Hu Gujarati - 45 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati - 45

હું ગુજરાતી - ૪૫


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.કાફે કોર્નર - કંદર્પ પટેલ

૩.ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

૪.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૫.કલશોર - ગોપાલી બૂચ

૬.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

૭.પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

૮.ટેક ટોક વર્ઝન - યશ ઠક્કર

એડિટરની અટારીએથી....

* સિદ્ધાર્થ છાયા *

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

જસ્ટિસજી જરા તેજ ચલો!

ભારતમાં ન્યાયતંત્રની ગતિ કેટલી ‘તેજ’ છે તેની આપણને બધાંને ખબર છે. હજી ગઈકાલેજ સલમાન ખાનના કેસને તેર વર્ષ બાદ છુટકારો મળ્યો. જો કે હજી પણ સુપ્રિમકોર્ટનો ઓપ્શન બાકી જ છે. તેર વર્ષમાં એક બાળક સમજણું થઇ જાય અને જે સમજણા હોય તેને ત્યાંય કદાચ પારણું ઝૂલતું હોય એવું બને. આ ઉદાહરણ આપવા પાછળનું કારણ એક જ છે કે ન્યાય પ્રક્રિયા એ કુદરતના ટાઈમ ટેબલ સાથે સુસંગત નથી. એવું નથી કે ન્યાયાધીશોને આમ કરવું ગમતું હોય છે, પરંતુ પહેલેથીજ એવી સિસ્ટમ ઘર કરી ગઈ છે કે કેસને નીપટાવતા દાયકાઓ નીકળી જાય. સલમાનતો પામતો પહોંચતો માણસ છે, એણે મે મહિનામાં કસુરવાર બન્યા પછી બેઇલ લેવામાં માત્ર પાંચ મિનીટ લઇ શકાય એવા મોંઘા વકીલો રોક્યા હતા. પણ સામાન્ય માણસને તો એ સુવિધા ઉપલબ્ધ નથી, પરિણામે ઝૂલી રહેલા કેસમાં એ પણ ઝૂલતો રહે છે.

વાંધો અસંખ્ય પેન્ડિગ કેસો ઉપરાંત જજોની ઓછી સંખ્યા નો પણ છે. છેક નિચલી અદાલતથી સુપ્રિમકોર્ટ સુધી કેસોની સંખ્યાનો અસંખ્ય ભરાવો અને તેનો નિકાલ લાવવા કે તેના પર ન્યાય કરવા માટે જજોની અતિશય ઓછી સંખ્યા એ એક દુષ્ચક્ર ઉભું કર્યું છે અને તેનો કોઈજ ઉપાય શોધાઈ નથી રહ્યો. પ્રજા તો ઠીક પરંતુ ન્યાયતંત્ર ખુદ પોતાની ઈમેજ વિષે ચિંતા નથી કરી રહ્યું. ગઈકાલેજ સલમાન પર આવેલા ફેંસલા પછી જે લોકો સલમાનને ગુનેગાર જોવા માંગતા હતા તે લોકોએ ન્યાયતંત્ર પર આંગળી ઉઠાવી હતી. આવું ત્યારેજ બને જ્યારે વર્ષો સુધી કોઈ કેસનો નિકાલ ન થાય, કારણકે પબ્લિકને અમુક વર્ષો પછી દાળમાં કાળું જોવાની આદત પડી ગઈ છે. કોઇપણ અદાલત તેની સમક્ષ પડેલા સાક્ષ્યને જોઇને નિર્ણય લેતી હોય છે, પરંતુ જયારે આટલો બધો સમય નીકળી જાય ત્યારે પબ્લિક સેન્ટીમેન્ટ પક્ષ તેમજ વિપક્ષે વધવા લાગે છે.

આશા કરીએ કે આ સિસ્ટમ પણ આવનારા વર્ષોમાં બદલાય અને કોઈક એવો આઈડિયા ઉપસ્થિત કરે જે કેસોની સુનાવણી ઝડપથી કરે.

૧૧.૧૨.૨૦૧૫, શુક્રવાર

અમદાવાદ

* સિદ્ધાર્થ છાયા *

કાફે કોર્નર

* કંદર્પ પટેલ *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠીંઙ્મ.ાટ્ઠહઙ્ઘટ્ઠિ૫૫૫જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

શૃંગાર, શૈયા અને શ્યામા

શૃંગારિક મુક્તક કાવ્યોમાં ‘અમરૂશતકમ’નું નામ સંસ્કૃતમાં ઉચ્ચ સ્થાને છે. અમરૂક કાશ્મીરનો રાજા હતો, જેમણે આ શ્લોકો લખ્યા છે. ૧૩૭૦ શ્લોકોનો સંગ્રહ શબ્દે-શબ્દે શ્રુંગારરસિકતા ટપકાવે છે. આ ઘટના પાછળ એક બૌઘ્ધિક ચર્ચા સંકળાયેલ છે.

શંકરાચાર્ય કુમારિલ ભટ્ટ પાસે ગયા. પરંતુ, કુમારિલ ભટ્ટ સમાધિ લઇ રહ્યા હતા તેથી તેમણે શંકરાચાર્યને મંડનમિશ્ર પાસે કાશીમાં જવા કહ્યું. કાશી પહોંચીને શંકરાચાર્યે એક કૂવામાંથી પાણીનો મશક ભરી રહેલી પનિહારીને પૂછ્‌યું, “મંડનમિશ્ર ક્યાં મળી રહેશે?”

તે પનિહારીએ ખૂબ સરસ જવાબ આપતા કહ્યું, “જ્યાં સારસ પક્ષીઓ ‘જગત ધ્રૂવ છે કે અધ્રૂવ?’ આવી ચર્ચા તેઓ વેદોનો સહારો લઈને કરતા હશે તે મંડનમિશ્રનું ઘર છે.” શંકરાચાર્ય આશ્ચર્યચકિત થયા.

શંકરાચાર્ય જ્ઞાનમાર્ગી હતા જયારે મંડનમિશ્ર સંસારિક જીવન જીવતા હતા. આ સંન્યાસીને જોઇને મંડનમિશ્રને ચીડ ચડી. શંકરાચાર્ય ત્યારે કુમારિલ ભટ્ટે મોકલ્યાની વાત કરે છે. નવ દિવસ સુધી બંને વેદો અને તેના સિદ્ધાંતો પર ચર્ચા કરે છે. તેમાં એક ક્ષણે શંકરાચાર્યના વિધાન સામે મંડનમિશ્ર જવાબ આપી શકતા નથી. મંડનમિશ્ર જૈમિનીના અનુસારક હોવા છતાં ચર્ચાને અંતે તેઓ માની લે છે કે એમના સિદ્ધાંતો ખોટા છે. ત્યારે શંકરાચાર્ય આ વાતને પાછી વાળે છે અને અહે છે કે, જૈમિનીના સિદ્ધાંતો ખોટા નહિ પરંતુ અધૂરા છે. તેને આગળ ધપાવવા પડશે.’ ત્યારે મંડનમિશ્ર હાર સ્વીકારે છે.

ચર્ચા પહેલા એવી શરત મૂકાયેલી હોય છે, “જો શંકરાચાર્ય પરાજય પામે તો તેને સંસાર માંડવાનો અને મંડનમિશ્ર હારે તો તેમને સંન્યાસ ધારણ કરવાનો..!”

ત્યારે નિર્ણાયક તરીકે રહેલી મંડનમિશ્રની પત્ની ભામતી ચર્ચામાં વચ્ચે પડે છે. તેણે શંકરાચાર્યને કામશાસ્ત્ર વિષે એક પ્રશ્ન પૂછ્‌યો. શંકરાચાર્ય અનુત્તર થયા.

આ સમગ્ર ચર્ચાને અંતે એક પ્રસંગ બહુચર્ચિત છે. જે સાચો છે કે કાલ્પનિક? તેની કોઈ જ પૂર્વધારણાઓ નથી.

બન્યું એવું કે, શંકરાચાર્ય એ હાર માની લીધી. તેમણે ૧ માસનો સમય માંગ્યો. પોતાના પ્રિય શિષ્ય પદ્‌મપાદ જોડે વિચાર-વિમર્શ કરીને કામશાસ્ત્રના નિષ્ણાંત અમરૂકના મૃત શરીરમાં પ્રવેશીને યોગ વડે તેની ૧૦૦ રાણીઓ સાથે ભોગ ભોગવીને કામશાસ્ત્ર પર વ્યાખ્યાન આપ્યું જે ‘અમરૂશતક’ નામથી પ્રસિદ્ધ છે. જો આ પરિકલ્પના સાચી હોય તો સરસ્વતીના ઉપાસક હોવાનો સુપરિણામો આવી શકે છે.

*

પંડિત મલ્લિનાથે કાલિદાસના મેઘદૂતમાં પ્રયોજાયેલ શબ્દ ‘તન્વી શ્યામા’ માટે ખૂબ સરસ અર્થ આપ્યો છે. ‘શ્યામા’ એટલે કાળી નહિ, પરંતુ જે ઉનાળામાં ઠંડી આપે અને શિયાળામાં ગરમી આપે. ડાર્ક સ્ત્રી ડાયનેમો હોય છે, જયારે વ્હાઈટ કોલ્ડ સ્ટોરેજ હોય છે. ‘ભામિનીવિલાસ’માં મહિલા માટે કહ્યું છે કે, ‘વિરહેણ વિકલદ્રવ્યા નિર્જલમીનાયતે મહિલા’ - મહિલાથી ચેતવું, તેને હાવભાવથી ચેતવું. સ્ત્રીઓના ‘હાવ’ એટલે - સ્ત્રીની શૃંગારયુક્ત ચેષ્ટા. ‘હેલા’ એટલે - સ્ત્રીની તીવ્ર સંભોગેચ્છા વ્યક્ત કરતી મનશાઓ. ગમે તે સ્ત્રીને મહિલા કહી દેવાય છે. પરંતુ, તે ખોટું છે. અર્સ્ધ-સત્ય છે. મહિલા માત્ર સ્ત્રી જ નથી. મહિલા એટલે મદમત્ત અને વિલાસીની સ્ત્રી.

મહાભારતમાં છઠઠા પર્વ (ભિષ્મ) સુધી દરેકને ખ્યાલ છે. આ પર્વમાં કુરૂક્ષેત્રમાં ધર્મ-અધર્‌મનું યુદ્ધ થયું. પરંતુ, અનુશાસન પર્વનાં બારમાં અધ્યાયમાં યુધિષ્ઠિર ભિષ્મ પિતામહને પ્રશ્ન કરે છે.

“સ્ત્રી અને પુરૂષના સંયોગથી વિષયસુખની અનુભૂતિ કોને વધુ થાય છે? સ્ત્રી કે પુરૂષને?”

અહી સૌથી અગત્યની વાત એ છે કે, પ્રશ્નકર્તા ધર્મરાજા છે, જે સંસારિક જીવન ગાળે છે.

જયારે ઉત્તરદાતા ભીષ્મે બ્રહ્‌મચર્યનું વ્રત ધારણ કરેલ છે.

ખરેખર, પ્રશ્ન ભીષ્મે યુધિષ્ઠિરને પૂછવો જોઈએ. પરંતુ, આવું મહાભારતમાં જ શક્ય છે. વેદવ્યાસે જે લખ્યું તેનું એંઠું આજ સુધી સમગ્ર દુનિયા ખાય છે. જે મહાભારતમાં નથી, તે કશે બીજે નથી. મહાભારત જ વત્સનાભને એવું વાક્ય કહી શકે, “વત્સનાભ, આ દુનિયામાં કોઈ એવો પુરૂષ નથી, જેનું મન ક્યારેય પણ દૂષ્િાત ન થયું હોય.” આજે પણ યુધિષ્ઠિર દ્વારા ભિષ્મને પુછાયેલ પ્રશ્ન બહુચર્ચિત છે.

એ પ્રશ્નના જવાબમાં પણ ખૂબ મધુરતા છે. સ્ત્રીઓનું ઔદાર્ય છે. એક કશિશ છે.

“સ્ત્રીઓ ચંચળ છે. તેનો ભાવ જલ્દીથી કોઈને સમજમાં આવતો નથી. સ્ત્રી કામભોગની સામગ્રી કે આભૂષણો અથવા તો ઉત્તમ મહેલો કોઈને મહત્વ આપતી નથી,જેટલું મહત્વ તે રતિને માટે કરવામાં આવેલા અનુગ્રહને આપે છે. બધી જ રમણીઓની બાબતમાં રહસ્યની એક બીજી પણ વાત છે. કોઈ પણ મનોરમ પુરૂષને જોતા જ સ્ત્રીની યોનિ ભીની થાય છે. કોઈ પણ પુરૂષ સ્ત્રીનો પ્રિય નથી હોતો. મૈથુન સમયે જે તેમને સાથ આપે તેટલો સમય તે પ્રિય હોય છે.”

“સ્વભાવેશ્ચેવ નારીનાં નરાણામિહ દૂષણમ” - આ જગતમાં મનુષ્યોને કલંકિત કરી દેવા તે નારી સ્વભાવ છે. - મહાભારત (૬ઃ૪૭ઃ૩૮)

શેક્સપિયરના નાટક ‘રોમિયો એન્ડ જુલિયેટ’માં રોમિયો મૃત્યુ સમયે અંતિમ વાક્ય બોલે છે. - “વિથ અ કિસ, આઈ ડાઈ.” (એક ચુંબન સાથે હું મૃત્યુ પામું છું...!) સ્ત્રીના હોઠ ‘શ્યામા’ જેવા હોય છે. એ હોઠ પુરૂષનો આત્મા ચૂસી લે છે.

*

“પ્રિય શૈયા પર આવતા જ નિવાબંધન સ્વયં ખૂલી ગયું. ચોળાઈ ગયેલ વસ્ત્ર જરાક જ નિતંબ પર રહી ગયું, એ વખતે મને માત્ર એટલું જ સ્મરણ રહી ગયું છે. તે મને પોતાની છાતી પાસે લઇ જઈને પગની આંગળીઓથી જે વસ્ત્ર ખેંચ્યું તેને મારા અંગોમાં રોમાંચ જન્માવ્યો છે. મારા સ્તન કંપે છે, ચહેરા પર પ્રસ્વેદબિંદુઓ ચમકે છે. તેના અંગ સાથે ભીડાઈ ગયા પછી એ કોણ હતો, હું કોણ છું..?તેની કોઈ સ્મૃતિ મને રહી નથી. મારા સ્તન મારી છાતી પર જ ઉભર્યા હતા પણ તેનો વિકાસ તારી છાતીના સંયોગથી જ થયો છે.

જો તારૂં જવું નિશ્ચિત જ હોય તો તું જજે, પરંતુ આટલું જલ્દી શા માટે? બે-ત્રણ પગલા ચાલીને તું ઉભો રહી જજે. હું તારો ચહેરો બરાબર જોઈ લઉં, કારણ કે આ સંસારમાં જીવન નળીમાં જલદીથી વહેતા પાણી જેવું છે. કોને ખબર તારી સાથે મારૂં મિલન ફરીથી શક્ય બનશે કે નહિ?

રતિક્રીડાના અંતે એ કમનીય શરીર ધરાવતી પ્રિયા પોતાના પતિને વારંવાર નિહાળતી રહે છે. લજ્જાથી હસી પાડીને પોતાની આંખો મીંચે છે. કિસલય જેવા કોમળ હાથ આમતેમ ફેરવીને શરીરથી સારી પડેલા વસ્ત્રો શોધે છે અને સંભોગ સમયે તૂટીને પડી ગયેલી પુષ્પ્માંલાને દીપક ઉપર ફેંકે છે. દીવો બુઝાઈ જાય છે અને પ્રિયતમ તેના કામુક નગ્ન શરીરને જોઈ શકતો નથી. એક તલપ જન્મે છે. બસ, જન્મે છે.”

- ‘અમરૂશતકમ’ (શ્લોક ૭૪, ૮૪ અને ૯૦)

ઃ કોફી માઝાગ્રોન :

"ૈંક ટ્ઠર્ ુદ્બટ્ઠહ ષ્ઠટ્ઠહ’ં દ્બટ્ઠાી રીિ દ્બૈજંટ્ઠાી ષ્ઠરટ્ઠદ્બિૈહખ્ત, જરી ૈજર્ હઙ્મઅ ટ્ઠ કીદ્બટ્ઠઙ્મી." -ર્ ંજષ્ઠટ્ઠિ ઉૈઙ્મઙ્ઘી

* કંદર્પ પટેલ *

ફૂડ સફારી

* આકાંક્ષા ઠાકોર *

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

મીસ્રની સફરે

આજથી ૩-૪ હજાર વર્ષ પહેલા ભારતીય સંસ્કૃતિને સમાંતર દુનિયામાં અન્ય સંસ્કૃતિ પણ આકાર લઇ રહી હતી. આવી જ એક અનન્ય સંસ્કૃતિ વિષુવવૃતને પેલેપાર વિકસી રહી હતી. આ એક એવી સંસ્કૃતિ હતી જેના પર ભારતીય સંસ્કૃતિની અસર અને જેની અસર ભારતીય સંસ્કૃતિ પર બહુ સારી રીતે જોવા મળે છે. આ સંસ્કૃતિ એટલે મિસ્ર અથવા ઈજીપ્તની સંસ્કૃતિ.

આ દેશ જેટલો જૂનો છે, એટલી જ જૂની એની ખાન-પાનની આદતો છે. જૂના ખોદકામને તપાસતા આર્કીઓલોજીસ્ટને જાણવા મળ્યું છે કે જ્યરે ગીઝાનો પીરામીડ બનતો હતો, ત્યારે ત્યાના મજૂરને વેતન રૂપે એમેર પ્રકારના ઘઉંમાંથી બનતો બ્રેડ અને ડુંગળી આપવામાં આવતા, જે ત્યાના મજૂર વર્ગનો પારમ્પરિક ખોરાક છે, બિલકુલ આપણા રોટલા અને ડુંગળીની જેમ જ!

ઈજીપ્શીયન ક્વીઝીન દરેક પ્રકારની શૈલી ધરાવતા લોકો માટે કઈ ને કઈ ધરાવે છે, પછી તે વિગન પદ્ધતિ હોય, વેજીટેરિયન હોય કે પછી સંપૂર્ણપણે માંસાહારી. હા,અહી મિડલ-ઇસ્ટર્ન જેટલી વિવિધતા નહિ જોવા મળે પણ આ એક ખૂબ જ સરળ છતાં પણ સ્વાદિષ્ટ ક્વીઝીન છે.

બ્રેડ એ ઈજિપ્શિયન ક્વીઝીનની કરોડરજ્જુ છે. ઈજિપ્શિયન બ્રેડ એક સામાન્ય રેસેપી છે, તે આમ તો પીતા બ્રેડનું જ એક વર્ઝન છે જેને અઈશ મસરી તરીકે પોલ્ખવામાં આવે છે. આ બ્રેડ અને બીન્સ એ અહીના વર્કિંગ ક્લાસ અને મજૂર વર્ગનો સામાન્ય ખોરાક છે. પરંતુ આ ક્વીઝીન ફક્ત ત્યાંસુધી જ માર્યાદિત નાં રહેતા અનેક વાનગીઓમાં ફેલાયેલું છે, જેમકે બાબા ઘનુષ, જે રીંગણમાંથી બનાવવામાં આવતી ડીપ પ્રકારની વાનગી છે (રીંગણનાં ભરતા જેવી), ફુલ મેડામેસ જે પાપડીના દાણામાંથી બનાવવામાં આવે છે, ઉપરાંત વિવિધ કઠોળ, ચોખા અને પાસ્તામાથી બનતી કોશારી કે પછી હમણા હમણાથી ભારતમાં ખૂબ જ વખણાયેલી એવી વાનગી ફલાફલ પણ એટલી જ ખવાતી વાનગીઓ છે.

મહેમાનગતિની વાત કરીએ તો, એ બાબતે મીસ્રવાસીઓ ખૂબ દિલદાર છે, તમે તેમના ઘરે કોઈપણ વસ્તુ ઓછા પ્રમાણમાં નહિ જુઓ. સામાન્ય રીતે પણ ખૂબ બધી વાનગીઓના વિકલ્પ અહી મોજૂદ હોય છે, તેમ છતાં પણ જો ક્યારેક કોઈ વાનગી ખૂટી પડે તો ઘરે જ તાજી બનાવેલી બ્રેડ અને વિવિધ જાતના ડીપ હમેશા અવેલેબલ જ હોય!!

તો આજે આપણે માણીશું આ અદ્‌ભુત ક્વીઝીનની કોશારી વાનગી અને સાથે બાબા ઘનુષ .

કોશારીઃ

સામગ્રીઃ

૧ કપ મસૂર

૧ કપ બાસમતી ચોખા

૧ કપ પાસ્તા (મેક્રોની અથવા કોઈ પણ નાના પાસ્તા)

૨ મોટી ડુંગળી, સમારેલી

૪ કળી લસણ

૨ ટેબલસ્પૂન તેલ

૧ કપ ટામેટા, સમારેલા

૧૪ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ

મીઠું અને મારી, સ્વાદ મુજબ

રીતઃ

મસૂરને લગભગ ૧ લીટર પાણીમાં મીઠું નાખીને પકાવી લો. જયારે મસૂર ચડવા આવે ત્યારે તેમાં ચોખા ઉમેરી બંને ને ચોખા તૈયાર થાય ત્યાંસુધી પકવો.

અન્ય એક પોટમાં પાસ્તાને પકવી લો.

હવે એક પેનમાં તેલ લઇ તેમાં લસણ અને ડુંગળી સાંતળો, ડુંગળી હલક સોનેરી રંગની થાય ત્યાં સુધી સાંતળો.

હવે તેમાં ટામેટા, ચીલી ફ્લેક્સ, મીઠું અને મરી ઉમેરી ૧૦ થી ૨૦ મિનીટ સુધી ખદખદવા દો.

મસૂર અને ચોખાના મિશ્રણમાં પાસ્તા ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

આ મિશ્રણને પ્લેટમાં લઇ, ઉપરથી ટોમેટો સોસ ઉમેરી ગરમાગરમ સર્વ કરો.

બાબા ઘનુષઃ

સામગ્રીઃ

૨ મધ્યમ કદના રીંગણ

૨ -૩ લસણની કળી

૧૩ કપ તલની પેસ્ટ

૨ ટેબલસ્પૂન લેમન જ્યુસ

૩૪ ટીસ્પૂન મીઠું

સમારેલી કોથમીર અને ઓલીવ ઓઈલ, સજાવટ માટે

રીતઃ

રીંગણને ધોઈ, તેની છાલમાં કાંટા વડે કાણા પાડી, તેની છાલ સંકોચાઈ જાય ત્યાંસુધી તેને શેકો.

ત્યારબાદ રીંગણ ઠંડુ પડે એટલે તેની છાલમાંથી રીંગણનો માવો કાઢી મોટા ટુકડાને બરાબર મેશ કરી લો.

એક પેનમાં થોડું તેલ લઇ તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરી તે હલકા સોનેરી રંગનું થાય ત્યાં સુધી સાંતળો.

તેને રીંગણના માવામાં સાંતળેલું લસણ, લીંબુનો રસ, મીઠું અને તલની પેસ્ટ ઉમેરો.

ફ્રીજમાં ઠંડુ કરી, સમારેલી કોથમીર અને ઓલીવ ઓઈલ રેડી પીતા બ્રેડ કે ચિપ્સ સાથે સર્વ કરો.

* આકાંક્ષા ઠાકોર *

ર્સ્િીપીંછ

* કાનજી મકવાણા *

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠાુટ્ઠહટ્ઠોદ્બટ્ઠિ૩૪જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ર્સ્િીપીંછ

* કાનજી મકવાણા *

કલશોર

* ગોપાલી બૂચ *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કલશોર

“્‌રી હ્વટ્ઠઙ્ઘ હીુજ ૈજ ૈંદ્બી કઙ્મૈીજ. ્‌રી ર્ખ્તર્ઙ્ઘ હીુજ ૈજ ર્એ’િી ંરી ૈર્ઙ્મં." -” સ્ૈષ્ઠરટ્ઠીઙ્મ છઙ્મંજરેઙ્મીિ.

દર સોમવારે વહેલી સવારે

હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે

પપ્પા મને લાંપબી પપ્પી કરીને

નોકરીએ નીકળી જાય છે

તે છેપક

શનિવારે પાછા આવે.

હું પપ્પા કરતાંય વધારે

શનિવારની રાહ જોઉં છું

કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે

પણ શનિવાર તો

મારા પપ્પાને લઈ આવે છે !

- કિરણકુમાર ચૌહાણ

દોડા દોડા ,ભાગા ભાગા સા......ચાચી ૪૨૦ ફિલ્મનું ગીત યાદ આવી ગયું.એક સાંધો ત્યાં તેર તુટે એવા સમયમા સંતાનોના સપનાં ખિસ્સામાં લઈ સવારે દોડતા પપ્પા સાંજે ઘેર આવે ત્યારે એ જ સંતાનોની રાત ઢળી ગઈ હોય છે.જીવનની આ ભાગ દૉડને અતી સરળ ભાષામા કવિએ સ્પષ્ટ કરી નાખી છે. જેના માટે સતત કાર્યરત રહે છે એ સંતાનોને તો પપ્પા વગર ખાલિપો સતાવે છે.પણ અવસ્થા એવી છે કે એ પપ્પાનું અંતિમ લક્ષ્ય તો પોતે જ છે એવી સમજણ આવે એવી ઉમર નથી .અને સમજણ આવે ત્યારે પોતે પપ્પ બની ચુક્યા હોય છે.ત્યારે દિકરા તરીકે સમય નથી હોતો. વિચાર તો કરો કે જ્યાં ત્યાં ટકી રહેવાની ઈચ્છા આપણને ક્યાં સુધી દોરી ગઈ છે કે સાવ સહજ સંબંધ માટે આપણે સમય આપી શકતા નથી. આમ જોવો તો આ સમય જ બધી સમસ્યાનું મૂળ છે.જરૂર હોય ત્યારે જ ના હોય.કોઈ પણ સંબંધ માટે સમય,વિશ્વાસ,સમજદારી જરૂરી હોય છે ,પણ એ ચર્ચાનો વિષય છે અને અહી કદાચ એ આડ વાત પણ ગણાય.

એક ઉછરતું બાળક મા-બાપ પાસે સમય માંગે છે. એનું બાળપણ ઈચ્છે છે કે એને પિતા સાથે રમવા કુદવા મળે.તોફાન મસ્તી કરવા મળે. અને એટલે જ એને રવિવારની રાહ રહે છે.સોમવારના રૂટિન દિવસે એની સવાર થાય એ પહેલા એના પપ્પા તો સમયની માયાજાળમાં ગૂંથાઈ જાય છે અને એની રાત પડે એ પછી ઘેર આવતાં એનાં પપ્પા સાથે સમય પસાર કરવાની બાળકની ઝંખના જ એને રમકડા કરતાં પણ પપ્પાની ઘેલછા સાથે પરોવે છે.એટલેજ બાળકને પપ્પા લઈ આવતો રજાનો રવીવાર વધું પસંદ છે. સમય ખુબ જડપથી વહી જતો હોય છે. ને આના સમયે જો બાળકોને ન આપી શકીએ તો ગણું બધું છુટી જતુ હોય છે.એક ક્વોટ યાદ આવે છ

“્‌રી હ્વટ્ઠઙ્ઘ હીુજ ૈજ ૈંદ્બી કઙ્મૈીજ. ્‌રી ર્ખ્તર્ઙ્ઘ હીુજ ૈજ ર્એ’િી ંરી ૈર્ઙ્મં." -” - સ્ૈષ્ઠરટ્ઠીઙ્મ છઙ્મંજરેઙ્મીિ.

એટલે સમયને કેવી રીતે ચોરવો એ આપણા જ હાથમા છે.પણ જ્યારે સમય જ સમયની માંગ હોય,જવાબદારીનું વાહન હોય ત્યારે આપણી પાસે બીજો વિકલ્પ નથી હોતો એ પણ એટલું જ સત્ય છે.

અહીં એક સંતાનની નિખાલસ કબુલાત જીવનના કડવા સત્યને સહજ રજુ કરી જાય છે.

* ગોપાલી બૂચ *

મિર્ચી ક્યારો

* યશવંત ઠક્કર *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠજટ્ઠિઅષ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ફિલ્મ ન ગમે તો પૈસા પાછા મળવા જોઈએ!

‘પ્રેક્ષકોને ફિલ્મમાં મજા ન આવે તો એમને પૈસા પાછા મળવા જોઈએ.’ આજકાલ આવી અભિવ્યક્તિ કરનારાઓની સંખ્યા વધી ગઈ છે. લોકો અભિવ્યક્તિના અધિકાર બાબતે જાણે એકાએક જાગૃત થઈ ગયા છે. ‘અભિવ્યક્તિનું પરિણામ ગમે તે આવે, અભિવ્યક્તિ ભલે તીરના બદલે તુક્કામાં ગણાઈ જાય પણ અભિવ્યક્તિનો અધિકાર છે તો ભોગવવો જ જોઈએ.’ એવું માનનારાઓની મહેનત ભવિષ્યમાં રંગ લાવે એવી આશા રાખવામાં કશું ખોટું નથી કારણ કે જગતની મહાન શોધખોળો મોટાભાગે તુક્કામાથી જ જન્મી છે.

આપણા દેશમાં ગ્રાહક ભલે રાજા કહેવાતો હોય પરંતુ હજી સુધી તો એ કહેવાતો રાજા છે. ગ્રાહક સુરક્ષા મંડળો છે. કાયદા છે. અદાલતો છે. વકીલો છે. ન્યાયાધીશો છે. છતાંય નુકસાનીવાળી ચીજ સફળતાપૂર્વક બદલાવવી એ ગ્રાહક માટે એક મોટું સાહસ છે. ન માનવામાં આવે એવા સમાચાર ક્યારેક વાંચવામાં આવે છે ખરા! ફ્રીજના પૈસા પાછા મળ્યાના સમાચાર તો કોઈને સારવારના પૈસા પાછા મળ્યાના સમાચાર! પરંતુ આવા નસીબદાર કેટલા? વળી અધિકાર માટે જંગે ચડવાની તૈયારી કેટલાની?કોઈ નાનામોટા સ્ટોરમાં ગ્રાહક સુરક્ષામાં જવાની ઊલ મારનારા તો ઘણાય હોય છે પણ એમાંથી જનારા કેટલા ? પેટ્રોલ પંપ પર દસ મિનિટ ઊભા રહેવાની ધીરજ ન હોય ત્યાં ન્યાય મેળવવા માટે વર્ષો સુધી રાહ જોવાની વાત જ ક્યા રહી? મુંબઈમાં બિલ્ડર સામે જંગે ચડનારને ત્રીસેક વષો પછી ન્યાય મળ્યો પોતાનો અને ફલેટ મળ્યો. એ જંગે ચડયો ત્યારે એના માથા પર કાન ઢંકાઈ જાય એટલા વાળ હતા અને અને ન્યાય મળ્યો ત્યારે માથા પર કાન સુધી પહોંચે એટલા પણ વાળ રહ્યા નહોતા! એના ચહેરા પર વિજયની રેખાઓ હતી ખરી પરંતુ એથી વિશેષ વર્ષોની ભોગવેલી પીડાની રેખાઓ હતી! ને બિલ્ડરે ટીવી પર મોંઘબો ખુશ હુવાની અદામાં એવું કશુંક કહ્યું કે : ‘એ માણસ ખોટમાં ગયો છે! જો એણે મારી સાથે સમાધાન કરી લીધું હોત તો ફાયદામાં હોત!’

ઉનાળાની ગરમથી બચવા માટે કોઈએ એસી લીધું હોય ને નસીબે એ બરાબર ન ચાલતું હોય તો એના મગજને તો બમણી ગરમી સહન કરવાનો વારો આવે ને? પછી તો એના જીવનનો જાણે એક જ ધ્યેય કે ‘મારે આ જન્મમાં જ એસી બદલાવવું છે!’ પછી તો રોજ રોજ વિવિધ જગ્યાએ ફોન, વિવિધ લોકોનો સંપર્ક, વારંવાર તકલીફનું વર્ણન,કંપનીના બિનકુશળ, અર્ધકુશળ અને કુશળ એવા તમામ પ્રકારના કર્મચારીઓની એમની પોતાની અનુકુળતાએ મુલાકાત, એસી બરાબર હોવાના થાબડભાણાં, નાનુંમોટું સમારકામ આ બધું ચાલતું જ રહે! ન ચાલે માત્ર એસી! એમ કરતાં કરતાં ઉનાળો વીતી જાય તોય, ચોમાસુ આવી જાય અને કુદરતી ઠંડક વ્યાપી જાય તોય એસી દ્વારા ઠંડક પ્રાપ્તિ ન થાય તે ન જ થાય!

વ્યાજ ભરીને લીધેલી મોંઘેરી ચીજોનાય પૈસા પાછા મેળવવાની વાત સપનું લાગતી હોય ત્યાં પાંચદસ રૂપિયાની ચીજની તો ચિંતા જ કોણ કરે છે! ‘અમારે ત્યાં તો બિસ્કીટનું એક પેકેટ કોઈ દુકાનેથી લીધું હોય અને ગમે તેટલા કિલોમીટર દૂર ગયા પછી એ પાછું આપવાનું મન થયું હોય તો એ એવી જ બીજી કોઈપણ દુકાને પાછું આપી શકાય છે.’ આવી સુંદર સુંદર વાતો કોઈ એનઆરઆઈ પાસેથી સાંભળીને ઘણાને નિસાસો નાખીને કહેવાનું મન થાય છે કે : ‘સાલું આપણા દેશમાં આવું ક્યારે થશે?’

આવા માહોલમાં ફિલ્મ ન ગમે તો પૈસા પાછા મેળવવાની વાત તો નવી નવાઈનો નવલો નાચે એવી જ લાગે છે. આવો તો વિચાર સરખો પણ નથી થઈ શકતો. ચામાં મજા ન આવી હોય તો ચા વાળોય પૈસા પાછા ન આપે ને ફિલ્મવાળો પૈસા પાછા આપે? એમાંય જે ફિલ્મ ઉતારીને પોતે જ ધોવાઈ ગયો હોય તે ફિલ્મવાળો? એ વધારે ધોવાવા માટે તૈયાર થાય ખરો? અને એવી માંગણી કરીને પડયા પર પાટું મારવામાં આપણી શોભા ખરી? ભેળસેળિયા તેલમાં તળેલાં ભજિયાં ખાઈ જનારા આપણે આપણાં બગડેલા ગળાંની ફરિયાદ પણ ન કરનારા એકાદ ફિલ્મ જોઈને આપણા બગડેલા મૂડનું વળતર માંગીએ? અરે! એક જ ધોણે પેન્ટની ચડી થઈ ગઈ હોય તો ય આપણે એને ઘરમાં પહેરી નાખીએ પણ પૈસા પાછા લેવા ન જઈએ એવા આ ઉદાર મતવાદીઓ આપણે ફિલ્મના પૈસા પાછા માંગીએ? આપણાથી આટલા બધા અસહિષ્ણુ થવાય?

પણ વિચાર કરો મિત્રો કે ખરેખર ફિલ્મ ન ગમે તો પૈસા પાછા મળે એવો સતયુગ આવી જાય તો કેવાં કેવાં દૃશ્યો જોવા મળે! ફિલ્મ જોઈને બહાર નીકળેલો કોઈ પ્રેક્ષક સીધો ટિકિટબારી પર જઈને હાથ પછાડીને કહે છે કેઃ ‘અબે.. કિધર ગયા? ફિલમ મેં મજા નહીં આયા! સિર્ફ સલમાન કે ડાન્સ મેં મજા આયા. ચલ ઈસકા પચાસ રૂપિયા કાટ લે ઔર બાકી કા પચાસ વાપીસ કર!’ ફિલ્મ પૂરી થયા પછી કેટલાક લોકો ફરીથી લાઈનમાં જોડાઈ જાય! પૈસા પાછા લેવા માટેની લાઈનમાં! દરેક થીઅટર પર પૈસા પાછા આપવા માટે ખાસ બારીની વ્યવસ્થા પણ કરવી પડે. પૈસા પાછા લેવાવાળાની લાંબી લાઈન જોઈને ટીકીટ લેવા આવનારા ઘર ભેગા થઈ જાય એમ પણ બને.

જો કે આ તો બધી રંગીન કલ્પનાઓ છે. પાયાની વાત એ છે કે કોઈ ફિલ્મમાં મજા આવે એવું નથી એનો નિર્ણય કોણ કરે? વળી એ નિર્ણય બધાને માન્ય પણ હોવો જોઈએને? આપણે જોઈએ જ છીએ કે એક જ ફિલ્મ વિષે ફિલ્મની સમીક્ષા કરાનારાઓમાં પણ એકતા નથી એક ફિલ્મને કોઈ પાંચમાંથી અર્ધો સ્ટાર આપે તો કોઈ પાંચમાંથી છ સ્ટાર પણ આપે! આમાં વિદ્વાનો ખાબકે! માનસશાસ્ત્રીઓ ખાબકે! મીડિયા તો ખાબકેલું હોય જ! અને રાજકારણ ખાબકે!

રાજકારણ ખાબકે એટલે ચૂંટણી ટાણે નેતાઓ વચન આપે કે : ‘જો અમારો પક્ષ સતા પર આવશે તો અમે પ્રેક્ષકોને ફિલ્મમાં મજા ન આવે તો એમને પૈસા પાછા મળે એવો કાયદો લાવીશું.’

ટૂંકમાં બિલાડીના પેટમાં પહોંચી ગયેલી ખીર પાછી મેળવવા જેવી વાત છે. ‘અમને ન ગમેલી ફિલ્મના પૈસા અમને પાછા મળવા જોઈએ’ એવું કહેવાનો હક ભોગવો અને જલસા કરો.

* યશવંત ઠક્કર *

પ્રાઈમ ટાઈમ

* હેલી વોરા *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ર્દૃટ્ઠિરીઙ્મૈ૧૯૮૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ટાઈમ ઇઝ પ્રાઈમ

“ટાઈમ” શબ્દનું આપણી લાઇફમાં સ્થાન શું? આપણા બધાના જીવનનું એક કોમન તકિયા કલામ છે, ‘ટાઈમ નથી’. મારા ઘેર બેન કામ કરવા આવે છે એમની પાસે ટાઈમ નથી હોતો, મારી પાસે પણ નથી હોતો, મારા અધિકારીઓ પણ વ્યસ્ત હોય છે. રાજકારણીઓ પાસે રસ્તા રીપેરીંગનો ટાઈમ નથી હોતો, બાળકોને કાર્ટુન જોવા અને ગેમ્સ રમવામાંથી ટાઈમ નથી મળતો... કેવું ગજબ, આ તો હજુ ગજબ પાર્ટ ૧.

બાકી કોઈ પાસે ટાઈમ નથી તો ટાઈમ જાય છે ક્યાં? વડીલો કહે છે ‘સમય બદલાઈ ગયો છે’. પહેલા કદાચ એક મિનીટ સિત્તેર સેકન્ડની હોતી હશે! હીહીહી.. કોઈ કહે છે ટાઈમ ખરાબ છે.. ઘડિયાલમાંથી કદાવર માણસ એ ટાઈમ ખરાબવાળા ભાઈને દરેક કલાકે થપ્પડ મારવા નીકળતો હશે. એટલે તેને ખરાબ લાગતો હશે. બાકી માણસોતો સારા જ છે ને! એક બીજો યુનિવર્સલ શબ્દ છે ટાઈમપાસ. માર દીકરાને પણ તે કોઈ પ્રવૃત્તિ શા માટે કરે છે એ પૂછીએ તો કહે, ટાઈમપાસ. પાનના ગલ્લે ભીડુઓ‘ટાઈમપાસ’ કરે છે તો નેટ પર સર્ફિંગ કરીને આખો સંસાર ‘ટાઈમપાસ’ કરે છે. આ વળી ગજબ પાર્ટ ૨.

કોઈ પાસે ટાઈમ નથી છતાં બધા ટાઈમ પાસ કરે છે, હવે આમાં ગજબ પાર્ટ ૩ પણ છે. ‘ટાઈમ નથી’એ કેટલાક લોકો માટે ગૌરવનો વિષય છે. ‘અમારા ઘરમાં તો કોઈ પાસે ટાઈમ જ ન હોય’ તો એવી રીતે કહે જાણે બધા સભ્યો નોબેલ પારિતોષ્િાક માટે નોમિનેટેડ હોય. તો કોઈ માટે ‘ટાઈમ નથી’ એ બહાનું છે. ફલાણાભાઈને દવાખાનામાં મળવા જવું હતું પણ ટાઈમ ન મળ્યો... મારાથી બાળકોને કેમ ભણાવાય ટાઈમ જ નથી .. ટાઈમ એકજ છે છતાં બધાને અલગ અલગ રીતે લાગુ પડે છે.

આ ‘સમય’ પૌરાણિક કાળમાં અચળ મનાતો.. અચળ રીતે પસાર થતો રહે ક્યારેય કોઈ માટે થંભે નહિ, પણ આઇન્સ્ટાઇને સૌ પ્રથમ કહ્યું કે સમય પણ અચળ નથી. એ પણ સાપેક્ષ છે. અચળ છે તો ફક્ત પ્રકાશની ઝડપ બીજું બધું જ સાપેક્ષ.

જો એક તૂટેલા ઝુંપડામાં રહેતા ગરીબ સામે આપને તવંગર છીએ તો અતિ વૈભવી શ્રીમત સામે આપણે ગરીબ છીએ. ફેમ ઓફ રેફરન્સ ચેન્જ થઇ તો આપણી ઓળખ બદલી ગઈ. વિશ્વમાં કઈ જ એબ્સોલ્યુટ નથી. સમય પણ નહી. આ થીયરી એક જીનીયસ થીયરી છે, જેની કોઈએ ક્યારેય કલ્પના પણ ન કરી હોય તેવી. અને આ થીયરીને હું એક ગુડ ન્યુઝ પણ ગણું છું. જો સમય રિલેટીવ તો આપણે એને ધીમો પાડી કે ઝડપથી પણ વિતાવી શકીએ કે ફાસ્ટ કરી શકીએ. જો એમ હોય તો હું દરેક ક્ષણને એક ઇન્ફીનિટી બનાવી નાખું. દરેક ક્ષણ બાળકના હાસ્યથી અને સુહાની સાંજના રોમાન્સથી. મિત્રો સાથેના ગપ્પાથી, માતા પિતાના ખોળામાં સુવાથી, કોઈ વ્હાલાના હાથ માં હાથ રાખીને બેસી રહેવાથી. બસ જીવનના રહસ્યો અને પ્રકૃતિનો તાગ મેળવવાના ઊંડા વિચારોથી, ઉત્તમોતમ સાહિત્યથી અને સંગીતમય સાંજથી, વરસાદના ફોરાથી અને ઉડતા પક્ષીઓથી, નાનકડી કડીથી અને દરિયાના મોજથી, સરસ મજાની બીટ પર બસ નાચીને અને એક મોગરાની ખુશ્બુ છેક ફેફસા સુધી પહોચાડીને. એક શાંત,એકાંત મંદીરની આરતીમાં અને કાળી રાત્રે એક શાંત દરિયા કિનારે મોજાઓના અવાજમાં એયને મસ્ત મજાની ડીબેટસ થી અને મૌનમાં ચોપાસના અનુભવથી, કોઈ સંતને સાંભળવાથી તો કોઈ વિજ્ઞાનીને સમજવાથી, કોઈ જરૂરતમંદને મદદથી કોઈ ભૂલેલા ભટકેલાને ક્ષમા આપીને, કોઈ આકાશમાં વાદળીઓના ચિતરામણથી તો કોઈ સુની રાતે ચાંદ તારાને મન ભરીને જોવાથી, કોઈ પ્રાણ-પ્યારાને યાદ કરી મન ભરીને રડી લેવાથી અને કોઈ પ્રેમીની બાહોમાં સમાઈ જવાથી, અજબ દુનિયાને કુતુહુલથી જોવાથી તો એના એ રૂટીનમાં એક ફુદીના વાડી ચા બનાવીને, કોઈ પુરમાં ફસાયેલાની મદદ કરીને, તો કયારેક કોઈ અદભુત જીનીયસની મદદથી, એક પગલું આગળ વધીને બસ કલાકો સુધી આમને આમ જીવનની સુંદર મજાની વાતો લખતા રહીને, વાંચતા, વાગોળતા રહીને જેમ આવી અદભુત, અજોડ, સુન્દરતમ, ખુશ્બુદાર વાતો અનંત છે એવીજ મારા જીવનની દરેક પદ અનંત બનાવી દઉં અને દરેક અદભુત સ્થળ પર એક “પોઝ” કરતી જાઉં, એને ક્લિક કરતી જાઉં અને મારી કરોડો અરબો જી.બી. મેમરીમાં સ્ટોર કરતી જાઉં અને જેટલી ઝીંદગી ઈશ્વરે આપીછે તેમાં એક અનંત જીવી લઉં.

અને હા હું પોતાની આંતરિક પ્રગતી એટલી કરૂં કે મારા સંપર્કમાં આવતા બધા સ્વજનો માટે મારી સાથે વિતાવેલી ક્ષણો પણ અનંત આરામદાયક, શાંતિદાયક,સુખદાયક અને સાથે ગુજરાતીમાં લખું તો હેપનિંગ, રોકિંગ શ્ ફન બનતી જાય... હીહીહી...

એક્ચ્યુલી વિશ યુ પીપલ અ નાઈસ ટાઈમ...

* હેલી વોરા *

ટેક ટોક વર્ઝન

* યશ ઠક્કર *

ર્દ્ગંદ્ભૈંછ ઝ્ર - ૧

વીતેલા વર્ષમાં ઘર વાપસી, એવોર્ડ વાપસી અને છેલ્લે છેલ્લે તો મેગી ની પણ વાપસી થઇ ચુકી છે તેવા સમયે એક સમયે ભારતીય બજાર માં એકહથ્થુ રાજ કરનાર નોકિયા પણ વાપસી કરી રહ્યું છે.

જી હા બિલકુલ.. નોકિયા હવે પોતાના એ જ જુના નામ સાથે મોબાઈલ માર્કેટમાં પરત ફરી રહ્યું છે અને એ પણ એનડરોઇડ ઓપરેટીંગ સીસ્ટમ સાથે, આમ જુઓ તો ઇન્સ્ટાગ્રામ પણ ઘણા સમય પહેલા એક પોસ્ટ જોવા મળતી હતી કે નોકિયા ની બેટરી, એપલ આઈફોનનું ટચ અને એનડરોઇડ ઓપરેટીંગ સીસ્ટમ એટલે ખરેખર બેસ્ટ કોમ્બીનેશન વાળો ફોન બની શકે, હવે આ સપનું અમુક અંશે સાચું પડે તેવી શક્યતાઓ છે.

નોકિયા સી-૧ નામના મોડેલ સાથે મોબાઈલ માર્કેટમાં ફરી લોન્ચ થઇ રહ્યું છે ત્યારે તેના સ્પેસીફીકેશનસ ખરેખર ઉત્સાહવર્ધક છે. નોકિયા સી-૧ બે અલગ અલગ વેરીય્‌ન્ટ માં આવશે અને બંનેમાં કેમેરા પણ અલગ અલગ આવશે. નોકિયા સી-૧ ગ્રે/પીચ/વ્હાઈટ કલરમાં આવશે. ૧૦૮૦ટ૧૯૨૦ ના પીક્સલ સાથે ૫ ઇંચની ૐડ્ઢ સ્ક્રીન આવશે. જયારે બીજા વર્ઝનમાં ૫.૫ ઇંચની ૐડ્ઢ સ્ક્રીન આવશે. રેમ તથા ઇન્ટરનલ સ્ટોરેજની વાત કરીએ તો પહેલા વર્ઝનમાં ૨ જીબી રેમ અને ૩૨ જીબી સ્ટોરેજ આવશે જયારે બીજા વર્ઝનમાં ૩ જીબી રેમ અને ૬૪ જીબી સ્ટોરેજ આવશે. કેમેરા ની વાત કરીએ તો પહેલા વર્ઝનમાં ૮ મેગાપિક્ષલ નો રીઅર કેમેરા તથા ૫ મેગાપિક્ષલ નો ફ્રન્ટ કેમેરા આવશે જયારે બીજા વર્ઝનમાં ૧૩ મેગાપિક્ષલ નો રીઅર કેમેરા તથા ૫ મેગાપિક્ષલ નો ફ્રન્ટ કેમેરા આવશે.

નોકિયા સી-૧ ની ઓપરેટીંગ સીસ્ટમ વિષે વાત કરીએ તો નોકિયા પોતાના ડીફોલ્ટ લોન્ચર તરીકે ઢ સીસ્ટમનો ઉપયોગ કરશે જયારે તેને એનડરોઇડ લોલીપોપ ઓપરેટીંગ સીસ્ટમ સપોર્ટ કરશે, જોકે જોવાનું એ છે કે જયારે હવે એનડરોઇડ લોલીપોપ ઓપરેટીંગ સીસ્ટમ પછી માર્શ્મેલોવ પર આવી ગયું છે ત્યારે શું નોકિયા ફેક્ટરી ડીફોલ્ટ જ લોલીપોપ આપશે કે માર્શ્મેલોવ આપશે. આ સિવાય બીજી એક અફવા પર ધ્યાન આપીએ તો નોકિયા સી-૧ નું એક વર્ઝન માઈક્રોસોફ્ટ વિન્ડોઝ સાથે પણ આવે તેવી શક્યતાઓ છે.

નોકિયા અને માઈક્રોસોફ્ટ વચ્ચે થયેલા કરાર ને લીધે વર્ષ ૨૦૧૬ ના ચોથા ક્વાર્ટર સુધી નોકિયા પોતાના બ્રાંડ નેઈમ હેઠળ કોઈ મોડેલ લોન્ચ નહિ કરી શકે લેકિન,કિન્તુ, પરંતુ આ અજબગજબની દુનિયા છે અને સેમસંગ જો એપલ ની ડીઝાઇન કોપી કરી શકતું હોય અને એપલ એનડરોઇડ ની ઓપરેટીંગ સીસ્ટમ તથા તેની ડીઝાઇન કોપી કરી શકતું હોય તો કઈ પણ થઇ શકે છે અને નોકિયા એ આ બાબતે પોતાના વિચારો પણ સ્પષ્ટ કરતા એવું કહ્યું હતું કે તેઓ જો મોબાઈલ લોન્ચ નહિ કરી શકે તો હાર્ડવેર સાથે મોબાઈલ માર્કેટમાં પ્રવેશ કરશે.

ટેક-ક્રેક :- એક ખબર મુજબ એપલ ના હવે લોન્ચ થનાર મોડેલ માં ૩.૫ દ્બદ્બ હેડફોન જેક નહિ હોય અને લાઈટનીંગ પોર્ટ જ હેડફોન જેક તરીકે કામ કરશે.

* યશ ઠક્કર *