Hu Gujarati part-43 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati part-43

હું ગુજરાતી - ૪૩


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.કલશોર - ગોપાલી બૂચ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.કાફે કોર્નર - કંદર્પ પટેલ

૫.પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

૬.ટેક ટોક - યશ ઠક્કર

૭.ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

૮.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

એડિટરની અટારીએથી....

* સિદ્ધાર્થ છાયા *

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

રજાઓ પતે એટલે...

તમારામાંથી ઘણાબધા દિવાળીની રજાઓ માણવા ક્યાંક બહાર દુર દુર ફરવા ગયા હશો અને હજી સુધી એ મજાને દિલમાં સાચવીને બેઠા હશો. જ્યારે જ્યારે ફેમિલી ભેગું થતું હશે ત્યારે ત્યારે આ સુહાની યાદોને ફરીથી વાગોળતા હશો. પણ લાભ પાંચમને દિવસે જ્યારે કામ પર ફરી જવાનું આવ્યું હશે,અથવાતો ગૃહિણીઓને ફરીથી એજ ટિફિનો બાંધવાનું શરૂ થયું હશે ત્યારે એમ થયું હશે કે આ રજાઓ ક્યાં પતી ગઈ?હજી બે-ત્રણ દિવસ વધુ ચાલી હોત તો?પણ સમયની એ જ મજા છે ને?જેમ પેલું કહેવાય છે કે સમય કોઈની રાહ નથી જોતો એમ સમય કોઈની સાથે પણ નથી ચાલતો અને સમય કોઈનું માનતો પણ નથી. આપણે બધાએ સમયની સાથે ચાલવું પડે છે અને તેની ઈચ્છાઓને માન આપવું પડતું હોય છે.

આજકાલ સોશિયલ મિડિયા એ આપણા સમાજનો આઈનો બની ગયો છે. દિવાળીની રજાઓમાં જે-જે લોકોએ ફેસબુકમાં પોતાના રોજે રોજના અનુભવો કોઈ હિલ સ્ટેશનેથી કે પછી કોઈ ટુરિસ્ટ પ્લેસ પરથી જે ઉત્સાહથી શેર કર્યા હતા તે તમામ લાભ પાંચમે, હાલો પાછું બધું શરૂના નિરાશ સ્ટેટ્‌સ પણ મુકવા લાગ્યા હતા. આ તમામમાં એક કોમન સ્ટેટ્‌સ હતું, “ફિર વોહી રફ્તાર...” ટૂંકમાં હતા ત્યાંને ત્યાં. કોઇપણ કાર્યની શરૂઆત પોઝીટીવલી થવી જોઈએ એવી ઈચ્છા આપણે બધા રાખતા હોઈએ છીએ તો પછી દિવાળી પછી એ પોઝીટીવીટી ક્યાં જતી રહે છે? આપણને પણ ખબર છે કે ફરવા જવું અને મજા કરવી એ અમુક દિવસોજ ચાલવાનું છે. ઘર ચલાવવા ફરીથી કમાવા જવાનું જ છે.

ખરેખર તો એ ત્રણ-ચાર દિવસનું રીફ્રેશમેન્ટ તમને વધુ જોશથી કામે ચડવાનું પેટ્રોલ પૂરૂં પાડતું હોય છે,પરંતુ આપણે એ મોજમજાની ઝિંદગીમાં રાચે રાખવામાં જ મજા લેતા હોઈએ છીએ. જેમ શરાબનો હેંગઓવર હોય છે એમ દિવાળીની રજાઓનો હેંગઓવર ઘણા બધા દિવસો સુધી ટકી રહે તેની ઈચ્છા આપણે ખુદ રાખતા હોઈએ છીએ. અમે મિડિયાના લોકો અને રાજકારણીઓને તો માત્ર બે જ દિવસની રજા હોય છે એટલે અમારી માનસિકતામાં જરાય ફેર નથી પડતો. હા જે લોકોએ ખાસ રજાઓ લઈને દિવાળી વેકેશન મનાવ્યું હોય તેની વાત અલગ છે. જુવોને દિવાળી પછી તરતજ ચૂંટણીઓ આવી પડતા શુભ-અશુભ ચોઘડિયા અને મુહુર્તમાં જ ઉમેદવારી પત્રક ભરવાની જીદ રાખતા રાજકારણીઓએ પણ લાભ પાંચમની રાહ જોયા વગર પ્રચાર શરૂ કરીજ દીધો હતો ને?

આપણે પણ આપણી જિંદગી સારી જાય એનો પ્રચાર એટલેકે આપણું કામ કરવામાં બને તેટલા વહેલા જોડાઈ જઈએ એ જ દિવાળીની સાચી શુભકામનાઓ છે.

૨૦-૧૧-૨૦૧૪, શુક્રવાર

અમદાવાદ

* સિદ્ધાર્થ છાયા *

કલશોર

* ગોપાલી બૂચ *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કલર-કલર....કયો કલર !

રંગોથી ભરેલી જિંદગીનાં ઉદાસીન રંગો વિશે ઘણી વાર લખ્યું, ત્યારે સતત થતું રહેતું કે શું જીવનમાં માત્ર આ રંગો જ છે? એવાં રંગો પણ છે જે જીવનની રંગોળીને બરકરાર રાખે છે, જીવંત બનાવે છે. રંગ ચાહે કોઇ પણ હોય. રંગ તો રંગ છે. સફેદ રંગની સફેદીને રોવાને બદલે જરા વિચારીએ તો એની શાલિનતા અને સ્વભાવ મુજબ એ જીવનને આઊટલાઈન આપી વધું શેપ અપ કરી જાય છે.તો કાળો રંગ પાર્ટીવેરની અદાથી જીવનની ક્ષણોને ટ્‌વીંકલ-ટ્‌વીંકલ કરે છે. બાકી તો બોસ્સ! અંધારા વગર અજવાળાની મહત્તાને સમજે કોણ!??

જીવતરના ઉઘડતાં પરોઢમાંથી નિતરતા અલગ અલગ રંગો એને વધું બારિકાઈથી મૂલવવાનો મોકો આપે છે. સૂરજના ફૂટતા કિરણ સાથે પ્રસરતો કેસરિયો રંગ હોટપ્લેટની બ્લુ / ઓરેંજ ઝાંય પર ઉકળતી ચાના સ્ટોંગ ફ્લેવર્ડ ટી કલર્ડ સાથે મેચ કરી મનને ચિલ્ડ બિયર જેવી નશીલી ઠંડક આપે છે. સાચ્ચુ કેહેજો? અસ્સલ ટ્રાન્સપરન્ટ ગ્લાસમાથી ઘોળાતો ઘેરો બિયરીયો રંગ મનને તરબતર કરી જાય છે કે નહીં?

આ ખુલતી સવારનાં સિંદુરી રંગને ધ્યાનથી જુવો તો કોઈ ગોરી કપાળમાં રૂપિયાના સિક્કા જેવડા મોટ્ટા ચાંદલા સાથે હાથમા ત્રાંબાના કળશ સાથે સૂર્યને અર્ઘ્‌ય આપતી હોય એમ લાગશે અને સૂરજનો વેરાતો સોનવર્ણો રંગ એની કાયાને સોનાના વરખથી મઢાવતો દેખાશે.

અરે, બાથરૂમના ટપકતા નળમાં પણ ધ્યાનથી જોશો તો વ્હાઈટ ટાઈલ્સના ઊંડા સ્વિમિંગ પુલમાં દેખાતાં સ્કાયબ્લુ પાણી જેવો ક્રિસ્ટલીયો બ્લુ રંગ ઝિલમિલાતો દેખાશે. નઝરીયાં દેખનેવાલોં કી આંખોમે હોના ચાહિએ! બાકી તો ડાર્ક પિંરોજી સ્વીમિંગ સૂટમાં નહાતી સુંદરીમા પણ જોવા વાળા તો ચરબીના થર જ જોવાના. ભલા માણસ,એનાં પિંરોજી રંગમા મઢાયેલી ચામડીનો ગોરો રંગ આંખોમા આંજોને! પણ,ઉફ્ફ! આ માણસ! કોઈની ડાર્ક કથ્થાઈ ઝીલ શી ગહેરાઈમાં એને પિગ્મેન્ટેશન પ્રોબ્લેમ દેખાય ત્યાં કલર બિચારો શું કરે?

કાળા કે કથ્થઈ કાચમાં મઢાયેલા મોલ કે મલ્ટીપ્લેક્ષમાં લાલ, પીળાં, નીલા જેવાં દેશી કે વિદેશી રંગોની લેટેસ્ટ ડરેસિંગ સ્ટાઈલમાં છલકાતાં મેઘધનુષી રંગોમાં અને ગામડાની ગલીની ધૂળમાં રગદોળાયેલી રંગીન ચુંદડીને ગામથી દુર નદીને કિનારે કે તળાવનાં પથ્થરિયા ઘાટ પર ચોળી ચોળીને ધોવાથી નિકળતાં મેલાં કદડાંમાં ડહોળાતાં ધૂળીયા રંગમાં પણ રંગ તો હોય જ છે. ગામડાની ભીની ભીની માટીનો રંગ, જે પાછો ગામડાની ભીની માટીમાં જ ભળી જાય છે,પેલાં સ્મશાનિયા રાખોડી રંગની જેમ જ.

જરા કલ્પના તો કરો એ નીલરંગા આકાશની, ચોતરફ ઘેરાંયેલાં પત્થરીયા પહાડના ધેરાં પડછાયાંમા ઔર નિખરતાં ઘાટા રંગો અને બરાબર વચમા વહેતો પાણીનો કલરવ, એમાં ઊભરાતા ફીણનો ફટાકિયો રંગ, વચ્ચે કાળા, રાખોડી પડેલા નાના મોટાં પથરાનો પથરીલો રંગ અને એમાં કોઈ ભીનેવાન ગોરી એનાં ઘાટીલાં પગને ઝબકોળીને આખા વાતાવરણને એની હાજરીથી રંગીન કરી દે છે. એના કપાળ પરનો લાલચટ્ટાક ચાંદલો અને હાથમા ખણખણતી લીલીકુંજાર બંગડીનો રણકાર એની હરીભરી આભા સાથે ઓતપ્રોત થાય છે. જીવનની સભરતા જ તો અહીં ઉછરતી દેખાય છે. આ બધી જીવનની મિઠાશ છે જે કદાચ કાળી સાહીથી લખાય તો પણ એની આભા તો કંકુવરણી જ પ્રસરવાની.

આજ સુંદરતા બગીચાના બાંકડે બેઠેલી ઓલ્ડ લેડીની લહેરાતી વ્હાઈટ લટમાં કે ફુંકણી મારીને થાકેલી મોતિયાવાળી આંખોમા પણ અબિલ ગુલાલની છોળો ઊડાડતી દેખાશે.ફુલ ખિલેલું હોય કે કરમાયેલું, રંગ તો બન્નેનો હોય જ છે.પોતીકો રંગ! બસ, સવાલ ફીર વોહી! નઝરિયાં હોના ચાહિએ. અને પેલી સિગરેટની કશમાથી ઉઠતો ધુમ્મસિયો ધૂપછાંયો રંગ સાથે એશટ્રેમાં ઠલવાતો રાખોડી રંગ કોઈ પાંસઠના ફટાકડા યંગ એનર્જેટીક ગ્રે હેર્ડ ડોસાએ પહેરેલાં સૂટને સ્પર્શીને ખસી જતો હોય એમ લાગે.લાગે કે નહી? ઉમરના ઢળાવને પણ રંગ હોય છે સાહેબ! જરાં જરાં સ્પર્શતો આછેરો સિંદુરીઓ રંગ અને નીલો આકાશી રંગ. આ બન્ને રંગોની વચ્ચ અજાણતાં ઉછરતો શ્વેત શુદ્ઘ સફેદ રંગ.

જીવનનાં પ્રભાતે સજતો કેસરીયો રંગ આખરે ચિત્તાની ભડભડ સળગતી જ્વાળાના કેસરી રંગમા લીન થઈ જાય છે અને છેલ્લે રહી જાય છે ભીની ભીની માટીનો મહેકતો રંગ .અને બસ,આ બે રંગોની વચ્ચે તમામ રંગો આવીને જીંદગીમા રંગત ભરી જાય છે. સવાલ બસ વો હી,નઝરિયાં હોના ચાહિયે !

* ગોપાલી બૂચ *

ર્સ્િીપીંછ

* કાનજી મકવાણા *

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠાુટ્ઠહટ્ઠોદ્બટ્ઠિ૩૪જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ર્સ્િીપીંછ

* કાનજી મકવાણા *

હ્યુમનોલોજી : પરફેક્ટ સાયન્સ + એપ્લાઇડ ફિઝીક્સ

* કંદર્પ પટેલ *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠીંઙ્મ.ાટ્ઠહઙ્ઘટ્ઠિ૫૫૫જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

હ્યુમનોલોજી : પરફેક્ટ સાયન્સ + એપ્લાઇડ ફિઝીક્સ

આપણી આજુબાજુનું વિશ્વ અનેકાનેક ડાઈવર્સીટી ધરાવે છે. જો દરિયાકાંઠે ઊભા રહીને ઓબ્ઝર્વેશન કરીએ તો પાણી, પાણીમાં ઊછળતાં મોજાં, ફીણ, ઘુઘવાટને લીધે ડેસિબલમાં ઉદ્‌ભવતો અવાજ, બ્રિઝી કમ્પોઝીશન ઓફ ગેસિસ, કલાઉડ, આઇરોનિક સૂર્ય, નેવી બ્લુ આકાશ, પ્રકાશ, ડિફરન્ટ હાર્ડનેસ ધરાવતી રેતી અને પથ્થરો,લાઈવ ક્રીચર અને દરિયાકાંઠે ઊભેલો અવલોકનકાર..! તેના મનમાં રહેલા વિચારો અને એનો આનંદ. વિશ્વના કોઈ અન્ય સ્થળે પણ આટલી જ વેરાઇટી અને અસરોમાં કુદરત તમને દેખાશે. તે જ સમયે માનવમનમાં રહેલી આતુરતા પ્રશ્નો પૂછવા પર મજબૂર કરે છે. પરિણામે આપણે આ તમામે તમામ પ્રથમ દર્શને અલગ ભાસતી ઘટનાઓને એકસૂત્રે જોડીને એક જ મૂળ રૂપનાં અલગ અલગ પાસાં તરીકે સમજી શકીએ છીએ. જેમ કે મિકૅનિક્સ અને થરમૉ-ડાયનૅમિક્સ. કણ એટલે અત્યંત સૂક્ષ્મ અણુથી માંડીને પૃથ્વી કે સૂર્ય પણ ગણી શકાય. ક્યાં રેફરન્સના આધારે ડિફાઇન થઈ રહી છે, તેના પર એ આધાર રાખે છે. માનવજાતની આ ક્ષમતા એને એ ઊંચાઈ પર લઈ ગઈ કે આજે આપણે જાણીએ છીએ કે દ્રવ્ય અને ઊર્જા એ એક જ મૂળભૂત વસ્તુનાં બે અલગ અલગ પાસાં છે, જેમની વચ્ચેનો સંબંધ આઇન્સ્ટાઈનનું પ્રખ્યાત સમીકરણ (ઊર્જા = દળ અને પ્રકાશની ગતિના ગુણાકારનો વર્ગ) વડે સ્થાપિત છે. આ સિવાય પણ બીજી પ્રથમ નજરે ભિન્ન લાગતી ઘટનાઓના તાર ફિઝિક્સે જોડયા છે. જેમ કે ઇલેક્ટ્રીસિટી અને મેગ્નેટિઝમ (બંનેના સંયુક્ત અભ્યાસને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ કહે છે). તેમ જ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અને કવોન્ટમ મિકેનિકસ. સમગ્ર બ્રહ્‌માંડને અને એમાં બનતી ઘટનાને કોઈ એક મૂળ રૂપના અલગ અલગ પાસાં તરીકે જોવાં એ જ ફિઝિક્સનું મિશન છે.

ન્યુટનના ગ્રેવિટેશન અને સ્પિડ સંબંધી લો’ઝ વ્યક્તિના વ્યક્તિત્વ, વિચાર અને વર્તન સાથે બખૂબી કો-રિલેટ થાય છે. જેમ શરીરના બંધારણ માટે જનીનદ્રવ્ય મૂળભૂત છે તેમ ક્લાસિકલ સાયન્સ માટે ન્યૂટનના નિયમો જરૂરી છે.

ગતિના નિયમોઃ

પહેલો નિયમઃ સ્થિર સ્થિતિમાં રહેલી વસ્તુ સ્થિર બની રહેશે જયારે ગતિમાં રહેલી વસ્તુ પર કોઈ એક્સ્ટર્નલ ફોર્સ આપવામાં નહિ આવે ત્યાં સુધી તે એક જ દિશામાં સમાન વેગથી ગતિ કરતી રહેશે.

ડોબો, ટોપો અને ગગો જેવા ’હુલામણા’ નામથી ઓળખાતા ૨૫ વર્ષની અંદરની રેંજના જુવાનીયાઓ માટે ન્યૂટનનો પ્રથમ કારણભૂત નિયમ છે. પથ્થરની જેમ સ્ટેટિક કન્ડિશનમાં ઢસડાઈને જીવતા હ્યુમનને જ્યાં સુધી ધક્કો મારવામાં ન આવે ત્યાં સુધી તે પોતાની જગ્યા છોડતો નથી. વિચારશક્તિ ક્ષીણ થયેલી હોય તે પોતાની પ્રકૃતિ છોડતા નથી. તેમને કશુંક કહેવામાં આવશે ત્યારે જ તે પોતાની સ્થિતિ બદલશે. તેમનું માઈન્ડ કોરી પાટી હોય છે જેમાં બીજા એક્સ્ટર્નલ ફોર્સથી લખાણ કરવું પડે છે.

બીજો નિયમઃ કોઈ પણ વસ્તુ પર લગાવેલ ફોર્સ તેની વેલોસિટીમાં થતા ચેન્જના રેટ જેટલું હોય છે.

નિયમ દર્શાવે છે કે, વસ્તુને મોશનમાં રાખવા માટે કોઈ એક પકારનો ફોર્સ જરૂરી છે. તેમ વ્યક્તિ સતત મલ્ટિપલ વર્કલિસ્ટ સાથે પૂરી એફિશિયન્સી સાથે કામ કરી શકે માટે તેના પર અમુક ચોક્કસ પ્રકારનો ફોર્સ લાગવો જરૂરી છે. જે સેલ્ફ મોટીવેશનથી જ આવી શકે. જેમ કે, જુવાનીના પવનને રોકવા માટે મન નામનાં ઘરને બુઘ્ધિના દરવાજા હોવા જરૂરી છે. વહેતી નદીને કાંઠા વડે રેઝિસ્ટન્સ ફોર્સ લાગે છે, તેથી જ તે લિનીઅર મોશનમાં ચાલ્યા કરે છે. કોઈ પણ ટોપિક પર જેટલું વધુ મનોમંથન (સ્વઃ) કરવામાં આવે તેમ તેમાંથી ફ્રૂટફૂલ આઉટપુટ મળે છે. જેટલું વધુ શરીર કસાય તેટલું જ વધુ મજબૂત બને છે. જે ડાળી પર વધુ ઝડપી ફળ પાક્યું હોય તે જ પહેલું નીચે પડે છે.

ત્રીજો નિયમઃ દરેક ક્રિયાની સમાન મૂલ્ય અને વિરૂદ્ધ દિશામાં પ્રતિક્રિયા હોય છે.

દરેક વિચારને હંમેશા બે ફાંટા હોય છે. હંમેશા લાઈફના દરેક ડેસ્ટીનેશન પોઈન્ટ પર ઉભા રહેતી વખતે બે જ રસ્તા હોય છે. ઉપરાંત, તે બંને રસ્તાઓ વિરૂદ્ધ દિશામાં જ હોય છે. બંને રસ્તાનું મૂલ્ય તો સરખું જ. વળી, બંને રસ્તે એક સમાન પ્રકારની વિચારસરણી ધરાવતા લોકો જ હોય. એ બંનેમાંથી વે-સિલેકશન હંમેશા વ્યક્તિની થોટ-પ્રોસેસ પર આધારિત છે. તેના આધારે દરેકના મતે પાછો પોતાનો રસ્તો સાચો જ છે. બસ, માત્ર પરિણામ અલગ છે. વિચાર કોઈ પણ હોય, પરંતુ તેના પર વિમર્શ તો બંને બાજુએથી એકસમાન જ હોય. સિક્કો એક જ છે, બસ હેડઝ અને ટેઈલ્સમાંથી કયું પસંદ કરવું તે આપણા હાથમાં છે. બંનેમાંથી જે પણ આવ્યું હોય,રમવાનું તો બંને એ જ છે ને ! જેમ સફળતા અને નિષ્ફળતાના ચોકઠાંની ફ્રેમ બનાવીને આપણે પોતાના રીજીડ થોટ્‌સમાં રાચીએ છીએ. છતાં, પરફોર્મન્સ તો બંને પરિસ્થિતિમાં આપવાનું જ છે.

વિજ્ઞાન એ માત્ર પુસ્તકથી અટકી જતું નથી. એ કોઈ ને કોઈ પરિવેશે ’લાઈવ લાઈફ’ સાથે તન્મયતાથી જોડાયેલું છે. દરેક થિયરીને કોઈક સ્ટ્રોંગ પ્રૂફ છે, તેનું સિમ્પલીફિકેશન છે, ઈમ્પ્લીમેન્ટેશન છે. અલ્ટીમેટ,જે ક્ષણે પ્રેમને ગાણિતિક સૂત્રોમાં બાંધવામાં સફળતા મેળવીશું તે ક્ષણે આપણે પ્રેમ સમજી તો શકીશું જ. દુઃખ, આનંદ,ઉન્માદ વગેરે જેવી માનવીય લાગણીઓ ફિઝીકલી નહિ તો રિલેટીવલી ન્યુટોનિયન ફિઝીક્સ સાથે જોડાયેલ છે જ. કો-રિલેટ કરતા જણાય છે કે જે પ્રક્રિયા સમગ્ર બ્રહ્‌માંડમાં આકાર લે છે તેવી રીતે જ તે અલગ સ્વરૂપે હ્યુમન સાથે કનેક્ટ થતી રહે છે. ઘણી વખત વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખનારાઓ પર એવો આરોપ મુકાય છે કે તેઓ કુદરતની સુંદરતાને માણવાને બદલે તેનું વૈજ્ઞાનિક પિષ્ટપેષણ કરીને સમગ્ર ચિત્રને ડલ કરી નાખે છે. જે જરા પણ સત્યતાની દીવાલો જોડે રિજીડ કનેક્શન નથી. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ ફૂલની સુંદરતા નીરખીને આનંદ પામે છે ત્યારે એ સુંદરતા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખનારાઓને પણ પ્રાપ્ય છે જ. બસ, એ બંને વિચારસરણી વચ્ચે વે ઓફ થિન્કિંગ અને સાયન્ટીફીક આઉટલૂકનો જ ફર્ક છે.

કોફી બોર્જિયા

"ઉરીહ ર્એ’િી ર્એહખ્ત, ર્એ ર્ઙ્મર ટ્ઠં ીંઙ્મીદૃૈર્જૈહ ટ્ઠહઙ્ઘ ંરૈહા, ંરીિી’જ ટ્ઠ ર્ષ્ઠહજૈટ્ઠિષ્ઠઅ. ્‌રી હીર્ુંિાજ રટ્ઠદૃી ર્ષ્ઠહજૈિીઙ્ઘ ર્ં ઙ્ઘેદ્બહ્વ ેજ ર્ઙ્ઘુહ. મ્ેં ુરીહ ર્એ ખ્તીં ટ્ઠ ઙ્મૈંંઙ્મીર્ ઙ્મઙ્ઘીિ, ર્એ િીટ્ઠઙ્મૈડી ંરટ્ઠં’જ ર્હં િંેી. ્‌રી હીર્ુંિાજ ટ્ઠિી ૈહ હ્વેજૈહીજજ ર્ં ખ્તૈદૃી ર્ીઙ્મી ીટટ્ઠષ્ઠંઙ્મઅ ુરટ્ઠં ંરીઅ ુટ્ઠહં.”

- જીીંદૃી ર્ત્નહ્વજ

* કંદર્પ પટેલ *

પ્રાઈમ ટાઈમ

* હેલી વોરા *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ર્દૃટ્ઠિરીઙ્મૈ૧૯૮૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

અદભુત પરવાળા

આપણું પર્યાવરણ અદભુત આઈટમ્સથી ઉભરાય છે. એ ય ને વિશાળથી સુક્ષ્મ સુધી પુષ્કળ વેરાયટીઝ. એક જોવો ને એક ભૂલો. હોલસેલની શોપમાં લાગેલ કુર્તીઓની માફક હી હી હી... કરોડો પ્રકારની પ્રજાતિઓ, વનસ્પતિઓ અને પ્રાણીઓ સાવ સુક્ષ્મ વાયરસથી લઈને જબરજસ્ત બ્લુ વ્હેલ સુધી અનેક પ્રજાતિઓ,અનેક અવનવી ખૂબીઓ. એવી એક પ્રજાતિ છે અવનવી વનસ્પતિની... ના ના પ્રાણીની , ના ના વનસ્પતિ... ના ના... વેલ એમાં છે જ કન્ફયુઝન આ અદભુત જીવ પ્રાણી અને વનસ્પતિની વચ્ચે નો છે અને એ છે પરવાળા. આ દરિયાઈ જીવો વનસ્પતિ જેમ એક જગ્યા એ રહી ને વિકસે છે પણ પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક બનાવતા નથી.

દરિયામાં ઉગતા છોડવા જેવા દેખાતા આ જીવો હકીકતે હજારો લાખો સુક્ષ્મ જીવો નો સમૂહ છે. એ જીવો ઉત્ક્રાંતિની લાઈનમાં પ્રાથમિક એવા નાનકડા સજીવો છે. હાઈડરા જેવા તદ્દન પાતળા અને અમુક મીલીમીટરમાં કદ ધરાવતા નાનકડા સજીવોના શરીરમાં કોઈ કોમ્પ્લીકેશન જ નહિ. બસ એક માથું અને ધડ. માથામાં મુખના ભાગે ટેન્ટેક્લ્સ કે સ્પર્શક (તાંતણા જેવી) રચના હોય છે જે પાણીમાં ઝૂલ્યા કરે છે. નજીકમાંથી કોઈ નાનકડો જીવાણું પસાર થાય કે તરતજ પેલા તાંતણાઓથી પકડીને તેને પેટમાં પધરાવી દે અને ધડ કહીએ તો એક પાતળા આવરણમાં થોડું જેલી જેવું માંસ. બસ આટલુ જ એમનું શરીર... આમ તો નિરાંત... તે લોકોની વસાહતમાં એકજ ડોક્ટર હોતા હશે. આપણી જેમ ફીઝીશીયન, ઓપ્થેમોલોજીસ્ટ, ઓર્થોપેડિક, સર્જન વગેરે જેવી કડાકૂટ જ નહિ. આવા સુક્ષ્મ પરવાળાઓ પાસપાસે ગોઠવાઈને દરિયાઈ છોડ જેવી રચના ઉભી કરે છે.

મોટેભાગે આવા જીવોને છીછરૂ, હુંફાળું, સાફ દરિયાઈ પ્રાણી જ્યાં સુર્યપ્રકાશ મળી શકતો હોય તે માફક આવે છે, પરંતુ ઊંડા પાણીના પરવાળાઓ પણ અસ્તિત્વ ધરાવે છે. આ પ્રકારના જીવો એમના જીવનકાળ દરમિયાન સખત એવું બહિર કંકાલ ઉત્પન્ન કરે છે. આપણા જેવા વિકસિત જીવોના શરીરમાં આંતરિક કંકાલતંત્ર હોય છે જે જન્મથી જ આપણા શરીરમાં હોય છે પરંતુ પરવાળા જેવા વિશિષ્ટ જીવો તેમના જીવનકાળ દરમિયાન કેલ્સિયમ કાર્બોનેટનો સ્ત્રાવ કરી આવું વિશિષ્ટ બહિરકંકાલ બનાવે છે જેને પરિણામે તેની આસપાસ સખ્ત આવરણ રચાય છે. તેઓ પાસપાસે ગોઠવાઈને જે સમૂહ બનાવે છે તે અન્ય દરિયાઈ સજીવો માટે વસાહતનું કામ કરે છે. આપણે મનુષ્યો સહુથી બુઘ્ધિશાળી જીવો રહ્યા એટલે આપણું ઘર જાતે જ બનાવીએ પરંતુ કુદરતમાં અન્ય જીવો માટે કુદરતે જ વસાહતો ઉભી કરેલી છે. તેનું એક ઉદાહરણ આ પરવાળા છે. ધીરે ધીરે સખત બનતા જતાં અને ફેલાતા જતાં તેમના સમૂહમાં નાના દરિયાઈ જીવો, વનસ્પતિઓ વિગેરે આશરો લે છે. આવા સખત પરવાળા ફેલાતા જઈ એકબીજાની ઉપર થર ગોઠવાતા જઈને દરિયાની વચ્ચે જમીનના ટુકડા જેવી રચના ઉભી કરે છે અને આ રીતે આખેઆખો ટાપુ પણ ખાડો કરી દે છે. ક્યારેક આવા પરવાળાના સમૂહો પર સમયજતાં રેતી કે માટીના થર બનતા જાય છે જેના પર વૃક્ષો ઉગી નીકળે છે અને ધીરેધીરે વસાહતી ટાપુ બની જાય છે. જોકે મનુષ્ય વસવાટ માટે તેમને વધુ યોગ્ય ગણવામાં આવતા નથી કારણકે છીછરા પાણીમાં દરિયાઈ સપાટીએ આવેલા હોવાથી દરિયાઈ તોફાનોનો ભય રહે છે.

આ પ્રકારના મોટાભાગના ટાપુઓ પેસિફિક સમુદ્રમાં આવેલા છે. આવો એક ટાપુ આપણા અરબી સમુદ્રમાં કચ્છના અખાતમાં જામનગર નજીકઆવેલ પીરોટન ટાપુ છે. જોકે આ પીરોટન નામ નો ઉદભવ ’પીર-જો-થાલ’ પરથી થયો છે. જે ત્યાં રહેતા સંતની દરગાહને કારણે આ સ્થળને પવિત્ર માનવામાં આવે છે અને વર્ષો સુધી માત્ર આ પ્રકારની યાત્રા માટે તેમની મુલાકાત લેવાતી હતી. સમય જતાં સરકારના ધ્યાન પર આવ્યું કે પરવાળાથી બનેલો આ અદભુત ટાપુ પુષ્કળ દરિયાઈ જીવોનો ખજાનો છે. ત્યારથી તેને ’મરીન નેશનલ પાર્ક’ ઘોષિત કરવામાં આવ્યો છે. આ પરવાળા રંગબેરંગી હોઈ આંખ સામે ખુબ જ સુંદર દ્રશ્ય ખડું કરે છે. અહી પરવાળા ઉપરાંત વિશાળ દરિયાઈ કાચબા, જળ ઘોડા, જેલી ફીશ, ઓક્ટોપસ, ડોલ્ફિન તેમજ અન્ય માછલીઓ તેમજ ક્યારેક સીલ જેવું દેખાતું વિશિષ્ટ એવું પેટ પર ઘસડાઈને ચાલતું છતાં સ્તનધારી પ્રાણી પણ જોવા મળે છે. પરંતુ જે આપણે સહુને ખ્યાલજ છે કે ભારતીય નાગરિકો પર્યાવરણ પ્રત્યે ગજબ રીતે બેદરકાર છે જેથી આ ટાપુને તથા તેના જીવોને ઓલરેડી નુકસાન પહોચાડી ચુક્યા છે, જેથી હવે પીરોટનની મુલાકાત લેવા માટે ખાસ્સી ગુંચવણભરી ફોર્માલીટી પાર કરવી પડે છે.

આ પરવાળા ખાસ્સા સંવેદનશીલ જીવો છે, પાણીના તાપમાનમાં કે વાતાવરણમાં થતા બદલાવ કે પ્રદુષણને સહન કરી શકતા નથી. જેને કારણે તેમની વસ્તી ઓછી થતી જાય છે. ગ્રીન હાઉસ ઈફેક્ટને કારણે થયેલા તાપમાનમાં વધારાનો સીધો પ્રભાવ પરવાળાને નડે છે. મુલાકાતીઓની બેદરકારીભરી અવરજવરનો પણ અવળો પ્રભાવ તેમના પર પડે છે. જેથી તેમના પર નિયંત્રણ હોવું જરૂરી બને છે. સમગ્ર વિશ્વમાંથી પણ પરવાળાની વસ્તી ધીમે ધીમે ઓછી થઇ રહી છે. અને તેઓ અન્ય અનેક જીવોનો આશ્રય હોઈ પરવાળા ઘટતાં તેનો પ્રભાવ અન્ય દરિયાઈ જીવો પર પણ ઓટોમેટીક પડે છે. આવા સુંદર દરિયાઈ જીવોને બચાવવા હોય તો પર્યાવરણ તરફ કાળજીભર્યો વ્યવહાર એ એક માત્ર રસ્તો છે.

* હેલી વોરા *

ટેક ટોક

* યશ ઠક્કર *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ અટ્ઠજરષ્ઠ૮જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ર્

ંહી ઁઙ્મેજ ઠ

નુતન વર્ષાભિનંદન... વીતેલ વર્ષમાં તમામ વાંચકો એ જે પ્રેમ થી મને સ્વીકાર્યો છે એના માટે આપ સહુનો ખુબ ખુબ આભાર. આવનાર વર્ષમાં ઈશ્વર તમારી બધી ઇચ્છાઓ પૂરી કરે તેવી પ્રાર્થના. આજે ટેકટોક વર્ઝન ૧૦ માં આપણે વન પ્લસ એક્સ વિષે જાણશું.

વન પ્લસ મૂળ ચાઈનાની કંપની છે અને છેલ્લા દોઢેક વર્ષથી ભારતીય બજાર માં ખુબ ધૂમ મચાવી રહી છે. બજેટ ફ્રેન્ડલી કે પોકેટ ફ્રેન્ડલી ફોન ની સીરીઝમાં વન પ્લસ એ સેમસંગ, સોની કે એચટીસી માટે ખરેખર ખુબ જ જોરદાર ટક્કર ઉભી કરી છે. જોકે મૂળ ચાઈના ની કંપની હોય તેને થોડી તકલીફ પડે તે સ્વાભાવિક છે.

વન પ્લસ દ્વારા અત્યાર સુધીમાં ૪ ફોન લોન્ચ કરવામાં આવ્યા છે. વન પ્લસ ની જો કોઈ એક મુખ્ય બાબત મને ગમતી હોય તો તે છે તેનું કસ્ટમાઇઝેશન... તમે ફોન ના ફોન્ટ થી લગાડી ને આઇકોન્સ અને બેકગ્રાઉન્ડ થી ડાઈલર સુદ્ધા બદલાવી શકો છો અને એ ખરેખર એક એન્ડ યુઝર માટે ખુબ જ સારી બાબત છે.

વન પ્લસ એક્સ ૧૬૯૯૯ રૂપિયાની કિંમતે માત્ર અને માત્ર અમેઝોનની વેબસાઈટ ઉપર જ મળશે અને એમાં પણ જો તમારી પાસે ઇન્વીટેશન હશે તો જ તમે ખરીદી શકશો. હકીકતે કહું તો આ ઇન્વીટેશન હોય તો જ ફોન મળે એ ખરેખર જબ્બરજસ્ત માર્કેટિંગ ફંડા છે. એક તો લીમીટેડ યુઝર્સ હોય એટલે કંપની સ્વાભાવિક રીતે પોતાની પ્રોડક્ટને રોયલ ક્લાસ અથવા તો એમાં કંઇક ખાસ છે એવું કહી શકે.

વન પ્લસ એક્સ ના ટેકનીકલ સ્પેસીફીકેશનની વાત કરીએ તો ૫ ઇંચ ની એમેલોડ ડિસ્પ્લે છે જે અત્યાર સુધી જનરલી માત્ર સેમસંગ દ્વારા આપવામાં આવતી હતી. ક્વોલ્કોમ સ્નેપડ્રેગોન ૮૦૧ ચીપસેટ છે, જયારે ૨.૩ ગીગાહર્ટઝનું ક્વોડકોર પ્રોસેસર છે અને ૩૩૦ એડરેનો જીપીયું છે. ૩ જીબી રેમ તથા ૧૬ જીબી ઇન્ટરનલ સ્ટોરેજ તમને મળશે. આ ફોન ડયુઅલ સીમ છે જેમાં પ્રથમ સીમ કાર્ડ તરીકે તમારે નેનો સીમ યુઝ કરવું પડશે જયારે બીજા સ્લોટ માં તમે નોર્મલ સીમકાર્ડ અથવા તો ૧૨૮ જીબી સુધીના માઈક્રો એસડી મેમરી કાર્ડ નો ઉપયોગ કરી શકો છો.

વન પ્લસ એક્સ માં તમને ૧૩ મેગાપીક્ષ્લ નો રીઅર કેમેરા મળેશે જે ખરેખર શાર્પ અને ક્રિસ્ટલ ક્લીયર ઈમેજ આપે છે જયારે ફ્રન્ટ કેમેરા ૮ મેગાપીક્ષ્લનો છે જેમાં હજુ પણ સોની અને એચટીસીની જેમ ફ્લેશની ખામી વર્તાય છે.

વન પ્લસ એક્સના બોડી ડીઝાઇન વિષે વાત કરીએ તો અમુક અંશે તમને એપલ ની ફિલ ચોક્કસથી મળશે. જોકે બેક સાઈડ પર ગ્લોસી પ્લાસ્ટિક હોવાના લીધે ફિંગર પ્રિન્ટ્‌સ પડશે એ નક્કી છે. ફોન ના ફરતે જે રીતે મેટલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ખરેખર ફોન ને એક રોયલ લુક તથા મજબૂતાઈ આપે છે. ૫ ઇંચ ની એમોલેડ સ્ક્રીન માટે પણ ગોરિલા ગ્લાસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ઓછી ઉંચાઈ થી ફોન પડે તો નુકશાન થવાની શક્યતાઓ ખુબ જ ઓછી છે.

વન પ્લસ એક્સમાં ડાબી બાજુ પર એક નોટીફીકેશન સ્લાઈડર આપવામાં આવ્યું છે જેના વડે તમે નક્કી કરી શકો છો કે તમારે કયા કયા નોટીફીકેશન જોઈએ છે અથવા તો કોના કોના જોઈએ છે (અફકોર્સ એના માટેનું પ્રાયોરીટી લીસ્ટ તમારે જાતે નક્કી કરવું પડશે) મોટે ભાગે આપણે ત્યાં નવો ફોન લઈએ એટલે સ્ક્રીનગાર્ડ લગાવવાનું પસંદ કરીએ છીએ જયારે વન પ્લસ એક્સ માં કંપની તમને ફોન સાથે સ્ક્રીનગાર્ડ લગાવી ને જ આપે છે અને આ સિવાય એક રબર કેસ પણ આપે છે જેનો તમે બેકકવર પ્રોટેક્ટર તરીકે ઉપયોગ કરી શકો છો.

વન પ્લસ એક્સ માં બાય ડીફોલ્ટ તમને ઓક્સીજન ઓપરેટીંગ સીસ્ટમ વન મળશે જેને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરતા જ અપડેટ મળશે અને વર્ઝન-ટુ તમે ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય બેઝીક ઓપરેટીંગ સીસ્ટમ તરીકે તમને એન્ડરોઇડ વર્ઝન ૫.૧.૧ મળશે.

ફાયનલ કનક્લુઝન વિષે વાત કરૂં તો જો તમારૂં બજેટ ૧૬૦૦૦ સુધી નું હોય અને તમે એક દીસેન્ત ફોન લેવા માંગતા હોય તો વન પ્લસ એક્સ ખરેખર ખુબ જ સારી ચોઈસ છે. હા કદાચ તમને પ્રોસેસર અને ચીપસેટ લેટેસ્ટ નહિ મળે પણ આ બજેટ માં આટલા સારા ફંક્શન વાળો ફોન મળવો મુશ્કેલ છે (મુખ્યત્વે ૩ જીબી રેમ અને ૧૬ જીબી ઇન્ટરનલ સ્ટોરેજ)

* યશ ઠક્કર *

ફૂડ સફારી

* આકાંક્ષા ઠાકોર *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વીન્ટર મસ્તી

દિવાળી પતવાની સાથે સાથે વાતાવરણમાં થોડી થોડી ઠંડક શરૂ ગઈ છે. અત્યાર સુધી જે એ.સી. અને ફુલ -સ્પીડ પર પંખા ચાલતા હતા એ ધીમે ધીમે ધીમી સ્પીડ પર ચાલતા પંખા પર આપણે પહોંચી રહ્યા છીએ. આમ જોઈએ તો ભારત, ઇન્ડિયા કે હિન્દુસ્તાનમાં આપણે એક બાજુ આ વૈવિધ્યસભર વાતાવરણને કારણે જ આપણે બાકીની દુનિયાથી અલગ છીએ,કેમકે આ વિવિધ મોસમ જ ખાવા-પીવામાં વિવિધતા લાવે છે.

ભારતમાં દરેક મોસમ સાથે સંકળાયેલી એક ટ્રેડીશન છે, જેમકે ઉનાળામાં કેરીનો રસ અને અથાણા, ચોમાસામાં જાત જાતના વ્રત અને ઉપવાસ અને શિયાળામાં વસાણા. આ દરેક બાબતમાં કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. પરંતુ હવે આજનાં જમાનામાં એ જ, પેઢીઓથી ચાલતી આવતી વાનગીઓ ખાવાનો કંટાળો આવે છે, પણ જોડે જોડે ઠંડીથી બચવા માટે બીજા રસ્તાઓ સૂઝતા ન હોવાથી એ જ રસ્તા પર ચાલીએ છીએ. પરંતુ જો કોઈ કહે કે આ શિયાળે તમારે ઉકાળો નથી પીવાનો, પણ એને બદલે રસમ મળશે, કે પછી ગુંદરપાક ખાવાની જરૂર નથી પણ ગુરેર સોન્દેશથી કામ ચાલી જશે તો બોસ્સ, આપણે તો જલસા જ છે ને!

અને એટલે જ ફૂડ સફારી આ શિયાળામાં મસ્તી કરવાની ફુલ્લ-ઓન તૈયારી કરીને આવ્યું છે! જેના પહેલા ભાગમાં તમને મળશે બે પરમ્પરાગત વાનગીઓ,પણ ગુજરાતની નહિ! આજે આપણે જોઈશું રસમ, જે એક સાઉથ ઇન્ડિયન વાનગી છે અને એની ખાસિયત એ છે કે રસમ એક વર્સેટાઈલ ડરીંક છે, તમે એને એકલું પણ લઇ શકો અને રાઈસ કે વડા સાથે પણ લઇ શકો. આ ઉપરાંત તે શાકભાજી અને હળદર તથા અન્ય માંસાલથી ભરપૂર હોવાને લીધે એક અનોખી તાજગી પૂરી પાડે છે. સાથે જ અપને જોઈશું ગુરેર સોન્દેશ જે એક પરમ્પરાગત બંગાળી મીઠાઈ છે અને તે ખજૂરમાંથી બનતા ગોળમાંથી બનાવવામાં આવે છે જેને કારણે તે ખૂબ જ પૌષ્ટિક હોય છે.

વેજીટેબલ રસમઃ

સામગ્રીઃ

સ્ટ્ઠૈહ ૈંહખ્તિીઙ્ઘૈીહંજઃ

•૧ ટેબલસ્પૂન આમલી + ૧/૨ કપ ગરમ પાણી

•૧ મીડીયમ ટામેટું,સમારેલું

•૨ કપ પાણી’

•૧૦-૧૨મીઠા લીમડાના પાન

•ચપટી હિંગ

•૧/૨ ટીસ્પૂન હળદર પાવડર

•૧ ટીસ્પૂન રાઈ

•૨-૩સૂકા લાલ મરચા

•૨ ટીસ્પૂન સમારેલી કોથમીર

•૨ ટેબલસ્પૂન તેલ

•મીઠું સ્વાદ મુજબ

•વાટીને પાવડર કરવા માટેઃ

•૩ ટીસ્પૂન જીરૂં

•૨ ટીસ્પૂન આખા મરી

•૬-૭ લસણની કળી

રીતઃ

•આમળીને ૧/૨ કપ ગરમ પાણીમાં લગભગ અડધો કલાક પલાળી રાખીને તેમાંથી તેનો રસ કાઢી લો અને બાજુમાં રાખો.

•ગ્રાઈન્ડરમાં જીરૂં,મારી અને લસણની કળી લઇ તેનો પાવડર બનાવી લો.

•હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ કકડે એટલે તેમાં મીઠો લીમડો,લાલ મરચા અને હિંગ નાખી માર્ચનો રંગ બદલાય ત્યાંસુધી ધીમે તાપે સાંતળો.

•ત્યારબાદ તેમાં ટામેટા નાખી,ટામેટા પોચા થાય ત્યાંસુધી સાંતળો. ત્યારબાદ તેમાં હળદર અને વાટેલો પાવડર ઉમેરો. બરાબર હલાવીને તેમાં આમલીનો રસ અને પાણી ઉમેરો. મીઠું ઉમેરીને બરાબર હલાવો.

•ઢાંકણ ઢાંક્યા વગર રસમને ધીરે ધીરે ઉકાળવા દો.

•બરાબર ઉકલે એટલે ગેસ બંધ કરી સમારેલી કોથમીર ઉમેરો.

•રસમને ગરમાગરમ પીરસો.

ગુરેર સોન્દેશઃ

સામગ્રીઃ

•૨લીટર દૂધ

•લીંબુનો રસ ૩-૪ ટેબલ સ્પૂન

•ખજૂરના ગોળ ૪-૫ ટેબલ સ્પૂન + ૧ ટેબલ સ્પૂન ઓગળેલ

•સુશોભન માટે કિસમિસ અને પિસ્તા

રીતઃ

૧.દૂધને ઉકાળી,તેમાં લીંબુની રસ ઉમેરીને તેમાંથી પનીર બનાવી લો. પનીરને મસ્લીન ક્લોથમાં ૨૦ મિનીટ જેવું રહેવા દો, પરંતુ જોડે જોડે એ પણ ધ્યાન રાખો કે આ પનીર સાવ ડ્રાય ના થઇ જાય નહી તો સંદેશ નરમ નહિ બને.

૨.૨૦ મિનીટ બાદ પનીરને બરાબર મસળો જેથી કરીને તેમાં કોઈ ગઠઠાનાં રહી જાય.

૩.હવે એક પેનમાં આશરે ૨ ટેબલ સ્પૂન જેટલું પાણી લઇ ધીમે તાપે ગોળને ઓગાળો.

૪.ગોળ ઓગળી જાય એટલે તેમાં પનીર ઉમેરીને બરાબર ભેળવો. તેની મીઠાશ ચાખીને જરૂર લાગે તે મુજબ બીજો ગોળ ઉમેરો.

૫.લગભગ ૫-૬ મિનીટ માટે પકવો. પનીર કિનારી છોડવા લાગે અને હાથમાં લેતા ચોંટે નહિ તો ગેસને બંધ કરી દો, પરંતુ મિશ્રણને બીજી ૪-૫ મિનીટ માટે હલાવતા રહો.

૬.મિશ્રણને એક પ્લેટમાં કાઢી.

૭.હાથને સહેજ ભીનો કરી આ મિશ્રણના એક સમાન ગોળા બનાવો, અન્ય આકાર પણ આપી શકાય છે.

૮.કીસમીસ અને પિસ્તાથી સજાવી ઉપર ઓગળેલો ગોળ થોડો રેડી ને સર્વ કરો.

* આકાંક્ષા ઠાકોર *

મિર્ચી ક્યારો

* યશવંત ઠક્કર *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠજટ્ઠિઅષ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

દિવાળીના તહેવારોમાં એમ પણ બને...

ફોડવા માટે લાવેલા કોઈના ફટાકડામાંથી મોટા ટોટાનાં સુરસુરિયાં પણ ન થાય અને નાના ટોટા ધડાકા કરવાની એમની ફરજ બજાવે એમ પણ બને!

કોઈ પોતાના આંગણામાં સરસ મજાની રંગોળી તૈયાર કરીને ઊભું થાય ત્યાં તો પાડોશીનો તોફાની ટપુડો એ રંગોળી પર ખાબકે એમ પણ બને!

કોઈ બારણે તોરણ લટકાવવા જાય ને બારણે ખીલીઓ જ ન હોય એમ પણ બને!

કોઈએ ખાતરી કરીને લીધેલી સીરિઝ એની ઘરે પહોંચ્યા પછી રીસાઈ જાય એમ પણ બને!

આડે દિવસે ટપાલ ગમે ત્યાં નાખીને ચાલ્યો જતો ટપાલી બોણીની આશાએ ચાર ચાર દાદરા ચડીને જેને ટપાલ પહોંચાડવા જાય એના ઘરના દરવાજે તાળું હોય એમ પણ બને!

દૂરથી જ સલામી મારતો ચોકીદાર બોણી માગશે એ બીક સાથે કોઈ બીતો બીતો ચોકીદારની પાસેથી નીકળે ને ચોકીદાર પોતાને મળેલી મીઠાઈમાંથી એને મીઠું મોઢું કરાવે અને બોણીનો ‘બ’ પણ ન બોલે એમ પણ બને!

રોજ એકનું એક જોઈને નવું જોવાની આશાએ કોઈ પર્વતની ટોચે પહોંચે ને ત્યાં એનો બૉસ જાણે એની રાહ જોઈને જ બેઠો હોય એમ પણ બને!

વિવિધ સ્થળો જોવાની આશાએ કોઈ પ્રવાસમાં નીકળે અને ટ્રાફિકના કારણે માત્ર હાઈવે જોઈને જ પાછા ફરે એમ પણ બને!

કોઈને પ્રવાસની જગ્યાએ એકેએક વેપારીમાં લૂંટારો દેખાય એમ પણ બને!

કોઈ ભાડાની ગાડી કરીને ફરવા તો નીકળે પણ ગાડીના ડરાઈવરને બબ્બે બબ્બે રાતના ઉજાગરા હોય અને એ ચાલુ ગાડીએ ઝોકાં મારતો હોય એમ પણ બને!

કોઈના પ્રવાસના કુલ સમયમાંથી મોટા ભાગનો સમય પાર્કિંગમાં, હોટેલ શોધવામાં અને એમાં જમવાનું મળે એની રાહ જોવામાં પસાર થયો હોય એમ પણ બને.

કામવાળા બહેનને કોઈ હોંશે હોંશે અગાઉથી દિવાળીની બોણી આપે અને એ બહેન બીજા જ દિવસથી રજા પાડી દે એમ પણ બને!

હવે કોઈ મળવા નહિ આવે એમ માનીને નાસ્તો ખલાસ કરનારની ઘરે બીજે જ દિવસે કોઈ મહેમાન મળવા આવે એમ પણ બને!

નવા વર્ષના દિવસે કોઈ પોતાના સગાનાં હાથમાં પરાણે પૈસા મૂકવાનો વ્યવહાર કરે અને એવી ગણતરી રાખે કે સામેવાળા પણ મારી ઘરે આવશે ત્યારે વળતો વ્યવહાર કરશે. પણ, સામેવાળા વળતો વ્યવહાર કરવા આવે જ નહિ એમ પણ બને!

કોઈ નવા વર્ષના દિવસે ધોયેલું અને ઈસ્ત્રી કરેલું નવું શર્ટ પહેરે ત્યારે જ એને શર્ટમાં એક બટનનું અસ્તિત્વ ન હોવાની જાણ થાય એમ પણ બને.

કોઈ ચોર બંધ ઘરનું બારણું તોડીને અંદર દાખલ થાય અને અંદર લોકો ભેગા થઈને તીન પત્તીનો ખેલ ખેલતા હોય એમ પણ બને!

દુનિયામાં વિવિધ જગ્યાએ બોંબમારો થઈ રહ્યાનાં દૃશ્યો ટીવીમાં જોઈ જોઈને કોઈને ફટાકડાનાં બોંબ ફોડવામાં રસ ન રહે એમ પણ બને!

કોઈનો દેણદાર નવા વર્ષના દિવસે જ આશ્વાસન આપે કે - તમારૂં દેવું હું આવતી દિવાળીએ ચૂકવી દઈશ- એમ પણ બને!

કોઈ લેખકની દિવાળી અંકમાં વાર્તા તો છપાય પણ એ ભૂલથી બીજાના નામે છપાઈ હોય એમ પણ બને!

દિવાળી કેવી રીતે ઉજવી એનું વર્ણન મનમાં તૈયાર રાખનારને કોઈ ‘કેવી રહી દિવાળી?’ એટલુંય ન પૂછે એમ પણ બને!

દિવાળીની અસરમાંથી મુકત થવા માંગનારને મારૂં આ લખાણ આડ અસર કરે એમ પણ બને!

* યશવંત ઠક્કર *