Hu Gujarati 13 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati 13

હુંુ ગુજરાતી - ૧૩

ઉચ્ચ ક્વોલીટીની પ્રોડક્ટને વેચવા માટે પણ સેલ્સમેનની જરૂર તો પડે જ છે !

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.કલશોર - ગોપાલી બૂચ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.કૌતુક કથા - હર્ષ પંડયા

૫.માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

૬.ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

૭.ગ્લોબલ મેનેજમેન્ટ - દીપક ભટ્ટ

૮.સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

૯.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

૧૦.પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

૧૧.બોલીવુડ બઝ - સિદ્ધાર્થ છાયા

૧૨.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

એડિટરની અટારીએ થી...

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૧. એડિટરની અટારીએ થી..

“નવું વર્ષ પણ બધું એનું એ જ”

ગયા અંકમાં જે ૨૦૧૪નો છેલ્લો અંક હતો તેમાં આપણે સંકુચીત બની રહેલી આપણી માનસિકતા વિષે વાત કરી હતી અને આશા કરી હતી કે આવતે વર્ષે એમાં કશોક ફેરફાર જરૂર થશે. પરંતુ આ સંકુચીતતા તો બમણા જોરે આપણી સમક્ષ ત્યારે આવી જયારે ફ્રાંસના કોમિક મેગેઝીન ‘શાર્લી એબ્દો’ પર આતંકી હુમલો થયો અને એક નહીં બે નહીં પરતું તેના દસ-દસ કાર્ટુનિસ્ટસને વીણીવીણીને મારી નાખવામાં આવ્યા, પેરીસ અને એના આસપાસના વિસ્તારોમાં આ આતંકી ઓછાયો ૭૨ કલાક સુધી સ્વછંદ ઘૂમતો રહ્યો. વાત કળા અને વિચારોની આઝાદીની છે તો સામે ધાર્મિક માન્યતાઓની કેટલી હદસુધી મજાક ઉડાડી શકાય એની પણ છે. જો કે આ બંને વાતમાં ક્યાંય હિંસાને સ્થાન ન હોય, ન હોઈ શકે. પણ આપણે તો આગળ વધવું જ રહ્યું. બને ત્યાં સુધી જે વસ્તુ તમને ક્રોધ અપાવે છે એનાથી દુર રહેવાથી જ આપણે આપણા સમાજને યોગ્ય ફાળો આપી શકીશું એવું લાગે છે.

ગઈકાલે જ પુરા થયેલા પતંગપર્વ જે આપણને પતંગની આઝાદીની શીખ તો આપે છે પણ એ આઝાદીપણ દોર અથવાતો ફીરકી દ્વારા કંટ્રોલ કરેલી હોય છે એ બાબત પણ આપણે એટલીજ જાણવી જોઈએ. વળી આવતો મહિનો તો પ્રેમનો મહિનો છે, તો ચાલો આપણે આપણા મનદુઃખો અને મતભેદોને થોડાક સમય સુધી ભૂલી જઈને પ્રેમની વાતો કરીએ. હું ગુજરાતી કાયમ આ પ્રેમની ભાવનાને અને પોઝીટીવ વિચારોને અગ્રતા આપતું રહેશે. તમારો પ્રેમ અમારા માટે એટલોજ મહત્વનો છે. ભલે આ વર્ષનો પહેલો મહિનો રક્તરંજિત રહ્યો પણ આવનારો સમય આપણને ખુબ ખુશીઓ અને ખુબ આશાઓ આપશે એવી ઈશ્વરને પ્રાર્થના.

‘હું ગુજરાતી’ પરિવાર તરફથી આવનારા ગણતંત્ર દિવસની તમને બધાંને ખુબ ખુબ શુભેચ્છાઓ!

કલશોર

ગોપાલી બુચ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૨. કલશોર

‘હૈ જીંદગી ગલે લગાલે.’

- નીતિન વડગામા

એકધારી આવ-જા ગમતી નથી;

જિંદગીની આ અદા ગમતી નથી.

સ્હેજ તીખો, સ્હેજ તૂરો સ્વાદ દે;

માત્ર આ મીઠી મજા ગમતી નથી.

ભાવની ભીનાશ વરસાવો જરા;

સાવ સુક્કી સરભરા ગમતી નથી.

વિસ્મયોનું વન વઢાયું ત્યારથીએ

પરીની વારતા ગમતી નથી.

પ્હાડ પીગળતા નથી થોડાઘણા;

પથ્થરો જેવી પ્રથા ગમતી નથી.

દાદ દેવા કોઈ પણ ડોલે નહીં!

શિસ્તમાં બેઠી સભા ગમતી નથી.

‘અચરજ’, ‘આરપાર’ અને ‘અપરંપાર’ જેવા કાવ્યસંગ્રહ આપનાર કવિ શ્રી નીતિન વડગામા આ ગઝલમાં જિંદગી સામે પડકાર લઈને આવ્યા છે.

એકધારી આવન-જાવન પછી એ જિંદગીની હોય કે પવનની.

કોઈ કોઈ જીવડા એવા પણ હોય છે આ ધરા પર જે સહેજ સરળ જિંદગીની દિશા પચાવી શકતા નથી, અને વાત પણ તો સાચી છે. એમ જ બધું સારું સારું હોય તે મજા શું જીવવામાં ! રસ્તાની થોડી ઉબડખાબડ પણ તો જરૂરી હોય છે. જીંદગીની ગાડીને ધક્કા લગાવા માટે, એસ્કેલેટર પર ઊભા રહીને હિમાલય ચડવામાં રોમાંચ નથી. પણ માઈનસ ડીગ્રી ટેમ્પરેચર હોય, ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય. પીઠ પર આપણાં જ સામાનનો બોજ હોય અને બરફની ઉબડખાબડ સપાટી પર લપસતા લપસતા પગ મુકવાની જગ્યા બનાવતા જઈએ અને ડગ માંડતા જઈએ, અને એક પછી એક શિખરો સર કરીએ, કમાલ તો એમાં છે. પછી કદાચ હિમાલય ચડીએ અને અમારા જુનાગઢનો હેઠાણ ફળિયાનો ઢાળ ચડીએ- તો એનો આનંદ પણ હિમાલય ચડ્યાના આનંદની તુલનાએ ઓછો ન હોય.

સાવ સરળતાથી પ્રાપ્ત થાય એવી કોઈ પણ વસ્તુની કિંમત હોતી નથી. પહેલાં જ શેરમાં કવિ જિંદગીને ચેલેન્જ કરી નાખે છે. ગુગલીમાં સિકસર મારીએ તો મજા છે. બાકી કટે કટે રન દોડો તો એ તો ઠીક મારા ભાઈ !

અરે જા રે જિંદગી, માખણ મિસરી જેવી તું ન ખપે, હોટ એન્ડ સૂપ જેવી થોડી ખટ્ટી થોડી મીઠ્ઠી જિંદગીની મજા છે.

સરળતાથી કશું જ ન આપે એવી જિંદગી પાસેથી જ તો ખુશી છીનવવાની સાચી મજા છે. આમ પણ જેટલા ટપલાં વધુ ઘડતર એટલું જ મજબૂત. આવું જે ટકોરબંધ કહી શકે એ જ મસ્તીથી લલકારી શકે ‘બરબાદીઓ કા જશ્ન મનાતા ચલા ગયા.’

જે પણ આવે સફળતા કે નિષ્ફળતા, સુખ કે દુઃખ એને સ્વિકારવાની તૈયારી વાળો માણસ જ જિંદગીની તીખા-તુરા સ્વાદની રંગ માણી શકે. આ તો જિંદગીને નીટેનીટ પીવાની વાત થઈ. જેવી છે એવી અસલ જ. મિલાવટ વગરની જિંદગીનો રંગ તો જેણે કેસરીયા કર્યા હોય તે જાણે. રોજ સવારે સોજજા સોજન ટાઈ-કોટમાં સજજ, એ.સી. કારમાં અને એસી ચેમ્બરમાં હરિયાળા તડકાની હૂંફ પહોંચતી નથી. એ હુંફને પામવા મનની સુસ્ત બારીઓ ખોલવી પડે. ખુલે નહીં તો તોડવી પણ પડે.

ગઝલકારની આ જ તો ખૂબી છે. એણે બધી સૂંવાળી સેજને ના પસંદ કરી છે. અને માનો કે બધું જ મળી જાય તો પણ ભાવ વગર, પ્રેમ વગરનું હોય તો એને એ પસંદ નથી.

‘આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નેહ, તુલસી, વહા ન જાઈએ કંચન વરસે મેહ.’બસ કંઈક એવું જ અહીં પ્રતિબિંબીત થાય. પ્લેનમાં ચોકલેટ આપતી લોભામણી એરહોસ્ટેસ અને ઘરમાં ચોકલેટ આપતી લઘર-વઘર માના ભાવમાં ફરક હોય છે, દિલોજાનથી ન્યોછાવર થતી પ્રિયતમા અને થોડાક પૈસા માટે તાબે થતી સ્ત્રીના મનોભાવમાં ફરક હોય છે.

ભાવ વગરના છપ્પન ભોગ પણ ફીક્કા હોય છે એટલે તો સુદામાની તાંદુલની પોટલી આજે પણ પ્રિય ગણાય છે. એ પ્રેમમાં નિર્દોષતા હોય છે, એટલી જ જેટલી બાળપણમાં હોય છે. એટલે જ માણસ ફરીફરીને શૈશવ સ્મરે છે. એટલે જ માણસને શૈશવમાં પાછા ફરવું ગમે છે. બાળપણમાં જિજ્ઞાસા હોય છે તો બાળસહજ ફકીરી હોય છે. જ્યાં સુધી અજ્ઞાની હોઈએ ત્યાં સુધી સ્લેટ કોરી હોય છે. જેવું જાણવા લાગીએ એટલે સ્લેટમાં લખવાનું- ભુંસવાનું શરૂ થઈ જાય છે. ખબર પડે છે કે પરી માત્ર કલ્પનામાં જ હોય છે. વાસ્તવિકતા જુદી છે. એવી જ ખબર પડે એટલે પરીકથામાંથી બાળપણ બહાર આવી જાય છે. વાસ્તવિકતા સ્વીકારતા થઈએ, વિચારતા થઈએ ત્યારે ઘણી કડવી વાતોને પણ સ્વીકારવી પડે છે. કેટલીક વ્યક્તિઓ, વસ્તુઓ, પરિસ્થિતિ, રિતરિવાજો બધું જ ન ગમવા છતાં પણ અણગમાના સ્વીકાર સાથે પણ જે અપનાવવું પડે છે. એની સામે કવિને આક્રોશ પણ છે.

જેમ ઘણાં મગના દાણા એવા હોય છે જે ચડે જ નહીં ગમે તેટલું પલાળો પણ નઠારા જ રહે. એમ પહાડો પણ કેટલાંય એવા હોય છે જે પિગળે નહીં. પથ્થર જ પથ્થર, અહીં પથ્થર અહંનું પ્રતિક લઈને આવે છે. જેનું ભાવ જીવન ખીલ્યું નથી. જેના હૃદયમાં સ્નેહની કુમાશ નથી એ પથ્થરો પિગળતા નથી. ઘણાં એવા જડભરત હોય છે, જે નીચે મોઢે ચાલતા ઘેટાના ટોળાની જેમ જિંદગીનું ગાડુ હંકાર્યે જાય છે. જે રસ્તાના વળાંકો મુજબ બદલાવવા તૈયાર પણ નથી હોતા. જેને આપણે અસલ ‘મુંજી’ કહીએ છીએ. નિરસ પ્રકૃતિના લોકો જીવનના સ્વરૂપે પૃથ્વી પર ફરતા પથરીલા પહાડો કે જેણે ‘પીઘળવા’ શબ્દ માત્રથી એલર્જી છે. જરા જેટલી હૂંફથી આખો માણસો ઓગળી જાય છે. પણ જેનામાં ઠાંસોઠાસ અહંકાર ભર્યો હોય છે એ આખેઆખો સળગે ખરો પણ પીઘળે નહીં અહીં માત્ર વ્યક્તિ કે અહંકાર પુરતા સિમિત ન રહીએ પણ સામાજિક રૂઢિઓ પરત્વે પણ ખુલીને વિચારીએ ‘તો પથ્થરો જેવી પ્રથા ગમતી નથી’ પર વધુ સ્પષ્ટતાથી વિચારી શકાય છે.

આખરે તો ગઝલનો, કલાકારનો, કલાની મહત્તા ત્યારે જ સાર્થક લાગે જયારે કદરદાનની કદર મળે. આમ પણ રસિકજનો સાથે એકસરખા રસ વહેંચવા ગમે. બાકી ‘ભેંસ આગળ ભાગવત’ લાગે.

ઘણીવાર અતિ શિસ્તપ્રેમી માનવી જીવન જીવવાનું ભૂલી જતા હોય છે. એટીકેટના નામે આપણે કેટકેટલું ખોઈ નાખતા હોઈએ છીએ. એને બદલે જિંદગીને બાગમાં ફેરવવાની ખુમારી રાખી, પાંખો ખોલી આકાશમાં ખુલ્લા મને ઊડાન ભરીએ અને ખુલ્લા મને જિંદગીને આવકારીને જેવી છે એવી જિંદગીને કહીએ ‘હૈ જીંદગી ગલે લગાલે.’

- ગોપાલી બુચ

ર્સ્િી-પીંછ

કાનજી મકવાણા

૩. ર્સ્િી- પીંછ

કૌતુક કથા

હર્ષ કે. પંડ્યા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠહરટ્ઠિ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૪. કૌતુક કથા

“કૌતુક કાઈટ્‌સ - ઉત્તરાયણ સ્પેશિયલ”

મિત્રો, ઉત્તરાયણ આવી રહી છે. તમને સૌને ‘હું ગુજરાતી’ ના પાપી કાગડાની હેપ્પી પતંગ-ચગાવ અને ખુશીયાં-લૂંટાવ મકરસંક્રાંતિ... ;) :ઁ આપણે સહુએ વર્ષ ૨૦૧૪ માં આપણા ભારત દેશના આકાશમાં બહુ મોટા બદલાવ જોયા. એક નવી જ હવા- નવી જ લહેર જોવા મળી જે છેલ્લા એક દાયકાથી જોવા નહોતી મળી. એટલે આ વખતે થોડા અલગ ટાઈપના પતંગોની વાત માંડીશું...

* ટેબ્લેટ પતંગઃ

આ પતંગ ટેબ્લેટ જેવડા આકારનો હોય છે અને ઢંઢેરા-બ્યુગલો સાથે તેની ઉડાનની જાહેરાત થાય છે. સામાન્ય રીતે ટેલેન્ટ વગરના અને બાપની પેઢી પર બેસી જનારા નવયુવાનો આ પતંગ ચગાવી મારવા માટે લાયક ગણાય છે...

* પ્રભારીપતંગઃ

સામાન્ય રીતે આ પતંગ એકદમ ફોકસ્ડ રીતે સ્થિર રહે છે.પણ ક્યારેક ક્યારેક એના પર બીજાના ધાબે લબુકવાની ટેવ હોવાના આક્ષેપો ય થતા રહેતા હોય છે. તેમાં ય ખાસ કરીને ઉત્તર ભારતમાં અનુકુળ હવામાં તો એ બહુ દૂઉઉર સુધી ઉડે છે અને બીજા બધાના પતંગ કાપીને એ અજેય રીતે ચગ્યા કરે છે.

* સામાજિક ન્યાય પતંગઃ

આ પતંગ આજકાલ બધાને લુંટી લેવો બહુ ગમે છે પણ ચગાવવો કોઈને ગમતો નથી કેમકે એમાં ઠુમકા બહુ મારવા પડે છે અને પોતાની શક્તિ વપરાય છે. આ પતંગ ચગાવવા માટે બહુ ટેકનીકની જરૂર નથી. બસ બે-પાંચ થીગડા મારી દો એટલે આ પતંગ ઉડવા માટે તૈયાર થઈ જાય છે. આ પતંગ ઉડાડવો આજકાલ ફેશન બનતું જાય છે.

* ભાવક પતંગઃ

આ પતંગ ગમે તે રસ્તે ચાલનાર, કાનમાં ભૂંગળા ભરવેલા અને યોયો હનીસિંગ થી લઈને આપણા હિમ્મેસભાઈ સુધી અને માયાભાઈ આહીર થી લઈને મોરારીબાપુ સુધી અને રાહત ઈન્દોરી થી લઈને ગાલીબ સુધીના સર્જકોના ચાહકો માટેનો પતંગ છે. એને ચગાવવા માટે તમારે તમારા ફેવરીટ સર્જકને યાદ કરી, ઢઢો જરા વધુ ત્રાંસો મરડીને હલકી સી છૂટ આપવી પડે છે. જેમ ચગાવનારનું માથું કોઈ પ્રોગ્રામમાં ઘેનથી ડોલે, એજ રીતે આ પતંગ એની મેળે ડોલે છે અને સ્પાઈરલ આકારમાં ઘૂમરી ખાયા કરે છે.

* સેક્યુલર પતંગઃ

આ પતંગ જરા વધુ પડતા બેલેન્સથી જ ચગે છે. એને ચગાવનારની તટસ્થતા મપાયા પછી જ એ પતંગ પોતે ઉડવાનું પસંદ કરે છે. તમે આડેધડ રીતે આ પતંગ ચગાવી ન શકો કેમકે સહેજ સરખો ઘસરકો પડતાની સાથે જ ‘પતંગ હક બચાવ એસોસીએશન’ ના હોદ્દેદાર પતંગો તમારી પર કેસો ઠોકી દેશે અને તમારા પર પંચ નીમાશે કે આખિર યે ઘસરકા પડા કૈસે? કહીં યે બદલા લેનેકી કોશિશ તો નહીં? ટાઈપના કોશ્ચન તમને પૂછવામાં આવશે..માટે આ પતંગને જરા સંભલ કે ચગાવવા પડતા હૈ...

* પોએટપતંગઃ

આજકાલ આ પતંગ ઘડીકમાં મુશાયરાઓમાં તો ઘડીક આંદોલનોમાં જોવા મળે છે. છંદ વગરના જોડકણા સાથે શ્રોતાઓને મજા કરાવતા પોએટ્‌સ માટે આ પતંગ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ પતંગનું મેન્યુફેક્ચરીંગ કોઈ ચોક્કસ ડીઝાઈનમાં હોતું નથી કેમકે આ ચગાવનાર કવિઓની કવિતાઓનું પણ ચોક્કસ બંધારણ હોતું નથી. બસ આ પતંગને તમારે સહેજ દર્દીલી ઝુબાં માં નિસાસો નાંખવાનો રહે અને પતંગ હિલોળા લેતો ચગવા માંડે છે...

* વિવેચકપતંગઃ

આ પતંગની પહેલાના સમયમાં સમાજમાં, સાહિત્યમાં અને શિક્ષણમાં બહુ બોલ એવમ બાલા હતી. પરંતુ, આ પતંગે જ્યાં-ત્યાં ઘુસ મારીને પોતાની અણીથી ઘણા નવા પતંગોની અણી તોડી નાંખી હતી. એ પછી ગમતા પતંગોને જ પતંગ તરીકેની માન્યતા આપવા માંડેલા આ પતંગે પછી ઉંચી ઉડાન ભરી જ નહીં. હવે હાલ એ છે કે આ પતંગ હમણાં હમણાં પાછો સક્રીય થયો છે. આજકાલ ફેસબુક અને ટ્‌વીટર પર આ પતંગ છાશવારે ઉડાઉડ કરે છે. નવી ફિલ્મ હોય કે પુસ્તક, આ પતંગ ચગાવનારા લોકોને આ પતંગને થોડીવાર પુરતો ઉડતો જોઈને પોતાનો પતંગ ચગાવી મારવાની બહુ લાલચ થઈ આવે છે.પણ એ લોકોને એ ખબર નથી હોતી કે આ પતંગને ઉડવા માટે એરકુલરનો ફેન વપરાયો હોય છે, જે થોડીવાર જ હવા આપી શકે છે...સિયાવર રામચંદ્ર કી જે...

* વાહ વાહ પતંગઃ

આ પતંગ મુખ્યત્વે ફેસબુક અને ઈંસ્ટાગ્રામ માં બહુ જોવા મળે છે. દરેક નવા ગલકા (પોસ્ટ, ફોટું) માટે આ પતંગ તરત ઉડાન ભરે છે અને તરત ઉતરી પણ જાય છે. જનરલી આ પતંગના માલિકોને બહુ ટાઈમ હોતો નથી એટલે થોડીવાર જ ચગે છે. પરંતુ, કોઈ બાલિકા કે કન્યાના કેસમાં એક પતંગમાંથી અનેક પતંગ થતાં વાર લાગતી નથી...

* વડીલ પતંગઃ

આ પતંગ સાઈઝ માં જરા મોટો હોય છે પણ, એને બીજા બધા પતંગો પોતાનાથી જરા નીચા ચગે એમાં વધુ રસ હોય છે. સામે પક્ષે નાના પતંગો એને બહુ ભાવ આપતા નથી અને એને એડવાઈઝર બનાવીને એક ખુણામાં ચગવા માટે જગ્યા આપી દેતા જોવા મળે છે.

* ઓ બા, ઓ મા પતંગઃ

આ પતંગ ચગે ત્યારે બહુ મોટા ફડફડાટ કરે છે, પણ પછી એ અલગ અલગ આકાશોમાં ઉડાઉડ કરે રાખે છે અને એના કુળના પતંગોની જેમ જ એ ઉડયા કરે છે. એનો દેશ ત્યારે ઓ બા, ઓ મા જેવા અવાજો કર્યા કરે છે.

અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, (લોકલાગણીને માન આપીને)

* સાહેબ પતંગઃ

આ પતંગ મે મહિનાથી ઉંચે ને ઉંચે ઉડયા કરે છે અને આખા ભારતમાં ઉડતો રહ્યો છે. આખી દુનિયા આ પતંગની ઉડાન જોઈ રહી છે જેમાંના એક તમે પણ છો માય લોર્ડ...

માર્કેટિંગ મંચ

મુર્તઝા પટેલ

૫. માર્કેટિંગ મંચ

“માર્કેટસંક્રાંતિઃઃ વેપાર-વહેવારનો દરરોજ ઉજવી શકાય તેવો તહેવાર !”

તમને ખબર છે? પતંગ પણ એક માર્કેટિંગનું પ્રતિક છે. એ પછી ઓન-લાઈન હોય કે ઓન-એર. પતંગનો રંગ, આકાર, સાઈઝ, ઢઢો-કમાન, કન્ના (કે કિન્ના યા કન્યા?!?!) નું બંધારણ, જોડાયેલી દોરીની મજબૂતાઈ, ફીરકીની પકડ વગેરે જેવા પરિબળો ની સાથેસાથે સૌથી મહત્વ ચગાવવાની આવડત(નેવિગેશન )ની શરૂઆતથી જ દાદ માંગી લે છે.

• હવા ગમે તેટલી હોય (કે ગમે એવી ન પણ હોય) ત્યારે અસંખ્ય પતંગોની વચ્ચે પણ લાંબા સમય સુધી લહેરાઈને ટકી રહેવાની હામ આપણી વેપારી તાકાતનો અસલી પરચો બતાવે છે. બંધુઓ, એ કાંઈ તલ-સાંકળી ખાઈ જવા જેવું કામ નથી

• વખત આવે ત્યારે (વ્યાપારિક) અવરોધોના પતંગોને કાપી નાખી નાખવાની ત્રેવડ, કપાયેલા કોઈ બીજા પતંગને હવામાથીજ સંભાળી લઈ લપેટી લેવાની કરામત, વખતે કેટલી ઢીલ છોડવાની કે ખેંચી લેવાની સૂઝ-બૂઝ અથવા સંજોગોને સમજી જાતે કપાઈ જવાની હિંમત આપણી સાચી કિંમતનું ભાન કરાવે છે.

• કનક્વાને કાપીએ કે કનક્વાથી કપાઈ જઈએ ત્યારે પણ દ્ગીેંટ્ઠિઙ્મ રહી હર સમયને ઈહર્દ્ઘઅ કરવાનો સ્વભાવ આપણો માર્કેટમાં ભાવ નક્કી કરે છે.

• સામે કે બાજુ વાળા હરીફની બરેલી કે લખનવી માંજા સામે તમારી સુરતી કે અમદાવાદી માંજા વાળી ફિરકી મજબૂત પકડી રાખવાની દોરવણી જો સદ્ધર હશે તો સમજી લ્યો કે આપણો પતંગ લાંબા સમય સુધી હવામાં અદ્ધર રહેશે.

• “ કાયપોઓઓ ચ્છેએએ “યા “ઓયે! લપેટ” જેવા ‘અપસેટ’ કરનારા પરિબળોને અવગણી આપણાં નવા પતંગ સાથે ફરીથી ‘અપ-સેટ’ થઈ મેદાનમાં આવવું એજ સાચી મરદાનગી છે.

• રાતે (વેપારની મંદી) ફાનસ (કે તુક્કલ)ને સંભાળવી એ પણ મહત્વની આર્ટ છે. એ માટે સ્થિર રહે એવા મોટા પતંગની પહેલાથી પસંદગી, સાચવણી, જલ્દી બળી ન જાય એવા ફાનસની ફીરાકી, મીણબત્તીનું મજબૂત બેલેન્સપ આપણે એકલાને જ નહિ પણ આપણી આસપાસ રહેલા લોકોને, વાતાવરણને પણ એની મજા માણવા મજબૂર કરે છે.

• દિવસને અંતે આપણું અચિવમેન્ટ..’કેટલાં કાપ્યાં’ એના કરતા કેટલો લાંબો સમય વધારે તંગ થયા વગર પતંગની સાથે અણનમ રહ્યા એના પર નક્કી થાય તો ઊંંધિયું ખાવાનો અસલી આનંદ મળી શકશે. એવી ખુશીઓ તો વેચવા કરતા વહેચવામાં મજા છે.

• એ બધું તો ઠીક મારા પતંગવીર સાહેબો. કોઈ નાના બાળકને ફુદ્દી ચઢાવી આપવામાં એની ફિરકી પકડી આપવાની કે પછી તમારી વ્હાલીનું પીલ્લુ કે લચ્છો વાળી આપવાની પણ મજા કાંઈક ઓર જ છે..ને?

તો તૈયાર છો ને???? પૂરા દિલથી, મગજથી, મગજના લાડુથી, આંગળીઓથી, જામફળથી કે બોરથી બોર થયા વિના ભરપૂર સંક્રાંતિની મજા માણતા રહેજો.

ફૂડ સફારી

આકાંક્ષા દેસાઈ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૬. ફૂડ સફારી

“ટર્કીશ ક્વીઝીન”

મધ્યયુગમાં એક સમય હતો જયારે ભારતના મસાલાઓના વેપારીઓ સમગ્ર યુરોપમાં મસાલા વેચવા જતા હતા. આ વેપારીઓ માટે એશિયા અને યુરોપને જોડતી એક મહત્વની કડી રૂપ શહેર હતું કોન્સ્ટેન્ટિનોપોલ. આ જ કોન્સ્ટેન્ટિનોપોલ આજે જાણીતું છે એની બ્લુ મોસ્ક માટે. તો ચાલો આપણે જઈએ એક એવા પ્રદેશની ફૂડ સફારીએ જેનાં મહાનગર તરીકે ત્યારનું કોન્સ્ટેન્ટિનોપોલ, આજનું ઈસ્તંબુલ છે, જે દુનિયાના ઈતિહાસની રચનામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે - ટર્કી.

ટર્કિશ ક્વીઝીનને મોટે ભાગે સેન્ટ્રલ એશિયન, કોકેશિયન, સેન્ટ્રલ ઈસ્ટર્ન, મેડીટેરેનિયન અને બાલ્કન વાનગીઓ મિશ્રણ તરીકે વર્ણવી શકાય છે, જે ઓટ્ટોમન રાંધણકળાનો વારસો છે. ઓટ્ટોમન્સે ટર્કિશ ક્વીઝીનમાં પોતાના પ્રદેશની તેમજ મિડલ ઈસ્ટર્ન રાંધણ પરંપરાની વિશેષતા આપી છે, જેમ કે દહીં અને ડમ્પલિંગ.

ટર્કિશ ક્વિઝીન આખા દેશમાં અલગ અલગ પ્રકારની છે. ઈસ્તંબુલ, બ્ર્‌સા, ઈજ્મિર, અને બાકીના એજીયન પ્રદેશમાં રસોઈ ઓટ્ટોમન કોર્ટમાં રાંધણકળા તથા ઘણા ઓછા મસાલા વડે બનાવવામાં આવે છે, ચોખા કરતા બુલ્ગરનો ઉપયોગ તેમજ વેજીટેબલ સ્ટયૂ તથા ફીશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. જયારે કાળા સમુદ્ર પ્રદેશમાં રસોઈમાં વ્યાપક માછલી વપરાય છે મુખ્યત્વે કાળા સમુદ્રની તીખા સ્વાદવાળી નાની માછલી (ૐટ્ઠદ્બજૈ). આ પ્રદેશ બાલ્કન અને સ્લેવિક રાંધણકળાથી પ્રભાવિત ક્ષેત્ર છે. ઉપરાંત તેઓ મકાઈની વાનગીઓ પણ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લે છે. દક્ષિણપૂર્વ પ્રદેશો -ઉર્ફા, ગેજિયેટપ અને અડાના- ની રાંધણકળા કબાબ, મેઝે (એપેટાઈઝર) અને બકલાવા અને કુનૈફ જેવી ડો-બેસ્ડ મીઠાઈઓ તથા તેની વિવિધતા માટે પ્રખ્યાત છે.

ટર્કિશ ડીશીઝમાં વારંવાર ઉપયોગમાં લેવાતી સામગ્રીમાં વિવિધ પ્રકારના માંસ, માછલી, રીંગણા, લીલા મરી, ડુંગળી, લસણ, વિવિધ પ્રકારના કઠોળ અને ટમેટાંનો સમાવેશ થાય છે. ટર્કિશ રાંધણકળામાં મસાલા સાથે ભેળવેલા મેવા, ખાસ કરીને પિસ્તા, ચેસ્ટનટ, બદામ, હેઝલનટ અને અખરોટ એક વિશેષ સ્થાન ધરાવે છે અને અલગ મીઠાઈઓ બનાવવામાં તથા ખાવામાં વ્યાપક ઉપયોગ થાય છે. મનપસંદ સ્પાઈસીસ અને હર્બ્સમાં પાર્સ્લી, જીરૂં, કાળા મરી, પૅપ્રિકા, ફુદીનો, ઓરેગાનો, લાલ મરી, ઓલસ્પાઈસ અને થાઈમનો સમાવેશ થાય છે. ઓલિવનો વપરાશ પણ અહી ખૂબ સામાન્ય છે.

ચી કોફ્તે

સામગ્રી :

૨ કપ ઘઉંનો લોટ

૧ કપ અખરોટના ટુકડા

ઘ કપ ઓલિવ ઓઈલ

૨ મધ્યમ ડુંગળી

૫ લસણની કળી

ઘ કપ દાડમનો રસો

૫ મોટા, પાકા ટામેટાં

૧ કપ બ્રેડ ક્રમ્સ

૧ ંહ્વજ. ટમેટાની પેસ્ટ

૧ ંહ્વજ. લાલ મરચાંની પેસ્ટ

૧ ંહ્વજ. જીરૂં

૧ ંજ. મીઠું

ગાર્નીશ માટે

ઝીણી સમારેલી કોથમીર અને લીલી ડુંગળી

રીત :

ટામેટાને છોલી, ઝીણા છીણી લો.

તેમાં ઘઉંનો લોટ ભેળવી, લગભગ એક કલાક માટે બાજુ પર રહેવા દો.

ડુંગળી અને લસણને છોલી રફ્લી સમારો.

અખરોટના ટુકડાને ફૂડ પ્રોસેસરમાં નાખી એનો ભૂકો તૈયાર કરો. આ ભૂક્કામાં બ્રેડ ક્રમ્સ ભેળવો.

આ મિશ્રણ તથા અન્ય સામગ્રીને ટામેટા અને લોટના મિશ્રણમાં ઉમેરો અને બરાબર ભેળવો.

મિશ્રણને ફૂડ પ્રોસેસરમાં નાખી મિશ્રણ સ્મૂધ થાય ત્યાં સુધી મધ્યમ સ્પીડ પર ફેરવો અને એક સ્મૂધ કંસીસ્ટન્સી આવે ત્યાં સુધી એક કણકની જેમ બાંધો.

આ કણકને એરટાઈટ રહે તેવી રીતે ઢાંકી ઓછામાં ઓછું પાંચ કલાક રહેવા દો.

ત્યારબાદ આ મિશ્રણને નાના નાના ટુકડામાં તોડવા અને સહેજ દબાવી દેવા.

કોથમીર અને લીલી ડુંગળીથી સજાવી, લીંબુના ટુકડા સાથે સર્વ કરો.

કુમ્પીર

સામગ્રીઃ

૧ મોટું બટાકું

૧ ંહ્વજ માખણ

૨-૩ ંહ્વજ ચીઝ (મોઝોરેલા/શેડાર/પાર્મેઝન), છીણેલું

મીઠાના એક ચપટી

ફીલિંગ તરીકે ભરવા માટેના ઓપ્શન્સઃ

છીણેલું ગાજર, સમારેલા મરચા, સમારેલા લીલા ઓલિવ / કાળા ઓલિવ,

સ્વીટ કોર્ન, કોલસ્લો, વટાણા,કેચઅપ, મેયોનેઝ, મસ્ટર્ડ સોસ

રીતઃ

માઈક્રોવેવ માટેઃ

બટાકામાં છરી વડે થોડા કાણા પાડી, માઈક્રોવેવમાં નર્મ થાય ત્યાં સુધી બેક કરો.

ઓવન માટેઃ

બટાકામાં છરી વડે થોડા કાણા પાડી, ઓવનમાં, ૨૨૦ ઝ્ર પર નર્મ થાય ત્યાંસુધી બેક કરો.

બટાકું તૈયાર થઈ જાય એટલે એને ઉભું અડધું સમારી તેનો માવો કાઢી લો.

તેમાં મીઠું, છીણેલું ચીઝ અને બટર ઉમેરો અને બરાબર મિક્સ કરો.

મિશ્રણને બટાકામાં ભરો, તેમાં જે ગમે તે ફીલિંગ ભરો અને સર્વ કરો.

ગ્લોબલ મેનેજમેન્ટ

દિપક ભટ્ટ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ુિૈીંર્ંઙ્ઘીીટ્ઠાહ્વરટ્ઠંંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૭. ગ્લોબલ મેનેજમેન્ટ

શ્રેષ્ઠ સેલ્સમેનની વિવિધતમ શૈલીઓ

તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો તે વસ્તુ ગ્રાહક સુધી પહોંચે તે તમારા ધંધાનું મહત્વનું પાસું ગણાય છે. તમે તમારી વસ્તુનું ઉત્પાદન કાળજીપૂર્વક, આધુનિક વિચારસરણીને ધ્યાનમાં રાખીને કરેલું હોય છે જે ગ્રાહકલક્ષી હોય છે. તમારી ઉત્પાદિત વસ્તુ ગ્રાહક સુધી પહોચાડવાની કામગીરી કળા અને કુશળતા માંગી લે છે. ગ્રાહકની ઈચ્છાઓને જે તીવ્ર જરૂરિયાતમાં પલટી નાખે છે, અને જે છેલ્લે ખરીદીનું રૂપ ધારણ કરે છે તે વેચાણકળાની આવડતને સેલ્સમેનશીપ કહેવાય છે.

તમારી વસ્તુનું વેચાણ કરવું તે એકમાત્ર તમારો હેતુ હોઈ શકે નહિ. ગ્રાહક તમારી વસ્તુનો વપરાશ વારંવાર કરતો થાય અને તે અન્ય ગ્રાહકને પણ તમારી વસ્તુ ખરીદવા માટે પ્રોત્સાહિત કરે તે તમારો આશય હોવો જોઈએ. હંમેશા યાદ રાખો કે, તમારી વસ્તુ ગમે તેટલી ઉચ્ચ ક્વોલીટીની કેમ ન હોય પરંતુ તે ક્યારેય આપમેળે ગ્રાહક સુધી પહોચતી નથી. તેને ગ્રાહક સુધી પહોંચાડવા માટે તમારે એક સારા સેલ્સમેનની જરૂર પડવાની જ છે. ડેલ કંપનીના સ્થાપકે તેના શરૂઆતના વર્ષોમાં એવો વિચાર કરેલો કે મારી પ્રોડક્ટનું હું સીધું જ ગ્રાહક જોડે વેચાણ કરીશ. પરંતુ સમય જતાં તેમણે પોતાના વિચારોને બદલવા પડયા અને આજે તમે ડેલ કંપનીના શો રૂમ દરેક શહેરોમાં જોઈ શકો છો.

દરેક કંપનીએ એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે, ગ્રાહકના સૌ પ્રથમ સંપર્કમાં સેલ્સમેન આવે છે. ગ્રાહકને પોતાની વસ્તુની સમજણ આપે છે અને તેને ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સેલ્સમેન ઓફ ધ યર નામની બોલીવુડની ફિલ્મમાં અભિનેતાએ સારા સેલ્સમેનની ખૂબીઓ અને લાક્ષાણીકતાઓ કેવી હોવી જોઈએ તે વિશે પોતાનો અભિનય પાથર્યો છે. ફિલ્મનો હાર્દ એક જ વસ્તુ ઉપર હતો કે, એક સારો અને ઉત્કૃષ્ઠ સેલ્સમેન પોતાની ફરજ કેવી રીતે નિભાવી શકે છે. જયારે વેપારી પાસે ગ્રાહક સામેથી આવે છે. પોતે જે વસ્તુ ઈચ્છે છે તે વસ્તુ ખરીદે છે. આ વ્યવહારમાં કોઈ પણ જગ્યાએ સેલ્સમેનનો ફાળો જોવા મળતો નથી. અહી સેલ્સમેન ગ્રાહક પાસે જાય છે ત્યારે ગ્રાહકને વસ્તુ લેવી કે નહિ તે નક્કી હોતું નથી. જયારે ગ્રાહક વેપારી પાસે જાય છે ત્યારે તે વસ્તુ લેવાની જ છે તે હેતુથી જ મુલાકાત લે છે. આવા સંજોગોમાં સેલ્સમેનને વધુ અને વેપારીને પ્રમાણમાં ઓછી મહેનત કરવી પડતી હોય છે. પરંતુ બંનેમાં એક વાત સામ્ય હોય છે કે ગ્રાહકને સંતોષ થાય અને ગ્રાહક તમારી વસ્તુ ખરીદે તેવો સફળ પ્રયત્ન કરવાનો હોય છે.

એક સારા સેલ્સમેનની વિવિધ શૈલીઓ વિશે સમજીએ.

સેલ્સમેનનું વ્યક્તિત્વઃ સેલ્સમેનનો બાહ્ય દેખાવ કુદરતની બક્ષિશ હોય છે પરંતુ જો તે પોતે વ્યવસ્થિત હોય, સુધડ હોય, પહેરવેશ સ્વચ્છ અને સારો હોય, તો તે ગ્રાહક દ્વારા આવકારને પાત્ર બને છે. ક્યારેક એવું પણ બને છે કે સારો દેખાવ ન ધરાવનાર સેલ્સમેન વસ્તુના વેચાણ કરવામાં નંબર એકના સ્થાન ઉપર જોવા મળતા હોય છે. આવા સમયે તેમની આવડત અને વસ્તુનું વેચાણ કરવાની કુશળતાને ધ્યાનમાં લેવામાં આવે છે. સારો સેલ્સમેન ગ્રાહકના માનસને ઓળખીને તેને વસ્તુનું વેચાણ કરે છે. ગ્રાહકને ક્યારેય પણ વસ્તુની ખરીદીમાં રસ હોતો નથી. તેમને માત્ર વસ્તુની યોગ્ય માહિતી જે તે સેલ્સમેન પાસેથી મળી રહે તે જ હેતુ હોય છે.

પ્રભાવશાળી વાણીઃ આ કુદરતી બક્ષિશ છે પરંતુ રોજના અભ્યાસથી, સારા વિચારોથી અને અસરકારક શબ્દોનો ઉપયોગ કરવાથી પ્રભાવશાળી વાણીના માલિક બની શકાય છે. અને આ કળા માટે કોઈ કલાસીસ ભરવાની જરૂર રહેતી નથી. સારૂં વાંચન, અભ્યાસુ અને હોશિયાર લોકોની સંગત તેમજ સામેવાળી વ્યક્તિને શું ગમે છે અથવા શું ગમી શકે છે અને ક્યાં શબ્દોનો ઉપયોગ કરવાથી ગ્રાહક તમારી તરફ આકર્ષાય તે ધીમે ધીમે હકારાત્મક વલણ અપનાવવાથી શીખી શકાય છે. વસ્તુના વેચાણ માટે પ્રભાવશાળી વાણી ઈચ્છનીય છે. જે શબ્દો તમને ગમે તેવા શબ્દો બીજા માટે વાપરવાથી સામેવાળાને પણ ગમશે અને તમે તેનું દિલ જીતી શકો છો.

ઉત્પાદિત વસ્તુ વિશેનું જ્જ્ઞાનઃ સેલ્સમેન માટે આ પાયાની બાબત છે. ગ્રાહક વસ્તુ માટે પૈસાનું ખર્ચ કરે છે અને સાથે સાથે તેને પૈસાનું પૂરેપૂરૂં વળતર મળે તેવું પણ તે ઈચ્છતો હોય છે. વસ્તુના મહત્વના લક્ષણો જેમ કે, વસ્તુના રંગ, રૂપ, ટકાઉપણું, ગુણવતા, વજન અને તેનો ઉપયોગ વગેરેની માહિતી હોવી જોઈએ. આ સિવાય વસ્તુ અંગે ટેકનીકલ માહિતી હોય તો ગ્રાહકને સમજાવવામાં સરળતા થઈ જાય છે. ગ્રાહકની હંમેશા એક જ રજૂઆત હોય છે કે વસ્તુની કિમત વધુ છે. આવા સંજોગોમાં વસ્તુની ઉપયોગીતા, વેચાણ પછીની સેવાઓ અને વસ્તુનો અનેકરીતે ઉપયોગ વગેરેનું વર્ણન કરીને ગ્રાહકને વસ્તુની કિંમત વ્યાજબી છે તે સમજાવી શકાય છે.

સંજય દ્રષ્ટિ

સંજય પિઠડીયા

૮. સંજય દ્રષ્ટિ

તેંડુલકર - વિશ્વવિક્રમોની વણથંભી વણઝારનો ખલાસી!!

’આઈ માઈટ સી ગોડ વ્હેન આઈ ડાઈ....બટ અનટીલ ધેન આઈ વીલ સેટલ ફોર સચિન....’ (હું મરી જઈશ ત્યારે કદાચ ભગવાનને જોઈશ...પણ ત્યાં સુધી હું સચિનથી ચલાવી લઈશ...) - સચિન તેંડુલકર દક્ષિણ આફ્રિકા સામેની વનડેમાં ક્રિકેટની ઐતિહાસિક ઈનિંગ રમી રહ્યો હતો ત્યારે સ્ટેડિયમમાં એક ચાહકના હાથમાં રહેલું બેનર આ રીતે વાંચવા મળ્યું હતું! ખરેખર, ક્રિકેટનો ભગવાન, ક્રિકેટજગતનો યુગ-પરૂષ, ક્રિકેટનો કોહિનૂર, માસ્ટર બ્લાસ્ટર જેવા કંઈ કેટલા ઉપનામોથી ઉભરાતો સચિન ‘તેંડુલ’કર નહીં પણ ’રેકોર્ડ’કર છે. સચિનની સૌથી મોટી સિદ્‌ધિ એ કે એ ભારતની યુવાપેઢીનો રોલ-મોડલ છે. ખેલદિલી, અથાક મહેનત, તીક્ષ્ણ નજર, પૂર્વાનુમાન, એકાગ્રતા અને અનુકૂલન શક્તિને કારણે પાંચ ફૂટ પાંચ ઈંચનો આ આદમી અઢી ફૂટના બેટ વડે પોતાના આકાશને આંબી ગયો છેપપપવાત ચાલી રહી છે સચિનની આત્મકથા (પ્લેઈંગ ઈટ માય વે)ની જેમાં સચિને ૨૪ વર્ષોમાં અને ૨૨ યાર્ડમાં ફેલાયેલી એક મુસાફરીની માંડીને વાત કરી છે. ગયા વર્ષે (ડિસેમ્બર મહિનામાં ’હું ગુજરાતી’ના ૧૧માં અંકમાં) સચિને ઉઘાડેલાં કેટલાંક છૂપા રાઝની રમઝટ આપણે માણી હતી...આજે માણીએ વધુ વાતોની વણઝાર!

અંધશ્રદ્ધાનો હોય વિષય તો....

(૧) ૧૯૯૬ના વર્લ્ડ કપ પહેલાંની વાત છે. એક મલ્ટીનેશનલ કંપની પોતાની બ્રાંડનું સ્ટીકર બેટ પર ચોંટાડવાની ભલામણ લઈને સચિન પાસે આવી પણ એમને સચિનની માંગ વધુ લાગતા વાત આગળ ન વધી. થોડા સમય બાદ ૧૯૯૬ના વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સાથે ચાલી રહેલી એક ઈનીંગની બ્રેકમાં એ જ કંપનીના એમ.ડી. આવ્યા અને સચિનને કહ્યું કે આ સ્ટીકર અત્યારે ને અત્યારે તમારા બેટ પર લગાડશો તો હું તમને મુહ-માંગી કિંમત આપીશ. પણ સચિને કહ્યું - બ્રેક પહેલાની ઈનીંગ ’વગર સ્ટીકરે’ રમી છે તો બ્રેક પછીની ઈનીંગ પણ વગર સ્ટીકરે જ રમીશ. ન કરે નારાયણ ને જો આ સ્ટીકરને કારણે રમવામાં કંઈ ગડબડ થઈ તો? (૨) ઈંગ્લેન્ડના વર્લ્ડકપ પહેલા સચિનના ભાઈ અજીત, પત્ની અંજલી અને દિકરી સારા - બધા સચિનની સાથે એક ચાઈનીઝ રેસ્ટોરેંટમાં જમવા ગયા. જમવામાં સચિને ’ક્રિસ્પી એરોમેટિક ડક’ ઑર્ડર કર્યું. જેવો ઑર્ડર આપ્યો કે તરત જ અજીતે કહ્યું કે ઑર્ડર કેન્સલ કરી નાખ. અને કહ્યું કે જ્યાં સુધી વર્લ્ડ કપ પૂરો ન થાય ત્યાં સુધી ’ડક’ ખાવાનું બંધ. કારણ - અજીતે ક્યાંક વાંચેલું કે ભૂતકાળમાં ક્યારેક ત્રણ અંગ્રેજી ક્રિકેટરોએ મેચના આગલા દિવસે આ રીતે ડક ખાધું તો ત્રણેય શૂન્ય રન પર આઉટ થઈ ગયા. જો સચિન ’ડક’ ખાય અને વર્લ્ડકપમાં ’ડક’ પર આઉટ થાય તો? (૩) ઓસ્ટ્રેલિયામાં કોઈ એક ટેસ્ટ વખતે પણ આવું જ થયું. અંજલી, અંજલીના માતા-પિતા, સારા અને અર્જુન બધાએ એક મલેશિયન રેસ્ટોરેંટમાં જવાનું નક્કી કર્યુ. જમવાનું સ્વાદિષ્ટ હતું અને બીજે દિવસે મેચમાં સચિન ૭૩ રન મારીને નોટ-આઉટ રહ્યો. મેચ પછી ફરી પાછા એ જ રેસ્ટોરંટમાં જમવાનું રાખ્યું. સેમ ટેબલ પર જમવા બેઠા અને સેમ જમવાનું પણ મંગાવ્યું. ત્રીજો દિવસ એ કરતાં પણ સારો રહ્યો અને સચિને ૨૨૦ રન કર્યા છતાં નોટ-આઉટ! ત્રીજી રાત્રે ફરી એ જ રેસ્ટોરંટ, એ જ ટેબલ અને એ જ મેન્યુ! રેસ્ટોરેંટના માલિકને એમ કે આ લોકોને અહીંનું જમવાનું ખૂબ પસંદ આવ્યું લાગે છે! ખી ખી ખી... (૪) સચિનના ધર્મપત્ની અંજલીને એવો વહેમ હતો કે એ જો સ્ટેડીયમમાં હશે તો સચિન સારૂં નહીં રમે એટલે ૨૦૧૧ના વર્લ્ડકપ વખતે અંજલી ઘરે જ રહી. જ્યારે ભારત જીતી ગયું, ત્યારે એ પોતાના ઘરેથી વાનખેડે સ્ટેડીયમ જવા નીકળીપપઆ સિવાય સચિન ડાબા પગનું પેડ પહેલાં બાંધવાની અંધશ્રદ્ધા પણ ધરાવે છે. ભલે જમોડી હોય, પણ લખવા માટે ડાબો હાથ વાપરે છે. ઉપરાંત એ ક્યાંય પણ રમવા જાય છે ત્યારે ટીમની બસમાં સૌથી આગળની સીટમાં હંમેશા ડાબી બાજુની બારીવાળી સીટ પર જ બેસે છે. સચિનની ક્રિકેટ-કિટમાં અનેક દેવી-દેવતાઓની તસવીરો પણ હોય છે. એ ભારે આસ્થાળુ છે અને આ હકીકત એ ક્યારેય સંતાડતો નથી.

કોચ વિશે સચિનના સંકોચઃ

સચિનના મતે જેની સાથે પોતે કામ કરેલું એવા લગભગ દરેક કોચ સારા જ હતા પણ ખાસ નોંધ લેવી રહી બે કોચનીઃ કપિલ દેવ અને ગ્રેગ ચૅપલ! ૧૯૯૯-૨૦૦૦ની સાલમાં જ્યારે સચિન બીજી વાર કેપ્ટન બન્યો ત્યારે કપિલદેવ ભારતીય ટીમના કોચ હતા. સચિને એમના વિશે લખ્યું છે કે “ભારત માટે રમ્યો હોય એવો કપિલદેવ જેવો કાર્યદક્ષ (ઓલરાઉન્ડર) ખેલાડી લગભગ જ કોઈ હોઈ શકે પણ એક સારા કોચ તરીકે એ સફળ ન રહ્યો. એક કોચનું કામ છે ટીમની વ્યૂહરચનાને સૂત્રબદ્ધ કરવું, પણ કપિલની વિચારપ્રક્રિયા અલગ જ હતી અને ટીમને કેપ્ટનના ભરોસે મૂકી કોઈ પ્રકારના સંચાલનમાં એ ભાગ લેતો ન હતો”. ગ્રેગ ચૅપલ વિશેના સચિનના વિચારો આપણને વિચારતા કરી મૂકે એવા હતા. સચિનના મતે, એપ્રિલ ૨૦૦૭માં જ્યારે બી.સી.સી.આઈ.એ ચૅપલનો ’ભારતીય કોચ’ તરીકે કાળખંડ પૂરો કરવાનું નક્કી કર્યુ ત્યારે ભારતીય ક્રિકેટને સૌથી વધુ ફાયદો થયો. ઘણાં વરિષ્ઠ ખેલાડીઓએ હાશકારો અનુભવ્યો. જે સ્વાભાવિક હતું, કારણ ચૅપલે એ પ્લેયરો સાથે અન્યાય કર્યો હતો. સચિને લખ્યું છેઃ "ગ્રેગ એક રીંગમાસ્ટર જેવો હતો, જે પોતાની દરેક આઈડીયા ખેલાડીઓ પર થોપી દેતો અને એ વખતે સામેવાળા ખેલાડીની મનઃસ્થિતિ કે કમ્ફ્ર્‌ટનેસ વિશે એ કદી વિચારતો નહીં." એ સિવાય ૨૦૦૭માં રમાયેલા વર્લ્ડકપના થોડા મહિના પહેલા ચૅપલ સચિનના ઘરે મળવા ગયા હતા અને રાહુલ દ્રવિડની પાસેથી કપ્તાની લઈ લેવાની ભલામણ પણ કરી હતી. ગ્રેગે સચિનને એમ પણ કહેલું કે આપણે વર્ષો સુધી ભારતીય ક્રિકેટને આપણા તાબામાં રાખી શકશું. માટે જ સચિને લખ્યું છે કે ગ્રેગ સાથેનો મારો કાર્યકાળ એ મારી કારકિર્દીનો સૌથી ખરાબ કાળ હતો.

જ્યારે છાપામાં છપાયું - એંડુલકરઃ

સન ૨૦૦૭ના વર્લ્ડકપમાં શ્રીલંકા સામે મેચ હાર્યા પછી ડરેસીંગ રૂમમાં ઘણાં ખેલાડીઓ રડી પડયાં. મેચ હારીને જ્યારે ભારતમાં પાછા આવ્યા ત્યારે લોકોનો રોષ આસમાને હતો. સચિનના પોતાના લોકો જ તેની જવાબદારી પર ટીકા કરતા હતા. અખબારોની હેડલાઈનમાં ’તેંડુલકર’ને બદલે ’એંડુલકર’ (ઈહઙ્ઘ-ેઙ્માટ્ઠિ) છપાયું ત્યારે સચિનને ખૂબ દુઃખ થયું. એ સમયે સચિનના મગજમાં રીટાયર થવાનું મોજું પણ ફરી વળ્યું હતું.

ગંદી બાતઃ

સચિન મિતભાષી, મૃદુભાષી અને ક્યારેય કોઈ વિવાદમાં ન પડનારો ખેલાડી. મોટી ભાગે શાંત રહે. નખ ચાવતો ચાવતો કંઈ ને કંઈ વિચાર્યા કરે. પણ એક મહત્વનો બનાવ સચિને વર્ણવ્યો છે એ છે ’મન્કીગેટ’. યાદ છે ને? હરભજન સિંઘે ઓસ્ટ્રેલિયાના પ્લેયરને ’મન્કી’ (વાંદરો-બંદર) કહેવા બદ્દલ જે હોબાળો મચ્યો એ બનાવ ક્રિકેટજગતમાં ’મન્કીગેટ’ તરીકે જાણીતો છે. સચિનના મતે ’મન્કીગેટ’નું મુખ્ય કારણ એન્ડર્યુ સાયમંડ હતો. એ રમતી વખતે ભજ્જીને ભડકાવવાની લગાતાર કોશિશ કરતો હતો. સચિન જ્યારે ભજ્જીને શાંત કરવા આવ્યો ત્યારે ’તેરી માં કી....’ એવું એણે ભજ્જીના મોં માંથી સાંભળ્યું. આ કારણસર ઓસ્ટ્રેલિયાના બીજા પ્લેયરો અને અમ્પાયર ભજ્જીને ધમકાવવા લાગ્યા. સાયમંડ પર ’રેસીસ્ટ કમેન્ટ’ કરવા માટે ભજ્જી પર કેસ થયો. સચિને આ વાતનો ખુલાસો આપ્યો છે કે ભજ્જીએ કોઈ જ પ્રકારની આપત્તિજનક ટિપ્પણી કરી ન હતી.

પપ્પાના ગયા પછી, ધ શો મસ્ટ ગો ઓનઃ

૧૯૯૯ના વર્લ્ડકપની વાત છે. સચિનના પિતા રમેશ તેંડુલકર જ્યારે ગુજરી ગયા ત્યારે સચિન લંડનમાં હતો. જેવાં માઠાં સમાચાર મળ્યા કે તરત જ ભારત આવીને, પિતાને આખરી વિદાય આપીને, જરૂરી કાર્યો પતાવીને ચાર જ દિવસમાં સચિન મેચ રમવા અને પોતાની ફરજ બજાવવા ઈંગ્લેંડ પાછો ગયો. એ વખતની મેચ રમતી વખતે સચિન કાળા ચશ્મા પહેરી રાખતો કારણકે પિતાની યાદમાં ચાલુ મેચમાં એના આંસુ સરી પડતાં. પિતાના સંસ્કાર અને શિખામણને ધ્યાનમાં રાખીને એ પછીની જ મેચમાં સચિને કેન્યા સામે સદી ફટકારી. આ વાત લખવી અને વાંચવી ખૂબ જ સહેલી છે પણ વાસ્તવમાં એનાંથી ક્યાંય અઘરી છે.

બોલ ટેમ્પરીંગઃ ખોટા આરોપો પણ ’સત્ય મેવ જયતે’

સચિન રેકોર્ડકર છે એનો એક પુરાવો એ કે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વખત ખરાબ અમ્પાયરીંગનો ભોગ બનવાનો રેકોર્ડ પણ કદાચ સચિનના નામે જ હશે! નવેમ્બર ૨૦૦૧માં એક બનાવ એવો બન્યો કે સચિન ચાર ઓવર સુધી દડાને બંને તરફથી સ્પીન કરતો ગયો અને ધડાધડ વિકેટ પડતી ગઈ. ક્રિકેટના એક નિયમ પ્રમાણે જ્યારે પણ દડાને સાફ કરવો હોય ત્યારે અમ્પાયરને જાણ કરવી જરૂરી છે, પણ રમતી વખતે સચિનના મગજમાંથી એ વાત નીકળી ગઈ અને બૉલ ઉપર ચોંટેલા ઘાસને દૂર કરવા એ પોતાના અંગૂઠા વડે બૉલને ઘસતો રહ્યો. જ્યારે મેચ પૂરી થઈ ત્યારે રેફરીએ સચિન પર ’બૉલ ટેમ્પરીંગ’ (દડા સાથે ગોલમાલ)નો આરોપ થોપી દીધો. એ જ મેચમાં સૌરવ ગાંગુલી પોતાના પ્લેયર પર નિયંત્રણ નથી રાખી શકતો માટે એક મેચ માટે તેને સસ્પેન્ડ કર્યો અને વિરેન્દ્ર સેહવાગ, હરભજન સિંઘ, દીપ દાસગુપ્તા, શિવસુંદર દાસ દરેકને વધુ પડતી અપીલ કરવાના મામલે સસ્પેન્ડ કર્યા. જો કે એ વખતના બી.સી.સી.આઈ.ના વડા જગમોહન દાલમિયા અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મિડિયા સાથે બધી વાતની ચર્ચા થઈ અને છેલ્લે સચિનને આ બાબતે ક્લીન-ચીટ મળી. પાછળથી એ મેચને ’અન-ઓફિશિયલ’ મેચ તરીકે જાહેર કરવામાં આવી.

સારા કામમાં સો વિઘ્‌નઃ

’પુત્રના લક્ષણ પારણાંમાંથી’ આ કહેવતને સાચી પાડતો સચિન ક્રિકેટજગતમાં પ્રવેશ્યો ત્યારથી જ ’સેન્ચુરીમેન’ની છાપ ઉપસાવી દીધી હતી. સચિનની સો સદીનો વિશ્વવિક્ર્‌મ એવો છે કે કોઈ બીજો ખેલાડી એ રેકોર્ડ તોડે એવી સંભાવના બહુ ઓછી છે. સચિનની ૯૯ સેન્ચુરી થયા પછી ઈડન ગાર્ડનમાં રમાયેલી બીજી ટેસ્ટમેચની ઈનિંગમાં ત્રણ ક્રિકેટરોએ સેન્ચુરી કરી - પણ સચિનનું નામ એમાં ન હતું. બીજી વાર જ્યારે ૯૪ રન થયેલા ત્યારે રામપાઉલની બોલિંગમાં સાવચેતીપૂર્વક રમ્યો છતાં કેચ-આઉટ થઈ ગયો. એશિયા કપમાં સચિન ફક્ત ૬ રન પર આઉટ થઈ ગયો. પહેલાં મીડિયાની હાઈપ, પછી મીડિયાની ટીકા, ઉત્તેજના અને નિરાશાના દૌર પછી ફાઈનલી બાંગ્લાદેશ સામે, મીરપુરના મેદાનમાં સચિને મીર માર્યો. એ પહેલાં ૩૭૦ દિવસ અવમાન-અપમાન સહન કર્યાં, પછડાટો ખાધી, સાવ નવાણિયા બોલરોના હાથે આઉટ થયો, સાવ ઓછા સ્કોરમાં આઉટ થયો પણ કદી હાર્યો નહીં. પરાજય સ્વીકાર્યો નહીં અને લડીને જીત્યો. બાંગ્લાદેશ સામે ૧૦૦મી સેન્ચુરી થઈ ત્યારે ભારત મેચ હારી ગયું પણ બાંગ્લાદેશ માટે ’ગઢઆવ્યો પણ સિંહ ગયો’ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ. જેમ ૧૦૦મી સેન્ચુરી કરવામાં વિઘ્‌નો નડયાં એમ ક્રિકેટજગતની વન-ડે-ઈન્ટરનેશનલ મેચની પહેલી ડબલ સેન્ચુરી કરવામાં પણ સચિનને ભારે જહેમત પડી. ન્યુઝીલેન્ડ સામે સચિન ૧૬૩ રને પહોંચ્યો ત્યાં તો એના પેટના દુઃખાવાને કારણે પોતાની પાળી ત્યાં જ પૂરી કરવી પડી. પણ એ પછી ભારતની એક મેચમાં સચિને ડબલ સેન્ચુરી બનાવી જ લીધી.

કહેવાય છે કે ઝાઝી વાતનાં ગાડાં ભરાય પણ એક ઉમદા ખેલાડી હોવા ઉપરાંત સચિન એક ઉમદા માણસ છે. કોઈ જાતનો અહમ્ કે આડંબર એને નડતો નથી. પોતાની ક્રિકેટ-કિટ પણ જાતે ઉપાડે. પોતાની બેગ એ રીતે પેક કરે જેમ કે કોઈ પરફેક્શનિસ્ટ હોય. અને હા, એ નખશિખ શિસ્તપ્રિય પણ છે - પ્રેક્ટિસ કરવા સૌથી પહેલો મેદાનમાં ઊંતરે અને સિનિયર પ્લેયર હોવા છતાં પોતાને મળેલો અબાધિત અધિકાર હોય એમ પ્રેક્ટિસ પડતી મૂકીને નીકળી ન જાય. કપડાં અને દેખાવની બાબતમાં પણ એ એટલો જ ચોખલિયો. એ ક્યારેય લઘરવઘર વેશમાં દેખાય નહીં. પોતાની ફેરવેલ સ્પીચમાં સચિને કહેલું, ’અજિત અને હું દરેક મેચ પછી મારી ત્રુટિઓ વિશે ચર્ચા-વિચારણા કરીએ છીએ. કાલે કદાચ હું છેલ્લી વાર આઉટ થયો, તેમ છતાં અમે આ ક્રમ તોડયો નહોતો.’ - વિચારો, આ માણસ પોતાની છેલ્લી ઈનિંગ્સ પછી પણ સુધારા કરવા માટે ઓપન હતો. ‘દરેક મેદાનની, એની પિચની કંઈક ને કંઈક ખાસિયત હોય, જેમ કે કોઈ મેદાન સમુદ્રસપાટીથી અમુક ઊંંચાઈ પર હોય તો પવનની ગતિ, વગેરે બદલાઈ જાય’ - આવો અભ્યાસ કરવામાં સચિનની ગજબની માસ્ટરી. વલસાડ સ્ટેડિયમની પિચ અને મોહાલીની પિચ, આ બંને પિચના સચિન અવારનવાર વખાણ કરે. પહેલી વાર વલસાડમાં ક્રિકેટ રમ્યા પછી ’વલસાડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન’ના કાંતિભાઈ દેસાઈને સચિને જણાવ્યું હતું "કાંતિકાકા, પિચ ચાંગલી આહે...(એટલે કે પિચ સારી છે.)" ૧૯૯૭માં એણે પોતાના હસ્તાક્ષરમાં લખીને આપ્યું છે કે વલસાડની પિચ દુનિયાની શ્રેષ્ઠ પિચમાંની એક છે. લાઈફની બિલ્ડીંગમાં લિફ્ટ નથી હોતી, એમાં દરેક પગથિયું ચડીને જ ઉપર જવું પડે છે - એ વાતનું જીવતું-જાગતું ઉદાહરણ એટલે સચિન!

૧૬ નવેમ્બર ૨૦૧૩ના દિવસે સચિને આપેલી સ્પીચ સાંભળતા લોકોના રૂંવાડાં ઊંભા થઈ ગયાં, એ સ્પીચ યુટ્‌યુબ પર છે, ન જોઈ હોય તો જોઈ લેજો! એ સ્પીચમાં કોઈનો આભાર માનવાનું ભૂલાઈ ન જાય એ માટે સચિન હાથમાં એક ચબરખી લઈને આવ્યો હતો જેમાં નીચે મુજબનું લીસ્ટ હતું.

છ) જર્ની ઈઝ ઓવર (પ્રવાસ પૂરો થયો!)

મ્) પિતા, માતા, અંકલ, આન્ટી

ઝ્ર) નિતીન, સવિતા, અજીત (ભાઈઓ અને બહેન)

ડ્ઢ) અંજલી, સારા, અર્જુન (પત્ની અને સંતાનો)

ઈ) આનંદ મહેતા અને એનાબેલ (સાસુ-સસરા)

હ્લ) મિત્રો

ય્) આચરેકર સર (ક્રિકેટ કોચ)

ૐ) મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમ. સી. એ.) અને બી.સી.સી.આઈ.

ૈં) પ્લેયર્સ (ફૅબ ફોર - રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, લક્ષ્મણ અને અનિલ કુંબલે)

ત્ન) ટ્રેનર્સ અને ડૉક્ટર્સ

દ્ભ) માર્ક માસ્કરેન્હાસ, વર્લ્ડ સ્પોર્ટસ ગ્રુપ, વિનોદ નાયડુ

ન્) મિડીયા અને ફોટોગ્રાફર

સ્) પબ્લિક, લોકો, જનસમુદાય!

પડઘોઃ

પોતે પોતાના વિશે લખવામાં મજા તો છે, પણ મુશ્કેલી પણ છે, કારણ પોતાને વિશે કશુંક ખરાબ લખતાં પોતાને ખટકે અને સારૂં કહેતાં સાંભળનાર કે વાચકને ખટકે! - અબ્રાહમ કાઉલી

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

૯. મિર્ચી ક્યારો

શિયાળા તારાં ગમ્મત ગતકડાં...

એ... શિયાળાની સવાર, જેમ જેમ પડતી જાય

માણસ બિચારો એમ એમ, ગાદલામાં ઘરતો જાય.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ.. લાંબી રાત શિયાળાની, પણ વીતતાં ન લાગે વાર

સૂતાંની વારમાં જ જાણે, પડી જાય સવાર.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ.. સો કિલોની કાયા લઈને, ઓલ્યો પપ્પુ દોડવા જાય

‘સાભાર પરત’ થતી વખતે, ફાફડાજલેબી ખાય.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ... કૂતરૂં લઈને ઘરવાળી જેની, મોર્ન્િાંગવૉકમાં જાય

એ ઘરવાળો બિચારો ચા વગર, બગાસે બગાસાં ખાય.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ... કૂતરૂં દોડાવે એમએમ, શેઠાણી દોડતી જાય

મોટા તો મૂછમાં હસે, પણ બાળક બહુ હરખાય.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ... વજન ઉતારવાની લાયમાં, ઓલી લલ્લી દોડવા જાય

વજન તો ઉતરે નહીં, એનો ટાંટિયો ઉતરી જાય.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ... પાપડતોડ પહેલવાન ઘણા, કાયા સુધારવા જાય

કાયા તો સુધરે નહીં, પણ તબિયત બગડી જાય.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ...વહેલી સવારે કરસનકાકા, મોર્ન્િાંગવૉકમાં જાય

કૂતરાં પાછળ એવાં પડે, કે કાકા ભોંયભેગા થાય.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ.. ટાઢ્‌યનો માર્યો ધણી બિચારો, રજાઈ ખેંચવા જાય

રજાઈ રહી જાય આઘી, ને ધણિયાણિ ખેંચાઈ જાય.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ.. ડબ્બો ભર્યો અડદિયાનો, ધણી ખોલવા જાય

ખોલે પણ ખૂલે નહીં, ઓલી ધણિયાણિ જોઈ જાય.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ... ધણિયાણિ કહે ધણીને, બળથી ખૂલે કેમ?

ખોલો એને કળથી, ખોલો છો દલડું જેમ.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ... લગન લેવાણાં જ્યાં જ્યાં, ત્યાં ત્યાં ઢબુકિયા ઢોલ

વાંઢા વદે મંદિરે, કે પ્રભુ અમારાં કિસ્મત ખોલ.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ... સાસુએ દીધો ઠપકો, વહુ તમે મોડાં ઊંઠો કેમ?

ઊંઠતાં જાવ વહેલાં વહેલાં, અમે ઊંઠીએ જેમ.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ...સાસુમાના ઠપકાનો, ભોળીએ દીધો જવાબ એમ

બા, પથારી તો છોડી દઉં, પણ પરણ્‌યો છોડું કેમ?

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ... લગન લેવાણાં પિયરમાં, ને ઘરવાળી કહે હું જાઉં

ઘરવાળો કહે તારાં વગર, હું ટાઢોટબૂકલો થાઉં.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ... શાકભાજી મોંઘાં થયાં, ઊંંધિયું ખાવું કેમ?

ચમચી ચમચી ચાખી લેવું, પંચામૃતની જેમ.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ... મોટે ઉપાડે ટોપી લીધી, પણ ટાઢ્‌ય પડી નઈં

રહેતાં રહેતાં ટાઢ્‌ય પડી, તો ટોપી ખોવાઈ ગઈ.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ... તાપણે બેઠા ટપુભાઈ, બીડી સળગાવવા જાય

બીડી તો સળગે નહીં, એનો હાથ સળગી જાય

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ... કસરત કરવાને કાજ, ધનજી ધાબે પોગી જાય

પગથિયું ચૂકી જતાં, એ તો ભોંય ભેગો થાય.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ.... ડોસો કહે ડોસીને, એક વાત કાનમાં કઉં

વરસો પહેલાના શિયાળા, મને સાંભરે બઉં

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ... ડોસી કહે ડોસાને, હવે લ્યો પ્રભુનું નામ

વખત કર્યે જાય છે, વખત વખતનું કામ.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

એ .. ‘હું ગુજરાતી’નાં વાચકો, હવે હું લઉં તમારી રજા.

વાચકજનો તમે, શિયાળાની લેજો પૂરી મજા.

શિયાળા તારાં ગમ્મત ગતકડાં ગાઈ...

અમે તારે સહારે તાજાંમાજાં થાઈ.

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

૧૦. પ્રાઈમ ટાઈમ

“નામમાં શું બળ્યું છે?”

કેટરીના, હુદહુદ - આવા મસ્ત નામો વાંચીને મજા પડી જાય. પણ આ જેના નામ છે એ એવુજ સુંદર અને ખતરનાક છે. જોવામાં સુંદર અને અનુભવ માં ખતરનાક એવા વાવાઝોડા. સુંદર કેમ ભાઈ? તો સુંદર એટલા માટે કે એનો ચક્રવાતી સેટેલાઈટ વ્યુ જોવામાં સુંદર હોય છે. બાકી તો જયારે ડમરી વાળો પાવન ઝાલ્યો ન ઝલાય એમ ઘુમરીઓ ખાતો હોય કાચા મકાનો ના છાપરા ને નળિયા ફટાક ફટાક કરીને ઉડતા હોય કોક માઈ નો લાલ સામે આવે તો માથું ફાડી નાખે એટલું વેગમાન હોય એમાં. અને ચક્રવાતે બરાબર ગતિ પકડી હોય તો જે મૂળસોતાં ઝાડ ઉખડતા આવે, નાની મોટી વસ્તુઓ હવા ભેગી ઢસેડાતી જાય અને એકલ દોકલ રાહદારીઓને ઠકા દેતી જાય અને દરિયો ગેલ માં આવ્યો હોય તો ૧૦ ને ૧૫ ફૂટ ઊંંચા મોજા ગામ ને ઘમરોળતા હોય એ તો કેવી કાતિલ વાત કેવાય એ તો મોરબી, કંડલા કે આન્ધ્ર ના કિનારા વાસીઓ ને પૂછીએ તો ખબર પડે.

આ વાવાઝોડા ની આપણે વાત માંડીએ. વેલ ઘર માં આવતું હોય એના માટે નો કોમેન્ટ્‌સ. લોલ. પૃથ્વી પર ત્રણ ભાગ પાણી છે એ તો આપણે ખબર છે. આમાંનો મેજર જળરાશી સમુદ્ર માં છે. પ્રખર સૂર્ય તાપ માં ગરમ થતી સાગર સપાટી તેના સાંનિધ્યમાં આવતી હવા ને ગરમ કરે છે. હવા ગરમ થાય એટલે વિસ્તરણ પામે. લોઢી પર રોટલી શેકાવા મુકીએ ને જેમ વિસ્તરે એમ. વ્યાપ વધવા ને લીધે ઘનતા ઘટે. હળવો થયેલો હવાનો એ જથ્થો ઉપર ચડે. હવાનો મોટો સમુદાય ઉપર જાય એટલે સાગર સપાટી પાસે હવાનું દબાણ ઘટે. જ્યાં હવાનું દબાણ ઘટે ત્યાં આસપાસ ની હવા ધસી ને એ જગ્યા પૂરે એવી કુદરતી વ્યવસ્થા છે. જેમ નવરા થયેલા મગજ માં વિચારો ધસી આવે એમ. જેમ સબંધો માં જગ્યા થાય ને કોક ત્રીજા નો પ્રવેશ થઈ જાય એમ.

તો આસપાસ ની હવાપર પહોચ્યાતા આપણે. આસપાસની ઠંડી હવા ધસી ને એ જગ્યા પુરવા આવે. પછી એ કાઈ પાછી ત્યાંજ સ્થાયી ન થાય. વળી એ ય ગરમ થાય ને ઉપર ચડે ને બીજી હવા દોડતી આવે એટલે જોતજોતામાં ચક્રાકાર ઘમાસાણ મચે છે. અને દરિયા પર સર્જાતો ઓછા દબાણ નો એ પટ્ટો પણ ખસતો આવે અને હવા ની દોડાદોડી કલાક ના ૮૦ થી ૧૦૦ કિમી પ્રતિ કલાકે ફૂંકતા વાવાઝોડાનું સ્વરૂપ પકડે. હવે આ ઘુમરી લેતી હવા અને વરાળે બાંધેલા વાદળાઓ સેટેલાઈટ દ્વારા હવામાન ખાતાને મોકલતા ચિત્રો માં પકડાવા લાગે. દરિયામાં તેના સ્થાન અને ઝડપ ના આધારે તે જમીન પર ક્યાં અને ક્યારે પહોંચશે અને કેવુંક વિનાશક હશે એની આગાહી કરવામાં આવે.

કિનારો ઓળંગી ને વાવાઝોડું જમીન પર પહોચે એટલે ઓલી દરિયા વડે થતી ગરમી ની આંગળી બંધ થઈ જાય. એટલે એનો ટેમ્પો વધતો અટકી જાય પણ જેટલી શક્તિ એણે સ્ટોર કરી લીધી હોય ઓલરેડી એ તરખાટ મચાવવા માટે પુરતી હોય છે. એક મજેદાર હકીકત એ પણ છે કે પૃથ્વી ના ઉત્તર ગોળાર્ધ ના દેશો માં ચક્રવાત ઘડિયાળના કાંટા ની વિરૂધ્ધ દિશામાં ફરતું જાય છે જયારે દક્ષીણ ગોળાર્ધના દેશો માં ઘડિયાળના કાંટાની દિશામાંજ ઘુમરીઓ ખાય છે.

એક અન્ય પ્રકાર નું વાવાઝોડું થોડું અનોખું છે. ટોર્નેડો તરીકે ઓળખાતું એ વાવાઝોડું વધુ પડતું ઉત્તર અમેરિકા માં વિનાશ ફેલાવે છે. ભેજ અને ગરમી હવા માં સતત રહેતા હોય તેવા દિવસો માં અચાનક તાપમાન માં ઘટાડો નોંધાય એટલે પેલો હવામાં નો ભેજ મુંઝાવા લાગે છે. અને ગરમ હવા ઉપર જવાની મથામણ કરે છે જેને લીધે ઘૂમરી લેતું નીચેથી સાંકડું અને ઉપર ક્રમશઃ ફેલાતું જતું ગળણી આકારનું રાક્ષશી કદ નું હવા નું નારી આંખે દેખાતું વાદળા જેવું બંધારણ બને છે. જે નો સાંકડો છેડો જમીન પર ને પહોળો ખુલ્લો છેડો ખુબ ઉંચો આકાશ માં હોય છે. એ ભરપૂર ઝડપથી ફરવા લાગે છે આમ તેમ અને જે ઝપેટ માં આવે એનો વિનાશ કરતુ જાય છે.

વેલ વાવાઝોડા જેતે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ અને ભૂગોળ અનુસાર થોડા થોડા જુદા પ્રકાર ના હોય છે. અને એની ગંભીરતા મુજબ સિગ્નલ મોકલવામાં આવે છે. ૮ પછી ના નંબર વાળા સિગ્નલ ને આપણે સીરીઅસ ગણવા જોઈએ.

વિજ્ઞાન ની સૌથી સરળ વ્યાખ્યા એ છે કે પ્રકૃતિ ના રહસ્યો ને ઉકેલવા એટલે વિજ્ઞાન. આપણે પણ એક પ્રકૃતિ જ છીએ ને? તો પ્રકૃતિ ના નિયમો આપણે પણ લાગુ પડે જ ને? એ હિસાબે મન માં ઉભી થતી ગરમીઓ તોફાની વિચારો માટે જગ્યા કરતી હશે. અને આવા તોફાની વિચારો ફર્યા કરે મનમાં તો એક ચક્રવાત સર્જાતું હશે. અને એ બહાર આવે ત્યારે વિનાશ ફેલાવતું હશે. નહિ?

બોલીવુડ બઝ !

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૧૧. બોલીવુડ બઝ !

“૨૦૧૫માં શું શું જોશો? (૨)”

ગયા અંકમાં આપણે આ વર્ષે જાન્યુઆરી થી જુનમાં આવનારી ફિલ્મો વિષે ચર્ચા કરી હતી. હવે વારો છે જુન થી ડિસેમ્બર સુધી આવનારી મહત્વની બોલીવુડ ફિલ્મોનો. જો કે છ મહિના પછી કઈ ફિલ્મો ક્યારે રીલીઝ થશે એનું ડીસીઝન અત્યારથીજ લેવું ઘણાં નિર્માતા-નિર્‌દેશક માટે અઘરૂં છે કારણકે અત્યારે અમુક ફિલ્મો કાં તો શૂટ થઈ રહી હશે કાં તો એનું ફાઈનલ સ્ટેજનું કામકાજ જો ચાલુ હોય તો પછી કયા સમયે કઈ તારીખ મળશે એ નક્કી કરવું કદાચ અઘરૂં બની જાય એટલે બહુ ઓછી ફિલ્મો વિષે માહિતી અત્યારે આપણી પાસે છે. પણ જે કોઈ માહિતી છે એના વિષે ચર્ચા કરવામાં શું વાંધો બરોબરને? તો ચાલો જોઈએ જુલાઈથી ડિસેમ્બરમાં રીલીઝ થનારી હિન્દી ફિલ્મો વિષે થોડી માહિતી.

જુલાઈ

૩જી જુલાઈએર્ ંસ્ય્ના નિર્દેશક ઉમેશ શુક્લાની બીજી ફિલ્મ ‘ઓલ ઈઝ વેલ’ આવશે જેમાં અભિષેક બચ્ચન, રિશી કપૂર અને અસીન હશે. આ ફિલ્મમાં પહેલા સ્મૃતિ ઈરાનીનું નામ પણ શામેલ હતું પરંતુ કેન્દ્રીય સરકારમાં મંત્રી બનતા એમણે આ ફિલ્મ કરવી કે ન કરવી એની અસમંજસતા દર્શાવી છે. ‘ઓલ ઈઝ વેલ’ મતભેદ પડયા બાદ છુટા પડી ગયેલા પિતા-પુત્રને મેળવવાની કોશિશ કરતી એક માતાની વાર્તા કરે છે.

સલમાનખાનની કબીર ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ ૧૬ જુલાઈએ રીલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન સાથે નવાઝુદ્દીન સિદ્દીકી અને કરીના કપૂર ખાન પણ છે. ફિલ્મ ‘બોડીગાર્ડ’ પછી પહેલીવાર સલમાન અને કરીના તથા ફિલ્મ ‘એક થા ટાઈગર’ પછી સલમાન અને નિર્દેશક કબીર ખાન ફરીવાર સાથે દેખાશે.

આ મહિનાના છેલ્લા શુક્રવારે અક્ષય કુમાર, સિદ્ધાર્થ મલ્હોત્રા, જેક્વીલીન ફર્નાન્ડેઝ અને જેકી શ્રોફની કરણ મલ્હોત્રા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બ્રધર્સ’ આવશે. આ ફિલ્મ ૨૦૧૧માં આવેલી હોલીવુડ ફિલ્મ ‘વોરિયર’ની ઓફીશીયલ રીમેક છે. ફિલ્મને કરણ જૌહરએ નિર્મિત કરી છે.

ઓગસ્ટ

આ વર્ષે આમ તો શાહરૂખ ખાન ની બે ફિલ્મો આવવાની છે એક તો ઓગસ્ટ મહિનામાં આવશે ‘ફેન’ જેને મનીષ શર્માએ નિર્દેશિત કરી છે અને બીજી છે ‘રઈસ’ જેમાં શાહરૂખની સાથે ફરહાન અખ્તર પણ છે. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સ ના બેનર હેઠળ બનશે. જો કે ‘હેપ્પી ન્યુ યર’ ના સેટ પર શાહરૂખને ઈજા ન થઈ હોત તો આ ફિલ્મ ૨૦૧૫ના પ્રથમ હાફમાં જ આવી જાત. આ ફિલ્મ માટે એક મોટા મેક અપ આર્ટીસ્ટ ગ્રેટ કેનોમ પાસે શાહરૂખ ખાનનો એક ખાસ મેકઅપ કરાવડાવવામાં આવ્યો છે.

‘રોય’, ‘બોમ્બે વેલવેટ’ પછી આ વર્ષે ‘જગ્ગા જાસુસ’ એ રણબીર કપૂરની ત્રીજી ફિલ્મ બની રહેશે. ૨૮ ઓગસ્ટે રીલીઝ થનારી આ ફિલ્મ એક કોમેડી/ડરામા છે અને અનુરાગ બસુએ એને નિર્દેશિત કરી છે. ફિલ્મમાં રણબીર સાથે કેટરીના, અદા શર્મા અને ગોવિંદા પણ હશે. આશા છે રણબીર ઓવર એક્સપોઝરનો ભોગ ન બને અને એની ત્રણેય ફિલ્મો ચાલે.

ઓક્ટોબર

ઓક્ટોબરની ફક્ત એક જ ફિલ્મની માહિતી આપણી પાસે છે. આ ફિલ્મ છે અક્ષય કુમારની ‘સિંગ ઈસ બ્લીંગ’. રણબીરની જેમ અક્ષય કુમારની પણ આ વર્ષે આ ત્રીજી ફિલ્મ હશે. પહેલી ‘બેબી’ બીજી ‘ગબ્બર’ અને ત્રીજી આ ફિલ્મ. ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવા એ કર્યું છે એટલે આશા કરીએ કે આ બંને મહાનુભાવોએ મળીને ‘રાઉડી રાઠોડ’ નું મેજીક જ રીપીટ કર્યું હશે કારણકે પ્રભુદેવાની ‘એક્શન જેક્સન’ તો જબરો હથોડો પુરવાર થઈ હતી.

નવેમ્બર

નવેમ્બરમાં એક બહુજ મોટી ફિલ્મ આવવાની છે, ‘પ્રેમ રતન ધન પાયો’, જે સલમાન ખાનની ફિલ્મ તો છે જ પરંતુ આ ફિલ્મમાં વર્ષો બાદ સુરજ બડજાત્યા નિર્દેશનની કમાન સંભાળવાના છે. એમની ફિલ્મો કાયમ પારિવારિક રહી છે અને આ ફિલ્મ પણ એનાથી અલગ નહીં જો હોય એની ખાતરી છે. ફિલ્મમાં સોનમ કપૂર, નીલ નીતિન મુકેશ અને અરમાન કોહલી સાથે અનુપમ ખેર અને ટેલેન્ટેડ અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ જોવા મળશે.

ડિસેમ્બર

મુખ્ય કલાકારો નક્કી કરવામાં લગભગ વરસેક કાઢી નાખનાર સંજય લીલા ભણસાલીની ‘બાજીરાવ મસ્તાની’ આ વર્ષના છેક છેલ્લા મહિનામાં રીલીઝ થશે. ફિલ્મમાં રણવીરસિંગ ને બાજીરાવ અને દીપિકા પદુકોણને મસ્તાની તરીકે આપણે જોઈ શકીશું. ઉપરાંત ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને તન્વી આઝમી પણ છે.

જો બધુંજ સમુસુતરૂં પર પડયું તો ઈમ્તિયાઝ અલી નિર્દેશિત ફિલ્મ ‘તમાશા’ પણ ‘બાજીરાવ મસ્તાની’ ની સાથે ૨૫ ડિસેમ્બરે જ રીલીઝ થશે અને આ ફિલ્મ રણબીર કપૂરની વર્ષની ચોથી ફિલ્મ હશે. આ બંને ફિલ્મોમાં દીપિકા પાદુકોણ એક કોમન ફેક્ટર છે. ભણસાલી અને ઈમ્તિયાઝ અલી બંને ખુબ મોટા નિર્દેશકો છે એટલે દર્શકો કઈ ફિલ્મ પહેલી જોવી એ વિચારવામાં થોડાક ગૂંચવાશે એ પાક્કું.

તો આ હતી ૨૦૧૫માં રીલીઝ થનારી ફિલ્મો ની સંપૂર્ણ હાઈલાઈટ્‌સ. ૨૦૧૫ એ નવું વર્ષ છે અને ‘બોલીવુડ બઝ’ પણ આવતા અંકથી નવાં કલેવર સાથે અને નવાં નામ સાથે આવશે. એ શું હશે એ જાણવા ‘હું ગુજરાતી’ ના ફેબ્રૂઆરી અંકની રાહ જુવો.

લઘરી વાતો

વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૧૨. લઘરી વાતો

કામવાળા બહેન / રામલા નું માહાત્મ્ય

સમસ્ત બ્રહ્‌માંડ માં તમે માનો કે નાં માનો દરેક ઘરમાં જેટલું કામવાળા કે રામલાનું મહત્વ હોય છે તેવું મહત્વ બીજા કોઈ વ્યક્તિ નું નથી હોતું , ખરેખર તો કેટલાય મુવી મેકર એ ટ્રાયેન્ગલ મુવી બનાવતી વખતે પતિ પત્ની ઔર વો પર જ ધ્યાન કેન્દ્‌રિત કર્યું છે પણ વાસ્તવિક પરિસ્થિતિ માં પતિ પત્ની અને રામલો હોય છે આપના રૂટિન નાં કેટલાય સમય આપણી મનસુફી પર નહિ પરંતુ રામલા નાં આવવા જવાના સમય અને કામ કરવાના સમય પર નિર્ભર હોય છે. રામલો/કામવાળા બહેન ઘરમાં પ્રવેશે ત્યારે તમે માનો કે નાં માનો દરેક ગુહીણી નાં મુખ પર એક અલગ જ પ્રકાર નું સ્મિત રેલાતું જોવા મળે છે જે તેમના પતિ પ્રવેશે ત્યારે પણ નથી જોવાતું .

બીજી બાજુ રામલા નાં મોઢા પર તુમાખી ભર્યું વર્તન “આટલા બધા ફોન નહિ કરવાના ખબર જ છે ને કે ટાઈમ થશે એટલે આવીજ જઈશ?” ખબરજ નાં પડે કે આપડે રામલા ને નોકરી પર રાખ્યો છે કે એણે આપણને કઈ ખબર જ નાં પડે! સમગ્ર ઘર એની આગતા સ્વાગતા માં લાગી જાય અને ઘરના પુરૂષ સભ્યો પર જાણે કે કર્ફ્યું લાગી જાય , ફટાફટ નહિ લેજો , પછી ફલાણા ભાઈ ને બીજા ઘરે કામ પર જવું છે , ફટાફટ જમી લેજો કેમકે આપણા રામલાભાઈને હજુ બીજા ઘણાકામ છે. .

ઘણી વાર સમજણ નાં પડે કે આપણે કામવાળા ને આપણી સગવડતા સાચવવાં રાખ્યો છે કે કામવાળા ને કોઈ તકલીફ નાં પડે અને એની સગવડતા સચવાય એને દરમહિને યોગ્ય પગાર મળી રહે એના માટે રાખ્યો છે, કોઈ પણ એક્સ્ટ્રા કામ બતાવતા પહેલા આપણ ને મનમાં ને મનમાં ખચકાટ નો અનુભવ થાય કે નાં તો નહી પાડે ને? દિવાળી દરમ્યાન માળીયા સાફ કરાવતા કે ઉતરાયણ પહેલા ધાબુ ધોવડાવવાં માટે અગાઉ થી એપોઈન્ટમેન્ટ લેવી પડે કે સાહેબ તમે જરાક સમય કાઢી ને અમને આ કામ કરી આપશો ??

મોટા ભાગ નાં કામવાળા મલ્ટીટાસ્કીગ માં માનનાર હોય છે તેઓ એક સાથે ઘણા પ્રોજેક્ટ લઈને બેઠા હોય છે એટલે કે સોસાયટી નાં ઘણા ઘરના કામ લઈને બેઠા હોય છે દરેક ને યોગ્ય ટાઈમીગ ફાળવેલો હોય છે એ પ્રમાણે દરેક પ્રોજેક્ટ ક્લાયન્ટ એ કામવાળા નાં સમય પ્રમાણે એડજેસ્ટ થવાનું હોય છે . ક્લાયન્ટ કમ્પ્લેઈન કે ફીડબેક પણ કામવાળા તરફથી લેવામાં આવતા નથી . રજાઓ નું પણ એવું કે જ્યારે ઈચ્છે ત્યારે તમારો પ્રોજેક્ટ બંધ કરીને રજા રાખી શકે અને પ્રોજેક્ટ વિલંબ અંગે પણ કામ પર રાખનાર માલિક જ જવાબદાર ગણાય .

કામવાળું રાખવું એ એકાઉન્ટ ની ભાષા માં કહીએ તો નુકશાની નો સોદો છે ચા, નાસ્તો , જમવાનું , પગાર, બોનસ, રજાઓ , બીજા અનેક કારણોસર અપાતા રૂપિયા પછી પણ તમે એવી અપેક્ષા નાં રાખી શકો કે તે દરરોજ બે ટાઈમ સરખી રીતે કામ પર આવશે , તમારે મોટા ભાગે સ્વચ્છ ભારત અભિયાન માં જોડાવું જ પડે , કપડા ધોવા આવેલા કામવાળા ને કપડા બોળી ને રાખજો , આ પાવડર વાપરશો તોજ હું કામ કરીશ મને પેલો પાવડર માફક નથી આવતો

હોળી નો તહેવારનું કામવાળા સમાજ માં ઘણું મહાત્મ્ય હોય છે ખબર નહીં પણ એ દેશ ક્યા આયો કે દુનિયા ભરના રામલાઓ અમે હોળી માટે દેશમાં જઈએ છીએ એમ કરીને ભૂગર્ભ માં ઉતરી જાય છે ગુગલ પર સર્ચ કરવાથી પણ આ દેશ મળતો નથી આવા સમયે આપણ ને કામવાળા નું સાચું મહાત્મ્ય સમજાય છે એક પણ થાળી કે ચમચી એક્સ્ટ્રા બગાડી શકતા નથી કપડા પણ વિચારી વિચારીને ધોવા નાખીએ છીએ મન ઉચાટ વાળું રહે છે ગુહિણીની વાતે વાતે કામવાળા ભાઈ હોળી દરમ્યાન નથી આવવાના એટલે સમજી વિચારીને કામ કરજો . એવી પરિવાર ને વોર્ન્િાગ મળી જાય છે.

આ કામવાળા ની કથા નું મહાત્મ્ય એ છે કે આને વાંચી આની પત્રિકા બનાવી વહેંચવાથી કોઈ દિવસ તમારૂં કામવાળું નકામી રજા પર નહિ જાય રોજબરોજ નાં કામવાળા નાં પ્રસંગો થી લેખકે એક કવિતા પણ બનાવી છે જે નીચે પ્રમાણે છે .

કામવાળા બહેન એક કવિ ની દ્રષ્ટિએ.

આ તમારી ક્રિકેટ તો પછી પણ જોવાય છે,

ઝડપથી જમી લો કામ વાળા બહેન પછી જાય છે,

પ્રેમ ની વાત તો તમારી પછી પણ થાય છે,

કામ વાળા બહેન આવી ગયા છે અને હવે જાય છે

નોર્થ કોરીયા ના આક્રમણ જેવી દશા ઘરની થાય છે

જ્યારે કામવાળા બહેન જાહેર કરે કે કાલથી રજા પર જાય છે

આર્થીક મંદીમા પણ કામવાળા બહેનજ એકલા કમાય છે,

કામવાળા બહેન વગર ઉનાળે, ઉનાળાના પવન ની જેમ વાય છે,

એમના વગર કામ જ ક્યા થાય છે.

ઝડપથી જમી લો કામ વાળા બહેન પછી જાય છે,

અંતે

’’ આમ અને લવ ની નથી હોતી કોઈ સિઝન

કામવાળા આવીને જતા રહે લાઈક અ પિજન ’’

લી - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.