Hu Gujarati Part 3 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

Hu Gujarati Part 3

હુંુ ગુજરાતી -૩

સિધ્ધાર્થ છાયા

ગોપાલી બુચ

કાનજી મકવાણા

દિપક ભટ્ટ

હર્ષ કે. પંડ્યા

ભૂમિકા દેસાઈ શાહ

સંજય પીઠડીયા

આકાંક્ષા ઠાકોર

વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•એડિટરની અટારીએ થી... - સિધ્ધાર્થ છાયા

•કલશોર - ગોપાલી બુચ

•ર્સ્િી-પીંછ - કાનજી મકવાણા

•ગ્લોબલ મેનેજમેન્ટ - દિપક ભટ્ટ

•કૌતુક કથા - હર્ષ કે. પંડ્યા

•ઝીંદગી ઓન ધ રોક્સ - ભૂમિકા દેસાઈ શાહ

•બોલીવુડ બઝ ! - સિધ્ધાર્થ છાયા

•ભલે પધાર્યા - સંજય પીઠડીયા

•ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

•લઘરી વાતો - વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

એડિટરની અટારીએ થી...

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

એડિટરની અટારીએ થી...

નમસ્તે મિત્રો,

મજામાં હશો. આ વખતે આપણે આજનાં આ અંકમાં શું પીરસ્યું છે એ વિષે કોઈજ વાત ન કરતાં આપણે ભેગાં રહીને કરેલાં કામ વિષે બે-ત્રણ વાતો કરીશું. આ વખતનું આપણું ‘મેગેઝીન કવર’ ઘણીબધી વાત કરી જાય છે. આલગ-અલગ વ્યક્તિત્વ અને સ્વભાવ ધરાવતાં લોકો જ્યારે એક બનીને કામ કરે છે ત્યારે ગમે તેટલું અઘરું લાગતું કામ પણ આસાનીથી પાર પડી જાય છે એવી એક મજાની વાત આ કવર મૂંગામૂંગા કરી જાય છે. વૃક્ષનાં મૂળિયાં ભલે જુદાં જુદાં અને મોટાં કે નાનાં વિસ્તારમાં પથરાયેલા હોય પણ એમાંથી જ એક ઘટાટોપ વૃક્ષ આકાર લે છે જે આપણને છાંયો અને ફળ આપે છે. એવીજ રીતે જો જુદાં જુદાં લોકોથી બનેલી એક ટીમ જો સાચા માર્ગદર્શન સાથે આગળ વધે તો તેને મીઠાં ફળ ચાખતાં કોઈ રોકી શકતું નથી.

બહુ દુર ન જતાં ઉપર કરેલી વાતનો ટેકો આપતાં ફક્ત બે જ ઉદાહરણો આપું ? પહેલું તો હજી એક અઠવાડીયા પહેલાંજ આપણી ક્રિકેટ ટીમે ૨૮ વર્ષ પછી ઈંગ્લેન્ડને ક્રિકેટના મક્કા લોડ્‌ર્સ પર ટેસ્ટમેચમાં માત આપી. કારણ ? ટીમવર્ક !! પાંચેય દિવસોએ જુદા જુદા ખેલાડીઓએ પોતાનું જોરદાર પરફોર્મન્સ દેખાડીને ટીમને વિજય અપાવ્યો. બીજું ઉદાહરણ જો આપું તો આપણા આ ‘હું ગુજરાતી’ મેગેઝીનના પ્રણેતા એટલે કે નીશટેક કમ્પ્યૂટર સોલ્યુશન પ્રા. લિ. ની ટીમ જેણે હાલમાં જ પોતાની અઠંગ મહેનતનાં પરિણામો દિલ્હી ખાતે યોજાયેલા વૈશ્વિક એવોડ્‌ર્સ ફંક્શનમાં પોતાનાં પ્રેઝન્ટેશનથી દુનિયા આખીનું ધ્યાન ખેંચ્યું અને એવોર્ડ ઉપરાંત સર્ટીફીકેટ ઓફ એપ્રીશીએશન પણ મેળવ્યું અને દુનિયામાં પોતાનું નામ સ્થાપિત કર્યું !! છે ને ટીમવર્કની કમાલ ?

જતાજતા અમારી આ ‘હું ગુજરાતી’ મેગેઝીનની ટીમનાં પણ વખાણ કરું ને ? કે જેણે ફક્ત બે મહીનામાં જ મોબાઈલ ઈ-મેગેઝીનની દુનિયામાં એક અનોખી હલચલ પેદા કરી દીધી છે અને સતત પોતાનાં ડાઉનલોડ્‌ઝની સંખ્યા વધારી રહી છે. આ ટીમનાં કપ્તાન તરીકે હું મારાં તમામ લેખિકાઓ તેમજ લેખકોનો દિલથી આભાર માનું છું અને મારાં નિરંતર સપોર્ટની ગેરંટી આપું છું.

અસ્તુ !

કલશોર

ગોપાલી બુચ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કલશોર

ઉછરે છે જે રીતે બાળકને માતા,

મેં એમ જ ઉછેરી છે તારી પ્રતીક્ષા.

તીવ્રતા પુર્વક જોવાતી રાહનું પણ બાળકની જેમ જતન કરવું, લાલનપાલન કરવું, લાડ લડાવવા અને એ પણ એક માતાની જેમ. આટલું કલેજુ તો જીવનનો મર્મ પામીને બેઠેલો કોઈ અલગારી જીવ જ ધરાવી જાણે. કાચા પોચા હ્ય્દયનું આ કામ નહીં.

અનીલ ચાવડા-ગુજરાતી સાહિત્યનો એક જળહળતો તેજસ્વી તારો. જીવતરના ભેદ ભરમની પુરી પરખ એમના સર્જનમાં સ્પષ્ટ રીતે પરખાય છે. સાહિત્ય શ્રેષ્ઠ પુરસ્કાર ‘‘શયદા’’ અને ‘‘યુવાગૌરવ’’થી સન્માનિત થયેલા અનિલ ચાવડાએ ‘‘સવાર લઈને (ગઝલ સંગ્રહ), વીસ પંચા (પાંચ કવિઓનો સંયુક્ત ગઝલ સંગ્રહ), એક હતી વાર્તા (વાર્તા સંગ્રહ) અને મિનીંગફુલ જર્ની (નિબંધ સંગ્રહ)’’ની ભેટ દ્વારા ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરી છે.

મેં જીંદગી કા સાથ નિભાતા ચલા ગયા...ની અનુભૂતિ એમની રચનામાં સવિશેષ જોવા મળે છે. એમની રચનામાં ક્યાંક ભુકંપની વચ્ચે અડીખમ રહેલા થાંભલાના પ્રતિક સ્વરૂપે ખુમારી ટપકે છે તો ક્યાંક અલગ અલગ ધર્મોની વચ્ચે એકશ્વરવાદની ફિલસુફી એમના તત્વ ચિંતનને રજુ કરે છે. એમની રચનામાં જીવનના વિવિધ અનુભવોની મૂલવણીનો નિચોડ છે. એમાની એક મારી ગમતી ગઝલ આજે સાથે માણીએ.

ગઝલ

કવિ - અનિલ ચાવડા

સગપણ, સપનાં, સ્વમાન, મોભો, સર વેંચ્યું છે,

કોને કહેવું કઈ હાલતમા ઘર વેંચ્યુ છે.

કોને ક્યારે કેમ અને ક્યાં એ ના પૂછો,

મેં જ પીઠને મારી ખંજર વેંચ્યુ છે.

ખુદની માટે રડ્યો કદી તો સોદો ફોક,

યાદ નથી ? તેં આંખોનું સરવર વેંચ્યુ છે.

બેઉ તરફથી બેઉ હાથને થયો ફાયદો,

જેણે લીધું ને જેણે અત્તર વેંચ્યું છે.

સાવ છીછરી તાળીઓની દાદ ખરીદવા,

ઘણા કવિઓએ કાવ્યોનું સ્તર વેચ્યું છે.

સપના, સંબંધો, સ્વમાન, પ્રતિષ્ઠાની ગુંથવણથી ઘર ગૂંથાય છે. પણ આ ગુંથણી માટે કેટકેટલી વાર મોતીની જેમ વિંધાવુ પડે છે એ ઘરને પરોવનાર જ જાણે છે. અને આ અરમાનોની બાંધણીને પાછી બાંધી મુઠ્ઠીમા રાખવાની પણ હોય છે. આ બધુ સરી જતુ દેખાય ત્યારે પણ મૌન રહેવું પડે છે. ઝંઝાવાતોની ગુપ્તતા અકબંધ રાખવા જ કહેવાઈ જાય કે ‘‘કોને કહેવું કઈ હાલતમા ઘર વેંચ્યું છે’’.

આ એક એક વેંચાઈ જતી અમીરાત સાથે એક એક ઘા પોતાની પીઠ પર જીલતાં સ્પંદનો વલવલી ઉઠે ‘મે જ મારી પીઠને ખંજર વેંચ્યુ છે’ વેંચનાર પોતે, ખરીદાર પણ પોતે, ખંજર પણ પોતાનું અને પીટ પણ પોતાની ! વાહ કવિ વાહ ! જિંદગીની થપાટની જવાબદારી પણ સ્વીકારી લેવાનો સીધો સરળ દૃષ્ટિકોણ.

તો પણ રડવાનો હક નથી. આંખોમા આખુ સરોવર ઉચકીને ચાલવા છતાં આંસુને અવકાશ નથી. ભીતરનો ભેરુ સાદ કરીને સરોવરને વેંચી દીધાનું યાદ આપે છે. જે પોતાનુ રહ્યું નથી એ ક્યાથી વાપરી શકાય ? એટલે જે વેદના છે એને કોરીધાકોર સહી જવાની છે.

તો પણ અત્તરનો મઘમઘાટ શાશ્વત છે. જીવન પરત્વે સકારાત્મક દૃષ્ટિ છે. એટલે જ કવિ સુગંધને વેંચવાની વાતમાં કહે છે કે અત્તરને વેંચવામા હાથ તો મહેકવાનો જ. વેચનાર અને ખરીદનાર બન્ને મહેકે.

છેલ્લા શેરમા એક કવિ હ્ય્દયની વેદના છે. કવિતા-એ મા સરસ્વતિનુ સીધુ વરદાન છે. લય, છંદ, અલંકારને એ બધાની વચ્ચે એમા છુપાયેલુ ગૂઢત્વ એ કાવ્યનું સૌંદર્ય છે. કાવ્યની ગુણવત્તાનું સ્તર છે. પણ જ્યારે થોડી વાહ વાહ માટે કાવ્યના સ્તર સાથે સમાધાન થાય ત્યારે વેંચનાર અને ખરીદનાર બન્ને ગૂનેગાર બને છે. સસ્તી દાદ આપનારો સાચો ઉપાસક નથી, અને સસ્તી દાદ મેળવનાર સાચો સાધક નથી.

હ્ય્દયના સ્પંદનોને ઝંઝોડી નાખનાર કલમની આ તાકત છે જે થોડામા ઘણું સુચવી જાય છે. વાત બહુ નાની હોય પણ થોડામા ઘણુનો અર્થ સાર્થક થતો હોય છે. ખંજરના વાર સહ્યા પછી પણ, પુર્ણ રીતે બધુ ગુમાવ્યા પછી પણ અત્તરની જેમ મહેકવાની તાકાત એ જ જીવનનું સાફલ્ય છે. જે સાચી કવિતા છે.

ર્સ્િી-પીંછ

કાનજી મકવાણા

ર્સ્િી- પીંછ

ગ્લોબલ મેનેજમેન્ટ

દિપક ભટ્ટ

ગ્લોબલ મેનેજમેન્ટ

હવે તમારે શ્રેષ્ઠ બોસ બનવું જ રહ્યું.

કંપનીમાં સ્ટાફન નિમણુકથી લઈને તેમને યોગ્ય કામ સોંપવું, તેમની પાસેથી વસ્તુ કેટલા પ્રમાણમાં વહેચાઈ છે તેનું માહિતી પત્રક માંગવું, સવાર પડ્યે સેલ્સના ટાર્ગેટ આપીને સાંજ પડ્યે રીપોર્ટની માંગણી કરવી, જો કોઈ ભૂલ કરે તો તુરંત જ નોટીસ અથવા ઠપકો આવો વગેરે જેવા કામો તમે કંપનીમાં દરરોજ કરો છો પરંતુ શું તમે ક્યારેય તેના શ્રેષ્ઠ બોસ બનવાનો પ્રયત્ન કર્યો છે ? તમારા સ્ટાફના શ્રેષ્ઠ બોસ બનીને તેને મોટીવેટ કરીને સાથ આપો એક મિત્ર તરીકે તેને કરિયરમાં આગળ વધવાનો મોકો આપો.

પહેલાના જમાનામાં કંપનીઓ કર્મચારીઓને પોતાની મિલકત તરીકે દર્શાવતા હતા પંરતુ આજે તદ્દન ઉલટું છે. પરફોર્મન્સ આપો અને પગારલો તેવી પરિસ્થિતિ આજે જોવા મળે છે.

તો આવા સમયમાં તમારા કર્મચારીનો જુસ્સો ટકાવી રાખવા માટે એ જોઈ શું કે શ્રેષ્ઠ બોસ કેવી રીતે કર્મચારી અને કંપનીની પ્રગતિમાં અમુલ્ય ફાળો આપી શકે છે.

કર્મચારીઓનું મહત્ત્વ સમજો :

હંમેશા યાદરાખો કે કંપનીનું સંચાલન કર્મચારીઓના પ્રયાસોથી થાય છે. જ્યાં સુધી તમે કર્મચારીને કામ અંગે સપોર્ટ નહિ આપો ત્યાં સુધી તે કામને માત્ર એક કંપનીની ગતિવિધિ તરીકે જ ગણશે. તેમણે કરેલા દરેક કામને ક્રેડીટ આપો.

તેમનું કામ તમારા આગળના કામ સાથે પરોક્ષ રીતે જોડાયેલું રહેશે. તમારો સ્ટાફ તમારી પાસે એક સારા બોસની અપેક્ષા રાખે છે તો તેવા સમયમાં ૩ તમે તેને યોગ્ય સાથ અને સહકાર આપો. જે કંપની કે વિભાગ પોતાના કર્મચારીને મહત્ત્વ આપતો નથી તે લાંબાગાળે માન-સ્વમાન ગુમાવે છે.

સ્ટાફને જવાબદાર પ્રતિનિધિ બનાવો :

જ્યારે પણ તમે લોકોને કોઈ કામ સોંપો છો ત્યારે તેમને તે કામ અંગેની જવાબદારી વિશે સભાનતા કેળવો. તમારી હાથ નીચે કામ કરતા લોકોને કામની પરિસ્થિતિની સ્થિતિસ્થાપકતા વિશે ખ્યાલ હોવો જરૂરી છે. જવાબદારી સ્વીકારવાથી કર્મચારીઓની કામ કરવાની પદ્ધતિ અને નિર્ણય શક્તિમાં એક ખાસ અભિગમ જોવા મળે છે. તેઓ કામને પોતાનું કામગણીને તેનો ઝડપથી નિકાલ લાવે છે જે કંપની માટે ફાયદારૂપ બને છે.

સ્ટાફને સ્વતંત્ર નિર્ણય લેવાની તક આપવી :

આજે દરેક કંપનીમાં બોસ ખુબજ વ્યસ્ત જોવા મળે છે. પ્રોજેક્ટ સમયસર પૂરો કરવાનો હોય કે ટોપ મેનેજમેન્ટ ઝડપથી રીઝલ્ટ આપવાનું ોય, બોસનું કામ જે તે સમયમાં ખુબજ વધી જાય છે અને આવા સમયે તે પોતાના સ્ટાફને વધારાના કામની સોંપણી કરતા હોય છે. જો આવા સમયે બોસ પોતાના કર્મચારીને જે તે કામ અંગે નિર્ણય લેવાની સત્તા આપે તો તેમનામાં કામ કરવાનો જુસ્સો વધી જાય છે અને કર્મચારીની નિર્ણય લેવાની કળામાં પણ વિકાસ થાય છ. તમારા સ્ટાફને કામની બાબતમાં સંપૂર્ણ સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની છૂટ આપો.

સ્ટાફને કામની બાબતમાં મદદ કરવી :

દરેક કોપ્રોરેટ કંપનીમાં કામનું પ્રમાણ વધી ગયું છે અને આવા સમયે તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિઓ ક્યારેક કામની બાબતમાં મૂંઝવણ અનુભવતા હોય છે અને જો તે વખતે તમે તેઓને મદદ કરશો તો તેઓ પાસે તમારી હકારાત્મક છાપ ઉભી થશે. એક સારાબોસ પોતાના કર્મચારીને હંમેશા મદદ માટે તૈયાર હોય છે અને તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ સ્ટીવ જોબ્સ છે. જે હંમેશા પોતાના કર્મચારીને મદદ માટે તૈયાર રહેતા.

અસરકારક સાંભળનાર બનો :

તાજેતરમાં થયેલા એક સર્વે મુજબ વિશ્વની મોટા ભાગની કંપનીઓમાં બોસ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને અસરકારક રીતે સાંભળતા હોતા નથી અને તેના પરિણામે કંપનીને મોટું નુકશાન થતું હોય છે.

જ્યારે પણ તમારા કર્મચારી તમને કોઈ પણ કામ બાબતે વાતચીત કરે ત્યારે બધું જ કામ પડતું મુકીને તેને ધ્યાનથી સાંભળવા જોઈએ. જો તમને સમજવામાં કોઈ તકલીફ પડે તો તેમને પોતાના શબ્દો અથવા પોઈન્ટને પુનરાવર્તન કરવાનું કહો.

આભારમાનો :

જ્યારે પણ તમારા કર્મચારી તમારું કામ કરી આપે ત્યારે આભારના શબ્દો જેવા કે થેંક્યુ, વેલડન જેવા શબ્દોનો ઉપયોગ કરો. આવા શબ્દોથી તેમનું મોટીવેશન લેવલ વધી જશે. વિલિયમ મેઝોર્કના કહેવા પ્રમાણે દિવસમાં તમે જેટલી વખત થેંકયુ અને આભાર જેવા શબ્દોનો ઉપયોગ કરશો તેટલી વખત લોકો તમને માનની લાગણીથી જોશે.

કૌતુક કથા

હર્ષ કે. પંડ્યા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠહરટ્ઠિ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કૌતુક કથા

બસ કૌન થા ? માલુમ હૈ ક્યા ?

યાદ છે ? એ માસુમ જીનીયસ ? જેને માટે કોઈ પણ વાદ્ય (બોલે તો ઈન્સ્ટ્રુમેન્ટ !!) ખળખળ વહેતા પાણીની જેમ સહજસાધ્ય હતું ? એ માણસની ઊંચાઈ અને ગહેરાઈ કલાકાર તરીકેના તમામ સીમાડાઓ તોડીને વહેતા સંગીતના ધોધ જેવી હતી. સતત અને જંગી. કલાકાર તરીકેની જીંદગીમાં દરેકને માટે એક કાયમી લખાયેલી લીટી હોય છે. એ લીટી હોય છે પીડાની, સંઘર્ષની અને આંતરિક-બાહ્ય વિદ્રોહની. કલાકારનો આનંદ અને પીડા, એની કલાનું ઉદગમ છે. એ લીલો રહેતો જખમ છે, જેને એ સમયે સમયે ખોતરીને એમાંથી કલા વહેવડાવતો હોય છે. આપણે વાત કરીએ છીએ આર.ડી.ની. હજીય આપણા દીલોદીમાગ અને કાનને મોરપીંછ ફરતું હોવાનો અહેસાસ કરાવતા અને ન ભૂલાયેલ છતાંય ક્યાંક દૂર જતા રહેલા એ સુરની, પંચમની.

૨૭ જુને જેનો જન્મદિવસ ગયો એ પંચમ. પંચમની વાતો કાયમ થતી રહી છે પણ એના હ્ય્દયમાં ડોકિયું લગભગ બહુ ઓછા લોકોએ કર્યું છે. ભોળા અને બાળસહજ રહેવાનો આ શ્રાપ છે. ઠાવકા થઈને ડાહી ડાહી વાતોના વડા ઠોકનાર લોકોને સરકાર એકસ્ટ્રા કામ સાથેની સત્તા સોંપી દે છે, એ જ રીતે મોઢા પર સાચું પરખાવનાર ખરા જીનીયસને આ ડાહીમાંના દીકરા તરીકે પંકાયેલા લોકો તડકે મુકીને જાણે કે એ છે જ નહીં એમ માહોલ ઉભો કરતા હોય છે. પંચમને આવી રમતો આવડતી નહીં, બસ એની મોનોપોલી હતી એની ધુનો, જે એના હ્ય્દય વાટે ધબકતી અને એક પરોઢે એ ધબકાર કાયમને માટે બંધ થઈ ગયો. લગ્ન પછી થોડા સમયમાં જીવતેજીવ અલગ થઈ જનાર પત્ની આશાએ ત્યારે ઉદગાર કાઢ્યા, ‘મૈ ઉસ કમરે મેં નહીં જાઉંગી, મૈ ઉસે ઈસ તરહ સોયા હુઆ નહીં દેખ સકતી.’

પંચમ અને શ્રીકૃષ્ણ આખી જિંદગી પ્રેમતત્ત્વ માટે તરસતા-ઝૂરતા રહ્યા. એકને લગ્ન થયા પણ તૂટ્યા, પાછા થયા, એય ખરાબે ચડી ગયા. એકને આટલા બધા લગ્નો થયા હોવા છતાંય રાધાથી વિખૂટું પડી ગયેલું અને તડ પડેલું હ્ય્દય સાંધવાવાળા મળ્યા, પરંતુ દુનિયા કાયમ પોતાના પ્રોબ્લેમ-સોલ્વર તરીકે એમને ટ્રીટ કરતી રહી. પંચમના દોસ્તો બહુ ઓછા હતા, એ જ બતાવે છે કે આટલી તોતિંગ સફળતા મેળવનાર આ માણસ અંગત જીવન બહુ ઓછા સાથે શેર કરતો, બધું અંદર ઢબૂરી રાખતો, જે એના કલાકાર હ્ય્દય માટે એમ પણ ભારે પડતું જતું. બાકી રહેતું હોય એમ જેણે પોતાની દરેક ફિલ્મમાં વગર પૂછ્યે પંચમને લેવાનો જ આગ્રહ રાખ્યો હતો એ નાસીર હુસૈને દીકરા મુન્સુર કાનની ‘કયામત સે કયામત તક’માં એમને પૂછ્યું પણ નહિ, સુભાષ ઘાઈએ ‘રામ લખન’માં સાઈન કર્યા પછી મોઢું ફેરવી લીધું. ખરા કલાકારને તોડવા માટે આ બે મોટા અઘાત કાફી હતા. બાકી રહ્યું એમ હ્ય્દયે બંડ પોકાર્યું અને એક બાયપાસ સર્જરી થઈ. સાઉથની ફિલ્મો કરવા તરફ વળ્યા પરંતુ જેના અવાજ માટે ધુનો બનતી એ અવાજ-કિશોર એમના કરતા વહેલો નીકળી ગયો. જાણે એમને થઈ ગયું હતું કે તેરે બિન ખાલી, આજા ખાલીપન મેં... દિલે જવાબ દઈ દીધો હતો કે હવે બહુ સમય નથી. અંગત જીવનની અને કારકિર્દીની હતાશાની પીડા જ્યારે છાતીએ ભોંકાવા લાગી ત્યારે કોઈ એક સમયે આખીય જીવાયેલી જિંદગીના સ્વાન સોંગ જેવું એક આલ્બમ બન્યું. એક એક ગીત જાણે આખરી સુર છોડીને બુનાતું-બનતું ગયું અને આર્ટની-રક્તની એક એક બુંદ આ ભોળા માણસે કૂલ પ્રકાશિત થઈને એમાં નીચોવી નાંખી. સર્જન જ્યારે કોઈ એક ક્ષણે પ્રગટે છે ત્યારની એ ક્ષણને બાંધવી કે જોવી અશક્ય હોય છે. આર.ડી. એ બહુ પહેલાથી જાણે જીવનરસ પાછો ખેંચી લીધો હતો. કદાય એ સંગીતે જેણે એને આટલી સફળતા બક્ષી હતી, એને તેરા તુજકો સોંપ દે કરીને ઉપડી જવાની ઉતાવળ હતી. અને એ આલ્બમ બનાવીને પંચમે લીટરલી જીવ કાઢી આપ્યો. એ આલ્બમ વખત જતાં રીલીઝ થયું અને સ્વાન પક્ષીનું એ આખરી ગીત એને ફિલ્મકેર એવોર્ડ અપાવીને જંપ્યું, એ એવોર્ડ જે એના આસીસ્ટન્ટ તરીકે રહેલા લક્ષ્મીપ્યારેને એના કરતા વધુ સંખ્યામાં મળ્યો હતો. એ આલ્બમ એટલે ૧૯૪૨અ લવ સ્ટોરી.

બક્ષી આગળ નીકળી ગયા પરંતુ એમણે ડોલાવેલા આંદોલનો હજીય ચાલુ છે. (કર્ટસી : જય વસાવડા) આ જ વાક્ય પંચમ માટે ય લાગુ પડે છે. એણે ત્રણ ત્રણ પેઢીને ડોલતી-ઝૂમતી રાખી છે. રહેમાન પછી નિર્વિવાદ પંચમ જ ભારતે પેદા કરેલા સર્વોત્તમ સંગીતકાર છે અને રહેવાના છે. જ્યાં સુધી સંગીત રહેશે ત્યાં સુધી આર.ડી.ની સલ્તનત પણ કાયમ રહેવાની છે.

વિ મિસ યુ બોસ...

પાપીની કાગવાણી

મુસાફિર હું યારો, ના ઘર હૈ, ના ઠીકાના,

મુજે ચલતે જાના હૈ, બસ, ચલતે જાના...

ઝીંદગી ઓન ધ રોક્સ

ભૂમિકા દેસાઈ શાહ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરેદ્બૈાટ્ઠજરટ્ઠર૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ઝીંદગી ઓન ધ રોક્સ

‘‘બેટા, તને કેટલી વાર કીધું ચપ્પુ અડવાનું નહી ! વાગી જાય તો લોહી નીકળે !’’

(બેટો કે બેટી મનમાં વિચારતા હોય, જેમ ડ્રાઈવિંગ, વોટિંગ કે લગ્ન માટે કાયદાકીય રીતે ઉમર જોવાય એમ આ ચપ્પુ પકડવાની પણ ઉંમર હોતી હશે ? ચપ્પુને પણ મ્યુઝીયમમાં મુકેલી તલવારની જેમ જોઈને જ ઓળખવાનું ?)

‘‘દીકરા, દાઝું થાય ! જો ત્યાં ફાયર છે તેની નજીક નાં જવાય !’’

(દીકરો કે દીકરી મનમાં અચૂક ગુંગળાતા હોય કે આ પેરેન્ટ્‌સ કેમ ડિસ્કવરી ચેનલ નહિ જોતા હોય ? અમે ભલે નાના રહ્યા અમને બધી સમઝ પડે છે ! અભણ આદિવાસીઓ અને જાનવરો પણ આગને કેમ વપરાય એ જાણે છે ! આ આદિ-માનવોએ બે પથ્થર ઘસીને આગ શોધેલી ત્યારે ચોક્કસ એમના મમ્મી-પપ્પા આજુબાજુમાં નહિ હોય. નહીતો નીચે મુક દાઝું થશે. એવું બધું કહીને આગની શોધ જ કેન્સલ કરી દીધી હોત !)

‘‘બેબુ, હજુ તને વાર છે એક્ટીવા ચલાવવાની ! હમણાં ભૂલમાં ચાલુ થઈ જસે તો એક્સીડન્ટ થઈ જશે અને વાગશે ! ઉતર નીચે !’’

(અને કન્ફ્યુઝ્‌ડ સંતાન એક્ટીવાને સ્પેસશટલ કે રોકેટ હોય એવા અહોભાવથી જોઈ રહે...)

ઉપર લખેલા ડાયલોગ આપણે સૌએ બોલ્યા-સાંભળ્યા કે જીવ્યા છે ! સંતાનોની કાળજી લેવામાં અને એમની સુરક્ષિત રાખવાની ચિંતામાં અજાણ્યે આપણે એમની આસપાસ એક સુરક્ષા-રેખા બનાવીએ છે, જેની અંદર સંતાન સુરક્ષિત છે ! પણ આપણે એ ભૂલી જઈએ છે કે વહેલા કે મોડા આ સુરક્ષારેખાને ક્રોસ કરવી આપણા સંતાન માટે જરૂરી બનવાનું છે. જે આગ, ચપ્પુ, વાહનો, ધારદાર કે તીક્ષ્ણ વસ્તુઓ, ગેજેટ્‌સ વિગેરેથી આપણે એમને એમના ભલા અને સુરક્ષા માટે દુર રાખીએ છે - એક દિવસ એનો સામનો અને વપરાશ બાળકોએ કર્યે જ છુટકો છે !

તો બાળકોને સાવચેતી અને સુરક્ષાના કિલ્લામાં કેદ રાખવું કે પછી પ્રકૃતિ-કુદરતના ખોળે છુટું મૂકી (અલબત્ત કેટલીક સલાહ-સુચનો આપતા રહીને !) દિલથી જીવવા દેવું ?

આ કોમ્પલેક્સ સવાલનો પ્રેક્ટીકલ જવાબ એટલે ‘‘્‌ૈહાીિૈહખ્ત જીષ્ઠર્રર્ઙ્મ’’. વ્યવસાયે કમ્પ્યૂટર સાયન્ટીસ્ટ એવા ગેવર ટુલેચે બાળકોને નવતર રીતે પ્રકૃતિના પાઠ અને લાઈફ લેસન્સ શીખવાડવા આ ‘‘ટીંકરીંગ સ્કૂલ’’ની શરૂઆત કરી છે. એક વીકના સમર સ્કૂલના કન્સેપ્ટથી ચાલતી આ અજબગજબ સ્કૂલમાં ગેવર બાળકોને એ બધુજ કરવાની આઝાદી આપે છે જે એમના ઘડતર માટે ઉપયોગી છે પરંતુ માં-બાપ સાવચેતી અને સુરક્ષાને અનુલક્ષીને કરવા નથી દેતા !

તો આવો જાણીએ શું કહે છે ગેવર ટુલેય !

ગેવર ટુલેય પાંચ એવી જોખમી વસ્તુઓ વિષે વાત કરે છે જે બાળકોને સામાન્ય રીતે આપણે વાપરવાની મનાઈ કરીએ છે. પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે જેનો વપરાશ મદદરૂપ થઈ શકે છે.

‘‘ગેવરના પાંચ જોખમી વસ્તુઓ જે તમારે તમારા બાળકોને અચૂક વાપરવા દેવી જોઈએ’’ - એમ સમઝાવતા લીસ્ટમાં પહેલી વસ્તુ છે ‘‘આગ’’.

ગેવર કહે છે કે અગ્નિ એ પૃથ્વી અને માનવજાતની ઉત્પત્તી સાથે સંકળાયેલ એક મૂળભૂત પરિબળ છે. આગ કેવી રીતે લાગે છે ? કયા પરિબળોકારણોથી આગ વધી/ઘટી શકે ? આગ શું અને કેટલું નુકશાન કરી શકે છે ? આગને કઈ રીતે કાબુમાં લઈ શકાય છે ? આ મૂળભૂત પ્રશ્નો બાળકો આગની આસપાસ રહીને કે આગનું નિરીક્ષણ કરીને વધુ સારી રીતે સમજી શકશે. અલબત્ત જરૂરી સલાહ-સુચનો અનુસરીને.

ગેવરના ‘‘ડેન્જરસ ફાઈવ’’ના લીસ્ટમાં બીજી વસ્તુ છે. છરી, ચપ્પુ કે પોકેટ નાઈફ. ગેવર પ્રકૃતિસહજ સ્વભાવ સમજાવે છે કે પોતાના બાળકને એની પાસે કે સાથે પોકેટ નાઈફ કે છરી રાખવાની કે વાપરવાની છૂટ આપવી એ બાળકને થ્રીલ ફીલ કરાવે છે. ઘણા ધર્મોમાં અને જાતિઓમાં નાનપણથી બાળકને એક હથિયાર સાથે રાખવાની છૂટ હોય છે. સાથે રાખેલું એ હથિયાર ભલે કટાયેલી પોકેટ નાઈફ હોય, બાળકને સુરક્ષિત અને પાવરફુલ ફીલ કરાવે છે. સાથે સાથે બાળક એનાથી થતા નુકશાન અંગે જાતે જાણે પણ છે.

ગેવરની ગણાવેલી થર્ડ ડેન્જરસ વસ્તુ ઝે ધારદાર અને ફેંકી શકાય એવી વસ્તુઓ જેવી કે ડાર્ટ-તીર-ભાલો. ડાર્ટબોર્ડથી રમતા બાળકોની નિશાનેબાજી-કોન્સનટ્રેશન અને આત્મસૂઝ સચોટ વિકસે છે. વળી કોઈ વસ્તુને ફેંકવાથી હાથના મસલ્સ મજબુત થાય છે અને એનાલીટીકલ અને ફીઝીકલ સ્કીલ્સ ડેવલપ થાય છે.

ગેવર જે ચોથી વસ્તુને ડેન્જરસ હોવા છતાં બાળકોના હાથમાં આપવા સૂચવે છે એ છે ઘરના બગડેલા સાધનો-એપ્લાયન્સીસ ઘરમાં બગડેલું ટીવીમિક્સર-કમ્પ્યૂટર કે અન્ય કોઈ પણ સાધન હોય જેને તમે પાણીના ભાવે વેચવાના છો કે ફેંકી દેવાના છો એને પેહેલા બાળકોના હાથમાં આપી દો. બાળક માટે એ જાદુનો પટારો છે. જેમાં અઢળક રહસ્ય છુપાયેલા છે. બગડેલા અને ફેંકી દેવાના ઈલેક્ટ્રોનિક્સના સાધનોમાંથી બાળકો એ બધું જ શીખશે જે બુક્સ કે સિલેબસમાં એને ક્યારેય શીખવા નહી જ મળે !

અને પાંચમી ડેન્જરસ વસ્તુ જે ગેવર કહે છે એ છે - બ્રેકિંગ રૂલ્સ ! મોબાઈલ કે કમ્યૂટર પર સોંગ્સ ડાઉનલોડ કરીને બિન્દાસ્ત સાંભળતા બાળકોને મ્યુઝિક પાયરસી વિષે શીખવાડવું છે ? એને એક ઓથેન્ટિક મ્યુઝિક સીડીનું સોંગ કેટલી ઈઝીલી દસ રૂપીયાની સીડીપર બર્ન કરી શકાય છે એ (જાતે એકવાર રૂલ તોડીને) જાતે કરીને બતાવો ! બાળકોને એ પણ સમજાશે કે કાયદો શું કહે છે અને એ પણ સમજાશે કે ઘણીવાર અજ્ઞાનમાં કે એક્સીડન્ટથી પણ નિયમ-કાયદો તૂટી શકે છે. કાયદાકીય રીતે નાના બાળકો માટે ટુ-વ્હીલર કે કાર ચલાવવી ગેરકાનૂની છે, છતાં એકવાર મોટા મેદાનમાં જ્યાં કોઈ જોખમ નથી ત્યાં બાળકને વાહન ચલાવવાની છૂટ આપી જુઓ. કાયદો તોડવાની થ્રીલ સાથે એ કાયદો બનાવવા પાછળના લોજીકલ કારણો કઈ કહ્યા વગર એને સમજાઈ જશે !

તો આ છે ગેવરનું ડેન્જરસ ફાઈવનું લીસ્ટ તમને પણ ફરી એક વાર બાળક થઈને આ લીસ્ટ જીવવાનું મન થયું કે નહિ ?

સિફર : ‘‘પ્રકૃતિ સૌથી મોટી શિક્ષક છે !’’

બોલીવુડ બઝ

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

બોલીવુડ બઝ

‘‘ચા કરતાં કીટલી ગરમ’’

હમણાં થોડાં દિવસ અગાઉની જ વાત છે, સલમાન ખાન અને શાહરૂખ ખાન ફરીથી ગયાં વર્ષની જેમ એક ઈફતારીમાં ગળે મળ્યાં અને એનાં ન્યુઝ પણ બન્યાં. હરખઘેલી ન્યુઝ ચેનલો તો ગાંડી થઈ જ પણ સાથે સાથે આ બન્ને સુપરસ્ટારનાં ફેન્સ પણ ગાંડા થયાં. ના ના ના, તમે જેમ વિચારો છો એમ હરખમાં નહીં પણ પણ સામસામાં આવી જઈને. હવે તમને લાગશે કે સલમાન અને શાહરૂખને આમતો બહુ બનતું નથી પણ તેમ છતાં છેલ્લાં એકાદ વર્ષથી બન્ને વચ્ચેનો બરફ થોડો તો પીગળ્યો છે જ તો પછી એમનાં ફેન્સને તો ખુશ થવું જોઈએને ? તમારી વાત સાવ સાચી પણ આ બન્ને આકંઠ ફેન્સમાં એવી ચર્ચા ચાલી કે આમ ગળે મળવાથી કોને વધુ ફાયદો થયો અથવાતો આમ ગળે મળવાથી આ બન્નેમાંથી કોણે પારોઠનાં પગલાં ભર્યા એમ કહેવાય ? અને ટ્‌વીટર પર ચાલુ થઈ ગઈ એક જંગ જે માત્ર સરળ કે હળવી ભાષામાં ન રહેતાં અપશબ્દો સુધી પહોંચી ગઈ અને છેવટે સલમાન ખાનને ટ્‌વીટ કરવું પડ્યું કે ‘‘આ બધું શું ચાલી રહ્યું છે ? જે લોકો (શાહરૂખ માટે) અપશબ્દો વાપરે છે એ લોકો કદાપી મારાં સાચાં ફેન્સ ન હોઈ શકે !’’ બસ આ ટ્‌વીટ જ્યારે સલમાનનાં ફેન્સના ધ્યાનમાં આવી ત્યારે એલોકો શાંત થયા. પણ આ શાંતિ કાયમી નથી એ વાત તો ચોક્કસ છે. સલમાનની ‘કીક’ સાથે, ભગવાન ન કરે ‘જય હો’ની જેમ કંઈક આડું અવળું થયું તો શાહરૂખ ફેન્સ ચુપ બેસવાના નથી જ અને આ વર્ષના અંતમાં જ્યારે શાહરૂખની ‘હેપ્પી ન્યુ યર’ આવશે ત્યારે ‘કીક’ સાથે ગમે તે થાય પણ સલમાન ખાનનાં ફેન્સ ફરીથી આ યુદ્ધ ચાલુ રાખશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

એવું નથી કે બે મોટાં બોલીવુડ સ્ટાર્સને માટે એમનાં ફેન્સ બાળકોની જેમ ઝઘડે. હું મારું પોતાનું જ ઉદાહરણ આપું તો મેં પણ અમિતાભ બચ્ચન અને શ્રીદેવીની તરફેણમાં અનુક્રમે રાજેશ ખન્ના અને માધુરી દીક્ષિતના ફેન્સ સાથે ભૂતકાળમાં બહુ લમણાં લીધાં છે પરંતુ કોઈકવાર લક્ષ્મણરેખા ઓળંગી નથી. ઉલટું ઘણાં રાજેશ ખન્ના અને માધુરી દીક્ષિતના ફેન્સ હજીપણ મારાં ફ્રેન્ડસ બની રહ્યાં છે. તફાવત એ વાતનો એ છે કે સોશિયલ મીડિયાએ અત્યારે ‘તંદુરસ્ત ટોણા મારવાની પ્રક્રિયા’ લગભગ ખતમ કરી દીધી છે અને કોઈ રેગ્યુલેટર ન હોવાને લીધી બીભત્સ કોમેન્ટ્‌સની ભરમાર થઈ રહી છે. એવું નથી કે આ બધું ફક્ત બે બોલીવુડી સ્ટાર પુરતું જ સીમિત છે, અહીં બે રાજકીય પક્ષોના સમર્થકો કે બે જુદાજુદા ભારતીય, જી હા, ભારતીય ટીમ માટે રમતાં ક્રિકેટરોના ફેન્સ વચ્ચે પણ ગાળાગાળી આમ વાત થઈ ગઈ છે. આ ઉપરાંત પોતે જે બોલીવુડ સ્ટારનાં વિરોધી છે એને કોઈપણ હાલતમાં જો અપશબ્દ ન વાપરવો હોય તો કોઈ અન્ય રીતે ઉતારી પાડવાની ફેશન પણ અત્યારે પૂરબહારમાં ખીલી છે. જેમ કે જ્યારે જ્યારે શાહરૂખ ખાનની વાત આવે ત્યારે એનાં અને કરણ જૌહર વચ્ચે શું સંબંધ છે એ પ્રકારનાં નીચલી કક્ષાનાં સવાલો પુછાય અને જો પ્રિયંકા ચોપરાની વાત આવે તો એનું નાક પ્લાસ્ટિક સર્જરીથી બનેલું છે એવી વાત કાયમ ચર્ચામાં આવે જ !

શાહરૂખ ખાન એના અંગત જીવનમાં શું છે એનાથી એની અદાકારીમાં કોઈ ફેર નથી પડતો કે ન તો પ્લાસ્ટિક સર્જરી કર્યા પછી પ્રિયંકાની એક્ટિંગ સારી છે કે એ પહેલાં સારી હતી એવો કોઈ ફર્ક પડવાનો છે, પણ આ તો એવું કે ‘ચા કરતાં કીટલી ગરમ’ હોય છે, એટલે કે શાહરૂખ અને સલમાન એકબીજાને ભેટી શકે છે અને ભૂતકાળ ભુલાવી શકે છે અથવા તો પ્રિયંકા ચોપરા પ્લાસ્ટીકના નાક સાથે કે વીના પણ ‘બરફી’ કે ‘મેરી કોમ’ જેવી અલગ પ્રકારની ફિલ્મો કરે જ જાય છે, પણ એમનાં ‘એન્ટી ફેન્સ’ને બહુ ચિંતા હોય છે અને પ્રોફેશનલી આ અદાકારોનાં જે હરીફો હોય છે એમને વહાલાં થવાં કોઈપણ હદે જતાં હોય છે પણ એનાંથી ઉલટું આ હરીફ અદાકારો આ બધી બાબતોને એવોઈડ કરતાં હોય છે.

ફાયનલ રીલ :

‘‘શાહરૂખ મને પહેલેથી જ ગમે છે, બહુ સારો ઈન્સાન છે.’’

-સલમાન ખાન ‘કીક’ની એક પ્રમોશનલ પ્રેસ કોન્ફરન્સમાં બોલતાં.

ભલે પધાર્યા

સંજય પીઠડીયા

ભલે પધાયા

યે ‘‘આઈ.ઓ.ટી.’’ ર્(ૈં્‌) ક્યા હૈ ?

કવિતાનો છોડ ચિંતામાં પડી ગયો છે. પહેલાં તો કોઈ દહાડે ગીત, કોઈ દહાડો ગઝલ ક્યારેક અછાંદસ, મુક્તક, હાઈકુ, સૉનેટ રોજ નવાં પાન ફૂટતાં.

અચાનક આ શું થઈ ગયું ?

સૂર્યનો તડકો તો એનો એ જ છે. જમીનમાં પૂરતો ભેજ છે. ખાતર છે, પાણી છે. પાસ-પડોશના ગુલાબ-મોગરો-જૂઈ પણ પૂર્વવત્‌ ખીલે-તૂટે ખીલે છે.

આ શેનો સડો લાગ્યો ? ને ક્યાંથી ?

અરે કોઈ ડૉક્ટરને બોલાવો... મારી નાડી રે જોવડાવો... મને ઓસડિયાં પીવડાવો... મને ઈંજેક્શન મૂકાવો... કવિ પણ ફિકરમાં.

માળી આવ્યો. જોતાં જ ડોકું ધુણાવ્યું ઊં...હું !

એ જ હોવા જોઈએ માળા બેટા. દુનિયાભરના બાગ ઊજાડશે કે શું ?

ફટ કરતાંકને એણે મૂળમાંથી બે કીડા કાઢ્યા લો સાહેબ ! આ જ બાગે-બાગે પેધાં પડ્યા છે.

ઈલાજ ?

ના...સાહેબ ! ના...કંઈ નહીં...કાંઈ નહીં...કાંઈ નહીં...

આ કેવા કીડા ? કોઈ જ ઈલાજ નહીં ? કોને બચાવવા ? કેમ બચાવવા ? કેમ બચવું ? પ્રલયનો દિવસ ઢૂકડો આવી પૂગ્યો કે શું ? અંઅઅઅ... શું નામ કહ્યું હતું માળીએ ? વૉટ્‌સ-એપાઈટિસ ? ફેસબુકાઈટિસ ?

વિવેક ટેલરની આ એક તાજેતરમાં પ્રકાશિત થયેલી કવિતા છે, કોઈ મને એમ કહે કે આજનો જમાનો બહુ ખરાબ છે તો હું એમની સાથે સહમત નથી. હવે જ તો જીવવા જેવો સમય આવ્યો છે. આજનો યુગ એ ખરા અર્થમાં ઈન્ટરનેટનો યુગ છે. એકબીજા સાથે જોડાયેલા રહેવામાં આજે ઈન્ટરનેટનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ફેસબૂક, વ્હોટ્‌સ-એપ, ટ્‌વીટર, સ્કાઈપ, લાઈન, વી-ચેટ એ આપણા રોજિંદા જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગયા છે. ખાતા-પીતા-સૂતા-ઊઠતા લોકો એકબીજા સાથે જોડાયેલા રહેવામાં સંતોષ અને સુખ અનુભવે છે.

તમે ‘ર્‘ૈં્‌’’ શબ્દ ક્યાંય જોયો-સાંભળ્યો છે ? જો હા, તો તમે કદાચ આજની ટેકનોલોજીના ડગલે ને પગલે સાથે ચાલનારાઓમાંથી એક હશો અને જો નથી સાંભળ્યો તો ચિંતા કરવાની જરૂર નથી, આજે જાણી લો ! આજની તારીખે દુનિયામાં પાંચ અબજ જેટલા ‘‘સ્માર્ટ’’ કનેક્ટેડ ડીવાઈસ (કે જોડાયેલી વસ્તુઓ) વ્યવહારી ઉપયોગમાં લેવામાં આવે છે, અને વર્ષ ૨૦૨૦ સુધીમાં આ આંકડો પચાસ અબજે પહોંચે એવી નિષ્ણાંતોની અને વિશ્લેષકોની આગાહી છે. શું છે આર્ ૈં્‌ ?ર્ ૈં્‌ નો અર્થ છે ‘ઈન્ટરનેટ ઑફ થીંગ્સ’ જેમાં થીંગ એટલે વસ્તુ, પદાર્થ કે જેનામાં જીવ નથી એવું કોઈપણ વસ્તુને ઈન્ટરનેટ સાથે જોડીને એમાંથી કંઈક કામ લઈ શકીએ એને ‘ઈન્ટરનેટ ઑફ થીંગ્સ’ કહેવાય !

એક કારનું ઉદાહરણ લઈએ. સૌ પહેલાં કાર ફક્ત કાર જ હતી, અને એમાં રેડિયો કે સીડી સાંભળવાની સુવિધા હતી. પછી માણસની માહિતી ભેગી કરવાની અભિલાષાએ એમાં જી.પી.એસ. (એટલે દુનિયાના દરેક ખૂણે ભ્રમણ કરવા માટે વપરાતું અને રસ્તા દર્શાવતું યંત્ર) અને બ્લૂટૂથ કનેક્શન જોડવામાં આવ્યું. બાદમાં પોતાની કારમાં વાઈ-ફાઈ દ્વારા ગીત કે સંગીત ડાઉનલોડ કરવાની સુવિધા આવી જેને ‘થીંગ્સ ઑન ઈન્ટરનેટ’ કહેવાય છે. આજે દ્રશ્ય કંઈક જુદું જ છે. આજે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે ‘‘આડાસ (છડ્ઢછજી)’’ એટલે કે ઑટોમેટિક ડ્રાઈવર આસિસ્ટંટ સિસ્ટમને કારણે તમારી કાર પોતે પોતાને ચલાવી શકે એ પણ કોઈ ચાલક વગર ! ડ્રાઈવર વગરની કારમાં કોઈ અકસ્માત થવાનું હોય તો કાર પોતે જ એ અકસ્માતને અટકાવવા જરૂરી પગલાં લઈ લે. જો તમે ડ્રાઈવર સીટ પર બેસવાના હોય તો જેવા કારમાં બેસો કે તરત જ તમારા સ્માર્ટ ફોનનો તમારી કાર સાથે સમન્વય (સિન્ક્રોનાઈઝેશન) થઈ જાય. તમારી સીટ અને કારના અરીસા તમારા શરીર (કદ) પ્રમાણે આયોજિત થઈ જાય. તમારા રસ્તામાં ટ્રાફિક કે ભીડ હોય તો તમારી કારમાં એવા સેન્સર બેસાડેલા હોય કે જે દૂરથી જ આવી ભીડને પકડી પાડે અને પુનઃદિશામાન થઈ જાય.

બુજું દ્રષ્ટાંત, ધારો કે તમારા ઘરના દરેક ઉપકરણો જેવા કે ફ્રીજ, ટી.વી., ડીશવૉશર કે વૉશિંગ મશીન દિવસ-રાત ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ છે. ફ્રીજમાં દૂધ કે શાક-બકાલું પૂરું થવાની અણી પર છે. એજ વખતે તમારું ફ્રીજ તમને ચેતવણી આપે અને કદાચ તમે એ ન ચકાસો અથવા ભૂલી જાઓ તો ફ્રીજ પોતે ‘અમૂલ’ કે ‘બીગ-બજાર’ની વેબસાઈટ પરથી ખૂટી ગયેલી વસ્તુ ઓર્ડર કરી દે તો ? પેલી ઓનિડા કંપનીની ‘એસ.એમ.એસ. ગોન, એ.સી. ઓન’ વાળી જાહેરાત યાદ છે ? એમાં ઘરે પહોંચતાની પહેલા જ પોતાના મોબાઈલથી એ.સી. ચાલુ કરવાનો સંદેશો મોકલી આપો અને તમે ઘરે પહોંચો એ પહેલા એ.સી. ચાલુ થઈ જાય.

હજુ એક દાખલો જોઈએ ધારો કે તમારી પાસે ૮ થી ૧૦ ડેબિટ અને ક્રેડીટ કાર્ડ છે અને તમને દરેક કાર્ડ હંમેશા પોતાની સાથે રાખવા નથી. તો પછી એક જ એવું બ્લૂટૂથવાલું ઈલેક્ટ્રોનિક કાર્ડ રાખો જેમાં તમે તમારા બધાં જ કાર્ડ સ્કેન કરીને જાળવી રાખો. દરેક કાર્ડના પાસકોડ તમારા સ્માર્ટફોનની કાર્ડ-એપ્લિકેશનમાં રાખો. જ્યારે પણ તમે બહાર જાઓ અને કાર્ડ વાપરવાનો વખત આવે ત્યારે તમારા ફોનમાં કાર્ડ પસંદ કરો અન બ્લૂટૂથથી એને પેલા ઈલેક્ટ્રોનિક કાર્ડ સાથે જોડી દો. જેવું આ કનેક્શન થાય કે તરત જ એ ઈલેક્ટ્રોનિક કાર્ડ તમારા સાચૂકલા ડેબિટ કે ક્રેડીટકાર્ડમાં પરિવર્તિત થઈ જશે, જેને તમે સાચા કાર્ડની જેમ સ્વાઈપ પણ કરી શકશો. બ્લૂટૂથ કનેક્શન તૂટે કે તરત જ પેલું કાર્ડ ફરી એક સાદું ઈલેક્ટ્રોનિક કાર્ડ બની જાય.

કેવી મજાની વાત !! આવી માહિતી કે ડેટાના વિશ્વમાં રહેવાની વાત જ નિરાલી અને અદ્દભૂત છે. આ ઉદાહરણો કંઈ ૪-૫ વર્ષ પછી જ અસ્તિત્વમાં આવશે એવું નથી. આમાંથી ઘણી વસ્તુઓ દુનિયામાં કોઈક જગ્યાએ ક્યારનીયે અસ્તિત્વમાં છે ! સન ૨૦૨૦ સુધીમાં કદાચ એવી વસ્તુઓ પણ ઈન્ટરનેટ સાથે જોડાઈ જાય જેનું આજે ઝાઝું માન નથી. પણ આવી ક્રાંતિ અને પ્રગતિ રાતોરાત નહીં થાય.ર્ ૈં્‌ સાથે કેટલાક પડકારો પણ ઊભા છે. સૌથી મહત્ત્વનો પડકાર છે સુરક્ષા કે સલામતી ! જે રીતે ઈન્ટરનેટનો રોજબરોજના સાધનોમાં વપરાશ વધશે તેમ એમાં લોકોની વ્યક્તિગત વસ્તુઓને સાચવવી થોડી અઘરી બનશે. તે સાથે દરેક જણ ઈન્ટરનેટ વાપરશે તો ડેટાનો જથ્થો ખૂબ જ વધી જશે જેને સાચવવો પણ એક પડકાર છે. કોઈ એક પ્રકારનું જોડાણ (કનેક્ટીવીટી) કદાચ કામમાં ન આવે. બ્લૂટૂથ. વાઈ-ફાઈ, રેડિયો ફ્રીક્વન્સી ડિવાઈસ દરેકની કામ કરવાન રીત અને વિગતવર્ણન જુદા જુદા છે. એ દરેકને એક સાથે જોડવામાં ખૂબ મોટી કસોટી છે. આપણા ફોનની બેટરી આજે એકાદ દિવસ ચાલે છે, પણ જેમ જેમ ઈન્ટરનેટનો વપરાશ વધશે એમ સ્માર્ટફોન અને ગેજેટની ક્ષમતા (પાવર) પણ વધુ વપરાશે. આ માટે ઊર્જાનો વધુ અને યોગ્ય ઉપયોગ થાય એ ખૂબ જ જરૂરી છે.

ચલતે ચલતે

જ્યારે ઈન્ટરનેટનો વપરાશ નહીંવત જેવો હતો ત્યારે ટી.વી. હોવું એ પણ ખૂબ જ મોટી બાબત હતી. ટી.વી.ના રીમોટ-કંટ્રોલ આવ્યા એ સમયનો એક ટૂચકો છે.

પહેલો આળસુ (ક્રિકેટ જોતી વખતે) આ મેચ રમવા મેદાનમાં તડકામાં જવું એના કરતાં એવું કોઈ યંત્ર બનાવવું જોઈએ જેમાં રીમોટ કંટ્રોલથી એ યંત્ર મેદાનમાં જઈને એકાદ સેન્ચુરી મારી આવે કે પછી ૬-૭ ઓવરની બૉલિંગ કરી આવે. બેટીંગ, બોલિંગ કે ફિલ્ડીંગ એ બધું રીમોટનું એક બટન દબાવવાથી જ થઈ જાય તો કેવું સારું ?

બીજો આળસુ - તમારી વાત પર વિચારવા જેવું છે પણ પહેલા વિચારો કે એ રીમોટના બટન દબાવશે કોણ ?

ફુડ સફારી

આકાંક્ષા ઠાકોર

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ફૂડ સફારી

આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, એપ્સીલોન, ઝેટા...

ના ના... આજે ખાણીપીણીની વાતો છોડીને મેથ્સ નથી ભણવાનું, પણ હું વિચારતી હતી કે જે દેશના મૂળાક્ષરોને આપણે મોટેભાગે ધિક્કારતા આવ્યા છીએ એ દેશના ખોરાક અંગે કેવી રીતે ઓળખાણ આપવી ? ઈન્ડિયાથી ૭૭૩૪ કિ.મી. દૂર આવેલા આ દેશનો ઈતિહાસ લગભગ અઢી હજાર વર્ષ જુનો છે તો સ્વાભાવિક છે કે ત્યાંનાં ખોરાકનો ઈતિહાસ પણ એટલો જ જૂનો હોય.

આજે ગ્રીક ફૂડ ‘મેડીટેરેનિયન ફૂડ’ તરીકે ઓળખાય છે. એના વિશિષ્ટ સ્વાદને લીધે ધીમે ધીમે ભારતમાં પણ લોકપ્રિય થઈ રહ્યું છે. આમ તો ભૂમધ્ય સમુદ્ર કિનારે આવેલા આ દેશનો સમતોલ આહાર એટલે કે ‘સ્ટેપલ ફૂડ’ ફીશ અને વાઈન છે, પરંતુ ત્યાંનાં ખોરાકમાં ઓલીવ્સ, ચીઝ, રીંગણ, ઝુકીની, વિવિધ હર્બ્ઝ, વિવિધ જાતના મીટ અને દહીંનો પણ ભરપૂર ઉપયોગ થાય છે. આપણે જેમ ખાવાનું બનાવવા માટે સિંગતેલનો ઉપયોગ કરીએ છીએ, તેવી જ રીતે ગ્રીસમાં ખાવાનું ઓલીવ ઓઈલમાં બનાવવામાં આવે છે.

ગ્રીક ક્વીઝીનમાં બીજા મેડેટેરેનિયન ક્વીઝીનના પ્રમાણમાં ફ્લેવરીંગનું મહત્ત્વ વધારે છે. ઓરેગાનો, સૂકવેલ ફૂદીનો, લસણ, ડુંગળી, તમાલપત્ર, બેઝીલ (એક જાતની તુલસી), થાઈમ અને પલાળેલી વરીયાળી ત્યાંનાં મુખ્ય મસાલાઓ છે. ઘણી જગ્યાએ, ખાસ કરીને ઉત્તરી પ્રદેશોમાં ‘ગળ્યા’ મસાલા -જેમ કે તજ અને લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે.

ગ્રીક વાનગીઓ સામાન્ય રીતે ‘મેઝેદેસ’ એટલે કે એપીટાઈઝર્સ જોડે સર્વ કરવામાં આવે છે. દરેક પ્રદેશનો પોતાનો ‘મેઝેદે’ હોય છે, પરિણામે દરેક વાનગી જોડે સર્વ કરવા માટે ઘણા બધા ઓપ્શન્સ મળી રહે છે. અનેક જાતના હર્બ્ઝના ઉપયોગને લીધે ગ્રીક મેઝેદે સ્પેનીશ ટાપાસ કે ઈટાલિયન એન્ટી પાસ્તો કરતા વધારે ફ્લેવરફુલ હોય છે. ઉપરાંત ઘણાબધા શાકભાજી, વિવિધ કઠોળ, ફીશ, મીટ, ઘઉં અને અન્ય અનાજનો ઉપયોગ મોટા પાયે થતો હોવાથી ગ્રીક ફૂડ અત્યંત પૌષ્ટિક પણ હોય છે.

અને હવે જો મુખ્ય વાત કરીએ તો, આ ક્વિઝીન બનાવવું ખૂબ સહેલું છે. હકીકતમાં ઘણા લોકો કે જે સમતોલ આહાર પર પહેલી પસંદગી રાખતા હોય છે, તેઓ મેડેટેરીનિયન ફૂડ ઘણું પસંદ કરે છે, કારણ કે સરળતાથી બનતું અને સાથે જ સ્વાદિષ્ટ હોવું એ ક્વીઝીનનો મહત્ત્વનો પ્લસ-પોઈન્ટ છે.

આજે ફલાફલ, હુમસ અને પીટા બ્રેડ ખૂબ જાણીતા બન્યા છે, પરંતુ આજે આપણે ખૂબ ઓછી જાણીતી વાનગીઓ વિષે જાણીશું, જેમ કે ત્સાત્સીકી અને ફાકેસ.

ત્સાત્સીકી એ એક ડીપ છે, જેમાં કાકડીનો ઉપયોગ થાય છે. પીટા બ્રેડ જોડે ખાવા માટે આ ડીપ ખૂબ જ લોકપ્રિય છે. ફાકેસ એક સૂપ છે જેમાં મસૂરનો ઉપયોગ થાય છે, જેને પરંપરાગત રીતે ઓલીવ ઓઈલ અને ખૂબ બધા વિનેગાર સાથે સર્વ કરવામાં આવે છે.

• ત્સાત્સીકી :

સામગ્રી :

- ૨ કપ દહીં, પાણી નીતારેલું

- ૨ કાકડી, છાલ ઉતારીને ઝીણી સમારેલી

- ૨ ટેબલસ્પૂન ઓલીવ ઓઈલ

- ૧/૨ લીંબુનો રસ

- ૩ કળી લસણ

- મીઠું અને મરી, સ્વાદ મુજબ

રીત :

- ફૂડ પ્રોસેસરમાં બધી જ સામગ્રી ભેગી કરી એકરસ થાય ત્યાં સુધી ભેળવો.

- એક નાના બાઉલમાં કાઢી લગભગ કલાક સુધી ફ્રીજમાં ઠંડુ થવા દો.

- પીટા બ્રેડ અથવા લવાશ સાથે એકદમ ઠંડુ પીરસો.

• ફાકેસ :

સામગ્રી :

- ૧ કપ મસૂર

- ૧/૪ કપ ઓલીવ ઓઈલ

- ૧ ટેબલસ્પૂન લસણની પેસ્ટ

- ૧ ડુંગળી ખૂબ ઝીણી સમારેલી

- ૧ ગાજર, સમારેલું

- ૪ કપ પાણી + જરૂર મુજબ

- ૨ તમાલપત્ર

- ૧ ટેબલ સ્પૂન ટોમેટો પ્યુરી

- ચપટી ઓરેગાનો

- મીઠું અને મરી, સ્વાદ મુજબ

રીત :

- મસૂરને એક મોટા તપેલામાં લો, તેમાં મસૂર ડૂબે એટલું પાણી ઉમેરીને એને ઉકળવા દો.

- મસૂર સહેજ નરમ થઈ જાય એટલે પાણી નીતારીને બાજુમાં રાખો.

- હવે અન્ય એક વાસણમાં ઓલીવ ઓઈલ લો, અને મીડિયમ તાપે ગરમ કરો. તેમાં લસણની પેસ્ટ, ડુંગળી અને ગાજર નાખી ડુંગળી પારદર્શક ના થાય ત્યાં સુધી સાંતળો.

- તેમાં ૪ કપ પાણી, મસૂર, ઓરેગાનો અને તમાલપત્ર ઉમેરી તેને ઉકળવા દો.

- ઊભરો આવે એટલે તાપ ધીમો કરી બીજી દસેક મિનીટ ઉકળવા દો. ત્યારબાદ તેમાં ટોમેટો પ્યુરી અને સ્વાદ અનુસાર મીઠું અને મરી નાખો.

- વાસણને ઢાંકીને લગભગ ૩૦-૪૦ મિનીટ માટે ઉકળવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. જો લાગે કે સૂપ ખૂબ જાડો થઈ ગયો છે તો જરૂર મુજબ પાણી નાખો.

- પીરસતા પહેલા ૧ ટીસ્પૂન ઓલીવ ઓઈલ અને ૧ ટીસ્પૂન વિનેગાર નાખીને સર્વ કરો.

લઘરી વાતો

વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

લઘરી વાતો

આળસુ નર સદા સુખી

આપણે ધીમે ધીમે આળસુ થતા જઈએ છીએ ઘણી વાર એટલા આળસુ થઈ જઈએ છીએ કે આપણને આળસ ખાવાની અને આળસ મરડવાની પણ આળસ આવે છે. આ આળસ પાછળનું કારણ શું હશે ? એ અંગે અમારા ઘણા સર્વયેરો એ ઘણો સર્વે કર્યો પણ એ લોકો એટલા આળસુ હતા કે સર્વે કર્યા પછી રીપોર્ટ જ સબમીટ ના કરી શક્યા. ઘણા લોકો વજનદાર હોય છે એવું કહેતા સાંભળ્યા છે કે વજન વધારવા દાઢી વધારવામાં ઘણી મહેતન કરી છે ખરેખર તો આ મહેનત એમનામાં રહેલી આળસે કરેલી હોય છે. ફ્રીઝમાંથી ઠંડુ પાણી પીધા પછી બોટલ ભરવાની પણ આપણને આળસ હોય છે ઘણીવાર ખાલી બોટલ પાછી મુકી દેતા હોઈએ છે કે કોઈક બીજુ આળસુ આ બોટલ ભરશે અને આપણને ઠંડુ પાણી પીવા મળશે.

આળસુ વ્યક્તિની ખાસીયત એ છે કે આપણને આપણી આળસ પર એટલો ભરોસો આવી જાય છે કે આપણે દરેક કામ આપણી આળસને કારણે થતા દેખાય છે. સૌથી વધારે આળસુ માણસ પતિ થયા પછી થઈ જાય છે પતિ ઘણી વાર પોતાની આળસના કારણે પોતાના કામ કરવાના પત્નીના વખાણ કરતો પણ જોવા મળે છે. પતિ નામની વ્યક્તિને સૌથી વધારે આળસ પોતાના સાસરે જવાની આવતી જોવા મળે છે અને એ પોતાની આળસ છુપાવવા બીઝી પણ થઈ જાય છે. પત્નીમાં પણ આળસના ખાસ લક્ષણો જોવા મળે છે એ પતિની આળસની પરીક્ષા લેતી જોવા મળે છે ઉદાહરણ તરીકે નીચેનો સંવાદ એ આળસનું પ્રતિક છે.

પત્નિ : આજે શું બનાવું ?

પતિ : જે બનાવું હોય એ બનાય.