Hello Sakhi : 09 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

Hello Sakhi : 09

હેલ્લો સખી રી...

અંક : ૯

ફેબ્રૂઆરી, ૨૦૧૬.

“ઉજવીએ વાસંતિક વેલેન્ટાઈન્સ”

(સખીઓનું ઈ-સામાયિક..)

વિવિધ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણીકા

•આહ્‌વાનઃ કુંજલ પ્રદિપ છાયા

•વિસ્તૃતિઃ જાગૃતિ વકીલ

•વાંચે સખીરીઃ જાહ્‌નવી અંતાણી

•લૉ પંડિતઃ ર્શ્લોકા પંડિત

•રૂગ્ણાંલયઃ ડૉ. ગ્રીવા માંકડ

•સૂર, શબ્દને સથવારેઃ સૌમ્યા જોષી

•સાતમી ઈન્દ્રીયઃ રીટા ઠક્કર

•સૂક્ષ્મ વાતઃ લતા સોની કાનૂંગા

•નાની નિનિઃ કુંજલ પ્રદિપ છાયા

આહ્વાન

કુંજલ પ્રદિપ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : કદ્બટ્ઠઙ્મીજ.ખ્તર્િેજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

આહ્વાન

અવિરત સરકતા સમય સાથે ૠતુચક્ર વણથોભ્યું ચાલ્યા કરે છે. હરેક ૠતુનો આગવો સ્વભાવ હોય છે. દરેક મોસમની અલાયદી તાસીર હોય છે. જેમ એકધારૂં જીવન નથી હોતું એમ એકસરખી આબોહવા સતત હોત તો? જીવવું કેવું કપરૂં હોત! કાયમ ક્યાંક શિયાળો તો ક્યાંક હંમેશને માટે ચોમાસું! વળી કોઈ જગ્યાએ પ્રત્યેક દિવસ ઉનાળાની લૂનો મારો હોય. આહ! આવી કલ્પના કરવી પણ ન ગમે ખરૂંને?

એક બાળકનાં જન્મનો આનંદ હોય એમ એમ ચોમાસા દરમિયાન કૂપણો ફૂટ્‌યાનો લાહવો હોય. સૂકી આબોહવા અજાણી ઉદાસીનતા ફેલાવે એમ શિયાળાની પાનખર કમને પણ કઈંક બોઝિલ લાગે. કાળઝાળ ઉનાળો ઉત્સાહને અવરોધે ત્યારે વાસંતી વાયરો આપણામાં નાવિન્ય જોમ ભરવાનાં કોલ આપે.

આંગળીનાં ટેરવે સંવેદનાઓ જીલતા એન્ડરોઈડ ફોનનાં લીસા ટચસ્ક્રીન પરથી માતૃભારતી એપ્પમાંથી ડાઉન્લોડ કરીને ‘હેલ્લો સખીરી’ ઈ-મેગેઝીન વાંચતી આધૂનિક પેઢીને વેલેન્ટાઈન ડે કે વસંત પંચમી હોય એમને મન ઓનલાઈન અપડેટ કરવની તક! આજ નવલી પ્રજાને પહેલાં ધોરણમાં શીખેલો પ્રશ્ન પૂછીએ કે, “આપણાં દેશમાં કેટલી ૠતુઓ છે?” તો ચોક્કસથી ફટ દઈને કહેશેઃ “શિયાળો, ઉનાળો અને ચોમાસું!”

સૂર્યની આસપાસ પૃથ્વીનાં પરિભ્રમણ દરમિયાન પૃથ્વીની નમેલી ધરીને પરિણામે ૠતુઓ થાય છે. વર્ષમાં બબ્બે રાશિની એક એવી છ ૠતુ આવે છે : (૧) વસંત, (૨) ગ્રીષ્મ, (૩) વર્ષા, (૪) શરદ, (૫) હેમંત અને (૬) શિશિર. તેમાં પાસેની બબ્બે ૠતુ એકબીજાની ઘણી મળતી હોવાથી તે બબ્બે મળીને એક એવી ત્રણ ૠતુ ગણાય છેઃ (૧) ઉનાળો ફાગણથી જેઠ સુધી, (૨) ચોમાસું અષાડથી આસો સુધી, (૩) શિયાળો કાર્ત્િાકથી માહ સુધી. વસંતૠતુ મીન અને મેષ રાશિનો સૂર્ય થાય ત્યારે એટલે કે માર્ચ. અને એપ્રિલ મહિનામાં બેસે છે. તે વખતે ચૈત્ર અને વૈશાખ માસ હોય. ગ્રીષ્મૠતુ વરખ અને મિથુન રાશિનો સૂર્ય થાય ત્યારે એટલે કે મે અને જૂન મહિનામાં બેસે છે. તે વખતે જેઠ અને અષાડ માસ હોય. વર્ષાૠતુ કર્ક અને સિંહ રાશિનો સૂર્ય થાય ત્યારે એટલે કે જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં બેસે છે. તે વખતે શ્રાવણ અને ભાદરવો માસ હોય. શરદૠતુ કન્યા અને તુલા રાશિનો સૂર્ય થાય ત્યારે એટલે કે સેપ્ટેંબર અને ઑકટોબર મહિનામાં બેસે છે. તે વખતે આસો અને કારતક માસ હોય. હેમંતૠતુ વૃશ્ચિક અને ધન રાશિનો સૂર્ય થાય ત્યારે એટલે કે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં બેસે છે. તે વખતે માગશર અને પોષ માસ હોય. શિશિરૠતુ મકર અને કુંભ રાશિનો સૂર્ય થાય ત્યારે એટલે કે જાન્યુઆરી અને ફેબ્રૂઅરિ મહિનામાં બેસે છે. તે વખતે માહ અને ફાગણ માસ હોય. વૈદિક આર્યો શિશિર અને હેમંતને ભેગી ગણતા, એટલે વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને શિશિર એમ પાંચ ૠતુ પણ ગણાય છે.

એમ માનવામાં આવે છે કે દર ઓગણીસ વર્ષે ૠતુઓમાં કંઈક ને કંઈક ફેરફાર થાય છે તેથી ખેતીની નીપજમાં પણ ફેરફાર થાય છે. હિન્દુ કેલેન્ડર મુજબ આપણે નવું વર્ષ વિક્રમ સવંત ઉજવીએ છીએ. એમ જ ૠતુઓના રાજા તરીકે મોભો ધરાવનાર વસંત ૠતુને વધાવવા વસંતપંચમી ઉજવાય છે. ભારતીય સંસ્ક્રુતિ સાથે અનેક રીતે વસંત પંચમીનો મહિમા છે. શ્વેત વસ્ત્રધારીણી મા શારદાનું ધરતી પર આહ્‌વાનનો પર્વ મનાય છે. આ દિવસને વિદ્યાનાં અર્થી સરસ્વતી વંદના કરે છે. કોઈકોઈ જગ્યાએ બાળકોને અક્ષરજ્જ્ઞાનન કે યજ્જ્ઞોપવિતનાં સંસ્કાર આ દિવસે અપાય છે. વસંતપંચમી શાસ્ત્રો મુજબ કોઈ પણ શુભકાર્ય માટે વણદીઠું મુહર્ત લેખાય છે. લગ્નૌત્સવની આ દિવસે ઠેકઠેકાંણે ભરમાર હોય! કહેવાય છે કે માધસર માસનાં શુક્લપક્ષે પંચમી તિથિનાં દિવસ અને રાત સરખે ભાગે હોય છે. એટલે કે બાર કલાકે સૂર્યોદય અને ચંદ્‌દ્રોદય થાય છે; જેને વસંતસંપાત સ્થિતિ કહેવાય!

વાસંતિૠતુ આમેય આહ્‌લાદક હોય. ન વધારે ગરમી અને માફકસરની ટાઢ! ખુશ્મુમા વાતાવરણમાં નવલી શરૂઆત કરવી કોને ન ગમે તે નવદંપત્તિ હોય કે વિદ્યાર્થી. પાનખરનાં રૂક્ષ્ક વાતાવરમાંથી ફૂલોનાં રંગબેરંગી રેશ્મી અનુભૂતિ એટલે વસંત. એમાંય મહાકવિ કાલિદાસ રચિત ૠતુસંહાર, કુમારસંભવ, શાકુંતલ, મેઘદૂત વગેરે મહાકાવ્યોમાં વાસંતિ મહિમાનો શૃંગારરસ ભરપૂર વર્ણવ્યો છે. જેથી ચોક્કસ પણે કહિ શકાય કે ભારતવર્ષનાં સનાતન પૂરાણાં ઈતિહસમાં પ્રેમલ ૠતુ અને કામશૃંગારનું વર્ચસ્વ હતું જ.

સાથોસાથ અંગ્રેજી મહિના ફેબ્રૂઆરીમાં ખ્રિસ્તી પર્વ મુજબ સંત વેલેન્ટાઈન ડે ઉજવાય છે. જે આમ તો ભારતમાં પશ્ચિમી તહેવાર છે. જેની પાછળ અનેક માન્યતાઓ કે દંતકથાઓ પ્રવર્તમાન છે . સોમી સદી દરમિયાન એક સંત કે પાદરી તેની મિત્ર કે પ્રેમિકાને જેલમાંથી પ્રેમ સંદેશો મોકલે છે. આ પ્રેમિકાનો પિતા જેલર હોય છે અને મૃત્યુદંડ પહેલાં એ નેત્રહિન સખીને પોતાની તેજસ્વી શક્તિ થકી દેખતી કરી દે છે! કોઈ માન્યતા એવી પણ છે કે એ સમયનાં કેથલિક ખ્રિસ્તી પાદરીઓ ઈશ્વરનો સંદેશ ફેલાવતા ત્યારે એમણે શહિદી વહોરવી પડી હતી. જે કૂરબાનીને સંત વેલેન્ટાઈનનું બિરૂદ આપ્યું છે!

વેલેન્ટાઈન ડે તો ફિરંગી તહેવાર છે અને આપણી પેઢીને બગાડે છે એવા બણગા ફૂંકનારા સંસ્કૃતિ રક્ષકોની પણ આ મૌસમ છે. હા, એમાં ના નહીં કે પ્રેમને કોઈ એકાદ દિવસ પૂરતો સીમિત ન કરવાનો હોય. કે પછી અઢળક નાણું ખર્ચીને ભેટસોગાદો કે ખાણીપીણીમાં વેડફીને પ્રણય ક્ષણને દેખાદેખીમાં ન વેડફાય એ પણ જોવું રહ્યું. અતિરેક કોઈપણ બાબતમાં નિષેધ છે જ! તેથી લાગણી વહાવવાનાં પ્રણય ઉત્સવને તમારી આગવી દ્રષ્ટિએ ઉજવવો અને સમયનો સુંદરત્તમ ઉપયોગ કરી યાદગીરીઓનો સંચય કરવો.

હેલ્લો સખીરીનાં આ અંકમાં દરેક લેખ કઈંક નવી જ પ્રણય રસઝરતી અનુભૂતિ કરાવશે. શરૂઆતમાં ‘વિસ્તૃતિ’ લેખમાં પ્રેમઉત્સવી છણાંવટ છે તો ‘વાંચે સખીરી’માં પ્રેમલ ગીતા સમાં પુસ્તક ‘પ્રિત કીયે સુખ હોય’ની ગહન અભિભૂતિ છે. ‘લૉ પંડિત’ લગ્નબાદનાં દસ્તાવેજી કરણની સમજૂતિ આપે છે જ્યારે રૂગ્ણાંલયમાં વારંવાર થતી શરદી વિશે ચર્ચા છે. સૂર, શબ્દને સથવારે પ્રણય અને વિરહ એમ બંન્ને પ્રકારની ગઝલનાં સમ્રાટને શબ્દાંજલિ છે. આલિંગનને અણછાજતું નહીં પરંતુ સ્વીકૃત લાગણી સમજવી એ વિશે વાંચો ‘સાતમી ઈન્દ્રીય’. એક દિકરી કઈ રીતે એની જનેતાને નર્કમાંથી ઉગારે છે; વાંચો ‘સૂક્ષ્મ વાત’. કિશોરવયનાં સગીર બાળકોનો ‘વેલેન્ટાઈન્સ ડે’ કેવો હોય; એ નાની - નિનિ વાર્તા શૃંખલામાં વાંચવા જેવું.

વાસંતિક વાયરાને સંગે વેલેન્ટાઈન્સ ડે મનાવીએ. પ્રતિભાવ સાથે વધુ સારૂં વાંચન અને લેખન સામગ્રી પ્રસ્તુત કરી શકીએ એ માટે આપનાં અભિપ્રાયની ઈન્તેઝારી સાથે માતૃભારતી એપ્પસ પર હેલ્લો સખીરી ડાઉન્લોડ કરવાનું પ્રમભર્યું આહ્‌વાન.

કુંજલ છાયા. ગાંધીધામ.

વિસ્તૃતિ

જાગૃતિ વકિલ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્ઘદૃિ૭૮૯૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વિસ્તૃતિ

પ્રેમોત્સવ

આપણા પુરાણોમાં ખાસ તો મહાકવિ કાલિદાસના ‘રઘુવંશ’અને ‘શાકુન્તલ’માં “વસંતોત્સવ”નો ઉલ્લેખ છે.વાત્સ્યાયનના ‘કામસૂત્ર’માં પણ હોળી સાથે વસંતોત્સવ અને મદનોત્સવનો ઉલ્લેખ છે.જેના મૂળમાં તો કામદેવની પૂજા હતી.કામદેવ એટલે પ્રણય અને પ્રેમ.કામદેવને પ્રણય અને દામ્પત્યના દેવ માની તેની પૂજા અર્ચના કરવાનો મૂળ હેતુ મદનોત્સવનો હતો.હવે એ ઉત્સવ નવા નામે પ્રેમોત્સવ તરીકે ઓળખાય છે. ફેબ્રૂઆરી માસ આવતા મોટા ભાગે પ્રેમી હૈયાઓ ઉત્સાહથી થનગનતા હોય છે ને ૧૪ તારીખે આવતો વેલેન્ટાઈન ડે દિવસે પોતાના વણકહ્યા પ્રેમને પ્રગટ કરવા,પોતાના પ્રેમી પ્રીતમને કહેવા ઉત્સુક થાય છે ... આખરે આ વેલેન્ટાઈન ડે છે શું?

એક દંતકથા મુજબ,... ઈસ્વીસન ૨૬૯મા રોમન સમ્રાટ એવું માનતા કે લગ્ન કરવાથી માનવીના બળ અને વિવેક ઓછા થઈ જાય છે...આવી ભ્રામક માન્યતાને આધારે તેમને પોતાના સામ્રાજ્યમાં સૈનિકોને અને અધિકારીઓને લગ્નની મનાઈ કરતો કાયદો કર્યો.જે મુજબ “જો કોઈ સૈનિક કે અધિકારી લગ્ન કરે તો તે વિવાહિત દંપતીને અને તેમને લગ્ન કરાવનાર પાદરીને મૃત્યુદંડ આપવામાં આવશે.”એ જમાનમાં ત્યાં એક સંત વેલેન્ટાઈન થઈ ગયા.જેમને સાર્વજનિક રીતે આ કાયદાનો વિરોધ કર્યો અને નેક સૈનિકોના લગ્ન કરાવ્યા...સમ્રાટ ખુબ ગુસ્સે થયા અને પ્રણયના દેવતા સમાન સંતને .૧૪ ફેબ્રૂઆરીના દિવસે મૃત્યુદંડ આપવામાં આવ્યો...પ્રેમ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર એ મહાન સંત આત્માની સ્મૃતિમાં ત્યારથી ૧૪ ફેબ્રૂઆરી વેલેન્ટાઈન ડે તરીકે પ્રેમી હૈયાઓ ઉજવે છે.

બીજી એક દંતકથા મુજબ સંત વેલેન્ટાઈનને એક જેલરની નેત્રહીન પુત્રી સાથે પ્રેમ થયો હતો.અને તે પ્રેમના અપરાધ માટે તેમને મૃત્યુદંડ મળ્યો..વેલેન્ટાઈન હસતા હસતા ફાસીએ ચડી ગયા પણ પોતાના ચક્ષુ પોતાની અંધ પ્રેમિકાને ઉપહાર રૂપે આપતા ગયા.આમ તેમનો પ્રેમ અમર થઈ ગયો જેની યાદમાં વેલેન્ટાઈન ડે ઉજવાય છે..

પ્રેમને ખાતર પોતાના જીવનનું બલિદાન આપનાર એ સંતની યાદમાં દર વર્ષે ૧૪ ફેબૃઅરીના દિવસે અનેક પ્રેમી હૈયાઓ પોતાના પ્રેમનો એકરાર કરતા હોય છે.અને જીવનભર એકબીજા સાથે જોડાવાના વાયદાઓ કરી નિભાવતા પણ હોય છે.

જે પણ કથા સાચી હોય,...મુખ્ય વાત તો એ છે કે આજના જમાનામાં તો આ દિવસ ખુબ પ્રખ્યાતી પામ્યો છે અને ખાસ તો ટીન એજર્સ માટે કે લવ એટ ફર્સ્ટ સાઈટ વાળા અનેક પ્રેમી પ્રેમિકાઓ આ દિવસે પોતાના પ્રેમનો એકરાર કરતા હોય છે..... તે સહુને મારે તો એટલું જ કહેવું છે કે પ્રેમ અને આકર્ષણ - વાસના વચે જોવામાં બહુ પાતળી પણ સમજીએ તો ખુબ મોટી ભેદરેખા છે... પ્રેમમાં મારૂં તારૂં ન હોય..’ આપણું’હોય...પ્રેમમાં ત્યાગ હોય,સમર્પણ હોય,અધિકારની ભાવના ન હોય પણ આપોઆપ સર્વસ્વ કુરબાન કરવાની ભાવના હોય, બીક નહિ પણ ખુલ્લાપણું હોય.... માત્ર વેલેન્ટાઈન ડે એ એક બેલ્ટ પહેરાવી દીધો તેથી માત્ર પ્રેમ નથી થતો... એ તો જન્મોજન્મ નો વાયદો છે જે વણકહ્યે નિભાવવાનો છે... શબ્દો વગર પણ સમજાય તેવી ભાવનાની વાત છે.... પ્રેમમાં માંગણી ન હોય છતાં મનની વાત સમજી આપોઆપ એકબીજાની માંગ પૂરી થતી હોય.....એટલે જ સાચા પ્રેમ માટે એક પિક્ચરની ખુબ જાણીતું ગીત છેઃ

“હોઠો સે હોઠ મિલે ના ભલે, ચાહે મિલે ન બાહે બાહો સે...

દો દિલ ઝીંદા રહે શકતે હૈ ચાહત કી ભરી નિગાહે સે...”

બસ જીવવા માટે તો પ્રેમભર્યા માત્ર બે નયનો જ કાફી છે....સાચો પ્રેમ રાધા-કિશનનો છે, શીરી-ફરહાદનો છે, લૈલા-મજનુનો છે, જે અગ્નિ જેવો પવિત્ર છે, એક દિવસ, એક મહિનો કે એક વર્ષ ,એક ભવનો નહિ ...જન્મોજનમનો છે....સાથે ન હોવા છતાં સતત સાથે હોવાનો અહેસાસ છે... દરેક આવો સાચો પ્રેમ સમજે કરે અને દરેક પવિત્ર પ્રેમ પામે એવી પ્રેમોત્સવના મહીને શુભેચ્છાઓ...

જાગૃતિ આર. વકીલ. ભુજ.

વાંચ સખી રી...

જાહનવી અંતાણી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્ઘટ્ઠરહદૃૈટ્ઠહંટ્ઠહૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વાંચે સખી રી...

પુસ્તકનું નામઃ ’પ્રીત કિયે સુખ હોય’

લેખકઃ જય વસાવડા.

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર,અમદાવાદ.

‘હેલો સખીરી’નો ફેબ્રૂઆરી અંક સ્વાભાવિક રીતે પ્રેમથી તરબતર એવા શબ્દો વરસાવતું જ મેગેઝીન બની રહેવું જોઈએ. આ જ મહિનામાં પશ્ચિમી દેશોમાં ઉજવાતો વેલેન્ટાઈન ડે અને એની આસપાસ જ ઉજવાતો આપણી ભારતીય સંસ્કૃતિની વસંતપંચમીનો દિવસ પ્રેમના જ પર્વ તરીકે ઉજવાય છે. એ હિસાબે મારે આ મહિનામાં પ્રેમ વિષે નું પુસ્તક લેવું અને એ પણ કયું લેવું એ સંપાદિકા બહેન કુંજલ એ દર્શાવી જ દીધું હતું. પુસ્તક વિષેની કોલમમાં વાંચક ને ગમે એજ પુસ્તક વિષે લખાવું જોઈએ. અને પહેલા વાંચક આ કોલમના સંપાદિકા સિવાય કોણ હોય.જો કે પ્રેમ વિષેનું પુસ્તક લેવું ત્યારે વિચાર તો આવ્યો હતો કે કયુ લેવું? કેમ કે કોઈપણ લવસ્ટોરીમાં તો.. પ્રેમ સાથે બીજા પણ વાર્તા તત્વો તો રહેવાનાજ. એટલે મને સજેશન અપાયેલું પુસ્તક જ યોગ્ય લાગ્યું.

‘પ્રીત કિયે સુખ હોય..’ લેખકશ્રી જય વસાવડાના કહેવા મુજબ ‘લવલી લેખોનો બ્યુટીફૂલ બુકે’ છે... અને હા મને પણ એ પ્રેમ નીતરતા શબ્દોથી મહેકતો લાલ ફૂલોનો ગુલદસ્તો જ લાગ્યો.

જયભાઈ ગુજરાતી યુવા પેઢીના ચહિતા લેખક છે. અને ઉતમ વક્તા. જો કે જયભાઈની ઓળખ મારે આપવી જ ન પડે એટલી હદે એ લોકપ્રિય છે. એમના લખાણ વાંચવાનું એક વ્યસન મને પણ છે. જયભાઈનું લખાણ છે તો એક વાર નજર ફેરવી જ લેવી પડે. એમના લેખોમાં વિષય વૈવિધ્ય ખુબ જોવા મળે. એમનો ફિલ્મ વિષે નો આર્ટીકલ હોય કે કોઈ પુસ્તક વિષે કે કોઈ ફિલોસોફીકલ એ એકદમ વિચારોમાં સ્પષ્ટ છે. અને એમની વિચારધારા પણ સ્વતંત્ર છે, એ જે લખે કે બોલે છે એ હૈયા સોસરવું ઉતરે છે. એમનો પરીક્ષા વિષે બાળકોને મદદરૂપ થતો લેખ પણ હોય અને માં બાપ એ બાળક ની પરીક્ષા વખતે કેમ વર્તન કરવું એની સમજણ આપતો લેખ પણ હોય. પણ એ શબ્દો, એકદમ સાચુકલા સ્પષ્ટ અને વાંચકના હ્ય્દયને સ્પર્શે છે. તો પછી આ તો પ્રેમ વિશેનું પુસ્તક છે એ વાંચકના દિલમાં વસી જ જવાનું ને! વસી જવાનું શું? એ તો વસી ગયું. આ પુસ્તક ‘ગુજરાતી બેસ્ટ સેલર’ છે.

પ્રેમ એ લેખકનો મનગમતો વિષય છે. બધાંયનો હોય જ પણ જયભાઈને જરા વિશેષ લગાવ છે આ શબ્દ પ્રત્યે આ પુસ્તકમાં એમના માત્ર પ્રેમ વિશેના જ ૪૩ લેખો એ એની સાબિતી છે. એમની દ્રષ્ટીએ પ્રેમ એ દુઃખદાયી નથી પણ પ્રેમ એવી લાગણી છે કે એમાં સુખ સુખ અને સુખ જ મળે. પછી એ સુખ વિરહનું પણ હોઈ શકે. આપણે ભારતીયો થોડા વિદેશથી આવેલું વધુ વખાણતા હોઈએ છીએ. પ્રેમનું પણ એવુજ સમજીએ છીએ કે પ્રેમની અભિવ્યક્તિ વેલેન્ટાઈન ડેના જ કરવી જોઈએ પણ અહી આ લેખક પુસ્તકમાં એ વિષે એક સરસ વાત જણાવે છે, કે તમે આવી વાતોનો આંધળો વિરોધ કરવાને બદલે જરા પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં નજર કરો. વસંતનો મહિમા શું છે? પ્રેમનો જ મહિમા કરે છે ને! એટલે આ પશ્ચિમની દેન નથી..આ તો ભારતીય સંસ્કૃતીની જ દેન છે. મેઘદુતમ અને કાલિદાસના ‘ૠતુસંહાર’માં ક્યારેક નજર ફેરવજો. સંસ્કૃતમાં એકાદ પાઠ આપણે સૌ ભણ્‌યા પણ હશું જેમાં વસંતૠતુનું રસપાન કરવા મળ્યું હશે. આ પુસ્તક પ્રેમના લેખોની સાથે સાથે સુંદર મજાની ગુજરાતી કવિતાઓ અને પંક્તિઓ પણ પ્રેમની જ એક અલગ અનુભૂતિ કરાવે છે.

આ પુસ્તકમાં હું શું સમજી? સાદી ભાષામાં કહું તો, તમે કોઈ પણ ઉંમરના હોવ, પ્રેમ કરો. પ્રેમ વ્યક્ત કરો. એને માણો. એમાં જાતને ઓગાળો. અને બસ એ પળને સુખ ગણી વાગોળ્યા કરો. તમારી માનસિક શારીરિક લાગણીઓને વ્યક્ત કરો. એ વ્યક્ત કરવી ખરાબ નથી. પણ એને ચર્ચાને ચગડોળે ન ચડાવો. જીવનમાં પ્રેમ સર્વસ્વ નથી તેમ પ્રેમ સિવાય જીવવું સરળપણ નથી. કલ્પના કરો કે તમને કોઈ પાસેથી પ્રેમ જ નથી મળ્યો તો તમારી લાઈફ કેવી હોય!

લેખક બહુ સરળતાથી આ ૪૩ લેખોમાં આ સમજાવે છે. આ પ્રેમ એ કોઈ પણ સંબંધમાં અનુભવવાતો હોઈ શકે એક મિત્ર સાથેનો હોય કે પ્રિય વ્યક્તિ સાથેનો. “પ્રાર્થના અને પ્રેમમાં પ્રયત્ન ન હોય. જે આપમેળે થાય એ જ સાચું.” “પ્રેમમાં પારદર્શકતા હોય વ્યૂહરચના નહિ.” “જો પ્રેમમાં પ્રિયજન મળે તો એનો આખોય આનંદ એકલાનેજ મળતને? જો ન મળે તો એની પૂરી પીડા પણ એકલપંડે જ ભોગવવાની છે!” “મળવું એ કિસ્મતનો ખેલ છે, મિત્ર બનવું એ અપુન કી ચોઈસ ક મામલા હૈ, બટ ફીલિંગ હેઝ નો કન્ટ્રોલ એટ ઓલ! (લાગે છે ને આપણી રોજબરોજની લાગણીભીની જીવંત પળો) લવ ઈઝ યુનીવર્સલ ફીલિંગ. માણસે જીવવું હોય તો ચાહવું જોઈએ.પછી મોત આવે તોય તમને અમર બનાવશે.

અહીં આ પુસ્તકમાં ૧૦માં લેખનું એક આગવું મૂલ્ય મને લાગ્યું. જેમાં લેખકે ‘ફેન્ટમ ઓફ ધ ઓપેરા’ની વાત કરી છે. એ વાંચતા મને અનુભવાયું કે પ્રેમ માત્ર સુંદર વ્યક્તિને જ થઈ શકે? શા માટે પ્રેમ એક સામાન્ય દેખાવની અથવા તો ઉપરોકત લેખમાં દર્શાવ્યા મુજબના ફેન્ટમના પાત્રને નથી મળતો? આખા પુસ્તકમાં લેખક આપણને પ્રેમ એક અનમોલ લાગણી છે એવું ફિલ કરાવે છે પણ આ લેખ વાંચીને હૈયું દ્રવી જાય છે. ત્યારે લેખકના શબ્દોમાં, ‘પોતાના અસલી આત્માને છુપાવવા માણસ સમાજમાં માસ્ક પહેરીને ફરે છે. દરેક પાસે પોતાની જાતમાં પોતાને ન ગમતું તત્વ તો હોય જ છે. ક્યારેક નિયતિ એવી રમત રમે કે પોતાની સારપને પણ વિકૃતિના મહોરા નીચે દાટી દેવી પડે!’ આ છે જય વસાવડાની કલમ જે પ્રેમ શીખવાડતા શીખવાડતા જિંદગીનું એવું સત્ય સમજાવી જાય છે કે જે અનુભવતા માણસ ધ્રૂજી જાય. યુવાપેઢીને બહુ ઉત્કૃષ્ટ સમજણ આપી છે આ લેખ દ્વારા.

પ્રેમ વિષય જ એવો છે અને આ પુસ્તક જ એવું છે અને લેખક પણ એવા ધુરંધર છેકે જેટલું લખું એટલું મને ઓછુ લાગે છે. અંતે લેખકનું એક ક્વોટ મને બહુ ગમ્યું, “જિંદગી એટલે શ્વાસોની આવનજાવન નહિ..... જિંદગી એટલે શ્વાસ લેવાનું ભૂલાઈ જાય એવી ક્ષણોને પામવાની ઘટના.”

જાહનવી અંતાણી. વડોદરા.

લો પંડિત

શ્લોકા પંડિત

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જરર્ઙ્માટ્ઠટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

લો પંડિત

શિવમ અને સંધ્યાને આ માસ્ટર્સનું છેલ્લું વર્ષ હતું, લગભગ ૫ વર્ષથીએ બંને સાથે ભણતા હતા અને હવે આ છેલ્લું વર્ષ હતું, ભણવા માટે પણ અને લાઈફ્ના મહત્વના નિર્ણયો લેવા માટે પણ. આટલા વર્ષોમાં એ બંને એકબીજાને ખુબ જ સારી રીતે સમજી ગયા હતા અને બંનેને લાગતું હતુ કે જીવનભર તેઓ એકબીજા સાથે વીતાવી શકશે. શિવમએ નક્કી કરેલું કે આ ૧૪મી ફેબ્રૂઆરી એટલેકે વેલેન્ટાઈન ડે ઉપર એ સંધ્યાને લગ્ન માટે પ્રપોઝ કરશે. આમ તો ઘણા સમય થી એકબીજા સાથે ગળાડૂબ પ્રેમમાં હોવા છતાં ક્યારેય લગ્નની વાત નથી કરી એ લોકોએ પણ હવે એ સમય આવી ગયો છે. વેલેન્ટાઈન ડે પર શિવમએ સંધ્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને સંધ્યા એ પણ હા પાડી. પછી બંનેએ પોતાના ઘરે વાત કરી અને બંને નાં ઘરેથી પણ હા આવી. લગ્નની તારીખ નક્કી થઈ, ધામધૂમ થી તૈયારી શરૂ થઈ ગઈ .

આ બધાની વચ્ચે શિવમ અને સંધ્યા બંનેએ નક્કી કર્યું હતુંકે આપણે લગ્ન રજીસ્ટ્રેશન તો ખાસ કરાવવું જ છે, તેથી લગ્નને થોડા સમયની વાર હતી ત્યારે બંને એક એડવોકેટ પાસે ગયા તેની માહિતી મેળવવા. શિવમએ તેમને કહ્યુંકે અમને વિસ્તારથી સમજાવો કે લગ્ન રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવી શકાય અને તેના માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ. એડવોકેટ સાહેબએ સમજાવવાનું શરૂ કર્યુંકે લગ્ન નોંધણી માટે જ્જ્ઞાતિ પ્રમાણે અલગ અલગ કાયદાઓ છે અને તેના હેઠળ નોંધણી થાય જેમ કે, હિંદુ મેરીજ એક્ટ-૧૯૫૫ , ઈન્ડિયન ક્રિશ્ચયન મેરિજ એક્ટ- ૧૮૮૯, મુસ્લિમ મેરિજ એક્ટ, પારસી મેરિજ એન્ડ ડિવોર્સ એક્ટ -૧૯૩૬ અને જ્યારે એ લાગુ નાં પડે ત્યારે સ્પેશિઅલ મેરિજ એક્ટ,૧૯૫૪ હેઠળ થાય.

૨૦૦૬ થી સુપ્રિમ કોર્ટએ લગ્ન નોંધણીને ફરજીયાત બનાવી છે, લગ્ન નોંધણી કરવી અનિવાર્ય છે અને તે એક મહત્વનો ડોક્યુમેન્ટ ગણવામાં આવે છે. લગ્ન નોંધણી નો એક અલગ જ ડીપાર્ટમેન્ટ છે, નીચે પ્રમાણે ની પ્રોસીજર થી લગ્ન નોંધણી કરી શકાય છે.

લગ્ન કરવા માટે છોકરીનાં ૧૮ વર્ષ પુરા થવા જોઈએ અને છોકરાના ૨૧ વર્ષ પુરા થવા જોઈએ. લગ્ન નોંધણી કરાવા માટેનું ફોર્મ આવે છે જેમાં બધી વિગતો ભરવાની હોય છે તે વિગતો બે ફોર્મમાં ભરવી, બંને ફોર્મમાં પતિ અને પત્નીની સહી લેવામાં આવે છે, તથા લગ્ન કરાવનારની સહી એક અલગ ફોર્મમાં લેવડાવવામાં આવે છે. નીચે પ્રમાણેનાં ડોક્યુમેન્ટ આ ફોર્મ સાથે મુકવામાં આવે છે.

૧. પતિ તથા પત્ની બંનેના પાસપોર્ટ સાઈઝ નાં ફોટા.

૨. પતિ તથા પત્નીનો જોઈન્ટ ફોટોગ્રાફ

૩. પતિ તથા પત્ની બંને નું રહેઠાણનું ઓળખપત્ર.

૪. પતિ તથા પત્નીનું જન્મનું પ્રમાણપત્ર.

૫. કંકોત્રી

૬. ૨ સાક્ષીઓના ઓળખપત્ર

૭. જો પતિ અથવા પત્ની ડિવોર્સી હોય તો તેનું હુકમનામું

આમ આટલા ડોક્યુમેન્ટ લગ્ન નોંધણી કરાવવા માટે ફરજીયાત છે. બંને ફોર્મ ઉપર ૧૦૦ ૧૦૦ રૂપિયાની મેરેજ રજીસ્ટ્રેશનની ટીકીટ લગાવવી , બધા ડોક્યુમેન્ટ નોટરાઈઝ કરાવવા, પતિ પત્ની બંનેની સહી તથા સાક્ષીઓની સહીઓ લેવી, અને ત્યારબાદ ફોર્મ સબમિટ કરવા માટે રજીસ્ટ્રાર પાસે પતિ તથા પત્ની બંને એ હાજર રહેવું ફરજીયાત છે, ફોર્મ સબમિટ કરતી વખતે તેની ફી ભર્યા બાદ તેઓ ફોર્મ સ્વીકારે અને ત્યારબાદ મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવે છે અને આ ખુબ જ અગત્યનું છે. જેમ હિંદુ શાસ્ત્રોક્ત વિધી જેટલી જરૂરી છે તેટલું જ લગ્ન નોંધણીનું પણ મહત્વ છે. મેરિજ સર્ટિફિકેટ ઘણી જગ્યાઓએ કામ આવે છે જેમ કે નવી સરનેમ સાથે બેંક એકાઉન્ટ ખોલાવવું, નવા નામ સાથે પાસપોર્ટ અથવા અન્ય કોઈ પણ પૃફ માટે અને કાયદાકીય રીતે લગ્ન તો જ માન્ય ગણાય જો તેની નોંધણી કરાવેલ હોય.

એડવોકેટ સાહેબની વાત સાંભળીને શિવમ અને સંધ્યા બંનેને કૈક નવી જ જાણકારી મેળવી તેવું લાગ્યું અને તેઓએ કહ્યું કે અમારે લગ્ન નોંધણી કરાવવી જ છે જેથી અમને ભવિષ્યમાં કોઈ તકલીફના પડે, તેઓએ કહ્યું કે અમે બે જ દિવસમાં બધા ડોક્યુમેન્ટ્‌સ આપી જઈશું અને લગ્નના પછીના દિવસે આપણે રજીસ્ટ્રેશન કરાવવા જઈશું. ત્યાંથી નીકળ્યા બાદ શિવમ અને સંધ્યાને એક ભાર ઉતરી ગયો હોય તેવું લાગતું હતું. શિવમએ સંધ્યાને કહ્યું કે આપણા લગ્ન થશે એટલે તું હિંદુ શાસ્ત્રોક્ત વિધી થી તો મારી પત્ની બનીશ જ પણ તેના ઉપરાંત લગ્ન નોંધણી થશે એટલે કાયદાકીય રીતે પણ તું મારી પત્ની બની જઈશ. એટલે સંધ્યાએ કહ્યું કે હા આપણે કાયદાકીય રીતે આટલા જાગૃત તો હોવા જ જોઈએ અને ભવિષ્યમાં આપણા મિત્રોમાં પણ આપણે આ જાગૃતતા લાવીશું.

શ્લોકા પંડિત. અમદાવાદ.

રૂગ્ણાલય

ડો. ગ્રીવા માંકડ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ૈહર્કજ્રર્રર્દ્બીીષ્ઠઙ્મૈહૈષ્ઠ.ર્ષ્ઠદ્બ

શરદી ઉધરસ અને શરદ ૠતુ

વારંવાર શરદી ઉધરસ થવા એ દેખીતી રીતે સામાન્ય લાગે એવી તકલીફ છે, છતાં એ ૦ થી ૧૪ એટલે કે પુખ્ત વય થવા સુધીના બાળકોમાં સહુથી વધારે જોવા મળતી સમસ્યા છે. કાયમી રહેતી શરદી ઉધરસ એ ઉપરના શ્વસન તંત્રને લાગતા ચેપને લીધે થતી સમસ્યા છે. લગભગ ૨૦૦થી પણ વધુ વાઈરસ આ પ્રકારના ચેપ માટે જવાબદાર છે. એકવાર શરદી ઉધરસ થાય એટલે ૬થી ૧૦ દિવસ સુધીમાં જ રાહત થાય છે.

આ સમસ્યા જરા પણ જોખમી નથી. પણ હા, એ બાળકની પ્રતિકાર શક્તિની પરીક્ષા જરૂર કરી આપે છે. ઘણા મા-બાપ બાળકને શરદી ઉધરસ થયા નથી કે તુરંત જ ડોક્ટર અંકલ પાસે દવા લેવા લઈ જાય છે. આપણા શરીરના પ્રતિકાર તંત્રના કોષો મજબૂતપણે આપણી સરહદે રક્ષા કરતા સૈનિકની જેમ જ પ્રવેશતા પ્રત્યેક જીવાણું કે જંતુ સામે લડત આપતા જ હોય છે. જરૂર છે, એ પ્રતિકાર તંત્રને અંદરથી વધુ મજબૂત કરી લેવાની! માટે પ્રથમ તો એ સમજી લઈએ કે આ સમસ્યા માટે એન્ટીબાયોટીક પ્રકારની દવા એનો ઈલાજ નથી કારણ કે ચેપ એ વાઈરસને લીધે છે, એન્ટી બાયોટીક દવાઓ એ બેકટેરિઆ દ્વારા લાગતા ચેપમાં અસર કરે. આ સમસ્યા આમ તો જાતે જ મટી જાય છે કોઈ પણ પ્રકારની સારવાર વિના. પરંતુ, જો એ વારંવાર થતા રહે તો જરૂરથી યોગ્ય સારવાર કરાવવી જોઈએ. જેથી બાળકની પ્રતિકારકતા વધારી શકાય.

કારણોઃ શરદી, ઉધરસ આમ તો વરસ દરમિયાન ગમે તે ગાળામાં થઈ શકે. મોટેભાગે પાનખર અને શિયાળાની ૠતુના ગાળામાં વધુ જોવા મળે છે. તેનો ચેપ એક બાળકમાંથી બીજા બાળકમાં ફેલાઈ શકે સીધા સંપર્ક દ્વારા અથવા વાતાવરણમાં વાઈરસના સંસર્ગમાં આવવાથી જેમને ચેપ લાગ્યો હોય તેમનો હાથ વડે બીજાને સ્પર્શ થયો હોય તો તેમને પણ પોતાનો હાથ આંખ, નાક કે મો ના સંપર્કમાં આવતા જ ચેપ લાગી શકે છે. કેટલાક વાઈરસ કેટલાક સ્થળો ની સપાટી પર એકાદ દિવસ સુધી જીવિત રહી શકે છે.

બાળક જયારે પ્રિ-સ્કૂલ, નર્સરી કે પ્લેય સ્કૂલમાં જવાનું શરૂ કરે ત્યારબાદ વધુ બાળકોના સંસર્ગમાં આવવાને પરિણામે તેને પણ ચેપ જલદી લાગી જવાની શક્યતા રહે છે. એ જ રીતે સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા મોટા ભાઈ બેન ને લાગેલા ચેપ ને લીધે નાનું બાળક પણ તરત અસરગ્રસ્ત થઈ જતું હોય છે.

લક્ષણોઃ લક્ષણોમાં શરદી, સુકી કે કફ વાળી ઉધરસ, આંખ તેમજ નાકમાંથી પાણી નીકળવું, નાક બંધ થઈ જવું, થોડી ઘણી છીંક આવવી, શરીર ગરમ લાગવું કે થોડો તાવ રહેવો કે ક્યારેક સુસ્તી રહેવી વગેરે જેવા સામાન્ય સંજોગોમાં રહ્યા કરતા હોય છે. એ ઉપરાંત, જો ૩ વર્ષથી ઉપરના બાળકમાં જો અતિશય છીંકો આવે, સાથેસાથે નાકમાંથી પાતળું પાણી દદડવાનું લગભગ એકાદ મહિનાથી પણ વધુ ચાલુ રહેતું હોય તો એવા બાળકને એલર્જીની તકલીફ છે એવું કહી શકાય.

અહીં કેટલીક વાતો ખાસ જાણી લઈએ :

દરરોજ કરતા હોઈએ એ કરતા થોડી વધુ માવજત જાળવીએ તો ખૂબ વધુ સ્વસ્થ રહી શકાય

બાળક ને દરરોજ કઈ પણ ખાવા પહેલા, પછી તેમજ ઉધરસ કે છીંક આવ્યા બાદ નિશ્ચિત પણે હાથ ધોવાની આદત પડાવવી

જેમને ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિઓ સાથે જો બને તો બાળકનો સંસર્ગ ન કે ઓછો કરાવવો

જો બાળકને ઉધરસ ની તકલીફ થોડી વધારે જ હોય તો એમને ડેય કેર કે સ્કૂલ માં મોકલવાનું ટાળવું

શરદી થઈ હોય ત્યારે બાળકને લીંબુ કે વિટામીન ષ્ઠ યુક્ત ફળો ન અપાય એ તદન ખોટી માન્યતા છે. વિટામીન ષ્ઠ એ અસરગ્રસ્ત કોષોને જલદીથી જ સાજા કરવાનું અગત્યનું કામ કરે છે.

ખાસ કરીને ઉધરસ આવે ત્યારે તેમજ છીંક આવે ત્યારે મોં આડે ચોખ્ખો રૂમાલ મૂકી દેવાનું શીખવવું

જો કોઈ કારણસર હોસ્પિટલમાં જવાનું થાય તો નાના બાળકને સાથે લઈ જવાનું સદંતર ટાળવું

રોગજન્ય જંતુઓને મારી શકે એવું ક્લીનર (ઙ્ઘૈજૈહકીષ્ઠંટ્ઠહં) ઘરમાં વસાવવું. ઘરની જ વ્યક્તિઓમાં ચેપ લાગતો અટકાવવા માટે ઉપયોગી બની રહે છે.

ઉપાયોઃ આમ તો શરદી ઉધરસ થવા એ જાતે જ મટી જતી સમસ્યા છે. પણ જેમ આપણે આગળ સમજ્યા એમ એ જો વારંવાર કોઈ પણ ૠતુમાં, કોઈ પણ પરિસ્થિતિ કે વાતાવરણમાં થયા કરતા હોય તો જરૂરથી પ્રતિકારકતા વધારવા માટે યોગ્ય આડઅસર રહિત સારવાર કરી શકાય.

હોમિયોપેથીમાં તો ખુબ બધી દવાઓ એવી છે કે જે આપતા જ બાળકની મૂળભૂત તાસીરમાં જરૂર મુજબ ફેરફાર શરૂ થઈ તેની પ્રતિકારકતા ને વધુ અસરકારક બનાવી દે છે.

બાળકોને તો શરૂઆતથી જ કોઈ પણ સમસ્યા માટે જો યોગ્ય હોમિયોપેથીક સારવાર લેવામાં આવે તો લાંબા સમય સુધી રોગ પ્રતિકારકતા જાળવવામાં તેમજ શારીરિક/ બૌદ્‌ધિક /માનસિક વિકાસ ખીલવવામાં ખૂબ મદદરૂપ થાય છે.

કેટલાક ઘરગથ્થું નુસખા :

બાળકને દરરોજ સવારે નવશેકું ગરમ પાણી પીવડાવવાની આદત રાખવી.

એક ગ્લાસ્સ પાણી વાસણમાં લઈ તેમાં તુલસી, ફૂદીનાના પાન (હાથ વડે નાના નાના કાપી), થોડોક મરીનો ભુક્કો, ખમણેલું આદુ ઉમેરી લગભગ અડધું થઈ જાય ત્યાં સુધી ઉકળ્યા બાદ કપમાં લઈ તેમાં મીઠું ને લીંબુનો રસ નાખી લગભગ ત્રણેક દિવસ સુધી પીવડાવી શકાય.

નાગરવેલના પાનનો દીવા સાથે શેક કરી શકાયઃ

એક ડીશમાં દીવો રાખી એની ઉપર કાના વાળું ચાયની જેવું વાસણ ઊંંધું મુકવું. એના પર્નાગર્‌વેલના ૨-૩ પત્તા મૂકી દેવા. હવે જે વરદ બહાર આવશે તે એ કાણા વાળા વાસણમાંથી થઈ ને એ પત્તા માં થી થઈને આવશે. એ પત્તાપર જાડુ કોટન નું નેપકીન કે કાપડ અડાડતા રહી ને એનો છાતી પર શેક લઈ શકાય.

બાળકને જો વધુ સુકી ઉધરસ રહેતી હોય તો દિવસમાં ત્રણેક વાર એક ચમચી મધ ચટાડી શકાય.

ડો. ગ્રીવા માંકડ. અમદાવાદ.

સૂર, શબ્દને સથવારે

સૌમ્યા જોષી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્ઘજટ્ઠેદ્બઅટ્ઠ૭૬૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સૂર, શબ્દને સથવારે

હોંઠો સે છૂ લો તુમ, મેરા ગીત અમર કર દો...

બન જાઓ મિત મેરે, મેરી પ્રીત અમર કર દો....

૮ ફેબ્રૂઆરી એટલે પ્રપોઝ ડે. ૭ થી ૧૪ ફેબ્રૂઆરી સુધી વેલેન્ટાઈન વીકની ઉજવણીમાં વ્યસ્ત રહેતા આજનાપ્રેમીજનો જાતજાતના તિકડમ કરીને પોતાના પ્રિયપાત્ર સુધી પોતાના મનની વાત પહોંચાડતા હશે, કબૂલ. પણ’૭૦નાં દશકમાં જન્મેલી પેઢીનાંકેટલાય લોકોનો અનુભવ હશે કે તેમણે પ્રિયપાત્ર સુધી પોતાના મનની લાગણી પહોંચતી કરવા ’૮૧માં રજૂ થયેલી ફિલ્મ ‘પ્રેમગીત’નું આ ગીતગણગણ્‌યું જ હશે! મજાની વાત જુઓ! પ્રેમીઓ જેને પ્રપોઝ ડે તરીકે ઓળખાવે છે, એ જ દિવસે આ અવિસ્મરણીય પ્રેમગીતના ગાયકનો જન્મદિવસ! એગાયક એટલે કોણ એ કહેવાની જરૂર ખરી?

આમ તો માતાપિતા એએનું નામ પાડેલું જગમોહન... ૮ફેબ્રૂઆરી, ૧૯૪૧માં રાજસ્થાનના શ્રીગંગાનગરમાં શીખ પિતા સરદાર અમરસિંહધમાની અને માતા બચનકૌરને ત્યાં ચાર બહેનો અને ત્રણ ભાઈઓવાળા પરિવારમાં જન્મેલા જગમોહનને સૌ કોઈ જીત કહીને બોલાવે. પોતાની પરિણીત મોટી બહેનને મળવા ગયેલા જગમોહને, ત્યાં પધારેલા એક સંત સમક્ષશ્લોકોનું પઠન કર્યું. એ સાંભળીને ભાવવિભોર થઈ ગયેલા સંતે સૂચવ્યું કે આ છોકરાનું નામ‘જગજીત’રાખો, કારણકેએનામાંક્ષમતાછે, પોતાનાઅદ્‌વિતીયઅવાજવડેઆખીદુનિયાનેજીતવાની....

જગજીતસિંહને સંગીતનો વારસો પોતાના પિતા તરફથી મળ્યો. તદુપરાંત નાનપણમાં ગંગાનગરમાં પંડિત છગનલાલ શર્મા પાસેથી તેમણે બે વર્ષ શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. ત્યાર બાદ સેનિયા ઘરાણાના ઉસ્તાદ જમાલખાં પાસેથી તેમણે ખયાલ, ઠુમરી અને ધ્રૂપદની બારી કી ઓશીખી, જેનો ભરપૂર ઉપયોગ તેમણે આગળ જતા ગઝલ ગાયકીના ક્ષેત્રે નવાનવા પ્રયોગો કરવામાં કર્યો. જોકે, સરકારી નોકરી કરતા પિતાની મહેચ્છા હતી કે એનો ગ્રેજ્યુએટ દીકરો પણ સરકારી નોકરીમાં જોડાઈને પોતાનું ભવિષ્ય ઉજળું કરે. પરંતુ દીકરાના દિલમાં તો સંગીતની દુનિયા સર કરવાના ખ્વાબ જાગી રહ્યા હતા. માર્ચ ૧૯૬૫માં ઘરે કોઈને પણ કહ્યા વિના એ દીકરાએ મુંબઈની વાટ પકડી.

જગજીતસિંહના શરૂઆતના દિવસો ખાસ્સા સંઘર્ષમય રહ્યા. વિજ્જ્ઞાપનોના જિંગલ્સ ગાઈને, લગ્ન તેમજ અન્ય માંગલિક સમારંભોમાં ગીત-ગઝલ ગાઈને તેમણે પોતાનું ગુજરાન ચલાવ્યું. જોકે, એક દાઢીમૂછવાળા, પાઘડી પહેરેલા પંજાબી ગાયકને જલ્દીથી લોકો સ્વીકારી નહિ શકે એવું લાગતા તેમણે દુઃખી મને આ બધા પ્રતિકોનો કાયમ માટે ત્યાગ કર્યો. જો કે, દાઢીમૂછ અને પાઘડી વિના અત્યંત સોહામણા લાગતા જગજીતને એ સમયે ફિલ્મોમાં અભિનેતા બનવાની મહેચ્છા જાગી હતી. એવા સમયે અભિનેતા તરીકે એમને સૌથી પહેલો મોકો ગુજરાતી ફિલ્મ ’ધરતીના છોરૂં’માં મળ્યો હતો. ત્યારબાદ ગુજરાતી સંગીતકાર અજીત મર્ચન્ટે એમની પ્રતિભા પારખી અને ફિલ્મ ’બહુરૂપી’માં પાર્શ્વગાયક તરીકે પહેલો મોકો આપ્યો હતો. ત્યારબાદ ધીરે ધીરે એમણે સંગીત અને ગઝલોની દુનિયામાં કાઠું કાઢ્‌યું. જો કે સંઘર્ષના આ દિવસોમાં જ ઈ.સ.૧૯૬૭માં તેમના જીવનમાં વસંતનું આગમન થયું. અત્યંત ખૂબસૂરત એવા બંગાળી મહિલા ચિત્રાદત્તા કે જે પોતાના વિસંગત લગ્ન જીવનથી ત્રસ્ત મનોદશામાં પોતાની ગઝલ ગાયક તરીકેની ઓળખ જાળવી રાખવાની કોશિશ કરતા હતા, એમણે જગજીતસિંહે લંબાવેલા હાથમાં પોતાનો હાથ સોંપ્યો અને ૧૯૬૯માં ભૂતપૂર્વ પતિથી અલગ થઈને જગજીતસિંહ જોડે વિવાહ કર્યા.

જો કે વિવાહ બાદ પણ આ સંગીત બેલડીનો સંઘર્ષ ચાલતો રહયો. એ સમયે ગઝલ ગાયકીના ક્ષેત્રે હજુયે દરબારી પરંપરા યથાવત હતી. ધનિકો, જમીનદારો અને અરબી - ફારસીના મિશ્રણ યુક્ત શિષ્ટ ઉર્દૂનાં જાણકાર લોકો જ ગઝલનો લૂત્ફ ઉઠાવી શકતા. જગજીતસિંહે ગઝલને જનસામાન્ય સુધી પહોંચતી કરવા પ્રયત્ન કર્યો. ગાલીબ, સુદર્શનફાકિર, બશીરબદ્ર, નિદાફાઝલી, ગુલઝાર જેવા જાણીતા શાયરોની સરળ, સહજ શબ્દોમાં લખાયેલી પરંતુ અત્યંત સૂક્ષ્મ ચોટદાર રચનાઓ વીણીવીણીને તેમણે સૂરોમાં પરોવી અને પોતાની મખમલી અવાજના જાદૂઈ સ્પર્શે શ્રોતાઓના અંતરમનમાં અમીટછાપ છોડી. મિત્રોને યાદ હશે, એંસીના દાયકામાં જયારે સામાન્ય માનવી માટે સંગીત થકી મનોરંજનની વ્યાખ્યા રેડિયો પર વાગતા ગીતો કે બહુમાં બહુ તો ક્યાંક ક્યાંક પ્રાપ્યએ દૂરદર્શન પર અઠવાડિયે બે વાર જૂથતા ચિત્રહાર જેવા કાર્યક્રમો સુધી સીમિત હતી, ત્યારે આ બેલડી પોતાની યુવાન અને તરોતાઝા ગાયકી, શ્રેષ્ઠ ગઝલો-નઝ્‌મોના ચયન અને મધુર સંગીત થકી ગઝલ ગાયકીના આકાશમાં દૈદીપ્યમાન સૂરજની જેમ ઝળહળી ઉઠી. જૂની ગાયનશૈલીમાં પ્રચલિત એવી સારંગીના સ્થાને જ ગજીતસિંહે વાયોલિનને અપનાવ્યું. તેમણે ગઝલમાં ગ્િાટાર અને સંતૂર જેવા વાદ્યોને પણ સ્થાન આપ્યું. ગઝલ ક્ષેત્રે અપ્રતિમ સફળતા હાંસલ કર્યા બાદ જ્યારે તેમણે ફિલ્મોમાં પાર્શ્વગાયનની શરૂઆત કરી તો તેમની આ સફરનો આરંભ અવિસ્મરણીય એવા આ ગીતથી થયો.

“હોઠોં સે છૂલો તુમ, મેરા ગીત અમર કરદો....”

ઓર એક વાત, એંસીના દશકમાં હિન્દી ફિલ્મોમાં જ્યારે નર્યોશોર કહેવાય એવું સંગીત પીરસાઈ રહ્યું હતું ત્યારે જગજીતે ‘સાથસાથ’ અને ‘અર્થ’ જેવી ફિલ્મોમાં અત્યંત કર્ણપ્રિય સંગીત આપ્યું. ચાહે પ્રાઈવેટ આલ્બમો હોય કે કોન્સર્ટ કે પછી ફિલ્મ સંગીત, જગજીતસિંઘે હંમેશા પોતાના શ્રેષ્ઠ સંગીત અને સ્વર થકી ગાલીબ, આમિરમીનાઈ, સુદર્શનફાકિર, બશીરબદ્ર, નિદાફાઝલી, ગુલઝાર જેવા કેટલાયે નામી અનામી શાયરોની કલમને સાર્થકતા બક્ષી. શ્રોતાઓ ગીતના શબ્દો પર ધ્યાન આપતા થયા તેનું શ્રેય પણ જગજીતને આપી શકાય. એમણે ચૂંટેલી રચનાઓ પરથી આપણને સહજ રીતે ખ્યાલ આવે કે તેમને કવિતાની કેટલી ઊંંડી સૂઝ છે. જે સમયે તૈયાર ધૂન પર ગીતના બોલ લખાતા હોય ત્યારે, ચુનંદા ગીતો અને ગઝલોને, તેમનું કાવ્યત્વ જીવંત રહે, એટલું જ નહીં, શ્રોતાઓના હૃદયને સ્પર્શે એ રીતે સંગીત બદ્ધ કરીને લોકો સુધી પહોંચતા કરવામાં જગજીતનો અમૂલ્ય ફાળો છે, એટલું જ નહીં, પોતાના મખમલી અવાજથી કેટલાય લોકોના હૃદયને તેમણે શાતા પહોંચાડી છે તો તેમના હળવાફૂલ ગીતોએ અગણિત લોકોને ખુશકર્યા છે.

માનવ મનનો કોઈએ વો અહેસાસનથી કે જેને જગજીતે પોતાની ગઝલોમાં ન ઊંતાર્યો હોય! ને એમાંયે વૈવિધ્ય કેટલું! સેમી ક્લાસિકલ ગઝલ ગાના રાજગજીત જ્યારે મસ્તીભર્યા અંદાઝમાં પંજાબી ગીતો ગાય ત્યારે આખો શ્રોતા ગણ ઝૂમતો હોય! અને આ જજગજીત ભાવવાહી અવાજમાં ‘સબસે ઊંંચી પ્રેમ સગાઈ....’ ગાય ત્યારે સાંભળનારના અંતરમન ઝંકૃત થયા વિનાન રહે. બેનમૂન ગાયકી અને વિભિન્ન ભાષાઓ પર અચ્છી પકડ ઉપરાંત પોતે જે કઈ ગાયએ સીધા સરળ શબ્દોમાં હોય કે જેથી સાંભળનારને આસાનીથી એ સમજાય- આ જગજીતનું ઓર એક જમાપાસું કહી શકાય. ગમે તેટલી ગહન રચના હોય પણ શ્રોતાઓને ન સમજાયતો શું કામની? આ વાત સારી પેઠે સમજતા જગજીત, સદા સરળ શબ્દોમાં કહેવાયેલા ઉત્તમ વિચારને અત્યંત સાદગીપૂર્ણ રીતે, ઓછામાં ઓછા વાદ્યોના ઉપયોગથી સંગીતમય રૂપ આપતા. એટલે જ આજે પણ લોકો ફરીફરીને, વારંવાર એ મને સાંભળતા રહે છે.

સૌમ્યા જોષી

સાતમી ઈદ્ગિય

રીટા ઠક્કર

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ંરટ્ઠાાટ્ઠિિૈંટ્ઠ૧૮૧૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સાતમી ઈદ્ગિય

આલિંગન એક અહેસાસ :

ફેબ્રૂઆરી મહીનો આવે એટલે પશ્ચિમમાંથી પ્રેમનો ધસમસતો પ્રવાહ આવતો હોય તેવું લાગે, જાણે પ્રેમ એ પશ્ચિમની જ દેન હોય. ભારતીય સાહિત્યકારોએ અને આધ્યાત્મિક ગુરૂઓએ પણ પ્રેમ વિશે ખુબ ખુબ ગહન ચર્ચાઓ કરી છે. પ્રેમ એ પરમ સત્વ છે, સાત્વિક પ્રભુત્વનો માર્ગ છે, પ્રેમ વ્યક્તિના શરીરને નહીં પણ આત્માને થાય છે, પ્રેમ વ્યક્તિની ખુબી સાથે થાય છે, પ્રેમ વ્યક્તિની ખામી સાથે પણ થાય છે વગેરે વગેરે..

આ બધી ચર્ચાઓમાં કોણે ક્યારે અને કેવી રીતે પ્રેમ અને સ્પર્શ વચ્ચે લક્ષ્મણરેખા દોરી કાઢી એ શંશોધનનો વિષય છે.

પણ...

પ્રેમ અને સ્પર્શ સિક્કાની બે બાજુ છે. ગુલાબનું ફુલ હોય,કમળનું ફુલ હોય કે મસ્ત નાનું બાળક જોઈએ કે તરત આપણો હાથ અજાણતાં જ તેને સ્પર્શવા ઝંખે છે .એને વહાલથી ઉચકી લઈ, છાતી સરસું ચાંપવાની તીવ્ર ઈચ્છા થઈ જાય છે. અને એના ગાલ પર પ્રેમથી એકાદ બે પપ્પી પણ કરી લેતાં અચકાતા નથી. આમ સહસા એને ભેટી લેવું, વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ એક્દમ સહજ રીતે પ્રગટ કરી દેવો જેને આલિંગન કહેવામાં આવે છે.આ પ્રકારના હળવા આલિંગનમાં શરીર થોડાં અને થોડીવાર માટે અડે અને એમાં કોઈ પ્રકારનું દબાણ હોતું નથી. આ પ્રકારના આલિંગનમાં બીજો કોઈ ખ્યાલ સંભવ નથી.

આમ, પ્રેમ અભિવ્યક્ત કરવાની સૌથી સરળ રીત આલિંગન છે. હા, આલિંગન. આલિંગન તમારા પ્રિય વ્યક્તિ સાથેના સંબધોનો એક્સરે છે. આ સંબધ કોઈપણ હોઈ શકે,ચાહે પતિ-પત્ની કે પ્રેમી, ભાઈ બહેન કે મિત્રો.આલિંગન તમારા એ વ્યક્તિ સાથે કેટલા હુંફાળા અને પ્રેમાળ સંબધો છે એનું પ્રતિબિંબ છે.

આ આલિંગન ઘણાય કારણોસર કરવામાં આવે છે.પણ જહેરજીવનમાં મોટાભાગે બે વ્યક્તિ મળે કે અલગ થાય ત્યારે કરવામાં આવતા હોય તે આપણી સંસ્કૃતિમાં મોટેભાગે સ્વીકૃત છે. આ બાદ કરતાં દરેકના પોતાના કેટલાય અલગ અલગ કારણો હોઈ શકે છે. હા, આકર્ષણ, રોમાંસ, અને પ્રેમ એના મુખ્ય કારણો ગણાય. આલિંગન બતાવે છે તે વ્યક્તિના સારા-ખોટા સમયમાં તમે કેટલો સાથ આપ્યો હતો અને ભવિષ્યમાં આપશો એ પણ.હળવું આલિંગન વ્યક્તિ પ્રત્યેની લાગણી પ્રગટ કરવાનો ઉત્તમ રસ્તો છે.

કોઈકારણોસર આપણે ટચલેસ રીલેશન..સ્પર્શ વિહિન સંબધો.. તરફ આગળ વધી રહ્યા છીએ.

સ્પર્શ વગર આલિંગન શક્ય નથી. કદાચ કોઈ પ્રેમના વિરોધી અથવા કોઈ પ્રેમમાં ભારે હતાશ થયેલ વ્યક્તિએ પ્રેમને સ્પર્શના સુખથી દુર કર્યો હોવો જોઈએ.આપણા ભારતિય સમાજમાં જાણે આલિંગન એટલે શારીરીક સબંધ બાધવાનુ પ્રથમ પગથિયું. બાકી ઈતિહાસ સાક્ષી છે કે આપણા પુર્વજો આ પ્રકારના હળવા આલિંગનનો છુટથી ઉપયોગ કરતાં. કૃષ્ણ સુદામાની વાત આવે એટલે બે મિત્રો પ્રેમથી ગળે મળતા નજર સામે આવી જાય.એવી જ રીતે રામ અને ભરતમિલાપની વાતમાં બે ભાઈઓનો નિર્મળ પ્રેમ તેમનાં આલિંગનમાં છલકાતો જોવા મળે.

આપણે દંભી માણસો છીએ. ટીવી પર,ફિલ્મોમાં, મેગેઝીનોમાં, ઐતિહાસિક પુસ્તકોમાં, ધાર્મિક પુસ્તકોમાં બધે જ પ્રેમ અને આલિંગનના દ્રશ્યો જોઈએ છીએ, વાંચીએ છીએ, માણીએ છીએ છતાં આપણે "ટચ ફ્રી" સ્પર્શમુક્ત લાઈફસ્ટાઈલ અપનાવવા માંડી છે. વધુ સ્પષ્ટ કહું તો આપણે બેમોંઢાવાળી જીંદગી જીવીએ છીએ. ફેસબુક કે ટ્‌વીટર જેવા સોશ્યલ મીડીયા પર વર્ચ્યુઅલમિત્રોને આરામથી હગ્સ.. એન્ડ... કીસીસ લખી દઈએ છીએ. પણ વાસ્ત્વિક જીંદગીમાં સેક્સસ્યુઅલ રીલેશન સિવાય કોઈને હગ કરતાં અચકાઈએ છીએ.

બેઝીકલી આપણે હોટબ્લ્ડેડ મેમલ્સ છીએ ગરમ હુંફાળા સ્પર્શથી ઓક્સીટેશન હોર્મોન્સનું લેવલ વધે છે,જેને સાદી ભાષામાં હેપી સીન્ડરોમ પણ કહેવાય જેની અસર હેઠળ બ્લ્ડપ્રેસર કંટ્રોલમાં આવે.આ સાયન્સે પ્રુવ કરેલ વાતો શું આપણે રોજબરોજની જીંદગીમાં અનુભવતા નથી? ક્યારેક ખુબ ગુસ્સામાં કે ઉંડી હતાશામાં હોઈએ ત્યારે કોઈ પ્રિયજન આવીને આલિંગન આપે ત્યારે એ નકારાત્મક્તામાંથી ઝડપથી બહાર આવી જતા હોઈએ એ ક્યાં નવું છે આપણા માટે.

બાળકો જયારે કશાંકથી ડરી જઈ માતા કે પિતાને એક્દમ વળગી પડે છે એ પ્રકારનું આલિંગન બાળકમાં માતાપિતાની હાજરીથી તે સુરક્ષિત છે એવો ભાવ પેદાં કરે છે. સ્પર્શની દિવ્ય અનુભુતિથી આપણે બેખબર છીએ એવું તો નથી, તો પછી કોની રાહ જોવાની? આપણે આપણા બાળકોને સવારે ઉઠીને ભગવાનને પગે લાગતાં શીખવવાનું ભુલી જઈશું તો ચાલશે પણ તેમને દરરોજ મા-બાપને હગ કરવાની આદત પાડો, ઘડપણમાં બાળકો સાથેના ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જશે. અને આપણામાંથી કેટલાયે પોતાના મા-બાપને વર્ષોથી ભેટ્‌યા નહીં હોય. કદાચ બાળપણ પુરૂ થયા પછી કયારેય ન ભેટ્‌યા હોય એ લોકો એકવાર હિંમત કરે તેમના મા-બાપને પ્રેમથી ભેટવાની અને પછી સંબધોમાં આવેલ ફેરફાર નોંધે.

જોકે, પ્રેમના સ્વરૂપને સહજ રીતે સ્વીકારવા માટે ખુદ ભારતમાતાએ ફરી જન્મ લેવો પડશે.આપણે દ્‌ંભી અને ખોટા મહોરાંવાળી જીંદગીથી એટલાં બધાં ટેવાઈ ગયા છીએ કે સ્વાભાવિક રીતે જીવવાનું જ ભુલી ગયા છીએ. આ લખતી વખતે આવું જ એક દંભભર્યુ દ્રશ્ય મને મારી આંખ સામે તરવરે છે.

થોડાંક દિવસ પહેલાં એક સ્વજન પરદેશ જતાં હોવાથી મારે એરપોર્ટ તેમને મુકવા જવાનું થયું. પરદેશ જઈ રહેલ યુવાન સ્વજનનાં મા-બાપ એને ભેટીને રડી પડેલાં,આ દ્રશ્ય જોઈને મને ખુબ જ આનંદ થયો.યુવાન વારાફરથી ત્યાં આવેલ તેના દરેક સગાંને પોતાની સગાઈ અનુસાર હાથ મિલાવ્યા-ભેટ્‌યો-પગે લાગ્યો. ખબર નથી કેમ પણ મારી નજર સતત એ યુવાન પર હતી જે જઈ રહ્યો હતો, અને એની નજર સતત એની યુવાનપત્ની પર..જેને એ અહીં મુકીને જઈ રહ્યો હતો. યુવતી પણ એને જ જોઈ રહી હતી.ભગવાનમાં બહુ નહીં માનનારી એવી હું ક્યારનીય ભગવાનને પ્રાર્થના કરવા માંડી હતી કે હે ભગવાન, આ બધાને આ બધાંને ભેટવાનો શિષ્ટાચાર પુરો થાય પછી અહીંથી છુટાં પહેલાં આ માણસ એની પત્નીને એકવાર ભેટે.

પણ નહીં..

સમાજની બનાવેલ દંભી રીતે એને એની પત્નીને દુરથી હાથ હલાવીને બાય કહેવામાં સંતોષ માનવો પડયો.આ જોઈને હું વિચારે ચઢી કે આજે મા-બાપની હાજરીએ તે પત્નીથી દુર રહ્યો છે પણ કાલઉઠીને એ જ પત્ની માટે મા-બાપથી દુર થશે.

શા માટે આપણે કુદરતી પ્રેમના આવેગને ખાળીને જીવવું પડે એવી સામાજીક રચનાને પ્રોત્સાહન આપીએ છીએ?

રીટા ઠક્કર

સૂક્ષ્મ વાત

લતા સોની

ઙ્મટ્ઠંટ્ઠા૧૯૫૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ટૂંકી વાર્તા ઃ નર્ક મૂક્તિ

એ બસને જતી જોઈ રહી. એની આંખમાંથી આંસુનાં બે ટીપા આવ્યા ન આવ્યા ને સુકાઈ ગયા. એક વખત હતો કે પોતે આ બસમાં બેઠી હોય અને આ રેડ લાઈટ એરીયામાંથી પાસ થતી હોય ત્યારે મનમાં ઘૃણા ઉદ્રભવતી.

જીવન એને ક્યાં નું ક્યાં લઈ આવ્યું?

જે જગ્યા જોઈ ઘૃણા થતીપ. બસ ત્યાંથી પસાર થતી ત્યારે, એ જ જગા એની ઓળખ બની ગઈ. કિસ્મતના ખેલની રીત જુવો તો એ ખેલનું એક રમકડું બનીને રહી ગઈ.

‘એ ત્યાં બાલ્કનીમાં ઉભી ઉભી શું કરે છે? તારો હગલો કોઈ એમ નહીં આવે. આવ અંદર.’

અવાજ સાંભળી વિચારોમાંથી બહાર આવી. અને ચુપચાપ અંદર જતી રહી. એ જ રોજનું મશીનની જેમ જીવવાનું શીખી ગઈ હતી એ. શરીર ચુંથાતુ તો એ જાણે જડની જેમ રહેતા ટેવાઈ ગઈ હતી. બસ કોઈપણ રીતે પોતાની એકની એક દિકરી આ દોઝખથી દુર રહે એ માટે પ્રયત્નશીલ રહેતી. અહીં કોઈ દલાલને અણસાર પણ ન આવે એનું ખુબ ધ્યાન રાખવું પડતું. દિકરીને હોસ્ટેલમાં રાખી ભણાવતી હતી. છુટ્ટીઓમાં દિકરી એક હિતેત્છુ છે જેમણે એનાં જન્મ સમયથી સાચવતા તેમને ત્યાંય જ જતી.

શરૂમાં તો દિકરી જીયા એમ સમજતી કે એની મમ્મી પરદેશમાં જોબ કરે છે. એને એમ જ સમજાવવામાં આવ્યું હતું. જીયા કોલેજના છેલ્લા વર્ષમાં હતી અને તે વગર કહે જ એના જીગર અંકલને ત્યાં આવી. આમ તો રજાઓ હોય ત્યારે જ આવતી. દરવાજાને નોક કરવા ગઈ ને એને જીગર અંકલને કોઈની સાથે એના વિશે વાત કરતા સાંભળ્યા.

‘બેના, ક્યારેક તો આપણે જીયા ને હકીકત થી વાકેફ કરવી જ પડશે. મને લાગે છે હવે એ વખત આવી ગયો છે. ‘

સામે શું વાત થઈ એ તો જીયા સાંભળી ન શકી પણ એના જીવનને અનુલક્ષીને કોઈ વાત છે એટલો તો ખ્યાલ આવી ગયો.

એણે દરવાજો નોક કર્યો. જીગરભાઈ આજે એકલા જ ઘરે હતા. એમના પત્ની પિયર ગયા હતા. દરવાજો ખોલતા જ જીયાને જોઈને થોડા હલબલી ગયા. અંદર આવતા જ જીયા બોલી,

‘અંકલ શું વાત છે જે અત્યાર સુધી મારાથી છુપાવી છે?’

‘અરે બેટા કઈ નહિ. એ તો કહે આજે અચાનક ક્યાંથી આવી? તબિયત તો સારી છે ને.’

‘અંકલ એમ વાત ન ઉડાવો.’

‘બેટા, તારી આંટી તો પિયર ગઈ છે. જા અંદર જઈને ફ્રેશ થા.’

જીયા એટલુ તો સમજી જ કે કોઈ ખાસ વાત છે. પણ મન મક્કમ કરી ફ્રેશ થઈને પછી સાંજની રસોઈ બનાવીને અંકલ સાથે જમતા જમતા વાત કાઢી.

‘અંકલ જે પણ વાત હોય મને કહો. હું હવે કઈ નાની નથી. જે માને મેં જોઈ પણ નથી. તો એ તમને કોઈ વાર એના વિશે પુછીને હેરાન કર્યા છે?’

‘બેટા તારા જેવી ડાહી દિકરી તો કોઈની નહીં હોય. પણ હજુ સમય નથી પાક્યો.’

‘હવે હું એટલી તો મોટી થઈ જ છું કે સમજ ન પડે.’

આખરે ખુબ રકજકને અંતે જીગરભાઈએ જીયાને એના અને એની મા વિશે બધું કહ્યું. જીયા સાંભળીને થોડીવાર માટે સુન થઈ ગઈ. પણ પોતાની જાતને તરત મક્કમ કરી બોલી, ‘મારી મા એ મારા માટે પોતાની જાતને નરકમાં સડવા દિધી. હવે નહીં. હું એમને મારી પાસે લાવીને જ જંપીશ.’

એણે અંકલ પાસેથી પુરી વિગત અને એની મમ્મીનો મોબાઈલ નંબર પણ લીધો. પણ પોતે જાતને મક્કમ કરી વાત ન કરી. અને અંકલને પણ એ ન કહે ત્યાં સુધી મમ્મીને કઈ નહિ કહેવા મનાવી લીધા.

કોલેજમાં પ્રિન્સિપાલને જીયા એની હોશિયારી અને દરેક પ્રવૃતિમા આગળ પડતો ભાગ લેતી અને કોલેજનું નામ રોશન કરતી એથી વહાલી વિદ્યાર્થીની હતી. જીયાને પણ એમના પર પુરો વિશ્વાસ હતો. એણે પ્રિન્સિપાલને બધી વાત કરી ને એમની મદદ માંગી. પોતાની મા ને એ નરક માંથી છોડાવવા. પ્રિન્સિપાલ પણ જીયા ની આપવીતી સાંભળી દ્વવી ઉઠ્‌યા. એમણે જીયા ને પ્રોમિશ આપી કે એને પોતાની ઓળખાણ નો ફાયદો ઉઠાવી મદદ કરશે. પોલીસ ખાતામાં એમની ઉચી પોસ્ટ નો લાભ લઈ એ. સી. પી.સાહેબ દ્વારા ધાક ધમકી આપી જીયાની માને એ નરકમાંથી મુક્ત કરાવી.

મા દિકરીનું આવું રહ્‌દયસ્પર્શી મિલનના શાક્ષી બન્યા.

જીયાએ એ જ ક્ષણે નક્કી કર્યું કે તે સામાજિક સમસ્યા નો વિષય લઈ માસ્ટર ડિગ્રી લેશે. પોતાની મા જેવી સ્ત્રીઓને એ નરકમાંથી છોડાવવાના પ્રયત્નમાં જ પોતાનું જીવન સમર્પ્િાત કરશે.

- લતા સોની

નાની નિનિ

કુંજલ પ્રદિપ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ોહદ્ઘાટ્ઠઙ્મટ્ઠિદૃજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

નાની નિનિ

વેલેન્ટાઈન્સ ડે પાર્ટી :

મારતી સાયકલે નિનિ નાનીબાનાં ઘર તરફ ઉપડી. જેમ ક્યાંય આગ લાગી હોય ત્યારે લાયબંબાને પહેલાં જાણ કરાય એમ નિનિને કોઈ પરેશાની સતાવતી હોય ત્યારે અણી છેલ્લીની ઘડીએ નાનીબા વહારે આવશે એવી તેને ખાતરી હોય. રસ્તામાં નિનિને એની સહેલી મીનીનો રડમસ ચહેરો યાદ આવતો હતો એમ એ વધુ ઝડપથી સાયકલનાં પેડલને જોર આપતી હતી. ઘરનાં ફળિયામાં જ સાયકલનો ઘા કરીને નિનિ નાનીબાને હાકલ પાડવા લાગી. નાનીબા સંધ્યાકાળનાં દિવાબત્તી કરીને તુલસી ક્યારે પાથરણું પાથરીને ખિચડી વિણતાં બેઠાં હતાં. જૈફવયનાં નાનીબા બાયફોગલ ચશ્માંમાંથી નીચી નજરે એકધારૂં કામ કરતાં જોઈ નિનિનો સ્વર ધીમો પડયો અને તે ફસડાઈને સીધી એમની પડખે જઈને બેઠી.

નિનિઃ નાનીબા સારૂં થયું તમે આંગણાંમાં જ મળી ગયાં. અહીં આપણે પ્રાઈવેટમાં વાત કરી શકશું.

નાનીબાઃ પ્રાઈવેટમાં? એવી તે વળી શું વાત છે?

નિનિઃ તમને ખબર છે? વેલેન્ટાઈન ડે એટલે શું?

નાનીબાઃ હેં? એવ વળી કેવો ડે?

નિનિઃ ઓફ્ફ ઓહ! નાનીબા જરા ધીમે બોલો આપણી પ્રાઈવેટ વાત છે આ.

ઊંંડી ગડમથલમાં હોય એમ નિનિ ખચકાઈને નાનીબાને સાવ નીચા અવાજમાં કહેવા લાગી. નાનીબા એ રસપૂર્વક નિનિ વાત સાંભળી અને બંન્ને ગૂસપૂસ કરવા લાગ્યાં. થોડીવારમાં તો જાણે કેટલોય મોટો નિર્ણય લેવાયો હોય એમ નિનિનાં ચહેરા પર હાશકારાની લહેરખી આવી. મોસાળમાં સૌને મળીને નિનિ પોતાની સાયકલને હાથથી જ દોરતી પોતાના ઘર તરફ નિરાંતનો શ્વાસ લેતી વળી.

બીજે દિવસે સવારે નિનિ શાળાએ પહોંચી. રોજની માફક પ્રાર્થનાસભાની હરોળમાંથી છૂટાં પડીને વર્ગની પાટલીએ આગળપાછળ ગોઠવાઈને ભેગાં થયાં. વર્ગ શિક્ષક આવે ત્યાં સુધી ગૂસપૂસ કરી.

નિનિઃ સાંભળ મીની, મેં મારા બેસ્ટ ફ્રેન્ડ નાનીબાને વાત કરી.

મીનીઃ તે હિંમત કરી હો, મને તો કોઈ વડિલને પૂછતાંય શરમ આવે.

નિનિઃ એમાં શરમ શેની? કોઈ મોટાંને નહિ પૂછીએ તો કોને પૂછશું?

નિનિની સહેલી મીની પાસે આ પ્રશ્નનો કોઈ ઉકેલ નહોતો. ઘરપરિવારમાં કોઈ વડિલ વર્ગ કે વ્યક્તિ હોવું જોઈએ જેમની સાથે નિઃસંકોચ વાત કરી શકે. પરંતુ નવી પેઢીને ટકોર કરવા સૌ કોઈ હાજર હોય; માર્ગદર્‌શન હેતુ હૂંફ આપનાર પાત્ર ચોક્કસ હોવું જોઈએ. નિનિ ઘણીવખત પોતાને આ બાબતે નસીબદાર સમજે છે કે એનાં વહાલસોયાં નાનીબા એને સરસ રીતે સમજે છે અને જરૂર પડે ત્યારે ગમે તેવી મુંઝવણ હોય નાનીબા એને સમજણ ભરી ઓથ આપે છે.

નિનિ અને એની સખી મીની વચ્ચે સવાર સવારમાં જ ચાલુ તાસે વાતો થવા લાગી.

મીનીઃ પછી નાનીબા એ શું કહ્યું? જવાય કે નહિ?

નિનિઃ હાસ્તો જવાય જ ને? એમાં શું ખોટૂં છે? એવો જવાબ આપ્યો નાનીબાએ, બોલ!

મીનીઃ હેં! તો મારા ઘરે પૂછી જોવું? પણ બીક લાગે છે. આઈ ખીજાઈને ના પાડશે તો?

નિનિઃ ઘરે તો મેં પણ નથી પૂછ્‌યું. મનેય નથી ખબર જવા મળશે કે કેમ. પણ જવામાં ખોટૂં કઈં નથી એવું નાનીબા એ સમજાવ્યું.

સમસ્યા એ હતી કે શાળાનાં અમૂક મિત્રોએ વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું કેમાં અમૂક સહેલીઓને પણ સામેલ થવાનું આમંત્રણ મળ્યું હતું. હવે કોઈની બર્થ ડે પાર્ટી હોત તો જવા માટે ઘરમાંથી અનુમતિ મળશે કે કેમ એ જરાય કળી શકાય એમ નહોતું. વળી, ક્યારેક કોઈ ફિલ્મ કે ધારાવાહિક ટીવી સિરિયલમાં પ્રેમાલાપનું દ્રશ્ય ચાલતું હોય તોય સંકોચ સાથે તે ચેનલ બદલી કાઢવાનો રિવાઝ મીનીનાં ઘરમાં. તેથી તે વધારે ગભરાતી હતી. બે વર્ગ તાસ વચ્ચે વિષય બદલાતા જાય અને શિક્ષક પણ. એ ટૂંકા સમયગાળામાં બંન્ને લાગ જોઈને પોતાની વાત કરી લેતી.

નિનિઃ નાનીબાએ તો એમ કહ્યું કે લવ કરવોય ખોટો નથી.

મીનીઃ શું વાત કરશ? નાનીબા આવું બોલ્યા?

નિનિઃ નાનીબા એ તો એમ કહ્યું કે છોકરી સાડી સત્તરવાર પ્રેમ લગન કરજે પણ કોલેજ પૂરી ભણીને.. હો!

પ્રેમલ સંબંધનાં સિમાડા આપણે જાતે જ બાંધવા પડે. સંબંધમાં સામે વાળી વ્યક્તને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી પડે અને બંન્ને પક્ષે એક સરખો વિશ્વાસ પણ જાળવવો પડે. પ્રેમમાં પડવું અને સંબંધમાં બંધાવું એ બંન્ને સાપેક્ષ રીતે જુદા તબક્કા છે. અહીં તો કિશોરવયનાં બાળકો પ્રેમલ ઉત્સવની ઉજવણી કરવા માંગે છે તેથી નાનીબાએ હામી ભરી. સાથોસાથ દિકરીઓ માટે ચિંતિત નાનીબાએ આવી પાર્ટીઓમાં પ્રવર્તતા દૂષણો વિશે પણ ખુલાદીલે ખુલાસો કર્યો જેથી પોતાનાં નિર્ણયો બાળકીઓ જાતે લઈ શકે.

આખો દિવસ એજ વાતો બંન્ને એ ચર્ચી. અંતે પરિવારમાં ખોટૂં બોલીને નહિ પણ પરવાનગી સાથે લાલ રંગનો ડરેસ પહેરીને જવાનું નક્કી પણ કર્યું. નાનીબાની તળપદી છટામાં એમનાં અવાજનાં લહેકાનાં ચાળા પાડતી બંન્ને એમનું એક વાક્ય બોલીને ખૂબ હસતી રહી. “છોકરી સાડી સત્તરવાર પ્રેમ લગન કરજે પણ કોલેજ પૂરી ભણીને.. હો!”

- કુંજલ પ્રદિપ છાયા