‘ઈસા મસીહા’ – “ધ સન ઓફ ગોડ” Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

‘ઈસા મસીહા’ – “ધ સન ઓફ ગોડ”

કંદર્પ પટેલ

+91 9687515557

‘ઈસા મસીહા’ – “ધ સન ઓફ ગોડ”

યદ્યદ્વિભૂતિમત્સત્વં શ્રીમદૂર્જિતમેવ વા |

તત્તદેવાવગચ્છ ત્વં મમ તેજોશસંભવમ ||

“જે-જે પણ વિભુતીયુક્ત એટલે કે ઐશ્વર્યસંપન્ન, શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે, તેને તું મારા તેજના અંશની જ અભિવ્યક્તિ સમજ.”(અધ્યાય ૧૦—શ્લોક ૪૧)

જે સત્યની સાથે ચાલવાવાળો છે અને તેને અંતિમ વ્યક્તિ સુધી લઇ જવાનું ભગીરથ કાર્ય કરે છે એ ભગવાનનો અંશ જ હોઈ શકે. અને. જો કદાચ ‘ઈસા મસીહા’ અને ‘મહંમદ પયગંબર’ ને ૧૧ અને ૧૨ મો અવતાર ગણવામાં આવે તો કદાચ દુનિયા તોફાનોના વમળમાંથી મુક્ત થઈને શાંતતા તરફ વળી જાય. “મારું સારું અને ખરાબ ઇચ્છતા દરેકનું પ્રભુ ભલું કરે..!” આવા જેના છેલ્લા શબ્દો હોય એ એક મહાન વિભૂતિ જ હોય.

પેલેસ્ટાઇન માં તે સમયે હેરોડ ‘ધ ગ્રેટ’ રાજાનું શાસન હતું. તેની લોકો પરત્વે છાપ ખુબ ખરાબ હતી. સમ્રાટ સીઝર ઓગસ્ટસ નાં આદેશ થી રોમ માં વસ્તીગણતરી થઇ રહી હતી, તેથી તેમાં ભાગ લેવા જોસેફ નામનો યહુદી સુથાર નાઝરેથ નગર થી બેથલેહેમ તરફ રવાના થયો ત્યાંજ તેમની પત્ની મેરી નાં ગર્ભ થી ઇસુ નો જન્મ થયો. ઇસુનો જન્મ ઈ.સ. પૂર્વ ૪ થી ૪ વચ્ચે થયો હોવાનું મનાય છે. ઇસુનાં જન્મ સમયે તેઓ કુંવારા હતા (ફક્ત નામ ખાતર તેમનુ લગ્ન યુસુફ સાથે થયુ હતું). જન્મજાત ઇસુ અને તેમનો પરીવાર યહુદી હતા. બાઈબલ અનુસાર તેમને ઈશ્વર તરફથી સંદેશો મળ્યો હતો કે તેમની કુખે ‘ઈશ્વર પુત્ર (The Son of God)’ જન્મ લેશે. ઉપરાંત, સદીઓ પહેલા ધર્મગુરુઓ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે સમાજનો ઉદ્ધારક કે મુક્તિદાતા જન્મશે અને તે કુંવારી સ્ત્રીના પેટે જન્મ લેશે. પવિત્ર આત્મ દ્વારા મેરી ને ગર્ભ રહ્યો અને ‘ઇસુ’ નો જન્મ થયો. પરંતુ જયારે હેરોડ રાજાને માહિતી મળી ત્યારે તેને ૨ વર્ષથી નાની ઉમરના બેથલેહેમમાં રહેલા દરેક નવજાતને મારી નાખવાનું ક્રૂરતાભર્યું ફરમાન જાહેર કર્યું. એ જ સમયે મેરી અને જોસેફ નજરથી છુપાઈને ઈજીપ્ત નીકળી જાય છે અને એક ગભાણમાં ઇસુનો જન્મ થાય છે. સુથારી કામ પિતા સાથે કરતા-કરતા નાઝરેથમાં મોટા થયા. પછીના ૧૮ વર્ષોની માહિતી મળતી નથી.

જયારે ૩૦ વર્ષના ઇસુ થયા ત્યારે જોર્ડન નદીના કિનારે યહૂદી ધર્મના પ્રભુના સેવક રહે છે, અને ઘણા લોકો તેમનો ઉપદેશ સંભાળવા આવે છે. ત્યારે ‘ઇસુ’ પણ નદીમાં ડૂબકી લગાવવા માટે જાય છે. એવી માન્યતા હતી કે આ નદીમાં જે ક્ષમા-યાચના કરીને ડૂબકી લગાવે છે તેમના પાપોનો નાશ થાય છે. ઇસુ એ જયારે જળસંસ્કાર લીધો ત્યારે એક સફેદ કબુતર તેમના ખભા પર આવીને બેઠું, જેનો સંકેત હતો કે વર્ષો પહેલા જેની ભવિષ્યવાણી થઇ હતી એ જ આ વ્યક્તિ છે. ત્યાર પછી ‘ઈશ્વરનું બાળક’ તરીકે ઓળખવા લાગ્યા ઇસુ. બાળપણમાં ઈસુએ યહુદી ધર્મનો અભ્યાસ કર્યો હતો. ઇસુએ ખુબ જ સરળ ભાષામાં વક્તવ્યો આપ્યા અને તે એવું ઈચ્છા ધરાવતા હતા કે લોકો જે કઈ કરે છે એના વિષે વિચારે.

ઇસુ એક ઉત્તમ શિક્ષક હતા. તે ચાહતા હતા કે લોકો વિચાર કરે. પ્રતિદિનના જીવનની વાતો લઇને તેમાંથી તઓ ઉદાહરણ આપતા. એકવાર ઇસુ તેમના અનુયાયીઓ સાથે એક પર્વત પર બેઠા હતાં અને તેમણે ત્યાં સુંદર પ્રવચન આપ્યું જે "ગિરિ પ્રવચન (Sermon on the Mount)" તરીકે ઓળખાય છે. જેમાં સર્વપ્રથમ ઈસુએ ઈશ્વરને ‘પિતા’ તરીકે લોકોમાં ઓળખાવ્યા. તેઓ નમ્રતાપૂર્વક કહેતા, “હું જે કહું છું એ મારું નથી, પરંતુ જે ઈશ્વર(પિતા)એ મને અહી મોકલ્યો છે એમનું છે.” જયારે લોકો એમને પૂછતાં કે તમારી પ્રબળ ઈચ્છા(આજ્ઞા) શું છે? ત્યારે ઇસુ કહેતા, “દરેક પૂર્ણ હૃદય, આત્મા અને મનથી ઈશ્વરને પ્રેમ કરે અને પોતાની જાતને જેટલો પ્રેમ કરો છો એટલો જ પ્રેમ પોતાના પાડોશી સાથે પણ કરો.”

માત્ર ૧૮ મહિના સુધી જ ધર્મ ઉપદેશો અને પ્રવચનો આપ્યા હતા. ઈસુ તેમની પ્રવૃત્તિઓ અને વધતી લોકચાહનાને લીધે ધર્મગુરુઓની આંખમાં ખટકવા લાગ્યા. તેઓએ ત્યારના ગવર્નરને દેશદ્રોહનો ગુનો દાખલ કરીને સજા ફટકારવાની માંગણી કરે છે. ત્યારબાદ ઈસુને જેરુસલેમમાં લાવવામાં આવે છે. યહૂદી પાદરીઓ તેમને સવાલ પૂછે છે કે, “શું તમે એવો માનો છો કે તમે ઈશ્વરના પુત્ર(અંશ) છો ?” ત્યારે ઇસુ ટૂંકમાં જવાબ આપે છે, “હા, છું.” અને આવા જવાબથી પાદરીને ઈસુનું વર્તન ઉદ્ધત લાગે છે અને ઇસુ કહે છે, “તમે કીધું એટલે હું ઈશ્વરનું બાળક છું.” અને, નિર્ણય લેવામાં આવે છે કે, “આ વ્યક્તિને કોઈ પ્રકારનો પશ્ચાતાપ નથી. તેથી તેમને બંદી બનાવીને લોકોના ટોળાની વચ્ચે લાવવામાં આવે છે ત્યારબાદ ગલ્ગોથાના પર્વત પર તેમને ક્રોસ પર ટાંગીને દંડ આપવામાં આવે છે. એવી માન્યતા છે કે ઇસુ જયારે મૃત્યુ પામે છે ત્યારે ચર્ચ પરના ભારે પડદાઓ ફાટી જાય છે, અને ભૂકંપના લીધે કબરો તૂટે છે. ત્યારે રોમન સેન્ચુરિયન કહે છે, ‘ઇસુ એ ઈશ્વરનો પુત્ર હતો.’

ઇસુના મૃત્યુ પછી કેટલાય લોકો ઈસુએ દર્શાવેલા માર્ગ પર ચાલીને લોલો સુધી સારા વિચારો લઈને પહોચ્યા, ઉપરાંત જ્યાં નરભક્ષી લોકો રહેતા હતા ત્યાં પણ કોઈ પ્રકારનો ભય રાખ્યા વગર પ્રેમનું પોટલું બાંધીને ગયા. વિચારો માટે ખુવાર થયા, ફના થયા. ઇસુ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઈશ્વરને ‘પિતા’ તરીકે ઓળખાવનાર પ્રથમ વ્યક્તિ હતા અને તેથી જ તે એમના પુત્ર તરીકે ઓળખાયા.

ટહુકો:- “Pure Love is a flood which covers all things. Nothing can stand against it, for it flows from the Eternal Sea." – “શુદ્ધ પ્રેમ એક પૂર છે, જે સઘળું આવરી લે છે. જે આંતરિક શાશ્વત સમુદ્રથી વહે છે જેને કોઈ રોકી શકતું નથી.”