Hu Gujarati 6 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati 6

હુંુ ગુજરાતી -૬

“મજા”

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•એડિટરની અટારીએ થી... - સિધ્ધાર્થ છાયા

•કલશોર - ગોપાલી બુચ

•ર્સ્િી-પીંછ - કાનજી મકવાણા

•ભલે પધાર્યા - કુંજલ છાયા

•કૌતુક કથા - હર્ષ કે. પંડ્યા

•લઘરી વાતો - વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

•ઝીંદગી ઓન ધ રોક્સ - ભૂમિકા દેસાઈ શાહ

•બોલીવુડ બઝ ! - સિધ્ધાર્થ છાયા

•ફૂડ સફારી - આકાંક્ષા દેસાઈ

•ગ્લોબલ મેનેજમેન્ટ - દિપક ભટ્ટ

•મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

એડિટરની અટારીએ થી...

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

એડિટરની અટારીએ થી...

પ્રિય મિત્ર,

આ વખતે આપણે ‘હું ગુજરાતી’ના છઠ્ઠા અંકમાં ‘મજા’ વિશે જાણીશું અને એની મજા માણીશું.

“મજા પડી ગઈ” ઘણીવાર આ વાક્ય આપણા મોઢેથી બસ એમનેમ જ નીકળી પડે છે. કારણ ભલેને નાનું હોયત્।ોય આપણને એટલીબધીત્।ો મજા આવતી હોય છે કે આપણો આખો દિવસ સુધરી જતો હોય છે, બરોબરને ? મારો એક મિત્ર છે જે લગભગ રોજ, બંને ટાઈમ જમીને જેવો ઊભો થાય એટલે અચૂક બોલે, “વાહ ! મજા આવી”. સામે એના માતુશ્રી કાયમ બોલે કે, “તુંય શું ? એમ કાંઈ રોજ ખાવાનું સારું થોડું બનતું હશે ?” એના લગ્ન થયા અને પછી ભાભીએ રસોડું સંભાળ્યું તોય પેલો ‘મજાવાળો ડાયલોગ’ તો એ અચૂક બોલતો. મને કૌતુક થતું એટલે એકવાર મેં એને મિત્રદાવે એકવાર પૂછી જ લીધું કે, “આ રોજ રોજ જમવામા૩ં તને શેની મજા પડે છે ? માસી સાચું જ કહે છે કે કોક દિવસ તો રસોઈમાં કોઈ ચૂક થાય જ એમ કાયમ કોઈ પરફેક્ટ જમવાનું બને જ નહીં.” મારા મિત્રે આનો જવાબ એમ આપ્યો કે, “આપણે રોજ આટલું કામ કરીએ છીએ એમ આપણી મા કે આપણી પત્ની કે બહેન કે દિકરી પણ રસોઈમાં એટલી જ મહેનત કરે છે. કોક વાર મીઠું ઓછુંવત્તું હોય કે ગળપણમાં કોઈ વધઘટ હોય તો આપણે ચલાવી ન લેવું જોઈએ ? અને એમ ચલાવી લઈને પણ જ્યારે આપણે એમ કહીએ કે વાહ મજા આવી ગઈ, ત્યારે એ લોકોને શેર લોહી ચડતું હોય છે. આમ તો તેમની રસોઈના વખાણ કોણ કરવાનું ? તો આપણે શું કામ ન કરીએ ?” મેં તરત જ કાન પકડ્યા ! અફકોર્સ મારાં. આમ, ઘણીવાર કોઈકને આનંદ આપવા આપણે મજા કરવામાં શું વાંધો ?

પણ આમ જુવોને તો મજાની પણ એક અલગ જ મજા છે. ક્યાંક કોઈ જોક વાંચ્યો કે સાંભળ્યો તો મજા. ફેસબુક કે વ્હોટ્‌સ એપ્પ પર કોઈ ફન્ની ક્લીપ જોઈ તો મજા. છેક બાજુનાં ઘરમાં આપણને ગમતું ગીત વાગે તો મજા. આખા દિવસનો થાક લાગ્યો હોય પણ ઘરે પાછા વળતાં બસમાં કે ટ્રેનમાં કોઈક સરસ મજાનો ચહેરો દેખાઈ જાય તો ય મજા. અને એ સુંદર ચહેરો કોઈપણ કારણવીના આપણી સામે ફક્ત એકવાર જ મુસ્કુરાઈ દે તો તો મજાનો દરિયો ઊભરાઈ જાય. એવી જ રીતે છોકરીઓ કે મહિલાઓને પણ પોતાનાં પેરામીટર્સમાં ફીટ બેસતો કોઈ હેન્ડસમ ડ્યુડ પોતાની બાઈક પર લીફ્ટ ઓફર કરે તો એમને પણ કેવી મજા આવે ?

પહેલાં જ્યારે મહિલાઓ અઠવાડિયે એક વાર શહેરની શાક માર્કેટમાં આખાયે અઠવાડિયાની શાકભાજી લઈને જ્યારે ઘરે પાછી વળતી હોય એમાં એને બજારના કોઈક ખૂણે કોઈ પાણીપુરીવાળો દેખાય તો એ મહિલાને આવતી મજા અહીંયા શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી, ખરુંને ? ઑફિસમાં કડક બોસ પર પીજે બનાવવા અને એને અન્ય ક્લીગ્સ સાથે શેર કરવાની પણ મજા આવે છે હે ને ? ગામડામાં જ્યારે ડાયરો મંડાણો હોય અને દુહા, છંદ અને લોકગીતોની રમઝટ બોલતી હોય ત્યારે આખા દિવસનો થાકેલો ‘ખેડૂ’ પણ મજામાં તરબોળ થઈ જાય છે. નિર્દોષ બાળકોને સ્કૂલે ગયાં પછી અચાનક કોઈ હસ્તીનાં મૃત્યુ થકી પડેલી રજાનું એનાઉન્સમેન્ટ થતાં જ મજા પડી જાય છે, આવું જ જ્યારે ચોમાસામાં સ્કૂલ જવાના સમયે જ જોરદાર વરસાદ આવતો હોય ત્યારે માતા-પિતા, “રહેવા દે બેટા, આજે સ્કૂલ નથી જવું” એવું કહે ત્યારે એ બાળકને કે ઇવન ઇચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતા કોઈ કિશોર કે કિશોરીને પણ જે મજા આવે છે એની કોઈજ કમ્પેરીઝન ન થઈ શકે.

સૌરાષ્ટ્રમાં મજા ને ‘મોજ’ કહે છે તો બસ આવીજ નાનીમોટી મોજમાં જો જીવન શોધાઈ જાય તો બાપુ મોજ પડી જાય હોં !

કલશોર

ગોપાલી બુચ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કલશોર

“બડે મિયાં દિવાને, એસે ના બનો...”

કમે છો ?

મજામા...

શું છે આ મજા ? બસ, આનંદમા રહેવું તે ? તો જવાબ છે, હા. એ જ મજા છે. નિજાનંદમાં રહેવું. તકલીફો તો આવે ને જાય. મોજમા રહી એનો સામનો કરીએ તો “આપણે તો બસ મોજમા રહેવું” સાર્થક થાય.

મજાના પણ અલગ અલગ પ્રકાર છે અને દરેક પ્રકારની પાછી અલગ મજા પણ છે. એ મજામા ક્યાક તોફાન, મસ્તી, ટીખળ, આનંદ અને ઉન્માદ - બધું જ છે.

બૂટની લેસ બાંધતા તાજુ જ શીખેલા બાળકને એ બાંધવાની મજા છે, તો ચાલુ ક્લાસે વારંવાર પોતાના ‘ક્રશ’ તરફ છાનુછાનુ જોઈ લેવાની અલગ મજા છે. કોલેજમાં દોસ્તો સાથે બંક કરી મેટિનીમા પિક્ચર જોવાની મજા અને પકડાઈ ગયા પછી ઘેર વડીલોની વઢ ખાવામાં પણ મજા તો છે જ. એ જ વાત પાછી મિત્રો જોડે શેર કરવાની મજા તો ભાઈ વાહ્‌હ...!

બરફગોલા માટે છીણાતા બરફનો પડેલો ટૂકડો મોઢામાં મમળાવી જોજો. ગોળા કરતાં વધુ સ્વાદીષ્ટ લાગશે. કારણ એ પેલી પાણીપુરી પછી ઉપરથી મળતી મસાલા પુરી જેવો ફ્રી હોય છે, જેની મજા પાણીપુરી કરતા વધુ ધમધમાટ હોય છે.

જાહેરમાં નહી પહેરી શકાતા કપડાની ટ્રાયલ રૂમમાં કરેલી ટ્રાયની ૩ મજા, વરસાદી છબછબિયાંની મજા હોય કે ભરાયેલા પાણીમાં ધુબાકા મારી બીજા પર ઉડાડેલાં છાંટાની મજા હોય. મજા તો આખરે મજા જ છે.

સગાઈ પછી લગ્ન વચ્ચેના સમયની મજા, એકમેકની આંખોમાં પ્રેમથી ધુમમસ જેવુ ઓગળવાની મજા, બૅડરૂમના આછા ઉજાસની ઉન્માદી મજા તો વાનપ્રવેષાશ્રમ પછી મંદીરના ઓટલે વગર બોલ્યે ‘ફલાણા ભાઈ/ બહેન’ હજી કેમ આવ્યા નહી હોય ? એવી મનોમન જોવાતી રાહની મૌનમજા ! (વિજાતીય આકર્ષણ તો કોઈ પણ ઉમરે બરકરાર રહેવાનું, એને દાબી શકો, પણ આવતું ખાળી ના શકો)

કવિશ્રી અશોક ચાવડા ‘બેદિલ’ની કલમે ખીલી ઉઠેલું એક મજાકિયું ગીત આવા જ કોઈ આકર્ષણ અને ઉમરની મસ્તી લઈ આવ્યું છે.

ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’ એટલે ગુજરાતી સાહિત્યમાં કવિ, લેખક, વિવેચક, અનુવાદક, સંપાદક અને સંશોધક તરીકે સવિશેષ પ્રદાન કરનાર આદરણિય સ્થાન ધરાવતુ એક નામ. તેમના વિશિષ્ટ યોગદાન બદલ ૨૦૧૩માં તેમને યુવાગૌરવ પુરસ્કાર અને દાસીજીવણ ઍવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.

અંદર અંદર ગુપચુપ કરતી શેરીના નાકા પર બેસી સાઠ વરસની ટોળી,

જમનાકાકી જ્યારે નીકળે પહેરી ચણિયાચોળી.

ટોપી હેઠળ ડાઈ કરેલા શ્વેત વાળને વારેઘડીએ ઢાંકપિછોડો કરતા

મરું મરું થઈ રહેલા ડોસા લાકડીઓના ટેકે જમનાકાકી પર મરતા

મરું મરું થઈ રહેલા ડોસા લાકડીઓના ટેકે જમનાકાકી પર મરતા

જમનાકાકી જ્યારે...

અંધાપો આવેલી આંખો, ધોળા દા’ડે ચશ્મામાંથી જોવા લાગે સ્વપનાં

હૃદયરોગના હુમલામાંથી બચી ગયેલા ડોસા બોલે : સોળ વરસની જમના

છગનાની લારીએ ડોસા ચાને બદલે પાણીમાં બિસ્કૂટો ખાતા બોળી

જમનાકાકી જ્યારે...

બટકા એવાં જમનાકાકી, વા આવેલા પગમાં પહેરે એડીવાળા સેન્ડલ

જમનાકાકી આગળ, પાછળ ધૂડાકાકા હાંફે સાઇકલને મારી પેન્ડલ

દેશીની પોટલિયું સાથે શરમબાઈને ધૂડાકાકા પી ગયા છે ઘોળી

જમનાકાકી જ્યારે...

‘ઉમર પચપનકી પર દીલ બચપનકા’ જેવાં છેલછબીલાં સ્પંદનોમાં હળવી મજાક પણ છે અને સ્ત્રી-પુરુષના મનોજગતનું માર્મિક ચિત્રણ પણ છે.

સાઠ વરષની ટોળી ‘જમનાકાકી’ને જોઈને ગુસપુસ કરે એ જરાય નવુ નથી. અને જમનાકાકી પણ પાછા કેવાં ! ચણિયાચોળી પહેરીને નીકળે.

સ્ત્રી સહજ ભાવના છે કે પોતે સુંદર તૈયાર થાય તો કોઈક જોવા વાળું પણ હોય. સોશિયલ મિડીયામાં ક્યાંક વાંચ્યું કે, “જો પુરુષો માત્ર પોતાની જીવનસંગિની સિવાય અન્ય સ્ત્રી સામે જોવાનું બંધ કરી દે તો મોટા ભાગની સ્ત્રીઓનું સૌંદર્ય અકાળે મુરઝાઈ જાય.”

આમ જોવા જઈએ વાતમાં તથ્ય તો ખરું જ સ્ત્રીને હંમેશાં એવી ઇચ્છા તો હોય જ છે કે એના સૌંદર્યને, એની તૈયાર થવાની સૂઝબુજને કોઈ બારીકાઈથી મુલવે. એ તૈયાર થતી હોય ત્યારે એનું પ્રિય પાત્ર એના મનમા તો હોય જ છે. એટલે જ જમનાકાકી પણ ફાંકડા થઈને નીકળે છે કારણ એને પણ અંદરોઅંદર થતી ગુસપુસની ખબર તો હોય છે જ.

અને હાય રે પુરુષ ! કહું છું જવાનીને, પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે... ગાતો જાય અને મનમાં આશ્વાસન પણ લેતો જાય કે ‘તું અભી તક હે હસીન ઔર મે જવાં...’ પણ આ પ્રકૃતિદત્ત ૫ છે. રહેવાનું જ. ઉમરના ઢોળાવ કે પડાવ આ વિજાતીય આકર્ષણને નડતાં નથી. દરેક પુરુષમાં એક જેઠાલાલ રહેલા છે અને દરેક જેઠાલાલના મનમાં એક બબિતાની છબી હોય છે એમ કહીએ છીએ ત્યારે એમ પણ યાદ રાખવું જોઈએ કે બબિતા પણ ક્યારેક જેઠાભાઈ નથી કહેતી. એનો ‘જેઠાજી’નો રણકો પણ ભુલવા જેવો નથી.

સફેદીને રંગરોગાનથી મઠારીને જુવાનીના હિલોળા લેવાનું સૌને પ્રિય હોય છે. દ્રષ્ટિ પણ ઝાંખી થઈ ગઈ હોય, આંખમાં મોતિયો પાકી ચુક્યો હોય, હૃદય પણ એક-બે વાર ડટકાં ખાઈ ચુક્યું હોય તો પણ “અભી તો મેં જવાન હું, અભી તો મેં જવાન હું” જીભથી સુકાતુ ના હોય એવી સાઠ વરસની ટોળી બધે જ જોવા મળશે. અને આજ તો ખાસિયત છે રંગીનીઓની. આ અહેસાસ જ તો જિંદગીના સફરની મજા બરકરાર રાખે છે. આ અવસ્થામાં પણ આ લોકો “બરબાદીઓ કા જન્મ મનાતા ચલા ગયા” બિન્દાસ રીતે ગાઈ શકે છે.

‘વા’ આવેલા પગમાં ઊંચી એડીના સેન્ડલ પહેરી નીકળતા બટકા, ઉમરલાયક જમનાકાકી પણ સ્ત્રીની સૌંદર્ય અને ફેશન પ્રત્યેની સભાનતાના પ્રતિક છે. પણ આવા ફટાકડી જેવા જમનાકાકી પાછાળ હાંફતા-હાંફતા સાયકલને પેડલ મારતા હુડાકાક સંસારનું ગાડુ ખેચતા ખેચતા વરવી વાસ્તવિકતા પણ પ્રતિબિંબીત કરી જાય છે. સાયકલ સ્વરૂપે સંસારનું રગશિયું ગાડુ ખેચ્યા કરતા હડાકાકાને કદાચ જમનાકાકી ઘરમાં રાંધેલાં ચોખા જેવા લાગતા હોય. પણ પેલી ટોળીને તો એ ‘હોટ સીઝલર’ જેવા જ લાગે છે. (કહેવતમાં પણ વૈવિધ્ય લાવીએ. ક્યા સુધી ધરકી મુર્ધી દાલ બરાબર કહેવું ? “ઘરકા ભાત બહાર હોટ સીઝલર બરાબર” પણ સારું લાગે છે.)

એ જે હોય તે, પણ આ ‘પીટ્યો અશ્કો’ (કાવ્ય સંગ્રહ) ડોસાના પ્રણયગીત દ્વારા પુરુષ સહજ મનોવૃત્તિને તો આપણી સમક્ષ મુકી જ જાય છે.

ર્સ્િી-પીંછ

કાનજી મકવાણા

ર્સ્િી- પીંછ

ભલે પધાર્યા

કુંજલ છાયા

ભલે પધાર્યા

દિવસનો દિવસ - ૨૪.૪.૩

આળસ ખંખેરતો, રાત વાસાનો જાણે થાક ઉતારતો;

અચકાતો, ખચકાતો, સંકોચતો શરુ થાય છે દિવસ !

સાંભળ્યું, વાંચ્યું, જોયું છે; જન્મથી ? સીધો ઊગે દિવસ !

હથેળીમાં ઈસ’ ભાળવાની ટેવ પાડી’તી બાએ, ભૂલી;

આંખ ખોલતાં ફોનની રીંગ સાથે ઝણઝણે છે દિવસ !

સૂર્ય અર્ગ્ય સંસ્કાર ક્યાં સાચવવા ? સિમેન્ટ જંગલમાં.

ગંગા-યમુના જળ ધારી એક ડોલ સ્નાન લે છે દિવસ !

વ્યાયામ-પ્રાણાયામ જોઈએ શરરીને નહી કે દિવસને;

ક્ષણ આરામનું નામ નહીં, દોડે, આખો દિવસ, દિવસ !

ઘર હોય કે ઘરની બહાર, અર્થોપાર્જને પહેલો ન્યાય;

કામ, કામ ‘ને કામમાં ખૂપ તો ખૂંચતો, પૂરો દિવસ !

સૂરજ નમે, ‘ને ઊગે ચાંદો. ખાધું, પીધું, મોજ કીધું રે,

થાકીને, ઘરે આવે તે પછી જ, સાંજમાં ઢળે છે દિવસ !

કાલનાં કામ આજ પૂરાં કરી; આજનાં આવતી કાલે -

કરીશ, એ નક્કી કરે છે; દિવસનાં અંતે, થાકેલો દિવસ !

ટીવી. નેટ, મેચ અને મિત્રોની માયાજાળમાં ગૂંથાયેલો -

પરીવારને “ફેમિલી ટચ” આપવા મથે છે રાતે, દિવસ !

જાગરણ તો રોજનું થયું; નાઈટ લાઈફની લાઈફ વધી.

બાર પહેલાં થોડું સૂઈ જવાય ? જાગતો મહાલે દિવસ.

પોપચાં આંખોનાં બિડાય કાયમી પણે ત્યાં સુધી; હંમેશ,

એ જ લઢણ અવિરત ચાલે, મોડેકથી મોડો સૂતો દિવસ !

દિવસની દિનચર્યા બદલાય જામે યુગ જીવાય દિવસમાં.

રોજે, દિવસ થાક ઉતારે ઉંઘે, શરુ થાય ફરી નવો દિવસ !

કૌતુક કથા

હર્ષ કે. પંડ્યા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠહરટ્ઠિ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કૌતુક કથા

મજા-મૌજ અને કૌતુક

મજા એટલે શું ? કોઈ સ્થિતિને લીધે ઉત્પન્ન થતી રમુજ કે આનંદની ગલીપચી. જો કે, એમાં દુઃખભરી સ્થિતિમાં કે એવી સ્થિતિ યાદ કરતી વખતે જે આનંદ થાય એને આપણે વિષાદાનંદ-નોસ્ટાલ્જિયા કહીએ છીએ. આ નોસ્ટાલ્જિયાના ચાહકો પણ સમાજમાં મળી આવશે. પણ મિત્રો, આ વખતે માણીએ થોડા એવા પ્રસંગો જે વાંચીને આપણને તો મજા જ આવશે, પણ એને બનતા વર્ષો વીતેલા છે.

• દરિયાઈ સંશોધક કોલંબસે અમેરિકા શોધ્યા પછી ત્યાંના આદિવાસીઓને એમના ચામડીના રંગના આધારે ‘રેડ ઇન્ડિયન્સ’ કહેવાનું શરૂ કર્યું. પણ ખજાનો લુંટવાની કે અતો જમાવવાની કોશિશ કરતાં કોલંબસ ઍન્ડ પાર્ટીને એ લોકોનો તીવ્ર વિરોધ સહન કરવો પડ્યો. પરિણામે સૌથી લોહિયાળ સંઘર્ષો સાથેના માનવીય બર્બરતાના પ્રસંગો શરૂ થયા. અને એમાંથી જ વર્ષો પછી અત્યારે દુર્લભ, પણ ત્યારે પ્રચલિત એવું ‘ઇન્ડિયન’ કંપનીનું બાઈક બન્યું જેમાં એના લોગો તરીકે આ રેડ ઇન્ડિયનના વિખ્યાત પીંછાવાળા મુગદની પસંદગી થઈ. આજના હાર્લે ડેવિડસન બાઈકનો મોટો ભાઈ એટલે આ ઇન્ડિયન બાઈક.

• એક સમયે ચસકેલ ભેજાના નિર્દશક તરીકેની છાપ ધરાવતા કે. આસીફ, એમની મહત્વાકાંક્ષી ફિલ્મમાં એક ગીતના આલાપ માટે ભારતના શ્રેષ્ઠ અને એ સમયના વિખ્યાત તથા ખરા અર્થમાં કલાગુરુ કહી શકાય એવા પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર પાસે ગયા. સાથે એમની ફિલ્મ સંગીત નિર્દેશક નૌશાદ હતા. એ જમાનામાં સિનેમા માધ્યમ વગોવાયેલું હતું કે ભદ્ર અને સારા કુટુંબના લોકો ફિલ્મો જુએ, એમાં કામ કરે નહીં. એવામાં ચોવીસ ખાંડીના મિજાજના પંડિતજી સક્ષમ કે. આસિફે ઑફર મૂકી. અપેક્ષા મુજબ બાપુ બગડ્યા અને ઘસીને ના પાડી દીધી એમ કહીને કે તમારા સિનેમાની જેમ મારું સંગીત ભ્રષ્ટ નથી. કે. આસિફે પાંચ હજાર રૂપિયા ટેબલ પર મૂક્યા. પંડિતજીનો પિત્તો વધુ છટક્યો, કે. આસિફને ઉગ્ર ભાષામાં ના પાડી. પેલાએ દસ હજાર મૂક્યા. હવે પંડિતજી માટે એ અસહ્ય હતું. ઉભા થઈને ઘરમાં અંદર જતા રહ્યા. અંતે કે.આસિફે વીસ હજાર રૂપિયા ટેબલ પર મૂકીને ચાલતી પકડી. નૌશાદે બાજી સંભાળી લીધી. એ ફિલ્મ એટલે મુઘલ-એ-આઝમ અને એમાં તાનસેન જે તાન છેડે છે એ આપણા પંડિતજી.

• જ્હોન કિટ્‌સ. અંગ્રેજી ભાષાની કવિતાઓમાં રોમાંસનો પાયો. યુવાન વયે ટી.બી.ના રોગમાં સપડાયો એ પહેલા પાડોશી ફૂટડી યુવતી ફેનીના પ્રેમમાં સપડાયો. અને આજેય એમ. એ. વિથ ઇંગ્લીશ ભણતા વિદ્યાર્થીઓને ફરજીયાત ભણવું પડે એ અમર સૉનેટ કાવ્ય ‘બ્રાઈટ સ્ટાર’ લખીને અંધારા અજવાળાની પેલે પાર ચાલી નીકળ્યો. અને એના એ કાવ્યની લીટીઓ વાંચતા વાંચતા આપણો કવિ રાવજી પટેલ યાદ આવે એની એજ રીતની લાગણીઓ ‘મારી આંખે કંકુના સુરજ આથમ્યા’ ગીતમાં ધબકતી જણાય છે. અને એજ રીતની લાગણીઓ કામિલ વટવાની ‘હૃદયના દર્દની તમને જરા જો, કલ્પના આવે, કસમથી આપની જીભે સો-સો દુઆ આવે’માં દેખાય છે. આ કદાચ સર્જકની ચેતના જ છે, જે ત્રણ અલગ અલગ સમયે સરખી રીતે જણાતી આવે છે અને આવસે ઇન્શાલ્લાહ.

• ઇંગ્લૅન્ડના રાજા હેન્રી ત્રીજા અને સ્કોટલૅન્ડના રાજા એલેક્ઝાન્ડર બીજા વચ્ચેની ઈ.સ. ૧૨૩૭ની ‘યોર્ક સંધિ’ અનુસાર સ્કોટલૅન્ડ મજબુરન પોતાના પર ઇંગ્લૅન્ડનું આદીપત્ય સ્વીકારે છે. પણ ઈ.સ. ૧૨૮૬ અને ૧૨૯૦માં સ્કોટલૅન્ડના સિંહાસનના વારસો, અનુક્રમે એલેક્ઝાન્ટર ત્રીજો અને એની બહેન માર્ગારેટ, મૃત્યુ પામતા, ઈ.સ. ૧૨૯૫માં જ્હોન બેલીઅલ નામનો નેતા ફ્રાંસ સાથે છેંન્ડ્ઢ છન્ન્ૈંછદ્ગઝ્રઈ નામની સંધિ કરીને ઇંગ્લૅન્ડને ચકમો આપે છે. જે ઇંગ્લૅન્ડથી રાબેતા મુજબ સહન ન થતાં ઍડવર્ડ પહેલો સ્કોટલૅન્ડ પર હુમલો કરે છે જેમાં જ્હોન બેલીઅલને તડીપાર કરી દેવામાં આવે છે. ઈ.સ. ૧૨૯૭માં વિલિયમ વોલેસ અને એન્ડ્ર્‌યુ મોરે ક્રાંતિ કરે છે જેમાં વોલેસને મૃત્યુદંડ અપાય છે. નવ વર્ષ પછી ઈ.સ. ૧૩૦૬માં રોબર્ટ ધ બ્રેવ નામક યોદ્ધો, ગેરીલા યુદ્ધથી અંગ્રેજ સેનાને ભૂ પાઈ દે છે અને સેનાને ઊભી પૂંછડીએ ભાગવું પડે છે. અંતે ઈ.સ. ૧૩૨૦માં સ્કોટલૅન્ડની સ્વતંત્રતા માટેનો ખરડો બને છે જેમાં લખવામાં આવે છે, “જ્યાં સુધી અમારા કુલ સોમાંથી એક પણ જીવતો હશે, ત્યાં સુધી, કોઈ પણ સંજોગોમાં અમે ઇંગ્લૅન્ડના રાજમાં રહીશું નહીં.” અને આના છસ્સો વર્ષ પછી, ઈ.સ. ૧૯૨૦માં ગાંધીજી આગલા જ વર્ષે બનેલા જલીયાંવાલા હત્યાકાંડથી વ્યથિત થઈને અંગ્રેજ સરકારની અસલિયતનો ખ્યાલ આવતા અસહકારનું આંદોલન શરૂ કરે છે જે સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. એક દશનો લોહિયાળ ઇતિહાસ, બીજા દુરના દેશના સ્વાતંત્ર્‌ય સંગ્રામમાં કારણભૂત બને છે. (ર્જીેષ્ઠિી : મ્મ્ઝ્ર ૐૈજર્િંઅ)

• ફિલિપિન્સના વિરોધ પક્ષના નેતા નીનોય એક્વીન એ ગાંધીજીના જીવનની (થોડા દિવસો પહેલા મૃત્યુ પામેલા હોલીવુડ ડિરેક્ટર રીચાર્ડ એટનબરોએ બનાવેલી) ‘ગાંધી’ ફિલ્મ જોઈ અને એણે ફિલિપિન્સ પાછા ફરવાનો નિર્ણય લીધો. એરપોર્ટ પર જ શાસક માર્કોસના હત્યારાઓએ એક્વીનોનું ખૂન કર્યું. ફિલિપિન્સમાં બળવો થઈ ગયો અને માર્કોસ દેશનિકાલ પામીને વિદેશમાં મર્યો, જ્યારે એક્વીનોની વિધવા પત્ની કોરી એક્વીનો, ત્યાંની રાષ્ટ્રપતિ બની. એક ફિલ્મે, અને ખાસ તો ગાંધીજીએ, ફિલિપિન્સનો ઇતિહાસ ૧૮૦ ડિગ્રીએ ફેરવી નાંખ્યો. (ર્જીેષ્ઠિી : ‘બાકાયદા બક્ષી’ બ્લોગ)

પાપીની કાગવાણી :

“માં પાસે પોતાના માટે મંગાય જ નહીં,

એને એમ કે’વાય કે,

‘હેં માં, અમને તે બહુ આપ્યું છે, હવે જેની પાસે ન હોય ને, એને આપજે.’...

એટલે જોજો માં એવી મૌજમાં આવશે ને... પોતાના માટે માંગ્યું એ મર્યો...’’

- માયાભાઈ આહીર (દડવા રાંદવ મંદિરના જીર્ણોદ્ધારના

ડાયરામાં)

લઘરી વાતો

વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

લઘરી વાતો

વરસાદની મજા

વરસાદ શરૂ થાય એટલે પહેલી અસર દેડકાઓ ઉપર થાય છે એ લોકો ડ્રાઉં ડ્રાઉં કરીને વધુ વરસાદને આમંત્રણ પાઠવે છે, પરંતુ હવે સમય બદલાયો છે મોર પણ હવે ડાન્સ ઇન્ડિયા ડાન્સ સ્પર્ધા હોય અને કંઈક મળવાનું હોય તોજ નાચે છે. દેડકાઓ પણ હવે વરસાદ આમંત્રણ તો જ આપીએ જો ખરેખર સારો વરસાદ વડવાનો હોય એમ જાણીને ચુપ રહે છે તો પછી વરસાદની મજા ક્યાંથી મળે ભીની સુગંધ, લીલા ખેતરો, વગેરે વગેરેનું વર્ણન કરનાર લેખકો ને જ વરસાદની સાચી મજા આવતી હોય તેવું લાગે છે. આમ લેખનશૈલી વાંચવામાં જે મજા છે એ ખરેખર એક્ચ્યુલ મજા કરતા પણ વધારે હોય છે. વર્ચ્યુઅલ વર્લ્ડ એટલે કે ફેસબુક, ટ્‌વીટર પર જેવો વરસાદ પડે એવી કવિતાઓ શેરો શાયરીઓનો મારો ચાલુ થઈ જાય છે. ઘણીવાર તો દેવાધિ દેવ ઇન્દ્ર પણ થોડા સમય માટે સ્ટેટસ ચેક કરવામાં અને હોમપેજ સ્ક્રોલ કરવામાં વરસાદ અટકાવીને વર્ચ્યુલ વર્લ્ડની મજા માણવા બેસી જતા હયો તેમ લાગે છે. પણ અચાનક બાફ વધી જતા પાછા પોતાના મૂળ કામે વળગી લોકોને વરસાદની મજા આપવામાં વ્યસ્ત થઈ જાય છે. દરેક પ્રાણી જીવ અલગ અલગ રીતે વરસાદની મજા માણે છે. મનુષ્ય કે જે ઇન્ટરનેટ વાપરી શકે તે વરસાદમાં પલળવાની જગ્યાએ શરદી ખાંસીથી બચવા વરસાદ અને પાણી ભરાયાનાં ફોટા લાઈક કરી વરસાદનો આનંદ મેળવે છે. ઘણા તો હજુ અંડરબ્રિજમાં પાણી ભરાય એની રાહ જોયા વગર જ લખી દે છે કે અંડરબ્રિજ સ્વિમિંગ પલમાં ફેરવાયા, ઘણા મનુષ્યો જેમને ડૉક્ટરે તાખું, તળેલું ખાવાની ના પાડી હોય છે અને ઘણાને પાઈલ્સ હોય અને મરચા ના ખાઈ શકતા હોય તેવા લોકો ફેસબુક પર દાળવડા, અને મેથીના ભજીયાના ફોટા લાઈક કરીને વરસાદની મજા માણતા હોય છે. ઘણા કવિઓ બીજાની ચિંતા કર્યા વગર ભારે ભારે શબ્દોની કવિતાઓ રચી ભર વરસાદમાં સોશિયલ સાઈટો અને વોટ્‌સએપમાં કાગળની હોડીની જેમ તરતી મૂકી દેતા હોય છે જે થોડો સમય સુધી લોકોને કાગળની હોડીની મજા આપે છે પણ એજ કાગળ અબુધ શ્રોતાઓ માટે ડૂચા સમાન હોય છે. જેથી આવા ભારે શબ્દોવાળા કવિઓએ સાચવવાની જરૂર છે કે તેમની મજા કોઈના સજા ન બની જાય. બીજા પ્રાણી જીવો પણ વરસાદની અલગ મજા માણતા હોય છે કબૂતરો વરસાદનાં કારણે લોકોની બાલ્કનીમાં બેસી રહી તેમની બાલ્કનીમાં પોતાની ચરકથી રંગોલી પાડવાની મજા માણતા હોય છે. જ્યારે કુતરા સમાજ લોકોના ઓટલા પર પગલા પાડવાથી માંડીને સોસાયટીનાં રહીશોના હુડ હુડ વચ્ચે દબંગ સ્ટાઈલથી વિહરવાનો આનંદ માણતા હોય છે અને શાંતિથી કોઈની કાર પર આરામ ફરમાવવાનો અને ઉંચાઈથી વરસાદને નિહાળવાની મજા માણતા હોય છે. એક નિર્ભય પ્રાણી જેટલી વરસાદની મજા માણે છે એટલી મઝા કોઈ બીજું પ્રાણી માણી શકતું નથી. નાનપણમાં આપણને આ પ્રાણી વિશે નિબંધ પૂછાતો તો આપણે એને ચાર પગ હોય છે અને બે શિંગડા હોય છે એવું લખીને માર્ક મેળવીને પાસ થઈ જતા. પણ વરસાદમાં આ પ્રાણીની મજા માણવાની રીત કંઈક અનોખી જ હોય ચે. ચાર રસ્તા વચ્ચે અથવા તો કોઈપણ રોડ પરનાં ડીવાઈડરને અડીને કોઈપણ જાતના ડર વગર આ પ્રાણી જેને આપણે ગાય તરીકે ઓળખીએ છીએ બેઠું હોય છે ખટારા, બસો, કાર, બુલડોઝર ગમે તે પસાર થાય. આ પ્રાણી રોડ પરતી ખસતું નથી એના મુખ પરના હાવભાવ કંઈક ખોરાક વાગોળતા વાગોળતા જાણે માનો મને કહેતું હોય કે, “થાય એ કરી લો” હું તો અહીંથી ખસવાની જ નથી. એની પૂંછડીથી માંડીને શિંગડા આવતા-જતા લોકોને અડાડતું હોય છે અને વધારેમાં પૂરું જેટલી સાફ જગ્યા બચી હોય તેમાં પણ ગોળાકાર પોદળો કરી જાણે વરસાદને ટાર્ટેગ સેટ કરી આપતો હોય કે આ ગોળાકાર પોદળાની વચ્ચે ચાંટા ટાકી બતાવો. અને વરસાદ પણ એ ટાર્ગેટ અચીવ કરવાની મજા માણતો હોય છે. અને આ સમગ્ર મજાની વચ્ચે ફરીથી મનુષ્ય કાદવ કીચ્ચડ અને ટ્રાફિકની વચ્ચેથી પસાર થઈ જલ્દી ઘરે પહોંચી પરિવાર સાથે વરસાદના ખુશનુમા વાતાવરણની મજા માણતો હોય છે. આમ મજા સર્વત્ર છે ફક્ત મજા માણવા માટેની દૃષ્ટિ જોઈએ.

ઝીંદગી ઓન ધ રોક્સ

ભૂમિકા દેસાઈ શાહ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરેદ્બૈાટ્ઠજરટ્ઠર૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ઝીંદગી ઓન ધ રોક્સ

કેમ છો ?

‘હે હાવ્ઝ યુ ? વોટ્‌સ અપ ? શું ચાલે લાઇફમાં ?’ આવો સવાલ તમને કે મને કોઈ અચાનક પૂછે તો આપણે શું જવાબ આપીએ ?

અરે જવાબ નહિ નિબંધ લખી નાંખીએ અને લાંબું ચલાવીએ કે, ‘જવા દે ને યાર, બહુ ત્રાસ છે ! કેટલી ગરમી છે યાર, જોને વરસાદ પડતો નથી ! ક્યાંથી પડે ? હવે ઘોર કળિયુગ જ આવી ગયો છે ! ચોમાસામાં ગરમી પડે, ગરમીમાં કરા પડે અને શિયાળામાં વરસાદ પડે ! ભાઈસા’બ, સિઝનના કંઈ ઠેકાણા જ નથી ! અને ક્યાંથી હોય - માણસના આજકાલ ક્યાં ઠેકાણા છે ? જ્યાં જુઓ બસ ભ્રષ્ટાચાર અને મોંઘવારી. કહું છું બિચારો મીડલક્લાસ માણસ જાય ક્યાં ? આજકાલ શાકભાજીના ભાવ તો એટલા વધી ગયા છે યાર કે શાક બનાવતી વખતે ગૅસ કરતાં વધુ તો દિલ બળે છે ! અને શાકભાજી એકલું નહિ; દૂધ, સ્કૂલની ફી, વીજળી - સાલું બધું જ મોંઘું થઈ ગયું છે ! ખાલી હું અને તમે સસ્તા રહી ગયા ! અને...’-

અને આપણી આ ‘ત્રાસકથા’ સાંભળનાર બિચારો મનમાં વિચારે, ‘ભૂલ થઈ ગઈ, ફરી ‘કેમ છે ?’ એમ કોઈ કાળે નહીં જ પૂછું ! એક પ્રશ્નના જવાબમાં એક કલાક કથા - એ પણ રોદણા આખા ગામના !’

ઉપરનો સંવાદ આપણે એક કે બીજી રીતે લગભગ દર બે દિવસે જીવીએ છીએ ! નેગેટિવિટી એટલે કે નકારાત્મક ઊર્જા પેદા કરતા રહીએ છીએ અને બીજાને જબરદસ્તી આપતા પણ રહીએ છીએ !

શું આપણે જિંદગીથી એટલા કંટાળી ગયા છીએ કે માત્ર રોદણાં અને ફરિયાદો જ વહેંચવા માટે રહી ગયા છે ? ના, મારે ‘પ.પૂ.ધ.ધુ. ૧૦૮૮ ભૂમિકાપ્રિયદેવીજી’ બનીને કોઈ જીવન જીવવાની જડીબુટ્ટી પર ભાષણ નથી આપવું.

મારે તમને માત્ર એક નાની સરખી વાત ધ્યાને દોરવી છે જે તમેહું- આપણે સૌ જાણીએ જ છીએ, છતાં અવગણીએ છીએ ! અને એ છે - આપણે જીવીએ છીએ એ લાઈફની ખૂબસુરતી. દિવસના ચોવીસ કલાકમાં ૪૮ નાની-નાની વાતોમાં પડી જતો જીવવાનો જલસો-ટેસ-મોજ ! અને આટલી ખૂબસુરત જિંદગીને જીવતા-માણતા-જીવવાની દિનપ્રતિદિન વધતી જતી આપણી જીજીવિષા !

આપણે ભલે નાના-મોટા પ્રશ્નો-પ્રોબ્લેમ-દુઃખ પર રડતાં રહીએ, નાની-નાની ખુશીઓ પર દિલ ખોલીને એન્જોય પણ કરીએ જ છે ! પણ દુઃખ પરેશાનીઓનું લીસ્ટ બનાવીએ છીએ અને ખુશીઓ અને મજાઓને ભૂલી જઈએ છીએ !

તો ચાલોને આજે ફોર અ ચેન્જ બનાવીએ આ ખુશીઓ-મોજ અને ટેસડાનું લીસ્ટ ! હવે તમને વિચાર આવશે કે મજા પડવાના મારા-તમારા કારણો જુદા જુદા જ હોવાના, તો પછી એક કોમન લીસ્ટ કઈ રીતે બને ? તો વાત એમ છે કે આપણે સૌ દોડતી-ભાગતી જિંદગીમાં એવી ઘણી કોમન મોમેન્ટ્‌સ જીવીએ છીએ જે નાની ભલે હોય પણ દિલને મોજ કરાવી જાય છે ! તો હું મારી તેજ રફ્તાર લાઈફનું મૌજે-બહારનું લીસ્ટ ગણાવું છું, તમે પણ સાથે ટીક કરતાં જાઓ કે તમને એમાં જલસા પડે છે કે નહીં ?

સૌથી પહેલાં તો સવારમાં એલાર્મ મુક્યા વગર ઊંઘવા મળે એ મારા માટે સૌથી મોટી મોજ. આમ તો મારે એલાર્મ સાથે સંબંધો સારા જ છે, પણ એલાર્મના મશીનની ટોન સાથે ઊઠવા કરતાં, ઊંઘ પૂરી કરીને, સૂરજના કોમળ કિરણો સાથે, પક્ષીઓના કલરવ સાથે ઉઠવામાં એક અલગ જ ટેસ છે.

અને પછી બ્રશ પકડીને અરીસામાં પોતાનો ચહેરો જોઈ રહેવાની નિર્દોષ મજા. મને ઘણી વાર વિચાર આવે કે હું-તમે-આપણે સૌ સૌથી સુંદર સવારે ઊઠતાંની સાથે લાગીએ ! એકદમ નેચરલ ! વાળ દિલ્લીથી દોલતાબાદ આઝાદી સાથે વિખરાયેલા હોય, આંખોમાં ઊંઘનું આછું ભૂરું કાજળ લાગેલું હોય, મેકઅપ-ફોર્માલિટી-કૃત્રિમતાથી આઝાદ ચહેરો હોય, અરીસાને પણ આપની સાથે સાથે મોજ આવતી જ હોય !

વહેલી સવારે આદુ-ફૂદીનાવાળી ચા લઈને હિંચકે નિરાંતે બેસી રહેવાની અને ઘૂંટડે ઘૂંટડે ચાનો સ્વાદ લેવામાં આવે એવી મજા તો કદાચ અમૃત પીવામાં પણ નહીં આવતી હોય ! અને એમાં પણ જો બેકગ્રાઉન્ડમાં અચાનક એફ.એમ. પર કે પાડોશીના જૂના ટેપરેકોર્ડ પર આપણા સ્કૂલના જમાનાનું કોઈ મસ્ત ગીત વાગતું સંભળાય તો ? જે મજા સ્કૂલના ફ્રેન્ડ્‌સને દાયકાઓ પછી મળીએ ત્યારે આવે એવી જ કૈંક મોજ અચાનક ગમતું ગીત લાંબા સમયે સાંભળવામાં આવી જાય ! રૂંવાડાં ઊભાં થઈ જાય, અને આંખો અચાનક બંધ થઈ જાય અને બંધ આંખો સાથે એ ગીતના શબ્દે-શબ્દ સાથે એક ગમતો ચહેરો ઉભરતો જાય ! - યાદોનો પીટારો અમસ્તો ખુલી જાય એને મોજ જ કહેવાય ને યાર ?

દિવસના બિઝિ શિડ્યુલમાં આપણે ઘડિયાળના કાંટે દોડતા- ભાગતા કામ પૂરું કરવા મથતાં રહીએ, પણ પોતાની જાતને કાયમ ભૂલી જઈએ ! એવામાં કોઈ અજાણ્યો માણસ, કોઈ અજનબી હમસફર, કાયમ રિઝર્વ્ડ રહેતા પાડોશી કે ઑફિસનો અતડો-અકડું સહકર્મી અચાનક મીઠું સ્મિત આપીને ગુડ મૉર્નિંગ કહી દે, તો પણ દિલને ટેસ પડી જાય. શું કહો છો ?

ગણીગણીને, માપીમાપીને જિંદગી જીવતા આપણે સૌ સમય, પૈસા, ફાયદા, નુકસાનની સાથે સ્વાદ-કેલરી અને વજનની ગણતરીમાં પણ અટવાયેલા રહીએ છીએ ! ઘર અને ઑફિસના તોડી નાખે એવા રૂટિનમાં કસરત કરવા ક્યારેય ના મળતા સમયની અને સવારે ડાયેટ ચાર્ટ ફૉલો કરવાનું ચાલુ કરીને બપોર સુધીમાં રૂટિન ફૂડ પર આવી જવાની ગિલ્ટની વચ્ચે... જ્યારે અચાનક કોઈ સ્નેહી સ્વજન એવી કોમ્પ્લીમેન્ટ આપી દે કે - ‘યાર, બહુ વજન ઉતારી નાખ્યું ને ? અમને પણ કંઈ ટીપ્સ આપજો !’ ત્યારે દિમાગ ભલે જાણતું હોય કે વજન હકીકતમાં એક ગ્રામ પણ ઘટ્યું નથી, અલબત્ત વધ્યું જરૂર છે, છતાં દિલ તો ફૂલફટ્ટાક થઈને ઉડવા જ લાગે બોસ ! મોજ પડી જાય, શું કહો છો ?

ઘરે રૂટિન-અણગમતું ટીંડોળાનું શાક બનાવ્યું હશે એ વિચારો સાથે ઘરે જતા હોઈએ અને રસ્તામાં પાણીપૂરીની લારી પાસે ચૂપકીથી દસ રૂપિયાની તીખી-તમતમતી અનહાઈજીનિક પાણીપૂરી ખાઈ લઈએ એમાં પણ એક જલસો છે !

ટીવી પર બોરિંગ ડેઈલી સોપ જોતાં જોતાં ચેનલ સર્ફ કરતાં કરતાં અચાનક વર્ષો જૂનું ગમતું મૂવી જોવા મળી જવાની મઝા, કૉલેજ ટાઈમનું જીન્સ અચાનક પહેરીએ અને ફીટ આવી જાય - એ ખુશી, ઘર સાફ કરતાં કરતાં અચાનક બાળપણનું કૉલેજ ટાઈમનું કોઈ ફોટો-આલ્બમ મળી આવે એ મોજ, રાતે સરસ મઝાનું સપનું આવે એ ટેસડો !

શું કહો છો ? લીસ્ટ મઝ્‌ઝાનું બન્યું ને ? છે ને લાઈફ મઝ્‌ઝાની ?

તો હવે કોઈ પૂછે કે, ‘કેમ છો ?’ તો આપણે શું કહીશું ?

‘એકદમ મોજ-મજા-ટેસ અને જલસામાં છીએ !’

બોલીવુડ બઝ !

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

બોલીવુડ બઝ

ફિલમ જોવાની મજા

જમાનો બદલી ગયો છે તોલારામ !! અને સમય સાથે ફિલ્મ જોવાની મજાનાં કારણો પણ બદલાઈ ગયાં છે. ૩૫ પછીની ઉંમર જ એવી રસપ્રદ હોય છે કે જ્યારે તમે બે પેઢીઓને સાથે અવલોકી શકો અને બંને વચ્ચે કેટલો મોટો અએખાત ઊભો થઈ ગયો છે એ પણ તમને નક્કી કરી શકો છો. ઉંમરના આ જ પડાવ પર નાપણમાં જે રીતે ફિલ્મોની મજા મામતા એની સામે અત્યારે જે રીતે મજા માણીએ છીએ એના કારણો અને પરિણામો સાવ બદલાઈ ગયાં હોવાનું અત્યારે બરોબર અનુભવાય છે જો કે ઘણી બાબતો હજીપણ નથી બદલાઈ.

નાનપણમાં ફિલ્મ જોવી એ તહેવાર ઉજવવા સમાન હતું. ફિલ્મ ક્યારે અને ક્યાં જોવી એનું રીતસરનું પ્લાનિંગ થતું એમાં ખૂબ મજા આવતી. અને ઘણીવાર તો રવિવારે બપોરે જમણનો પહેલો કોળીયો મોઢામાં ગયો હોય ન ગયો હોય ત્યાં જ કોઈ બોલે, “ચલો પિચ્ચર જોવા જઈએ.” અને આખુંય ફેમીલી લુસલુસ જમીને થીયેટર તરફ રીતસરની દોટ મૂકતું એ એક અનોખી મજા હતી. અત્યારની જેમ દર શુક્રવારે નવી ફિલ્મ ‘પડે’ જ એવું જરાય ન હતું, પણ પપ્પાઓથી ડરીને પણ ફિલ્મ શરુ થાય એ પહેલાં કે ઇન્ટરવલમાં બે રૂપિયાની કોલસાની માટલીથી ગરમ કરેલી ખારી શીંગ ખાવાની પણ એટલી જ મજા આવતી તો હવે, “ડેડી, ઇન્ટરવલમાં હું એક કોક અને એક પફ તો લઈશ જ હોં !” એમ દીકરાનો હુકમ માનવાની પણ એક અનોખી મજા આવે છે. આજે સિનેમાઘરોનું સંપૂર્ણ ‘એસીકરણ’ થઈ ચૂક્યું છે એટલે ફિલ્મો ગમેતેવી બોરિંગ હોય પણ તોય કમ્ફર્ટેબલ રહીને એને જોવાની મજા આવતી હોય છે. પણ જ્યારે ટીકીટ પર પણ ‘એરકૂલ્ડ’ લખેલું હોવા છતાંય થીયેટર ઇંટનો ભઠ્ઠો હતાં ત્યારે ફિલ્મો જ એટલી મનોરંજક હતી કે પરસેવાનાં રેલા ઉતરતાં હોય તોય ફિલ્મો જોવાની પણ મજા માણી છે.

અત્યારે પણ નવી ફિલ્મોમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાની જે થ્રિલરૂપી મજા છે એ પહેલાં પણ એટલી જ હતી. અત્યારે શો શરૂ થયાના એક કલાક પહેલાં પણ મલ્ટીપ્લેક્સની વેબસાઈટ પર જઈને ગમતી સીટ પસંદ કરીને ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની ટીકીટ બુક કરવામાં પણ મજા છે તો પહેલાં દોઢથી બે કલાક કે એનાથી પણ વધુ લાંઆઆઆમ્બી લાઈનમાં ઊભા રહીને પણ જો ફર્સ્ટ શોની ટીકીટ મળી જતી તો બહુ મજા પડતી. અને જો ન મળતી તો “કાંઈ વાંધો નહીં બીજા શોમાં” એમ બોલીને ફરીથી લાઈનમાં ઉભા રહીને ફરીથી દોઢ કલાક, આ વખતે બારી ખુલે એની રાહ જોવામાં ઉભા રહેવાની પણ મજા આવતી. વળી જો કોઈ સસ્પેન્સ મુવી ફર્સ્ટ શોમાં જોઈ હોય અને છૂટતી વખતે ગેલરીમાં બીજા શો શરૂ થવાની રાહ જોતો કોઈ મિત્રને બુમ પાડીને ફિલ્મનું સસ્પેન્સ જણાવવાની મજા તો પહેલાં પણ એટલી જ આવતી જેટલી આજે આવે છે.

પહેલાં થીયેટરની બહાર દસ પૈસાનો મોટોમસ સિક્કો છાપેલા ઠંડા પાણીના મશીન લઈને ઉભા રહેતા ફેરિયાઓ પાસેથી દસ પૈસાનો પાણીનો કૂલ ગ્લાસ પીવાની પણ મજા આવતી તો આજે પચ્ચીસ રૂપિયાની મિનરલ વોટર બોટલ લઈને આપણે થીયેટરવાળાને મજા અપાવીએ છીએ. એટલું જ નહીં ફિલ્મ પતે એટલે ભલે ઇન્ટરવલમાં પેટ ભર્યું હોય પણ છૂટીને મિત્રો કે કુટુંબ સાથે થીયેટરનાં જ ફૂડકોર્ટમાં કે નજીકમાં આવેલા રેસ્તરાંમાં સાથે જમવાની મજા લોકો આજે પણ લેતાં જોઈએ ત્યારે આપણું દિલ પપણ બાગબાગ થઈ જતું હોય છે.

ફિલ્મો જોવાની પદ્ધતિમાં ઘણીબધી મજાઓનાં પ્રકાર બદલાયા છે પણ એક મજા હજી પણ એટલી જ અકબંધ છે અને એ છે બધાની ફિલ્મ જોવાની, ભલે એ મિત્રો હોય કે પછી કુટુંબ, પેલું કહે છે ને કે “અસલી મઝા સબ કે સાથ આતા હૈ” બસ એવું જ ! આજે જ્યારે હજારો વેબસાઈટ વત્તા પેસબુક અને ટ્‌વીટર પર પહેલાં શો પત્યાના અડધા કલાકમાં આવી જતાં રિવ્યુઝ (મોટાભાગે નેગેટીવ) વાંચીને ફિલ્મ જોવાનું માંડી વાળતાં લોકોને એટલું જ કહેવાનું કે કોઈની રીવ્યુ કરતાં ‘સ્વ-વ્યુ’ વધુ મહત્ત્વ ધરાવે છે. માટે જે ફિલ્મ જોવાનું તમને મન થાય એટલે તરત જ પહોંચી જાવ નજીકનાં થીએટરમાં અને જોઈ નાખો એ ફિલ્મ. ફિલ્મ પતે એટલે અંદરથી એક અવાજ આવે કે ‘મજા આવી’ એટલે બસ બાકી રીવ્યુકારો તો જખ મારે છે.

ફિલ્મ જોવી એ કળા નથી પણ એને માણી જરૂર શકીએ છીએ. ફિલ્મ જોયા પછી જોજો એનું ગીત ક્યાંક સાંભળવા મળશે તો એ ગીત ફિલ્મ જોયા પહેલાં સાંભળ્યું હોય એના કરતા વધુ ગમશે, આ પણ એક મજા જ છે ને ? ફિલ્મ જોવામાં બહુ મગજ નહી વાપરવાનું અને ફક્ત દિલથી એને જોવાની બસ આટલું સમજી જઈએ પછી તો મજા જ મજા છે !

ફૂડ સફારી

આકાંક્ષા દેસાઈ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ફૂડ સફારી

“ડેઝર્ટની મજા !”

‘મજા’ - બધા જ મજા પર લખે તો હું કેમ રહી જાઉં ? મજા એટલે મનને ગમતી વસ્તુ કરતા આનંદ, અને મને શું ગમે ? ઓફકોર્સ કુકિંગ, પણ એમાં પણ સૌથી વધારે ગમે જાત જાતના ડેઝર્ટ બનાવવા બહુ ગમે. ડેઝર્ટ, એટલે કે સ્વીટ્‌સ, એ કોઈપણ ક્વીઝીનનો સૌથી શ્રેષ્ઠ ભાગ હોય છે અને સૌથી મનપસંદ પણ !

“ડેઝર્ટ” સામાન્ય રીતે રાત્રિભોજન પછી આવતો કોર્સ છે. મોટા ભાગે ડેઝર્ટનો અર્થ મીઠો ખોરાક છે પણ કોઈક વાર ચીઝ જેવી તીવ્ર સ્વાદ ધરાવતી વસ્તુ પણ ડેઝર્ટ તરીકે પીરસવામાં આવે છે જેમકે ચીઝ કેક. ‘ડેઝર્ટ’ શબ્દ જૂના ફ્રેંચ શબ્દ “ઙ્ઘીજજીદૃિૈિ” માંથી આવ્યો છે જેનો અર્થ થાય છે ‘ટેબલ સાફ કરવું.’

વિજ્ઞાનીઓ આપણને કહે છે કે ખાંડ બિન જરૂરી ખોરાક છે. પ્રાચીન સમયમાં, હકીકતમાં, સ્વીટ્‌સ એ ફક્ત શ્રીમંતો માટે અનામત વૈભવ હતી. પ્રાચીન રોમમાં ગરીબોનું ભોજન અનાજ અને કોઈપણ ઉપલબ્ધ માંસ અથવા શાકભાજી રહેતું, જ્યારે શ્રીમંતો ત્રણ કોર્સનું ભોજન કરતા હતા, જેમાં અંતિમ કોર્સમાં સ્વીટ્‌સ પીરસવામાં આવતી.

આજે ડેઝર્ટ ફક્ત શ્રીમંતો પુરતું જ સીમિત નથી રહ્યું. આપને સહુ નિયમિત રીતે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ડેઝર્ટ વડે જાત ને વાર - તહેવારે ટ્રીટ આપીએ છીએ.

ડેઝર્ટ એ ભોજનનો ભાગ હોય એવું ફક્ત પ્રાચીન રોમ સંસ્કૃતિમાં જ નહોતું, ગ્રીકો તેમજ પ્રાચીન ઇજિપ્તવાસીઓ પણ ડેઝર્ટને એટલા જ ઉત્સાહથી માણતા હતા. ઘણા લોકો માને છે કે ડેઝર્ટ સંસ્કૃતિનો વિકાસ કહે છે. તે ફક્ત જમ્યા બાદ, પેલેટ ક્લીન્ઝીંગ કરવા માટેનું સાધન નથી. પરંતુ ડેઝર્ટ એ સરળ ભોજન અને તેને લગતા મીકેનીક્સથી પર એક દિવ્ય એક્સપ્રેશન છે.

જ્યારે જ્યારે તમે જાતને કામનાં બોજ તળે દબાયેલી મહેસૂસ કરો, દુનિયાને તમારી વિરુદ્ધ ઉભેલી જુઓ, જાતથી કંટાળી જાઓ ત્યારે એક ચમચી આઈસ્ક્રીમ, ચિઝકેક, કપકેક કે પછી ચોકલેટ મૂઝ ખાઈ જોજો. એમાં કેટલી દિવ્યતા છૂપાયેલી છે એ તરત ખબર પડી જશે.

પીચ કસ્ટર્ડ :

સામગ્રી :

૩ ચમચી કસ્ટર્ડ પાવડર

૨ મચચી ખાંડ

૨ કપ દૂધ

૧ કેન પીચ (અથવા ૧ કપ પીચના ટુકડા)

૨ ચમચી બ્રાઉન સુગર

રીત :

• કસ્ટાર્ડ પાવડરને થોડા દૂધ અને ખાંડ સાથે સ્મૂધ થાય ત્યાં સુધી મિક્સ કરો.

• બાકીના દૂધને ગરમ કરો. તેમાં કસ્ટર્ડ પાવડરનું મિશ્રમ ઉમેરીને બરાબર હલાવો.

• ૨ મિનિટ માટે સતત હલાવો અને તેમાં ઉભરો આવવા દો.

• પીચ ટુકડાને એકર્ દૃીહર્િર્ક ડીશમાં ગોઠવો.

• પીચના ટુકડા પર ગરમ કસ્ટર્ડ રેડો જેથી કસ્ટર્ડ પીચના ટુકડાને સારી રીતે ઢાંકી દે.

• તેની ઉપર બ્રાઉન સુગરનો છંટકાવ કરો અને ૧૫ મિનિટ માટે ૨૦૦ ડિગ્રી સે. (૪૦૦ ડિગ્રી એફ.) પર ઓવનમાં બેક કરો.

• ઓવનમાંથી કાઢી કપમાં ભરી, સર્વ કરો.

ક્વિક ઓરેઓ કેક :

સામગ્રી :

૧૯ર્ ંર્િી બિસ્કિટ (ચોકલેટ) - ક્રીમ સાથે

(કુલ ૩૮ સિંગલ્સ)

૩/૪ ટી સ્પૂન ખાવાનો સોડા અથવા ઈનો

૨ ટેબલ સ્પૂન ખાંડ

૧ કપ દૂધ

રીત :

• એક બ્લેન્ડરમાં અધકચરા બિસ્કીટ અને અન્ય સામગ્રી લઈ તેની એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરો.

• એક માઈક્રોવેવ પ્રૂફ ડીશને બટર, ધી કે તેલ વડે સરસ રીતે ગ્રીઝ કરી, પાર્ચમેન્ટ પેપરથી લાઈન કરો.

• તૈયાર કરેલા કેકના બટરને ડીશમાં નાખો અને નોર્મલ માઈક્રોવેવ મોડમાં ૫ મિનીટ માટે ચલાવો.

• ૧૫ મિનીટ માટે કેકને માઈક્રોવેવમાં જ પકવવા દો.

• ૧૫ મિનીટ પછી કેકને બહાર કાઢી, તેના પર ક્રીમ કે આઈસીંગ સુગરથી સજાવીને ઠંડી અથવા ગરમ પીરસો.

ચોકોલેટ મૂઝ :

સામગ્રી :

૩૦૦ ગ્રામ હેવી ક્રીમ

૧ કપ આઈસીંગ સુગર

૪૦૦ ગ્રામ ડાર્ક ચોકોલેટ ચિપ્સ

૧૦૦ ગ્રામ બટર

રીત :

• બટર અને ચોકોલેટ ચીપ્સને ડબલ બોઈલર પર મૂકીને પીગળાવી દો.

• પીગળી જાય એટલે આ મિશ્રણને બાજુ પર રાખો, રૂમ ટેમ્પરેચર પર આવવા દો.

• એક બાઉલમાં ક્રીમ લઈ તેમાં આઈસીંગ સુગર નાખી હેવી પીક્સ ના બને ત્યાં સુધી ક્રીમ ને ફેંટો.

• તૈયાર ક્રીમમાં ચોકોલેટના મિશ્રણને ધીમે ધીમે, હલકા હાથે ભેળવો.

• બધી જ ચોકોલેટ ક્રીમમાં મિક્સ થઈ જાય એટલે મૂઝને ચાર બાઉલમાં વહેંચી દો. આ બાઉલને પ્લાસ્ટિક રેપ કે ક્લિંગ રેપથી ઢાંકી ૨ થી ૩ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા દો.

• ઠંડુ ઠંડુ સર્વ કરો.

ગ્લોબલ મેનેજમેન્ટ

દિપક ભટ્ટ

ગ્લોબલ મેનેજમેન્ટ

“કોર્પોરેટની ભવિષ્યની ચેલેન્જ : નોલેજ મેનેજમેન્ટ”

ગ્લોબલ વર્લ્ડમાં નોલેજ એક શક્તિ છે. સંસ્થાને આગળ લાવવા માટે નોલેજનો ખરો ઉપયોગ કરવો જરૂરી છે. આજના કર્મચારીઓ કામની દોડાદોડમાં એટલા બધાં ગૂંથાયેલા હોય છે તેને ખબર પણ હોતી નથી કે નોલેજનો તે ઉપયોગ કરે છે તેનો જો સંગ્રહ કરવામાં આવે તો ભવિષ્યમાં તે કેટલું બધું ઉપયોગી બની શકે છે. નોલેજનું વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ કેવી રીતે કરવું અને તે અંગે જાણવું આજે આવશ્યક બની ગયું છે.

આજની સંસ્થા વિશ્વ કક્ષાએ પહોંચવા માટે જ્ઞાન આધારિત મેનેજમેન્ટને મહત્ત્વ આપતી થઈ છે. જ્ઞાન કર્મચારી અને સંસ્થા બંનેને સ્પર્ધાત્મક રીતે લાભ આપી શકે છે. સાચું નોલેજ કંપનીને યોગ્ય નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે અને કર્મચારીને યોગ્ય દિશા આપી શકે છે. નોલેજનું સંચાલન કરવું ખુબ જ અધરું કામ છે. નોલેજને વ્યવસ્થાપનની પ્રક્રિયામાં ઘણા વર્ગોમાં વિભાજીત કરી શકાય છે. નોલેજ મેનેજમેન્ટથી કંપનીને ખુબ જ ફાયદા થઈ શકે છે, જેમ કે -

બિઝનેસના નિર્ણયો લેવામાં :

આજકાલ બિઝનેસ અંગેના નિર્ણયો લેવામાં ખૂબ જ લાંબી પ્રોસેસને અનુસરવી પડતી હોય છે, પરંતુ જો કંપનીએ શરૂઆતથી જ આ પ્રોસેસને નોલેજ મેનેજમેન્ટમાં સમાવેશ કરેલો હશે તો નિર્ણય લેવાની આ પ્રક્રિયા ખૂબ જ ટૂંકા ગાળામાં સમાપ્ત થઈ શકે છે અને કંપનીને ખૂબ જ ઓછા સમયમાં વધારે પરિણામ મળી શકે છે.

સંસ્થાકીય જ્ઞાનની જાણળણી :

ખાસ કરીને હેલ્થકેર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ જેવી કંપનીઓનાં નોલેજ મેનેજમેન્ટનું સ્થાન ખૂબ જ આવશ્યક છે. દવા અને તેને લગતી અલગ અલગ પેટન્ટ તેમજ કસ્ટમરની ખાનગી માહિતીના સંગ્રહ માટે આ પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.

ઉત્પાદકતામાં વધારો :

સંસ્થાની પ્રોસેસમાં સુધારો થવાથી ઉત્પાદકતામાં પણ વધારો કરી શકાય છે. આમ બંને રીતે કંપનીને ફાયદો થઈ શકે છે. આ સિસ્ટમથી કર્મચારી અને તેને લગતાં કામની પ્રોસેસની ઉત્પાદકતા વધારી શકાય છે અને સંસ્થાને સફળ કંપનીના લીસ્ટમાં મૂકી શકાય છે.

ગ્રાહકોની સેવામાં ઝડપથી સુધારો :

આજનો ગ્રાહક ઝડપ અને પ્રોડક્ટની ક્વોલીટી એકસાથે માંગે છે. નોલેજ મેનેજમેન્ટને શરૂઆતથી જ અમલમાં મુકવાથી ગ્રાહકને ઝડપ અને વસ્તુની ક્વોલીટી બંનેમાં ફાયદો થશે. વર્ષો પહેલાં અમેરિકાની પ્રખ્યાત કંપની વોલમાર્ટે આ સિસ્ટમ માટે એક ખાસ વિભાગની શરૂઆત કરી હતી અને આજે એ વિભાગમાં અંદાજીત એક હજાર કરતાં પણ વધુ લોકો કામ કરે છે.

નુકશાનમાં ઘટાડો :

નોલેજ મેનેજમેન્ટને યોગ્ય પ્રક્રિયાથી જો અમલમાં મુકવામાં આવે તો કંપનીને થતાં આર્થિક નુકશાનથી બચાવી શકાય છે. તેમજ કોઈ પણ પ્રોજેક્ટના અમલીકરણમાં રૂકાવટ આવતી હોય તો તેને આ સિસ્ટમથી સુધારી શકાય છે, આમ કરવાથી કંપનીનો તેમજ કર્મચારીનો બંનેનો સમય બચે છે.

સતત સુધારણાનું કલ્ચર :

જાપાનીઝ કંપનીઓ નોલેજ મેનેજમેન્ટને પ્રથમ અગ્રતા આપે છે. કેમ કે, તેમના કલ્ચરમાં પહેલેથી જ આ વસ્તુને કહેવામાં આવતી હોય છે. જાપાનની પ્રખ્યાત મોટરકાર કંપની ટોયોટા ને આ સિસ્ટમમાં સતત સુધારણા કરવા માટે જાપાનની સરકાર તરફથી ખાસ ઍવોર્ડ પણ મળેલો છે.

ભારતની અમુક જ કંપની નોલેજ મેનેજમેન્ટને સ્થાન આપી શકી છે અને તેનું મુખ્ય કારણ તેની પાછળ થતું ઇન્વેસ્ટમેન્ટ અને ટીમની રચના છે. છેલ્લાં ઘમાં વર્ષોથી ઇ-મેઇલ, ઇન્ટરનેટ, ટેલીફોન અને ફેક્સ મેનેજરો અને ટીમના નેતાઓને મધ્યસ્થી તરીકે સેવા આપે છે. પરંતુ નોલેજ મેનેજમેન્ટ આ બધી વસ્તુઓથી અલગ થઈને એકબીજા સાથે સીધી વાત કરવા માટે પરવાનગી આપે છે. પરંતુ નોલેજ મેનેજમેન્ટ આ બધી વસ્તુઓથી અલગ થઈને એકબીજા સાથે સીધી વાત કરવા માટે પરવાનગી આપે છે. સંસ્થાઓ આ સિસ્ટમને યોગ્ય રીતે અલમમાં મૂકીને કર્મચારીઓમાં કુશળતા અને સંસ્થાની પ્રગતિ બંનેને વધુ કાર્યક્ષમ બનાવી શકે છે.

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

મિર્ચી ક્યારો

‘‘શકમંદ’’

‘પપ્પા, મારી બસ અર્ધો કલાકમાં પહોંચી જશે. તમે લેવા આવશોને ?’ દીપ્તિએ ફોનમાં કહ્યું.

‘હા, હું બસસ્ટેશને જવા નીકળું જ છું.’ શશીકાંતે જવાબ આપ્યો.

એક એનજીઓમાં જોડાઈને બનાસકાંઠામાં સામાજિક કામ કરતી દીપ્તિ દર પંદર દિવસે શનિ-રવિની રજાઓમાં ઘેર આવતી. રાત્રીના એક વાગ્યાની આસપાસ એનો ફોન આવે એટલે શશીકાંત દીકરીને લેવા માટે ઘરેથી સ્કૂટર લઈને નીકળી જતા.

...વળાંક લઈને રોડ પર આવતાં જ એક પોલીસે એમને રોક્યા.

‘અત્યારે ક્યા જાવ છો ?’

‘બસસ્ટેશને મારી દીકરીને લેવા.’ શશીકાંતે ગભરાટ સાથે કહ્યું.

‘પેલા ચોપડામાં તમારું નામ, સરનામું અને વાહનનો નંબર લખીને સહી કરો.’

પાળી પર બેઠેલા બીજા પોલીસે એની સામે ચોપડો ધર્યો. શશીકાંતે ચોપડામાં એના કહ્યા મુજબ વિગતો લખીને સહી કરી.

શશીકાંતથી રહેવાયું નહિ. એણે અચકાતાં અચકાતાં પૂછ્યું : ‘કેમ

આ બધું લખવાનું ?’

‘મુંબઈમાં બોંબધડાકા થયા છે એટલે ઉપરથી ઓર્ડર છે કે, મોડી રાત્રે બહાર નીકળતા શકમંદોની જાણકારી રાખવી.’

‘...હું શકમંદ ?...’ બસ સ્ટેશન તરફ આગળ વધી રહેલા શશીકાંતના મનમાં સવાલો ઊઠ્યા. ‘મારો આ દૂબળોપાતળો દેહ, મારી આ સત્તાવનની ઉંમર, સજ્જનતાની સાક્ષી સમાં મારા આ ચશ્માં, માંડ ત્રીસની ઝડપે દોડતું મારું આ સ્કૂટર... આ બધું જ શકના ઘેરાવામાં ? આ મારફાડ દેખાતા અને બુલેટવેગે ભાગતા બાઈકસવારો શકના ઘેરાવામાં નહિ ? આ કાળા કાચવાળી મોટરગાડીઓ શકના ઘેરાવામાં નહિ ? મારા જેવા સીધાસાદા માણસે જ સજ્જન હોવાના પુરાવા આપવાના અને હરાયા ઢોરની જેમ ભાગે છે એમને કોઈ રોકનાર નહિ ?’

‘હશે !’ શશીકાંતે મન મનાવ્યું. ‘આ બહાને થોડીઘણી તકેદારી તો રહેતી હશે. પોલીસ પોલીસનું કામ કરે. આપણે આપણું કામ કરવું.’

...પંદર દિવસ પછી ફરી શશીકાંત દીપ્તિને લેવા નીકળ્યા. ફરી એ જ જગ્યાએ પોલીસે એમને રોક્યા. ફરીથી શશીકાંતે ચોપડામાં બધી વિગતો લખી અને સહી કરી.

પરંતુ, આ વખથે શશીકાંતથી ન રહેવાયું. ‘તમે મારા જેવાને રોકો છો પણ આ બીજા કેટલાય ભાગ્યે જાય છે એમને કેમ નથી રોકતા ?’

‘તમે એ બધી ફિકર છોડો. અમને અમારું કામ કરવા દો. આ તો ઉપરથી ઓર્ડર છે એટલે એનો અમલ કરીએ છીએ. સો જેટલા લોકોની પૂછપરછ રોજ થવી જ જોઈએ. સો થઈ જાય એટલે આ ચોપડો બંધ અને અમારી ફરજ પૂરી.’

...‘કોઈ દુર્ઘટના બને એટલે તકેદારીના ચોપડા ખૂલે અને એ દૂર્ઘટના ભુલાતી જાય એમ ચોપડા બંધ થતા જાય !...’ બસસ્ટેશન તરફ આગળ વધી રહેલા શશીકાંતનું મન વિચારે ચડ્યું. ‘જ્યારે જ્યારે બોંબધડાકા થાય, તોફાનો થાય, બળાત્કારો થાય ત્યારે ત્યારે ચારે બાજુ ૪ ‘હાઈ એલર્ટ’નો સળવળાટ અને સમય જતાં ફરી પાછી એ જ પારંપારિક મીઠી નિદ્રા !’

...પંદર દિવસો પછી ફરી શશીકાંત મોડી રાત્રે દીપ્તિને લેવા ઘેરથી નીકળ્યા. વળાંકવાળી એ જગ્યા આવી. પોલીસો નિરાંતે બેઠા હતા. પોલીસ પોતાને રોકે એની રાહ જોયા વગર જ શશીકાંતે સ્કૂટર ઊભું રાખી દીધું. ગજવામાંથી પેન કાઢી. પાળી પર પડેલો ચોપડો હાથમાં લીધો. એક પાના પર પોતાની અને સ્કૂટરની વિગતો લખીને સહી કરી અને ચોપડાને જરાક જ ફેંક્યો.

પાળી પર બેઠેલા પોલીસો એની આ ક્રિયાને ધારદાર નજરે જોઈ રહ્યા હતા.

શશીકાંત જેવા સ્કૂટર ચાલુ કરવા ગયા કે એક પોલીસે આવીને એનો હાથ પકડી લીધો.

‘ચાલો પોલીસ સ્ટેશને.’ પોલીસે કહ્યું.

‘કેમ ? શું થયું ?’ શશીકાંતે સવાલ કર્યો.

‘અમે તમને રોક્યા હતા ?’ પોલીસનો સવાલ !

‘ના.’

‘અમે તમને આ ચોપડામાં કશું લખવાનું કહ્યું હતું ?’

‘ના, પણ દરવખતે તો...’

‘દરવખતની વાત જવા દો. આ વખતની વાત કરો. સ્કૂટર મૂકો એક તરફ અને ચાલો પોલીસ સ્ટેશને. પોલીસના કામમાં દખલગીરી કરવા બદલ તમારી ધરપકડ કરવામાં આવે છે.’