Hu Gujarati 42 part 1 books and stories free download online pdf in Gujarati

Hu Gujarati 42 part 1

હું ગુજરાતી

૪૨-૧


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.કલશોર - ગોપાલી બૂચ

૩.સંજય દ્રષ્ટિ - સંજય પીઠડિયા

૪.કાફે કોર્નર - કંદર્પ પટેલ

૫.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

૬.મંથન - સાકેત દવે

૭.માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

૮.ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

૯.દિવાળી વિશેષ - વિશાલ કણસાગરા

એડિટરની અટારીએથી....

સિદ્ધાર્થ છાયા

આવી દિવાળી!

આખું વર્ષ ગમેતેવું ગયું હોય, પણ દિવાળીતો નવા નાકે જ..સોરી! નવા મૂડ સાથેજ ઉજવવાની હોય બરોબરને? વ્યક્તિની આર્થિક કે સામાજીક પરિસ્થિતિ ગમેતેવી રહી હોય પણ દિવાળી આવે એટલે નાનું મોટું સેલિબ્રેશન તો કરવાનુંજ. કાશ! રોજ સાંજે આપણે દિવાળી મનાવી શકતા હોત, જેથી આખા દિવસમાં જે કોઈ સારી-ખરાબ ઘટના બની હોય તેને ભૂલી જઈએ અને બાકીનો દિવસ સેલિબ્રેટ કરી શકીએ.

છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ હું ગુજરાતી દિવાળી વિશેષાંક લઈને આવ્યું છે અને અમારા તમામ કટાર લેખકોને અમે એક સાથે લઇ આવ્યા છીએ. કારણકે અસલી મઝા તો સબ કે સાથ આતા હૈ ના?

અમારા બધાંજ કટાર લેખકોને તમારે વાંચવાના હોવાથી આજે એડિટરની અટારીએથી ફક્ત આટલુંજ...

તમને બધાંને હું ગુજરાતી પરિવાર તરફથી દિવાળી તેમજ નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ.

કલશોર

ગોપાલી બૂચ

ને હવે તારી ગઝલના શેરને, દદૅથી શણગારવાનું બંધ કર.

તું ઇરાદો જીતનો બુલંદ કર,

ને ફરીથી દોડનો આરંભ કર.

સ્મૃતિઓના પોપડા જયાંથી ખરે,

ત્યાં સમજનો કોઇ પાક્કો રંગ કર.

જોતજોતામાં સમય વીતી જશે,

કામની સાથે જરા આનંદ કર.

જે નિયમ માણસ થતા રોકે તને,

તું યે ખુલ્લેઆમ એનો ભંગ કર.

ને હવે તારી ગઝલના શેરને,

દદૅથી શણગારવાનું બંધ કર.

- દિવ્યા મોદી.

અદભૂત !જીવનની બાજીને હાર-જીતના પાસા વચ્ચે વેડફવાને બદલે "જાગ્યા ત્યાથી સવાર" સમજીને ફરીથી દૉડવાના ઈરાદાને બુલંદ કરવાની વાત જ એક નવી ચેતનાનો સંચાર કરી જાય છે.સર્જકની આજ તો ખૂબી છે ને !સર્જનમાં એવો તાજો ઘૂઘવાટ હોય કે હારી થાકીને ભાંગી પડેલો માનવી જીંદગીના ખેલને ફરી રમવા તૈયાર થઈ જાય.એ જ સાચુ કવિકર્મ છે કદાચ.યુદ્ઘમેદાને જેમ સૈન્યને વીરરસનો પાનો ચડાવવા ચારણો દુહા લલકારતા એ જ રીતે કવિ પણ જીવન સમરાંગણે સર્જન દ્વારા બળ પુરૂ પાડે છે એમા બેમત નથી. પ્રેમના રોદણા કે દર્દની ગાથા ગાવી એ કરતાં વીરરસથી છલોછલ સર્જનાત્મકતા એક અજબ ખુમારીનો નશો કરાવે છે.અને એમા પણ એ વાત એક નારી લઈને આવતી હોય ત્યારે તો ખાસ.

એક એક શેર એક ખાસ સમજ સાથે આવ્યો છે.દિવાલ પરથી પોપડા ખરે તો એ જર્જરિત થવા લાગે છે.સ્મૃતિનું આવું નથી હોતું.સ્મરણનાં પોપડા ભુતકાળની ધાર વધું ધારદાર કરે છે ત્યારે સમજણનો રંગ ચડાવવાની વાત જીવનની બહું ઊંડી સમજ સાથે આવી છે.વર્તમાન જીવતરના સત્ય સાથે સંકળાયેલો હોય છે ત્યારે ભુતકાળની ધાર એને નુકસાન ન કરી જાય એ માટે સમજણનો સહારો જરૂરી હોય છે.ઈઙ્મીટ્ઠર્હિ મ્ર્િુહ, ૯ ્‌રી ઉીૈઙ્ઘિ જીૈજીંજિિ ની એક આવી જ વાત યાદ આવી. “્‌રીિી ટ્ઠિી ૈંદ્બીજ ૈહર્ ેિ ઙ્મૈદૃીજ ુરીહ ુી રટ્ઠદૃી ર્ં િીટ્ઠઙ્મૈડીર્ ેિ ટ્ઠજં ૈજ િીષ્ઠૈજીઙ્મઅ ુરટ્ઠં ૈં ૈજ, ટ્ઠહઙ્ઘ ુી ષ્ઠટ્ઠહર્હં ષ્ઠરટ્ઠહખ્તી ૈં. મ્ેં ુી ષ્ઠટ્ઠહ ષ્ઠરટ્ઠહખ્તી ંરી જર્િંઅ ુી ીંઙ્મઙ્મર્ ેજિીઙ્મદૃીજ ટ્ઠર્હ્વેં ૈં, ટ્ઠહઙ્ઘ હ્વઅ ર્ઙ્ઘૈહખ્ત ંરટ્ઠં, ુી ષ્ઠટ્ઠહ ષ્ઠરટ્ઠહખ્તી ંરી કેેંિી.”

સંપૂર્ણ ગઝલ જીવનના હકારાત્મક અભિગમને પ્રદર્શિત કરે છે.કામ -કામને કામની સતત હાયવોય સાથે જીવતા વર્કોહોલિક રોબોટ જેવા સમુદાય માટે પણ સુંદર સૂચન એ જીવનને હળવાશથી લેવાના કવિના સુક્ષમ દ્રષ્ટિકોણનો બોલતો પુરાવો છે.આનંદની પળો પણ જિંદગીની તકલીફોને નાની બનાવી દેતી હોય છે.હસતે હ્‌સતે કટ જાએ રસતે.....નું બીજું નામ એટલે જ જીંદગી.

એને બંધનોમા બાંધી જીવનનો આનંદ આપણે ખોઈ દેતાં હોઈએ છે.ખુબસૂરત ફિલ્મનું એક ગીત યાદ આવે છે,"સારે નિયમ તોડ દો,નિયમ પે ચલના છોડ દો."કાયદા કાનૂન ભંગ કરવાની વાત નથી ,પણ જડતાની અંદર આપણે જ કેદ કરેલી આપણી જાતને મુક્ત કરી ખુલ્લી હવામા વહેતી કરવાની વાત છે. એટલે એનો અર્થ સ્વચ્છ્‌ંદતા પણ નથી. એવાં સો કોલ્ડ જડ નિયમો જે માણસને જીવતા અટકાવે .

છેલ્લાં શેરમાં સર્જનની ખુમારી નિતરે છે."દર્દને રોયા ના કરો"જેવી મર્દાનગી આ શેરમા વ્યક્ત થાય છે.દિવ્યા મોદીએ પોતે પણ આ ગઝલને સાંગોપાંગ દરદના વળગણથી મુક્ત રાખી છે.સર્જનક્ષેત્રે વિષય વૈવિધ્યની અછત નથી. જે રીતે "જમાને મે ઔર ભી ગમ હૈ એક મુહોબત કે સિવાં"એ જ રીતે રૂદન સિવાયની ફટકાબાજી કરી જિંદગીને સાચા અર્થમાં ઉજાગર કરવાની મજા છે.

તો,જીયો દિલસે....મસ્તી સે....એ વાતના સહજ સ્વીકાર સાથે દિપાવલી પર્વની શુભેચ્છા.

સંજય દ્રષ્ટિ

સંજય પીઠડીયા

જટ્ઠહદ્ઘટ્ઠઅિૈંરટ્ઠઙ્ઘૈટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

જિંદગીના સોફ્ટવેરની અપડેટ

નવા વર્ષની શરૂઆત એ જિંદગીના વ્યાકરણમાં આવતા એવા વિરામચિહ્‌નો છે, જ્યાં જરાક થોભી, થાક ખાઈને વિચારવું પડે કે જે વર્ષો ગયા અને જે રહ્યા એમાં આપણે કેટલુ અને કેવું રહ્યા અને કેવું વહ્યા! ગયા વર્ષે ‘હું ગુજરાતી’ના દિવાળી વિશેષાંકમાં અતિથિ લેખક તરીકે આપ સૌ સમક્ષ ‘વિચિત્ર’ કવિતાઓનો રસથાળ ધર્યો હતો, આ વર્ષે થોડી અલગ, આઈસ્ક્રીમની જેમ ચાટવા જેવી, ખીચડીમાં છાશ નાખી હોય એમ હબળકા ભરવા જેવી, કાજુ-બદામ નાખેલા સત્યનારાયણની કથાના શીરા જેવી લસલસતી અને સડસડાટ ગળેથી નીચે ઊતરી જતી, કેડબરી સિલ્ક જેવી સુંવાળી પણ ખરેખર જીવનની માલીપાના ખાલીપાને ઓલીપા મોકલવા અને અંદર ઉતારવા જેવી અદ્‌ભુત કવિતાઓનો અન્નકૂટ પાથર્યો છે, આશા છે વાચકમિત્રોને વાંચીને આનંદ અનુભવાશે.

ગુજરાતી ભાષાને બે કવિઓ એવા મળ્યા છે જેમની કવિતાઓ સોંસરવી ઊતરી જાય. ફોકસ સાથે સાતત્યસભર કવિતાઓ લખનારા એ બે કવિઓ છે - ઉદયન ઠક્કર અને હેમેન શાહ!

પ્રિસ્ક્રીપ્શન

૧. લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું.

૨. નિરાશાની એક કેપ્સૂલ દિવસમાં ચાર વાર લેવી. (નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એક જ છે, ફક્ત કંપની જુદી છે.)

૩. સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી.

૪. આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં.

૫. દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું. (એ મેસર્સ મજનૂ એન્ડ રાંઝાને ત્યાં મળે છે.)

૬. પેટમાં બળતરા થતી હોય તો એક પ્યાલો ઠંડું મૃગજળ ધીરે ધીરે પીવું.

૭. યાદ બહુ જલદ દવા છે, પરંતુ ઓછીમાત્રામાં અણધારી અસર બતાવી શકે માટે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી.

૮. અઠવાડિયે એક વાર એક્સપાયરી ડેટ પછીનું ઈશ્કનું ઈંજેક્શન લેવું.

૯. શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે.

૧૦. આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી.

સહી - અનરજિસ્ટર્ડ પોએટ્રી પ્રેક્ટિશનર, હેમેન શાહ!

આને કહેવાય ‘દસ કા દમ’. આહાહાહાહા...કવિતાનું નામ છે - પ્રિસ્ક્રીપ્શન. કેવા દસ સૂચનો! નાનામોટા દર્દોના ઉપચારની વિચારગોળીઓ. હિંદુકા ખૂન હોય કે મુસલમાનકા ખૂન, મૌલિકતા કોનામાં કેટલી છે? એકબીજાની ચુગલી કરનારા આપણે મૌલિક થવા કરતાં ‘લિક’ વધુ થઈએ છીએ. સપનાં, ઝાકળના ટીપાં, યાદ, મૃગજળ - આ દરેક શબ્દોને સૂચનાઓની ચાસણીમાં ડૂબાડીને આપણી સમક્ષ મુકાયા છે. ઈશ્કના ઈંજેક્શન અને નિરાશાની કેપ્સૂલ જીવનના દરેક પળે લેતી રહેવી. અને ગમે તેટલી પરેજી રાખો, ગમે તેટલી દવાઓ કરો પણ પ્રતીક્ષા તો રાખવી જ રહી. થોડા ઈન્તેજાર કા મજા લિજીયે....

પ્રશ્નપત્ર

૧. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.

૨. અને આમ તો તમેય મારી વાટ જુઓ છે, કેમ, ખરૂંને?......‘હા’કે ‘ના’માં જવાબ આપો.

૩. (આવ, હવે તો અષાઢી વરસાદ થઈને આવ, મને પલળાવ!) કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.

૪. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો, ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છુંઃ રસ આસ્વાદ કરાવો.

૫. શ્વાસોચ્છ્‌વાસો કોને માટે? કારણ પૂરાં પાડો.

૬. છેકાછેકી બને તેટલી ઓછી કરવી. (સાફસૂતરો કોરોકટ બસ મને મળ્યો છું.)

૭. ‘તમને હું ચાહું છું, ચાહીશ.’

કોણે, ક્યારે, કોને આવી પંક્તિ (નથી) કહી?

૮. હવે ખુલાસો. આ લો મારૂં નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહિતર

(કૅન્સલ વ્હોટ ઈઝ નૉટ એપ્લીકેબલ.)

‘પળે પળે પરીક્ષા’ રૂઢિપ્રયોગ વારંવાર વાપર્યો છે, સાંભળ્યો છે,અનુભવ્યો છે. પણ આ જીવતરરૂપી પરીક્ષાનું પ્રશ્નપત્ર કેવું હોય? શું બધા સવાલોના જવાબ આપવા કમ્પલસરી હોય? અને હોય તો શું આપણે આપી શકીયે? ઘણી વાર પ્રશ્નપત્રના ઉત્તરો આપતી વખતે પરસેવાના બંધ છૂટી જાય છે. એ તો ઠીક, આપણે અંદરથી પણ તૂટી જઈએ.... ઈશ્વર અને સંબંધો રોજેરોજ આપણી સમક્ષ ‘વોર્નિંગ બેલ’વગાડે છે પણ કોણ ધ્યાન આપે છે? આવું જ જીવનનું એક પ્રશ્નપત્ર કવિશ્રી ઉદયન ઠક્કરે રજૂ કર્યું છે. આમાંથી કેટલા પ્રશ્નોના ઉત્તર આપી શકો છો?

આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરૂ મારા,

આપણે ભરોસે આપણે હાલીએ, એક મહેનતના હાથને ઝાલીએ.

ખુદનો ભરોસો જેને હોય નહિ રે તેનો, ખુદાને ભરોસો નકામ,

છો ને એ એકતા રે ગાઈ ગાઈને કહે, તારે ભરોસે રામ

એ તો ખોટું રે ખોટું પિછાણીએ, હો ભેરૂ...

બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી, સાગર મોજા રે ઝુકાવીએ,

આપણા વહાણનાં સઢને સુકાનને, આપણે જ હાથે સંભાળીએ, હો ભેરૂ...

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે, કોણ લઈ જાય સામે પાર

એનો કરવૈયો કો આપણી બહાર નહિ, આપણે જ આપણે છઈએ,હો ભેરૂ... (પ્રહલાદ પારેખ)

આપણા ભરોસે આપણે આગળ વધવાની મજા જ કંઈ ઓર છે. બીજાના ભરોસે ચાલવું એ તો ટેકાની સરકાર. ખુદાનો ભરોસો હોવો જોઈએ પણ ‘ખુદા’ શબ્દ પણ ‘ખુદ’ વગર અધૂરો છે. હૈયામાં હામ અને ભુજામાં બળ હોય તો કામને પાર પડતા વાર નથી લાગતી. ‘રામ ભરોસે’ ચાલવા કરતાં ‘હમ ભરોસે’ ચાલીએ તો કરવૈયો અને ઘડવૈયો બેય આપણી અંદર જ છે.

જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી, ચાલવું સાબિત કદમ,થોડી સબૂરી રાખવી.

જીવવું છે ઝૂરવું છે, ઝૂઝવું છે જાને મન! થોડી અદાઓ ફાંકડી,થોડી ફિતૂરી રાખવી.

જોઈ લેવું આપણે, જોનારને પણ છૂટ છે, આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી.

ભાન ભૂલી વેદનાઓને વલૂરી નાખવી, જ્વાલાઓ ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી.

જામમાં રેડાય, તેને પી જવાનું હોય છે, ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી.

કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું, થોડુંક રહેવું ઘેનમાં,થોડીક ઘૂરી રાખવી.

ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન, જાગરણની એ સજાને ખુદને પુરી રાખવી.

એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઈ, ફૂંક સૂરીલી અને બંસી બસૂરી રાખવી.

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર, ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી. (વેણીભાઈ પુરોહિત)

નવા વર્ષે નવલી તાજગી હોય ત્યાં જ નરણે કોઠે પી જાઓ તો જામો પડી જાય એવી આ બેલેન્સ્ડ કવિતા છે. જીવનને મજલ કાપવા ચાલવાનું પણ ખરૂં અને બંધ રસ્તાઓ ભાળીને શ્રદ્ધા-સબૂરી પણ રાખવા. ‘હેપ્પી ન્યુ યર’ તો બધા વિશ કરશે પણ શું આખું વર્ષ ‘હેપ્પી’જશે? ના. ઝૂરવું, ઝઝૂમવું, અદાથી રહેવું, ગુસ્સે થવું, ભાન ભૂલવું,ક્યારેક બેધ્યાન તો ક્યારેક ધ્યાનસ્થ બનવું, સૂતાં અને જાગતા - સપનાંઓ જોવા, બાજની જેમ તેજતર્રાર ઊડવું પણ બુલબુલની જેમ મિઠાશ પણ રાખવી, બસ ઈસી કા નામ હૈ જિંદગી.

પડઘોઃ

મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાય,

એને નવું વર્ષ કહેવાય.

હું કંઈ પણ ના બોલું તોપણ તરત તને સમજાય,

એને નવું વર્ષ કહેવાય.

ટૂંકમાં, તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઊજવાય,

એને નવું વર્ષ કહેવાય.

(અંકિત ત્રિવેદી)

કાફે કોર્નર

કંદર્પ પટેલ

ટ્ઠીંઙ્મ.ાટ્ઠહઙ્ઘટ્ઠિ૫૫૫જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

દિવાળી : ’એન્ડલેસ’ જર્ની વિથ ’ટાઈમલેસ’ મોમેન્ટ્‌સ

દિવાલી... ’દિવા’વાલી...’દિલ’વાલી...વાલી-વાલી.

કોન્સ્ટન્ટ ખુશીનું પાર્સલ એટલે દિવાળી. દરેક દિવસોની મજા કાજુકતરીની ઉપરના ચાંદીના વરખ જેવી કીમતી હોય. કેસર પેંડાની કણી જેવી મીઠી હોય. અંજીરના રેસાની જેમ સંબંધને જોડતી મીઠી લાગણીઓ હોય. ઉકળતા દૂધને સાકરની મીઠાશની તલપ હોય છે તેમ સંબંધીઓને મળવાનું દિલમાં ઘોડાપુર ઉમટતું હોય છે. કઢાઈમાં સિસકારો બોલાવતા ઘી ની સુગંધ સમી સંવેદનાના ઈચ્છુક લોકોની ભાવનાઓ ખરેખર બોલતી હોય છે. કાજુ-બદામ-પીસ્તા જેવા ડરાયફ્રૂટ આ દિવસોમાં ’ડરાય’ સંબંધને રસથી ભરી મુકે છે. દાંત સાથે વળગીને રહેતી કિશમિશની માફક દવલા પણ વ્હાલા લાગવા માંડે. મીઠાઈ મોં માં મૂકતાની સાથે જ બખોલ આખી લાળરસથી ભરાઈ જાય અને તેનો ઓવરફલો હોઠની એકબાજુની ધારથી થાય, તેવા જ લાગણીભર્યા સંબંધો સર્જાય. પ્રેમની વર્ષા થાય. ખુશીઓની લ્હાણી થાય અને સંવેદનાના સ્પંદનો સર્જાય.

*****

ઝેનશાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ’લાફિંગ બુદ્ધા’નું ઘણું મહત્વ છે. ઘણા ઘરોમાં આ મૂર્તિ હોય છે. લાફિંગ બુદ્ધા ’હોતેઈ’ તરીકે ઓળખાય છે. હોતેઈ રોજ ખભામાં થેલો ભરાવીને ગામમાં આવતા અને બાળકોને ખાટી-મીઠી ગોળીઓ આપતા. કઈ જ અપેક્ષા રાખ્યા વિના બાળકોને ખુશ કરીને ચાલ્યા જતા. અનેક દિવસો આવું ચાલ્યું.

એક વાર ગામલોકો એકઠા થઈને તેમની પાસે આવ્યા અને પૂછ્‌યું,"તમે રોજ એમ જ ચાલ્યા જાઓ છો..! તમે કહેવા શું માંગો છો અથવા તમે કરવા શું માંગો છો? તમારા જીવનનો મર્મ શું છે?" હોતેઈ હસ્યા.

તેમણે ખભેથી થેલો નીચે ઉતાર્યો. લોકો સમજ્યા નહિ. હોતેઈ એ કહ્યું, "દરેક દુઃખના પડદાને ઉતારીને ખુશ રહેવું."

લોકો એ પૂછ્‌યું, "તો પછી જીવનનું કર્મ શું છે?" તેમણે ફરીથી એ થેલો ખભામાં ભરાવ્યો અને ચાલતા થયા. અલ્ટીમેટલી, ખુશ રહીને કર્મ કરતા રહેવું એ જ જીવનનો મર્મ છે.

વ્હાય સો સિરિયસ? લાઈફ = એફર્ટ

*****

ભારતવર્ષનો ધ્વજ હંમેશા એટલે મેચ્યોર તો રહ્યો જ છે કે જયારે પણ ઉત્સવ આવે ત્યારે લોકો ધર્મ કે જાત-પાત ભૂલીને તેને જોશ સાથે ઉજવે છે. ભલે ગમે તેટલું અસહિષ્ણુતાનું ઝેર નસ-નસમાં ઘોળાયેલું હોય છતાં, એકબીજાની ભાવનાને સમજીને ખુશીમાં ભાગીદાર બને છે. દરેક ભારતીય લાઈફની એન્ડલેસ જર્નીમાં ટાઈમલેસ મોમેન્ટ્‌સ શોધવાનો પ્રયત્ન કરતો રહે છે. આ ટાઈમલેસ મોમેન્ટ્‌સ એટલે દિવાળીની રજાઓ. કોઈ અલગ રંગનું જ સતરંગી મેઘધનુષ્ય દિલમાં રચાય જ્યારે નજીકના વ્હાલાઓને મળવાનું થાય. ડેસ્ટીનેશનમાં કોઈ મજા નથી,આવી જ જર્નીમાં ભાગીદાર બનવાની ખુશી વ્યક્ત કરતા શીખે એ હંમેશા ખુશ રહી શકે. મજા તો જર્નીમાં છે, દરેક સ્ટોપ પર ચેવડા-ગાંઠિયાની સાથે ચા ની ઉજાણી કરવા રોકાઈએ અને પાછા દુનિયાના ખોળે બેસીને તેના તાલે નાચીએ આ જ જલસો છે. જિંદગીનો,આત્માનો, શરીરનો અને મનનો. પ્રવાસ વિના પ્રગતિ શક્ય નથી તેમ લાઈફની મેરેથોન ક્લિઅર કરવા માટે હંમેશા પ્રયત્ન શરૂ રાખવો પડે છે.

છતાં, પ્રશ્ન એ છે કે માત્ર આવા દિવસોમાં જ કેમ ચહેરા પર ખુશી છલકાતી રહે છે?

ભારત જ માત્ર એવો દેશ છે જ્યાં ’વિકલી એન્જોયમેન્ટ પ્લાનિંગ’ઉપરથી બાય ડીફોલ્ટ આવ્યું છે. આવડી મોટી વિશાળ સંસ્કૃતિનો ફલક આપ્યો. તેમાં વેશભૂષાના કેટલાયે આભલા ટાંક્યા. બિનસાંપ્રદાયિકતાની દોરીના સ્ટીચથી બંધાઈને લોકો રહે છે. વેલ ન્યુટ્રલ એન્જોયમેન્ટ ફેક્ટર આપણા માટે જ રાખ્યો છે. વર્ષ દરમિયાન વ્યક્તિની જર્નીની મનઃસ્થિતિને ધ્યાનમાં રાખીને રિફ્રેશમેન્ટ માટે એકસાથે પાંચ દિવસનું બંચ ગિફ્ટ સ્વરૂપ આપી દીધું છે. વ્યસ્તતામાં જ મજા છે, અને મજા તો જ છે જો ઉત્સવનું પાવર પેક છે. ફેસ્ટીવ સિઝન કે ડેયઝ ભારતીય પંચાંગમાં વ્યક્તિના મનનું બહુ સાયન્ટીફીક એનાલિસિસ કરીને જ મુક્યા છે. જો કામ કરતી વખતે માત્ર મૂડ ચેન્જ કરવા ચા ની નાની ચૂસકી ઈફેક્ટીવ હોય તો પછી અઠવાડિયાનો માનસિક થાક દૂર કરવા ભારતીય કેલેન્ડર જેવું બીજું તારીખિયું બીજે કોઈ જગ્યા એ નહિ જોવા મળે..! અહી તો, મૂડ ચેન્જ કરવા આરામ નહિ પરંતુ ફેસ્ટીવલની વણઝાર છે. દુઃખી રહેવું જ મુશ્કેલ છે આ દેશમાં..! બસ, એક નજર હોવી જોઈએ અને દરેક પરિસ્થિતિને એબ્સોર્બ કરી શકે તેવું સ્પંજ જેવું હ્ય્દય હોવું જોઈએ.

પ્રકાશનું પર્વને પણ અંધકારને લીધે જ મહત્વ છે ને..! કોડિયાના તળે અંધારાને લીધે જ અખા ઓરડામાં પ્રકાશ ફેલાય છે. આ ખોળિયામાં ક્યાંકથી પણ જો મહેનતની સુગંધ આવશે તો જીવન આખું પ્રકાશમય બની રહે તેમાં કોઈ બેમત નથી. તે થતું નથી તેનું કારણ છે કે દરેક સારી વાતોને આપણે ફરજો બનાવીને તેને સિલેક્ટેડ ફ્રેમના ચોકઠામાં બેસાડી દીધી છે. હંમેશા ટટ્ટાર બેસીને ગહન ચિંતન-મનન કરવું ગમે છે પરંતુ શાંતિથી દુનિયાના કોઈ એક ખૂણે બેસીને મુકજીહ્‌વા એ ઓબ્ઝર્વ કરવું નથી. હા, કોઈએ કહ્યું એટલે મેં માન્યું...! આજ સુધી આ શિરસ્તા હેઠળ જ જિંદગીનો પારો ચડાવતા આવ્યા છીએ. ક્યારેક તોફાને ચઢવું, ફલર્ટ કરવું, ગાળો બોલવી, જલસો કરવો, ગર્લફ્રેન્ડ બનાવવી, જાતે કરીને દિલ તોડવું, દર્દભરી શાયરીઓ ઠોકવી, થમ્સઅપને દારૂની બોટલ સમજીને પીવી, મોજમાં આવીને કુદકા મારવા, પૈસા કમાઈને ઉડાવી દેવા,પાગલની જેમ રસ્તે ચાલવું, ક્યારેક પોલીસની સોટી ખાવી, ચાલુ બાઈક પર સ્ટંટ કરવા, કોઈ અજાણી છોકરી પાસે જઈને થ્રી મેજિકલ વર્ડસ બોલી દેવા, કોઈ છોકરાને લપડાક મારવી, એટેન્શન માટે સજી-ધજીને નીકળવું, મોબાઈલમાં વોટ્‌સએપના ડી.પી. વારંવાર ચેન્જ કરવા..! આવું તો અનેક...જિંદગી નામ-એ-જલસો જ છે.

ઃ કાજુકતરી :

હર્ષિત થવા આનંદ જોઈએ,

ઉત્સાહ માટે ઉમંગ જોઈએ,

ઉત્સવ પહેલા થનગનાટ જોઈએ,

‘સમય’ને જીવવા ભીનું હ્ય્દય જોઈએ.

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

ટ્ઠજટ્ઠિઅષ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

દિવાળી ધમાકા

‘પપ્પા, તમે એમ માનો છોને કે પહેલાનાં જમાનામાં દિવાળીના તહેવારમાં જે મજા આવતી હતી એવી હવે નથી આવતી?’ જીતુએ જશુભાઈને જાણે કે બોલવા માટે મનપસંદ વિષય આપી દીધો.

અને જશુભાઈ ખુલવા લાગ્યાંઃ ‘દીકરા તને શું ખબર પડે! પહેલાના જમનામાં દિવાળીનું કેટલું મહત્ત્વ હતું! મહિના પહેલા તો લોકો તૈયારી કરવા માંડે. ઘેર ઘેર સાફસૂફી થવા લાગે. રંગરોગાન માટે કારીગરો ન મળે. એક વખત તો મેં આખા ઘરને જાતે રંગ કરેલો બોલ.’

‘ઘરની દીવાલોનો દેખાવ હતો એના કરતાં પણ બગડયો હશે.’

‘હોય કાંઈ! એકદમ ટનાટન કરી દીધી હતી. આડોશીપાડોશી પણ વાહ વાહ કરવા લાગ્યા હતા.’

‘એ જમનામાં તો નવાં કપડાંની ખરીદી પણ દિવાળી વખતે જ થતી હતીને?’

‘કપડાં તૈયાર નહોતાં મળતાં. સિવડાવવા પડતાં’તાં. દરજીને ત્યાં તો લાઈન પડતી હતી.’

‘તો તો ક્યારેક હાથે સિવવાનો વારો પણ આવ્યો હશેને?’

‘એવું ક્યારેય બન્યું નથી. આપણે વાલજી દરજી હારે એવો સંબંધ હતો. ક્યારેક ક્યારેક તો વાલજી દરજી કાળી ચૌદશને દિવસે રાતે બાર વાગ્યે કપડાં તૈયાર કરીને આપતો’તો.’

‘ને પછી તમે એ કપડાં જેવાં સિવાયાં હોય એવાં દિવાળીના તહેવારોમાં પહેરતાતા. એમાં કશો ફેરફાર કરવાનો હોય તો પણ નહોતો થઈ શકતો.’

‘થઈ શકતોતો. પણ દિવાળીના તહેવારો પૂરા થાય પછી.’

‘લો કરો વાત! તમે તહેવારોમાં જેવાં સિવાયાં હોય એવાં કપડાં પહેરી લેતાતા અને ડાગલા જેવા લાગતાતા. અને પાછા કહો છો કે એ જમનામાં મજા આવતીતી. એના કરતાં આજનો જમાનો સારો નહિ?મોલમાં જઈને ઠંડી ઠંડી હવા ખાતાં ખાતાં કપડાં પસંદ કરી શકો છો. જેટલા પહેરવા હોય એટલા પહેરીને નક્કી કરી શકો છો કે કયા કપડાં લેવાં. ન લેવા હોય તો વટથી બહાર નીકળી શકો છો. તમને કોઈ કહેનાર નથી કે કપડાં ફેંદ્યા પછી કેમ ન લીધાં!’

‘એ બધી વાત સાચી. પણ આજે મોંઘવારી કેટલી?’

‘તે તમને એ જમનામાં મોંઘવારી નહોતી નડતી? મારી મમ્મી તો કહેતીતી કે તમારો પગાર તો દિવાળી પહેલાં જ ખાલી થઈ જતોતો.’

‘થઈ જતોતો. પણ માલસામાન ઉધાર મળી રહેતોતો. જરૂર પડે તો ઉછીના પૈસા આપનારા પણ હતા.’

‘દેવું કરીને દિવાળી કરતાતા ને પાછા કહો છો કે એ જમાનો સારો હતો.’

‘સારો જ હતોને. બધું જાતે બનવાતાતા ને લોકોને હોંશે હોંશે ખવડાવતાતા.’

‘હા, તમારી એ વાત સાચી. એ જમનામાં તો ચેવડો, મઠિયા ને ઘૂઘરાની તો બોલબાલા હતી નહિ?’

‘એના વિષે તો તારી મમ્મીને જ પૂછજે.’

‘મને ખબર છે. બિચારી નાસ્તો બનાવી બનાવીને થાકી જતીતી’

‘એ બધો જ થાક બેસતા વરસના દિવસે સગાંવહાલાંને મળીને ઉતરી જતોતો.’

‘પપ્પા, બેસતા વરસના દિવસે તો એકબીજાને ભેટવાની બહુ મજા પડતી હતી નહિ?”

બેસતા વરસનું નમ પડતાં જ જશુભાઈ ઊભા થઈ ગયા અને જૂના જમનાની વાતો હોંશે હોંશે કરવા લાગ્યા. એ જમાનામાં લોકોના ઉમંગ,ઉત્સાહ અને પ્રેમનું વર્ણન કર્યા પછી સમાપનમાં બોલ્યા કે : ‘એ વખતે તો લોકોનાં મન મોટાં હતાં. આંગણે મહેમાન આવે એ લોકોને ગમતું હતું. આજે તો નવા વરસે કોઈ કોઈને મળવા રાજી નથી. માણસના મન સાવ સાંકડાં થઈ ગયા છે.’

જશુભાઈ અને જીતુ વચ્ચેના સંવાદો આગળ વધે તે પેહલાં તો જીતુના મોબાઇલમાં રિંગ વાગી. મોબાઇલમાં વાત કર્યા પછી જીતુએ જાણે કે બોમ્બ ફોડયો : ‘પપ્પા, તમે મોટું મન રાખીને સાંભળી લો કે મારા ચકામામા સહકુટુંબ દિવાળી કરવા માટે આપણે ત્યાં પધારી રહ્યા છે. બસ સ્ટેશને પહોંચી ગયા છે. થોડી જ ક્ષણોમાં એમનું આગમન થશે.’

એ વાત સાંભળતાંની સાથે જ જશુભાઈને લાગ્યું કે જાણે ઉપરથી આભ પડયું! સતત ધૂમ્રપાન કરતો ચકુ એની નજર સમક્ષ તરવરવા લાગ્યો.

‘એ તારો ફૂંકણિયો મામો આપણા ઘરમાં પ્રદૂષણ કરવા અવાવાનો છે? એને કોણે તેડાવ્યો છે?’

‘પપ્પા, મહેમાન ક્યાંથી?મન મોટું રાખો.’

‘અરે પણ મન મોટું ક્યાંથી રહે? એને આખો દિવસ બીડીઓ ફૂંકી ફૂંકીને ઘરમાં જ ફેંકવાની આદત છે. એના છોકરાં કેવાં તોફાની? ગઈ સાલ એક દિવસ માટે આવ્યાં’તાં ત્યારે ઘરમાં કેવી તોડફોડ થઈ હતી એ ભૂલી ગયો?’

‘ચાલ્યા કરે. નાનાં બાળ કોને કહેવાય?’

‘બાળ નહી કાળ કહેવાય.’

ચકુનું નામ સાંભળતાંજ નયનાબહેન બધાં કામ પડતા મૂકીને પ્રગટ થયાં. પોતાનો ભાઈ સહકુટુંબ આવી રહ્યો છે જાણીને એમનું મુખારવિંદ સોળે કળાએ ખીલી ઊઠયું. જ્યારે જશુભાઈના મુખારવિંદ પર અમાસનો અંધકાર છવાઈ ગયો. તેઓ આવનારા તોફાનનો પ્રભાવ કેવો હશે એ વિષે કલ્પના કરવા લાગ્યા.

અને જીતુના હોઠ પર એક ગીત આવી ચડયું : આજ મૌસમ બડા બેઈમાન હૈ, બડા બેઈમાન હૈ આજ મૌસમ.... આનેવાલા કોઈ તુફાન હૈ...

મંથન

સાકેત દવે

જટ્ઠાીંઙ્ઘટ્ઠદૃીજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠદ્બ

રંગોળી

શ્વેત-શ્યામ એવી ઘવાયેલી ક્ષણોને સહેજ કળ વળે છે,

આંધળી એક છોકરી જ્યારે રંગના પડીકાં લઈ નીકળે છે.

આમ તો હોળી એ રંગોનો તહેવાર, પણ રંગોનો નાતો દિવાળી સાથે પણ એટલો જ ગાઢ ને ! રંગોળી વગરની દિવાળી કેમ કરી કલ્પવી? ધ્યાનથી જોશો તો જરૂર જણાશે કે દ્વારના ઉંબરે થયેલી રંગોળી બાલ્કનીના ગોખમાં મુકેલા દીવડાંનું તેજ હંમેશા વધારતી રહે છે.

માનવસર્જિત રંગોળી અનેક રીતે બનાવવામાં આવે છે. કેટલાક લોકો સૂકાં રંગો કે ચિરોડીની ચપટી ભરીને રંગોળી કરે છે તો કેટલાક વોટર-કલરનો ઉપયોગ કરી કાયમી અથવા દીર્ઘ-સમયની રંગોળી બનાવતા હોય છે. હાલમાં તાજા પુષ્પોનો ઉપયોગ કરીને પણ રંગોળી રચવાનો બહોળો પ્રયોગ થઈ રહ્યો છે. અને જુદાં-જુદાં અનાજ કે કઠોળના દાણાંનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી રંગોળીઓ પણ જોવા મળે છે. તદુપરાંત બજારમાં તૈયાર રંગોળીની ભાત ધરાવતા ટેમ્પ્લેટ પણ ઉપલબ્ધ છે જેને જમીન પર મૂકી અંદર રંગ ભરી દેવાથી સરળતાથી અને ત્વરિત રંગોળી તૈયાર કરી શકાય છે. રંગોળી કરવા માટે ચિત્રકળાનું જ્ઞાન જરૂરી છે પણ ફરજિયાત નથી. રંગોળી એ શુભસમયનું પ્રતીક છે. રંગોળી રચનાર વ્યક્તિ જાણે છે કે દુનિયાના દરેક પદાર્થો ખરેખર તો ભૂમિતિ અને રંગોનો અદભુત સમન્વય છે. વિરોધી રંગોનો પાસપાસે ઉપયોગ કરવામાં આવે ત્યારે રંગોળીની સુંદરતા વધી જાય છે.

કુદરતી રંગોળીની તો વાત જ ન્યારી છે. કુદરત રંગોળી રચવા માટે દિવાળી જેવા અવસરોની રાહ જોતી નથી. રોજ સાંજે ડૂબતો સૂર્ય ક્ષિતિજ પર રંગબેરંગી રંગોળી મૂકતો જાય છે. ‘અસ્ત થતાં પહેલાં શ્રેષ્ઠ કરી જવું’ એ સંદેશ સૂર્ય પાસેથી શીખી લઈએ તો કેવું મજાનું! આપણી દ્રષ્ટિ કેળવાય તો કુદરતી રંગોળી ઠેરઠેર નજર આવે છે. રોજ બાલ્કનીમાં કેટલાય સૂકાં પર્ણો ઊડીને આવતાં હોય છે. પાનખરની ૠતુમાં તો આ પ્રવૃત્તિ અનેકગણી વધી જાય છે. આસપાસ વેરાયેલાં પર્ણોને પવન આમતેમ ઉડાડે ત્યારે અદભુત રંગોળી રચાતી હોય છે. થોડા-થોડા સમયે બદલાતી રહેતી એ ભાત નિહાળવાની મજા પણ લેવા જેવી ખરી. એટલા માટે જ બાલ્કનીને વારંવાર વાળીઝૂડીને સાફ કરવી એ પ્રકૃતિસર્જિત રંગોળીને ભૂસી નાખવા જેવું લાગે છે ! બગીચામાં ફરવા જઈએ ત્યારે પક્ષીઓએ ખેરવેલા પીંછાં પણ સુંદર મજાની રંગોળીનું સર્જન કરતા હોય છે. વર્ષાૠતુમાં જ્યારે ઝરમર વરસતાં વાદળો પાછળથી અપવાદરૂપે સૂર્ય ડોકિયું કરે ત્યારે આકાશ એ શુભઘડીનો આગવો ઉપયોગ કરી મેઘધનુષની રંગોળી રચી લેતું હોય છે. પુષ્પો અને પતંગિયા એ કુદરતે સર્જેલી રંગોળી છે. અને કુદરત રોજ સવારે પુષ્પ રૂપે કરેલી રંગોળીને ઝાકળથી ધૂવે છે. છતાં એનો રંગ હળવો થવાને બદલે નીખરતો હોય છે. એકવાર મારી દીકરીએ મને ફરિયાદ કરેલી કે ભગવાને પતંગિયાની પાંખમાં રંગોળી કરી ત્યારે મને કેમ જોવા ન બોલાવી !! પારિજાતનું વૃક્ષ રોજ સવારે ધરતી ઉપર શ્વેત અને કેસરી રંગની કેવી સરસ રંગોળી રચે છે!

કેસરી દાંડલીએ વળગેલી, શ્વેત લાગણીની વાત

ચાલ તને દેખાડું આજ, એક ફૂલ નામે પારિજાત.

પ્રેમીઓની વાત અલગ છે. સરેલાં અશ્રુને કારણે પ્રેમિકાના ગુલાબી ગાલ પર રચાયેલી કાજળની ભાત પણ પ્રેમીને રંગોળી જ લાગે છે. મહેંદી એ રંગોળીનું જ તો વામન(મોનો) સ્વરૂપ છે. મહેંદીમાં ઉપસી આવતો પ્રિયતમનો ચહેરો એ એક જ રંગ દ્વારા રંગોળીની સંપૂર્ણતા છે. બે ધબકતાં હૈયાં મળે ત્યારે ક્ષણોની રંગોળી રચાવી એ સહજ બાબત છે. કેટલીક સાંજે ભૂતકાળના ઘણાં રંગો એકસાથે યાદોમાં ઉમટી વિચારોની રંગીન રંગોળી રચી લેતા હોય છે.

વર્ષો પહેલાંની

આપણી એક શ્વેત-શ્યામ તસ્વીર

સ્ક્રીન પર ખોલીને બેઠેલો.

એવા સમયે

કી-બોર્ડ પર “ૈં” અને “ેં” કી ની વચ્ચે

એક પતંગિયું ક્યાંકથી આવી બેસી ગયું...

સોનેરી ભૂતકાળના સાત રંગો

ધીરે-ધીરે તસ્વીરમાં

(અને મારી આંખમાં) ફેલાઈ રહ્યા છે,

ફોટોશોપના ઉપયોગ વગર જ..

દિવાળીના રંગ દરેક પરિવાર સુધી પહોંચી શકે તે માટે ચાઈનીઝ બનાવટના રંગ કે દીવડાને બદલે સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ કરવો એ સાચી દેશભક્તિ છે. દિવાળી સર્વે દેશબાંધવોના ઘરે સુખની રંગોળી પૂરે એથી વધુ ઇચ્છનીય શું ? સાચી દિવાળી ઉજવાઈ જશે જ્યારે દરેક આંખોમાં આપણે સુખની રંગોળી આંજી શકીશું.

ચૌદસની કાળી રાત

સંતુડી માટે

રંગબેરંગી બની ગઈ છે.

કારણ,

કૂતરા ખાઈ જાય

કે વાહન ફરી જાય

એ પહેલાં

ચાર રસ્તે કુંડાળામાં મૂકેલાં વડાં

તે

ભૈલું માટે ઉપાડી લાવી છે....

‘હું ગુજરાતી’ના સૌ વાચકોને દિવાળીની ધોધમાર શુભેચ્છાઓ...

મુખવાસ :

બંગાળમાં રંગોળીને ‘અલ્પના’ કહેવામાં આવે છે. અલ્પના બંગાળીઓની જીવનશૈલીનું અભિન્ન અંગ છે.

માર્કેટિંગ મંચ

મુર્તઝા પટેલ

હીંદૃીટ્ઠટ્ઠજ્રિખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ધંધામાં જે ‘દિ’વાળે એમની થાય દિવાળી

વ્યવસાયની, કેરિયરની કે લાઈફની ચકમક પર ચમકતાં, ચમકી રહેલા અને ચમકવા મથતા સર્વે સાહેબો, દોસ્તો, મિત્રો, ભાઈઓ, બહેનો, સખીઓ,

આ તો એક રિક્વેસ્ટ આવી કે હોળી પર તો માર્કેટિંગના રંગોવાળો લેખ લખી તમે અમને રંગી નાખ્યા હવે દિવાળી પર પણ તેના જ પહેલુંને લઇ એની પર ‘પરકાસભ’ઈ પાડો તો ખરા”

ચેલેન્જ તો આવી. ને મને વિચાર કરતો મૂકી ગઈ. તહેવારોના આ રાજાની ભવ્યતાને માર્કેટિંગ સાથે શી રીતે સાંકળી લઉં? એટલે હાથમાં ખાલી કોડિયુ લઈને શબ્દો શોધવાની શરૂઆત કરી. પણ ચિનગારી કોઈ ભડકે તો ને?

એટલા માટે કેદિવાળી, દીપાવલી, દીપોત્સવી કે બીજા કોઈ પણ સર્વનામથી તેને બોલાવો તો પણ આ ‘લાઈટ’ના તહેવારનું મહત્વ હંમેશા‘ભારે’ જ રહેવાનું છે.

બોસની બૂમાબૂમ, સપ્લાયર્સની સતામણી સાથે અસંતુષ્ટ ગ્રાહકોની ગરમાગરમી વચ્ચે મગજ સલામત અને ક્રિયેટિવ રાખવું એ ફટાકડાંના બોક્સને આગથી કે ચિનગારીથી પણ સલામત રાખવા બરોબર છે. ઘણી બાબતો આપણા હાથમાં નથી હોતીસરકતી જાયે રૂખ સે નકાબ..આહિસ્તા આહિસ્તા !

જેમ ટેન્શન દૂર કરવા માટે એન્ટી-ટેન્શન્સની ગોળીઓનું પેકેટ પણ હાજર જ હોય છે તેમ હાથમાં કાયમ રાખી શકાય એવી તાકાતનું નાડું આપણને જન્મતાની સાથે જ મળી ચુકયુ છે.. પણ હાય રે કિસ્મતઉતાવળે એ જ ઢીલું રહેતું હોય છે. એવું મને પણ થયું. નજીકમાં જ નાનકડો દિવો સળગી રહ્યો હતો ને મને ‘લાઈટ’ થોડીવાર પછી દેખાણી !

આ નાનકડો દીવડો એટલે મને ગમતો એક એવો માણસ જેમને હું એમને સંત પુરૂષ તો નહિ કહું. કેમકે એમણે એવું કહેવા મનાઈ હુકમ ફરમાવ્યો છે. આવું એટલા માટે કે એ ન તો એ કોઈ કથા કરે છે યા પ્રોફેસરી. કવિતા એમને ગમે ખરી પણ હાથમાં થેલો ક્યારેય ન ભરાવેલો.

લાખો-લાખોની કમાણી કરી હોય અને થોડાં વધારે લાખો દાન-ધરમમાં ખર્ચી નાખ્યા હોય તે પછી પણ એ વ્યક્તિ રહી છે જ સાવ સીધી સાદી. તમે કાં તો ૨૦૦-૩૦૦ પાનાંની કોઈક મોટિવેશનલ બૂક વાંચી લ્યો યા પછી ૨૦-૩૦ મિનિટ્‌સ એમની પાસે જઇ બેસી આવો..બંને એક સરખું કામ થઇ જાશે. ચોઈસ ઇઝ અવર્સ.

સવાલના જવાબ આપવામાં મોં કરતા એમનો હાથ વધારે ચાલે. એનો અર્થ એમ કે દા.ત. પૂછીએ કે “બાબજી ! ફોર્ચ્યુન મેગેઝિનનો લેટેસ્ટ અંક આવ્યો છે?” ત્યારે જવાબ કહેવાને ‘હા’ બોલવાને બદલે સીધો હાથમાં થમાવી દે.

યા પછી “સાહેબ ! સંસ્થાની મિટિંગના ગેસ્ટ તરીકે આપ આવી શકશો?” તો જવાબમાં માત્ર “પ્રોગ્રામ બોલો’ સાંભળવાની ટેવ રાખવી પડે. (એક તો એ યાદ નથી આવતું કે તેઓ ગુસ્સે કઈ સાલમાં થયા‘તા?)

એટલે હવે એમને એક સત્પુરૂષ કહેવામાં મને ન તો એમની પરવાનગીની જરૂર છે ન મનાઈની.

થોડાં અરસા અગાઉ એમને પૂછી આવ્યો “અંકલ ! દિવાળી નિમિત્તે માર્કેટિંગને લગતા એવા કેટલાંક પોઈન્ટસ જોઈએ છે. જે સીધાં હોય અને સાદા હોય. આપી શકો?” -

કોફી કપ પીવાના ૧૫ મિનિટ પછી એમની જૂની ડાયરીમાં ગાંધી-છાપ અક્ષરો મને ઉકેલવા પડયા ત્યારે ધમાકેદાર ‘ક્રેકર્સ’ બહાર આવ્યા છે. વાંચ્યા બાદ લાગશે કે એનો અમલ કર્યા પછી કેવો દિ’વળે છે. જોબ મુક્યા પછી મારા દિ’ એમાંના કેટલાંક તારલાંઓને લીધે ઘણાં ફરી ગયા છે.

ચલો હવે જરા જોઈ તો લઈએ કે એમની સચવાયેલી નોંધના તારલાઓઓ હવે અહીં કેવા ચમકી રહ્યાં છે.

•આજથી માર્કેટિંગ સાથે જોડાયેલા કોઈક એકને ફક્ત એક કામ માટે પણ ઉપયોગી થઈશ. ભલે પછી એમની પાસે કાંઈ પણ ના હોય.

•આજથી મારા ગ્રાહકોને ‘થેન્ક્યુ’ અને ‘માફ કરશો’ શબ્દોનો ઉપયોગ (ગઈકાલ કરતા) વધુ કરીશ.

•આજથી મારી જાતને મારી પ્રોડક્ટ/ સેવા માટે થોડી વધુ કિંમતી બનાવીશ. જો એમ કરીશ તો જ મારી કસ્ટમર-સર્વિસ કિંમતી બનશે. (કોઈ શક?)

•આજથી માર્કેટિંગમાં કોઈ મુશ્કેલી આવશે તો એને મારી તાકાત કરતા નાની બનાવી દઈશ. (સરફરોશીકી તમન્ના જાગી હૈ)

•આજથી કમસેકમ ૩ ગ્રાહકોને (દિલથી) કોમ્પ્લીમેન્ટ્‌સ આપીશ. (મોબાઈલ કે ઈ-મેઈલના પૈસા ચાર ગણા વસૂલ થયા સમજો.)

•આજથી મારા માર્કેટમાં બનતા એવા ચમત્કારો પર નજર રાખીશ જેનાથી અત્યાર સુધી હું અજાણ રહ્યો હોઉં.

•આજથી માર્કેટિંગની સાથે સાથે મને ખૂબ ગમતા ક્ષેત્રની આવડતને બની શકે એટલી વધારે ઈમ્પ્રુવમેન્ટ કરવા મહેનત કરીશ. (પિયાનો વગાડવાનો બવ સોખ હતો?.પણ બાપા એ પીપૂડી અપાવી ને ચુપ કરી દીધેલો?- (જાવ શોધી લો કોણ એનો માસ્તર છે?)

•આજથી પેલી જે કુટેવોએ મને જકડી રાખ્યો છે એમાંની એકને હરાવવાની વધુ કોશિશ કરીશ.

•આજથી એવા બે કામો જરૂરથી કરીશ કે જે મારી આરામદાયકવૃતિને તોડી મને બહાર લઇ જાય.

•આજથી મને આવતી કાલે બેહતર શું કરવું છે એ વિચારવા માટે કમસેકમ ૧૦-૧૫ મીનીટનો સમય એકાંતમાં ગાળીશ.

•આજથી પેલા ઉંઘના શેતાનને વહેલી સવારમાં જ હરાવી દઈશ જે મને મોડા ઉઠાડવા માટે દબાવી દેતો હોય છે.

•આજથી જમવામાં જે પણ બ્રેડ, રોટલી કે શાક મળ્યું છે એને ગનીમત સમજી જમતા-જમતા આભાર માનીશ. (પત્નીને કાંઈ પણ નહિ કહેવાની શરતે હોં)

•આજથી જેણે મને આ દુનિયામાં રેહવાની સગવડ કરી આપી છે એવા મારા ‘ખુદના ખુદા’ સાથે એકાંતમાં થોડી પળો વીતાવીશ. (એક વાર ડેટિંગ તો કરી જોવા જેવી છે, યાર!)

•આજથી દિવસ દરમ્યાન મેં કેટલું લણ્‌યું એના કરતાં કેટલું વાવ્યું એનું મૂલ્યાંકન કરીને ટેન્શન-ફ્રિ થઇ સુઇશ.

હવે તમે જ કહો ‘થોરામાં ઘન્નું’ કે’નારો આ મજ્જાનો માનસ એના એક્સપીરીયન્સ પરથી આવું સ્ટારિંગ કરે તો કોઈની મજાલ છે કે આપરો દિ’ બગાડી શકે?

લ્યો ત્યારેતમતમારે દેશી ભાવે ‘સાલ મુબારક’ કે’જો ને હું અરેબિકમાં ‘કુલ્લુ આ’મ વ ઇન્તા બા ખૈર વ તય્‌યેબિન’કહીને દીવાસળી ગોતવા જાઉં છું.

ફૂડ સફારી

આકાંક્ષા ઠાકોર

ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

મોગલાઈ દિવાળી

કહેવાય છે કે જયારે મધ્ય યુગમાં ઈબ્રાહીમ લોદી અને રાણા સાંગા નામના હિન્દુસ્તાની તખ્તોતાજનાં બે વિશાળ સ્તંભને જમીનદોસ્ત કરીને ઝહિરૂદ્દીન મોહમ્મદ બાબર એ પોતાના રાજ્યની સ્થાપના કરી,ત્યારે તેને હિન્દુસ્તાનમાં રહેવું નહોતું ફાવ્યું. કારણ? કારણ ખાલી એટલું જ કે એ એક એવા સમાજ કે કલ્ચરનો પ્રતિનિધિ હતો જ્યાં ખાનપાનનો એક વિશિષ્ટ દરજ્જો હતો, જયારે હિન્દુસ્તાનનું ભોજન તે સમયે સાધારણ કહી શકાય તેવું હતું.

જી હા, આપણે બાબર અને તેના વંશજોનો હ્ય્દયપૂર્વક આભાર માનવો જોઈએ, કેમકે આપણે તેઓના લીધે જ રીચ અને મસાલાથી ભરપૂર એવું મુગલાઈ ફૂડ આજે ચટકારા બોલાવીને ખાઈએ છીએ. મુઘલાઈ ક્વીઝીન એ ઉત્તર ભારત, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને દિલ્હીનો વિસ્તાર, પાકિસ્તાન અને હૈદરાબાદની પાકકલાને એક વિશિષ્ટ દરજ્જો આપે છે.

જો સ્વાદની વાત કરીએ તો મુઘલાઈ વાનગીઓ અત્યંત માઈલ્ડ થી લઈને અત્યંત સ્પાઈસી સ્વાદ ધરાવતી હોઈ શકે છે. આ ઉપરાંત પીસેલા કે આખા તેજાનાની એક વિશિષ્ટ પ્રકારની સુગંધ અને સ્વાદ આ વાનગીઓને પરમ્પરાગત ભારતીય વાનગીઓથી છૂટી પાડે છે.

મુઘલો તેમની સ્ટાઈલ અને વૈભવ માટે જાણીતા હતા તેમ છતાં પણ તેઓ દિવસ દરમિયાન ઓછું ખાતા, કારણ મુઘલાઈ વાનગીઓ પુષ્કળ માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડરેટ અને ફેટ ધરાવે છે.

મુઘલોની માતૃભાષા ‘ચગાતે’ હતી જયારે હિન્દુસ્તાનમાં તેમની ઓફિશિઅલ ભાષા તરીકે તેમને પર્શિયનને સત્તાવાર સ્થાન આપ્યું હતું. તેથી જ અનેક મુઘલાઈ વાનગીઓના નામનું ઓરીજીન (મૂળ સ્વરૂપ) પર્શિયન છે, જેમકે કબાબ (પર્શિયન શબ્દ કેબાપ(તળવું) પરથી), કોફતા (પર્શિયન શબ્દ કોફતાન (વાટવું) પરથી), નિહારી, પુલાવ (પર્શિયન શબ્દ પીલાફ પર થી) અને બિરયાની (પર્શિયન શબ્દ બ્રિન્જ (ચોખા) પરથી) વગેરે.

બાબર પછી હુમાયુ અને ત્યાર બાદ અકબર એ ભારતમાં મુઘલાઈ વાનગીઓનો ફેલાવો વધાર્યો. અકબર એ પરંપરાગત રીતે માંસાહારી ગણાતા આ ક્વીઝીનમાં શાકાહારી વાનગીઓનો પણ સમાવેશ કર્યો (આ પાછળનું કારણ તેને પોતે ત્યજેલો માંસાહાર હતો કે પછી તેની હિંદુ-રાજપૂત પત્ની જોધાબાઈ એ ખબર નથી પડી શકી). પરિણામે જે તૈયાર થયું એ આજનું - મહદઅંશે - મુઘ્‌લાઈ ક્વીઝીન. અકબરના જમાનાથી મુઘ્‌લાઈ ક્વીઝીનને ત્રણ લેવલમાં વહેંચવામાં આવે છેઃ પહેલું કે જેમાં કોઈ જ પ્રકારના માંસનો ઉપયોગ નથી થતો, એટલેકે જેને આજે કુફીયાના કહેવામાં આવે છે, બીજું કે જેમાં મીટ અને ચોખાનો ઉપયોગ મહદઅંશે જોવા મળે છે અને ત્રીજો જેમાં ફક્ત મીટનો ઉપયોગ કરવામાં આવે છે.

આજે આપણે મુઘલાઈ ક્વીઝીની અત્યંત પ્રખ્યાત એવી દમ બિરિયાની અને શાહી ટુકડા જેવી બે રેસીપી જોઈશું. દમ બિરીયાની ચોખા ને શાકભાજીને ભેગા પકવીને દમ પદ્ધતિથી બનાવવામાં આવતી વાનગી છે, જયારે શાહી ટુકડા બ્રેડમાંથી બનાવવામાં આવતી મીઠાઈ છે.

દમ બિરીયાનીઃ

સામગ્રીઃ

ચોખાના લેયર માટેઃ

૨ કપ બાસમતી ચોખા

૩-૪ એલચી

૧ તમાલપત્ર

૪-૪.૫ કપ પાણી

મીઠું, સ્વાદ મુજબ

શાકના લેયર માટેઃ

૨ મધ્યમ ડુંગળી, સ્લાઈસ કરેલી

૨ ટેસ્પૂન આદુ લસણની પેસ્ટ

૨ મધ્યમ ગાજર, સમારેલા

૧ મધ્યમ બટાકા, સમારેલ

ઘ કપ વટાણા

૧ કપ ફેંટેલું દહીં

ઘ થી ૧ ટીસ્પૂન લાલ મરચું પાવડર

૩-૪ ટેસ્પૂન તેલ અથવા ઘી

મીઠું, સ્વાદ મુજબ

બિરિયાની મસાલા માટેઃ

૨ ઇંચ તાજનો ટુકડો

૩-૪ લવિંગ

૪-૫ એલચી

એક સળી જાવિન્ત્રી

લેયરના ટોપિંગ માટેઃ

૧ મધ્યમ ડુંગળી, સ્લાઈસ કરીને બ્રાઉન થાય ત્યાં સુધી તળેલી.

દૂધ કે પાણીમાં ભેળવેલું થોડું કેસર.

ભ કપ ફુદીનો, સમારેલો

૨ ટેસ્પૂન બટર અથવા ઘી

રીતઃ

ચોખાને લગભગ ૩૦ મિનીટ માટે પલાળી રાખો

હવે, ચોખા માટે લીસ્ટમાં જણાવેલ તમામ સામગ્રીને એક પેનમાં ભેગી કરી, ઢાંકીને ચોખા લગભગ ચઢી જાય ત્યાં સુધી પકવો. ચોખાને ઓસાવી દો અને બાજુમાં રહેવા દો.

બિરિયાની મસાલા માટેની સામગ્રીને ગ્રાઈન્ડરમાં પાવડર થાય ત્યાંસુધી વાટી લો.

એક પ્રેશર કૂકર અથવા પાનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી બ્રાઉન થાય ત્યાંસુધી પકવો. તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરો અને લગભગ ૧મિનીટ સુધી સાંતળો. ત્યારબાદ તેમાં વાટેલો બિરિયાની મસાલો અને લાલ મરચું પાવડર નાખી થોડી સેકન્ડસ માટે સાંતળો.

તેમાં સમારેલા શાકભાજી નાખીને લગભગ ૩-૪ મિનીટ માટે ધીમા તાપે સાંતળો.

હવે તેમાં ધીમે ધીમે દહીં ઉમેરો અને બરાબર હલાવતા રહો. દહીં શાકભાજી પર બરાબર લાગી ન જાય ત્યાંસુધી મિશ્રણને પકવો.

આ મિશ્રણમાં એક થી દોઢ કપ જેટલું પાણી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને વાસણને ઢાંકીને શાકભાજી ચઢી જાય ત્યાંસુધી પકવો. મિશ્રણ કોરૂં ન થઇ જવું જોઈએ, તેમાં થોડી ગ્રેવી રહેવી જોઈએ.

હવે, એક પાનમાં અડધા જેટલી વેજીટેબલ ગ્રેવી પાથરો, તેની ઉપર બાસમતી ચોખાનું લેયર કરો. તેના પર ફુદીનાના પાન, ઘી, બ્રાઉન કરેલી ડુંગળી (ટોપિંગ માટેની) અને થોડું કેસરનું મિશ્રણ નાખો.

તેની ઉપર ફરીથી વેજીટેબલ ગ્રેવીનું લેયર કરો.

આ રીતે લેયર બનાવતા જાઓ.

હવે પાનને ઢાંકણથી ઢાંકી, તેના પર વજન મૂકો.

ત્યારબાદ એક ચપટો તવો ગરમ કરી, તેના પર આ પાન મૂકો અને ધીમા તાપે લગભગ ૨૦-૨૫ મિનીટ માટે બીરીયાનીને પકાવા દો.

તૈયાર થાય એટલે પાપડ અને રાયતા સાથે સર્વ કરો.

શાહી ટુકડા

સામગ્રીઃ

રબડી માટે :

•૪ કપ દૂધ

•૨-૨.૫ ટેસ્પૂન ખાંડ, અથવા સ્વાદ મુજબ

•ભ ટીસ્પૂન ઈલાયચી પાવડર, ચપટી કેસર

•૧ ટીસ્પૂન કેવડા અથવા રોઝ એસન્સ અથવા ગુલાબજળ

ચાસણી માટે :

•ઘ કપ ખાંડ

•ભ કપ પાણી

•થોડા ટીપા ગુલાબજળ

બ્રેડ શેકવા માટે :

•૫-૬ બ્રેડની સ્લાઈસ

•૨ ટેસ્પૂન ઘી

સજાવટ માટે :

•૧૨-૧૫ બદામ, સ્લાઈસ કરેલી

•૧૦-૧૨ પીસ્તા, સ્લાઈસ કરેલા

રીતઃ

રબડી બનાવવા માટેઃ

૧. એક થીક બોટમ વાળી કડાઈમાં દૂધ લો અને એને ઉકળવા દો. પહેલો ઉભરો આવે એટલે તાપ ધીરો કરી તેમાં કેસર અને એલાયચી પાવડર ઉમેરો.

૨. દૂધને વારંવાર હલાવતા રહો જેથી દૂધ નીચે અને મલાઈને સાચવી રહીને કાઢીને દૂધમાં ભેળવતા રહો.

૩.દૂધ ઘટ્ટ થઈને લગભગ અડધું થાય એટલે ગેસ બંધ લો અને તેમાં ખાંડ ભેળવીને બરાબર હલાવો.

૪.હવે તેમાં ગુલાબજળ કે રોઝ એસ્સેન્સ ઉમેરો.

૫.રબડી તૈયાર છે, એને ઠંડી થવા ડો.

બ્રેડ શેકવા માટેઃ

૧.બ્રેડની કિનારીઓ કાપી લઇ ગ્રેડને ચોરસ ક ત્રિકોણ આકારમાં કાપી લો.

૨.એક ફ્રાયિંગ પેનમાં ૧ ટેસ્પૂન ઘી ગરમ કરી, તેમાં બ્રેડની સ્લાઈસને બંને બાજુથી ગોલ્ડન રંગની થાય એવી રીતે શેકી લો. જરૂર ઉમેરો.

૩.બ્રેડ થઇ એન બાજુ પર રાખો.

ચાસણી માટેઃ

૧. ૧/૨ કપ ખાંડ અને ૧/૪ કપ પાણી મિક્સ કરી એક તારની ચાસણી બનાવો અને તેમાં એલાયચી પાવડર ઉ,એરીને બરાબર મિક્સ કરો.

પીરસવા માટેઃ

૧. હવે દરેક બ્રેડની સ્લાઈસને ખાંડની ચાસણીમાં બોળો અને આ સ્લાઈસને એક સર્વિંગ પ્લેટમાં ગોઠવી દો.

૨.આ ગોઠવેલી ગ્રેડ ઉપર રબડીને રેડો અને તેને બદામ અને પિસ્તાની કતરણથી સજાવો.

૩. તૈયાર શાહી ટુકડાને એકદમ ઠંડુ અથવા રૂમ ટેમ્પરેચર પર પીરસો.

દિવાળી વિશેષ

વિશાલ કણસાગરા

દૃાટ્ઠહજટ્ઠખ્તટ્ઠિજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વગડામાં જાવ

શું તમે રોજ ના ટ્રાફિક અને પ્રદુષણ થી ત્રસ્ત છો? શું તમારો બોસ ને તમારા સહ- કાર્યકર થી દુર જવા માંગો છો? શું બધી મગજમારી થી દુર તમારા પરિવાર જોડે ’ૂેટ્ઠઙ્મૈંઅ ૈંદ્બી’ વીતવા માંગો છો? કે પછી એકાંત માં રહી ની તમારી જાત સાથે પરિચય કરવા માંગો છો?

જો આ બધા વિચારો તમારા મગજ માં અથડાતાં હોઈ તો એમાં કંઈ નિર્મલ બાબા કે રાધે માં મદદ કરવા નહીં આવે.આનો ઉપચાર હું તમને સમજાવીશ.

આ બધી ઉપાડી થી છુટકારો મેળવવો હોય તો વગડા માં જાઓ.

બસ ત્યારે, આપી દીધો નિવેડો.

શું કયો છો? દક્ષિણા ના પૈસા પાછા જોઈએ છે? ઓહો, એ તો ઓહિયા થઇ ગયા. કઈ વાંધો નહિ, હું થોડો વિસ્તાર થી સમજાવું, પણ હાં પૈસા પાછા નહીં મળે.

તમે આખો દિવસ ઓફીસ માં વેંઢાંરો કરતા હોવ કે ઘરકામ ને પરિવાર નું ધ્યાન રાખવામાં થી સમય ના મળતો હોય. કારણ ગમે તે હોઈ શકે. પણ મહત્વની વાત એ છે કે તમને તમારી જાત માટે સમય જ નથી. તમે વગડા માં ટ્રેકિંગ કે કેમ્પીંગ કરવાં જાઓ એટલે તમને તમારી જાત સાથે સમય વીતાવાનો અવસર મળે. આના કારણે તમારો મગજ શાંતી અનુભવશે અને તમને જીવનનો નવો અભિગમ/દૃષ્ટિકોણ મળશે.

મોટા ભાગ ની પત્નીઓ (અને બહુજ જુજ પતિઓ) ફરિયાદ કરે છે કે "એમને તો મારાં કરતાં એમનાં મોબઈલ માં વધારે રસ છે". ફરિયાદ કરનાર પત્ની ના સ્વર માં દુઃખ અને ગુસ્સો હોઈ છે. જયારે ફરિયાદ(?) કરનાર પતિ ના અવાજ માં ખુશી નું પ્રમાણ વધારે જોવા મળે છે. તમે વગડા માં જશો એટલે આપોઆપ આ ફરિયાદ નું નિરાકરણ આવી જશે. વગડા માં ઉૈ-હ્લૈ તો હોઈ નહિ. ને જે મોબઈલ ડેટા તમારા ઘર કે ઓફીસ માં પણ આવતાં ડરે છે એ શું વગડા માં કંકોડો આવવાનો? એટલે તમે ભલે તમારા સ્માર્ટફોનની મજા થી વંચિત રહો,પણ તમારા પરિવાર ને તમારી જોડે ’ૂેટ્ઠઙ્મૈંઅ ૈંદ્બી’ વિતાવવા મળશે અને એ બહુ ખુશ થશે. આને લીધે તમારો સંબંધ વધારે દ્રઢ થશે.

ટ્રેકિંગ/કેમ્પીંગ થી તમે કુદરત ની વધારે નજીક આવશો. ચોખ્ખી હવામાં પંખીઓ નો કલરવ સાંભળવાની અને ખિસકોલી કે સસલાં ને રમતાં જોવાની મજા શબ્દો માં તો વર્ણવી ના જ શકાય. એક ઝાડ નીચે બેસીને હવા ની લહેરખી માણવાનો આનંદ એક દમ અનેરો છે. નવાં ઝાડ પાન જોવાની અને તેમના વિષે જાણવાની મજા તમને પણ આવશે ને તમારાં બાળકો ને પણ.

વગડા માં કઈ તમે આખું ઘર લઇ ને તો જવાના નથી. એટલે તમે જે લઇ ગયા હશો તેમાંથી કેમ કામ ચલાવવું એ તમને આવડી જશે.આની સાથોસાથ તમને એ પણ સમજાવા માંડશે કે જીવન કઈ વસ્તુ ની ખરેખર જરૂર છે ને કઈ વસ્તુ તમે એમ ને એમ સંઘરી રાખી છે.

વગડા માં રખડપટ્ટી કરશો એટલે નવું નવું શીખવા પણ મળશે. જેમ કે ચૂલો કેમ સળગાવો, ટેન્ટ કેમ બાંધવો, ઝાડ ની ડાળીએ જુલો કેમ બાંધવો, વગેરે. તમે જાતે તાપણું કરી ને બનાવેલી ખીચડી સામે તો સંજીવ કપૂરે બનાવેલી વાનગી પણ પાણી ભરશે. આ વાત પરણ્‌યા ના હોય એમને ખાસ મદદરૂપ થાય.

તમે કઈ રેમ્બો તો છો નહીં કે એકલાં હાથે જંગલ માં મંગલ કરી શકો? મિત્રો કે પરિવાર સાથે ગયા હો તો એક ટીમ તરીકે કામ કરવાનું. કોઈક ચુલા માટે લાકડા વીણી આવે, કોઈક ટેન્ટ બાંધે તો કોઈક રસોઈ ની તૈયારી કરે. બધાં થોડું થોડું કામ કરાવે તો બધા ને કંઈક કર્યા નો આનંદ થાય. આને લીધે ટીમ સ્પીરીટ ઉભી થાય અને ટીમ વર્ક કરતાં ફાવે. આ જ કારણ છે કે ઘણી કંપની ટીમ સ્પીરીટ ઉભી કરવાં માટે કેમ્પીંગ નું આયોજન કરે છે.

ઘણાં લોકો એવાં હશે કે એ લોકો કામ ની લીધે ઓફીસ માં જ બંધાયેલા રહે છે. આવા લોકો ને ટ્રેકિંગ ના લીધે કસરત પણ મળી રહે. આ ઉપરાંત ટ્રેકિંગ કરવાથી તમને તમારી શારીરિક ક્ષમતા નો ખ્યાલ આવશે. ને જો તમે નિયમિતપણે ટ્રેકિંગ પર જશો તો ધીમે ધીમે તમારી શારીરિક ક્ષમતા અને જુસ્સો સુધરવા લાગશે.

તમે વગડા માં જાઓ ત્યાં કંઈ મોટી બા નાં બેઠી હોય. ક્યારેક કોઈ અણધારી પરિસ્થિતિ પણ માથે આવી પડે. બની શકે કે તમે રસ્તો ભૂલી જાઓ. બને શકે કે તમને કે તમારા સાથીદાર ને ઈજા થાય.તમે આવી પરિસ્થિતિ માં થી રસ્તો કાઢો એટલે તમને તમારી જાત પર વિશ્વાસ વધે. તમને ભરોસો બેશે કે જેમ આમાં થી રસ્તો કાઢ્‌યો એમ કોઈ પણ મુશ્કેલીમાં થી હું રસ્તો કાઢી શકું.

આ બધાં ઉપરાંત પણ બહું બધાં ફાયદા છે વગડા માં કેમ્પીંગ/ટ્રેકિંગ કરવા જવાનાં. પણ એ ફાયદા હું નહીં જણાવું એના બે કારણો છે. પેહલું એ કે હું એવું ઈચ્છું કે તમે જાત અનુભવ પરથી શીખો. અને બીજું એ કે આટલા પૈસા માં આટલું જ મળે. આખરે હું પણ ગુજરાતી જ છું ને.

હજું પણ શું બેઠાં છુઓ? ઉપાડો થેલો ને ઘર ને તાળું મારી ને નીકળી પડો તમારી જાત ને મળવા માટે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED