ગાંધીજીની હત્યા અને તેની પાછળના કારણો MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

ગાંધીજીની હત્યા અને તેની પાછળના કારણો

ગાંધીજીની હત્યા

અને

તેની પાછળનાં તથ્યો

-ઃ લેખક :-

ચુનીભાઈ વૈધ

-ઃ અનુવાદક :-

સિદ્ધાર્થ છાયા

"આ લેખમાં વ્યક્ત કરાયેલા વિચારો લેખકના પોતાના છે

અને અનુવાદક તેમજ પ્રકાશક તેમની સાથે સંપૂર્ણપણે સહમત નથી."

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

ગાંધીજીની હત્યા અને તેની પાછળનાં તથ્યો

ગાંધીજીના હત્યારા અને તેને બચાવનારાઓ ગાંધીજીની હત્યાને ન્યાયી ઠેરવવા માટે નીચેની દલીલો કરે છે.

•ગાંધીજીએ મુસ્લિમો માટે એક અલગ રાજ્યની સ્થાપનાને ટેકો આપ્યો હતો. બીજા શબ્દોમાં તેઓ પાકિસ્તાનના નિર્માણ માટે જવાબદાર હતા.

•આઝાદી સમયે પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો હોવા છતાંય ગાંધીજીએ ઉપવાસ ઉપર ઉતરી જીને ભારત સરકારને પાકિસ્તાનને લેણાં ૫૫ કરોડ રૂપિયા આપવા માટે મજબુર કર્યા હતા.

•મુસ્લીમોની મનમાની ગાંધીજીની એમને થાબડભાણા કરવાને લીધે જ અત્યારનાં સમયમાં હદ વટાવી ચુકી છે.

ઉપરની તમામ બાબતોનું ઐતિહાસિક ઘટનાઓને ધ્યાનમાં રાખીને જો તારણ કાઢવામાં આવે તો આ બધુંજ બુદ્‌ધિમાનીથી વિકૃત કરેલી વાતો છે જેણે લોકોને કાયમ ગેરમાર્ગે દોર્યા છે. એ સમયમાં ગાંધીજી એક ખરાબ અને સતત બદલાતી જતી રાજકીય ઘટનાઓમાં અત્યંત સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા. દેશના ભાગલા કરવાની દરખાસ્ત સામેજ ભારતમાં હિંસક પ્રતિક્રિયા આપવાનું શરૂ થઈ ચુક્યું હતું અને વ્યક્તિ - વ્યક્તિ વચ્ચે ઉભા થયેલા તણાવે માનવતાના ઈતિહાસમાં ક્યારેય ન થઈ એવી સાંપ્રદાયિક હિંસા એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વંશીય મુસ્લિમો માટે ગાંધીજી એક હિંદુ નેતા હતાં જે પાકિસ્તાનના સર્જનનો સાંપ્રદાયિક ધોરણે વિરોધ કરી રહ્યા હતાં. વંશીય હિંદુઓ તેમને વર્ષો સુધી તેમના પર ગુજારાયેલા અત્યાચારોનો બદલો લેવાના રસ્તામાં અડચણરૂપ માનતા હતા. ગોડસે આ જ અંતિમવાદી વિચારધારાનું માનસ સંતાન હતો.

ગાંધીજીની હત્યા એ વર્ષો સુધી વ્યવસ્થિતપણે ઉભી કરવામાં આવેલી માનસિક વિચારધારાના પરિવર્તનના પરિણામ માત્ર હતી. ગાંધીજી આવા અંતિમવાદી હિંદુઓ માટે રસ્તાનો પથ્થર બની ગયા હતાં જે જતાં જતાં રોષનું રૂપ લઈને છેવટે એક ડર બની ચુક્યા હતા. ૧૯૩૪થી શરૂ કરીને ૧૪ વર્ષથી વધુના એક લાંબા સમયગાળામાં ગાંધીજી ઉપર છ વાર હત્યાના આશયથી હુમલાઓ કરવામાં આવ્યા હતાં. સહુથી છેલ્લો, ૩૦ - ૧ - ૪૮ ના રોજ ગોડસે દ્વારા કરાયેલો હુમલો સફળ રહ્યો હતો. બાકીના પાંચ હુમલાઓ ૧૯૩૪માં, ૧૯૪૪ના જુલાઈ અને સપ્ટેમ્બર મહિનાઓમાં, સપ્ટેમ્બર ૧૯૪૬માં અને ૨૦મી જાન્યુઆરી ૧૯૪૮ ના દિવસે થઈ ચુક્યા હતાં. ગોડસે આ પહેલા પણ બે વાર ગાંધીજીની હત્યા કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ૧૯૩૪, ૧૯૪૪ અને ૧૯૪૬ના હુમલાઓ વખતે માત્ર ભાગલાની વાત દરખાસ્ત માત્ર હતી અને પાકિસ્તાનને રૂપિયા ૫૫ કરોડ આપવાની વાત તો દુર દુર સુધી ક્યાંય ભાસતી ન હતી. આથી ગાંધીજીને મારવાનું કાવતરૂં એના સફળતાપુર્વકના પરિચાલનના સમય કરતાં ક્યાય પહેલાંજ ઘડાઈ ચુક્યું હતું. ભોળિયાઓ ને છેતરવા માટે આવા હોંશિયાર પરંતુ કુટિલ કૃત્યનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. ‘મી નથુરામ ગોડસે બોલતોય’, જેવા નાટકોનું મંચન એ બાબતની સાબીતી આપે છે કે ગાંધીજીની હત્યાની ઘટના આપણા રાષ્ટ્ર જીવનથી હજીસુધી અદ્રશ્ય નથી થઈ શકી.

સુસંસ્કૃત સમાજ એ એક એવો સમાજ છે જેમાં લોકશાહી રીતે મતભેદનો ઉકેલ આવતો હોય અને આ પ્રક્રિયામાં નિખાલસ અને ખુલ્લી ચર્ચા ના અવકાશ સાથે એક કામ કરતી સંમતિનો પણ સમાવેશ થતો હોય. ગાંધીજી કાયમ સમજાવટના આગ્રહી રહ્યા હતાં. તેમણે ગોડસેને પણ ઘણીવાર ચર્ચા માટે આમંત્રિત પણ કર્યો હતો, પણ ગોડસેએ તેને મળેલી આ તકનો ક્યારેય ઉપયોગ ન કર્યો. આ બાબત ગોડસેના લોકશાહી અને મતભેદને દુર કરવાની વાત પર ના અવિશ્વાસને દર્શાવે છે. આવી ફાસીવાદી વિચારધારા વિરોધના સ્વરને દબાવીને કે પોતાના રસ્તામાંથી હટાવીને જ દમ લેતી હોય છે.

પાકિસ્તાનના સફળ સર્જન પાછળ હિંદુઓની નકારત્મક પ્રતિક્રિયા મુસ્લીમોના પાકિસ્તાન બનાવવા પ્રત્યેના આવિર્ભાવ જેટલીજ જવાબદાર હતી. કટ્ટર હિંદુઓ મુસ્લીમોને મલેચ્છ (ગંદો) કહીને બોલાવતા અને એમને એમની સાથે રહેવું પણ તેમના માટે અશક્ય હતું. એકબીજા માટેના આ અવિશ્વાસ અને આરોપ - પ્રત્યારોપને લીધે આ બંને સમાજોના અંતિમવાદીઓને તક મળી ગઈ અને આને કારણેજ દ્‌વિરાષ્ટ્રની ભાવનાને વેગ મળ્યો અને દેશમાં શાંતિ માટેના એકજ ઉપાય એવી મુસ્લીમ લીગની ભાગલાની માંગણી વધુને વધુ મજબુત બનવા લાગી. નિહિત સ્વાર્થો દ્વારા પણ આ આગને વધુને વધુ ભડકાવવામાં આવી અને એમણે પોતાની દ્વેષભાવનાની પસંદગી કરી કરીને નક્કી કરેલા કહેવાતા ઐતિહાસિક તથ્યો દ્વારા આ બંને સમાજોમાં વધુ પ્રસરાવી. આ ખરેખર એક ગંભીર ચિંતાનો વિષય હતો એક ઉભરી રહેલા રાષ્ટ્ર માટેતો આ ખુબ વિચાર માંગી લે એવો વિષય હતો અને આ માનસિકતા હજુ આજે પણ એવીજ રીતે આપણાંથી દુર નથી થઈ.

કવિ મુહમ્મદ ઈકબાલ જેણે લોકપ્રિય ગીત ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ લખ્યું હતું તેઓ જ ૧૯૩૦ની શરૂઆતમાં મુસલમાનો માટેના અલગ રાષ્ટ્ર માટેનો વિચાર આગળ કરવાવાળા મુસ્લીમ નેતાઓ માં સહુથી પહેલા હતા. એ કહેવું સર્વથા યોગ્ય રહેશે કે આ વિચારનાં મૂળમાં કટ્ટર હિંદુ વિચારધારા પણ કારણભૂત હતી. હિંદુ મહાસભાના ૧૯૩૭ના અમદાવાદમાં યોજાયેલા ખુલ્લા અધિવેશનમાં વીર સાવરકરે પોતાના પ્રમુખપદે થી બોલતા કહ્યું હતું : “આજે આપણે ભારતને અનેક ધર્મોને એક કરતાં રાષ્ટ્ર તરીકે જરાપણ વિચારી ન શકીએ, આનાથી વિરૂદ્ધ આપણા દેશમાં આજે બે દેશ જીવી રહ્યા છે, એક હિંદુઓનો અને બીજો મુસ્લીમોનો.” (‘વીર સાવરકરના લખાણો’ ખંડ - ૬, પૃષ્ઠ ૨૯૬, મહારાષ્ટ્ર પ્રાંતીય હિંદુ મહાસભા, પુણે). ૧૯૪૫માં તેમણે ફરી કહ્યું કે, “મને મિસ્ટર જીન્નાના દ્‌વિરાષ્ટ્ર સિદ્ધાંત સાથે કોઈજ ઝઘડો નથી. અમે હિંદુઓ પહેલેથી જ એક રાષ્ટ્ર છીએ. હિંદુઓ અને મુસ્લીમો બે અલગ અલગ રાષ્ટ્ર છે એ એક ઐતિહાસિક તથ્ય છે” (ઈન્ડિયન એજ્યુકેશનલ રજીસ્ટર ૧૯૪૩, ખંડ ૨ પૃષ્ઠ ૧૦). અલગ હોવાની આ લાગણી અને બંને ધર્મોની જક્કી ઓળખ જાળવી રાખવાની આ ધર્મોના અનુયાયીઓની ઈચ્છાને લીધેજ પાકિસ્તાનની સ્થાપના થઈ.

આ તમામ વાતોથી તદ્દન વિરૂદ્ધ ગાંધીજીની વિચાર ભાવના હતી જેમાં એકેશ્વરવાદ, દરેક ધર્મો પ્રત્યે સમાન આદર, તમામ મનુષ્યોમાં સમાનતા અને અહિંસાનો વિચાર, વાણી અને કાર્યમાં સમાવેશ નો સમાવેશ થતો હતો અને આ ભાવના તેમણે પોતાની આખી જિંદગી કોઈપણ સમાધાન કર્યા વગર સાથેજ રાખી. તેમની રોજીંદી પ્રાર્થનાઓમાં અલગ અલગ ધર્મોના શ્લોકો, ભજનો અને ગ્રંથોના પઠનનો સમાવેશ થતો હતો. કોઈપણ ધર્મનો કોઈપણ વ્યક્તિ તેમની પ્રાર્થનાસભાઓ માં હાજરી આપી શકતો હતો. મૃત્યુપર્યંત ગાંધીજી એમ માનતાં રહ્યા હતાં કે તમારા રાષ્ટ્રવાદને તમારા સહ-નાગરિકની ધાર્મિક વિચારધારા ક્યારેય નડતી નથી આથી એના રાષ્ટ્રવાદને તમારા રાષ્ટ્રવાદથી જરા પણ નાનો કે નીચો ન સમજવો. એમના જીવનકાળ દરમ્યાન ગાંધીજીએ પોતાના જીવનને જોખમમાં મુકીને પણ હિંદુઓ વચ્ચે અને હિંદુઓ તેમજ મુસ્લીમો વચ્ચે વૈચારિક મતભેદ ભૂલાવવા માટે કેટલીયવાર પ્રયાસો કર્યા હતા. ભાગલાનો વિચારજ ગાંધીજી માટે એક અભિશાપ હતો. એમણે એકવાર કહ્યું પણ હતું કે આવા સિદ્ધાંત સાથે સહમત થવાને બદલે તેઓ તુરંતજ મૃત્યુ પામવું વધુ પસંદ કરશે. એમનું જીવન એક ખુલ્લી કિતાબ હતું અને આ વાત ને પુરવાર કરવા કોઈજ પુરાવાની જરૂર નથી.

ગાંધીજીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસમાં ધાર્મિક એકાત્મકતાને પક્ષના રચનાત્મક કાર્યોમાં કાયમ ગર્વભર્‌યું સ્થાન મળતું. રાષ્ટ્રક્ક્ષાના મુસ્લીમ નેતાઓ અને બુદ્‌ધિજીવીઓ જેવાકે ખાન અબ્દુલ ગફારખાન, મૌલાના આઝાદ, ડૉ. અંસારી હકીમ અજમલ ખાન, બદરૂદ્દીન તૈયબજી અને મિસ્ટર. જીન્ના પોતે પણ કોંગ્રેસનો જ એક ભાગ હતાં. આથી જ કુદરતી રીતે કોંગ્રેસે પેહલાં આ દેશના ભાગલાના પ્રસ્તાવને નકારી નાખ્યો હતો, પરંતુ હિંદુ અને મુસલમાનોની વચ્ચે રહેલા આઝાદી વિરોધી તત્વોએ આ બંને સમાજોની ધાર્મિક ભાવનાઓને બરોબર ભડકાવીને શરૂ કરેલા નરસંહારે દેશ આખાને પોતાનામાં જકડી લીધો. સિંધ, પંજાબ, બલુચિસ્તાન, નોર્થ વેસ્ટ ફ્રન્ટીયર અને બંગાળમાં કાયદા અને વ્યવસ્થાની સ્થીતી સાવ પડી ભાંગતા કોંગ્રેસે ધીરજ ગુમાવી હતી. મિસ્ટર. જીન્ના એ પણ જીદ્દી વલણ અખત્યાર કર્યું હતું. લોર્ડ માઉન્ટબેટન પણ બ્રિટીશ કેબીનેટ દ્વારા તેમને મળેલી સમયમર્યાદા અને સત્તાનો ઉપયોગ કરવામાં રહીને તમામ નેતાઓને એક ત્વરિત પણ બધાંને પસંદ પડે એવો નિર્ણય લેવા માટે મનાવવામાં લાગી ગયા હતાં, પણ મિસ્ટર જીન્નાના ભાગલા સીવાય બીજી કોઈપણ બાબતે તૈયાર ન થવાના જક્કી વલણને લીધે વાત અટકી પડી હતી.

આવા સમયે ભારતનાં ભાગલા જ એકમાત્ર ઉપાય હતો. ૧૯૪૬ની ચૂંટણીઓમાં મુસ્લીમ લીગે ૯૬% સીટો હાંસલ કરી હતી. આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે પોતાની નૈતિકતા ટકાવી રાખવી બહુજ મુશ્કેલ હતી. ૫મી એપ્રિલ ૧૯૪૭ના રોજ ગાંધીજીએ એક પત્રમાં લોર્ડ માઉન્ટબેટનને લખ્યું કે તેઓ મિસ્ટર જીન્નાને પ્રધાનમંત્રી બનાવવા માટે પણ તૈયાર છે જો અંગ્રેજો દેશને અતુટ પરિસ્થિતિમાં જ છોડીને જતાં રહેવાનું નક્કી કરે. પણ બીજીબાજુ લોર્ડ માઉન્ટબેટને કોંગ્રેસના અન્ય નેતાઓને ભાગલા માટે રાજી કરી લીધા હતાં. ગાંધીજી આ બાબતે સદંતર અંધારામાં હતાં અને જયારે તેમને આ બાબતની જાણ થઈ ત્યારે તેમને અત્યંત આઘાત લાગ્યો. પોતાના અનુયાયીઓને આવનારી એક અત્યંત કઠીન પરિસ્થિતિથી વિમુખ કરવા માટે એમની પાસે છેલ્લા ઉપાય તરીકે ઉપવાસ કરવા સીવાય બીજો કોઈજ રસ્તો ન હતો. અત્યંત કઠીન માનસિક સંઘર્ષ બાદ ગાંધીજી એવા નિષ્કર્ષ પર આવ્યા કે આમ કરવાથી તેઓ પરિસ્થતિને વધુ બગાડવામાં મદદ કરશે અને આનાથી કોંગ્રેસ પણ હતાશ થશે અને સાથેસાથે આખો દેશ પણ. આમ કરવા પાછળ બે કારણો હતા. એક તો દુરાગ્રહી માંગણીઓ દેશનું દ્રષ્ટિબિંદુ વારંવાર બદલી રહી હતી અને બીજું કે કોંગ્રેસમાં તે વખતે સ્થિત લોકપ્રિય અને રાષ્ટ્રવાદી નેતાઓ સીવાય એમની પાસે બીજો કોઈજ વિકલ્પ પણ તૈયાર ન હતો.

એક જટિલ તેમછતાં પ્રસંગોચીત સવાલ અહીંયા એવો ઉભો થાય છે કે પાકિસ્તાનની માંગણી કરવા માટેનો સહુથી મોટો અવાજ તો મિસ્ટર જીન્ના નો હતો; અને એ માંગણી સ્વીકારવા માટે લોર્ડ માઉન્ટબેટન જાણીજોઈને કે અજાણતા જ તૈયાર થઈ ચુક્યા હતાં અને એનો રસ્તો બનાવવામાં પણ લાગી પડયા હતાં, જયારે ગાંધીજીએ તો કોંગ્રેસના ૩ જુન ૧૯૪૭ના અધિવેશનમાં સ્વીકારાયેલી ભાગલા સ્વીકારવાની દરખાસ્તનો પણ વિરોધ કરી ચુક્યા હતાં, તો પછી ગોડસેએ આ બંને મહાનુભાવો માંથી ભાગલાનો છેક છેલ્લે સુધી વિરોધ કરનારની જ હત્યા કરવાનું કેમ પસંદ કર્યું? કે પછી જેમ સાવરકરે જેમ કીધું હતું એમ એને પણ મિસ્ટર જીન્નાના દ્‌વિરાષ્ટ્ર સિદ્ધાંત સાથે કોઈજ વાંધો ન હતો પણ એક અટકળ મુજબ તેને માત્ર અને માત્ર ગાંધીજી સાથેજ કોઈ અંગત વાંધો હતો.

ગાંધીજીએ તેમની સામે રહેલી માત્ર એક પરિસ્થતિને જોઈને જ ભાગલા માટે પોતાની સંમતી આપી હતી. આથી ગોડસેની નજરમાં અન્ય કટ્ટરવાદી હિંદુઓની જેમજ ગાંધીજીનું ભાગલા માટે માત્ર હા પાડવુંજ એમની હત્યા કરવા માટેનું પુરતું કારણ હતું. એક કટ્ટર હિંદુ હોવા છતાં ગોડસેને બિન-હિંદુઓ સાથે પણ સારા સંબંધો હતાં એવું કહેવાય છે. કદાચ આને લીધેજ તેણે એકેશ્વરવાદ ના સિદ્ધાંતને નકારી નાખ્યો હોય એવું બની શકે છે. જ્જ્ઞાતિવાદ અને અસ્પૃશ્યતા એ વખતના હિંદુ સમાજમાં ખુબ ચાલતી હતી. ગોડસેએ આંતરજ્જ્ઞાતીય લગ્નોની હંમેશા વકાલત કરી હતી. છેલ્લે છેલ્લે તો તે માત્ર એવા લગ્નોમાં જ જતો જ્યાં પતિ અથવા પત્ની નીચલી જ્જ્ઞાતિ માંથી આવતાં હોય. ઉચ્ચ જ્જ્ઞાતિઓમાં આ બાબત રોષ ફેલાવતી હતી અને જેનો ભોગ નીચલી જ્જ્ઞાતિના લોકો બનવા લાગ્યા હતા. છેવટે અમુક સમય બાદ આ વસ્તુ પણ તેનામાં એક ડર અને નફરતનું કારણ બની ગઈ.

હવે પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયા આપવાની વાત ઉપર આવીએ. ભાગલા પડયા બાદ નક્કી કરાયેલી જવાબદારી અને અક્સ્યામતોની વહેંચણીની ચર્ચા વખતે આ બધી ઘટનાઓ બની હતી. ભારતે પાકિસ્તાનને કુલ ૭૫ કરોડ રૂપિયા આપવાના હતા જેમાંથી ૨૦ કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો અપાઈ ચુક્યો હતો. કાશ્મીર પર તાયફાવાળાઓએ કરેલા હુમલા અને ત્યારબાદ પાકિસ્તાની સેનાએ એમનું સ્થાન લઈને લડેલા યુદ્ધ સમયે બીજો હપ્તો આપવાનો હજી બાકી હતો. ભારત સરકારે પાકિસ્તાની હરકત બાદ આ હપ્તો રોકી લેવાનું નક્કી કર્યું આથી લોર્ડ માઉન્ટબેટનને એવું લાગ્યું કે આ ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા કરારનો ભંગ છે અને આથીજ તેમણે આ બાબત ગાંધીજીના ધ્યાનમાં લાવી. ગાંધીજીની નૈતિક માન્યતા કાયમ બદલાની ભાવનાથી પર રહી હતી અને આથીજ તેમણે વાયસરોયની વાતમાં પોતાની સંમતી દર્શાવી. આ જ વાતને તે સમયે ગાંધીજીએ કરેલા ઉપવાસની ઘટના સાથે સાંકળીને આધુનિક ઈતિહાસ સાથે જાણીજોઈને ચેડાં કરવામાં આવ્યા છે. ગાંધીજીના ઉપવાસ દિલ્હીમાં ફાટી નીકળેલા તોફાનોને શાંત કરવા માટે હતા. સપ્ટેમ્બર ૧૯૪૭માં કલકત્તાથી આવેલા ગાંધીજી પંજાબમાં શાંતિ સ્થાપવાની કોશિશ કરવા તુરંતજ ઉપડી જવાના હતા. દિલ્હી આવ્યા બાદ દિલ્હીની ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ થી સરદાર પટેલે ગાંધીજીને અવગત કર્યા અને આથીજ ગાંધીજી એ દિલ્હીની પરિસ્થિતિને શાંત કરવી એ એમની અગ્રતા ગણીને દિલ્હીમાં જ રોકાઈ જવાનો નિર્ણય કર્યો અને ત્યાંજ તેમણે આમરણ અનશન શરૂ કર્યા.

પાકિસ્તાનથી ભારતમાં આવી રહેલા હિંદુઓનો ધસારો વધી રહ્યા હતાં. આ લોકો એવાં લોકો હતા જેમનાં સગાઓની હત્યા કરાઈ હતી, ઘરની મહિલાઓને અપહૃત કરીને તેમના પર બળાત્કાર ગુજારાયા હતાં એમના દિલ્હીમાં શરણ લેવાથી પરિસ્થતિ કાબુ બહાર જારી રહી હતી. સ્થાનીય હિંદુઓમાં પણ તેમના ભાઈબંધુઓ સાથે થયેલા અન્યાયને લીધે અત્યંત રોષની લાગણી હતી અને તેઓ આનો એકસરખો બદલો સ્થાનીય મુસ્લીમો પાસેથી લેવા માંગતા હતાં. આ વાતે ગાંધીજીને અત્યંત સંતાપ આપ્યો. ગાંધીજીને સહુથી વધુ કમકમાટી ત્યારે ઉપજી જયારે તેમને ખ્યાલ આવ્યો કે આવી હિંસા માનવતાના ઈતિહાસમાં ક્યારેય પહેલા નહોતી બની અને એ બની એક આઝાદ ભારતમાં જેની આઝાદી માટે તેઓએ અહિંસક ચળવળ ચલાવી હતી. આથીજ દિલ્હીમાં એકતા અને શાંતિ સ્થાપવા માટે જ તેમણે આમરણ અનશન ચાલુ કર્યા હતાં. જો કે જાણેકે ગાંધીજીના ટીકાકારોને મોકો મળવાનો હોય એ રીતે ભારત સરકારે આ જ સમયે પેલા ૫૫ કરોડ રૂપિયા પાકિસ્તાન માટે છુટા કર્યા હતા.

પહેલા તો નીચે આપેલા તથ્યોને વાંચીને ગાંધીજીએ ભારત સરકારને ઝૂકાવવા માટે ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું હતું એ જુઠ્‌ઠાણું દુર કરવાની જરૂર છે.

૧.ગાંધીજીનાં અંગત તબીબ ડૉ. સુશીલા નાયરે જયારે દિલ્હીમાં વર્તી રહેલા પાગલપન ને દુર કરવા માટે ગાંધીજી ઉપવાસ પર ઉતરવાના છે એ વાત સાંભળીને પોતાના ભાઈ પ્યારેલાલ પાસે દોડીને ગયા ત્યારે એવી ઉતાવળી ક્ષણોમાં પણ તેમણે આ ઉપવાસ ને ૫૫ કરોડ સાથે જરાપણ સાંકળ્યા ન હતાં. એટલે એ વાત સાબિત થાય છે કે આ વાત ગાંધીજીએ કરી ન હતી.

૨.પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ ૧૨મી જાન્યુઆરી ૧૯૪૮ની પોતાની પ્રાર્થનાસભામાં ગાંધીજીએ આ બાબતની કોઈજ ચર્ચા કરી નથી, જો એમણે ખરેખર આવી કોઈ વાત કરી હોત તો એ બાબત તેમણે પ્રાર્થનાસભામાં જરૂર ચર્ચી હોત.

૩.૧૩મી જાન્યુઆરીના તેમના પ્રવચનમાં પણ આ બાબતની કોઈજ ચર્ચા તેમણે કરી ન હતી.

૪.દિલ્હીમાં ઉપવાસ ઉપર ઉતરવા બાબતે પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં ૧૫મી જાન્યુઆરીએ લખેલાં એક પત્રમાં ગાંધીજીએ આ બાબતનો કોઈજ ઉલ્લેખ કર્યો નથી.

૫.ભારત સરકારની તે સમયની પ્રેસ રિલીઝમાં પણ આ બાબતનો કોઈજ ઉલ્લેખ નથી.

૬.ગાંધીજીને ઉપવાસ બંધ કરવા માટે સમજાવવા માટે બનેલી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કમિટીએ જે જે વચનો આપ્યા હતાં એમાં આ બાબત કયાંય લખી નથી.

આશા છે ઉપરની હકીકતો ૫૫ કરોડ વાળી વાતને કાયમ માટે શાંત કરી દેશે.

મુસ્લીમોને થાબડભાણા કરવાનાં છેલ્લા આરોપ પર એવું કહી શકાય કે તે સમયે આખાયે દેશમાં હિંદુઓ અને મુસલમાનો વચ્ચે અત્યંત નફરત વર્તી રહી હતી. બ્રિટીશ રાજે તેના આખાયે સમય દરમ્યાન આ બંને વચ્ચે એટલી મોટી ખાઈ ઉત્પન્ન કરી દીધી હતી કે જેને લીધે જ તેમના જવાનાં સમયે ભારત ના બે ભાગ પડી ગયા હતાં. ગાંધીજીના રાષ્ટ્ર ફલક પર આવવા પહેલાંજ બાળ ગંગાધર ટીળક જેવા નેતાઓએ મુસ્લીમોને રાષ્ટ્રવાદની ચળવળમાં જોડવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા. ટીળક, એની બેસંટ અને મિસ્ટર જીન્ના વચ્ચે થયેલા લખનઉં કરાર મુજબ મુસ્લીમોને એમની વસ્તીની સંખ્યાની ટકાવારી ઉપરાંત વધુ પ્રતિનિધિત્વ આપવાની ખાતરી અપાઈ હતી. આ કરારની તરફેણમાં ટીળક દ્વારા અપાયેલું નિવેદન ગાંધીજી પર મુસ્લીમોને થાબડભાણા કરવાનાં આરોપને રદિયો આપવા માટે પુરતું છે. ‘મી નથુરામ ગોડસે બોલતોય’ નાટક ના લેખક શ્રી. પ્રદીપ દળવી દ્વારા મહારાષ્ટ્ર સરકાર દ્વારા નાટક પર મુકાયેલા પ્રતિબંધ ને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારવાનો આરોપ ગણાવાયો છે. આ વાત બંધારણ દ્વારા અપાયેલી સત્ય અને મૂળભૂત અધિકારના રક્ષણના હક્કનું વિકૃત અર્થઘટન છે. બંધારણની કલમ ૧૯ (૨) આ અધિકારને આહત કરતી વસ્તુઓ પર પ્રતિબંધ મુકવાની પણ છૂટ આપે છે. શ્રી દળવી અને એમને ટેકો આપનારાઓ એ એ બાબત સમજવી જોઈએ કે આ નાટક કરવાથી સમાજ પર કેવી અસરો થઈ શકે છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મતલબ એવો બેશક નથી કે તેનો છદ્‌મ ઉપયોગ કરીને તમે કોઈના હત્યારાનું મહિમામંડન કરો અને સમાજમાં નફરત ફેલાવાનું કાર્ય કરો. આમ કરીને આ લોકો કોઈના હત્યારાને ધાર્મિક બલિદાન માં ખપાવીને એક ઘાતક સિદ્ધાંત અપનાવે છે. એક એવા વ્યક્તિ જેણે જિંદગીભર અહિંસાની પૂજા કરી હતી અને હત્યા સમયે એક તાજા જન્મેલા બાળકની જેમજ આવનારા સમયથી બેખબર હતો તેની ઘૃણાસ્પદ હત્યાને અંજામ દેનારા વ્યક્તિને પાલખ પર બેસાડીને તેનું સરઘસ કાઢવાનો નવ-ફાસીવાદીલોકોનો આ વિચાર જ ટલી કમકમાટી ઉપજાવી જાય છે?

આ બધું ગોડસે એ વિકૃત કરી નાખેલી ફિલસુફી સીવાય બીજું કશુંજ નથી જે હજીપણ આપણા સમાજમાં નિહિત છે. એણે જે કાર્ય કર્યું એ એક પાગલ હઠધર્મી દ્વારા કરેલું એક દુષ્કૃત્ય હતું. કોઈની હત્યા કરતાં એને યોગ્ય ઠેરવવાની વૃત્તિ વધુ દૃષ્ટ હોય છે. આવા નાટયો આપણા બાળકોમાં પણ ખોટો સંદેશો પહોંચાડે છે. આવા દુષ્પ્રચારને સમૂળગો નકારી કાઢવો એ જ એના વિષે યોગ્ય જવાબ ગણાશે.Link: http://www.mkgandhi.org/assassin.htm