HELLO SAKHI RI.. Ank 7 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

HELLO SAKHI RI.. Ank 7

હેલ્લો સખી રી..

અંક : ૭

૭, ડિસેમ્બર, ૨૦૧૫.

“પંગુંમ લંગયતે ગિરિમ”

(સખીઓનું ઈ- સામાયિક..)

વિવિધ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

•આહ્‌વાનઃ કુંજલ પ્રદિપ છાયા

•વિસ્તૃતિઃ જાગૃતિ વકીલ

•વાંચે સખીરીઃ જાહ્‌નવી અંતાણી

•હેય! વ્હોટસેપ?ઃ ગોપાલી બુચ

•રૂગ્ણાંલયઃ ડૉ. ગ્રીવા માંકડ

•સૂર, શબ્દને સથવારેઃ સૌમ્યા જોષી

•સાતમી ઈન્દ્રીયઃ ભાર્ગવી પંડયા

•લૉ પંડિતઃ ર્શ્લોકા પંડિત

•નાની નિનિઃ કુંજલ પ્રદિપ છાયા

આહ્વાન

કુંજલ પ્રદિપ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : કદ્બટ્ઠઙ્મીજ.ખ્તર્િેજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

આહ્વાન

ડિસેમ્બર એ વાષ્ર્િાક કેલેન્ડરનું છેલ્લું પાનું. નવું કેલેન્ડર વસાવતાં પહેલાં કેલેન્ડરનાં ઈતિહાસની રસપ્રદ કથા વાંચો; ‘વિસ્તૃતિ’. ઘેર બેઠાં પ્રવાસવર્ણન વાંચવું કોને ન ગમે? પુસ્તકનું નામઃ દેશ-દેશાવર; લેખિકાઃ પ્રીતિ સેનગુપ્તા વિશે ‘વાંચે સખીરી’ લેખમાં વાંચવું ગમશે. બાળકમાં કાયમી શારીરિક ખોટ ક્યારેક ખેંચ આવવાને લીધે પણ રહી જતી હોત છે. આ અંગે હોમિયોપેથીક વિચારો વાંચો; ‘રૂગ્ણાંલય’. સૂર, શબ્દને સથવારે કટાર લેખમાં સૂર સામગ્રી નૂરઝહાંની જીવની માણો.

૨૦૧૫નો નોબલ્લ પ્રાઈઝ મેળવનાર ‘સ્વેત્લાના એલેક્ઝિવિચ’ની સફળતા યાત્રા આલેખાઈ છે સાતમી ઈન્દ્રીય લેખમાં. સ્થાવર ઝંગમ મિલકત ખરીદતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી એની માહિતી ’લૉ પંડિત’ પાસેથી મેળવીએ. બાળકમાં નાનપણથી જ સહિષ્ણું સ્વભાવ કેળવાય એથી રૂડું શું? પરંતુ કોને મદદરૂપ થવું; કોને નહીં એ સૂઝકો નિનિને નાનીબા દ્વારા કઈ રીતે મળ્યો. વાંચો ’નાની નિનિ’ વાર્તા શૃંખલા.

ક્યારેક ખૂબ જ અઘરૂં બની જાય છે અસ્તિત્વનાં દરેક પાસાંઓને એક કાપડાંમાં મૂકી એનાં દરેક છેડાને સમેટીને એક પોટલી વાળવી. જ્યારે ખપત પડે એ અસ્તિત્વનાં હિસ્સાને બહાર કાઢી ઉપયોગમાં લઈ ફરી ઘડી વાળી, સંકેલીને સાચવીને રાખી દેવાય એવી વ્યવસ્થા હોત તો? કેટલાય સંબંધો, જવાબદારીઓ, આટોપવાનાં કામકાજ અને આનંદ માણવાની ક્ષણોને યોગ્ય રીતે ન્યાયપૂર્વક જીવી શકાતું હોત તો કેવું સારૂં!

એક જ વ્યક્તિ અનેક સંબંધો અને પાત્રોનાં રૂપે જીવે છે. સામાજિક અને કૌટુંબિક વ્યવહારો સાચવે છે. એક જ જીવનમાં હર્ષ, શોક, હતાશા, નિષ્ફળતા અને સફળતાની અનુભૂતિ કરે છે. સૌ કોઈ પોતાને મળેલ જીવનમાં પોતે ભજવવાનું પાત્ર ખેલદિલીથી નિભાવવા મથે છે. જશ ખાટવા હેતુ તત્પર છે જ્યારે જવાબદારીનો બોજનો ઢસરડો કરવો કપરો લાગે છે. જેમ એક હાથની પાંચેય આંગળીઓ એકસરખી નથી હોતી એમ દરેક વ્યક્તિત્વ અને જીવન પણ એકજ લઢણમાં નથી હોતું. જેમ જીવનશૈલી સમાન નથી હોતી એમ શારીરિક અને માનસિક બાંધો પણ એકસમાન ન હોય. પરમતત્વનાં લેખાંજોખાંમાં કોઈને અસામાન્ય શારીરિક ખોટ કે માંદગી સભર જીવન મળે છે. જે વાસ્તવિકતાને સ્વીકારીને ધપવું જ રહ્યું. પડકારને જીલીને નવો ચિલો આદરનાર અનેક વ્યક્તિત્વને સલામ.

શારીરિકપણે અસ્વસ્થ હોવું એ કોઈ ગૂનો નથી કે એને દોજખભર્યું જીવન વિતાવી દેવું. એવું પણ બિલકુલ નહિ કે હવે આવો અવતાર ભક્તિ કરીને જ ગુજારી લેવું. મસ્તીભર્યું ખુમારીપૂર્વક અને સમાજને દાખલો પૂરો પાડનાર અનેક દંતકથા સમા અપંગો આપણે જોયાં જ છે. અનેક જીવન આપણી આસપાસ જોઈએ જ છીએ જે મૂક પણે જીવનમંત્ર આપી જાય છે. હેલન કેરલને એક સદી પછી પણ નથી ભૂલ્યાં અને ઈશ્વરનાં સંદેશને ઉજાગર કરતા હેન્ડીકેપ આઈકોન સમાં હાથપગ વિનાનાં નિક વીજૂકેના પ્રેરણાંદાયી વિડિયોઝ ઈન્ટરનેટ પર સૌથી વધુ ડાઉન્લોડ થતા જોયા જ છે. તો શા માટે આપણો ભારતીય સમાજ પણ આપણાં સમાજનાં એ દુઃખતા અંગને સ્વમાનભેર પગભર થવા માટે પ્રોત્સાહિત ન કરે? ‘હેય! વ્હોટસેપ’માં ગોપાલી બુચ સંગે કુંજલ છાયાની અનુભૂતિ વાંચો.

ટાઢા શિયાળાનું આહ્‌વાન સહ સ્વસ્થ, વ્યસ્ત અને મસ્ત જીવન આવકાર્ય. હેલ્લો સખીરી અંકઃ ૭ વિશિષ્ટાંગ વ્યક્તિત્વનાં ખુમારી ભર્યા જીવનને સમર્પિત.

કુંજલ છાયા. ગાંધીધામ.

વિસ્તૃતિ

જાગૃતિ વકિલ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્ઘદૃિ૭૮૯૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વિસ્તૃતિ

કેલેન્ડરનો અજબ ઈતિહાસ

વિક્રમ સવંતમાં ગુજરાતી નવું વર્ષ આવ્યું અને અંગ્રેજી નવું વર્ષ આ મહિના પછી બદલાશે ત્યારે મને થયું કે આ વર્ષોની કમાલ ધરાવતા અંગ્રેજી અને ગુજરાતી કેલેન્ડરના અજબ ગજબ પણ રસપ્રદ ઇતિહાસની જ વાતો આજે આપણે માણીએ.

તો આવો પ્રથમ જાણીએ ગુજરાતી કેલેન્ડરની રોચક વાતો.....અને પછી માણીએ અંગ્રેજી કેલેન્ડરનો અજબ ઈતિહાસ.

ગુજરાત રાજ્યમાં ખ્રિસ્તી સંવતની શરૂઆત ઈ.સ.૧૮૧૮થી થઇ. તે પહેલા વિક્રમ સંવત જ પ્રચલિત હતો. ખાસ કરીને આઝાદી પછી ઇસવી સન વધારે પ્રચલિત બનતા વિક્રમ સંવત અને બીજા પ્રાચીન સંવતોનો ઉપયોગ બહુ ઓછો થયો કે બંધ થઇ ગયો. ‘સંવત્સર’ શબ્દનું સંક્ષિપ્ત રૂપ કે જેનો અર્થ વર્ષ થાય તે ‘સંવત’શબ્દ આમ તો ઇતિહાસની ઘટનાઓની મુલવણી કરવા વપરાય છે. અમુક ઘટનાઓને કેટલા વર્ષ થયા તે જાણવા માટે સંવતનો ઉપયોગ થાય છે. પશ્ચિમના દેશોમાં વધુમાં વધુ ૨ મુખ્ય સંવતો હતા જયારે ભારતમાં ઈતિહામાં જુદા જુદા સમયે જુદા જુદા સંવતો જેવા કે ખ્રીસ્તી સંવત, શક સંવત, હિજરી, મહાવીર નિર્વાણ સંવત, પારસી, ગુપ્ત, બુદ્ધ, સપ્તષ્ર્િા,કલિયુગ, મૌર્ય, હર્ષ, સિંહ વગેરે પ્રચલિત હતા. જેમાંથી આજે અમુક વ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે જયારે અમુક નહિ. ભગવાન ઈશુના નામ સાથે સંકળાયેલ અને ૧૮૧૮માં શરૂ થયેલ ખ્રિસ્તી સંવત સમગ્ર દેશમાં સહુથી વધુ પ્રચલિત છે જે ગુજરાતીમાં ઇસવી સન તરીકે ઓળખાય છે. આપના દેશમાં તેનો ઉપયોગ સોળમી સદીમાં થયો. તે પહેલા વિક્રમ સંવત જ ચાલુ હતો.

વિક્રમ સંવતનો પ્રારંભ મળવાના રાજા વિક્રમાંદીત્યાએ શકોને પરાજય આપ્યા પોતાના નામનો સંવત શરૂ કર્યો હોવાનું માનવામાં આવે છે. કાર્તિક સુદ એકમ અને શક સંવતની ચૈત્ર સુદ એકમથી તેની ગણના થાય છે પણ ઉતર ભારતના પંચાંગ શક સંવતને આધારે બનતા તેમાં ચૈત્ર સુદ એકમથી વર્ષારંભ માનવા લાગ્યા હશે. ગુજરાત રાજ્યમાં વિક્રમ સંવતનો આરંભ સોલંકી કાળ (ઈ.સ.૯૪૨-૧૩૦૪) દરમિયાન થયો. રાજ્ય સંવત તરીકે વિક્રમ સંવત વપરાતા ગુજરાતમાં તે પ્રચલિત રીતે અસ્તિત્વમાં આવ્યો. આપણે આઝાદ થયા ત્યાં સુધી વ્યવહારમાં વિક્રમ સંવતનો જ ઉપયોગ થતો. આજે ભલે આપને તેના વિષે ખુબ ઓછું જાણીએ છીએ અને વ્યવહારમાં પણ તેનો ઉપયોગ ખુબ ઓછો કરતા હોવા છતાં આપણે સહુ ગુજરાતીઓ કારતક સુદ પડવાએ ‘બેસતું વર્ષ’ ધામધુમથી ઉજવીએ છીએ અને “નૂતન વર્ષાભિનંદન” તો વિક્રમ સંવતના વર્ષથી જ કરીએ છીએ એ પણ હકીકત છે ને?

ગ્રીક શબ્દ ‘કેલેન્ડર’પરથી બનેલો આ શબ્દ “જાહેરાત કરવી” એવો અર્થ ધરાવે છે. જેનો ઈતિહાસ ખુબ રોચક અને રસપ્રદ છે. પહેલાના સમયમાં ગ્રીસમાં દાંડી પીટનારાઓ ‘કેલેન્ડર’ તરીકે ઓળખાતા હતા. જેઓ મહિનાની શરૂઆતની, કયા-કયા દિવસોએ રાજા રાખવાની તેની દિવસ-વારની બૂમો પાડીને જાહેરાત કરતો. આ કેલેન્ડર બે પૂનમ વચ્ચેના દિવસોને ‘મૂન્થ’ તરીકે ઓળખાવતો. આ ‘મુન્થ’ શબ્દનું અપભ્રંશ થઇ ‘મન્થ’(મહિનો) થયું!

પ્રાચીન કાળમાં માનવીઓએ કુદરતની ગતિના ચક્રને આધારે સમયનો એકમ તૈયાર કરી લીધેલ.સૂર્યની આસપાસ ઘૂમતા પૃથ્વીને જેટલો સમય લાગે તેના આધારે તેઓએ સમયના આ એકમ નક્કી કર્યા હતા. ઈજીપ્તના લોકો એમ માનતા કે એમના ચંદ્રના દેવ ટોન્થએ કેલેન્ડર આપ્યું એ જ જગતનું પ્રથમ કેલેન્ડર છે. જેમાં મહિનાના ૩૦ દિવસ હતા, જેને ૧૦ દિવસના એક એવા ૩ ભાગમાં વિભાજીત કરેલા હતા. દરેક દિવસને ૧૦ કલાકમાં, દરેક કલાકને ૧૦૦ મિનિટમાં, દરેક મિનિટને ૧૦૦ સેકન્ડમાં વિભાજિત કરવામાં આવેલ. ત્યારબાદ જગવિખ્યાત રોમન રાજવી જુલિયસ સીઝર જયારે ઈજીપ્તનું યુદ્ધ જીતી પરત આવ્યા ત્યારે પોતાની સાથે ઓસીજન નામના ખગોળશાસ્ત્રીને લાવેલા, જેની મદદથી ટોન્થના કેલેન્ડરમાં ફેરફાર કરી, સીઝરે એકી સંખ્યા ધરાવતા મહિનાઓમાં પાંચ-છ દિવસ ઉમેર્યા હતા. આ અંગ્રેજી મહિનાઓના જે નામ છે તેમાં કેટલાક પ્રાચીન રોમાનોના સમયથી ચલણમાં છે. ઈટાલીમાં રોમન વાસીઓ એક વીર દેવી-દેવતાઓની પૂજા કરતા જેમના નામ પરથી તેઓએ મહિનાઓના નામ રાખ્યા. જયારે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર વગેરેના નામ સંખ્યાઓને આધારે રાખ્યા.

જુના રોમન કેલેન્ડર મુજબ વર્ષની શરૂઆત માર્ટિયસ(માર્‌ચ)થી થતી ત્યારબાદ, જાનુસ(જાન્યુઆરી) મહિનાથી થવા લાગી. ઈ.સ.પૂર્વે ૮માં જુલિયસ સીઝરનો વંશજ ઓગસ્ટસ સીઝરનું સામ્રાજ્ય હોવાથી આઠમાં મહિનાનું નામ તેણે ઓગસ્ટ કરી દીધું.

આ કેલેન્ડર ૩ સદી ચાલ્યું. ઈ.સ.૩૨૧માં રોમન રાજા કોન્સ્ટનટીને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો અને તેણે યહુદીઓના મેઝીઝનાં કેલેન્ડર મુજબ ૭ દિવસના અઠવાડિયાની જાહેરાત કરી. પશ્ચિમના કેલેન્ડર બનાવનાર નિષ્ણાતોએ સાત દિવસના અઠવાડિયાને સ્વીકારી મહિનાઓના નામ અંગ્રેજીમાં આપ્યા. પ્રથમ માસ જાન્યુઆરી રોમન દેવતા‘જેનેસ’પરથી એટલે રાખ્યું કે તેને ૨ મુખ હતા. જાન્યુઆરી એક મુખથી વીતેલા વર્ષને જોઈ શકાય ને બીજા મુખથી નવા વર્ષને. બીજો મહિનો ફેબ્રૂઆરી રોમન દેવતા‘ફેબ્રૂઆ”પરથી, ત્રીજો ‘મારશ’ નામના રોમન દેવી ‘માયા’ પરથી ‘માર્ચ,’ જુનો’ નામની દેવી પરથી ‘જુન’, ઓગસ્ટ નામના વીર યોદ્ધા પરથી ‘ઓગસ્ટ’. રોમન ભાષામાં સાતમોનો અર્થ સપ્ટેમ્બર થતો. (તે વખતે ૧૦ મહિનાનું કેલેન્ડર હોતા સાતમો સપ્ટેમ્બર.) આઠમાનો અર્થ ઓક્ટોબર, નવમો અર્થાત નવેમ્બર, દસમો અર્થાત ડીસેમ્બર એવા નામ પાડવામાં આવ્યા. જે હવે ૧૨ મહિનાનું કેલેન્ડર હોવા છતાં એ જ ચાલુ રહ્યા.

આ જ રીતે વારના નામનો ઈતિહાસ પણ ખુબ રસપ્રદ છે. ઉતર ધ્રૂવ પાસેના નોર્વેના લોકો સૂર્યોદયની પૂજા કરે છે એ પરથી સૂર્યનું અંગ્રેજી ‘સન’ એટલે પ્રથમ દિવસ‘સન્ડે’, ચંદ્રને પણ દેવતા માની પૂજતા હોવાથી બીજા દિવસનું નામ ‘મુન ડે’ એટલે મન્ડે એવું પડયું. ટીવ્સ નામનાં દેવ પરથી ટીવસ-ડે અર્થાત ટ્‌યુઝડે, વુડન દેવતાના નામ પરથી વેડન્સ્ડે, થોર નામના દેવતા પરથી થર્સડે, વુડનદેવની પત્ની ફ્રીગના નામ પરથી ફ્રાઈડે અને સેટર્નનામના દેવતાના નામ પરથી સેટરડે નામ પડયું!

મજા આવીને મિત્રો આપના કેલેન્ડરનો અગાબ ગજબ ઈતિહાસ માણવાની? આવતા અંકે મળીશું વળી આવા જ કૈક નવા અજબ ગજબ સાથે..

જાગૃતિ આર. વકીલ. ભુજ.

વાંચ સખી રી...

જાહનવી અંતાણી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્ઘટ્ઠરહદૃૈટ્ઠહંટ્ઠહૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વાંચે સખી રી...

પુસ્તકનું નામ : દેશ-દેશાવર

લેખિકાઃ પ્રીતિ સેનગુપ્તા.

આપણા સૌ માટે શારીરિક રીતે થકવી નાખનારા હોય છે અને એમાંથી થોડું રિલેક્ષ થવા માટે દિવાળી પછીના દિવસોમાં સૌ મનગમતા સ્થળે પ્રવાસે નીકળી પડતાં હોઈએ છીએ, ખરૂંને? પરંતુ ક્યારેય તમે પ્રવાસે ગયા પછીની કોઈ યાદગીરી કે ઘટના કે જે તે સ્થળ વિશે કઈ લખ્યું છે? કોઈ વાંધો નહિ પણ આપણે આજે ’વાંચે સખીરી’માં એવા એક પુસ્તકનો પરિચય લઈએ.

પ્રીતિ સેનગુપ્તા આવા જ એક લેખિકા છે એમને પ્રવાસ બહુ ગમે છે અને એમણે એમના પ્રવાસ વિશે લેખો અને અને વર્ણનો ખુબ સુંદર રીતે આલેખ્યા છે. એવું જ આ પુસ્તક છે ’દેશ-દેશાવર’.

વાંચીને થાય કે આપણે પણ કોઈ સ્થળે ફરવા જઈશું તો આવો દ્રષ્ટિકોણ રાખીને ફરવાની મજા આવશે. ફરવું એટલે શું?? ઘર-જીવન-ઝંઝાળથી છૂટવા માટે નીકળવું તે? જીવન ઝંઝાળને સ્વીકારીએ અને ફરવામાં પણ જ્યાં જઈએ ત્યાં મોજ મજા મસ્તી ની સાથે સાથે કઈક એવું જાણી લાવીએ તે પ્રદેશ વિષે કે આપણને ખુદને એમ થાય કે આવું જાણવાની કેવી મજા આવી! જીવનમાં નવી દ્રષ્ટિ કેળવવાનો એક આત્મસંતોષ મળે.

તો ચાલો સખીઓ, પ્રીતિબહેન સાથે આપણે પણ ’દેશ-દેશાવર’ ફરીએ.

પ્રીતિબહેને આ પુસ્તકમાં દરેક સ્થળનું ભૌગોલિક સ્થાન, ઐતિહાસિક મહત્વ અને લોકજીવન ખૂબ સુંદર નિરીક્ષણ કરીને આલેખ્યું છે. ત્યાં જવા આવવામાં પડતી મુશ્કેલીઓ પણ દર્શાવી છે.

સૌ પહેલું પ્રકરણ આપણા સૌના મનગમતા સ્થળ ગોવા(ગોઆ) વિષે છે. સામાન્ય રીતે આપણે ગોવા લખતા બોલતા હોઈએ છીએ, આ પુસ્તક માં એમણે ગોઆ તરીકે ઉલ્લેખ કર્યો છે. ગોવા એટલે આપણે મન દરિયા કિનારો, દેવળોથી ભરેલું શહેર દ્રશ્યમાન થાય અને ત્યાં જલસા, મસ્તી જ કરવા જવાનું ખરૂં ને? એય સાચું જ છે,એમાં ખોટું કઈ નથી ત્યાંનો દરિયો કેવો? તો ત્યાં લેખીકાબહેન જણાવે છે કે, ત્યાંનો દરિયા તટ પથરાળો, ભૂખરી રેતી અને તન્વી નાળિયેરીથી શોભતો હોય છે. ગોવાના લોકજીવનમાં આપણે હિન્દુત્વની કલ્પના ન કરી હોય. ગોવા એટલે ખ્રિસ્તી દેવળ જ ત્યાં હોય પણ આ માન્યતા ખોટી ઠેરવીને નજીકના કેળોશી ગામમાં શાંતા-દુર્ગામાતાના મંદિરનો પણ સવિસ્તાર ઉલ્લેખ કરેલો છે. એ મંદિરનું ભાવવાહી વર્ણન કરેલ છે.

ત્યારબાદના પ્રકરણમાં પ્રીતિબહેન પોતાના બર્મા પ્રવાસનું વર્ણન કરે છે. ત્યાં ઢાકા, રંગુન શહેરમાં વાંચકોને પણ પ્રવાસ માણવા મળે એવું સુંદર આલેખન છે. રંગુનનું ભૌગૌલિક વર્ણન વાંચીને અચરજ પમાય છે. “રંગુન પાસે પૃથ્વી સાવ સપાટ, ક્ષિતીજનો ગોળાકાર નહોતો દેખાતો અને જમીન પાણીની અંદર.”

કોઈ જગ્યાએ પ્રવાસમાં જઈએ ત્યારે આવું નિરીક્ષણ થયું છે આપણાથી? પુસ્તક વાંચતા થાય કે પ્રવાસમાં જઈએ ત્યારે સુક્ષ્મ નિરીક્ષણ કરતા શીખવું જોઈએ. બર્મીઝ સ્ત્રીઓનો પોશાક લોન્જ્યી (સ્ત્રીઓએ પહેરવાનું લુંગી જેવું આવરણ), એન્જ્યી એટલે સ્ત્રીઓ બ્લાઉઝ જેવું પહેરે તે. આ ત્યાંની સ્ત્રીઓનો પહેરવેશ. વિશ્વવિખ્યાત માણેક,નીલમ, સોનાની ખાણોનો દેશ હોવા છતાં ત્યાં સ્ત્રીઓ ખાસ ઘરેણા પહેરતી નથી માત્ર કાનમાં માત્ર ઝીણી બુટી.આવું બધું જાણવાની કેવી મજા આવે!!

ભારતીય વિભાગોમાં લેખિકાને અવારનવાર પૂછાતા પ્રશ્નો, ‘ક્યાંથી આવો છો?, એકલા છો?’ અને ત્યાં પણ વણમાગી સલાહો તો પ્રીતિબહેનને મળીજ! ‘લડકો કે સાથ મત બોલો, અને કોઈનો વિશ્વાસ ન કરવો’, દરેક દેશની પ્રજાની કેવી કેવી ખાસિયત હોય છે નહિ? જો કે આવું તો આપણા દેશમાં પણ બને જ છે.

ત્યારપછીના પ્રકરણોમાં લેખિકા પૂર્વ પશ્ચિમ જર્મની,અને પૂર્વ - પશ્ચિમ બર્લિનની મુલાકાત આલેખે છે. જર્મનીનું હવામાન ઠંડુ, એક વાદળું આવતું રહે, વરસતું રહે,વચ્ચે ભરૂં આકાશ દેખાતું રહે.

પછી પ્રીતિબહેન યુરોપનો પ્રવાસ વર્ણવે છે અને એનું શીર્ષક શું છે ખબર છે? ‘યુરોપ-ઐતિહાસિક સ્થળો, ભૌગૌલિક સ્થાન અને શ્રદ્ધા’ હેડીંગ વાંચતા જ એક વિસ્મય અનુભવાય છે, ઈતિહાસ, ભૂગોળ તો સમજ્યા પણ એની સાથે આ શ્રદ્ધા? શ્રદ્ધા એટલે ત્યાના ફાતિમા ગામે આવેલા ‘અવર લેડી’ એટલે મધર મેરીના સ્થાનક વિષેની વાત છે. આપણે ભારતમાં જે રીતે દેવીદેવતાઓની માનતા માનીએ છીએ એવું જ શ્રદ્ધા ભરેલું વાતાવરણ લેખિકા એ ત્યાં જોયું અને અનુભવ્યું. એ પછી ઉતર અમેરિકા ન્યુ-મેક્સીકો, ત્યાંની વિશિષ્ટતાઓ અને આનંદ પ્રેરક વાતો સુપેરે આલેખી છે. ત્યાં પણ એક મહોત્સવમાટે લેખિકાએ કરેલી ટ્રેનની મુસાફરી અને એ માટે હોટેલ બુકિંગની મગજમારી અહીં જેવી જ અનુભવી.

ફીજી દ્વીપ.. મન થઇ ગયું ને? એ ટાપુનું વર્ણન અહી આલેખવું જ શક્ય નથી એટલું સુંદર વર્ણન અને વાતાવરણ પુસ્તક વાંચતા લેખિકા સાથે ત્યાજ હોવાની અનુભૂતિ કરાવે છે. ત્યાર બાદ આર્જેન્ટીના, દક્ષિણ આફ્રિકામાં પણ સહેલગાહ કરાવી પ્રીતિબહેને. ત્યાંનાં રાજનીતિના મતભેદો, લશ્કરી ઉથલ પાથલો, વગેરે પણ આલેખ્યાં છે. દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલા અને ગાંધીજી વિષે પણ ખૂબ સુંદર લખ્યું છે.

છેલ્લું પ્રકરણ ભારતના અમુક પ્રદેશો હિમાલયની આસપાસના અને સરહદના પ્રદેશો, ઉતરપૂર્વ ભારતના પ્રવાસોનું વર્ણન છે.

આ પુસ્તકમાં લેખિકા એક જગ્યા એ કહે છે, દેશમાં તો ઠીક પરદેશમાં પણ પ્રવાસ કરતા હમેશા આશંકા અને અસમંજસ રહેતા કે જે તે પ્રદેશમાં પ્રવેશ મળશે કે કેમ! આવી અનિશ્ચિતતાઓ વચ્ચે પ્રવાસ માણવો સહેલો છે? આપણે સૌ તો મહિનાઓ પહેલા આયોજન કરેલા પ્રવાસને આનંદથી માણીએ છીએ ખરાં? બીજી પણ એક જગ્યાએ લેખિકાએ સરસ કહ્યું છે, “ભાવ-પ્રતિભાવ તો અતુટ અને અખૂટ હોય, તો પણ ક્યાંક તો અટક્વું જ રહ્યું..” કેટલું સચોટ જીવનપયોગી વાક્ય. પુસ્તક વાંચતા મને આવી વાતો ટપકાવવી હમેશાં ગમે છે. જે જીવનમાં ક્યાંકને ક્યાંક યથાર્થ ઠરે છે.

જાહનવી અંતાણી. વડોદરા.

હેય, વોટ્‌સ અપ?

ગોપાલી બુચ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

હેય, વોટ્‌સ અપ?

એક નાનકડી છોકરીની ફેસબુકમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ આવે છે અને એ ‘લિટલ એંજલ’માંથી ક્યારે "હાય, સ્વિટ હાર્ટ" થઈ જાય છે એ ખબર નથી પડતી! એ ટચુકડી બેબી આંખો ચહેરો વાંચી લેતા શીખી ગઈ છે, એ એની સાથે મોડી રાત સુધી કરેલાં ચેટિંગમાં ખ્યાલ આવી જાય છે. પહેલીવાર ઝેનકાફેમાં મળી ત્યારે ચાર આંખો છલકાઈ ગઈતી. હાથ પકડીને દીદી કહ્યું એણે પછી ક્યાં કાંઈ બોલી હતી, તો પણ મેં બધું જ બધું જ સાંભળી લીધું હતું. એ આપણી કુંજી આજે એના જીવનને આપણી સાથે શેર કરી રહી છે ત્યારે ચાલો એને જીલી લઈએ. એણે જ તો આપણા શબ્દોને વાચા આપી છે. મને તો નામ પણ, "તિતલી"!

ગોપાલીઃ તમારી મર્યાદાઓ પારખીને પણ તમે સપનાં બુલંદ કર્યા, એટલું જ નહી એને પુરાં પણ કરી રહ્યાં છો. ત્યારે તમને શું અનુભૂતિ થઇ રહી છે?

કુંજલઃ ઈશ્વરે મને સાવ સામાન્ય જીવન જીવવાની તક આપી જ નથી! જન્મજાત બરડ હાડકાંની આનુષાંગિક તૃટિ સાથે જીવનની સફર જરા પણ સહેલી રહી નથી. નાનપણમાં ૭-૮ ઓર્થોપેડિક ઓપરેશનસ વખતનો તબક્કો પૂરો થયો. બાળકમાં અભ્યાસ કરવાની ઉંમરથી દુનિયાદારી સમજે ત્યારે એ ઉંમરે મને એ સમજ આવી કે હું અસામાન્ય છું. બીજાની જેમ ચાલી નહીં શકું. એ પ્રાથમિક શાળામાં બાળકોનાં રીરેસમાં ચીડવવાનો પ્રસંગ હોય ત્યારે ઘરે જ બેસીને ભણવું અને પરીક્ષા આપવા શાળાએ જવાનો નિર્ણય લેવાયો હોય કે કોઈ આગંતુ્‌ક મારા વિશે પપ્પા કે દાદાને પૂછતા હોય ત્યારે મારાથી કહેવાઈ ગયું હોય, “મને તેડીને અહીંથી લઈ જાવને..” એવા અમુક બનાવો મનમાં યાદ રહી ગયા છે. કહેવત છેને કે પગ મોડા આવે તો જીભ વહેલી આવે. જીભને હાડકું નથી એનો ઘણો લાભ લઉં છું! વાચાળ સ્વભાવ અને સંગીતનો શોખ સાથે સાહિત્યમાં રસ પડવા લાગ્યો. રંગો અને કપડાંનો શોખ ફેશન ડિઝાઈનરની પદવી મેળવવામાં સાક્ષી રહ્યો. ભલે નોંધપાત્ર ન લાગે છતાંય નાનીમોટી પ્રવૃતિઓમાં વ્યસ્ત અને મસ્ત જીવન પગભર હોવાનો આત્મવિશ્વાસ ચોક્કસ આપે છે.

સંપૂર્ણ શ્રેય વડિલો, સંયુક્ત પરિવાર અને મમ્મી પપ્પાને છે કે આર્થિક, શારીરિક અને માનસિક તણાવ વચ્ચે પણ મને નિરાશાનો ઓછાયો આવવા નથી દીધો. સંસ્કાર, સર્જન કુશળતા અને જીવનમાં ઝૂમવું અને ઝઝૂમવું બન્ને શીખી છું. યેટ માઈલ્સ ટૂ ગો..

ગોપલીઃ એવી કઈ ક્ષણ હતી જ્યારે એવો અહેસાસ થયો કે હું મારી ખામીને ખૂબીમાં પલટાવી શકું છું?

કુંજલઃ ૧૨ કોમર્સની પરિક્ષા દરમિયાન કચ્છનો ગોઝારો ભૂકંપ હતાશ કરી ગયો. આગળ અભ્યાસ ન કરવાની જાણે ટેક લીધી. કળાત્મક પ્રવૃત્તિઓમાં રસ હોવાથી ઈત્તર પ્રવૃતિઓ મુખ્ય બની. એવામાં પોલીટેક્નીકમાં મહિલાઓ માટે ખાસ ફેશન ડિઝાઈનીંગ એન્ડ ડરેસ મેકિંગનો કોર્ષ છે જાણ થઈ ત્યારે આંખે નવી ચમક આવી. પરિવારમાં વાત કરી કે બી.કોમ કરીને ઝીરો નથી ગણવા; સર્જનાત્મક શીખીને ઘરેથી જ મનગમતું કામ કરીશ.

કોલેજ પછી વિધીવત “લિટલ એંજલ હોમ બૂટિક એન્ડ હોબી ક્લાસીસ”માં કલાકૃતિઓ અને હસ્તકલા શીખવતી. પર્સનાલિટી ડેવલોપમેન્ટ અને બેઝીક વોકેશનલ ક્લાસીસ લેતી. ઓનલાઈન શેરમાર્કેટ અને બીજા કોમર્શીયલ વ્ય્‌વસાયો પણ શીખી. વાંચન અને લેખન પણ શરૂ કર્યું.

ગોપાલીઃ કયું પરિબળ લખાવે છે?

કુંજલઃ અભ્યાસ અને સારવારનો તબક્કો પસાર થઈ ગયો. ૨૦૦૮ પછી ક્લાસસીસ અને ઓનલાઈન જોબ વચ્ચે મજાની શરૂઆત હતી ઓરકુટ અને યાહૂની આભાસી દુનિયાની. એ સમયે એક સરસ મિત્ર મંડળ મળ્યું “ગુજરાતી હાસ્ય લેખન પરીવાર.” એ સૌ સાથે કાવ્યો અને વાર્તાઓ વાંચતી થઈ સાથે મારા વિચારોને પણ શબ્દોમાં ઢાળતી થઈ. “આઈ ડોન્ટ લાઈક ટૂ હોલ બુક્સ ઈન માય લિટલ હેન્ડઝ” એવું કહેતી કેમ કે સાવ અઢી ફૂટનું નાનકડું માનવદેહ ધરાવતી મિત્રવર્તુળમાં લિટલ એંજલનાં હુલામણાં નામે લાડ મેળવ્યો. વિચારો સમયાનુંસાર પુખ્ત થયા અને વાર્તાઓનો સંગ્રહ લખવાનો શરૂ કર્યો. પછી પછળ વળીને જોયું નથી. મમતા મેગેઝિન,કચ્છનાં અખબરોમાં અને સબરસ ગુજરાતી વેબસાઈટ અને અભિયાનમાં મારા લેખ અને વાર્તા પ્રગટ થઈ છે; વાર્તા અને નિબંધ સ્પર્ધાઓમાં પુરસ્કાર મેળવ્યા છે. કવિતાઓ અને વાર્તાઓ લખીને મનનાં વિચારોને શાબ્દિક વાચા આપું છું; કે જેને હું કુંજકલરવ કહું છું. હાલમાં માતૃભારતી એન્ડરોઈડ એપમાં ‘હેલ્લો સખીરી’ સખીઓનું એકમાત્ર ઓનલાઈન માસિક સામાયિકનું સંપાદન એક સશક્ત બળ ઠર્યું છે.

ગોપાલીઃ શારીરિક અપંગતા જીવન અટકાવે છે?

કુંજલઃ અટકવું એ એક અવસ્થા છે જ્યારે આગળ કોઈ રસ્તો જ ન સૂઝે તો શું કરવું? હતાશ થવું એ માનસિક અવસ્થા છે પણ જ્યારે શરીર જ સાથ ન આપે ત્યારે અઢળક અડચણો નડે છે. દિવસની દિનચર્યાથી લઈને રાતનાં સૂવા સુધી. ત્યારે શું કરવું એ પ્રશ્ન ધ્રૂવ પ્રશ્ન બની જાય છે.

હા, રસ્તો ચોક્કસ નીકળે જો હકારાત્મક હોઈએ તો અને હરોરીને થાકી ન જઈએ તો.

નિરાશાવાદી અભિગમ સાથે જીવન જીરવાને બદલે ઉત્સાહપૂર્વક વાસ્તવિકતાને અપનાવીને મળેલ જિંગદીને સ્વીકારવાનું પ્રતિનિધિત્વ કરવું છે. સહેલું નથી જ. કપરૂં જ છે. ઘરની બહાર પગ મૂકતાં જ અનેક અડચણો સ્વાગત કરે છે. સમાજ જેને અપંગ કે વિકલાંગ કહે છે એ વર્ગ ભલે ખૂબ જ ઓછો હોય પણ એને નકારી શકાય એમ નથી જ. આશ્વાસન કે સહાનુભૂતિ નહિં પણ શારીરિક અશક્ત વ્યક્તિઓન સમ્માનપૂર્વક શૈક્ષણિક, આર્થિક, સામાજિક અને માનસિક રીતે સૌ - સમાણાં જ છે. ઓનલાઈનની દુનિયામાં કેટલાય પ્રેરણાંદાયી મિત્રો અને સખીઓ મળ્યાં છે જેઓને શારીરિક તકલીફ છે. એમનાં સાથે મને ઘણું જાણવા ને શીખવાનું મળ્યું. આજ મીત્રો વચ્ચે મને મોટરઈઝ્‌ડ વ્હિલચેર વિશે માહિતી મળી, જેનાં થકી આત્મવિશ્વાસ બેવડાયો. એનો ઉપયોગ કરતી વખતે પ્રથમ વખત જ જાણે આત્મનિર્ભર્‌તાપૂર્‌વક એકલપંથે ડગ માંડયો એવી અનુભૂતિ થઈ જાણે કે અરેબિયન નાઈટસનાં અલાદ્‌દિનની જાદૂઈ શેતરંજી મળી!

ગોપાલીઃ હેલો સખીરીનો વિચાર કેવી રીતે આવ્યો?

કુંજલઃ હેય! વ્હોટસેપ? આ કોલમનું નામ ખરેખર તો હેલ્લો સખીરી પાછળનું પ્રેરકબળ છે. કારણ કે ૨૦૦૮થી ઓરકુટમાં, ૨૦૧૦માં ફેસબુકમાં અને ૨૦૧૨થી વ્હોટસેપની ચેટ એપમાં ‘એફ-મેલ્ઝ’ નામનું સખીઓને રાચવા માટેનું ગૃપ બનાવ્યું. આને એટલો સારો પ્રતિસાદ મળ્યો કે એને લઈને કોઈ નક્કર પ્રવૃતિ કરવાનું વિચાર્યું અને પ્રથમ સોપાન રૂપે “જેને આપ્યો છે જનન એ માને નમન” નામે એક ઈબુક પ્રગટ કરી. જેમાં ૨૫ સખીઓનાં લેખ અને વિચારો આવરી લીધા જેનું મેં સંપાદન કર્યું. ખૂબ જ સરસ પ્રતિભાવ મળ્યો અને એ પછી ‘માતૃભારતી’ તરફથી માસીક સામયિકનું આમંત્રણ હર્ષ ઉલ્લાસથી સૌ સખીઓએ વધાવી લીધું. આજે સાતમો અંક પ્રગટ થઈ રહ્યો છે. સખીઓ સાથે ચર્ચા વિચાર્ણા બાદ વિધીવત નામકરણ કર્યું ‘હેલ્લો સખીરી’. એ સિવાય કોઈ નામ હોઈ જ ન શકે ખરૂં?

ગોપાલીઃ મોટા ભાગના સર્જનમાં સ્ત્રી શા માટે?

કુંજલઃ હું માનું છું કે સ્ત્રી અને પુરૂષ સમોવડિયાં પાસા છે. છતાંય સ્ત્રીને એ દરજ્જો કે સમકક્ષ સ્થાન મેળવવા એકવીસમી સદી સુધી ઝઝૂમવું પડયું છે. એ છાપની શાહિને ભૂસવા સતત નારી જાતીએ પોતાની કાર્યદક્ષતા સાબિત કરવી પડે છે. સ્ત્રી કુદરતનું સુંદરોત્તમ, નાજુક અને સંવેદન સભર પાત્ર છે તેથી એનાં દ્વારા કરાયેલ સર્જન ચોક્કસથી સલૂણું હોવાનું જ!

ગોપાલીઃ હું કુંજલ પ્રદિપ છાયા ........... વાક્ય પૂર્તિ કરોઃ

કુંજલઃ ૈં ુટ્ઠહં ર્ં હ્વી ંરીિી; ઉરીિી ૈંર્ ેંખ્તરં ર્ંહ્વી. વિલ્ચેરનાં પૈડાંને કમજોરી સમજવાને બદલે વિચાર, વાચા સાથે આત્મવિશ્વાસથી દુનિયા સર કરવી છે.

“એમ તો હું તને મારી રીતે ઢાળી જ લઈશ,

હથેળીમાં બે ચાર લકિર જાતે પાડી જ લઈશ.”

આ વાતને શબ્દશઃ સાર્થક કરતી હોય એ જ રીતે જીવનમા ધમાકાભેર આગળ વધતી આપણી એડિટર સાહિબાને શુભેચ્છ સાથે સલામ.

ગોપાલી બુચ. અમદાવાદ.

રૂગ્ણાલય

ડો. ગ્રીવા માંકડ

ઉીહ્વ : ુુુ.ર્રર્દ્બીીષ્ઠઙ્મૈહૈષ્ઠ.ર્ષ્ઠદ્બ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ૈહર્કજ્રર્રર્દ્બીીષ્ઠઙ્મૈહૈષ્ઠ.ર્ષ્ઠદ્બ

બાળકોમાં ખેંચની સમસ્યા અને હોમિયોપેથીઃ

હમણાં જ ૧૬ તારીખે જર્ ુઙ્મિઙ્ઘ ીૈઙ્મીજઅ ટ્ઠુટ્ઠિીહીજજ ઙ્ઘટ્ઠઅ ગયો. ઉપરાંત આ અખો નવેમ્બર મહિનો એ આવી સમસ્યા અંગે વધુને વધુ જાગૃતિ કેળવાય તે હેતુથી’એપીલેપ્સી અવેરનેસ્સ મંથ’ તરીકે યાદ રખાય છે. એ નિમિતે બાળકોમાં ખેંચની સમસ્યા અંગે જાણીએ તેમજ થોડા વધુ જાગૃત થઈએ સારવાર માટે.

ખેંચની સમસ્યા એ દરેક ઉમરની વ્યક્તિને હોઈ શકે. પણ જયારે એ સમસ્યા કુમળી વયમાં જ લાગુ પડી જાય ત્યારે એ બાળકની સાથે સાથે એના બાળપણને પણ અસર કરે છે. એટલે કે એ બાળકના સંપૂર્ણ વિકાસને થોડે ઘણે અંશે રૂંધાવી શકે છે.

ખેંચની સમસ્યા, જેને સીઝર ડિસોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમસ્યામાં સામાન્ય રીતે બાળકમાં કોઈ કારણસર ગમે તે સમયે કે સ્થિતિમાં, ફરી ફરીને ખેંચ આવતી હોય છે. અહી, ખૂબ વધારે તાવને પરિણામે આવતી ખેંચની વાત નથી. એ તદન અલગ પ્રશ્ન છે.

ખેંચની સમસ્યા લગભગ ૫થી નાની વયનાં બાળકોમાં વધુ જોવા મળે છે. એમાંથી કેટલાક બાળકોમાં જેમ ઉમર વધે ને બાળક પુખ્ત થાય એટલે આ સમસ્યા જાતે જ ઠીક અથવા તો કાબુમાં આવી શકે છે. ઘણાંખરાં કિસ્સામાં પુખ્તતા આવ્યા પછી પણ આ પ્રશ્ન ચાલુ જ રહેતો જોવા મળી શકે. ઘણા બાળક દરદીનાં કિસ્સામાં એમની માતાઓને કાયમ એવી ચિંતા રહ્યા કરતી હોય કે બાળકને સ્કૂલ, પ્રિ સ્કૂલ કે નર્સરીમાં જ ક્યાંક ખેંચ તો નહિ આવે ને! અહીં એ ખાસ સમજી લેવું કે થોડી સમયસુચકતા તેમજ જાગૃતિ રાખવાથી તેમજ જે તે સ્કૂલના ટીચરના સહયોગથી પરિસ્થિતિ આરામથી જાણે બાળકને કઈ થયું જ નથી એ રીતે સાંભળી શકાય છે. કેટલાક બાળકોમાં ખેંચની સમસ્યા એ તેમની કેળવણી તેમજ સ્વભાવગત બાબતો પર ઊંડી અસર પડી શકે છે.

ખેંચની સમસ્યાનાં કારણોઃ

આમ તો મોટાભાગના કિસ્સાઓમાં કોઈ નિશ્ચિત કારણ હોતું નથી. કે એ કોઈ પ્રકારના રીપોર્ટ કરાવવાથી પણ પકડાતું નથી. સામાન્ય ભાષામાં સમજીએ તો મગજની સંવેદનાઓને એક્સાઈટ કરતા તેમજ કાબૂમાં રાખતી પ્રક્રિયાઓમાં થોડું નિયમન ખોરવાય છે.

કન્જેનીટલ એપીલેપ્સીઃ

એટલે કે ખેંચની સમસ્યા આનુંવાન્શિક હોઈ શકે. એટલે કે બાળક ખેંચની સમસ્યા થઇ શકવાની તાસીર કે જનીન લઈને જ જન્મે છે.

એક્વાયર્ડ એપીલેપ્સીઃ

જેમાં જન્મ સમયે કે ડીલીવરી સમયે મગજમાં કોઈ ડેમેજ કારણભૂત હોઈ શકે. જેમકે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો અભાવ, મગજમાં બ્લીડીંગ થવું (જેમ પ્રી મેચ્યોર બાળકમાં જોવા મળે છે એમ). ઘણી વખત જન્મ પછી થતાં અમુક જોખમી પ્રકારનાં ચેપને લીધે પણ મગજનો વિકાસ ખોરવાય છે. પરિણામે તે બાળકમાં ખેંચની સમસ્યા ઉદભવી શકે છે. ઉપરાંત, મગજને ઈજા કે મગજમાં ગાંઠ પ્રકારની સમસ્યા પણ કારણભૂત હોઈ શકે

ખેંચની સમસ્યાનાં પ્રકારઃ બાળકોમાં મુખ્યત્વે ત્રણ પ્રકારે આ સમસ્યાને સમજી શકાયઃ

•જેમાં ખેંચ આવે એ માટે મગજનો આખો ભાગ શરૂઆતથી જ કાર્યરત હોય. જેને ખ્તીહીટ્ઠિઙ્મૈજીઙ્ઘ જીૈડેિી કહે છે. આ પ્રકારની ખેંચમાં બાળક સભાનતા ગુમાવી શકે છે. તેમજ તેમાં શરીરના મોટાભાગે દરેક સ્નાયુઓને અસર થાય છે.

•જેમાં ખેંચ શરૂ થાય ત્યારે મગજનો કોઈ એક જ ભાગ કાર્યરત હોય. જેને ર્કષ્ઠટ્ઠઙ્મ /ર્ઙ્મષ્ઠટ્ઠઙ્મ જીૈડેિીજ કહે છે, જેમાં બાળક સભાનતા ગુમાવતું નથી.

•જેમાં ખેંચ સમયે મગજનો કોઈ એક જ ભાગ કાર્યરત હોય અથવા બીજા ભાગોને પણ સમાવેશ થયેલ હોય જેને ટ્ઠિૈંટ્ઠઙ્મ જીૈૈડેિીજ કહે છે. જેમાં બાળક સભાનતા ગુમાવતું નથી તેમજ શરીરનાં લોકલ ભાગ પર જ અસર થાય છે.

ખેંચ આવે તે સમયે શું ધ્યાનમાં રાખશો?

•બાળકને બિલકુલ શાંત કરવું અને એકદમ સુરક્ષિત જગ્યા એ લઇ જાઓ

•તીક્ષ્ણ કે સખત હોય તેવી વસ્તુ થી બાળકને દૂર રાખશો

•માથા નીચે કોઈ પોચી વસ્તુ કે કુશન રાખવું

•બાળકને એની જમણી બાજુ એ સુવાડવું, જેથી મોમાંથી કઈ પ્રવાહી બહાર નીકળી શકે

•બાળક શ્વાછોશ્વાસ બરાબર લઇ રહ્યું જ છે ને એ ચેક કરી લેવું

•ખેંચ સમયે બાળકના મો માં કોઈ જ પ્રકારની વસ્તુ, લીક્વીડ, ખોરાક કે કશું જ મુકવાનો પ્રયાસ કરવો નહિ, પણ હા, એવે સમયે બાળકની જીભને ઈજા ન થાય એ હેતુથી એક મોટું કાપડ કે રૂમાલ વડે મોં બંધ કરી શકાય.

•૩૦ સેકન્ડસથી વધુ સમય ચાલતી ખેંચ પછી બાળક સાવ જ થાકી જાય સુવાની ઈચ્છા કરે, થોડી હતાશા અનુભવે કે હેબતાઈ જાય કે પછી અનિર્ણિત સ્થિતિમાં મૂકી શકે. આ તમામ લક્ષણો થોડો સમય રહે છે, હવે આ સમયે બાળકને એ પોતાની સ્વસ્થ અવસ્થામાં આવી શકે એવું યોગ્ય વાતાવરણ પૂરૂં પડવું આવશ્યક બની રહે છે.

સમાજમાં પ્રવર્તતી ખેંચ અંગેની કેટલીક ગેર માન્યતાઓઃ

અહીં સમાજમાં પ્રવર્તતી કેટલીક ગેર માન્યતાઓ સામે હું હસ્તક્ષેપ કરવાનું ચુકીશ નહિ.

•ખેંચની સમસ્યાને વાઈ સાથે કોઈ સંબંધ નથી. ક્યારેક બાળક જીદથી પ્રેરાઈને પોતાની વાત મનાવવાનાં બહાનાં હેઠળ જમીન પર આળોટીને શરીર ખેંચવાનું નાટક કરતુ હોય છે, જે સંપૂર્ણપણે વાઈ જ છે, ખેંચ નહિ

•બીજું કે ખેંચની સમસ્યા એ સંપૂર્ણ પણે મેડીકલ સાયન્સ સંબંધિત રોગ જ છે, એને ક્યાય અંધશ્રદ્ધાનો સહારો આપીને ભગવાનની માનતાઓ રાખીને ભગવાનને ડીસ્ટર્બ ના કરશો એવી મારી મહેચ્છા છે.

ખેંચની સમસ્યાના ઉપાયઃ

ખેંચની સમસ્યા એ બાળકને ફક્ત શારીરિક જ નહિ પણ તેના માનસપટ પર, મનઃશારીરિક વિકાસ પર, વર્તણૂક વગેરે પર પણ ઊંડી છાપ છોડી શકે છે. માટે સારવાર પણ એવી જ કરાવવી જોઈએ જે આ બધું જ સ્વસ્થ કરવા સક્ષમ હોય. હોમિયોપેથી એ આ ખેંચ પ્રકારની સમસ્યામાં એક અસરકારક સારવાર પદ્ઘતિ સાબિત થાય છે. હોમિયોપેથીક દવાઓ કુદરતી તત્વોમાંથી બનતી હોવાથી એકદમ આડઅસર રહિત હોય છે, તેમજ તે મગજમાં સંવેદનાઓના નિયંત્રણ ને નિયમિત કરી આપે છે. કેટલાક મહિનાઓ માં જ નાની નાની લાગતી હોમિયોપેથીક દવાઓ બધા પ્રકારની ખેંચની સમસ્યામાં બહુ મોટું કામ કરી આપે છે.

ડો. ગ્રીવા માંકડ. અમદાવાદ.

સૂર, શબ્દને સથવારે

સૌમ્યા જોષી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્ઘજટ્ઠેદ્બઅટ્ઠ૭૬૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સૂર, શબ્દને સથવારે

આવાઝ દે કહાં હૈ....

૨૧ સપ્ટેમ્બર, ૧૯૬૨ના દિવસે, પંજાબના નાનકડા શહેર કસૂરમાં એક મધ્યમવર્ગીય મુસ્લિમ પરિવારમાં બાળકીનો જન્મ થયો. એ બાળકીના રડવાનો અવાજ સાંભળીને એની ફોઈ બોલી ઉઠી કે ’આ બાળકીના રડવામાં પણ સંગીતનો લય છે! આ બાળકી મોટી થઈને જરૂર પાર્શ્વગાયિકા બનશે!’ અને એવું જ બન્યું. અગિયાર સંતાનોનો બહોળો પરિવાર ધરાવતા, વ્યવસાયે નાટ્‌યકર્મી એવા માતાપિતા મદદઅલી અને ફતેહબીબીની સંગીત પ્રત્યેની અભિરૂચિએ આ બાળકીમાં નાનપણથી જ સંગીત પ્રત્યે એક વિશિષ્ટ લગાવ જગાવ્યો. સમજણના ઉંબરે પગ દીધા પહેલા જ એ બાળકીના મનમાં ગાયિકા બનવાના સ્વપ્નનું બીજ કોળવા લાગ્યું. દીકરીની રૂચિ અને ક્ષમતા પારખીને માતાપિતાએ ઘરમાં જ સંગીતના શિક્ષણ માટેની વ્યવસ્થા ગોઠવી દીધી. એ સમયના ખ્યાતનામ ગાયિકા કજનબાઈ પાસેથી સંગીતનું પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ, ઉસ્તાદ ગુલામ મોહમ્મદ અને ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન જેવા દિગ્ગજો પાસેથી એ બાળકીએ શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી.

સંગીતક્ષેત્રે આ સિતારાનો ઉદય થવાને હજુ વાર હતી. એના પહેલા એક ઓર ક્ષેત્રે ચમકવાનું એ સિતારાના ભાગ્યમાં લખાયું હતું. ૧૯૩૦માં ઇન્ડિયન પિક્ચરના બેનર હેઠળ બની રહેલી એક મૂક ફિલ્મ ’હિન્દ કે તારે’માં કામ કરવા માટે બાળકીને તક મળી. તે પછી એકાદ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં જ લગભગ ૧૧ જેટલી મૂક ફિલ્મોમાં કામ કરીને બાળ કલાકાર તરીકે આ બાળકીએ પોતાની ઓળખ બનાવી લીધી. એ દરમિયાન આખો ય પરિવાર, થિયેટરોના શહેર તરીકે ઓળખાતા કોલકાતામાં આવીને વસી ગયેલો. ૧૯૩૨ પછી શરૂ થયેલા બોલતી ફિલ્મોના સમયમાં કોહિનૂર યુનાઇટેડ આર્ટિસ્ટના બેનર હેઠળ કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યા બાદ, ૧૯૩૯માં રજૂ થયેલી ફિલ્મ ’ગુલ એ બકાવલી’માં અભિનયની સાથે સાથે ફિલ્મના ગીતો પણ ગાયા. રાતોરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નૂરજહાં નામની આ હોનહાર અભિનેત્રી સહ ગાયિકાના નામની ચર્ચા ચાલી નીકળી. ત્યારબાદ આ બેનમૂન કલાકારે પાછું વળીને નથી જોયું.

૧૯૪૨માં બનેલી ફિલ્મ ’ખાનદાન’માં અભિનય અને પાર્શ્વગાયનની તક આપનાર ફિલ્મ નિર્દેશક શૌકત હુસૈન રિઝવી સાથે નૂરજહાંએ નિકાહ પઢી લીધા. ત્યારબાદ ૧૯૪૩માં તેમણે મુંબઈ તરફ પ્રયાણ કર્યું. ’લાલ હવેલી’, ’ઝીનત’, ’બડી મા’, ’ગાંવ કી ગોરી’ અને ’મિર્ઝા સાહિબાં’ જેવી ફિલ્મોમાં કંઠ અને કાયાના કામણ પાથરીને નૂરજહાંએ જે તરખાટ મચાવ્યો, તેને ભારત-પાકિસ્તાનના જૂની પેઢીના લોકો આજે પણ ભૂલાવી શક્યા નથી.

એમાંયે જ્યારે ૧૯૪૬માં મહેબૂબ ખાનની ફિલ્મ ’અનમોલ ઘડી’ રજૂ થઈ, ત્યારે સંગીતકાર નૌશાદના કર્ણપ્રિય સંગીતથી સભર આ ફિલ્મમાં નૂરજહાંએ ગાયેલા ગીતોનો જાદૂ એવો તો છવાયો કે સમગ્ર ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો! આવાઝ દે કહાં હૈ, દુનિયા મેરી જવાં હૈ, આ જા મેરી બરબાદ મુહબ્બત કે સહારે, જવાં હૈ મુહબ્બત, હંસી હૈ જમાના જેવા ગીતો એ જમાનામાં ખૂબ જ લોકપ્રિય થયા. સુંદરતા, સહજ અભિનય ક્ષમતા, સુમધુર ગાયકી અને અપ્રતિમ સફળતાનું અજોડ સંમિશ્રણ નૂરજહાંના રૂપમાં ફિલ્મી જગતમાં એક ઉદાહરણ બની ગયું.

૧૯૪૭માં દેશના વિભાજન બાદ પાકિસ્તાન જઈને વસેલાં નૂરજહાંએ ત્યાં પણ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું, એટલું જ નહીં, ફિલ્મોના નિર્માણ અને નિર્દેશન ક્ષેત્રે ઝુકાવીને એ દિશામાં પણ સિઘ્ધિના અનેક સોપાન સર કર્યા.

સાલ ૧૯૬૩માં અભિનયક્ષેત્રે અને ૧૯૯૬માં પાર્શ્વગાયન ક્ષેત્રે નૂરજહાંએ કાયમ માટે સન્યાસ લઈ લીધો. ચાર દશક સુધી હિન્દી, પંજાબી, ઉર્દૂ અને સિંધી ફિલ્મોમાં દસ હજારથી યે વધુ ગીતો ગાનાર નૂરજહાં તેમના સમકાલીન ગાયકો માટે પ્રેરણારૂપ હતા.

વર્ષ ૨૦૦૦નાં ડિસેમ્બર મહિનાની ૨૩મી તારીખે લાખો દિલોની ધડકન એવી ’મલ્લિકા એ તરન્નુમ’ નૂરજહાંનું હ્ય્દયરોગનો હુમલો થવાને કારણે દેહાવસાન ભલે થયું, પણ જયાં સુધી આ પૃથ્વી પર સંગીત રહેશે ત્યાં સુધી નૂરજહાંનો રણકતો અવાજ હવાઓમાં ગૂંજતો રહેશે.

સૌમ્યા જોષી

સાતમી ઈદ્ગિય

ભાર્ગવી પંડયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરટ્ઠખ્તિટ્ઠદૃૈટ્ઠહઙ્ઘઅટ્ઠ૨૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સાતમી ઈદ્ગિય

૨૦૧૫ના નોબેલ પ્રાઇઝ વિજેતા મ સાહિત્ય ૠ સ્વેત્લાના એલેક્ઝિવિચઃ

આલ્ફ્રેડ નોબેલ - જેના નામ પરથી દર વર્ષે પાંચ નોબેલ પ્રાઇઝ અપાય છે. રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, શરીર ક્રિયા વિજ્ઞાન, શાંતિ અને સાહિત્યનાં વિષયોનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૫ માટેનાં નોબેલ પ્રાઇઝ જાહેર થઈ ચુક્યા છે. જેમાં લિટરેચર માટેનું નોબેલ પ્રાઇઝ રશિયાની લેખિકા અને જર્નાલિસ્ટ સ્વેત્લાના એલેક્ઝિવિચને મળ્યુ છે. નોબેલ પારિતોષ્િાક આપતી કમિટિએ સ્વેત્લાનાના લખાણને ‘’મોમેંન્ટ ટુ સફરીંગ એંન્ડ કરેજ ઇન અવર ટાઇમ’’ અને ‘’ પોલિફોનિક રાઇટીંગ્સ’’મ વિવિધતાભર્યુ લખાણ ૠ તરીકે બિરદાવ્યુ છે.

સ્વેત્લાનાનો જન્મ ૩૧-૦૫-૧૯૪૮ મા યુક્રેનિયન રાજ્યનાં એક ગામમા થયો હતો. પિતા બેલારૂસમરશિયનૠ અને માતા યુક્રેનિયન હતાં. સ્વેત્લાના શરૂઆતમાં ભણી, સ્થાનિક વર્તમાંનપત્રમાં રિપોર્ટરની નોકરી કરી પરંતુ ભણતર અધુરૂં છોડી દીધુ. સાહિત્યમાં નોબેલ પ્રાઇઝ મેળવનારા વ્યક્તિ સામાન્ય રીતે કવિ કે નવલકથાકાર હોય છે પણ સ્વેત્લાના નેરેટીવ, નોન ફિક્શન અને જર્નાલિઝમમાં વિશેષતા ધરાવે છે. રશિયા જેવા જુનવાણી વિચારવાળા અને આપખુદ્‌શાહી ધરાવતા દેશમાં મુક્તપણે પોતાના વિચારો રજુ કરી, હિંમત અને દ્રઢ મનોબળથી લખવું અઘરૂં છે. જે સ્વેત્લાનાએ પોતાના લખાણથી સાબિત કરી બતાવ્યું છે. ૬૭ વર્ષની આ લેખિકા છેલ્લા ૩૫ વર્ષથી અનેક મુશ્કેલીઓનો સામનો કરી જુનવાણી અને કચડાયેલા સામાન્ય વર્ગની લાગણીઑને પોતાની કલમથી અભિવ્યક્ત કરે છે.

છેલ્લા ૩૦થી ૪૦ વર્ષથી તે આખા રશિયામા ફરી, લોકોનાં ઇંન્ટર્વ્યુ લઇ નેરેટીવ લખે છે. કેટ્‌લીક ઐતિહાસિક ઘટનાઓને પણ લખાણના સ્વરૂપમા રજુ કરી છે. રશિયાની આઝાદી પહેલાં અને પછી હેરાન થયેલા લોકોની ક્યારેય બહાર ન આવેલી વિગતો તે બહાર લાવ્યા છે. તેઓ કહે છે, “હું ક્યારેય ઇંનટર્વ્યુમા સામાજિક પ્રશ્નોત્તરી નથી કરતી પણ પ્રશ્નોને સંવેદનાથી સમજીને પ્રુથક્કરણ કરૂં છું. જ્યારે રશિયા અને અફ્ઘાનિસ્તાનનાં યુદ્ધનાં શહીદ સૈનિકોના કુટુમ્બીજનો, ઘાયલ સૈનિકોનાં ઇંનટર્વ્યુ લઇ રહી હતી, ત્યારે એક સ્ત્રી તેનાં શહીદ પતિના મેડલો અને ઇનામો લઇને આવી અને મને કહ્યું કે આને કોઇ મ્યુઝિયમમા મુકો જેથી લોકોને દેશ માટે લડવાની પ્રેરણા મળે. રાજકારણીઑને પણ ખોટા યુદ્ધો ન કરવાની પ્રેરણા મળે. ‘’આ પ્રસંગ પરથી તેમણે નોન ફિક્શન સ્ટોરી પણ બનાવી. તેઓ દરેક બુક માટે ૫૦૦થી ૭૦૦ લોકોનાં ઇંટર્વ્યુ લે છે.

સ્વેત્લાના એલેક્ઝિવિચ તેમને મળેલા નોબેલ પારિતોષ્િાક્ના પ્રતિભાવમા કહે છે, “મને મારા લખાણો માટે નોબેલ પ્રાઇઝ મળ્યું તેના કરતા મારા સ્વતંત્ર મિજાજ્ના લખાણની કદર થઇ તેનો વધુ આનંદ છે. મારૂં લખાણ વાંચનાર વ્યક્તિને એવુ લાગવુ જોઇએ કે આ તેમના વિચારોનું જ પ્રતિબિમ્બ છે.” આવો સ્વતંત્ર મિજાજ ધરાવતી સ્વેત્લાનાની પ્રેરણામુર્તિ રશિયાના મહાન લેખક એલિસ એડમોવિચ રહ્યાં છે.

સ્વેત્લાનાનાં ‘’વોર્સ અનવુમનલી ફેસ’’ પુસ્તકમાં બીજા વિશ્વયુદ્ધમા ભાગ લેનાર સ્ત્રીઓનાં ઇંટરવ્યુનુ સત્ય વર્ણન છે. લગભગ ૧ લાખ જેટ્‌લી સ્ત્રીઑ પ્રત્યક્ષ કે પરોક્ષ્ રીતે વિશ્વયુદ્ધમાં જોડાઇ તેનુ વર્ણન છે. ઘણી વિગતો પ્રથમવાર જ આ લોકોને વાંચવા મળી છે. આ પુસ્તકની ૨ લાખ કોપી વિશ્વભરમાં વેચાઇ છે. ૧૯૯૨માં પ્રકાશિત થયેલ ‘’ઝિંકી બોયઝ’’માં અફઘાનિસ્તાન સાથેની લડાઇમાં માર્યા ગયેલા સૈનિકોની વાત છે. જેના પરથી હોલિવુડ ફિલ્મ બની રહી છે. રશિયામા થયેલા અણુવિસ્ફોટ પર પણ લખેલુ છે.

ભલે સ્વેત્લાનાએ ભણતર અધુરૂં છોડયુ પણ રિપોર્ટર તરીકે કરેલી નોકરીનો અનુભવ તેના પુસ્તકોમાં લીધેલા ઇંટર્વ્યુ વખતે કામ લાગ્યો. પોતાનું ભણતર પુરૂ ન કરી શકેલી સ્વેત્લાનાને આજે વિશ્વમાં ૭,૭૫,૦૦૦ સ્વીડીશ કરોનાનુ ઇનામં મળે છે. તેના પુસ્તકોનું ફ્રાંસ, જર્મની, અંગ્રેજી અને યુરોપની બીજી અનેક ભાષાઑમાં રૂપાંતર થયું છે અને થઇ રહ્યું છે.

અત્યાર સુધીનાં નોબેલ પ્રાઇજ મેળવનાર મહિલાઑમાં સ્વેત્લાનાં ૧૪માં મહિલા છે. બેલારૂસની પ્રથમ લેખિકા અને પ્રથમ જર્નાલિસ્ટ્‌ને આ પ્રાઇઝ મળે છે ત્યારે સમગ્ર સ્ત્રી જાતિ માટે તે ગૌરવપ્રદ બાબત છે. સ્વેત્લાનાનાં શબ્દોમાં, ‘’ૈં ૈજ ર્હં દ્બઅ દૃૈષ્ઠર્િંઅ ટ્ઠર્ઙ્મહી, હ્વેં ટ્ઠઙ્મર્જ ટ્ઠ દૃૈષ્ઠર્િંઅર્ કર્ ેિ ષ્ઠેઙ્મેંિી ટ્ઠહઙ્ઘ ંરી ર્ષ્ઠેહિંઅ.’’

ભાર્ગવી પંડયા

લૉ પંડિત

શ્લોકા પંડિત

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જરર્ઙ્માટ્ઠટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

લૉ પંડિત

જમીન / મકાનની ખરીદતી વખતેઃ

અમિત અને તેના પપ્પા હસમુખભાઈ અમારી ઓફિસે આવીને બેસ્યા. બંન્ને થોડી મુંજવણમાં હોય તેવું લાગ્યું. તેમનો પ્રોબ્લેમ એવો હતો કે તેમને એક ફ્લેટ ખરીદવો હતો અને એક ખુલ્લી જમીન ખરીદવી હતી પણ અત્યારે મોટા પ્રમાણમાં થતા ફ્રોડના લીધે એ લોકો ડરતા હતા કે આપણે પણ આવા ફ્રોડના ભોગ ન બનીએ અને મિલકત ખરીદતા પહેલા કોઈ વકીલની સલાહ લઇ લઈએ. હસમુખભાઈ એ કહ્યું કે, “મેડમ આ વિષય અમારા માટે નવો છે અને હું મારા જીવનમાં પ્રથમ વખત પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરી રહ્યો છું, મેં અત્યાર સુધી પાઈ-પાઈ ભેગી કરી અને હવે અમિતને પણ નોકરી લાગી છે અને એની પણ મહેનતની કમાણી તે આમાં ઇન્વેસ્ટ કરી રહ્યો છે તો અમને સમજણ આપો કે આ બંને પ્રકારની પ્રોપર્ટી ખરીદતા પહેલા શું ધ્યાન રાખવું જેથી અમે કોઈ ફ્રોડના ભોગ નાં બનીએ.”

મેં એમને જણાવ્યું કે, “સામાન્ય રીતે પ્રોપર્ટી ખરીદતી વખતે આપણે ફક્ત જે તે બિલ્ડર અથવા જમીન માલિક જે બતાવે તે જ જોઈને તેના ઉપરથી નક્કી કરી લઈયે છીએ કે આ લેવાય કે ન લેવાય પણ દરેક વ્યક્તિએ આ બાબતે થોડી અવેરનેસ રાખવી જોઈએ.”

જ્યારે તમે ખુલ્લી જમીન ખરીદતા હોય ત્યારે અમુક મુદ્દાઓનું ધ્યાન ચોક્કસપણે રાખવું જોઈએ. જેમાં સૌ પ્રથમ તેના રેવન્યુ રેકોર્ડ જોવા પડે. ૭/૧૨નાં ઉતારા જોવા પડે જેનાં માટે જે તે એરિયાની સબ- રજીસ્ટ્રાર ઓફીસેથી સર્વે/બ્લોક નંબર તથા મોજે ગામની માહિતી આપવાથી ૭/૧૨નાં ઉતારા મળી શકે જેમાં જમીનનો પ્રકાર, જૂની શરત અથવા નવી શરત છે એની માહિતી, ખેડનો પ્રકાર, જે તે જમીનમાં જેના નામ ચાલતા હોય તેની વિગત તથા તે નામ કેવી રીતે ચડયાં તેનો એન્ટ્રી નંબર દર્શાવેલ હોય છે તે જાણી શકાય.

આ ઉપરાંત જે તે સ્થળે જાત તપાસ કરીને કોઈના કબ્જા અંગેની માહિતી મેળવવી જોઈએ. ક્યારેક એવું થતું હોય છે કે રેવન્યુ રેકોર્ડમાં બીજાનું નામ હોય અને કબજો કોઈ બીજા પાસે હોય તેથી કબ્જાની જાણકારી મેળવવી ખુબ જ જરૂરી છે. જે તે સ્થળનો નકશો જોવો પણ એટલોજ જરૂરી છે જેથી જમીન ક્યા આવેલી છે તેની જાણ મેળવી શકાય. જો ખુલ્લી જમીન હોય તો તેની માપણી અવશ્ય કરાવવી જોઈએ જેથી તેનું સાચું ક્ષેત્રફળ મેળવી શકાય. જો શક્ય હોય તો ગામતળનાં નકશા મેળવીને એ પણ જોવા જોઈએ. આમ ખુલ્લી જમીન લેતી વખતે આટલી જાણકારી અને તકેદારી અવશ્ય રાખવી જ જોઈએ.

વાત સાંભળીને હસમુખભાઈ અને અમિતને થોડી શાંતિ મળી હોય એવું લાગ્યું. પછી અમિતએ પૂછ્‌યું કે મેડમ હવે બાંધકામવાળી મકાન-મિલકત વિષે જાણકારી આપો કે શું ધ્યાન રાખવું એટલે મેં કહ્યું કે જુઓ ખુલ્લી જમીન કરતા પણ વધારે તકેદારી બાંધકામવાળી મકાન-મિલકતમાં રાખવી પડશે. તેના માટે સૌ પ્રથમ જે તે એરિયાની સબ-રજીસ્ટ્રાર ઓફીસમાંથી સર્ચ તથા સર્ચ રિપોર્ટ કઢાવવો જોઈએ. રજીસ્ટ્રેશન એક્ટ-૧૯૦૮ની જોગવાઈ અનુસાર કોઈપણ વ્યક્તિને કોઈ પણ મકાન-મિલકતના દસ્તાવેજોની સર્ટિફાઇડ કોપી મળી શકે છે. જેથી તે મિલકતનું હાલનું સ્ટેટ્‌સ ક્લીયર થાય. ત્યારબાદ તે જગ્યાની એન.એ એટલે કે નોન એગ્રીકલ્ચરલ પરમિશન મળેલ છે તે જોવું જોઈએ. બિલ્ડીંગની બી.યુ એટલે કે બિલ્ડીંગ યુઝ પરમિશન મળેલ છે કે નહિ તે જોવું જોઈએ. તે બિલ્ડીંગનાં પ્લાન એપ્રુવ થયેલ છે કે નહિ તે જાણવું. તે મકાન મિલકતનાં લેટેસ્ટ ટેક્ષબીલ તથા લાઈટબીલ મેળવવા જોઈએ, ત્યારબાદ જો સોસાયટી હોય તો શેર સર્ટીફીકેટ જોવું, સોસાયટીમાં કોઈ પણ પ્રકારનો બોજો છે કે નહિ તે જાણવું જરૂરી છે જેથી ભવિષ્યમાં તકલીફનો સામનો ન કરવો પડે. જે તે મકાન મિલકતનાં રજીસ્ટર્ડ ડોક્યુમેન્ટ ખાસ જોવા અને તેનો એપ્રુવ્ડ કન્સ્ટ્રકશન પ્લાન જોવો જરૂરી છે.

આ ઉપરાંત વેચાણ જો કુલમુખત્યાર દ્વારા થતું હોય તો તે કુલમુખત્યારનું કુલમુખત્યારનામુ જોઈ અને તેમાં આ મકાન મિલકત બાબતે આપેલ ઓથોરીટી ખાસ જોવી. મકાન મિલકત પર અગાઉના માલિક અથવા તો બિલ્ડરએ લોન લીધી હોય તો તેનું લેટેસ્ટ સ્ટેટસ કઢાવવું તથા જો લોન પૂરી થઇ ગઈ હોય તો બેંક પાસેથી ર્દ્ગંઝ્ર મેળવવું ખુબ જરૂરી છે. જે તે મકાન-મિલકત પર કોઈ પણ પ્રકાર નો બોજો નથી તે તથા મોર્ગેજ છે કે નહિ તે જોવું જોઈએ. આમ, કોઈ પણ જમીન, મકાન-મિલકત, ફ્લેટ ખરીદતા પૂર્વે આટલી તકેદારી અવશ્ય રાખવી જેથી ભવિષ્યમાં આવનારી તકલીફોથી છુટકારો મળી શકે.

શ્લોકા પંડિત. અમદાવાદ.

નાની નિનિ

કુંજલ પ્રદિપ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ોહદ્ઘાટ્ઠઙ્મટ્ઠિદૃજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

નાની નિનિ

કુપાત્રે દાન ન થાય જોજો..

નિનિની શાળામાં દરરોજ કરતાં પ્રાર્થનાસભા લંબાઈ. આમ તો લગભગ વહેલી સવારે સાતને પચાસ સુધીમાં તો સૌ વિધ્યાર્થીનીઓ હરોળબંધ એક લયમાં ચાલતી પોતપોતાનાં વર્ગ તરફ રવના થઈ જ જતી હોય છે. પરંતુ જ્યારે કોઈ ખાસ મહેમાન કે કાર્યક્રમ હોય ત્યારે એ પ્રાર્થનાસભા ખંડ રંગમંચમાં ફેરવાઈ જાય. એજ બધું રોજીંદું ભણવાને બદલે કંઈક નવું જાણવા અને જોવા મળશે એ ઉત્સુકતાથી સૌ ચાતક નજરે સ્ટેજ સામે મીંટ માંડીને બેસી રહી. થોડીવારમાં જ ઉપસ્થિત મહેમાનનું આગમન થયું. પરિચયની ઔપચારીકતા બાદ માઈક એ આગંતૂકને જ સોંપાયું. એમણે ખૂબ સારી વાતો કરી. જે નિનિને હ્ય્દય સોંસરવી ઉતરી ગઈ.

બેઠકબાદ સમાજશાસ્ત્રનો પ્રથમ તાસ પૂરો થઈ ગયો હતો. ઘણી બહેનપણીઓ આ કંટાળાજનક વિષયનાં અભ્યાસથી આજનાં દિવસ પૂરતો છૂટકારો મળ્યો એવું ગણગણતી પોતાની પાટલીએ ગોઠવાઈ. નિનિ હજુય આજે થયેલ ચર્ચાઓ વિશે મનન કરતી ગંભીર હતી. તે છેક નિશાળથી છૂટીને સાઈકલ પર સવાર થઈ ઘરનાં રસ્તા તરફ વળી ત્યાં સુધી એ વિચાર તંદ્રામાં રહી.

એવામાં એક વૃદ્ઘા રસ્તો ઓળંગતા હોય એવું લાગ્યું. એ જોઈને સાઈકલ પરથી ઉતરીને સાઈકલને ચાલીને જ દોરતી તેણે વૃદ્ઘાનો હાથ પકડયો અને રસ્તો ઓળંગવામાં મદદ કરી. માથા પર મમતા ભર્યો હાથ ફેરવી એ વડિલ એમનાં રસ્તે ચાલ્યાં. નિનિને એનાં નાનીબા યાદ આવ્યાં અને એમનાં જ ઘર તરફ સાઈકલની દોડ મૂકી.

*

નિનિઃ નાનીબા.. જય શ્રી કૃષ્ણ.. જોવો મને શું મળ્યું?

નાનીબાઃ ઓહો.. નિનિ અત્યારે? સીધી સ્કુલેથી આવી છો?

નિનિઃ અરે હા.. નાનીબા! જુઓ તો ખરાં મને શું મળ્યું આજે..

બૂમ પાડતી સાઈકલને ઘરનાં આંગણાંમાં ગોઠવીને ઝડપભેર નિનિ નાનીબા પાસે પહોંચી. ગળામાં સુંદરમજાનું રૂપેરી ચમકતું ચકદું હતું કે જે જાંબલી રંગની મખમલી રીબીનમાં પરોવીને પહેર્યું હતું. જે નિનિએ નાનીબાને ડોક આગળ ધરીને બતાવ્યું.

નાનીબાઃ વાહ! નિનિબેનને આ મેડલ કેમ મળ્યું વળી?

નિનિઃ નાનીબા એ તો મેં સોસિયલ વર્ક કર્યું ને એટલે મને મળ્યું!

નાનીબાને સમજાયું નહિ કે નિનિ શું કહેવા માંગે છે. નિનિને હાથ મોં ધોવા મોકલી અને એક ફોન કર્યો જે ઝડપથી એકાદ મિનિટમાં પતી પણ ગયો.

નાનીબાઃ નિનિ ચાલ પહેલાં જમી લે. મેં મમ્મીને કહી દીધું છે કે તું અહીં જ આવી છો.

કાન પકડીને જમવા બેઠી નિનિ અને બોલીઃ સોરી નાનીબા મમ્મીને કહેતાં જ ભૂલી ગઈ.

નાનીબાએ દોહિત્રીને લાડથી જમાડીને પડખે બપોરે થાબડીને સુવડાવી. ત્યારે નિનિએ વાત માંડી.

નિનિઃ નાનીબા અમારી સ્કુલમાં થોડા દિવસ પહેલાં એક હિન્દી ભાષી ભાઈ આવ્યા હતા. એમણે સમજાવ્યું હતું કે જેમ અમે અમારી શાળામાં કેવા સરસ રીતે ભણીએ છીએ એવું સરસ વાતાવરણ બીજાં ગરીબ પ્રદેશોમાં અભ્યાસ માટે નથી હોતું. તો બધાં બાળકો પોતાની એક દિવસની ખર્ચી પણ આવા બાળકો માટે ભેગા કરે અથવા તો આસપાસનાં વિસ્તારોમાં જાત મહેનત કરીને પૈસા ભેગા કરીને અમને આપે. એમણે આ કામમાં જોડાવવા ઈચ્છતાં બાળકોને એક પહોંચની ચિઠઠીની ચોપડી આપી. જેમાં દાન આપનારનું નામ અને રકમ લખવાની અને અડધી પાવતી ફાડીને આપવાની. અમારી સ્કુલમાંથી સૌથી વધુ અનુદાન મેં જ ભેગું કર્યું નાનીબા..!

નિનિ આ બધું લહેકાથી બોલતી હતી અને નાનીબા સાંભળીને મલકાતાં હતા સાથે પડખે સુતેલી નિનિને થાબડતાં પણ હતાં.

નિનિઃ નાનીબા તમને ખબર અમે એક દિવસ ‘ખરી કમાઈ’ કરવા માટે જુદી જુદી હોટલ, પેટ્રોલ પંપ અને નાનીમોટી દુકાનોમાં કામ પણ કર્યું અને રૂપિયા કમાયા જે અમે દાન કર્યુ!

નાનીબાઃ વાહ નિનિ બેટા! ‘ખરી કમાઈ’ કરી એ ખૂબ જ ગમ્યું. પણ આમ અનુદાન કર્યું એ કંઈક ન સમજાયું. તમને સૌ બહેનપણીઓને ખબર પણ છે કે તમે જે મહેનત કરી એનું ફળ કોને મળવાનું છે? કોને એ નાંણાં ગયાં હશે? યોગ્ય જરૂરિયાતવાળા બાળકો સુધી પહોંચ્યાં જ હશે એ કેમ ખબર પડે બેટા?

નાનીબાની વાત સાંભળીને નિનિ અચંબામાં પડી. એ તો આજે બહુ જ ખુશ હતી કે એણે તો બહુ મોટું સમાજસેવાનું કામ કર્યું. પોતાનાં હાથ ખર્ચીનાં રૂપિયા સાથે મમ્મી પપ્પા અને આડોશપાડોશમાં ફરીને ભેગા કર્યા હતા.

નાનીબાનો પ્રેમાળ હાથ એનાં માથે ફરતો હતો અને વાત આગળ કરી.

નાનીબાઃ જો બેટા, આપણે ક્યાંય રસ્તામાં ચિંથરેહાલ ભીખ માંગતા ભિક્ષુકને જોતાં હોઈએ છીએ. અપંગ અને પ્રજ્ઞાચક્ષુઓને લાચારીથી આજીજી કરતાં જોઈએ છીએ અને તરત ખીસ્સામાં જે કંઈ પરચુરણ કે ચલણીનાણું હોય એ આપી દઈએ છીએ. ક્યારેય વિચાર્યું કે એ પૈસા એને શું કામ લાગશે? એની લાચારી ઘટશે? આપણે આપેલ પૈસાનો દૂરઉપયોગ તો નહીં થતો હોય ને? એ ક્યાં આપણે જોઈ શકવાનાં છીએ? બસ કુપાત્રે દાન ન થાય એ જોવું રહ્યું.

નિનિઃ હા, નાનીબા.

નિનિની આંખો નિંદરમાં ભારે થવા લાગી હતી. ડોકમાં પહેરેલ રજત જેવું ચમકતું ચંદ્રક એને ઓચિંતું નડવા લાગ્યું અને ઉતારી મૂક્યું. નિનિએ રસ્તો ઓળંગવા એક વૃદ્ઘાને મદદ કરી એ વાત પણ કરી.

નાનીબાઃ નિનિ આપણી નજર સામે જે મદદ થાય એ કરવી. તે પેલાં ઘરડાં માજીને રસ્તો બતાવ્યો એ ખૂબ જ ગમ્યું અને આશા રાખું કે તે જે દાન કર્યું છે એ પણ યથાયોગ્ય જ જગ્યા એ ફળે.

નિંદ્રાધિન નિનિ નાનીબાનાં ખોળામાં કોણ જાણે કેટલું ગંભીર વિચારતી હોય એવા ચહેરાનાં ભાવ મુદ્રામાં સૂઈ ગઈ.

- કુંજલ પ્રદિપ છાયા