Hu Hijado Hu Lakshmi books and stories free download online pdf in Gujarati

Hu Hijado Hu Lakshmi

હું હીજડો...

હું લક્ષ્મી !

લક્ષ્મીનારાયણ ત્રિપાઠી

ઃ શબ્દાંકન :

વૈશાલી રોડે

ઃ અનુવાદ :

કિશોર ગૌડ

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.

Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

થાણેમાં મારું ઘર છે તે યેઉરની તળેટી પાસે

ઘરની બારીમાંથી યેઉરનો ડુંગર આબોટા બાથમાં લઈ શકાય,

એટલો નજીક દેખાય છે.

મારા ઘરની બારી અને આ ડુંગર વચ્ચે

એક નાનકડી ટેકરી છે. લીલું ઘાસ ઓઢીને બેસેલી,

ગાય-ઢોર હંમેશા ચરતા હોય છે તેની પર, સતત હરફર હોય છે

આ ટેકરીની... અને એટલે જ એ મને જીવંત લાગે છે મને.

આ જીવંત ટેકરી પર એક વૃક્ષ છે, વાયરા સાથે સળવળતું હોય છે...

પણ એકલું જ, સાવ એકલું. આમ તે બધાયમાં હોય છે...

લીલું છમ ઘાસ તેને વળગેલું હોય છે, થોડાં ઝાડવાંય હોય છે તળેટી પોસે,

ઢોર-ઢાંખર ચરતા હોય છે. પણ બીજું વૃક્ષ કેવળ નથી એની સાથે.

આ ઊંચા વૃક્ષનું એકલવાયાપણું એટલે જ નજરમાં સમાય છે,

અનેક વખત હૈયામાં શૂળ ઉપસાવતી જાય છે.

આ વૃક્ષ તરફ જોઈ રહીએ કે મને થાય છે,

મારું જીવન આવું જ તો છે...

સહુ કોઈ વચ્ચે, પણ છતાંય એકલી... ?

‘હું લક્ષ્મી’ નિમિત્તે

‘ૠક્રટ્ટ બ્દ્યરુક્રભ્ક્ર... ૠક્રટ્ટ ૐદ્રૠક્રટ્ટ !’ પુસ્તકની બીજી આવૃત્તિના પ્રકાશન નિમિત્તે લક્ષ્મી ત્રિપાઠી અને તેની સાથે ગૌરી, અન્ય ચેલા જેવા હીજડઓનો પરિચય થયો. એક ઘેરાયેલ અને બાકીનાં હજીય અવહેલનામાં અંધારામાં માર્ગ શોધનારા ! ઇન્ટર્નશિપ (ઇ. સ. ૧૯૭૭) અને ત્યારબાદ ઇ.સ.૧૯૭૮ થી ૧૯૮૦નાં ગાળામાં માનસિકરોગ શાસ્ત્રનો અભ્યાસ કરતી વખતે જાતીય ભાવ અને વાસ્તવિક લિંગરચના વચ્ચેનાં ભેદને કારણે વ્યથિત બાળકો, તરુણો મેં જોયા હતા. આમ તો પહેલાં જ સ્ત્રી અને પુરુષ બન્નેમાં ખાસ મોકળાશ નહિ હોવાનું આસપાસ દેખાતું હતું. એકબીજા વચ્ચેનો ભેદ સમજી લેવાનું તો દૂર, તો વિશે તે વખત પણ સમાજમાં ગુપ્તતા અને મનમાં ગૂઢ હોવાનું જોતો હતો. આવા સમયે પ્રચલિત અર્થથી નોખું જીવવા લાગવાને કારણે સંભ્રમિત, અસ્વસ્થચિત્ત તૃતીયપંથીયોની, તેમાં હીજડાઓની મુલાકાત થા ત્યારે મનમાં રહેલી અમુંઝણ જ સામે આવત. તબીબી જ્ઞાનથી કેવળ તેમના વિશેનો ભય, દબાણ દૂર કરીને મનમાં કૂતુહલ જાંગ્યું હતું એટલું સાચું. મનોવિજ્ઞાન પણ માણસનું મન અને મગજ જાણવામાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું હતું. તેને કારણે હીજડાઓને જાણી લેવા માટે મનમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા, તબીબી આત્મવિશ્વાસ અને તેમની દશા સંબંધિત કરુણા જન્મી હતી. જે હજુય પોતાનાં લિંગભાવ વિશે સભ્રમિત હતા તેમની સાથે ચર્ચા કરીને તેમને ‘આ સમજણ ઍબનોર્મલ નહિ, કેવળ લિંગભાવમાંનું જુદાપણું છે.’ એ સમજાવવાનો પ્રયાસ હું કરતો હતો. માનસિક રોગ વિજ્ઞાને ઇ. સ. ૧૯૭૩માં જ સજાતિય સંબંધો સંદર્ભે તંદુરસ્ત ભુમિકા લીધી હતી. પરંતુ ઇ.સ. ૧૯૭૩ થી ૨૦૧૩ જેટલા ૪૦વર્ષનો ગાળાઓ સજાતિય જેટલો લિંગભાવમાંનું જુદાપણું અને તેમાંથી આવનાર અસ્વસ્થતા એ રોગ નહિ હોવાની સમજણ થવામાં પસાર થયો.મે, ૨૦૧૩માં આવેલ ડ્ઢૈટ્ઠખ્તર્હજૈંષ્ઠજ શ્ જીંટ્ઠૈંજૈંષ્ઠજ સ્ટ્ઠહેટ્ઠઙ્મ ડ્ઢજીસ્-ફ માં માનસિકરોગ પરનાં વર્ગીકરણમાં ય્ૈંડ્ઢ-ય્ીહઙ્ઘીિ ૈંઙ્ઘીહૈંંઅ ઙ્ઘૈર્જઙ્ઘિીિ -- નહિ, પરંતુ તેમનાં જુદાપણાને કારણે અને તે અંગે સમાજની કટુ લાગણી -- ય્ીહઙ્ઘીિ ઙ્ઘઅજર્રિૈટ્ઠ છે, એની નોંધ કરવામાં આવશે. અત્યાર સુધીનો આ ડિસ ઑર્ડરનો ડાધ ભૂસાંઇ જશે. એ આશા, સંવેદનશીલતાથી આ વ્યક્તિઓ સાથેવાત કરતી વખતે મનોવૈજ્ઞાનિક તપાસ કરતી વખતે મને ત્યારેય આ રોગ જણાયો ન હતો. તેને કારણે આવા વ્યક્તિઓને તેમના મનની અમુઝણ દૂર કરવા માટે મદદ કરવા સાથે તેમની અસ્વસ્થતા, નૈરાશ્ય, કયારેક આત્મહત્યાના પ્રયાસ સુધી પહોંચેલી વિષાદ વ્યથા, ટ્રીટ કરવી પડતી હતી. તે સાથે જ ‘આને વ્યવસ્થિત સાજો કરો’ એવો દ્દઢ આગ્રહ સેવલારા માતા-પિતાનેય સારવારમાં સામેલ કરી લેવા પડતા હતા. ધણીવખત આ જુદો લિંગભાવ નહિ સમજવાને કારણે અનેક વાલીઓએ ‘અમને શેનાં સમજાવો છો, પહેલાં તેને ઠીક કરો’ એમ મને રોષપૂર્વક વઢીને કહ્યું પણ છે. બીજી તરફ કેટલાક તૃતીયપંથીઓએ (હીજડા) ‘મારે લિંગ માટે સર્જરી કરવી છે, તરત જ સર્ટિફિકેટ આપો’ એમ તકાદો કરતા મનોવૈજ્ઞાનિક તપાસ માટે જરૂરી સમય માટે મને ઝાટકી પણ નાંખ્યો. તેમાં વળી મનો નિષ્ણાતોમાં સંભ્રમનું વાતાવરણ હોવાથી તેમની સાથે ચર્ચા કરતી વખતે અવળા-સવળા વિચાર પ્રવાહ મને અસ્વસ્થ કરતા. ‘આ માનવશાસ્ત્રીઓ આ આટલા સીધેસીધા પેશન્ટ્‌સ ને પેશન્ટ તરીકે ટ્રીટ કરવાનું પડતું મૂકીને તેમને સમજવાની ઝંઝડ શેના કરી રહ્યા છે ?’ આવાંઓને શેના લાડ લડાવી રહ્યા છે આ ! કોઇનેય (ગધેડાને) સમજાશે, આ છક્કા છે, ઍબનોર્મલ છે આ ! આવી સમાજમાં બાકીનાં લોકોની ટીકા રહેતી ! એકંદરે શું, તે વખતની લક્ષ્મી, તેમનાં સગાં વ્હાલાં, અન્ય સમાજ આ સર્વેનો રોષ અમારા ભાગે આવતો. આ બધું ટાળવું સરળ હતું. પણ તેમ કરવું શાણપણભર્યું ન હતુ, માણસાઇનું તો કોઇપણ રીતે ન હતું.

શરીરરચનાનો એક ભાગ લિંગ, જયારે લિંગભાગ એ માનસિક પ્રક્રિયા ધ્યાને લઇને લિંગ ભાન અને તે અંગેનો સંભ્રમ સમજી લેવો યોગ્ય રહેશે. લક્ષ્મી જેવા હીજડામાં પુરુષનું લિંગ, પણ સ્ત્રીનું લિંગભાવ, એ સત્ય સામે આવે છે. ગર્ભાધાન પછી છ અઠવાડિયા સ્ત્રીનાં ગુણસૂત્રો ઠઠ અને પુરુષનાં રૂરૂ હોય છે. ત્યાર પછી રૂ પરનાં જીિઅ જીન કાર્યરત થઇને ટેસ્ટોસ્ટૅરૉનનાં ઓછા-વત્તા પ્રભાવને કારણે થનાર છબરડા આ જ પુસ્તકનાં પરિશિષ્ટમાં આપને વાંચવા મળશે. તેને કારણે અહીં તે જાણકારીનું પુનરાવર્તન હું ટાળુ છું. ટેસ્ટોસ્ટૅરૉનના પ્રભાવની ઊણપને કારણે પૌરુષેય લિંગ અને લિંગભાવ સ્ત્રીનો એવું ‘હીજડા’ સ્વરૂપ જન્મે છે. ત્યાં પુરુષને સ્ત્રીની જેમ રહેવાનું, વર્તવાનું ગમે છે. હાવભાવ, વર્તન, પહેરવેશ, સાથીદારની પસંદગી, પોતાના વિશેની જાણ, આ બધું આવા પુરુષોને સ્ત્રી જેવું હોય છે. પુરુષોનું આકર્ષણ અનુભવાતું રહે છે. કેટલાકને પુરુશ લિંગ પણ અણગમતું લાગે છે અને સ્ત્રીની જેમ શરીર- ઓછામાં ઓછું છાતી અને લિંગ હોય એમ લાગે છે. પછી તે સારવારમાં સ્ત્રી ટેસ્ટોસ્ટૅરૉનની માંગણી કરે છે અને લિંગ માટે શસ્ત્રક્રિયાનો આગ્રહ સેવે છે.

લિંગભાવ પર સમાજની અપેક્ષાની ખૂબ અસર પડે છે. સમાજ કેવળ સ્ત્રી અથવા પુરુષ લિંગ પરથી જ તે મુજબ લિંગભાવ નક્કી કરે છે અને તેવાં જ લિંગભાવની તે સ્ત્રી-પુરુષ પાસે અપેક્ષા રાખે છે. નિસર્ગે કરેલ છબરડો સમાજને સમજાતો નથી.

લિંગભાવનો પરિચય કયારે અને કેવી રીતે થાય છે ?

બેથી ચાર વર્ષની વયનાં બાળકનું વર્તવું, તેની રમતો, તેનો લિંગભાવ દર્શાવતું નથી.પરંતુ તે ગાળામાં બાળક કે બાળકી જેવી આજુબાજુનાઓએ આપેલ ઓળખ બાળકો સ્વીકારે છે. આ ઓળખને પછી નકારવી બાળકો માટે મુશ્કેલ બને છે. ત્રણથી ચાર વર્ષની વયના બાળકોને બાળક અને બાળકીઓને ઓળખવાનું ફાવે છે. ૯૦% બાળકોને મોટા થયા પછી બાળક બાપ કે બાળકી મા બનશે એ સમજાય છે અને લિંગભાવ બદલી શકાતો નથી, એની ઘૂંઘળી કલ્પનાય આવે છે.

૩ ૧/૨ વર્ષથી ૪ ૧/૨ વર્ષની વયે બાળક મિત્ર અને બાળકી સહેલી પસંદ કરવાનું વલણ દાખવે છે. આ જ વયમાં રમતો પણ પોતપોતના લિંગ પરિચય અનુસાર પસંદ કરવામાં આવે છે. આ જ વયમાં રમતો પણ પોતપોતાના લિંગ પરિચય અનુસાર પસંદ કરવામાં આવે છે. બાળકો અળવીતરી રમતો પસંદ કરે છે. એટલે કે આસપાસની દુનિયા તેમને આ સૂચવવામાં સતત મદદ કરતી હોય છે.

૪ થી ૬ વર્ષની વયે સુધી આ લિંગ-લિંગભાવ ભેદ બાળક-બાળકીઓનાં વર્તવા-બોલવામાં, ગમા-અણગમામાં, મિત્રો પસંદ કરવામાં, પહેરવેશ-રુચિમાં જોવા મળે છે. બાળકનું સ્ત્રૈણ વર્તવું છ વર્ષની વય સુધીમાં સ્પષ્ટ થાય છે. પોતે અન્ય બાળકો કરતાં જુદો છે. એ સમજાયા પછી મનમાં અસ્વસ્થતા, ચિંતા અનુભવાય છે. પોતાની ઉપર રોષ પણ જાગે છે. એ બાળક કયારેક આ ભાન દબાવીને પૌરુષેય વર્તવાનો પ્રયત્ન કરતો રહે છે. પરતુ કુમારવયમાં અને તારુણ્યાવસ્થામાં પોતાનામાં આ ભેદ તેને તીવ્રપણે અનુભવાય છે. તેને બાળકી જેમ જીવવામાં આનંદ અને પૌરુષેય જીવવું અણગમતું લાગે છે. સહેલીઓમાં ભળવાની ઇચ્છા થાય છે અને પુરુષો માટે કેટલાકને આકર્ષણ અનુભવાય છે.

પહેલાં જ તરુણ્યાવસ્થામાં જાતિય ભાવના જેવી જબરજસ્ત પ્રભઆવક સમજણથી ગૂંગળામણ થાય છે. તેમાં જુદૂં શરીર, સમાજની જુદી અપેક્ષાઓ અને જાતિય ભાવના જુદી જોવાં બેપણામાં જીવવું આ બાળક માટે આકરું બને છે. પોતાનામાંનો આ ભેદ તે પોતેય પહેલાં સ્વાકરી શકતો નથી. કેટલાક સમય પછી તે આ લિંગભાવ સ્વીકારે છે, સ્ત્રી જેવું જીવવું તેને ગમે છએ, એટલું જ નહિ પોતે મનથી સ્ત્રી જ છે એ તેને મનોમન સમજાય છે. અત્યાર સુધી મનની અંદરનો આ સંઘર્ષ તેણે મનમાં જ ઘરબી રાખેલો હોય છે, પરંતુ હવે આ અસહ્ય થવાથી તે આ સમાજમાં વ્યકત કરવા ઇચ્છે છે. અહીં તેને સમાજની પ્રચંડ રિબામણીનો અનુભવ મળે છે. બાયલા તરીકે ઠઠ્‌ઠો ઉડાવવામાં આવતો જ હોય છે, માતા-પિતા, સગાં-વ્હાલા, મિત્રો બધાંય ત્ની પર સખતાઇ કરે છે, ન સંભાળે તો ધમકાવે છે, વખત આવ્યે ઘરબહાર, દોસ્તી બહાર, સમાજ બહાર ફેંકી દે છે. તેમ થાય તો પોતાનો સ્વીકાર શોધતાં તેને હીજડાનાં સંપ્રદાયમાં જવું પડે છે, ત્યાં થનારે સ્વીકાર તેને શાંત કરે છે. પોતાનો લિંગભાવ યોગ્ય હોવાથી તેને સ્વીકૃતિ મળે છે. કેવળ હવે સમાજ બહિષ્કૃત જીવન સ્વીકારવું પડે છે. પંથ/ગુરુ જણાવે તેવું જીવન વ્યતિત કરવું પડે છે.

કેટલાક ઘરોમાં પિતા હયાત ન હોય તો અથવા માતાને દીકરી જોઇતી હોય તો બાળકને બાળકી જેવી વેશભૂષા, કેશ રચના કરવામાં આવે છે. આસપાસમાં અથવા ઘરમાં પુત્રીઓ જ હોય ત્યારે પુત્ર તેમનાં દેખાવ, પહેરવેશની નકલ કરવા લાગે છે. કયારેક માતા પોતાની રુચિ-અરુચિ અનુસાર, પતિ પ્રત્યે રોષ હોય એવામાં અથવા પોતે જ મનો રોગી હોય ત્યારે પુત્રમાં જાણ્યે અજાણ્યે પુત્રીનાં લિંગભાવનું આરોપણ કરવા લાગે છે. આજકાલનાં ઘરોમાં માતા-પિતા બન્ને હયાત ન હોય તો પુત્રનો લિંગભાવ યોગ્ય રીતે વિકસિત થવામાં અવરોધ આવી શકે. અલબત્ત આ સર્વ હરકત, વાંધાઓ માનસ ઉપચારથી દૂર કરવા શક્ય છે. ગુણસૂત્રો અને ટેસ્ટોસ્ટૅરૉનના કારણે થનાર લિંગભાવને બદલવો કેવળ શક્ય થતો નથી અને એ લિંગભાવનો સ્વીકાર વધુ યોગ્ય બની રહે છે. બાળકી કરતા બાળકને તેનો સ્ત્રી -લિંગભાવ સ્વીકારવો અને સામજમાં તેને વ્યકત કરવો ત્રાસદાયક બની રહે છે. ટૉમબૉય બાળકીને પૌરુષેય દેખાવ, વેશભૂષા, વર્તણશૂક સમાજમાં વધુ ત્રાસદાયક નીવડતી નથી. ઊલટ પુરુષસત્તાનાં દમન હેઠળ વ્યક્તિ સ્ત્રીઓને આ એક સ્ત્રીમાનું પૌરુષેય જોશ આનંદ આપે છે. લિંગભાવમાં ભેદને કારણે માનસ ઉપચાર નિષ્ણાત પાસે આવનાર યુવક-યુવતીઓનિં પ્રમાણ લગભગ ૯ : ૧ જેટલું છે, આ પરથી ઉપરની વાસ્તવિકતા સમજાય છે.

આજ સુધી આ લિંગ અનુસાર લિંગભાવનાં અસ્વીકારને માનસિકરોગ માનવામાં આવતો હતો. તેને માનસરોગ શાસ્ત્રના વર્ગીકરણમાં ડ્ઢજીસ્ ૈંફ ડ્ઢૈટ્ઠખ્તર્હજૈંષ્ઠજ શ્ જીંટ્ઠૈંજૈંષ્ઠટ્ઠઙ્મ સ્ટ્ઠહેટ્ઠઙ્મ માં ય્ીહઙ્ઘીિ ૈંઙ્ઘીહૈંંઅ ડ્ઢૈર્જઙ્ઘિીિ ય્.ૈં.ડ્ઢ. તરીકે ઓળખવામાં આવતો. તેમાં મુખ્ય ચાર લક્ષણો મહત્ત્વનાં હતા. તે નીચે મુજબ છે :

(૧) ભિન્ન લિંગભાવનું સતત તીવ્ર ભાન હોવું - આમાં ફરી ફરી પોતે ભિન્નલિંગી (પુરુષ હોય તો સ્ત્રી) હોવા અંગેની ઇચ્છા પ્રકટ કરવી અને તેમ રહેવાનો આગ્રહ સેવવો.

ભિન્નલિંગ પહેરવેશને અધિક પ્રાધાન્ય આપવું.

ભિન્નલિંગ ભૂમિકાથી વર્તવાને તીવ્ર અને સાતત્યપૂર્ણ પ્રાધાન્ય.

ભિન્નલિંગ રમત, મિત્ર અથવા સહેલી, મનોરંજન અને દિવાસવપ્નોમાં વિશેષ રુચિ.

(૨) પોતાનાં લિંગ બાબતે અસ્વસ્થતા અને તે અનુસાર વર્તવા બાબતે અસ્વીકાર, તારુણ્યાવસ્થામાં થનારા શારીરિક ફેરફારો ન ગમવા, તે બદલવાની તીવ્ર ઉચ્છા (ટેસ્ટોસ્ટૅરૉન અથવા સર્જરી દ્વારા) વ્યક્ત કરવી.

(૩) આ મનોવસ્થા અન્ય કોઇપણ લિંગ વિષયક શારીરિક દોષને કારણે નહોવી,

(૪) આ દોષને કારણે માનસિક ત્રાસ થવો અને તેને કારણે સામાજિક, વ્યાવસાયિક અથવા અન્ય કાર્યપદ્ધતિમાં રુકાવટ થવી.

ઠીંગરાયેલા સમાજે ઊંચી લક્ષ્મી તરફ ટટ્ટાર ગરદને જોવું જ પડ્યું !!

લક્ષ્મીએ મેળવેલ, તેને પ્રાપ્ત થયેલ વલય એ ખાસ, હંમેશ કરતાં જુદી વાત છે, તેની મહેનતને અભિમાનની બેઠક મળી ખરી, પણ અન્ય હીજડાઓનું વાસ્તવ તેવું નથી પ્રયત્નોની પરાકાષ્ઠાથી તાબોટા પાડતાં, કારનાં ઊધાડા કાચ તરફ દોડતાં જતા ભીખ માંગવી, દેહ વિક્રય કરતાં રોજનાં અન્ન-વસ્ત્ર મેળવવા, રાતનાં મળે ત્યાં ખૂણામાં આડા પડવું, પોતપોતાનાં પંથ અને ગુરુની આજ્ઞા ફરિયાદ કર્યા વિના તેમનો સ્વીકર કરવો, પોતાનું તિરસકૃત જીવન મરતાં સુધી મુંગા મોઢે તામભરી અવસ્થામાં ઢસડતાં, મનને ગૂંગળાવતા સમાજ સમક્ષ ‘ગુપ્પતા’ સંભાળતા જીવવું. સંસાર, છૈયાંછોકરાં, આત્મ-સન્માનથી સમાજમાં ફરવું આ બધી જ વાતોને સ્વપ્નો સમજીને એ ઊંઘમાં પણ ભૂલથીય નહિં જોનારા, સમાજની દ્દષ્ટિમાં રોજ દેખાનારી કુચેષ્ટા, શંકા, ભય, તિરસ્કાર પચાવતા રહેવું, આ બધામાં જન્મતા સાથે જ આવનાર જીવવા અંગેની રુચિ કયાં કેવી રીતે જતન કરવી ? લક્ષ્મીનાં ઘરનાઓએ કરેલો સ્વીકર અને સમાજે આશ્ચર્યપૂર્વક તેને કરેલા લાડ સર્વ હીજડાઓને આશ્વાસન પુરુ પાડે છે.

પોતાનાં બાળપણ વિશે અનેક મોટા મોટા લોકોએ ખૂબ સરસ સરસ લખી રાખ્યું છે. બાળપણની સુંદર કવિતાઓ પણ કેટલી બધી... બાળપણનાં મધુર સ્મરણોમાં દરેક જણ ખોવાયેલ હોય છે.... પણ હું નહિ. કારણ કે મારું બાળપણ લગીરેય સારું ગયું જ નથી. નાના બાળકો પર સહુકોઇ પ્રેમ કરે છે, તેમને લાડ લડાવે છે. આમાં મારા જીવનમાં કયારેય ઊણપ નહોતી, આજેય નથી. પણ નાના બાળકોને બાળક ઠરાવનારી નિષ્પાપતામારામાં કયારેય હતી નહી.

બાળપણ કહીએ કે મને સાંભરે છે ફકત મારી માંદગી અને...

હંઅઅ, આમ ખૂબ જ નાનો હતો ત્યારના મારા કેટલાક મજાના સંભારણા છે.

થાણેનાં સિદ્ધેશ્વર તળાવ કાઠે એક માટીના ઘરમાં અમે રહેતા હતા. મમ્મી, પપ્પા, મારી મોટી બહેન મિંટૂ (તેનું સાચું નામ રુક્મિણી) અને હું. ઘર નાનું હતું. લક્ષ્મીનારાયણ ઉર્ફે રાજુ. મમ્મી-ડેડીનો પ્રથમ દીકરો એટલે તેમનો લાડકો. મમ્મી મને કૂખે વળગાડીને જ સૂતી.

આ જ ઘરમાં રહેતા હતા ત્યારે મારા નાના ભાઇનો શશીનારાયણનો જન્મ થયો. હવે શશી મમ્મીની કૂખે, કજિયો કર્યો... મમ્મીની પાસે રહેવાનો છેવટે એક રાત્રે રોશભેર પપ્પા પાસેથી ઊઠીને મમ્મીનાં ખાટલે ગયો.એમની કૂખેમાં વળગવા ગયો પન જગ્યા ઓછી હતી આડો થતાં જ હું પડ્યો ખાટલાની નીચે જ નાની ગાગર હતી એના મોઢાનો કાંઢલો મારા પગમાં વાગયો અને ઘા પડી ગ્યો... એ રાત્રે બધાંયની દોડાદોડ... આજેય એ નિશાની મારા પગ ઉપર છે... પણ હવે ટેટૂ હેઠળ છુપાયેલી ?

શાળામાં હતો ત્યારેનુંય આવું જ એક સંભારણ છે. ત્યારે હું જુનિયર કેજીમાં હતો. શાળાનું ગેદરિંગ હતું. ‘ટોપીવાળો અને વાંદરા’ નો પાઠ અમારે સ્ટેજ ઉપર ભજવવાનો હતો અને તેમાં હું ટોપીવાળો બન્યો હતો. વાત અડધે પહોંચી અને કોણ જાણે શું થયું, મારી લુંગી છૂટી ગઇ. પ્રેક્ષકો હસવું રોકી શક્યા નહી અને મને શું કરવું એ સુઝતુ નહતું. લુંગી વાળીને તેવો જ અંદર નાઠો...

આવા એકાદ-બે મજાનાં પ્રસંગ બાદ કરતા મારું બાળપણ માંદગીમાં પસાર થયું. નાનપણથી જ મને અસ્થમા હતો... હજુય તેણે મારો સાથ છોડ્યો નથી. તેને કારણે નાનપણમાં મારી ખૂબ સંભાળ લેવામાં આવતી હતી. હું સતત માંદો રહેતો મને એક સાથે ટાયફોઇડ, મેલેરિયા અને ન્યૂમોનિયા થયો હતો. ડૉકટર, હોસ્પિટલ, દવાઓનો મારો, ઇન્જેકશન...એક તરફ મારી આશા છોડી દીધેલા ડૉકટરો. મને બચાવ્યો. મારી મમ્મીને થયેલા સાત બાળકો પૈકી અમે ત્રણ જ જીવ્યા એને તેમનું એ જીવથી પણ વધુ જતન કરતી હતી.

માંદગીમાં ઊઠ્યા પછી હું વધુ જ અશક્ત થયો. વધુ સંભાળ... અધિક નિયંત્રણો... મારી મોટી બહેન ને મારી પર બહુ પ્રેમ હતો તે મારી ખુબ કાળજી લેતી હતી... હું માટીમાં તો ખરડાઇને ઘરે આવ્યો હોઉં...

અલબત્ત એકલો હતો, બીમાર હતો. છતાંય મને નાચવું અત્યંત પ્રિય હતું, અને મારી માંદગીની મેં આ રુચિ પર કયારેક અસર થવા દીધી નહી. નાનપણથી જ કોઇ પણ ગીત સાંભળું કે મારા પગ થનગનવા લાગતા... શાળામાં જવા લાગ્યો ત્યારે શિક્ષકોનાં ધ્યાને આ આવ્યું અને તેમણે શાળાનાં દરેક કાર્યક્રમમાં મને સ્ટેજ પર ઊભો કર્યો... છેક જુનિયર કેજી થી. હુંય સ્ટેજ પર જાઉં કે પોતાને ભૂલી જતો હતો, ભાન ભૂલી જતો હતો. આપણને દમ ચડે છે. એ તરફ મારું ધ્યાન જ ન રહેતું. કદાચ મારા મંદવાડનો એ વિસામો હતો.

પણ મારો આ વિસામો કેટલાક જણાને અત્યંત ખૂંચતો હતો. નાચ એટલે છોકરી, સ્ત્રી જેવા સમીકરણ ધરાવનાર આપણા સમાજમાં લોકો મને બાયલો, છક્કો, મામૂ એમ ચીડવવા લાગ્યા હતા. મારી કળામાં હું મારી માંદગી ભૂલી જવા ઇચ્છતો હતો, પણ તે સહજ સરળ ન હતું. હું એક છોકરો હતો. હું લગભગ સાત વર્ષનો હતો ત્યારે પહેલી વખત મારું જાતીય શોષણ થયું. હજુ તો માંદગીમાંથી ઊભો થયો હતો અને પિત્રાઇ ભાઇનું લગ્ન હતું એટલે ગામે ગયો હતો, ઘણીબધી દવાઓલઇને એ લગનમાં ગયા હતા. ઘણી બધી ધમાલ હતી. આસપાસનાં ગામોમાંથી લોકો આવ્યા હતા મોટા માણસો તેમના કામમાં હતા અમે બાળકો રમતા રહેતા. એક દિવસ આમ જ રમતા રમતા સગામાંનો જ એક છોકરો મને અંધારી ઓરડીમાં લઇ ગયો અને...

એ શું કરી રહ્યો છે એ સમજવા માટે હું ખૂબ નાનો હતો. એક તો પહેલાંથી જ અશક્તિ તેમાય હજુ તો માંદગીમાંથી બેઠો થયો હતો તેને કારણે ધેન રહેતું મેં કાંઇ જ પ્રતીકાર કર્યો નહી મને કાઇ યાદ નથી મને ચક્કર આવે છે. પણ એણે પોતાનો મારામાં ધુસાડયો ત્યારે બહુ પીડા થઇ હતી. મને ચક્કર આવી ગયા કેવળ એટલું આછુ સ્મરણ છે. તેણે સર્વ પ્રકારે પ્રયત્ન કરી મને ઉઠાડયો અને ધમકાવ્યો, ખબરદાર જો કોઇને કીધું તો ?

હું આમેય શાંત, માંદગીને કારણે બધું સહન કરતો રહ્યો. તેમાં ય એની ધમકી. મારે કોઇને કાંઇ કહેવાનો પ્રશ્ન જ ન હતો... વાસ્તવમાં મમ્મીને પણ નહિ. ત્યારબાદ એ લગ્નઘરમાં આ ઘટનાક્રમ ચાલું રહ્યો. માત્ર એજ છોકરો નહિ, અન્ય કેટલાક છોકરાઓ પણ મારો ફાયદો ઉઠાવતાં રહ્યા, મને ખૂબ પીડા થતી હતી... શારીરીક અને માનસિક પણ છતાંય મેં કોઇને જ કાઇ કહ્યુ નહિ. તે વખતેય નહિ. ત્યાર પછી ય નહિ. બધું સહન કરતો રહ્યો, મનોમન હિજરતો રહ્યો.

પરિવારમાં કોઇક કાર્યક્રમ હોય કે અમે ભેગા થતા. તે વખતે તકનો લાભ ઉઠાવીને આ તેના તે જ હંમેશના છોકરાઓ મારો ઉપભોગ કરતાં. જાણે મારા શરીર પર તેમનો અધિકાર જ હોય. તેમને આ માંથી આનેદ મળતો, પરંતુ મને કેવળ વેદના અને ફકત વેદના જ થતી કોને કહું ? કોન મારા પર વિશ્વાસ કરે ?

આ બધાને લીઘે મારું જીવન ખૂબ જ બદલાઇ ગયું હતું. મારાજીવન બનતી ઘટનાઓને બધાથી છુપાવવા લાગી. એક તરફ મારો ભાઇ શશી મોટો થતો હતો. એ ખૂબજ સુદર અને વાચાળ હતો ખૂબ જ મસ્તીખોર તેને કારણે તેની બીક લાગતી જે મારી સાથે થયું તે તેની સાથે થાય નહિ ? હું તેનું ખુબ જ ધ્યાન રાખવા લાગ્યો. હું એની સાથે રહુ તો તે સુરક્ષિત રહે તેથી હું એની પાછળ ખરવા લાગ્યો. તેના કારણે હું પીડા સહન કરતો.

પણ કેટલા દિવસ સહન કરતો આ બધું સહન કરવાનો હતો ? મારી ઇચ્છા વિરુદ્ધ જ હતું એ...દુઃખ, વેદના, ગૂંગળામણ... એ ઉંમર મેં આ સર્વ લાગણીઓનો અનુભવ લીધો. ત્યારે આપણને ચોક્કસ શું થઇ રહ્યું છે, આવું કેમ અનુભવાય છે, તે મને સમજાતું નહિ, હવે સમજાય છ... આ બધાનો મને ધીમે ધીમે કંટાળો આવવા લાગ્યો.હું પોતે વિચારવા લાગ્યો હતો. હું પોતે જ પછી આ વાતો ટાળવા લાગ્યો. કોઇ તેવું સૂચવે જ તો પહેલા થોડો ડરીને પણ દ્દઢતાપૂર્વક નકાર આપવા લાગ્યો.

પહેલી વખત મેં આ બધાને નકાર આપ્યો, ત્યારે આ છોકરાઓ સાથે અણબનાવ થયો. ખિજાયાં...તેમણે મને થોડું સમજાવવાનો પ્રયાસ કર્યો... થોડું બ્લેકમેલ કર્યું... હું ગભરાયો અને તે થવા દીધું. ત્યારપછી એક વખત તેમની ધમકીનેય મે સાંભળી નહી. પછી તેમણે જબર જસ્તી કરી, મે પણ દાદાગીરી કરી અને થોડો આક્રમક બન્યો અને છેવટે એ લોકો મારા થી દૂર થયાં.

મેં નિષ્કર્ષ તારવ્યો... હવે પછી જે વાત ગમે નહિ, તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવા લાગ્યો. બને ત્યાં સુધી અણગમતી વાત જ ન દેવી. હું વય કરતા કેટલો મોટો થઇ ગયો હતો. તેને કારણે મારે મોટા થવું જ પડ્યું હતું. મારી દોસ્તી મારા સમોવડીયા છોકરા કરતાં મોટા ઓ સાથે થવા લાગી આવી જ અમારી નજીક રહેનારા હતા સંગીતા શેઠી. મારી સંગીતા આન્ટી અપ ટુ ડેટ રહેનારા તે ખુબ પ્રેમાળ. સંગીતા આન્ટી મોર્ડન હતા અને તેમનું ઇગ્લીંશ સરસ હતું મારે એમની સાથે બધારે બનતું. હું વકૃત્વવ સ્પર્ધા માં ભાગ લેતો હતો. તેમાં સંગીતા આન્ટી તૈયારી કરાવતા મને ઇનામો પણ મલતાં. મે લખેલા ભાષણ માં ઇંગ્લીશ સુધારી આપતા. અમે જુદાજુદા વિષયો પર એકબીજાની જોડે ગપ્પા મારતા અભ્યાસ, ઇતિહાસ, સંસ્કૃતિ, નૃત્યથી છેક સેક્સયુલીટી સુધી... મેં અત્યારે અણગમતા છોકરાઓને મારા જીવનમાંથી દૂર ખસેડવા લાગ્યા. પણ મને હવે સું થવા લાગ્યું હતું કેટલાક છોકરાઓ ગમવા લાગ્યા હતા શું થાય છે એ સમજાતું નહતું? કાંઇ સમજાતું ન હતું. હું માંડ માંડ ચોથામાં હતો, સંગીતા આન્ટી સાથે હું બધું શેર કરતો. એ મને સમજવાનો પ્રયત્ન કરતાં અને મને આશ્વાસન આપતાં. એક દિવસ સંગીતા આન્ટી પાસે ગ્યો ત્યારે તેમણે કહ્યું, ‘તારા જેવાં જ પુરુષ માટે એક જણ કામ કરે છે, અશોક રાવકવી. ‘ગે’ કહે છે તેમને...’ તેમણે મને અશોક રાવકવી અને તેમનો કામની થોડી માહીતી આપી અને ટાઇમ્સમાં તેમના વિશે આવેલ લેખ વાંચવા આપ્યો. મેં તે વાંચ્યો અને ચોથાની પરિક્ષા આપી ને હું મહેશ્વરી બાગ શોધતાં શોધતાં અશોક રાવકીને મળવા ગયો. મહેશ્વરી બાગ ત્યારે મુંબઇના ‘ગે’ લોકોનું ભેગા થવાનું સ્થળ હતું. વાસ્તવમાં તેમનું કામ જ ત્યાંથી ચાલતું ગપ્પા થતા, ચર્ચાઓ થતી.

મહેશ્વરી બાગમાં હું પહોંચ્યો. એ ગ્રુપ મને દેખાયું અને ખૂબ સારું લાગ્યું. મારા જેવાં જ હતા એ... કોઇ પણ બાયલા, મામૂ કહે એવા. હું ત્યાં ગયો અને પૂછ્યું, અશોક રાવકવી કોણ છે?

અશોક આવ્યો, મારી પીઠ પર હાથ મૂક્યો અને શું જોઇએ છીએ એ પૂછયું. મેં તેને મારા વિશે જણાવ્યું. અત્યારે જ મારી ચોથાની પરિક્ષા પતી છે એ જાણ્યા પછી અશોકને હસું આવ્યું પણ તેણે મનો મોકળાશ પૂરી પાડી. મેં તેને મારા અવુભવો કહ્યાં અને મારા મનમાં અનેક શંકાઓ જણાવી... ‘હું બાયલો છું, લોકો મને એ જ નામે ખીજવે છે. મને આજકાલ પુરુષો માટે આકર્ષણ થાય છે હું એબનૉર્મલ તો નથી ને ?’ અશોક આછું હસ્યો. મને કહ્યું, ‘તું એબનૅાર્મલ નથી ને ? આપણી આજુબાજુની દુનિયા એબનૉર્મલ છે એ આપણી આસપાસ ની દુનિયા આપણ ને સમજી જ શકતી નથી. પણ હવે તું તેનો વિચાર કરીશ નહિ. અહીં આવ્યો છે ને... હવે આપણે મળીને તેનો માર્ગ કાઢીશું. હાલ તું કરે છે એ જ કરતો રહે. તું શાળા એ જા, નૃત્ય શીખે છે તે શીખતો રહે... તેમાં કાંઇ પમ ફેરફાર કરીશ નહિ. એસ. એસ. સી. થઇને શાળામાં બહાર નીકળે કે મારી પાસે આવ પછી હું તને બધું સમજાવીને કહીશ...’

મને નિરાંત થઇ. ‘આવા’ આપણે એકલા નથી. બીજા કેટલાય લોકો છે. આ લાગણી જ ખૂબ આનંદ આપનારી હતી. ત્યાં અશોકનાં ગ્રુપનો ગોદા ઉર્ફે વિજય નાયર હતો. તેણે મારું ‘હયદીકંકુ’ કર્યું. મહેશ્વરી બાગની માટી મારા કપાળે લગાવી અને કહ્યું, ‘હવે તું અમારા પૈકીનો થયો. તમને વેલકમ તને ગે કોમ્યુનિટી.’

તે દિવસે હું ઘરે આવ્યો એ હવામાં ઊડતા ઊડતા જ આવ્યો. હવે હું એકલો ન હતો. મારા સઘર્મી મને મળ્યા હતા. હવે એક અનેરો આતમવિશ્વાસ જન્મયો હતો. નવો શબ્દ ‘ગે’ મને સમજાયો હતો. તેનો અર્થ જાણ્યો હતો અને તેનો આપણા જીવન સાથે શું સંબંધ છે એ પણ સમજાવ્યું હતું... હું ‘ગે’ હતો, એબનૉર્મલ ન હતો ?

હું પાંચમામાં ગયો અને અમે સિદ્ધેશ્વર વાળું ઘર છોડીને અમે ખોપટ રહેવા આવ્યા. આ એકમજલી ચાલી હતી. આજુબાજુ ચાલી હતી. આજુબાજુમાં ગુજરાતી પરિવારો હતા. એક તરફ બાઇ-બાપ્પા રહેતા હતા અને બીજી તરફ પ્રેમજી બોરિચા અને તેમનું પરિવાર રહેતું હતું. પ્રેમજી ની પત્ની અને મારી વચ્ચે ખૂબ ઝઘડાં થતાં. તેમની મોટી દીકરી લૂના અને અમારો શશી એક જ વયના. તે બે સાથે રમતાં અને ખૂબ ઝધડતાં પણ આ બધા કજિયા તરફ મોટાઓ એ ક્યારેય ધ્યાન આપ્યું નહિ. એક પરિવારની જેમ રહેતા હતા.

રહેઠાણનાં સ્થળ સાથે જ મારી એક વધુ વાતમાં ફેરફાર થયો... સિંધાનિયા હાઇસ્કૂલમાં ભણનારા મને, માંદગીને કારણે આખાય દિવસની શાળા સહેવાતી ન હોવાથી મે હવે બિમ્સ પેરેડાઇઝ શાળામાં મૂકવામાં આવ્યો. આ શાળાનું એક સંભારણું અમારી સહેલી હતી પ્રિયંકા મારવા એનો જન્મદિવસ હતો ઘરે જાણ કર્યા વગર હું તેના ઘરે પાર્ટીમાં ગયાં ઘરે બધા રાહ જુએ પછી અમારી ચિતાં કરવા લાગ્યા અને શોધાશોધ એટલામાં તો અમારી સવારી આવી પહોંચી પણ પછી મમ્મી પપ્પા જે કાંઇ બરાડ્યા છે ગમે ત્યાં જવાની ના હતી.

હું ‘બિમ્સ પેરાડાઇજ’માં આવી. મને હજુય સાંભરે છે, શાળાનાં પહેલા જ દિવસે યુનિફોર્મ નહોતો એટલે હું સફેદ પેન્ટ અને ટામેટા કલરનું શર્ટ પહેરીને શાળાએ ગયો હતો. હું સતત ઇંગલીશ બોલનારો એને સ્માર્ટ અહીંના બાળકો મારી તરફ વિચિત્ર નજરે જોતા હતા પછી ધીમે ધીમે અમારું ગ્રુપ બન્યું. છઠ્ઠામાં અમારા વર્ગમાં ગોરો, કદાવર, દેખાવડો નાસીર આવ્યો. હવે અમારું ગ્રુપ ‘એક્ટિવ’ થયું. ભરપુર મસ્તી કરતાં મને પાંખો આવવા લાગી હતી.

ખોપટના નવા ઘરમાં આવ્યા પછી મારું પહેલું પ્રેમપ્રકરણ શરૂ થયું હતું.

ત્યારે હું છઠ્ઠામાં હતો અમારી સામેનાં બિલ્ડીંગમાં એક પરિવાર રહેવા આવ્યું. તેમનો દીકરો હતો. ગોરો દેખાવડો, છોકરો મારાથી સાત આઠ વર્ષનો મોટો હતો. એનું નામ રોહન. તેની સાથે મારું અફેર શરૂ થયું. હવે હું નિશ્ચિત થયો હતો... મનને ખરખરો ન હતો. આપણે આ શું કરી રહ્યા છીએ ? આ નૉર્મલ છે કે ? જેવા પ્રશ્ન જાગતા ન હતા. ઊલટાનું હવે હું ઓપન થયો હતો... રૂીજ, ૈં ટ્ઠદ્બ ખ્તટ્ઠઅ... ર્જી ુરટ્ઠં ? રોહન અને હું નજીક આવ્યાં હતા. અમે મળતાં વાતો કરતાં ગપ્પા મારતાં, સહુને થતું શું ગાઢ દોસ્તી છે, લક્ષ્મી અને રોહનની... પણ અમે એકબીજાને પ્રેમ કરતા હતા. રોહનનો સ્પર્શ, તેનો આશ્લેષ અને મને ખૂબ અનેરો અનુભવાતો. હળવેથી એ મારું ચુંબન લેતો અને એ મારો થઇ જતો. અમારો સંબંધ આમ ખીલી રહ્યો હતો. તેમાં સેક્સ ખૂબ પછી આવ્યો. પણ તેની સાથેના સેકસ માં મને આનંદ આવતો સંતોષનો અનુભવ થતો. આ પૂર્વેનો સેક્સ મારી પર ની પીડાનો ભાગ હતો. પણ અત્યારનો સેક્સ કેવળ મારી ‘ચોઇસ’ હતો. મારી મરજીથી થનારો. એણે મને વેદના નહિ પણ આનંદ જ આપ્યો

અમારા આ સંબંધની આજુ બાજુમાં કોઇને કયારેય શંકા આવી નહિ, અમારી ખૂબ ગાઢદોેસ્તી થઇ. એમ લોકોને લાગતું... અને હતી જ એ તેવી.

પણ આ દોસ્તીનેય નજર લાગી.

રોહન મારી અત્યંત નિકટ હતો. પણ તેનો નાનો ભાઇ, તેના ફોઇના દીકરાએ મને પામવા, મારા શરીર સાથે ચાળા કરવાના શરૂઆત કરી, રોહન કહેતો આવું ન કરીશ, એ તેને હેરાન કરતો ક્યારેક તે લોકો સાંભળતા અને ક્યારેક તે સાંભળતા નહિ હળવે હળવે હું બધાના હાથનું રમકડું બનતો ગયો. મારો પ્રેમ કેવળ રોહન હતો. પણ રોહન કેમ મારી સાથે કેમ આમ વર્તે છે. રોહન પણ અન્યની જેમ મને રમકડું માનતો હતો. મને આ બધાનો અને પોતાનોય ગુસ્સો આવતો.

મારા મગજમાં આ બધી ગૂંચવણ થઇ રહી હતી ત્યારે રોહન એક યુવતીનાં પ્રેમમાં પડ્યો. અમારા ઘરની નજીક રહેનારી એક યુવતી સાથે તેનું અફેઅર ચાલુ થયું. હું માત્ર એ બંનેના સંદેશા અને ચિઠ્ઠીઓનું માધ્યમ બન્યું હતો. મને સમજાયું રોહન પણ મારો ઉપભોગ કરતો. પછી હું ચિડાયો. રોહન અને મારી વચ્ચે આ વાત ઉપર જોરદાર ઝધડો થયો. અમારા સંબંધ તો પૂરો થયા જ. પણ દોસ્તીય તૂટી.

આ જ અરસામાં શાળા બહાર પણ મારી કેટલીક જણા સાથે દોસ્તી થતી હું બાસ્કેટબાલ રમ્તો હતો. મને યાદ છે કે ‘પ્રોલાઇન’ની બાસ્કેટબોલ ટીમમાં ત્યારે હું હતો. અમે ખૂબ મજા કરતો. હું ગમે તે હોવા છતાં કોઇ મને જુદો ગણતાં મને એ વાતનો આનંદ હતો. ત્યાં મારી સહેલી હતી ઓટ્રી તેનો બોય ફ્રેન્ડતો મને નાના ભાઇજ માનતો. મોટાભાઇની જેમ મારી સંભાળ લેતો. કેટલાક લોકો આપણને પોતાનો માન છે એનો મને ધણો આનંદ થતો. પછી મારી અસ્થમાની લીધું પણ આ ગ્રુપે આપેલું પોતીકાપણાનો વિશ્વાસ હંમેશા રહ્યો.

આવો જ વિશ્વાસ વધું એક વ્યક્તિએ મને આપ્યો... રાહુલ કાળે. થાણે કોળીવાડાનાં હોલમાં એક પાર્ટી હતી. ત્યારે તેનો અને મારે પરિચય થયો. મારા જેવો જ હતો એ... બાયલો. લોકો તેને બાયલા, બાયલા કહીને ખિજવતાં. બધાંય ખિજવતાં એટલે હુંયે ખિજવતો. પણ હળવે હળવે અમારી દોસ્તી થઇ. એ ખુબ ‘બોલ્ડ’ હતો. પહેલા મને બીક જ લાગી તેની ‘બોલ્ડનેસ’ની, પણ અંદર ક્યાંક આપણનેય આવાં જ થવું જોઇએ એમ લાગતું હતું. હું કેટલાક જણા સાથે હવે ખૂબ મુક્ત થયો હતો.આ બોલ્ડનેસ મને રાહુલ જોડેથી મળી છે. હું તેની જેમ વર્તીને તેની સાથે ભટકતો, મસતી કરતો અને પાર્ટીઓ કરતો. હું રાહુલ અને થાણેનો અમારો એક મિત્ર મોહન થાણેનો જાતીયતાના ટાયકૂન્સ હતા અમે. હું અને રાહુલ બન્ને કોન્વેન્ટનાં તેને કારણે એકબીજા સાથે સતત હાયફાય ઇંગલીશમાં બોલતા. તેને કારણે મારું ઇંગ્લીશ પણ સુંધરી ગયું.

મારો પ્રિય મિત્ર પ્રવીણ, એને આ રાહુલ દીઠેય ગમતો નહિ. ‘એ સારો છોકરો નથી... તેની સાથે દોસ્તી કરીશ નહિ. તે વખતે મને એ ગમતું નહિ. કારણ કે અમે જે કરતાં એ મને ગમતું હતું એટલે મે તેની વાત સાંભળી નહિ. હું સાતમા-આઠમામાં હતો ત્યાં સુધી રાહુલ, મોહન અને મેં ત્રણે ખૂબ જ ધમાલ કરી હતી.’

પણ છેવટે પ્રવીણ કહેતો હતો એ સાચું પડ્યું, રાહુલ લોકો પાસેથી પૈસા લેતો, તેની પાર્ટીઓ કરતો, પણ પૈસા પાછા આપતો નહિ. પહેલા મને આની કલ્પના નહોતી. તેની સાથે વધુ ને વધુ રહેતો ગયો, તેમ તેમ મને આ એકેક વાતો સમજાવા લાગી. અલબત્ત આ બધું ફરવું રખડવું બધું બંધ કરી દીધું. પણ રાહુલ જોડેથી મને બોલ્ડનેસ કેળવાય પછી એ વધતી જ ગઇ...

આ જ અરસામાં સાતમાં હતો ત્યારે શાળામાંથી અમે માથેરાન પ્રવાસમાં ગયા હતા. અમારા વર્ગનાં બધાં જ હતા. ગુરુપ્રસાદ, નાસીર હું પ્રવાસમાં રાત્રે નાસીર મારી પાસે ઊંધ્યો... અને એ બન્યું ? કદાચ મારેય એ જોઇતું હતું. રોહન પછી મારા જીવન માં એવું કોઇ ન હતું. મને એ વખતે ખૂબ ગમ્યું. પણ તે સાથે પ્રશ્ન જાગતો રહ્યો...આ શરીરમાં એવુંય શું છે, જે પુરુષોને આકર્ષિત કરે છે ? એ મારો કેવળ મિત્ર રહ્યો નહિ. ‘સંરક્ષક’ બન્યો. શાળામાં આવતા-જતા અનેક જણ મને ખીજવતા હતા. શાળામાં કોઇ ખિજવે તો નાસીર ટીચરને કહેતો. બહાર ખિજવે તો હવે એ સીધો મારામારી પર ઊતરી આવતો.

હું અને નાસીર શાળામાં તો સાથે હતા પણ ટયુશન માં પણ સાથે હતા. નાસીરનું ઘરથી ટયુશનનાં રસ્તા પર જ નાકા પર હતું. આ છોકરા કયારેક મને ચીડવતાં નહિ. ઊલટું એ વિસ્તારમાં કોઇ ચીડવતું હોય તો તે મારી મદદે દોડી સાતે ગપ્પા મારતા. હું અહી કેટલીય વાર ઊભો રહેતો. ટયુશનથી આવતાં તેમની સાથે મસ્તી કરવા કલાકો સુધી રોકાતો. ખરું તો હું આ ગ્રુપનાં સુફિયાનનાં પ્રેમમાં પડ્યો હતો. પણ આ બધા મારી સાથે એટલું સરસ વર્તતા હતા, મને એટલું માન આપતા હતા કે... મેં તેને પછીકાંઇ કીધું નહી, અમે બધા મળતા રહ્યા મજા કરતા હતા. નાસીર નાં અને મારા સંબંધો ચાલુ રહ્યા... મને રવિ મળતા સુધી ?

એક દિવસ હું બસમાં ચડી ને હું આ જ રીતે સીટ પર બેઠો હતો. એક છોકરો ચડીને મારા પાછળની સીટ પર બેઠો. મારી પાસેની સીટ ખાલી જ હતી. થોડીવારે તેણે મને પૂછ્યું, સીટ પર બેઠો. મારી પાસેની સીટ ખાલી જ હતી થોડીવારે તેણે મને પૂછયું, તેની તરફ પાછળ વળીને જોતા મ કહ્યું, એ આગળ આવ્યો. મારી પાસે બેઠો. ‘રાકેશ જૈસવાલ’ હાથ લંબાવતા તેણે કહ્યું, વાતો, ગપ્પામાં પહેલો અમારો પરિચય થયો અને પછી દોસ્તી.

કોલબાડમાં જાગમાતા મંદિર નજીક રાકેશનું મિત્રમંડળ હતું. નિલેશ, બ્રિજેશ, સજીસ, બાળૂ , રવિ... રાબોડીમાં મિત્રોમાં જેમ હું ભળી ગયો હતો, તેમજ આ રાકેશનાં મિત્રોમાં પણ... અને તે મિત્ર જેમ મારી બાબતમાં ‘પ્રોટેક્ટિવ’ હતા તેવા જ આ રાકેશનાં મિત્રો પણ. તેમણે તો મને કયારેય ખીજવ્યો નહિ, પણ તે વિસ્તારમાં અન્ય કોઇને ખિજવવા પણ દીધા નહિ, લક્ષ્મી ને કોઇએ કાંઇ કહેવાનું નહિ...

હું તે વખતે શાળામાં હતો, પણ આ ગ્રુપમાં બધા ઉંમરમાં બધા મારા કરતાં મોટા જ હતા. રવિપણ નોકરી કરતો હતે... અને તેને જોતા જોતા હું તેના પ્રેમમાં પડ્યો. તેની સાથે મને કાઇક અનોખું જ અનુભવાતું હતું. એ અરસામાં હું ડાયરી લખતો હતો. મને અસ્વસ્થ પણ આનંદ આપનારું છે. એ અરસામાં હુ ડાયરી લખતો હતો. દિવસમાં એકવખત રવિને મળું નહિ તો કાંઇ ગમતું નહિ, ખાધા પીધા વગર અભ્યાસ કર્યા વગર કેવળ હું તેની રાહ જોતો હતો... એ આવે નહિ કે રડતો રહેતો... રવિ માંદો પડ્યો ત્યારે તેનું ભોજન, ફળો લઇને જતો. તેનાં ઓશિકા પાસે બેસી રહેતો, પ્રવીણ મને કહેતો, એ તારી પર પ્રેમ કરતો નથી. તને દુઃખ ન પહોંચે એટલે તોડતો નથી. તેનામાં આટલો ખોવાઇશ નહિ ? પણ મને એ ગમ્યું નહિ.

રવિના પ્રેમમાં હું જેમજેમ ગૂંચાતો ગયો. તેમતેમ નાસીર ચિડાતો હતો, એ મારો ખૂબ જ જૂદી હતી, હું જાણે તેનો જ થયો હતો. તેને મળવા ગમે તે કરવા તૈયાર થતો હતો... નાસીર થી આ સહન થતું ન હતું. હું તેની અનસ્પોક ગર્લફ્રેન્ડ હતો ને ? હું ય કાંઇ જ કરી શકતો ન હતો. મારા હાથમાં, મારા તાબામાં કાંઇ જ રહ્યું નહોતું હવે...

નાસીર ધીમેધીમે તૂટતો ગયો. રવિ નિકટ આવતો ગયો. તેની સાથેના સંબંધ કેવળ શારિરીક સ્તર પરનાં નહોતા. મનથીય હું તેની સાથે જોડ્યો હતો એય મારામાં ડૂબતો ડૂબતો જતો હતો.

...અને મારા મગજમાં એક દિવસ ભયનો ઘંટ વાગવા લાગ્યો. આજસુધી મારા જેમની જેમની સાથે સંબંધ રાખ્યો છે તે બધાયનો મારા શરીર સાથે નો સંબંધ હતો પણ રવિનો મારી સાથેનો સંબંધમાં પણ શરીર હતું જ... અમારા આ સંબંધનું ભાવિ શું ? પછી એ તૂટી જાય એ જ સારું છે.

બસ, મેં નક્કી કર્યું. આપણી સાથે નહિ પણ જેની સાથે શક્ય છે, તેની સાથે તેનું જીવન જોડી આપવું. રવિ નું લ્ગન નક્કી કરવામાં મેં જ આગેવાની લીધી. સાચે જ મારા તેની પર પ્રેમ હતો અને એટલે જ આપણા કારણે તેનું જીવન નષ્ટ નથાય એવું એકદમ મનથી લાગતું હતું. તેના લગ્ન નક્કી કરવાનો તેનું જીવનમાંથી હું ખસી જવાનો હતો...

મારી સહેલી હતી ખુબ સુંદર નિશા, તેને રવિ ખૂબ ગમતો, તે રવિને પ્રેમ કરતી હતી, પણ રવિ હવે કેવી રીતા સમજાવવો...? પછી મેં યુકિત કરીને રવિની બહેન સાથે નિશાનો પરિચય કરાવી આપ્યો. તેમાંથી પછી નિશા રવિની નજરે આવી અને એ તેના પ્રેમમાં પડ્યો.... હું ઇચ્છતો હતો તેમ જ થયું હતું. મને આનંદ થયો. તે બંનેની કોર્ટશિપ હું એન્જોય કરતો હતો...

પહેલા મને સાચે આ બધું ખૂબ ગમતું હતું. પણ પછી તેનો ગુસ્સો આવવા લાગ્યો. જાણે માછું જ ફર્યું મારું... રવિ મારી પર પ્રેમ કરતો હતો. મને સમજાતું હતું એ... પણ હવે કાંઇ કરી શકાય એમ નહોતું. મારે કાંઇ કરવું ન હતું. ખૂબ ઊંચોનીચો થયો. રવિનું લગ્ન થતા સુધી માંડમાંડ શાંત રહ્યો અને પછી તેના જીવનમાંથી એક્ઝિટ લીધી... આજે રવિ અને નિશા તેમના સંસારમાં ખુશ છે. તેમને એક સુંદર પુત્ર પણ છે. પણ આજેય જયારે હું રવિને જોઉં છું, ત્યારે હૈયું ચિરાઇ જાય છે. મુગ્ધ પ્રેમ હતો એ... મારાથી ભૂલૂ શકાતો નથી.

રવિના જીવનમાંથી ખસી જવું અહીં એક વાક્યમાં આવ્યું. પણ મારા માટે એટલું સરળ ન હતું. મેં પોતે જ તેના લગ્ન કરવાની આગેવાની લીધી હતી. સાચ્ચું છે... જુદી જુદી રીતે હું પોતાને સમજાવવાનો પ્રયાસ કરતો હતો, પણ મારા મનમાં પોતાને માટે અનેક પ્રશ્ન જાગતા હતા. તેના જવાબ શોધવાની મારી મથામણ ચાલુ હતી. મારી જાતીયતા વિશે હું ખૂબ વિચાર કરતો હતો. હું એબનૉર્મલ નથી એ સાચું છે. પણ પછી આ છેય શું ? છોકરા તરીકે મારો જન્મ થયો હતો અને છોકરાઓનાં જ પ્રેમમાં હું પડતો હતો. પણ હવે હળવે હળવે હું છોકરો નથી છોકરી છું એ મને લાગવા લાગ્યું હતું. ચોક્કસ હું કોણ છું ? આ જીવન મને ક્યાં લઇ જવાનું છે...? આપણી ઇચ્છાઅનુસાર આ જીવન મને ક્યાં લઇ જવાનું છે...? કાંઇ જ સમજાતું નહોતું. આપણી કાંઇ ભૂલ થાય છે ? વિચાક કરી કરીને માથું ભમવા લાગ્યું.

આ વિચારોનાં કોલાહલમાં ક્યારેક એક સંબંધ જોડાતો હતો એ મારી કલાનો ડાન્સનો. મે કાંઇ પણ થયું તે છતાં મે ડાન્સ છોડ્યો ન હતો. ખરું તો મારો ડાન્સ, મારા લચકવા પરથી મને ‘બાયલો’ કહેવાની, ચિડવવાની શરૂઆત થઇ. પણ મને તેની પરવા ન હતી. અજાણ વયમાં નહી અને સમજણી વયમાં તો બિલકુલ નહી ? મારો ડાન્સ ચાલુ જ હતો તેનું શાસ્ત્રશુદ્ધ શિક્ષણ લેવાનીય મેં શરૂઆત કરી હતી. સિંઘાનિયામાં હતો ત્યારે અન્યથા શાંત રહેનારો હું સ્ટેજ પર પગ મૂકતાં જ ખીલી ઊઠું છું, એ ડાન્સ શીખવનાર મેમન મિસને બરાબર પારખ્યું હતું. શાળાનાં દરેક કાર્યક્રમમાં, પછી તે ડાન્સ હો કે નાટક તેઓ મને લેતાં જ, નૃત્યનાં તદ્દન શરૂઆતનાં સ્ટેપ્સ મેં મારી દીદી રુકમણીનાં પગલે ચાલીને ઘુંટ્યા હતા. સિનેમાનાં સ્ટેપ્સ તે મને શીખવતા, ત્યાર બાદ મેમન મિસે તેને પોલિશ કર્યા, બિમ્સ પેરાડાઇઝમાં શાળામાં શિક્ષિકા ન હતા બહારનાં એક શિક્ષિકા ડાન્સ શિખવવા આવતા હતા...સુંદર અને સુસંસ્કૃત... પારંપારિક પદ્ધિતની અત્યંત સુધડ, વ્યવસ્થિત પહેરેલી સાડી... ગળામાં આંખે બાઝે તેવું મંગળસૂત્ર... તેમાં પતિનો ફોટો... કપાળે મોટો ચાંદલો... સતત હસતો ચહેરો... તેમનો દેખાવ જ સામેનાને પ્રસન્ન કરી જતો. એ હતા બેબી જોની. મારા ડાન્સ કરિઅરને નવી દિશા આપનારા, ડાન્સમાં મારા ‘સ્ટેપિંગ સ્ટોન’ રહેલાં મારા ટીચર... તે શાળામાં અમે અનેક ડાન્સ બેસાડતાં. હું અને જાહિદા, ફાલ્ગુની, ભાગીરથી જેવી મારી સહેલીઓ... અમે નૃત્યમાં રહેતા જ તેમાં ખૂબ મજા આવતી. હું મનથી નાચતો. ડાન્સ એ મારો પ્રાણવાયુ હતો...માંદગી ભૂલનારો... અંતે કેવળ શાળાનો ડાન્સ મારા માટે પર્યાપ્ત ન હતો અને હું બેબી જોની પાસે ડાન્સ શીખવી જવા લાગ્યો. મલ્યાળી ક્રિશ્ચિયન એવા આ મારા પહેલા ગુરુએ મને ડાન્સમાં ‘પ્રેઝેન્ટેશન’ શીખવ્યું. ફકત ડાન્સમાંનું જ નહિ, એકંદરે જીવવાનું પ્રેઝન્ટેશન શીખવ્યું. ફકત ડાન્સમાંનું જ નહિ તે હંમેશા મને કહેતાં, ઝાડુવાળો ઝાડુવાળો લાગવો જોઇએ ડૉકટર ડૉકટર લાગવો જોઇએ. તેમ ડાન્સર હંમેશા ડાન્સર લાગવો જોઇએ. નાચતી વખતે અને નાચ કરતો ન હોય ત્યારેય તેના ચાલવા -બોલવામાં તો કલાકારની અદા હોવી જ જોઇએ.તેમના આ શબ્દ મારા મનમાં અંકિત થઇ ગયાં. બેબી જોની પોતે પણ એવા જ હતા. તેમનો મરી પર એટલો પ્રભાવ હતો કે હું હીજડો થયાં પછી તેઓ જે રીતે સાડી પહેરતા તે રીતે જ હું સાડી પહેરવા લાગ્યો. બધા મને કહેતા શું સુંદર સાડી પહેરી છે ?

મારા આ જ ગુરુએ મને સંપૂર્ણ જીવનમાં ઉપયોગી નીવડે એવું વધુ એક વાત શીખવી. બોલ્ડ કેવી રીતે જીવવું બેબી જોની મિસનાં પતિનું નિધન થયું હતું. સમાજની દ્દષ્ટિએ તે વિધવા, પણ તેમણે પોતાના દુઃખને કયારેય વટાવ્યું નહિ. પોતાના પતિનું સંભારણું તે પોતાના મંગળસૂત્રમાં જતન કરતા હતા... બસ, તેટલું જ. તે પોતાના ડાન્સ કલાસેસ ચલાવતા હતાં. સર્વ શિષ્યો સાથે મળીને - હળી ભળીને સન્માન પૂર્વક રહેતા હતા. ફક્ત શિષ્ય જ નહિ, સર્વજણ તેમની તરફ આદરથી જોતા હતા. આપણે જ આપણું માન રાખીએ તો સર્વ જણ આપણને માન આપે છે... બેબી જોન મિસને જોઇને જ હું આ શીખ્યો. તેવી અનેક વાતો હું તેમની પાસેથી જાણ્યે અજાણ્યે શીખ્યો. તે હંમેશા કહેતા. આપણું ચારિત્ર્ય પરથી જ માણસની માણસતરીકેની કિંમત નક્કી થતી હોય છે. સમાજ પણ પછી તે પરથી જ તેને મૂલવતો હોય છે. બેબી જોન આમ અત્યંત શિસ્તબ્ધ હતા કટક... દરેક વખતે તે દ્દઢતાપૂર્વક મારા પક્ષે ઊભા રહ્યા. મારી કલાને તેમણે મૂલવી, ખીલવી તેને આકાર આપ્યો. હળવે હળવે ડાન્સર તરીકે લોકો મને ઓળખવા લાગ્યા. બેબી જોનીનાં કલાસમાં હું નાના બાળકોને ડાન્સ શીખવતો. મારી પાસે શીખવવાની કળા હતી જ તેને કારણે બાળકોનેય મારું શીખવવું ગમતું. પણ હળવેહળવે તે મને એપર્યાપ્ત લાગવા લાગેયું અને સાતમા આઠમામાં હતો અને મે મારા ડાન્સ કલાસ ચાલું કર્યા. ‘વિદ્યા નૃત્ય નિકેતન’ મારી મમ્મીનું નામ વિદ્યાવતી હતી આ કલાસ ની સાથે સાથે હું ડાન્સ શીખવવા પણ જતો હતો. પોતેય ડાન્સ શીખવતો હતો જુદીજુદી સ્પર્ધાઓમાં ભાગ લેતો હતો. અને ઇનામો મેળવતો હતો.

આ જ અરસામાં એકવખત આંતરશાળાની સ્પર્ધામાં મેં ભાગ લીધો હતો. ‘મોહિની’ ફિલ્મના ગીત પર મેં નૃત્ય તૈયાર કર્યુ હતું. મારા જ કલાસમાં એક સુંદર નાચનારી બાળકી હતી, એ ઇલા અરૂણનું કરવાની હતી મારો ડાન્સ ખૂબ સરસ થયો. ખૂબ તાળીઓ ત્યારપછી તેનો નંબર... મને ધાસ્તી...આ સરસ નાચશે... આપડું ઇનામ જશે... પણ તેનાં ગીતની કૅસેટ ચાલી જ નહિ... અનેક પ્રયત્નો કરીનેય ચાલી નહિ. એ ડાન્સ કરી શકી નહિ, સ્ટેજ ઉપર જ એ રડવા લાગી અને ઇનામ લેતી વખતે તેનો ચહેરો મારી આંખો સામે આવવા લાગ્યો. આમ સતત લાગતું...

મારા ગુરુ બેબી જોની પાસે હું પ્રેઝન્ટેશન શીખ્યો. ત્યારબાદ હું વૈશાલી મિસ પાસે જવા લાગ્યો. તેણે મને ફિલ્મી સ્ટાઇલનું ડાન્સિંગ શીખવ્યું. હવે મારે ડાન્સ અધિક ગ્રેસફુલ થયું. ત્યારબાદ મહાલિંગમ અને શ્રી વસંતકુમાર પિલ્લે બંને એ મને ભરતનાટ્યમ્‌ જેવા અભિજાત નૃત્યનો શાસ્ત્રીય ભાગ શીખવ્યો. મને અધિક પરફેકટ કર્યો... મારું નામ થતું હતું. શો જ મળતા હતા. મારા શિષ્ય ‘બુગીવુગી’ જેવો કાર્યક્રમમાં જતા હતા. હુંય તેમને ચિઅર અપ કરવા પ્રેક્ષકોમાં બેસતો હતો. કામ વધતું હતું... સમય ઓછો પડતો હતો.

આવામાં જ એક દિવસ શ્રી સચિન ખરાત નામના મારા એક પરિચિત ડાન્સર સાથે દીપક સાળવી મારી પાસે આવ્યો. એ પણ ડાન્સર હતો. પ્રથમ મુલાકાતમાં જ અમારા સૂર મળી ગયા... એ મારો નિકટનો મિત્ર બન્યો. હળવે હળવે તેણે વિદ્યા નૃત્ય નિકેતન નો ભાર તેણે પોતાની ઉપર ઉઠાવી લીધો. આજેય ‘લકી ચેપ ડાન્સ એકેડમી’ નામે મારા ડાન્સ કલાસેસ ચાલુ છે. તે દીપક જ સંભાળે છે.

મારું ડાન્સ કલાસેસ લેવા અને ડાન્સ શીખવવાનું ચાલું હતું. સતત મારા મગજમાં, બોલવામાં, વર્તવામાં ડાન્સ જ રહેતા એ ગાળામાં... મારી દેહબોલીમાંથી ડાન્સ જ વ્યક્ત થતો અને એટલે જ હવે બધા ‘બાયલા’ તરીકે ખૂબ જ ચીડવવા લાગ્યા હતા... કેટલાક જણને હું આકાશપાતાળ એક કરીને ટાળતો હોવા છતાં , બધાયની બાબતમાં તેમ કરવું મારા સ્વભાવમાં ન હતું. અસલમાં હું આમ શાંત જ હતો... કાંઇ બોલતો નહિ. તેને કારણે આ બધા મને એવો માનીને ચાલવા લાગ્યા... લક્ષ્મી ને... કરો ગમે તે ? અને સાચ્ચે જ, એ ગાળામાં મારું શરીર એક રમકડું જ થયું હતું. કોઇ પણ આવે, કાંઇ પણ કરે ? બે વખત તો મારી પર બળાત્કારનો પ્રયાસ થયો. છોકરાઓની એક ટોળકી મને યેઉરનાં જંગલમાં લઇગઇ. પણ હું મક્કમ રહ્યો. તેમને કાંઇ પણ કરવા દીધું નહિ. તે મધરાતે યેઉરનાં ગાઢ જંગલમાં મને મૂકીને આ ટોળકી નાચે ઊતરી ગઇ હતી. એક વખત ડાન્સ શીખવવા ગયો હતો ત્યારે આજુબાજુના છોકરાઓએ સાથે આવીને મને એક ઘરમાં ઘેરી લીધો અને... બીજા માળ પરના એ ઘરની બારીમાંથી મેં સીધો નીચે ભૂસકો માર્યો હતો ? ખૂબ વાગ્યું, પણ બચી ગયો ?

પુરુષપ્રધાન સમાજમાં વર્તવું કેવી રીતે, તેની યુક્તિ હું મનમાં વિચારવા લાગ્યો. આ પૌરુષેય મનોવૃતિ સાથે આપણે જોરદાર લડત આપવી પડશે. આપણી ઉપર ગુજરનાર એક પ્રસંગેટાળીશું. બીજો ટાળીશું... પણ આવા કેટલા પ્રસંગ ટાળીશું...? આપણે લડતાં શીખવું પડશે, મેં મનોમન લડવાની તૈયારી કરી અને વધુ એક પ્રસંગે મારી પર વિત્યો. ચૌદ છોકરાઓએ મને એક ઘરમાં પૂરી દીધો... મારી ઉપર જબરજસતી કરવાનો તેમનો વિચાર હતો. હું તેમનો વિરોધ કરતો હતો. જીવ પર આવીને આક્રોશકરતાં છૂટવાનો પ્રયાસ કરતો હતો... છેવટે એક પુરુષએજ મારી મદદ કરી .. હું ભાગ્યો, હું છૂટ્યો... પણ એક પ્રશ્ન લઇને જ... આપણે પુરુષો સાથે લડવાનું છે, પણ અહીં એક પુરુષ જ આપણી મદદે આવ્યો... આવા પુરુષો સાથે લડીને કેમ ચાલશે ? એટલે આપણે પુરુષો સાથે લડવાનું છે, પણ અહીં એક પુરુષ જ આપણી મદદે આવ્યો... આવા પુરુષો સાથે લડીને કેમ ચાલશે ?એટલે આપણે બધા પુરુષો ને એક જ ત્રાજવે નહિ તોળઈ શકીએ, તેમાંય ફરક હોવો જોઇએ...

આ અને આવા અનેક અનુભવોમાંથી હું શીખતો ગયો. ઘડાતો ગયો. સાતમા આઠમામાં હતો ત્યારે જ હું માણસો ઓળખતાં શીખ્યો. ‘સંબંધ’ એટલે શું એની મને જાણ હતી તેનું મહત્ત્વ શું છે, એનો અનુભવ હું પ્રત્યક્ષ મારા ઘરમાં, મમ્મી-પપ્પાના પ્રેમમાં મેળવતો હતો, પણ તે સાથે જ આ સંબંધને અન્ય રંગમાં પણ હોઇ શકે એનો અનુભવ ખૂબ નાનપણમાં મેં લીધો હતો. કેટલાક સંબંધોના મારી બાબતમાં ચૂરેચૂરા થયા હતા. અને એટલે આપણે સંબંધો અત્યંત કષ્ટ લઇને જતન કરવા જોઇએ એમ મને એકંદરે અંદરથી અનુભવાતું હતું. બધા જ ભાઇઓ કાંઇ મારી સાથે સારી રીતે વર્ત્યા ન હતા. પણ આપણે ફકત શશીના સારાભાઇ બનવું જોઇએ. એમ મને મારું મન સૂચવતું હતું. મારા ઘરનાં માણસો, મારા સગા-વ્હાલા, મારા મિત્રો, મારી સહેલીઓ, ઓળખીતા- પાળખીતા... બધાંના અસંખ્ય પ્રકારનાં, અનેક વખત પરસ્પર વિરોધી અનુભવ મેં લીધા. આ બધામાંથી કોની કેટલું નિકટ જવું, એ મને સમજાતું ગયું. નિકટ જઇનેય દૂર કેવી રીતે રહેવું એ સ્ફૂરતું ગયું. અને આ સમજણ-સ્ફૂરણમાંથઈ મારા જીવવાનું મારું પોતાનું એવું એક તત્ત્વ-જ્ઞાન થતું ગયું.

હવે તદ્દન ગણ્યાગાઠ્યા છોકરાઓ સાથે હું દોસ્તી કરવા લાગ્યો. સંબંધ રાખવા લાગ્યો. મારું પોતાનું વર્તુળ તૈયાર થવા લાગ્યું. જે આપણો ઉપયોગ કરી રહ્યા છે એમ લાગતું. તેમનાથી હું પોતે ચાર વેંત દૂર ધકેલતો અને સાવ શરીર પર આવે તો જમદગ્નીનો અવતાર ધારણ કરતો. અણગમતા માણસો નજીક આવે નહિ, એટલે પછી મેં પોતાને જ બદલાવાની શરૂઆત કરી...

પાંચમાં હતો ત્યાર થી હું ગે ટુકડી સાથે રહેતો. તેમને મળતો હતો. તેમની પાર્ટીઓમાં જતો હતો, પણ હળવે હળવે તેમનામાંય મને પારકાપણું લાગવા લાગ્યું. આ લોકો સમલૈંકિક હોવા છતાં તે પુરુષોની જેમ જ રહેતા, અને તેમજ વર્તતા. મને થતું, આ સ્ત્રીઓ જેમ કેમ વર્તતા નથી...? કારણ મારામાં સ્ત્રીપણું વધું હતું. આપણે પુરુષ છીએ અને બીજા પુરુષોનાં પ્રેમમાં પડ્યા છીએ એનમને કયારેય લાગ્યું નહિ. આપણે છોકરી છીએ એમ જ હું માનતો હતો.

પછી હું ડ્રેગકવીન થયો. કયારેક કયારેક હું યુવતીઓ જેવા કપડાં પહેરતો, પાર્ટીઓમાં જતો, ત્યાં નાચતો, ધમાલ કરતો, ખરું તો આ અમારા ઘરની સંસ્કૃતિ ન હતી. હું આવું કરું છું એ ખબર પડી હોત તો કોણ જાણે મમ્મી-પપ્પાની શું પ્રતિક્રિયા થઇ હોત ? પણ ઘરે મેં આ જાણ થવા જ દીધી નહિ. તે વખતે હું અનેક ધંધા કરતો હતો... ડાન્સના કલાસેસ ચલાવતો હતો, શો જ કરતો હતો, અનેક સ્પર્ધાઓમાં ભાગ લેતો હતો... આ બધાનાં બહાના બનાવતાં હું મમ્મીને છેતરતો હતો અને પાર્ટીઓમાં જતો...

આ તોફાન,તેમાં જ અભ્યાસ અને ડાન્સ જેવા કલરોળમાં હું ૬૫ ટકા માર્કસ મેળવીને એસ. એસ. સી. થઇને મિઠીબાઇ કૉલેજમાં આવતા સુધી હું શબ્દશઃ ‘મહામાયા’ થયો હતો... ‘બિનધાસ્ત શબ્દ’ પણ અધૂરો લાગતો...પણ હું બેફિકર નહોતો, બેજવાબદાર નહોતો.

કૉલેજમાં લેકચર્સ બંક કરવા એ જાણે મારો જન્મસિદ્ધ હક્ક હતો. અલબત્ત આમ કરનાર હું એકલો ન હતો. મિઠીબાઇ વાસ્તવમાં શરૂઆતથી જ ખૂબ જ આગળ રહેલી કૉલેજ અને તેમાં હું એટલે... અત્યંત ફેંશનેબલ હતો હું ત્યારે અને મારી જાતીયતાની બાબતમાં ખૂબ જ બોલ્ડ ? કયારેક સ્ત્રીનાં કપડા રહેતા શરીર પર મને પ્રિય ‘પરસોની ૧૧૨’ ડાર્ક લિપસ્ટિક લગાવેલી રહેતી. વધારેલાં નખ, તેમાં વધેલા ભાગમાં કાણાં પાડેલા અને તેમાં નાની રિંગો ભરાવેલી. મારું તોફાન ચાલતું ? પણ અહીં કોઇ હસતું નહિ, કોઇ ચીડવતું નહિ,કારણ મીઠીબાઇમાં વાતાવરણ તેવું હતું. કોઇપણ કાંઇ પણ કરી શકતું અહી... જુહૂની પાસે આવેલી આ કૉલેજ... કૉલેજની આસપાસ ભરપૂર પબ્સ હતા અને ત્યાં સતત મ્યુઝિક, પાર્ટીઓ ચાલતી રહેતી. હું ત્યાં જ રહેતો - કૉલેજ ચાલુ હોય ત્યારેય અને છૂટ્યા પછીય...

થોડોય અભ્યાસ અને ભરપૂર ધમાલ ચાલુ કરી ત્યારે જ એક તરફ હું મૉડેલ કો-ઓર્ડિશનનું કામ પણ કરતો. ડાન્સ કલાસની અનેક યુવતીઓને શૂટીંગમાં, કાર્યક્રમોમાં મોકલતો હતો. આ ક્ષેત્ર હતું અને તેમાં કાંઇક કરતા મળે છે, એ મારા મનને શાતા આપતું. મારું મૉડેલ કો-ઓર્ડિનેશન નું કામ હું દસમાં થી કરતો ત્યારે એક વખત આરતી અને અશ્વિની ડાન્સર્સ સાથે હું શ્રી કીનુ ધોષનાં મ્યુઝિક આલ્બમનું શૂટિંગ જોવા ગયો હતો. ત્યાં સુ. શ્રી એનાબેલ મૉડેલ કો ઓર્ડિનેટર હતી. તેણે મને જોયો. આપણે ત્યાં હેઅર કલર પણ આવ્યા ન હતા. આવા સમયે રંગેલા વાળ સોનેરી વાળ, નાકમાં નથની, નેલઆર્ટ શબ્દનીય ખબર નહોતી એ સમયે નખમાં પહેરેલ રિંગ્જ. મારું આ રૂપ જોઇને એનાબેલને લાગ્યું, હું ફેશનડિઝાઇનર છું. એ મારી પાસે આવી ણને મને પૂછયુ, શું તમે એક ફેશન ડિઝાઇનર છું, મે કહ્યું, ‘ના, હું શૂટિંગ જોવા આવ્યો છું, પણ મારા ડાન્સ કલાસેસ છે. હું તમને મારા ક્લાસનાં મૉડલ્સ પૂરા પાડીશકીશ...’ એનાબેલએ ‘હા’ કહ્યું અને હું મૉડેલ-કો-ઓર્ડિશન કરવા લાગ્યો.

એનાબેલને કારણે હું આ ક્ષેત્રમાં આવ્યો. ઇસ્ટૅબ્લિશ થયો. તેની સાથે મારી ખૂબ સરસ દોસ્તી થઇ એ સમયે તેનાં છૂટાછેડાની કાર્યવાહી ચાલુ હતી. એ ખૂબ જ ડિસ્ટર્બ હતી. મારી પાસે તે ખૂબ મોકળી થતી. મને બધું કહેતી. આ ગાળામાં મેં તેને ખૂબ ધીરજ આપી. અમે વધુ નિકટ આવ્યા. આને દોસ્તી કહો. પ્રેમ કહો, મને ખબર નથી... પણ આજેય કયારેક એકલવાયું લાગે કે મારે માટે એનાબેલ હોય છે અને એના માટે હું ?

ખરે, એકવખત ઇન્ડસ્ટ્રીમાં આવીને કામ કરવાની શરૂઆત કર્યા બાદ મારા કોન્ટેક્‌સ વધ્યાં. તેને કારણે ફિલ્મ, ટી.વી. સીરીયલ્સ, મ્યુઝિક આલ્બમ બધાય માટે હું મોડેલપૂરા પાડવા લાગ્યો. કયારેક પોતેય નાચવા લાગ્યો. જુદા જુદા સ્થળે હું કાર્યક્રમ કરતો હતો. ડાન્સ શોજ કરતો હતો. આ શો જ માટે સમગ્ર મહારાષ્ટ્રનો પ્રવાસ મેં કર્યોહતો. ડાન્સ શોજ કરતો હતો. કલાકાર તરીકે એસ્ટેબ્લિશ થવા માટે હું ખૂબ મહેનત કરતો હતો. મારી નૃત્યકલા એ જ પેશન હતી મારી...

અને આ જ અરસામાં વૈશાલી સામંતનું રિમિક્સવાળું આલ્બમ ‘લાવણી ઑન ફાયર’ આવ્યું. ખરું તો તે માટે મેં મોડલ્સ પૂરા પાડ્યાં હતા. પણ લાવણીનાં લટકામાં તે સ્ટેપ્સ આ ડાન્સર્સ કરવા ફાવતા ન હતા. હું કરી બતાવતો હતો. ફરી ફરીને તેમની પાસેથી કરાવી લેતો હતો, પણ... છેવટે વૈશાલીએ કહ્યું, ‘લક્ષ્મી, આમાં તું જ કેમ નાચતો નથી ? તું જ ઊભો રહે. પછી બધું વ્યવસ્થિત થશે. અંતે મેકઅપ કરીને હું ઊભો રહ્યો અને નાચ્યો. લાવણી ઓન ફાયર હીટ ગયું.’ હું લોકપ્રિય ડાન્સર બન્યો. અનેક સ્થળે અજાણ્યા લોકો મલતા અને અને કહેતા લાવણી ગમી અમને કહેવા લાગ્યા.

કલાકાર તરીકે મળનાર આ પ્રસિદ્ધિ મને આતમવિશ્વાસ આપતી હતી. લોકો કાંઇ પણ કહે, ગમે તેમ ચીડવે, આપણે પોતાનું આવું કાંઇક કરી શકીએ છીએ એનો સુખદ અનુભવ કરાવતી હતી. આપણને જોઇએ તે જ આપણે કરી રહ્યા છીએ, એનો સંતોષ પણ આપતી હતી. આ ગ્લેમર નાં ક્ષેત્રમાં મારી તરફ કોઇ વિચિત્ર નજરે જોતું ન હતું, કોઇ ચીડવતું ન હતું, કોઇ ધારી લેતું ન હતું અને આ આત્મવિશ્વાસનાં જોર પર જ મારી જાતીયતા વિષયે હું અધિક બોલ્ડ, અધિક મક્કમ થવા લાગ્યો હતો. એક તરફ આત્મવિશ્વાસનાં જાગૃત થતો હતો અને બીજી તરફ મને સંપૂર્ણ સમાજ વિશે જ પ્રશ્ન જાગવા લાગ્યા હતા. ભિન્ન જાતીયતાનો, તેને કારણે સર્વસામાન્ય સમાજ મને સ્વીકારવા શાથી વામાટામા કરતો હતો. તે જ વખતે સમલૈગિકોની ગે કમ્યૂનિટીમાં પણ હું કમ્ફર્ટેબલ ન હતો. શરૂઆતમાં ગે જૂથ એકબીજાની અત્યંત નિકટ હતું પણ હળવેહળવે બહારની પરિસ્થિતિની અસર બાકીની દુનિયા જેમ તેમની ઉપર પણ થવા લાગી. તેમની વચ્ચેનાં સંબંધ તરફ જોવાનો દ્દષ્ટિકોણ બગલાતો આવ્યો છે કે શું, એમ મને લાગવા લાગ્યું અને આ બધાનો કંટાળોઆવવા લાગ્યો. ડ્રેગક્વીન તરીકે હું ક્યારેક યુવતીનાં કપડાં પહેરતો, પણ મારે આ કપડા કાયમ જ પહેરવા હતાં. ફક્ત પાર્ટી, સેક્સ કે ધમાલ એટલું જ જીવન મારે જાવવું ન હતું. હું પરિવારમાં ઉછરેલો, પરિવારમાં રુચિ ધરાવનારો, તેવા નાના નાના વિવાદો બાદ મારે પરિવાર મારી પાછળ જ હતો, મને મળેલ પૈસા હું મમ્મીને આપતો પણ તને કેટલા મળે છે ? તું કયાં ખર્ચ કરે છે ? જેવા હિસાબ ઘરનાઓએ કયારેય માંગયા નથી. પણ છતાંય મમ્મી-પપ્પા ઘરનાં મોટા દીકરા તરીકે મારી તરફ આશાભરી નજરે જોતા હતા.

તેમનું સમર્થન, તેમનો મારી પરનો વિશ્વાસ મારા માટે અત્યંત મહત્ત્વનો હતો. મારા મિત્ર, મારા સંબંધ, મારી વર્તણુક વિશે બહારનાં લોકો મમ્મી-પપ્પાની કાન ભંભેરણી કરતા હતા. પણ દરેકનું જીવન તે ઇચ્છે એમ જીવવા દેવું, એવા વિચારનાં એ બંને હતા, મને ક્યારેક તેમણે મારી વર્તણૂક વિશે જવાબ માંગ્યો નહિ.

મારો વધતો જનારો આત્મવિશ્વાસ, કદાચ મમ્મી-પપ્પાનાં મારા પરના આત્મવિશ્વાસને કારણેય હશે, આ અરસામાં હોડમાં ઊતરીને હું પ્રેમમાં પડ્યો ? જસપાલનાં !!

જસપાલ ખરું તો મારા એક મિત્રનો મિત્ર. મારા એ મિત્રે મારી સાથે શરત લગાવી... આને પટાવી બતાવ ? એ ‘આવ્હાન’ મેં સ્વીકાર્યું. પણ તે પુરું કરતી વખતે હું સાચ્ચે જ જસપાલનાં પ્રેમમાં પડ્યો. તેની સાથે લગોલગ જ રહેતો, હું...‘લિવ ઇન’માં રહેતા હોઇએ તેમ. રાત-રાત ઘરે આવતો નહિ, કોઇની પરવા કરતો નહિ. જસપાલ છોડીને બંધાય તરફ સંપૂર્ણ બેધ્યાન... જસપાલ અને જસપાલ. તેની સિવાય મને બીજું કાંઇ જ દેખાતું ન હતું.

દીપક મને હંમેશા કહેતો, ‘લક્ષ્મી, એ સારો છોકરો નથી. તેનાથી દૂર રહે.’ પણ દીપકની વાત સાંભળવા હું મારો પોતાનો કયાં રહ્યો હતો ? હું તો કયારનોય જસપાલનો થયો હતો ?

જસપાલ મારી પર કાંઇ પ્રેમ કરતો ન હતો, દીપકે કહેલું મને હળવેહળવે અનુભવાવા લાગ્યું, સમજાવા લાગ્યું... પણ ત્યાં સુધીમાં ખૂબ મોડું થયું હતું. જસપાલે મારી જરૂર હતી ત્યારે પડખે લીધો, વાપર્યો અને જરૂરિયાત પૂરી થયા પછી ફેંકી દીધો.

મારા જીવનમાં સહુથી ખરાબ, મને અત્યંત કલેશ આપનારા આ સંબંધ હતા. જસપાલની મારા જીવનમાંથી મેં બાગબાકી કરી અને તે જ વખતે નક્કી કર્યું, હવે લાગણીની દ્દષ્ટિએ કોઇની સાથે જોડાવું નહિ.

નક્કી કર્યું, તે સાથે મેં પાળ્યુંય...

ગે કમ્યૂનિટિની નિકટનો હોવાને કારણે કેટલાક હીજડા મારા પરિચિત હતા. આવી જ મારી એક હીજડા સહેલી સ્વીટી, બાર ડાન્સર હતી. તેણે મને બાર ડાન્સર્સનાં સ્થળનો પરિચય કરાવ્યો, ‘તું સરસ નાચે છે ને... ચાલ બારમાં, ત્યાં ડાન્સ કર. પૈસાય મળશે...’ તેણે મને કહ્યું. ગ્રાન્ડ રોડનાં એક બારમાં એ મને લઇ ગઇ. મારો ડાન્સ ત્યાં લોકોને ખૂબ ગમ્યો. મને ભરપૂર પૈસા મળ્યા. એક તો ડાન્સ મને પ્રિય. સુંદર ‘તવાયફ’ થવાની તીવ્ર ઇચ્છા મારા મનમાં હતી જ... બારનો સંપૂર્ણ સેટઅપ મારી આ ઇચ્છા પૂર્ણ કરનારો હતો... અને એ સિવાય તેમાંથી મળનારા પૈસા... મારો મેકઅપ, મારી રહેણી કરણી, મારી ફૅશન... એ માટે મારે પૈસા જરૂરી જ હતા. મારા મૉડેલ કો. ઓર્ડિનેશનમાંથી મળતા હતા, પણ મારી સર્વ શ્રીમંતાઇ અને હાયફાય ટેવે પૂરી કરવા આમ તો એ અપર્યાપ્ત જ હતા... વધુ મળે તો જોઇતા જ હતા... તે મળ્યા અને મારા બંને હાથે વેડફવાનું ચાલુ થયું. તે પૈસાનો ચટકો જ મને લાગ્યો. લગભગ પાંચ વર્ષ... ચોક્કસ કહેવું હોય તો ચાર વર્ષ અગિયાર મહિના મેં બારમાં કામ કર્યું. મહિનાભર ગ્રાન્ટ રોડનાં બારમાં ડાન્સ કર્યા પછી હું ઉલ્લાસનગરનાં એક બારમાં જવા લાગ્યો. થાણે રહેતો હતો, ત્યાંથી મને એ નજીક પડતું હતું. પૈસાય સારા મળતા અને ખાસ તો, મારા દિવસભરનાં કામો પતાવીને હું ત્યાં જઇ શકતો.

મેં બારમાં કામ કર્યુ, પણ ફકત બાર ડાન્સર તરીકે , મારો ડાન્સ જુઓ... એ ગમ્યો ? ફરી જુઓ. પણ બસ, એટલું જ મેં કોઇનેય મારા શરીરે હાથ અડાડવા દીધો નહિ. ‘સેક્સ વર્ક’ તો લગીરેય કર્યું નહિ... સેક્સ કર્યો, પણ સેક્સ વર્ક ન કર્યું. મેં ક્યારેક પૈસા લઇને મારા દેહનો વ્યાપાર કર્યો નહિ. એકંદરે નાનપણનાં કેટલાક વર્ષ જવા દઇએ, તો મારા શરીરનો હું રાજા હતો... હજુય છું.

બારમાં કામ કરતી વખતે બારબાળાનું જીવન હું ખૂબ નજીકથી જોઇ શક્યો. તેમની પરિસ્થિતિ, તેમનું જીવન, તેમની ભાષા... દીપા, આલિશા મારી સહેલીઓ હતી... અનેક જણીઓ. કોઇની પર સગા કાકા એ બળાત્કાર કર્યો હતો, કોઇને ભાઇએ ધંધે લગાડી હતી, કોઇકને ધણીએ જ વેચી હતી... કોઇ પોતાના માનેલા માણસે ત્રાસ આપ્યો એટલે આ રસ્તે ચડેલી, તો કોઇ ખાનદાની તવાયફ ખાનદાનની કવડાન, રાજનટ વગેરે. ભારતને સ્વાતંત્ર્ય મળ્યા પછી આ ખાનદાનોની અત્યંત દૂર્દશા થઇ હતી. તેમનો સ્વાશ્રય ગયો. આ ખાનદાનો અનાજ માટે મોહતાજ થયા. મુંબઇમાં ડાન્સ બાર્સ ખૂલ્યાં અને તેમણે અહી આવીને પૈસા કમાવવાની શરૂઆત કરી. પરંતુ આ છોકરીઓ સેક્સ વર્ક કરતી નહિ. તેમનો ડાન્સ જ તેમની અમાનત હતી. અત્યંત રૂપાળી... ખાનદાની સૌંદર્ય હતું તેમનું... મસ્તાની જેવું. પુરુષોને પાગલ બનાવવાની કળા હું તેમની પાસેથી શીખ્યો. અહીં નાચનારી એક સ્ત્રી તેનું આખુય ઘર ચલાવતી આ છોકરીઓ પાસેથી હું અનેક વાતો શીખ્યો. પુરુષોની ભૂખાળવી નજરો... પણ છતાંય તેમને જતા કરવાના નહિ, બોલવાનું નહિ, કારણ નહિ તો ઘરાકો તૂટશે ? બીજી તરફ સમાજની કુત્સિત નજરો... સ્ત્રી અને તેમાં નાચનારી આ બારગ્લર્સની છબીજ એવી કે સમાજ તેમને એવાં જ હોવાનું માનીને ચાલવા લાગ્યો ? આ બધું સહન કરીને પણ જવાબદારીપૂર્વક પોતાનું ઘર, પોતાનું કુટુંબ સંભાળવું... કારણ અંતે આ ઘર માટેની જ આ મથામણ હતી ને ? ત્રણ-ત્રણ ઠેકાણે આમ પદ મૂકીનેય અંતે ચહેરા પરનું હાસ્ય વિલાવા દેવું નહિ... શું કરે ? નિસ્તેજ ચહેરે, થાકેલી આંખે બારમાં નાચનારી યુવતી ગ્રાહકો કેવી રીતે સ્વીકારે? એ તો અહીં મનોરંજન માટે જ આવે છે ને ? પૈસા ફેંકે છે, તેય એ માટે જ તો હોય છે ? પછી આ યુવતીઓ પોતાનાં દુઃખ દારૂના પ્યાલામાં ડૂબાડતી, કોણ કોને રોકે ? કોણ કોને સાંભળે? બધાંયના દુઃખ આ આટલાં જ સ્તરનાં ?

તો મારી પણ હાલત કયાં જૂદી હતી ? મારે ઘર ચલાવવાનું ન હતું. પણ અનેક જવાબદારીઓ મારી પર હતી. જન્મેલો દીકરો... તેમાંય ઘરનો મોટો દીકરો ? દીકરો એટલે રહેનારું દબાણ... ઘરમાં અને બહારનાં પણ, આમ જ દેખાવું જોઇએ, આમ જ વર્તવું જોઇએ, પણ હું તો ન એવો દેખાનારો, ના તેવું વર્તનારે... મારું બધું જ અવળું. ઘરે ફરક પડતો ન હતો, પણ બહાર સમાજમાં કેવળ પૂરેપૂરી ટીખળ ? તેમાં આપણે ‘ગે’છીએ, એની મને થયેલ જાણ, જાગેલો આત્મવિશ્વાસ અને મેળવેલા અનુયભવોમાંથી આવેલ બોલ્ડનેસ ? લોકોને આપેલા જવાબો ? પણ છતાંય કાંઇક ઊણપ છે એવી લાગણી-હળવે હળવે આપણે સ્ત્રી જ એમ અનુભવાવું... પણ આ ઘરમાં કેવી રીતે કહું...? સમાજને કેવી રીતે સમજાવવો... ? શું કરીએ તો લોકોને સમજાય તે...?

‘અરે લક્ષ્મી’ કહેનારા લોકો ‘રે લક્ષ્મી’ કયારે કહેવા લાગશે ? મગજમાં અનેક પ્રશ્ન ઘૂમરાવા લાગ્યા. અસ્વસ્થતા... બેચેની... કયારેક ગળા સુધી છવાઇ જતી નિરાશા...અને પછી તેનાં શોધેલા સહેલા જવાબ... દારૂ ? મારી બારમાંની સહેલીઓની જેમ જ.ખરું તો અમને બધાંયને ખબર બતી કે દારૂ આપણા પ્રશ્નોનો જવાબ નથી. પણ જવાબ મનોમન હું જ શોધતો ગયો. આમ તે પ્રમાણ ઘટ્યું પરંતું એ અરસામાં કેવળ...

ખરૂં તો કૉલેજ, બાર અને મૉડેલ કૉ.ઓર્ડિનેશનના કામમાં હું વ્યસ્ત થયો હતો. સમય પર્યાપ્ત ન હતો. દરમિયાનના અરસામાં અમે ખોપટ છોડીને શાસ્ત્રીનગર રહેવા આવ્યા હતા. નવું વાતાવરણ, નવા મિત્રો થયા હતા. અહીં પણ રોજ રાત્રે ઘરે આવતાં મોડું થતું હતું. મમ્મી પૂછતી રહેતી. હું રોજ નવા ગપ્પા હાંકતો... ક્યારેક ‘મિત્રો સાથે હતો’, ક્યારેક ‘પાર્ટીમાં ગયો હતો’, ક્યારેક બીજું કાંઈક, પણ બારમાં નાચું છું એ વાત મેં ક્યારેય ઘરે કરી નહિ. ઉત્તરપ્રદેશનાં એક બ્રાહ્મણનાં ઘરમાં આ ચાલ્યું જ ન હોત. મારું મૉડેલ કૉ.ઓર્ડિનેશનનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે અને તેમાંથી જ મને ભરપૂર પૈસા મળી રહ્યા છે, એવું ઘરના લોકો માનતા રહ્યા. મારું વર્તવું પણ તેવું જ હતું ને... ? ભારતમાં પેજર આવ્યા અને મેં પેજર લીધું... મોબાઈલ આવ્યા અને મેં મોબાઈલ લીધો... હેન્ડસેટ અને સર્વિસ, બંને મોંઘા હતા ત્યારે પણ મને તેની જરૂર જણાતી હતી, પાલવતું હતું. ભભકો, દેખાવ કરવાનો ઉમંગ હતો... મારે મોબાઈલ જોઈતો હતો, મેં લીધો, બસ્સ ?

મારા ગ્રુપમાં એક મૉડેલ હતી. એનું નામ હતું ગ્લોરિયા. એક દિવસ સાંજના મારા મોબાઈલ પર તેનો ફોન આવ્યો. તેણે મને કહ્યું, ‘મારો ભાઈ તારા જેવો જ છે. તેને કામ આપીશ કે ?’ મેં કહ્યું, ‘એક વખત તેને મળી લઉં, પછી નક્કી કરીએ.’ બીજા દિવસે બપોરે સી.એસ.ટી. સ્ટેશન પર અમારું મળવાનું નક્કી થયું. બહારનાં કામો પતાવીને હું સી.એસ.ટી. પહોંચ્યો અને ત્યાં લોરેન્સ ફ્રાન્સિસ ઉર્ફે શબીના મને મળી... હીજડો. બોલવું, ચાલવું, વર્તવું એટલું જ નહિ અવાજ પણ તદ્દન બાઈ જેવો. એ મળી, સાધારણ પરિચય થયો અને મેં કહ્યું, ‘ચાલ, મને ભૂખ લાગી છે. ‘કેફે માંગેતર’માં જઈએ અને કાંઈક ખાઈએ.’

શબીના ગલ્લાં-તલ્લાં કરવા લાગી. ના, અત્યારે નહિ... અહીં જ ખાઈએ... લોકો શું કહેશે, પહેલા મને સમજાતું ન હતું કે આ આટલી આનાકાની શાથી કરે છે... પણ તેના મનમાં રહેલ બીક મને સમજાઈ... સમાજનો હીજડાઓ તરફ જોવાનો દૃષ્ટિકોણ, તેમના પ્રત્યે રહેલો ડંખ, વાંધાઓ, તેમને મળનાર ભેદભાવની વર્તણુકનો અંદાજ આવ્યો. પહેલા દુઃખ થયું. પછી ચીડ ચડી. તે દિવસે પછી શબીનાને ‘કેફે માંગેતર’માં લઈ જ ગઈ ?

પહેલી જ મુલાકાતમાં અમારી સરસ દોસ્તી થઈ. જાણે અમે પહેલાંથી જ એકમેકને પરિચિત ન હોય એવી. મેં તેને કામ આપ્યું. ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં વેગળી જાતીયતા ધરાવનારા માણસો કાંઈ ઓછા નથી. પણ અમને બંનેને સાથે જોઈને એ લોકોનાંય ભવાં ખેંચાતા. ત્યાંય આ પરિસ્થિતિ હોય, તો રોજનાં પરિચિત માણસોનું શું ? તેઓ ઘરે મમ્મી-પપ્પાને કાંઈનું કાંઈક કહેતા, મમ્મી મને રોકતી, પણ તે તેટલા પૂરતું જ. ઘરનાઓને મારી પર વિશ્વાસ હતો.

શબીના અને હું સતત સાથે રહેતા, અત્યંત નિકટની સહેલી જેમ અમે ગપ્પાં મારતા. હું ખૂબ વાતો પૂછતો અને એ ઘણી વાતો કહેતી, હીજડા કમ્યૂનિટી વિશે. શબીના સાથે રહીને મને ઘણુંબધું જાણવા મળ્યું... હીજડાઓનો ઈતિહાસ, તેમની પરંપરા... હાલની તેમની દશા, સમાજનો તેમની તરફ જોવાનો વિકૃત દૃષ્ટિકોણ, તેમની જીવનશૈલી, તેમનાં આવકનાં સાધનો, તેમને થનાર રોગો, તેમની વચ્ચે કામ કરવાની આવશ્યકતા... શબીનાએ મને અનેક વાતો કહી. એ કહેતી અને તેની પર હું સતત વિચાર કરતો રહેતો. મને સમજાતું ગયું કે આ હીજડા સમાજ સાંસ્કૃતિક દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે. અકારણ કોઈ હીજડો થતું નથી... વાસ્તવમાં એ સહેલું નથી જ. હીજ એટલે આત્મા... પવિત્ર આત્મા. જે શરીરમાં આ આત્મા વાસ કરે છે, એ હીજડો. અહીં વ્યક્તિને મહત્ત્વ જ નથી, મહત્ત્વનો છે એ આત્મા અને એ ધારણ કરનારો હીજડા સમાજ. આ સમાજ પર ઈશ્વરનો પ્રેમ છે અને એટલે તેણે તેમના માટે ખાસ અવકાશ તૈયાર કર્યો છે... જે આ હંમેશના સ્ત્રી-પુરુષનાં સમાજનાં ચોકઠામાં નથી. સ્ત્રી અને પુરુષ બે રેખાઓ વચ્ચેનાં અમે... બીટવીન ધી લાઈન્સ ? અમારામાં સ્ત્રીત્વ છે. પણ અમે સ્ત્રી નથી. જન્મે પુરુષત્વ પણ છે. પણ અમે પુરુષ નથી... શરીર પુરુષનું હોવાને કારણે તેની પર સમાજ તેમની કહેવાતી પૌરુષત્વની કલ્પના લાદતો હોય છે. તે ‘પુરુષ’ની તેમાં પારાવાર ગૂંગળામણ થાય છે. કેટલો સમય આ રુંધામણ સહન કરવાના હતા...?

પણ હુંય તે જ તો કરતો હતો... અને પછી મને લાગવા લાગ્યું, આપણને જાગેલા પ્રશ્નોનાં જવાબ કદાચ આમાં મળી જશે ? શાળામાં હતો ત્યારથી ઈતિહાસ મારો પ્રિય વિષય. હીજડા કમ્યૂનિટીનો ઈતિહાસ મેં સમજી લીધો. પુસ્તકો વાંચ્યા, લેખ વાંચ્યા, અનેક જણા સાથે ચર્ચા કરી. જેમ જેમ વધુ ને વધુ સમજાતું ગયું. હું અધિક વિચાર કરવા લાગ્યો, તેમ મને સમજાયું... યસ ધીસ ઈસ ધી આન્સર ? આપણે સ્ત્રી છીએ અને બધાંયે આપણને સ્ત્રી કહેવું જોઈએ... આપણેય હીજડા થવું, એમ હવે મારા મને નક્કી કર્યું. અલબત્ત ‘જટ મંગની, પટ બ્યાહ’ ‘જેટલું એ સરળ ન હતું. બધાયનો વ્યવસ્થિત વિચાર કરવો જોઈતો હતો. હું શબીનાને કહેવા લાગ્યો, ‘હું હીજડો થઈશ ને, તો તું મારી ગુરુ હોઈશ.’

ક્યારેક કામ નિમિત્તે હું ભાંડુપ સોનાપુર જતો. ત્યાં મારા પરિચિત કેટલાક હીજડા રહેતા હતા. મેરી હતી, મંજુલા, અમ્મા હતી. એ વસતિમાં કાંઈ કાર્યક્રમ હોય કે ડાન્સ માટે મને આમંત્રણ મળતું. હુંય પ્રેમથી જતી. કોણ જાણે કેમ, આ હીજડાઓ સાથે સૂર મળી રહ્યા છે, તે આપણને નિકટના અનુભવાય છે એમ મને લાગવા લાગ્યું... હવે હું વધુ ગંભીરતાપૂર્વક હીજડાઓનો, તેમનાં જીવનનો અને પોતે હજડા બનવાનો વિચાર કરવા લાગ્યો.

આ જ અરસામાં એક વખત ભાંડૂપ સોનપુરમાં કશાકની પૂજા હતી. મંજુલા અમ્માએ મને પૂજા પછીનાં કાર્યક્રમમાં નાચવા બોલાવી. હું ગઈ. પરફોર્મન્સ આપ્યું. મારો ડાન્સ બધાયને એટલો ગમ્યો... કોઈકે મને પૂછ્યું, ‘બેટા, તું કોની શિષ્યા ?’

‘શબીનાની...’ હું પટ દઈને બોલી ગયો, મનેય સમજાયું નહિ, અજાણતાં. પછી મને પોતાનું જ આશ્ચર્ય થયું. આવું કેમ આપણા મોઢેથી નીકળ્યું ? આપણા હૈયામાં જે હોય છે, તે જ હોઠે આવે છે. એમ કહેવાય છે, એટલે આપણને આટલું પરાકાષ્ઠાએ હીજડા થવાનું અનુભવાય છે તો... પછી શાથી આપણે રાહ જોઈ રહ્યા છીએ ?

ત્યાં સુધીમાં ગે કમ્યૂનિટીનો મને કંટાળો આવ્યો હતો. હવે ત્યાં પોતીકાપણું અનુભવાતું ન હતું. આપણે અહીંના નથી જ, એ સતત અનુભવાતું રહેતું. ત્યાં કેવળ શરીરની વાતો હતી. મારી આવશ્યકતાઓ ખૂબ જુદી હતી. કદાચ હું કલાકાર હતો એટલે હશે, આપણે એક સાંસ્કૃતિક સમાજનો, ‘કલ્ચરલ ક્મ્યૂનિટી’નો હિસ્સો હોવા જોઈએ. એમ મને અનુભવાતું. હું જુદો હોવા છતાં પરિવારથી જુદો રહેનારો ન હતો. મારે પરિવાર જોઈતો હતો. પોતાનાં માણસો જોઈતા હતા. હીજડા સમાજનો ઈતિહાસ અને સંસ્કૃતિમાં આ બધી વાતો મને દેખાતી હતી અને હીજડા બનવાની મારી ઈચ્છા દૃઢ થતી ચાલી હતી.

એક ક્ષણે મેં નિર્ણય લીધો. ઊઠ્યો અને ભાયખલ્લાનાં લકી કમ્પાઉન્ડમાં ગયો. ત્યાં સર્વ ઘરાણાઓનાં મુખ્ય (નાયક) રહે છે. શબીનાનાં ‘લષ્કર’ ઘરાણાનાં નાયક બીજા માળે રહે છે. મને એ ખબર હતી. હું ડરતા ડરતા સંકોચાતા બીજા માળે પહોચ્યો. ત્યાં લતા નાયક બેઠા હતા. તેમની આજુબાજુ ઘણા હીજડાઓ હતા. છ-છ ફૂટ ઊંચાઇના, કદાવર, સાડી પહેરેલાં, હું જીન્સ-શર્ટમાં હતો. તેમને જોઇને હું પહેલાં તો ગભરાયો જ. પણ તે બધા ખૂબ જ પ્રેમાળ હતાં. તેમણે મને પાણી આપ્યું. આસ્થાભેર મારી પૂછપરછ કરી, ‘શું જોઇએ તારે બેટા ?’ તેમનામાંની એકે મને પૂછયું. મેં શબીનાનો સંદર્ભ આપ્યો અને કહ્યું, ‘મારે ચેલા થવું છે... કમ્યૂનિટીમાં આવવું છે...પણ તેની એડમિશન ફી કેટલી છે ? ડોનેશન કેટલું આપવું પડશે ?’ મારા ચહેરા પરની અમૂઝવણ અને મારા પ્રશ્ન જોઇને બધા હસ્યાં. લતા નાયકે કહ્યું, ‘નહિ બેટા, અહીં ફી નથી, ડોનેશન પમ નથી. તને મનથી તેમ અનુભવાતું હોય તો તું ચેલે બની શકે છે.’

પછી ત્યાં એક નાનકડો સમારંભ થયો. મને બે સાડીઓ આપવામાં આવી. હીજડા બને કે આ સાડીઓ આપવામાં આવે છે. તેને જોગજનમ સાડી કહે છે. મારા માથા પર કમ્યૂનિટીનો દુપટ્ટો પણ આપવામાં આવ્યો. મારી રીત થઇ અને હું હીજડો થયો ?

એ વર્ષ હતું ઇ.સ. ૧૯૯૮...

તે ક્ષણ મારા માથા પરનો બોજો ઊતર્યો. મને મોકળાશ અનુભવવા મળી. હવે ના તો હું સ્ત્રી રહ્યો હતો, ના પુરુશ... હું હીજડો થયો હતો. મારી પોતાની ઓળખ તૈયાર થઇ હતી. કમ્યૂનિટીની ઓળખ, કમ્યૂનિટીની તાકાત મારી પાછળ હતી. આપણે પારકા છીએ એવી લાગણી હળવે હળવેમારા મનમાંથી અદ્દશ્ય થવા લાગી.

તે દિવસે ભાયખલ્લામાં ચેલો કરી લીધા પછી મને ગોવંડી ટાટાનગરમાં લતા ગુરુ પાસે મોકલવામાં આવી. આ શબીનાના ગુરુ. પહેલી જ વખત એ વિસ્તાર મેં જોયો. જીવનમાં પહેલી વખત હાર્બર ટ્રેન દ્વારા ગઇ. હવે પછીનાં જીવનમાં અનેક વાતો ‘પહેલી વખત’ કરવી પડવાની હતી... કયારેક આવી કલ્પનાય કરી ન હતી. તેના જાણે કે આ શ્રી ગણેશ જ હતા... સરનામું શોધતા શોધતા હું લતા ગુરુ પાસે પહોંચી. ભાયખલ્લાથી લતા નાયકે ફોન કરીને લતા ગુરુને એક ચેલો મોકલું છું. એમ કહ્યું હતું, તેને કારણે લતા ગુરુને હું આવું છું, એની કલ્પના હતી. પણ મારી વધુ વિગતની જાણ ન હતી. વાત વાતમાં મને ખબર પડી કે લતા ગુરુ પણ ઉત્તર પ્રદેશનાં, અમારા જ પ્રદેશનાં. મને ખૂબ સારું લાગ્યું. તેમની પાસે પછી હું અધિક મોકળી થઇ. તે મારી સાથે હિંદી બોલતા હતા, પણ મારા હિંદી બોલાવામાં અંગ્રેજી શબ્દ જ વધારે આવતા હતા... તેમને ખૂબ આશ્ચર્ય થયું. આધાત લાગ્યો. આટલું સુંદર ભણેલો, પરિવારનો આધાર, આ સ્ટાઇલિશ છોકરો.... આને હીજડો કેમ બનાવ્યો ?

મેં લતાગુરુએ કહ્યું, ‘હું પરિવારમાં રહું છું, બધાંયની સાથે. ઘરે પેન્ટ-શર્ટ પહેરું છું, સાડી નથી...’

લતાગુરુ એ કહ્યું, ‘અત્યારે ઘરમાં બધા સાથે રહે અને જે કરે છે તે જ કામ કર. પેન્ટ-શર્ટ પહેર, સાડીમાં કાંઇ મજા નથી. એ પહેરેવી જ જોઇએ, એવુંય નથી. ‘જોગજનમ’ તરીકે મળેલ એ બંને સાડીઓ અહીં રાખ. તારી ગુરુ શબીના મને મળવા આવે ત્યારે તેની સાથે આવ, પછી તને કહું છુ, તારે આગળ શુ કરવાનું છે...’ મને સારું લાગયુ એટલ મારું રોજિંદું જીવન બદલાવાનું નહોતું. મારા કહ્યા સિવાય હું હીજડો થઇ છું, એ કોઇને ખબર પડવાની નહોતી લતા ગુરુ ને પગે લાગીને હું ત્યાંથી નીકળી.

હવે હું ચિતા કેમ્પમાં પહોંચા. ત્યાં ઘણા હીજડા રહેતા હતા. મારી અને શબાનાની સહેલી પ્રિયા પણ ત્યાં જ રહેતી. હું પ્રિયાને મળી. કમ્યૂનિટીમાં આવ્યાનું કહ્યું. એટ ખુશ થઇ. તેણે મને એક સાડી આપી. શબીના અને પ્રિયા આજ અરસામાં ‘દાઇ વેલ્ફેર સોસાયટી’ની સ્થાપના કરતા હતા, તે વિશે અમે થોડી વાતો કરી અને હું ઘરે આવી.

મારા ઘરનાં વર્તનમાં, રહેણીકરણીમાં મેં કાંઇ જ ફેરફાર કર્યા નહિ. ગઇકાલ સુધી હતી તેવી જ આજે રહી અને આજે રહી અને આજે હતી તેવી જ આવતીકાલે.... તેને કારણ ઘરનાં લોકોને કાંઇ જ સમજાયું નહિ. તેમને આટલામાં મારે ખબર પડવાય દેવી ન હતી.

કેટલાક નિકટના મિત્રોને ફકત મેં કહ્યું, હું હીજડો થઇ છું. બધાંયને ખૂબ જ આધાત લાગ્યો. પણ આ આધાતમાંથી બહાર આવ્યા પછી અંતે દરેકની પ્રતિક્રિયા જુદી જ હતી. ‘શા માટે આ નરકમાં આવીને પડ્યો તું ?’ કેટલાક જણને પ્રશ્ન હતો. કેટલાક જણાને મારો ગુસ્સો આવ્યો. મારા સાથે બોલવાનું છોડી દીધું. તો કેટલાક જણ મને સીધેસીધા ટાળવા લાગ્યા. પ્રવીણ મારો નાનપણ મિત્ર હતા. ફકત તેને કાંઇ ફરક પડ્યો નહિ, ‘મારા માટે તું લક્ષ્મી હતો લક્ષ્મી છે અને લક્ષ્મી જ રહીશ.’ તેણે કહ્યું. પણ અનેક મિત્રધો આ અરસામાં દૂર ગયા. અલબત્ત આ કાંઇ અનપેક્ષિત નહોતું. પ્રવાહ વિરુદ્ધ તર્યા પછી આથી જુદું શું થવાનું હતું ? આપણા મિત્રોય આપણાને સમજી ન શકે એનું મને દુઃખ થયું. પણ હું નિરાશ થઇ નથી. ગયેલા માર્ગ પરથી પાછા ફરવું, એવું તો મારા મનમાં પણ આવ્યું નહિ.

પણ માણસ ક્યારે કેવું વર્તશે કહી શકાતું નથી. પોતાને અસુરક્ષા અનુભવાય કે એ વિચિત્ર વર્તતો હોય છે. લતાગુરુને પણ ઘણુખરું તેવું જ થયું હોવું જોઇએ...

બિગ બૅાસમાંથી હું બહાર આવી અને મારા લતાગુરુ સાથેનાં સંબંધ કથળ્યા. તેમણે લાગતું હતું કે બિગ બૉસમાં હું ખૂબ પૈસા કમાઇ છું અને તેમાંથી મને આપ કહીને તે પાછળ પડ્યા હતા. તેમને બે લાખ રૂપિયા જોઇતા હતા. તેમનાં ગુરુપણાનો એ મનનો ડંખ હતો. પમ ગુરુ તરીકે મારા મનમાંથી જ તે ઊતરી ગયા. મેં પછી આ સંબંધ તોડી નાંખવાનો નિર્ણય કર્યો.

મે મહિનામાં અજમેરમાં ખ્વાજા ચિશ્તી દરગાહનો ઇરસ હોય છે. ત્યાં હું ગઇ અને મારા જ ખૂનનાં સમાચાર સાંભળ્યા ! ત્યાં મારા ખૂનની અફવા ફેલાયેલી હતી ! મને આધાત જ લાગ્યો. ખરું તો અમદાવાદની સોનિયા નામની હીજડાનું ખૂન થયું હતું. અંદરોઅંદરના ઝગડામાં તેને કોઇકે શૂટ કરી હતી. અને સમાચાર ફેલાયા મારા ખૂનનાં ! કોઇક ઇરાદાપૂર્વક એ ફેલાવતું હતુ. મને સમજાતું હતુ કે આની પાછળ કોણ છે. મને હવે બધાંયનો કંટાળો આવતો હતો. હું અસ્વસ્થ થઇ હતી. વચગાળાનાં સમયના સમયમાં યુ. એન. ના કાર્યક્રમમાં મને દિલ્હીમાં લક્ષ્મી ગુરુ મળ્યા હતા.તેઓ એ પ્રદેશમાં ‘ડૉકટરની ગુરુ’ તરીકે પ્રસિદ્ધ હતા. કેરળનો આ યુવાન મૅડિકલ સ્ટુડન્ટ અત્યંત હોંશિયાર પણ છેલ્લા વર્ષમાં હતો ત્યારે રૅગિંગથઈ કંટાળીને તેણે શિક્ષણ છોડ્યું અને હીજડો થયો. લક્ષ્મીગુરુ વિશે મેં ખૂબ સાંભળ્યું હતું. પણ ક્યારેય મળી ન હતી. મુલાકાત થઇ અને મને ખૂબ સારું લાગ્યું. આપણા જેવું જ કોઇક... ઇગ્લીંશ બોલનારું.... સુશિક્ષિત... શિક્ષણને કારણે તેની વિચાર કરવાની પદ્ધતિ જુદી, દ્દષ્ટિકોણ નિરાળો, લગોલગ બેત્રણ વખત જુદા જુદા કાર્યક્રમોમાં અમે માળ્યા ્‌ને અમારી સરસ દોસ્તી થઇ. તેણે મને દિલ્હીમાં ઘરે બોલાવી. હું ગઇ તેણે મને પૂછયું. મને તું ગમી છો... મારો ચેલો થઇ શકે ? મેં ચટ દઇને કાંઇ જ જવાબ આપ્યો નહિ. કહ્યું, વિચાર કરીને કહું છું. એકાદ વ્યક્તિનું ગમવું જુદી વાત છે અને ગુરુ તરીકે તેનો સ્વીકાર કરવો જુદી વાત છે. મારી ત્યાંની સહેલી કામિની, જુમેમન સાથેમેં વાત કરી. તેમણે લક્ષ્મીગુરુ વિશે મને સારી વાતો કરી. હું પણ લતાગુરુની વર્તણૂકથી કંટાળી જ હતી. છેવટે મેં દિલ્હીમાં હોઇ છે અને હું અહીં થાણેમાં, પણ મારી સાથે જ રહે એવો તેમનો લગીરેય આગ્રહ નથી હોતો. તું ગમે ત્યાં રહે, કાંઇપણ કર, તારા નામ પ્રસિદ્ધિ અને શિક્ષણનું અભિમાન છે. એમ તે મને હંમેશા કહે છે તે અત્યંત માયાળુ છે. હું તેમને ત્યાં દિલ્હી જાઉં કે ભરપૂર માછલી લઇને આવે છે અને બે કલાકમાં ૨૫ જેટલી વાનગીઓ બનાવીને ખવરાવે છે.

દિલ્હીમાં લક્ષ્મીગુરુનો ચેલો થઇને આવી છતાં મારી પાછળ સતત કેડો કાંઇ ખતમ થતો ન હતો. અમારા લતાગુરુએ લતા નાયક આગળ મારી ફરિયાદ કરી હતી. તે પૂણેમાં હતા. હું દિલ્હીથી આવી ત્યારબાદ તેમણે મને પુણે બોલાવી લીધી. હું ગઇ અને લતાગુરુની માંગણી અનુસાર તેમને બે લાખ રૂપિયાનો ચેક આપી આવી. એટલું જ નહિ. મારા ચેલા કિરણે તેનું થાણેનું ઘર મારા નામે કર્યું હતુ તે પણ લતાગુરુને જોઇતું હતું. મેં તેય કર્યું અને મુંબઇ પાછી ફરી. તેમણે માણસ નહિ, પૈસા જ જોઇતા હતા. તે મળ્યા અને તે શાંત થયા.

મને આ બધાની પારાવાર અંતર્વેદના થઇ. વિચાર કરીકરીને માથું ભારે થયું. માણસો આવું શાથી વર્તે છે ? એકાદાના જીવનમાં નિકટનાં માણસ કરતાય તેનો પૈસો આટલો મહત્ત્વનો હોઇ શકે ? આખરે થયું, જવાદો, વ્યક્તિ એટલી પ્રકૃતિ એમ કહે જ છે ને ? તેવું જ છે આ આવાય માણસો હોય છે ! પણ પછી થયું, લતાગુરુ હીજડા તરીકે જે અને જેવું જીવતા આવ્યા છે, પોતાની આસપાસનાં હીજડાનું જે જીવન જોતા આવ્યા છે તેની જ આ ફલશ્રૃતિ તો નહિ હોય...? તેમ જ હશે ઘણુંખરું..

એક તરફ આ આવી પ્રતિક્રિયા, તો બીજી તરફ વાસ્તવમાં હીજડા કમ્યૂનિટીનેય મને જોઇને આઘાત લાગ્યો હતો. હું કમ્યૂનિટીમાં કેમ આવી ? એવો પ્રશ્ન તેમને જાગ્યો હતો. હું સુશિક્ષિત હતી, ઇસ્ટૅબ્લિશ્ડ ડાન્સર હતી. ગ્લેમર વિશ્વમાં કેરિયર કરવા ઇચ્છતી હતી. તેમાં સફળતા પણ મળતી હતી. ગ્લેમર વિશ્વમાં કરિયાર કરવા ઇચ્છતી હતી. તેમાં સફળતા પણ મળતી હતી પછી ? સાધારણપણે જેમને કૌટુંબિક, સામાજિક એવો કોઇ પણ આધાર નથી હોતો, તે કમ્યૂનિટીમાં આવે છે. એટલેજ મારા વિશે સહુને પહેલા આશ્ચર્ય અને પછી કુતૂહલ અનુભવાતું હતું.

આવી ક્રિયા-પ્રતિ ક્રિયા સહન કરતા હળવે હળવે હું કમ્યૂનિટી સમજી રહી હતી. તેમનુ ગુરુ સાથે હોય ત્યારે, એકલાં હોય ત્યારે, જૂછમાં હોય ત્યારે વર્તવું....બધું આત્મસાત કરતી હતી. તેમાં ગોઠવાઇ રહી હતી. ઘરમાં પેન્ટ-શર્ટ, પણ ઘર બહાર નીકળું કે હું સાડીમાં રહેતી. પહેલાંય મારા ડાન્સ પરફોર્મન્સેસ માટે કેટલીય વખત મેં ,સ્ત્રીઓનાં કપડા પહેર્યા હતા, ત્યારે કોઇને કાંઇ લાગતું નહિ. અત્યારેય તેવું જ કાંઇક હશે, એમ લોકોએ માની લીધું. હું પણ તેવું જ દર્શાવતી રહી. અત્યારે કયો પ્રોગ્રામ છે... અત્યારે કયું રિહર્સલ છે... એમ કહેતી રહી. પણ ઘરમાંના સમયને બાદ કરતા, બાકીનો બધોય વખત હું સાડીમાં ફરતી રહેતી, રોજ કેવા પ્રોગ્રામ હોય...? રોજ શેના રિહર્સલ હોય...? લોકોને શંકા આવવા લાગી અને ઓળખતી, પાળખતી, સગાં-વ્હાલા... બધાયે આ ઘરે કહેવાનું શરૂ કર્યું. તે જ વખતે એ ઘટના બની.

એ ઇ.સ. ૨૦૦૦ની સાલ હતી. સજાતીય સંબંધને કાયદા દ્વારા ગુનેગાર ઠરાવનાર કલમ ૩૭૭ દૂર કરો, માંગ માટે દેશભરમાં આંદોલન શરૂ થયા હતા. તે સંદર્ભે પ્રેસ ક્લબમાં એક મિટિંગ હતી. ‘ગે’ માટે કામ કરનાર અશોક રાવકી, હીંજડા કમ્યૂનિટી તરફથી અમે કેટલાક જણ તે મિટિંગમાં ગયા હતા. મિટિંગ પૂરી થયા પછી ‘બાઇટ્‌સ’ લેવા અર્થે મીડિયાવાળાઓ ઉતાવળા થયા. ઝી ન્યૂઝને હીજડા તરીકે મારા બાઇટ જોઇતા હતા. ત્યાંસુધી મારા ઘરે હું હીજડો થઇ છું એની જાણ ન હતી અને મારા ઘરે હું હીજડો થઇ છું એની જાણ ન હતી અને મારા બાઇટ જોઇતા હતા. ત્યાંસુધી મારા ઘરે હું હીજડો થઇ છું એની જાણ ન હતી અને મારા ઘરે આ નથી એની અશોકને કલ્પના હતી. અશોકે મને કહ્યું, ‘તને ચાલશે કે ? કારણ એક વખત ટી.વી. પર આવી કે ઘરે ખબર પડશે... મમ્મી - પપ્પા શું કહેશે તારા માટે ? તને પ્રોબ્લેમ થવાનો હોય તો બાઇટ આપીશ નહિ...’

ક્ષણભર હું અમુંઝાઇ, ગભરાઇ, પણ બીજી જ ક્ષણે નક્કી કર્યું. બાઇટ આપવી. જે થવું હોય તે થાય ? તે પ્રમાણે મેં બાઇટ આપ્યા.

બધું આટોપી લીધા પછીમેં તરત જ ઘરેશશીને ફોન કર્યો. તેને કહ્યું,‘ઘરમાં ટી.વી. બંધ રાખ. મમ્મી પપ્પા જુએ એ બરાબર નથી.’ શું થયું તે મેં તેને ટૂંકમાં ફોન પર જણાવ્યું અને કહ્યું, થાણે સ્ટેશને આવ, આપણે વાત કરીશું.

હું વી.ટી. થી થાણે પહોંચી, શશીમને મળ્યો એ ગુસ્સામાં હતો. ‘તે કેમ આમ કર્યું ? ગુસ્સે થઇ તેણે મને પુછ્યું. મેં કહ્યું, તને બધું કહું છું. સ્ટેશન નજીક આવેલ હૉટેલ એક્સપિરિયન્સમાં હું તેને લઇ ગઇ અને પહેલાથી જે જે બન્યું તે કહેવા લાગી...

અમે વાત કરી રહ્યા હતા ત્યારે જ મમ્મીનો ફોન આવ્યો. શું ચાલી રહ્યું છે તારું ?તાત્કાલિક ઘરે આવ. અમારે તારી સાથે વાત કરવી છે...’

અંતે તે થયું જ મમ્મી-ડેડીને ખબર પડી. કેવી રીતે ખબર પડી, કોણે કહ્યું... વિચાર કરવાનો એ સમય ન હતો. તેની આવશ્યકતા પણ ન હતી. એક બોમ્બગોળો શરીર પર ઝીલવાની મારી તૈયારી કરતા શશી અને હું ઘરનો રસ્તો પક્ડયો.

ઘરમાં પ્રવેશતા વેંત જ મમ્મીએ બૂમરાણ શરૂ કરી. પપ્પાનો અવાજ પણ ઊંચો થયો હતો. સ્વભાવિક જ હતું. પોતાનો માટો દીકરો હીજડો થયાનું જાણ્યા પછી તેમની પહેલી પ્રતિક્રિયા હતી એ... ‘આપણી ચૌદ પેઢીઓમાં આવું કોઇએ કર્યું નથી. આપણું બ્રાહ્મણનું ખાનદાન... તેની પ્રતિષ્ઠાનો પણ વિચાર કર્યો નહિ ? તારી બહેનનાં લગ્ન થયા છે. તેનાં સાસરિયા શું કહેશે ? બંને એ પ્રશ્નોની ઝડી વરસાવાની ચાલુ રાખી હતી. શું સામે બેસીને શાંતપણે સાંભળતો હતો. બીજું કરવાનોય શું હતો...? ગુસ્સાનો પહેલો ઊભરો ઓસર્યો પછી બંનેએ મને સમજાવ્યો. ‘શાથી તું આવું વર્તી રહ્યો છે ? તારે શું પ્રોબ્લેમ છે ? બધું સરખું ચાલી રહ્યું છેને ? શિક્ષણ છે, તારા ગમતા ક્ષેત્રમાં , ડાન્સમાં કરિઅર છે,ડાન્સ તરફ ધ્યાન આપ. જોઇએ તે પૈસા લે અને નવો બિઝનેસ શરૂ કર. તેં જે કાંઇ કર્યું છે, તેને કારણે અમારે સમાજમાં મોઢું બતાવવાની જગા રહેશે નહિ જ, પણ તારી પોતાની દ્દષ્ટિએ, સામાજિક દ્દષ્ટિએ પણ તે યોગ્ય નથી. તું આમાંથી બહાર આવ.’

મેં બધું સાંભળી લીધું, તેમની ગૂંગળામણ મને સમજાતી હતી. હું ઘરનો મોટો દીકરો, તદ્દન નાનો હતે ત્યારથી જ મમ્મી-પપ્પા બંનેય મને ઘરનાં સર્વ જવાબદારીઓ હું ઉપાડીશ એવી તેમની અપેક્ષા હતી અને તે સમર્થપણે ઉઠવીશ એવો વિશ્વાસ હતો. એક અર્થમાં આ વિશ્વાસને જ મેં સુરંગ ચાંપી હતી.

ખરું તો અમારા ઉત્તરપ્રદેશમાં હીજડાઓનું ખૂબ જ માન હોય છે. બાળક જન્મે કે તેને આશીર્વાદ જોઇએ અને તેના લગ્ન થતી વખતેય હીજડાઓનાં જ આશીર્વાદ આપવા હીજડો જોઇએ અને તેના લગ્ન થતી વખતેય હીજડાઓના જ આશીર્વાદ જોઇએ. તેમનો આશીર્વાદ સાચો પડે છે, એવી ત્યાં માન્યતા છે. તેની પાછળ રામાયણની એક કથા રહેલી છે...

શ્રીરામ વનવાસ ગયા ત્યારે આખીય અયોધ્યાનગરી તેમને વિદાય આપવા નગરીનાં દરવાજે ઊમટી હતી. દરવાજો ઓળંગ્યો અને શ્રીરામે પ્રજાજનોને કહ્યું, મારી પર પ્રેમ કરનાર સર્વ સ્ત્રી હતા, ના પુરુષ ? તો કેવી રીતે પાછા વળે ? રામે કેવળ સ્ત્રી-પુરુષોને આજ્ઞા કરી હતી. હીજડા ત્યાં જ રામની રાહ જોતા રોકાયા... ચૌદ વર્ષથી પોતાની પ્રતીક્ષા જોતા એની જાણ થતા રામ ખૂબ પ્રસન્ન થયા. તેમણે તેમને આશીર્વાદ આપ્યો. કળીયુગમાં તમારું રાજ આવશે. તમે આપેલા આશીર્વાદ અને શાપ, બંનેય સાચાં પડશે.

ત્યારથઈ હીજડાઓએ આપેલાં આશીર્વાદ અને શાપ સાચા પડે છે એવો વિશ્વાસ છે અને એટલે જ નાના બાળકથી વૃદ્ધો સુધી સર્વકોઇ માટે તેમનાં આશીર્વાદ મહત્ત્વનાં હોય છે. તેમને ઘરનાં વરિષ્ઠ સભાસદનું માન આપવામાં આવે છે... પણ એટલે આવો એક હીજડો આપણા ઘરમાં ... ઘરનો જ દીકરો... કહે છે ને શિવાજી જન્મે, પણ એ પાડોશનાં ઘરે ? આપણા ઘરમાં નહિ, તેવું જ હતું એ. હું હીજડો બન્યો એટલે મારું જીવન સંપૂર્ણજૂદું જ રહેવાનું છે. લગ્ન નહીં. બાળકો નહીં, અમારું તો વળી બ્રાહ્મણનું ખાનદાન. મારા નાના હરિશરણ તિવારીને વેદ-પુરાણો કંઠસ્થ. તે પ્રકાંડ પંડિત હતા. આવા ઘરમાં આ આવું... ? મમ્મી-પપ્પાને એટલે જ આઘાત લાગ્યો. લોકો પહેલાં જ બોલતા હતા, હવે તો તેમને મોકળું મેદાન મળવાનું હતું... મોઢા પર કહેતાંય તે આગળ-પાછળ જોવાના ન હતા. મમ્મી-પપ્પાને મોઢું બતાવવા જગા રહી ન હતી. તે બે બાજુથી સપડાયા હતા... એક તરફ પેટનો દીકરો અને બીજી તરફ સમાજ.

પણ તેમનાં જ આ સમાજમાંની મારી ગૂંગળામણ હું તેમને કેવી રીતે સમજાવીને કહેવાનો હતો? મારી પાસે શબ્દજ ન હતા...

બીજા દિવસથી અમારું જીવન યથાવત્‌ હતું તેવું જ ચાલું થયું. હું મારી રીતે જીવતો હતો, તે તેમની રીતે પણ નિઃશબ્દ, એકબીજા સાથે વાતચીત નહિ, મમ્મી-પપ્પાને મારા પર રોષ હતો, તેને કારણે તે મારી સાથે બોલતા ન હતા. મમ્મી બેત્રણ દિવસ અવિરત રડતી હતી. મારી માનેલા બહેન છાયા તેને મળવા આવી હતી. તેણેય રડવાનું શરૂ કરયું, એતો ગુસ્સામાં મારા વાળ જ કાપવા નીકળી અને મને ‘ઇમોશનલ બ્લેકમેલ’ કરતા તેણે એક દિવસ મારા ‘બ્લંટ કટ’ કર્યા ? ઘરમાં આ આવું વાતાવરણ હતું ત્યારે જ હું ફક્ત બહાર નીકળીને મારા રોજિંદા કામ સાથે જ કમ્યૂનિટીનું કામ કરવા લાગી હતી.

હું હીજડો બની, ત્યારે શબીના અને લતાગુરુ બંનેએ મને આ સમાજ વિશે ઘણુંબધું કહ્યું હતું... મહાભારતનાં બૃહન્નલાનું રૂપધારણ કરેલ અર્જુનથી છેક અત્યારનાં મધ્યપ્રદેશનાં ધારાસભ્ય શબનમ મૌસી સુધી અને પૂર્વે રજવાડાઓના ‘ખાજા’ સુધી. ઘણું બધું સમજાતું ગયું મને તેમાંથી અને હવે હું આવા સમાજનો હિસ્સો છું, એનું અભિમાન લાગવા લાગ્યું.

હું હીજડો થયા પછી ત્રણેક અઠવાડિયામાં જ મોરહમનો તહેવાર હતો મોહરમનો ‘તાજીયો’ હીજડાઓ માટે ખૂબ મહત્ત્વનો હોય છે. દરમિયાનના ગાળામાં મેં દસ જણને મારા ચેલા બનાવી લીધા. તેમની ‘ચટાઇ’ કરી. સુભદ્રા, નિશા, વિની, શિબા, રીટા...હર્ષા, નીતા... શબીનાનો ચેલો નિકિતા પણ મારો ચેલો બનવા આવી હતી. પણ મેં તેને ગુરુભાઇ બનાવી લીધી. ધીમે ધીમે મારા ચેલાઓનાં પણ ચેલા થયા. હું નાની થઈ, પછી પરનાની થઇ, સુભદ્રા મારી સૌથી મોટી (વયે તો મારાથીય મોટી) ચેલો હતી... મુખ્ય ચેલો. તેના ચેલાહતા... તુલસી, રાજશ્રી, કરિષ્મા, દામિની, નીતા, શાહીન, મુર્ગી, કમલ, અંજૂ, મુસ્કાન... મારો પરિવાર હવે ખૂબ જ વધતો ચાલ્યો હતો. હું તેમની ગુરુ હતી... કુટુંબવડો, તે સર્વ જણીઓ ખારેગાવ તલાવ પાસે એક ઢોરવાડામાં રહેતી હતી. મારું ‘હીજડાખાનું’ હતું એ. કોઇક બારમાં નાચવા જતું હતું, કોઇક ધંધો કરતું હતું, કોઇક બધાઇ કરવા જતું હતું...બધાંય શીળફાટા જતા, ફકત હું ઘરે રહેતા હતી. મમ્મી-પપ્પાનો રોષ ધીમે ધીમે શમા રહ્યો હતો. ઓછામાં ઓછું અમે એકબીજા સાથે બોલવા લાગ્યા હતા. અસલમાં અમારામાંથી કોઇને જ મનમાં રોષ સંઘરવાની આદત ન હતી. એ અમારો સ્વભાવ જ ન હતો. જે ગમતું ન હોય એ સામસામે મોઢા પર કહી દેવાનું અને મન મોકળા થવાનું... તેને કારણે અમારા મન સાફ હતા. ઘરે રહીને હું મારું મૉડેલ- કો ઓર્ડિશનનું કામ કરતી હતી. ડાન્સ કલાસેસ ચલાવતી હતી. શોજ કરતી હતી. બારમાં પણ જતી હતી. ઉલ્લાસનગર બારમાંથી આવતા આવતા હું શીળફાટા જતી. અમે ભેગા થતા, ગપ્પા મારતા, એકબીજાની મશ્કરી થતી... ખૂબ જ મજાનાં દિવસો હતા એ ? મારા ‘હીજડાપણા’નો મને કેફ ચડવા લાગ્યો હતો.

આ જ વિસ્તારમાં કાણી સંગીતા, મર્દાના અને વડારણ ત્રણેય ધંધો કરતા. એક દિવસ પોલીસોએ તેમને હેરાન કરવાનું શરૂ કર્યું. બાઝંબાઝ થઇ અને પોલીસ તેમને શીળફાટા પોલીસ સ્ટેશન લઇ ગઇ. એ ત્રણેય મારા ચેલા ન હતા, પણ હીજડા હતા...અને પોલીસ તેમની સાથે ઉદ્ધતાઇથી વર્તી હતી. તે દિવસે શીળફાટા ગયા પછી મને ખબર પડી અને હું તરત જ પોલીસ સ્ટેશને ગઇ. ત્યાં શબ્દશઃ ભવાઇ કરી. મારા ‘હીજડાપણા’નો પૂરેપૂરો ઉપયોગ કર્યો અને એ ત્રણેને છોડાવી લાવી. મારા હવે પછીનાં જીવનની જાણે આ ઝલક જ હતી... મારે આવું આ ઍક્ટિવિઝમ સતત કરવું પડવાનું હતું. પણ મને ત્યારે ક્યાંથી તેની કલ્પના હોય...? આ ત્રણેય પછી મારા ચેલા થયા.

મારી મોટો ચેલો સુભદ્રા મારી ડુપ્લિકેટ હતી. વયે મારાથી મોટી હતી. પણ મને ગુરુ માનતી. હીજડાઓમાં કોની વય કેટલી છે, એને વાસ્તવ મહત્ત્વ નથી હોતું. ત્યાંનું ગુરુપણું વય પર, અનુભવ પર આધારિત નથી હોતું. ચતુરાઇ, બુદ્ધિમાંથી તે આવે છે, એટલે જ મારાથી મોટી સુભદ્રા મારો ચેલો હતો. એ મંગલૂરુની ટિપિકલ દાક્ષિણાત્ય હતી.

ડિસેમ્બર મહિનો હતો. મજાની ઠંડી પડી હતી. અને મારા હરોળબંધ શોજ લાગ્યા હતા.... મુંબઇ બહાર. અમારા હીજડાઓએ તા. ૩૧ ડિસેમ્બરનાં રોજ વ્રજેશ્વરી સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું હતું. મને બધાએ ધમકી આપી હતી... ગમે તે થાય પણ ૩૧ ડિસેમ્બરની રાત્રે વ્રજેશ્વરી આવવું જ જોઇશે ?

કાંઇ ઉપાય જ ન હતો. હું એક શો પતાવીને ૩૧ ડિસેમ્બરનાં રોજ બપોરે ઘરે આવી. બંધાય નીકળતા જ હતા. મેં તેમને કહ્યું, તમે આગળ થાવ. હું આવી જ. થોડો આરામ કરીને કપડાં બદલીને હું વ્રજેશ્વરી ગઇ. આખીય રાત અમે ત્યાં ધમાલ કરી. તા. ૧ જાન્યુઆરીએ મારો હૈદરાબાદ શો હતો. હું ઘરે આવી અને તૈયાર થઇને તરત જ હૈદરાબાદ જવા નીકળી. મેં એક નવો ડ્રેસ સીવરાવ્યો હતો. સુભદ્રાએ જીદ કરીને એ ડ્રેસ મારી પાસેથી પહેરવા માંગી લીધો. તેને તે આપ્યો અને સહુની વિદાય લઇ હું હૈદરાબાદ ગઇ.

બીજા દિવસે તા. ૨ જાન્યુઆરીનાં રોજ મારો નવો ડ્રેસ પહેરીને સુભદ્રા ધંધા પર ગઇ. તે પાછી આવી જ નહિ. તે દિવસે રાત્રે હું હૈદરાબાદથી પાછી આવી. બીજા દિવસે સવારે અમે પોલીસસ્ટેશને સુભદ્રા ગુમ થઇ હોવાની ફરિયાદ નોંધાવી.

ફરિયાદ કરી તો ખરી, પણ પોલીસ હવે બધા હીજડાઓ ઉપર જ શંકા કરવા લાગી. તેમને અવળાસવળા પ્રશ્નો પૂછીને હેરાન કરવા લાગી. મેં પોલીસોને કહ્યું, ‘હીજડા તરીકે, મારા ચેલા તરીકે તેમની તરફ જોશો નહિ, એક વ્યક્તિ તરીકે જુઓ. આમનામાંથી કોઇએ સાચ્ચે જ કાંઇ કર્યુ છે તો હું સામે ચાલીને તેમને તમને સોંપીશ ?’ પોલીસે બધાંયની વ્યવસ્થિત તપાસ કરી. હું અને મારા ચેલા તેમની સામે ઊભા રહ્યા, પણ તેમને કાંઇ જ સગડ મળ્યા નહિ.

અમે બધાં જ સુભદ્રાની ચિંતા કરતા હતા. છતાં અમારા પોતપોતાનાં કામો ચાલુ હતા. આ જ અરસામાં હું દાઇ વેલ્ફેર સોસાયટીમાં નિયમિત જવા લાગી હતી. સુભદ્રા લાપત્તા થયાનાં બે દિવસ પછીની વાત છે... સવારનો સમય હતો. મારું પતાવીને હું એક મિટિંગમાં જવાની તૈયારીમાં હતી. એટલામાં પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો... સુભદ્રાનો મૃતદેહ એક કુવામાં તરતો મળી આવ્યો છે ? સુભદ્રાનું ખૂન કરીને તેને એક કૂવામાં નાંખી દેવામાં આવી હતી. હું ધ્રુજી ઊઠી. ફોન કરનાર પોલીસને કહ્યું. હું ત્યાં આવું છું. પણ મિટિંગ અગત્યની હતી. ત્યાં જવું જરૂરી હતું. જતાં જતાં મેં મારા વકીલને ફોન કર્યો અને બનેલી હકીક્ત તેમને જણાવી. તેમણે મને સલાહ આપી, મૃતદેહનો કબજો પોલીસ પાસે માંગશો નહિ. તેને કારણે વધુ હેરાનગતિ થશે. અમે પછી નક્કી કર્યું. બૉડી ક્લેમ કરવી નથી. બધાંય રડતા હતા. મેં તેમને કહ્યું, કોઇ પણ રડશો નહિ. મ્યુઝિક લગાવો. મૂડ બદલો ? સુભદ્રા ગયાનું બધાયને ખૂબ દુઃખ થયું હતું. બધાય ગભરાઇ ગયા હતા. પોતાનાં ભાવિની ચિંતા તેમને સતાવતી હતી જાણી જોઇને આ જીવન સ્વીકાર્યું તો ખરું, પણ તેમાંના જોખમોનો સતાવતી હતી. જાણી જોઇને આ જીવન સ્વીકાર્યું તો ખરું, તેની જ આ બીક હતી. કોઇને કાંઇ પણ લાગે, પરંતુ મારે ર્દઢ રહેવું જરૂરી હતું. મારા ખભા પર હતી ? બધાંયની બીક દૂર કરવા માટે જ તેમને મ્યુઝિક વગાડવા, મૂડ બદલવાનો આગ્રહ કરતી હતી. પણ કેટલો વખત બધું દબાવી રાખી શકાય ? રાત્રે બધાયનાં બાંધ ફૂટ્યા અને એકબીજાને વળગી અમે સર્વ જણીઓ કળવાનાં પૂલ પર રડતી બેઠી...

મૃતદેહનો કબજો લીધો ન હતો છતાં સુભદ્રાની હત્યા થઇ છે, એ જાણ્યા પછી પોલીસ તપાસનો લગલગાટ તગાદો પાછળ પડ્યો. મુંબઇ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાંચે તપાસની શરૂઆત કરી. એ સમયગાળા દરમિયાન હું બધાંયની સાથે કળવામાં રહેવા ગઇ હતી. જીવનમાં પહેલી વખત ચટાઇ પર ઊંધતા હતી. પણ બધાંયને સંભાળવાનાં, આ દુઃખમાંથી, ભયમાંથી બહાર કાઢવા હોય તો ત્યાં રહેવું આવશ્યક જ હતું. પોલીસ ગમે ત્યારે આવતી, ગમે તેને તપાસ માટે લઇ જતી. જવાબ પૂછો તો તેમની પાસે કારણો તૈયાર રહેતા... અમુકે જણાવ્યું... અમૂકે કહ્યું... હું તેમને સીધું સંભળાવતી, જે કોઇએ તેમને આ માહિતા આપી છે, તેમને અમારી સામે લાવો, પછી બોલીશું. ત્યાં સુધી અહીં કોઇને હાથ અડાડશો નહિ. ઉપાડી લઇ જશો નહિ ? હવે સમાજ, પોલીસ સાથે કેવી રીતે વર્તવું, તેમની સાથે કેવી રીતે કામ પાર પાડવું એ મને સમજાવા લાગ્યું હતું. એકતરફ પોલીસો સાથે આવો સામનો, બીજી તરફ ચેલાઓને સંભાળવા, ત્રીજી તરફ પેટ માટે કામ... થાકી જવાતું હતું. ધૈર્ય ખૂટા રહ્યું હતું. ખૂબ ગુસ્સોય આવતો હતો... આ સમાજ પ્રત્યે... વ્યવસ્થા પ્રત્યે... આપણે જ લડીએ છીએ આપણા માટે... જીતવાની કોઇ શક્યતા ન હોવા છતાં...

પણ કેમ નહિ ? જીતવાની શક્યતા કેમ નહિ ? કદાચ આજે ન જીતી શકીએ, પણ કાલથી જ જીતવાનાં પ્રયાસ કરવા જોઇએ. તે માટે જે જે આવશ્યક છે, તે તે શીખવું જોઇએ. હાર્યે ચાલશે નહિ. હવે આ પરિસ્થિતિમાં આપણે સર્વ ‘અંદર’ જઇશું તો કોઇને શું ફરક પડે છે ? બહુ તો ઘરના ચિંતા કરશે... બાકી ના સમાજને તેની પરવા નહિ હોય...

ખરે, છો ઊભો ન રહે સમાજ ? આપણે જ હવે આપણી લડાઇ લડવાની છે... એકાદ મુત્સદીની જેમ, ચતુરાઇથી. પછી મેં મારા ચેલીઓને સમજાવીને કહ્યું, શીખવ્યું... પોલીસો સાથે કેવી રીત વર્તવું ? ધીમે ધીમે મારા બધાંય ચેલા આમાં ‘તૈયાર’ થવા લાગ્યા.

આ બધામાં ખૂબ દિવસ વિત્યા. ઘરે જવાનો, મમ્મી-પપ્પાને મળવાનો સમય જ ન હતો. એક દિવસ હું ઘરે આવી. ઘરમાં આવું ત્યાં જ મુર્ગી મારી પાછળ દોડતી આવી. ‘ગુરુ, શાહીન એને કેકડાને પોલીસ લઇ ગઇ...’ તેણે કહ્યું, એ ખૂબ ગભરાયેલી હતી. પછી હું ભયંકર ચીડાઇ. પોલીસોને મેં પહેલા જ કહ્યું હતું, હીજડાઓને હેરાન કરશો નહિ. તેમને પકડીને લઇ જશો નહિ. ત્યારે પોલીસ અધિકારીએ મારી વાત સાંભળી હતી. મારા મોઢે‘હા’ કહી હતી અને હવે... મારી પૂંઠ ફરતાં જ તે મારા જ એ મારા હીજડાઓને પકડીને લઇ ગયા હતા, મને એક સાદે ફોન પણ કર્યા વગર ? હું અત્યંત ક્ષુબ્ધ થઇ. તેવી જ મુર્ગી સાથે નીકળી અને પોલીસ સ્ટેશન ગઇ. ત્યાં ખૂબ બૂમરાણ કરી મેં. પોલીસ ઑફિકર સાથે જોરદાર ઝધડો કર્યો અને શાહીન અને કેકડાને લઇને જ આવી.

મહિનાભર આ આમ ચાલ્યું હતું. પોલીસ તપાસ કરતી હતી. કયારેક આની, કયારેક તેની. પમ તેમને કાંઇ જ પુરાવો મળ્યો નહિ. તેમણે પછી કેસ બંધ કર્યો.

સુભદ્રા એપિસોડ અહીં પૂરો થયો પણ કહે છે ને, જીવનનો દરેક પ્રસંગ આપણને કાંઇક શીખવી જતો હોય છે. હું અને મારા ચેલા લડતા હતા... એક તરફ પોતાની સાથે, બીજી તરફ સમાજ સાથે... પણ એકલા જ ? અમારા માટે, એકંદરે અમારા માટે કેવળ ઊભા રહેવા માટેય કોઇ આવ્યું નહિ. મારા માટે એ પાઠ હતો... રવિન્દ્રનાથે કહ્યું છે તેમ...

‘એકલા ચલો રે ?’

એટલે કે આ એકલાપણું હતું તમારા-અમારા સંપૂર્ણ સમાજનું... મારી કમ્યૂનિટી તો મારી સાથે હતી જ. મારો પરિવાર પણ હતો. કમ્યૂનિટી માટે કામ કરવાની મેં શરૂઆત કરી હતી, ‘દાઇ વેલ્ફેર સોસાયટી’નું. શબીના અને પ્રિયાએ શરૂ કરેલ ‘દાઇ’ એ હવે આકાર લીધો હતો. અને તેનું કામ વધતું જતું હતું. હીજડાઓએ હીજડાઓ માટે સ્થાપેલ આ સંસ્થા હતી. અલબત્ત ‘હીજડાઓએ હીજડાઓ માટે’ કામ કરવાનું કહીએ છતાંય તે એટલું સરળ ન હતું.

દાઇ નુું મુખ્ય કામ હતું હીજડાઓનાં આરોગ્યની સંભાળ લેવાનું. આ પહેલાં કોઇપણ સામાજિક કાર્ય સાથે મારો ક્યારેક સંબંધ આવ્યો ન હતો. આ સામાજિક કાર્ય અને લડત મારા જીવનનો એક અવિભાજ્ય અંગ બનવાના છે. એટલું જ ન હતું. તેને કારણે હું ‘લક્ષ્મી’ તરીકે ઓળખાવાની છું. એવું ત્યારે મનમાંય વિચાર્યું ન હતું. અમે હીજડાઓની વસતિમાં જતા હતા.ત્યાં ફરતા હતા... ગોવંડી, શિવાજીનગર , બાંદ્રા, બોરીવલી... બધી વસતિઓ અમે ખૂંદી વળ્યા હતા. શરીર વિક્રય કરનાર હીજડાઓને કોન્ડમની જાણકારી આપવી, તે વાપરવું કેવું સુરક્ષિત અને આવશ્યક છે. એ જણાવવું અને કન્ડોમ આપવા, એવું કા અમે કરતા હતા. કોઇ માંદું હોય તો સરકારી હૉસ્પિટલમાં લઇ જતા. સાયન હૉસ્પિટલનાં ડૉ. હેમા જયરાજાની ખૂબ સારી રીતે પરિચિત હતા. તે ખૂબ જ મદદ કરતા.

વસતિનાં હીજડાઓને સારું લાગતું, પોતાના આરોગ્ય, પોતાના જીવનના કોઇક ખેવના કરી રહ્યું છે, એ લાગણી જ તેમને અત્યંત આનંદ આપનારી હતી. પણ હીજડા કમ્યૂનિટીના વડાઓનો, નાયકોનો આની સામે વિરોધ હતો. આ કહેવું હતું. કન્ડોમ વાપરશે તો તેમની પાસે ગ્રાહક આવશે નહિ અને તેની તેમની આવક પર અસર પડશે, એવીય બીક તેમને અનુભવાતી હોવી જોઇએ.

પણ વસ્તુતઃ કામ કરનારા હીજડા હવે અમને ખૂબ સુંદર પ્રતિસાદ આપવા લાગ્યા હતા. અમારી કન્ડોમના ગાડીની રાહ જોવા લાગ્યા હતા અને એ આવે કે ખાસ્સી લાંબી હરોળમાં ગોઠવાઇને કોન્ડમ લેવા લાગ્યા હતા. અમારા કામને હવે સફળતા મળવા લાગી હતી અને આ કામ સામેનો નાયકોનો વિરોધ પણ શમવા લાગ્યો હતો. ધીમેધીમે આ વિરોધ બંધ થયો. રોજ નવા જુસ્સા સાથે અમે કામ કરતા હતા.

એક તરફ આ કામ જોશભેર ચાલું હતું ત્યારે જ ઘરે કાંઇક જુદું જ રંધાઇ રહ્યું હતું. મમ્મી-પપ્પાએ મારી સાથે અબોલા લીધા હતા. દીદી મારી પર ચીડાઇ હતી. કારણ તેના સાસરિયા મારા પરથી તેને મ્હેણા મારતાં હતા. મારા ‘ફાઇટર પાઇલોટ’ જીજાજી મારી પર રોષે ભરાયા હતી. શશી પણ સંતાપને કારણે ભિન્ન હતો. પણ એક વયનાં, એક પદ્ધતિએ વિચાર કરનારા હોવાને કારણે હશે, શશી, દીદી અને જીજાજીનો રોષ શાંત થયો. ‘જે જેમ જીવવા ઇચ્છતાં હોય તેમ જીવવા દેવા, કોઇએ કોઇનાં જીવનમાં હસ્તક્ષેપ કરવો નહિ.’ એ અમારા ઘરનું સુત્ર હતું. તેને કારણે અમે ચારેય એકબીજા સાથે બોલવા લાગ્યા.

પરંતુ મમ્મી અને પપ્પા જુદો જ વિચાર કરતા હતા. તેમને લાગતું હતું કે મારો કામચલાઇ ફેજ છે. મારાં લગ્ન કરી નાંખવા, પછી બધુંય ઠીક થઇ જશે. તે દ્દષ્ટિથી તેમની હાલચાલ શરૂ કરી. મને એની ભાળ જ ન હતી...

એક દિવસ પપ્પાએ મને સાદ પાડ્યો, પાસે બેસાડ્યો અને કહ્યું, તારા માટે છોકરી જોઇ છે, સુંદર છે, હવે લગ્ન કર...

હું અત્યંત અચંબિત થઇ, પપ્પાને કહ્યું, મારે લગ્ન કરવા નથી. મારું જીવન તો તેને કારણે ધૂળધાણી થશે જ, પણ એ છોકરીનુંય... પછી મારે જીવ જ આપવો પડશે.

તેમના મનની એકમાત્ર આશા મેં આમ રોળી નાંખી અને પપ્પાની આંખો અશ્રુભીની થઇ. મારા વીસ વર્ષનાં જીવનમાં મેં પપ્પાની આંખોમાં ક્યારેય આંસુ જોયા ન હતા. મને ખૂબ દુઃખ થયું. નાનપણથી મમ્મી-પપ્પાએ મને ફૂલની જેમ સાચવ્યો હતો. મને દુઃખ થયું. મારી પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો હતો, મને અનહદ લાડ લડાવ્યા હતા. મારાં વ્યવહાર વિશે બહારનાં કોઇ પણ કાંઇ પણ કહે છતાંય તેમણે મારી પાસે ક્યારેક તે અંગે સ્પષ્ટતા માંગી ન હતી. કહેનારા કહેતાં મારી પર અધિક વિશ્વાસ દાખવ્યો હતો. મારાં હીજડા થયાની જાણ થયા પછી મમ્મી-પપ્પા મારી સાથે બોલતા ન હતા, પણ એ ગુસ્સાનાં આવેશમાં ક્યારેક ‘ઘર છોડીને જતો રહે’ એવું તેમણે કહ્યું નથી. હું રાતવરત આવતો. મમ્મી રાતોની રાત મારી રાહ જોતી બેસતી... સહુની મા હોય છે એવી જ હું ઘરે પહોંચું કે એ ઊંધતી. પણ આજે કયાં ગયો હતો ? આટલો વખત શું કરતો હતો ? એવું તેણે ક્યારેય પૂછયું નથી, ‘બાળકો હવે મોટા થયા છે, તેમને ઇચ્છે એ કરવાનું સ્વાતંત્ર્ય છે...’ આવું મમ્મી-પપ્પાએ અમને કયારેય કહી સંભળાવ્યું ન હતું, પણ તેમનાં વ્યવહારમાં તે સમજાતું હતું.

અમે બાળકો હોવા છતાં મમ્મી-પપ્પા અમને આટલું સન્માન આપતા હતા અને હું કેવળ... મારા કારણે આજે પપ્પાની આંખોમાં અશ્રુ છલકાયા હતા. તેમના દીકરી તરીકે હું ‘નાલાયક’નીવડ્યો હતો કે...? શું કરવું ? બે ત્રણ દિવસ હું અત્યંત અસ્વસ્થ હતો.

પણ ખૂબ વિચારને અંતે મેં નક્કી કર્યું, હવં એકવખત ભરેલું ડગલું પાછું લેવું નથી. જોઇએ, જે થવાનું હશે તે થશે. લગ્ન કરવાનો તો પ્રશ્ન જ નથી, પણ ઘરે મોટા દીકરા તરીકે જીવવાનું, પરિવારની સર્વ જવાબદારીઓ વહન કરવાની, બીજી તરફ કમ્યૂનિટી માટે કામ કરતા રહેવાનું... કદાચ હળવે હળવે મમ્મી-પપ્પાનો રોષ શાંત થશે, નારાજગી દૂર થશે... કદાચ ઘરમાંથી બહાર નીકળવું પડશે. સમય અને સંજોગોને ભરોસે નાંખીને મેં જેસે થે રહેવાનો નિર્ણય કર્યો.

હવે મારા દિવસભરનાં કામોમાં ‘દાઇ’નું કાર્ય ટોપ પ્રાયોરીટીએ રહેતું. ફિલ્ડમાં... અર્થાત્‌ હીજડાઓની વસતિમાં જવું, તેમને મળવું, શરીરસંબંધ, એચઆઇવી એડ્રસ સંબંધિત જાણકારી આપવી... ‘પિઅર એજ્યુકેટર’ તરીકે હું આ બધું કરવા લાગી હતી. શબીના, પ્રિયા અને અન્ય અનુભવી હીજડાઓ સાથે જઇને, તેમનું કામ જોઇ જોઇને શીખવા લાગી હતી... સમાજસેવાની ગળથૂથી ઘૂંટવા લાગી હતી. સમાજમાં કામ કરતી વખતે આવશ્યક કાર્યપદ્ધતિ આત્મસાત કરવા લાગી હતી.

...અને અચાનક શબીના અને પ્રિયા દાઇ છોડીને જતા રહ્યા. કોઇક કારણોસર તેમનો ‘દાઇ’નાં ઇતર લોકો સાથે કજિયો થયો, વિવાદ થયો. પ્રિયા પહેલા ચેન્નાઇ ગઇ. શબીનાએ પણ ત્યાં જ જવું પસંદ કર્યું. તેમની ઉપર કમ્યૂનિટીનું ખૂબ દબાણ હતું... એ બધું સંભારવામાં, ફરી ફરી પુનરાવર્તિત કરવામાં હવે અર્થ નથી. ‘દાઇ’એ તેને કારણે સારું નેતૃત્વ તો ગુમાવ્યું જ, પણ કસાયેલાં કાર્યકરો પણ ગુમાવ્યાં.

એ બંનેનાં ગયા પછી લત્તાગુરુજીએ મને બોલાવી... શું કરીશું ? હવે કોણ સંભાળશે આટલો પસારો...? ગુરુએ મને કહ્યું, હું ભણેલી નથી. મને સંસ્થા ચલાવવાનું ફાવશે નહિ. મને તેમાંનું કાંઇ જ સમજાતું નથી. તું સારું ભણી છો. તું જવાબદારી લઇશ તો જ. નહિ તો દાઇ બંધ કરવી પડશે.

આટલું સુંદર ગોઠવાયેલું કામ બંધ કરવાનું... ? ભીખ માંગીને કે ધંધો કરીને જીવનારા હીજડાઓને હવે કયાંક કોઇક પૂછવા લાગ્યા હતા. તેમનાં પ્રશ્નો દાઇને સમજાવા લાગ્યા હતા. તેમની વ્યથા સમાજ સમક્ષ રજૂ થવા લાગી હતી. ફકત દાઇ જેવી સંસ્થા તેમનાં પ્રશ્નો ઉકેલી શકતી હતી. કારણ તે હીજડાઓએ સ્થાપેલ સંસ્થા હતી અને કામ કરનારા પણ બધાં હીજડા જ હતા ? તેમનાં સિવાય અન્ય કોઇ પણ હીજડાઓને કેવી રીતે સમજી શકે ? તેમનાં પ્રશ્નોનાં મૂળ માં કેવી રીતે જઇ શકાય ? સામાજિક પ્રશ્ન, આરોગ્યનો પ્રશ્ન... હીજડાઓમાં એડ્રસનું પ્રમાણ પણ વધતું ચાલ્યું હતું. તેની પર હજુ તો કામ શરૂ થયું હતું. બીજી અત્યંત મહત્ત્વની વાત એ હતી કે આ સામાજિક કાર્યનાં ક્ષેત્રમાં બધા જ અમારી સાથે ખૂબ જ સન્માનથી વર્તતા હતા. અહીં ટીખળ ન હતી, કુચેષ્ટા ન હતી, અવગણના ન હતી કે ધારણા બાંધવામાં આવતી ન હતી. અમે માણસ હતા અને માણસે માણસ સાથે જ સન્માનથી વર્તવું જોઇએ, તે રીતે અહીંના લોકો અમારી સાથે વ્યવહાર કરતા હતી. અમને મળનાર આ સન્માન બધાં જ હીજડાઓને મળવું જોઇએ. એમ મને લાગતું હતું. તે માટે પહેલા તેમને પોતાની તરફ સન્માનથી જોતા શીખવવું જોઇતું હતું. પોતાને માટે તેમના મનમાં વિશ્વાસ જગાવવો જોઇતો હતો. આ બધું કરવાના દાઇના પ્રયાસ કરતી હતી. આ કામની સાચ્ચે જ ખૂબ આવશ્યકતા હતી. એ બંધ થાય એ ચાલે એમ ન તું.

મેં લતાગુરુને કહ્યું, ‘હું દાઇની જવાબદારી સંભાળવા તૈયાર છું, આ બંધ પડે એ યોગ્ય નથી...’ અને હું દાઇ વેલ્ફેર સોસાયટી જેવી જ હીજડાઓની હીજડાઓ માટે ચલાવવામાં આવતી પ્રથમ સંસ્થાની અધ્યક્ષા બની.

‘પિઅર એજ્યુકેટર’ કામગીરી સુધી જ સિમીત કાર્યને સ્થાને હવે મારી પર સંપૂર્ણ સંસ્થા, તેનાં કામ અને વિકલ્પે સંસ્થા જેમનાં માટે કામ કરે છે, કરવા ઇચ્છે છે તે હીજડા કમ્યૂનિટી, તેમનાં આરોગ્યની, તેમનાં કલ્યાણની જવાબદારી આવી હતી. અનેક વાતો શીખવાની હતા, કેટલાક વાતોની જાણ હતી, તે વ્યક્ત કરતા હોઇએ છીએ, ચર્ચા કરતા હોઇએ છીએ, જોતાં હોઇએ છીએ... તેને ઔપચારિક રૂપ આપવાનું હતું. વધું ગંભીરતાથી તે કરવાની હતી.

જવાબદારી ઉઠાવવાની અને જવાબદારીપૂર્વક વર્તતા તે નિભાવવાની મને આદત હતી. એ મારો સ્વભાવ હતો. નવા નવા પડકારો સ્વીકારવાનું મને ગમતું હતું. પહેલાં ક્યારેક સમાજસેવાનાં માર્ગ પર ડગ નહિ માંડનાર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ દાઇ ના અધ્યક્ષા પદ ની જવાબદારી લેતા સમાજસેવાનું આમંત્રણ સ્વીકાર્યુ.

એકવખત જવાબદારી સ્વીકારીએ કે તેને તન-મનથી વળગી રહેવું, એ મારો સ્વભાવ છે. તે વખતે ‘ઍવર્ટ’એ‘પ્રપોઝલ ડેવલપમેન્ટ’ પર એક વર્કશોપ વાશીમાં આયોજિત કર્યુ હતું. દાઇ વેલ્ફેર સોસાયટીને તેમાં સહભાગી થવાનું આમંત્રણ હતું. આ વર્કશોપમાં મારે જ જવું એમ નક્કી થયું. ‘પ્રપોઝલ’ રીતે રજૂ કરવામાં આવે છે, હેતુ, લક્ષ્યથી દૂર ન જતા પૈસા મેળવવાની કસરત કેવી રીતે કરવી પડે છે... અનેક પ્રશ્નો મારા મનમાં હતા, આ વિષય અંગે. પણ ‘ઍવર્ડ સોસાયટી’ના સંદીપ અને નિધિ દૂબેએ મને બધુંય વ્યવસ્થિત સમજાવ્યું. મારી પાસે તેમણે સુંદર તૈયારી કરાવી અને ચાર દિવસની આ વર્કશોપમાં મેં દાઇનું એક પ્રેઝન્ટેશન અસ્ખલિત અંગ્રેજીમાં કર્યું.

સહુ આવક થઇ ગયા. આ વર્કશોપમાં અનેક સંસ્થાના પ્રતિનિધિ, પદાધિકારી આવ્યા હતા. હું જે બારમાં ડાન્સર હતી, ત્યાંનો મારો એક કલાયન્ટ એક સંસ્થાનો પ્રમુખ હતો. એ પણ આવ્યો હતો. શરૂઆતમાં ને અહીં જોઇને એ સંકોચાયો હતો, પછી મારું કુશળ અંગ્રેજીમાં ભાષણ, અપ-ટૂ-ડેટ રહેવું, ડિસેન્ટ વર્તણૂક જોઇને તેને આશ્ચર્યનો આઘાત લાગ્યો હતો... અને હવે આ પ્રેઝેન્ટેશન જોઇને તો ખુરશીમાંની નીચે પડવાનું જ બાકી હતું ?

વર્કશોપ પૂરી થઇ. સહુએ મારા ખૂબ વખાણ કર્યા. મનેય ખૂબ સારું લાગ્યું, કોઇકે વખાણ કર્યા એ કારણે નહિ, પણ આ ક્ષેત્ર વિશે આપણને કાંઇક સમજાય છે અને હવે આપણે તેમાં સારું કાંઇ કરીશકીએ, એવો વિશ્વાસ મને જાગ્યો. બારના મારા પેલા કસ્ટમરનું આશ્ચર્ય હળવે હળવે ઓસર્યું હશે, પણ મેં આ વર્કશોપ પછી એક નિર્ણય લીઘો...

હવે બારમાં નાચવાનું બંધ ? એક સંસ્થાના અધ્યક્ષા તરીકે આપણે જ આપણી ડિગ્નિટી જાળવવી જોઇએ...

કયારેક ક્યારેક બારમાં નાચવા જતી હતી, તે પણ હવે મેં બંધ કર્યું. દાઇનાં કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઇતર લોકો સાથે સંવાદ સાધવાની હથોટી આત્મસાત કરી... પછી તે હીજડા હો કે પ્રોજેક્ટનાં ફંડ્‌ર્સ... આપણા મગજમાં જે છે તે તેમને વ્યવસ્થિત, મુદ્દાસર સમજાવીને કહેવાનું... ત્યાર પછી તેમની પ્રતિક્રિયા જાણવાની... સહુના મતે લઇને આવશ્યક જણાય એ ફેરફાર કરવાની અને તે પરથી પ્રોજેક્ટ પ્રપોઝલ તૈયાર કરવાની... ખૂબ સરસ પ્રોસેસ હતી એ. જવાબદારી હતી, ટેન્શન હતું, પણ હું ભરપૂર એન્જોય કરતી હતી. આ પ્રોજેક્ટ માટે પછી મારી ‘મુંબઇ ડિસ્ટ્રીક્ટ એડ્રસ કંટ્રોલ સોસાયટી’ એટલે જ ‘એમડૅક્સ’ માં આવજા શરૂ થઇ. ડૉ. અલકા ગોગટે ત્યાં યોજના નિયામક હતા. તે અને નાયબ નિયામક શ્રી પ્રમોદ નિગૂડકરની ખૂબ મદદ મળી. ખૂબ આધાર મળ્યો. ખરું તો આ લોકોએ જ મને આ ક્ષેત્રમાં કામ કેવી રીતે કરવાનું તે શીખવ્યું.

કામ કરતાં કરતા જ હું અનેક વાતો શીખતી હતી. જુદાજુદા અનુભવ પણ લેતી હતી. મને એ દિવસનું હજુય સ્મરણ છે, જ્યારે કામઠીપુરા મેં પહેલી વખત જોયું, દાઇ વેલ્ફેર સોસાયટીના કામનાં ઇવૅલ્યુએશન માટે જીવનમાં પહેલી જ વખત ત્યાં ગઇ હતી. ત્યાં સુધી કામઠીપુરા વિશે કાનોકાન સાંભળેલા જાણકારી હતી, કામાઠીપુરામાં રહેનારી ઝીનત અમારે ત્યાં આવતી. તેણે ઘણીબધી વાતો કહી હતી. તેને કારણે જ અત્યંત નજીવી જાણકારી હતી, પણ ફકત જાણકારી, વાસ્તવમાં મેં ક્યારેક જોયું ન હતું, તેવો પ્રસંગ જ ક્યારેક આવ્યો ન હતી, પણ હવે કેવળ...

ત્યાંની એ નાની નાની ખોલીઓ... અંધારી... ના હવા, ના પ્રકાશ... તેમાં ગોઠવેલાં પાર્ટિશન્સ... એ નાની ખોલીઓમાં વધુ કેટલીક નાની ખોલીઓ થઇ શકે, એવું આપણને ક્યારેક લાગ્યું પણ ન હોત, પરંતુ અહીં તે બનાવેલી... વાસ મારતી. ગૂંગળામણ થાય એવી ... આ યુવતીઓ, સ્ત્રીઓ કેવી રીતે રહે છે અહીં ? કેવો સેક્સ કરે છે ? સેક્સ જેવી આનંદ માટે કરવાની વાત... એન્જોય ભેર કરવાની વાત... લાગણીભેર કરવાની વાત... અને આ આવા વાતાવરણમાં ? સરખું હાલી પણ ન શકાય એટલી જગામાં ? ઠીત છે, તેમના માટે એ રોજની વાત હશે, પેટ માટે તેઓ કરતા હશે... તેમના સેક્સમાં લાગણીને સ્થાન નહિ હોય... પણ છતાંય... સરકારી નોકરીમાંના બાબુ લોકો પેટ માટે કારકૂની કરે છે ને ? તેમની ઑફિસ આવી વાસ મારતી, ગૂંગળામણ થાય એવી હોય તો તેમને ચાલે ? પેટ માટે તેઓ કરતા હશે... તેમના સેક્સમાં લાગણીને સ્થાન નહિ આ સેક્સ વર્કર્સને પોતાનું શરીર વેચવું પડે છે, એ દોષ તેમનો કે સમાજનો... તેમની પાસે આવનાર ગ્રાહકોનો ? કેવાં હોય છે આ ગ્રાહકો ? કોઇ દાઢીવાળો, કોઇ તિલકવાળો, કોઇ ફેંટાવાળો... સર્વ ધર્મનાં, ધાર્મિક જણાય એવા સર્વ વયનાં, સભ્ય જણાય એવા... અનેક માણસો. કોઇક સંતાઇને, છૂપાઇને આમતેમ જોતાં, અટકળ બાંધતા આવનારા, તો કોઇ છડેચોક... બધા ઢોંગી ? બહીરની દુનીયામાં ચાર જણા તેમને માન આપતા હશે... આમનાં ચાર શબ્દ સાંભળી પણ લેતા હશે... વેશ્યા વ્યવસાય કેવો અનૈતિક છે, એ વિશેષ લોકો બધાંયને કહેતા હશે... લોકો ડોકું ધુણાવતા હશે...જેમની પાસે જાય, તેની પરવા જ નહિ ?

સેક્સ વર્કર્સની આ દશા જોઇને મને ભારે આઘાત લાગ્યો આખીય દુનિયા પ્રત્યે ખીજ ચડી. મગજમાં વિચારક્રમ શરૂ થયું. આ પરિસ્થિતિ, આ વ્યવસ્થા બદલવા શું કરી શકીએ ? અસ્વસ્થપણે વિચાર કરવા લાગી.

હળવેહળવે સમજાયું, આ આખોય સમાજ બદલવા માટે આપણે એકલા કયાં પહોંચી વળવાના હતા ? સમગ્ર વ્યવસ્થા બદલવા માટે ? ઓછામાં ઓછું આ સેક્સ વર્કર્સનું જીવન બદલવા માટે ? આપણા હાથમાં ફકત એક જ વાત છે... પ્રયત્ન કરતા રહેવાનું... તેમના પૈકી જ એક બની જવાનું... તેમની સાથે સંવાદ સાધતા રહેવાનું... આપણી પરિસ્થિતિ આપણે જ બદલવાની છે, એ તેમને સમજાવતા રહેવાનું અને બદલવા માટે તેમને મદદ કરતા રહેવાનું. નક્કી કર્યા મુજબ હું તેમ કરતી રહી, ત્યાં જતી રહી.

મારા સામાજિક કાર્યોને નવી દિશા મળતી હતી. અનુભવમાંથી જ હું શીખતી હતી. બારમાં કામ કરવાનું તો મેં બંધ કર્યું હતું. ત્યારબાદ અચાનક ગૃહમંત્રીશ્રી આર. આર. પાટીલે, યુવા પેઢી બગડી રહી છે એટલે ડાન્સબાર પર પ્રતિબંધ મૂક્યો. બારબાળાઓનું આંદોલન શરૂ થયું હતું. દાઇ ના કામ માટે હું એક દિવસ વી.ટી. સામે મહાનગરપાલિકાનાં મુખ્ય કાર્યાલયમા ંગઇ હતી. સબવેમાંથી બહાર નીકળતી હતી ત્યારે બે ત્રણ બારબાળાઓએ મને જોઇ, તે મારી પાસે આવી. આઝાદ મેદાનમાં તેમનું આંદોલન ચાલું હતું. તેમને લાગ્યું, હું તેમના આંદોલનમાં જોડાવા આવી છું... અહીં બારબાળાનું આંદોલન ચાલું છે. એની મને કલ્પના જ ન હતી. મેં મારું પાલિકાનું કામ પતાવ્યું અને સીધી આઝાદ મેદાનમાં ગઇ. મારો ટેકો હતો જ, એ મેં વ્યક્ત કર્યો. બારબાળાનું જીવન મેં ફક્ત જોયું જ નહિ. પણ તે જીવી હતી. તે પોતપોતાનું જીવન કેવી રીતે જીવે છે એ જોયું હતું. ફક્ત નાચીને કેવી રીતે જાળવી રાખે છે, એનો અનુભવ લીઘો હતો. પૂરુષપ્રધાન સમાજ દ્ધારા થનારું તેમનું શોષણ પમ જોયું હતું. પરંતુ હવે તેમનો રોટલો છીનવાઇ જતો હતો. ઘર ચલાવવું હોય તો ખાટલો નાંખીને શરીરવિક્રય સિવાય તેમની સમક્ષ વિકલ્પ ન હતો. એટલે જ મારો તેમના આંદોલનને ટેકો હતો... ટીવા પરના બિગ ફાઇટ કાર્યક્રમમાં તો મેં કહ્યું ય ખરું કે શ્રી આર. આર. પાટીલે બારમાંનું સ્ટેજ કાઢી ત્યાં ખાટલો પાથર્યો... મારી આ વાત પર ખૂબ વિવાદ થયો હતો. પણ હું મક્કમ હતી. મને મનથી તેમ લાગતું હતું. ઊચ્ચ ન્યાયાલય બાર માટેનો તેમની સાથે હતી.

દાઇના કામે હવે વેગ પકડ્યો હતો. પહેલાં કમ્યૂનિટીએ કમ્યૂનિટી માટે કરેલું કામ એવું તેનું સ્વરૂપ હતું. હવે તેને મેં ‘પ્રોફૅશનલ ટચ’ આપવાની શરૂઆત કરી. પણ દાઇમાના કેટલાક લોકોને તે સ્વીકાર્ય ન હતું... ખપતું ન હતું... તેમની કામ કરવાની પદ્ધતિ જુદી હતી ‘અમે હીજડા છીએ, અમે અમુક કરીશું નહિ.’ અમે તેમનું કહેવું હતું. દર વખતે કાંઇક ને કાંઇક મુદ્દા પરથી મારે વિવાદ થવા લાગ્યા. હીજડા છીએ એટલે આ કરીશું નહિ, એવી ભૂમિકા લે તો કામ જ આગળ વધી શકે નહિ. એમ મારું કહેવું હતું અને સાચ્ચે જ તમે સ્ત્રી છો, પુરુષ છો કે હીજડા. એની પર એકાદું કામ કેવી રીતે કરવું એ નક્કી કર્યે કેવી રીતે ચાલે ? સફળતાપૂર્વક તે કરવું હોય તો વિશિષ્ટ પદ્ધતિએ કરવું જ પડે છે ને ? પછી તે કોણ કરે છે, એ પ્રશ્ન જ કયાં આવે છે ? આપણે હીજડા છીએ એવી વાતના અકારણ મહત્ત્વ આપતા રહીએ, તો સમાજ આપણને ક્યારેય પોતાનો માનશે નહિ. પણ આ લોકોને તો ગળે નહોતું ઊતરતું... ખાસ મારા લતાગુરુને.

શું કરવું મને સમજાતું ન હતું. પ્રોજેક્ટ્‌સ ચાલુ હતા. તે વધી પણ રહ્યા હતા. પણ અપેક્ષાનુસાર કામ થતું ન હતું. મને કામનો કંટાળો આવવા લાગ્યો હતો.

અને એવામાં મને ટાટા ઇન્સ્ટિટયૂટ ઑફ સોશ્યલ સાયન્સેસનો એક વિદ્યાર્થી મળ્યો, અથર્વ નાયર. હું ક્યાંક જતી હતી, ત્યારે તેની અને મારી ઓળખાણ થઇ. વાતવાતમાં મને સમજાયું કે, એ ટીઆઇએસએસનો વિદ્યાર્થી છે. તેની બોલવાની, વિચાર કરવાની રીત મને ગમી. આ યુવાન દાઇના કામમાં સંપૂર્ણ યોગ્ય છે, તેના જેવો માણસ મળે તો દાઇનું કામ સરસ રીતે આગળ વધશે એમ મને લાગ્યું અને મેં તેને પૂછ્યું, તું દાઇમાં આવીશ કે... ? તેણે થોડો વિચાર કર્યો અને ‘હા’ કહ્યું.

આપેલ શબ્દ અનુસાર અથર્વ ‘દાઇ’માં આવ્યો. તેની અને મારી સરસ દોસ્તી થઇ... પ્લેટૉનિક ફ્રેન્ડશીપ. કાંઇ પણ કહ્યા વગર મારી અપેક્ષા અથર્વ સમજી લેતો... આજેય સમજી લે છે. મારા જીવનનો એ હિસ્સો જ બની ગયો. દાઇના કામની મોટા ભાગની જવાબદારી અથર્વ સમજી લેતો... આજેય સમજી લે છે. મારા ફોન પરનાં એવાજ પરથીય મારું ક્યાંક બગડ્યું છે, એ તને સમજાતું ? મારા જીવનનો એ હિસ્સો જ બની ગયો. દાઇના કામની મોટા ભાગની જવાબદારી અથર્વએ ઉપાડી લીધી. હવે કાર્યમાં વ્યવસાયિકતા આવી. અધિક વેગે કામ વધવા લાગ્યું. નવા નવા પ્રોજેકેટ્‌સ મળવા લાગ્યા. મારો માથાનો દુઃખાવો ઓછો થયો, પણ તે વાતેય, દાઇમાં રોષ વધવા લાગ્યો. દાઇનું કામ છોડીને બચેલા સમયમાં હું ક્યાં જાઉ છું, શું કરું છું, કોની સાથે હોઉં છું... મારી ગુરુ, લતાગુરુ મારા જીવન પર જ જાણે સત્તા પ્રસ્થાપિત કરવા ઇચ્છતી હતી અને મને તે ગમતું ન હતું. મારા મોટા થયા પછી મમ્મીએ પણ ક્યારેક મને ક્યાં જાય છે, એમ પૂછ્યું ન હતું. તેમાં આવો અવિશ્વાસ સહન કરવો મારા માટે સંભવ જ ન હતો.

વચગાળાના અરસામાં મને કિરણ પણ મળી હતી... કિરણ મોરે. સ્માર્ટ, પ્રોફેશનલ, એ દાઇની ઓફિસ ગોવંડીમાં હતી. હું જીન્સ, કુર્તા કે શર્ટ-પેન્ટ પહેરીને ઘરેથી નીકળતી, કિરણનાં ઘરે જઇને સાડી પહેરતી અને પછી અમે બંને સાથે જતાઆ બધી ભાંજગડમાં અનેક વખત મોડું થતું અને પછી અમને આ મોડા આવવા બદલ જવાબ પૂછવામાં આવતો. હું ચીડાતી, વાદ-વિવાદ થતો, કિરણ આ બધાંયથી ખૂબ ગભરાતી. પછી મને મોડું થાય તો એ આગળ નીકળી જવા લાગી, પણ હું કેવળ...

પછી દાઇમાં ટીકા થવા લાગી... કિરણ અને અથર્વ લક્ષ્મીને બગાડી રહ્યા છે... પણ હું કોઇનું સાંભળીને કાંઇ કરનારી નહોતી જ. મને જે સમજાય, તે જ મેં હંમેશા કર્યું... હજુય તે જ અને તેટલું જ કરું છું, દાઇની અધ્યક્ષા તરીકે તે હવે મારી પર સત્તા ગજાવવા ઇચ્છતા હતા.

અલબત્ત આ બધી માથાકૂટમાંથી ક્યારેક ક્યારેક કાંઇ ને કાંઇક કારણોસર રિલીફ મળતી હતી. ઇ.સ. ૨૦૦૨- ૨૦૦૩ના ગાળામાં દાઇ નું કામ જોવા એક જર્મન મહિલા આવ્યા... એમનું નામ હતું ડોરથિયા. તે પત્રકાર હતા, સાથે જ ઇન્ડોલોજિસ્ટ પણ હતા. ઘણા વર્ષોથી તે ભારત આવતા હતા અને અહીંના હીજડાઓ પર સંશોધન કરતા હતા. હીજડાઓ પર તે એક ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા. ‘બીટવીન ધ લાઇન’. એનું દિગ્દર્શન જર્મન ફિલ્મ નિર્માતા થૉમસ વોર્ટમન કરવાના હતા. હીજડાઓની દુનિયામાં આ એક સ્ત્રી ફોટોગ્રાફરનાં પ્રવાસની કથા હતી અને આ પ્રવાસકથામાંથી જ હીજડાઓનું જીવન, તેનાં જુદા જુદા પાસા ઉકેલવાનાં હતા. આ ફોટોગ્રાફરનું પાત્ર ભજવવાની હતા દિલ્હીના અનિતા ખેમકા. ડોરથિયાએ ફોન પર અમારી મુલાકાત કરાવી અને બે ત્રણ દિવસમાં જ દાદરનાં શિવાજી પાર્કનાં બરિસ્તામાં અમારું મળવાનું નક્કી થયું.

નક્કી થયા અનુસાર હં અને અનિતા મળ્યા ખરા, પણ અમારી પહેલાં મુલાકાત કાંઇ ખાસ સારી ન હતી. ‘બીટવીન ધ લાઇન’ અને તેનું કથાસૂત્ર એ જ અમારી ચર્ચાનો વિષય હતો. પણ કેટલાક મુદ્દા પરથી અમારા મતભેદ થયા. અનિતા ઘણા વર્ષોથી ફોટોગ્રાફી કરતી હતી. હીજડાઓની દુનિયી તેણે નજીકથી જોઇ હતી અને એટલે જ તેને લાગતું, આપણને આમાંનું બધુંય ખબર છે અને એ બધુંય આપણે ફિલ્મમાં બતાવવું છે...

પરંતુ મને તેમ લાગતું ન હતું. મારું કહેવું હતું, બધું જ ખુલ્લું કરીને ચાલતું નથી. કેટકેટલી વાતો ઢાંકયે જ સારી દેખાય છે. ખુલ્લી કરીએ તો પ્રશ્નોનો સામનો કરવો પડે છે.

છેવટે વિવાદ-ચર્ચા થયા બાદ ‘બિટવીન ધ લાઇન’ની કથા નક્કી થઇ. શૂટિંગ બે તબક્કામાં થવાનું હતું. ઇ.સ. ૨૦૦૩ની આ વાત છે. પહેલા તબક્કાનું શૂટિંગ શરૂ થયું અને પૂરું પણ થયું. બીજા તબક્કાને થોડીવાર હતી અને બરાબર એ વચલા ગાળામાં મારા ભાઇ -શશીનાં લગ્ન હતા. અમે લગ્ન માટે ગામ ગયા. ત્યાંથી આવ્યા અને ‘બિટવીન ધ લાઇન’નો બીજો તબક્કો શરૂ થયો. આ ગાળા દરમ્યાન જગ્યા એક ચેલા-મુસ્કાનને ઘરે કાર્યક્રમ હતો. મુસ્કાન ‘બિટવીન ધ લાઇન’માં હતી. તેને કારણે તેણે આ કાર્યક્રમમાં અનિતાને પણ બોલાવી હતી અને અનિતા ત્યાં ભૂલ્યા વગર આવી હતી. મને આ ખબર જ ન હતી. પણ અનિતાને ત્યાં જોઇને લતાગુર્‌ ચીડાયાં... ‘આ હીજડાઓનો કાર્યક્રમ છે. અહીં સ્ત્રીનું શું કામ છે ? એ અહીં ન જોઇએ. રાતનો વખત અને અનિતાને લતાગુરુ બોલી રહ્યા હતા. ત્યાંથી જતા રહેવાનું કહી રહ્યા હતા... અનિતાએ જતું જ રહેવું જોઇતું હતું. હું ગભરાઇ. આ એકલી હવે શું કરે ? ક્યાં જશે ? આ દિલ્હીની... મુંબઇમાં તેનું કોઇક હોવું પણ જોઇએ ને...? અંતે તેને લઇને હું બહાર નીકળી અને મારા ઘરે થાણે લઇ ગઇ. બરાબર એ જ સમયે કૃષ્ણજન્મ થયો હતો. ચોફેર કૃષ્ણનો જયજયકાર થતો હતો. બીજા દિવસે દહીહંડી હતી. થાણેમાં કેવળ રેલછેલ ? એ આખોય દિવસ હું અને અનિતા સાથે હતા. તેને મેં દહીહંડી બતાવી. અમે ખૂબ ફર્યા. ખૂબ ગપ્પાં માર્યા અને તે દરમિયાન જ અમારી વચ્ચેની એ અદૃશ્ય દીવાલ પડી ગઇ. અમે સરસ મિત્રો બન્યા.

‘બિટવીન ધ લાઇન’ના બીજા તબક્કાનું શૂટિંગ પણ પૂરું થયું. તેમાં મારું મુખ્ય પાત્ર હતું, પણ તેનું મારી પર ખાય દબાણ ન હતું. એક તો નાનપણથી હું ડાન્સ કરતી હતી. પરફૉર્મન્સ કરવાની આદત હતી જ અને વધુમાં ‘ડિસ્કવરી ટ્રાવેલ અને લિંવિંગ’ ચૅનલે તૈયાર કરેલ મુંબઇવાસીઓ પરની ડૉક્યુમેન્ટરીમાં પણ મારો સહયોગ હતો. એટલે આમ કૅમેરો પણ મારા માટે નવો ન હતો. તદૃન સાહજિક કૅમેરા પણ મારા માટે નવો ન હતો. તદૃન સાહજિક કૅમેરા સામે ગઇ.

ઇ.સ. ૨૦૦૩માં શરૂ થયેલ ‘બિટવીન ધ લાઇન’ ઇ.સ. ૨૦૦૪માં પૂર્ણ થઇ અને ઇ.સ. ૨૦૦૫માં સ્વિત્ઝર્લેન્ડનાં લોકોર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું પ્રીમિયર યોજાયું. એ લોકોને ખૂબ જ ગમી.

એટલે કે આ બધું ચાલુ હતું ત્યારે લતાગુરુ ગુસ્સામાં જ હતા. એક તો તેમને આ પ્રસિદ્ધિ, આ બધાં ગ્લેમરની કાંઇ આવશ્યકતા નથી, એમ લાગતું હતું અને તેમનો મારી પર એક વધુ વાતે રોષ હતો. મારે તેમની સાથે જ રહેવું, ઘરે મમ્મી-પપ્પા સાથે ન રહેવું, એમ તેમને લાગતું હતું. તેમનો મારી પર પ્રેમ હતો કે મારે તેમની સાથે ન રહેવું એમ ઘણુંખરું તેમને લાગતું હોવું જોઇએ... કાં તો કમ્યૂનિટીના નિયમ તરીકેય હશે... ચોક્કસ શું કારણ હતું. મને ખબર નથી, પણ હું હીજડાઓમાં રહેતી નથી. મારા પરિવારમાં રહું છું એટલે તે મને ખૂબ વઢતાં. મને અનેકવખત કહેતા ઘરે રહીશ નહિ, અહીં આપણા હીજડાઓ સાથે રહે. આપણામાં જે ચાલતું નથી, તે ત્યાં ઘરે તારે કરવું પડે. મુખ્ય વાત એટલે આપણે સહુએ સાથે રહેવાનું હોય છે. આપણે ના સ્ત્રી, ના પુરુષ... તે સ્ત્રી-પુરુષ સમાજનાં આપણે નથીજ. તો પછી શા માટે તેમનામાં રહેવું ? બધું મૂકીને આવતી રહે અને અહીં રહે... ગુરુ મને સમજાવતા. પણ મને તે ગળે ઊતરતું નહિ. શા માટે ઘર છોડવું ? મારા ઘરનાં બધાંય મને પ્રેમ કરે છે. આખીય દુનિયા ભલે મને લક્ષ્મી કહે, પણ ઘરનાઓ માટે હું તેમને મોટો દીકરો ‘રાજુ’ હતો, છું અને રહીશ. ઘરના મોટા દીકરા તરીકે મારી કેટલીક જવાબદારીઓ છે. એ હું કેવી રીતે અવગણું ? અને શા માટે ટાળું? હું હીજડો છું એ એક જ કારણ માટે ? નહીં ગળે ઊતરે મારા... કયારેક નહિ. મારો પરિવાર એ જ સર્વસ્વ છે મારું... ફકત મમ્મી-પપ્પા અને અમે ભાઇ-બહેનો એટલું જ પરિવાર નથી, મારું હીજડાનું પરિવાર પણ... પરિવારમાં અને તેમાંથી બનેલો સમાજ મને પ્રિય છે. તેની સાથે કેવી રીતે એતડી રહી શકું ? હું તમારામાંની નથી. એમ કહીને કેવી રીતે અળગી થાઉં ? આ પરથી મારો અને લતાગુરુ વચ્ચે વિવાદ થવા લાગ્યો.

ગુરુએ પછી એક યુક્તિ કરી. થાણે હું જ્યાં રહું છું. તે જ બિલ્ડીંગમાં અમારા ઉપરના માળે બે રૂમ લીધી. હું અહીં રહું છું. તું મારી સાથે રહે... તેમણે મને કહ્યું, સમાજ તરફ (હીજડા સમાજ તરફ) તારું ધ્યાન નથી. તું માતા-પિતા તરફ જ વધુ ધ્યાન આપે છે. તારા ચેલાઓ પર તારું નિયંત્રણ નથી. ગમે તેમ મનમાં ફાવે એમ વર્તતા હોય છે એ, તેમને અંકુશમાં ન રાખવા જોઇએ? મારી સાથે રહે, હું તને શીખવીશ કેવી રીતે વર્તવું એ...

ખરું તો મમ્મી-પપ્પાને આ બિલકુલ ગમ્યું નહિ. પોતાનું બાળક પોતાની પાસેથી કોઇ લઇ જાય છે, એ તેમાંથી સહન જ થયું નહિ. મારી પાછળ દૃઢપણે ઊભા રહ્યા આવવા દે લતાગુરુને, પણ તું અહીં જ રહે, તેની સાથે કયાંક જઇશ નહિ. તેમણે મને કહ્યું, મમ્મીએ લતાગુરુનાં રોજનાં જમવાની જવાબદારી લીધી.

મારે બીજો વિકલ્પ જ ન હતો. હું ઉપર ગઇ, ગુરુ સાથે રહેવો. પહેલા હું બહાર જતી વખતે છોકરાઓના કપડાં પહેરીને જતી હતી અને કિરણને ત્યાં બદલતી હતી. હું હીજડો થઇ એટલે થઇ એટલે સાડી પહેરીને ફરું છું. એની ઘરનાઓને જાણ હતી. પણ છતાંય એ એક નાનોશો પડદો મેં જાળવી રાખ્યો હતો. હવે અંતે એય દૂર થયો. લતાગુરુ સાથે રહેવાનું, તો અહીંથી જ હું સાડીમાં ગઇ ન હતી. અનેક અદૃશ્ય બંધનો મારી પર આવ્યા. મને લાગવા લાગ્યું કે આપણે સોનાનાં પિંજરામાં રહીએ છીએ.

લતાગુરુ મૂળ ઉત્તરપ્રદેશના. અમારા જ પ્રદેશનાં. મારી મમ્મી તેમને ખૂબ પહેલાથી ઓળખતી હતી. એટલું જ નહિ અમારા ત્રણેય ભાઇ-બહેનોની વધામણી તેમનાં જ હાથે થઇ હતી. તે ઉપર રહેવા આવ્યા પછી મારી મમ્મી તેમને ઘરેથી ચ્હા, નાસ્તો, જમવાનું બધુંય મોકલતી.

કેટલાક મહિના લતાગુરુ અહીં રહ્યા અને અચાનક એક દિવસ પોતાનાં મૂળ રહેઠાણ ગોવંડી ગયા. અમારા બંનેનાં કજિયા નજીકમાં હો, દૂર હો ચાલુ જ હતા. દાઇ સાથે કામ કરવાનો મારો કંટાળો ભેગો થતો જતો હતો... હું નિરાશ થતી ચાલી હતી. શું કરવું, સમજાતું નહોતું. આમાંથી માર્ગ કેવી રીતે કાઢવો, સૂઝતું નહોતું. આપણે ક્યાંક ઊણા ઊતરીએ છીએ કે... સમજાતું નહોતું.

આ નિરાશ મનોદશામાં હતી ત્યારે જ ક્યારેક ક્યારેક બનનારી ઘટના મનને ઉમંગ આપી જતી. એક દિવસ દાઇની ઓફિસમાં ગઇ, તો ત્યાં એક આનંદદાયક સમાચાર મારી રાહ જોતા હતા. ભારતમાં એચ. આઇ. વી - એડ્રસની પરિસ્થિતિ પર મુંબઇમાં એક રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ યોજવાની હતી. યુનાઇટેડ નેશન્સનાં તત્કાલીન જનરલ સેક્રેટરી કોફી અન્નાન તેમાં આવવાનાં હતા. ભારતમાંથી માત્ર નવ જણાને આ પરિષદમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમાં દાઇ વેલ્ફેર સોસાયટીના અધ્યક્ષા તરીકે મારું નામ હતું. એ સંપૂર્ણ કૉન્ફરન્સમાં હું એકલી હીજડો હતી અને ભારતના સર્વ હીજડાઓનું પ્રતિનિધિત્વ કરનાર હતી. મારા માટે તો આ ગૌરવપૂર્ણ વાત હતી જ, પણ એક વૈશ્વિક સ્તરની પરિષદમાં આપણને પ્રતિનિધિત્વ મળે છે, એ સર્વ હીજડાઓ માટે પણ અભિમાનની વાત હતી.

પણ બધાંયને તેમ લાગતું ન હતું. વિશેષતઃ લતાગુરુને તેમનો મનોમન સંતાપ ચાલુ જ હતો. શા માટે ત્યાં જવું જોઇએ... શું જરૂર છે એટલાં ચમકવાની ? આપણે ભલા, આપણો સમાજ ભલો અને આપણું કામ ભલું ? પરંતુ મને તેમ લાગતું નહોતું. ઇતર સમાજમાં જેટલા વધુ ભળીશું, તેટલો સમાજ આપણને વધુ સમજશે એમ મને હંમેશા લાગતું આવ્યું હતું. આવી દ્વિધાપૂર્ણ મનોદશામાં હું મુંબઇ ડિસ્ટ્રીક્ટ એડ્રસ કંટ્રોલ સોસાયટી (એમડૅકસનાં)નાં ડૉ. અલકા ગોગટેને મળી. તેમણે મને કહ્યું, આ ખૂબ મોટી તક છે, જવા દઇશ નહિ. તેમણે મને પ્રોત્સાહન આપ્યું. ખૂબ સમર્થન આપ્યું, મદદ કરી, તે પરિષદ માટે મારી તૈયારી કરાવી લીધી. લતાગુરુનો વિરોધ હોવા છતાં હું તે રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સમાં ગઇ. ત્યાં હીજડાઓની પરિસ્થિતિ વિશે, તેમની સમસ્યાઓ વિશે રજૂઆત કરી. કૉન્ફરન્સ સરસ થઇ જ, પણ તેથીય મહત્ત્વની વાત એ હતી કે આ બધામાંથી મને ખૂબ શીખવા મળ્યું અને સંજોગો ગમે તેવા હોવા છતાં હું ઇચ્છું એ કરી શકું છું, એવો આત્મવિશ્વાસ આવ્યો. મારી દૃષ્ટિએ એ અત્યંત મહત્ત્વનો હતો. ફરી એકવખત હું અનેરા જુસ્સા સાથે કામ લાગી.

આવામાં જ એક દિવસ લતાગુરુ સાથે કાંઇક કારણોસર મારો જોરદાર ઝધડો થયો. ગુસ્સા ગુસ્સામાં હું ઘરે આવી. મમ્મી-પપ્પા ગામ ગયા હતા, દીદી અને શશી ઘરે હતા. અમે ત્રણે એકબીજાની અત્યંત નિકટ હતા. અમારી સંબંધ ખૂબ જ ખૂલ્લા હતા. પરંતુ તે દિવસે હું તે બંને સાથે ખૂબ ઝધડી. કાંઇ પણ નક્કર કારણ ન હોવા છતાં. લતાગુરુ પર હું પહેલાં જ ખૂબ ચીડાઇ હતી. તેમની ઉપરનો ગોષ દીદી અને શશી પર નીકળ્યો... અલબત્ત આ હું અત્યારે કહું છું, પણ તે વખતે મને બધાંય પર ગુસ્સો આવ્યો હતો... એકંદરે સર્વેનો... સંપૂર્ણ દુનિયાનો... ક્યાંક મને કમ્ફર્ટેબલ લાગતું ન હતું. ના રોજિંદા વિશ્વમાં, ના હીજડાઓની દુનિયામાં. મને ગૂંગળામણ થતી હતી. હું ખૂબ જ અસ્વસ્થતા અનુભવતી હતી. દીદી અને શશી સાથે ખૂબ જ ઝઘડો થયા પછી મેં ઘર છોડ્યું અને સીધી રાહુલ કાળેનાં ઘરે ગઇ. એ તો મારે જૂનો મિત્ર હતો ને ? તેને કેટલા વર્ષો બાદ મળી રહી હતી ? પણ તેની સાથે પૂર્વેની જેમ તોફાન કરીશકી નહિ. મારો લગીરેય મૂડ જ ન હતો. તેને ત્યાં બે દિવસ હતી, પણ કાંઇ કરતા મૂડ જ બદલાતો ન હતો. ઊલટું હું વધુ ને વધુ નિરાશ થતી ચાલી હતી. તેમાંથી બહાર આવવા દારૂ પીતી હતી અને તેને કારણે અધિક જ નિરાશ થતી હતી. હું ચોક્કસ કોણ છું ? શું થઇ રહ્યું છે મને ? કાંઇ સમજાતું ન હતું. મગજમાં સર્વવિચારોની ગૂંચવણ... માથું વધુ જ ફેરવનાર ... કોઇની જ સાથે બનતું નથી મારે... મારી વાત કોઇને જ ગળે ઊતરતી નથી... એટલે બધાંય મને અવગણે છે... સતત મગજમાં આ જ વિચારોનું ચક્ર ફરતું, આપણી કોઇને જ જરૂર નથી.

મારી આ અવસ્થા જોઇને રાહુલ અને તેનાં બે મિત્ર મને ચાર દિવસ માટે દમણ લઇ ગયા. અમે સમુદ્ર કિનારા નજીકનાં રિસોર્ટમાં રહ્યા હતા. વિચારોનાં વંટોળમાં એક દિવસ હું ગઇ અને સીધા દરિયામાં છલાંગ લાગી. મારે આત્મહત્યા કરવી હતી...કોઇને હું જોઇતી ન હતીને ? પછી જીવવું ય શાને ? આવા સીધા-સાદા વિચાર સાથે. પણ દરિયામાં કૂદકો મારતી વખતે મને ત્યાંના યુવાનોએ જોઇ અને બચાવી. સાચ્ચે જ, મારે જીવવું ન હતું, લોકો સરખી રીતે જીવવાય દેતા નથી અને મરવા ગઇ તો મરવાય દેતા નથી... મને અનુભવવા લાગ્યું. મારાં સર્વ દુઃખ, નિરાશા હું દારૂમાં ડૂબાવવા લાગી. ત્યાં મને સિલ્વેસ્ટર મર્ચન્ટ મળ્યો. ગુજરાતમાં એચ. આઇ. વી. એડ્રસ પર કામ કરનાર લક્ષ્ય ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી. એણે મારી સાથે ખૂબ વાતો કરી... તેણે મારુ કાઉન્સલિંગ કર્યું. હુંય તેની આગળ ધીમેધીમે ખુલ્લી થતી ગઇ. મારા જીવનમાં જે જે બન્યું તે તે તેને કહેતી ગઇ... ‘જીવનમાં આવું થતું જ હોય છે’, સિલ્વેસ્ટરે મને કહ્યું, પણ એટલે જીવનથી ભાગી જવું, એ તો ભાગેડુવૃત્તિ થઇ. તેનો સમર્થપણે સામનો કરતા શીખવું જોઇએ. આવ્હાન સ્વીકારવા જોઇએ. જીવનમાં આવેલ સંકટોને અવસર માનીને આગળ વધવું જોઇએ...’

સિલ્વેસ્ટરની વાત મને ગળે ઊતરી અને હું દમણથી પાછી ફરી. ત્યારપછીના કેટલાક દિવસ ખૂબ સારા ગયા. ત્યારબાદ વધુ એક તક મારી સામે હાથ જોડીને ઊભી થઇ. ઓગસ્ટ ૨૦૦૬માં ટોરેન્ટમાં યોજાનાર સોળમી આંતરરાષ્ટ્રીય એડ્રસ કૉન્ફરન્સમાં યુ. એન. એડ્રસનાં ડેલિગેશનનાં એક ભાગ રૂપે આપણે જવાનું છે એમ મને જાણવા મળ્યું. ત્યારે મારી પહેલી પ્રતિક્રિયા હતી... નહિ, નહિ ? આ કેવી રીતે શક્ય છે ? આમ લાગવાનું એક મહત્ત્વનું કારણ હતું પાસપોર્ટ ? આ પૂર્વે હું ક્યારેક વિદેશ ગઇ ન હતી. મેં પાસપોર્ટ પણ કઢાવ્યો ન હતો. આટલા ટૂંકા ગાળામાં એ કેવી રીતે મળે એ પ્રશ્ન હતો જ પણ તેથીય વધુ મહત્ત્વનું હતું, એક હીજડાને પાસપોર્ટ કેવી રીતે મળે...? પાસપોર્ટ માટે જે કાગળો આવશ્યક હોય છે, તે હતાં પુરુષ હોવાના. પુરુષ તરીકે મારે પાસપોર્ટ જોઇતો જ ન હતો, હીજડા તરીકે જ જોઇતો હતો અને વાસ્તવમાં પાસપોર્ટ જ ન મળે તો ત્યાર પછીનું બધું થવું શક્ય જ ન હતું....

એક તરફ મને આમ લાગતું હતું ત્યારે લતાગુરુ પણ મને અજમેર જવાનો આગ્રહ કરતા હતા. ત્યાં બાબા ચિશ્તી દરગાહમાં ઉરસ હતો. અમારા હીજડાઓને આ ઉરસ અત્યંત મહત્ત્વનો હોય છે. ખરું તો હું ક્યારેય એ જવા દેતી નથી. અહીં અમને સન્માન મળે છે. અમારા વડવાઓએ અહીં સરાય ખ્વાજા ઇલ્કાબ મેળવેલો છે સરાય ખ્વાજા એટલે ખ્વાજાનાં - અલ્લાહનાં માર્ગે ચાલનારાં. દર વર્ષે ઉરસમાં અમે અજમેર જઇએ છીએ. આ વર્ષે લતાગુરુ પહેલા જવાના હતા અને પાછળથી મારે જવું, એમ તેમનું કહેવું હતું. તેમણે મને તે માટે દસ હજાર રૂપિયા આપ્યા હતા...

પણ મારા મિત્રો, અર્થવ, મારી દીદી એ બધાંય મને સતત કહેતા હતા, તારે ટોરેન્ટો જવું જ જોઇએ લક્ષ્મી. અત્યારે નહિ જાય તો ફરી તને કોઇ બોલાવશે નહિ, તું જા...

તેમનો આ આગ્રહ હતો ત્યારે જ યુ. એન. એડ્રસનાં અધિકારીઓનાં ઇમેલ પર ઇમેલ આવતા હતા, તમારો પાસપોર્ટ નંબર જણાવો, વિઝા માટે પત્ર મોકલવાનો છે...

બધી જ અમૂંઝણ... કોની સાંભળું ? છેવટે મેં વિચાર કર્યો. દીદી કહે છે એ સાચ્ચું જ છે... એચ. આઇ.વી, એડ્રસ ઇન્ટરનેશનલ કૉન્ફરન્સમાં યુ.એન.એડ્રસનાં ડેલિગેશનનાં એક સભ્ય તરીકે આપણને બોલાવ્યાં છે. માનભર્યું આમંત્રણ છે. તે આપણે નહીં સ્વીકારીએ તો આપણા જેવા અભાગી બીજા કોઇ નહિ ? આપણે જવું જોઇએ... જવું જ જોઇએ.

ટોરેન્ટો જવાનું નક્કી કર્યું અને હું કામે લાગી. બધી જ તૈયારી કરવાની હતી. કયાંથી શરૂઆત કરું, સમજાતું નહોતું. પહેલું કામ પાસપોર્ટનું કરવાનું હતુ. એ મળ્યા સિવાય આગળનું કાંઇ જ કરી શકાય એમ ન હતું અને તે મળશે કે નહિ, એની પણ શંકા હતી. પણ મારી સાથે અથર્વ હતો, તેણે જીદ જ પકડી... ચાલ તો ખરી પાસપોર્ટ ઑફિસમાં... જોઇએ કેમ નથી મળતો... પહેલાં જ શાને દરેક વાતે નકાર આપવો...’ અથર્વ અને હું થાણેની પાસપોર્ટ ઑફિસમાં ગયા. શ્રી સુરેશ મિસ્ત્રી પાસપોર્ટ ઑફિસર હતા. તે ક્યાં બેસે છે, પૂછ્યું અને અમે તેમની કૅબિનમાં ગયા. મેં તેમને કહ્યું, ‘મારે પાસપોર્ટ જોઇએ છે.’ મિસ્ત્રીસાહેબ ભલા હતા. મને જોઇને પહેલા તો તે અમૂઝાંયા. પછી શાંતિપૂર્વક તેમણે મને બેસવા કહ્યું, મારી સમગ્ર કારકિર્દીમાં ક્યાંક કોઇ હીજડાએ મારી પાસેથી પાસપોર્ટ લીધો નથી. મને તેની પ્રોસિજરની જ જાણ નથી. મારે દિલ્હી પૂછવું પડશે.

સાહેબે તરત મારી સામે દિલ્હી ફોન જોડ્યો અને બધી વ્યવસ્થિત તપાસ કરી. તેમણે મનને કહ્યું, ‘તમને પાસપોર્ટ મળશે, પણ તમે હીજડા છો એનો પુરાવો શું ?એ જોઇશે. પાસપોર્ટ માટે આવશ્યક અન્ય બધાંય કાગળો સાથે તમારું કન્વર્ઝન નું પુરુષની સ્ત્રી થવાનું તબીબી પ્રમાણપત્ર પૂરાવા રૂપે આપવું પડશે.’

પણ મારી પાસે તો મારા કોઇ પણ સર્ટિફિકેટ્‌સ ન હતા. હું હીજડો થયાનું મમ્મી-પપ્પાને ખબર પડ્યા પછી ઘરમાં એક જોરદાર ઝઘડો થયો હતો. તે મને તેમના પુત્ર તરીકે જોતા હતા અને મારે લગીરેય પુત્ર રહેવું ન હતું. આપણે પુત્ર છીએ એવું મને લાગતું જ ન હતું... અત્યાર સુધીનાં મારા સર્વ સર્ટિફેકેટ્‌સ હું છોકરો છું. એમ મને બરાડીને કહેતા હતા. તમામ દસ્તાવેજો પર મારો ઉલ્લેખ પુત્ર તરીકે જ હતો અને તે એ મુજબનાં મારે બિલકુલ જોઇતા ન હતા, ગુસ્સામાં મારા સર્વ સર્ટિફિકેટ્‌સ, દસ્તાવેજો બાળી મૂક્યા. હું પુરુષ હતો એનો પુરાવો જ નાશ કર્યો ? તે વખતે એનો મને આનંદ થયો હતો, પણ હવે કેવળ.... પાસપોર્ટ માટે એ બધાંય કાગળો જોઇતા હતા... હવે થઇ કે પંચાત... ?

પણ આમ મુઝાંયે ચાલવાનું ન હતું. વધુ વિચાર કરવાનો સમય ન હતો, પણ છતાંય હવે શું કરવું, એ પદ્ધતિસર નક્કી કરવું જોઇતું હતું. મેં થોડો વિચાર કર્યો... પહેલાં જોઇતું હતું રેશનકાર્ડ. અમે ઘર બદલ્યા પછી જૂના સ્થળ પરનું કાર્ડ રદ થયું હતું અને નવું કઢાવ્યું જ ન હતું. મને તરત જ પેલા રેશનિંગ ઑફિસનાં સુ.શ્રી શૈલા ખાંડગે યાદ આવ્યા. તેમણે મને કહ્યું, હું કાર્ડનું કરું છું, પણ તને એકાદ આઇએએસ ઑફિસરનું સર્ટિફિકેટ મળે તો તારા બધા કામો ઝડપથી થશે... ત્યારે થાણેનાં ડીએસપી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મધુકર પાંડે, શૈલાબહેનનાં પરિચિત હતા. તેમની સાથે હું તેમની સાથએ ગઇ. તેમને આખીય વાત કરી. તેમણે મને સર્ટિફિકેટ તો આપ્યો જ... પણ તેમનાં આઇકાર્ડની કોપી પણ આપી. આ બધું મને ખૂબ જ ઉપયોગી બની રહ્યું.. રેશનકાર્ડની કોપી પણ આપી. ત્યાં પણ બધાંયને મૂઝવણ... જૂના રેશનકાર્ડ માટે અરજી કરી, ત્યાંના ક્લાર્કને પ્રશ્ન જાગ્યો, તેમ તો પુત્રી છો, પછી અહીં પુત્ર તરીકે ઉલ્લેખ કેવી રીતે ? પછી કંટાળ્યા વગર, થાક્યાં વગર તેમને બધું સમજાવવું... સમય વીતતો હતો, એનર્જી જતા હતી, છેવટે રેશનકાર્ડની અરજી એક ટેબલ પરથી આગળ ગઇ અને હું ત્યાંથી બહાર નીકળી.

બીજા દિવસે સવારે જ હું સીધા મારા કન્વર્ઝનનું એટલે હું પુરુષની સ્ત્રી થયાનું સર્ટિફિકેટ લેવા પહોંચી... સાયન હૉસ્પિટલે. ત્યાં ડૉ. હેમા જયરાજાની હતાં. તેમને બધું કહ્યું. તેમણે મારી તબીબી તપાસ કરી. મેં લિંગચ્છેદ કર્યો નથી. હાર્મોન્સ પણ લીધા નથી, પણ ડૉ. હેમા જયરાજાની એ મને સર્ટિફિકેટ આપ્યું... મારી સામાજિક અને માનસિક ઓળખાણ સ્ત્રીની હોવાનું. એક મોટું કામ થયું હતું. હવે રેશનકાર્ડ તૈયાર હતું, તે મેળવવાનું હતું તે કર્યું.

સવારથી હું ઘરની બહાર જ હતી. ચા, નાસ્તો, ઝેરૉક્ષ, જુદાજુદા લોકોની સહીઓ, રિક્ષા-ટૅકસી દ્વારા કરેલ દોડધામ... થાકી ગઇ હતી, પણ હવે પાસપોર્ટ ઑફિસે પહોંચવાનું હતું. બધાં કાગળો લઇને હું બપોરે સાડાત્રણ-ચારનાં સુમારે થાણેનાં પાસપોર્ટ કાર્યાલયમાં પહોચી હાશકારો વ્યક્ત કરતાં બેઠી અને મારી સંપૂર્ણ ફાઇલ ત્યાંના સુપ્રિન્ટેડન્ટ સાહેબનાં આસિસ્ટન્ટ શ્રી પ્રશાંત મોહિત સમક્ષ મૂકી. તેમણે તે ઉધાડી. એકએક કાગળ તપાસી જોયો, હા ફાઇલ એક વખત. આગળ જાય કે એ કોઇ પણ નજીવા કારણોસર પાછી આપે ચાલવાનું ન હતું. તેટલો સમય જ ન હતો. શ્રી મોહિતેએ બધું તપાસ્યું અને કહ્યું, બધું વ્યવસ્થિત છે હવે આગળ મોકલાવું કે ? અરજન્ટ પાસપોર્ટ માટે ત્યારે રૂ. ૨૫૦૦ ફી હતી. મારી પર્સમાં હતા ફક્ત રૂ. ૧૫૦૦... આખાય દિવસની દોડધામમાં ખાસ્સો ખર્ચો થયો હતો... અહીં ખુદ શ્રી મિસ્ત્રીસાહેબ આગળ આવ્યા, મને કહ્યું, રહેવા દે દીદી, હું ૧૦૦૦ રૂપિયા આપું છું. મે કહ્યું, હું તરત જ તમને લાવી આપું છું... ના, ના, ગમે તે શું બોલો છો ? મારે પૈસા નથી જોઇતા. ફક્ત તમારો આશીર્વાદ રહેવા દો ? મિસ્ત્રી અને મોહિત સાહેબે દરેક તબક્કે મને સગા ભાઇની જેમ મદદ કરી. શબ્દશઃ એક દિવસમાં મને પાસપોર્ટ મળ્યો અને લતાગુરુ સાથે અજમેર જવાને બદલે હું ટોરેન્ટો પહોંચી !

ટોરેન્ટો જવાની એ ઉતાવળમાં મેં વધુ એક ઉપક્રમ કર્યો હતો. સુ.શ્રી તેજલ શાહ નામની ફોટોગ્રાફર ‘વોટ આર યું ?’ નામનું એક પ્રદર્શન કરી રહ્યા હતા. તે માટે તેને કેટલાક હીજડાઓનું ફોટોશૂટ કરવું હતું, તમને વિકલ્પ આપવામાં આવે, તો ક્યો ગમશે, એવો પ્રશ્ન એ પૂછતી. જે હીજડાઓ પાસેથી જે જવાબ આવે, તો ક્યો ગમશે, એવો પ્રશ્ન એ પૂછતી. જે હીજડાઓ પાસેથી જે જવાબ આવે, તેને એ ગેટઅપ આપીને એ ફોટા પાડતી હતી. એ મારા ઘરે આવી અને મને પૂછ્યું, મારે આવો પ્રોજેક્ટ કરવો છે, મદદ કરીશ કે ? મેં તેને અનેક હીજડાઓની મુલાકાત કરાવી આપી હતી. મને જેવો વખત મળે તેમ હું તે જોવા જતી હતી. માલિની નામની એક હીજડો હતી. તેને પૂછ્યું ત્યારે તેણે તરત જ જવાબ આપ્યો, મને મા થવું ગમશે. પછી તેને યશોદાનો ગેટઅપ આપ્યો અને એક નાના બાળકને કૃષ્ણ બનાવ્યો, તે બંનેનું ફોટોસેશન થયું. તેજલને રાજા રવિવર્માના પેઇન્ટિંગ જેવો લુક્સ જોઇતા હતા અને અમે તેવાં જ આપ્યાં, મારી પાસપોર્ટ-વિઝાની દોડધામ ચાલુ હતી ત્યારે જ આ ફોટોશૂટ થતું હતું, તેજલ શાહે એક દિવસ મને પૂછ્યું, તને શું થવાનું ગમશે ? ક્ષણભરના વિલંબ સિવાય મેં જવાબ આપ્યો, કિલઓપાત્રા ઇજિપ્તની આ રાણી મને હંમેશા જ આકર્ષણ અનુભવાયું છે. સૌંદર્ય અને બુદ્વિમત્તાના મૂલ્યાંકનનો માપદંડ ધરાવનારી જ્યુલિયસ સીઝરનેય જીતનારી આ રાણી મને મંત્રમુગ્ધ કરતી આવી છે, તેનાં વિશેનાં અનેક પુસ્તકો મેં વાંચ્યા છે. પહેલા પોતાનાથી ખૂબ નાના એવા પોતાના ભાઇ સાથે લગ્ન... પછી સંભાળેલ ઇજિપ્તની ગાદી... યાદવાસ્થળી શરૂ થયા પછી પોતાને બ્લેન્કેટમાં વીંટાળીને પાર્સલ તરીકે જઇને જ્યુલિયસ સીઝરની લીધેલી મુલાકાત... તેનાં મૃત્યુ બાદ માર્ક એન્ટની સાથેનો સંબંધ... અને છેવટે પોતાની પર જ કરેલો વિષપ્રયોગ... શું નહિ સહન કર્યું હોય આ સ્ત્રીએ ? સંબંધ અને આપ્તસંબંધનો અર્થ તેના સિવાય કોને સમજાય ? માણસ પારખવાની કલા તેના સિવાય કોણ શીખવે ? સૌંદર્યને ડંખનાર મંકોડા તેના સિવાય કોણ ઓળખી શકે...? તેજલ સાથે મેં આ વાત કર્યા પછી તે મારી પાછળ લાગી, ક્લિઓપાત્રાનાં ગેટઅપમાં તારુંય ફોટોશૂટ કરીશું. ખરું તો મને લગીરેય સમય ન હતો. ટોરેન્ટો જવાની બધી તૈયારી કરવાની હતી. છેવટે મેં જવાના આગલા દિવસે, રક્ષાબંધનની રાત્રે અમે તે શૂટ કર્યુ.

એ પતાવીને હું ઘરે આવી, ફાઇનલ પૅકિંગ કર્યું અને નીકળી. ખૂબ દોડધામ થઇ. ખૂબ થાક પણ લાગ્યો. પણ મને ખૂબ સારું લાગતું હતું. ખૂબ થ્રિલિંગ લાગતું હતું. મારી કમ્યૂનિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે હું ટોરેન્ટો જવા નીકળી હતી...

મારી બૅગો મેં ઘરમાંથી નીચે ઉતારી અન્‌ રિક્ષામાં બેઠી. અમારા ઘરમાં છેલ્લા ચૌદ વર્ષથી રહેતી કુતરી ડૉલી સતત મારી પાછળ ફરતી હતી. એટલી કે હું સામાન સહિત રિક્ષામાં બેઠી, ત્યારે એય મારી સાથે રિક્ષામાં બેઠી... મારી સામે જોતાં, જાણે મને કહેતી હતી. મને મૂકીનેન જઇશ ? મેં તેને ઊચકી લીધ, પંપાળી અને શશીને આપી, એ મારી તરફ જ જોતી હતી. ભરાયેલી આંખો, મને ચૌદ વર્ષ પૂર્વની ડૉલી યાદ આવી... વાંદરા હિલ રોડથી અમે તેને અડોપ્ટ કરી હતી. આવડું શું બચ્ચું હતું. ત્યારથી જ અમારી પાસે હતી. મારી સહેલી... મારા દરેક સુખ-દુઃખમાં તેણે મને સાથ આપ્યો હતો... અને હવે હું તેને લીધા વગર એકલી જઇ રહી હતી. કોણ જાણે કેમ, એની એ ભીની આંખો મને એ પ્રવાસમાં યાદ આવતી રહી... અને હું પાછી આવ્યા પછી મને ખબર પડી, ડૉલી નથી રહી ? હું ટોરેન્ટો હતી ત્યારે જ એ ગઇ. મને આઘાત જ લાગ્યો ? અમારી સાથે જ ઉછરી હતી એ. પહેલી વખત જ મારું આટલા નિકટનું કોઇક ગયું હતું... એટલે જ ટોરેન્ટોમાં મને એ નજર સામે દેખાતી રહી... ટોરેન્ટોથી આવ્યા પછી તેજલ શાહનું ‘વોટ આર યુ ?’અનેક સ્થળે પ્રદર્શિત થયું. તેનાં ખૂબ વખાણ થયા.

મારો ટોરેન્ટોનો અનુભવ ખૂબ જુદો હતો. ખૂબ જ સરસ હતો. મારા માટે નવી ક્ષિતિજ ઉઘાડનારો હતો. ટોરેન્ટોની કૉન્ફરન્સ વિશ્વની સોળમી આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ... શું હશે, કેવું હશે, મારે ચોક્કસ શું કરવાનું છે, કાંઇ જ જાણ ન હતી મને. આ બધું જાણવામાં સમય પસાર કરવાને બદલે પાસપોર્ટ, વિઝામાં જ મારા દિવસરાત ગયા હતા.

હું ત્યાં પહોંચી અને જોઇ જ રહી... એક મોટું શહેર જ ત્યાં વસાવ્યું હતું ! ત્યાં મુખ્ય સેશન્સ હતા... સેટેલાઇટ મીટિંગ્સ જ. એડ્રસ સાથે સંબંધિત જુદાજુદા વિષયો પરથી નીતિ નક્કી કરનારી, તેમની ચર્ચા કરનાર હાઇ લેવલ મીટિંગ જ હતી એ. એચ. આઇ.વી. એડ્રસ સાથે સંબંધિત જુદાજુદા સ્તર પરનાં લોકોએ મોકલેલ ઍબસ્ટ્રેક્ટ્‌સ હતા. તેમનું ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશન હતું. અનેક ચર્ચાસૂત્રો હતા. સ્કિલ બિલ્ડીંગ વર્કશોપ્સ હતી... અને હા, અહીં એક ગ્લોબલ વિલેજ હતું.... ગોઠવવામાં આવેલ એક ગામમાં સમગ્ર વિશ્વ સમાટેલું હતું. જુદીજુદી થીમ્સ હતી, જુદીજુદી ઇશ્યુજ હતા... એડ્‌સ પર કામ કરનાર વિશ્વભરની જુદી જુદી સંસ્થા, સંગઠન, કમ્યૂનિટીજ, કમિટી જ દ્વારા થીમ્સ અને ઇશ્યુજ નક્કી કરવામાં આવ્યા હતા. તેની પર અહીં ચર્ચા થવાની હતી. વાદ-વિવાદ થવાના હતા. જેમને જે લાગતું હતું તે મુક્તપણે વ્યક્ત કરવાનો અહીં અધિકાર હતો... તે અર્થમાં ‘ગ્લોબલ વિલેજ’ અનૌપચારિક હતું. મુખ્ય સેશન્સમાં જે નિષ્ણાતોએ વ્યાખ્યાનો આપ્યા, તેમની સાથે સીધો સંવાદ કરવાની તક અહીં મળનાર હતી. એકંદરે કોન્ફરન્સ માટે આવેલા પ્રતિનિધિ અને સર્વસામાન્ય લોકો વચ્ચેનો આ સેતુ હતો. અહીં મુખ્ય સ્ટેડ હતું સૅશન હોલ્સ હતા, એકાદ કમ્યૂનિટી એકબીજા સાથે ચર્ચા કરવા ઇચ્છતી હોય તો તે માટે જુદી જુદી જગ હતી. યુવાનો માટે જુદી વ્યાસપીઠ હતી. એડ્‌સ પર કામ કરનાર જુદાજુદા એન.જી.ઓ.નાં બૂથ હતા,સાંસ્કૃતિક કાર્યક્રમોનો સ્થાન હતું... આ બધું જોઇને પહેલા તો હું આશ્ચર્યચકિત થઇ... અને પછી પ્રેમમાં પડી... મને એ ખૂબ ગમ્યું.

અહીંનાં ઇન્ડિયા સૅટેલાઇટ સેશનમાં હીજડાં અને તેમનાં પ્રશ્નો વિષય પર મારે બોલવાનું હતું. પણ તે પહેલા મારે બોલવું પડ્યું ગ્લોબલ વિલેજમાં... ત્યાં એક ટ્રાન્સજેન્ડર સેશન હતું. કોઇક વક્તા આવ્યા નહિ અને મને બોલવાનો આગ્રહ થયો. હું બોલી. શરૂઆતમાં શું બોલવું સમજાતું ન હતું. પણ જેમ જેમ બોલતી ગઇ, તેમ તેમ સુઝતું ગયું. મારા બોલવાને ખુબ અપ્રિશિએટ કરવામાં આવ્યું. હવે સમય થયો હતો. સૅટેલાઇટનો... ત્યાં બોલવાનું હતું, એની મને જાણ હતી. પણ તૈયારી કહી શકાય એવું કાંઇ જ કર્યું ન હતું...તે માટે સમય જ ન મળ્યો હતો. હું વિચાર કરતી હતી... અહીં બધું જોઇએ તો આપણે વાત કરવી જ નહિ, ફકત સંભાળતા રહેવું, એમ મને લાગવા લાગ્યું હતું. તેટલામાં ત્યાં મને યાસ્મિન મળી, કૅનેડાની ટ્રાન્સજેન્ડર ઍક્ટિવિસ્ટ. મૂળ ભારતીય વંશની. પણ હવે કૅનેડામાં રહેનારી, તેની પહેલાની ચાર પેઢીઓ કૅનેડામાં જ સ્થાયી થઇ હતી. મને, એક ભારતીય હીજડાને ત્યાં જોઇને- યાસ્મિનને ખૂબ આનંદ થયો. અહીંની સર્વ જાણકારી તેની પાસે હતી જ. એ પછી મને બહાર લઇગઇ. એકંદરે તેણે મને બધાંય સ્થળે ફેરવી. ટોરેન્ટોના ચર્ચવેસ્લે સ્ટ્રીટ પર અમે ગયા. ત્યાં ધણાબધા ટ્રાન્સજેન્ડર્સ હતા... ભારત કરતાં ખૂબ જ જુદી પદ્ધતિએ તે રહેતા હતી. તેમાં સ્ત્રી થયેલાં પુરુષો હતા, તેમજ પુરુષ થયેલ સ્ત્રીઓ પણ હતી. આપણે ત્યાં હીજડા બનવું એ એક આધ્યાત્મિક પ્રક્રિયા હોય છે, ત્યાં કેવળ તબીબી પ્રક્રિયા હોય છે. ત્યાં પુરુષને સ્ત્રી કે સ્ત્રીને પુરુષ બનાવવા માટે હોર્મોનલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. સર્જરી કરવામાં આવે છે, સર્જરી કરવામાં આવે છે. બસ... ત્યાર પછી એ પુરુષ તરીકે ફરી શકે છે. અલબત્ત બસ કહીએ છતાંય આ બધું આટલાથી જ પૂરું થતું નથી. સમાજ નામનું પ્રાણી તાકમાં બેઠેલું જ હોય છે. કૅનેડામાં પણ તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સમાજ તેમને ઝડપથી સ્વીકારતો નથી. કુટુંબ પણ સ્વીકારતું નથી. પછી સમાજનું શું ? કેટલાકની નોકરીઓ જાય છે, કેટલાકને મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવે છે... પછી ટ્રાન્સજેન્ડર સર્જરી થાય કે અનેક જણ નોકરીઓ બદલે છે, કારણકે જાહેરપણે કોઇ કરતું ન હોવા છતાં મહેણાં મારવા, મિત્રો દૂર જવા, અવગણના થતી રહે છે. આ બધું ન ઇચ્છતા હોય તો જ્યાં પોતાનો ઇતિહાસ જ ખબર નથી, એવા સ્થળે નોકરી સ્વીકારવામાં આવે છે.

અલબત્ત આમ દરેક વખતે અને દરેકની બાબતમાં થતું નથી. ધીમેધીમે ત્યાં પણ ટ્રાન્સજેન્ડર્સની સ્થિતિ સુધરી રહી છે. સમાજમાં સ્વીકૃતિ વધી રહી છે.

યાસ્મિને બતાવ્યું, એટલે મને આ બધું સમજાયું. મેં તેને ભારતમાંની ટ્રાન્સજેન્ડર્સની સ્થિતિ વર્ણવી. પછી તેણે મને આગ્રહ કર્યો, આ જ વાતો કર.તમારી કમ્યૂનિટી વિશે બધું કહે, તેમની સમસ્યાઓ જણાવ. પણ તેની સાથે સાથે તેમની સંસ્કૃતિ પણ વર્ણવજે....

મને આત્મવિશ્વાસ જાગ્યો. મેં બોલવાનું નક્કી કર્યું... ભારતમાંની ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીને બહારના વિશ્વમાં મળેલું એ પહેલું ઍક્સપોજર હતું.

મારા વક્તવ્યનાં ખૂબ વખાણ થયા. યુ.એન.એડ્‌સનાં પ્રમુખશ્રી ડેનિસ બ્રાઉનને મારું વક્તવ્ય ખૂબ જ ગમ્યું. લક્ષ્મી આઇ એમ પ્રાઉડ ઓફ યું.... તેમણે મને કહ્યું. અન્ય દેશોનાં લોકોને પણ ભારતીય ઉપખંડના હીજડા સમુદાય વિષયે ખૂબ જ ઉત્સુકતા હતી. મને લોકોએ અસંખ્ય પ્રશ્ન પૂછ્યા અને મેં તેમને જવાબ આપ્યા... ખૂબ ગમ્યું. આપણે આપણી કમ્યૂનિટીને દેશબહાર, ઉપખંડ બહાર લઇ ગયા એનો મને સંતોષ થયો. એક અનેરો આત્મવિશ્વાસ જાગ્યો... આપણે દેશબહાર પણ આપણી કમ્યૂનિટીનું પ્રતિનિધિત્વ કરી શકીએ, એવી શ્રદ્ધા અનુભવાઇ. ત્યાં મને શ્રીમતી શર્મિલા ટાગોર મળ્યા... દેશોદેશનાં ટ્રાન્સજેન્ડર ઍક્ટિવિસ્ટ્‌સ મળ્યા. એક જુદી જ દુનિયા માં એ સમયગાળામાં હું હતી....

એટલે જ ટોરેન્ટોથી આવી ત્યારે એકદમ જુદા જુદા જ મૂડમાં હતી. આફ્રિકેન લોકો જેવો વાંકડિયા વાળ કરાવીને હું આવી હતી. ત્યાંથઈ એકદમ મૉડર્ન કપડાં લાવી હતી અને એ પહેરીને હું અહીં પણ તોફાન મચાવતી હતી. અલબત્ત તે લોકોની નજરે તોફાન હતું, મારા માટે એ બધું નોર્મલ જ હતું. મારું મન જેમ કહે તેમ હું વર્તતી હતી, તેવું જ કરતી હતી. લોકોને શું લાગે છે, તેઓ શું કહે છે... તેની મને પરવા જ ન હતી.

લતાગુરુનું ન સાંભળતા મારા ટોરેન્ટો જવાને કારણે તે ચીડાયાં હતા. પણ ત્યાં જવું શાથી અને કેવું આવશ્યક હતું, તે મેં તેમને સમજાવીને કહ્યું ધીમેધીમે તેમનો રોષ શમી ગયો. અમારો સંબંધ જ તેવો હતો... લવ એન્ડ હેટ રિલેશનશીપ.

ટોરેન્ટોથી આવ્યા પછી એક દિવસ મને મિ મરાઠી ચેમલ પર દિલખુલાસ કરનારા સુશ્રી કાંચન અધિકારીનો ફોન આવ્યો. તેમનાં ટૉક શોમાં તેમણે મને બોલાવી હતી... એડ્‌સના પ્રશ્ને ભારતમાં અને વિદેશમાં થનારા કામ અને ટોરેન્ટોનાં અનુભવ પર મારે બોલવાનું હતું. ટૉક શો મરાઠીમાં... મારે મરાઠીમાં બોલવું પડશે... મારું મરાઠી એટલે... તેમને શું કહેવું ? મને પ્રશ્ન જાગ્યો. પણ ક્ષણભર જ મેં હા ભણી. મરાઠીમાં બોલવાનો પ્રયત્ન કરીશું. કાંઇ તકલીફ આવી જ જોઇશું, એમ મેં નક્કી કર્યું. તે જ ટૉક શોમાં મારો મિત્ર, મહારાષ્ટ્ર સ્ટેટ એડ્‌સ કન્ટ્રોલ સોસાયટી નો એન.જી.ઓ ઍડવાઇઝર સંદીપ માળવી પણ હતો. દાઇનાં કામ નિમિત્તે અમારો સુંદર પરિચય થયો હતો. કદાચ એ છે એમ જાણવાને કારણે પણ હશે, હું થોડી રિલેક્સ થઇ. મને બોલવાનું ટેન્સન ન હતું. મરાઠી બોલવાનું ટેન્સમ હતું અને મરાઠી સંદર્ભે ઑન સ્ક્રીન પણ સંદીપ મને મદદ કરશે, એની મને ખાતરી હતી.

ટૉક શોના શૂટિંગ માટે હું સ્ટુડિયોમાં ગઇ. ટોરેન્ટોથી લાવેલ એક વનપીસ મેં પહેર્યો હતો. હું અંદર પ્રવેશી, તો સામે જ સંદીપ માળવી દેખાયો. હાય... મેં તેની સામે જોઇ કહ્યું, પણ તેણે કાંઇ જ જવાબ આપ્યો નહિ... મારી સામે જોતો રહ્યો. મને કાંઇ સમજાતું ન હતું. શું પહેરીને આવી છે આ લક્ષ્મી ? ભાનમાં આવતાં તેણેમને પૂછ્યું. હવે મને સમજાયું. તેને કઇ વાતે આઘાત લાગ્યો હતો... આવાં કપડાં પહેર્યા તો શું થયું ? આખુંય અંગ ઢાંક્યું છે ને મારું ? મેં તેને કહ્યું. હું મારા કપડાં પહેરું છું, બીજાઓ માટે નહિ. મને જે પહેરવાની ઇચ્છા થાય તે જ કપડાં હું પહેરું છું અને હવે પછીય પહેરીશ. અમુક સ્થળે સોશલ વર્કર લાગવા જોઇએ એટલે હું સાડી જ પહેરીશ, હું એ ટાઇપની સ્ત્રી નથી. મને ઢોંગીપણું ગમતું નથી... અને આ સ્ટિરિઓટાઇપ્સ ખતમ જ કરવા જોઇએ, એમ પણ હું માનું છું... સંદીપે મારી તરફ ફરી એકવખત જોયું. કહ્યું ઠીક છે. વાત ત્યાં પૂરી થઇ. એમ ટૉક શોની તૈયારીમાં લાગ્યા.

ટૉક શો સરસ થયો. મને જે અનુભવ થયા હતા, તે વિશે હું બોલી. મારે જે વાત કરવી હતી, તે રજૂ કરી. તદૃન સહજ... એકદમ મોકળાશથી... શો પૂરો થયા પછી મને સમજાયું, અરે, આપણને મરાઠી બોલવાની આટલી બીક લાગતી હતી... પણ આપણે સરસ બોલ્યા... કાંઇ જ મુશ્કેલી આવી નહિ... હું પોતાની ઉપર જ ખુશ થઇ ? જાહેરમાં તે પણ ટી.વી. સ્ક્રીન પર હું પહેલી વખત જ મરાઠીમાં બોલી હતી. ‘પિંજરા’ ફિલ્મ મેં અસંખ્ય વાર જોઇ હતી.. ઓછામાં ઓછાં પચાસેક વખત. પિંજરા જોઇને હું મરાઠી શીખી હતી.. અને તેને કારણે જ હું આજે ગભરાયા વગર મરાઠીમાં બોલી શકી હતી.

ટોરેન્ટો જઇ આવી. સમગ્ર વિશ્વ ત્યાં જોયું અને મારા વિચારોની કક્ષા જ બદલાઇ. આપણા સામાજિક કાર્યને જ છોડી દેવું, એમ પહેલાં મને લાગતું હતું. ડાન્સમાં કરિઅર ફરી નવા જોશ સાથે કરવું લગભગ એવા નિર્ણયે હું પહોંચી હતી. પણ હવં તેમ લાગતું ન હતું. દાઇમાંનું રાજકારણ મને અત્યંત વામણું લાગવા લાગ્યું ફકત દાઇ જ નહિ. દુનિયા ખૂબ મોટી છે... અનેકાનેક પ્રકારનાં કામો લોકો કરી રહ્યા છે. દુનિયા બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણે તેનો એક હિસ્સો થવું કે બધાંથી દૂર જતા રહેવું... ? લતાગુરુએ શીખામણ આપી હતી કે કોઇ પણ સંકટથી ક્યારેક ગભરાશો નહિ, હિંમતભેર તેનો સામનો કરો, એ જ ધ્યાને રાખી મેં નક્કી કર્યું, ના મારે આજ ક્ષેત્રમાં રહેવું છે...આ જ કામ આગળ જતાંય કરવાનું છે. પણ હવે દાઇ સાથે નહિ, અલગ થઇને?

એક વધુ જોરદાર ઝઘડા પછી મેં દાઇના અધ્યક્ષપદેથી અને સભાસદ પદેથી રાજનામું આપ્યું અને આંખોમાં મોટા સ્વપ્નો, અથર્વ અને કિરણ જેટલી મૂડી પર અસ્તિત્વ નામની સંસ્થા શરૂ કરી. ખીસ્સામાં પૈસા ન હતા, પણ વિશ્વાસ હતો... પોતાની ઉપર અને આટલા વર્ષોમાં મળેલ માણસો પર પણ શું ન કરવું એ અંગે મનમાં વિચાર હતા. અનેક નવીનવી કલ્પનાઓ હતી. દાઇના અનુભવે ઘણુંબધું શીખવ્યું હતું. તે જ ભૂલો ફરી ન થાય એ અંગે હું સતેજ હતી. ટેન્શન હતું, પણ સમજાયું હતું, તે જ ભૂલો ફરી ન થાય, એ મારી સંસ્થા છે. સારી હો અથવા ખરાબ, ભૂલ હો અથવા બરાબર, અહીં જે બનશે. જે થશે તેની જવાબદારી મારી પોતાની રહેવાની છે.

એ વર્ષ હતું ઇ.સ. ૨૦૦૬નું. અમે અસ્તિત્વ સંસ્થા રજિસ્ટર કરાવી. ખીસામાંના પૈસા નાંખીને નાના નાના કામો શરૂ કર્યા, પણ મોટા કામો કરવા હોય તો પૈસાય ભરપૂર જોઇએ... જગા જોઇએ... મારા થાણેનાં દીકરા અનિલ થાણકરે ભલામણ કરીને દાદાજી કોંડદેવ સ્ટેડિયમ નીચેની એક જગા મને અપાવી. અસ્તિત્વની ઓફિસ શરૂ થઇ. હવે અમે હીજડાઓ માટે એચઆઇવી એડ્‌સ પરનો એક પ્રોજેક્ટ તૈયાર કર્યો અને તે ફંડિગ એજન્સી ઍવર્ટ ને આપ્યો. પાયલોટ પ્રોજેક્ટ તરીકે એ પાસ થયો. છ મહિના માટે અમારા ત્રણ લાખ રૂપિયા મંજૂર થયા.

પહેલો પ્રોજેક્ટ વ્યવસ્થિત પાર પાડ્યો. પણ બીજા અને ત્રીજા પ્રોજેક્ટ વખતે એમ.ઓ.યુ પર, પ્રોજેક્ટ અંગેના કરાર પર સહીઓ થવાની રહી અને પૈસા જ આવ્યાં નહિ. અમે અમારા પૈસા ખર્ચ કરતાં હતાં અને પ્રોજેક્ટ ચલાવતાં. છ મહિના પછી પૈસા આવ્યાં અને ઍવર્ટે અમારી પાસે ખર્ચ કરેલા પૈસાનો હિસાબ માંગવાની શરૂઆત કરી. હું ચીડાઇ.. આ કેવો પ્રકાર ? એક તો નવી સંસ્થા, નવા પ્રોજેકેટ, નવી જવાબદારીઓ, નવા માણસો, આ બધામાં પૈસાની મુશ્કેલી. મારી ખીસાનાં પૈસા મેં ખર્ચ કર્યા હતા. પણ તેનો હિસાબ.. હવે એકદમ કેવી રીતે આપું ? મેં હવે ભૂમિકા લીધી. મોટો પ્રોજેક્ટ આપતા હોતો હું લઉં છું હવે મારે પાયલટ નથી જોઇતો ?

પણ મોટો ન હોવા છતાં અસ્તિત્વનું કમ્યૂનિટીનું કામ નિયમિત ચાલું હતું. અમારે હીજડા કમ્યૂનિટીને તો સક્ષમ બનાવવી જ હતી. પણ બદલાવો હતો. મુખ્યતઃ અત્યાર સુધી અન્યાય જ વેઠી રહેલ હીજડાઓને ન્યાય મેળવી આપવો હતો...

અમે સમગ્ર થાણે જિલ્લામાં હીજડાઓનું મૅપિંગ કર્યું. દરેક વસતિઓમાં જઇને સર્વ કર્યા, થાણે જિલ્લાનાં હીજડાઓની ચોક્કસ સંખ્યા ને સ્થિતિ તેમાંથી અમને મળી, આ સર્વેને એકઠાં કરવા, મળવું . તેમની સાથે ચર્ચા કરવી... તેમાંથી સ્વતંત્ર ભારતનાં નાગરિક તરીકેનાં અધિકારોની તેમને જાણ કરીવી આપવી... આ બધું અમે કરતા હતા.

થાણે જિલ્લા હૉસ્પિટલમાં એકાદ હીજડો સારવાર માટે જાય તોતેને કોઇ પણ હાછ અડાડતું ન હતું. ના ડૉકટર, ના નર્સ, ના વૉડબોય, ના આયા. કોઇ પણ નહિ. ત્યાં ડૉ. પ્રમોદ ચપળગાવકર સિવિલ સર્જન હતા. અમે તેમને મળ્યા, તેમની સાથે ચર્ચા કરી, તેમની આગળ સર્વ પરિસ્થિતિ વર્ણવી. ડૉકટરે અમને તે વખતે વચન આપ્યું, હવે પછી અહીં હીજડાઓને તકલીફ થશે નહિ.

પણ ફકત ડૉકટરો સાથે કામ કરીને ચાલે એમ ન હતું. અમે થાણેનાં સર્વ થાણેની દરેક વસતિઓમાં ફરીને અમે હીજડાઓનું મૅપિંગ કર્યું. કાઉન્સિલિંગ કેન્દ્રનાં કાઇન્સિલર્સનાં સેશન્સ લીધા. કમ્યૂનિટી શું છે, તેમાં જુદાપણું શું છે, તેમના પ્રશ્નો કયા છે અને સમાજનો તેમની તરફ જોવાનો દૃષ્ટિકોણ શું છે એ વિશેનાં તેમણે ચાર સેશન્સ લીધા.

આ બધાયનું ખૂબ સુંદર પરિણામ આવ્યું. આજે ગમે ત્યારે, રાત-મધરાતે કોઇપણ હીજડો થાણેની સિવિલ હૉસ્પિટલમાં જાય તો તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવે છે.

અંદરોઅદંરનાં ઝઘડામાં એક વખત હીજડા પર કોઇકે ઘા કર્યા હતા. એ થાણેની સિવિલ હોસ્પિટલમાં ગયો. ત્યાંના ડૉકટરોએ પહેલાં તેને ઓપરેશન થિયેટરમાં લીધો, ઘા ઉપર ટાંકા લીધા અને પછી તેનો કેસ કાઢ્યો. આ જાણ્યા પછી, કેસ પેપર જોયા વગર પેશન્ટને હાથ પણ ન અડાડનાર અનેક ખાનગી ડૉકટર્સ મારી નજર સમક્ષ આવ્યાં...

અલબત્ત દરેક વખતે આમ કેવળી બોલીને, સમજાવીને કામ થાય છે અવું નથી. ઘણીવખત એવું નથી જ થતું...

એકવખત મને વિરારથી ફોન આવ્યો. એક હીજડા પર ત્યાં બળાત્કાર થયો હતો. પોલીસ ફરિયાદ તો લેવા તૈયાર જ ન હતી, પણ હીજડાઓની વાત સુધ્ધાં સાંભળતી ન હતી. પેલા હીજડાની હાલત ખરાબ હતી. ડૉક્ટર્સ હાથ લગાવવા તૈયાર ન હતા. તેને કારણે સારવાર પણ થઇ શકતી ન હતી. બળાત્કારની ફરિયાદ કરવી હોય તો તાબડતોબ તબીબી તપાસ થવી જોઇતી હતી. એ થઇ શકતી ન હતી. પરિસ્થિતિ ગંભીર હતી અને પ્રશ્ન કેવળ પેલા હીજડાનોન હતો, સમગ્ર કમ્યૂનિટીનો હતો. હીજડાઓ તરફ જોવાના, તેમની સાથેના વ્યવહારના સમાજનાં દૃષ્ટિકોણનો હતો. હીજડાઓ ને એવાં જ છે એમ માની લેવામાં આવતા હતા. તેમની મશ્કરી કરવામાં આવતી હતી. વિરારમાં એ જ ચાલતું હતું. સમગ્ર પરિસ્થિતિ વિશે અનુમાન બાંધી વિરાર જવાનું નક્કી કર્યું. ત્યાં પોલીસસ્ટેશને પહોંચી, તો બધાં પોલીસ હી હી કરતાં હસતાં બેઠા હતાં... હીજડા પર અને બળાત્કાર ?

મારા માથામાં ઝાટકો લાગ્યો. મેં સીધા બરાડવાનું ચાલું કર્યું. ફરિયાદ નહિ લેનારા પોલીસ, હાથ નહિ લગાડનાર ડૉક્ટર્સને ભરપુર ગાળો દીધી. શબ્દશઃ તેમની મા-બહેનનો ઉદ્ધાર કર્યો... બરાબર તમાશઓ કર્યો અને પોલીસને બળાત્કારનો કેસ નોંધવાની ફરજ પડી. તે હીજડાને બોરિવલીની ભગવતી હૉસ્પિચલમાં લઇ ગયા. એ બિચારો ગરીબ હતો. ભગવતીનાં ડૉકટર્સ સાથે મેં વાત કરી. તેમણે શાંતિપૂર્વક મારી વાત સાંભળી અને કહ્યું, કાંઇ ચિંતા કરશઓ નહિ, બધું વ્યવસ્થિત કરીશ હું અને કહ્યા પ્રમાણે એ ડૉક્ટર્સ પેલા હીજડાની વ્યવસ્થિત સારવાર કરી.

અનેક વખત એચ આઇવી પોઝિટિવ હીજડો સારવાર માટે જાય તો ડાોક્ટર્સ તેને હાથ પણ લગાડતા નથી. ધંધા કરનાર હીજડાઓને પોલીસ પકડીને લઇ જાય છે અને તેની ઉપર ગમે તેવા આરોપ મૂકે છે, આ બધાં વિરુદ્ધ મન બળવો પોકારે છે, પણ દરેક વખતે ગાળો દઇને, બૂમો પાડીનેય ચાલતું નથી. ક્યારે, કયાં, કેવી રીતે વર્તવું, કોની સાથે કેવી રીતે બોલવું, એ સારા-નરસાનો ભેદ પારખવાની સમજણ રાખવી જ પડે છે, તો જ કામ થાય છે. નહિ તો ફરી અવળાં ઘડા પર પાણી ?

ક્યારેક આવા તો ક્યારેક તેવા, અમારા કામો ચાલુ હતા અને ચાલુ હતા ત્યારે જ મને લગોલગ વિદેશ પ્રવાસોનાં આમંત્રણો પણ આવવા લાગ્યા હતા... હવે હું ઍમસ્ટરડૅમ જઇ રહી હતી.

ઇ.સ. ૨૦૦૭નાં મે મહિનામાં ઍમસ્ટરડૅમમાં નેધરલેન્ડ્‌સ ટ્રાન્સજેન્ડર ફિલ્મ ફેસ્ટીવલ થવાનો હતો. તે ફેસ્ટિવલનાં આયોજક હતા. કેમવાય અને જસ્ટસ ઇસફેલ્ડ. તેમાં બિટવીન ધી લાઇન્સ દર્શાવવામાં આવનાર હતી અને અનિતા ખેમકાને ફેસ્ટિવલમાં આયોજકોને કહ્યું, આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર એક હીજડો છે અને તેની પાસે પાસપોર્ટ પણ છે, તેને પણ હું લઇને આવું છું. ચાલશે કે ? આયોજકો ખુશ થયા. તેમને આવી કાંઇ અપેક્ષા જ ન હતી. પણ અનિતા હંમેશઆ જ મને પ્રમોટ કરતી. આયોજકોએ તેને કહ્યું, અમારી પાસે પર્યાપ્ત ફંડ્‌સ નથી, પણ અમે મેનેજ કરીશું. તમે તેમને લઇ આવો. તેઓ ફેસ્ટિવલનાં એક ભાગ તરીકે ફોટોગ્રાફ્રસ નું પ્રદર્શન ની હૉટલ લૉઇડમાં આયોજિત કર્યુ અને બંને ઍમસ્ટડૅમ જવા નીકળ્યા.

એમસટડૅમ ઊતર્યા એ જ ક્ષણે હું એ શહેરનાં પ્રેમમાં પડી. એ પરીકથાનું શહેર હતું. બધું જ ન્યું... ત્યાંના રસ્તા, ત્યાંની હોટેલો, ત્યાંના લોકો, એ મારી યુરોપની પહેલી જ ટૂર હતી...ઍમસ્ટડૅમ થી શરૂ થયેલી...

અહીંના માણસો અત્યંત માણસો અત્યંત ખુલ્લા, મુક્ત વિચારો ધરાવનાંર . અહીં લોકો તમને આદરપૂર્વક. સન્માન પૂર્વક વતે તે એક માણસ તરીકે તમે કોણ છો., કેવા છો ? તમારી સેક્સુઍલિટી ?એનાથી તેમને કાઇ જ ફરક પડતો નથી. તમે માણસ છો ને ? બસ, તમારી સાથે માણસે માણસ સાથે કરવો જોઇએ એવી વ્યવહાર કરવામાં આવે છે. અહીંની સંસ્કૃતિ જ તેવી છે... મુક્ત. ભારતમાં હતી. ત્યાં સુધી મને લાગતું હતું. આપણે કેટલા મુક્ત વિચારો ધરાવીએ છીએ, આપણે વિશ્વ તરફ જોવાનો દૃષ્ટિકોણ કેટલો ખુલ્લો છે ? પણ ઍમસ્ટરડૅમ આવ્યા પછી આપણને પોતાના માટે આમ લાગે છે, એની જ મને શરમ અનુભવાઇ ? ઍમસ્ટરડૅમનાં લોકોનો દૃષ્ટિકોણ, સહુકોઇનો, એકંદર ટ્રાન્સજેન્ડર્સની બાબતમાં પણ આટલો મુક્ત હતો ? ત્યાં ટ્રાન્સવુમન હતી, ટ્રાન્સમેન પણ હતા એટલે સ્ત્રી થયેલાં પુરુષ થયેલી સ્ત્રીઓ. પરંતુ તે અત્યંત નૉર્મલ જીવન જીવતા હતા... ત્યાંના સર્વસામાન્ય માણસો જેવું જ ?

અને એટલે જ ઘણુંખરું બિટવીન ધી લાઇન્સ તેમને ખૂબ જૂદું લાગ્યું. તે નિમિત્તે હું ભારતીય ઉપખંડનાં હીજડા કમ્યૂનિટી વિશે બોલી. કમ્યૂનિટીનો ઇતિહાસ, પરંપરાની વાત કરી. આપણે ત્યાં સમાજમાં જે પરિવારો હોય છે, તેવાં જ હીજડાઓનાં પણ પરિવાર હોય છે, તેવાં જ સંબંધો હોય છે. પરિવારમાં જેમ વરિષ્ઠોને સન્માન આપવામાં આવે છે, વૃદ્ધોની સંભાળ લેવામાં આવે છે, તેવું હીજડા પરિવારમાં પણ હોય છે. ગુરુ એટલે શિષ્યની માતા. મા જેવું જ માન તેને આપવામાં આવે છે. ગુરુશિષ્યોનો પ્રેમ માતા-બાળક જેવો જ હોય છે. આ બધું સાભળીને ત્યાં સહુ આશ્ચર્યચકિત થયા. કેટ બોર્સ્ટેન નામની જ્યુઇશ અમેરિકન ટ્રાન્સજેન્ડર લેખિકા ત્યાં આવી હતી. તેને પણ આ બધાનું ખૂબ આશ્ચર્ય થયું. બ્રાઉન યુનિવર્સિટીમાં થિયેટર આટ્‌ર્સનો અભ્યાસ કરનારી કેટ ઇ.સ. ૧૯૫૫માં પુત્ર તરીકે જન્મી. પણ પોતે પુરુષ નથી, એ તેને થોડાં મોટા થયા પછી સમજાવા લાગ્યું. પુરુષ નથી, કહ્યા પછી વિકલ્પ હતો એ સ્ત્રી થવાનો. પણ એ સ્ત્રીઓ તરફ પણ આકર્ષિત થતી હતી. પછી તેણે વિચાર કરીને અંતે ઇ.સ. ૧૯૮૬માં સેક્સ રિઅસાઇનમેન્ટ સર્જરી કરાવી લીધી અને સૅનફ્રાન્સિસ્કોમાં લેસ્બિયન કમ્યૂનિટીમાં સેટલ થઇ. સર્જરી કરાવીને પુરુષના સ્ત્રી તો થઇ, પણ કેટને અનુભવાવા લાગ્યું કે પોતે સ્ત્રી પણ નથી. એ ખૂબ અસ્વસ્થ થઇ... આ અસ્વસ્થતાએ જ તેને ફરી તેનાં પ્રથમ પ્રેમ તરફ વાળી... કલા તરફ. તેણે લખવીનું શરૂ કર્યું. પરફૉર્મન્સેસ કરવા લાગી. જેન્ડર, સેક્સુઍલિટી પર કેટે પુસ્તકો લખ્યાં... ‘ય્ીહઙ્ઘીિર્ ેંઙ્મટ્ઠુ :ર્ ંહ સ્ીહ, ર્ઉદ્બીહ ટ્ઠહઙ્ઘ ઇીજંર્ ક ેજ, સ્અ ય્ીહઙ્ઘીિ ર્ઉિાર્હ્વર : ર્ૐુ ર્ં મ્ીર્ષ્ઠદ્બી ટ્ઠ ઇીટ્ઠઙ્મ સ્ટ્ઠહ, ટ્ઠ ઇીટ્ઠઙ્મ ર્ઉદ્બટ્ઠહ, ંરી ઇીટ્ઠઙ્મ ર્રૂેર્ િ ર્જીદ્બીંરૈહખ્ત ઈઙ્મજી ઈહૈંિીઙ્મઅ’ જેવા તેના પુસ્તકો વિખ્યાત બન્યા. વધુ એક જુદા જ વિષય પર તેણે પુસ્તક લખ્યું અને તેને કારણે એ વિશ્વભરમાં પ્રખ્યાત થઇ. તે છે, ‘ૐીઙ્મર્ઙ્મુ ઝ્રિેીઙ્મ ર્ઉઙ્મિઙ્ઘ : ૧૦૧ છઙ્મીંહિટ્ઠૈંદૃીજ ર્ં જીેષ્ઠૈઙ્ઘી ર્કિ ્‌ીીહજ, હ્લિીટ્ઠાજ ટ્ઠહઙ્ઘર્ ંરીિર્ ેંંઙ્મટ્ઠુજ.’ ટીનએજ બાળકો, ફીક્સ અને બીજાઓને તેણે આત્મહત્યાથી રોકવાની ટિપ્સ આપી છે. સમૃદ્ધ જીવો... પોતાનું જીવન સુંદર બનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કરો, પણ આ સુંદર જીવન ટૂંકાવવાનો વિચાર પણ કરશઓ નહિ, એમ તેણે આ પુસ્તકમાં જણાવ્યું છે. એ સર્વ પુસ્તકો ઉપરાંત કેટે અનેક પરફૉર્મન્સેસ પણ કર્યા. ‘્‌રીર્ ંર્જૈીં જીીટ ૈજ દ્ગીૈંરીિ; ૐૈઙ્ઘઙ્ઘીહ : છ ય્ીહઙ્ઘીિ; રૂ ૨ ાટ્ઠીં : ય્ીહઙ્ઘીિ ફૈિેજ ૨૦૦૦’ તે પૈકીનાં કેટલાક છે. જેન્ડર થિયરીને પોતાના વિચારો દ્વારા, પુસ્તકો દ્વારા, પરફૉર્મન્સ પીસેસ દ્વારા મક્કમતાપૂર્વક રજૂ કરનારી અને તેટલી જ મક્કમતાથી પોતાનાં જીવનમાં આચરણ કરનારી કેટ મને ખૂબ ગમી. હાલમાં એ બાર્બરાએ મને તેમની દીકરી માની છે.

કેટની જેમ જ મને સ્ટીફન વિટલ મળ્યો. સ્ટીફનનો જન્મ પણ ઇ.સ. ૧૯૫૫નો જ હતો. પણ એ જન્મયો પુત્રીરૂપે. નાનપણથી માંદલી. જન્મ સાથે જ આ નાનકડી બાળકીને હાડકાનો રોગ હતો, રિકેટ્‌સ. વયનાં પહેલા પાંચ વર્ષ તેની સારવારમાં વિત્યા અને પછી આ બાળકી શાળાએ જવા લાગી. અગિયાર વર્ષની હતી ત્યારે તેની માતાને સમજાયું કે પોતાની બાળકી અન્ય બાળકીઓ કરતા જુદી છે, હોશિયાર છે. માતાએ તેને જુદી જુદી પરીક્ષાઓમાં બેસાડી. તેમાં એ પ્રથમ આવતી ગઇ. ત્યારપછી તેણે ગામની લાઇબ્રેરીનાં એક ખૂણામાં બેસીને તબીબી વિષય પરનાં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. તેને ખબર હતી. રોમેન્ટિકલી પોતાને છોકરીઓ ગમે છે...તેમની પર આપણે પ્રેમ કરીએ છીએ.. પણ તે જ વખતે જાતીય દૃષ્ટિએ આપણે પુરુષ તરફ આકર્ષિત થઇએ છીએ.. તે સાથે એટલે પોતાને પુરુષ થવાની ઇચ્છા થાય છે... વધેલી દાઢી, રૂંવાટીદાર છાતી... વાંચેલા પુસ્તકોમાંથી મળેલ પુરુષ થયેલ સ્ત્રીઓ વિશેની માહીતી... વિચાર કરી કરીને છેવટે વીસ વર્ષની વયે સ્ટીફન સ્ત્રીનો પુરુષ થયો. તરત જ ઇ. સ. ૧૯૭૫માં તેણે ટ્રાન્સજેન્ડર્સ અને ટ્રાન્સસેક્સુઅલનું બ્રિટનમાં પ્રથમ સપોર્ટ ગ્રુપ, મૅન્ચેસ્ટર ટ્રાન્સસેક્સુઅલ ગ્રુપની સ્થાપના કરી. યુ. કે.માં એફ.ટી.એમ. (ફિમેલ ટૂ મેલ) નેટવર્કની સ્થાપના કરી અને ટ્રાન્સસેક્સુઅલ્સનાં પ્રશ્નો રજૂ કરવા માટે, તે ઉકેલવા માટે નીતિ તૈયાર કરવા પ્રેસ ફોર ચેન્જ જેવાં દબાણજૂથની સ્થાપના કરી. ઇ.સ. ૧૯૯૨માં સ્થપાયેલ આ જૂથ તરત જ ઇ.સ. ૧૯૯૪માં યુ.કે.માં જેન્ડર રિઅસાઇનમેન્ટ બિલ પાસ કરાવી શક્યું નહિ, પણ બ્રિટિશ પાર્લમેન્ટનાં સભાસદોએ ટ્રાન્સજેન્ડર્સ અને તેમની સ્થિતિ જેવા - આજસુધી વણસ્પર્શ્યા વિષય પર પાર્લામેન્ટમાં પૂરી ચાળીશ મિનિટ ચર્ચા કરી ? આ કાંઇ નાની સફળતા નહોતી.

ત્યારબાદ દસ વર્ષે ઇ.સ. ૨૦૦૪માં બ્રિટનમાં જેન્ડર રિકગ્નિશન ઍકટ પાસ થયો અને સ્ટીફન તથા તેની પાર્ટનર સારા રુદરફોર્ડ પતિ-પત્ની બન્યા. કૃત્રિમ ગર્ભારોપણથી તેમને ચાર બાળકો થયા. સ્ટીફનને આ બાળકોનાં કાયદેયસરનાં પિતા તરીકે માન્યતા મળે એ માટે વિટલની યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્‌સમાં જોરદાર લડત આપી. તેમનો એ કેસ આજેય ટ્રાન્સજેન્ડર્સનાં પાલકત્વનાં અધિકાર સંદર્ભે માઇલનો પથ્થર ગણવામાં આવે છે. ટ્રાન્સજેન્ડર્સને તેમનાં માનવ અધિકાર મેળવી અપાવવા કરેલ કાર્ય માટે સ્ટીફનને હ્યુમન રાઇટ્‌સ અવોર્ડ, ઑફિસર ઑફ ધી ઑર્ડર ઑફ ધી બ્રિટિશ એમ્પાયર (ઓબીઇ) બહુમાન, વર્જિનિયા પ્રિન્સ લાઇફ ટાઇમ અચીમેન્ટ અવોર્ડ, સિલ્વિયા રિવરા અવોર્ડ જેવા અનેક પુરસ્કાર મળ્યાં. હાલમાં સ્ટીફનને મૅન્ચેસ્ટર મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાં ઇક્વલિટીજ લૉ વિષયનાં પ્રાધ્યાપક છે. ટ્રાન્સજેન્ડર્સ સંદર્ભે કાયદા અને નીતિ વિષયે સતત રજૂઆત કરનાર સ્ટીફને તે જ વિષય પર ભરપૂર લેખન પણ કર્યું છે. ધી માર્જિન્સ ઑફ ધી સિટી, ગે મેન્સ અર્બન લાઇવ્જ,જેવાં પુસ્તક તેણે સંપાદિત કર્યા છે. ત્યારબાદ ધી ટ્રાન્સવેસ્ટાઇટ, ધી ટ્રાન્સસેક્સુઅલ ઍન્ડ ધી લૉ, ધી જેન્ડર ટ્રસ્ટ, ધી ટ્રાન્સજેન્ડર ડિબેટ જેવાં અનેક પુસ્તકો લખ્યાં. અનેક પુસ્તકો અને જર્નલ્સમાં આ જ વિષયો પર લેખ લખ્યાં. ઇ.સ. ૨૦૦૭માં તેણે ડૉ. લુઇસ ટર્નર સાથે કામ કરીને એ જેન્ડર્ડ પેનલ્ટીજ્‌, ટ્રાન્સસેક્સુઅલ ઍન્ડ ટ્રાન્સજેન્ડર પીપલ્સ એક્સપીરીયન્સ ઑફ ઇનઇકવાલિટી ઍન્ડ ડિસ્કિમિનેશન વિષય પરનો સંશોધન અહેવાલ પ્રસિદ્ધ કર્યો અને તેના આધારે કમિશન ફોર ઇક્વાલિટીજ ઍન્ડ હ્યુમન રાઇટ્‌સની કક્ષામાં ટ્રાન્સજેન્ડર્સનો સમાવેશ થયો. ટ્રાન્સને માનવીય હક્કો મળ્યા.

ઍમસ્ટરડૅમનાં આ જ પ્રવાસમાં મને તાઇવાન યુનિવર્સિટીનાં રાષ્ટ્રીય કેન્દ્રમાં સેન્ટર ઑફ સ્ટડીજ ફોર સેક્સુઍલિટીજની સંયોજક જોસેફાઇન હૂં મળી. સમલિંગીઓનાં અધિકાર માટે લડનારી જોસેફાઇન તાઇવાનની એલજીબીટી મુવમેન્ટની ‘ગોડફાધર’ ગણાય છે. તાઇવાની જાતીય વૃત્તિ અને જાતીયતા પર તેણે અઢળક સંશોધન કર્યું છે. તેનાં આ સંશોધનનાં પંદરથી વધુ ભાગ પ્રસિદ્ધ થયા છે. ન્યાયાલયમાં લડીને તેણે જાતીય બાબતો પર બોલવાનું અને તેની માહિતી મેળવવાનું સ્વાતંત્ર્ય મેળવ્યું. યુદ્ધ વિરોધી ઝુંબેશ, ઉદારીકરણ વિરોધી ઝુંબેશમાં પણ તેનો સક્રિય સહભાગ હતો. તેને મળીને મને એક વિદૂષીને મળ્યાનો સંતોષ થયો.

ઍમસ્ટરડૅમમાં મને વધુ એક સુંદર સહેલી મળી.. સૂઝન ઑક્સનાર. ઍમસ્ટરડૅમની એક ધનવાન મહિલા... ત્યાંની લૉઇડ હૉટેલની ધણિયાણી... સ્વચ્છંદ કલાકાર... સમાજના વિભિન્ન -ઘટકો માટે પોતાની કલાનો તેણે ઉપયોગ કર્યો. તદ્દન વિકલાંગ બાળકો માટે પણ તેણે કલાનાં અનેક પ્રયોગો કર્યા. નેધરલેન્ડ્‌સમાંના અનેક પ્રદર્શનો, અનેક ઇવેન્ટ્‌સની તે ક્યુરેટર છે. અનેક જુદી જુદી કલ્પના તેણે કલાના ક્ષેત્રમાં અજમાવી છે. ત્યાં ફક્ત સ્ત્રીઓ માટે તેણે સપર ક્લબ નામનું રેસ્ટરૉ શરૂ કર્યું. હવે તો તેણે - જાપાનના ટોકિયોમાં લવ નામનું રેસ્ટરૉ શરૂ કર્યું છે, ડચ અને જાપાની સ્થાપત્યનો સમન્વય ધરાવનારું રેસ્ટરૉ...

આવી આ સૂઝન મને મળી અને પહેલી જ મુલાકાતમાં અમે એકબીજાનાં થઇ ગયા... જાણે સોલમેટ્‌સ ! એ મને ઍમસ્ટરડૅમમાં અનેક સ્થળોએ લઇ ગઇ. ત્યાંની પવનચક્કીઓ બતાવી, કલા ક્ષેત્રમાં અનેક લોકોનો પરિચય કરાવ્યો.

સમાજકાર્ય, કલા જેવા જુદા જુદા ક્ષેત્રોમાં પોતાની છાપ ઉપસાવનાર, એક જ વિષયનાં જુદા જુદા પાસાઓનો વિચાર કરનાર, તેની પર કામ કરનાર આ માણસો અને તેમનું ડુંગર જેવું કામ જોઇને હું સ્તબ્ધ થઇ. આ બધું આપણા દેશમાં કરવાનું કેટલું મોટું આવ્હાન આપણી સમક્ષ છે, એનું મને ભાન થયું... અને મારા દેશમાં મારી કમ્યૂનિટીને નકારવામાં આવનારા મૂળભૂત અને માનવ અધિકાર મેળવી આપવા માટે તનતોડ પ્રયાસ કરીશ એવી પ્રતિજ્ઞા કરીને જ હું ઍમસ્ટરડૅમથી પાછી ફરી.

પાછી તો આવી પણ ઍમસ્ટરડૅમ મારો કેડો મૂકતું ન હતું...

મને ત્યાં એક વ્યક્તિનો મેળાપ થયો... ક્રિસ. એ ટ્રાન્સમનને મળી હતી...જીવનમાં પહેલી જ વખત પુરુષ થયેલ સ્ત્રીઓ જોઇ હતી... આશ્ચર્યચક્તિ થઇને ! અમને પુરુષ હોવા છતાં સ્ત્રી થવાની ઇચ્છા થતી હતી અને આમને કેવળ સુંદર સ્ત્રીનો જન્મ મળવા છતાંય પુરુષ થવું હતું.. આવું આ સ્ત્રીઓને કેમ થતું હશે ? મને કાંઇ સમજાતું જ ન હતું. પુરુષોનાં જીવનમાં એવું તો શું હોય છે કે જેને કારણે સ્ત્રીને પુરુષ થવાની ઇચ્છા થાય છે તે પુરુષ થાય...? અનેક પ્રશ્નો ખડા થતા હતા અને તેનાં જવાબ મળતા ન હતા. સેક્સુઍલિટીની આ ગૂંચવણ મને ગળે ઊતરતી જ ન હતી.. આપણને પુરુષ હોવા છતાં સ્ત્રી થવાની ઇચ્છા થવી જેટલી નૉર્મલ છે, તેટલું જ એકાદ સ્ત્રીને પુરુષ થવાની ઇચ્છા થવી પણ નૉર્મલ હોઇ શકે, એ સ્વીકારતાં જ મને બે દિવસ લાગ્યા હતા.

ક્રિસ મને એક પુરુષ તરીકે જ મળ્યો. પુરુષ જેવો જ તદૃન નૉર્મલ વર્તનારો. મને જોતાં જ પ્રથમ નજરે એ મારા પ્રેમમાં પડ્યો અને હું એના... બિટવીન ધી લાઇન્સનો શો હતો, તેની પર ચર્ચા હતી અને ત્યારપછી ‘ધી બાલી’ થિયેટરમાં એક લેક્ચર હતું, એ પૂરું થયા પછી પાર્ટી હતી. ‘બિટવીન ધી લાઇન્સ’નો શો અને ત્યારપછી સુંદર ચર્ચા થઇ. મને જે લાગતું હતું, તે મેં આ ચર્ચામાં રજૂ કર્યું. સહુએ મારી વાત, મારા વિચાર ઍપ્રિશિએટ કર્યા. થિયેટરમાં લેક્ચર પત્યા પછી અમે બહાર નીકળ્યા અને અનુભવાયું. હવામાં ખૂબ જ ટાઢક છે. કેટ બોન્સટને મને પૂછ્યું, શું લઇશ ? ખૂબ ટાઢ છે... મેં કહ્યું, વોડકા... અને મારી સામે ગ્લાસ આવ્યો. કેટ હું અન અન્ય બે ત્રણ જણ વોડકા લેતા લેતા કોઇક ગંભઈર વિષય પર ચર્ચા કરતા બેઠા હતા. દૂરથી ક્રિસ મારી સામે એકીટશે જોતો હતો... તેની નજર જાણે મારો પીછો કરતી હતી. મેં તેને પાસે બોલાવ્યો.

થોડીવારમાં અમે પાર્ટીમાં જવા નીકળ્યા. પાર્ટીના સ્થળે જવા માટે વાહનવ્યવસ્થા હતી. ત્યાં પહોંચતા સુધી ક્રિસના અને મારા હાથ પરોવાયેલા હતા. પાર્ટી હતી તે હૉટેલની સામે એટીએમ હતું. ગાડીમાંથી ઊતરતાં, ક્રિસે કહ્યું, તું આગળ થા, હું એટીએમમાં જઇને આવું છું. મેં કહ્યું, હું પણ આવું છું.

એટીએમમાં એ જઇ આવ્યો અને ત્યાં પાસે જ નહેર હતી, ત્યાં ગયા થોડી વાર પહેલાં હળવો વરસાદ થયો હતો. મેં લાલ ઘાઘરા-ચોળી પહેર્યા હતા અને તેની ઉપર જાળીદાર દુપટ્ટો હતો. હવામાં ખૂબ ઠંડી હતી. મને ઠંડી લાગી રહી હતી. હું થરથરી રહી હતી... એ જોઇને ક્રિસે ઝડપથી પોતાનું શર્ટ ઉતાર્યું. મેં તેને પૂછ્યું. એ હસ્યો.. હળવેથી તેણે મને નજીક લીધી..તેનાં અને મારા હોઠ ભિડાય, ત્યાં જ તેણે પૂછ્યું. ડૂ યૂ નો લક્ષ્મી હૂ એમ આઇ ? તેના એ પ્રશ્નથી હું પળભર વિચલિત થઇ.. આવું કેમ કહે છે આ ? આ પુરુષ છે...સ્ત્રી છે... કે પુરુષ થયેલી સ્ત્રી... એથી મારે શું ? તેને હું પ્રેમ કરું છું... શાને આ પ્રેમ જાતીયતા સાથે જોડવો ?

એક પળભરમાં આટલું બધું મગજમાં આવી ગયું. પણ એ ગમે તે હોવા છતાં મને કાઇ ફરક પડતો ન હતો. મેં એની છાતી પર માથું ટેકવ્યું અને ત્યાં જ મને ‘્‌’ની નિશાની દેખાઇ... સર્જરી કરીને બ્રેસ્ટ કાઢી નાંખ્યાંની. મને જે લાગતું હતું, તેની પર હવે મહેર વાગી... આ સ્ત્રી છે...પુરુષ થયેલી. હવે પુરુષ હશે, પણ મૂળ સ્ત્રી સાથે... આપણે એક સ્ત્રી સાથે... થોડી ચોંકી ગઇ હું. પણ ક્ષણભરમાં જ સ્વસ્થ થઇ. મને શું લાગી રહ્યું છે તે ક્રિસને સમજાયું નહિ અને મુક્ત સંસ્કૃતિમાં ઉછરેલ તેને ચોક્કસ શું લાગતું હતું, તે હું સમજી શકી નહિ. તેને હું જેવી છું તેવી સંપૂર્ણ જોઇતી હતી અને મારે પોતાને કોઇનાં જ તાબામાં જવા દેવી નહોતી. મારા જીવન પર મારું જ નિયંત્રણ રહેવું જોઇતું હતું.

બીજી તરફ એ કહેતો હતો, આપણે બંનેય જુદીજુદી સંસ્કૃતિમાંથી આવ્યા છીએ. આપણે થોડો સમય લઇશું અને પછી...

હું ચીડાઇ મને ગુસ્સો આવ્યો હતો. હું પ્રથમ નજરે જ આના પ્રેમમાં પડી છું અને આ કહે છે સમય લેવો જોઇએ...? એક વખત આમ, એક વખત તેમ... એના કોઇ જ વાત મને રુચતી ન હતી, ગળે ઊતરતી ન હતી.

ત્યાર પછી ત્રણ-ચાર દિવસ હું ત્યાં હતી. પણ ગુસ્સામાં હતી, વેરામાં હતી ક્રિસને ટાળતી હતી... તેને મારી નિક્ટ આવવા દેતી ન હતી... તેની સાથે બોલવાનો તો પ્રશ્ન જ ન હતો.

હું ભારત પરત આવવા નીકળી ત્યારે ક્રિસ મને મૂકવા ઍરપોર્ટ પર આવ્યો... અને હું ત્યાં તેની સામે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી. મને શું થાય છે, એ મને જ સમજાયું નહિ. હું ફક્ત રડતી રહી...

ચેક ઇન કર્યું, સામાનનું વજન કર્યું તોતે વધુ ભરાયો હતો. મેં તેમાંનો કેટલોક સામાન ક્રિસના ઘરે મૂકવા આપ્યો.

છેવટે બધા ઉપચાર આટોપીને, ક્રિસની વિદાય લઇને હું વિમાનમાં બેઠી, ત્યારે આપણું કોઇક પાછળ રહી ગયું છે, એમ મને સતત લાગતું રહ્યું.

હું અહીં ભારત આવી અને ક્રિસનાં ફોન આવવા શરૂ થયા. રોજ... સતત.. થોડા દિવસ પછી હું બાબા ચિશ્તીના ઉરસમાં અજમેર ગઇ અને બરાબર એ જ સમયે ક્રિસ થાણે મારા ઘરે આવી પહોચ્યાો, મને ફોન આવ્યો અને અજમેરનું બધું પટાપટ આટોપીને હું ઘરે આવવા નીકળી.

આવી છતાં હું ગુસ્સામાં જ હતી. પ્રથમ નજર્‌ જોતાવેંત હું આ માણસના પ્રેમમાં પડી હતી અને આ માણસ મારાથી દૂર થયો હતો. હવે હું શા માટે એની નિકટ જાઉં ? એ અહી આવ્યો છે એટલે ? એ મને મનાવવા ઇચ્છતો હતો. તેની અપેક્ષા હતી કે હું તેને સાંભળું. પણ મમ્મી-પપ્પાનીય જે વાત મને સમજાય નહિ, એ ક્યારેક ન સાંભળનારી હું... આને શા માટે સાંભળું ? મેં એનું કાંઇ જ સાંભળ્યું નહિ. એનાથી દૂર દૂર જ હતી. મારા મહેમાન તરીકે દીપક તેને કાંઇક કાંઇક બતાવવા લઇ જતો હતો, પરંતુ હું નહિ... રાત્રે ક્રિસ મારી નજીક જ ઊંધ્યો, પણ મેં તેના હાથને મારો હાથ પણ અડવા દીધો નહિ ? પરોઢિયે હું ઊંઘી રહી હતી ત્યારે વહેલો ઊઠ્યો અને પોતાનો સામાન લઇને નીકળી ગ્યો ?

મને દુઃખ થયું. પણ મારો કોઇ ઉપાય ન હતો. મારા મિત્ર પ્રવીણ અને દીપક મારી પર ખૂબ ચીડાયાં. ક્રિસ સાથે હું જે રીતે વર્તી, તે તેમને લગીરેય ગમ્યું નહિ. એ ફક્ત તારા માટે આટલે દૂરથી આવે છે અને તું એની સાથે આમ વર્તે છે... એ બંને એ મને કહ્યું.

ત્યારપછી હું જ્યારે જ્યારે ઍમસ્ટરડૅમ ગઇ, ત્યારે ત્યારે ક્રિસ મને મળ્યો. એકવખત તેનાં મિત્ર મને મળ્યાં હતા. બધાંયનું એક જ કહેવું હતું... ક્રિસ આવો જ છે ? તેને સમજવો મુશ્કેલ છે?

ઍમસ્ટરડૅમ ઇન્ડિયા ફેસ્ટિવલમાં અમે ગયા, ત્યારે પણ તે અમારી સાથે હતો, મદદ કરતો હતો. અમારું એક કી-બોર્ડ ખરાબ થયું, તો તેણે પોતાના ઘરનું કી-બોર્ડ લાવી આપ્યું... કશાયની અપેક્ષા રાખ્યા વગર... ફરી એકવખત તેના માટે મનમાં સૉફટ કોર્નર તૈયાર થઇ રહ્યો હતો...

ત્યારપછીય એકવખત ક્રિસ ભારત આવ્યો હતો, પણ તેનું કામ પતાવી અને એ ગયો. પ્પોતે આવવાનો છે એ તેણે મને જણાવ્યું પણ નહિ. એ દીપકને મળ્યો, પણ મને નહિ.. તેણે મારી લાગણીનું માન જાળવ્યું. સાચ્ચે જ તેને મારી પર પ્રેમ હતો.

આ બધામાંથી મને એક વાત અનુભવાતી રહી... પ્રેમ સેક્સુઍલિટીની પેલે પાર જનાર હોય છે.

ક્રિસ એક કારણ હતું, પણ ઍમસ્ટરડૅમ વધુ એક વાત માટે મારા મગજમાં અવારનવાર ઘૂમરાતું રહ્યું. તે વાતનો મારી સેક્સુઍલિટી સાથે કાંઇ સંબંધ ન હતો, એ સંબંધ હતો મારી કલા સાથે ?

બિટવીન ધી લાઇન્સ જોઇને હું ડાન્સર છું એ ત્યાં સહુને ખબર પડી હતી. આ ટ્રાન્સજેન્ડર ફિલ્મ ફેસ્ટિવલમાં ઍમસ્ટરડૅમની સ્કૂલ ફૉર ન્યૂ ડાન્સ ડેવલપમેન્ટ, એસ. એન.ડી.ઓ. નાં વિદ્યાર્થી આવ્યા હતા, સંચાલક આવ્યા હતા. તેમણે મારો ડાન્સ જોયો અને કહ્યું, અમારે ત્યાં ઇન્ડિયન ડાન્સ શીખવવા આવો. એસ. એન.ડી.ઓ.માં જુદા પ્રકારે અને જુદી પદ્ધતિએ ડાન્સ શીખવવામાં આવે છે. ખરું તો એ થિયેટર ડાન્સ સ્કૂલ છે. અહીં ડાન્સ કરતી વખતે તમારા શરીરનું થનારું કૉમ્પોઝિશન અને તેમાંથી આકાર લેનાર સંવાદ પર ભાર મૂકવામાં આવે છે. ત્યાંના ગોની હૅગેન, ગૅબ્રિએલ સ્મિટ્‌સ મને મળ્ય, તેમણે મને ડાન્સ શીખવવા આવવાનું આમંત્રણ આવ્યું અને મેં તરત જ હા ભણી !

ભારત આવી છતાંય ઍમસ્ટરડૅમ મારો પીછો કરતું હતું. તે આ રીતે ? મે, ૨૦૦૭માં હું પહેલી વખત ઍમસ્ટરડૅમ ગઇ અને ત્યાર બાદ વર્ષભરમાં જ, મે, ૨૦૦૮માં મારી ત્યાં બીજા ટ્રિપ થઇ... એસ. એન. ડી.ઓ.ની વર્કશોપમાં ડાન્સ શીખવવા માટે. આપણું ભારતીય શાસ્ત્રીય નૃત્ય મેં ત્યાં શીખવ્યું, સેમી-કલાસિક્લ શીખવ્યું. લોકનૃત્ય શીખવ્યું અને ‘નાચે મયૂરી’ નો, બોલીવુડનો ડાન્સ પણ ? વર્કશોપના ચાર દિવસોમાં નેધરલેન્ડ્‌સમાં તે નૃત્યશાળાનાં ત્રીજા ચોથા વર્ષનાં વિદ્યાર્થીઓને મેં ભારતનાટ્યમનું પગપાદન શીખવ્યું, ન ‘મેરા અસ્સી કલી કા લહેંગા ! પણ બાળકો ખુશ થયા. આ નૃત્ય તેમના માટે નવું હતું. ખૂબ જ જુદી પદ્ધતિનું એ હતું. મને મારા ક્લાસમાં શીખવવાની આદત હતી જ, પણ આપણે ત્યાં બાળકોએ શીખતા પહેલાં પ્રત્યક્ષ નૃત્ય કર્યું ન હોવા છતાં, આ નૃત્ય જોયેલું હોય છે, ત્યાં તેમ નથી. તેમનો ડાન્સ ખૂબ જુદો...

ત્યાં થનાર ડાન્સ વર્કશોપમાં દુનિયાભરનાં વિદ્યાર્થી હોય છે. મોટાભાગનાં યુરોપિયન. તેમનાં શરીર કડક ... સ્ટીફ... પણ બધાંય મન મૂકીને શીખે છે. ફક્ત હાલચાલ અને હાવભાવ જ શીખે છે એવું નથી. તેઓ આપણાં નૃત્ય, તે જે સંસ્કૃતિમાંથી આવ્યું તે સંસ્કૃતિ, એમ બધું સમજવા ઇચ્છતાં હોય છે. આ વિષય પર અમારી ખૂબ વાતો થતી, ખૂબ ચર્ચા થતી. એકદમ મનપૂર્વક બધાં શીખે છે. વર્કશોપ પૂરી થાય ત્યારે તેમનાં કડક અંગો લવચીક થયેલાં હોય છે ? ગંમત જવા દો, પણ અહીં શીખવવું એ સાચ્ચે જ એક જુદો જ અનુભવ છે.

આ બીજી ટ્રિપમાં સૂઝન ઑક્સનાર અને હું ખૂબ નિકટ આવ્યા. એકબીજાને મળ્યાં. એકબીજા સાથે વાતો કરી. ખૂબ ગપ્પાં માર્યા... કલાથી માંડીને ભોજન સુધીની અનેક વાતો પર. આમ ગપ્પા મારતા... મારતા જ સૂઝને એક દિવસ મને કહ્યું ‘મારે અહીં કાંઇક જુદૂ કરવુંઅહીં‘ઍમસ્ટરડૅમ’ ઇન્ડિયા ફેસ્ટિવલ’ થાય છે, ત્યાં હરિપ્રસાદ ચૌરસિયા, શિવકુમાર શર્મા, ઝાકીર હુસેન આવે છે. આ કલાકાર આવવાનાં છે, પણ તેમની કલા અહીંના લોકોએ નિહાળી છે, સાંભળી છે. મારે તેથી આગળ ભારત દર્શાવવું છે...

સૂઝનના મગજમાંશું આવ્યું કોણ જાણે... એ મને ફેસ્ટિવલનાં સંચાલકો પાસે લઇગઇ, તેમની સાથે મારો પરિચય કરાવી આપ્યો. તેણે તેમને કહ્યું,‘મારા માટે ઇન્ડિયા એટલે લક્ષ્મી... ખૂબ સારી ડાન્સર છે એ.’ સંચાલકો સાથે અમે થોડી વાર વાતો કરી, મારે આવવાનું છે એ નિશ્ચિત કર્યું અને નીકળ્યા.

સૂઝનને મેં ત્યાં કાંઇ કહ્યું નહિ, પણ એક અનેરા કેફ સાથે હું ભારત પાછી ફરી.

ખૂબ વિચાર કર્યો અને અહીં આવ્યા પછી એક દિવસ મેં સૂઝનને ફોન કર્યો... ‘હું હીજડાઓને લઇ આવું તો ચાલશે ?

ક્ષણભરનો વિચાર કર્યા વગર સૂઝને કહ્યું, ‘હા, ચાલશે.’ તેણે મારી પર પૂર્ણ વિશ્વાસ મૂક્યો. હું જે જે કહું તેમાં સંમતિ આપતી ગઇ. મેં જે જે માંગ્યું તે પૂરું પાડતી ગઇ. મારી પર વિશ્વાસ મૂકીને મને જ વિશ્વાસ આપતી ગઇ. મે મહિનાની આખરનાં દિવસો હતા અને ફેસ્ટિવલ હતો નવેમ્બરમાં. એટલે મારી પાસે તૈયારી માટે ફક્ત પાંચ મહિના હતા અને એ ગાળામાં મારે નેધરલેન્ડમાં આખુંય ભારત ઊભું કરવું હતું...

એ પહેલાં મારે મારાં હીજડાઓને તૈયાર કરવાના હતા. ત્યાં જઇને તેમને નાચવાનું હતું. ફેસ્ટિવલમાં શું શું રજૂ કરવું, એની રૂપરેખા મારા મગજમાં તૈયાર હતી. પણ હીજડાઓની પ્રેક્ટિસ કરાવવી જરૂરી હતી. કેટલીક વાતો નવેસરથી શીખવવી જોઇતી હતી.

વધુ એક વાત મહત્ત્વની હતી. આજસુધી કોઇ પણ હીજડા વિદેશ ગયા ન હતા... કોઇ પણ કારણોસર નહિ. હું તેમને તેમની કલા સાદર કરવા લઇ જતી હતી. એય યુરોપમાં. જુદો દેશ જુદું જ સંપૂર્ણ વાતાવરણ એ વિમાન પ્રવાસ... સૂઝનને કારણે હું મારી કમ્યૂનિટીને આ દુનિયા બતાવી શકતી હતી....

તેમની બધાંયની પાસપોર્ટથી લઇને સર્વ તૈયારી કરવાની થતી હતી.... મેં ટોરેન્ટો જતી વખતે કરી હતી તેવી જ ? પણ હવે મને એ તૈયારીનો અનુભવ હતો. પાસપોર્ટ માટે શું શું જરૂરી હોય છે, તે કેવી રીતે મેળવવું એની જાણકારી હતી, તે પ્રમાણે હું કરતી ગઇ. બધાંયના પાસપોર્ટસ્‌ તૈયાર થયા. સિમરન, માનસી, પદ્મિની, યાના...મંગશ મોકાશી ઊર્ફે માનસી મેંદી મૂકનાપ કલાકાર હતી. વધુમાં મારી સાથે ચાર મ્યુઝિશિયન્સ હતા, એક સ્ત્રી અને એક પુરુષ એમ બે ગાયક હતા અને એક પુરુષ નર્તક હતો. આ બધાંયની હું પ્રેક્ટિસ લેતી હતી, પણ કેવળ પ્રેક્ટિસ પર્યાપ્ત ન હતી. વિદેશમાં આટલો મોટો ફેસ્ટિવલ કરવો હોય તો બધાંયને તેની વ્યવસ્થિત તાલીમ આપવી જોઇતી હતી. એ ઇન્ડિયા ફેસ્ટિવલ હતો. એટલે અમે ભારતનું પ્રતિનિધિત્વ કરવાના હતા. કાંઇ આડું અવળું થાય તો. ભારતની છબી ખરાબ થવાની હતી. મેં થાણેનાં ગડકરી રંગાયતનમાં સહુને તાલીમ આપવાનું શરૂ કર્યું...

બધાંયનો ભારત બહારનો આ પ્રથમ જ પ્રવાસ. વિમાનઘર પર કેવી રીતે જવું, શું કરવું અને શું ન કરવું એની ખાસ્સી લાંબી યાદી હતી. બધું મેં તેમને ફરી-ફરીને સમજાવીને કહ્યું. શક્ય હતું તે પ્રત્યક્ષ કરી બતાવ્યું. તેમની પાસે કરાવ્યું. તે સાથે ડાન્સની પ્રેક્ટિસ તો હતી જ... મહારાષ્ટ્રની લાવણીથી રાજસ્થાની લોકનૃત્ય સુધી અને ગુજરાતી ગરબાથી બોલિવૂડના આઇટમ નંબર્સ સુધી સર્વ કાંઇ. સંપૂર્ણ ભારત દર્શાવવું હતું ને અમારે ?

નીકળતા પહેલાં મેં ખૂબ મોટી ખરીદી પણ કરી. ‘ઍમસ્ટરડૅમ ઇન્ડિયા ફેસ્ટિવલ’ જયાં થવાનો હતો, એ સંપૂર્ણ હૉટેલ સજાવવાની હાતી. ઍમસ્ટરડૅમમાં જાણે ભારત અવતર્યું હોય એવો દેખાવ કરવો હતો. સજાવટ માટે મેં અનેક વસ્તુઓ, અસંખ્ય સાડીઓ, અનેક દુપટ્ટા... એક વસ્તુ લેતા લેતા મારી નજર સમક્ષ તે વસ્તુઓથી સજાયેલી હૉટેલ તાદૃશ થતી હતી.

ત્યાં મારું સલોન રહેવાનું હતું. ભારતીય પદ્ધતિનો મેકઅપ, હેરસ્ટાઇલ, મેંદી... આ સલોનમાં આવનાર લોકોની હું મુલાકત લેવીની હતી. સલોનમાં આવનારને ભેટઆપવાની મેં ગણપતિની અસંખ્ય નાની નાની મૂર્તિઓ લીધી હતી. ધી એલિફન્ટ ગોડ... પરદેશી લોકોને ખૂબ આશ્ચર્ય હોય છે તેનું.

અંતિમ ક્ષણ સુધૂી ખરીદી અને પૅકિંગ ચાલ્યું હતું. છેવટે બધો સામાન લઇને તૈયાર કરવા હું આગળ ગઇ. મારા હીજડા પાછળથી આવવાનાં હતા. થોડી તૈયારી કરી અને તે આવવાના હતા તે દિવસે તેમને લેવા હું ઍમસ્ટરડૅમ ઍરપોર્ટ પર ગઇ. એ વિદેશી ધરતી પર પગ મૂકતાં જ સિમરન, યાના, માનસી, પદ્મિની.... સહુને આભ ઠીંગણું લાગ્યું. સ્વપ્ન સાકાર થયું હતું. ભારતનાં પાંચ હીજડાઓનાં યુરોપની ભૂમિ પર પગ અડ્યાં હતાં.

ત્યાર પછીનો મહિનો ક્યાં પસાર થયો સમજાયું જ નહિ. એમ છ શો જ તૈયાર કર્યા હતા. એક હતો ‘મહારાષ્ટ્રની લોકધારા’ જેવો, સમગ્ર મહારાષ્ટ્રની લોકસંસ્કૃતિ દર્શાવનારો. લાગણીથી જોગવા સુધીનાં સર્વ પ્રકાર તેમાં હતા. ‘વાટ પહાતે ભી ગં યેનારી સાઝન માઝા’ જેવા ગીતો પર અમે નૃત્યો બેસાડ્યાં હતા. બીજો શો હતો ફકત લાવણીનો. તેમાં લાવણીનો, તેમાં લાવણીનાં જુદાજુદા પ્રકાર હતા. ત્રીજો હતો મુજરો. ચોથો હતો રાજસ્થાની નૃત્યો, પાંચમો હતો ગુજરાતી ગરબો અને છઠ્ઠો હતો બોલીવુડ ? તેમાં તો ભરપૂર વરાઇટીઝ...

ભારતીય નૃત્યોમાંની આ વિવિધતા જોઇને ઍમસ્ટરડૅમવાસીઓ શબ્દશઃ ઘેલાં થયા. સર્વ શોજ તેમણે માથા પર ઊંચકી લીધા. લાવણીનાં શોમાં તો કેવળ ધમાચકડી મચાવી મૂકી અમે ? આ ફેસ્ટિવલમાં ભારતનાં ફેશન ડિઝાઇનર મનીષ અરોરાનો ફૅશન શો પણ હતો. ભારતનાં હીજડાઓ પર ભરપૂર કામ કરનાર બેલ્જિયમના ફોટોગ્રાફર માર્કનાં ફોટોગ્રાફ્સનું પ્રદર્શન હતું. ભવિષ્ય ભાખનાર એક જ્યોતિષી હતો... ભારત સાથે સંબંધિત બધું અને દરેક જેવું આ ફેસ્ટિવલનું સ્વરૂપ હતું. બી.બી.સી.એ અમારી પર સ્ટોરી બનાવી. સમાચાર ચારે તરફ પહોચ્યાં અને લોકોનો પ્રવાહ વધ્યો. અમારી પર લોકો ખુશ હતા.

ફેસ્ટિવલનો છેલ્લો દિવસ ઊગ્યો. લોકોની ભીડ હતી, અનેક લોકો મળવા આવતા હતા... અમારું છેલ્લું પરફૉર્મન્સ... સૂઝાન ઑક્સનાર અને તેના કલ્ચરલ સેક્રેટરી વિન્સન બંનેય આવ્યાં હતા. પરફૉર્મન્સ થયું અને મારી આંખો અશ્રુભીની થઇ.એકતરફ ફેસ્ટિવલના આટલાં સરસ મજાનાં દિવસો પૂરા થયા એટલે અવસ્થતા અનુભવાતી હતી. બીજી તરફ મારા સમાજને હું કાંઇક આપી શકી, એનો ગર્વ અનુભવાતો હતો.

ફેસ્ટિવલ પૂરો થયો અને અમે પૅકઅપ કર્યું. હવે મને ભારત પાછા ફરવાની ઉતાવળ આવી હતી... હું ઍમસ્ટરડૅમ હતી ત્યારે જ અહીં શશીને પુત્ર થયો હતો અને મને ખબર પડ્યા પછી,ક્યારે તેને જોઉં એવી ઉત્કંઠા જાગી હતી, ભારત આવી, તે હું સીધી અમારા અંશ ને, અંશુમનને જોવાં જ દોડી ? આવડું એવું નમણું, સોહામણું શિશુ... ટગરટગર જોઇ રહ્યું હતું મારી સામે...?

ઍમસ્ટરડૅમની આ ત્રણેય મુલાકાતોમાં સૂઝન મારી અત્યંત નિકટની સહેલી થઇ હતી. અમે સતત એકબીજાનાં સંપર્કમાં હોઇએ છીએ. ઍમસ્ટરડૅમ ઇન્ડિયા ફેસ્ટિવલમાંથી અમે આવ્યા અને વર્ષ પણ પુરું નથી થયું ત્યાં સૂઝનનો ફોન આવ્યો... ‘નેધરલેન્ડ ફાઉન્ડેશન ફોર વિજ્યુઅલ આટ્‌ર્સ, ડિઝાઇન ઍન્ડ આર્કિટેક્ચર’ તરફથી આપવામાં આવનારું અત્યંત પ્રતિષ્ઠપૂર્ણ ‘બેનો પ્રેમસેલા અવોર્ડ’ તેને મળ્યો હતો. તા. ૪ ડિસેમ્બર ૨૦૦૯નાં રોજ પુરસ્કાર વિતરણ સમારંભ હતો અને એ માટે તે મને ઍમસ્ટરડૅમ બોલાવતી હતી. ‘અહીં તારી ઉપસ્થિતિ જોઇએ મારે તે સમયે...તારા આવવા-જવાની ટિકિટ મોકલાવું છું. કાંઇ પણ બહાના ચાલશે નહિ. બૅગ ભરવાની અને આવવાનું...’ તેણે મને ધમકી આપી. આ કાર્યક્રમમાં તેનાં પરિવાર અને એકદમ નિક્ટનાં મિત્રોને જ તેણે બોલાવ્યા હતા. તેમાં તેણે મારો સમાવેશ કર્યો હતો... મને ખૂબ આનંદ તો થયો જ... પણ મન ભરાઇ આવ્યું...હું એક હીજડો... ત્યાંના કોઇક દૂરના દેશની એક સ્ત્રી... એ મારી પર આટલો પ્રેમ કરે, મને આટલું સન્માન આપે... પોતાના જીવનની એક મહત્ત્વની વ્યક્તિ, ‘ખાસ’ વ્યક્તિ તરીકે મારી સાથે વર્તે... મારા સમાજનાં અન્ય આપણાં જ માણસો તરફથી ક્યારેક આટલો પ્રેમ મળશે કે ? ક્યારેક આટલું સન્માન મળશે...?

મારી પાસે જવાબ ન હતા. સૂઝનને હું સહેલી તરીકે ખૂબ પ્રેમ કરતી હતી. કલાકાર તરીકે મને એના માટે ખૂબ અભિમાન હતું... હું તેને ‘ના’ કહી જ શકતી ન હતી. ફરી એક વખત વર્ષની અંદર જ, પણ હવે એક પારિવારિક કાર્યક્રમ માટે હું ઍમસ્ટરડૅમ ગઇ. પુરસ્કાર સમારંભ ખૂબ સરસ થયો. નેધરલેન્ડના ખૂબ મોટામોટા માણસો સમારંભમાં આવ્યા હતા. હું એકદમ આગલી હરોળમાં બેસીને આ બધાયની સાક્ષી થઇ.

ત્યારબાદ નવ્મબર, ૨૦૧૦માં ફરી ઍમસ્ટરડૅમ ગઇ, એ એસ. એન. ડી. ઓ.ની ડાન્સ વર્કશોપ માટે. કાતિલ ઠંડી... પપ્પા ગયા પછી હું પહેલી વાર દેશબહાર નીકળવાની હતી. તેને કારણે ખૂબ જ રિલેક્સિંગ થઇ આ ટૂર. પણ ત્યાં ડાન્સ વર્કશોપનો અનુભવ દર વખતે અનોખો... અનેક દેશોમાંથી વિદ્યાર્થી ડાન્સ શીખવા આવ્યા હતી. એટલાં ફૅન્ટાસ્ટિક હતા બધા... ખૂબ જ રસ લઇને શીખતા હતા. પોતાને ભારતીય નૃત્ય આવડે, એ માટે મનથી પ્રયાસ કરતાં હતા.

હા... આ વખતે ક્રિસ પણ ડાન્સ શીખવા આવ્યો હતો ? પણ હવે એ તદૃન સાહજિકતાથી મારી સાથે વાત કરતો હતો, એકાદ સારો મિત્ર વર્તે, તેમ વર્તતો હતો. મારી તેના માટેની લાગણીનું તેણે માન જાળવ્યું હતું...

હું ગઇ, ત્યારે એ મને ઍરપોર્ટ પર લેવા આવ્યો હતો, પણ હું એની કારમાં બેઠી જ નહિ ? ડાન્સ સ્કૂલનાં કેટલાક વિદ્યાર્થી મને લેવા આવ્યા હતા. તેમની કારમાં હું ગઇ, ક્રિસની કાર અમારી કારની પાછળ હતી... થોડું રિલેક્સ થયા પછી ક્રિસે મને પૂછ્યું. હું આવું તારા સેશનમાં ડાન્સ શીખવા...? મેં હા કહ્યું અને એ આવ્યો.

આ વખતની ટૂરમાં હું સૂઝન સાથે રહી. ઘણાબધા જૂના મિત્રોમે મળી. ફોટોગ્રાફર માર્ક હતો, અલકનંદા (મારો ચેલો) હતી... અને સાથે કકડતી ટાઢ ! એક મસ્ત આઉટિંગ તરીકે મેં આ ટૂર એન્જોય કરી.

મારી કલા અને મારું ઍક્ટિવિઝમ, બંને વાતોને મારા જીવનમાં મેં સરખું જ મહત્ત્વ આપ્યું. કેટલોક સમય ઍક્ટિવિઝમમાંથી થોડી વધુ જ વ્યસ્ત રહેવાને કારણે કલા થોડી પાછળ રહી ગઇ હશે, પણ એ મનની પાછળ નહોતી ગઇ, મારા મગજમાં મારા મનમાં હતી જ એ. કેવી રીતે જાય ?

વાસ્તવમાં હું કલા, તેનું પરફૉર્મન્સ અને ઍક્ટિવિઝમ આ બંનેમાં વ્યક્તિની લાગણી, વિચાર વ્યકત થાય છે, એક્સપ્રેશન છે... આપવા માટે એક સંદેશ પણ છે, ‘મૅસેજ’ છે... કલા અને ઍક્ટિવિઝમ, બંનેમાંથી કાંઇક ને કાંઇક નીપજે છે... તે આપણને દેખાવ છે કાં તો અનુભવાય છે... વિશ્વ એ રંગમંચ છે. તેની પર કેટલીક વાતો મનોરંજન માટે ચાલતી હોય છે. કલામાં મનો રંજન અધિક હોય છે. ‘ઍક્ટિવિઝમ’માં કેવળ સમસ્યા, ઇશ્યૂજ હોય છે, મનોરંજન નથી હોતું. મારા પોતા માટેય હું એક ઍક્ટિવિસ્ટ જ હોઉં છું... પોતાની સમસ્યા પોતે જ ઉકેલનારી ?

કેવી રીતે અને ક્યાંથી મારામાં આ ઍક્ટિવિઝમ આવ્યું કોણ જાણે, પણ તેનાથી જ મારું ઘડતર થયું... ભાંગી પડતા ઉગરી... અને દુનિયા પણ જોઇ..મુંબઇનું કામાઠીપૂરામાંથી નીકળતી વખતે મે મનોમન નક્કી કર્યું હતું, આ સેક્સ વર્કર્સને પોતાની પરિસ્થિતિ જાતે જ બદલાતાં શીખવવું, તે માટે તેમને મદદ કરતા રહેવું. મને જેમ તક મળતી ગઇ, તેમ તેમ હું સેક્સ વર્કર્સને પણ તેની જાણ કરાવી આપતી રહી જ, પણ જુદીજુદી કૉન્ફરન્સેસ, વર્કશોપ્સ, સેમિનાર્સ દ્વારા તેમની પરિસ્થિતિ લોકો સમક્ષ રજૂ કરતી રહી. તેમનાં માનવીય હક્કો વિશે બોલતી રહી. ટોરેન્ટોમાં હું એડ્‌સ કૉન્ફરન્સમાં ગઇ હતી. ત્યાં પણ સેક્સ વર્કર્સના એક મોરચામાં જોડાઇ હતી. મેં કામાઠીપૂરાની સેક્સ વર્કર્સ જોઇ હતી. તે કરે છે એ બરાબર છે કે ભૂલ, યોગ્ય છે કે અયોગ્ય, એ પ્રશ્ન જ ન હતો. શરીર વેચતા હોવા છતાં તે માણસ છે અને એટલે તેમને મૂળભૂત માનવીય હક્ક મળવા જોઇએ, તે સ્વતંત્ર દેશનાં નાગરિક છે, તેમને સ્વાતંત્ર્ય મળવું જોઇએ, તેઓ સમાજનો એક ભાગ છે, તે સર્વસામાન્ય સામાજિક અને નાગરિક જીવન જાવી શકવા જોઇએ, એવી મારી સરળ અને સ્પષ્ટ ભૂમિકા હતી અને હું એ સર્વત્ર જુસ્સાભેર રજૂ કરતી હતી. આ બધું જોઇને ‘એશિયા પૅસિફિક નેટવર્ક ફોર સેક્સ-વર્કર્સએ મને તેની સભ્ય બનાવી. તેમની મિટિંગ્સમાં હું જવા લાગી. મારી કામની પદ્ધતિ અને આત્મવિશ્વાસ જોઇને સેક્સ વર્કર્સ માટે કામ કરનાર મીના શેષૂ, મલેશિયાની કાર્તિની, એન્ડ્રયૂ હંટરે મને સિવિલ સોસાયટી ટાસ્ક ફોર્સમાં એશિયા પૅસિફિક નેટવર્ક ફોર સેક્સ વર્કર્સ ની પ્રતિનિધિ તરીકે મોકલાવાનું નક્કી કર્યું. યુનાઇટેડ નેશન્સ જનરલ અસેમ્બલીનાં અધ્યક્ષે આ ટાસ્ક ફોર્સ ગઠન કરવા વિનંતી કરી હતી. તદ્દનુસાર તેની રચના થઇ અને તેમાં હું હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે એચ. આઇ. વી. -એડ્‌સ સંબંધિત કેટલાક મહત્ત્વનાં નિર્ણય લેવા માટે સમાજનાં જુદા જુદા ઘટકોમાં કામ કરનાર સંસ્થા-સંગઠનોની ભાગીદારી હોવી આવશ્યક હતી. તે મુજબ જુદા જુદા ઘટકોનું પ્રતિનિધિત્વ કરનાર આ ટાસ્ક ફોર્સ રહેવાનું હતું. યુ.એન.ગૅસ () એટલે જ ‘યુનાઇટેડ નેશન્શ જનરલ અસેમ્બલી સ્પેશલ સેશનસ’ એચ.આઇ.વી.એડ્‌સ પર થનાર હતી. કેટલીક હાઇ લેવલ મિટિંગ્જ થવાની હતી. આ આટલું બધું મને ક્યાં ખબર હોય.

એક દિવસ મને ‘યુ.એન.ગૅસ.’નો ઇમેલ મળ્યો. યુ.એન.જનરલ એસેમ્બલી પ્રેસિડેન્ટ ઑફિસ તરફથી આવ્યો હતો એ. મેં જોયો અને એમ જ રહેવા દીધો...તેમાં ઇન્ટરનેશલ ભાષામાં શું કહ્યું છે તે મને સમજાયું જ નહિ ? તે દરમિયાન જ અનિતા ખેમકા મારે ત્યાં આવી હતી. તેણે એ મેલ જોયો અને પૂછ્યું, ‘આ માં જવાની છે કે નહિ ?’

શું છે એ ?

અરે, ન્યૂયૉર્કમાં હાઇ લેવલ મિટિંગ છે, સિવિલ સોસાયટી ટાસ્ક ફોર્સની. તારે આ મિટિંગમાં જવાનું છે. મોટી તક છે, અધિક ઉપલા સ્તરે પહોંચવાની છે, વ્યાપક વિચાર કરનાર છે....

મારી સાથે વાતવાતમાં તેણે તે મેલનો રિપ્લાય આપી દીધો. ‘હું આવું છું...’

‘આવું છું’ કહ્યું તો ખરું. પણ મારી પાસે અમેરિકા નો વિઝા ન હતો. અમેરિકાના વિઝા મેળવવાના નિયમ ખૂબ જ કડક છે. સહેલાઇથી તે મળવા નથી, એમ મેં સાંભળ્યું હતું. મને ટેન્શન થઇ ગયું.

પ્રસિડેન્ટ ઑફિસે મને જી ફોર વિઝાનું ફોર્મ મોકલ્યું હતું. તે હું લઇને ગઇ, તો કૌન્સુલેટની બહાર લાંબી લાઇન ? પણ જી ફોર વિઝા માટે લાઇન લગાવવી પડતી નથી. સીધા કાઉન્ટર પર જઇ શકાય છે, એમ મને કહેવામાં આવ્યું હતું. મેં તો ફોર્મ સબમિટ કર્યું, ઇન્ટરવ્યૂ આપ્યો અને હાજી મલંગનો ઉરસ હતો, ત્યાં ગઇ. છતાંય મનમાં શંકા હતી... શૂં થશે ? વિઝા મળશે કે ? હું કેવી રીતે જઇશ ? પણ બીજા જ દિવસે મને ફોન આવ્યો. તને વિઝા મળ્યો છે ? આ બધો પેલા ‘જી ફોર’ નો જાદુ હતો ? હાજી મલંગથી હું સવારે પાછી આવી... તરત જ નીકળવાનું હતું. તાત્કાલિક મેં પૅકિંગ કર્યું અને ન્યૂયોર્ક જવા નીકળી...! થોડું ટેન્શન હતું. થોડી ઉત્સુકતા હતી અને ખૂબ જ આશ્ચર્ય હતું ! સર્વસામાન્ય ભારતીય માણસને અમેરિકા માટે હોય છે તેવું જ ? એક તરફ ભય અનુભવાતો હતો, અમેરિકાના લોકો કેવા હશે ? તે આપણી સાથે કેવી રીતે વર્તશે ? ત્યાંના મુક્તપણા વિશે સાંભળેલી જાણકારી હતી, બીજી તરફ થોડું આશ્વાસન પણ અનુભવાતું હતું. વાસ્તવમાં ત્યાં પહોંચ્યા પછી જ શું છે એ સમજવાનું હતું....

ન્યૂયોર્ક વિમાનઘર પર ઊતરી તો બહાર નીકળવા માટે ખાસ્સી મોટી હરોળ. તેમાં ઊભા રહેતાં પહેલા એક જગ્યાએ બેસીને જરા લિપસ્ટિક લગાવતી હતા તો એક મહિલા મને શોધતા આવ્યા... લક્ષ્મીનારાયણ ત્રિપાઠી... જી ફોર વિસા છે ને ? તેની ત્યાં ઇલાયદી હરોળ છે... તેણે મને કહ્યું. એ હરોળમાં બે -ચાર માણસો... ઝડપથી હું વિમાનઘર બહાર આવી ... મનોમન ખુશ થઇને ! એવો તો શો જાદુ છે આ જી ફોર માં ...? ગે તરીકે આટલી સ્પેશલ ટ્રીટમેન્ટ ? અચાનક અમેરિકા માટે મારા મનમાં આત્યાંતિક પ્રેમ જાગ્યો. મને લાગ્યું, જી ફોર માંનો જી એ ગે સાથે સંબંધિત છે.

હું હૉટેલ પર ગઇ. ત્યાં અમે અગિયાર જણ હતા. કિરણ ડેલ્લી હતી. તેને મેં ન્યૂયૉર્ક વિમાનઘર પરની વાત કહી તો એ હસવાલાગી... કહ્યું, અરે, જી ફોર નો ગે સાથે કોઇ સંબંધ નથી, એ ‘ડિપ્લોમૅટિક સ્ટેટસ’ છે !!

તેની સાથે હસતા હસતા મારી આંખે ભરાઇ આવી. ભારતનાં એક હીજડાને અમેરિકાનું ‘ડિપ્લોમૅટિક સ્ટેટસ’ મળ્યું હતું.

બીજા દિવસે અમે યુનાઇટેડ નેશન્સ બિલ્ડિંગમાં ગયા. ત્યાં અમને જનરલ અસેમ્બીલમાં લઇ જવામાં આવ્યા. સંટુક્ત રાષ્ટ્રસંઘના સભાસદ સર્વ રાષ્ટ્રોનાં ધ્વજ ત્યાં ફરકાવવામાં આવ્યા હતા. ભારતનો તિરંગો પણ ફરકતો હતો... હં આગળ વધી અને તેને હાથ અડાડ્યો... મારી આંખોમાં પાણી આવ્યું. જનરલ અસેમ્બલીમાં ભારતનું આસન મેં ખોળી કાઢ્યું... મને ખૂબ સારું લાગ્યું. ક્યાંથી ક્યાં આવી હતી હું ? હીજડો થયા પછી રહેતી હતી એ ખારીગામનો ઢોરવાડોથી આજે ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સ જનરલ અસેમ્બલી ! તે ક્ષણે મને મારા પોતાના માટે અભિમાન જાગ્યું, પણ તે સમયે જ મારા ઉપર રહેલી જવાબદારી પણ યાદ આવી.

પણ આજ કામો માટે વધુ ને વધુ વખત જવું પડ્યું, તેમતેમ મને ન્યૂયોર્કનો કેવળ ફીલ નહિ પણ હૅન્ગ આવવા લાગ્યો. આ ખાસ્સું મોટું શહેર માણસો શબ્દશઃ ગળી જાય છે. ત્યાં તમે ગમે તે કરો, કોઇ તમને પૂછતું નથી. કોઇ તમારી સામે જોતુંય નથી. એટલે જ ટ્રાન્સજેન્ડર્સ પણ ત્યાં જુદાજુદા વ્યવસાયોમાં છે. કાયદાથી તે સમાન છે. કાયદાએ જ તેમને સમાજમાં સ્વીકૃતિ મેળવી આપીછે. પણ આ બધું મેળવવાનો એક લાંબો ઇતિહાસ છે ?

અમેરિકાનાં જ એક પ્રવાસમાં હું ન્યૂયૉર્ક શહેરને અડીને આવેલા એ ગામમાં ગઇ હતી... ગ્રીનવિચ વિલેજ. લેસ્બિયન્સ, ગે, બાયસેક્સુઅલ્સ અને ટ્રાન્સજેન્ડર્સ એટલે જ એલજીબીટી ના હક્કોની ચળવળ જેમાંથી શરૂ થઇ, તે સ્ટોનવોલ રાયટ્‌સ આ જ ગામનાં આ હુલ્લડોમાં જેમને જીવ ગુમાવવો પડ્યો. તેમનું સ્મારક અહીં છે... અમારા એલજીબીટીનં મક્કા જ છે એ.

ઇ.સ. ૨૦૦૮ની વાત છે. સિવિલ સોસાયટી ટાસ્ક ફોર્સની હાઇ લેવલ મિટિગ હતી, અને તની તૈયારી રૂપે‘આયકૅસો’ એ એક મિટિંગ બેંગકોકમાં બોલાવી હતી. હું નીકળી તો ખરી પણ જતી વખતે વિમાનમાં જ મને ગળાનો સંસર્ગ થયો અને ભારે તાવ ચડ્યો. અમારી વ્યવસ્થા ત્યાની વિન્ડસર કૅસલ હૉટેલમાં કરી હતી. હું માંડમાંડ હૉટેલ પર પહોંચી અને દિવસભર તાવમાં સબડતી રહી... આયકૅસો સંગઠનનાં એક કાર્યકર મિ ઘો તે હૉટેલમાં હતા. તેણે મારી પૃચ્છા કરી. મને સારું નથી જાણ્યા પછી હૉટેલમાં હતા. તેણે મારી રૂમમાં આવી મને ડૉક્ટર પાસે લઇ ગઇ.

દવા લીધા પછી થોડું સારું લાગ્યું.

મિટિંગ પૂરી થઇ. જે દિવસે નીકળવાનું હતું, તે દિવસે હું મારી ફોઇનાં દીકરાને મળવા ગઇ. એ બૅંગકોકમાં છે, તે લોકો મળ્યાં સ્વાભાવિક ગપ્પા મારતા તેણે કહ્યું, રાજુ,તને ખબર છે કે તારી માસી અહીં બૅંગકોકમાં રહે છે... સગી માસી ?

આ વાતની મને ખબર જ ન હતી. મમ્મીનાં લગ્ન થયાં ત્યારથી એટલે લગભગ ચાળીશ વર્ષ સુધી બંને બહેનોએ એકબીજાને જોયાં જ ન હતા. માસીનો પરિવાર બૅંગકોકમાં સેટલ થયો અને તેમની સાથેનો સંપર્ક તૂટ્યો...પણ હવે મારા નિમિત્તે એ ફરી ચાલુ થઇ શક્તો હતો. મેં માસીના ઘરનો ફોન નંબર મેળવ્યો. હું કોણ છું, શા માટે ફોન કર્યો છે, એ કહ્યા પછી માસીનો ગર્વ સમાતો ન હતો ? તેણે હઠ્ઠ જ લીધી. ‘ઘરે આવ’. મારેય મનપૂર્વક માસીને મળવું હતું, પણ તે જ દિવસે મારે પાછા ફરવાનું હતું.

‘એ બધું કાંઇ નહિ, હું નરેનને-મારા દીકરાને તને લેવા મોકલું છું,’ માસીએ કાઇ પણ સાભળ્યા વગર કહ્યું અને મેં તૈયારી શરૂ કરી...ખરું તો કરેલી તૈયારી ઉતારવા લીધી. સાડી બદલી જીન્સ અને ટી શર્ટ પહેર્યા. ચહેરા પરનો મેકઅપ સાફ કર્યો. હવે મમ્મીના દીકરા તરીકે હું તેની બહેનને ત્યાં ચાલ્યો હતો...

નક્કી થયા મુજબ નરેન આવ્યો અને મને લઇ ગયો... કદીયે નહિ જોયેલા મારા માસીને હું મળ્યો... એકદમ આવેશમાં બાથ ભરીને માસીની આંખોમાં ધારા વહી રહી હતી. મારીય આંખો ભીંજાઇ હતી. થોડાં સ્વસ્થ થયા પછી મેં ત્યાંથી જ ભારતમાં મમ્મીને ફોન જોડ્યો અને ફોન પર બંને બહેનોની મુલાકાત કરાવી આપી... ફોન ચાલુ હતો, તેમાંનો અડધો સમય બંને બહેનો રડતા હતા... વચ્ચે ચાલીસ વર્ષ વીતી ગયા હતા, જાણ તે અશ્રુથી ભરી કાઢવાનો પ્રયત્ન કરતા હતા.

માસીનો સમગ્ર પરિવાર મારી આસપાસ હતા. નાનો દીકરો નરેન (દુબે) તેની પત્ની અંજની અને તેમનો નાનો શો રામ... નરેનનો મોટો ભાઇ શામ. અત્યંત પ્રેમાળ, અત્યંત વાતોડિયાં બધા. શું શું થયું, કોણ શું કહી રહ્યું છે, એ જાણવા ઉત્સુક. મારા વિશે તેમને કુતૂહલ હતું. થાઇલેન્ડ જેવા સેક્સ ઇન્ડસ્ટ્રીવાળા દેશમાં ઉછરેલાં એ બાળકો હતા. તેમને મારું ભારતનું જીવન જાણવું હતું... અમારા પરિવાર વિશે ખૂબ વાતો થઇ. ઘણીબધી વાતો કરવાની હતી. પણ સમય ન હતો. મારે નીકળવાનું હતું. મેં તેમનો એક ફેમીલી ફોટો પાડી લીધો. અહીં બધાંયને બતાવવા માટે નીકળવાનું હતું નરેન મને મૂકવા ઍરપોર્ટ પર આવ્યો. ચેકઇન કરીને સિક્યોરીટી ચેક અનાઉન્સ મેન્ટ થતાં સુધી અમે વધુ ગપ્પાં માર્યાં. છેવટે તે અનાઉન્સમેન્ટ થઇ જ... નરેને મને બાથ ભરી અને કહ્યું, બાય સિસ્ટર, ટેક કેર...

હું ચમકી ? સિસ્ટર...? હા તેણે મને સિસ્ટર કહ્યું હતું ? મારા સગાં વ્હાલાઓ પૈકા કોઇ પણ મને યુવતી માનતું ન હતું. હીજડો થઇ છતાં તેમનાં માટે હું રાજૂ કે રાજૂભય્યા જ રહ્યો હતો. પરંતુ આ પરિવારે મારી લાગણીનો આદર કર્યો હતો અને મને સમજાયું... ખરું તો તેમની લાગણીનો આદર જાળવવા મેં પહેરેલી સાડી બદલીને શર્ટ પેન્ટ પહેર્યા હતા. પણ સામેના માણસને સમજવામાં તે મારા કરતા ચડિયાતાં નીવડ્યાં હતા. પણ સામેનાં માણસને સમાજવાનાં તે મારા કરતા ચડિયાતા નીવડ્યાં હતા. તેમના બાળકો આજેય મને બુઆ કહે છે.

બૅંગકોકની તે પ્રથમ ટ્રિપમાં માંદી પડવાને કારણે મેં ત્યાં વધું કાઇ જોયું નહિ...પણ મમ્મીને તેની બહેન મેળવી આપી અને તેનું પરિવાર મારા અહીંના સર્વ મામા-માસીનાં પરિવાર સાથે જોડાયું, હવે હું જ્યારે જ્યારે બૅંગકોક જાઉં છું, ત્યારે માસીનાં પરિવાર માટે ઇલાયદો સમય ખાસ રાખું છું. મારી પર બધાંય ખૂબ જ પ્રેમ કરે છે. મારી ખૂબ સંભાળ લે છે. મને ત્યાં ગયા પછી ખૂબ સારું લાગે છે.

થાઇલેન્ડ ઘણુંખરું ભારત જેવો છે, છેવટે એશિયા ખંડનો જ એ દેશ છે.ત્યાંના પરિવારો, તેમનાં મૂલ્યો, સંસ્કૃતિ... આ બધું ઘણુંખરું આપણા જેવું છે એ ત્યાં ગયા પછી સમજાય છે. જુદી છે એ ત્યાંની સેક્સ ઇન્ડસ્ટ્રી... તદ્દન ખુલ્લી. સૅક્સ અને જેન્ડર સાથે સંકળાયેલી અનેક બાબતો ત્યાં આપણને આઘાત આપે છે. ત્યાંના કથૉય જોયા અને તેના વિશે બધું જાણતી હોવા છતાં હું આશ્ચર્યચક્તિ થઇ. કથૉય એ ત્યાંના લેડી બૉઇઝ,ત્યાંના ટ્રાન્સજેન્ડર્સ. છેક નાનપણથી જ ક્રૉસ ડ્રેસિગ કરનારા. એટલે છોકરીઓનાં કપડાં પહેરનારા, છોકરીઓ જેવાં જ હાવભાવ ધરાવનારા આ છોકરા. કોઇ જુદા પ્રકારની સ્ત્રીઓ, તો કોઇ થર્ડ જેન્ડર તેમની ભાષામાં કથૉય શબ્દનો અર્થ જ વાસ્તવમાં પરી કે રાણી છે અને તે અર્થ જેવી જ તેમને સમાજમાં સ્વીકૃતિ છે. ફરતા ફરતા તદ્દન સાહજિક આપણને આ કથૉય જોવા મળે છે... શાળા -કૉલેજમાં ભણનારા, દુકાનોમાં, રેસ્ટોરાન્ટમાં, બ્યૂટી પાર્લર્સમાં કામ કરનારા, એકંદર કારખાનાઓમાં પણ કામ કરનારા... અને મોટા પ્રમાણમાં એન્ટરટેનમેન્ટ અને ટૂરિસ્ટ સેન્ટરમાં... એટલે કે સેક્સ વર્કર્સ તરીકે. આ કથૉય ફકત શહેરોમાં નહિ, ગામેગામ પણ જોવા મળે છે. ત્યાંના સમાજે તેમને એટલા સાહજિક સ્વીકાર્યા છે કે સ્ત્રીઓની સૌંદર્યસ્પર્ધાની જેમ જ ત્યાં આ કથૉયની પણ સૌંદર્યસ્પર્ધા થાય છે. આ સૌંદર્યસ્પર્ધા ગામેગામ થનાર મેળાઓનો જ એક ભાગ હોય છે. કેટલાક કથૉય પુરુષોનાં જ વસ્ત્રો પહેરે છે, પણ કેટલાક જણ સ્ત્રીઓનાં વસ્ત્રો ધારણ કરે છે. ઘણાખરાએ ‘હાર્મોન રિપ્લેસમેન્ટ થેરપી’ કરેલી હોય છે. બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ’ કરેલી હોય છે,

થાઇલેન્ડમાં સામાજિક સ્તરે આ કથૉય આટલાં સ્વીકારવામાં આવતા હોવા છતાં, એકાદ છોકરો ત્યાં કથૉય બનવાનું નક્કી કરે તો તેનાં પરિવાર ના લોકો તેને પાછા વાળવા પ્રયત્ન કરે છે. કથૉય ને અહીં સામાજિક સ્વીકૃતિ હોવા છતાં તે કાયદેસર સ્વીકૃતિ નથી. લિંગ પરિવર્તનની શસ્ત્રક્રિયા કરી હોવા છતાં, કાયદેસર લિંગ બદલી શકતા નથી. સરકારી દફતરે તેમની નોંધ પુરુષ તરીકે ની જ રહે છે અને તેને કારણે જ નોકરીનાં સ્થળે પણ તેમને ભેદભાવનો સામનો કરવો પડે છે. તેમની પર અનેક વખત બંદી મૂકવામાં આવી હોવા છતાં તે કાયમ રહી નહિ. આટલું બધું હોવા છતાંય અનેક કથૉયએ થાઇલેન્ડમાં કલાથી રમત સુધીનાં અનેક ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી છે. હવે પાસપોર્ટ અને અન્ય સરકારી દસ્તાવેજો પર ‘થર્ડ સેક્સ’ તરીકે નોંધ કરવામાં આવે, એ માટે તેમની લડત ચાલુ છે.

બૅંગકોકમાંનો જ એક એક્ટિવિસ્ટ ઍન્ડ્રયૂ હંટર, એશિયા પૅસિફિક નેટવર્ક ઑફ સેક્સ વર્કર્સઅને અન્ય પૅસિફિક દેશોમાં સેક્સ વર્કર્સ અને અન્ય વંચિત સમાજ ઘટકો માટે કામ કરેછે. તેમને સંગઠિત કરવા માટે, તેમની સમક્ષ જુદા જુદા વિષય રજૂ કરવા અર્થે કલા, આધુનિક માધ્યમો અને તેમાંના આધુનિક તંત્રજ્ઞાનનો વધુ ન વધુ ઉપયોગ થાય એ તેની પેશન છે. અનેક વિકાસશીલ દેશોમાં એચ. આઇ.વી પોઝિટિવ સેક્સ વર્કર્સ સાથે તેણે કામ કર્યું છે. તેમની બાબતમાં માનવ અધિકારોની ખુવારી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે.

મલેશિયાની કાર્તિની સ્લામા તો કહે છે જ ‘દરેક માણસને પોતાની લિંગ ની પ્રતિભા અને હાવભાવ બતાવવાનો હક છે.

પોતાના લિંગભાવની અભિવ્યક્તિ કરવાનો, આ લિંગભાવ ચોક્કસ કયો છે એ પારખીને તે અનુસાર પોતાના વ્યક્તિત્વનું ઘડતર કરવાનો અધિકાર દરેક વ્યક્તિને હોવો જોઇએ.

છેવટે કાર્તિનીએ જાહેર કર્યું, હું ટ્રાન્સજેન્ડર છું ! ઇ.સ. ૧૯૯૭-૯૮ની આ વાત. આજેય મલેશિયામાં લિંગ પરિવર્તન શસ્ત્રક્રિયા પર કાયદા અન્વયે પ્રતિબંધ છે. ‘ઇશ્વરે જે આપ્યું છે, તે માણસે બદલવું નહિ’ જેવા ઇસ્લામિક સિદ્ધાંત અનુસાર આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પણ એ ફક્ત મુસ્લિમોને જ લાગુ છે. બીજાઓને નહિ. મલેશિયાનાં ટ્રાન્સજેન્ડર્સમાં મુસ્લિમ અને બિનમુસ્લિમોનું પ્રમાણ લગભગ ૫૦-૫૦% છે. આ બધાંયને નોકરી મેળવવામાં મુશ્કેલીઓ આવે છે અને પછી જીવવા માટે શરીર વિક્રય કરવા સિવાય તેમની સમક્ષ બીજો વિકલ્પ જ રહેતો નથી.

કાર્તિના જેવા મલેશિયાના અનેક મુસ્લિમ ટ્રાન્સજેન્ડર્સ ધાર્મિક વૃત્તિના છે. પણ ધર્મ તેમનાં સર્વ પ્રશ્નોના જવાબ આપી શકતા નથી. તેમની સર્વ સમસ્યાઓ ઉકેલી શકતા નથી. હવે દેશના કાયદા તો તેમની સર્વ સમસ્યાઓ ઉકેલી શકતા નથી. હવે દેશના કાયદા તો તેમને સમજે એ માટે ટ્રાન્સજેન્ડર્સ પ્રયત્ન કરી રહ્યા છે. ‘એશિયા પૅસિફિક નેટવર્ક ઑફ સેક્સ વર્કર્સ’ની એ સચિવ છે અને હવે તો ઇ.સ. ૨૦૦૯માં તેણે નેતૃત્ત્વ લઇને ‘એશિયા પૅસિફિક નેટવર્ક ઑફ સેક્સ વર્કર્સ’ની સ્થાપના કરી છે. થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપુર જેવા પૅસિફિક દેશો સાથે જ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ જેવા એશિયાના દેશોનો તેમાં સમાવેશ છે. હું પણ આ નેટવર્કમાં સંસ્થાપકો પૈકીની એક છું.

‘એશિયા પૅસિફિક ટ્રાન્સજેન્ડર્સ નેટવર્ક’ આ જ ધોરણે ટ્રાન્સજેન્ડર્સનાં આરોગ્ય, કાનૂની અને સામાજિક અધિકારો પર કામ કરે છે. અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તર પર ટ્રાન્સજ્ન્ડર્સને ‘એમ. એસ. એમ.’ તરીકે જ ગણવામાં આવતા હતા. પણ હવે જુદું નેટવર્ક સ્થાપીને અમે પુરુષ નથી. અને જુદા છીએ અને અમારી જરૂરિયાતો પણ જુદી છે, એમ અમે મક્કમતાપૂર્વક કહ્યું છે. વિશ્વભરમાં જ જુદી જાતીયતાના લોકો સંબંધિત જાગૃતિ વધે છે. આ જ સમયગાળામાં સ્થપાયેલ આ નેટવર્ક સમક્ષ અનેક પડકારો છે અને એ ઝીલતાં જ અમારે આગળ વધવાનું છે.

મારું આ કામ, મારું ઍક્ટિવિઝમ ચાલુ છે ચાલુ રહેશે. આ કામો એવા છે જે થવા મહત્ત્વનાં છે જ, પણ તે લોકો સમક્ષ આવવાંય એટલાં જ, એટલું જ નહિ અધિક જ મહત્ત્વનાં છે. અમારો હીજડા સમાજ જ એવો છે, જે જુદો જણાય છે, પણ કેવળ લેખામાં લેવાતો નથી. તે આમ ગણનામાં લેવાય એ માટે પદ્ધતિસર પ્રયત્ન કરવા જોઇશે...

મને આ સમજાવા લાગ્યું. તેમતેમ મેં તે દિશામાં પ્રયત્ન કરવાની શરૂઆત કરી.

સહુથી મહત્ત્વનું હતું. તે હીજડાઓએ કોઇ પણ જાતની આનાકાની વગર સમાજ સમક્ષ આવવું, તેમનામાં ભળવું. પોતાનાથી શરૂઆત કરવી એમ મેં નક્કી કર્યું. એક કલાકાર, ડાન્સર તરીકે આ પૂર્વે હું આપમેળે લોકો સમક્ષ આવતી રહી. પણ હવે હું હીજડો થઇ હતી. મારી કલા મારી પાસે હતી જ, પણ કદાચ એ જ મારા હીજડાપણાનો પરિચય બનવા ઇચ્છતી હતી... મારે હીજડાઓ સાથે રહેવું હતું જ, પણ તે સાથે સમાજમાં રહીને હીજડાઓ માટે કામ કરવું હતું. હવે કલા પર્યાપ્ત નીવડવાની ન હતી. તેને ઍક્ટિવિઝમનો સાથ આપવો જોઇતો હતો. તે મેં આપવાની શરૂઆત કરી. હવળે હળવે કલા પાછળ રહી, ઍક્ટિવિઝમ આગળ આવ્યું પણ મેં તેને પાછળ ન ધકેલ્યું. યથાવત્‌ રહેવા દીધું...

ટી.વી.ની સ્ક્રીન પર હું પહેલી વાર લોકોને બુગીવુગીના પ્રેક્ષકોમાં બેઠેલી જોવામળી. પછી મૉડેલ-કો-ઑર્ડિનેશન કરવા લાગ્યા પછી ગ્લેમરવર્લ્ડના અનેક લોકોનો પરિચય થયો. તેમાંથી જ એક ફિલ્મમાં મને ભૂમિકા મળી. શ્રી કીર્તિકુમાર તે ફિલ્મ બનાવવાના હતા. પણ તે સાકાર થતા થતામાં જ અદૃશ્ય થઇ. આગળ કાંઇજ થયું નહિ. મેં ફરી મારા ડાન્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ‘નારે બાબા ના’ જેવું પંજાબી મ્યુઝિક આલ્બમ મેં કર્યું. જોજો ખાનની કોરિઓગ્રાફી હતી. ‘એક્સઝોન’ સિરીયલ, ‘આશિક’ ફિલ્મમાં મે નાની નાની ભૂમિકા કરી અને પાછી મને વૈશાલી સામંતના ‘લાવણી ઑન ફાયર’માં મોટો બ્રેક મળ્યો. અહીં સુધી મારું નૃત્ય, મારી કલા અને લોકો સમક્ષ લાવતી હતી. પણ હું હીજડો થઇ, દાઇ વેલ્ફેર સોસાયટીનું કામ કરવા લાગી અને....

ઇ.સ. ૨૦૦૧-૨૦૦૨માં એક વખત ‘ડિસ્કવરી ટ્રૅવલ ઍન્ડ લિવિંગ’ ચૅનલના લોકો ‘દાઇ’ માં આવ્યા અને તેમણે ‘સિક્સ ડિગ્રી પ્લૅનેટ’ જેવી મુંબઇ પરની ડૉક્યુમેન્ટરી વિશે જણાવ્યું. મુંબઇમાં રહેનારા જુદા જુદા સમાજ ઘટકો પરની આ ડૉક્યુમેન્ટરી હતી. તેમાં મેં કામ કર્યું. હજુય આ ડૉક્યુમેન્ટરી ક્યારે ક્યારેક ‘ડીટીએલ’ પર દર્શાવવામાં આવે છે. ત્યાર પછી મેં અનિતા ખેમકા સાથે ‘બિટવીન ધી લાઇન્સ’ કર્યું.

ડૉક્યુમેન્ટરીજની આ હારમાળા અહીં પૂરી થઇ નહિ. ઇ.સ. ૨૦૦૫-૦૬ની વાત છે.બારબાળાઓની લડત ચાલુ હતી. મારા કોર્ટના આટાંફેરા ચાલુ હતા. ત્યાં જ કોર્ટમાં એક દિવસ મને સુ. શ્રી નિષ્ટા જૈન અને સુ. શ્રી સ્મૃતિ મળ્યાં... ફિલ્મમેકર. આછો પરિચય થયો, વાતો થઇ અને બીજા દિવસે ફરી મને નિષ્ઠા મળી. તે દિવસે હું થોડી નિરાશ હતી... કોણ જાણે કેમ... મારો મૂડ જોઇને એ મને ફરવા લઇ ગઇ. અમે એકલા બેઠા, વાતો કરી... જુદા જુદા વિષયો પર... ખાવાથી માંડીને ફરવા સુધી અને મુંબઇથી સેક્સુઍલિટી સુધી. નિષ્ઠા ‘કાલા ઘોડા ફિલ્મ ફેસ્ટવિલ’ માટે એક ફિલ્મ બનાવવા ઇચ્છતી હતી. પરંતુ વિષય સૂઝતો ન હતો. મારી સાથે વાત કરતા કરતા તેને તે મળ્યો કેકોણ જાણે... તેણે એકાએક કહ્યું, ‘લક્ષ્મી, તારી ઉપર જ ફિલ્મ બનાવું છું હું.’ અને તેણે ફિલ્મ પણ બનાવી. એક કઠોર, પણ એટલા જ લાગણીશીલ હીજડાની આ કથા. મધ્યમવર્ગીય જીવન અને તેની નૈતિકતાની કલ્પનાના બુરખાના લીરેલીરા ઉડાડનારી. સ્ત્રીત્વનો, તેનાં સામર્થ્યનો તાગ લેનારી...શૂટિંગ થયું, પણ નિષ્ઠાને ફિલ્મ માટે નામ સૂઝતું ન હતું. અમે બન્ને વિચાર કરતા હતા... ‘કૉલ ઇટ સ્લટ !’ મેં કહ્યું અને તે જ નામ ફિલ્મ માટે નિશ્ચિત થયું.

ત્યારબાદ ઇ.સ. ૨૦૦૭માં શ્રી કાર્તિકેય નારાયણ સિંગે પ્રસારભારતી માટે ‘બંબય્યા’ ફીચર ડૉક્યુમેન્ટરી તૈયાર કરી. મુંબઇના લોકોની સેક્સુઅલ ઍટિટ્યૂડસ, સેક્સ બાબતમાં તેમના ગમા-અણગમા, પરંપરા, વાસ્તવિકતા જેવા જુદા જુદા પાસા અનુષંગે મુંબઇ અને સેક્સ વચ્ચેની સંબંધ ઉકેલનારી આ ફિલ્મ હતી. એક ફિલ્મમેકર, એક હોકી ખેલાડી અને એક હીજડાની આસપાસ આ ફિલ્મ ફરે છે... તેમાં મેં મારી જ ભૂમિકા કરી હતી... લક્ષ્મીની એક ટ્રાન્સજેન્ડર ઍક્ટિવિસ્ટની.

ત્યાં સુધીમાં હું ‘ઍક્ટિવિસ્ટ’ તરીકે સરસ રીતે ‘ઇસ્ટૅબ્લિશ’ થઇ હતી. બારબાળાઓની લડાઇ લડતી હતી. ટ્રાન્સજેન્ડર્સ ગ્રુપ્સ માટે કામ કરતી હતી. ‘એલજીબીટી’ની લડતમાં ભાગીદારી થતી હતી... જ્યારે જ્યારે આ અંગેનાં ઇશ્યૂજ હોય ત્યારે ત્યારે જુદી જુદી ટી.વી. ચેનલ્સ મને ચર્ચામાં જોડાવા, ક્યારેક ટોક શોજ માટે, તો ક્યારેક મુલાકાત માટે બોલાવતા. મારા મત, મારી ભૂમિકા હું આ કાર્યક્રમોમાં અત્યંત મુક્તપણે અને નિઃસંકોચપણે રજૂ કરતી. ‘મહા ચર્ચા’માં તો મારે સામેના વ્યક્તિ સાથે ઝઘડો જ થયો હતો. શ્રી નિખિલ વાગળેનાં ‘આમને સામને’ માં ગઇ હતી ત્યારે આવું જ થયું હતું. ત્યાં ઝઘડાથતા, પણ બહારના ઘણાબધાં લોકોને મારી મત સમજાતો... કાર્યક્રમોમાં અત્યંત મુક્તપણે અને નિઃસંકોચપણે રજૂ કરતી. લોકો મળતા અને કહેતાં તમારો કાર્યક્રમ જોયો ખૂબ જ સરસ હતો... તમે જ લક્ષ્મી ને ? તમારો કાર્યક્રમ જોયો... ખૂબ ગમ્યો... એકદમ સુંદર બોલો છો તમે ?

મને આશ્ચર્ય થતું. તે સાથે જ આનંદ પણ થતો. લોકો આ નિમિત્તે મારી સાથે ‘નૉર્મલ’ બોલવા લાગ્યા હતી. થાણેમાં મારું ફ્રેન્ડ સર્કલ ખૂબ મોટું હતું. અમે મસ્તી-મજાક કરતા. પરિચિત લોકો પણ મારી સાથે બોલતા, ગપ્પા મારતા, પણ બીજાઓની દૃષ્ટિ જુદી જ રહેતી... બધાંયની નજરોમાં ‘હીજડા’ તરીકે કદાચ ધુત્કાર નહિ હોય, પણ ‘ના બાબા, આમની આડે ઇતરવું નહિ...’ એવો ભાવ નિશ્ચિત રહેતો અને તેને કારણે જ કોઇ અપરિચિત વ્યક્તિ મારી સાથે સામે ચાલીને વાત કરવા આવતી હતા. ડાન્સર તરીકે, કલાકાર તરીકે મને સન્માન મળતું, એ કલાના ગ્લૅમરનાં ક્ષેત્રમાં મળતું. અન્ય લોકોનેય તેની જાણ હતી. પણ તેને કારણે તેમની દૃષ્ટિમાં ભઆવ બદલાયા ન હતા...

પરંતુ આ રિઍલિટી ટી.વી. સ્ક્રીને જાદૂ કર્યો હતો. સમાજની દૃષ્ટિમાંના ભાવ બદલ્યા હતા. આ માધ્યમનું સામર્થ્ય મને સમજાયું. એકાદ મોટા, સેલિબ્રિટી સ્ટેટસ ધરાવનાર વ્યક્તિને કાર્યક્રમ જોયાનું ગમ્યો હોવાનું કહે તેમ મને લોકો કહેતા હતા. મને નિશ્ચિત આનો જ આનંદ થતો હતો.

અને પછી મેં નક્કી કર્યું, પ્રચંડ સામર્થ્ય ધરાવનાર આ માધ્યમનો, રિઍલિટી ટી.વી. નો ઉપયોગ પોતાના સમાજની ‘વિજિબિલિટી’ વધારવા માટે કરવાનો. હીજડા જેટલા સ્વાભાવિક દેખાશા, તેમની સાથે સંવાદ થશે તેટલી તેમના માટેની ગેરસમજ દૂર થશે. એ અરસામાં જુદી જુદી ચૅનલ્સ પર રિઍલીટી શો મોટી સંખ્યામાં ફૂટી નીકળ્યા હતા. તેમાંનો જ એક હતો ‘સોની’ પર સલમાનખાનનો ‘દસ કા દમ’ શો. પ્રશ્નોતરીનો એ શો હતો. પહેલા રાઉન્ડમાં સર્વે પોલ પરના પ્રશ્ન બે જણને પૂછવામાં આવતા અને તેનાં પર્સન્ટેજ પૂછવામાં આવતા. જેના પર્સન્ટેજ વધુ આવે એ આગલા રાઉન્ડમાં જતો. બીજો આઉટ થતો. પહેલા રાઉન્ડમાં જતો. બીજો આઉટ થતો. પહેલા રાઉન્ડમાં રમીશું તોય ઘણું, લોકો સમક્ષ તો આવીશું... મેં વિચાર કર્યો અને તેમાં સહભાગી થવાનું નક્કી કર્યું. ઇ.સ. ૨૦૦૮ના માર્ચ-એપ્રિલ મહિનાની આ વાત છે. મેં ઑડિશન આપ્યું. સિલેક્ટ થઇ. શૂટિંગની તારીખ નિર્ધારિત થઇ. તા. ૪મે ! પ્રોબ્લેમ ! તા. ૪થી મે ના રોજ જ મારે અમેરિકા જવા નીકળવાનું હતું. તા. ૬ઠ્ઠીથી ન્યૂયોર્કમાં સિવિલ સોસાયટી ટાસ્ક ફોર્સની બેઠક હતી અને તેના આગલા દિવસે તા.૫મીના રોજ અમે સર્વ ટાસ્ક ફોર્સનાં સદસ્ય યૂએનગૅસનાં અધ્યક્ષને મળવાના હતા. તેમની સમક્ષ અમારી કમ્યૂનિટીના પ્રશ્ન રજૂ કરવાના હતા. તેમની સાથે તેની પર ચર્ચા કરવાના હતા. મારો આ કાર્યક્રમ બદલવો મારા માટે શક્ય જ ન હતો.

ત્યાં ‘દસ કા દમ’નું શેડ્યુલ ગોઠવાયું હતું. નિર્માતા કહેતો હતો ૪ તારીખથી શૂટીંગ કર ્‌ને તા. ૫મીએ જા. તારી આ ટીકીટ કેન્સલ કરાવી બીજા દિવસની આપવાની ગોઠવણ હું કરું છું. હું સાંભળવા તૈયાર ન હતી. ખુદ સલમાનખાનનો ફોન આવ્યો, પણ મારી પર કમ્ટૂનિટીની જવાબદારી હતી. એય આંતરરાષ્ટ્રીય સ્તરની. એ પૂર્ણ કરવા મારે જવાનું હતું. જવાનું જ હતું. તા. ૬ઠ્ઠીનાં રોજ ન્યૂયૉર્ક પહોંચી હોત તો યૂએનગૅસના અધ્યક્ષ સમક્ષ હું કયારેય મારી કમ્યૂનિટીનાં પ્રશ્ન રજૂ ન કરી શકી હોત. મેં મારો કાર્યક્રમ બદલ્યો નહિ.

છેવટે તેમણે ૪થી તારીખે મારું શૂટિંગ વહેલું પતાવ્યું અને હું અમેરિકા ગઇ. અમેરિકાથી આવ્યા પછી આ એપિસોડ ટેલિકાસ્ટ થયો અને લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો. ખરું તો હું પહેલા રાઉન્ડમાં આઉટ થઇ હતી. પણ છતાં રસ્તામાં ઊભી રાખીને લોકો પૂછવા લાગ્યા, ‘પરમ દિવસે તમે જ હતા ને દસ કા દમમાં તમે જ હતાને ? લોકોની નજરમાં આપણે આવ્યા છીએ... મારો અંદાજ સાચો પડ્યો હતો, સારું લાગતું હતું.

વચગાળાના અરસામાં કલમ -૩૭૭ અંગે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયનો નિર્ણય આવ્યો... સજાતીય સંબંધ કાયદાનુસાર ગુનો નહિ થવાનો. અમારો એટલે કે ‘એલજીબીટી’નાં પ્રશ્ન,તેમનાં માનવ અધિકાર સંબંધિત સર્વ ચૅનલ્સ પર ચર્ચા થઇ. વિવાદ થયા. હું ઉમંગભેર તેમાં સહભાગી થઇ.

અને ત્યાર પછી મેં કર્યું સચ કા સામના એકાદ વ્યક્તિની તેની નિકટનાં વ્યક્તિ પાસેથી સંપૂર્ણ માહિતી લેવી, તેનાં જીવનની સારી-નરસી, લપસણી ઘટનાઓ સમજી લેવી અને તે આઘારે તે વ્યક્તિને તેની નિકટનાં પેલા વ્યક્તિ સાથે પ્રશ્ન પૂછીને આ સાચું કે ખોટું. એ કહેવા જણાવવું, તેનો ‘લાય ડિરેકટર ટેસ્ટ’ કરવો, જવાબ પ્રામાણિકપણે આપ્યો છે કે નહિ તે જોવું અને પછી નિર્ણય આપવો... ‘સ્ટાર પ્લસ’પરનાં ‘સચ કા સામના’ કાર્યક્રમનું સ્વરૂપ આવું હતું. મારા જીવનમાં બનેલી અનેક વાતો મેં અનેક લોકોથી, કેટલીક વાતો તો બધાંયથી છુપાવી હતી. તે હવે સહુની સામે ઉધાડી કરવી પડશે... કેટલાક જણ આને કારણે દૂભાશે, તે હવે સહુની સામે ઉઘાડી કરવી પડશે... કેટલાક જણ આને કારણે દૂભાશે, કેટલાક જણ હંમેશ માટે દૂર થશે. પણ આ મૂલ્ય ચુકવીને પણ મેં ‘સચ કા સામના’ કરવાનું નક્કી કર્યું. તેને માટે કેટલાક કારણો હતા.

એક તો મેં પહેલા કહ્યું તેમ, મારે સમાજની ‘વિઝિબિલીટી’ વધારવાની હતી. લોકો સામે આવવું હતું. બીજી વાત, પરિવાર પોતીકા ગણે, સમર્થન આપે તો હીજડા પણ પોતાના માતા-પિતા સાથે, વાસ્તવમાં સંયુક્ત પરિવારમાં રહી શકે છે, એ મારે માત્ર દેશને દર્શાવી આપવું હતું અને ત્રીજી વધુ મહત્ત્વની વાત, ‘હીજડા’ કમ્યૂનિટી સતત સર્વ વાતો છુપાવનારી, ગુપ્ત રીતે કરનારી તરીકે પ્રસિદ્ધ છે. પણ એક હીજડો સમગ્ર દેશ સામે જાહેરમાં અને નીડરતાપૂર્વક સત્યનો સામનો કરી શકે છે એ મારે સિદ્ધ કરવું હતું. સમાજની ગેર સમજ દૂર કરવી હતી.

‘સચ કા સામના’ કર્યો ત્યારે મારી સામે મારા મમ્મી-પપ્પા હતા, મારી ભાભી સપના હતી. મારો દીકરો દીપક હતો અને મારો ચેલો શાહીન હતી. શરૂઆતના સરળ પ્રશ્નોના મેં પ્રામાણિકતાપૂર્વક સાચ્ચે સાચ્ચાં જવાબ આપ્યા. પછી બીજા પડાવમાં અનેક ફસામણા, મુશ્કેલીમાં મૂકનારા પ્રશ્ન પૂછવામાં આવતા હતા. ત્યારે પણ મેં સત્ય સ્મરીને જ જવાબો આપ્યા. એકવીસમાંથઈ પહેલાં પંદર પ્રશ્નોના સાચા જવાબો આપ્યા અને દસ લાખ જીતી. સત્ય સતત મારા પક્ષે હતું અને...

એક પ્રશ્ન પર હું અટકી ગઇ અમુંઝાઇ અને ત્યાં જ ભરાઇ.

ખાસ્સા સમય સુધી મેં વિચાર કર્યો. જન્મે હું પુત્ર, પણ મને ક્યારેક સ્ત્રીનું આકર્ષણ જ અનુંભવાયું નહિ... સાચું જ છે ને આ... ? કે મારો કોઇ સ્ત્રી સાથે સંબંધ આવ્યો છે...? અને મને સ્મરણ થયું. વચગાળામાં હીજડો થયા પછી હું એક સ્ત્રીના પ્રેમમાં પડી હતી. મને તેનો સહવાસ ગમતો, એક વખત સ્વભાવિક જ તેના ઘરે ગઇ અને... અમે બન્ને...

પણ થોડી જ વારમાં મને સમજાયું હું હીજડો, એ સ્ત્રી. સ્ત્રીનો સંગ કરવો હીજડાઓ માટે ત્યાજય માનવામાં આવ્યો છે અને આ હું શું કરું છું...? હું તાબડતોબ તેનાથી દૂર થઇ અને વધુ કાંઇ બને એ પહેલાં જ ત્યાંથી નીકળી આવી.

હવે આને ‘સેક્સ’ કહેવો કે નહિ...? અમે તે કૃત્ય નહિ કર્યું હોય, પણ ત્યાં સુધી પહોંચ્યાં તો હતા... ફોરપ્લે... અમારી એકબીજા માટેની લાગણા... તે પમ સેક્સનો જ ભાગ છે ન! એક વખત મને લાગતું હતું...

પણ તરત જ વિચાર આવતો હતો, નહિ ! આને શરીરસંબંધ કહી શકાય નહિ...

ના કેવી રીતે ? શરીર જ તો હતા તેમાં અમારા બંનેનાં....

હું કન્ફ્યૂઝ... મગજનો ચૂરો... અંતે મેં કહ્યું, હાં, કર્યો છે મેં સેક્સ... એક સ્ત્રી સાથે.’

અને ત્યાં હું ખોટી પડી. સેક્સ અને સેક્સુઍલિટીનાં પાઠ અપનારી હું સેક્સ શબ્દના ચોક્કસ અર્થ પર અટવાઇ, અમુંઝાઇ ? પછી સર્વસામાન્ય માણસોનું, વિષમ વયનાં બાળકોનું શું થતું હશે...? મારા મનમાં વિચાર આવ્યો.

‘સચ કા સામના’માં આ રીતે બહાર નીકળી, છતાં તે કાર્યક્રમ દ્વારા અનેક વાતે મેં સાધ્ય કરી. અનેક પ્રશ્નોનાં જવાબો મળ્યા. અનેક ગૂંચવાડા ઉકલ્યા. અમે પરિવાર વિશે, સમાજ વિશે શું અને કેવો વિચાર કરીએ છીએ એ લોકોને સમજાયું.તેમજ પરિવાર અમારી સાથે ઊભું રહે તોતે કેવો વિચાર કરીશકે છે અને શું સાધ્ય કરી શકે. એનું જીવતું જાગતું ઉદાહરમ પણ જોવા મળ્યું.

મમ્મી અને પપ્પા આ સમગ્ર શોમાં ખૂબ સુંદર બોલ્યા...ખરું તો તેમને જે લાગતું હતું તે તેમણે પ્રામાણિક પણે રજૂ કર્યું... તદ્દન સહજ. પણ એક ટિપિકલ પદ્ધતિએ વિચાર કરનારાઓની નજરમાં અત્યંત તીવ્ર દાહક અંજન કરનારું હતું.

‘તું ઘરનો દીકરો હતી. હવે હીજડો થયા પછી એક સ્ત્રી તરીકે ઘરનાઓએ તને સ્વીકારી છે કે ? આ પ્રશ્નનો મે જવાબ આપ્યો, ‘ના...’ તે સાચું જ હતું. ઘરનો હું દીકરો જ છું અને દીકરો જ રહેવાનો છું... પપ્પાએ પણ તે જ કહ્યું... લક્ષ્મીનારાયણ મારો મોટો પુત્ર છે અને હું જીવતો છું ત્યાં સુધી એ મારો દીકરો જ રહેશે. થાણેથી છેક ઉત્તરપ્રદેશમાં મારા જેટલા ઘરો, જમીનો છે, તેનાં વારસ તરીકે પહેલું નામ લક્ષ્મીનારાયણ છે અને ત્યાર પછી શશીનારાયણનું - મારા નાના દીકરાનું.

‘મમ્મી-પપ્પાનું અપમાન થશે એ બીકે પૂર્વે તું ક્યારેક તેમની સાથે બહાર જવાનું ટાળતી હતી કે ?’ આ પ્રશ્નનો પણ મેં હકારર્થી જવાબ આપ્યો. અને તેમજ હતું. ‘આ તમારો દીકરો કે...?’ એમ મમ્મી-પપ્પાને કોઇક કુત્સિતપણે પૂછશે એવી બીક મને સતત લાગતી. એટલે હું ક્યારેક તેમની સાથે બહાર જતી ન હતી. પણ તેમણે મારી સાથે બહાર જવાને ક્યારેય અપમાનાસ્પદ માન્યું નહિ. મારી લાજ સેવી નહિ. મારા હીજડા થયા પછી તેમણે મને ઘરબહાર કાઢી મૂક્યો નહિ જ, પણ ઊલટું શશીનાં લગ્નમાં વરનાં મોટાભાઇનું સન્માન આપ્યું. મોટાભાઇ તરીકે કરવાની થતી લગ્નની સર્વ વિધિ મેં કરી. લગ્ન પહેલાં મારા એક પિત્રાઇ ભાઇએ મમ્મીને કહ્યું હતું, રાજૂને કહે, તારા વાળ કાપીને લગ્નમાં આવ,’ મમ્મી એ મને કહ્યું. અલબત્ત તેને એમ લાગતું ન હતું અને મને લાગવાનો તો પ્રશ્ન જ ન હતો. મેં તેને કહ્યું, લગ્નમાં મારા વાળ ચાલવાનાં ન હોય તો તેમ ગામ જાવ, હું અહીં જ રહું છું. મમ્મીએ ત્યારે મને કહ્યું હતું, મારા દીકરાના લગ્નમાં કોઇ પણ નહિ આવે તો ચાલશે. પણ મારે તું જોઇએ.. જેવો છે તેવો ! મેં આ બધું સ્ક્રીન પર કહ્યું.

પપ્પાને આ વિશે પૂછ્યું. તેમણે કહ્યું, ‘મારા જ દીકરાને મારે શા માટે ઘરની બહાર કાઢી મૂકવો ? હું બાપ છું તેનો, મારી પર તેની જવાબદારી છે અને આ આવું કોઇનાય ઘરમાં થઇશકે. આવા બાળકોને ઘર બહાર કાઢીને શું મળે? તેમને આપણે પછી ભીખ માંગવા સિવાય કાંઇ વિકલ્પ જ રાખતા નથી. લક્ષ્મી ઘરબહાર કાઢવાનો પ્રશ્ન જ નહતો. મારા બધાંય બાળકોને ઘર બહાર કાઢીને શું મળે ? તેમને આપણે પછી ભીખ માંગવા સિવાય કાંઇ વિકલ્પ જ રાખતા નથી. લક્ષ્મીને ઘરબહાર કાઢવાનો પ્રશ્ન જ નહતો. મારા બધાંય બાળકોને હું કેટલીક વાતો હંમેશા કહેતો આવ્યો છું... પ્રામાણિકપણે જીવો અને બીજું કોઇ પણ કામ કરવામાં ક્યારેય નાનમ માનશો નહિ. મારા બાળકો તેવું જીવે છે કે નહિ એનું મેં ધ્યાન રાખ્યું બસ્સ ?’

મને પૂછેલો ત્યાર પછીનો પ્રશ્ન હતો. તું હીજડા તરીકે નહિ, પુરુષ તરીકે હું જીવે, એવી તારા માતા પિતાની અંતિમ ઇચ્છા હોય તો તું પુરુષતરીકે જીવીશ કે ?.’

લાગણીશીલ પ્રશ્ન હતો આ. સામે મમ્મી-પપ્પા બન્નેય હતા. છતાંય મને જે લાગતું હતું તે મેં પ્રામાણિકતા પૂર્વક કહ્યું, પુરુષ તરીકે હું જીવીશ નહિ.

રાજીવે પપ્પા સામે જોયું. પપ્પા આછું હસ્યા. કહ્યું તમે બી. એ. એલએલ બી છો. છેલ્લા પંદર વર્ષથી વકીલ તરીકે પ્રૅક્ટિસ કરો છો. અચાનક એક દિવસ કોઇક દિવસ કોઇક તમને કહે, આવતી કાલથી તમારે ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરવાની છે કરશો ? શક્ય છે એ ? અને શા માટે આવું ? જેને જે કરવું હોય તે પ્રામાણિકતાપૂર્વક તેને કરવા દેવું, તેમજ હું મારા દીકરાને તેને ઇચ્છે તેમ જીવવા દઉં છું. મારી પર તેની જવાબદારી છે પણ એટલે તેનાં જીવનમાં હસ્તક્ષેપ કરવાનો મને અધિકાર નથી.’

રાજીવ જોઇ જ રહ્યો. મારી આંખોમાં પાણી આવી ગયું. પપ્પાનો આ જ વિશ્વાસ મને અહીં સુધી લઇ આવ્યો હતો.

કાંઇ પણ હો, સત્ય સાથે આમ સામસામે ભેટવું મેં એન્જોય કર્યું, વાસ્તવમાં સાચાં હોવું અને આપણે સાચા છીએ એમ માનવું એમાં કેટલો ફરક હોય છે ! આપણે આપણાથી અજાણતા આપણી સગવડે સત્ય ફેરવતા હોઇએ છીએ. પણ સત્ય હંમેશઆ શુદ્ધ જ હોય છે... સંપૂર્ણ સત્ય. તેમાં કોઇની અનૂકુળતા, પ્રતિકૂળતાનો પ્રશ્ન જ નથી હોતો. ‘સચ કા સામના’ નિમિત્તે આ સચનો ય મેં સામનો કર્યો.

ત્યાર પછી આવ્યું ‘બિગબૉસ’... પપ્પા ગયા, એ પછીની વાત છે. મોટા દીકરા તરીકે રહેલી ઘરની જવાબદારી અને પપ્પાનું ન હોવું... મને ખૂબ ટેન્શન આવ્યું હતું. મારું પીવાનું વધ્યુ હતું અને તેને કારણે વજન પણ. એક દિવસ ક્યાંક જતી હતી ત્યારે ‘એન્ડેમૉલ’માંથી કોઇકનો ફોન આવ્યો. એન્ડેમૉલ એ બિગ બૉસનું પ્રોડક્શન હાઉસ. તે કોઇ ઍડવોકેટ લક્ષ્મીને શોધતા હતા. મેં કહ્યું, હું કોઇ ઍડવોકેટ વગેરે નથી. હું ફક્ત લક્ષ્મી છું... તેમણે મને બિગ બૉસમાં આવીશ પૂછ્યું, મેં કહ્યું, વિચાર કરીને કહું છું. મારી સાથે સારા અવને મારો ચેલો રચન હતા. તે બન્ને એ કહ્યું, આટલી મોટી તક જવા દઇશ નહિ. એક જ સમયે લાખો પ્રેક્ષકો સુધી તું પહોંચીશ. એ પણ ઘણા દિવસો સુધી બિગબૉસનાં ઘરમાં ત્રણ મહિના રહેવાનું હતું. બહારની દુનિયા સાથેનો સંપર્ક તોડીને. તે ઘરમાં હશે, તેટલા જ માણસો હરઘડા સાથે હશે... મને કેવી રીતે ચેન પડશે ? ત્રણ મહિના... આ કાંઇ ટૂંકો ગાળો નથી. અહીં બહાર શું ચાલી રહ્યું છે, મને ખબર પણ પડશે નહિ... મમ્મી છે મારા ચેલા છે... શું કરવું ? પણ લોકો સમક્ષ આવવાની મારી ઇચ્છા પ્રબળ નીવડી અને બિગબૉસમાં સહભાગી થવા મેં મારી સંમતિ જણાવી.

ત્યાં જવું હોય તો અહીંની તૈયારી કરવી જરૂરી હતી. મારી પોતાની તૈયારી અને ત્રણ મહિના હું ન હોઉં ત્યારે અહીં કોઇક અટકે નહિ, કાંઇ અફરાતફરી થાય નહિ એટલે કરવાની વ્યવસ્થા. બધી તૈયારી કરતી વખતે હું વિચાર કરતી હતી... મારે ત્યાં લક્ષ્મી તરીકે જવું કે મારા હીજડા કમ્યૂનિટીનાં પ્રતિનિધિ તરીકે ? કમ્યૂનિટીનાં પ્રતિનિધિ તરીકે જાઉં તો મારી પર કાંઇક બંધનો આવશે કે ? પણ શેનાં બંધનો ? હું જે કાંઇ વર્તનાર છું તે લક્ષ્મી તરીકે હશે અને તે જ સાથે હીજડા તરીકેય હશે... પણ હીજડા તરીકે જઇશ તો ફક્ત કમ્યૂનિટિ ચોક્કસ શું હોય છે, તેનું બોલવું, ચાલવું, વર્તવું, વિચાર કરવાની પદ્ધતિ શું હોય છે, તે પ્રેક્ષકો સુધી પહોંચવાનું છે, ખરું તો અમે કાંઇ જુદા નથી જ હોતા, અમારું બોલવું, ચાલવું, આચરણ તમને જુદું લાગતું હશે, પણ અમારી લાગણી, વિચાર કરવાની પદ્ધતિ તદ્દન તમારા જેવી જ નૉર્મલ હોય છે, એ જ મારે દર્શાવવું હતું. તા. ૨ ઓકટોબર, ૨૦૧૧નાં રોજ બૅગ ભરી બિગબૉસનાં ઘરમાં જવાનો તરત જ મેં નિર્ણય લીધો. લક્ષ્મીનારાયણ ત્રિપાઠી હીજડા કમ્યૂનિટિનાં પ્રતિનિધિ તરીકે જ બિગ બૉસનાં ઘરમાં જશે.

નક્કી કર્યા અનુસાર હું તે ઘરમાં ગઇ. ત્યાં શક્તિ કપૂર હતો, પૂજા બેદી, પૂજા મિશ્રા, મહક ચહલ, જુહી પરમાર, મનદીપ બહલવી, રાગેશ્વરી મળી એકંદરે ચૌદ જણ હતા. સંજયદત્ત અને સલમાન ખાન તેના હોસ્ટ હતા. આજ સુધી દુનિયાની આંખો એમને નોંધનાર કમેરો હતો. પરંતુ હવે ખરેખર કૅમેરો અમારી નજર રાખી રહ્યો હતો. શરૂઆતમાં બે-ચાર દિવસ મજા આવી. પણ પછી એક એકનાં રંગ ઝળકવા લાગ્યા. ખરું તો રંગ પણ કહી શકાય નહિ. ‘બિગ બૉસ’ની સ્ક્રિપ્ટ પહેલાં જ લખેલી હોય છે એમ લોકો કહે છે, પણ તેવું નથી હોતું. ત્યાં જુદી જુદી પરિસ્થિતિ સર્જવામાં આવે છે અને તે વખતે તમે કેવું વર્તો છો, કઇ અને કેવી પ્રતિક્રિયા આપો છો એની પર તમારું મૂલ્યાંકન કરવામાં આવે છે. તે વખતે તે પરિસ્થિતિમાં કોણ કેવું વર્તશે, કાંઇ જ કહી શકાતું નથી. એટલું વિચિત્ર વર્તતા હતા લોકો... તે ઘર એટલી નિગેટિવ એનર્જી આપી શકે, એની પર મને વિશ્વાસ બેસતો ન હતો, પણ તે વખતે મેં તેનો અનુભવ લીધો. આમાં ચોક્કસ શું થયું, શું નહિ એ કરતાંય સંજય દત્ત અને સલમાન ખાન બન્ને મારી સાથએ જે રીતે વત્યા તેની કલ્પનાય ન હતી. જે દિવસે હું બિગ બૉસના ઘરમાંથી બહાર નીકળી તે દિવસે અમે સાથે લીધેલી લંચ... ત્યારે થયેલાં ગપ્પા... સાદા અને સરળ સલમાનનો મને અનુભવ થયો. તેનાં વ્યક્તિત્વનાં હું પ્રેમમાં પડી. વ્યક્તિનાં નહિ, વ્યક્તિત્વનાં, સારા માણસ તરીકે, મિત્ર તરીકે એ મને ગમ્યો. બિગ બૉસનાં ફિનાલેમાં પણ તેણે મારી સાથે આદરપૂર્વક વર્તાવ કર્યો. એ અને સંજય બન્નેની બોલવાની શરૂઆત લક્ષ્મીજી... એમ જ થતી હતી. તેને કારણે અમે મશ્કરી કરવા જેવા માણસો નથી, અમનેય ગંભીરતાપૂર્વક લેવા જોઇએ, અમેય નૉર્મલ છીએ અન્ય માણસો સાથે વર્તીએ તેવી જ રીતે અમારી સાથે વર્તવું જોઇએ આ મૅસેજ સમાજ સુધી પહોંચ્યો. ત્યાર પછી હું જ્યાં જાઉં ત્યાં લોકોનો પ્રચંડ પ્રતિસાદ તો મળતો જ હતો. પણ અમારા સમાજ તરફ જોવાનો તેમનો દૃષ્ટિકોણ બદલાઇ રહ્યો છે. એય મને સમજાવા લાગ્યું. બિગ બૉસમાં ઙલે હું પૈસા ન જીતી. પણ સંપૂર્ણ ભારતનું મન જીતી હતી. મારી કમ્યૂનિટિ મેં લોકો સુધી પહોંચાડી. બિગ બૉસનાં ઘરમાં હું સતીની જેમ વર્તીનહિ અને લાગણીઓમાં પણ તણાઇ ન હતી. હું હસી, રડી, ઝઘડી... બધાએ પણ તે જ કર્યું. જુદું કાંઇ જ નહિ. કેવું હોઇ શકે કાંઇક જૂદું ? અમેય તે જ માણસો ને...?

બિગબૉસનાં ઘરમાંથી બહાર આવી અને મીડિયા મને ઘેરી વળ્યું... પણ મારા બિગ બૉસ માં જતા પહેલાં વધુ એક વાત બની હતી. મારા જીવન આધારિત મરાઠી ફિલ્મ શરૂ થઇ હતી... ‘અમે કેમ ત્રીજા’ નામની...

તા. ૮ ઑગષ્ટ, ૨૦૧૧... પપ્પાનો ગયે એક વર્ષ થવાનું હતું અને તે જ દિવસે પુણેમાં ‘મી કા નાહી’ શ્રીમતી પારુ નાઇકનાં પુસ્તકનું પ્રકાશન હતું. પારું નાઇક એ સુવિખ્યાત લેખક સ્વ. રણજિત દેસાઇનાં દીકરી. મારા અને મારા કામથી પ્રભાવિત થઇને તેમણે આ નવલકથા લખી હતી. એમાં એક ઍક્ટિવિસ્ટ હીજડાની વાત હતી, પ્રકાશનના મુખ્ય મહેમાન તરીકે અભિનેત્રી સુ. શ્રી અલકા કુબલઆઠલે આવ્યાં હતા. તેમને આ પુસ્તક ખૂબ ગમ્યું અને તેમણે મને કહ્યું, આ કથા પર મારે ફિલ્મ બનાવવી છે. મેં પહેલા આ વાતને ખાસ કાંઇ ધ્યાન આપ્યું નહિ. ઘણાબધા લોકો આવું કહે છે. પરંતુ પછી... પણ અલકાબેન તેમાંના ન હતા. તેમણે આફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. તે માટે તેમના ફોન આવવાનાં શરૂ થયા તે જ સમયે મારી બિગબૉસની ગડબડ શરૂ થઇ. મારી પાસે બિલકુલ સમય ન હતો. તેમાંથીય સમય કાઢીને બે-ત્રણ વખત અમે મળ્યા, ચર્ચા કરી, બિગ બૉસમાં જવાના આગલા દિવસે હું નિર્માતા શ્રી સમીર આઠલે અને દિગ્દર્શક શ્રી રમેશ મોરેને મળી. કથાનકમાંની કેટલીક વિગતો વિશે અમે ચર્ચા કરી અને મારી સાથે સતત રહેનારા મારા ચેલા અન્નુ અને શાહીનને તેમનાં હવાલે કરીને - ‘આમની પાસે બધી માહિતી છે, કાંઇક મુશકેલી જણાય તો તેમને પૂછો’ અમે કહીરે હું બિગબૉસમા ગઇ.

બિગ બૉસમાંથી હું તા. ૧૨ નવેમ્બરનાં રોજ બહાર આવી અને મુલાકાતો શરૂ થઇ. હું બેંતાળીસ દિવસ સુધી અંદર હતી, પણ આજે કયો વાર, કઇ તારીખ એની ત્યાં ખબર જ ન પડતી. બહાર આવી ત્યારે મેં પહેલો પ્રશ્ન પૂછ્યો. ‘આજે કઇ તારીખ છે ?’હું અંદર હતી ત્યારે છ અઠવાડિયા વીતી ચૂક્યાં હતા અને તે ગાળામાં ‘અમે કેમ ત્રીજા’ નું શૂટીંગ શરૂ થયું હતું. હું મુલાકાતોમાં અટવાઇ હતી. મને જવા જ મળતું ન હતું. એ પ્રવાહ ઓછો થયા થી સમય કાઢીને હું એક દિવસ એસ્સેલ સ્ટુડિયોમાં શૂટિંગમાં ગઇ. ફિલ્મમાં હીજડાની મુખ્ય ભૂમિકા કરનાર શ્રી મિલિંદ ગળવી મળ્યા. અમારી વાતો થઇ. આ ભ્મિકા કરતી વખતે તેમણે શું અને કેવી તૈયારી કરી તે કહ્યું. મને ખૂબ સારું લાગ્યું.

યથાવકાશ ફિલ્મ પૂરી થઇ એ રિલીજ થઇ. થિયેટરમાં વધુ ચાલી નહિ હોય, પણ જુદા જુદા મહોત્સવોમાં તેને પારિતોષકો મળ્યા. આ ફિલ્મને કારણે અલકાબેન સાથે ખૂબ સરસ મૈત્રી થઇ. એકંદરે બહેન જેવી.

વિવાદ ઘણું ખરું મારા જન્મથી જ સાથે છે. નહિતો બૉમ્બે જીમખાનામાંની પાર્ટીમાં એ વિવાદ ભડકાવાની જરૂર જ શું હતી ? મુંબઇ, દિલ્હીની અનેક ફાઇવ સ્ટાર, સેવન સ્ટાર હોટેલોની પાર્ટીમાં જનારી હું, બૉમ્બે જીમખાનાની પાર્ટીમાં જઉ છું શું અને ત્યાંથી મને બહાર કાઢવામાં આવે છે શું...

‘ટેડેક્સ મુંબઇ’ની કૉન્ફરન્સ હતી. વિષય હતો ‘સેક્સુઍલિટી’, તેમાં હું એક વક્તા હતી. કૉન્ફરન્સના આગલા દિવસે સાજના પ્રિ કૉન્ફરન્સ ડિનર હતું... બૉમ્બે જીમખાનામાં સ્વાભાવિક જ મને તેનું આમંત્રણ હતું.

તે જ સમયે બાંદ્રામાં નેશનલ કૉલેજમાં એલજીબીટી ફિલ્મ ફેસ્ટિવલ ચાલુ હતો. મારી (એટલે એલબત્ત સુ. શ્રી નિષ્ઠા જૈનની) ‘કૉલ ઇટ સ્લટ’ તેમાં દર્શાવવામાં આવનાર હતી. તે પહેલાં કબી નામની મારી સહેલીએ બાંદ્રામાં જ તેના ઘરે એક નાની શી પાર્ટી રાખી હતી. હું મારી માનેલી બહેન સારા અને અથર્વ ત્રણે ત્યાં ગયા. પાર્ટી થઇ, ફિલ્મ થઇ, તેની પર ચર્ચા થઇ અને અમે બૉમ્બે જીમખાનાની પાર્ટીમાં જવા નીકળ્યા. થાકી ગયા હતા, કંટાળો આવ્યો હતો. ત્યાં મારા કોઇ પરિચિત પણ મળવાના હતા. વાતાવરણ કેવું હશે તે ખબર ન હતી, મેં સારા અને અથર્વને કહ્યું, વધુ માં વધુ અડધો કલાક રોકાઇશું અને નીકળીશું....

બૉમ્બે જીમખાના પર અમે પહોચ્યા. ત્યાં રિસેપ્શન પર જ કેટલીક મહિલા ઓ ઊભી હતી... એલ્ટિ કલાસની. મીઠું હસીને, શેકહેન્ડ કરીને આશ્લેષમાં લઇને તેમણે મારું સ્વાગત કર્યું. મને ખૂબ ગમ્યૂં. મુંબઇ જેવા શહેરના આટલા એલિટ કલાસની અ મહિલાઓ એક હીજડાનું મનઃપૂર્વક સ્વાગત કરી હતી, તેટલામાં પાર્ટીનાં હોસ્ટ શ્રી અજય હતંગડી અને શ્રી પરવેશ આવ્યા. તે મને ઉપરનાં હૉલમાં લઇ ગયા. અહીં જ પાર્ટી ચાલુ હતી. અજયે મારો શ્રીલા અને શ્રી મહેશ મથાય દંપત્તિ સાથે પરિચય કરાવ્યો. મુંબઇના ‘બ્લૂ ફ્રોગ’ જેવી હાઇઍન્ડ રેસ્ટરૉની આ માલિક. બીજા દિવસે ટેડેક્સ કૉન્ફરન્સ ‘બ્લૂ ફ્રોગ’ માં જ થવાની હતી. મસ્ત કપલ હતું એ...એકદમ મુક્ત. જુદા જુદા વિષયો પર અમે ગપ્પા મારતા હતા. સરસ ગપ્પા જામ્યા હતા. વચ્ચે વચ્ચે કોઇકે કોઇકે આવીને મળતુ હતું અમુક-તુમક કાર્યક્રમ ગમ્યો હોવાનું કહેતું હતું... હું વચ્ચે વચ્ચે ‘મારે નીકળવું છે’નું રટણ કરતી હતી એને મહેશ શ્રીલા મને રોકવાનો આગ્રહ કરતા હતા. છેવટે શ્રીલા એ કહ્યું, તારે સાચ્ચે જ ઉતાવળ હોય તો તું જા. પણ થોડું ખાઇને તો જા...’ ત્યાં જ ઑર્ડર આપ્યો અને મારી પ્લેટ તૈયાર થઇને આવી. ગપ્પા મારતા મારતાં જ મારું જમવાનું શરૂ થયું. હવે શ્રી અજય હત્તંગડી અમારી સાથે જોડાયા હતા. પાર્ટી હૉલનાં દરવાજા તરફ મારી પીઠ હતી. અચાનક બૉમ્બે જીમખાનાના સીઇઓ બ્રિગેડિયર શ્રી. આર કે બોસ અંદર આવ્યા અને તેમણે અજયને બાજૂએ બોલાવ્યો...

પણ અજય બ્રિગેડિયર બોસને જરા દૂર લઇ ગયા. તેમનો ઊતરેલો ચહેરો મેં જોયો...શું થયું? મે પૂછ્યું, પણ મહેશ-શ્રીલા એ કહ્યું, કાંઇ નહિ, તું જમી લે ફરી જમવની શરૂઆત કરી.

પણ હવે અજય અને બોસની કુચકુચ વધી... તેમનાં આર્ગ્યૂમેન્ટસ થયા.

કાંઇક ગડબડ થઇ છે એ મારા ધ્યાને આવ્યું. હું ઊઠીને ઊભી રહી અને પાછળ જોયું... અજય હત્તંગડી મારી તરફ જ આવતા હતા. તેમની આંખોમાં પાણી હતું. મારા ચહેરા પર ખાસ્સું મોટું પ્રશ્નચિહ્ન જોઇને તેમણે મને સર્વ ઘટના જણાવી...

બ્રિગેડિયર શ્રી.આર. કે. બોસે અજયને કહ્યું, લક્ષ્મીને પાર્ટીમાં આવવા દેશો નહિ, તેને બહાર કાઢો. અલબત્ત અજય હત્તંગડી તૈયાર થયા નહિ. તે હોસ્ટ હતા, હું ગેસ્ટ હતી એ ઇલાયદી વાત છે, વાસ્તવમાં તેમને આવો ભેદભાવ સ્વીકાર્ય ન હતો. ભારતના સર્વ નાગરિક સમાન છે એમ આપણા દેશનું બંધારણ કહે છે. આ મોટાઓની સંસ્થા પ્રવેશનાં અધિકાર પોતાને હસ્તક જાળવી રાખે છે. પણ તેના જોરે તે કોઇને આમ કેવી રીતે બહાર કાઢી શકે...? આ વલણ બંધારણને, કાયદાને અનુસરીને ન હતું. બ્રિગેડિયર બોસ સાથે અજયનાં વિવાદ પછી તેમણે અંતિમ શસ્ત્ર ઉગામયું... લક્ષ્મી નહિ જાય તો તમારી બૉમ્બે જીમખાનાની મેમ્બરશિપ રદ કરવામાં આવશે ? છતાંય અજય તૈયાર થયા નહિ. હજીય આપણે ત્યાં સેક્સુઍલિટીનાં આધારે આવો ભેદભાવ કરવામાં આવે છે, એનું તેમને ખૂબ દુઃખ થયું અને તેમની આંખો ભરાઇ આવી.

મને આ બધું જામ્યા પછી પ્રચંડ આઘાત લાગ્યો,સાચ્ચેજ આપણે એકવીસમા સદીમાં છીએ? કેવળ મારી સેક્સુઍલિટી જુદી હોવાથી બૉમ્બે જીમખાનામાં હું અણગમતી થઇ ? એવું તો મેં શું કર્યું હતું ? કાંઇ ગેરવ્યાજબી વર્તી હતી...? શરીર ઉધાડું રાખનારા વસ્ત્રો પહેર્યા હતા? ઊલટું તે દિવસે મે સાડી પહેરી હતી. છતાં આવું કેમ ? મને કાંઇ સમજાતું ન હતું... ગુસ્સો આવતો હતો.. . દુઃખ થતું હતું...અપમાન થયું હોવાથી રોષ જાગતો હતો...

પણ મેં પોતાનો સંભાળી લીધી. આપણા કારણે પાર્ટીમાં રસભંગ શાથી થાય ? આપણે પાર્ટીમાં છીએ એટલે અજય હત્તંગડીનું બૉમ્બે જીમખાનાનું સભ્યપદ રદ શાથી થાય ? મેં ત્યાંથી નીકળવાનો નિર્ણય લીધો.

પણ પાર્ટીનાં હોસ્ટ અને પાર્ટીમાં આવેલા અન્ય મહેમાનોએ મને તેમ કરવા દીધું નહિ. આ કેવળ લક્ષ્મીનું જ અપમાન નથી. અમારા સર્વેનું અપમાન છે. કોઇને આમ બહાર કાઢવા ગેરકાયદેસર છે, એમ કહીને બધાં જ બહાર નીકળ્યા. પાર્ટીત્યાં જ પૂરી થઇ. વિશ્વમાં ક્યાંક થયો ન હતો. એવો અનુભવ બૉમ્બે જીમખાના જેવી જૂની-જાણીતી-બુઝુર્ગ સંસ્થાએ મને આપ્યો હતો.મેં નક્કી કર્યું, હવે ચૂપ રહેવું નથી ?

મારા કેટલાક પત્રકાર મિત્રોને મેં ફોન કર્યા અને જે કાંઇ બન્યું હતું તે કહ્યું. બીજા દિવસે ‘મુંબઇ મિરર’નાં વિશ્વાસનો મારી પર ફોન આવ્યો. ‘લક્ષ્મી, ન્યાય મેળવી આપું છું.’ મેં તેને જે જે બન્યું હતું તે વિગતવાર કહ્યું, તે વખતે પાર્ટીમાં હાજર રહેલા કેટલાક જણના નંબર્સ આપ્યા, તે જ દિવસે ‘એલજીબીટી’ પાર્ટી હતા. ત્યાં પણ આ અનુભવ મેં સહુને વર્ણવ્યો. સર્વ જણ આ સાંભળીને આશ્ચર્યથી અવાક થયા ? આમેય સમાજમાં મને મળનાર સન્માનથી સહુકોઇ પરિચિત હતા અને બૉમ્બે જીમખાનામાં મારી સાથે આવો વ્યવહાર કરવામાં આવે ? સહુને આશ્ચર્ય થયું, ગુસ્સો આવ્યો. આની વિરુદ્ધ કાંઇક કરવું જોઇએ એમ સહુને જ લાગતું હતું. અનેકોએ મને એમ કહ્યુંય ખરું, શું કરી શકાય એ વિશે અમે થોડી ચર્ચા કરી અને પછી સર્વ જણ છૂટા પડ્યાં.

બીજા દિવસે સવાર સવારમાં મોબાઇલનાં રણકારથી હું જાગી ગઇ હતી. જુદા જુદા સામાજિક પ્રશ્નો પર કામ કરનારા ‘લૉયર્સ ક્લેક્ટિવ’નામનાં વકીલોનાં સંગઠનના શ્રી આનંદ ગ્રોવરને મેં ફોન કર્યો અને તેમની સાથે ચર્ચા કરી માનવ અધિકાર આયોગ પાસે ન્યાય માંગવાનું નક્કી કર્યું. તે મુજબ પછી મારા માનવ અધિકારનું ઉલ્લંધન કરવા બદલ બૉમ્બે જીમખાનાનું વ્યવસ્થાપન આમાં કાંઇક તડજોડ કરવા તૈયાર હતું. પણ પપ્પા ગયા અને હું ગામ ગઇ . હું સમય આપી શકી નહિ. પછી તે મનઃ સ્થિતિમાં એ કેસ લડવાની મારી ઇચ્છાય રહી નહિ. મારા તરફથી કાંઇ જ પ્રતિસાદ મળ્યો નહિ અને એ કેસ બંધ થયો.

તે સાથે જ મેં મારી કમ્યૂનિટીમાંના મર્જાદી અને અન્ય ચાર મિત્રો સાથે અમને અમારી મૂળભૂત માનવ અધિકાર આપવામાં આવતા નથી. એવીરીતે સરકાર કોઇ પણ સરકારી અરજી કરતી વખતે તમે સ્ત્રી કે પુરુષ તે લખવું પડે છે. તેવી કૉલમ જ હોય છે તેમાં સ્ત્રી અને પુરુષ એ બે વિકલ્પ હોય છે અને યોગ્ય વિકલ્પ પર ટિક કરવી પડે છે પમ હીજડા પોતાને સ્ત્રી પણ માનતા નથી એના પરિણામ રૂપે તેમને પાસપોર્ટ, રેશનકાર્ડ તો મળતા નથી જ, પણ શિક્ષણ, રોજગાર જેવા મૂળભૂત અધિકાર પણ તેમને મળતા નથી કે આપવામાં આવતા નથી. તે પછી ભીખ માંગે છે, ધંધો કરે છે... આ દુષ્ટ ચક્રમાંથી કમ્યૂનિટિને બહાર કાઢવા માટે જ મેં આ ફરિયાદ કરી હતી. મેલ ફિમેલ સાથે અરજીમાં અધર એવો વિકલ્પ આપો તે સ્વીકારો એવું અમારું કહેવું છે. આબધા અધિકાર હીજડાઓને મળે એ માટે આવશ્યક કાર્યવાહી કરવાના નિર્દેશ આયોગે સરકારને આપ્યા છે. પરંતુ હજુ સુધી તેની અમલ બજવણી થઇ નથી, એ થાય તો હીજડાઓને શિક્ષણ મળે, રોજગાર મળે, કોઇ પણ અરજીમાં સ્ત્રી, પુરુષ સાથે તૃતીય પંથ જેવો એક વિકલ્પ હશે, તેને કારણે તૃતીય પંથોનું જુદૂં કાર્ડ હોવું જોઇએ તેમાંથી પછી તેમને આવશ્યક એવાં રેશનકાડ્રર્સ અને પછી મતદાનનો અધિકાર પ્રાપ્ત થઇ શકશે.

આવી જોતો ની ઘણી બાબતો છે. તે સાકાર થશે તોહીજડાઓનું જીવન ખૂબ જ સુસહ્ય થવાનું છે. પણ આવી વાતો એટલી ઝડપથી, એટલી સહજ થતી નથી. તે માટે ભારે લડત આપવી પડે છે. આપણો ઇતિહાસ તે જ તો કહે છે... સમાજમાં દરેક મોટું પરિવર્તન એકાદ મોટી લડત પછી જ શયું છે. અલબત્તઆ લડત સામાજિક છે, વૈચારિક છે, અમે પણ આવી જ લડત લડી રહ્યા છીએ... નિર્ધારપૂર્વક, નિરાશ થયા વગર લડીએ છીએ અને અમારા જોઇએ એ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ.

...અને અમને સમજાય છે, તદ્દન હળવે હળવે પણ નિશ્ચિતપણે સમાજમાં બદલાવ થઇ રહ્યો છે. તેમાંથી જ કમ્યૂનિટીને આત્મવિશ્વાસ મળે છે. યોગ્ય માર્ગે જઇએ, સાથે મળીને લડીએ તો સમાજમાં બદલાવ થાય છે. યોગ્ય માર્ગે જઇએ, સાથે મળીને લડીએ તો સમાજમાં બદલાવ થાય છે એ દેખાય છે...

હીજડાઓને સમાજસમક્ષ લાવવા માટે, તેમનો આત્મવિશ્વાસ વધારવા માટે એક કાર્યક્રમ કરવાની કલ્પના ઘણા વર્ષ સુધી મારા મગજમાં ધોળાતી રહી હતી... સામાન્ય સ્ત્રીઓ માટે આજકાલ તો પુરુષો માટેય ઠેરઠેર સૌંદર્યસ્પર્ધા થાય છે. ‘મિસ ઇન્ડિયા’ થાય છે, ‘મિસ યુનિવર્સ’ થાય છે.. હીજડાઓ માટે પણ તેવી સ્પર્ધા થાય. એવી મારી મનોમન ઇચ્છા હતી. હીજડાઓ તે નિમિત્તે સ્ટેજ પર આવ્યા હોત. પોતાની અંદરના કલાગુણ તેમણે સાદર કર્યા હોત... અમે ફક્ત તાળીઓ પાડતા નથી, સ્ટેજ પણ ગજાવીએ છીએ એ તેમણે સમાજને દર્શાવી આપ્યું હોત...

સ્પર્ધાની બધી વિગતો મારા મગજમાં તૈયાર હતી. આ બ્યુટી કૉન્ટેસ્ટ કરવા માટે ઘણા લોકો મારી પાસે આવતા પણ હતા, પણ તેમની ભલતી જ કલ્પનાઓ હતી. હું તેમને સીધો નકાર આપતી હતી પરંતુ મારા મગજમાંથી તે કલ્પના ગઇ ન હતી... જયારે તક મળશે ત્યારે ત્યારે હું તે જુદાજુદા લોકો સમક્ષ રજૂ કરતી હતી.

ઇ.સ. ૨૦૦૯નું વર્ષ હશે. મારા એક માન્લા ભાઇની બર્થ-ડે પાર્ટી માટે હું પુણે ગઇ હતી. પાર્ટી ચાલુ હતી ત્યારે જ મને શ્રી પરાગ સાવકેનો ફોન આવ્યો. પરાગ અમારી એરિયાના વિકી સાવકેનો ભાઇ. વિકી મારે ખૂબ સારો મિત્ર છે. અત્યંત સભ્ય અને બીજાને ઝડપથી સમજનારો. ખોપટથી અહીં શાસ્ત્રીનગર રહેવા આવી, ત્યારે આ એરિયામાં મેં પહેલી વખત વિકી સાથે જ વાત કરવાની શરૂઆત કરી હતી. અનિલ, અણ્ણા, પ્રવીણ એ મારા એરિયાનાં વધુ કેટલાક મિત્ર. તો આ વિકીના ભાઇ-પરાગનો ફોન આવ્યો. એ વી-કેઅર નામની એક કંપનીમાં નોકરીએ હતો. કંપનીનો કાંઇક કાર્યક્રમ હતો અને તે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હું આવું, એવી વી કેઅરના સંચાલક શ્રી સુનીલ સાલઢાણાની ઇચ્છા હતી.

તેમના કાર્યક્રમના દિવસે હું ફ્રી હતી, મે તરત જ હા કહ્યું.

નક્કી થયા અનુસાર હું કાર્યક્રમમાં ગઇ. વી કેઅર એક ક્રિશ્ચિયન સંસ્થા છે. કિશ્ચિયન ધર્મનાં સિદ્ધાંત અનુસાર ચાલનારી... ગરીબોને માંદા માણસોને મદદ કરનારી... તેમની સેવી કરનારી... તેમની સંભાળ લેનારી, કાર્યક્રમ પૂરો થયા પછી સુનીલ સાલઢાણા અને હું ગપ્પા મારતા બેઠા હતા. આસપાસ ઘણાબધા હીજડા મેં જોયા... આ અહીં કેવી રીતે ? એવું ખાસ હીજડાઓ સાથે ‘વી કેઅર’નું કાંઇ કામ ન હતું. પછી ...?

પૂછ્યું તો કોઇકે કહ્યું, શ્રીગણેશ નામનાં એક કાર્યકરે આ હીજડાઓની બ્યૂટી કૉન્ટેસ્ટ આયોજિત કરી હતી...‘નજાકત’ નામે. મને એ જાણ હતી. તેની સાથે સંકળાયેલા લોકો મારી પાસેય આવ્યા હતા, મારી મદદ માંગવા... પણ મેં ના કહી હતી. બ્યુટી કૉન્ટેસ્ટ કરવી હોય તો તે હું મારી પદ્ધતિએ કીરશ. આમને જેમ જોઇતી હોય તેવી શા માટે કરું, એમ મને લાગતું હતું. આ ‘નજાક્ત’ સુધ્ધાં ‘વી કેઅર’એ સ્પોન્સર કરી હતી. તેને કારણે કાર્યક્રમમાં ખૂબ હીજડા દેખાતા હતા. મેં સુનીલજીને કહ્યું, મારાય મગજમાં છે હીજડાઓની આવી બ્યુટી કૉન્ટેસ્ટ કરવાનું... સુનીલજીને કહ્યું, મારાય મગજમાં છે હીજડાઓની આવી બ્યુટી કૉન્ટેસ્ટ કરવાનું... સુનીલજીએ તરત જ કહ્યું : ‘કરો, કરો, વી કેઅરને તમને મદદ કરવાનું ગમશે, પૈસાની કાંઇ ચિંતા કરશો નહિ. ચાર કરોડ રૂપિયા આપું છું. સમગ્ર ભારતમાં આ સ્પર્ધા કરો.’

સ્પર્ધા કરવી એટલે શું કરવું, તેનો મેં ક્યારનોય વિચાર કર્યો હતો. મારા મગજમાં પ્લૅન તૈયાર હતો. મેં હમણાં જ રણજીત અને અમિત સાથે ‘ટ્‌વેલ્સ નૂન એન્ટરટેનમેન્ટ’ નામની કંપનીની સ્પર્ધાનું નામ પણ પાકું કર્યું... ‘ઇન્ડિયન સુપરક્વીન’. ઝડપથી બધું પ્લૅનિંગ કર્યું. ભારતના દસ શહેરોમાં ઑડિશન્સ લેવાનાં, ત્યારબાદ મુંબઇમાં સેમીફાઇનલ અને પછી ફાઇનલ ? અનિતા ખેમકાને સ્પર્ધાની ઑફિશિયલ ફોટોગ્રાફર તરીકે નિમણૂંક કરી. તા. ૧૨ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ મુંબઇમાં ‘ઇન્ડિયન સુપરક્વીન’ની પત્રકાર પરિષદ આયોજિત કરી અને મારી કંપનીના બે-ત્રણ જણ અને બે-ત્રણ ચેલા સાથે હું ભારતનાં દસ શહેરોના પ્રવાસ પર નીકળી...મુંબઇ, દિલ્હી, કોલકત્તા, અમદાવાદ, બૅંગલૂરુ, હૈદરાબાદ, જયપુર, ચેન્નાઇ, ભોપાલ અને ભુવનેશ્વર...

હીજડાઓની ભારતમાં પ્રથમ સૌંદર્યસ્પર્ધા હું આયોજિત કરી રહી હતી. વાત કરતી વખતે જે સામેનાની આંખમાં આંખ મેળવવી શક્તા નથી, તે હીજડાઓને રૅૅમ્પવોક કરાવી રહી હતી. અનેક જણીઓ જીવનમાં પહેલી જ વખત સ્ટેજ પર ચડતી હતી. એક જુદી જ ઊંચાઇ પરથી દુનિયા જોતી હતી...

સમગ્ર ભારતમાં આ સ્પર્ધાને ઉત્કૃષ્ટ પ્રતિસાદ મળ્યો. દિલ્હી જેવા કેટલાક શહેરોમાં શરૂઆત થોડી લથડાતા થઇ પણ પછી સ્પર્ધક ખીલી ઊઠ્યા. તેમને આત્મવિશ્વાસ આવતો ગયો. તેમ ‘ઇન્ડિયન સુપરક્વીન’ સ્પર્ધા ન રહેતા હીજડાઓની અભિવ્યક્તિ માટે એક વ્યાસપીઠ બનતી ગઇ...

સમાજમાં કોઇક આપણી નોંધ લઇ રહ્યું છે, એ ભાવના જ હીજડાઓ માટે અત્યંત મહત્ત્વની હતી. અહીં ફક્ત નોંધ જ નહિ, હીજડા જ ‘ટૉક ઑફ ધી ટાઉન’ હતા... પહેલા સ્ટેજ પર આવતા ખમચાનારા, સ્ટેજ પર આવ્યા પછી અકળાઇ જનારા હીજડા પછી અત્યંત વિશ્વાસ સાથે ફરવા લાગ્યા. ફક્ત સ્ટેજ પુરતો જ નહિ, આ આત્મવિશ્વાસ તેમના રોજિંદા જીવનમાં પણ ઊતર્યો હતો... મારા માટે આ ખૂબ મોટી વાત હતી. મારી કમ્યૂનિટીનાં ‘કપૅસિટી બિલ્ટિંગ’નું સ્વપ્ન મેં નિહાળ્યું હતું. આ અરસામાં ખૂબ જ દોડધામ મારે કરવી પડી. અનિતા ખેમકા, અથર્વ નાયર, અન્નૂ હીજડા મારી સાથે સમગ્ર ભારતમાં ફરતા હતી. મારી સંભાળ લેતા હતી. મને અસ્થમા હોવાને કારણે વધુ તકલીફ સહન થતીનહિ, હવા બદલાય કે તકલીફ થવા લાગતી. પણ આ લોકોએ મને આ તકલીફ થવા જ દીધી નહિ. શાહીન, કમલ જેવા મારા ચેલા પણ દૃઢતાપૂર્વક મારી પાછળ ઊભા હતા તેને કારણે જ ‘ઇન્ડીયન સુપર ક્વીન’ ઉત્તમ રીતે પાર પડી. એ સંપૂર્ણ અનુભવ જ અતુલનીય હતો...

પણ આ બધાની મારે ખૂબ ભારે કિંમત ચુકવવી પડી. ‘વી કેઅર’નાં સુનીલ સાલઢાણાએ મને સંપૂર્ણ મદદ કરવાનું વચન આપ્યું હતું. ત્રણ-ચાર કરોડ રૂપિયા ખર્ચ કરવાનું સ્વીકાર્યું હતું. વ્યવહારના ભાગરૂપે અમારી પર કેટલીક શરતો લાદી હતી, અન્ય કોઇ પ્રયોજક લેવા દીધા ન હતા. મારા મનમાં થોડી ચિંતા હતી. પણ કમ્યૂનિટી માટે કંઇક સારું થાય છે એટલે મેં તે બધું માન્ય રાખ્યું...

‘ઇન્ડીયન સુપર ક્વીન’નાં ઑડિશન્સ શરૂ થયા. મેં જુદા જુદા શહેરોમાં ફરવાની શરૂઆત કરી. કોલકત્તા, હૈદરાબાદમાં સુંદર પ્રતિસાદ મળ્યો હતો. અમે ખુશ હતા. જયપુરમાં ઑડિશન્સ હતી એ પતાવીને અમે જયપુર વિમાનઘર પર આવ્યા અને મને મારી ઑફિસમાંથી ફોન આવ્યો. સામા છેડેથી મારી સહકાર્યકર કહેતી હતી...

‘સુનીલ સાલઢાણાનો ફોન આવ્યો હતો. ત્રણ-ચાર કરોડ આપવાનું શક્ય નથી, દોઢ કરોડ રૂપિયામાં સંપૂર્ણ સ્પર્ધા લો.’

હું સ્તબ્ધ થઇ. ફોન પર આપણે શું સાંભળી રહ્યા છીએ એય મને સમજાતું ન હતું... સર્વ તૈયારી થઇ હતી અને બજેટ ધ્યાને રાખીને જ તે થઇ હતી... દોઢ કરોડમાં શું થાય...? જે થયું હતું તેમાંનું શુશું રદ કરવાના હતા? કે સ્પર્ધા જ રદ કરવી પડશે ? બે સેકંડમાં આટલું બધુ મારા મગજમાં આવી ગયું. હવે આપણને હાર્ટ અટૅક જ આવશે કે શું એમ લાગવા લાગ્યું... સ્પર્ધા લઇશુ તો શું થશે અને રદ કરીશું તો શું થશે, એનું દૃશ્ય નજર સમક્ષ ઝડપથી આવી ગયું.

એક વખત ભરેેલ ડગલું પાછળ લેવાનો મારો સ્વભાવ નહતો. મેં અને અથર્વએ ચર્ચા કરી. હું પાછી હઠવાની ન હતી. પણ હવે ઑડિશનસ આટલે થી જ અટકાવવાનું અમે નક્કી કર્યું. આગળના ઇન્દોર, ભુવનેશ્વરના ઑડિશન્સ રદ કર્યા. બધાને તેવી જામ કરી. હવે ઑડિશન્સ રદ કર્‌.ા, બધાને તેવી જાણ કરી. હવે ઑડિશન્સ પરનો ખર્ચ ઓછો થવાનો હતો...દોઢ કરોડ... બસ્સ, તેટલામાં જ બધું સંકેલવાનું હતું ? નક્કી કર્યું તેમ સઘળું પાર પાડ્યું. સેમીફાઇનલમાં સીમા વિશ્વાસ પરીક્ષક તરીકે આવ્યા હતા અને ફાઇનલ...?

તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૦ના રોજ સહાર ઍરપૉર્ટ નજીકની ‘ગ્રાન્ડ મરાઠા’ હૉટેલમાં ફાઇનલ થઇ. સ્પર્ધાની શરૂઆતથી મારી સાથે રહેનારી સુ. શ્રી સેલિના જેટલી, લોકપ્રિયતાના શિખર પર બિરાજમાન સુ. શ્રી આર જે. મલિષ્કા અને લિંજડરી સુશ્રી ઝીન્નત અમાન... તદ્‌ઉપરાંત ‘હમસફર’ નો ફાઉન્ડર મારો ગુરુ શ્રી અશોક રાવકવી, મલેશિયાની પ્રથમ ટ્રાન્સજ્ન્ડર સુશ્રૂ કાર્તિની આવા પ્રેક્ષકોની ફોજ હતી... સામે ચિઅર કરનાર ઑડિયન્સ હતું. વચ્ચે વચ્ચે ડાન્સ અને મ્યુઝિકનાં પરફોર્મન્સેસ હતા... ‘મિસ ઇન્ડિયા’ ના જ ઘોરણે અમારી ‘ઇન્ડીયન સુપરક્વીન’થઇ.

સ્પર્ધા પાર પાડી અને મારી પર અભિનંદનની વર્ષા થવા લાગી. મારા ફોનને નવરાશ જ મળેના. ક્રાર્યક્રમ રાત્રે પૂરો થયો હતો અને સવાર સુધી અખંડ ફોન ચાલુ હતા. તે લેતા લેતા હું સાવ થાકી ગઇ હતી. છેલ્લાં ત્રણ-ચાર મહિનાની તકલીફ હતી. કામના પસારામાં તે સમજાઇ ન હતી. વી કેઅર એ પૈસા ઓછા આપવાને કારણે તાણ હતી, સ્પર્ધા વ્યવસ્થિત પાર પડશે ને, એનું અનહદ ટેન્શન હતું અને તે જ સમયે પપ્પાની માંદગી ચાલુ હતી...

પપ્પાને મોઢાનું કૅન્સર ડિટેક્ટ થઇને છએક મહિના થયા હતા. થાણેના જ ડૉ. સતીશ કામત પાસે તેમનું ઑપરેશન થયું હતું અને ત્યાર પછીની કિમોથેરપી ચાલુ હતી. કિમોનો એ પ્રચંડ ત્રાસ... મને બધું સમજાતું હતું. પણ ખૂબ ઇચ્છા હોવા છતાંય હું પપ્પાને સમય આપી શકતી ન હતી. તેમની પાસે બેસીને તેમને ધીરજ આપી શકતી ન હતી. મુંબઇની બહાર નીકળી હોઉં કે મારા પગ ભારે થતાં... લાગતું, બધું છોડી દેવું અને પપ્પા પાસે બેસી રહેવું. તેમણે પિતા તરીકે તેમનું કર્તવ્ય ઉત્તમ રીતે પાર પાડ્યું, હવે પુત્ર તરીકે આપણું કર્તવ્ય પાર પાડવું...

પણ મારી કમ્યૂનિટી માટે પણ મારા કેટલાક કર્તવ્ય હતા અને તે માટે જ મેં દોડધામ કરીને ‘ઇન્ડિયન સુપરક્વીન’ આયોજિત કરી હતી. ત્યાં મારે હાજર રહેવું જ જોઇતું હતું. ઘરે હું ન હોવા છતાં પપ્પાને સાંભળવા તેમની પાસે શશી હતો. પરંતુ અહીં શરૂઆતથી મેં જ બધું કર્યું હતું અને તેની વિગતોની બધાંયને જાણ ન હતી. હું ત્યાં ન હોઉં એ ચાલવાનું જ ન હતું.

પરિવાર અને કમ્યૂનિટી વચ્ચે અનિવાર્ય સંજોગોમાં થોડા દિવસમાટે તો મેં કમ્યૂનિટીની પસંદગી કરી અને એકદમ પ્રામાણિકપણે, સંપૂર્ણપણે, બધો સમય ‘ઇન્ડિયન સુપરક્વીન’ પાછળ ફાળવ્યો. બરાબર આ જ સમયગાળામાં પપ્પાની તબિયત વધુ ને વધુ કથળતી ગઇ.

દીપક અને શાહીનની મદદથી શશી પપ્પાનું સંપૂર્ણ ધ્યાન રાખતો હતો. ડૉક્ટરને ત્યાં લઇ જતો હતો. દવા-દારૂ, જોઇતું, કારવતું જોતો હતો. તેમને અને મમ્મીને ધીરજ આપતો હતો... આ જ અરસામાં મંદી આવી હતી અને તેની નોકરી છૂટી હતી. પમ તેણે પપ્પાતરફ ધ્યાન આપી શકાય એટલે બીજી નોકરી શોધવાની ઉતાવળ કરી નહિ. શશી અત્યંત જવાબદારીથી બધું વ્યવસ્થિતપણે કરતો હતો અને આ બધું આપણે કરીશકતા નથી. એટલે મારું મન કચવાતું હતું... ફક્ત કર્તવ્ય તરીકે નહિ પપ્પા તરફ ધ્યાન આપવું એ મારી પોતાનીય જરૂરીયાત હતી.

પપ્પાએ મારું ઘડતર કર્યું હતું. ઉછેર કર્યો હતો અને સમાજે ધિક્કારી, ત્યારે સ્વીકારી પણ હતી ?

મારા પપ્પા... ચંદ્રદેવ ચંડીનાશ ત્રિપાઠી.પૂર્વે ઉત્તરપ્રદેશના ગોરખપુર પાસેના ‘ભીતા’ ગામનાં. બ્રાહ્મણ અમારું ખાનદાન સમગ્ર પંચકોશીમાં પ્રસિદ્ધ હતું. ઘરના દરેકને માન આપવામાં આવતું. તેની પાછળ તેવાં જ કારણો હતા. મારા વડદાદા વિદ્ધાન પંડિત હતા. ચારેય વેદ, ઉપનિષદો તેમને કંઠસ્થ હતા. ઘર્મશાસ્ત્રનો તેમનો અભ્યાસ હતો. આસપાસના ગામોમાં તેમનો ખૂબ આદર હતો. વડદાદા હતા. તેમણે પપ્પાને ૧૬ વર્ષની હતા ત્યારે જ તેમને ઘરની બહાર કાઢી મુક્યા. કુળ માટે કલંક છે એ... જવા દો ઘરની બહાર, એમ તેમનું કહેવું હતું

પપ્પા ત્યાંથી નીકળ્યા તે સીધા મુંબઇ આવ્યા. એક સગાંવ્હાલાની ઓળખાણથી થાણેની જે. કે. ફાઇલ્સમાં નોકરી મેળવી. પણ અહીં તે અત્યંત પ્રામાણિકતાથી અને જવાબદારીથી કામ કરવા લાગ્યા. પૈસા કમાવવા લાગ્યા. એ ભેગા કરવા લાગ્યા અને ગામ પણ મોકલવા લાગ્યા. અહીં ત્યાં વિખરાયેલા પરિવારનાં સર્વેને તેમણે ભેગા કર્યા અને ઘર સરખું કર્યું. આખાય ગામે આ જોયું હતું અને એટલે જ ફક્ત ઘરમાં જ નહિ, આખાય ગામમાં પપ્પાને માન મળવા લાગ્યું.

મારા મમ્મી પણ ઉત્તરપ્રદેશનાં તેનું ગામ ‘બન્હવા’ મમ્મી ખાતા-પીતા ઘરના. તેના અને પપ્પાના લગ્ન થયા અને ચંદ્રદેવ ચંડીનાથ ત્રિપાઠી અને વિદ્યાવતી ચંદ્રદેવ ત્રિપાઠીનો સંસાર વ્યવસ્થિત શરૂ થયો. તેમનાં સાત સંતાનો પૈકા અમે ત્રણ જીવ્યાં. અમને ઉછેરતા મમ્મી-પપ્પાએ સરસ ખરાવ્યું-પીવરાવ્યું. સરસ કપડાંલત્તા આપ્યા, સરસ શિક્ષણ આપ્યું,ઉત્તમ સંસ્કાર આપ્યા, અમારી પર પૂર્ણ વિશ્વાસ રાખ્યો અને તેમાંથઈ જ અમને આત્મવિશ્વાસ મેળવી આપ્યો, આ બધાયથી ખૂબ ઉપર જનારી વધુ એકવાત મમ્મી-પપ્પાએ કરી. પોતાના વ્યવહાર, વર્તવામાં તેમણે કેટલાક મૂલ્યો અમારા મનપર અંકિત કર્યા અને આજીવન તે પ્રામાણિકપણે પાળવાના હોય છે. પ્રાણાન્તે જતન કરવાનાં હોય છે. એ પોતાના આચરણથી અમને દાખવી આપ્યા. નાનપણમાં વધુ કાંઇ સમજાયું નહિ. પણ જેમ જેમ મોટા થતા ગયા, દુનિયાનો અનુભવ લેતા ગયા, તેમ તેમ મમ્મી-પપ્પાની આ ‘દેણગી’ નું મૂલ્ય સમજાતું ગયું. ક્યારેક ખોટું બોલવું નહિ. ખોટું વર્તવું નહિ, કોઇને ફસાવવા નહિ. કોઇનુંય ખરાબ ઇચ્છવું નહિ... દરેક બાબત કરતી વખતે બીજાઓનો વિચાર કરવો, કોઇ દુભાય નહિ એનું ધ્યાન રાખવું, કોઇ પણ કામ કરવા શરમાવું નહિ, જે કાંઇ કરીએ તે પ્રામાણિકપણે કરવું... બીજાઓને મદદ કરવા ઝડપથી આગળ થવું. કોઇસંકટમાં હોય તો તરત જ તેની મદદે દોડી જવું, ફક્ત મમ્મી-પપ્પા જ નહિ, અમે બધાં જ આમ વર્તતા હતા. પોતાની સાથે પ્રામાણિક રહીને, પોતાના, પરિવારનાં બધાં નિર્ણય લેતા હતા, તે આ જ મૂલ્યોનો આધાર લઇને અને એટલે જ આ નિર્ણયોનો ખરખરો અમારા મનને ક્યારેક લાગ્યો નહિ. અમે કોઇએ ક્યારેક અમારી ઊંધ ગુમાવી નહિ.

મમ્મી રોજ પરોઢિયે પાંચ વાગે ઊઠીને ઘરનાં કામે લાગતી. પપ્પા છ સાડા વાગે જ બહાર નાકળતા. તે જાય કે અમારું આટોપીને એ અમને શાળાએ મોકલતી. પપ્પા વચ્ચેનાં ગાળામાં જમવા ઘરે આવતા. જમીને તે અમને શાળામાં ડબા લાવી આપતા અને પછી ફરી કામે જતા.

શાળાએથી આવ્યા પછી અમારો અભ્યાસ, ટયૂશન્સ... મમ્મી અમને ખવરાવી પીવરાવી ને મોકલતી. પરંતુ પપ્પાનું અમે અભ્યાસ કરીએ છીએ કે નહિ એની પર સૂક્ષ્મ ધ્યાન રહેલું.

હું નાનપણથી જ મમ્મીની નિકટ હતો. તેની સાથે મોકળાશથી વાત કરતો હતો. પપ્પા અને મારો તેવો ખાસ સંવાદ ન હતો. તેમને માટે આદર હતો, ધાક હતી, પણ બહું તોશું, તે જ કારણે તેમની સમક્ષ અમે ક્યારેક ખુલ્લા થઇ શક્યા નહિ.

શશી નાનપણથી જ ખૂબ મસ્તીખોર હતો. શાળાએથી આવતાં અમારે હાઇવે ક્રૉસ કરવો પડતો એ પકડેલો હાથ છોડાવી દોડી જતો... મારો જીવ ઊંચો-નીચો... તેને કાંઇક કહીએ, ઝાપટ મારીએ તો હાથે જોરથી બચકું ભરતો. હું મમ્મી પાસે રડતા જતો અને મમ્મી કહેતી, ‘જવા દે રે, એ નાનો છે ?’ હું કેવળ ચીડાતો. ઘરમાંનું નાનું બાળક ગમે એટલું મોટું થાય છતાં કાયમ નાનું રહે છે અને મોટા બાળકને નાના ભાઇબહેન થાય કે તે તરત મોટું થાય છે હું તેમ મોટી થઇ અને શશી કાયમ નાનો જ રહ્યો... હજુય?

ગામમાં થયેલ એક પૂજા વખતે શશીએ અમારી પાસેના ગામની સપનાને જોઇ. તેને તે ગમી અને માંગણી, વાતચીત એમ બધી વાતો પૂરી થઇને શશી અને સપનાનાં લગેન થયા. સપના તેનાં છ ભાઇ-બહેનોમાં ત્રીજી હોવા છતાં,અમારા ઘરમાં નાની જ અને શશી સપના નો અંશુમન... એ તો તેનું વાચાળપણું, તેનું રમવું, તેના પ્રશ્ન, તેની કૉમેન્ટસ... નાના બાળકોની નિર્દોષતા જ તેમની કેટલી મોટી તાકાત હોય નહિ ? ઘરમાં ક્યારેક વિવાદ થાય તો અંશુ તરફ જોઇને બધાયનો રોષ શાંત થાય છે, ક્યારેક થાકીને આવું તો તેની સાથે પાંચ મિનિટ રમ્યા પછી થાક ક્યાંનો ક્યાંક જતો રહે છે. છેક અત્યાર સુધી શશી અમારા ઘરમાં સહુથી નાનું બાળક હતુ, હવે તેનું સ્થાન અંશે લીધું છે.

દીદી અમારા બન્નેયથી મોટી. તેની દાદાગીરી અનોખી જ. અમે ક્યાં જઇએ છીએ, કોની સાથે જઇએ છીએ, શું કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ કે નહિ. શાળામાં માર્ક મેળવીએ છીએ કે નહિ, એની તરફ તેનું સૂક્ષ્મ ધ્યાન રહેતું. જરી ક્યાંય ગરબડ થાય છે એમ લાગે કે એ બરાડતી.

આ દીદી એ મને સિનેમાનાં ગીતો પર નૃત્યનાં પહેલાં સ્ટેપ્સ શીખવ્યાં હતા અને પછી આસમાનનાં વિંગ કમાન્ડર શ્રી જિતેન્દ્ર દત્ત મિશ્રા સાથે તેના લગ્ન થયાં અને એ દૂર ગઇ...જીજાજી ની જ્યાં બદલી થાય ત્યાં ફરતી રહી... ક્યારેક નજીક જ પૂણેમાં, તો ક્યારેક દૂર છેક મલેશિયામાં. દીદીનો મોટો દીકરો વિશ્વેશ, બધાંયનો ખૂબ લાડકો ઘરનો પહેલો પૌત્ર. એનાથી નાની કૃતિ. તેના વખતે દીદીને કૉમ્પ્લિકેશન હતા. તેને કારણે ઘરમાં ટેન્શન હતું... પણ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૦૯ના રોજ એને સુખરૂપ સુવાવડ થઇ અને અમે તે ન્યૂ ઇટરની જોરદાર ઉડવણી કરી.

મારા હીજડા થતાં પહેલાં જ દીદીનાં લગ્ન થયા હતા. હીજડા થયાનું જાણ્યા પછી મમ્મીને જે ટેન્શન હતું, તેમાં દીદીનાં સાસરિયાં શું કહેશે, એ એક મોટી બીક હતી. શરૂઆતમાં જીજુએ દીદીને ઠપકો આપ્યો. મનેય તે બોલ્યા. કેટલાક દિવસ અમારી વચ્ચે અબોલા રહ્યા. પણ ધીમેધીમે તેમણે આ સ્વીકાર્યું. હવે તો...

દીદીનાં પરિવારનાં વધુ એક વ્યક્તિનો ઉલ્લેખ કરવો જોઇએ તે એટલે દીદીના સસરા શ્રી અનિરુદ્ધ મિશ્રા. અત્યંત સમજદાર, વિશાળ મનનાં વ્યક્તિ. સારાસારનો વિચાર કરનારા. હું હીજડો થયાનું ખબર પડ્યા પછી શરૂઆતમાં તે પણ નારાજ હતા. પણ મારી પહેલાની પેઢીમાં હોવા છતાંય તેમણે એ એટલી ઝડપથી અને સરસ રીતે સમજી લીધી કે... પછી દરેક વખતે તે મારી સાથે મક્કમતાપૂર્વક ઊભા રહ્યા... પપ્પા ગયા ત્યારે પણ ?

પપ્પાનું જવું અમારા પરિવાર પર ખૂબ મોટો આઘાત કરી ગયું. કેવળ જવું જ નહિ, પણ તેમની માંદગી. તેમણે વેઠેલ પીડા...બધું જ.

ઇ.સ. ૨૦૦૯ના જૂન-જુલાઇમાં મને છાતીમાં ઇન્ફેક્શન થયું હતું. મારી ટ્રીટમેન્ટ, હૉસ્પિટલ આ બધું ચાલું હતું ત્યારે પપ્પાના હોઠ પર અંદરના ભાગમાં એક નાની ગાંઠ દેખાઇ. તરત જ અમે તેનો ટેસ્ટ કરાવી લીધો અને ડૉક્ટરોએ દર્શાવેલ કૅન્સરની શંકા સાચી પડી. પપ્પા તમાકુ ખાતા હતા... હવે ચક્ર શરૂ થયું... હજારો ટેસ્ટ, બાયોપ્સી, ઑન્કોલોજિસ્ટ પાસે લઇ જવા... વળી ટેસ્ટસ, ઑપરેશન. કિમોથેરપી... તેમની વેદના... આટલું બધું થવા છતાંય તેમની કથળી રહેલ તબિયત દરમ્યાન હું સંપૂર્ણ સાજી થઇને શરૂ થયેલા મારા માટે શક્ય હતું. તે બધું મેં કર્યું હતું... છતાંય તેમને સારું લાગતું ન હતું... હવે વધુ શું કરું...? પરાજિત થયા જેમ હતાશા અનુભવાતી હતી.

બૅંગકોકમાં કૉન્ફરન્સમાં એક સેશન ચાલુ હતુ, હું સામે હતી. સંભળાતું હતું. પણ મગજમાં પ્રવેશતું ન હતું, ત્યાં પપ્પા હતા. મારા માટે અસહ્ય થયું. હું બહાર આવી અને ત્યાં જ ઊભી રહીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મને ઝડપથી ઊભી થઇ બહાર આવેલી જોઇને ‘હમસફર’નો વિવેક મારી પાછળ બહાર આવ્યો. જુએ છે તો હું રડતી ઊભી હતી...તેણે મને શાંત કરી. સાંત્વના આપી. ક્યારેક નહિ એ આ બૅંગકોકની ટ્રીપમાં મારી ઊંઘ ઊડી ગઇ... મગજમાં વિચારોનું ઘમાસાણ... સતત ઘરે ફોન... કેમ છે ? ક્યાં છે...? ઘરનાઓ તરફથી આશ્વાસન. ફોન મૂકું કે વળી મગજમાં વિચાર ચાલુ... આમાંથી જરા ક્યાંક ઊંઘ લાગે જ તો, અશુભ સ્વપ્નો આવતાં અને હું પરોઢિયે સાડાત્રણ-ચાર વાગે જ ઝબકીને જાગી જતી. આ જ કૉન્ફરેન્સમાં મને બહેન માનનારા શ્રી માનવેન્દ્રસિંગ પણ આવ્યા હતા. બૅંગકોકની ભારત પાછા ફરતી વખતે તે પણ મારી સાથે હતા. મારી અસ્વસ્થતા તેમને સમજાતી હતી... મારે ભારત પહોંચવાની કેટલી ઉતાવળ છે તે તેઓ જોતા હતા. વિમાન ઊપડવાને થોડીવાર હતી અને તેટલામાં મારી આંખ લાગી... જેટલી ઝડપથી હું ઊંધી, તેટલી જ ઝડપથી ઊઠી પણ ગઇ અને પાસે બેઠેલાં શ્રી માનવેન્દ્રસિંગને પૂછ્યું, ‘આપણે મુંબઇ પહોંચી ગયા ?’તેમણે ચમકીને મારી તરફ જોયું. તે હસ્યા અને મારા પર હાથ ફેરવતા કહ્યું, ‘બી કૂલ સિસ્ટર...’

બૅંગકોકથી પાછી ફરી તો તરત જ આગામી બાર્સિલોનાની પહેલી ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર કૉંગ્રેસની તારીખો મારી એકદમ સામે આવીને ઊભી હતી ? તે તરફ બેધ્યાન કર્યે ચાલવાનું ન હતું. ખરું તો અહીં પણ જવાની મારી ઇચ્છા ન હતી. એક મન કહ્‌તું હતું. બાર્સિલોના ન જઇશ... કેવળ પપ્પા પાસે બેસી રહે. એટલાથીય તેમને સારું લાગશે પણ તે જ સમયે બીજું મન કહેતું હતું પપ્પાને સમય આપવો જોઇએ એ સાચું છે, પણ તારું બાર્સિલોના જવુંય તેટલું જ મહત્ત્વનું છે. આ કૉન્ફરન્સ મહત્ત્વની હતી. તે આયોજિત કરવામાં જેમણે નેતૃત્વ લીધુે હતુ તેમાં હું પણ હતી અને હું જ ન જાઉં તો... વૈશ્વિક સ્તરે જુદા જુદા દેશોમાં ટ્રાન્સજેન્ડર્સ માટે જે નીતિ નિર્ધારીત થાય છે, તેમાં આપણી વાત કેવી અને શું રજૂ કરવી એની સવિસ્તર ચર્ચા અહીં થવાની હતી, ભારતીય ઉપખંડના સમગ્ર હીજડા કમ્યૂનિટી દૃષ્ટિએ આ કૉન્ફરન્સ મહત્ત્વની હતી.

હા-ના કરતાં અંતે હું ગઇ... આ પૂર્વે જે જે વખતે જ્યાં જયાં ગઇ હતી, તે તે સ્થળેથી હું ઘરના દરેક માટે કંઇકને કંઇક લાવતી હતી. બાર્સિલોનામાં ખૂબ વસ્તુઓ દેખાતી હતી. પણ પપ્પા માટે શું લેવું એ મને સમજાતું ન હતું, એક એક વસ્તુઓ હું હાથમાં લેતી હતી અને પાછી મૂકી દેતી હતી... પપ્પાનો વેદનાથી ગ્રસ્ત ચહેરો નજર સમક્ષ આવતો હતો. શું કરશે તે આ વસ્તુઓનું ? તે કરતાં તેમને આ માંદગીમાંથી સાજા કરે એવું કાંઇક મળે તો... મારી નજર ચકરવકર થતી હતા.. પપ્પાને સાજા કરનારી જાદૂઇ છડી શોધતી હતી ?

ફરી ફરીને થાકીને અંતે હું હૉટેલ પર પાછી ફરી અને ફરી એક વાર ભાંગી પડીને રડી... ઘરથી દૂર... એકલી જ.

આ બધાને પરિણામે જ કે કેમ, બાર્સિલોનામાં હું માંદી પડી. એક દિવસ સવારે ઊઠી તો હું શ્વાસ જ લઇ શકતી ન હતી. જીવ ચૂંથાવા લાગ્યો. થયું આપણે હવે જઇશું... માંડમાંડ રિસેપ્શનને ફોન જોડ્યો અને ડૉક્ટર બોલાવવા કહ્યું, તાબડતોબ ઍમ્બ્યુલન્સ આવી અને મને હૉસ્પિટલ લઇ ગઇ. ત્યાં પપ્પાની તબિયત આ આવી... એવામાં મેં ઘરે જણાવ્યું જ નહિ. ફક્ત દીપકને ફોન કર્યો. તેને કહ્યું, કોઇને જ કહીશ નહિ.

ચાર-પાંચ દિવસ મારો મુકામ ત્યાં હૉસ્પિટલમાં હતો. સ્વસ્થ થઇ અહીં આવી. અને પપ્પાની તબિયત ઝડપથી કથળતી ચાલી હતી.

હવે હતી વિએનાની આંતરરાષ્ટ્રીય એડ્‌સ કૉન્ફરન્સ. મારી એ જ લાગણી... નહિ જવાની. પણ અહીં તો ‘ગ્લોબલ વુલેજ’નું ઉદ્‌ઘાટન મારા હાથે વિલેજ નું ઉદ્‌ઘાટન...આ સમગ્ર હીજડા કમ્યૂનિટીને મળતુમ સન્માન હતું . હું એ જ ટેનસ્નમાં ગઇ. વધુ દિવસ રોકાઇ નહિ. કામ થતાની સાથે ત્યાંથી નીકળી આવી.

પપ્પા એક દિવસ સાજા રહેતાં, પણ બીજા દિવસે... રાત્રે તેમને તકલીફ થવા લાગે કે અમે બધા જાગતા... ક્યારેક પરોઢિયે ત્રણ વાગે ઊંધતા, ક્યારેક પાંચ વાગે. ક્યારેક નહિ જ ? પપ્પાની હાલત જોવાતી નહિ. પણ તે જવાના છે, એવી કલ્પના પણ મનમાં આવતી નહિ.

તા. ૭ ઑગસ્ટની રાત આવી જ હતી...

એ શનિવારનો દિવસ હતો, વીકએન્ડ. હું બહાર હતી. મમ્મીનો ફોન આવ્યો. જલદી ઘરે આવ. પપ્પાની તબિયત બગડી છે. ‘મૉફિન પૅચ’ લગાવ્યું છે. છતાંય સારું લાગતું નથી... મમ્મીના આ વાક્યથી મારા મનમાં જોખમનો ઘંટ વાગવા લાગ્યો. હું ઘરે આવી. બધાં પપ્પાનાં ઓશિકા પાસે બેઠા હતા. શાહીન પણ હતી. મારા ચેલા હતા. એટલે હું આટલા દિવસ બહાર જઇ શકતી હતી. મમ્મીને મારા ચેલાએની ખૂબ મદદ થતી. દીદી પણ એ વખતે રહેવા આવી હતી. તે અને તેની છોટી કૃતિ. અમે બધાં જ પપ્પા પાસે હતી. ધીમેધીમે તેઓ સારું લાગ્યું. આંખ લાગી. હું થોડી રિલેક્સ થઇ. પણ મૉર્ફિન જેવી સૌથી સ્ટ્રોન્ગ દવાથીય પપ્પાને હવે સારું લાગતું નથી એ વાત મને આઘાત આપી ગઇ હતી. એટલે ડૉક્ટરે કહ્યું હતુ, એ સમય આવી પહોંચ્યો કે શું... ગમે એટલું ખબર હોવા છતાં પોતાના માણસનું જવું પચાવવું અઘરું હોય છે ને...

મારા કેટલાક મિત્ર મારી સાથે ઉપર આવ્યા હતા... પપ્પાને થોડું સારું લાગ્યા પછી અમે નીચે ગયા... સીધા બારમાં. મારી અસ્વસ્થતા, મારી જવાબદારી મને નોર્મલ થવા જ દેતી ન હતી. રાત્રે ત્રણેક વાગે હું ઘરે આવી. દીદી અને કૃતિ મારી પાસે જ ઊંઘતા. ત્રણ વાગ્યા છતાંય કૃતિનું તોફાન ચાલું હતું. તેને ઊંધવું ન હતું. હું તેની સાથે રમતી બેઠી...

બીજા દિવસે રવિવાર... અષાઢનો છેલ્લો રવિવાર... મન ફાવે એ ઓરવું હતી. સવારે ઊઠ્યા પછી ફ્રેશ થઇને હું મમ્મી પાસે ચા પીવા જાઉં, તેટલામાં જ મમ્મીએ મને બૂમ પાડીને બોલાવી... હું દોડી. પપ્પાને ઘરેડી લાગી હતી...શાહીન નીચે નેબ્યુલાઇઝર લાવવા દોડી. મેં તરત જ ડૉકટરને ફોન જોડ્યો. શું થાય છે એ જણાવ્યું... કહ્યું ‘હું તેમને તમારી પાસે લઇ આવું કે ?’

ડૉકટરે કહ્યું, ‘સાચું કહ્યું કે લક્ષ્મી તને, તેમને હવે શાંતિપૂર્વક જવા દે, તેમની દૂર્દશા થવા દઇશ નહિ. જો, તેમાંથઈ તું નક્કી કર શું કરવું છે તે...’

મેં નક્કી કર્યું. પપ્પાની દૂર્દશઆ થવા દેવી નથી. હળવે હળવે પપ્પા શાંત થતા હતા... હું તેમના ઓશિકા પાસે બેઠી. તે મારી સામે જોતા હતા... જાણે મને કહેતા હતા, જો રાજુ હું ચાલ્યો... હવે તારી પર બધી જવાબદારી છે.

મેં તેમનો હાથમાં લીધો. તેમને સારું લાગ્યું. પોતે મુકેલો વિશ્વાસ રાજુ સાર્થક કરશે એમ તેમને ઘણુંખરું લાગ્યું હોવું જોઇએ. પોતે આંખો મીચી લીધી.

મેં ફોન કરીને દીપકને બોલાવ્યો હતો. એ દોડતો આવ્યો. તેણે પપ્પાને જોયા અને મને બહાર લઇ ગ્યો. ‘લક્ષ્મી, પપ્પા ગયા છે...’ એણે મને કહ્યું, હું સમજી પણ હવે ઘરમાં સર્વેને કેવી રીતે કહેવું ? મમ્મીને ? આ રૂમમાંથી પેલી રૂમમાં હું આંટા મારતી હતી.

પછી દીપકે જ ફોન કરીને ડૉક્ટરને બોલાવ્યા.

થોડી વારે ડૉક્ટર મિશ્રા આવ્યા. તેમણે તપાસ્યાં. કહ્યું ‘તે હવે નથી રહ્યાં...’ તરત જ તેમણે ડેથ સર્ટિફિકેટ આપ્યું.

મને તો કાંઇ સૂઝતું જ ન હતું. અમારા સગાં વ્હાલાઓને, મિત્રોને ફોન કરવા જોઇતા હતા. શશીએ તે બધું કર્યું. આડોશી-પાડોશીઓને ખબર પડી. એકબીજાને સંદેશા પહોંચ્યા. એકએક જણ આવવા લાગ્યા અને અમારું ઘર ભરાઇ ગયું... અમારા વિસ્તારનાં શ્રી જિતેન્દ્રકુમાર ઇંદિસે, મારા મિત્ર વિકી સાવકે, તેનો ભાઇ પરાગ, શ્રી અનિલ, ચંદ...બધા મદદે ઊભા હતા. શિવાએ ઍમ્બ્યુલન્સ બોલાવી. પપ્પાના મોટા ભાઇ, પિત્રાઇ ભાઇ... તેમનાં બાળકો.... મારાં ફોઇની દીકરી.... બધાં જ આવ્યાં.

ઘરનો સામર્થ્યશાળી આઘાર ગયો હતો, જેમણે શૂન્યમાંથી અમારું ઘર ઊભું કર્યું હતું. એ જ માણસ ગયા હતા. જેણે અમને જન્મ આપ્યો, ઉછેર્યા એ પિતા ગયા હતા. જેમણે અમારી પર વિશ્વાસ મૂક્યો, એ મિત્ર ગયા હતા. ખૂબ જ ખાલી ખાલી લાગતું હતું. મને... સતત હૈયું ભરાઇ આવતું હતું . મોટેથી રડવાનું મન થતું હતું. પણ હું ઘરનો મોટો દીકરો હતો ને... કેવી રીતે રડું ? મારે જ આગળ આવીને હૈયું કઠણ કરીને બધું કરવું જોઇતું હતું.

કામ વહેંચી દીધા અને માણસો વેરાયા. મમ્મી કલ્પાંત કરી રહ્યા હતા. તેને સાચવવા હું ઘરે જ રોકાઇ. શશી ઉપર-નીચે કરતા બધી તૈયારી પર ધ્યાન રાખી રહ્યો હતો. પપ્પાનાં મોટા પિત્રાઇ ભાઇ, અમારા કાકા આવ્યા હતા. તેમની પાસેથી મેં શું, કેવી રીતે કરવાનું હોય છે એ બધું સમજી લીધું.

અમારે ત્યાંજ અગ્નિ આપે છે, એ અગિયાર દિવસ, સૂતક પૂરું થતાં સુધી કાંઇ પણ કરતા નથી. ઘર બહાર બેસી રહે છે. ઘરમાં તો અનેક કામો કરવાના હોય છે. કાકાએ મને કહ્યું, ‘ગામ જઇને બધું તારે જ કરવું પડશે. શશીને તેમાંનું કાંઇ જ ખબર નથી. તેને પપ્પાને અગ્નિ આપવા દે, તું છૂટો રહે.’

વાસ્તવમાં આની પાછળનું મૂળ કારણ અને આપવામાં આવેલ કારણ... મને તે સમજાતું હતું. પરંતુ આ સત્યનોય મારે સામનો કરવો જ જોઇતો હતો.

ક્ષણભર મને દુઃખ થયું... હું પપ્પાને સમય આપી શકી નહિ, તેમની સેવા કરી શકી નહિ અને હવે અગ્નિસંસ્કાર પણ કરી શકીશ નહિ... પણ હું તરત જ સ્વસ્થ થઇ. કાકાને કહ્યું, હું અગ્નિ આપું શું અને શશી આપે શું, બધું સરખું જ. બાકીનું બધું હું જોઉં છું.

પપ્પાનાં અગ્નિસંસ્કાર થયા. હવે પછીની વિધિ કરવા બાર-તેર દિવસ અમારે ગામ જવાનું હતું. અમારે ત્યાં ઉત્તરપ્રદેશમાં લગ્ન અને અંતિમ કાર્યમાં લગભગ સરખો જ ખર્ચ થાય છે. અમારું ખાનદાન તો વિદ્ધાન બ્રાહ્મણોનું હતું ઘાર્મિક દૃષ્ટિએ પણ પપ્પાનાં સંસ્કાર વ્યવસ્થિત જ થવા જોઇતા હતા. અમારે ત્યાં દરેક ઘરમાં કાંઇક કાર્ય હોય તો તે માટે બ્રાહ્મણ નક્કી થયેલો હોય છે. કહોને તે ઘરનો, પરિવારનો જ બ્રાહ્મણ હોય છે ને ? બીજો હોય છે એ અંતિમ વિધિ કરનારો બ્રાહ્મણ અને ત્રીજો પ્રદેશનો મુખ્ય બ્રાહ્મણ મહા બ્રાહ્મણ. આ ત્રણેય વિધિ કરવા માટે હોય છે. સૂતકના ગાળામાં ઘર સાદું ભોજન લે છે. તેમાં વધાર નહિ, હળદર નહિ, મીઠું નહિ, જે અગ્નિ સંસ્કાર કરે, તેનું ભોજન તેણે પોતે જ જુદું રાંધવાનું અને ખાવાનું. આવું દસ દિવસ કરવાનું. પછી તે વ્યક્તિએ દસ દિવસમાં વાપરેલ બધું કપડાંથી વાસણો સુધી બધું દસમા દિવસે જે વાળંદ મૂંડન કરે તેને આપવાનું હોય છે... તે તેનો અધિકાર !

મુખ્ય વિધિ અગિયારમાં દિવસે હોય છે...‘નારાયણ બલી’. એ થાય કે પહેલાં મુખ્ય બ્રાહ્મણ જમે છે અને પછી ઘરની સ્ત્રીઓ સૂતક પુરું થયાનું જમવાનું બનાવવા લે છે, આ ભોજનમાં વધાર, હળદર, મરચું, મીઠું...બધું હોય છે.

અગિયારમાં દિવસની વિધિ પૂરી થાય કે મહાબ્રાહ્મણને દાન આપવું પડે છે. તે જે માંગે તે આપવું પડે છે. તે કાંઇ પણ માગી શકે... જમીન, ઘર, સોનું... અને જનાર વ્યક્તિની પ્રિય વસ્તુ ઘણુખરું આપવામાં આવે છે.

આ બધું કરવા ખૂબ જ પૈસાની જરૂર હોય છે. અમારા બધાંનો ગામ જવા આવવાનો પ્રવાસ અને આ બધું... તેમાં પપ્પાની માંદગીમાં પણ ખર્ચ થયો હતો. કાંઇ પણ બચ્યું ન હતું. પૈસાની સગવડ કરવી જોઇતી હતી. પપ્પા તા. ૮ ઑગસ્ટનાં રોજ ગયા અને તા. ૯ ઑગસ્ટનાં રોજ સવારે હું પૈસાની ગોઠવણ થઇ અને બે દિવસમાં અમે બધાંય ગામ જવા નીકળ્યા. ફલાઇટથી જઇ શક્યા હોત. પણ મમ્મીને થોડી રિલૅક્સ કરવી આવશ્યક હતી. ગાડીનાં પ્રવાસમાં બે દિવસ જશે, અમે એકબીજા સાથે વાતો કરી શકીશું... મમ્મીનેય થોડું સૂકુન મળશે એટલે અમે ટ્રેન દ્વારા ગયા.

ગોરખપુર ગાડી પહોંચી ત્યારે સવાર થઇ હતી. અમે આવવાના છીએ એ ખબર હતી. તેને કારણે ગાડી પર મળવા લેવા અનેક જણ આવ્યા હતા. અમે બધાંયને મળ્યા. થોડો વખત રોકાયા અને તરત જ નીકળ્યાં.

ગામ પહોંચ્યા તો અમારી લગોલગ લાલ બત્તીની ગાડીઓ... ઉત્તરપ્રદેશના અનેક મંત્રી મને મળવા આવ્યા હતા... ગામ ચકિત થઇને જોતું જ રહ્યું. અમારા ગામમાં લાલ લાઇટ...? બીજા દિવસથી તો મળવા આવનારઓનો તાંતો શરૂ થયો.

ગામમાં મારા મોટા કાકાના સંતાનો હતા. કાકા-કાકી થોડા વર્ષો પૂર્વે ગયા હતા. તેમને અમે ‘બડકે બાબૂજી’અને ‘બડકી અમ્મા’ કહેતા હતા. મોટા કાકી મમ્મી-પપ્પા સાથે ખૂબ ઝગડતાં, પણ અમને બાળકોને ખૂબ પ્રેમ કરતા. મોટાના ઝઘડાં મોટાઓમાં, એવો નિયમ જ હતો અમારી ઘરનો ! મોટાકાકાની દીકરા શામમોહન, રામમોહન અને કૃષ્ણમોહન, બે દીકરીઓ બિંદુ અને ઉર્મિલા. રામમોહનવચગાળામાં ગયો. શામમોહન અમારો સહુથી મોટો ભાઇ. પપ્પા તેને પોતાનો મોટો પુત્ર જ માનતા. ગામના, પરિવારનાં, જમીનના, ઘરના સર્વ વ્યવહાર તેને પૂછીને કરતા. પણ કઇ વાતે વણસ્યું કે કોને ખબર, પપ્પા માંદા પડ્યા ત્યારથી વર્ષભરમાં શામભય્યા તેમને જોવાંય આવ્યા નહિ. ગામની આસપાસનાં લોકોને, સર્વ સગાં-વ્હાલાઓને આ ખબર હતી. હવે અમે ગયા પછી અમે શામભય્યા સાથે બોલીશું, ઘરમાં ઝઘડાં થશે, એમ ગામના લોકોને લાગતું હતું. તે તેની રાહ જ જોતા હતા...

પણ હુંય મારા ગામલોકોને ઓળખાતી હતી. ગામમાં જતાં જ મમ્મી, દીદી, શશી સર્વને મેં ધમકી આપી હતી... કોઇ ગમે તે કહે, કાંઇ પણ બોલે, આપણે શાંત રહેવાનું છે. વાતનું વત્સર થશે. અને પછી કાંઇનું કાંઇ જ થઇ જશે ?

મારું અનુમાન હતું તેવું જ થયું. ગામના લોકો મળવા આવતા અને અમારા કાન ભંભેરતા... શામ હવે કેવું વર્તે છે ખબર છેને...? એ તમને જમીન આપશે કે નહિ, તમારો ભાગ આપશે કે નહિ, કોણ જાણે ?

એક પાસે, બીજા પાસે, ત્રીજા પાસે મેં આ સાંભળી લીધું. ચોથો માણસ પણ આવીને એ જ વાત કરવા લાગ્યા પછી મેં કહ્યું, ‘એ અમારા ઘરનો, અમારા પરિવારનો અંદરો અંદરનો મામલો છે. તમે ટેન્શન લેશો નહિ. શું કરવું એ અમો જોઇશું...?’

સર્વજણ ચૂપ થયા. ત્યાર પછી કોઇએ એ વિષય જ કાઢ્યો નહિ.

બીજા દિવસે પપ્પાનાં અસ્થિ પધરાવવાનાં હતા. ખરું તો છેલ્લે પપ્પાને ગામ આવવું હતું. પોતાનું બધું જ અહીં થાય, એવી પપ્પાની ઇચ્છા હતી. તેને કારણે તેમનાં અસ્થિ અહીંથી જતી વખતે જ લઇ ગયા હતા. ખરું તો શાસ્ત્ર અનુસાર અસ્થિ ઘરમાં લાવવાનાં હોતા નથી. પણ મમ્મી પપ્પાનાં અસ્થિ ગામના ઘરમાં લઇ ગયા, ‘ખરું તો તેમને આ ઘરમાં આવવું હતું... હવે તે નથી તો ઓછામાં ઓછું તેમના અસ્થિ તો આવવા દો... જે થશે તે પ્રાયશ્ચિત કરીશ..., તેણે મક્કમતાપૂર્વક કહ્યું અને આખાય ઘરમાં ફેરવીને અસ્થિ તેણે ઘરની બારીને બાંધી મૂક્યા. આ અસ્થિ વિસર્જન માટે બનારસ જવાનું હતું. હું, શાહીન અને શામભય્યા નીકળ્યા. ગાડી શરૂ થઇ અને શામભય્યાએ મને કહ્યું, મારા જેવો અભાગી કોઇ જ નહિ. મેં મંદવાડમાં કાકાની લગીરેય સેવા કરી નહિ’ તેની આંખો ભરાઇ આવી હતી. મેં તેને કહ્યું, હવે થયું એ વાતે ફરીયાદ શું કામની ? જે થયું તે થયું... પપ્પા ની આ છેલ્લી વિધિ છે, અસ્થિ વિસર્જનની, તે તું કર... મારા હાછમાંનો અસ્થિકળશ મેં શામભય્યાના હાથમાં આપ્યો અને મને અંદરથી જોરથી રડવું આવ્યું, પપ્પાના અસ્થિએ તેમનાં અસ્તિત્વની છેલ્લી નિશાન હતી મારી પાસે ની, તે પણ હવે ગઇ હતી...

સાંજ થવા આવા હતી. ગંગાના ઘાટપરના હોડીવાળા અમારા માટે રોકાયા હતા. નદીના વહેણના મધ્યભાગમાં અમે પહોંચ્યા અને શામભય્યાએ અસ્થિ ગંગામાં પધરાવ્યા... મેં હાથ જોડ્યાં....આથમતા સૂર્ય અને પાણીમાં વિસર્જિત થનાર અસ્થિને... સૂર્ય આથમ્યો, છતાં આવતી કાલે સવારે ફરી ઊગવાનો હતો. ફક્ત પપ્પા... અમારા જીવનમાંથઈ એક વ્યક્તિ બીજાનાં જીવનમાંથી આટલા ઝડપથી બાદ થાય ? બાદ થનાર વ્યક્તિ એટલે તે વ્યક્તિનું માત્ર શરીર જ ઓછું હોય છે...? તેનાં આચાર હોય છે, તેના વિચાર હોય છે, તેનો પ્રભાવ હોય છે... પપ્પાના આચાર, વિચાર, પ્રભાવ મારી પાસે હતા જ. તે ક્યારેય ભૂંસાવાના ન હતા.

પપ્પા મારી સાથે છે, ખરું તો મારામાં જ છે. એમ પોતાને આશ્વસ્ત કરતા હું બધાયની સાથે ઘરે આવી.

દસમાં દિવસે સૂતક પૂરું થયા પછી ઘરનાં પુરુષોનાં વાળ કાપવાની વિધિ હોય છે. ઘરનાં બધા પુરુષ તો વાળ કપાવે જ છે, પણ ગામનો દરેક બ્રાહ્મણ ઘરનો એક પુરુષ પણ વાળ કપાવે છે. આ પુરુષોનો વિધિ. ઘર માટે, ગામ માટે, હું પપ્પાનો દીકરો હતો. પુરુષ જ હતો... અને પુરુષ જ રહેવાનો હતો. કેવળ શાસ્ત્રનો નહિ. આ લાગણીનોય પ્રશ્ન હતો. પપ્પાનો મોટો દીકરો પોતાના પિતા માટે વાળ કાપતો નથી. એનો ગામમાં ખૂબ મોટો ઇસ્યૂ થયો હોત, વિવાદ થયો હોત, મારે વાળ કાપવા ન હતા, પણ દલીલ પણ એવી કરવી જોઇતી હતી કે કોઇ કાંઇ બોલી જ ન શકે. આમ વચ્ચે ક્યારેક એકવખત મેં પૂછી લીધું, મારેય વાળ ઊતરાવવા પડશે કે ? ગામનાં કોઇકે પછી મને એક કથા જ સાંભળાવી.

અમારું ગામ એટલે પૂર્વે રજવાડાનો એક ભાગ હતું. તે રાજઘરાણામાં એક વ્યક્તિનું મૃત્યુ થયા પછી પોતે મૂછો કાઢશે નહિ. એવું તેમના દીકરાએ નક્કી કર્યું. તે અનુસાર તેણે મૂછો કાઢી નહિ. પણ ત્યાર પછીની વિધિઓમાં કાંઇકને કાંઇક વિધ્ન આવતા રહ્યા. એ પૂરી જ ન થાય. છેવટે તેની મૂછો ખેંચી કાઢી ત્યારે તે વિધિ પૂરી થઇ... મૃતાત્માને મુક્તિ મળી ?

હવે આની પર હું શું કહું ? પણ મેં હવે જુદો જ વિચાર કરવાનું નક્કી કર્યું...મેં કહ્યું, ‘સાધુ, સંત, મહાત્મા, યક્ષ, કિન્નર, ગંધર્વને સૂતક લાગે છે કે ? મેં કહ્યું, ‘હું કિન્નર... હું વાળ કપાવવા તૈયાર છું. પણ તે શાસ્ત્ર અનુસાર હોવું જોઇએ ને ? હવ્‌ મારી હોશિયારી બધાંયને સમજાઇ... બ્રાહ્મણોએ નિર્ણય આપ્યો... અને મારા વાળની અંદરનાં ભાગની એક લટ કાપવામાં આવી. બાકીનાં વાળ તેમજ રહ્યાં... ત્યાર પછી હતો અગિયારમો દિવસ, ‘નારાયણ બલી’ નો. સૂતક પૂરું થવાનો દિવસ. સવારથી ત્રણ બ્રાહ્મણ આવ્યા હતા. મને પોતાને શાસ્ત્રની ઘણીબધી સૂક્ષ્મ માહિતી. કઇ વિધિ શા માટે કરવાની, એની વિગતોની મને જાણ હતી. અમારા ગોપાલકાકાએ બ્રાહ્મણોને કહ્યું, ‘રાજુને આમાંની સર્વ સૂક્ષ્મ બાબતોની માહિતી.’ કઇ વિધિ વ્યવસ્થિત કરો... ! થયું ! બ્રાહ્મણોએ ગોપાલકાકાની આજ્ઞા સ્વીકારી અને સહજસાજ બે કલાકમાં થનાર આ વિધિ સાંજ સુધી ચાલી. ત્યાર પછી જમણ... હજારેક લોકો જમી ગયા. ગામમાં જે ઘરમાં પાછલાં વર્ષભરમાં મંગળકાર્ય થયેલું હોય તે ઘરનાં લોકો સૂતકનાં જમણમાં આવતા નથી. પણ પપ્પાની બાબતમાં આ નિયમ કોઇએય પાળ્યો નહિ. માણસો જોડનાર પપ્પાને ગામલોકો એટલું માનતા હતા કે દરેક ઘરનો ઓછામાં ઓછો એક માણસ તે દિવસે જમવા આવ્યો.

જમણવાર પહેલાં દક્ષિણા આપવાનો વિધિ હતો. બ્રાહ્મણ ઇચ્છે તે માંગે અને તે આપવાની હોય છે, એ ખબર હતી. પપ્પાને ગમતી વસ્તુ તરીકે હું ત્રણેય બ્રાહ્મણોને આપવા સદરા અને પાયજામા લાવી હતી. પપ્પાની વધુ એક ગમતી વસ્તુ એટલે અંગુઠી... જુદી જુદી અંગુઠીઓ પહેરવાનો તેમને શોખ હતો. પપ્પાના ગયા પછી હું ત્રણ-ત્રણ ગ્રામની બે સોનાની અંગૂઠીઓ લાવી હતી. તે આ બ્રહ્મણોને આપવી માટે જ. તદ્‌ઉપરાંત અન્ય વસ્તુઓ હતી જ. પણ છતાંય તે શું માંગશે, વિશ્વાસ ન હતો.

દીદીનાં સસરા પપ્પાની વિધિ માટે ગામ આવ્યા હતા. જમણ થતા થતા તેમણે મને એક બાજુ બોલાવ્યો અન ેકહ્યું, ‘પેલા બ્રાહ્મણ ગમે તે માંગશે, પણ તે જે કહે, એની તરત જ ‘હા’ કહીશ નહિ.’ હું તારી સામે જ બેતું છું. ડોકું હલાવું, તો ‘હા’ કહેજે નહિ તો ‘ના’ કહેજે... કહેજે વિચાર કરીને કહું છું...આપણે વાત કરીશું. ઓછું કરાવીશું તેમની પાસે...’ મને તેમને ખૂબ આધાર જણાયો... હંમેશની જેમજ.

બ્રાહ્મણોને મેં સોનાની અંગુઠી આપી. લાવેલ ઇતર સર્વ વસ્તુઓ હતી જ... ગાદલાંથી લઇને છત્રી, ચંપલ સુધી...એ લીધા પછી તેમણે મારી પાસે દસહજાર રૂપિયા અને એક સાઇકલ માંગી. હું ‘હા’ કહેવાની જ હતી, પણ બાબુજીની કરડી નજર મને દેખાઇ. પછી મેં સાઇકલ કબૂલ ન કરી. મેં કહ્યું, ‘‘બ્રાહ્મણોને કાંઇ પણ આપવા ક્યારેક ‘ના’ કહેવાની હોતી નથી એવું શાસ્ત્રમાં લખ્યું છે...પણ કિન્નરોનેય તેમણે માંગેલું બધું આપવાનું હોય છે જ ને ? તમે બ્રાહ્મણ એટલે હું તમને સાઇકલ આપીશ અને કિન્નર તરીકે તે માંગી લઇશ. શું અર્થ છે આ આપવા-લેવાનો ?’’

બ્રાહ્મણ હસ્યા. જે સમજવું હતું તે સમજ્યા. મેં તેમને પૈસા આપ્યા અને તે ગયા.

ગામનું બધું પતાવીને અમે થાણે પાછા આવ્યાં. ઘરમાં બધાંય હોવા છતાં ઘર ખાવા દોડ્યું. હવે પપ્પા ઘરમાં ન હતા... સગાંવ્હાલા, મિત્રો, પરિચિત લોકો, આવીને મળી જતા હતા.

અઠવાડિયા ભરમાં તેનો પ્રવાહ બંધ થયો અને અમારું ઘર થાળે પડવા લાગ્યું. મારા બહારનાં કામો શરૂ થયા. શશીને નોકરી લાગી. શશીનો નાનો અંશુમન થોડા દિવસ પપ્પાને શોધતો રહ્યો. પછી એ ભૂલી ગયો. રમતમાં ખોવાયો. પરંતુ મમ્મી માટે ભૂલવું કપરું હતું. પાછલું આખુંય વર્ષ તેનો જીવ પપ્પા આસપાસ ફરતો હતો... હવે તેને સમય પસાર કરવાની તેણે પોતાને આદત પાડી.

શરૂઆતનાં કેટલાક દિવસ મારાય મગજમાં સતત પપ્પા જ રહેતા. એકેક પ્રસંગ મારી નજર સમક્ષ પસાર થતો. અમે નાના હતા ત્યારે તેમણે વેઠેલ કષ્ટ, અમને આપેલા સંસ્કાર... હવે તે માંદા હતા ત્યારેય જ્યારે જ્યારે હું મુંબઇ બહાર જતી હતી ત્યારે તેમને પૂછતી હતી...પપ્પા, જાઉંને ?

‘જા બેટ, હું ધ્યાન રાખીશ...પણ વહેલો આવ...’ તે મને કહેતા.

મમ્મી- પપ્પાએ અમને ખૂબ સુંદર સંસ્કાર આપ્યા. ખૂબ જ પ્રેમ કર્યો. તે બન્નેનો અમારા ત્રણેય ભાઇ-બહેન પર ખૂબ પ્રભાવ છે.

પણ ફકત મમ્મી-પપ્પા જ નહિ. અમારા ખાસ કરીને મારા ઘડતરમાં સગાંવ્હાલા, સંબંધીઓ, મિત્રો પૈકીના વધુ કેટલાક જણનો ફાળો છે.

ખરું તો અમારા બે સગા કાકા એક અમારા બડકે બાબુજી અને બીજા પપ્પાના નાના ભાઇ. પણ આ નાના ભાઇ ખૂબ પહેલાંથી જ જુદા થયા હતા. ઘરથી દૂર રહેવા લાગ્યા હતા. ઘર, પરિવાર સાથે તેમનો કાંઇ જ સંબંધ રહ્યો ન હતો. તેમનાં બાળકો કયારેય અમને તેમના સભ્ય તરીકે ગણવામાં આવતા જ નહિ...

પણ મુંબઇમાં પપ્પાના એક પિત્રાઇ ભાઇ રહે છે... શ્રી એસ. એન. તિવારી. કુર્લા-કમાનીમાં રહેતા હતા આ કાકા અત્યંત પ્રેમાળ, સમજદાર, ખુલ્લા દિલનાં. હું છોકરા તરીકે ડાન્સ કરવા લાગું કે બધાંય હસતાં... પણ આ કાકાએ એવું ક્યારેક કર્યું નહિ. તેમણે મને ડાન્સ શીખવા હંમેશા પ્રોત્સાહન આપ્યું. નૈતિક બળ આપ્યું. એ સમયગાળામાં મારે તેમનો ખૂબ આધાર હતો. તેમને ચાર બાળકો હતા...કંચન,કવિતા, કિરણ જેવી ત્રણેય એકબીજાની ખૂબ નિકટ હતા. તેમાંય કિરણ અને મારે તો ગોરનું ગાડું હતું. કિરણે નાસી જઇને લગ્ન કર્યાં, કેનેડી સાથે. ઘરનાં સહુ કોઇને લાગ્યું, કિરણ આવું કરવાની છે એ મને પહેલાથી જ ખબર હતી અને છતાંય મેં કોઇને જણાવ્યું નહિ, પણ સાચ્ચેજ મને આ વાતની ખબર ન હતી... એ સંપૂર્ણ સમયગાળા કિરણ અને કેનેડી પરિવારથી થોડા દૂર ગયા. પણ ચાર-પાંચ વર્ષે ફરી બધાં ભેગા થયા. કેનેડી પણ મારો ખૂબ સારો મિત્ર બન્યો. એ મને દીકરો જ માને છે. હું હવે નિયમિત તેમને ત્યાં જાઉં છું, રહું છું, ખૂબ ગપ્પા મારું છું અને મોકળી તથા ફ્રેશ થઇને પાછી આવું છું.

સગાંઓમાં કેટલાક જણ મને ખૂબ નિકટનાં લાગે છે. પરંતુ બધાંય નહિ. મિત્રોમાં પણ તેવું જ. કેટલાક મિત્રો, સહેલીઓ મારી ખૂબ નિકટ છે. પ્રવીણ મારો નાનપણથી નિકટનો મિત્ર...મને અંદર-બહારથી ઓળખનારો. ખોપટમાં અમે સામસામે રહેતા. તેમાંથી જ અમારી દોસ્તી થઇ. એ વધતી ગઇ. એકદમ ગાઢ થઇ... હજુય તેવી જ છે.

પપ્પા અને ખાન અંકલની આવી જ અત્યંત ગાઢ દોસ્તી હતી. તે પપ્પાનાં નિકટનાં મિત્ર હતા. અમારા ઘરો પણતેને કારણે એકમેકનાં ખૂબ નિક્ટનાં હતા. દિવાળીમાં ખાન અંકલનું આખુંય પરિવાર અમારે ત્યાં આવતું. ઇદમાં અમે બધાં તેમના ઘરે જતા. હું નાનપણમાં સતત માંદી રહેતી. ખાન અંકલ મારી ખૂબ સંભાળ રાખતા. મને મસ્જિદ બંદર એક ડૉક્ટર પાસે દવા માટે લઇ જતા. તેમણે પોતાનાં દીકરા જેવું જ મારું બધું કર્યુ. ખાન અંકલનાં પરિવારને અમે હંમેશા જ અમારા ‘બહોળાં પરિવાર’ તરીકે ગણતા આવ્યા છીએ. ખાન અંકલનાં બાળકો પરવેજ, તબરેજ, જાવેદ... અને અમે સાથે જ ઉછર્યા... ભાઇભાઇની જેમજ. કાંઇ થાય તો સગા ભાઇઓની જેમ આ બધા ઊભા રહે છે.

ખાન અંકલને હદૃયરોગ હતો. તેમાં જ તે ગયા. ત્યારે પછી પપ્પા પડી ભાંગ્યા. તેમણે ખાન અંકલના ઘરે જવાનું જ બંધ કર્યું... ખાન અંકલ વગરનું ઘર તે સહન જ કરી શકતા ન હતા. જાણે તેમનાં જીવનનો એક ભાગ જ બની ગયું હતું.

મારાંય જીવનનો હિસ્સો બની ગયેલા અવાજ કેટલાક જણ છે. મારી સાથે તેમનો લોહીનો સંબંધ નથી, પણ આ જોડેલા સંબંધો કેટલીક વખત લોહીની સગાઇ કરતાંય નિકટનાં લાગે છે મને!

આવાં જ મારા નિકટનાં બે પરિવારો છે. એક છે પુણેનો શ્રી સિદ્દીકી પરિવાર અને બીજું અજમેર નાં શ્રી શબ્બોભાઇ અબ્બુનો પરિવાર. અજમેર દર્ગાના ઉરસમાં હું દર વર્ષે જાઉં છું. બાબા ચિશ્તીએ જ જાણે આ બે પરિવારો માટે આપ્યા છે. પુણેનાં સિદ્દીકી પરિવાર અને મારો પ્રથમ પરિચય અજમેરમાં જ થયો હતો, ત્યાર પછી એક વખત પુણે તેમનાં ઘરે ગઇ અને હું ઘરે આવું કે ઘરનાં પ્રશ્નો ઉકલી જાય છે એવું મારા ત્યાંના અમ્મીને -સુ શ્રી નસરીન સિદ્દીકીને લાગવા લાગ્યું. તેમણે મને દીકરો માની અને મેં તેમને માતા. અબ્બા શ્રી ફિરોજુદ્દીન સિદ્દીકી પણ અત્યંત પ્રેમાળ છે. મારા બધા ભાઇ શ્રી બૉબી નિજામુદ્દીન, શ્રી રિશી મોહરાજુદ્દીન, શ્રી ઇમરાન ચિસ્તી અને બહેન લવલી શાહીના અને ડૉલી હુમા...મારી પર બધાંય અનહદ પ્રેમ કરનારા. તેમજ શબ્બોભાઇ...મને પોતાના પરિવારની જ માનનારા. તેઓ અજમેરનાં ખાદીમ છે. આ બન્ને પરિવારો મને પારકાં લાગતાં જ નથી.

તેવો જ દીપક સાળવી... મારો માનેલો દીકરો. ઉત્તમ ડાન્સર. તેનો ગુરુ સચિન ખરાત મારો પરિચિત હતો. તેની સાથે કાંઇક કામ માટે આ મારા ખોપટનાં ઘરે આવ્યો હતો. પણ બસ્સ તેટલું જ. હું આમ ઝડપથી કોઇનામાંય ભળનારી, ચટદઇને કોઇની સાથે મોકળાશથી વાત કરનારી નથી. તેને કારણે અમારો અલ્પ પરિચય તેટલા પુરતો જ મર્યાદિત રહ્યો. એક તો દીપક મરાઠી યુવક... મરાઠી બોલનારો. તેનાં બધા મિત્રો મરાઠી અને મને તો એલાઇટ કલાસનું આકર્ષણ. ફાડફાડ અંગ્રેજી ફાડવાની હોંશ. ‘એલ. એસ.’ એટલે લો સોસાયટી અને ‘એચ. એસ.’ એટલે ‘હાઇ સોસાયટી’ જેવા કોડવર્ડસ હતા અમારા. હું અને પ્રવીણ બન્નેને ‘એચ. એસ.’નું ખૂબ જ આકર્ષણ હતું અને દીપક અમને ‘એલ. એસ.’ લાગતો. તેને કારણે તેની સાથે સામે ચાલીને વાત કરવાનો, પરિચય વધારવાનો મેં પ્રયત્ન જ કર્યો નહિ.

જસપાલનાં પ્રકરણમાં દીપક શરૂઆતમાં મારી પર ખૂબ ચીડાતો હતો, પણ પછી તેણે મને સાચવી લીધી. આજેય ગમે ત્યારે મારે જરૂર હોય તો હું સાદ પાડું કે અડધી રાતે મારી સાથે ઊભા રહેનારા જે લોકો છે, તેમાં દીપક છે.

દીપકને કારણે તેની માનેલી બહેન જયાદીદી મારીય જયાદીદી થઇ. મને ખૂબ પ્રેમ કરનાર, મને આદર આપનાર આ પરિવાર. અમારો પરિચય થયો ત્યારે તેમનાં પરિવારમાં કેટલાક પ્રશ્ન ઊભા થયા હતા. વ્યવસાયમાં આર્થિક મુશ્કેલીઓ આવી હતી. હું તેમના ઘરે ગઇ અને બધાં પ્રશ્નો ઊકલ્યાં. ત્યારથી આ પરિવાર મારું તેમનાં ઘરે જવું એ મારો આશીર્વાદ છે એમ માને છે. મારો આદર કરે છે.

દીપકની જેમજ અન્ય બે વ્યક્તિ હંમેશા મારી સાથે ઊભા રહે છે... મારી બે બહેનો... માનેલી, પણ સગીબહેનો જેટલો જ નિક્ટનો સંબંધ ઘરાવનારી. એક છે સારા... સુપ્રીતા ઘોડકે અને બીજી છાયા પાટીલ... મારી મોટી બહેન છાયા.

સારા મને પહેલી વખત થાણેની ‘જ્ઞાનસાધના કૉલેજ’ માં એ બીએમએમના પહેલા વર્ષમાં હતી ત્યારે મળી હતી. તેમની કૉલેજનો ફેસ્ટિવલ હતો. તેમાં ડાન્સ શો હતો, ટેલેન્ટ હંટ હતી અને તેઓ મને પરીક્ષક તરીકે ઇચ્છતા હતા. ઉપવનમાં કોઇકની સાથે હું રેસ્ટોરામાં વાત કરતી બેઠી હતી અને સારાની એક બહેનપણીની મારી પર નજર પડી. મારો નંબર લીધો પછી સારાએ મને ફોન કર્યો. હું તેમની કૉલેજના કાર્યક્રમમાં ગઇ, તે વખતે અમે રૂબરૂ મળ્યા.

કાર્યક્રમ સુંદર થયો. ત્યાં સુધી અમારા સંબંધ ઔપચારિક જ હતા. હાઇ... હેલો... બસ્સ? કાર્યક્રમ પછી તેનાં ફોટો આપવા, કાર્યક્રમના પેપરમાં આવેલા સમાચાર, લેખોની કતરણ બતાવવા સારા ઘરે આવી હતી. તે વખતે અમારી અનઔપચારિક, કામ સિવાયની વાતો હતી અને તેમાંથી પછી મૈત્રી થઇ. તરત જ કોઇની પર વિશ્વાસ મૂકનારી, અંદર-બહાર એક એવી આ યુવતી મને ખૂબ જ ગમી. અને પછી ફરવા જવું, પાર્ટીઓમાં જવું એમ બધું સાથે કરવા લાગ્યા. ફક્ત લહેર જ નહિ. ‘અસ્તિત્ત્વ’ના કામથી લઇને ઘરમાં પપ્પાની માંદગી સુધી સારાએ મને ખૂબ મદદ કરી. હું, દીપક, સારા એમ અમારી ત્રિપુટી થઇ... આજેય છે.

છાયાબહેન અને મારો પરિચય હું બેબી જૉનીને ત્યાં ડાન્સ કલાસમાં જતી હતી ત્યારે થયો હતો. હું ત્યાં શીખવા જતી હતી અને નાના બાળકોને શીખવતી હતી. ત્યાં છાયાબહેનની દીકરી અમૃતા આવતી. હું આ બાળકોનાં જુદા જુદા કાર્યક્રમ પણ ઑર્ગેનાઇઝ કરતી. આ કાર્યક્રમોમાં ડાન્સ ગોઠવવા સાથે જ મહત્ત્વના હતા બાળકોના કૉસ્ચ્યુમ. છાયાબહેનનું બ્યુટી પાર્લર હતું અને ટેલરિંગ શોપ હતી. તે ડ્રેસ ડિઝાઇનર છે. કાર્યક્રમ માટે બાળકોને જોઇતા હોય એવા, તેમનાં માપનાં કપડાં તે સીવી આપતા. એટલા ઝડપથી અને સરસ સીવતાં ! આગલા દિવસે જેમ કહ્યું હોય, તેવા જ કપડાં બીજા દિવસે તૈયાર રહેતા. આ ડ્રેસ નિમિત્તે અમારો પરિચય થયો. શરૂઆતનો અલ્પ સમય મૈત્રીમાં અને પછી ભાઇ-બહેનોનાં સંબંધમાં ક્યારે બદલાતો ગયો. સતત અમે સાથે રહેતા, સાથે જ કામ કરતા, મારા મૉડેલ- કો. ઑર્ડિનેશનના કામમાંય તે મને મદદ કરતી.

કેટલાક વર્ષ બેબી જૉનીના કલાસમાં શીખવ્યા પછી તેમની સાથે મારા થોડાં મતભેદ થવા લાગ્યા. ‘‘ હવે અહીંથી બહાર નીકળ ઇને તારા પોતાનાં ક્લાસ ચાલુ કર. તારી પાસે ટેલેન્ટ છે તેનો ઉપયોગ કર.’’ અમે મને પહેલી વખત કહેનારી હતી આ છાયાબહેન.

ક્લાસમાં શરણ્યનાં ઘરે મેં મારો સ્વતંત્ર કલાસ શરૂ કર્યો. ત્યાંના કેટલાક બાળકો માર સાથે આવ્યાં હતા. બેબી જૉનીનાં ત્યાં ફોન આવતા અને એ ફોન લેતાં હું ખૂબ ડિસ્ટર્બ થતી. પછી છાયાબહેન ત્યાં જ બેસી રહેતી. બેબી જૉનીનો ફોન આવે છતાંય મને ખબર પડવા દેતી નહિ. ફોન લેતા હું ખૂબ ડિસ્ટર્બ થતી. પછી છાયાબહેન ત્યાં જ બેસી રહેતી. બેબી જૉનીનો ફોન આવે છતાંય મને ખબર પડવા દેતી નહિ,, ફોન લેવા દેતી નહિ.

ઘીમે ઘીમે બીજી જગામાં મારા ક્લાસ શરૂ થયા. એકદમ ફુલ સ્વિંગમાં. આ સમગ્ર ગાળા દરમ્યાન મને છાયાબહેનનો મજબૂત આધાર મળ્યો, એક તરફ કલાસ, બીજી તરફ મૉડેલ કો-ઑર્ડિનેશન. સવારે વહેલા અમે બધા ઘરવાખરો લઇ બહાર નીકળતા. તે રાતનાં મોડા આવતા. શૂટિંગ્સ કેટલાક કલાક ચાલતું. કલાસમાંના બાળકો અમારી સાથે રહેતા. પણ વાલીઓએ ક્યારેય બહેનને ટોકી નહિ. આજેય મને તે બન્ને ‘અરે લક્ષ્મી’ કહે છે અને તેમનાં બાળકો ‘લક્ષ્મીભય્યા’ કહે છે. મારા હીજડા થયાનું ખબર પડી ત્યારે છાયાબહેન પણ ખૂબ ડિસ્ટર્બ થઇ હતી. ઘરે આવીને ખૂબ ડિસ્ટર્બ થઇ હતી. ઘરે આવીને ખૂબ રડી હતી. પણ પછી તેણે મને સ્વીકારી. તેણે અને જીજૂએ પણ.

મારા મમ્મી-પપ્પા તો છાયાબહેનને ‘બડીબેટી’ જ માનતા હતા. બહેન ઘરે આવતી, ત્યારે પપ્પા અને તેનાં મજાનાં ગપ્પા ચાલતા. મમ્મી હજુય કોઇનેય કહેતી વખતે મેરી બડી બેટી છાયા તરીકે જ તેનો ઉલ્લેખ કરે છે. એ અમારી મોટી બહેન જ છે. હવે હું ડાન્સ ક્લાસ ચલાવતી નથી. એ ડ્રેસ ડિઝાઇનિંગ કરતી નથી. પણ છતાંય અમારો સંબંધ એટલો જ ગાઢ છે. અમે ઉમળકાભેર રક્ષાબંધન ઉજવીએ છીએ. તેના બન્ને બાળકો અમૃતા અને જૉની હવે મોચા થયા છે પણ તેમનાં ‘લક્ષ્મીભય્યા’ને બન્ને સાચ્ચાં મનથી પ્રેમ કરે છે.

છાયાબહેન અને મારો ભાઇ-બહેનનો સંબંધ છે. એવો જ ભાઇ-બહેનનો સંબંધ ગુજરાતનાં રાજપીપળાનાં પ્રિન્સશ્રી માનવેન્દ્રસિંગ ગોહિલ અને મારોય છે. પ્રિન્સ માનવેન્દ્રસિંગ મને બહેન માને છે. ગુજરાતમાં સુરત, વડોદરા, રાજકોટમાં ‘લક્ષ્ય ટ્રસ્ટ’ સંસ્થા ‘એમ. એસ.એમ.’માં કામ કરે છે. આ ટ્રસ્ટ તેમણે જ શરૂ કરેલ છે. મારી જેવા જ દેખાનારા. મારાથી અજાણાતાં એ પહેલી જ મુલાકાતમાં ‘ભાઇસાબ’ કહેવાઇ ગયું અને તે સાચ્ચે જ મારા ભાઇસાહેબ થયા.

રાજપીપળા એ ગુજરાતનું પૂર્વેનું રજવાડું, ત્યાંના રાજઘરાણામાં ઇ. સ. ૧૯૬૫માં શ્રી માનવેન્દ્રસિંગનો જન્મ થયો. રાજઘરાણાના અત્યંત પારિવારિક અને સુરક્ષિત વાતાવરણમાં તે ઉછર્યા. બાહરી દુનિયા સાથે ખાસ કાંઇ સંબંધ આવ્યો નહિ. શાળા-કૉલેજનું શિક્ષણ મુંબઇમાં થયુ. થોડું સમજાવા લાગ્યા પછી પોતે ‘ગે’ છે એ તેમને અનુભવાયું હતું. પણ બહારની દુનિયામાં વધુ ભળતા ન હોવાને કારણે આ આવું કાંઇક હોય છે અને તે અત્યંત ‘નોર્મલ’ હોય છે, એ તેમને બિલ્કુલ ખબર ન હતી.

આ રાજપુત્રના ઇ.સ. ૧૯૯૧માં સમાન દરજ્જાના ઘરાણામાં મધ્યપ્રદેશના ઝાબુવાનાં સુ. શ્રી ચંદ્રિકાકુમારી સાથે વિવાહ થયા. તેમને પોતાના વિવાહ કરતી વખતે જ થોદું વિસંગત અનુભવાતું હતું. પણ બીજી તરફ લગ્ન પછી બધું સરખું થશે એવુંય એક મન કહેતું હતું.

ઇ.સ. ૧૯૯૧માં વિવાહ થયા અને ઇ.સ. ૧૯૯૨માં છૂટાછેડા. માનવેન્દ્રસિંગે પોતે ‘ગે’ હોવાનું પોતાના પત્નીથી છુપાવ્યું નહિ. તેમણે ‘ગે’ હોવાનો સ્વીકાર તેમની સમક્ષ કર્યો અને ક્ષમા માંગી. હજુય પોતે ચંદ્રિકાકુમારીનું જીવન વેડફવા બદલ પોતાને અપરાધી માને છે.

ચંદ્રિકાકુમારીને જણાવ્યું છતાંય પરિવારનાં અન્ય કોઇનેય માનવેન્દ્રસિંગે પોતાની જુદી જાતીયતા વિશે ક્યારેક કાંઇ પણ કહ્યું નહિ. વાસ્તવમાં પરિવારથી આ વાત છુપાવવી તેમને ગમતી ન હતી. પણ રાજઘરાણાનો વંશજ ‘આવો’ હોવાનું તેમનાં મહેલમાં કેવી રીતે ચાલ્યું હોત ? ત્યાં તો તેમને બહારી દુનિયાનાં માણસોને મળવા, તેમનામાં ભળવા પર પણ પ્રતિબંધ હતો. પોતાની પ્રતિષ્ઠા જાળવીને જ તેમણે વર્તવાનું હતું. મન મોકળું કરી શકાય, એવું કોઇ જ નિક્ટનું નહિ. બધાંયના વ્યવહારમાં એક ઐપચારિક પણું હતું. માનવેન્દ્રસિંગ અમૂંઝાવા લાગ્યા અને ઇ.સ.૨૦૦૨માં તેઓ ‘નર્વસ બ્રેકડાઉન’ નો ભોગ બન્યા. સીધા હૉસ્પિટલમાં લઇ જવા પડ્યા. ત્યાં સારવાર દરમ્યાન માનવેન્દ્રસિંગે પોતે ગે હોવાનું ડૉકટરને જણાવ્યું અને પછી ડૉકટરોએ તેમનાં પરિવારજનોને કહ્યું. પોતાની વારસગે છે, એ જાણતા જ એ રાજઘરાણાને જબરજસ્ત આધાત લાગ્યો, પણ તેમણે આ વાત લગીરેય ખબર પડવાના દીધી નહિ.

રાજઘરાણાનાં વ્યક્તિઓની લોકોપૂજા કરે છે. પોતાના આદર્શ તરીકે લોકો તેમને જોતા હોય છે. આવી પરિસ્થિતિમાં ખૂલ્લેઆમ લોકોને પોતે સજાતીય હોવાનું કહેવું... અઘરું હતું આ. પણ ખોટું જીવન જીવવાથી કંટાળેલા માનવેન્દ્રસિંગે ઇ.સ. ૨૦૦૬માં આ હિમંત બતાવી. એક ગુજરાતી પત્રકાર મિત્રને લાંબી મુલાકાત આપી અને પોતે ગે હોવાનું જાહેર કર્યું. રાજપીપળા પર જાણે વિસ્ફોટ થયો... માનવેન્દ્રસિંગની પ્રતિમા બાળવામાં આવી. જનતા ને માટે આ પ્રચંડ આઘાત હતો. પણ તેમની પ્રમાણિકતા, તેમનું કાર્ય જોઇને ધીમેધીમે લોકોએ તેમનો સ્વીકાર કર્યો.

પ્રજાએ તો તેમનો સ્વીકાર કર્યો. પણ આ રાજાને તેમના પરિવારે દૂર હડસેલ્યાં. ઇ.સ. ૨૦૦૨થી માનવેવ્દ્ર ગે હોવાનું જાણતા હોવા ઇ.સ.૨૦૦૬માં જ્યારે લોકોને જાણ થઇ ત્યારે રાજઘરાણાએ તેમની સાથેનો સંબંધ કાપી નાંખવાનો નિર્ણય લીધો. વારસદાર તરીકે હવે પછી તેમનાં કોઇ પણ અધિકાર રહેશે નહિ, એવા મતલબની નોટિસો વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થઇ. માનવેન્દ્રને આ સમયગાળામાં ખૂબ પીડા વેઠવી પડી. તેમનાં વારસાઇ અધિકાર, સંપત્તિ પરનો અધિકાર જવાને કારણે નહિ, પરંતુ પરિવારથી વિખૂટા પડવાને કારણે...

પણ આ પરિવારે પછી માનવેન્દ્રને સ્વીકાર્યા. માતાને નહિ, પરંતુ પિતાને પોતાને પક્ષ સમજાવવામાં ગળે ઉતારવામાં તે સફળ નીવડ્યાં.

ઇ.સ.૨૦૦૬ બાદ માનવેન્દ્રસિંગનું સંપૂર્ણપણે બદલાઇ ગયું. ઇ.સ. ૨૦૦૦માં તેમણે એચઆઇવી એડ્‌સ સાથે જીવનારાઓમાં કામ કરવા માટે ‘લક્ષ્ય ટ્રસ્ટ’ની સ્થાપના કરી હતી. ખાસ કરીને ‘એમ. એસ. એમ.’ એટલે ‘મેન હું હૅવ સેક્સ વિથ મેન’ એટલે કે પુરુષ સજાતીયોમાં એચઆઇવી એડ્‌સ વિશે જાગૃતિ અને પ્રતિબંધ ઉપર કામ શરૂ કર્યું. જાતીય સંબંધમાંથઈ થનારી સંસર્ગ પર સારવાર, કાઉન્સલિંગ, લાઇબ્રેરી, કન્ડોમ પ્રમોશન જેવી પદ્ધતિએ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ચાલી રહેલ આ કામ હવે અધિક વ્યાપક થયું, ઇ.સ. ૨૦૦૬માં ‘લક્ષ્ય’ને સિવિલ સોસાયટી અવોર્ડ મળ્યો. અને લગોલગ ઇ.સ. ૨૦૦૭માં માનવેન્દ્રસિંગને ‘ઑપ્રા વ્રિંફી શો’ માં આમંત્રિત કરવામાં આવ્યા. તેઓ ગે અરાઉન્ડ ધી વર્લ્ડ કાર્યક્રમમાં સહભાગી થયા. ‘ઍપકોમ, ઇન્ફોસેમ’ જેવી દેશ-વિદેશની એમએસએમ અને એચ. આઇ.વી. પર કામ કરનાર નેટવર્કસની ગવર્નિંગ બોડીમાં તેઓ છે. ‘લક્ષ્ય ટ્રસ્ટ’ અનેક ‘ગે’ને નોકરી મેળવી આપે છે. સજાતીયોનાં લગ્ન કરાવી આપે છે. આપણા સમાજમાં સજાતીયોને જે દૃષ્ટિકોણથી જોવામાં આવે છે, તેને કારણે પોતાના જોડીદાર સતત બદલવાની તેમની પ્રવૃત્તિ હોય છે. ઘણી વખત આને કારણે જ તે એચ. આઇ.વી.નો શિકાર બને છે. તેમનાં લગ્ન કરાવી આપવામાં આવે, તેમને સ્વીકૃતિ આપવામાં આવે તો તે એક તેમનાં લગ્ન કરાવી આપવામાં આવે, તેમને સ્વીકૃતિ આપવામાં આવે તો તે એક જ જોડીદાર સાથે રહેશે, એચ. આઇ.વી.નું જોખમ પણ ખૂબ જ ઓછું થશે અને બીજી વાત, પોતાને ગમતા વ્યક્તિ સાથે રહેવાનો તેમનેય અધિકાર છે, એ સમાજને સમજાશે... સજાતીયોનાં લગ્ન કરાવી આપવા પાછળ લક્ષ્ય ટ્રસ્ટનો આ ઉદ્દેશ છે. સજાતીયોનાં લગ્ન કરાવી આપવા પાછળ લક્ષ્ય ટ્રસ્ટનો આ ઉદ્દેશ છે. સજાતીય પુરુષો માટે હૉસ્પિટલ કે વૃદ્ધાશ્રમ ઊભા કરવાનીય ‘લક્ષ્ય’ની યોજના છે.

શ્રી માનવેનદ્રસિંગ અને મારી મુલાકાત થઇ. ત્યારે તેમને એચ.આઇ.વી. એડ્‌સ પર કામ કરનાર ‘લક્ષ્ય ટ્રસ્ટ’ના સંસ્થાપક અધ્યક્ષ તરીકે હું ઓળખતી હતી. તે પોતે ગે છે. એની મને કલ્પના ન હતી. એ મને પાછળથી જાણવા મળ્યું. પ્રથમ મુલાકાત બાદ અનેક કાર્યક્રમો, મિટિંગ્જ, કૉન્ફરન્સમાં અમે મળતા ગયા. અમારી ખૂબ જ સુંદર દોસ્તી થઇ અને પછી તેથીય આગળ ભાઇ-બહેનનો સંબંધ બંધાયો. એક વ્યક્તિ તરીકે, ઍક્ટિવિટ તરીકે, ભાઇ-બહેન તરીકે અમે એકબીજાનો ખૂબ જ આદર કરીએ છીએ. તેમનાં અમેક પારિવારિક સમારંભોમાં હું રાજપીપળા જાઉં છું. મારા સુખ-દુઃખ પ્રસંગે શ્રી માનવેન્દ્ર ભાઇસાહેબ સતત મારી પડખે હોય છે.

પપ્પાની માંદગી અને ત્યાર પછીનાં ગાળામાં મને મજબૂત ટેકો આપનાર શ્રી ઘનબહાદુર ચંદે પણ મારા કરનાર થાણેની ‘ગ્લોબલ વિઝન’સંસ્થાના તે ચેરમેન છે. આ સંસ્થા તરફથી એકવખત તા. ૮ માર્ચના રોજ મહિલા દિવસનાં કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મને આમંત્રિત કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ સ્ત્રીઓના કૅન્સર ટેસ્ટ અને ત્યાર પછી ડિનર... દિવસભર અત્યંત વ્યસ્ત રહેનાર ચંદ સાથે ડિનર વખતે જ સરસ વાતો થઇ અને તે મારાં ખૂબ સારાં મિત્ર બન્યાં.

પપ્પાને કૅન્સર ડિટેક્ટ થયા પછી તેમણે મને ખૂબ જ મદદ કરી. સમયસર આર્થિક મદદ કરી, માનસિક આઘાર પણ આપ્યો. તે સમયગાળામાં મારે કોઇકના મજબૂત સમર્થનની આવશ્યકતા હતી. થોડા હળવા થવા, શાંતિથી માથું ટેકવવા એક મજબૂત ખભો જોઇતો હતો. શ્રી ચંદ આ દિવસોમાં સતત મારી સાથે હતા.

શ્રી ચંદની ‘ગ્લોબલ વિઝન’ સંસ્થા સુંદર કાર્ય કરે છે. ગરીબ અને જરૂરતમંદ કૅન્સર પેશન્ટને અહીં આર્થિક અને તબીબી મદદ આપવામાં આવે છે. ઘરમાં કોઇકને કૅન્સર થાય કે આખુંય ઘર હચમચી જાય છે. ઘણી વખત ભાંગી પડે છે. પેશન્ટને આઘાર આપવા માટે જે વખતે નિકટનાં માણસોની જરૂર હોય છે બરાબર તે જ વખતે તે ભયભીત અવસ્થામાં તેને મદદ કરી શકતા નથી. આવા સમયે પેશન્ટનાં સગાં-વ્હાલાઓનું કાઉન્સિલિંગ કરવું આવશ્યક હોય છે. ‘ગ્લોબલ વિઝન’ આ સેવા પણ પૂરી પાડે છે. કૅન્સર સંદર્ભે શાળાઓમાં જાગૃતિ અભિયાન, વસતિઓમાં તપાસ શિબિરો આયોજિત કરે છે. કૅન્સર અંગેની સર્વ જાણકારી ક્યારેક પોસ્ટર્સ, ક્યારેક પુસ્તકો, ક્યારેક લિફ્લૅટસ સ્વરૂપ્‌ પ્રસિદ્ધ કરે છે. પોતાનો સમય, ટેલેન્ટ, કૌશલ્ય આપીને કોઇ પણ અહીં આવનારા કૅન્સર પેશન્ટસને મદદ કરી શકે છે. જેમનાં ઘરમાં કૅન્સરે પેસારો કર્યો હોય તેમને આ બધાયનું મહત્ત્વ ચોક્કસ સમજાશે. મનેય એ સમજાય છે. ‘ગ્લોબલ વિઝન’ના કાર્યમાં હું રસ લેવા લાગી અને ચંદે મને આ સંસ્થાનાં બોર્ડ ઑફ મેનેજમેન્ટમાં ડિરેકટર તરીકે સ્થાન આપ્યું, હવે હું નિયમિત ગ્લોબલ વિઝન નું કામ જોઉં છું.

ઘરમાં પ્રવેશેલા અને ઘરનાં જ એક વ્યક્તિને લઇ ગયેલ કૅન્સરે મને વિશ્વ તરફ, એકંદરે માણસ તરફ, તેમનાં જીવન તરફ જોવાની એક અનોખી દૃષ્ટિ જ આપી. માણસમાં રહેલ નિર્ધાર આ ગાળામાં મે ં અનુભવ્યો. તેમ જ તેની હતાશા પણ... સંજોગો અનુસાર બદલાતાં માણસોનાં રંગ જોયા, તેવા તેમનામાંની અતૂટ અને અતાગ માણસાઇ પણ... અને એટલે જ માણસ અને માણસાઇ પરનો મારો વિશ્વાસ કયારેય ઢાળ્યો નહિ. મારા જીવનમાં ગમે એટલાં ખરાબ પ્રસંગ આવ્યા ગમે એટલી મોટી આફતો આવી, છતાં મારા જીવનમાંના માણસોને મેં મહત્ત્વના માન્યાં. હું હંમેશા માણસોસાથે રહી અને માણસો હંમેશા મારી સાથે રહ્યા... ભલે એ લોહીની સગાઇ હો કે માનેલા...મારું ‘ત્રિપાઠી’ કુંટુંબ હો કે ‘લષ્કર’ ઘરાણાનું હીજડા પરિવાર...

અમારું આ ‘લષ્કર’ ઘરાણું મૂળ હૈદરાબાદનું. અમારા પૂર્વજ ત્યાંથી મુંબઇ આવીને સ્થાયી થયા. આ ઘરાણાના મુંબઅનાં પ્રમુખ છે લતા નાયક. તે મને ખૂબ લાડ કરે છે. અત્યંત પ્રેમાળ અને એટલી જ દૃઢ. હીજડા થવાનું નક્કી કર્યા પછી ભાયખલાના લકી કમ્પાઉન્ડમાં જઇને હું તેમને જ મળી હતી. ત્યારથી આજસુધી તે છે એવાં જ છે. મમતાનો ઓછાયો નાંખનારા, સર્વ ઘરોમાં, સર્વ પરિવારોમાં હોય છે, તેવું ‘રાજકારણ’ અહીં પણ છે, પણ અમારા લતા નાયકનો કોઇનાય પરનો પ્રેમ તે કારણે સુકાતો નથી.

તેેના જેટલાં જ પ્રેમાળ છે મારા ગુરુ - લતાગુરુ આજે સમાજમાં મારું જે અસ્તિત્વ છે, તે તેમના કારણે છે. કેટલીક બાબતોમાં અમારી વચ્ચે મતભેદ છે... એકદમ તીવ્ર મતભેદ છે. તે કારણે અમારા કજિયા પણ થાય છે. પણ તે તેટલાં જ ખુલ્લાં મનનાં છે મતભેદ હોવાને કારણે મારી દરેક વાત તે વક્ર દૃષ્ટિએ જોતા નથી. તેઓ મને ખૂબ પ્રે કરે છે. ઘણા દિવસો સુધી ફોન ન કરું, તેમને મળવા ન જાઉં કે ચીડાય...બોલે... પણ તરત જ તેમનો રોષ શમી પણ જાય. કમ્યૂનિટીના કેટલાક નિયમો માટે તે અત્યંત આગ્રહી છે... પણ એટલી જ સ્વતંત્રતા આપનાર પણ છે. હીજડાઓનો સંપૂર્ણ ઇતિહાસ, પરંપરાની તેમને જાણ છે. તે સમયના તેમનાં સન્માનનું સ્થાન જાણે છે. તે જ પાછું મેળવવાનો પ્રયત્ન કરો. એવું તે એમને સતત કહેતા હોય છે. ‘થોડા ખટ્ટા, બહુત મીઠા’ જેવો ગુરુ શિષ્યનો અમારો આ સંબંધ અને ખૂબ જ્ઞાન અને જીવન વિષયક અનેક પાઠ આપી ગયો છે. લતાગુરુએ મને એટલું બધુ આપ્યું છે તેને કારણેજ હું ચેલાઓને તે આપી શકી છું.

અમારા હીજડા વિશે સહુકોઇને ખૂબ ઉત્કાંઠા હોય છે. એમ કેવી રીતે જીવીએ છીએ ? કેવી રીતે વર્તીએ છીએ ? શું કરીએ છીએ ? અમે બાળકોને ઉઠાવી જઇએ છીએ કે ? આ પ્રશ્નોનાં બિલ્કુલ સ્પષ્ટ જવાબો કોઇનીય પાસેથી મળતા નથી. કેટલાક ગણ્યાગાઠ્યાં અભ્યાસુઓને બાદ કરતા તે મળવવા કોઇ જતું નથી. હીજડા તો પોતાનું જીવન શક્ય એટલું છુપાવીને જ રાખે છે અને પછી મોઢામોઢ સાંભળેલી વાતો સાચી માનવામાં આવે છે. તેમાં કેટલીક ગેરસમજ પણ હોય છે.

અમે હીજડા સર્વસામાન્ય માણસોની જેમ જ જીવીએ છીએ. ખરું તો ગરીબ સામાન્ય માણસો જેવું, જેમના જીવનનું કોઇ મૂલ્ય જ નથી હોતું. હમણાં હમણાં આવેલું પેલું કાર્ડ બાદ કરીએ, તો તેને કોઇનોય ‘આઘાર’ હોતો નથી. અમારુંય એમ જ છે. કોઇનો આઘાર જ નહિ. પરિવારે તગેડી મૂકેલો અને સમાજે જાણે બહિષ્કૃત કરેલા. અમે કેવી રીતે જીવતાં હોઇશું, શું ખાતા હોઇશું એની કોઇ દરકાર જ કરતું નથી અને પછી કોઇકે હીજડાથી કાંઇ અપરાધ થાય કે તરત જ બધા મારવા દોડે છે, ના હોય એ કલમોમાં પોલીસ પણ તેને સંડોવવા ઇચ્છે છે. આ ગુનાઓનું સમર્થન કરવાનો પ્રશ્ન જ નથી, પણ દરેક ગુનાઓને સામાજિક બાજુ હોય છે અને હીજડાઓની બાબતમાં એ જ સહુથી મહત્ત્વની હોય છે,એ કોઇ ધ્યાને જ લેતું નથી. ક્યાંથી કોઇનોય આધાર નહિ, પૈસા કમાવવા કાંઇ સાધન નહિ, પછી હીજડાઓ વસતિમાં રહે છે. મુંબઇ, થાણેમાં અનેક સ્થળે આ વસતિઓ છે. ધારાવી, ધાટકોપર, ભાંડુપ, ભાયખલ્લા, મલાડ, માલવણી... પણ હવે મુંબઇ જેવા શહેરમાંથી ગરીબો હદપાર જ થઇ રહ્યા છે, તે સાથે હીજડાઓની વસતિ પર પણ અસર થઇ રહી છે. તે હવે પૂર્વે જેટલી ગીચ અને મોટી રહી નથી. કોઇક ઝૂંપડપટ્ટી ઊઠી ગઇ એટલે બીજી તરફ ગયા... જુદા જુદા કારણો, જુદા જુદા ઠેકાણા, ખરું તો પરંપરાનુસાર ‘વધામણી’ કરવાનો તેમનો મુખ્ય વ્યવસાય. કોઇ પણ ઘરમાં બાળકને જન્મ થાય, ઘરમાં મંગલકાર્ય હોય કો લોકો હીજડાઓને બોલાવે. બાળકને, નવા જોડકાને આશીર્વાદ આપે છે. હીજડા નાચગાન કરે છે અને પોતાના આશીર્વાદ આપે છે. પણ આ રીતે કેટલા જણ વધામણી ખાઇ શકે ? તેમાંથી કેટલા જણાનું પેટ ભરાય ? પછી ઘણીખરી જુદા જુદા સ્થળે ભીખ માંગે છે. કેટલીક જણીઓ સેક્સવર્ક કરે છે. કેટલીક જણીઓ બારમાં નાચવા જાય છે. એ કળા તો ઘણુંખરું હીજડાઓમાં જન્મજાત હોય છે જ...

બધાય હીજડાઓનો લિંગચ્છેદ થયેલો હોય છે, એમ મનાય છે. તેને અમારે ત્યાં નિર્વાણ કહે છે. વાસ્તવમાં ‘હીજડા’ શબ્દનો અર્થ જ તેવો વર્ણવવામાં આવે છે, પણ વાસ્તવિકતા કાંઇક જુદી છે. લિંગચ્છેદ કરવું, ના કરવું એ પુર્ણતઃ તે હીજડા પર આધાર રાખે છે. તે ઇચ્છતો હોય તો તે કરી શકે, પમ કરવું ન હોય તો કોઇ પણ તેની પર જબરજસ્તી કરી શકતું નથી. લિંગચ્છેદ કરેલ હીજડો એ ‘સાચો’ હીજડો, એ નહિ કરનાર હીજડો સાચો નહિ. એમ મનાતું હોવાથી વાયકા છે. પણ એ સમાજે જે ફેલાવી છે. અમે આવું કાંઇ માનતા નથી. મારું લિંગચ્છેદ થયેલું નથી. મારા કેટવાક ચેલાઓએ લિંગચ્છેદ કરાવ્યું નથી. હાં, અમે ઘણીખરીઓએ કેવળ બ્રેસ્ટ ઇમ્પાલન્ટ કરાવ્યું છે. એ સર્જરી ખર્ચાળ છે, પણ છતાંય સ્ત્રી જેવા દેખાવા માટે અમારે તેની આવશ્યકતા જણાઇ હતી. પણ એ ગમે તે છતાં બાહ્ય રીતે કરવામાં આવેલ સર્જરી છે. અમે કોઇએ સ્ત્રી થવા માટે હોર્મોન થેરપી લીધી નથી અને જે કર્યું નથી, તેને કારણે કમ્યૂનિટીમાં અન્ય હીજડાઓ કરતાં અમે જુદા થયા નથી.

કેટલીક વખત હીજડાઓ સમાચારમાં ઝળકે છે, કે તે એકાદ બાળકને ઉઠાવી ગયા, કોઇકને બળજબરીથી હીજડો બનાવ્યો એટલે. આવા કિસ્સાઓમાં અત્યંત તટસ્થપણે તપાસ થવી જોઇએ. કેટલીક ધારણાઓ તેમાં વચ્ચે આવે એ બરાબર નથી. ‘હીજડા આવું કરે જ છે, તેમની કમ્યૂનિટિએ જ એ કહ્યું છે...’ આવું લોકો કહેતા હોય છે. પણ કોઇ પણ સમાજમાં નિયમોમાં કોઇનેય ખરાબ કામ કરવાનું કહેવામાં આવતું નથી. અમારા

સમાજે પણ તેમ કહ્યું નથી. કોઇનેય જબરજસ્તી હીજડો બનાવી લો, એવું અમારા બુઝુર્ગોએ કહ્યું નથી. તેવું કોઇ કરતું નથી. ઘણી વખત તે ‘સેલ્ફ ડિનાયલ’ હોય છે. હીજડો થવાનો નિર્ણય લેતા સુધીની માનસિક હાલત અત્યંત પીડાજનક હોય છે. એકવખત હીજડો થાય કે પછી પહેલાના જીવનનાં દ્વાર બંધ થાય છે. પોતે હીજડો થયાનો સ્વીકાર પોતાને માટે જ ખૂબ જ અસહ્ય હોય છે. પરિવારમાં, સમાજમાં, જુદી જુદી જે કાંઇ પ્રતિક્રિયા ઊમટે છે તે જુદી જ હોય છે. આ બધાયનો સામનો કરવાનો ભય અનુભવાય છે અને પછી ‘મને ભગાડી લઇ જઇને જબરજસ્તીથી હીજડો બનાવવામાં આવ્યો છે.’ એમ કહેવામાં આવે છે તેવી ફરિયાદ કરવામાં આવે છે. અર્થાત કવચિત કોઇ હીજડા આવી વાતો કરતા પણ હોય છે. પણ પછી તેની પદ્ધતિસર પોલીસ ફરિયાદ થાય છે અને તપાસમાં તેમણે તે કર્યું છે એમ બહાર આવે તો કમ્યૂનિટિ તેમને માફ કરતી નથી. હું તો હંમેશા કહું જ છું. આખાય સમાજમાં જેટલા ટકા લોકો ગુનેગાર હોય છે, તેટલાં જ ટકા હીજડા પણ ગુનેગાર હોય છે, એટલે જ સર્વ ગુનેગારો માટે જે ન્યાય તોળવામાં આવે એ જ ન્યાય ગુનો કરનાર હીજડાઓ માટે પણ હોવો જોઇએ અને તેમે સજા થવી જોઇએ. પણ વાસ્તવમાં એમ થતું જોવા મળતું નથી. હીજડાઓ વિરુદ્ધની ફરિયાદો ઘણી વખત ‘બઢા ચઢા કે’ કરવામાં આવે છે... પોલીસો સુધ્ધાં આમાં બાકાત નથી. સમગ્ર સમાજનો દૃષ્ટિકોણ ‘આ આવાં જ આમને પાઠ ભણાવવો જોઇએ’ જેવો હોય છે. અને અમારા પ્રત્યેની અનેક ગેરસમજોમાંથી આ દૃષ્ટિકોણ તૈયાર થયેલો હોય છે.

હીજડા મરી જાય કે તેમને રાત્રે મોડા લઇ જવામાં આવે છે અને લઇ જતી વખતે સર્વ જણ તેને ચંપલથી મારે છે એવી જ એક ગેરમાન્યતા છે. કારણ રજૂ કરવામાં આવે છે કે તેની અંતિમયાત્રા કોઇ જુએ નહિ... પણ આ ખોટું છે. હીજડા જુદા જુદા ધર્મોના હોય છે. તે જે ધર્મનાં હોય, તે મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. હિંદુ હોય તો દહન અને મુસ્લિમ હોય તો દફન. તેમની પણ અંતિમયાત્રા અન્ય લોકોની નીકળે છે તેવી જ હોય છે. પણ અમે તે અંતિમયાત્રામાં સ્ત્રીનાં વેશમાં જતા નથી.અને એટલે આ હીજડાઓ છે એ લોકોને ખબર પડતી નથી. આપણે ત્યાં હિંદુ અને મુસ્લીમ બન્નેમાં સ્ત્રીઓ સ્મશાનમાં જતી નથી. અમે પણ પછી કુર્તા, પાયજામા, શર્ટ-પેન્ટ જેવા પુરુષોનાં વસ્ત્રો પહેરીએ છીએ અને અંતિમયાત્રામાં જઇએ છીએ. વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરીએ છીએ.

હીજડા આપણા સમાજનોજ એક હિસ્સો છે અને તેને કારણે સમાજમાં જેમ કુટુંબની રચના હોય છે તેવી જ હીજડાઓમાં હોય છે. ગુરુ એ હીજડાની માતા હોય છે. ત્યાર પછી આપણે ત્યાં દાદી, વડદાદી હોય છે તેમ દાદાગુરુ, પડદાગુરુ... એક ગુરુનું એક કુટુંબ હોય છે. પોતાનો વારસદાર કોણ એ ગુરુએ ઠરાવેલું હોય છે. કુટુંબના રીતરિવાજ કહીએ તેને કુંટુંબવડા તરીકે તૈયાર કરેલો હોય છે. ગુરુએ વારસ નક્કી કરેલ ન હોય તો ગુરુનાં મૃત્યુ પછી પંચ એટલે હીજડાઓના સાત ઘરાણાઓના સાત નાયક વારસ નક્કી કરે છે. હીજડા કમ્યૂનિટિમાં બધાંય મોટા નિર્ણય આ પંચ લે છે. કમ્યૂનિટિમાં તેમનું સન્માન હોય છે. તેમને તે અધિકાર હોય છે અને અભ્યાસથી તેમણે તે પ્રાપ્ત કરેલું હોય છે.

એકાદ વ્યક્તિ હીજડો થવાનું નક્કી કરે, કે તેને દીક્ષા આપવાનો સમારંભ થાય છે. તેને અમારી ભાષામાં રીત થઇ એમ કહેવાય છે, કેટલીક વિધિ હોય છે. આપણે ત્યાં બ્રાહ્મણ પરિવારમાં યજ્ઞોપવિત નથી થતી કે... એ પણ દીક્ષા જ છેને... તેવું જ છે આ સમારંભમાં ગુરુ લઇ જાય છે. કમ્યૂનિટિનો વડો એટલે ઘરાણાનો ‘નાયક’ હાજર હોય છે. એ દીક્ષા આપે છે. વિધિ પૂરી થાય છે અને તે વ્યક્તિ હીજડો થાય છે. હવે તેની જે ઘરાણાની ગુરુ હોય તે ઘરાણાને વંશ, ઇતિહાસ વગેરે કહેવામાં આવે છે. હીજડા કમ્યૂનિટિનાં સર્વ નિયમ સમજાવીને કહેવામાં આવે છે. એ ખાનદાની નિયમો હોય છે. કેવી રીતે વર્તવું. કેવી રીતે આચરવું તેમાં શિષ્ટાચાર હોય છે. કોઇક આવે તો પાણી કેવી રીતે આપવું, તેનીય એક પદ્ધતિ હોય છે. પાણીનો ગ્લાસ વચ્ચેથી કે ઉપરની બાજુથી પકડવાનો નહિ, તેનાં તળીયે બે હાથથી ખોબો કરવાનો અને તે અતિથિનાં હાથમાં આપવાનો... સાડી પહેરવાની, પણ ફરતી વખતે તેનો પાલવ પણ કોઇને અડે એ બરાબર નહિ, એમ સંકેલીને ફરવાનું... ગુરુને માન આપવું, ઊંચા સ્થાને ઊંઘવું નહિ.ગુરુના વસ્ત્રો વાપરવા નહિ, ગુરુ સાથે અવળું બોલવું નહિ, ગુરુનો શબ્દ ક્યારેક ઉથાપવો નહિ. તે કાંઇ પણ કહે તો તે સાંભળવાનું... અમારામાં કહે જ છે, ‘હિજડે સિર્ફ બાતોં કે હોતે હે.’ અમારું બધુ શબ્દ પર જ આધારિત હોય છે. એકાદ વ્યક્તિને ગુરુ માનવાનો... મા સમજવાની... તેણેય પોતાના બાળકો ન હોય ત્યારે પોતાના શિષ્યો પર બાળકો સમાન પ્રેમ કરવાનો... આ બધું શા માટે ? તો અમારા શબ્દ છે, હું તને મારું બાળક માનીશ... અહીં શબ્દ જ મહત્ત્વનો હોય છે અને તેનો અનાદર કરવાનો હોતો નથી. એક તરફ ગુરુની સ્ત્રી તરીકે માતાની લાગણી અને બીજી તરફ તે અસલમાં પુરુષ હોવાને કારણે રહેલી એની ઉપરની અધિકારની લાગણીનું ઘણુંખરું મિશ્રણ થતું હોવું જોઇએ. એટલે પછી બાળક તરીકે પ્રેમ કરતા કરતા ગુરુ પોતાના શિષ્યોના જીવન પર અધિકાર સ્થાપિત કરવા ઇચ્છે છે... તેના જીવનનો કબજો લેવા ઇચ્છે છે... હું કહું તે અને તેવું જ થવું જોઇઅ, એવો આગ્રહ સેવે છે... પણ છતાંય ગુરુનું માન ગુરુને અપવામાં આવે જ છે.

કમ્યૂનિટિનાં પીડાદાયક નિયમ હવે કોઇ રોજિંદા જીવનમાં પાળતા નથી. પણ પંચમાં ગયા પછી કે કમ્યૂનિટિનો કાંઇક કાર્યક્રમ હોય તો તે પાળવામાં આવે છે. આપણે ત્યાં નથી હોતા ઘરાણાના નિયમ, મોટા માણસોને આપવામાં આવનારું માન આ બધું અહીં મુંબઇમાં સ્વતંત્ર પરિવારમાં રહેતી વખતે કોઇ ખાસ પાળતું નથી, પણ પરિવારના મોટા સમારંભમાં, ઘરે કોઇક વડીલ સમાન વ્યક્તિ આવે કે પાળે છે. તેવું જ આ છે, તેમાં પણ તમે જે ગુરુ સાથે રહો છો એ કેટલું સ્વાતંત્ર્ય આપનારા છે તેની પર આ બધુ આધાર રાખે છે.

મારા ગુરુએ મારી ઉપર ક્યારેક આકરાં બંધનો લાધ્યાં નથી. હીજડા તરીકે જીવતી વખતે કેટલાક નિયમ પાળવા જરૂરી હોય છે. પોતાનું જીવન ખુલ્લું કરવું નહિ... કોઇને મુલાકાત આપવી નહિ... કયાંક ફોટો પ્રસિદ્ધ થવા દેવો નહિ... આ પૈકીના કેટલાક નિયમ પાળવા માટે લતાગુરુ આગ્રહી હતા. પણ તેમણે મને ખૂબ સ્વાતંત્ર્ય આપ્યું. હું નિયમ પાળતી હતી, કારણ બધું સમજી વિચારીને ઇરાદાપૂર્વક મેં હીજડા થવાનો નિર્ણય લીધો હતો. પણ એક વખત એવો આવ્યો કે અતિ થયું અને મેં બળવો પોકાર્યો. બધું કરીશ પણ મારા સ્વાતંત્ર્ય સાથે સમાધાન કરીશ નહિ, એવી મારી ભૂમિકા હતી અને મેં તે ક્યારેય કર્યુ નહિ. જુદા જુદા કારણોસર... ક્યારેક મીડિયાને મુલાકાત આપી એ કારણે, ક્યારેક વળી કાંઇક કારણોસર કમ્યૂનિટિએ મને દંડ કર્યો. મેં એ ભર્યો, પણ છતાંય ફરી-ફરી એવી વાતો કરતી રહી. એક સમય તો એવો આવ્યો કે મને કમ્યૂનિટિમાંથી કાઢી મૂકવામાં આવી. મેં તેય સ્વીકાર્યું. પણ તે વખતે લતાગુરુ મારી પડખે ઊભા રહ્યા. મારો પક્ષરજૂ કર્યો અને મને ફરી કમ્યૂનિટિમાં લેવામાં આવી, હું સુશિક્ષિત અને વિવેકી હોવાથી લતાગુરુએ હંમેશા મારા માટે અભિમાન અનુભવ્યું છે... તે હંમેશા મારા સમર્થનમાં ઊભા રહ્યા છે અને હું કેવળ ફરી ફરી...

પ્રવાહ વિરુદ્ધ તરવું હોય તો, આ તકલીફો સહન કરવી જ પડે છે... અને હું તો બન્ને પ્રવાહ વિરુદ્ધ તરું છું. એક તરફ પોતાનો સંપૂર્ણ સમાજ અને બીજો હીજડા સમાજ. બન્ને સમાજમાં પરિવર્તન કરવું જોઇએ. સમાજે હીજડાઓ તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલવો જોઇએ અને હીજડાઓએ અધિક પારદર્શિતા લાવવી જોઇએ. સમાજથી અતડાં રહેવાના પરિણામ હીજડાઓએ અધિક પારદર્શિતા લાવવી જોઇએ. સમાજમાં જેમ દસ ટકા લોકો સમાજ વિધાતક હોય છે. પણ તેમનાં જ મોટા સમાચાર થાય છે અને સંપૂર્ણ હીજડા કમ્યૂનિટિને બદનામ કરવામાં આવે છે.

આ નામોશી વિરુદ્ધ કામ કરવું જોઇએ. ઠેરઠેર હીજડાઓનાં સંગઢન રચાવા જોઈએ. હીજડાઓને કોઇનો આધાર નથી હોતો, એ જ બીબાઢાળ જીવન જીવતાં હોય છે. સરકારી સ્તરે તેમને કેટલીક મૂળભૂત બાબતો મળવી જોઇએ. એમ માને લાગે છે અને તે માટે અમે પ્રયત્નશીલ છીએ. અમે સરકારને પત્ર પાઠવ્યાં, અમનેય આધાર કાર્ડ આપવામાં આવે એવી માંગણી કરી. સરકારે આ સંદર્ભે સકારાત્મક પગલા લીધા. પ્લૅનિંગ કમિશન સાથે અમારી મિટિંગ થઇ, શું કરીશક્યા એ અંગે ચર્ચા થઇ અને સરકારે નિર્ણય લીધો કે કોઇ પણ એક પુરાવો હોય તો હીજડાઓને આધાર કાર્ડ આપવું. તદ્દનુસાર હવે તે મળે છે.

નવેમ્બર ૨૦૧૨ની વાત છે, અમારી ગામનાં ઘરમાં ભાગવાત સપ્તાહ થાય.એવી પપ્પાની ઇચ્છા હતી. પણ એ પૂર્ણ થતા પહેલાં જ તે ગયા. એ તેમની અંતિમ ઇચ્છા હતી. એટલે નવેમ્બર ૨૦૧૨માં અમે ભાગવત સપ્તાહ કરવાનું નક્કી કર્યું. મમ્મી પહેલા જ ગામ ગયા હતા. તા ૧૪મીનાં રોજ પરોઢિયે પહોંચ્યા. તે જ દિવસે સવારે ભાગવત શરૂ થવાની હતી. ભાગવત પઠન અર્થે ઘરમાં ૧૧ પંડિત આવ્યા હતા. ભાગવત શરૂ થયું, તે જ વખતે ઘરમાં શતચંડી અને મહાવિદ્યા પાઠ પણ શરૂ કર્યો. બધું ધર્મશાસ્ત્ર અનુસાર ચાલી રહ્યું છે કે નહિ એની પર હું ધ્યાન રાખી રહી હતી.

આ ચાલુ હતુ ત્યારે જ મને સિફાની સુ. શ્રી. સંયુક્તાનો ફોન આવ્યો. તા. ૨૯મી એ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં પર એક મિટિંગ છે. મહિલા આયોગનાં સદસ્યો દિલ્હીથી આવવાના છે, મહત્ત્વનો વિષય છે. આ મિટિંગમાં તમારે આવવાનું છે. મેં કહ્યું પણ હું તો ઉત્તરપ્રદેશમાં, ગામે છું અને તા. ૨૯મી સુધી હું મુંબઇ આવવાની નથી.

સંયુક્તા કહેતી હતી કે ૨૯ તારીખે આવ ગમે તેમ કર એમ કહેતી હતી. મહારાષ્ટ્ર રાજયની મહિલા નીતિ તૈયાર થતી હોય અને તેમાં તૃતીયપંથીઓ (હીજડાઓ) માટે કાંઇક ઇલાયદી જોગવાઇ હોવી જોઇએ, એવા પ્રયત્ન થતા હતા. આ માટે જ તે મને બોલાવતા હતા અને એટલે જ આ મિટિંગ મહત્ત્વની છે, ગામથી વહેલી આવ, એમ સંયુક્તાનું કહેવું હતું.

છેવટે હું અને મમ્મી તા. ૨૮ નવેમ્બરે પાછા ફર્યા અને તા. ૨૯મીના રોજ હું સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં ગઇ. હું ગઇ ત્યારે કાર્યક્રમ શરૂ થઇ ગયો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રી સુ. શ્રી વર્ષા ગાયકવાડનું ભાષણ ચાલું હતું. મને જોયા પછી તેમણે નામ લઇને મારું સ્વાગત કર્યું. મને આશ્ચર્ય થયું, હું જઇને બેઠી. બધું ધ્યાનપૂર્વક સાંભળ્યું અને મારા ુમદ્દા રજૂ કર્યા. કેટલાક જણ મારા મુદ્દા સાંભળી સહેજ અસ્વસ્થ થયા. અમને પરાવૃત કરવાનાય થોડા પ્રયાસ થયા પણ જાતીય પજાવણી નો ભોગ બનનાર મહિલા અને તૃતીયપંથી અમારી જવાબદારી છે. એવું આશ્વાસન ખુદ સુ. શ્રી વર્ષા ગાયકવાડે આપ્યું અને મિટિંગ પૂરી થયા પછી અમે કામે લાગ્યા.

તૃતીયપંથી ચોક્કસ કોણ છે, તેમના પ્રશ્નો શું છે, એ બધાએ સમજી લીધું. મહિલા નીતિમાં જે જે સમાજ ઘટકોનો વિચાર કરવાનો હતો તેમની સાથે કામ કરનારા, તેમના વિશે સમજણ ધરાવનારા કેટલાક નિષ્ણાત વ્યકિતઓની પેટા સમિતિ નીમવામાં આવી હતી. આ સમિતિ એ સાથે મળીને ચર્ચા, વિચાર વિનિમય કરવાનો હતો અને સરકારી ધોરણની જોગવાઇઓને અંતિમ સ્વરૂપ આપવાનું હતું. જાતિય શોષણ થયેલ મહિલા અને તૃતીયપંથીની સમસ્યાઓનો વિચાર કરવા માટે મારી સાથે મારી નિક્ટની હીજડા સહેલી ગૌરી સાવંત હતી. અથર્વ હતો, મારો ચેલો પવન હતો. યુ.એન.ડી.પી. ના શ્રી અર્નેસ્ટ નરોન્હા હતા. સામાજિક કાર્યકર શ્રી મીન શેષૂ હતા. અન્ય નિષ્ણાતો પણ હતા. સામાજિક કાર્યકરો હતા. અમે મળતા હતા. ચર્ચા કરતા હતા, અમે વાસ્તવિક હીજડા તરીકે જીવતા હતા વધુમાં કમ્યૂનિટિમાં અનેક સ્તરોમાં જીવતી વખતે કઇકઇ મુશ્કેલીઓ આવે છે, એ જોતા હતા. વધુમાં કમ્યૂનિટિમાં અનેક સ્તરોમાં જીવતી વખતે કઇ કઇમુશ્કેલીઓ આવે છે એ જોતા હતી, આ માટે ચોક્કસ શું કરવું જોઇએ, સરકારી સ્તરે કઇ બાબતો થવી જોઇએ, એનો અનેક વર્ષ વિચાર થયો હતો ! તે સંબંધિત કેટલાક પ્રેઝન્ટેશન્સ થવી જોઇએ, તેનો આધાર અને પેટા સમિતિમાં સર્વેનાં અનુભવી વિચાર આધારે અમે મહિલા ધોરણમાં તૃતીયપંથીઓ સંદર્ભે જોગવાઇઓ તૈયાર કરી. તેમાં મુખ્યતઃ સમાજનાં ભેદભાવના દૃષ્ટિકોણને કારણે આવા સ્ત્રૈણ બાળકોને નાનપણથી જે જે વાતોનો સામનો કરવો પડે છે, તેનો વિચાર કરવામાં આવ્યો હતો. સમાજમાં, શાળામાં મજાક ઉડાવવામાં આવે છે અને આ બાળકો શાળામાં જતા નથી, ભણતા નથી. તે માટે શિક્ષણ, શિક્ષકેતર કર્મચારીઓને સંવેદનશીલ બનાવવાથી માંડીને તેમને લઘુઉદ્યોગ શરૂ કરવા તાલીમ આપવી, જેવી અનેક બાબતોનો સમાવેશ છે. તૃતીયપંથીઓને બધી જ બાબતોમાં મુખ્ય મુશકેલી આવે છે તે દસ્તાવેજો પુરાવાઓની હોય છે. ઘર ત્યજેલું હોય છે, તેને કારણે રેશનકાર્ડ, જન્મ-દાખલો બધાની જ ભાંજગડ હોય છે, વધુમાં અમે જીવતા હોઇએ છીએ કાંઇક અને દસ્તાવેજો બીજું જ કાંઇક કહેતા હોય છે. તૃતીયપંથીઓ માટે કાંઇપણ કરતી વખતે, કોઇપણ યોજના લાવતી વખતે, એનો અમલ કરતી વખતે, શિક્ષણ સહિત અનેક વાતોનો એક્સેસ તેમને મેળવી આપતી વખતે દસ્તાવેજોની શરતો થોડી ઉદાર અને સરળ કરવી જોઇશે, નહિંતો તેમની બાબતે કાંઇ જ કરવું શક્ય બનશે નહિ. એ મેં ભારપૂર્વક રજૂ કર્યું અને સમિતિને ગળે ઊતર્યું. તેમાંથી તૃતીયપંથીઓને શિક્ષણ, વ્યવસાય માટે શૂન્ય વ્યાજ દરે ધિરાણ, તેમની વસતિ ગણતરી, રેશનકાર્ડ, જન્મ-દાખલો બધાની જ ભાંજગડ હોય છે. વધુમાં અમે જીવતા હોઇએ છીએ કાંઇક અને દસ્તાવેજો બીજું જ કાંઇક કહેતા હોય છે. તૃતીયપંથીઓ માટે કાંઇપણ કરતી વખતે, કોઇપણ યોજના લાવતી વખતે, એનો અમલ કરતી વખતે, શિક્ષણ સહિત અનેક વોતોનો એક્સેસ તેમને મેળવી આપતી વખતે દસ્તાવેજોની શરતો થોડી ઉદાર અને સરળ કરવી જોઇશે, નહિંતો તેમની બાબતે કાંઇ જ કરવું શક્ય બનશે નહિ. એ મેં ભારપુર્વક રજૂ કર્યું અને સમિતિને તે ગળે ઊતર્યું. તેમાંથી તૃતીયપંથીઓને શિક્ષણ, વ્યવસાય માટે શૂન્ય વ્યાજ દરે ધિરાણ, તેમની વસતિ ગણતરી, રેશનકાર્ડ, તેમનાં આશ્રયની સગવડ, સરકીરી મફત આરોગ્ય સેવાના લાભ તે લઇ શકે એવી પરિસ્થિતિ સર્જવા પર અમે ભાર મૂક્યો. તૃતીયપંથીઓનાં બચતજૂથ સ્થાપવા, બાળકો માટે બોર્ડિંગ શાળા, ટેસ્ટાસ્ટરૉનની અસમતુલા સંદર્ભે ગર્ભાવસ્થાના સમયગાળા માં જ આવશ્યક તે તબીબી સહાય, વયમાં આવનાર બાળકોને માર્ગદર્શન, સમાજને સંવેદનશીલ બનાવવો જેવી વાતો પણ સમાવિષ્ટ હતી જ. શિક્ષણ અને વ્યવસાય તકો ઉપલબ્ધ કરાવી આપવામાં આવે તો તૃતીયપંથી પોતાના પગ ઉપર ઊભા રહેશે, બદલાયેલા વિશ્વનો આત્મવિશ્વાસ સાથે સામનો કરશે, પોતાની અને સમાજની પણ પ્રગતિ કરશે એની મને ખાતરી છે. સર્વ મુદ્દાઓનો વિચાર કરીને મુસદ્દો તૈયાર કરતી વખતે જ અમે આ ધ્યેય નજર સમક્ષ રાખ્યું હતું.

સુ. શ્રી શોભાબહેન ફડણવીસ, સુ.શ્રી સુશીબેન શાહ, સુ. શ્રી યશોમતી ઠાકુર જેવા રાજકારણી મહિલા અગ્રણીઓ, વાસ્તવિક ફિલ્ડમાં કામ કરનારા સામાજિક કાર્યકરો, શ્રી રાજીવ ચૌહાણ જેવા વકીલ, મુખ્ય સચિવશ્રી ઉજ્જવલ ઉકે, મહિલા આયોગના સહ આયુક્ત સુ શ્રી વર્ષાબહેન આવ્યા હતા. તેમણે મને બોલાવી કાર્યક્રમ પૂરો થયા પછી તેમના બંગલા પર લઇ ગયા અને મને તે મુસદ્દાની એક એક લીટી વાંચી સંભળાવી, સમજાવી.

તા. ૮ માર્ચ, ૨૦૧૩ના રોજ પુણેમાં યોજાયેલ એક કાર્યક્રમમાં આ મુસદ્દો મુખ્યમંત્રીના હાથમાં સુપ્રત કરવામાં આવ્યો. અમે જે લોકો આ સમિતિમાં હતા, આ વિષય પર કામ કરતા હતા, તેમને મુખ્યમંત્રી ના હસ્તે, પ્રમાણપત્રો આપવામાં આવ્યાં. મુખ્યમંત્રીના હસ્થે કામનાં અ પ્રિશેશન તરીકે પ્રમાણપત્ર લેનાર હું પ્રથમ તૃતીયપંથી નીવડી.

છેલ્લા વીસેક વર્ષથી અમે સામાજિક મંચ પર કામ કરતા હતા. લોકોને ગળે ઊતરતા હતા, સમજાવતા હતા. હવે સરકારી મંચ પર પણ આનો વિચાર કરવાની શરૂઆત થઇ... ખૂબ સારું લાગ્યું. બીજી મહત્ત્વની વાત જે તૃતીયપંથીઓની સમાજ મશ્કરી કરે છે, તિરસ્કાર કરે છે, તેમની સરકારે જ ગંભીરપણે નોંધ લીધી છે, તેમનો વિચાર કર્યો છે, એનું ખૂબ સરસ પરિણામ સમાજમાં થઇ રહ્યું છે... થવાનું છે.

મુંબઇ, મહારાષ્ટ્ર દેશ અને વિદેશ... આટલા સ્તરે હું કામ કરું છું. બીજી તરફ મારા ચેલાઓની પણ જવાબદારી છે. હું કુંટુંબવડો છું તેમની... અને મારા ગુરુએ જેમ મને હંમેશા પ્રોત્સાહન આપ્યું, મારા માટે હંમેશા અભિમાન સેવ્યું અને મારા સમર્થનમાં ઊભા રહ્યા, તેમજ વર્તવાનો હુંય પ્રયત્ન કરું છું. હું સતત ફરતી હોઉં છું ક્યારેક અહીં જાવ, ક્યારેક ત્યાં, આ બધાય માં મારા ગુરુનું મને હંમેશા સમર્થન હોય છે અને મારા ચેલાઓનું પણ. તે મારું ઘર સંભાળે છે એ બધાંય મને ખૂબ પ્રેમ કરે છે...

સુભદ્રા મારો પ્રથમ અને સહુથી મોટો ચેલો હતો. તેનું શીળફાટ્યામાં ખૂન થયું. ત્યારપછી મેં મારા કેટલાક ચેલાઓના મૃત્યુ જોયા...દાઇથી મારી સાથે કામ કરનારી કિરણ... આ છોકરીએ ક્યારેય પોતાનો વિચાર જ કર્યો નહિ, એટલો બધો મારી પર પ્રેમ કરતી હતી, જાણે કે દરેક વાત એ મારા માટે જ કરતી હતી. હોશિયાર, શિસ્તબદ્ધ, મૅનેજર જેવું કૈશલ્ય ધરાવનારી કિરણ ‘અસ્તિત્ત્વ’ શરૂ થયા પછી ગઇ. એચ. આઇ.વી. ને કારણે... દાઇમાં મારી સાથે રહેલી ફૅશન ડિઝાઇનર રૂપા પણ હોશિયાર હતી. એ પણ એચ. આઇ. વી. માં ગઇ... અને પાયલ... એક્સલન્ટ કુક હતી એ. સાદા ડુંગળી પૌંઆ હોય, આમ્લેટ હોય કે ચિકન બિરયાની...એટલા લા જવાબ બનાવતી... એના હાથમાં જ સ્વાદ હતો. પણ દારૂમાં ડુબી ગઇ અને તેમાં જ ગઇ.

આ બધાંયને બચાવવાના મેં ખૂબ પ્રયત્ન કર્યા. તેમને સમજાવ્યા, તેમની સાથે સતત વાત કરતી હતી. પણ કેટલું સમજાવું ? કેટલું બરાડું ? અને ક્યા મોઢે ? આ બધાંય શું ભોગવતા હતા, એ હું જોતી હતી. પહેલા પુરુષનાં શરીરમાં સ્ત્રીના મનની થનારી ગૂંગળામણ... પછી હીજડો થયા પછી પરિવારનો તૂટેલો આધાર... નિક્ટનું કોઇ જ નહિ... સમજે આપેલી વિચિત્ર વર્તણૂંક ... તેનાથી થનાર તકલીફ... આવકનાં સાધન નહિ... કોઇ નોકરી આપે નહિ... પણ જીવવા માટે પૈસા તો જોઇએ જ... પછી એ મેળવવા માટે કરેલ સેક્સવર્ક...મનમાં સતત ભય... તાણ... અવિરત જાગતા રહેનારા પ્રશ્ન... હું કોણ ? તેના જવાબો તો મળતા નથી જ, ઊલટ આવનાર ભાતભાતનાં અનુભવોમાંથી તેમની ગૂંચવણ વધતી જાય છે, તેમાંથી આવનારી નિરાશા... જાગેલી મૂંઝવણ... જીવનની કિંમત જ નહિ... ના પરિવારમાં, ના સમાજમાં અને પછી પોતાની જ નજરમાંથી પોતે જ ઊતરતા જવું... સાલા ક્યા લાઇફ હે. આ બધુ ભુલવા માટે પછી અનિવાર્ય પણે આવનારો દારૂ... સહુથી નિક્ટની સહેલી ? પણ તેની સાથેની આ દોસ્તી મોંધી પડે છે. આખુંય શરીર જ ખોતરાઇ જાય છે. તેમાંથી બેવડું જીવન જીવવામાંથી આવનારી તાણ... શરીર અને મનની આટલી દૂર્દશા થાય તો બીજું શું થવાનું હતું...? એટલે જ હું સમજાવીને, બરાડીનેય રૂપા, કિરણ, પાયલને બચાવી શકી નહિ તેમનાં જીવનમાં મારા કહેવાથી કોઇ પણ ફરક પડ્યો નહિ...

તેમજ મુસ્કાનના જીવનમાંય ફરક પડ્યો નથી. મુસ્કાન પણ મારો ચેલો. અત્યંત હોશિયાર. પોતાની હોશિયારીનો ગર્વ ધરાવનારી, મારી સાથે મન મૂકીને કામ કરનારી, પણ ખૂબ જ દારૂ ઢીંચનારી અને પોતાની સર્વ હોશિયારી દારૂમાં ડુબાવનારી...

શાહીન... તેને જોઇએ તો હીજડો છે એવું કોઇ કહે જ નહિ. અત્યંત સુંદર ! એકાદ સિનેમાની હિરોઇન જ લાગે ! બધાંયની ખૂબ સંભાળ લેનારી, કોઇ માંદુ હોય તો મનથી સેવા કરનારી. પપ્પાની માંદગી દરમ્યાન હું ન હતી ત્યારે અને હતી ત્યારે પણ તેને પપ્પાની ખૂબ સેવા કરી. નીચેથી દવાઓ લાવવી, તે સમયસર આપવી, પપ્પાને સારું લાગતું ન હોય તો દોડદોડ કરવી...મમ્મી અને શશી સાથે શાહીન સતત હતી... એ પૂર્વે ની શાહીદ નાઇક, એક મોટી બહેન પછીનો આ ભાઇ. મૂળ કોકણનું પરિવાર. શાહિદ દસ વર્ષનો હતો ત્યારે તેની મમ્મી ગઇ અને એ દાદાને ત્યાં મુંબઇમાં ઉછર્યો. નાનપણથી ઘરના બધા કામો કરવાનો ઉમંગ. ઘરે મમ્મીને એની ખૂબ મદદ મળતી... આટલું શું છોકરું... પાણી ભરવું, વાસણ ઉટકવા... મમ્મીને ગૌરવ હતું પણ બાકી બધા કેવળ બાયલા તરીકે ચીડવતા. મોટો થયો ત્યારે કેટલાક ગે લોકો સાથે દોસ્તી થઇ. તેમાંથી મારો અને શાહીદનો પરિચય થયો. તેને હીજડો થવું હતું. પણ એ ખૂબ જ નાનો હતો. મેં તેને કહ્યું, હીજડો થઇશ નહિ, અમારી સાથે રહે પણ શીખ, તેણે સાંભળ્યું નહિ... સુભદ્રા, સંગીતા સાથે તેને હીજડાનું જીવન જીવવાની ટેવ પડી હતી. છેવટે એક દિવસ શાહીદનું શાહીનમાં પરિવર્તન થયું. શાહીન હીજડો થઇ. મારો ચેલો થઇ તેના ઘરે જાણ ન હતી. હું શૂટિંગ લાઇનમાં છું, એમ તેણે ઘરે કહ્યું હતું, હળવે હળવે ઘરે જવાનું ઓછું થયું... બંધ જ થયું.

ઘરનાઓએ રાહ જોઇ અને એક દિવસ તેના મામાએ ફોન કર્યો. અમારે તને મળવું છે. તેનો પરિવાર, શાહીનની બહેન... બધાંય મળ્યા. તેને સાડીમાં જોઇ રોકકળ થઇ. બધું છોડીને ઘરે આવ એવો આગ્રહ થયો. પણ શાહીને ના કહી. અહીંજ રહી, કમાવવા લાગી, પછી તેની નાની બહેનનાં લગ્ન નક્કી થયા. ત્યારે બધો ખર્ચ શાહીને ઉપાડ્યો અને ઘરનાઓએ તેને સ્વીકારી. હવે એ પિતાને મળે છે, બધીય બહેનોને વર્ષમાંથઈ એક વખત મળી આવે છે. મળવા જાય ત્યારે ઘરનાં દરેક માટે વસ્ત્રો, ભેટો લઇ જાય છે. તેનો નાનોભાઇ શરૂઆતમાં ગુસ્સામાં જ રહેતો હવે એય બોલવા લાગ્યો છે. પરંતુ તેની સાવકી મા કેવળ તેની સાથે બોલતી નથી. પણ પિતા અને શાહીન બહાર મળે છે. એ તેમને પૈસા આપે છે, તેમની સંભાળ લે છે... છે જ એ સહુની સંભાળ લેનારી... બ્યૂટીફુલ નર્સ !

પણ આ નર્સનો અંત દુઃખદ થયો. પોતાને એચ. આઇ.વી હોવાનું જાણ્યું, ત્યારે તેને પિતા પાસે જવાનું હતું. તેમણે તે જવાબદારી લીધી, પણ તેને ઘરે ન લઇ ગયા. એક હોમમાં રાખી. ત્યાં જ એ ગઇ. શાહીન સતત મારી સાથે રહેતી. હજુય કેટલીક વખત મને ભાસ થાય છે, એ મારી સાથે જ છે!

અને કમલ. ઉલ્હાસનગરનાં એક બિઝનેસમેન પરિવારનો આ પુત્ર. એકનોએક. પણ નાનપણથી બાળકી જેમ રહંવાનું ગમતું. સાડી પહેરવી, મેકઅપ કરવાનો... ‘મોટો થયા પછી સુધરશે’ એટલે ઘરનાઓએ ધ્યાન આપ્યું નહિ, પણ પછી ફકત ‘તમે ઇચ્છો એમ હું છોકરાની જેમ અહીં રહી શકીશ નહિ.’ એમ કહીને ઘરની બહાર નીકળી. શિબા અને વીની તેની સહેલીઓ - ત્રણેય પછી મારા ચેલા થયા. કમલે ઘર છોડ્યા પછી કેટલાક દિવસે તેના માતા-પિતા અહીં થાણેના ઘરે આવી ગયા. પોતાનો એકનો એક દીકરો કેમ છે ? કયાં રહે છે ? તેમને ચિંતા થવી સ્વાભાવિક હતી. પણ અહીં અમે પરિવાર સાથે રહીએ છીએ, એ જોઇને તેમને સંતોષ થયો. હવે કમલનાં તેના ઘરનાઓ સાથે ખૂબ જ સારા સંબંધ છે. અવારનવાર એ ઘરે જઇને રહે છે. ઘરનો વ્યવસાય એ સંભાળી શકી નહિ, પણ બારમાં કામ કરવા જાય છે, ત્યાં મળનારા પૈસા માતા-પિતાને આપી આવે છે. ‘તેમણે ક્યારેય મારી પાસે પૈસા માંગ્યા નથી, ક્યારેક માંગશે નહિ, પણ એ મારું કર્તવ્ય છે.’ - એ કહે છે. પોતાનો પરિવાર, સમાજ, કમ્યૂનિટિ, ગુરુ, ચેલા... સહુ કોઇ પ્રત્યેનાં કર્તવ્યની કમલને બરાબર સમજણ છે. તેનો મારી પર પ્રેમ છે, વિશ્વાસ છે, એટલે જ કોઇ પણ કાંઇ પણ કહે, કાંઇ પણ કરે, છતાં એ હંમેશા મારી સાથે રહી છે.

મારો રક્તથી જોડાયેલા પરિવાર અને આ પરિવાર બન્ને મારું સર્વસ્વ છે. તેમાંથી એક નહિ હોય તો મારે ચાલશે નહિ. હું એવો વિચાર જ નથી કરી શકતી અને એટલે જ આજે હું મારા બન્ને પરિવાર સાથે રહું છું. એક જ બિલ્ડીંગમાં એક જ માળ પર બે ઘર છે. એક ઘરમાં મમ્મી, શશી, સપના અને અશુમંન... બીજા ઘરમાં હું અને મારા ચેલા... વચ્ચે કેવળ એક ભીંત.

બન્ને ઘરનાં બારણાં આખોય દિવસ ઉધાડાં હોય છે. સહુની સતત અહીંથી ત્યાં આવ-જા ચાલુ હોય છે, ક્યારેક મમ્મીને અહીંની એકાદ તપેલી જોઇતી હોય તો તે માંગવા આવે છે, તો ક્યારેક ચામાં નાખવાં આદુ ન હોય તો તે માંગવા કમલ ત્યાં જાય છે. અંશુના તો અહીંથી ત્યાં સતત આંટા ચાલુ હોય છે. ક્યારેક તેને તેની મમ્મીના પડખાની હૂંફ જોઇતી હોય છે, તો ક્યારેક તેના બડા પપ્પાની એટલે મારી રૂમમાં એ. સી. લગાવીના બ્લેન્કેટમાં ધૂસવાનું હોય છે. ક્યારેક ત્યાં ટી.વી. પર કાર્ટુન જોવાનું હોય છે, તો ક્યારેક અહીં કમ્પ્યુટર પર છોટા અંશનાં ફોટા જોવાના હોય છે, મારા સર્વ ચેલાઓને મમ્મીપ્રેમ કરે છે અને મારા સર્વ ચેલાઓ નાના અંશૂને ખૂબ લાડ લડાવે છે.

આ બધું જોઇને બધાયને ખૂબ જ આશ્ચર્ય થાય છે. આટલા હીજડાઓને ઘરમાં રહેવા દો છો ? બિલ્ડીંગમાં લોકો વાધો નથી ઉઠાવતાં ? ફરિયાદ નથી કરતાં ?

ના. કેટલાક લોકોએ શરૂઆતમાં વાંધો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. અમારી વિરુદ્ધ નહિ, પણ બિલ્ડીંગમાં કેટલીક બારબાળાઓ ભાડેથી રહેતી હતી તેમના માટે. ત્યારબાદ લતાગુરુ અહીં રહેવા આવ્યા. ત્યારે પણ કેટલાક જણ નારાજ હતા. પણ અમે બીજાઓને હેરાનગતિ ન થાય એનું હંમેશા ધ્યાન રાખ્યું. બીજાઓથી આપણે જુદા ન લાગીએ એ ન ચુક્તાં જોયું. લોકોની જરૂરિયાત વખતે મદદ કરવા દોડી ગયા, તેમના સુખ-દુઃખ વહેંચી લીધા, હું પહેલાથી અહીં રહું છું, પણ મારા ચેલા પણ સહુની સાથે હળીભળીને વર્તે છે. અને આની સામે તો કોઇને જ વાંધો લેવાને કારણ નથી.

ક્યારેક ક્યારેક મને લાગે છે, આપણે કેટલાં ભાગ્યવાન છીએ ! દુનિયામાં કેટલાયને એક સરખો પરિવાર પણ મળતો નથી... મને બે પરિવારો મળ્યા છે ! મારી પર પ્રેમ કરનાર કોઇ મળતું જ નથી... પરંતુ મારી પર પ્રેમ કરનાર અનેક જણ છે. જોડાયેલા સગપણનાં, બાંધેલા સંબંધોના, માનેલા સગપણનાં ?

જેમણે જેમણે મારી સાથે સંબંધ જોડ્યા તેમણે તેમણે લગીરેય તૂટ ન પડવા દેતાં એનું જતન કર્યું. મારા હીજડા થયા પછી સર્વેને શરૂઆતમાં આઘાત લાગ્યો, પણ તે કારણે મારા માણસોએ મારી સાથેનો સંબંધ તોડ્યો નહિ. જેમણે તે સંબંધ તોડ્યા તે ક્યારેક મારા હતાં જ નહિ, આ નિમિત્તે મને આટલું સમજાયું.

બહુસંખ્ય હીજડાઓને આજે સમાજમાં તો શું તેમના પરિવારમાં પણ સ્વીકારવામાં આવતા નથી. ગમે તે રસ્તે કેમ ન હોય. તે પૈસા કમાવા લાગે અને તે ઘરે આપવા લાગે કે પછી જ તેમને ઘરમાં આવવા દેવામાં આવે છે.

આ યુવાનો ને ઘરમાંથી આમ બહાર કાઢવાનું તેમનો આવો તિરસ્કાર કરવાનું કારણ શું...?

તેમની જુદી જાતીયતા, જુદી સેક્સુયાલીટી ?

એકાદ પરિવારમાં બધાંય એકદમ ગોરા ગોરા છે, એક જ બાળક કાળું છે...તેને પરિવારમાંથી બહાર હાંકી કાઢવામાં આવે છે કે ?

એકાદ પરિવારમાં બધાંય ડૉકટર છે અને તે પરિવારનું એક બાળક મારે ડૉક્ટર નહિ, ગાયક થવું છે એમ કહે તો તેને ઘરની બહાર તગેડી મૂકવામં આવે છે ?

એકાદ વ્યક્તિનો રંગ, તેની અભિરુચિ, તેનું વલણ જેટલું કુદરતી છે તેટલી જ તેની આધારે તે બાળકને ઘર, પરિવાર, સમાજની બહાર શાથી મૂકવો ? એકાદ પરિવાર જ તેને આ અમારો નથી. એમ કહે તો સમાજ કેવી રીતે પોતાનો કહેશે? સમાજ પછી તેનો તિરસ્કાર કરવા લાગે છે. મશ્કરી કરવા લાગે છે, તેને લેખામાં લેતા નથી. સારું હો કે ખરાબ, કોઇ તેની સાથે વાત કરવાય જતું નથી. દુર્લક્ષ્ય... હું મારા ચેલાઓને હંમેશા કહું છું...

એક વ્યક્તિ તરીકે સમાજ દ્વારા લગીરેય મૂલ્ય ન આપવાને કારણે જ હીજડા નિરાશ થયા છે. એ નિરાશામાંથી તે સમાજ પ્રત્યે રોષ વ્યક્ત કરવા લાગે છે. સમાજથી વધુ ને વધુ અતડાં રહેવા લાગે છે. સમાજ પણ પછી તેમને દૂર દૂર ધકેલતો રહે છે. આ દુષ્ટચક્ર આમ જ ચાલુ રહે છે...

પરંતુ મારી બાબતમાં આમ બન્યું નહિ.

આજે પાછું વળીને હું મારા જીવન તરફ જોઉં છું. ત્યારે મને ખૂબ આશ્ચર્ય અનુભવાય છે. ક્યાંથી કયાં આવી પહોંચ્યા આપણે... અને આમ ક્યાં સુધી પહોંચવાના છીએ...?

હું જે જીવી, તેનું મને અભિમાન પણ જાગે છે અને દુઃખ પણ થાય છે.

શાથી ન જાગે મને પોતાને માટે અભિમાન ?

એક સર્વસામાન્ય મધ્યમવર્ગીય ઘરની હું, આજે મારાં સેલિબ્રિટી સ્ટેટસ સાથે મહાલું છું... મારી પાસે નામ છે, પ્રસિદ્ધિ છે... તેમાંથઈ મળનારા સન્માન છે... હું જે કાંઇ છું, તે મેં અત્યંત પ્રામાણિકતાપૂર્વક, કોઇ પણ ખરાબ માર્ગ અનુસર્યા વગર મેળવ્યું છે.

અમેરિકા, કેનૅડા, યુરોપ, મેક્સિકો, મલેશિયા, થાઇલેન્ડ... અનેક દેશો મેં જોયા. કેવળ જોયાં જ નહિ, ત્યાંના લોકોનો પ્રેમ પ્રાપ્ત કર્યો. ભારત બહાર પગ મૂકવાનો મેં ક્યારેય વ્ચાર સુદ્ધાં કર્યો ન હતો ? અને હું છેક ‘યુએન’ સુધી જઇ પહોેંચી.

જે લોકો મને ચીડવતાં, લંજાડતા, મારી મશ્કરી કરતા, તુચ્છતાભેર વક્ર દૃષ્ટિએ જોતા, તેમના મોં મેં બંધ કર્યા.

જીવનમાં મારે જે જે થવું હતું તે તે હું થતી ગઇ. મારે ડાન્સર થવું હતું... હું ડાન્સ શીખી, ડાન્સર થઇ. મારે શિક્ષિકા બનવું હતું... તે હું ડાન્સની શિક્ષિકા બની. મારે હીજડો થવું હતું... જીવનના એક વળાંકે મેં નિર્ણય લીધો, હીજડો થઇ.

સમજણી થઇ, ત્યારથી મને જાણ હતી હું આમ જ મરવાની નથી, કાંઇક બનીને જ જઇશ... ટોળાંઓ પૈકીની એક બનીશ નહિ. ભીડનો ચહેરો બનીશ. દૂધમાં ઓગળી જનાર સાકર બનીશ નહિ, દૂધને રંગ આપનાર કેસર બનીશ ! એકદમ શરૂઆત થી હું તેવી જ હતી !જીવનમાં યોગ્ય સમયે હું યોગ્ય નિર્ણય લેતી ગઇ. જે નિર્ણય વિચાર કરીને, પોતાની જવાબદારી પર લીધો, તેનું સન્માન જાળવતી ગઇ. તેને કારણે મેં લીધેલ કોઇ પણ નિર્ણય માટે મને ક્યારેક પ્રશ્ચાતાપ થયો નહિ. પોતાનાં નિર્ણયનો આદર કરતા કરતા જ હું બીજાઓનાં નિર્ણયનો પણ આદર કરતા શીખી અને હું પોતે મારા નિર્ણયનો આદર કરવા લાગ્યા. તેનું સન્માન જાળવતાં ગયા.

તે વખતે હું હીજડો થઇ ન હોત તો આજે શું બની હોત... એનો વિચાર જ હું કરીશકતી નથી. પણ એટલું ચોક્કસ કહી શકું આજે મારી પાસે જે કાંઇ છે, એ બધું મેં મેળવ્યું જ હોત !

સાચ્ચે જ આજે મેં ઘણું બધું મેળવ્યું છે. પણ એ મેળવતી વખતે ઘણુંબધું ગુમાવ્યું પણ છે...

આજે હું કેવી દેખાઉં છું ? ગ્લેમરસ... તડક ભડક... હેવી મેકઅપ કરાનારી... પોતાની છબી નું જતન કરનારી... કોઇનીય પર થનાર ગમે તે અન્યાય નહિ સહન કરનારી... તેની વિરુદ્ધ પાલવ ખોસીને ઊભી રહેનારી... જરૂર જણાય તો જોરશોરથી ગાળો પણ દેનારી ?

પણ વાસ્તવમાં હું આવી ન હતી જ.

હું સાદી હતી... શાંત હતી... વધુ બોલનારી ન હતી... અત્યંત લાગણીશીલ હતી...

તે લક્ષ્મી થી આ લક્ષ્મી સુધીનાં આ પ્રવાસમાં હું શબ્દશઃ મ્હોરું ધઆરણ કરીને જીવી. આ મ્હોરું જ ધીમેધીમે મારો ચહેરો કેવી રીતે બન્યું, એ મને જ સમજાતું નથી. લોકોને હું જે દર્શાવું છું એ શરૂઆતમાં મને સાપની જેમ ડસતું હતું. હળવેહળવે એ વેદનાય ઓછી થઇ. આપણે આવાં જ છીએ, આપણે આવા જ થવું જોઇએ. એમ હું પહેલા પોતાને સમજાવતી અને પછી અમલમાં મૂકતી ગઇ. સર્વ લાગણીઓ હળાહળ ગટકાવીને ઊભી રહી. હું સહુકોઇને જવાબદાર રહેતી ગઇ પણ હું તને જવાબદાર છું. એમ કહેનારું કોઇપણ મને મળ્યું નહિ. હું મને પોતાને જ જવાબદાર રહેતી ગઇ. હસતાં-હસતાં જીવતી ગઇ, અહીં સુધી પહોંચી... પણ સાચ્ચેજ એ જીવવું હસતા હસતા હતું ?

આજે વિચાર કરું છું ત્યારે મને એ લક્ષ્મીની જરૂરિયાત અનુભવાય છે મારી પાસેથી જ તાણી લેવામાં આવી હતી તે એ ?

શ્રી ગુલઝારજીની એ સુંદર કવિતાનું સ્મરણ થાય છે... ક્યારેક શાળામાં ગાયેલી...

સ્ર્શ્વ ઘ્ક્રહ્મૐભ ઼ક્રટ્ટ ૐશ્વ ૐક્રશ્વ, સ્ર્શ્વ ઽક્રક્રશ્વદ્યથ્ભ ઼ક્રટ્ટ ૐશ્વ ૐક્રશ્વ

઼ક્રૐશ્વ ન્ટ્ટઌ ૐક્રશ્વ ૠક્રળ્ણ્ક્રજીક્રશ્વ ૠક્રશ્વથ્ટ્ટ રુક્રક્રઌટ્ટ

ૠક્રટક્રથ્ ૠક્રળ્ણ્ક્રઙ્ગેંક્રશ્વ ૐક્રહ્મઞ્ક્ર ઘ્ક્રશ્વ ખ્ક્રહૃક્રઌ ઙ્ગેંક્ર જીક્રક્રઌ

ક્રશ્વ ઙ્ગેંક્રટક્રરુક્ર ઙ્ગેંટ્ટ ઙ્ગેંઽભટ્ટ, ક્રશ્વ ખ્ક્રક્રબ્થ્ઽક્ર ઙ્ગેંક્ર ક્રઌટ્ટ ત્ન

અને તે સાથે જ મને એ પણ ખબર છે, સમય તો અવળી દિશામાં ફરતો નથી, પણ માણસોય ફરતા નથી... તેમણે તેમ ફરવાનું નથી હોતું. સતત આગળને આગળ વધવાનું હોય છે. હું પણ તેવી જ છું...જુનૂં બધું જોઇએ કહેનારી, પણ છતાંય નજર કેવળ આગળ જ રાખનારી.

આગળ વધતી વખતે આટલા વર્ષોથી ધારણ કરી રાખેલ આ મુખવટો ઓરપીને ફગાવી દેવાનું મન થાય છે... એ તરફ હાથ જાય છે અને સમજાય છે, હવે એ મુખવટો રહ્યો જ નથી, પોતાને ચહેરો જ બન્યો છે !

પણ ચહેરો હોવા છતાં તેની પાછળ મન હોય છે જ ને ! એ આ બધામાંથી બહાર નીકળવા આક્રંદ કરે છે... તેને હવે મુક્ત થવું છે, પોતે ઇચ્છે એ કરવું હોય છે, ક્યારે ક્યારેક કશુંક કર્યા વગર કેવળ શાંત બેસવું હોય છે.

પણ પછી મારો પરિવાર તેને પ્રેમપૂર્વક પપલાવતાં આવે છે... ને જાય છે.એ આ બધામાંથી બહાર નીકળવા આક્રંદ કરે છે... તેને હવે મુક્ત થવું છે, પોતે ઇચ્છે એ કરવું હોય છે. ક્યારે ક્યારેક કશુંય કર્યા વગર કેવળ શાંત બાસવું હોય છે...

મન શાંત થાય છે. તેને સમજાય છે, આપણેય બહારનાં ચહેરા સાથે જ એકરૂપ રહેવું જોઇએ. ફરી એક વાર એ ક્યાંક કોઇકને માટે પ્રજ્વલિત થઇ ઊઠેછે...પણ વેદના ધરબીને...

આપણે એકલાં જ છીઅ... પેલી યેઉરની ટેકરી પરનાં વૃક્ષ જેવાં !

હીજડા એટલે શું ?

હીજડા...? ખરું તો આપણે ત્યાં ઘણી વખત ગાળની જેમ જ ઉપયોગમાં લેવામાં આવનારો આ શબ્દ. પણ આપણને દેખાતા હીજડા અને હીજડો મૂળભૂત વિચાર ચોક્કસ શું છે, એ જાણવાનો ખાસ કાંઇ પ્રયત્ન કરતા જ નથી.

હીજડા અસલમાં ઉર્દૂ શબ્દ છે. એ પમ હિજર જેવા અરેબિક શબ્દ પરથી આવેલો. હિજર એટલે પોતાના સમદાયે ત્યજેલો. એ સમુદાયમાંથી બહાર નીકળેલો. એટલે સ્ત્રી-પુરુષોનાં હંમેશા સમાજમાંથી બહાર નીકળીને સ્વતંત્ર સમાજમાં બનાવીને રહેનારો, આ અર્થ હિજડા શબ્દ સાથે જ સંબંધિત છે. આપણા દેશમાં સર્વત્ર આ હીજડા સમાજ છે અને જુદી જુદી ભાષાઓમાં તેને માટે જુદા જુદા શબ્દ છે. વિવિધ રાજ્યો અનુસાર તેમનો ઇતિહાસ, સંસ્કૃતિ પણ થોડી થોડી જુદી છે.

ઉર્દૂ અને હીંદીમાં હિજડા શબ્દ છે, તે સાથે જ ઉર્દૂમાં ‘ખ્વાજા સરા’ એમ પણ હીજડાઓને કહેવામાં આવે છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં ‘કિન્નર’ સંકલ્પના છે. તેને કારણે હિંદીમાં હીજડાઓને ‘કિન્નર’ પણ કહેવામાં આવે છે, મરાઠીમાં ‘હીજડા’ અને ‘છક્કા’ જેવા બે શબ્દ પ્રચલિત છે. ગુજરાતીમાં તેમને ‘માસીબા’ કહે છે, તો પંજાબીમાં ‘જંખા’, તેલુગુમાં ‘નપુંસકુડૂ, કોજ્જા, માદા’ કહેવામાં આવે છે, જ્યારે તમિલમાં ‘થિરુનાનગાઇ, અલી, અરવન્ની, અરાવની, અરુવની’ જોવ ાશબ્દ વાપરવામાં આવે છે.

કોઇપણ ભાષામાં કાંઇ પણ કહે, છતાં હીજડા સંકલ્પના વત્તા ઓછા ભેદ સાથે એ જ છે. ‘હીજડા’ પુરુષ તરીકે જ જન્મ લે છે. નાનપણમાં એ પુરુષ તરીકે જ ઉછરે છે... પરંતુ અસલમાં તેની જાતીયતા જુદી હોય છે. મોટો થાય તેમતેમ એ સ્ત્રીની ભૂમિકા ધારણ કરવા લાગે છે. તેનું દેખાવું, હરવું-ફરવું, હાલચાલ, હાવભાવ બધું યુવતીજેવું થવા લાગે છે. તેને પોતાનેય એ અનુભવાય છે. પરંતુ સમાજની નજરોમાં આ ખૂંચાય છે અને લોકો ચીડવવા લાગે છે. એકંદરે કાંઇ સમજાતું નથી અને ઘણુંબધું સમજાય છે એવુંય નથી. આવા આ કાચી વયના બાળકો પછી મૂંઝાઇ જાય છે. એકલવાયા બની જાય છે. હું કોણ ? પ્રશ્નનો જવાબ અનેક રીતે શોધતા રહે છે અને પછી પોતે સ્ત્રી જ છે. એમ નક્કી કરીને, સંપૂર્ણ સ્ત્રી જેવા એટલે હીજડા બને છે. કુટુંબનો આશ્રય નહિ, સમાજનો તો સદંતર નહિ જ... એવામાં મનથી સ્ત્રી, પણ શરીરથી પુરુષ જેવી ગૂંગળામણ તેમનાથી વેઠાતી નથી. અને પછી શરીર પરનાં પુરુષત્વનાં, મન ઉપરનાં સર્વ સંકેત તે નામશેષ કરવા ઇચ્છે છે. વાળ વધારવા, સુવાંળી ચળકતી દાઢી કરવી, સાડી, સલવાર-કમીઝ, દાગીના પહેરવાથી માંડીને લિંગચ્છેદ કરવો, હાર્મોન્સ લઇને છાતીનો ઊભાર વધારવો કાં તો કૃત્રિમ રીતે તે વધારવી અથવા પૅડિંગ લગાવીને તે વધારવી જેવા અનેક પ્રકાર તેમાં હોય છે.

કેટલાક બાળકો જન્મથી જ હીજડા હોય છે. એવી આપણે ત્યાં માન્યતા છે. આ બાળકો સ્ત્રી પણ નથી હોતી કે પુરુષ પણ નથી હોતા એમ કહેવાય છે. પણ આજ સુધી વિશ્વમાં ક્યાંય સ્ત્રી પણ નહિ અને પુરુષ પણ નહિ, એવું બાળક જન્મયાંની તબીબી દૃષ્ટિએ નોંધ નથી. તેવી નોંધ થઇ જ શકતી નથી. કારણ જન્મેલાં બાળકનું લિંગ, દેખાનારી જનનેન્દ્રિય આધારે નક્કી કરવામાં આવે છે, શિશ્ન અને વૃષણ દેખાય તો છોકરો, યોનિ દેખાય તો છોકરી એમ કહેવાય છે. મોટેભાગે તે બરાબર હોય છે. પણ કવચિત કેટલીક વખત તેને કારણે જ ભૂલ થાય છે. કારણ કયારેક દેખાનારું લિંગ એક હોય છે અને મગજની વૃદ્ધિ અંતે જુદી જ હોય છે. સ્ત્રી પુરુષને નોખા ઠરાવનારી એકેસ અને વાય ક્રોમોસોમના (ગુણસૂત્ર) ઓછાવત્તા પ્રભાવનું આ પરિણામ હોય છે.

ખરું તો ગર્ભધારણ થતી વખતે જ ગર્ભ છોકરાનો છે કે છોકરીનો, એ પાક્કું થયેલું હોય છે, એક્સ એક્સ ક્રોમોસોમ હોય તો છોકરી અને એક્સ વાય ક્રોમોસોમ હોય તો છોકરો, પણ આમ હોવા છતાં પહેલાં છ અઠવાડિયા લિંગનું સ્વરૂપ છોકરો, પણ આમ હોવા છતાં પહેલા છ અઠવાડિયા લિંગનું સ્વરૂપ છોકરો અને છોકરી, બંનેમાં સરખું જ હોય છે. ત્યાર પછી વાય ક્રોમોસોમ પરનો એસઆર વાય જિન તૈયાર થવાની શરૂઆત થાય છે. પુરુષ હોર્મોન્સ ઍન્ડ્રોજેન તૈયાર થાય છે. તેમાં ટેસ્ટાસ્ટરૉન હાર્મોન મોટા પ્રમાણમાં હોય છે. તે સ્ત્રીગર્ભમાં પણ થોડા પ્રમાણમાં હોય છે. સ્ત્રીગર્ભની બાબતમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરૉન હાર્મોન્સ તૈયાર થાય છે. ત્યારબાજ બાહ્ય જનનેન્દ્રિય વિકસિત થાય છે.

મોટાભાગે આ કુદરતી પ્રક્રિયા અબાધ રીતે પાર પડે છે. પરંતુ કેટલીક વખત લિંગ નિર્ધારિત થવામાં ગરબડ થાય છે. એના પણ ચાર પ્રકાર હોય છે.

પહેલા પ્રકારને ટર્નર સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આમાં ગર્ભનો ક્રોમોસોમ એક્સએક્સ કે એક્સ વાય નથી હોતો. તે એક્સઓ હોય છે. પિતા પાસેથી આવનાર, ગર્ભને પુરુષત્વ આપનાર વાય ક્રોમોસોમ જ ન હોવાને કારણે બાહ્ય જનનેન્દ્રિય સ્ત્રી ની જ વિકસિત થાય છે. તેને કારણે અંડકોશ, ગર્ભાશય વિકસિત થવા માટે બે એક્સ આવશ્યક હોય છે. તેને કારણે અંડકોશ, ગર્ભાશય વિકસિત થતાં નથી. એ સ્ત્રી જ હોય છે, પરંતુ આને કારણે તેને બાળકો થઇ શકતા નથી.

બીજો પ્રકાર હોય છે ‘ઍન્ડ્રોજન ઇન્સેન્સિટિવ સિન્ડ્રોમ’. આમાં ટેસ્ટાસ્ટરૉન હાર્મોનને ગર્ભ પ્રતિસાદ આપતું નથી. જન્મેલાં બાળકની જનનેન્દ્રિય સ્ત્રીની હોય છે, પણ અંડકોશ, ગર્ભાશય નથી હોતા. માત્ર સ્તન વધવા લાગે છે. તે માસિક નહિ આવનારી, બાળક નહિ થનારી સ્ત્રી તરીકે જ મોટી થાય છે. જેનેટિકલી ફક્ત ‘એકેસ વાય’ એટલે છોકરો હોય છે.

ત્રીજા પ્રકારમાં પુરુષ હાર્મોન, ટેસ્ટાસ્ટરૉન ખૂબ અલ્પ પ્રમાણમાં પેદા થાય છે. સ્ત્રીગર્ભ હોય તો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, પણ સ્ત્રીનો હોય તો જન્મનારી બાળકી પૌરુષેય, ટૉમબૉઇશ જેવી હોય છે.

ચોથા પ્રકારમાં પુરુષ હાર્મોન, ટેસ્ટાસ્ટરૉન ખૂબ અલ્પ પ્રમાણમાં પેદા થાય છે. સ્ત્રીગર્ભ હોય તો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ગર્ભ પુરુષનો હેય તો કેવળ જનનેન્દ્રિય પુરુષની હોવા સાથે વિચાર, લાગણીમાં સ્ત્રીત્વ દેખાય છે, સ્ત્રીની જેમ રહેવાનું, આચરણ કરવાનું ગમે છે. વયસ્ક થાય કે આ બાળકો ને પુરુષનું આકર્ષણ અનુભવાય છે.

હીજડાઓ સંદર્ભે વિચાર કરતી વખતે આ ચાથો પ્રકાર મહત્ત્વનો બની રહે છે. જે હીજડા થાય છે, તેમનું શરીર પુરુષનું હોય છે. અને પ્રવૃતિ, લાગણી કેવળ સ્ત્રીની હોય છે. શરીર સ્ત્રીનું અને લાગણી પુરુષની, એવીય કેટલીક જણીઓ હોય છે, આ ત્રીજો પ્રકાર ટૉમબૉઇશ છોકરી. પણ આપણા સમાજમાં પુરુષ માટે બળવો કરવો તે દૃષ્ટિએ સરળ હોય છે, સ્ત્રીને માટે તે અત્યંત કપરું હોય છે. તદ્‌ઉપરાંત બાયલા પુરુષને તેની એ ઊણપ તરીકે ચીડવવામાં આવે છે, તેમ પૌરુષેય હોવાને સ્ત્રીની ઊણપ માનવામાં આવતી નથી. એ ખાસ કાંઇ ટીખળનો વિષય થતો. આ બંને કારણોને લીધે પુરુષ હીજડા તરીકે આગળ આવે છે, તેટલી ખુલ્લેઆમ સ્ત્રીઓ આવતી નથી, આવી શકતી નથી, કદાચ તેમને તેની જરૂર જણાતી નથી.

હીજડા થવું એ એક મોટી અને આકરી પ્રક્રિયા હોય છે. અસલમાં તે માનસિક હોય છે અને પછી તેને આધ્યાત્મિક અને સામાજિક આધાર આપવામાં આવે છે. એકાદ પુરુષને પરાકાષ્ઠાએ પોતે સ્ત્રી છે એમ લાગવા લાગે છે. પુરુષ તરીકે જીવવું અસહ્ય થાય છે અને એ હીજડો થવાનો નિર્ણય લે છે.

સાધારણતઃ હીજડાનાં સાત ઘરાણા છે. ભેંડીબજારવાલા, બુલાકવાલા, લાલનવાલા, લખનૌવાલા, પુનાવાલા, દીલ્હીવાલા અને હાદીર ઇબ્રાહિમવાલા. તેમાં સ્થળ અનુસાર થોડો થોડો ફરક થાય છે. એકાદ ઘરાણું હોય છે વગેરે... પણ મુખ્યત્ત્વે આ સાત ઘરાણા હોય છે. દરેક ઘરાણાનો એક વડો હોય છે, એ નાયક. ત્યાર પછી તેની નીચે ઊતરડ હોય છે. આ ઊતરડમાં જ ગુરુ હોય છે, હીજડા સમાજમાં ગુરુ અને નાયકનાં જ કાયદાકાનૂન ચાલે છે. એ ન પાળે તો દંડ થાય છે. સજા થાય છે. દરેક ઘરાણાનાં નિયમ, કાયદા જુદાજુદા હોય છે. પણ હીજડા અન્ય કોઇનેય આ નિયમ કહેતાં નથી. એ ખાનગી હોય છે. એ કોઇને ખબર પડવા દેવા નહિ, એવો ધારો હોય છે. તેવું તેમની પર બંધન હોય છે. વર્ષમાં બે વખત હીજડાઓની પંચાયટ મળે છે. તેમાં સાતેય ઘરાણાનાં નાયક આવે છે. કોણે નિયમ ભંગ કર્યો, કોણે કાયદાનુંઉલ્લંઘન કર્યું, કોણે ગુરુની આજ્ઞાનું પાલન કર્યું નહિ, આ બધાંયની ખબર લેવામાં આવે છે અને તે મુજબ દંડ કરીને હિસાબ સરભર કરવામાં આવે છે ગુરુ સાથે કોઇને મતભેદ થાય. તોતે ઘરાણામાંથી બહાર નીકળી બીજા ઘરાણાના ગુરુ કરી શકાય છે, પરંતુ તે માટે પહેલાનાં ઘરાણામાં દંડ ભરવો પડે છે.

એકાદ હીજડો થવાનું નક્કી કરે તોતે ગુરુની પસંદગી કરી શકે છે અને પછી તેની રીત કરવામાં આવે છે. આ એક વિધિ હોય છે. હીજડા સમાજમાં તે વ્યક્તિની એ અધિકૃત નોંધણી હોય છે. ગુરુ-ચેલાના સંબંધ માતા અને દીકરી જેવા હોય છે. તે ગુરુનાં જ્યેષ્ઠ ચેલા પછી તે હીજડાની મોટી બહેનો થાય છે અને ગુરુની આવી બહેનો માસી થાય છે. ગુરુની ગુરુ એ માતાની માતા એટલે નાની...

રીત થતી વખતે તે ઘરાણાનો દુપટ્ટો માથા પર આપવામાં આવે છે. એક સાડી આપવામાં આવે છે. ઘરાણાની નિશાની બતાવવામાં આવે છે. નિયમ સમજાવીને કહેવામાં આવે છે અને પછી આરંભાય છે પ્રશિક્ષણ... જીવવાનું. આજસુધી જે સમાજમાં જીવ્યાં, મોટા થયા, તે સમાજથી અતડાં રહેવાનું... ભીખ માંગવાનું... તાળીઓ પાડવાનું... મીઠું બોલવાનું... છતાંય કોઇ કાંઇ ન આપે તો તે વસૂલ કરવાનાં માર્ગ શોધવાનું... જે સમાજે આજસુધી ધિક્કાર્યા, તે સમાજ પરનું આ વેર તો નહિ હોય... ?

‘રીત’ થયા પછી હીજડા તરીકે જીવવાની શરૂઆત કરી, તો લિંગચ્છેદ એટલે નિર્વાણ કરવું જ જોઇએ. એવો સર્વ ઘરાણાઓનો નિયમ નથી. કેટલાક જણ તેવું માને છે. ‘નિર્વાણ’ થયા સિવાય હીજડાઓ પૂર્ણત્વ પામી શકતા નથી એમ કહે છે. નિર્વાણ કરવું હોય તો તે વિધિવત કરવામાં આવે છે. ત્યાં અધિકૃત ડૉકટર વગેરે પદ્ધતિ નથી હોતી. કારણ બીજાનું લિંગ કાપવું એ આપણે ત્યાં કાયદા અન્વયે ગુનો છે. વધુમાં નિર્વાણ પ્રક્રિયા આધ્યાત્મિક હોય છે. ત્યાં ડૉકટર નું શું કામ ? એવો હીજડાઓનો પ્રશ્ન હોય છે. ત્યાં ગુરુ અને પુજારી હોય છે. પુજારી એક પુજાવિધિ કરે છે અને પછી એક ઝાટકામાં લિંગ કાપે છે. કાંઇ કહે છે, આ નિર્વાણ ઊભા ઊભા કરવાનું હોય છે.ત્યાં ગુરુ અને પુજારી હોય છે. પૂજારી એક પૂજાવિધિ કરે છેઅને પછી એક ઝાટકામાં લિંગ કાપે છે. કોઇ કહે છે, આ નિર્વાણ ઊભા ઊભા કરવાનું હોય છે. કોઇ કહે છે, આવું કાંઇ નથી, એ આડા કરીએ તોય ચાલે. કેટલાક ઠેકાણે તો ચોરી છુપી આ નિર્વાણ કરી આપનાર ડૉક્ટર્સ છે. તેમનાં દવાખાનાં છે. ખાસ કરી ને દક્ષિણ ભારતમાં. નાની શેરીઓ, ગલીઓમાં આવેલા આ દવાખાનાઓની હીજડાઓને ખબર હોય છે. ગમે તે હોય, આ નિર્વાણ કરવાની જબરજસ્તી કોઇ પણ કોઇની ઉપર કરતું નથી.તે ઐચ્છિક હોય છે. હીજડા પોતાનાં શરીરને અત્યંત પવિત્ર માને છે અને તેને કારણે પોતાના ઇચ્છાવિરુદ્ધ પોતાના શરીરનિં કોઇનેય કાંઇ પણ કરવા દેતા નથી.

‘નિર્વાણ’ થયા પછી જખમ ભરાતાં સાધારણતઃ દોઢ મહિનો વીતે છે. ત્યાં સુધી તેલ અને વનૌષધીનો લેપ તે જગાઓ લગાવવામાં આવે છે. તે ૪૦-૪૫ દિવસ અનહદ પીડાનાં હોય છે. વેદના અને કેવળ વેદના. આ દિવસોમાં ત્યાંથી જેટલું રક્ત વહી જાય તેટલું વહેવા દેવાનું હોય છે, એવુંય લોકો કહે છે. કારણ તે પુરુષનું રક્ત હોય છે અને પછી ભરાય તે સ્ત્રીનું રક્ત હોય છે. આ દિવસોમાં પેશાબ કરવા માટે નાની નળીનો ઉપયોગ કરવામાં આવે છે. આ દિવસોમાં હીજડા સિવાય અન્ય કોઇનીયે સામે જોવાનું નથી હોતું. આંખો મીંચીને પડી રહેવાનું કે આંખો પર ઓઢીને પડ્યા રહેવાનું. સ્ત્રી-પુરુષ કોઇનીયે નજરે ચડે એ બરાબર નહિ !

‘નિર્વાણ’ થવું એટલે ‘પરિપૂર્ણ હીજડો’ થવું. ત્યારબાદ એક સમારંભ યોજવામાં આવે છે. ‘હલ્દી-મહેંદી’. એ હીજડાના મોઢા પર, હાથપગ ને હળદર લગાવવામાં આવે છે. કપાળે મોટો ચાંદલો લગાવવામાં આવે છે. સાકર મૂકવામાં આવે છે. અનિષ્ટોથી રક્ષણ અર્થે માથા પરથી નોટો ઓવાળીને નાંખવામાં આવે છે. ત્યારબાદ નાચગાન થાય છે. હવામાં નોટો ફરકાવતાં તે નિર્વાણ થયેલા હીજડાની આજુબાજુ ઉછાળવામાં આવે છે. આ દૃષ્ટિ વિધિ.

ત્યારપછી હોય છે છેલ્લી વિધિ... ચટલા. નવરાવીને હીજડાને તૈયાર કરવામાં આવે છે. લીલીસાડી, લીલો બ્લાઉઝ, લીલી બંગડીઓ, લીલા રંગનાં દાગીના... તેના હાથમાં દૂધથી ભરેલો છલોછલ જગ આપવામાં આવે છે. આ દૂધ સમુદ્રમાં પધરાવવાનું અને પોતાનું બદલાયેલું અવયવ સમુદ્રને બતાવવાનું. કાળા કૂતરા અને લીલા વૃક્ષ સામે પણ આવો જ વિધિ કરવાનો હોય છે.

અલબત્ત આ વિધિ દરેક ઘરાણાના, દરેક ઠેકાણાનાં થોડાથોડા જુદા હોય છે. કેટલાક ઘરાણાઓમાં મોટો ચાંદલો લગાવતા નથી, વધુ બંગડીઓ પહેરતા નથી, નાકમાં મોટી નથ પહેરતાં નથી... તે સહેજ જુદી પદ્ધતિએ આ વિધિ કરે છે. ખાસ કરીને દક્ષિણમાં આવી વિધિ કરવાની પ્રથા અધિક છે.

નિસર્ગે આપણને જે રૂપમાં મોકલ્યા હતા, તે રૂપ આપણે બદલ્યું છે. તે નિસર્ગને બતાવવું અને તેના આશીર્વાદ લેવા, એવું આનું સ્વરૂપ બદલ્યું છે, એનું હીજડાઓને ભાન હોય છે અને આ સમજણ હોવાને કારણે જ કદાચ તે વધુ આક્રમકતાપૂર્વક સ્ત્રીની જેમ વર્તવાના પ્રયાસ કરતા હોવા જોઇએ. હીજડાઓની અંતિમ વિધિ વખતે પણ આ જન્મે પુરુષ હતો, એનું ભાન રાખવામાં આવે છે. જેનું નિર્વાણ થયેલું છે. તેને કપાસનું અથવા કણકનું લિંગ બનાવીને લગાવવામાં આવે છે અને પછી જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

હીજડાઓનાં માતાજી છે બહુચર માતાજી કે મુર્ગાવાલી દેવી. આ માતાજી કૂકડા પર બેઠેલા છે. એટલે તેમને મુર્ગાવાલી દેવી કહે છે. તેમના વિશેની જુદી જુદી કથાઓ વર્ણવવામાં આવે છે...

...બારિયા નામનો ચાંપાનેરનો રાજા હતો. તેને સંતાનો ન હતા. તેનાં સ્વપ્નમાં કૂકડા પર બેઠેલાં માતાજી આવ્યાં. તેમણે કહ્યું, ‘મારા આશીર્વાદથી તને પુત્ર થશે, પણ એ જીવતો રહે એમ એમ ઇચ્છતો હોય તો લિંગ કાપી નાંખ, લીલી સાડી પહેર.’ આ માતાજી એટલે જ બહુચર માતા.

...એક રાજકુમારી હતી, તેના એક સમોવડિયા ઘરાણાનાં રાજકુમાર સાથે વિવાહ થયા હતા. પણ એ સ્ત્રીની જેમ વર્તતો. સ્ત્રીઓ જેવાંજ હાવભાવ કરતો. તેની સાથે શરીરસંબંધ રાખવામાં સમયે જંગલમાં નાસી જતો. સતત આમ જ થતું રહ્યું. છેવટે એક માતાજી આ રાજકુમારી રૂપે આવ્યાં. અને તેનાં પતિનું લિંગ કાપી નાખ્યું. એ જ બહુચર માતાજી.

...એક પુરુષે સ્ત્રી સ્વરૂપમાં રહેલા માતાજી ઉપર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો. માતાજીએ તેને નપુસંક થઇશ એવો શાપ આપ્યો. તેણે શાપની તીવ્રતા ઓછી કરવા યાચના કરી, ત્યારે માતાજીએ કહ્યું, જંગલમાં જઇને સ્ત્રીને જેમ વર્તીશ, ત્યારે જ તું આ શાપમાંથી મુક્ત થઇશ.

જુદાજુદા ઠેકાણે આ માતાજીની જુદી જુદી કથાઓ વર્ણવવામાં આવે છે. તેમનું મુખ્ય મંદિર ગુજરાતમાં અમદાવાદ નજીક બહુચરાજીમાં છે. દેશભરનાં હીજડાઓનું એ તીર્થક્ષેત્ર છે. જે લોકો ત્યાં જાય છે, તે પોતાના બાળકોનાં સુવાળા આ માતાજીને અર્પણ કરે છે. એ અર્પણ ન કરવામાં આવે, તો માતાજી બાળકનું લિંગ માંગી લે છે, એવી અહીંના ભાવિકોની શ્રદ્ધા છે.

આ માતાજી ઉપરાંત હીજડા શિવની પણ ભક્તિ કરે છે. અર્ધનારી નટેશ્વરનાં રૂપમાં શંકર અને પાર્વતી, પુરુષ અને સ્ત્રી, પુરુષ અને પ્રકૃતિનો સંગમ છે. તેને કારણે ઉત્તરભારતમાં હીજડા આ સ્વરૂપ મહત્ત્વનું માને છે. વેદ પુરાણોનાં સમયથી પોતાના આ રૂપને આધાર હોવાનું કહે છે...

રામાયણ-મહાભારતમાં પણ હીજડાઓનાં સ્પષ્ટ ઉલ્લેખ મળી આવે છે. રામ વનવાસ ગયા ત્યારે અયોધ્યાનાં દરવાજે હીજડા તેમની પ્રતીક્ષા કરતા રોકાયા હતા. મહાભારતમાં કુરુક્ષેત્ર યુદ્ધ પૂર્વે પાંડવોનો વિજય થાય એટલે અરાવને પોતાનું રક્ત કાલીમાતાને આપ્યું હતું. તેના બદલામાં કાલીમાતાએ તેને વિશેષ શક્તિ આપવાનું આશ્વાશન આપ્યું હતું. યુદ્ધ પૂર્વે ની રાત્રે અરાવને મરતા પહેલાં લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. થોડા કલાકોમાં જ મરનાર હોવાથી અરાવન સાથે લગ્ન કરવા કોઇ પણ સ્ત્રી તૈયાર ન હતી. તે વખતે કૃષ્ણે એક સુંદર સ્ત્રીનું, મોહીનીનું રૂપ ધારણ કર્યું અને અરાવન સાથે લગ્ન કર્યા. દક્ષિણ ભારતમાં હીજડા અરાવનને પોતાનો મૂળ પુરુષ માને છે અને પોતાને અરાવની કહેવડાવે છે.

તમિલનાડુમાં દર વર્ષે એપ્રિલ-મે મહિનામાં વિલ્લુપુરમ્‌ જિલ્લાનાં કૂવાગમ્‌ ગામનાં અરાવની મંદિરમાં અઢાર દિવસનો ધાર્મિક ઉત્સવ થાય છે. આ મેળામાં અરાવની એટલે હીજડા કૃષ્ણ અને અરાવનનાં લગ્ન ની કથા સાકાર કરે છે. ત્યારબાદ અરાવન પ્રાણત્યાગ કરે છે. અને પછી આ અરાવની નૃત્ય કરીને બંગડીઓ ફોડીને શોક વ્યક્ત કરે છે. જાણે કે તે વિધવા થઇ છે. આખાય દેશનાં હીજડા કૂવાગમ્નાં આ અરાવની ઉત્સવ માટે આવે છે.

મહાભારતમાં ધનુર્ધારી અર્જુનને ‘બૃહન્નલા’ તરીકે રહેવું પડ્યું હતું. પાંડવોને બાર વર્ષનાં અજ્ઞાતવાસમાં રહેવાનું હતું. આ ગાળામાં અર્જુન પોતાના પિતાને મળવા સ્વર્ગમાં ગયો હતો. તે વખતે તેણે ઉર્વશી તરફ જોઇને કામુક હાવભાવ કર્યા અને તેણે અર્જુનને શાપ આપ્યો... કિલ્બા થઇશ. કિલ્બા એટલે તૃતીયપંથી. વેદકાળમાં તૃતીયપંથીઓ માટે કિલ્બા શબ્દ જ પ્રચલિત હતો. અર્જુન કિલ્બા થાય એ શક્ય જ ન હતું. પણ શાપ જ હતો. તેને કારણે એ નિરુપાય બન્યો. એ ચીડાયો, પણ ઊલટુ કૃષ્ણે તેને કહ્યું, ‘હવે તું અજ્ઞાતવાસમાં છે અને તને કોઇ ઓળખે નહિ એમ લાગતું હોય, તો તારું આ સ્વરૂપ ઉપકારક જ નીવડવાનું છે.’ છેવટે અર્જુન તૈયાર થયો અને બૃહન્નલા સહિત સર્વ પાંડવ એક એક કરીને વિરાટ રાજાનાં દરબારમાં પહોંચ્યા. અર્જુને પોતે નૃત્ય-ગાનમાં નિપુણ હોવાનું કહ્યું અને સ્ત્રીઓને નૃત્ય અને ગાનમાં નિપુર્ણ હોવાનું કહ્યું અને સ્ત્રીઓને નૃત્ય અને ગાન શીખવવા માટે તેની નિમણૂક કરવામાં આવી. એ પહેલાં એટલે કે આ કિલબાને સ્ત્રીઓનું આકર્ષણ નથી ને એની વિરાટે સુંદર સ્ત્રીઓ દ્વારા બૃહન્નલાની પરીક્ષા લઇ પરિક્ષા લઇ ખાતરી કરાવી લીધી. સ્ત્રીઓનું નૃત્યગાન શિક્ષણ શરૂ થયા પછી વિરાટ બૃહન્નલા ની કલા, વર્તણૂક, બોલવા પર પ્રસન્ન થયા અને પાતાની પુત્રી ઉત્તરાને બોલાવી કહ્યું, ‘બૃહન્નલા ખાનદાન છે, એ સામાન્ય નૃત્યાંગના નથી. તેનો રાણી સમાન આદર કર. તેને તારા જ મહેલમાં લઇ જા.

વિરાટ રાજાએ બૃહન્નલાને પોતાનું લિંગ બદલીને પુરુષોની જેમ રહેવા કહ્યું નહિ, ઊલટા તેનાં સ્ત્રીત્વનું તેણે હંમેશા જ આદર કર્યો. એ જેવી હતી તેવી તેણે સ્વીકારી. પોતાનાં રાજમહેલમાં આશ્રય આપ્યો અને કામ પણ આપ્યું.

મહાભારતમાં વધુ એક આવો જ ઉલ્લેખ શિખંડીનો છે. એ મૂળ અંબા. કાશીરાજાની કન્યા. ભીષ્મ પર વેર વાળવા માટે તેણે તપશ્ચર્યા કરીને શિખંડી તરીકે પુરુષનો જન્મ લીધો અને યુદ્ધભૂમિ પર ઊતરી. ભીષ્મે તેને જોઇ અને શિખંડીએ અંબા છે, એ ઓળખી ગયો. સ્ત્રી પર હથિયાર ચલાવવું નહિ એટલે તેમણે હથિયાર હેઠાં મૂક્યા. અર્જુને તે જોયું અને શિખંડા આડે સંતાઇને ભીષ્મ પર બાણોની વર્ષા કરી. શિખંડી એ સ્ત્રીથી પુરુષ એવું લિંગ પરિવર્તન છે.

રામાયણ- મહાભારતમાં આવા જુદાજુદા પ્રકારે હીજડાઓનાં ઉલ્લેખ છે જ. પણ પ્રાચીન કાળમાંય તેમને સન્માન, પ્રતિષ્ઠા આપવામાં આવતી, સમાજ સ્લીકૃતિ હતી. અનેક રાજાઓનાં દરબારમાં હીજડાઓએ મુત્સદ્દીગીરી કર્યાનાં ઉલ્લેખ છે. એટલે રાજકારણમાં પણ હીજડા વાકેફગાર હતા. સંઘરાજ્યના ગાળામાં જાગીરદારો હીજડાઓ પાસેથી સલાહ લેતા. પછી મુસ્લિમ રાજાઓને હીજડાઓની ‘ખોજા’ તરીકે જનાનખાનામાં દેખરેખ કરવા માટે નિમણૂક કરી. હીજડાઓનાં સામર્થ્ય, શોર્યની રાજાઓને જાણ હતીજ, તદ્દઉપરાંત વિશ્વાસ પણ હતો. સ્ત્રીઓને આ લોકોથી જોખમ નથી એની ખાતરી હતી. રાજાશાહીમાં હીજડાઓને આમ જુદા જુદા સ્વરૂપે રોજગાર મળતો હોવાને કારણે ગરીબ પરિવારો પોતાનાં એક બાળકનો લિંગચ્છેદ કરીને તેને હીજડો બનાવતા અને તેની આવક પર સમગ્ર પરિવાર નભતો, એવોય કેટલાક સ્થળે ઉલ્લેખ છે.

પરંતુ ઓરંગઝેબનાં રાજ્યમાં લિંગચ્છેદ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અલબત્ત ચોરી છૂપીથી તે થતું હતું. એ અરસામાં મુસ્લિમ હીજડાઓને માન મળતું. તે ધનવાન પણ હતા. પરંતુ તેની સરખામણીમાં હિંદુ હીજડા ગરીબ હતા. અનેક હિંદુ હીજડાઓએ આ સમયગાળામાં ધર્માંતર કર્યાનું કહેવાય છે, પણ ખાતરી કરવા જાણકાર હીજડાઓને પૂછયું, તો તે આ અંગે કાંઇ જ કહેતા નથી. અમારો ઇતિહાસ અમારા પૂરતો જ રહેવા દો, તમે એ જાણીને શું કરશો ? એવો તેમનો પ્રશ્ન હોય છે. હિંદુ હીજડાઓનાં તે વખતનાં એક નેતા અને મુસ્લિમ હીજડાઓનાં વડા પ્રત્યે તેમને એટલો આત્યંતિક આદર છે કે અત્યંત પવિત્ર હોય એ સિવાય તેમનું નામ પણ તે ઉચ્ચારતા નથી.

વાત્સાયનનાં કામસૂત્રમાં ‘તૃતીયપ્રકૃતિ’ એવો હીજડાઓનો ઉલ્લેખ છે. તે સ્ત્રી કે પુરુષ ગમે તેનાં વસ્ત્રો પહેરી શકે, એમ તેમાં કહ્યું છે. એકાદ રાજપુત્ર અથવા સરદારપુત્ર કામક્રિડામાં અશક્ત હોય, તો તેને શીખવવા માટે હીજડાઓની નિમણૂક કરવામાં આવતી હતી. જન્મતઃ પુરુષ હોવાને કારણે પુરુષ શું કરી શકે અને મનથી તથા લાગણી થી સ્ત્રીની હોવાને કારણે સ્ત્રીને શું જોઇતું હોય છે, એ બંને વાતો હીજડા બરાબર પારખી શકે છે અને ઘણુંખરું તે જ કારણે કામ માટે તેમની નિમણૂક કરવામાં આવતી હોવી જોઇએ. એકંદરે આ ગાળામાં જુદાજુદા કામોમાં હીજડાઓને સમાવી લેવામાં આવતા હતા.

અઢારમી સદીમાં રાજાશાહી પૂરી થઇ. રાજા, સરદાર બચ્યાં જ નહિ, પછી હીજડાઓને કોણ કામ આપે અને કયું કામ આપે ? તેમનાં જીવવાનાં માર્ગ રૂંધાયા. તેમની પાસે અનેક કલાઓ તી. તેમને નાચ-ગાન આવડતા હતા. કેવળ આવડતા હતા એવું નહિ, તેમાં તે નિપુણ હતા. છેવટે પેટ ખાતર તે રસ્તા પર આવ્યા. અને પોતાની કલાનું પ્રદર્શન કરતા તેમણે ભીખ માંગવાની શરૂઆત કરી. તેમનું આ ભીખ માંગવું સમાજનાં પ્રતિષ્ઠિત લોકોને, ઊંચા કૂળનાં લોકોને રુચ્યું નહિ. તેમણે હીજડાઓ પર બંધન લાદવાની શરૂઆત કરી અને હીજડા સમાજબાહ્ય થવાની પ્રક્રિયા શરૂ થઇ.

હીજડા અત્યંત પરિશ્રમી, શ્રમ કરવામાં ક્યારેક આગળ- પાછળનો વિચાર નહિ કરનારા છે. તેમને વધુ એક ગુણ એટલે તેમનું પ્રામાણિકપણું, ઇમાનદારી. એકાદને શબ્દ આપે, તો તે પાળવા માટે પરાકાષ્ઠારૂપ પ્રયાસ કરનારા. રાજા, રજવાડાઓને એટલે જ તેમની જરૂરિયાત રહેતી અને તે માટે અનેક બાળકોનો લિંગચ્છેદ કરીને, ખસ્સી કરીને તેમને હીજડા બનાવવામાં આવતા હતા. છેવટે ઇ.સ. ૧૮૮૦માં ખાસ કાયદો કરીને વડોદરાનાં મહારાજા શ્રી ગાયકવાડે ખસ્સીકરણ પર પ્રતિબંધ મૂક્યો. ભારતીય દંડસંહિતાની કલમ-૩૨૦માં આનો જ સમાવેશ કરવામાં આવ્યો અને બીજાનું લિંગ છેદવાને ગુનો ઠરાવવામાં આવ્યો.

બ્રિટિશ રાજ્યમાં હીજડાઓની દશા વધુ ખરાબ થઇ. બ્રિટિશોની કહેવાતી પાશ્ચાત્ય સંસ્કૃતિમાં હીજડા વિચાર જ બેસતો ન હતો. પોતાનાં સભ્ય સામાજિક જીવનમાં હીજડા તકલીફો નોતરે છે એમ બ્રિટિશોને લાગ્યું અને તેમણે અનેક હીજડા વિરોધી કાયદા કર્યા. પુરુષોનાં હીજડા બનવા પર આ કાયદા અન્વયે તેમણે પ્રતિબંધ મૂક્યો. પરંતુ છતાંય ભારતીય જનમાનસમાં હીજડાઓનું સ્થાન હંમેશા રહ્યું. હીજડા બનતા ગયા, તેમની પેઢીઓ ચાલુ રહી. નવજાત શિશુને ‘વધામણી’ આપતાં રહ્યા, નવદંપત્તિને આશીર્વાદ આપતા રહ્યા. પણ આ કામ આવા કેટલા લોકો કરી શકવાનાં હતા? અન્ય કાંઇ પણ કરતા આવડતું ન હતું. પેટ તો ભરવું જોઇએ... પછી તેમણે જાહેર રીતે ભીખ માંગવાની શરૂઆત કરી. કેટલીક જણીઓ દેહવિક્રય કરવા લાગી. નિરુપાય હતી. અન્ય માર્ગ જ ન હતો. આ કામો કરતી વખતે પછી તેમના દ્વારા કવચિત સભ્યતાની મર્યાદા વળોટાવા લાગી હોવી જોઇએ. સમાજ કાંઇ કરવાય દેતો નથી અને કાંઇ કરવા જઇએ તો તેને પ્રતિસાદ પણ આપતો નથી. આવી દ્વિધામાં હીજડા સપડાયા હોવા જોઇએ. પછી તે અધિકાધિક અંતરમુર્ખ થતા ગયા.... તે જ સાથે વધુ ને વધુ આક્રમક બનવા ગયા. લોકો તેમનાથી ડરવા લાગ્યા. ગભરાઇને ભીખ આપવા લાગ્યા અને ભીખ માંગવા લાગ્યા... ભીખ ન આપે, તો દાદાગીરી, મારામારી કરવા લાગ્યા. સમાજમાં તેમની છબી વધુ જ બગડવા લાગી. સમાજ તેમનાથી અતડો રહેવા લાગ્યો અને તે પણ તેમાથી વધુ ને વધુ દૂર જતા રહ્યા. એ અટકાવવા કોઇને ખાસ પ્રયાસ કર્યાનું સંભાળવામાં, વાંચવામાં, જોવામાં નથી મળ્યું. તે પ્રયાસ તેમના માટે શરૂ થયેલ સંસ્થા, સંગઠનનાં માધ્યમ દ્વારા છેલ્લાં દસ-બાર વર્ષથી થવા લાગ્યા છે.

દક્ષિણ તરફના રાજ્યોમાં હીજડાઓની સ્થિતિ જુદી છે અને ઉત્તર તરફ સહેજ જુદી. ઉત્તરમાં હીજડાઓને માન આપવામાં આવે છે. બાળકનો જન્મ થાય, ઘરમાં લગ્નકાર્ય હોય કે તેમની એ સન્માન આપવામાં આવે છે. પૈસા, સાડી-બ્લાઉઝ આપીને તેમને વિદાય આપવામાં આવે છે. પરંતુ દક્ષિણમાં એવું કાંઇ કરવામાં આવતું નથી. પણ એકંદર સ્ત્રીઓની બાબતમાં દક્ષિણનાં રાજ્યો વિકસિત હોવાને કારણે ત્યાં હીજડાઓ તરફ જુદી જુદી દૃષ્ટિએ જોવામાં આવે છે. ઉત્તરનાં હીજડા બહુચરાજી માતાજીની ભકિત કરે છે, જ્યારે દક્ષિણનાં મોટાભાગનાં હીજડા રેણુકા માતાન ે માતાજી ભકિત કરે છે. જ્યારે દક્ષિણનાં મોટાભાગનાં હીજડા રેણુકા માતાને ભજે છે. ઉત્તરનાં હીજડા અને દક્ષિણનાં ‘તિરુનાનગાઇ’ એ સાવ નજીકની સંકલ્પના છે, જ્યારે ઉત્તરની, વિશેષતઃ મહારાષ્ટ્રનાં‘જોગતા’ અને દક્ષિણનાં ‘જોગપ્પા’ મૂળભૂત વિચાર સરખા છે. આ માતાજીને સમર્પિત પુરુષ હોય છે. અને તેને કારણે તેમને સ્ત્રીની જેમ જીવવું પડે છે. તેની જાતીયતા જુદી હોય છે, એવું નથી. શરીર અને મનથી તે પૂર્ણ પુરુષ હોઇ શકે.

મહારાષ્ટ્રમાં હીજડાઓ માટે કામ કરનારું પ્રથમ અને મહત્ત્વનું સંગઠન છે એ હમસફર. એમ. એસ. એમ., એટલે સમલિંગી પુરુષોનાં જુદાજુદા પ્રશ્ન આ સંગઠન ઇ.સ. ૧૯૯૪થી ઉકેલે છે. ઇ.સ. ૨૦૦૨માં આ સંગઠને ટ્રાન્સજેન્ડર્સની વસતિઓ અને તેમનાં કામનાં સ્થળે બે પ્રોજેક્ટ્‌સ શરૂ કર્યા. ટ્રક ટર્મિનસ ઉપર સેક્સવર્ક કરનારા ટ્રાન્સજેન્ડર્સ સ્ત્રીઓને સેફ સેક્સનું મહત્ત્વ સમજાવવામાં આવવા લાગ્યું. માલવણી જેવી હીજડાઓની વસતિમાં સમગ્ર કમ્યૂનિટિ માટે સંસ્થાએ કામ શરૂ કર્યું. ‘ગે’ માટે જાહેરમાં કામ કરનાર આ પ્રથમ સંગઠન. સામાન્ય પ્રજાજનો, સરકાર, પ્રશાસન બધાંયના પ્રહાર સહન કરતા હમસફર એ પોતાનું કામ ચાલુ રાખ્યું. હવે તેમાંથી પ્રેરણા લઇને અનેક કામો હાથ ધરીને અનેક સંસ્થાઓ રચાઇ છે.

આપણા દેશમાં ઇ.સ. ૧૯૯૪માં હીજડાઓને સહુથી પહેલાં તામિલનાડુમાં મતદાનનો અધિકાર મળ્યો. તામિલનાડુએ જ હીજડાઓને થર્ડ જેન્ડર તરીકે માન્યતા આપી અને તેઓને રેશનકાર્ડ પણ આપ્યાં. હીજડાઓને રાજ્યમાં પોતાની ઓળખ મળી.

તામિલનાડુ સરકારે હીજડાઓનાં કલ્યાણ અર્થે વિચારણા કરવા અને તેમની કાંઇક નક્કર યોજના તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરી. આ સમિતિએ હીજડાઓનું જીવનધોરણ સુધારવું, તેમને તથા તેમના પરિવારજનોને કાઉન્સિલિંગ કરવું, શાળા-કૉલેજમાં પ્રવેશ નહિ નકારવો, સરકારી હૉસ્પિટલોમાં સેક્સ રિકન્સ્ટ્રક્શન સર્જરી કાયદેસર કરવી, હીજડાઓને વ્યાવસાયિક શિક્ષણ આપવું, તેમનામાં રહેલાં જુદા જુદા કૌશલ્ય વિકસિત કરવા, તેમના સેલ્ફ-હેલ્પગ્રુપ સ્થાપવા, રાજ્યનાં હીજડાઓનું વિગતવાર નિરીક્ષણ કરવું અને સંશોધન કરવું જેવી અનેક ભલામણો કરી. આ ભલામણો પર હવે રાજ્યમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમિલનાડુ સરકારે હીજડાઓ માટે ઇલાયદી વસાહતો તો બાંધી આપી છે જ,પણ જે હીજડા આ વસાહતોમાં રહેતા નથી, તેમના માટે ઝૂપડપટ્ટીઓમાં સાર્વજનિક સ્વચ્છતાગૃહો બાંધી આપ્યા છે.

અનેક સ્વચ્છિક સંસ્થાઓ પણ તામિલનાડુમાં હીજડા એટલે કે ત્યાંના તિરુનાનગાઇ માટે કામ કરી રહી છે. સહોદરી ફાઉન્ડેશન સંસ્થાએ તેમનું સંગઠન રચ્યું છે. તે સિવાય ફૅશન ડિઝાઇનિંગ જેવી વાતોનું પ્રશિક્ષણ આપવાની શરૂઆત કરી છે, જેને કારણે આ તિરુનાનગાઇ પોતાનાં પગ પર ઊભા રહી શકશે. તેમની શારીરિક અને માનસિક જરૂરિયાતો ધ્યાને લઇને આ સંસ્થાએ તેમના માટે મૅટ્રિમોનિયલ પ્રોજેક્ટ પણ હાથ ધર્યો છે. આ સંસ્થા હંમેશા આપણને જોવા મળતાં પુરુષમાંથી સ્ત્રી બનેલા તિરુનાનગાઇ સાથે જ સ્ત્રીમાંથી પુરુષ બનેલા ટ્રાન્સજેન્ડર્સ સાથે પણ કામ કરે છે.

કર્ણાટકમાં પણ સંગમા નામની સંસ્થાએ સમાજ અને પોલીસ સાથે ખૂબ જ સંઘર્ષ કરીને હીજડાઓ માટે કામ શરૂ કર્યુ છે. આઠ-દસ વર્ષ પૂર્વે સંસ્થાની મિટિંગ માટે એકઠાં થનારા હીજડાઓને પોલીસ બંગલૂરુમાં પ્રવેશતા દેતી ન હતી. શહેરની બહાર મળો અને તમારે મિટિંગ જે કાંઇ કરવું હોય એ કરો, એમ કહેતી. પરંતુ હવે આ દૃષ્ટિકોણ બદલાયો છે. આ જ બંગલૂરુમાં હવે ‘ગે પ્રાઇડ પરેડ’ પણ નીકળવા લાગી છેે ?

કેટલાક રાજ્યોમાં હીજડાઓને મતદાનનો અધિકાર મળ્યો પછીની મહત્ત્વની ઘટના એટલે ઇ.સ. ૧૯૯૮માં મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં સુહાગપુર મતદાન વિભાગમાંથી શબનમ મૌસી નામનો હીજડો ઘારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યો. પાંચ વર્ષ એ ધારાસભ્ય હતી. શાળામાં માત્ર બીજા ધોરણમાં સુધી ભણેલી, પણ પોતાનાં પ્રવાસમાં પૂરી બાર ભાષા શીખેલી આ શબનમ મૌસીએ પોતાનાં મતદારવિભાગની ગરીબી, બેરોજગારી સાથે જ સમાજનાં હીજડાઓ સાથેનાં ભેદભાવનાં પ્રશ્નો પણ મધ્યપ્રદેશ વિધાનસભામાં રજૂ કર્યા. ત્યારપછી હીજડા કમલા જેવી ઇ.સ. ૨૦૦૦માં મધ્યપ્રદેશનાં કટની શહેરની મેયર બની હતી. પણ આ સ્થાન મહિલાઓ માટે અનામત હોવાથી ‘એ હીજડો છે, સ્ત્રી નથી,’ એવું કારણ આપીને ન્યાયાલયે તેની વરણી ગેરકાદેસર ઠરાવી. તે જ અરસામાં ઉત્તરપ્રદેશમાં આશાદેવી, હીજડો ગોરખપુરની મેયર બની. એ જગા પણ મહિલા અનામત હોવાથી તેની હાલત પણ કમલા જાન જેવી જ થઇ. તેને પણ ગેરકાયદેસર ગણાવામાં આવી. એક પછી એક બનેલી આ ઘટનાઓને કારણે હીજડાઓએ ત્યારબાદ ‘જીતી જીતાયી પોલિટિક્સ’ નામના એક પક્ષની જ શબનમ મૌસીનાં નેતૃત્વ હેઠળ સ્થાપના કરી. સ્વચ્છ અને પ્રામાણિક રાજકારણ ઇચ્છતા કોઇનેય આ પક્ષમાં પ્રવેશ હતો. આ પક્ષે કેટલીક ચૂંટણીઓમાં પોતાનાં ઉમેદવાર ઊભા કર્યા હતા. તેમાંના કેટલાક જીત્યા, કેટલાક હાર્યા, પણ એથીય વિશેષ આ પક્ષે એકંદરે રાજકારણ વિશેનો આત્મવિશ્વાસ આ સર્વ હીજડા રાજકારણીઓએ સંપૂર્ણ હીજડા કમ્યૂનિટિને આપ્યો. મધ્યપ્રદેશમાં ભોપાળ મહાનગરપાલિકાએ ઇ.સ. ૨૦૦૭માં હીજડા કમ્યૂનિટિને આપ્યો. મધ્યપ્રદેશમાં ભોપાળ મહાનગરપાલિકાએ ઇ.સ. ૨૦૦૭માં હીજડાઓની મોજણી અને નોંધણી કરીને તેમને લાયસન્સ આપવાનો વિચાર કર્યો હતો. અનેક સ્થળે લોકો ભીખ આપતા હોય છે એટલે બેરોજગાર પુરુષ સાડી કે અન્ય સ્ત્રીઓનાં વસ્ત્રો પહેરી ભીખ માંગે છે. તેમને અટકાવવા અનેક ઠેકાણે સાચા હીજડાઓએ પોતાનાં જૂથ બનાવ્યાં છે. આ જૂથ જુદા જુદા સ્થળે ધ્યાન રાખે છે. અને આવા વેશધારી હીજડાઓને પકડીને મારે છે. આને નિયંત્રિત કરવા માટેજ ભોપાળમાં હીજડાઓને લાયસન્સ આપવાની માંગણી થઇ હતી.

બિહારમાં તો પટનામાં મહેસૂલ વિભાગનાં અધિકારીઓ સાથે કાં તો એકલા હીજડા લોકો પાસેથી વેરા ઉધરાવવા જાય છે. તેમને સરકારે જ એ કામ સોંપ્યું છે. ઘરમાં ડ્રાઇવર, સુરક્ષા રક્ષક, રસોયા જેવા પ્રકારનાં જુદા જુદા કામો કરવા માટે બિહાર સરકાર હીજડાઓને પ્રોત્સાહન આપે છે. તેમને પગભર થવા હસ્તકળા, પેઇન્ટિંગ, કમ્પ્યૂટર ઍપ્લિકેશન જેવું જુદું જુદું વ્યાવસાયિક પ્રશિક્ષણ આપવામાં આવે છે.

હીજડાઓનાં આ બધાં જ પ્રશ્ન ઉકેલવા માટે હવે દેશભરમાંથી હીજડાઓને ઓળખપત્ર આપો અને તેની ઉપર તેમનું જન્મ સમયે લિંગ કર્યું હતું અને નવા રૂપ અનુસાર શું છે એનો સ્પષ્ટ ઉલ્લેખ કરો, એવી સરકાર પાસે માંગણી થાય છે. સરકારી હૉસ્પિટલમાં લિંગ પરિવર્તનની શસ્ત્ર ક્રિયા મફત કરવામાં આવે તો હીજડાઓનાં જીવનનાં આરોગ્યનાં ઘણાખરા જોખમો ઘટી શકે. મતદાનની અરજીમાં લિંગ પૂછવામાં આવે છે ત્યાં સ્ત્રી, પુરુષ સાથે અન્ય જેવે ત્રીજો વિકલ્પ હોવો જોઇએ, એવા પણ પ્રયાસ ચાલુ છે. કેટલાક રાજ્યોમાં આ થયું છે, પરંતુ બધા જ રાજ્યોમાં નહિ. હળવેહળવે આ બધું થવાનું છે, એવી શ્રદ્ધા ફક્ત હીજડા અને તેમના માટે કામ કરનારા સહુકોઇને જાગી છે.

‘યૂનક’

હીજડાઓને છેક હજુ અત્યાર સુધી ‘યૂનક’ કહેવામાં આવતા હતા. ‘યૂનક’ એટલે પુરુષમાંથી સ્ત્રી એમ લિંગ પરિવર્તન કરેલ વ્યક્તિ. ‘યૂનક’નો ડિક્શનરીનો અર્થ છે લિંગચ્છેદ કરેલો પુરુષ. પણ દક્ષિણ એશિયામાં કે ભારતીય ઉપખંડમાં હીજડા પાછળનો મૂળભૂત વિચાર તેથી થોડોક જુદો છે. ‘યૂનક’નો ઉલ્લેખ બાઇબલમાં પણ છે. પ્રાચીન હિબ્રૂઓમાં લિંગચ્છેદ કરવામાં આવતો ન હતો, પરંતુ પ્રાચીન ઇજીપ્ત, રોમ, બૅબિલોન સંસ્કૃતિમાં લિંગચ્છેદ કરવામાં આવતો હતો, એવો ઉલ્લેખ છે. કેટલાક ઠેકાણે લિંગચ્છેદ કરવામાં આવતો નહિ કરાવેલા નોકરો, અધિકારીઓને પણ ‘યૂનક’ જેવાં જ કામ આપવામાં આવતા હતા, પરંતુ તેમને ‘સારિસ’ કહેવામાં આવતા હતી સમલિંગી વ્યક્તિઓનો ઉલ્લેખ પણ અનેક ઠેકાણે ‘યૂનક’ તરીકે કરવામાં આવ્યો છે.

‘કાસ્ટ્રાટી’ જેવો એક વિચાર પૂર્વે પાશ્ચાત્ય દેશોમાં હતો. આ પણ લિંગચ્છેદ કરેલા પુરુષ જ હતા. પરંતુ આ લિંગચ્છેદ તેમણે પોતાની મરજીથી કરેલો ન હતો. બાળક પુખ્ત થતા પહેલાં તેનું લિંગ કાઢી નાંખે તો તેનો અવાજ ફૂટતો નથી, એ નાના બાળક જેવો જ રહે છે. એવી એક માન્યતા હતી, કેટલીક વખત તેમ થતું હતું અને પછી તે વખતે ચર્ચામાં સ્ત્રીઓને ગાવાની તક આપવામાં આવતી. આ પુરુષોને કાસ્ટ્રાટી કહેવામાં આવતા હતા. કાસ્ટ્રાટિઝમ નામે ઓળખતી આ પ્રથા અઢારમી સદી પ્રચલિત હતી. છેલ્લા પ્રસિદ્ધ ઇટાલિયન કાસ્ટ્રાટી જિઓવાની વ્હેલુટીનું ઇ.સ. ૧૮૬૧માં નિધન થયું. આ કાસ્ટ્રાટી ગાયકો પૈકી ફક્ત એક ગાયકનો અવાજ આજે રેકોર્ડિંગ સ્વરૂપ્‌ ઉપલબ્ધ છે, એ છે સિસ્ટાઇન ચૅપલનો ગાયક એલેસેન્ડ્રો મોરેશી. ઇ.સ. ૧૯૨૨માં મોરેશીનું નિધન થયું.

પ્રાચીન રોમન કાયદામાં પણ ‘યૂનક્સ’નાં બે પ્રકાર વર્ણવવામાં આવ્યા છે. એક ‘સ્પેડોન્સ’, જેને બાળકો થઇ શકતા નથી, જેમનામાં પુનર્‌ઉત્પાદનની શકિત નથી. આ શકિતનો તેમનો અભાવ તેમને કુદરતી રીતે હોઇ શકે અથવા પછી લિંગચ્છેદને કારણે ઉદ્‌ભવેલો હોઇ શકે. ‘યૂનક્સ’ નો બીજો પ્રકાર છે ‘કાસ્ટ્રાટી’. લિંગચ્છેદ કરેલો પુરુષ. જેમનામાં પુનર્‌ઉત્પાદનની શકિત નથી. સ્પેડોન્સ સ્ત્રીઓ સાથે લગ્ન કરીશકે. બાળકો દત્તક લઇ શકે. તેમને પોતાના વારસદાર નીમી શકે. પરંતુ કાસ્ટ્રાટી આમ કરી શકતા નહિ.

એકંદરે ‘યૂનક્સ’ના વિચારમાં લિંગચ્છેદ કેન્દ્રસ્થાને હોય છે. હીજડા મૂળભૂત વિચારમાં એ એવો નથી. કેટલાક હીજડા લિંગચ્છેદ અનિવાર્ય માને છે. એ કર્યા હીજડો પરિપૂર્ણ થતો નથી. પણ બધા તેવું માનતા નથી. આપણે ત્યાં અધિકૃત્ત આંકડાવારી ઉપલબ્ધ નથી. પણ ભારતમાં માંડ બાર ટકા હીજડાઓએ લિંગચ્છેદ કરેલો હોય છે. એમ તેમના માટે કામ કરનારા સ્વૈછિક સંસ્થાઓમાંના કાર્યકરો કહે છે. એટલે જ અહીંના હીજડાઓ પોતે ‘યૂનક’ નથી, પણ ટ્રાન્સજેન્ડર છે એમ કહે છે.

‘ટ્રાન્સજેન્ડર’

વિશ્વભરમાં હવે ‘ટ્રાન્સજેન્ડર’ શબ્દને જ સ્વીકૃતિ મળી છે. ‘ટ્રાન્સજેન્ડર’ શબ્દનો અર્થ છે જેન્ડર ની પેલે પાર. ‘જેન્ડર’ એટલે લિંગભાવ. અંગ્રેજી માં હજુ અત્યાર સુધી સેક્સ અને જેન્ડર શબ્દ એક જ અર્થમાં ઉપયોગમાં લેવામાં આવતા. સેક્સ એટલે લિંગ, જે મોટેભાગે જન્મતઃ લૈંગિક અવયવો અનુસાર નક્કી થાય છે. પણ સંતાનનાં ઉછેર વખતે બાળકીને વિશિષ્ટ પદ્ધતિએ. તેમના રમવાથી વર્તવા સુધી દરેક વાતમાં ફરક કરવામાં આવે છે. આ ફરક જન્મતઃ નથી હોતો, એ પરિવાર અને સમાજે તેમને આપેલો હોય છે. તેને કારણે આને સેક્સ એટલે લિંગ કહી શકાય નહિ. એ ‘જેન્ડર’ એટલે ‘લિંગભાવ’ બની રહે છે. ‘ટ્રાન્સજેન્ડર’ શબ્દનો અર્થ એટલે જ લિંગભાવની પેલે પાર એવો કરવો પડે. તેમાં લિંગચ્છેદ કરવાનું બંધન નથી હોતું. શરીર પુરુષનું, ભાવના સ્ત્રીની, એવી ‘ટ્રાન્સજેન્ડર’ની સ્થિતિ હોય છે. એટલે સ્ત્રી અને પુરુષ બંને મૂળભૂત વિચારમાં એ ગોઠવાતો નથી, તેની પેલે પાર જનારો જ બની રહે છે. આ બંને જેન્ડર્સની પેલે પારનું થર્ડ જેન્ડર. હીજડાઓનો આમાં સમાવેશ થાય છે.

‘ટ્રાન્સજેન્ડર’ શબ્દ વિશ્વભરમાં ઇ.સ. ૧૯૬૦નાં દશકથી વાપરવાની શરૂઆત થઇ હતી. જેમને પોતાનું જન્મતઃ જે લિંગ છે, તેની વિરુદ્ધ લિંગ ધરાવનારી વ્યક્તિ જેવું જીવન જીવવું છે, તે પણ લિંગ પરિવર્તન કર્યા વગર, તેમના માટે આ શબ્દ વપરાતો હતો. ઇ.સ. ૧૯૭૦થી આ શબ્દ અધિક ચોક્કસ અર્થમાં વપરાવા લાગ્યો અને કદાચ તેને કારણે તેનો વપરાશ વધુ વખત થવા લાગ્યો. ઇ. સ. ૧૯૮૦ના દશકમાં આ શબ્દનો અર્થ વધુ વ્યાપક થયો અને જન્મતઃ રહેલા લિંગ વિરુદ્ધ જીવન જીવવાનું છે, એ બધાંયને ટ્રાન્સજેન્ડર્સમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા. જુદી જેન્ડર આઇડેન્ટિટી એટલે પોતે સ્ત્રી છે, પુરુષ છે કે અન્ય કોઇક છે, એની તે વ્યક્તિને અંદરથી રહેલી સમજણ અને આ સમજણ અનુસાર રહેલી તેની વર્તણૂક એટલે જેન્ડર એક્સપ્રેશન કે જેન્ડર બિહેવીઅર. આમાં એકંદર આચરણ, બોલવું, અવાજ કપડાં, મેક-અપ, હેરસ્ટાઇલ, શરીરનાં વૈશિષ્ટ્યો ઇત્યાદિનો સમાવેશ થાય છે. ઇ.સ. ૧૯૦૦નાં દશકમાં અનેક રાજકીય આયામો સહ ‘ટ્રાન્સજેન્ડર’ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. ટ્રાન્સજેન્ડરનાં અધિકાર, તેમને મળનારી ભેદભાવભરી વર્તણૂક વિરુદ્ધ વિશ્વભરમાં મોટા આંદોલનો થયા. ફક્ત ટ્રાન્સજેન્ડર્સ જ નહિ, જેમની લૈંગિકતા જુદી છે, તે તે સહુ કોઇએ અવાજ ઉઠાવવાની શરૂઆત કરી. સજાતીય આકર્ષણ ધરાવનાર સ્ત્રીઓ એટલે ‘લેસ્બિયન્સ’, સજાતીય આકર્ષણ ધરાવનાર પુરુષ એટલે ગે, પુરુષ અને સ્ત્રી એમ બંને સાથે સંબંધ રાખનાર વ્યક્તિ એટલે ‘બાયસેક્સયુઅલ્સ’ અને જન્મતઃ રહેલા લિંગ કરતા ભિન્ન લિંગની વ્યક્તિ તરીકે જીવવા ઇચ્છનારા ‘ટ્રાન્સજેન્ડર્સ’(એલીજીબીટી)નો આમાં સમાવેશ હતો.

આધુનિક તબીબો કે તેમાનું એક જૂથ વ્યક્તિનું સેક્સુઅલ ઓરિએન્ટેશન અને જેન્ડર આઇડેન્ટિટી બંનેનું ભિન્ન બાબતો માને છે. આ બંને વાતોનો પરસ્પર સંબંધ હોય છે જ એવું નથી, એવોય તેમનો દૃઢ વિશ્વાસ છે. એટલે જ પૂર્વે ‘સજાતીય સંબંધ રાખનાર’ કે ભિન્નલિંગ સંભોગી જેવા શબ્દ વાપરવામાં આવતા. પરંતુ હવે તેને બદલે તે વ્યક્તિનાં લિંગભાવનો ઉલ્લેખ ન કરતાં ‘પુરુષ તરફ આકર્ષિત થનાર વ્યક્તિ’, ‘સ્ત્રી તરફ આકર્ષિત થનાર વ્યક્તિ’ એવો ઉલ્લેખ કરવામાં આવે છે.

કેટલાક જૂથોને લિંગ અને લિંગભાવનો આટલો જુદો જુદો વિચાર કરવાનું સ્વીકાર્ય નથી. લિંગભાવ લિંગ પરથી જ નક્કી થતો હોય છે. તેને કારણે ત્યારપછીની સર્વ વોતોની માન્યતા જ નિરર્થક બની રહે છે, એમ તેમનું કહેવું છે. એટલે જ વિશ્વભરનાં કેટલાક સ્ત્રીવાદી જૂથો ટ્રાન્સજેન્ડર્સનાં પક્ષે બોલે છે. તો કેટલાક વિરોધમાં ? આ પુરુષોને પોતે સ્ત્રી છેએમ લાગતું હોવા વાસ્તવમાં સ્ત્રી હોવું અને તેમ લાગવું એમાં ખૂબ ફરક છે. સ્ત્રીનું શરીર હોવું અને બાળક ન જન્મ આપવો એનો અનુભવ કેવળ સ્ત્રી જ પામી શકે, એમ આ જૂથનું કહેવું છે.

ટ્રાન્સજેન્ડર્સ પર હવે વિશ્વભરમાં ખાંસ્સાં સંશોધનો થઇ રહ્યા છે. ‘ટ્રાન્સજેન્ડર’ વ્યક્તિ ચોક્કસ કયા કારણોસર થાય છે. એનો જવાબ કદાચ તેમાંથ મળી શકાશે. ઇ.સ.૧૯૯૭માં શ્રી જે. એન. ઝાઉ, શ્રી એમ. એ. હૉફમન, શ્રી એલ. જે ગુરેન અને શ્રી ડી. એફ. સ્વાબએ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનાં મગજની જુદી જુદી તપાસણી કરી. માણસની જાતીય વર્તણૂક નક્કી કરનાર એક ભાગ મગજમાં હોય છે. તેને બેડ ન્યૂક્લિઅસ ઑફ ધી સ્ટ્રિયા ટર્મિનલીજ કહે છે. પુરુષોનાં આ બીએસટીસીનો વચ્ચેનો ભાગ મોટો હોય છે, જ્યારે સ્ત્રીઓનો નાનો હોય છે. પુરુષમાંથી સ્ત્રી બનેલા ટ્રાન્સજેન્ડર્સનાં મગજમાં આ બીએસટીસી સ્ત્રીઓનાં બીએસટીસીના આકારનો જોવા મળ્યો. મોટપણમાં લિંગ અનુસાર તૈયાર થનાર હાર્મોન્સની આ બીએસટીસી પર કાંઇ પણ અસર થતી નથી. એ સ્વતંત્રપણે જેન્ડર આઈડેન્ટિટી પર અસર કરતા હોય છે. આ સંશોધનમાંથી પ્રથમ વખત સિદ્ધ થયું કે વૃદ્ધિ પામી રહેલ મગજ અને સેક્સ હાર્મોનની એકબીજાની ક્રિયા-પ્રતિક્રિયામાંથી જેન્ડર આઇડેન્ટિટી તૈયાર થાય છે.

ત્યારબાદ ઇ.સ. ૨૦૦૮માં મેલબોર્નની પ્રિન્સ હન્રીજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ્સ રિચર્સમાં જીન્સ અને ટ્રાન્સજેન્ડર્સ વચ્ચેનાં સંબંધ પર સંશોધન કરવામાં આવ્યું. તેમાં એમ જોવા મળ્યું કે ટ્રાન્સજેન્ડર્સનાં ઍન્ડ્રોજન અને ટેસ્ટોસ્ટરૉન બંને સેક્સ હાર્મોન્સનાં રિસેપ્ટર જીન્સ ટ્રાન્સ વગરનાં પુરુષો કરતા મોટા, લાંબા હોય છે. તેને કારણે તેમની જેન્ડર આઇડેન્ટિટી સ્ત્રીની બનતી હોય છે. મગજની વૃદ્ધિ થતી વખતે તેમાંના ટેસ્ટોસ્ટરૉનનું સ્તર ઓછું કરી શકાય, તો મગજની સંપૂર્ણ પુરુષત્વ સહ વૃદ્ધિ થઇ શકે.

આ બધા સંશોધનો હજુય પ્રાથમિક અવસ્થામાં છે, તેમાંથી કાંઇ નક્કર નીપજ્યું નથી. પણ છતાંય વિશ્વભરમાં જુદા જુદા સ્થળે જેમ જેમ સંશોધનો થવા લાગ્યા, તેમ તેમ તબીબી વ્યાવસાયિકોનો, ડૉક્ટર્સનો પણ ટ્રાન્સજેન્ડર્સ અને એકંદર જ એલજીબીટી પ્રત્યે જોવાનો દૃષ્ટિકોણ બદલાવા લાગ્યો. વિશ્વભરનાં એલજીબીટી આંદોલનનાં જૂથ પણ અમને અધિકાર તો આપો જ, પણ યોગ્ય રીતે અમને સમજો એવી માંગણી કરવા લાગ્યા હતા અને તેવા પ્રયત્ન શરૂ થયા હતા...

આ પહેલા અમેરિકા-યુરોપમાં ટ્રાન્સજેન્ડર હોવું એ એકંદરે માનસિક અસંતુલન મનાતું હતું. તેને જેન્ડર આઇડેન્ટિટી ડિસઓર્ડર કહેવામાં આવતુ હતું. કેટલાક કેસેસ આ ડિસઓર્ડરનાં હોય છે. સારવાર કરે કે તે વ્યક્તિને પોતાનું શરીર પુરુષનું કે સ્ત્રીનું છે. પણ પોતે ટ્રાન્સજેન્ડર નથી જ એમ લાગતું નથી. પરંતુ દરેક ટ્રાન્સજેન્ડરને ફક્ત આ નિદાન લાગુ થતું નથી.

તદ્દન નાના બાળકોની બાબતમાં શરીર બાળકનું, પણ વર્તન બાળકી જેવું કે શરીર બાળકીનું પણ વર્તન બાળક જેવું એવી પરિસ્થિતિ હોય, તો તેમની બાબતમાં તે જેન્ડર આઇડેન્ટિટી ડિસઓર્ડર ગણવામાં આવતી નથી. આ પૈકી ઘણાખરા બાળકોની અવસ્થા કે લાગણી કે આચરણ પછી તે વયમાં આવ્યા પછી, મોટા થયા પછી રહેતી નથી. પરંતુ આ બાળકોને કયા પ્રકારનું કાઉન્સેલિંગ કરવું, તેમને શું કહેવું, એ અંગે વિશ્વનાં માનસ ઉપચાર નિષ્ણાતોમાં પણ વિવાદ છે. કેટલાક ડૉક્ટર્સનાં મતે આ બાળકોને તેમનું જે શારિરીક લિંગ છે, તે અંગે સંતુષ્ટ રહેવા કહેવું, કેટલાક જણને મતે લિંગભાવના માટેની સ્ટિરિઓટાઇપ્સ ગણાતી તેમની ભિન્નલિંગી વર્તણૂકને ઉત્તેજન આપવું તો કેટલાક નિષ્ણાતોના મતે તેમને લિંગ પરિવર્તન કરવા કહેવું.

ટ્રાન્સજેન્ડર્સમાંનો બીજો પ્રકાર છે એ ક્રૉસડ્રેસર્સ એકાદ સંસ્કૃતિમાં જે વસ્ત્રો પરંપરાથી, જન્મેથી રહેલ લિંગ કરતા જુદા લિંગના તરીકે ઓળખવામાં આવે છે, તે વસ્ત્રો પહેરવાના. આ લોકો પોતાનાં જન્મથી રહેલા લિંગથી સંતુષ્ટ હોય છે. તે તેઓ બદલવા ઇચ્છતાં નથી. સેક્સુઅલ ઓરિએન્ટેશન તે વ્યકિતને શારિરીક, માનસિક અને રોમૅન્ટિક દૃષ્ટિએ અનુભવાનારી બીજી વ્યકિતનાં આકર્ષણ સાથે સંબંધિત હોય છે. તે વ્યકિતને અનુભવાનાર આવું ભિન્નલિંગ, સમલિંગી કે ઊભયલિંગી આકર્ષણ એ તેનું સેક્સુઅલ ઓરિએન્ટેશન હોય છે.તે વ્યક્તિને પોતે જે છે એમ અનુભવાતું હોય છે. તેનું તે એક રૂપ હોય છે. પરંતુ સમાજમાં આ સ્વીકારવાનું સ્તર જુદું હોય છે. યુવતી યુવકનાં વસ્ત્રો પહેરે તો તે સ્વીકારવામાં આવે છે, પણ યુવક યુવતીનાં વસ્ત્રો પહેરે તો તે ચાલતું નથી.

ટ્રાન્સજેન્ડર્સમાં વધુ એક પ્રકાર છે, એ છે ડ્રૅગ ક્વીન્સ અને ડૅગ કિંગ્જ બાર, કલબ કે અન્ય કાર્યક્રમોમાં લોકોનું મનોરંજન કરવા માટે પુરુષ સ્ત્રીનાં વસ્ત્રો પહેરે છે. તેમને ડ્રૅગક્વીન્સ કહે છે.તો કેટલીક વખત સ્ત્રીઓ પુરુષોનાં વસ્ત્રો ધારણ કરે છે. તેને ડ્રૅગ કિંગ્જ કહે છે.

‘જેન્ડર ક્વીઅર’ એ વધુ એક પ્રકાર. કેટલાક જણાને સ્ત્રી અને પુરુષ આ બંને જેન્ડર્સમાં આપણે બંધબેસતા આવતા નથી. આપણે તેમની બહારનાં છીએ એમ અનુભવાય છે. કેટલાક પોતાને સંપૂર્ણ સ્ત્રી નહિ, સંપૂર્ણ પુરુષ નહિ, તેમની વચ્ચે આપણે ક્યાંક છીએ એમ માને છે, તો કેટલાક જણાને પોતે સ્ત્રી અને પુરુષ કરતા પૂર્ણપણે જુદા છીએ એમ લાગે છે. તે પોતાને માટે સ્ત્રીવાચક કે પુરુષવાચક સંબોધન વાપરવામાં ન આવે, ત્રીજું જ વાપરવું એવોય આગ્રહ સેવે છે. અંગ્રેજીમાં હી કે શી ના બદલે પોતાને ઝી કહેવું અને હિઝ કે હરવે બદલે હીર કહેવું એવો વિકલ્પ તે આપે છે. (આપણી ભારતીય ભાષાઓમાં આને કોઇ પર્યાય છે કે, હોય તો કયા, એ સમજાયું નથી.)

ટ્રાન્સજેન્ડર્સનાં અન્ય પણ કેટલાક પ્રકાર છે. ‘ઍન્ડ્રોજીનસ’ ‘મલ્ટિજેન્ડર્ડ’, જેન્ડર નોનકન્ફર્મિંગ, થર્ડ જેન્ડર, ‘ટૂ સ્પિરિટ પીપલ’ ઇત્યાદિ. આ બધાંયની ચોક્કસ વ્યાખ્યા નથી. તે વ્યકિત કાં તો સમય અનુસાર બદલાતી ગઈ છે. પણ તેમાંથી એક વાત ફક્ત સમાન છે, આ બધાંયને પોતાનું જેન્ડર બદલવાની ઇચ્છા થાય છે ? એટલે જ આ બધા પ્રકારનાં લોકો સંપૂર્ણ જુદા હોય છે એવું નથી, એક જ સમયે આ પૈકીનાં એક કરતા વધુ પ્રકારોમાં સમાવેશ હોઇ શકે.

‘ટ્રાન્સજેન્ડર્સ’ ટ્રાન્સજેન્ડર શાથી થાય છે, આનું કોઇ પણ એક કારણ નિશ્ચિત કરી શકાતું નથી. એટલું જ નહિ તેનું નિશ્ચિત એવું સ્પષ્ટીકરણ આપી શકાતું નથી. ટ્રાન્સજેન્ડર્સનાં લિંગભાવની અભિવ્યક્તિ, તે અંગેના અનુભવ એટલા જુદા જુદા છે કે તેમાંથી કોઇ પણ નક્કર નિષ્કર્ષ તારવી શકાય નહિ. પરંતુ જીન્સની અસર, ગર્ભમાં હોય તે વખતનાં હાર્મોન્સનું સ્તર જેવી કેટલીક જીવવૈજ્ઞાનિક વાતો અને નાનપણમાં, મુગ્ધાવસ્થામાં અને પછી મોટા થયા પછી કેટલાક અનુભવની સંગઠિત અસર થઇને ‘ટ્રાન્સજેન્ડર આઇડેન્ટિટી’ ઉદ્‌ભવતી હોવી જોઇએ.

વાસ્તવમાં આ ટ્રાન્સજેન્ડર્સને પોતે ટ્રાન્સજેન્ડર છે, એની જાણ ક્યારે થાય છે ? કેવી રીતે થાય છે ?

પોતે ટ્રાન્સજેન્ડર્સ હોવાની જાણ તે વ્યક્તિને જુદા જુદા પ્રકારે, વયનાં ગમે તે તબક્કે થઇ શકે. કેટલાક જણાને સાવ નાનપણથી જ આપણે સ્ત્રીત્વમાં કે પુરુષત્વમાં બંધબેસતા નથઈ, એની આછી સમજણ હોય છે. કાં તો યુવક થવું એમ અનુભવાતું હોય છે. કેટલાક જણાને કેવળ મુગ્ધાવસ્થામાં તારુણ્ય કે ત્યાર પછી પોતે ટ્રાન્સજેન્ડર હોવાનું સમજાય છે. પોતે ચોક્કસ કોણ છે એ સમજાતું નથી. આપણે પુરુષ છીએ, પણ સ્ત્રી જેમ અમુક કરવાની ઇચ્છા થાય છે. સ્ત્રી છીએ, પણ પુરુષની જેમ અમુક કરવાની ઇચ્છા થાય છે. એની જાણ થવા લાગે છે. તેઓ પછી પોતાની અધિક ભાળ મેળવાવ મથામણ કરે છે. પોતાની ઉપર જ જુદા જુદા પ્રયોગ કરવા લાગે છે. કેટલાક જણ પોતાની આઇડેન્ટિટી ઝડપથી સ્વીકારે છે, પરંતુ કેટલાક જણને પોતાની જાત માટે શરમ અનુભવાય છે. કેટલાક જણ અત્યંત મૂંઝવણમાં ડૂબી જાય છે. પોતાનું લિંગ અને લિંગભાવ બંને વિશે કેટલાક જણ અત્યંત અસંતુષ્ટ હોય છે. આ પૈકી ઘણા લોકો પોતે ટ્રાન્સજેન્ડર છે એ સ્વીકારે છે અને જેન્ડર રિઅસાઇમેન્ટ કરાવી લે છે.

ટ્રાન્સજેન્ડરની બાબતમાં ખાસ કરીને આવા નાના બાળકો સંદર્ભે વાલીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોય છે. કેટલાક બાળકોને પોતે છોકરો છે કે છોકરી છે, એ અક્ષરશઃ સંકટ લાગે છે, કારણ તેમનું એ લિંગ જન્મ સાથે તેમને મળેલું હોય છે અને મનોમન તેમને પોતે છોકરી અથવા છોકરો છીએ એમ લાગતું નથી. તે તેમ વર્તતા જાય છે અને પછી સમાજમાં ભળવું તેમના માટે આકરું બની જાય છે. વાલીઓને લાગે છે આ એક ફેજ છે, એ નીકળી જશે. બાળક મોટું થાય કે આ વર્તન રહેશે નહિ. તે તેવું રહે અથવા ન રહે, એ પછીનો પ્રશ્ન છે. પણ વાસ્તવમાં વાલીઓને આ ફેજ તેમજ પસાર થવા દેવી ન જોઇએ. એથી ઊલટ શાળા અને બાળક જ્યાં જ્યાં જાય તે ઇતર સ્થળે સંપર્ક સાધીને પોતાના બાળકની વર્તણૂકની, તેની જુદી આવશ્યકતાઓની તેને વાત કરવી, બાળકની વર્તણૂકની, તેની જુદી આવશ્યકતાઓની તેને વાત કરવી, બાળક સુરક્ષિત રહે એ તરફ ધ્યાન આપવું. હસવું, ચીડવવું, હેરાન કરવું, ખામી કાઢવી જેવી બાળકોમાંની ‘મશ્કરી’ પેલા વિશિષ્ટ બાળક સાથે અનેક વખત ગંભીર વળાંક લઇ શકે.

આ બધાંની સાથે માનસિક આરોગ્ય પર, જેન્ડર સાથે સંકળાયેલાં પ્રશ્ને કામ કરનાર તબીબી અને અન્ય વ્યાવસાયિકોનો સંપર્ક કરવો અને તેમની મદદ લેવી, ટ્રાન્સજેન્ડર બિહેવિઅર ધરાવનારા બાળકો સંદર્ભે બાળક સાથે બાળકની જેમ વર્તો કે બાળકીની જેમ વર્ત જેવી જબરજસ્તી કરવાથી કાંઇ સાધ્ય થતું નથી.

ટ્રાન્સજેન્ડર્સનો વિચાર કરતી વખતે કેટલીક વાતો બરાબર સમજી લેવી જોઇએ. એક જેન્ડરમાંથી બીજા જેન્ડરમાં જવાનું સરળ નથી હોતું. એ અત્યંત ગૂંચવણભરી પ્રક્રિયા હોય છે. સ્પષ્ટ સ્ત્રી પણ નહિ અને પુરુષ પણ નહિ, એવી તે મધ્યમ જ અવસ્થા હોઇ શકે. આમાં શારીરિક, માનસિક જેવા અનેક પ્રશ્ન વણાયેલા હોય છે.

આપણે બીજી જેન્ડરનાં છીએ, એમ પરાકાષ્ઠાએ લાગવા લાગે, ત્યારે પોતાનાં આ નવા જેન્ડરનું એક્સપ્રેશન આપવા, તે જ્યાં અત્યંત સુરક્ષિત જણાય છે, એવા ઠેકાણે વ્યક્ત કરવાની શરૂઆત થાય છે. આવા પ્રસંગે પોતાનાં નવા જેન્ડર સાથે સંબંધિત થોડા થોડા બદલાવ કરવામાં આવે છે, તે જીરવાય છે, તેની આદત થાય કે પછી આગળનું ડગલું ભરવામાં આવે છે. પછી હળવે હળવે પૂર્ણ બદલાવ થાય છે. પોતાને અપેક્ષિત લિંગને સૂચક એવાં વસ્ત્રોનો ઉપયોગ કરવો, તેવું વર્તવું, તેવું બોલવું-ચાલવું, તેવા હાવભાવ કરવા, નવા લિંગભાવ સાથે સંવાદી નામ રાખવું, શક્ય હોય તો પોતાની ઓળખ દર્શાવનાર દસ્તાવેજો, કાગળો પર પરિવર્તિત લિંગનો ઉલ્લેખ કરી લેવો, હાર્મોન થેરાપી લેવી, શરીરમાં પરિવર્તન કરાવી લેવા જેવા આ તબક્કા હોય છે. અલબત્ત દરેક ટ્રાન્સજેન્ડર્સની બાબતમાં તે જુદા જુદા હોય છે. આ બધામાંથી તેની જેન્ડર આઇડેન્ટિટી અધિકાઅધિક સ્થાપિત થતી જાય છે.

ટ્રાન્સજેન્ડર્સને માનસિક આરોગ્ય સંદર્ભે મદદ મેળવી આપવી અત્યંત મહત્ત્વની હોય છે. ડૉક્ટર્સ, કાઉન્સેલર્સ અને અન્ય વ્યવસાયી, ટ્રાન્સજેન્ડર્સને તેમનાં આ પરિવર્તન દરમિયાન મદદ કરી શકે. ટ્રાન્સજેન્ડર્સનાં ગ્રુપ્સ, અન્ય ટ્રાન્સજેન્ડર્સનીય ખૂબ મદદ થાય છે. તેમના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ધી વર્લ્ડ પ્રોફૅશનલ અસોસિએશન ફોર ટ્રાન્સજેન્ડર હેલ્થ સંસ્થા કાર્યરત છે.

ગમે એટલો મોટો, ગમે એટલો વિકસિત દેશ હોય, છતાંય ટ્રાન્સજેન્ડર્સને દરેક દેશમાં ભેદભાવનો સામનો કરવો પડે છે. પરંતુ હવે તેમનાં જ સંગઠનો તેમનાં પ્રશ્ન હાથ ધરવા લાગ્યા છે. દેશનાં, વિશ્વનાં નીતિ ઘડવૈયાઓ સમક્ષ જઇને તે રજૂ કરવા લાગ્યા છે અને તેની પરનાં જવાબો મેળવવા લાગ્યા છે. બીજી તરફ સમાજનો આ પ્રશ્ને સંવેદનશીલ બનાવવાનું કામ થઇ રહ્યું છે.એક તરફી ઉકેલનારો આ પ્રશ્ન નથી જ. તેને કારણે આ કામને મહત્ત્વ, જુસ્સો અને વેગ મળવો જોઇએ. તો જ આપણી હીજડાઓ તરફ જોવાની દૃષ્ટિ બદલાશે. તે દેખાય કે આપણે મોઢું સંતાડ્યા વગર આપણે તેમની આંખોમાં આંખ મેળવી શકીશું...

બીજા રસપ્રદ વિકલ્પો