Aristotle books and stories free download online pdf in Gujarati

Aristotle (એરિસ્ટોટલ)

કંદર્પ પટેલ

+91 9687515557

: એરિસ્ટોટલ :

“Plato is dear to me, but dearer still is the truth.” – Aristotle


પ્લેટોના શિષ્ય, એરિસ્ટોટલ. દર્શનશાસ્ત્ર (Philosophy), ભૌતિકવિજ્ઞાન (Physics), તત્વમિમાંસા (Metaphysics), સાહિત્ય (Literature), નાટ્ય (Drama), સંગીત (Music), તર્કશાસ્ત્ર (Psychology), વકતૃત્વ (Speech), રાજનીતિ (Politics), જીવવિજ્ઞાન (Biology), વનસ્પતિશાસ્ત્ર (Botany), પ્રાણીશાસ્ત્ર (Zoology), નૈતિક સિદ્ધાંતો (Ethics). આ દરેક ક્ષેત્રોમાં ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરનાર ગ્રીસનો એકમાત્ર વિચારક એટલે, એરિસ્ટોટલ.

સોક્રેટિસ અને પ્લેટો જેવા મહાન ગુરુ મેળવીને તેમની સાથે એક જ હરોળમાં બેસનાર શિષ્ય છે એરિસ્ટોટલ. પાશ્ચાત્ય ફિલોસોફીની દુનિયામાં સર્વગ્રાહી પ્રણાલી, નીતિશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર, વિજ્ઞાન, રાજનીતિ અને તાત્વિક મીમાંસાના ગ્રંથો સોક્રેટિસ અને પ્લેટો જેવા દાર્શનિકોએ લખ્યા જ હતા. ભૌતિક વિજ્ઞાન વિશેના વિચારોનો પ્રભાવ મધ્યયુગીન વિચારધારાથી લઈને આધુનિક યુગ સુધી રહ્યો. અંતત: તે વિચારોને આધુનિક યુગમાં નવા પ્રયોગોને લીધે ઉદ્ભવેલ પરિણામોને આધારે બદલવામાં આવ્યા. તેમના જૈવિક વિજ્ઞાનની ટીપ્પણીઓને છેક ઓગણીસમી સદીમાં ખરી હોવાની પુષ્ટિ મળી. ઇસ્લામિક અને યહૂદી પરંપરાઓની ફિલોસોફી અને બ્રહ્મવૈજ્ઞાનિક વિચારધારા પર તેમનો ઊંડો પ્રભાવ હતો. ઉપરાંત, મધ્યયુગમાં પણ તેમનો ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર પર પ્રભાવ જળવાયો જે ખાસ કરીને ‘ઇસ્ટર્ન ઓર્થોડોક્સ’ અને ‘રોમન કેથોલિક ચર્ચ’ પર જોવા મળે છે. આજે, એરિસ્ટોટલના દરેક પાસાનો અભ્યાસ આધુનિક દર્શનશાસ્ત્રમાં થતો જોવા મળે છે. એરિસ્ટોટલ દ્વારા અનેક ગ્રંથો લખાયા હતા. પરંતુ, આજે માત્ર એક તૃતિયાંશ ભાગનું સાહિત્ય જાળવી શકાયું છે.


  • જન્મ, બાળપણ અને શિક્ષણ : એરિસ્ટોટલ
  • સ્ટેગિરા, ગ્રીસ. ઈ.સ. પૂર્વ ૩૮૪માં એરિસ્ટોટલનો જન્મ. તેમના પિતા નિકોમેચસ (Nicomachus) મેસેડોનિયાના રાજા એમિન્ટાસના શાહી કુટુંબના રોયલ ડોક્ટર હતા. પોતાના દિકરાનું નામ તેમણે એરિસ્ટોટલ રાખ્યું, જેનો અર્થ ‘સૌથી સારો ઉદ્દેશ્ય’ (The Best Purpose) થાય છે. બાળપણમાં એરિસ્ટોટલ મેસેડોનિયા પેલેસમાં સમય પસાર કરતા, જેથી તેઓ મેસેડોનિયન રાજશાહી સાથે જોડાયેલા રહેતા. એક ડોક્ટરના સંતાન તરીકે તેઓ દરેક વાતોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વડે મૂલવવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ તબીબશાસ્ત્રમાં તેમને રસ પડ્યો નહિ.

    જયારે તેઓ ૧૮ વર્ષના થયા ત્યારે એથેન્સમાં પહોંચ્યા. પ્લેટોની શિક્ષણ સંસ્થા ‘ધ એકેડેમી’માંથી તેમને શિક્ષણ લીધું. ઈ.સ.પૂર્વે (૩૪૮-૩૪૭)માં તેમણે એથેન્સ છોડ્યું. લગભગ ૨૦ વર્ષ જેટલો સમય તેઓ એથેન્સમાં રહ્યા. માન્યતાઓ મુજબ, પ્લેટોના નિધન પછી ‘ધ એકેડેમી’નું સંચાલન તેમનો ભત્રીજો કરતો હતો. જે દિશામાં આ સંસ્થા જઈ રહી હતી તેનાથી એરિસ્ટોટલ ખુશ નહોતા. પ્લેટોના સિદ્ધાંતો, મૂલ્યો અને વિચારોનું ઉલ્લંઘન થઇ રહ્યું હતું. તેનાથી એરિસ્ટોટલ નાખુશ હતા, જેથી તેમને એથેન્સ છોડ્યું. ઘણી માન્યતાઓ એ પણ કહે છે કે, એન્ટિ-મેસેડોનિયન લોકોની પજવણીના કારણે તેમને પ્લેટોના નિધન પહેલા જ એથેન્સ છોડવાની ફરજ પડી.

    ત્યારબાદ એરિસ્ટોટલ પોતાના મિત્ર ઝેનોક્રેટસ સાથે એશિયામાં હર્મિસ (Harmias) પાસે ગયા. ત્યાં તેમણે પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રનો ખૂબ ગહનતાપૂર્વક અભ્યાસ કર્યો. થિઓફ્રેસ્ટસ (Theophrastus) સાથે લેસ્બોસ (Lesbos) નામના ટાપુની યાત્રા કરી. જ્યાં તેમણે આ બંને વિષયોનું વધુ ઊંડાણમાં કાર્ય કર્યું.

    “Whatever lies within our power to do lies also within our power not to do?” – Aristotle


  • ગ્રેટ વર્કસ ઓફ એરિસ્ટોટલ :
  • -પોસ્ટેરિઅર એનાલિટિક્સ (Posterior Analytics)

    -રેટરિક (Rhetoric)

    -મેટાફિઝીક્સ (Metaphysics)

    -પોલિટિક્સ (Politics)

    -ધ પોએટિક્સ (The Poetics)

    -ધ જનરેશન ઓફ એનિમલ્સ (The generation of animals)

    -નિકોમેચિઅન એથિક્સ (Nicomachean Ethics)

    આ દરેક પુસ્તકો એરિસ્ટોટલે લખ્યા. જેમાં દરેક પ્રકાશના વિષયોનો સમાવેશ થાય છે. એરિસ્ટોટલ હંમેશા વિચારતા રહેતા. તેમને થતા પ્રશ્નો પણ અદ્ભુત હતા. જેમ કે,

    ઈંડામાંથી બચ્ચું કેવી રીતે જન્મ લેતું હશે?

    એક જગ્યાએ ઉછરેલ છોડ બીજી જગ્યાએ તે જ પ્રકારે કેમ વૃદ્ધિ પામતો નથી?

    માનવીય જીવન અને સમાજ કઈ રીતે વધુ સારા બની શકે?

    તેમના વિચારો હંમેશા પ્રેક્ટિકલ એનાલિસીસ પર જ થોભતા હતા. કપોળ-કાલ્પનિક વાતોને મહત્વ આપવાને બદલે, જે દેખાય છે તેમના વિષે વિચારવું, સમજવું, જાણવું તે દરેકમાં તેમને વધુ રસ પડતો.

    ૧) સામાન્ય વ્યક્તિને કઈ બાબતો ખુશી આપે છે?

    ‘નિકોમેચિઅન એથિક્સ’ પુસ્તકમાં એરિસ્ટોટલ કહે છે કે,

    હિંમત (Courage), મદ્યનિષેધ (Temperance), ઉદારતા (Liberality), પ્રભાવકતા (Magnificence), માનસિક વિશાળતા (Magnanimity), ગર્વ (Pride), ધીરજ (Patience), સત્યતા (Truthfulness), વિનોદ (Wittiness), મિત્રતા (Friendliness), વિવેક (Modesty). આ નવ વાતો વ્યક્તિને હંમેશા આંતરિક ખુશી પૂરી પાડે છે.

    સારો વાર્તાલાપ (Good Conversation) એ જીવનમાં ખુશી મેળવવાનો મુખ્ય મુદ્દો છે. ઉપરાંત, સભ્યતા (Sense of humor) પણ ખુશી મળવાનું કારણ બની શકે છે.

    લોકોને સારો શિક્ષક અને વધુ માર્ગદર્શનની જરૂરત છે. પરિવર્તનમાં ઢળવું શક્ય છે, પરંતુ તે સમય માંગી લે છે.

    ૨)કળા શા માટે છે?

    એથેન્સમાં રહેણ ઓપન થીએટર, પર્થેનાનમાં રહેલ એથેનાનું ભવ્ય મંદિર, રમતનું મેદાન, સ્થાપત્યો, સાહિત્ય...! માત્ર આટલું જ નહિ, બીજું ઘણું છે જેના માટે કલાની જરૂર છે.

    ‘ધ પોએટિકસ’માં એરિસ્ટોટલ કહે છે,

    Peripatetic (A change in fortune): ભાગ્યમાં બદલાવ લાવવા માટે કળા જરૂરી છે. દેશના વિકાસ માટે જરૂરી છે.

    Anagnoresis (A dramatic revolution): ચિત્તવેધક ક્રાંતિ લાવવા માટે કલાની જરૂર છે.

    Catharsis (Cleaning mind from negative thoughts): મનમાં ચાલી રહેલ પ્રશ્નોના જુવાળને શાંત કરવા માટે કલાની જરૂર છે. શાંતિ ઈચ્છતો વ્યક્તિ હંમેશા કલાત્મક કૃતિઓ સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે. પછી તે, સ્થાપત્યો હોય કે કુદરત.

    ૩)મિત્રો શાના માટે છે?

    ‘ધ પોલિટિક્સ’માં ત્રણ પ્રકારની મિત્રતા એરિસ્ટોટલ દર્શાવે છે.

    -આનંદ-પ્રમોદ માટેની મિત્રતા.

    -યુક્તિગત મિત્રતા, જેમાં આશાઓ અને ફાયદાઓ છુપાયેલા હોય છે.

    -એકબીજા સાથે નિ:સ્વાર્થપણે પોતાના જીવનના સ્મરણો કહેવા. જેમાં બીજાની ભૂલો છુપાય અને દુર્ગુણ દૂર થાય તેવી મિત્રતા.

    ૪)લોકોના પ્રવૃત્ત જીવનમાં નવી કલ્પનાઓ, ઉદ્દેશો કે ઈરાદાઓને કઈ રીતે લાવી શકાય?

    ‘રેટરિક’ (Rhetoric) માં એરિસ્ટોટલ કહે છે,

    લોકોના ડરને ઓળખો. તેમના લાગણીભીના પાસાને જુઓ. તેને રમૂજી બનાવો. ઉદાહરણો અને પ્રયોગો વડે તેને સાહજિક બનાવો. બસ, લોકો પ્રવૃત્ત જીવનમાંથી થોડો સમય કાઢીને નવા વિચારો અને કલ્પનાઓને મનમાં આવવા દેશે.

    પ્રેઝન્ટેશન જોઇને લોકો સ્વાભાવિક રીતે જ બોલી ઊઠે, 'ઓ, માય ગોડ!' દરેક વખતે એક વાત યાદ રાખો કે તમે કોણ છો. એરિસ્ટોટલના આ પર્સ્યુંએશન ફેક્ટરની ત્રણ બાબતો ઇથોસ, પુથોસ, લોગોસ હંમેશાં ધ્યાનમાં રાખવાં જોઇએ.

    “He who has overcome his fears will truly be free.”- Aristotle

  • જીવનપ્રવાહ : એરિસ્ટોટલ
  • એરિસ્ટોટલ માર્સેડોનની એક રોયલ એકેડેમીના પ્રમુખ બન્યા. અહી માત્ર એલેકઝાન્ડર જ નહિ, આવનારા મહાન રાજાઓ કેસેંડર અને ટોલેમીને પણ શિક્ષણ આપ્યું. એવું મનાય છે કે, એલેકઝાન્ડર દ્વિતીયને પૂર્વીય દેશોને જીતવા માટેની પ્રેરણા એરિસ્ટોટલે જ આપી હોવાનું મનાય છે.
  • પ્રસંગ :

    એક વખત એરિસ્ટોટલ અને એલેકઝાન્ડર (સિકંદર) જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા. રસ્તામાં પાણીનો વહેળો આવ્યો. એરિસ્ટોટલ અને સિકંદર વચ્ચે વિવાદ ઉભો થયો. ‘આ વહેળો પહેલા કોણ પસાર કરશે?’ સિકંદરે કહ્યું કે તે પહેલો ઓળંગશે. એરિસ્ટોટલે સિકંદરની વાત માની લીધી. પછી એરિસ્ટોટલે દુઃખી થઈને સિકંદરને કહ્યું, “તે મારી આજ્ઞાનું પાલન ન કર્યું.” સિકંદરે કહ્યું, “મને મારી કર્તવ્યનિષ્ઠા એ જ એવું કરવાની પ્રેરણા આપી. એરિસ્ટોટલ હજારો સિકંદર પેદા કરી શકશે, પરંતુ સિકંદર એક પણ એરિસ્ટોટલ ઉભો નહિ કરી શકે.” સિકંદરના ઉત્તરથી એરિસ્ટોટલ ખૂબ પ્રભાવિત થયેલા. ત્યારબાદ આ શિષ્ય પ્રત્યે ગુરુ એરિસ્ટોટલનું માન વધી ગયું.

  • ઈ.સ.પૂર્વે ૩૩૫માં એથેન્સ પાછા આવ્યા પછી એરિસ્ટોટલે લાઈસિયમ (Lyceum) નામની શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી. પછીના ૧૨ વર્ષ સુધી તેમને વિવિધ વિષયો પર ભણાવ્યું હતું.
  • આ સમય દરમિયાન એરિસ્ટોટલ વૈજ્ઞાનિક વાતો સાથે જોડાવાનો પ્રયત્ન કરતા હતા. મોટા પાયા પર વૈજ્ઞાનિક શોધ લાઈસિયમમાં થવા પામી. એરિસ્ટોટલનો વિશ્વાસ ભૌતિક વસ્તુઓ સાથેની વાતચીત દ્વારા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવતા.
  • એરિસ્ટોટલે પ્રાણીઓને લોહીના તફાવતના આધારે વર્ગીકરણ કર્યું. લાલ રંગના પ્રાણીઓ કરોડ અસ્થિ ધરાવે છે. જયારે લોહી વિનાના પ્રાણીઓને મૃદુકાય સ્વરૂપે વર્ગીકૃત કર્યા. આ ધારણા ઘણા વર્ષો સુધી ટકી રહી.
  • પાણીમાં રહેતા પ્રાણીઓને ચીરીને તેના શરીરનો અભ્યાસ થતો. તેમાંથી જે સમજવા-જાણવા મળતું તેની માહિતી એકઠી કરતા ગયા. આ માહિતી આધુનિક જીવવિજ્ઞાનીઓને સમજવા માટે બહુ મહત્વની રહી.
  • ભૂસ્તર શાસ્ત્રનો અભ્યાસ પણ લાઈસિયમમાં કરવામાં આવતો. વાતાવરણનો અભ્યાસ, જળચક્ર, કુદરતી આફતો, જ્યોતિષશાસ્ત્ર. આ દરેક બાબતોનો ખૂબ ગહનતાપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો.
  • એલેકઝાન્ડર અને એરિસ્ટોટલના સંબંધમાં તિરાડો પડી હતી. જેનું કારણ એલેકઝાન્ડરના પર્શિયા સાથેના સંબંધો હતા. એવું માનવામાં આવે છે, કે એલેકઝાન્ડરના મૃત્યુમાં એરિસ્ટોટલનો પણ હાથ હતો.
  • એલેકઝાન્ડરના મૃત્યુ પછી એન્ટી-મેસેડોનિયન ભાવનાઓ ભડકી ઉઠી. ઇ.સ.પૂર્વે ૩૨૨માં યુરિમેડોનમાં હેરોફેંટ પાસે પોતાની આલોચના ન થાય તે હેતુસર ચેલ્સિસ, પોતાની માં ની પરિવારની સંપત્તિ માટે આવ્યા.
  • “It is not once nor twice but times without number that the same ideas make their appearance in the world.”-Aristotle


  • એરિસ્ટોટલનું ‘મેટાફિઝીક્સ’:
  • એરિસ્ટોટલે ‘મેટાફિઝીક્સ’ના અભ્યાસના તારણ દ્વારા માણસને સામાજિક પ્રાણી તરીકે ઓળખાવ્યો છે. એ એકલો રહી શકતો ન હોઈ તેના માટે સમાજમાં રહેવું અનિવાર્ય બની જતું હોય છે. માણસ લોકોની સાથે હળેમળે છે, માટે જ તો કોઈકની સાથે ટકરાવાનો પ્રસંગ પણ ઉદ્ભવતો હોય છે. પાલતુ પ્રાણીઓ પણ સમૂહમાં ચારો ચરતાં કે રખડતાં હોય છે અને કેટલીકવાર સામસામાં શિંગડાં ભરાવીને લડી પડતાં પણ હોય છે. માનવીઓમાં પણ એ જ રુએ આવું બનતું હોય છે. આમ છતાંય ઘણીવાર માનવી કરતાં આવાં પ્રાણીઓ ડાહ્યાં પુરવાર થતાં હોય છે અને થોડીક જ વાર પછી વૈમનસ્ય ભૂલી જઈને એકબીજાનું સાહચર્ય અપનાવી લે છે. આવું માનવબાળ વિષે પણ મનોવૈજ્ઞાનિકો માનતા હોય છે. મોટેરાં કરતાં આવાં નાનેરાં ઘણીવાર એવી સમજદારી બતાવતાં હોય છે કે જે કોઈના માન્યામાં પણ ન આવે.

    માણસના અન્ય માણસ સાથેના ત્રણ પ્રકારના સંબંધો સંભવિત હોય છે. દોસ્તી, ન દોસ્તી કે ન દુશ્મની અને દુશ્મની. વ્યક્તિવ્યક્તિ વચ્ચે અગાઉ જણાવેલાં કારણો પૈકીના કોઈ એક કારણને લઈને સંબંધો વણસે, ત્યારે તેઓ ન દોસ્તી કે ન દુશ્મની એવા મધ્યમ ભાવને અપનાવે તો તેવા સંજોગોમાં સંબંધો પુન: સ્થાપિત થવાની શક્યતાઓ વધી જાય છે. આમેય અજાણી વ્યક્તિઓ સાથેના આપણા સંબંધો આવા નિર્લેપ જ હોય છે ને ! આ પ્રકારની વર્તણૂકને આપણે મધ્યમ માર્ગ કે તટસ્થભાવ એ રીતે ઓળખાવી શકીએ. આમ માનવીય સંબંધોમાં વૈમનસ્યથી બચવા માટે કે વણસેલા સંબંધોને ફરી જોડવા માટેનો આ જ એક સચોટ વિકલ્પ છે, જેને સમજદારોએ જીવનમાં ઉતારવો રહ્યો. રાજકારણિયાઓ તો ગળથૂથીમાંથી જ શીખી ગયા હોય છે કે કોઈને કાયમી દોસ્ત કે દુશ્મન ન સમજવો. અહીં એ લોકોના જેવો તટસ્થભાવ કેળવવાની વાત નથી. એ લોકો તો પોતાના હિતને સાચવવા કાચિંડાની જેમ રંગ બદલતા હોય છે. એ લોકો તો પોતાનો સ્વાર્થ સાધવા દંડવત્ પ્રણામ કરીને પણ સામેવાળાની માફી માગી લેતા હોય છે; પણ એ માફી દિલથી નથી હોતી, પણ તકવાદી હોય છે.

    “Where your talents and the needs of the world cross; there lies your vacation.”-Aristotle

  • એરિસ્ટોક્રેટ એરિસ્ટોટલ:
  • પ્રાચીન ગ્રીસમાં ૧૦મી સદીના અંત સુધી રેટરિક(Rhetoric) (પ્રભાવી રીતે બોલવાની કળા)પશ્ચિમી શિક્ષણનો મધ્ય ભાગ હતો, જે જાહેરમાં પ્રવચન આપનારાઓ અને લેખકોને દલીલ સાથે ક્રિયા કરવા માટે તાલીમ આપવાની જરૂરિયાત પૂરી કરતો હતો. પોતાની રીતે સ્પષ્ટતા આપતી નજીકની ક્રિયાએ શબ્દોનો મધ્ય ભાગ રહ્યો છે, જે દેખાય છે.

    એરિસ્ટોટલે જાહેરમાં રેટરિક પર વિસ્તરિત ગ્રંથ બહાર પાડ્યો હતો જે આજે શબ્દોની ગોઠવણી માટેનો અત્યંત સુંદર અભ્યાસ પૂરો પાડે છે. ‘ પ્રથમ વાક્યમાં, એરિસ્ટોટલ કહે છે કે "રેટરિક એ ડાયાલેક્ટિકની (ઉચ્ચાર) વિરુદ્ધ (દેખીતી રીતે જ (એન્ટિસ્ટ્રોફ)] છે." ગ્રીક "એન્ટિસ્ટ્રોફ" તરીકે પ્રતિભાવ આપે છે અને "" (તે સમગ્ર કાવ્યના બે ભાગ રચે છે. જેને કોરસના બે બાગ દ્વારા ગાવામાં આવે છે) ના માળખા બાદ તેની રચના થઇ હતી, તેથી રેટરિકની કલા અસ્તિત્વ ધરાવે છે. થિયોરેટિકલ પદ્ધતિમાં સત્ય શોધવા માટે ડાયાલેક્ટિકલ (ઉચ્ચારણ) પદ્ધતિ જરૂરી છે, ત્યારે ન્યાયાલયમાં કોઇને ગુન્હેગાર કે નિર્દોષ જાહેર કરવાનો ચૂકાદો આપતી વખતે અથવા વિમર્શક સભામાં ચૂકાદો આપવા જેવી વ્યવહારીક બાબતોમાં રેટરિકલ પદ્ધતિ જરૂરી છે. એરિસ્ટોટલ કહે છે કે, ‘રેટરિકલ ડાયાલેક્ટિકની છે.’ ત્યારે તેનો મતલબ એવો થાય છે કે તે એવા શબ્દનો ઉપયોગ કરે છે જે અધિકાર ધરાવતો હોય અથવા લાગુ પાડવાની તક કે જે સમાંતર હોય પરંતુ અધિકારથી અલગ હોય અથવા લાગુ પાડવાની તક ડાયાલેક્ટિક હોય. જ્યારે એરિસ્ટોટલ ડાયાલેક્ટિકના એન્ટીસ્ટ્રોફ તરીકે રેટરિકને ગણાવે છે ત્યારે તેમને એ બાબતે શંકા નથી કે જ્યારે આપણે ન્યાયાલયમાં અથવા સંસદીય સભામાં શહેરી મુદ્દાઓની ચર્ચા કરતા હોઇએ ત્યારે રેટરિકનો ઉપયોગ ડાયાલેક્ટિકના સ્થાને થાય છે. રેટરિકનું અધિકાર ક્ષેત્ર શહેરી બાબત અને શહેરી બાબતોમાં વ્યવહારુ નિર્ણય લેવાની બાબત છે, નહી કે શબ્દોની કાર્યાત્મક વ્યાખ્યાની થિયોરેટિકલ વિચારણ અને વિચારની સ્પષ્ટતા-આ તેમના માટે ડાયાલેક્ટિકના અધિકારક્ષેત્રમાં આવે છે.

    એરિસ્ટોટલનો રેટરિક પરનો ગ્રંથ એ શહેરી રેટરિકને માનવીય કલા કે કુશળતા (ટેકને) તરીકે પદ્ધતિસર વર્ણવવાનો પ્રયાસ છે. "સમજાવટના ઉપલબ્ધ ઉદ્દેશોના કિસ્સામાં નિરીક્ષણ કરતા શિક્ષકો" તરીકે રેટરિકની વ્યાખ્યા મૂળભૂત રીતે શોધનો પ્રકાર છે, જે લાગે છે કે શોધખોળની પ્રક્રિયામાં કલાને મર્યાદિત કરે છે અને એરિસ્ટોટલ આ પ્રક્રિયાના તર્કબદ્ધ તબક્કા પર ઉગ્રપણે ભારે મૂકે છે. પરંતુ ગ્રંથો હકીકતમાં શૈલીના તત્વોની અને (સંક્ષિપ્તમાં) બોલવાની શૈલીની જ નહી પરંતુ લાગણીયુક્ત અરજ (કરૂણભાવ) અને પાત્રને લગતા (પ્રાકૃતિક લક્ષણો)ભાવની પણ ચર્ચા કરે છે. આમ તેઓ રેટરિકની શોધના ત્રણ પગલાંઓ અથવા "ઓફિસીઝ" - શોધ, ગોઠવણી અને શૈલી અને વિવિધ રેટરિકલ સાબિતીના ત્રણ પ્રકારને ઓળખી કાઢે છે.

    “Character may almost be called the most effective means of persuasion.” - Aristotle


  • અસ્તુ એરિસ્ટોટલ:
  • પ્રાકૃતિક કારણોસર એરિસ્ટોટલે છેલ્લો શ્વાસ લીધો. ઈ.સ.પૂર્વે ૩૨૨માં યુંબિયા (Euboea) માં આ વ્યક્તિવનો દીવો બુઝાયો. અનેકને રોશની આપીને ગયો. આજે પણ, તેમના વિચારો પર વિચાર કરવો એ પણ ઘણું વિચારનીય કહી શકાય.

    “Happiness is the setting of the soul into its most appropriate spot.”- Aristotle

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED