Hu Gujarati part-44 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati part-44

હું ગુજરાતી - ૪૪


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.સખૈયો - સ્નેહા પટેલ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.‘ઉપ’સંહાર - અજય ઉપાધ્યાય

૫.કૌતુક કથા - હર્ષ પંડયા

૬.સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

૭.મસ્ત રીડ - ભૂમિકા દેસાઈ શાહ

૮.બોલીસોફી - સિદ્ધાર્થ છાયા

૯.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર-વઘર અમદાવાદી

એડિટરની અટારીએથી....

* સિદ્ધાર્થ છાયા *

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ઘરના ભુવા ને ઘરના ડાકલા!

આપણી હિન્દી ફિલ્મોનો એક ફેમસ ડાયલોગ છે, “અપની ગલી મેં તો કુત્તા ભી શેર હોતા હૈ!” એટલે કે ઘરમાં તો બધા બહાદુર હોય, બહાર જઈને જ્યારે યુદ્ધ કરે અને જીતે કે પછી એટલીસ્ટ લડત આપે તો એને બહાદુર કહેવાય. ભારતીય ક્રિકેટ ટીમ માટે પણ આવુંજ કશુંક કહેવાય છે કે “દેશ મેં શેર, વિદેશ મેં ઢેર”. પણ આ વખતે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં આપણા આ ઘરના શેર કઈક વધુ પડતા અને જે ભવિષ્યમાં તેમને તકલીફ આપી શકે છે એ રીતે પ્રદર્શન કરી રહ્યા છે. ટ્‌વેન્ટી૨૦ અને વનડે સિરીઝ હાર્યા પછી, મ્ઝ્રઝ્રૈંએ કદાચ ટીમ મેનેજમેન્ટની રિક્વેસ્ટથી અત્યારસુધી રમાયેલી ત્રણેય ટેસ્ટમાં સ્પિનરોને ભરપુર મદદ થાય એવી પીચો બનાવી છે. કઈ પીચ કયા પ્રકારની હોય તે હોમ ટીમનો નિર્ણય હોય એટલે નૈતિકતાની દ્રષ્ટિએ આ બિલકુલ ખોટું નથી. પરંતુ જે રીતે આ પીચો પર ભારતના બેટ્‌સમેનો રમ્યા એ જરાય સારૂં ચિત્ર ઉપસ્થિત કરતું નથી.

ભારતમાં ટેસ્ટ સિરીઝ રમાતી હોય અને પહેલાજ દિવસથી બોલ ટર્ન થતો હોય એમાં કોઈજ નવાઈ નથી. પરંતુ નવાઈની વાત એ છે કે ભારતના બેટ્‌સમેનો પણ સ્પિનરો તકલીફમાં મુકાઈ રહ્યા છે. સહેવાગ, દ્રવિડ, સચિન, ગાંગુલી અને લક્ષ્મણના જમાના સુધી વિદેશી ટીમો ભલે સ્પિનરો સામે શરણાગતિ સ્વિકારી લેતી પરંતુ ભારતના બેટ્‌સમેનોએ પહેલી ઇનિંગમાં ૪૦૦, ૫૦૦ અને ઇવન ક્યારેક તો ૬૦૦ રન પણ બનાવ્યા હતા. ટૂંકમાં ટેસ્ટમાં માત્ર એકવાર રમવાનો ઈરાદો રહેતો. પરંતુ વિરાટ કોહલીની અન્ડરમાં રમી રહેલી આ ટીમે આ સિરીઝમાં હજીસુધી એકપણ વાર ૩૦૦નો સ્કોર પાર નથી કરી શકી એ હકિકત છે.

જો ભારતના અશ્વિન, જાડેજા અને મિશ્રા એ ઢગલાબંધ વિકેટો લીધી હોય તો હાર્મર અને ઇમરાન તાહિરે પણ જથ્થાબંધ વિકેટો લીધીજ છે. સ્પિન થતી પીચ પર વિદેશી સ્પિનરોને સાવ અપંગ સાબિત કરી દેતી ભારતીય બેટિંગ લાઈનઅપ શું ખોવાઈ ગઈ છે? છેલ્લી બે સિરીઝ કદાચ આ જ સાબિત કરે છે. શ્રીલંકા સામે પણ ભારતની બેટિંગની આ જ નબળાઈ સામે આવી હતી. આ પાછળ વધુ પડતું વનડે અને ટ્‌વેન્ટી૨૦ રમવું એક કારણ હોઈ શકે, પરંતુ ટેસ્ટમેચની માનસિકતા અલગ હોય છે તો તેને માટે માનસિક રીતે બેટ્‌સમેનોને તૈયાર કેમ ન કરી શકાય? આગળ જે પાંચ મહાન બેટ્‌સમેનોના નામ લીધા એલોકો પણ વનડે ક્રિકેટ તો ભરપુર રમતા જ હતા, પરંતુ જ્યારે ટેસ્ટમેચ રમવાની વાત આવે અને એ પણ ભારતમાં ત્યારે તો એટલીસ્ટ મોટા સ્કોર બનાવતા જ હતા.

જો ઘરમાં સ્પિનરો સામે ચાર પૂર્ણ ઇનિંગ્સમાં એકવાર પણ ૪૦૦નો સ્કોર પાર ન કરી શકાયો હોય તો ફાસ્ટ વિકેટો પર આપણી હાલત કેવી થાય તે વિચારીને જ ધ્રૂજારી છૂટી જાય છે.

૨૮.૧૧.૨૦૧૫, શનિવાર

અમદાવાદ

* સિદ્ધાર્થ છાયા *

સખૈયો

* સ્નેહા પટેલ *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ જહીરટ્ઠરીંજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠ.ૈહ

ફૂલ નહીં - ફૂલની પાંખડી !

સખૈયા- કેમ છે મારા વ્હાલાં? હું થોડો સમય તારાથી દૂર થઈ ગઈ હતી એના માટે માફી માંગું છું, પણ સખા તારાથી દૂર થવા પાછળનું એક કારણ હતું એ તો તું જાણે જ છે ને? તારાથી શું છુપું હોય વળી!

મારા જીવનદાતા - મારા પૂજ્ય પિતાજીનું મૃત્યુ થયું અને હું અંદરથી ભાંગી ગઈ - થોડી હાલી ગઈ. થોડા સમય પહેલાં અચાનક જ તેં મારી માતાને તારી પાસે બોલાવી લીધેલી અને ટૂંકા સમયમાં પિતાજીને. વારૂં હવે બોલાવી જ લીધા છે તો એમનું - એમના આત્માનું ધ્યાન રાખજે, મારી ભલામણોની થોડી લાજ રાખજે. આમ તો હું કદી તારી પાસે કશું માંગવાની ઇચ્છા ના રાખું પણ આ વાત એવી છે કે એમાં મને તારા સિવાય કોઇ જ મદદ ના કરી શકે. મને એ પણ ખબર છે કે એમને એમના કર્મોને યોગ્ય જ ભોગવવું પડશે અને પછી તેઓ કોઇક નવા વાઘા પહેરીને નવો જન્મ લઈને આવશે. વળી મૃત્યુ વિશે - એના પછીની અવસ્થા વિશે મેં જાતજાતનું ને ભાતભાતનું સાંભળ્યાં જ કર્યું છે. કેટલું સાચું - કેટલું ખોટું મને કશું જ નથી ખબર ! જેટલાં માણસો એટલી કલ્પનાઓ હોય, જેને જે ઠીક લાગ્યું હોય - જેના થકી પોતાના દિલને થોડી શાતા મળતી હોય એ વાતોને માન્ય રાખી હોય એવું બની શકે. મને પણ ’આત્મા અમર’વાળી વાત જચી ગઈ અને મારા દિલને સમજાવવા માટે આ બહાનું ઠીક લાગ્યું એટલે માની લીધું બાકી સાચું ખોટું તો તું જાણે !

મૂછમાં હસીશ મા ! મને ખબર છે કે તું શું વિચારે -

એમ જ ને કે, ’એમ તો તેં મને પણ ક્યાં જોયો છે! ફકત મારી કલ્પનાઓ જ કરી છે ને મારા વિશે વિચારી વિચારીને મારી સંગાથે વાતો જ કર્યા કરે છે ને પગલી.’

’સખૈયા, કદાચ તું સાચો હોઇશ - કદાચ ખોટો. પણ હું તને ખૂબ જ ચાહું છું ને મારા પ્રેમમાં આ ’કદાચ’ જેવો શબ્દ મને થોડો ખટકે છે. તું છે કે નથી કે એવા કોઇ જ વિચારોની ઝંઝટમાં હું પડવા નથી માંગતી. મારા માટે તો તું મારો સૌથી અંતરંગ સખૈયો છે બસ, વાત ત્યાં જ પૂર્ણ. અલ્પવિરામ, વિરામચિહ્‌ન જેવું કશું જ ના ખપે - ખપે છે ફકત ને ફકત પૂર્ણવિરામ! કારણ, સખૈયા, હું પ્રેમ કરવા માટે જ જન્મી છું. મારી અંદર અનંત પ્રેમની ગંગા વહે છે એ ગંગા મારે વહાવવી જ પડે - એનું મારી પાસે કોઇ ઓપ્શન જ નથી. હું પ્રેમ ના કરૂં તો કદાચ હું જીવીત નહીં રહી શકું - કદાચ નહીં - ચોકકસ પણે જ! જે ક્ષણો એ ’ફ્લો’ બંધ થાય એ ક્ષણે મારા શ્વાસોછવાસ બંધ થઈ ગયા છે સમજી લેજે!

પ્રેમ કરવાથી મને એક અજબ જોમ મળે છે, અદભુત વાઈબ્રેશન્સ મળે છે. ’પ્રેમ’ ની વ્યાખ્યા કરવા માટે કાયમ શબ્દોની શોધમાં રહેતા લોકો ઘણીવાર મને વામણાં લાગે છે, એમને એક વાર કહેવાનું મન થઈ જાય છે કે, ’ભલા માણસ, પ્રેમને જીવવાનો - જીરવતા શીખવાનું હોય. એના જેવી પ્રચંડ શક્તિને તમે શબ્દોના ખાબોચિયામાં ક્યાં બાંધવા બેસો છો ? એમાં ક્યાં સમય વેડફો છો !

પ્રેમ કરતાં જે અનુભવ થાય એ તો વર્ણવવું શક્ય જ નથી પણ ફૂલ નહીં ને ફૂલની પાંખડી ! એનો સ્પર્શ થાય ત્યારે મારા મનમાં ચોવીસ કલાક મંદ સપ્તકના ઘેરા ઘેરા સૂર વહ્યાં કરે છે, એક અનોખી ચેતના મારા રૂદિયાને, રોમેરોમને પ્રકાશી દે છે, મનના પેટાળમાં સુસુપ્ત અવસ્થામાં વસેલી સર્વ આહલાદક આનંદની વીજળીઓ પળભરમાં ચેતનવંતી થઈને ખિલખિલાટ હસીને બીજીવારના પ્રેમભર્યા અનુભવની રાહ જોતી’ક ને પાછી નિંદ્રામાં પોઢી જાય છે , કોઇ કાનમાં આવીને મહામંત્ર ફૂંકી જાય છે અને હું ઘેલી બનીને એનો જાપ કરતી કરતી મારી મસ્તીમાં મસ્ત બની જઉં છું . મારી દુનિયા ત્યાં જ સ્થગિત થઈ જાય છે. હું કોણ - તું કોણ ને દુનિયા શું - બધું ય ભૂલી જઉં છું. કશું જ યાદ નથી રહેતું ને હું યાદ રાખવું - ભૂલી જવું જેવા વ્યર્થ પ્રયત્નોથી મુકત થઈને ઝૂમ્યા જ કરૂં છું. ચારેકોર હોય છે તો ફકત શૂન્યતા - પરમ શૂન્યતા જ્યાં હું હળ્વી ફૂલ થઈને મોરપિચ્છની જેમ હવામાં તર્યા કરૂં છું, વાંસળીના સૂરની જેમ બજ્યાં કરૂં છું.

હવે અહીં જ અટકવું પડશે સખૈયા - કારણ મારી એ સ્થિતી વર્ણવતા વર્ણવતા હું એ સ્થિતીમાં જ પહોંચી ગઈ અને એને વર્ણવવા માટે હું એ આનંદ જતો કરવા સહેજ પણ તૈયાર નથી, તો આવજે - ટા..ટા...!

મળ્યાં પછી આમ જ !

* સ્નેહા પટેલ *

ર્સ્િીપીંછ

* કાનજી મકવાણા *

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠાુટ્ઠહટ્ઠોદ્બટ્ઠિ૩૪જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ર્સ્િીપીંછ

* કાનજી મકવાણા *

‘ઉપ’સંહાર

* અજય ઉપાધ્યાય *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠોદ્ઘિંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ઓમનીપ્રેઝન્ટ

અંગ્રેજીમાં એક શબ્દ છે ‘ ઓમ્નીપ્રેઝન્ટ ‘ - મતલબ કે એક જ સમયે સદૈવ સઘળે હાજર અર્થાત સાદી ગુજરાતીમાં કહીએ તો અત્ર તત્ર સર્વત્ર ..!!!! પહેલાના જમાનાની તો એકમાત્ર સંજયને બાદ કરતા બીજા કોઈની ખબર નથી પણ હાલના હાઈટેક - એવર કનેક્ટેડ વર્લ્ડમાં આ શબ્દ બરાબર બંધબેસે છે ....યસ ઓમ્નીપ્રેઝન્ટ અને તેનો આજના હાઈટેક વર્લ્ડનો નવો શબ્દ છે ઓલ્વેઝ ઓનલાઈન ...યાની કી એવર કનેક્ટેડ !!! પહેલા ટપાલો લખાતી , એ પહોચતી અને વળતા જવાબમાં ટપાલ આવતી એ વચ્ચે એક આખો યુગ વીતી જતો , કબુતર જાં જા જા કરતા ઉડાડયું હોય એની પાછા આવવાની કોઈ સમયસીમા કે ગેરેંટી હતી નહિ પણ હા તોયે એકબીજા સાથે કનેક્ટેડ રહેવાનો પ્રયાસ તો રહેતો જ . અને રહે જ ને મૂળે તો મનુષ્ય સામાજિક પ્રાણી ખરૂં ને ? પણ હવે ....? ના કબુતર કી ઝંઝટ ના ખતો કે ઇન્તેઝાર ....એક ક્લીક ને ટડીંગ કરતું વછૂટે એક નોટીફીકેશન અને ધડીંગ કરતો પહોચે સંદેશ .....!!! શર્ત એટલી કે હી કે શી શુડ બી ઓનલાઈન ....!!!!

વળી પાછું ઓનલાઈન ...? પણ શું થાય બબુઆ ...આ એવર ગ્રોઈંગ જગતમાં ઓનલાઈન રહેવું જરૂરી જ નહી પણ ફરજીયાત થઇ ગયું છે અને હવે તો એના જરીયા પણ કેટલા બધા છે? ઢગલો સાઈટ્‌સ અને એપ્લીકેશન થી લેસ આ મોર્ડન વર્લ્ડમાં એકબીજા સાથે કનેક્ટેડ રહેવું હવે કબુતર ઉડાડવા જેટલું કે પછી ટપાલીનો ઇન્તેઝાર કરવા જેટલું અઘરૂં કામ નથી . ૬૫ દેશોમાં એકસાથે થયેલા એક સર્વે મુજબ ૭૩% સ્માર્ટફોન ધારકો દિવસમાં અંદાજે ૧૫૦ વાર મેસેજ કે ઈમેલ ચેક કરે છે . એટલું જ નહિ પણ ટેકનોક્રેટો તો ભવિષ્ય ભાખે છે કે ૨૦૨૦ સુધીમાં ખાલી તમે એકલા જ નહિ પણ ફ્રીજ , વોશિંગ મશીન , ટીવી , કાર ,તમારો મેઈન ડોર સહીત ઘણીબધી ચીજો પણ ઓલ્વેઝ ઓનલાઈન થઇ જવાની !!! જગત હાઈટેક થતું જાય છે એમ એમ નાનું થતું જાય છે અને સાથે સાથે સુપર સ્પીડી થતું જાય છે . સમય ક્યાં કોઈ પાસે ? એવા સમયે ભલે થોડી નકારાત્મક અસરો હોવા છતાં પણ ઓલ્વેઝ ઓનલાઈન એ ઉપરવાળાએ આપેલું અમુલ્ય વરદાન સાબિત થઇ રહ્યું છે અને હજુ વધુ થશે પણ ..બશર્તે કે હાવ યુ યુઝ ઈટ !!!

યસ ટેકનોલોજીના મહત્તમ અને આડેધડ ઉપયોગની આડઅસરો પણ છે પણ સો વ્હોટ ? અરે યાર ‘ ક્યા છો ? ‘ પુછ્‌તાની બીજી જ સેકન્ડે જવાબ મળે કે ‘ બસ રસ્તામાં છું ...બે મીનીટમાં પહોચ્યો ‘ અથવા તો ‘ ફલાણી ફલાણી જગ્યાએ છું ‘ તો આવા સમય બચાવો અને સાથે સાથે સ્ટીક માહિતી મેળવવાના ફાયદા સામે થોડો ઘણો ગેરફાયદો થતો હોય તો કુબૂલ હૈ ...કુબૂલ હૈ ..આઈ મીન મંજુર હૈ ...!!! હવે કુંભના મેળામાં માં-બાપથી બાળકો કે ભાઈથી ભાઈ નથી બીછડતા...હવે કપડાના શોરૂમે પાડેલો ( અને પછી સેન્ડેલો ) એક ફોટો કપડાના કલર ને બીજી પસંદગીની અઘરી માથાઝીકથી બચાવી લે છે ....હવે ‘ કેટલા દી થ્યા તને જોયો/જોઈ નથી ‘ એવું કહેવાના દિવસો એક જ વિડીયોકોલીંગની રીંગ વાગતા જ અદ્રશ્ય થઇ જાય છે ....હવે ગમે એ અજાણ્‌યા શહેરમાં પણ એક ઓનલાઈન બડી મળી જાય છે અને એક્ચ્યુલ કરતા આ વર્ચ્યુલ બડી વધુ હેલ્પફુલ થાય છે ....હવે તમારે ઘરે આવ્યા પછી પાછું દુધની થેલીઓ લેવા નથી જવું પડતું ( રસ્તામાં જ શ્રીમતીજી ટડીંગ કરી મુકે છે કે વળતા બે થેલી ગોલ્ડ પકડતા આવજો )...!!!!!

અહી વાત ઓનલાઈન રહેવાની થઇ રહી છે નહિ કે ઓનલાઈન ‘ જ ‘ રહેવાની ....યુ સી આ એક્સ્ટ્રા ‘ જ ‘ માં જ આખી વાતનું પ્લસ છે અને એમાં જ આખી વાતનું છે માઈનસ પણ !!!! વારે વારે સ્ટેટ્‌સ ચેક કરવા કે પછી કામ પડતું મુકીને ટ્‌વીટર પર કલબલાટ કરવો કે પછી જરૂર ના હોય તો પણ વોટ્‌સઅપીયા ફોરવરડોની ફેંકાફેંક કરવી જેવી ઓનલાઈન ક્રિયાઓ આ ‘ જ ‘ અંતર્ગત આવી જાય છે એમ વગર ફૂદડી માર્યે સમજી જવું !!! જરૂરી મેસેજનો ત્વરિત જવાબ આપવો કે ઈમ્પો ઇમેલનો પટ રીપ્લાય આપવો એ જ તો છે ઓલ્વેજ ઓનલાઈનનું મેઈન ટાસ્ક . એક્ચ્યુલી ઓનલાઈન જગત ભારી લલચામણું અને ભ્રામક છે એ તો જેમ જેમ યુઝ કરતા જાવ એમ એમ સમજાતું જાય છે છતાં પણ તમારા ઓનલાઈન સ્ટેટ્‌સ નો સાચો અને યોગ્ય ઉપયોગ કરી જાણો તો હાઈલી કનેક્ટેડ આ ડીજીટલ વર્લ્ડમાં ઓલ્વેઝ ઓનલાઈન રહેવાના ઘણા ફાયદા મેળવી શકો અને વીઝ-એ-વીઝ આપી પણ શકો . બીજાનું ઓનલાઈનનું પેલું ગ્રીન ડોટ જોતા જ મેસેજની પિચકારી ભરીને દોડતા પહેલા વિચારી લેવું કે પિચકારીમાં ભરેલો મેસેજ ખરેખર કેટલો અગત્યનો છે ? ફાલતું અને નકામા સંદેશાઓથી બની શકે કે ઓનલાઈનની લીલી બત્તી રેડ પણ થઇ જાય ....એટલીસ્ટ તમારા માટે જ સ્તો ...!!!!

સવાલ એ નથી કે સતત ઓનલાઈન રહેવું સારૂં છે કે ખરાબ પણ સવાલ એ છે કે ક્યાં અને કેટલું ઓનલાઈન રહેવું ? ના સમજાયું ? સી ...ઓનલાઈન રહેવું અને દેખાવું એ બંનેમાં ફર્ક છે . ઘણા માટે એમ કહેવાય છે કે ઓલ્વેઝ ઓનલાઈન બટ નોટ અવેલેબલ ..!!! સ્માર્ટફોનના જમાનામાં લોગ-આઉટ તો થવાનું આવતું જ નથી , ઈનફેક્ટ ઘણી વાર તો બાય મિસ્ટેક રી-લોગીન કરવાનું આવે તો પાસવર્ડ યાદ કરવો પડે એટલી હદે સૌ સતત લોગ-ઇન રહેલા જ હોય છે પણ આગળ કહ્યું એમ અર્થ વગરનું અને કામ વગરનું સતત ઓનલાઈન દેખાવું એ જ મૂળ છે આ બધી સોશિયલ મીડિયાની સાઈડ ઈફેક્ટનું !!! ( બાય ધ વે ઓનલાઈન હોવું જરૂરી છે અને ફાયદાકારક છે એ હાઈવે પર આજના લેખની ગાડી દોડતી હોવાથી મેં જાણી જોઇને સોશિયલ મીડિયાની સાઈડ ઈફેક્ટસ વાળી કચ્ચી સડકને સાઈડલાઈન કરેલ છે ) !!

ઓનલાઈન હોય પણ અવેલેબલ નાં હોય એવા આપણામાંથી ઘણા બધા હશે . મેસેજો આવ્યા કરતા હોય અને એવું બને કે ઓપન કરીને અછડતી નજરો નખાતી રહેતી હોય પણ શક્ય છે કે કામકાજી જીવોને રીપ્લાય આપવાનો સમય ના પણ હોય એવા સમયે ભલે અવેલેબલ ના હોય પણ એટલીસ્ટ ઓનલાઈન હોવું પણ કામનું છે અને આમ પણ કોઈ સતત ઓનલાઈન હોય તો એનો અર્થ એ નથી કે એ નેટ-એડીકટ છે કેમકે બની શકે કે ઓફીસ કે ધંધાના કોઈ કામ સબબ પણ ઓનલાઈન હોવું જરૂરી હોતું હશે બધા ઓનલાઈન કાઈ ફ્રીમાર્કેટ નથી હોતા ...એટલે બેટર એ છે કે ‘ ઓમનીપ્રેઝન્ટ ‘ જ રહેવું . પેલું કહેવાય છે ને કે ‘ મૈ હું ભી ઔર નહિ ભી ‘...બસ કઈક એવું જ !!!

* અજય ઉપાધ્યાય *

કૌતુક કથા

* હર્ષ પંડયા *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ દ્બટ્ઠહૐછઇ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

બર્બરતાનો આજે ય યાદ રહેતો ચહેરોઃ અત્તિલા-ધ હૂણ

ભાગ-૨

‘હું ગુજરાતી’ ના દિવાળી પહેલાના અંક-૪૧ માં આપણે જોયું,

“અત્તિલા એ રોમનો પાસેથી અઢળક સંપત્તિના બદલામાં ઠંડે કલેજે કત્લેઆમ ચલાવી. વિરોધીઓને ભૂંડે હાલ માર્યા અને એના નામની દહેશત અને ખૌફ, ભડકે બળતા શહેરો સાથે લબકારા મારવા લાગી.”

કોન્સ્ટેન્ટિનોપલના પતન પછી રોમનોએ હૂણો સાથે શાંતિ સંધિ કરી. ત્યાંથી હંગેરીના ઘાસના મેદાનોમાં રહેતા અત્તિલાને ત્યાં રોમન પ્રતિનિધિમંડળ ગયું જેમાં એમના રિપોર્ટર તરીકે પ્રિસકસ નામનો એક ઈતિહાસકાર પણ સાથે હતો. પ્રિસકસના લખાણો અત્તિલાને સમજવા માટે મદદરૂપ થાય છે. હંગેરી પહોંચવાના રસ્તે અત્તિલાએ તબાહ કરેલા શહેરોય ખંડેર ભાસતા હતા. અગાઉ વાત કરેલી એ નાયસસ શહેરમાં રસ્તા પર અને નદી કિનારે મૌતને ઘાટ ઉતારી દેવાયેલા લોકોની ખોપરીઓ અને હાડપિંજરો દેખાતા હતા. વાતાવરણમાં કોઈ પ્રલય આવી ગયા પછીની શાંતિ ડૂસકાં લેતી હતી. અત્તિલા સાથે પ્રથમ પહેલી વાર રૂ-બ-રૂ થનાર પ્રિસકસ નોંધે છે કે અત્તિલાને ત્યાં પથ્થરથી બનાવેલા હમામની સગવડ હતી, જે સામાન્ય રીતે રોમન શહેરોમાં વધુ જોવા મળતી. હૂણોએ રોમન સંસ્કૃતિને બહુ ઝડપથી અપનાવી લીધી હતી એવું પ્રિસકસ નોંધે છે. એક ખૂંખાર સેનાપતિના ચહેરા ઉપર જોવા મળે એવી કરડાકી મિજબાનીમાં સામેલ થયેલા પ્રિસકસને ક્યાંય જોવા મળી નહીં. ઊલટાનું એ એક પ્રેમાળ પિતા અને સજ્જન વ્યક્તિ તરીકે દેખાઈ આવતો હતો. પણ તેમ છતાંય, એ એક સાયકોપેથ(મનોરોગીની કક્ષાનો) ખૂની હતો એ નિર્વિવાદ હકીકત છે. પ્રિસકસના લખાણો અત્તિલાની માનવીય બાજુ રજૂ કરે છે. એમાં અત્તિલા એક નંબરનો દારૂડિયો હતો એવો પણ ઉલ્લેખ છે. સતત નશામાં ચૂર એવો હૂણોનો સરદાર,અપરાધીને એવી સજા દેતો કે લોકોમાં એનો ખૌફ સાંગોપાંગ ઉતરી જતો. અત્તિલાનું એ રૂપ જોઈને લોકોને થતું, સાક્ષાત મૃત્યુને જો કોઈ ચહેરો હોય, તો એ ચહેરો એનો જ હોય.

રોમન સામ્રાજ્યના પૂર્વીય ભૂ-ભાગ પર તબાહી મચાવ્યા પછી ૪૫ વર્ષીય અત્તિલાએ પશ્ચિમી રોમન સામ્રાજ્ય પર ડોળો માંડયો. એ પોતાની સેનાની તાકાત પર મુસ્તાક હતો. ફરીથી એ પશ્ચિમી રોમને ઘમરોળવા સજ્જ હતો. દરમિયાનમાં રોમન સામ્રાજ્ય બે ભાગમાં વહેંચાઈ ચૂક્યું હતું. નવાઈની વાત એ હતી કે અત્તિલાએ મધ્ય યુરોપ સુધી પહોંચવા માટે અવનવા આઇડિયા વાપર્યા હતા. સેનાને ખોરાક મળી રહે એ માટે ઘોડા પર જ એક ખાસ ચાદર બનાવવાં આવી હતી જેની અંદર કાચું માંસ રાખી દેવામાં આવતું. ચાદર પર ઘોડાનું જીન ગોઠવવામાં આવતું જેથી મુસાફરી દરમિયાન લાગતાં થડકારાને લીધે એ માંસ સોફ્ટ બની જતું. ચાદરની અંદરની દીવાલો પર મીઠું લગાવેલું હતું જેથી એ પ્રિઝર્વેટીવ તરીકે કામ કરતું.

યુરોપમાં રહાઇન નદી પાર કરીને મેટ્‌ઝ નામનું ગામ અત્તિલાએ ધ્વસ્ત કર્યું અને વધુ ઊંડે પગ પેસારો કર્યો. ફરીથી ફ્રાંસ પાસે કેટેલોનિયનના મેદાનો પર થનારા જંગનો સમય આવ્યો. આ વખતે રોમન સેનાપતિ એટીયસે જંગી માત્રામાં સૈન્ય એકઠું કર્યું હતું. એટલું જ નહીં, અત્તિલાથી ત્રાસેલા લોકો પણ ત્યાં એકત્ર થયા હતા. રોમન સેનાએ પ્રથમ હુમલો કર્યો. પરંતુ, ગેરીલા હુમલાને બદલે અત્તિલાએ ખુલ્લેઆમ લડવું પડયું. હુમલો કરવા માટે એક પછી એક માનવ મોજાઓ આવતા ગયા અને આ સામસામે લડાઈમાં અત્તિલા અને સામેના પક્ષે ખુવારી પણ થઈ. આ એનું પહેલું એવું યુદ્ધ હતું જેમાં એણે હારનો બિહામણો ચહેરો જોયો હતો. અત્તિલા આ યુદ્ધ હારી ગયો.

એકહથ્થું સત્તામાં માનનારો અત્તિલા બદલાની ભાવનાથી રાતોપીળો થઈ ગયો. એણે નક્કી કર્યું કે રોમને આ યુદ્ધનો બદલો ચૂકવવો પડશે. કાર્થેજના સેનાપતિ હનિબાલની જેમ એણે પણ આલ્પ્સની વિષમ પહાડીઓ ઓળંગી અને ઈટાલી તરફ કૂચ કરી. કથા એવું કહે છે કે એ વખતે પોપે દરમિયાનગીરી કરીને એને પાછો વાળ્યો. પરંતુ, ચાલક અત્તિલાએ એ વખતે યુરોપમાં ફાટી નીકળેલા પ્લેગના રોગચાળાને લીધે પાછા ફરવાનો નિર્ણય લઈ લીધો. યુરોપનો આ પ્રવાસ અઢળક સંપત્તિ લાવનારો સાબિત થયો. ૪૭ વર્ષની ઉંમરમાં કુલ ૧૯ યુદ્ધોમાં એ જીવતો રહ્યો હતો.

ઇ.સ. ૪૫૩. અત્તિલાને હવે થોડો આરામ કરવો હતો. એના લગ્ન કમનીય અને મોહક યુવતી સાથે કરવામાં આવ્યા. લગ્નની રાત્રે દારૂની છોળો વચ્ચે અત્તિલા શાંતિ ચાહતો હતો. આટલી રઝળપાટ અને યુદ્ધોએ એને ઘણી હાડમારી આપી હતી. ચિક્કાર દારૂ પી ને એ એની નવવિવાહિતા પત્ની સાથે એની ઝૂંપડીમાં ગયો જેથી આટલા વર્ષોનો થાક ઉતરી જાય.

પ્રિસકસ નોંધે છે, બીજે દિવસે સવારે અત્તિલાનો મૃતદેહ નાકમાંથી લોહી નીંગળતી હાલતમાં મળી આવ્યો હતો. ચિક્કાર દારૂ, ભયાનક તાણ અને હાડમારીભર્યા જીવને અત્તિલાના લીવરને બહુ નુકસાન પહોંચાડયું હતું. લીવર ફાટી જતાં થયેલા આંતરિક રક્તસ્રાવને લીધે એની શ્વાસનળીના પોલાણમાં જ લોહીનો ભરાવો થયો અને ઉધરસને લીધે બહાર આવેલા લોહીને જોઈને જે આઘાત લાગ્યો; એનાથી એને વધુ તકલીફ પડી અને છેવટે એનું મૃત્યુ થયું. આ એવું જ મૌત હતું, જે એને કાયમ ગમ્યું હતું. લોહીથી છલોછલ.

* હર્ષ પંડયા *

સંજય દ્રષ્ટિ

* સંજય પિઠડીયા *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ જટ્ઠહદ્ઘટ્ઠઅિૈંરટ્ઠઙ્ઘૈટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

દિલ્હી ખરેખર હજી કેટલી દૂર છે?

આઠ વર્ષનો છોકરો - પરશુરામ (હુલામણુ નામ - પારશા) પોતાના દાદા સાથે રહેતો. એક વાર આંખના ડૉક્ટર પાસે સામાન્ય પરામર્શ માટે જાય છે અને ડૉક્ટરને ખબર પડે છે કે છોકરાને નેત્રપટલ (રેટિના)નું કેન્સર છે, જે ફક્ત અને ફક્ત એવા ઓપરેશનથી સારૂં થાય જે કર્યા પછી છોકરો આંધળો બની જશે. પારશા અને એના દાદાને આ વાત કઈ રીતે સમજાવવી એનું ખૂબ જ સુંદર અને અતિસંવેદનશીલ આલેખન કરાયું હતું સંદીપ સાવંતની મરાઠી સિનેમા - ‘શ્વાસ’માં! ૨૦૦૪ માં રજૂ થયેલી આ ફિલ્મે નેશનલ એવોર્ડ તો જીત્યો પરંતુ એ વર્ષે ૭૭મા ઓસ્કર એવોર્ડ માટે પણ ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી. બસ આ જ એ વર્ષ હતું જેણે મરાઠી સિનેમાના રૂંધાઈ ગયેલા ‘શ્વાસ’ને ઓક્સિજન પૂરો પાડયો. ૨૦૦૪ થી ૨૦૧૪નો દસકો મરાઠી સિનેજગત માટે અપ્રતિમ રહ્યો. લગભગ પચાસેક વર્ષ પહેલાં આવેલી સાને ગુરૂજીની વાર્તા પરથી બનેલી મરાઠી ફિલ્મ ‘શ્યામચી આઈ’એ નેશનલ એવોર્ડ જીત્યા બાદ ૨૦૦૪માં મરાઠી ફિલ્મને નેશનલ એવોર્ડનું સદભાગ્ય સાંપડયું. ‘શ્વાસ’ સાથે જ મરાઠી ફિલ્મોનું એક નવું પ્રકરણ શરૂ થયું અને આજ સુધી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આદરપાત્ર ગણાય છે.

બુધી નામની ડોશી મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશના એક નાનકડા ગામમાં રહેતી ગરીબ વિધવા છે. તેનો એકમાત્ર યુવાન પુત્ર વ્યવસાયે ખેડૂત હોય છે અને એક દિવસ આત્મહત્યા કરી લે છે. બુધીના માથે એ વખતે ખરેખર તો આભ તૂટી પડે છે, પણ આ કરૂણાંતિકા તેના જીવનને એક અલગ વળાંક આપી જાય છે. ગામમાં એ જ સમયે એક નેતા આવે છે અને ચૂંટણી વખતેની રૅલી દરમિયાન બુધીને એક હજાર રૂપિયાની નોટ આપે છે. સ્વાભાવિકપણે બુધી આટલા રૂપિયા લઈને નજીકના બજારમાં શોપિંગ કરવા માટે જાય છે પણ નિયતિએ કંઈક જૂદું જ નિરધાર્યું હોય છે. દિગ્દર્શક શ્રીહરિ સાઠેની આ ફિલ્મનું નામ છે - એક હજારાચી નોટ. આ ફિલ્મ એ વર્ષે ગોવામાં યોજાયેલા ૪૫મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ‘ઈન્ટરનેશનલ કોમ્પિટીશન સેક્શન’માં પસંદ થયેલી.

પ્રથમ ફિલ્મ બનાવનાર દાદાસાહેબ ફાળકેએ કેવા સંજોગોમાં ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બનાવેલી એ દર્શાવતી અદભુત ફિલ્મ ‘હરિશ્ચંદ્રાચી ફેક્ટરી’, મરાઠી નિર્દેશક પરેશ મોકાશીએ કોમેડીના સહારે બનાવી. અને એય ભારતીય સિનેમાએ સો વર્ષ પૂરા કર્યા એ જ વર્ષે! આ ફિલ્મ ઓસ્કર એવોર્ડ માટે નોમિનેટ પણ થયેલી. અતુલ કુલકર્ણી (ચાંદની બાર ફેમ) હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી લગભગ છોડીને મરાઠી ઈન્ડસ્ટ્રીમાં જ સક્રિય થઈ ગયો છે. રીતેશ દેશમુખ ભલે મોડેમોડે હિન્દી સિનેજગતમાં નામના મેળવતો થયો છતાં ૨૦૧૩માં તે મરાઠી સિનેમામાં ‘બી.પી.’ (બાલક-પાલક) ફિલ્મનો નિર્માતા બન્યો. ૨૦૧૪માં ‘લય ભારી’ નામની મરાઠી ફિલ્મમાં તેણે એક્ટર તરીકે પદાર્પણ કર્યું. ઉમેશ કુલકર્ણી નામના એક નિર્દેશકની બે ફિલ્મ ‘વળુ’ અને ‘વિહિર’ ખૂબ જ વખણાઈ હતી અને બર્લિન ફિલ્મ ફેસ્ટમાં દર્શાવાઈ ચૂકી છે. તેમની જ નવી ફિલ્મ ‘દેઉળ’ પણ નેશનલ એવોર્ડ જીતી છે. અફલાતૂન સ્ક્રીનપ્લે સાથે ‘ટાઈમપાસ’ અને ‘ટાઈમપાસ-૨’ નામની ફિલ્મો પણ ખૂબ ગાજી અને નિર્માતાઓના ગજવા ભરવામાં સફળ રહી. આ સિવાય ‘ડોંબિવલી ફાસ્ટ’, ‘દુનિયાદારી’, ‘મુંબઈ-પુણે-મુંબઈ’, ‘લોકમાન્ય’, ‘અગં બાઈ..અરેચ્યા’, ‘મી શિવાજી રાજે ભોસલે બોલતોય’ અને બીજી કેટકેટલી મરાઠી ફિલ્મો આવી અને મરાઠી બોક્સઓફિસ પર ધબાધબી બોલાવી ગઈ. હિન્દી સિનેમાના પ્રસિદ્ધ કલાકાર સંજય માંજરેકર પણ હવે લગભગ મરાઠી સિનેમામાં પૂર્ણતઃ કાર્યરત થઈ ગયા છે - તેઓ એક્ટિંગની સાથે મરાઠી ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન પણ કરે છે. મરાઠી સિનેમામાં છેલ્લા દાયકામાં એવા દિગ્દર્શકો પાક્યા જેમણે મરાઠી સિનેમાની શકલ-સૂરત બદલી નાખી. આ ચેન્જ રાતોરાત નથી આવ્યો પણ લાવવા વાળાઓની નવી વિચારધારા અને આંગળીના વેઢે ગણાય એવા કેટલાક યુવાન કલાકારો, નિર્દેશકોનું કંઈક નવું દેખાડવાનું ઝનૂન કામ કરી ગયું.

આવનારા ૮૮મા ઓસ્કર એવોર્ડ માટે ભારતની સત્તાવાર એન્ટ્ર્‌રી તરીકે મરાઠી ફિલ્મ ‘કોર્ટ’ને મોકલવામાં આવી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ભારતમાં નેશનલ એવોર્ડસ અને ‘વેનિસ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં પણ એવોર્ડસ જીતી લીધા છે. કોર્ટમાં થતા નાટકને આ ફિલ્મે બખૂબી દર્શાવીને લોકોના દિલ પણ જીતી લીધા છે. ઑસ્કર એવોર્ડમાં ભારતમાંથી મોકવામાં આવતી ફિલ્મોમાં અત્યાર સુધી (હિન્દી પછી) તામિલ ભાષાની ફિલ્મો સૌથી વધુ મોકલવામાં આવી છે. મરાઠી ફિલ્મો કુલ ત્રણ વાર અને આપણી ગુજરાતી ફિલ્મોમાંથી ફક્ત ૨૦૧૩માં ‘ધ ગુડ રોડ’ પસંદ કરાઈ હતી, પણ તે પસંદગી વિવાદાસ્પદ રહી હતી.

૧૯૩૨માં રજૂ થયેલી પહેલી ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ સાથે આપણી સિનેમાએ પા પા પગલી કરવાનું શરૂ કર્યું. એ જ વર્ષે ‘સતી સાવિત્રી’ અને ‘સંસારલીલા’ ફિલ્મો બની પણ ધાર્મિક ફિલ્મોથી સામાજિક ફિલ્મો તરફ ગુજરાતી ફિલ્મજગતનું પ્રયાણ થયુ સ્વતંત્રતા પછી. ૧૯૪૮માં ‘ગુણસુંદરી’ અને પછી ‘મંગળફેરા’, ‘ગાડાનો બેલ’, ‘કરિયાવર’, ‘સાવકી મા’, ‘રમતારામ’ જેવી ફિલ્મોનો દોર શરૂ થયો. આ ફિલ્મોએ થિયેટરોમાં ધૂમ મચાવી પણ એ સુવર્ણયુગ ૧૯૫૧માં આથમી ગયો. ૧૯૫૫માં ‘મૂળુ માણેક’ અને ૧૯૫૬માં ‘મળેલા જીવ’ આ બંને સુખદ અપવાદ જેવી ફિલ્મોએ જબરજસ્ત સફળતા હાસિલ કરી. ૧૯૬૦ સુધીમાં પાતાળમાં ઘૂસી ગયેલી ગુજરાતી ફિલ્મે બેઠા થવા માટે હિન્દી ફિલ્મોના હીરો-હીરોઈનોનો ટેકો લીધો અને ‘મહેંદી રંગ લાગ્યો’ ફિલ્મ રિલીઝ થઈ અને અત્યંત સફળ પણ થઈ. ૧૯૬૦ થી ૧૯૭૦ના દાયકામાં ‘અખંડ સૌભાગ્યવતી’ (૧૯૬૪), મનુભાઈ ગઢવીની ‘કસુંબીનો રંગ’ (૧૯૬૫), ‘કલાપી’ (૧૯૬૭) અને ‘શ્યામચી આઈ’ પરથી બની ‘મોટી બા’(૧૯૬૮). ૧૯૬૯માં ચુનીલાલ મડિયાની નવલકથા પરથી પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ ‘લીલુડી ધરતી’ બની અને ૧૯૬૯માં ભવાઈકલાને અનન્ય રીતે દર્શાવતી ફિલ્મ ‘બહુરૂપી’ આવી. આ ફિલ્મને ગુજરાત રાજ્યના અનેક એવોર્ડસ મળ્યા પણ ટિકિટબારીએ આ ફિલ્મ પોતાનું રૂપ ન બતાવી શકી. ૧૯૬૯માં સીમાચિહ્‌નરૂપ ફિલ્મ બની કાંતિલાલ રાઠોડની ‘કંકુ’. આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી. ૧૯૭૧માં ‘જેસલ તોરલ’ પછી પ્રાદેશિક ફિલ્મોના નકશે ગુજરાતનું સ્થાન લગભગ નગણ્‌ય થઈ ગયું. જોકે ‘માનવીની ભવાઈ’, ‘દરિયા છોરૂ’, ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ જેવી સારી ફિલ્મો બની હતી પણ કેટલા જોતાં હતાં એ ચર્ચાનો વિષય છે. ૧૯૮૦માં કેતન મહેતા લઈને આવ્યા ખૂબ રસપ્રસ અને સંવેદનશીલ વિષય પર બનેલી ફિલ્મ ‘ભવની ભવાઈ’. આ ફિલ્મે ફરી ગુજરાતનું નામ ઊંચું લાવવાની જંગ છેડી. નેશનલ એવોર્ડસથી નવાજવામાં આવેલી આ ફિલ્મે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કાઠું કાઢ્‌યું. કંઈકેટલા ફિલ્મ મહોત્સવોમાં આ ફિલ્મ દર્શાવવામાં આવી. પણ ગુજરાતી ફિલ્મોના જીર્ણોદ્ધારની પહેલી ઈંટ મૂકનાર આશિષ કક્ક્ડની ફિલ્મ ‘બેટર હાફ’ ૨૦૧૧માં આવી.

ઉચ્ચ સ્તરના ફિલ્મકાર વિનોદ ગણાત્રાએ ‘હારૂન અરૂન’, ‘હેડા હૂડા’ અને ‘લુક્કા છુપ્પી’ જેવી ગુજરાતી ફિલ્મો બનાવેલી. ‘ચિલ્ડરેન્સ સોસાયટી ઑફ ઈન્ડિયા’માટે બનાવેલી આ ફિલ્મો સ-રસ અને સુંદર પણ ચાલી નહીં અને ચલાવવાની ચિંતા પણ કોઈએ ન કરી. હા, ‘હારૂન-અરૂન’ માટે અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડસ જરૂર મળ્યા. એ પછી એક નવજુવાન નૈતિશ શાહે ‘ચાર’ નામની હિન્દી ફિલ્મોની શૈલી જેવી વેગીલી અને આધુનિક ફિલ્મ બનાવી પણ ક્યાં અને કેટલી ચાલી એ કોઈને જાણ નથી. ૨૦૧૨ની ‘વીર હમિરજી’ નામની ઐતિહાસિક ફિલ્મ ઓસ્કરમાં પ્રતિનિધિત્વ કરવા પસંદસૂચિમાં હતી, એ વાત માનવી પડે.

૨૦૧૨થી અચાનક ગુજરાતી ફિલ્મે કરવટ બદલી છે. ગુજરાતી સિનેમાએ છેલ્લા ૩-૪ વર્ષથી જે મિજાજ બદલ્યો છે એ કાબિલ-એ-તારિફ છે. ‘કેવી રીતે જઈશ’થી શરૂ થયેલી આ આધુનિક ફિલ્મોની વણઝારમાં ‘સપ્તપદી’, ‘ધ ગુડ રોડ’, ‘આપણે તો ધીરૂભાઈ’, ‘બે યાર’, ‘પ્રેમજી’, ‘બસ એક ચાન્સ’, ‘ઓટો-લાઈફ ઓફ રમલી રિક્ષાવાળી’, ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’, અને લેટેસ્ટ ઉમેરો થયો છે ‘છેલ્લો દિવસ’નો. હજુ તો ‘વિટામીન શી’, ‘પાઘડી’ અને ‘રોમાન્સ કોમ્પ્લીકેટેડ’ આવી રહી છે. હજુ પણ વીણેલી ફિલ્મોને છોડી બાકીની ગુજરાતી ફિલ્મો ને મલ્ટીપ્લેક્સ પ્રાઈમટાઈમ શોઝ નથી આપી રહ્યા એ દુઃખની વાત છે. પણ મસ્ત વાત એ છે કે ગુજરાતી ફિલ્મોની પ્રોડક્શન વેલ્યુ, સ્ક્રીપ્ટ, લોકેશન્સ, કેમેરાવર્ક સુધરી રહ્યું છે.

મુદ્દાની વાત એ છે કે દર વર્ષે મિનિસ્ટ્રી ઑફ ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા યોજાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કે છેલ્લા એક દાયકામાં (‘ધ ગુડ રોડ’ને અપવાદ ગણતા) કોઈપણ સેક્શનમાં ગુજરાતી ફિલ્મ પ્રદર્શિત થઈ નથી. ગુજરાતી ફિલ્મોમાં આ પ્રકારની સાર્થક સિનેમાની વાત કરીએ ત્યારે ‘ભવની ભવાઈ’ કે ‘કંકુ’ પર વાત આવીને અટકી જાય. શું આપણી પાસે એવું કૌશલ્ય કે પ્રતિભા નથી? શું આપણી પાસે એવા કલાકારો નથી? શું આપણે લોકો ઈનોવેટીવ વિચારી શકતા નથી? લોજિંગ-બોર્ડીંગ સાથે સરખાવવામાં આવતા ઉતારા ને મેડીયુંના મોલમાંથી બહાર ડોકાઈને નજર કરીએ તો આપણે પણ મરાઠી સિનેમા જેવા એક નહીં અનેક દસકાઓ લાવી શકીએ. હિન્દી ફિલ્મોમાં કેટલાયે કલાકારો (ખાસ કરીને હીરોઈનો) તામિલ-તેલુગુ-કન્નડ-મલયાલમ ફિલ્મોમાં ભાષા ન આવડતી હોય છતાંય અભિનય કરી જાય છે અને ફિલ્મોને તબલાતોડ સફળતા અપાવે છે. ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા માટે કોઈ સ્પેશિયલ ડીગ્રીની જરૂર છે? સંજય માંજરેકર અને રીતેશ દેશમુખની જેમ આપણા પોતાના જ ગુજરાતીઓ હિન્દી ફિલ્મોમાં કામ કરવાની સાથે ગુજરાતી ફિલ્મોને પણ કેમ પોંખતા નથી? ‘પંખીડા રે ઊડી જાજો’(કેવી રીતે જઈશ?) અને ‘મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે’ (બસ એક ચાન્સ)ના રિમિક્સ જેવા ગીતોની વધુ જરૂર છે. જો સંજય લીલા ભણસાલી રાષ્ટ્રીય શાયર મેઘાણીના ગીત ‘મોર બની થનગાટ કરે’ અને જૂનું લોકગીત ‘લીલી લેંબડી રે, લીલો નાગરવેલનો છોડ’ જેવા ગીતોને અર્બન લૂક આપીને લોકો સામે રજૂ કરીને નેશનલ લેવલ પર હિન્દીસિનેમામાં ડંકો વગાડી શકે છે તો આપણા જ ગીતોને આપણી જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રિમિક્સ કરીને કેમ હીટ ન બનાવી શકાય? ‘ભાઈ-ભાઈ’અને ‘ભલા મોરી રામા’ની ટ્રેડિશનલ લૂકને જેમ અરવિંદ વેગડા ડિ.જે. સાથે ભેળવીને એડિશનલ સુખ આપે છે એવું બીજા સંગીતકારો કેમ નથી કરી શકતાં? એ વાતની ના નથી કે શરૂઆત થઈ ગઈ છે. પણ સવાલ હજી એ જ છે કે દિલ્હી ખરેખર કેટલી દૂર છે?

પડઘોઃ

સવાલઃ આપ મુંબઈમાં જ્યાં ફિલ્મ મેકિંગનો કોર્સ કરતા હતા ત્યાં અનેક સ્ટેટમાંથી લોકો આવતા હશે, અનેક ભાષાની ફિલ્મની વાતો થતી હશે. ત્યાં ગુજરાતી ફિલ્મો વિશે કેવી વાતો થતી હતી?

જવાબઃ બહુ સારો સવાલ છે આપનો. મુંબઈમાં બીજી કોઈ ભાષાની ફિલ્મની વાત થાય તો એકાદ વર્ષ કે છ મહિના પહેલાં આવેલી શ્રેષ્ઠ ફિલ્મોની વાત થતી અને ગુજરાતી ફિલ્મની વાત નીકળે તો હજુ ત્રીસ-ચાલીસ વર્ષ જૂની ‘ભવની ભવાઈ’ની જ ચર્ચા થતી. ‘ભવની ભવાઈ’ ઓલ ટાઇમ ગ્રેટ છે એ વાતમાં બે મત નથી. પણ એ પછીના સર્જકોની ફિલ્મોની ચર્ચા જ ના થાય એ મને ના ગમ્યું. એ ઘટનાએ જ મારી ગુજરાતી ફિલ્મ બનાવવાની ધગશને વધુ પ્રગટાવી. એટલે જ કદાચ મારી પ્રેરણાને ગતિ મળી.

(સાધના સાપ્તાહિકના એક ઈન્ટરવ્યુમાં ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ના સર્જક અભિષેક જૈનના શબ્દો)

* સંજય પિઠડીયા *

મસ્ત રીડ

* ભૂમિકા દેસાઈ શાહ *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ હ્વરેદ્બૈાટ્ઠજરટ્ઠર૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

પ્યાર- બક્ષી ઇસ્ટાઈલમાં

પ્યાર, ઈશ્ક, મહોબ્બત-આ શબ્દો પર નાના છોકરાથી શરૂ કરીને સો વર્ષના વડીલ સુધી સૌ કોઈ નિબંધ લખી શકે. આ એક લાગણી એવી છે કે જેના માટે અઢળક લખાયું છે અને તો પણ એના વિષે એટલીજ જીજ્ઞાસા-કન્ફયુઝન અને ગેરમાન્યતાઓ છે. આપણે સૌએ માં-બાપના પ્રેમથી શરૂ કરીને ટીનએજનાં ક્રશ, પહેલા પ્રેમ,લગ્નના વહેમ સુધીનાં પ્રેમના લગભગ બધા જ રંગ જોયા અને જીવ્યા છે. છતાં પ્રેમ એટલે શું-એ પ્રશ્ન અંગેની ગુંચવણ શાશ્વત રહે છે!

આ લખનાર પણ આપ સૌની જેમ આ પ્રેમનાં અઢળક રંગોને જીવી ચુકી છે અને છતાં પ્રેમની આ લાગણી કૈક ખૂટતી-શોધતી રહી છે. આ શોધ-ખોળમાં જ "પ્રેમ"નાં આ મુલાયમ શબ્દને અનાયાસે મળે છે કેટલીક ખરબચડી-રૂક્ષ છતાં સત્ય પરિભાષાઓ..

કઈ રીતે?

વિખ્યાત અને આપણા સૌનાં માનીતા-પ્યારા ચંદ્રકાંત બક્ષી સિવાય સત્યને સફેદ અને ખુલ્લું કોણ લખી શકે?

પ્યારની આ પરિભાષા મને સમજાવી ચંદ્રકાંત બક્ષીનાં વાર્તા-સંગ્રહ "પ્યાર"એ.

લવ અને લસ્ટમાં અટવાઈને ભ્રષ્ટ પ્રેમને ચંદ્રકાંત બક્ષીની એક એક વાર્તા નવજીવન અને હુંફ આપે છે-નવી કુંપળો ખીલાવીને નવ-પલ્લિત થવા માટે.

કઈ રીતે?

આવો ચાલીએ ચંદ્રકાંત બક્ષી ઈસ્ટાઈલ "પ્યાર"નાં રસ્તા પર, થોડી પળો માટે...

***

એક પુરૂષને ભલે ભૂતકાળ-વર્તમાનકાળ-ભવિષ્યકાળ રંગીન હોય પણ જ્યારે એક સ્ત્રીને ભૂતકાળ હોય ત્યારે શું?

મૃતઃ પ્રેમી વિરેન્દ્રનાં પ્રેમને જીવીને આજીવન કુંવારી રહેવા દ્રઢનિશ્ચિત શીલાની જિંદગીમાં જ્યારે વિરૂથી તદ્દન વિપરીત પ્રકારનો છતાં પરાણે પ્રેમમાં પાડીદે એવો પુરૂષ-દિલીપ આવે છે ત્યારે...

ભૂતકાળના પડછાયા અંદર દબાવીને વર્તમાનને પ્રમાણિકતા અને પ્રેમથી જીવતી શીલા માટે પ્રેમ એટલે શું?

વીરૂની યાદો છુપાવીને એને ચાહતા રહેવું કે પછી દિલીપના પ્રેમના પડઘામાં વીરૂની હુંફ ઓગાળવી?

પતિને "જાનવર" કહીને બાથમાં લઇ લેતી શીલાની દિલીપ અને વિરેન્દ્ર બંને માટેની લાગણીઓ એટલે પ્યાર?

***

નિરેન, એક મિડલ ક્લાસી શિક્ષિત પરિવારનો કોન્વેન્ટીયો દીકરો.

સ્કુલની બહાર બેસતા ટેક્સી ડરાઈવર શિવાજી સાથે અનાયાસે નિરેનને દોસ્તીના તાર બંધાઈ જાય છે.

એક બાળક અને એક ટેક્સી ડરાઈવર શું વાત કરતા હશે? શું એમની દોસ્તીને પણ પ્યાર કહેવાય?

નિર્દોષ બાળકની લાગણીઓ માં રૂક્ષ એકલવાયો શિવાજી પણ બંધાઈ જાય છે..

ભણેલા-ગણેલા-નોકરીયાત અને વ્યસ્ત માં-બાપ નિરેનને ટેક્સીડરાઈવરની સોબત-દોસ્તી અંગે ટોકે છે, પણ દોસ્તી પણ એક પ્યાર છે.

શું થાય છે જ્યારે નાનકડો નિર્દોષ નિરેન શિવજીની ટેક્સી સાથે અકસ્માતે ટકરાઈ જાય છે?

મોટાઓની આ વેર-ઝેર-રાગ-દ્વેષ-શંકા-અવિશ્વાસ ભરી દુનિયામાં નિરેનની દોસ્તીના પ્રેમની વાર્તા.. એટલે પુરા પ્યારની -અધુરી વાત!

***

એક પ્રેમ અને એક પ્રેમિકા.. એક બગીચો અને એક બુઢ્‌ઢો ચોકીદાર.

થોડા ગુલાબનાં છોડવાઓ વચ્ચે પાંગરતો મુફલીસ પ્રેમ.

ચોકીદારની સાક્ષીએ લેવાતા સૌગંધ અને એની હાજરી પૂરતા ચોકીદાર દ્વારા અપાતા બે ગુલાબ.

પ્રેમ-લગ્ન-ખાધું પીધું અને રાજ કર્યું?

જી નાં, લગ્ન બાદ પત્ની બનેલી પ્રેમિકાને ડીલીવરી દરમ્યાન થતો લકવો અને એ લાચારી અને જવાબદારીનાં તાપમાં હવા થતો પતિ કમ પ્રેમીનો પ્યાર!

હોસ્પીટલના બિછાને સુતેલી લકવા ગ્રસ્ત પત્ની અને બાળકને મુકીને એ બુઢા ચોકીદાર(કે જેણે આ પ્રેમને લગ્નમાં પરિણમવામાં સાક્ષી આપી છે...)ને મળવા જતો વ્યગ્ર પતિ..

ચોકીદારની ઝુપડીમાં મૃત ચોકીદારની દીકરી દ્વારા કરાતી -પોતાના પિતાની પોતાની આજીવન લકવા ગ્રસ્ત રહેલી પત્ની માટે જીવેલા પ્યારની કહાની...

અને બે મોટ્ટા ગુલ્લાબ લઈને હોસ્પિટલ પાછો ફરતો પ્રેમી-પતિ-પિતા...

પ્યાર એટલે સ્વીકાર અને કાળજી..

***

ટ્રેનનાં અજાણ્‌યા કમ્પાર્ટમેન્ટમાં અનાયાસે મળી જતા પાત્રીસી વટાવી ચુકેલા અજાણ્‌યા સ્ત્રી અને પુરૂષ...

લાંબી સફર, ઓછા મુસાફરો...

વીતતી જતી રાત સાથે ગરમાતા વાતોના વડા અને ઉકેલાતા સંબંધોના કોયડા.

સ્ત્રીએ કહેલી પોતાની દાસ્તાન કે જેમાં ઉંમરના આ પડાવ પર પણ અપરિણીત હોવાનો લગીરે અફસોસ નહિ... પોતાના આજ સુધીના નિષ્ફળ-અફેર્સને ખેલદિલીથી શેર કરતી અને માત્ર પરણી કાઢવા માટે લગ્ન કરવાનો નનૈયો ભરતી એ ગરવી સ્ત્રી.. જેને મન જીવન એ અનુભવો છે, અનુભવો એ જીવેલા સંબંધો છે અને દરેક સંબંધની એની ગરિમા છે-સફળતા-નિષ્ફળતાની પર. અને જ્યાં સુધી સાચો પ્યારનાં અનુભવાય ત્યાં સુધી આ સફર ખુશીથી ખેડી લેવાની તમન્ના પણ!

અને એ અજાણ્‌યા પુરૂષની વાર્તા?

એક સરેરાશ પત્નીને ભરપુર ચાહવું. માતા નાં બની શકનાર પત્નીને પડખેને પડખે રહેવું. સંબંધીના બાળકને દત્તક લઈને અધુરો સંબંધ પૂરો કરવાના વ્યર્થ પ્રયાસમાં લાગણીઓથી વધુ બુઠઠા થવું.. દત્તક બાળકને અસલ માં-બાપને પાછા આપવાની મજબૂરીની સામે એકબીજાને ટેકો આપવો. અને સહ-જીવનના બીજા દસકે પણ સરેરાશ અને સાધારણ એવી પત્નીને એજ ઉત્કટતાથી ચાહવી-જાણે સાદગીમાં સમેટેલો પ્રેમનો પાલવ... - આજીવન જીવેલું એક પ્યાર-ભર્યું અફેર!

***

રમજાનનો ઠંડીમાં ઠુંઠવાઈને મારી જતો પ્યાર, માલદાર શેઠનો બોટલ માટેનો પ્યાર, સ્કુલની એક ભોળી બાળકીને મોંઘી પેન ચોરી કરવા પ્રેરતો પ્યાર, એક વૈશ્યાનો શરીરથી ઉપરવટ જતો પ્યાર, પોતાની પત્નીનું ખૂન કરતા ડોક્ટર પતિનો પ્યાર- પ્યારના સફેદ થી લઈને કળા રંગની વચ્ચેના બધા જ શેડસને આબાદ ઝીલી લેતો વાર્તા સંગર્હ એટલે- ચંદ્રકાંત બક્ષી લિખિત "પ્યાર".

લાવલા-લવલીના વેવલાવેડા નહિ પણ આકરી અને નિર્વસ્ત્ર લાગણીઓનું આલેખન કરવામાં કદાચ ચંદ્રકાંત બક્ષીને કોઈ નાં જ પહોંચી શકે.

આજના બોલીવુડીયા "પ્યાર"નાં જમાનામાં અસલ પ્યારની લાગણીઓના બધા રંગો માનવા અચૂક વાંચવા અને વસાવવા જેવો વાર્તા સંગ્રહ એટલે- "પ્યાર".

* ભૂમિકા દેસાઈ શાહ *

બોલીસોફી

* સિદ્ધાર્થ છાયા *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

‘સાહેબ’ - નાનો પણ રાઈનો દાણો

એક જમાનો સંયુક્ત કુટુંબનો જમાનો હતો. આજના ફાસ્ટ પિરીયડમાં સંયુક્ત કુટુંબની જગ્યા વિભક્ત કુટુંબે લઇ લીધી છે. આમ થવું સારૂં છે કે ખરાબ તેની ચર્ચામાં આપણે બિલકુલ નહીં ઉતરીએ કારણકે આ ચર્ચા લાંબી છે અને બંને તરફનો અનુભવ માંગી લે તેવી છે. પરંતુ સંયુક્ત કુટુંબનો એક મોટો ફાયદો જરૂર હતો કે અહિયાં કાયમ ઘી ના ઠામમાં ઘી પડી રહેતું હતું. ઘરમાં બે-ત્રણ ભાઈઓ હોય અને બહેનો હોય. ઘણીવારતો કાકા કે મામાનું એકાદ બે સંતાન ઘેરે ભણવા માટે રહેતું હોય. આમાંથી કોઈને પણ કોઈજાતની તકલીફ પડે તો પરિવાર સાથે મળીને તેને ઢાંકી દેતો અને ટેકો પણ કરી દેતો. દરેક ભાઈ-બહેનમાંથી, ખાસકરીને તો ભાઈને નોકરી ન હોય કે નોકરી હોય અને અચાનક ચાલી જાય એવા સંજોગોમાં તેને બે સમયની દાળ-રોટીની ફિકર નહોતી રહેતી. એવું નહોતું કે અહીં બધું સારૂંસારૂંજ રહેતું,પરંતુ મતભેદના સમયે વડિલો તેમાં મહત્ત્વનો રોલ ભજવતા અને છેલ્લે... ઘી ના ઠામમાં ઘી પડયું રહેતું.

પરંતુ આવા મોટાભાગના કુટુંબમાં સૌથી નાનો ભાઈ સૌનો લાડકો હોય અને ઘણીવાર મોટાભાઈઓ ના ગુસ્સા અને હતાશાનું કારણ પણ હોય. લાડકો એટલે કે પોતાની મસ્તી-મજાક દ્વારા ઘરનું વાતાવરણ હળવું રાખે અને ગુસ્સો અને હતાશા એટલે કે ભાઈઓ ભયંકર મહેનત કરીને માંડમાંડ ઘર ચલાવતા હોય પણ નાનો તેની જિંદગીને સિરિયસલી ન લઈને નોકરી કરવા જવાનું નામ જ ન લેતો હોય એટલે મોટાભાઈઓ માટે તે બોજારૂપ હોય એવું બનતું. પરંતુ ઘણીવાર કુટુંબનું આ જ ‘બ્લેક શીપ’ કુટુંબ પર અચાનક આવી પડેલી તકલીફને દુર કરવામાં એકમાત્ર રોલ ભજવતો. આ જ પ્રકારની અને આપણી આસપાસની કહાણી ૧૯૮૫માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સાહેબ’ એ કરી હતી. અનિલ ગાંગુલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ચાર ભાઈઓ, ત્રણ ભાભીઓ અને એક બહેનનું સંયુક્ત કુટુંબ દેખાડવામાં આવ્યું હતું. ઘરના કેપ્ટન તરીકે બદ્રીપ્રસાદ શર્મા એટલેકે ઉત્પલ દત્ત હતા. સૌથી નાનો ભાઈ સુનિલ જેને ઘરમાં લાડથી ‘સાહેબ’ કહીને બોલાવાતો એ આ ઘરનું ‘બ્લેક શીપ’ હતો.

ત્રણ ભાઈઓ પોતપોતાની રીતે નોકરી કરીને, મહેનત કરીને ઘર ચલાવતા. બદ્રીપ્રસાદ નિવૃત્ત જીવન ગાળતા અને એમની એફડી ના વ્યાજ વગેરેથી ઘરમાં પોતાનાથી થઇ શકે તેટલું આર્થિક પ્રદાન પણ કરતા. પણ સાહેબ હજી કોલેજમાં ભણતો હોવા છતાં સ્ટડી પ્રત્યે જરાય સીરીયસ નહોતો. સાહેબને તો ફૂટબોલ રમવું હતું અને એ પણ ગોલકિપર બનીને. હા કોલેજની ટીમમાં સાહેબનું ઘણું માન હતું, પરંતુ બદ્રીપ્રસાદની નજરમાં ગોલકિપરનું એક ટકા જેટલું પણ મહત્ત્વ નહોતું. બદ્રીપ્રસાદ એમ માનતા કે જ્યારે બાકીના ખેલાડીઓ મહેનત કરીને ગોલ કરે ત્યારે આ ગોલકિપર આખી મેચમાં ખાલી ઉભો રહે. પણ બદ્રીપ્રસાદ તેમની એકની એક પુત્રી ગીતા ઉર્ફે બુલ્ટીના લગ્ન નક્કી કરે છે. લગ્નતો નક્કી થઇ જાય છે પણ તેને માટે પચાસ હજાર રૂપિયાનો થનારો ખર્ચો ક્યાંથી લાવશે તે ચિંતા હવે બદ્રીપ્રસાદને સતત રહ્યા કરે છે.

ત્રણેય કમાઉ ભાઈઓ પોતાનાથી શક્ય હશે એટલુંજ એટલેકે સાવ ઓછું પ્રદાન કરી શક્શે એમ કહીને લગભગ હાથ ઊંચા કરી દે છે. સાહેબ પાસેથી બદ્રીપ્રસાદને કોઈજ આશા નહોતી. પણ અચાનક એક દિવસ સાહેબને બદ્રીપ્રસાદની તકલીફનો ખ્યાલ આવી જાય છે કારણકે તેમણે એક કિડનીની જરૂરિયાતવાળી જાહેરાત પર માર્કિંગ કરી દીધું હોય છે. સાહેબ પોતાના પિતાની ઉંમરને જોતા અને પોતે પરિવારના કોઈ કામમાં આવી શકે એમ વિચારીને પિતા કરતાં વહેલા એસ પી સિન્હા પાસે હોસ્પિટલ જતો રહે છે. સિન્હાના નાના પુત્રને કિડનીની સખત જરૂર હોય છે. સાહેબ સિન્હા પાસે બહેનના લગ્ન માટે જરૂરી પચાસ હજાર રૂપિયા માંગે છે. સિન્હા સાહેબના આ કુટુંબ પ્રેમથી ગદગદ થઈને તેને માત્ર જરૂરી રકમ જ નહીં પરંતુ તેમની કંપનીમાં ઊંચા હોદ્દે નોકરી પણ અપાવે છે. છેવટે બદ્રીપ્રસાદને સાહેબની કિંમત સમજાય છે. જે સાહેબને તે નકામો ગણતા હતા આજે તેણેજ ખરેખરી જિંદગીમાં એક ગોલકિપર બનીને તેમના કુટુંબ સામે થનારા ગોલને બચાવી લીધો હતો.

ફિલ્મ ભલે એક કુટુંબ પર આવતી મુસીબતો માટે કોઈએ આપેલા બલિદાનની વાત કરતી હોય, પરંતુ અહીં એક મોટો મેસેજ એ છે કે કોઇપણ વ્યક્તિનું મહત્ત્વ ઓછું ન આંકો. સમય અને સંજોગો જ્યારે એકસાથે કામ કરવા લાગશે ત્યારે એજ નકામી ગણાતી વ્યક્તિ તમારા ખુબ કામમાં આવશે. સમાજમાં પણ ખાસ કરીને આવી રીતે બેકાર બેઠેલા કે પછી નાના તપકાના લોકો આપણા શું કામમાં આવશે એમ વિચારીને આપણે તેમને જરાય મહત્ત્વ આપતા નથી. પરંતુ જ્યારે ઉનાળાની કાળી ગરમીમાં અચાનકજ ઘરનો મેઈન ફ્યુઝ ઉડી જાય ત્યારે ઘરની નજીકજ રહેતો અને નાનું મોટું ઈલેક્ટ્રીકનું કામ કરતો વ્યક્તિજ ભગવાન બનીને તમારા ઘરનો ફ્યુઝ ઠીક કરી દેશે. ઈમરજન્સીમાં ઘરથી થોડેક દુર આવેલા ઝુંપડામાં રહેતો રિક્ષાવાળોજ તમને તરતજ હોસ્પિટલ કે એસટી બસસ્ટેન્ડ કે પછી રેલ્વે સ્ટેશને અડધી રાત્રે પણ પહોંચાડી દેશે. ઘરમાં પણ ટીનેજમાં પહોંચેલા બાળકોને “આ તારૂં કામ નહીં, તને નહીં ફાવે” એમ ન કહેતાં તે શું કરી શકે છે એ જોવા એને એક પ્રયાસ કરવા દેવામાં શું વાંધો? આમ કોઇપણ વ્યક્તિની ક્ષમતાને ઓછી ન આંકતા એને એકવાર તો આપણી જરૂરિયાત વખતે કોશિશ તો કરવા દેવાની છૂટ આપવીજ જોઈએ.

ઘરમાં બનતી દાળમાં બધાંજ મસાલા નાખવામાં આવે, પરંતુ જ્યાં સુધી પેલી નાનકડી રાઈ એમાં ન પડે અને અંદર પડયા પછી ન ફૂટે ત્યાંસુધી દાળનો સ્વાદ પૂરો નથી થતો, એમ કોઇપણ વ્યક્તિ નાની કે નકામી નથી હોતી, બસ તેનો સમય આવે ત્યારેજ તે ‘સાહેબ’ બનીને તેનું જૌહર દેખાડતી હોય છે.

૨૫.૧૧.૨૦૧૫, બુધવાર

અમદાવાદ

* સિદ્ધાર્થ છાયા *

લઘરી વાતો

* વ્યવસ્થિત લઘર-વઘર અમદાવાદી *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ગુજરાતી ચલચિત્ર ‘’ કાળજે કોરાણો મારો બોન્ડ સાયબો ‘’

હમણા આવેલા મુવી જીઁઈઝ્રનઈ મુવી માં કિસિગ આટલો લાંબો કેમ છે એ અંગે સેન્સર બોર્ડ ને વાધો પડયો અને તેમણે કિસિગ સીન ની લંબાઈ બે બલાન છોટી કરદો અથવા તો ડીલીટ કરી દો નાં આદેશ આપી મુવી ભારતમાં રીલીઝ કરવા દીધું. પણ દરેક મુવી ની શરૂઆત માં આવતો બીડી સિગરેટ નો ધુમાડો દરેક વખતે મુવી જોવા જતા લોકો ને કર્ક રોગ નહિ થતો હોય એ અંગે સેન્સર બોર્ડે એ ક્યારેય પગલા નથી લીધા એ બાબત નું મને હંમેશા દુખ રહેવાનું . મુકેશ ને ખાસતો જોઈ ઘણા ને એ.સી માં બેઠા બેઠા ખાસી આવી જાય છે એ બાબતે ક્યારેય કોઈ પગલા લેવાતા નથી .

હવે વિચારો આ આખું જેમ્સ બોન્ડ નું મુવી ગુજરાતમાં બન્યું હોય અથવા તો જેમ્સ બોન્ડ પોતે ગુજરાતી બતાયો હોય તો કેવી પરિસ્થિતિ ઉતપન્ન થાય? પહેલા તો આખા મુવી નું બજેટ ઓછું થઇ જાય અને જેમ્સ બોન્ડ ઓમેગા ની ઘડિયાળ ની જગ્યાએ મેક્સિમા ની રૂ. ૩૨૦ ની જેની જોડે એક સેલ ફ્રી વાળી વોટર પૃફ કાંડા ઘડિયાળ પેહરીને ફરતો થઇ જાય. જેમ્સ બોન્ડ મોટા ભાગે સુટ બુટ માં જ જોવા મળે પણ હવે ગુજરાતી મુવી હોવાથી સુટ બુટ પેહરે તો ગુજરાતી મુવી જેવું લાગે જ નહિ એટલે કેડિયું અને કમરે દુપટો બાંધીને ફરવું પડે. આટલુંજ નહીં પણ મોટા ભાગના ગેજેટ કમરે બાંધેલા દુપટામાજ છુપાવા પડે. જેમ્સ બોન્ડ ખાતા પિતા ઘરનો અને સુખી બતાવો પડે એટલે કાર પણ નાનકડી નાં ચાલે નહિતો જેમ્સ બોન્ડ કારની અંદર ઘુસતા જ ફસાઈ જાય.

જેમ્સ બોન્ડ મુવી નાં ટાઈટલ ટ્રેક પણ ચેન્જ કરવા પડે ટેકનેક ટેક્નેક ના ચાલે સાથે કોઈ ગરબા સાથે મુવી શરૂ થવું જોઈએ જેથી નવરાત્રી દરમિયાન ગરબા વગાડી મુવી ની કમાણી વધારી શકાય. કદાચ મુવી ની કમાણી કરતા ગરબા નાં રાઈટ્‌સ વેચી ને વધારે કમાણી થઇ જાય. જીઁઈઝ્રનઈ જેવું અઘરા નામ વાળું મુવી પણ નાં ચાલે, થોડો પ્રેમ થોડું વેર નાખવું પડે જેમકે ‘’ કાળજે કોરાણો મારો બોન્ડ સાયબો ‘’ જેવું કઈક નામ રાખવું પડે. સ્અ દ્ગટ્ઠદ્બી ૈજ ર્મ્હઙ્ઘ ત્નટ્ઠદ્બીજ ર્મ્હઙ્ઘ આ ડાયલોગ પણ થોડો લાંબો કરવો પડે તો જ ગુજરાતી મુવીમાં ઉઠાવ આપે. હું કોણ? વટનો કટકો! મારૂં નામ ગામના પાદરે જઈ ને કોઈને પણ પૂછી જો દરેક જણ કેહ્‌શે કે આખા ગામમાં એક જ છે એ નામ છે જેમ્સ બોન્ડ!!.

જેમ્સ બોન્ડ ના એક્શન સીન પણ ચેન્જ થઇ જાય એક્શન ઓછી અને ડાયલોગ બાજી વધારે થઈ જશે. ગુંડા નાં અડડા પર પહોચી જેમ્સ બોન્ડ એને ખુફિયા હથિયારો થી નહિ પણ ડાયલોગ થી લલકારશે કે “જેની માએ સવા શેર સુંઠ ખાધી હોય એ બહાર આવે.” એક્શન સીનમાં પણ લકઝુરિયસ કાર અને ચેઝ ની જગ્યાએ બેઘડા અને ગોડાઉન નું લોકેશન જયા સસ્તા ગુંડા તોડાફોડ કરીને ખોટી ગુંલાટો ખાઈ ને પડી શકે. કોઈક વખત જેમ્સ બોન્ડ પાણી માં પડી જાય તો પણ કેમેરો એની કાંડા ઘડિયાળ પર ફોકસ થાય કે ઘડિયાળ ને કઈ નથી થયું મેક્સીમાં વોચ વોટરપ્રૂફ જેથી અમુક ફંડ મેક્સીમાં ઘડિયાળ વાળા જોડે થી પણ ઉઘારાવી શકાય.

બોન્ડ મુવી ની હિરોઈન સેક્સી ઓછા કપડા વાળી અને સ્ટાઈલીસ્ટ હોય છે એક્સપોઝ કરતા જરાય શરમ નાં આવે એવી હોય છે અહી થોડુક અલગ કરવું પડે નહિ તો સેન્સર બોર્ડ આપડું મુવી પાસ નાં કરે. હિરોઈન ને એકાદ સીનમાં સ્કર્ટ અને ટોપ પેહરેલી બતાવાની અને કેહવડાવાનું મને તો શરમ આવે છે એમ કહી આખી મુવી માં સાડીમાં અને ડરેસ માં જ ફેરવાની. કિસિંગ સીન વખતે હોઠ એક બીજાને નજીક લઇ જવાના અને પછી ફૂલો એકબીજાને અડતા હોય એવો સીન મૂકી દેવાનો જેથી પબ્લિક સમજી પણ જાય કે શું થયું હશે અને કોઈ સેન્સર વિવાદ પણ નહીં. બિકીની સીન પણ મુવી માં મૂકી શકાય સમુદ્ર કિનારે હિરોઈન સાડીમાં નાહીને પાછી આવી હોય અને વાળ સુકવતી હોય એવું બતાવાનું અને એની બિકીની બહાર તાર પર લટકતી હોય એવું બતાવાનું જેથી બિકીની મુવીમાં બતાઈ પણ કેહવાય અને સેન્સર બોર્ડ નાં કોઈ લોચા પણ નાં પડે .

તો આવી રીતે સેન્સર બોર્ડ ની કોઈ માથાકૂટ વગર માંડ માંડ બે ખેતર વેચી તૈયાર થયેલું સંપૂર્ણ પારિવારિક ગુજરાતી રંગીન ચલચિત્ર ‘’ કાળજે કોરાણો મારો બોન્ડ સાયબો ‘’ બની જશે.

* વ્યવસ્થિત લઘર-વઘર અમદાવાદી *