોલ પણ જોવાની તસ્દી ન લીધી. આ બાબતનું ગંભીર પરિણામ એ આવ્યું કે, આજે તે ફરીથી નોકરીની શોધમાં છે.

આજના સ્માર્ટ ટેલીકોમ્યુનિકેશનના યુગમાં મોબાઈલ શિષ્ટાચારને આપણે મોટેભાગે ધ્યાનમાં લેતા હોતા નથી. આને પરિણામે ઘણી વખત આપણે આપણાં ગ્રાહકો, વેન્ડર, ફેમીલી તેમજ મિત્રોમાં નારાજગી જોવા મળતી હોય છે. મોબાઈલ શિષ્ટાચાર આજે ખુબ જ જરૂરી બની ગયું છે. આપ મીટીંગમાં હોય, કોઈ જોડે વાત કરતાં હોય કે પછી રેસ્ટોરેન્ટમાં બેઠા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો તે બાબતને ખાસ ગંભીરતાથી સમજવી જોઈએ. કોમ્યુનિકેશનમાં હંમેશા સામેની વ્યક્તિને રિસ્પોન્સ મળે તે ખુબ જ જરૂરી બનતું હોય છે.

મોબાઈલ શિષ્ટાચાર વિશે જો આપણે સમજીએ તો,

૧) ફોનનો પ્રત્યુત્તર આપવો : ફોન કોલને માત્ર ત્રણ રીંગમાં જ ઉપાડી લેવો જોઈએ. જ્યારે પણ ફોન કોલ આવે કે ત્રણ રીંગમાં જ તેને ઉઠાવીને પ્રત્યુત્તર આપવો જોઈએ. વધારે સમય રાહ જોવાથી લોકોને કંટાળો આવે છે. જો આપ કોઈ મીટીંગમાં હોય તો તુરંત જ ફોનને કટ કરીને તેમને મેસેજ દ્વારા આપ મીટીંગમાં વ્યસ્ત છો તે અંગે જાણકારી આપવી જોઈએ. ફોન ઉપર વાતચીત શરુ કરો તે પહેલા ગુડ મોર્નિંગ અથવા કે છો જેવા શબ્દોથી શરૂઆત કરવી જોઈએ. કોઈ પણ વાતચીતની શરૂઆત હકારાત્મક શબ્દોથી થવી જોઈએ. વાતચીત કરતી વખતે હંમેશા તમારી પાસે પેન અને એક ડાયરી રાખો જેથી બીજાનો અગત્યનો મેસેજ લખતા તમને આસાની રહે.

૨) વાતચીત કરવાની કળા : જ્યારે પણ મોબાઈલ ઉપર વાત કરો ત્યારે તમારો અવાજ એકદમ શાંત હોવો જોઈએ. હંમેશા ધ્યાનમાં રાખો કે, લોકો તમારી વાતનો પ્રત્યુત્તર તમારો અવાજ સાંભળીને આપશે. એક વાતચીત ચાલુ હોય ત્યારે બીજી વાતચીતને અટકાવવા માટે હોલ્ડ બટનનો ઉપયોગ કરવો જોઈએ. હંમેશા ટુ ધ પોઈન્ટ વાતચીત કરવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી બંને વ્યક્તિનો સમયનો બચાવ થઈ શકે. જ્યારે વાતચીત કરતા હોય ત્યારે મુખ્ય મુદ્દાને જ ધ્યાનમાં રાખવો જોઈએ.

૩) ફોન કરતી વખતે : કોઈપણ વ્યક્તિને ફોન કોલ કરતી વખતે તમારો વાતચીતનો એજેન્ડા સ્પષ્ટ રાખવો જરૂરી છે. જે વાતચીત કરો તે સ્પષ્ટ હોવી જોઈએ. જે વ્યક્તિને ફોન કરવાનો હોય તે વ્યક્તિનું નામ, નંબર, તેમની કંપની અને હોદ્દો ખાસ યાદ રાખવું જોઈએ અથવા તમારી ડાયરીમાં નોંધી લેવું જોઈએ. ઘણી વખત બીજા કામમાં વ્યસ્ત હોવાને પરિણામે આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે આપણે કોને ફોન કર્યો છે. જો તમે ભૂલમાં કોઈ વ્યક્તિને ફોન કરેલો હોય તો તેમને માનપૂર્વક સોરી કહેવું જોઈએ.

કૌતુક કથા

હર્ષ કે. પંડ્યા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠહરટ્ઠિ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કૌતુક કથા

ઈત્તેફાક - યું હોતા તો ક્યા હોતા ?

જરા વિચારો કે આપણે જે કંઈ પણ જોઈએ-અનુભવીએ-સાંભળીએ ે- સમજીએ છીએ એ શું ૧૦૦ ટકા એ દેખાવા-સંભળાવવા માટે જ બનતું હોય છે ? કે પછી એ થવા પાછળ સેંકડો ઈત્તેફાક બોલે તો કો-ઈન્સીડેન્સ જવાબદાર હોય છે ? ન સમજાયું ? ચાલો થોડા ઉદાહરણોથી સમજીએ.

એક યહુદી છોકરો ત્રણ-ચાર વર્ષ સુધી બોલતા શીખતો નથી, ટીચર્સની ખીજ સહન કરે છે, પેટન્ટ ઓફિસમાં મામુલી ક્લાર્ક બને છે અને આગળ જતા એ આલ્બર્ટ આઈન્સ્ટાઈન બને છે. પણ ધારો કે બોલતા શીખી ગયો હોત અને ટીચર્સની ખીજનો ભોગ ન બન્યો હોત તો કદાચ એ સારું એજ્યુકેશન વહેલી ઉંમરે મેળવી શક્યો હોત. તો કદાચ એણે પેટન્ટ ઓફીસમાં જોબ કરવી ન પડત અને તો એણે સાપેક્ષવાદ ન શોધ્યો હોત. હવે સમજાયું ? લાઈફ ઘણાબધા ઈત્તેફાકના આધારે તમને ઘડતી જતી હોય છે. સૌથી પહેલા તો ઈત્તેફાકન અબજો વર્ષો પહેલા જો પૃથ્વીમાંથી ચંદ્ર છુટો પડીને અદ્યારે છે એટલા અંતરે ન ગોઠવાયો હોત તો પૃથ્વીને એના ગુરુત્વાકર્ષણને લીધે ૨૩.૫ ડીગ્રીની ધરી પર ન ફરવું પડતું હોત. અને એને લીધે ઋતુચક્ર ન બંધાયા હોત. એને લીધે આખી જીવસૃષ્ટિ ન સર્જાઈ હોત અને એને લીધે આપણે મધર અર્થ આવી જીવવાલાયક બની ન હોત. ઈત્તેફાકન ૩૦૦ મિલિયન સ્પર્મમાંથી માત્ર એક જ સ્પર્મ એગ પર ચોંટે છે અને પછી ઈત્તેફાકન જેને છોકરી જોઈતી હોય એને ત્યાં દીકરાનો જન્મ થાય છે.

ઈત્તેફાકન હિટલરે ચિત્રકાર બનવું પસંદ કર્યું અને એ મ્યુનિક આવ્યો. ઈત્તેફાકન ઈંગ્લેન્ડનો પ્રથમ વિશ્વયુધ્ધમાં ડૂબેલી જર્મન સ્ટીમરમાં કોડબુક મળે છે અને જર્મનીના બધા કોડ્‌સ જાણે કે પર્દાફાશ થઈ જાય છે. ઇત્તેફાકન હિટલર એનિગ્મા મશીન ચોરાઈને ઈંગ્લેન્ડની ડી-સાયફર ટીમ પાસે પહોંચે છે અને જર્મની બીજા વિશ્વયુધ્ધમાં ય ભૂંડે હાલે હારે છે. ઈત્તેફાકન હિટલર ઈંગ્લેન્ડને ચારે બાજુથી દબોચવાને બદલે તોપોના નાળચા રશિયા તરફ ફેરવે છે અને એ નિર્ણય એ નિર્ણય એને અકલ્પનીય રીતે ભારે પડે છે. એવી જ ભૂલ જાપાન પર્લ હાર્બર પર હુમલો કરીને દોહરાવે છે, જે એને દસ વર્ષ સુધી બેઠું ન થઈ શકે એવું કરી મુકે છે. અને એટલે જ ત્યાં સુધી બીજા વિશ્વયુધ્ધમાં તટસ્થ રહેલું અમેરિકા એમાં ઝુકાવે છે અને મહાસત્તા બને છે.

ઈત્તેફાકન સિકંદર જગત જીતતા જીતતા પંજાબના કાંઠે આવી પહોંચે છે અને ભયાનક ગરમી એનું અને એની સેનાનું મનોબળ તોડી નાખે છે. એ જ સિકંદરના એક સેનાપતિની દીકરી પોરસ સાથે લગ્ન કરે છે જેના વંશજો આજે પણ ગ્રીક પ્રજાના લક્ષણો ધરાવે છે અને ગુજરાતમાં વસવાટ કરે છે. ઈત્તેફાકન વાસ્કો-ડી-ગામાને અમીચંદનો ભેટો થઈ જાય છે અને ઈવન કોલમ્બસ ન શોધી શક્યો એ ભારતીય ઉપખંડ પોર્ટુગીઝના હાથે શોધાય છે અને ભારતની માઠી દશા બેસે છે. ઈત્તેફાકન ચૌદમી સદીમાં નાદિર શાહ ભારત પર હુમલો કરીને મયુરાસન લઈ જાય છે અને પછી એ મયુરાસન થ્રોન ઑફ પીકોક તરીકે જાણીતું બને છે અને જે ઈંગ્લેન્ડમાં હોવાની વાતો આપણ સહુ જાણીએ છીએ એ જ મયુરાસન તુર્કીના કલ્ચરલ પાટનગર એવા ઈસ્તાંબુલમાં નેશનલ ટ્રેઝર તરીકે આ પાપીની આંખે ચડે છે. ઈત્તેફાકન હુમાયુંના દીકરા તરીકે અહિયા જ જન્મેલો અકબર બહુ નાની ઉંમરમાં ભારતનો શહેનશાહ બને છે અને સેક્યુલારિઝમના પાયા નાંખે છે. ઈત્તેફાકન જ્યોર્જ લુકાસને એમ.જી.એમ સ્ટુડીઓ ભાવ આપતું નથી અને એ પોતે પોતાના નવાસવા સ્ટુડીઓમાં શુટ થયેલી અને બહુ સ્પેશિયલ ઈફેક્ટ ન નાંખી હોય એવી એક મહાગાથા ફિલ્મના થોડા શોટ્‌સ એના મિત્ર સ્ટીવનને બતાવે છે અને સ્ટીવન આ ગાથાનું ભવિષ્ય બહુ ઉજળું ભાખે છે. સમયનું પૈડું એવું યુ-ટર્ન લે છે કે હોલીવુડનો સૌથી ગંજાવર એમ.જી.એમ. સ્ટુડીઓ લુકાસ ખરીદી લે છે અને પોતાના મિત્ર સ્ટીવનની દરેક ફિલ્મમાં પોતાના નવાસવા સ્યુટીઓમાં સ્પેશિયલ ઈફેક્ટસ બનાવી આપે છે અને એ સ્ટુડીઓ પ્રાઈમ ફોક્સ ના નામે વિખ્યા બને છે.

હવે વિચારો. ઉપર જણાવ્યા એ બધા ઈત્તેફાક જો ન બન્યા હોત તો શું આજે સમયે આ રીતે ટર્ન લીધો હોત ? આજે ન બન્યું હોત તો શું થાત એની લાઈનને એની લાઈનને આપણે આગળ પકડી જતા જઈએ તો એક નવા જ કોન્સેપ્ટ તરફ જવાની બારી ખુલે. એનું નામ ઓલ્ટરનેટ હિસ્ટ્રી. જે બન્યું એવું ન બન્યું હોત તો ? તો ભૂતકાળે અને એને લીધે ભવિષ્યકાળે જરા જુદી ચાલ પકડી હોત અને ભવિષ્ય જુદી રીતે ઘડાયું હોત.

પાપીની કાગવાણી :

યે દેખ ગગન મુજમેં લય હૈ, યે દેખ પવન મુજમેં લય હૈ,

મુજમેં વિલીન ઝંકાર સકલ, મુજમેં વિલીન સંસાર સકલ,

સબ જન્મ મુજી સે પાતે હૈ, ફિર લૌટ મુજીમેં આતે હૈ...

-રામધારી સિંહ ‘દિનકર’

બોલીવુડ બઝ !

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

બોલીવુડ બઝ

બોલીવુડમાં બારીશ

બોલીવુડ અને બારીશ એટલે પેલાં સીયામીઝ બાળકો જેવું કાયમ એકબીજાં સાથે જોડાયેલા જ જોવાં મળે. સ્ક્રીપ્ટમાં જરૂર હોય કે ન હોય બારીશ એટલે કે વરસાદ આવે આવે ને આવે જ હઓ !! વાર્તામાં ગમે તે સીઝન હોય પણ નિર્દેશક અથવાતો રોકાયેલા પૈસા પાછાં કઢાવવા માટે અધીરો થયેલો પ્રોડ્યુસર વરસાદ ઘુસાડે...ઘુસાડે અને ઘુસાડે જ. છેવટે કઈ નહી તો વરસાદમાં પલળતું એકાદું ગીત તો મૂકી જ દે.

શરૂઆતમાં આવું ઓછું હતું હોં, પણ અમારી નકામી રીસર્ચ ટીમે એવું તારણ કાઢ્યું છે કે જ્યારથી રાજ કપૂર અને નરગીસે ‘‘પ્યાર હુઆ ઈકરાર હુઆ હૈ’’ ગીત વરસાદમાં ગાયું ત્યારથી જ બોલીવુડ અને બારીશ બન્નેની વાટ લાગી ગઈ છે. એ દિવસ અને આજની ઘડી સુધી પ્રેમો તો અમારાં બોલીવુડમાં વરસાદ હોય તોજ થાય અને જો વરસાદ હોય તોજ પ્રેમો થાય. ટૂંકમાં હીરો અને હિરોઈનને પ્રેમમાં પાડવા હોય તો અમે ભલેને આગલાં જ સીનમાં ધોમધખતો તડકો બતાડ્યો હોય તોય અમે રુમઝુમ કરતો વરસાદ લાબ્બાના જ પછી તમારાંથી થાય એ ભડાકા કરી લેવાં. ‘રાજ-નરગીસ’ પછી થોડાં વર્ષો પછી બીજી પથારી ફેરવી (લીટરરી) તે જમાનામાં નવોસવો આવેલો આવેલો રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરે પેલું, ‘‘રૂપ તેરા મસ્તાના... પ્યાર મેરા દિવાના’’ ગીત ગઈ ને કારણ કે અમે પ્રેમ પછીનું બીજું સ્ટેપ એટલે કે સેક્સને પણ પ્રાધાન્ય આપવા માંગતાં હતાં. ભારતની વધતી જતી વસ્તી ગઈ તેલ લેવાં પણ આવી સિચ્યુએશન ગમે તેમ ઉભી કરવી અને હીરો હિરોઈનને ભીંજેલા બતાવવાનાં... કટ ટુ... પછીનાં સીનમાં હિરોઈનને એક ડાયલોગ આપી દેવાનો... ‘‘મૈ તુમ્હારે બચ્ચે કી માં બનને વાલી હું’’!! હવે જો પેલો જો પ્રાણ કે પ્રેમ ચોપરા જેવો હાલીમવાલી હશે તો એને ખંધુ હસવાનું અને આ પોતાનું રોકાણ નથી એવું એની પાસે કહેવડાવવાનું અથવા તો ‘‘યે બચ્ચા ગીરા દો’’ અવો હાથવગો ડાયલોગ પોતાનું તો એલોકો રમતા રમતા બોલી નાખશે આપણે નાહકની ચિંતાઓ નહી કરવાની અને આવે વખતે ભૂલ્યા વગર બેકગ્રાઉન્ડમાં વીજળીના તડાકા ભડાકા પણ કરાવવાનાં. હા જો પેલો રાજેશ ખન્ના કે નવીન નિશ્ચલ જેવો ડાહ્યોડમરો છોકરો હશે તો ‘‘તુ બે મિનીટ ઉભી રે આપણે નજીકમાં જ કોઈ મંદિર શોધીને લગ્ન કરી લઈએ તો ? પણ હમણાં બે-ત્રણ દિવસ તું કોઈને કે’તી નહીં હોં ?’’ એવું વચન લઈ લે. વળી આ વખતે પણ પાછો વરસાદ પડે હોં કે ? અને પછીનાં સીનમાં વગર વરસાદે, પેલો વચનબધ્ધ હીરો ‘‘અબ ઈસ દુનિયામે નહી રહે’’ એવુ સ્થાપિત કરીને હિરોઈનને દુઃખી કરીને એનાં આંસુઓ થી કમેરા પેન કરીને બારીની બાર પડતાં વરસાદ પર લઈ જવાનો !

આપણે ત્યાં મનમોહન દેસાઈ ‘ખોવાયેલા મળ્યાં’ની એક અદભુત ફોર્મ્યુલા લઈ આવ્યાં હતાં, જો કે એમને આ શોધ ને કારણે તેઓશ્રી લાયક હોવા છતાં ભારત રત્ન નહોતો મળ્યો પછી ઘણાં બધાએ આ ફોર્મ્યુલા કોપી કરી અને જ્યારે આખું ફેમીલી છુટું પડી રહ્યું હોય ત્યારે કે પછી ફિલ્મની ડાઈંગ મોમેન્ટ્‌સમાં જ્યારે બધાં ભેગાં મળી રહ્યાં હોય ત્યારે વરસાદ તો પાડી જ દેવાનો બોસ્સ !! જો બે ભાઈઓ કે પિતા-પુત્ર એમનાં બાવડાં કે છાતી પર કોઈ સ્પેશીયલ ટ્રેડમાર્ક જોવે ને કન્ફર્મ કરે કે ‘‘તો તું તો મેરા ભાઈ હૈ !’’ (કે પછી બેટા હૈ) ત્યારે તો આમ જોરદાર વીજળીનાં ચમકારા દેખાડવા જ પડે તો જ ઈફેક્ટ આવે અને તો જ દર્શકમિત્રો નક્કી કરી શકે કે હા લ્યા આલોકો તો સગાં નીકળ્યાં. ભલેને એમને હવે ખબર પી હોય ને આપણને પહેલેથી જ હતી તોય ?

બોલીવુડનું એક બહુ સારું હોં કે ? આપણે કાયમ ‘સત્યમેવ જયતે’નો સંદેશ જ આપીએ છીએ. એટલે જ્યારે સત્યનો વિજય થતો દેખાડાતો હોય ત્યારે પણ એ સીનમાં મસાલો નાખવા માટે પણ વરસાદની ખુબ જરૂર હોય છે. હીરો આમ ધોવાઈ ને ઉંધેકાંધ થઈ ગયો હોય પણ અચાનક વીજળીના ચમકારા થાય અને ‘‘પલ્સ પોલીયો કી બસ દો બુંદે’’ની જેમ વરસાદની પણ દો બુંદ હીરોનાં મોઢા પર પડે અને પેલો જાણે કે અચાનક ગ્લુકોઝનો બાટલો ચડાવીને આવ્યો હોય એમ ઉભો થઈ જાય અને પેલા વિલનીયાની એવી તો ખબર લઈ નાખે કે પેલો વરસતા વરસાદમાંય મરવા પડે. જે વરસાદ નાં બે ટીપા હીરોને જીવાડે એ વિલનને ભરપુર વરસાદમાં પણ કોઈ ટોનિક કેવી રીતે ન આપે એની પાછળ ફક્ત ને ફક્ત એક જ કારણ છે... એનાં ખરાબ કર્મો જે એણે અઢી કલાક સુધી કરેલાં અને એટલે જ હવે એને એ નડી રહ્યાં છે, બીજું શું હેં ?

જેનાં પર ખુબ પ્રેમ હોય એની જ મસ્તી થાય ને ? અને એટલે જ બોલીવુડની આજે આપણે ખુબ ખેંચી છે. પણ એક બાત પથ્થર કી લકીર હૈ કે વી લવ બૌલીવુડ હેં ને ?

ઝીંદગી ઓન ધ રોક્સ

ભુમિકા કેયુર શાહ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરેદ્બૈાટ્ઠજરટ્ઠર૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

આ ચોમાસે આભ વરસશે કે તમે ?

વહેલી સવારે મેસેજની બીપ વાગી અને તમે બાવરા થઈને મોબાઈલ હાથમાં લીધો. તમારી લાડલી ટીનએજ દીકરી સિવાય આટલી વહેલી સવારે તમને કોણ યાદ કરે એ વિચારે તમે હસી પડ્યા. અને દીકરીના આગ્રહવશ થઈને સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરેલી મેસેજિંગ એપ્લીકેશનમાં એના શબ્દો વાંચી બેકગ્રાઉન્ડમાં એનો મીઠડો ચહેરો અને તોફાની અવાજ કલ્પી રહ્યા....

‘‘મોમ, આઈ હેવ અ હોમવર્ક ફોર યુ. ઈટ્‌સ પેરેન્ટ્‌સ વિકએન્ડ ધીસ ટાઈમ. એટલે વિકેન્ડ પર પેરન્ટ્‌સને સોંપેલા ક્રિએટીવ હોમવર્ક ચેક થશે. જેમના પેરેન્ટ્‌સ બીજી કન્ટ્રીમાં છે એમને લખવાના એસાઈનમેન્ટ આપ્યા છે. યુ હેવ ટુ રાઈટ અબાઉટ ‘‘રેઈનીંગ એન્ડ બોલીવડ’’ એટલે કે વરસાદ અને બોલીવુડ’’. ડુ વન થિંગ, તારી રેઈન સાથેની બધી ફિલ્મી મેમરીઝ મને લખીને મોકલ. હું એને ફોરમેટ કરીને કમ્પાઈલ કરી દઈશ. અને હા, ડોન્ટ વરી અબાઉટ લેન્ગવેજ. હું ટ્રાન્સલેટ કરી દઈશ. લવ યુ મોમ ! મુઆહ.’’

દીકરીના ટૂંકા શબ્દો પણ તમને અઢળક વ્હાલ અને હુંફ આપી ગયા અને તમે ધીમે ધીમે ટાઈપ કરીને રીપ્લાય કર્યો - ‘‘ઓકે પ્રિન્સેસ. કાલ સવાર સુધીમાં મેઈલ કરી દઈશ. બાય ધ વે, આઈ ફિલ તારી ફોરેનની યુનિવર્સિટીના નખરા પણ ઈમ્પોર્ટેડ છે ! ચાલ, કાલે સ્કાઈપ કોલ કરીશ, હમણાં ઈમ્પોર્ટેડ હોમવર્ક શરુ કરું.’’

અને તમે આદુ-ફુદીનાવાળી ચાની સાથે બાલ્કનીમાં ગોઠડી માંડી. તમે વિચારી રહ્યા કે વરસાદ પડે છે અને પોતાની પ્રોક્સીમાં ઠંડા અને તોફાની એવા મિસ્ટર સમીર એટલે કે પવનને મોકલે છે. અને આવા દિલથી જીવવાની મોસમને વળી શબ્દોમાં કે હોમવર્કના પેજિસમાં કેમ કરીને કેદ કરાય ?

વરસાદી હોમવર્કના ખયાલોમાં ભીંજાયેલા તમે અનાયાસે જ જવાબદારીઓ અને રૂટીનમાં લાંબા સમયથી વિસરાઈ ગયેલા દિલોજાન ખાસમખાસ મિત્રોના વટ્‌સએપ ગ્રુપમાં મેસેજ કરો છો. ‘‘ચોમાસું, વરસાદ અને પલળવાનું એટલે...? રેઈની સીઝનની ડેફીનેશન આપવી હોય તો તમને કયું સોંગ, સીન, બોલીવુડ મુવી યાદ આવે ?’’

અને કાયમ બીઝી રહેતા તમારા બેસ્ટ બડીઝ તમારો તોફાની મેસેજ વાંચીને ફુલ મૂડમાં આવી ગયા.

પહેલો રીપ્લાય તમારા બાળપણથી ખાસ મિત્ર અને સ્વભાવે સર્ટિફાઈડ રોમીઓનો આવ્યો. ભીની માટીની સુગંધ આવતા અંદર સુધી અનુભવાય એવો હુંફાળો જવાબ - ‘‘વરસાદમાં ભીંજાવું એટલે રેઈનકોટ અને છત્રીની રુક્ષ ફોર્માલીટી ફગાવીને, પરિસ્થિતિ, ઉમર, જવાબદારી, સમાજના ટોપલા થોડી વાર દુર ફેંકીને, ટીપે ટીપે ઓગળતા ઓળઘોળ થતા મેઘ સાથે રુએ-રુએ તરસીને અને ધોધમાર વરસીને કરવાનો રોમાન્સ. કુછ કુછ હોતા હૈ મુવીમાં મુશળધાર વરસાદમાં જેમ વર્ષો જુના પ્રેમને ફરીથી જીવી રહેલા શાહરૂખ અને કાજોલ એકબીજાને શરીરથી આત્મા સુધી તૃપ્ત કરતી કિસ કરે છે કૈક એવું.’’

‘‘પહેલા વરસાદમાં મન મુકીને પલળવું એટલે...’’ હાયે એસા સમા ફિર હોગા કહાં. જી લુ મેં ઈસે ખુલ કે... સાવન મેં ઝરા ધુલ કે... ભાગે રે મન કહી, આકે રે મન... ચલા જાને કિધર જાનું નાં... બહેકા હે મન કહી... કહા જાનતે નહિ... કોઈ રોક લે યહી...’’ - ગાતા ગાતા નફ્ફટ અને અલ્લડ બની, દિલ અને ડીલથી ભીંજાઈને, ચમેલીની કરીના કપૂરની જેમ લાલ સાડીથી લાલ લીપસ્ટીક સુધી બધુય તરબતર અનુભવવું અને વરસાદના ટીપે ટીપે વહી જવું...’’ - મિસ. બોલીવુડનો સીઝલીંગ જવાબ સાથે ગ્રુપમાં જુદા જુદા કલરના હાર્ટના સ્માઈલ્સનો જાણે વરસાદ થઈ ગયો.

અન ગ્રુપના સ્કોલર અને સૌથી બીઝી એવા મિસ્ટર પરફેક્ટનો જવાબ વોઈસ મેસેજથી આવ્યો. તમે સૌએ ઉત્સાહ અને ઉત્કંઠાએ વોઈસ મેસેજને ડાઉનલોડ કર્યો જે કહી રહ્યો - ‘‘આઈ ફિલ, ચમેલીની કરીના ભલે વરસાદમાં પીગળતી જતી હોય એવી સેક્સી લાગે જ છે. પણ ‘‘પ્યાર હુઆ ઈકરાર હુઆ હે, પ્યાર સે ફિર ક્યું ડરતા હે દિલ...’’ ગાતા અને એક છત્રી શેર કરતા રાજકપૂર અને નરગીસના નિર્દોષ છતાં દિલમાં ઉતરી જતા વરસાદી રોમાંસની તોલે નાં જ આવે ! હું જેટલું સમઝું છું એમ ચોમાસું એટલે વર્ષની ગરમી, અકળામણ, ઉકળાટ, રુક્ષતા અને ફરિયાદોને વરસાદમાં વહાવીને પ્રિયજન સાથે એક છત્રી અર્થાત દિલી આત્મીયતા શેર કરી થોડું પલળવાની (પ્રેમ કરવાની) અને થોડું કોરા રહેવાની (સાથે અને પાસે રહીને રાહ જોવાની) મઝા...’’

અને જાણે વર્ષો પછી ચાની કીટલીએ બધા ભેગા થયા હોય એમ વોટ્‌સએપના ગ્રુપમાં મેસેજીસ થકી, સૌ દિલ ખોલીને ખીલી રહ્યા...

અને આવ્યો એક સૌથી તોફાની જવાબ - ‘‘ગાયઝ, આ ફિલ ચોમાસું એટલે મોરની જેમ પાર્ટનરને રીઝવવાની મોસમ. ‘‘રીમઝીમ ગીરે સાવન સુલગ સુલગ જાયે મન... ભીગી આજ ઈસ મોસમ મેં લગી કેસી યે અગન...’’ ગાતા અમિતાભ અને મૌસમીની તડપ એટલે ચોમાસું. ઋત્વિક રોશનને ભુલાવી દે એટલી હોટનેસ સાથે રાકેશ રોશન જ્યારે ગાય કે ‘‘જલતા હે જીયા મેરા ભીગી ભીગી રાતો મેં, આજા ગોરી ચોરી ચોરી અબ તો રહા ના જાયે રે...’’ ત્યારે રીના રોયની જગ્યાએ આપણને પણ કુછ કુછ થવા લાગે. અને હા, શર્મિલા ટાગોરની સુપર સીઝલીંગ અદાઓ સાથેનું ચુપકે ચુપકેનું સોંગ કેમ ભૂલાય ‘‘અબકે સાવનમેં, આગ લેગેગી બદન મેં...’’ ! અને સાચું કહેજો અમિતાભ અને સ્મિતા પાટીલના નમક હરામના મુવીના સોંગ ‘‘આજ રપટ જાયે તો હમે ના ઉઠૈયો...’’ને જોઈ કે સાંભળીને વરસાદ વગર પણ લપસી પડાય નહિ ? મારા માટે તો વરસાદ એટલે લપસવું પ્રેમમાં-લસ્ટમાં-લાગણીઓમાં-માંગણીઓમાં-સપનાઓમાં-હકીકતોમાં...’’

અને છેલ્લે તમે ટાઈપ કરી રહ્યા તમારો જવાબ... ‘‘મારા માટે તો વરસાદ એટલે ‘‘રીમઝીમ રીમઝીમ રુમઝુમ રુમઝુમ ભીગી ભીગી ઋતમેં તુમ હમ હમ તુમ...’’ - ગાતા અનીલ કપૂરની દીવાનગી... ‘‘એક લડકી ભીગી ભાગી સી સોતી રાતો મેં જાગી સી, મિલિ એક અજનબી સે કોઈ આગે ના પીછે તુમ હી કહો કોઈ બાત હૈ.’’ - ગાતા કિશોર કુમારની અલ્લડતા અને તોફાન, ‘‘ના જાને કહાં સે આઈ હૈ ના જાને કહાં કો જાયેગી, દિવાના કિસે બનાયેગી યે લડકી’’ - ના નોટોરીયસ તાલે ટ્રાન્સપરન્ટ રેઈનકોટ પહેલીને મદહોશ કરતી શ્રીદેવીની ચાલબાઝી, ‘‘ભીગી ભીગી રાતોમેં ફિર તુમ આઓના, એસી બરસાતોમેં આઓના...’’ ના શબ્દે શબ્દે મૂડ બનાવી દે તો અદનાન સમીનો ઘૂંટાયેલો અવાજ... ‘‘સાવન બરસે તરસે દિલ, ક્યું ના નિકલે ઘર સે દિલ... બરખા મેં ભી દિલ પ્યાસા હૈ, યે પ્યાર નહિં તો ક્યા હૈ...’’ કહીને સોનાલી બેન્દ્રે માટે પ્રેમમાં અને વરસાદમાં પલળતા અક્ષય ખન્નાનો ઈન્તેઝાર, ‘‘કાટે નહિ કટતે યે દિન યે રાત કહેની થી તુમસે જો દિલકી બાત... લો આજ મેં કહેતી હું...’’ કહીને વરસાદમાં ઓગળીને પ્રેમનો એકરાર કરતા અનીલ કપૂર અને શ્રીદેવી. ઈન શોર્ટ વરસદા એટલે પલાળવામાં પ્રેમ, ઓગળવાનું તોફાન, તરસાવવાનું અને વરસાવવાનું પેશન.’’

અને વરસાદની રાહમાં, આજે તમને મિત્રો સાથે હવે ક્યારેય માણવા નહિ મળે એવી મોંઘેરી વરસાદની યાદગાર સાંજ મળી. ગમતા રેઈની સોન્ગ્સ માણતા-વખાણતા, એ પણ કોલેજ ટાઈમના અડ્ડા જેવી ચાની કીટલીએ...

‘‘મેરા મન તરસા રે પાની ક્યું બરસા રે તુને કિસકો યાદ કિયા...’’ -સાચું કહેજો, આ વાંચીને ભીંજાયેલી એક સાંજ, ધોધમાર વરસાદ સાથે તમે કોને યાદ કર્યા ?

ફૂડ સફારી

આકાંક્ષા દેસાઈ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

મેક્સિકોની સફરે : ભાગ-૨

આપણે ગયા ભાગમાં મેક્સિકોની ખાનપાનની આદતો વિષે વાત કરી, તો આ ભાગમાં મેક્સિકન ફૂડમાં વાપરતા વિવિધ મસાલાઓ અંગે વાત કરીશું, જે કોઈપણ મેક્સિકન વાનગી માટે અત્યંત જરૂરી વસ્તુ છે.

મેસ્કિકન વાનગીઓ જે-તે વાનગીની વિશાળ વિવિધતા અને આકર્ષક રંગોને કારણે દુનિયાભરમાં આજે અત્યંત જાણીતી બની ગઈ છે. પરંતુ દુનિયાના અનેક દેશોનાં ક્વિઝીનની જેમ મેક્સિકન ફૂડ પણ ફક્ત એક પ્રકારનું નથી. મેક્સીકોભરમાં તમને એની અનેક અલગ અલગ વેરાઈટીઝ જોવા મળશે, પરંતુ આ બધા જ પ્રકારમાં તમને સ્પેનીશ ફૂડનો એક અનોખો પ્રભાવ જોવા મળશે. જેવી રીતે ભારતમાં પોર્ટુગીઝ લોકોના આવવાથી બટાકા અને ટામેટાનું આગમન થયું, તેવી જ રીતે મેક્સિકોમાં ચીઝ, ક્રીમ, બ્રેડ વગેરેનું આગમન સ્પેનીશ પ્રજાના આવવાથી થયું. આ સિવાય ફ્રેંચ, મય પ્રજા અને એઝટેક પ્રજા એ પણ આધુનિક મેક્સિકન ક્વિઝીનની બનાવટમાં મહત્ત્વો ફાળો આપ્યો છે. આમ, આજે આપણે જેને ટ્રેડીશનલ મેક્સિકન ફૂડ તરીકે ઓળખીએ છીએ એ મય, એઝટેક, ફ્રેંચ અને સ્પેનીશ સંસ્કૃતિનાં સુંદર મિશ્રણને આભારી છે. આમ ચાર-ચાર સંસ્કૃતિઓનું મિશ્રણ હોવા છતાં પણ અમુક મહત્ત્વના મસાલા એવા છે જેના મૂળિયાં મેક્સિકોનાં જ છે. ચીલે (અથવા ચીલી), વેનીલા અને કોકો જેવા મૂળ મેક્સિકન મસાલાઓની માંગ દેશભરમાં વધતા આજે દુનિયાભરમાં એની ખેતી થાય છે. (આ બાબતે આપણે ફિરંગીઓનો આભાર માનવો જોઈએ, કે એ લોકો ભારતમાં મરચાં અને ચોકલેટ લાવ્યા !)

મોટેભાગે જાત જાતના સીઝનીંગમાં વપરાતો ચીલે પાવડર એ ડ્રાય ઓરીગાનો, જીરું અને મેક્સિકન મરચાંને ભેળવીને બનાવેલો પાવડર છે. મેક્સિકન ચીલી એટલે કે મેક્સિકન મરચાં, મેક્સિકન ફૂડનું એક અભિન્ન અંગ છે. મેક્સિકોમાં અનેક પ્રકારના મરચાં થાય છે, જેમનો ઉપયોગ અલગ અલગ વાનગીઓમાં કરવામાં આવે છે. જેમાં સૌથી વધુ વપરાશ એન્ચો ચીલીનો થાય છે, જે પોબ્લાનો જાતના મરચાને સૂકવીને બનાવવામાં આવે છે. જ્યારે ચીપોત્લે ચીલી, જે એક અન્ય મરચાની જાત છે એ એની તીખાશ માટે જાણીતી છે, આ મરચાને હલાપીનીઓ મરચાને સૂકવીને બનાવવામાં આવે છે. આ ઉપરાંત મેક્સિકન લોકો હાબાનેરો - જે દુનિયાના સૌથી તીખા મરચાંમાંનું એક છે, દ અરબોલ અને પાસીલા મરચાંનો ઉપયોગ પણ કરે છે. આ સિવાય મેક્સિકોમાં વપરાતા અન્ય મહત્ત્વના મસાલાઓમાં ધાણા અથવા એનો પાઉડર, ઓરેગાનો મુખ્યત્વે મેક્સિકન ઓરેગાનો કે જેનો સ્વાદ વધારે તાજો હોય છે અને જીરૂનો મહત્તમ ઉપયોગ થાય છે. આ સિવાય તેઓ લવિંગ, વરીયાળી, તાજ અને વેનીલાનો પણ ઉપયોગ ક્યારેક થતો હોય છે. કોકોને ઉપયોગ હોટ ચોકલેટ, કે જે મેક્સિકોનું એક મહત્ત્વનું પીણું છે, બનાવવામાં થાય છે અને તેમાંથી વિવિધ મોલ (ર્સ્ઙ્મી) એટલે કે ડીશની ગ્રેવી બનાવવામાં થાય છે.

મેક્સિકન સ્વીટ્‌સ

•એમ્પેનાડાસ : આ એક સ્પેનીશ મૂળની વાનગી છે, આમાં પેસ્ટ્રી શીટમાં ફળ કે સૂકા મેવાનું પૂરણ ભરીને એને તળવામાં આવે છે.

•ફાલન દે લેશે : ક્રેમ કેરેમલ અથવા ફાલન દે લેશે તરીકે ઓળખાતી આ વાનગી એક કસ્ટર્ડ આધારિત વાનગી છે જેમાં કેરેમેલનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

•ચુરોસ : ચુરોસ અથવા ચૂરો એક તળેલી વાનગી છે, અને સ્પેનીશ ડોનટ પણ કહેવાય છે. તેને સામાન્ય રીતે હોટ ચોકોલેટ કે મિલ્ક કોફી સાથે ખાવામાં આવે છે.

આ ઉપરાંત ત્રેશેલેશે, ચમ્પુરાડો, બીઓનીકો જેવી સ્વીટ્‌સ પણ મેક્સિકોના વિવિધ ભાગમાં ખાવામાં આવે છે.

• બનાના ચોકલેટ એમ્પેનાડા :

સામગ્રી :

-૨ કપ મેંદો

-૧ ટીસ્પૂન બેકિંગ પાવડર

-૧ ટીસ્પૂન મીઠું

-૧/૨ કપ બટર, પીગાળીને ઠંડુ પાડેલું

-પાણી જરૂર મુજબ (લોટ બાંધવા)

-૪ મોટા પાકા કેળા

-૨ ટેબલસ્પૂન ખાંડ

-૧ ટીસ્પૂન તજ પાવડર

-૧/૨ કપ ડાર્ક ચોકોલેટ (નાના ટુકડા કરેલી)

-આઈસીંગ સુગર, ડસ્ટીંગ માટે

રીત :

- એક મોટા બાઉલમાં મેંદો, બેકિંગ પાવડર અને મીઠું નાખી બરાબર ભેળવો, તેમાં બટર ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરીને એનો લોટ બાંધો. લોટ બહુ ઢીલો કે બહુ કડક ના હોવો જોઈએ. લોટને પ્લાસ્ટિક રેપમાં વીંટાળી લગભગ ૩૦ મિનીટ સુધી બાજુ પર રાખો.

-હવે, બીજા એક મેક્સિંગ બાઉલમાં પાકા કેળાને, ખાંડ અને તજ ભેળવીને બરાબર છુંદી નાખો. આ મિશ્રણ ક્રીમી હોવું જોઈએ અને સાથે સાથે એમાં કેળાના થોડા ટુકડા પણ આવવા જોઈએ.

-મેંદાના લોટમાંથી એક લુવો લઈ, એની નાનકડી પૂરી વણો, લગભગ કચોરી જેટલી.

-આ વણેલી પૂરી પર લગભગ એક ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ મૂકો. તેના ઉપર થોડો ચોકોલેટના ટુકડા મૂકી પૂરીને અર્ધગોળાકાર વાળી દો.

-કિનાર પર થોડું દૂધ લગાવી કિનારને બરાબર સીલ કરી દો. કાંટા વડે ઉપર છાપ ઉપસાવી ડીઝાઈન પણ બનાવી શકાય. ઉપરથી કાંટા વડે થોડા કાણા પાડી દો, જેથી બેક કરતી વખતે વરાળ અંદરથી નીકળી જાય.

-૧૮૦ સેન્ટીગ્રેડ તાપમાને પ્રિ-હીટેડ ઓવેનમાં લગભગ ૩૦ મિનીટ અથવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો.

-આઈસીંગ સુગરથી ડસ્ટીંગ કરી, ગરમાગરમ પીરસો.

• ચુરોસ :

સામગ્રી :

-૧/૨ ટીસ્પૂન મીઠું

-૧/૨ ટીસ્પૂન બેકિંગ સોડા

-૨ કપ મેંદો

-૩ કપ પાણી

-તળાવ માટે તેલ

-આઈસીંગ સુગર અને તજ પાવડર, ડસ્ટીંગ માટે

રીત :

-એક મોટા વાસણમાં પાણી ઉકાળો.

-પાણી ઉકલી જાય એટલે ગેસ પરથી ઉતારી તેમાં મીઠું અને બેકિંગ સોડા ભેળવીને બરાબર હલાવો.

-તેમાં મેંદો ઉમેરી, લાકડાના ચમચા વડે ઝડપથી બરાબર હલાવો, કોઈ ગાંઠના રહેવા જોઈએ.

-વાસણને ઢાંકી દો અને મિશ્રણને ઠંડુ પડવા દો.

-આ મિશ્રણને પાઈપીંગ બેગમાં ભરી મિશ્રણને ગરમ તેલમાં પાઈપ કરો (બિસ્કીટ જેટલા લાંબા અને નોઝલની જાડાઈ જેટલા જાડા). જો પાઈપીંગ બેગના હોય તો પ્લાસ્ટીકની થેલી અથવા નોઝલ વાળી બોટલમાં મિશ્રણ ભરીને પાઈપીંગ કરવું.

-ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

-આઈસીંગ સુગર અને તાજના પાવડરનું ડસ્ટીંગ કરી તરત જ સર્વ કરો.

• ફાલન દે લેશે :

સામગ્રી :

-૩/૪ કપ દૂધ

-૩/૪ કપ દહીં

-૩/૪ કપ કંડેન્સડ મિલ્ક

-૧/૪ ટીસ્પૂન વેનીલા એસેન્સ

-૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર

-૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર

-૧/૪ કપ ખાંડ

રીત :

-પાણી અને ખાંડને એક પેનમાં મૂકી બરાબર મિક્સ કરો. અને મિશ્રણને ઉકળવા દો.

-ઉકાળવા લાગે એટલે મિશ્રણને ઘેરો ગોલ્ડન રંગનાં આવે ત્યાં સુધી ધીમે તાપે પકવો. આ પ્રક્રિયાને કેરેમલાઈઝેશન કહેવાય.

-કેરેમલ તૈયાર થાય એટલે તરત જ અને પુડિંગ ટીનમાં રેડી દો. ટિનનું તળીયે બધી બાજુ સરખા પ્રમાણમાં કેરેમલ હોવું જોઈએ.

-એક બાઉલમાં દૂધ, દહીં અને કન્ડેન્સ્ડ મિલ્ક લો. એમાં વેનીલા એસેન્સ અને કોર્ન ફ્લોર નાખી બરફ મિક્સ કરો. ગાંઠ ના પડે એનું ધ્યાન રાખો.

-આ મશ્રણને પુડિંગ ટીનમાં કેરેમલની ઉપર રેડો.

-હવે એક કૂકર કે ઢોકળાના કૂકરમાં લગભગ એક ઈંચ જેટલું પાણી ભરી તેને મીડીયમ તાપે ગરમ થવા દો.

-પાણી ગરમ થાય એટલે એમાં પુડિંગ ટીન મૂકો. ઢાંકણું ઢાંકીને લગભગ ૨૦-૨૫ મિનીટ અથવા ટૂથપિક વચ્ચે ખોસવાથી સાફ ના આવે ત્યાં સીધી એને પાકવા દો.

-તૈયાર થઈ જાય એટલે ટીનને કૂકરમાંથી કાઢી ઢંડુ થવા દો.

-ટીન ઠંડુ થાય એટલે પુદીન્ગને ડી-મોલ્ડ કરી ફ્રીજમાં ઠંડુ થવા દો.

-ઠંડુ સર્વ કરો.

ભલે પધાર્યા

નરેશ કે. ડૉડીયા

ખાં ખાં જંઘીસખાંશીખ મોંગલ હતો પણ એ મુસલમાન નહોતો...

ઈતિહાસનું એક શુરવીર પાત્ર ખાંખાં જંઘીસખાં જેને આપણે ચંગીઝખાનનાં નામથી જાણીયે છીએ. ચંગીઝખાનનું નામ સામે આવતા એક બર્બર અને ઝનૂની યોધ્ધો સામે આવી જાય છે.

મોંગલ લોકોનો કોઈ ધર્મ નહોતો યેશુકાઈ મોંગોલ સરદારના ઘરે ૧૧૬૨. સ.ઈ. ચંગીઝનો જન્મ થાય છે. ચંગીઝ તેર વર્ષનો થયો ને ચંગીઝનું અસલ નામ તેમુંજી હતું. બાપ યેશુકાઈનું મૃત્યું થયું. મોંગોલોની જવાબદારી ફક્ત તેર વર્ષનાં ચંગીઝ ઉપર આવી ચડી.

એ લોકોની આસપાસ કિરાત, ઉગુડ અને તાતાર જાતિનાં લોકો રહેતાં હતાં, મોટે ભાગે આ લોકો સાથે મોંગોલોને હાલના સંઘર્ષમાં ઉતરવું પડતું હતું.

મોંગોલો પર્વતિય વિસ્તારોમાં રહેતાં હોવાથી હાડમારી ભર્યા જીવનનાં લીધે કસાયેલા અને મજબૂત બની ગયાં હતાં. ઘોડી, બકરી અને ગાડરનાં દુધ અને કાચા માંસ ખાઈને જીવન ગુજારનાર મોંગોલ ખાનાબદોસ્ત હતાં.

ચંગીઝ યુવાન થાય છે પણ પુરાણકાળમાં જેમ આર્ય રાજાઓ અશ્વમેઘનાં ઘોડાને બીજા રાજ્યોમાં મોકલી દેતા અને જે રાજ્યોનાં રાજાઓ આ ઘોડાનું અપમાન કરતાં એ રાજાઓને કાં તો સંધી કરીને ખંડણી ભરવી પડતી અથવા તો યુધ્ધ માટે તૈયાર રહેવું પડતું.

આવી જ રીતે ચંગીઝ પાડોશી રાજ્યોમાં પોતાનાં દૂતો મોકલીને મૈત્રીનો સંદેશો મોકલતો હતો જો પાડોશી રાજ્યનો રાજા મૈત્રીનો સંદેશો ન સ્વીકારે તો ચંગીઝ પોતાની વિરાટ સેના લઈને એ રાજ્યો પર ચડાઈ કરતો હતો.

ચંગીઝખાનને માત્ર મોંગોલોની સરદારીમાં રસ નહોતો, એને એશિયા માઈનોરમાં ધાક જમાવવી હતી. ચંગીઝને તેર વર્ષની ઉંમરે એ સમયે મોંગોલોની સંખ્યા પણ ઓછી હતી. ગાદીરૂઢ થતાં જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પોતાના કબિલાના વિસ્તાર ગોબીમાંથી તાઈજુડ જાતિનાં સરદારે ચંગીઝને પોતાનાં વિસ્તારમાંથી હાંકી કાઢ્યો હતો. તેમનાં ઘેરામાંથી બાળ ચંગીઝ નાસી ગયો, ત્યારે તેમની પાસે ફક્ત આઠ ઘોડા હતા, પાછળથી આ જ ચંગીઝખાન પાસે અઢી લાખ ઘોડેશ્વારોનું સૈન્ય હતું.

ઘણા મુસલમાનો ચંગીઝખાનને મુસ્લિમ સમજીને એના પર ગૌરવ મહેસુશ કરે છે હકીકતે ચંગીઝખાનને કોઈ પણ ધર્મ સાથે લેવાદેવા નહોતા અને ખાસ કરીને ઈસ્લામ સાથે કારણ કે ચંગીઝ અને તેના પુત્ર હલાકુએ સૌથી વધુ ખુંવારી ઈસ્લામી સંસ્કૃતિ અને ઈસ્લામી માણસોની કરી છે.

યુવાન ચંગીઝ માત્ર રાજ્યસત્તાનો ભુખ્યો નહોતો, તેને તો પોતાના સર્વભોમ જમાવવા માટે મોંગલો, તાર્તારો, ઉગુડો અને પુર્તોને પોતાના સાર્વભૌમત્વ હેઠળ રાખીને એશિયા માઈનોરમાં સત્તા જમાવવી હતી.

ૐી ુટ્ઠજર્ હ્વજીજજીઙ્ઘ હ્વઅ ટ્ઠ રેહખ્તીિ ર્કિ દ્બીહ ર્ં જીદૃિી રૈદ્બ. ૐી દ્બીટ્ઠજેિીઙ્ઘ જિંીહખ્તંર ર્હં ૈહ ીંદ્બિજર્ ક ર્ઙ્મૈૈંષ્ઠટ્ઠઙ્મ,ર્ િર્ ક ુીટ્ઠઙ્મંર, રૈજ ર્ષ્ઠહષ્ઠીર્ૈંહર્ ક જિંીહખ્તંર ુટ્ઠજ દ્બટ્ઠહ-ર્ુીિ. ઉરીહ રી ટ્ઠિૈજીઙ્ઘ રૈ ર્રજિીજ, રી જટ્ઠૈઙ્ઘ ંરટ્ઠં ંરીઅ રટ્ઠઙ્ઘ ષ્ઠટ્ઠિજરીઙ્ઘ રટ્ઠઙ્ઘિ જર્ંહી ૈહર્ં ખ્તટ્ઠિદૃીઙ્મ,ર્ દૃીિેંહિીઙ્ઘષ્ઠઙ્મૈકકજ, ટ્ઠહઙ્ઘ જર્ીંઙ્ઘ રટ્ઠઙ્ઘિ જર્ંહીજ િેજરર્ ક ઙ્ઘીી ુટ્ઠીંિ.

જોકે ચંગીઝે એના વિસ્તારોમાં રહેતા અને પસાર થતાં ઈસ્લામી, ખ્રિસ્તીઓ કે બૌધ્ધોને કદી સતાવ્યા નથી એ વાત એના શરૂઆતી શાસનકાળ એવું ઈતિહાસકાર કહે છે. દરમિયાન એક બૌધ્ધ શ્રમણે ચંગીઝ વિરૂધ્ધ ખટપટ કરી હતી, ત્યારે પોતાની સત્તા બચાવવા આ બૌધ્ધ શ્રમણની બેરહેમીથી કત્લ કરી નાંખી હતી.

ચંગીઝખાને કદી પોતાના શત્રુઓ સાથે દયાભાવનાં રાખી નથી. શત્રુઓને વધ કરવામાં પણ અલગ અલગ તરીકા અપનાવતો હતો. એના બાપનો સ્નેહી, કિરાતોનાં સરદાર તોઘરુલખાં, એક વખત ચીનનાં તાર્તારો સામેની લડાઈમાં એનો સાથીદાર હતો તે તોઘલુરઘાં સામે કારાકોરમની ઘાટીની લડાઈમાં એને હરાવ્યો અને એનો શિરછેદ કર્યો અને સાથે એનાં સમસ્ત કુટુંબીઓને બેરહેમીથી કત્લ કર્યા હતાં.

એક વખત ચંગીઝે ૭૦ મોટા દેકડાઓમાં પાણી ભરીને ગરમ કરાવ્યા અને ઉકળતા પાણીમાં પોતાના ૭૦ શત્રુઓના મોઢા પાણીમાં ડુબાડીને મારી નાંખ્યા.

આ જ રસમ ચંગીઝનાં પુત્ર હલાકુએ જાળવી રાખી હતી બગદાદમાં પેગંબરનાં વંશજો. ખલિફાનું શાસન હતું. હલાકુએ મોંગોલ એલચીઓને બગદાદ મોકલ્યાં, પણ ખલિફા સમજૂ માણસ નહોતો એને ચંગીઝના અનુભવો પરથી કાંઈ શીખ્યો નહોતો. ખલિફાએ હલાકુના એલચીઓને અપમાનિત કર્યા અને સાથે સાથે બગદાદના લોકોનાં ટોળાએ પણ આ એલચીઓને અપમાનિત કર્યા. બગદાદની બહાર આથી ક્રોધે ભરાયેલા હલાકુએ તાત્કાલિક બગદાદ ઉપર ચડાઈ કરી. સતત ચાલીસ દીવસ સુધી ઘેરો ઘાલ્યો, બગદાદવાસીઓને ત્રાહિમામ પોકારાવી દીધા. ચાલીસ દીવસ પછી બગદાદ શહેરનો તથા પાંચસો વર્ષના ઈસ્લામી શાસન દરમિયાન ‘‘અરેબિયન નાઈટ’’ લુટની અન્ય રીતે એકઠી થયેલી અપાર ઈસ્લામિક દોલત અને ઐશ્વર્યનો અંત આવ્યો.

સૌ પ્રથમ ખલિફાનો એમનાં કુટુંબીઓ અને દરબારીઓ સામે કત્લ કર્યા, ત્યાર બાદ એક પછી એક એમનાં કુટુંબીઓને કત્લ કર્યા બાદ દરબારીઓને કત્લ કર્યા, છતાં આટલાથી સંતોષ ન થતાં, એલચીઓને અપમાનિત કરનાર બગદાદમાં રહેતા શહેરી મુસ્લિમોને સતત એક અઠવાડીયા સુધી ઘરમાંથી બહાર કાઢીને કત્લ કર્યાં આ કત્લનો સિલસિલો સતત દસ દીવસ વધુ ચાલ્યો અને આ દીવસો દરમિયાન લગભગ પંદરલાખ જેટલા બગદાદનાં મુસ્લિમોની કત્લ કરી હતી. આ હેવાનિયતનાં કારણે બગદાદની બહાર વહેતી તૈગ્રીસ નદીનું પાણી માઈલોનાં માઈલો સુધી લાલ થઈ ગયું હતું.

ચંગીઝખાં તેના લશ્કરોનાં માણસોને ખાસ તાલિમ આપવા દર શીયાળે શિકારી મોટી યોજના ગોઠવતો હતો, એનો એક જ નિયમનું એનું ધર્મશાસ્ત્ર હતું. દુશ્મનને કદી અભયદાન ન આપવું.

પરિણામે ઘણી વખત બૌધ્ધ અને ખ્રિસ્તી સાધુઓની વિનંતીને ઠુકરાવી લાખો માણસોની કત્લ કરી નાંખી હતી. ચંગીઝનું લશ્કર આ જ કારણસર રાજમહેલમાં રાજવંશના લોકો અને કિલ્લાની અંદર રહેતી પ્રજા વચ્ચે ફર્ક ના સમજ્યો. આ બધાના વધ કરવાનો હુકમ દેતા ચંગીઝ ખચકાતો નથી. કદાચ દુશ્મન હાથમાંથી છટકી જાય તો પણ એનો પીછો કરવામાં પણ ચંગીઝનું લશ્કર અને ખુદ ચંગીઝ કદી કચાસ છોડતા નહોતાં. ચંગીઝની આ નીતિના કરાણે સપાટાબંધ છવાય ગયેલા ઈસ્લામિક મુલ્કોને ભારે નુકશાનીનો ભોગ બનવું પડ્યું હતું.

કારાકોરમ નજીક શાહ અલાઉદીન ખ્વારિઝમ, ઈરાન અને અફઘાનીસ્તાન પર હુકમ ચલાવતો હતો. શાહે ચંગીઝના એલચીઓનું અપમાન કર્યું, કૈફમાં રાચતા આ ઈસ્લામિક યોધ્ધાનું પાણી ઉતારવાં ચંગીઝ એના મોંગોલ લશ્કર સાથે તુટી પડ્યો એ સમયનાં ભવ્ય અને જાહોજલાલીથી ભરપૂર ઈસ્લામિક શૌહરત ધરાવતા શહેરો, બાઈમાન, હેરાત, ગઝની, સમરકંદ અને બુખારા જેવા શહેરો બાળીને ભસ્મીભૂત કરી નાંખ્યાં આ યુધ્ધ દરમિયાન અલાઉદીનનો પુત્ર જલાલુદ્દીન મોકાનો લાભ લઈને નાસી છુટ્યો, નાશીને જલાલુદ્દીન સીંધું નદી સુધી પહોંચી ગયો. છેટ સીંધું નદી સુધી પીછો કરીને ચંગીઝનું લશ્કર ત્યાં પહોંચ્યું. થોડે દુરથી ચંગીઝનાં લશ્કરનાં હાકલાપડકારા સાંભળીને જલાલુદ્દીને સીંધું નદીની વીસ ફુટ જેટલી ઉંચી કોતરો પરથી સીંધું નદીનાં ઘસમસતા વહેણમાં ઝંપલાવી દીધું. આ બાજુ સામે કાંઠે ખુદ ચંગીઝ પહોંચી ગયો, પણ બહાદુર જલાલુદ્દીનને પકડી શક્યાં નહીં. આ જલાલુદ્દીન સીંધ અને પંજાબ પાર કરીને છેટ દિલ્હી સુલતાન ઈલ્તમુસનાં દરબારમાં મદદ માટે પહોંચી જાય છે.

સમજદાર ઈલ્તમુએ ચંગીઝ જેવા ખુંખાર યોધ્ધાની સામે લડવાની ના પાડી દીધી. આ બાજું ચંગીઝ અને એનું લશ્કર છેટ પંજાબ સુધી પહોંચી ગયુંની સાલના ૧૨૨૧ એ સમય હતો ઉનાળાનો જલાલુદ્દીનને દિલ્હી સલ્તનતની મદદ મળી નહી પણ નસીબનો બળવાન જલાલુદ્દીનનું નશીબ ફરી એને મદદે આવ્યું. પંજાબનો કાળજાળ ઉનાળો ચંગીઝ અને એના લશ્કરોથી સહન ના થતાં પંજાબનાં શહેરોને લૂંટીને ચંગીઝ આતંક મચાવે છે પાછા વળતી વખતે રસ્તામાં આવતા લાહોર અને પેશાવર જેવાં શહેરોને લૂંટે છે અને આ બંને શહેરને બાળી નાંખે છે. બોખારાની મસ્જિદમાં ચંગીઝ પોતાના ઘોડાની ખરીથી કુરાન તોડી નાખે છે. જતી વખતે ચંગીઝ જલાલુદ્દીનની બહાદુરી ઉપર આફ્રિન થઈને બોલ્યો હતો, ‘‘ધન્ય છે એના માતા અને પિતાને, જેમને આ બહાદુર બેટાને જન્મ આપ્યો.’’

ચંગીઝે જે જે સંસ્કૃતિઓને હરાવી છે એમની કોઈ પણ સંસ્કૃતિની અસર એને થઈ નહોતી જેમ કે હિંદુસ્તાનમાં મુસ્લિમો પહેલા આવેલા હુણો, શકો, ગ્રીકો, પર્શિઅનો જેવી સંસ્કૃતિના લોકો આર્ય સંસ્કૃતિમાં ભળી ગયાં હતાં.

ચંગીઝખાં જેવાં યોધ્ધા સામે સિઝર, નેપોલિયન કે હનિબાલ જેવા યોધ્ધાઓ ઝાંખા પડે તેટલી ઝડપે વિજયો નોંધાવ્યા હતાં. વોલ્ગ એક વખત મોંગોલ સામ્રાજ્યની ધાક ઉપર હતી. નદીના તટથી લઈને સીંધું નદી સુધીના વિસ્તારો, કોરીઆથી લઈને ઈજિપ્ત સુધીના વિસ્તારો, આશિયા માઈનોર સુધીની અડધી દુનિયા પર મોંગોલોનું સાર્વભૌમત્વ સ્થપાય ગયું હુતું.

ચંગીઝ ચીનમાં વિજયી થયો એના પર બૌધ્ધ ધર્મની અસર ન થઈ. ઈરાન જીત્યો એના પર શીયા મુસ્લિમ સંસ્કૃતિની અસર ન થઈ. ખોરાસન, ઈરાક જેવા વિસ્તારોમાં ગયો ત્યાંની સુન્ની મુસ્લિમ સંસ્કૃતિની અસર ન થઈ. હિંદુસ્તાન આવ્યો હિંદુ સંસ્કૃતિની અસર ન થઈ.

ચંગીઝની યુધ્ધકળાથી એ સમયે યુરોપિયન સરદારો પણ અચંબિત થઈ ગયાં હતાં. જેની પાસે અઢી લાખ ઘોડેશ્વારોનું સૈન્ય હોય એની સામે કોઈ સામ્રાજ્ય ઉભું રહી શકતું નહીં. તદ્દન જંગલી અવસ્થામાં જીવતા આ મોંગોલો કાચું માંસ ખાતા અને ઘેટીઓનું દુધ પીતા હતાં. છતાં તેર વર્ષે સરદાર બનનાર કોઈ ધર્મની સંસ્કૃતિની અસર નહોતી. ચંગીઝમાં કંઈક તો કોઠાસૂઝ હોવી જોઈએ કે કારાકોરમની પહાડીમાં એક નાનકડી વસાહતનો સરદાર અડધી દુનિયા પર કબજો જમાવી ગયો.

દુશ્મનનાં પ્રદેશોની ખબર મેળવવાં ચારસો-પાંચશો ઘોડેસ્વારોનું લશ્કર આગળ મુકી દેતો, ચાર હજાર ઘોડેશ્વારોને દુશ્મનો સાથે લડવા મોકલી દેતા અને એ પછી એ પછી બે મુખ્ય લશ્કર દુશ્મનો ઉપર તૂટી પડતું અને દુશ્મનોને આ રીતે ચારે તરફથી ઘેરી લઈને બેરહેમીથી કત્લ કરી નાંખતાં હતાં.

ચંગીઝ પછી એનો દીકરો હલાકુ સત્તા પર આવ્યો, એ પછી એમનાં વંશજો આવતા રહ્યાં. ઈરાનમાં વસી, કાળક્રમે ચીનમાં વસી ગયેલા મોંગોલો બુધ્ધ ધર્મી બન્યા. ગયેલા મોંગોલ શીયા પંથી મુસલમાન બની ગયા, ખોરાસન, ઈરાકમાં વસેલા મોંગોલો સુન્ની મુસલમાન બની ગયાં. યુરોપમાં વસેલા મોંગોલો ખ્રિસ્તીઓ બની ગયાં.

બાબરની માતા ચંગીઝનાં વંશની હતી. અકબરે હિંદુમાં આવીને મોંગોલો બની ગયાં. આ મોગલાઈ સંસ્કૃતિને હિંદુમાં આગળ વધારી. પાકિસ્તાન અને હિંદનાં અમુક ઈતિહાસકારો ચંગીઝખાન જાણે મુસ્લિમ હોય એ રીતે ગર્વગાથા કહેતાં હતાં. પાકિસ્તાનના રાજકારણીઓ અને પ્રજા આજે પણ ચંગીઝખાનને પોતાનો મુસ્લિમ હીરો માને છે.

ખાં ખાં જગીઝખાંનું સાચું નામ તેમુંજી હતું આ મોંગલો કેવા હતાં ? "દ્ભરટ્ઠહ’જ ર્દૃૈષ્ઠી ૈજ ર્ષ્ઠદ્બટ્ઠિીઙ્ઘ ર્ં ંરી ંરેહઙ્ઘીિ ૈહ ંરી ર્દ્બેહંટ્ઠૈહજ, રૈજ રટ્ઠહઙ્ઘ ુીિી જંર્િહખ્ત ઙ્મૈાી હ્વીટ્ઠિ’જ ર્ટ્ઠુજ, ટ્ઠહઙ્ઘ ુૈજર ંરીદ્બ રી ર્ષ્ઠેઙ્મઙ્ઘ હ્વિીટ્ઠા ટ્ઠ દ્બટ્ઠહ ૈહ ર્ું, ટ્ઠજ ીટ્ઠજૈઙ્મઅ ટ્ઠજ ટ્ઠહ ટ્ઠિર્િુ દ્બટ્ઠઅ હ્વી હ્વર્િાીહ. ૐીર્ ુેઙ્મઙ્ઘ ઙ્મૈી હટ્ઠાીઙ્ઘ હીટ્ઠિ ટ્ઠહ ૈદ્બદ્બીહજી ખ્તઙ્મટ્ઠજૈીિ ૈહ ંરી ુૈહીંિ, રીીઙ્ઘઙ્મીજજર્ ક ષ્ઠૈહઙ્ઘીજિ ટ્ઠહઙ્ઘ જરટ્ઠિા ંરટ્ઠં કીઙ્મઙ્મ ૈહ ંરૈજ ર્હ્વઙ્ઘઅ, ટ્ઠહઙ્ઘ ટ્ઠુટ્ઠાીહૈહખ્તર્ ુેઙ્મઙ્ઘ દ્બૈજંટ્ઠાી ંરી હ્વેહિજ દ્બીિીઙ્મઅ ર્કિ ંરી હ્વૈીંજર્ ક ૈહજીષ્ઠંજ. ૐીિ ટ્ઠીં ટ્ઠ જરીી ટ્ઠ ઙ્ઘટ્ઠઅ, ટ્ઠહઙ્ઘ ઙ્ઘટ્ઠિહા ૈદ્બદ્બીહજી ૂેટ્ઠહૈંૈંીજર્ ક ાીદ્બૈજ (કીદ્બિીહીંઙ્ઘ દ્બટ્ઠિી’જ દ્બૈઙ્મા)

એકવાર ખ્રિસ્તીઓ સામે લિગ્નીત્ઝનાં યુધ્ધમાં હારેલા તમામ ખ્રિસ્તી યોધ્ધાઓનાં કાન કાપી લેવામાં આવ્યા અને દુશ્મનોનાં કાન કોથળાઓમાં ભરી લેવામાં આવ્યા હતાં.

ર્‌ ષ્ઠિેજર ંરી ીહીદ્બૈીજ, ર્ં જીી ંરીદ્બ કટ્ઠઙ્મઙ્મ ટ્ઠં રૈજ કીીં, ર્ં ંટ્ઠાી ંરીૈિ ર્રજિીજ ટ્ઠહઙ્ઘ ર્ખ્તર્ઙ્ઘજ ટ્ઠહઙ્ઘ ર્ં રીિી ંરી ૈદ્બીહંટ્ઠર્ૈંહજર્ ક ંરીૈિર્ ુદ્બીહ ંરટ્ઠં ૈજ ંરી હ્વીજં.

ઈતિહાસ જેટલો ભણવામાં કે વાંચવામાં ભલે ખૂબસૂરત લાગે, પણ હકિકતમાં બધી ઐતિહાસિક ઘટનાઓ રક્તરંજીત છે. કદાચ ઈતિહાસ જે પ્રજાં વાંચતી હોય છે એ પ્રજાએ તાજા લોહીની વાસ સુંઘી નથી. છઠ્ઠી સદીમાં ઈસ્લામ અસ્તિત્ત્વમાં આવ્યાં. રક્તની ગરમાહટની જાણ નથી. પછી સાતમી સદીથી છેટ ૧૯૪૭ની હિંદુસ્તાનની આઝાદી સુધી એશિયા માઈનોરથી યુરોપની ભૂમિના ઈતિહાસે લોહીનાં ખાબોચિયામાં કરવટ બદલી છે. ખુંખાર અરબી યોધ્ધાઓ, તુર્કો, મોંગોલ જેવી પ્રજાએ અડધી દુનિયાની પ્રજાને પોતાનો પરચમ બતાવી દીધો.

મોંગોલો ધર્મ ઝનૂની નહોતા. જ્યારે મુસ્લિમ યોધ્ધાઓ ધર્મ ઝનૂની હતાં. જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં પ્રજા અને રાજવંશોની બેરહેમીથી કત્લ કરી છે મહેલો આવાશો બાળી નાંખ્યાં, પણ ધર્મના નામે ધાર્મિક સ્થળોનો નાશ નથી કર્યો જ્યારે, મુસ્લિમ યોધ્ધાઓએ સર્વ પ્રથમ સ્થાનિક પ્રજાનાં મર્મ સ્થાન પર પ્રહાર કરવાં ધાર્મિકસ્થળોને ટાર્ગેટ બનાવ્યાં, મોટા પાયે ધર્મ પરિવર્તન કરાવ્યાં.

હિંદુસ્તાન, ઈસ્તંબુલ, બોલકનનાં દેશો, ઈરાન, ઈરાક, અફઘાનીસ્તાન, યુરોપનાં દેશોનાં અમુક લોકોને વતનથી લઈને પોતાનાં મુળ ધર્મનાં અસ્તિત્વ પર ઈસ્લામને કબૂલ કરવો પડ્યો.

જંગીઝે બામિયાને સંપૂર્ણપણે ખત્મ કરી નાંખ્યું હતું પણ બામિયાનની બુધ્ધની પ્રતિમાને હાથ નહોતો લગાડ્યો પંજાબ સુધી આવ્યો, લાહોર, પેશાવર જેવા શહેરો બાળી નાંખ્યાં પણ ધાર્મિક સ્થળોનાં ખંડનો નહોતા કર્યાં.

મીહિરગૂલ, અચિલા જેવા સરદારો, ચંદ્રગુપ્ત, અશોક જેવાં શાસકો સાતમી સદી પહેલા થઈ ગયાં ખરેખર આજની પ્રજાનો ઈતિહાસ સાતમી સદીમાં મહમંદ બીન કાસિમ આગમન પછીનો જ હોવો જોઈએ. સાતમી સદીથી લગાતાર સોળમી સદી સુધી હિંદુ યોધ્ધો બહારી સંસ્કૃતિના લોકોના હાથે પરાસ્ત થતો રહ્યો પરિણામે આજે અખંડ હિંદ કહેવાતું હિંદુસ્તાન આજે અનેક બહારી સંસ્કૃતિની વિકૃતિની અસર બદનામ થતું રહ્યું.

હિંદુસ્તાનની ભૂમિ ઋષીમુનિઓ, સાધુસંતો, યોગીઓની ફસલ માટે ફળદ્રુપ બનતી ગઈ. આ ભૂમિ પર યોધ્ધાઓની ફસલ પાકવાની બંધ થઈ ગઈ. અહિંસાવાદી પુરુષોની મબલખ ફસલ પાકતી ગઈ પરિણામે આવનારી પ્રજા પર આ અસર જોરદાર લાગુ પડતી ગઈ. નેપોલિયન, દરિયાવુશ, સાયરસ, હિટલર, મુસોલિની, ગઝની જેવા યોધ્ધાઓની ફસલ માટે હિંદુસ્તાનની ભૂમિ બંજર સાબિત થઈ. દુશ્મનની તલવારની ધાર સામે અહિંસાના ઉપદેશ આપતું પુસ્તક ઢાલ તરીકે વાપરવાનું હિંદુઓને ભારે પડ્યું પરિણામે હિંદુઓના કાંડા કપાઈ ગયાં.

્‌રટ્ઠં ૈજ ંરી ખાં ખાં જગીઝખાં. નખશીખ મોંગોલ હતો. પણ એ મુસલમાન નહોતો...

કોર્નર

જિતેલી પ્રજા ઈતિહાસ લખે છે, જે પ્રજા પોતાનો ઈતિહાસ ભૂલી હારેલી પ્રજા લખે છે. જાય છે એ પ્રજાને ઈતિહાસ એક સજા કરે છે. એ પ્રજાને ઈતિહાસ ફરીથી જીવવો પડે છે.

લઘરી વાતો

વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

લઘરી વાતો

ખાલી ‘‘ફીફા’’ ખાંડવા

‘‘ફીફા’’નુ નામ સાંભળીએ એટલે તરત જ ફુટબોલ દેખાય આમતોઆપણેને ફુટબોલ કરતા ક્રીકેટમાં વધુ રસ અને ક્રીકેટ કરતા પણ બેટીંગમાં પણ હોશીયારી માંથી હાથ બહાર નહી કાઢવાની આપણી કુ-ટેવના કારણે થોડુ ઘણુ જ્ઞાનનું પ્રદર્શન ‘‘ફીફા’’ અંગે પણ કરતા હોઈએ છીએ. તમે કોઈને પણ પુછશો કે આ ફુટબોલ નો વર્લ્ડ કપ રમાય છે શુ લાગે છે કોણ જીતશે ? એટલે ૮૦ % લોકોનો જવાબ તમને બ્રાઝીલ જીતશે એવો મળશે એનુ કારણ એ છે કે આપણે ફુટબોલને બ્રાઝીલ તરીકે જ ઓળખીએ છીએ આપણી દ્રષ્ટીએ બ્રાઝીલ જ ફુટબોલ રમે છે એનુ ઉત્તમ ઉદાહરણમાં અમદાવાદ સ્થીત દીલ્લી દરવાજા આગળ ભરાતુ વી-માર્ટ એટલે કે વ્યવસ્થીત લોકોના લુઘડા વેચવા અને ખરીદવા ના સ્થળે પણ ફુટબોલ ફીવર માં બ્રાઝીલ ની ટી-શર્ટ વેચાતી જોવા મળશે. આપણી દ્રષ્ટીએ ‘‘ફીફા’’નો સારો ખેલાડી ‘રોનાલ્ડો’ અને ‘મેરેડોના’ કેટલાય વર્ષોથી ચાલ્યો આવે છે એમા કોઈક રોનાલ્ડોનું નામ ક્રીસ્ટીઆનો રોનાલ્ડો એવું કહી દે તો આપણે કનફ્યૂઝ થૈઈ જૈઈએ અને જવાબ આપીએ કે ‘‘કે હા એ બ્રાઝીલ નો જ હશે પણ બ્રાઝીલ સીવાયની કોઈ ટીમમાંથી રમતો હશે’’. આપણે કોઈ દીવસ સ્વીકારતા નથી કે આપણને ફુટબોલમાં ઓછી ખબર પડે છે અને પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવામા ઘણી વાર જીીઙ્મક ર્ય્ટ્ઠઙ્મ કરી બેસીએ છીએ. રેફરી વચ્ચે પીળુ કાર્ડ અને લાલ કાર્ડ લઈને ફરતો હોય તો આપણને લાગે કે શ્રાવણ મહીનો નજીક છે તો આ રેફરી ખીસ્સામાં તીન પત્તીનો સામાન સાથે રાખતો હશે. ફુટબોલ રમનારી દરેક ટીમના પ્લેયરના નામ અલગ હોય છે વ્યક્તિ પણ અલગ હોય છે. ટી.વી. સ્કીન પર જ્યારે પ્લેયરના નામ લખેલા આવે ત્યારે એક વખતમાં તો આપણે આ નામ નુ સાચુ ઉચ્ચારણ વાંચી જ નથી શકતા અને વંચાઈ પણ જાય તો મનમાં અને મનમાં પ્રશ્ન થયા કરે છે કે સાલુ આવુ નામ પાડ્યુ કેવી રીતે હશે ?? અમે ઘણુ બધુ રીસર્ચ કરીને તમારા માટે આવા નામો અને એની પાછળનુ ગુઢ રહસ્ય શોધી લાવ્યા છીએ.

જર્મનીનો એક ખેલાડી છે નામ છે ‘‘ઁરૈઙ્મૈ ન્ટ્ઠરદ્બ’’ આ છોકરો નાનો હતો ત્યારે એને ફીલીપ્સના ગોળા બહુ ગમતા એના પપ્પા ફીલીપ્સનો લેમ્પ લાવે કે તરત એ ફીલીપ્સના ખોખા સાથે રમવા લાગતો અને કોઈ ઘરે આવે એને પુછે કે બાબો બોલતો થયો ?? તો પપ્પા પુછે કે બેટા અંકલને ફીલીપ્સ નો લેમ્પ બતાય તો ?? અને તરત જ આ બાળક લેમ્પ સામુ આગળી કરે બસ દરેક જણ એને ફીલીપ્સ લેમ્પ કહેતા થૈઈ ગયા અને એનુ ઉજળુ ભવિષ્ય કે આ ફીલીપ્સનો લેમ્પ જર્મની ફુટબોલ ટીમમાં પણ આવી ગયો. હવે કોઈ દીવસ આ ટીમમાં અંધારૂ નહી પડે. ય્ૐછદ્ગછ નો એક ખેલાડી છે નામ છે હ્લટ્ઠંટ્ઠે ડ્ઢટ્ઠેઙ્ઘટ્ઠ આ બાળક નાનો હતો ત્યારે ઘણો બીકણ હતો કુકરની સીટીથી માંડીને બહાર કુતરુ ભસે તો પણ એમાને એમા કોઈપણ જાતની ઈન્જરીથી બચવા એ પગે પેડ પહેરીને હાથમાં ગ્લવ્ઝ પહેરીને ફરતો અને ઘાના વાળાએ એને ગોલકીપર બનાવી દીધો. આજે પણ ફટ્ટુ બોલથી પોતાની જાતને બચાવતા બચાવતા ગોલ અટકાવી દે છે. ર્ઁંઇ્‌ેંય્છન્ નો એક ખેલાડી છે નામ છે દ્ગીર્ં આ નેટોનું નામ નેટો નહતુ કૈઈક બીજુ જ નામ હતુ શુ નામ હતુ એ આપણા માટે ખુબ મહત્ત્વનુ નથી પણ એ આખો દીવસ ઈન્ટરનેટ પર વ્યસ્ત રહેતો એના દોસ્તો પણ એને ઈન્ટરનેટના કારણે જ ઓળખતા કે મફતનુ ‘‘નેટ’’ વાપરવુ હોય તો નેટો ના ત્યા જૈઈએ નેટો આખો દીવસ નેટ પરથી ગેમો ડાઉનલોડ કર્યા કરતો એણે ફીફાના દરેક પાયરેટેડ વર્ઝન ડાઉનલોડ કરીને રમી નાખ્યા હતા એ પણ ચિટકોડ વગર એના આવા ફુટબોલ પ્રેમ અને ટેલેન્ટને કારણે એને પણ ટીમમાં ચાન્સ મલી ગયો. આવા તો કેટલાય ખેલાડીઓના નામ પાછળની ખોટી વાર્તા ખાલી મને જ ખબર છે અને જેટલાની તમે વાંચી હવે તમને પણ ખબર છે. હવે તમે પણ જ્યારે ‘‘ફીફા’’ જોશો તમારુ મગજ પણ ખેલાડીઓના નામ અને એની પાછળની વાર્તા વિચારતુ થૈઈ જશે ટુંકમાં કહુ તો ખાલી ‘‘ફીફા’’ ખાંડતુ થૈઈ જશે.