હેલ્લો સખી રી... - ભાગ-૬ MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેલ્લો સખી રી... - ભાગ-૬

અંકઃ ૬. નવેમ્બર, ૨૦૧૫.

હેલ્લો સખી રી...

સખીઓનું ઈ-સામાયિક...

* “વિશેષ દિવાળી; દિવાળી વિશેષાંક” *

* સંપાદનઃ કુંજલ પ્રદિપ છાયા *

લેખિકાઃ જાગૃતિ વકીલ, જાહ્‌ન્વી અંતાણી, ગોપાલી બુચ, કુંજલ છાયા, રાજુલ ભાનુશાળી, ડા. ગ્રીવા માંકડ, ર્શ્લોકા પંડિત, સૌમ્યા જોષી, પારૂલ દેસાઈ

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

૧.આહ્‌વાનઃ કુંજલ પ્રદિપ છાયા

૨.વિસ્તૃતિઃ જાગૃતિ વકીલ

૩.વાંચે સખીરીઃ જાહન્વી અંતાણી

૪.હેય! વ્હોટસેપ?ઃ ગોપાલી બુચ

૫.રૂગ્ણાંલયઃ ડા. ગ્રીવા માંકડ

૬.સૂર, શબ્દને સથવારેઃ સૌમ્યા જોષી

૭.સાતમી ઈન્દ્રીયઃ રાજુલ ભાનુશાળી

૮.લૉ પંડિતઃ ર્શ્લોકા પંડિત

૯.નાની નિનિઃ કુંજલ પ્રદિપ છાયા

૧૦.અનુભૂતિઃ પારૂલ દેસાઈ

આહ્‌વાન

* કુંજલ પ્રદિપ છાયા - ગાંધીધામ. *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ોહદ્ઘટ્ઠઙ્મટ્ઠિદૃજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

આહ્‌વાન

તેજોમય પ્રકાશજન્ય ઉત્સવ એટલે દિવાળી. દુષ્ટ ઉપર દૈવ શક્તિનો વિજય પર્વની ઉજવળીનું પરિમાણ સમો તહેવાર. દિવાળી શબ્દ જ જાણે સમૃધ્ધિ, સુખાકારી અને શ્રીમંતાઈની પરાકાષ્ટાની વ્યાખ્યાનું એક સીમાચિન્હ હોય એવું લાગે.

દિવાળીનો પર્વ લક્ષ્મીનાં આહ્‌વાન અને સ્વાસ્થયનાં દેવતા ધનવંતરીને પૂજવાનો અવસર છે. સ્વરસ્વતી માની સ્તુતિ કરવાનો અને હિન્દુ કેલેન્ડર મુજબ નવા વર્ષને સહર્ષ વધાવી લેવાનો ઉત્સવ છે.

દિવાળીનાં સમયે સૌને જાણે નવજીવનનું સર્જન કરવું હોય એ રીતે આખું વર્ષ મથે છે. એક સમય જાણે નક્કી થઈ ગયો કે અવનવાં કપડાં લેવાં, નવી વસ્તુઓ ખરીદવી, નવું મકાન, નવું વાહન કે રાચરચીલું અને વસાવાની તક!

‘હેલ્લો સખીરી’માં આ વખતે નવું શું કરીએ એ વિચાર માંગી લે એવું હતું. અઢળક સાહિત્યનો સમુદ્ર અને એમાંથી જલબિંદુ સરીખું આ ઈ - સામાયિકમાં સમાવેશ કરીએ તો પણ શું? સૌનાં વિચાર મંથનને અનુલક્ષીને સખીઓએ મોકલેલ એમની જ શાબ્દિક વૃત્તિને માન આપીને ૯ લેખ સામેલ કર્યા.

‘વિસ્તૃતિ’ લેખ નવતર નિયમોને જીવનમાં અપનાવવાની પહેલ કરી છે. ‘વાંચે સખીરી’ દ્વારા નારી સંવેદનને સ્પર્શતી ગુજરાતી ઉચ્ચ સાહિત્યકારોની વાર્તા સંગ્રહનું સંપાદન શરીફા વીજળીવાળાનાં પુસ્તક શતરૂપા વિશે ખુબ ઊંડી વાત છે! સુકા મેવાનો માભો સ્વાસ્થય માટે કેટલો જરૂરી છે વાંચો ‘રૂગ્ણાંલય’. આ અંકનું ‘હેય! વ્હોટસેપ?’ બે સખીઓ અને લેખિકા - સંપાદીકા એમ દ્વંદ્વ નજરે થયેલ સંવાદ છે.

ભગવાન શ્રી રામનાં વનવાસની અવધીનો અંત આવ્યો અને સંપન્ન પ્રજા સમક્ષ એક શ્રેષ્ઠ રાજ્યની સ્થાપના થઈ. એ પૌરાણીક મહાગાથાની દંતકથા જાણે‘ઓલ વેલ્, વેન એન્ડસ વેલ’નો સૂક્ષ્મ સાર આપી જાય છે. ચૌદ વર્ષ સુધી જેષ્ઠ ભ્રાતા રામનાં ચરણ ચાખડીને રાજ ગાદીએ બેસાડીને વહિવટ કરનાર અનુજ ભરતની જવાબદારી હાલનાં યુગમાં ‘પાવર ઓફ એટર્નિ’ રૂપે જોઈએ તો અતિશયોક્તિ નહિ જ કહેવાય! વાંચો ‘લૉ પંડિત’. દિવાળી એ ઝમગમગાટનો અવસર છે પરંતુ અંત્યોદયનાં લોકો સુધી તેનાં આનંદનો લાભ નથી મળતો. ગરીબ બાળકો ને સ્ત્રીઓનાં હિત માટે કાર્યરત એવી સંસ્થા સાથે જોડાવાનો અનુભવ વાંચો ‘સાતમી ઈંન્દ્રીય’. અમૃતા પ્રિતમની અનોખી પ્રિતની ખુમારી અને એમનાં જીવનો સાહિત્યિક રસથાળ ‘સૂર, શબ્દને સથવારે’ વાંચીશો.

‘નાની નિનિ’ દિવાળીનાં વેકેશનમાં ઘર પરિવાર સાથે રહીને બે પેઢી વચ્ચે વડિલોને આધૂનિકતા અને બાળકોને ભારતીય સંસ્કૃતિનાં પરંપરાનાં સંસ્કાર શીખવાનાં સમન્વયનાં પ્રસંગની વાર્તાશૃંખલા માણશો. આધૂનિકતાને અપનાવીને વિસરી જતી પેઢીને દિવાળીની રીતભાતમાં કંઈક જૂનું યાદ કરાવે છે ‘અનુભૂતિ’ લેખ.

ઘેરઘેર પ્રજ્વલિત દિવડાની હાર અને મનમોહિત રંગોળીની ભાત સંગે આકાશી તેજને ઉત્તેજીત કરતા ફટાકડાનો શોર અને મિષ્ઠાન્નની મૌજ ભરેલ મહાપર્વ અવસરે સૌનાં ઉજ્જ્વળ ભવિષ્યની કામનાં સહ દિપાવલીનાં વિશિષ્ટ અંકમાં વિશેષ કહિ શકાય એવું કંઈક નવતર લેખન અન્નકુટ પિરસવાનો એક લહાવો લીધો છે જેને પ્રદિપ્ત વાંચન ખામ સાથે ‘હેલ્લો સખીરી’ને માતૃભારતી અને ગુજરાતી પ્રાઈડ એપ્સ પરથી ડાઉન્લોડ કરી પ્રતિભાવ આપવાનું આહ્‌વાન આપું છું.

* કુંજલ પ્રદિપ છાયા. ગાંધીધામ. *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ોહદ્ઘટ્ઠઙ્મટ્ઠિદૃજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વિસ્તૃતિઃ

* જાગૃતિ વકીલ - ભુજ. *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ દ્ઘદૃિ૭૮૬૯જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

મ્ેંસ્ઁ છૐઈછડ્ઢઃ જીર્‌ંઁ, ર્ન્ંર્ંદ્ભ શ્ ર્ય્ં...

આજની દોડધામભરી જીંદગીમાં તહેવારોનું આગમન આપણી દોડતી ગાડીમાં બ્રેક લગાવે છે અને બમ્પનું કામ કરે છે કહે છે સ્ટોપ..જરા થોભો,વિચારો કે ગત દિવસોમાં શું શું બન્યું ?.લુક..જુવો કેટલું સારૂં આવ્યું ને કેટલું ખરાબ ગયું? સુખદુઃખની ઘટમાળમાં ચડાવ ઉતાર આવ્યા કરે..આપણે કેટલું સમતાથી જીવ્યા? એ વિચારો.. એન્ડ ગો... જુનાં અનુભવોનાં ભાથામાંથી નવાને અપનાવો અને આગળ વધો... જરા સ્વને સમજી, નવા ઉત્સાહ સાથે જીવનરૂપી ગાડીને સાચી દિશામાં હંકારીએ..

તુલસીદાસજીના શબ્દોમાં...

“બડે ભાગ માનુષ તન પાવા, સુરદુર્લભ સદગ્રંથન ગાવા.”

અર્થાત મનુષ્યજન્મ મળ્યો છે એ સદનસીબની વાત છે. પૃથ્વી પર આપણે ખરેખર જીવવું જોઈએ એવું જીવન જીવીએ છીએ ખરાં? નવલા વર્ષે આટલા મુદા જરૂર વિચારીએ અને જાગૃત થઈએઃ

૧.માનસિક શાંતિઃ

ભૌતિક સુખ સુવિધાને મૃગતૃષ્ણા જ કહી શકાય કે જે કદી ખતમ નથી થતી. તેની પાછળ જ દોટ લગાવ્યા કરવાને પરિણામે આપણા મનમાં રાગ, દ્વેષ, ક્રોધ, તિરસ્કાર ભેગા થાય છે જે માનસિક શાંતિના શત્રુ છે. જેને વિદાય લેતા વર્ષ સાથે વિદાય આપી, મન સ્વચ્છ, પવિત્ર રાખીએ. ભૂતકાળ ભૂલી,વર્તમાનમાં સંતોષ અને હકારાત્મકતાથી જીવીએ.

૨.શારીરિક શાંતિઃ

મન સ્વસ્થ તો તન સ્વસ્થ ને તન સ્વસ્થ તો મન સ્વસ્થ. આજની દોડધામભરી જીંદગીમાં પોતાના માટે અચૂક પણે સમય ફાળવીને નિયમિત જીવનશૈલી અપનાવીએ, યોગ, પ્રાણાયામ, કસરત, ધ્યાન, પૌષ્ટિક આહારવિહારને દૈનિક જીવનમાં સ્થાન આપીએ. શારીરિક - માનસિક સુખાકારી સતત દોડતી જીન્દ્‌ગીરૂપી ગાડીમાં ઇંધણ જેવું કામ કરશે. જેથી સરળતા અને ઝડપથી જીવન જીવી શકાશે.

૩.સદભાવનાનો વિકાસઃ

ત્યાગભાવથી ઉદારતાનો ગુણ કેળવાય છે. અન્યી ભૂલોને માફ કરવાની ઉદારતા કેળવીએ. આપણને પસંદ ન હોય એવો વ્યવહાર બીજા સાથે ન જ કરીએ. આચરણમાં શ્રેષ્ઠતા અને પવિત્રતા કેળવીએ. સર્વ હિત માટે “સર્વે સુખીન ભવતુ”ની ભાવના કેળવીએ.

૪.શ્રેષ્ઠ કર્મોઃ

જેવા બીજ વાવીશું તેવા લણીશું.નૈતિકતા અને સત્ય અપનાવી,સત્કર્મરૂપી ફૂલો વાવી જીવનરૂપી બાગ સુવાસથી મઘમઘાવીએ.ફળની આશા વગર સારા કર્મો કરીએ એ જ મનુષ્ય જીવનની સાચી ધન્યતા.

૫.વ્યસનમુક્ત સમાજ બનાવીએઃ

નાની બાબતોમાં હતાશ થઇ માની લીધેલા દુ;ખોને ભૂલવા વ્યસનના રવાડે ચડતા અટકીએ અને યુવાપેઢીને પણ એ માર્ગે જતા બચાવીએ.

૬.પર્યાવરણ પ્રત્યેની આપણી ફરજ યાદ રાખીએઃ

જે ઝડપે પર્યાવરણનું નિકંદન આપને કાઢી રહ્યાં છીએ તે જોતાં બહુ થોડા વર્ષોમાં આપણી પૃથ્વી પર આપણા અસ્તિત્વનો નાશ થઇ જશે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આવું પણ થાય એ માટે પ્રકૃતિને જાણીએ, સમજીએ અને શુદ્ધ રાખીએ.. બચાવીઅ...

વીતેલા વર્ષને અલવિદા અને નવા વર્ષને આવકારવા આટલા સંકલ્પો જરૂર લઈએઃ

મારે લોભ કરવો છે તો અન્યનું અહિત કરવામાં લોભ કરીશ,ક્રોધ કરવો છે તો મારા દુર્ગુણો પ્રત્યે, કરકસર કરવી છે તો વ્યર્થ કે કટુ બોલીમાં કરીશ, ધર્મ કરવો છે તો નીતિમય જીવન જીવીશ, ત્યાગ કરવો હોય તો અસત્ય અને અન્ય દુર્ગુણોનો ત્યાગ કરીશ, ઉપયોગ કરવો છે તો સમયનો સદુપયોગ કરીશ, પ્રેમ કરવો છે તો જીવમાત્ર પ્રત્યે પ્રેમભાવના કેળવીશ, યાદ રાખવું છે તો માત્ર ઈશ્વરનો ઉપકાર કે જેણે આવો દુર્લભ મનુષ્યજન્મ આપ્યો છે. એ અમુલ્ય જીવનને સદગુણોથી સભર બનાવીએ. જે કઈ મળ્યું છે તેમાં સંતોષ રાખી, શાંતિથી જીવીએ અને અન્યને પણ શાંતિથી જીવવા દઈએ...

સહુનું મંગલ થાઓ... એવી નવા વર્ષે શુભકામનાઓ.

* જાગૃતિ વકીલ - ભુજ. *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ દ્ઘદૃિ૭૮૬૯જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વાંચે સખી રી..

* જાહ્‌ન્વી અંતાણી - વડોદરા. *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ દ્ઘટ્ઠરહદૃૈટ્ઠહંટ્ઠહૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વાંચે સખી રી.. અકૂપાર

’શતરૂપા’ (ગુજરાતી વાર્તામાં નારીની બદલાતી છબિ) (વાર્તા સંગ્રહ)

સંપાદન : શરીફા વીજળીવાળા

પ્રકાશન : ગુર્જર ગ્રંથ્રરત્ન કાર્યાલય, અમદાવાદ

તમે જયારે એક પુસ્તક વાંચવા માટે હાથ પર લ્યો, અને એના વિષે કાંઈક લખવાનું કહેવામાં આવે ત્યારે વિચારોનો વંટોળ મગજમાં ઘૂમરાવા લાગે. એ પુસ્તક ગમ્યું હોય તો તો એમ જ થાય કે આના વિષે શું લખવું અને શું ન લખવું!! લખવા બેસશું તો જાણે એક પુસ્તક લખાઈ જશે એવું અનુભવીએ અને લખીએ ત્યારે હમેશાં અધૂરાંપણાંનો અહેસાસ રહે છે.

’હેલ્લો સખીરી’નો આ અંક હાથમાં આવશે ત્યારે દિવાળી નજીક આવી રહી હશે. દિવાળી એટલે નવરાત્રીમાં ’મા શક્તિ ને મળેલા વિજયને ઉજવવાનો ઉત્સવ.. તો નવરાત્રી પછીના દિવસોમાં મારા હાથમાં એક એવું જ સંપાદન આવ્યું, શરીફાબહેન વીજળીવાળા સંપાદિત ’શતરૂપા’. મને તો વાર્તા સંગ્રહ વાંચતા ‘શતરૂપા’ એટલે નારીઓના સો રૂપ દેખાયા..!

આ સંપાદનમાં કુલ ૩૮ વાર્તાઓ છે. લેખિકાશ્રીએ સમય સાથે બદલાતી નારીની છબિ તેના સંજોગો, તેની પરિસ્થિતિ અને તેનામાં આવતા બદલાવને અનુલક્ષીને વાર્તાઓની પસંદગી કરી છે.

કનૈયાલાલ મુનશી અને મેઘાણીથી માંડીને અત્યારના લેખકો વીનેશ અંતાણી, બિંદુ ભટ્ટ, હરીશ નાગ્રેચાની વાર્તાઓની પસંદગી ઉત્કૃષ્ટ રીતે કરી છે. નારીકેન્દ્રી વાર્તાઓની પસંદગી સહેલી નથી, પરંતુ એ કામ આ વાર્તાઓ વાંચતા શરીફાબહેને બખૂબી નિભાવ્યું છે એવું અનુભવાય છે.

પ્રસ્તાવનામાં એઓ લખે છે; ‘સાહિત્ય એ સમાજનું સીધું પ્રતિબિંબ છે. કોઈપણ સ્થળકાળની સાહિત્યકૃતિમાં નારીની છબિ જે તે સ્થળકાળનાં સામાજિક માળખા પર આધારિત રહેવાની.’ એ રીતે જ એમણે વાર્તાઓની પસંદગી કરી છે.

સૌ પ્રથમ વાર્તામાં જ સ્ત્રીની વેદના મનોવેદના ખુબ સુંદર રીતે વ્યક્ત થઇ છે, કનૈયાલાલ મુનશીની “એક પત્ર” વાર્તામાં સ્ત્રીની વ્યથા કેટલી ગહન છે એની એક સાબિતી, ‘મરણપથારીએ પડેલી પત્ની પતિને કાગળમાં લખે છે, ‘સાસુજીને કહેજો કે ફરી કોઈ ભણેલી સ્ત્રી ન લઇ આવે!’ શું સહન નહિ કર્યું હોય આ પત્નીએ. મેઘાણીની વાર્તાઓમાં પણ એમના સમકાલીન સમાજનું ચિત્ર અનુભવાય છે. એ સમયની સ્ત્રીઓનાં શોષણનાં વરવાં ચિત્રો, એ સમયના સમાજનું પ્રતિબિંબ ઝીલે છે. એમની વાર્તામાં સ્ત્રીઓનું ઉતરતું સ્થાન, પરાવલંબીપણું અને કન્યાપક્ષની લાચારી પ્રગટ થતી જોવા મળે છે. ‘વહુ અને ઘોડો’ વાર્તામાં શીર્ષક જ શું દર્શાવે છે એ તમે અને હું સમજી શકીએ છીએ. એ વાર્તામાંના એકાદબે કથનો વાર્તાના શીર્ષકને જાણે યોગ્ય ઠેરવે છે. જેમ કે, ‘પરણી લીધેલ કન્યા તો ઉતરેલ ધાન બરાબર કહેવાય!!’, ‘સંભાળીને રે જે, નહિ તો તારા જેવા તો સંજ્વારીમાં ક્યાં વળાઈ જાય એ ખબરેય નહિ પડે!’ જો કે મેઘાણીની વાર્તાઓમાં સ્વબચાવ માટે બાથ ભીડતા ગંગા જેવા સ્ત્રી પાત્રો પણ છે જ.

જયંત ખત્રીની વાર્તા ‘ખીચડી’માં ખીચડી ખાતર શેઠના પલંગે પહોંચતી લખડીની નૈસર્ગિક વૃતિઓને ક્ષણની મધુરતામાં ફેરવીને જયારે લેખક આલેખે છે ત્યારે એ લેખક પર આફરીન પોકારવાનું મન થાય છે. પછીની એક વાર્તા દ્વિરેફની ‘સૌભાગ્યવતી’. એ વાર્તામાં શીક્ષિત મલ્લિકાના પાત્ર કરતા અભણ જીવીનું પાત્ર ઊંચું ચડી જાય છે. પતિની અતિશય કામવૃતિથી કંટાળેલી બે પત્નીઓમાં શિક્ષિત મલ્લિકા પતિને છોડી શકતી નથી અને અભણ જીવી પોતાના પતિથી અલગ રહીને પતિને કાયાની માયાનો મોહ ઓછો કરાવી શકે છે. દ્‌વિરેફની ખેમીનું દ્રઢ મનોબળ એના સામાજિક માળખાને ભેદીને આગળ પડતું દર્શાવ્યું છે.

વીનેશ અંતાણીની વાર્તા ‘સ્ત્રી-નામે વિશાખા’ એમાં વિશાખાનું પાત્ર મને બહુ સ્પર્શી ગયું. સ્વતંત્ર છતાં સ્વચ્છંદ નહિ એવી વિશાખા. મહેન્દ્ર સાથેના પ્રેમલગ્ન,એકબીજાની ઈચ્છાથી ભેગા થયા અને મરજીથી છુટા પડયા. એ બની એક સફળ બીસનેસ વુમન. છેલ્લે દીકરો પતિની બીમારીને કારણે બોલાવવા આવ્યો ત્યારે એ કહે છે, “હું ત્યાં નહિ આવું. મહેન્દ્રને મારી જરૂર હોય તો એને કહેજે કે અહી નિઃસંકોચ આવી શકે છે.” આમાં કોઈ અભિમાન નથી અનુભવાતું માત્ર અને માત્ર સ્વાભિમાનનું રક્ષણ કરતી વિશાખા દેખાય છે. ખુબ સુંદર સ્ત્રીશક્તિનું ઉદાહરણ.

કુન્દનિકા કાપડિયા એ તો નારીલક્ષી વાર્તાઓ લખવામાં ખુબ સક્ષમ છે. એમના માટે મારે લખવું એટલે નાને મોઢે મોટી વાત. પરંતુ આ સંપાદનમાં એમની વાર્તા‘ન્યાય’ અત્યારના કાળ/સ્થળને ખુબ અનુરૂપ છે. શ્યામ અને રાધિકા, પરણીને પતિને સમર્પિત સ્ત્રી જયારે થોડું પોતાની માટે જીવવા માંડે છે ત્યારે પતિનો અહમ ઘવાય છે અને તેનું પુરૂષત્વ, એના પત્ની પરના અધિકાર, વર્તનમાં માલિકીની રૂઢિગત માન્યતા બધું જાણે પત્ની પર હાવી થવા માંડે છે. કુન્દનિકા કાપડિયા, ધીરૂબહેન પટેલની વાર્તાઓ હમેશાં સ્ત્રીની વિવિધ સમસ્યાઓનું નિરૂપણ અને હલ દર્શાવતી જોવા મળે છે.

એવુંજ વર્ષા અડાલજાની વાર્તાઓમાં જોવા મળે છે. અહી સંપાદિકાબહેને વર્ષાબહેનની ‘ગાંઠે બાંધ્યું આકાશ’માં પણ પ્રૌઢ સ્ત્રી પણ પોતાની રીતે કઈ રીતે જીવી શકે છે એનું સ્પષ્ટ ઉદાહરણ આપ્યું છે. સદાય પતિને સમર્પિત રૂક્ષ્મણીબહેન પતિના અવસાન પછી પણ પતિના સ્વભાવની કડકાઈનો ડર અનુભવ્યા કરતાં હોય છે અને એ ડરથી દીકરા અને વહુનાં પણ દબાવમાં રહેતાં જોવા મળે છે. એમને મળે છે એમની ઉપર રહેતા નયનાબહેનનો સંગાથ અને એમનામાં હિંમત આવે છે ઢળતી ઉંમરે પોતાનું મનગમતું કરવાની હિંમત કેળવાય છે અને જોડાય છે એક સામાજિક સંસ્થા સાથે અને પોતાના માટે દીકરા વહુ સામે થોડુંક લડવાની તાકાત મળે છે. સ્ત્રી એટલે પહેલાં મા-બાપ પછી પતિ અને પછી દીકરા વહુની ગુલામ નથી એ બધુજ કરે પણ એની પોતાની અંગત જિંદગી, એની ઈચ્છા - અનિચ્છા પણ હોય તો ખરી જ ને. એ અહીં વર્ષાબહેને સરસ આલેખ્યું છે.

વાર્તાઓ તો આડત્રીસ છે, પણ બધાનું તો અહીં ચિત્રણ કેવી રીતે આપી શકું. મેં આગળ લખ્યું એ મુજબ આ પુસ્તક માટે હું ઘણું કહી શકું પરંતુ તો પછી એ માટે પણ અલાયદું પુસ્તક જ બહાર પડવું પડે. આ બધી જ વાર્તાઓ વાંચવી ગમશે કેમ કે સ્ત્રીના જાણે બધાજ રૂપ એક પુસ્તક માં પ્રગટ થયા છે. નારીલક્ષી બધીજ શ્રેષ્ઠ વાર્તાઓની પસંદગી બદલ શરીફાબહેનને એક વાચક તરીકે દિલથી અભિનંદન.

* જાહ્‌ન્વી અંતાણી - વડોદરા. *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ દ્ઘટ્ઠરહદૃૈટ્ઠહંટ્ઠહૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

હેય! વ્હોટસએપ?

* ગોપાલી બુચ - અમદાવાદ. *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

“તિતલી.... એટલે ગોપાલી બુચ.... હેંને?”

ભુજનાં એક વાર્તાવિહાર નવલિકા સ્પર્ધાનો કાર્યક્રમ પૂરો થતાં અલ્પાહારની વ્યવસ્થા તરફ જતાં મળ્યા કાજલબેન મને ભેટીને બોલ્યાં... ક્ષણીક રૂવાંડાં ખડાં થઈ ગયાં..

“તમને ખબર છે?” આટલું બોલતે મને ડૂમો આવી ગયો..

“હાસ્તો, તું ગોપાલીને તિતલી કહે છે એ ખ્યાલ જ છે મને, હેલ્લો સખીરીની સખીઓ બધી એક જ ડાળનાં પંખી જેવી છે કુંજલ..” ભુજનાં કવયિત્રી કાજલબેન ઠક્કર બોલતે બોલતે ચલતાં હતાં..

હું એમને સાંભળતે સાંભળતે પોરસાતી હતી.

કેવું અજુગતું આ બધું ઘટે છે! ૨૦૦૮માં ઓરકુટ સમયે મળેલ એક રૂપકડાં નાગરાણી સખી અચાનક મને મેસેજ કરે છે કે એવો એ જર્નાલિઝમનો કોર્ષ કરી લગ્નનાં ૧૮વર્ષે ફરી કારકિર્દી શરૂ કરે છે અને એ વાતને એક નાનકડી વાર્તાનું સ્વરૂપ આપી દીધું મેં. જે મેં ૨૦૧૫માં પ્રખર નવલકથાકાર સ્વ. ગૌતમ શર્મા વાર્તા સ્પર્ધામાં મોકલી જેને પુરષ્કાર પણ મળ્યો અને અમારી ઓળખાણની શરૂઆતનો એ દિવસ યાદ આવી ગયો. આજનું હેય વ્હોટસેપ જરા અલગ રીતે... ગોપાલી સંગે તો ખરૂં જ પણ આજે મારા એટલે ‘હેલ્લો સખીરી’ની એડિટર કુંજલ છાયાનાં પ્રશ્નોની ફુલઝરીથી એમની જુબાની એમની જ કહાની વાંચીએઃ

કુંજલઃ તમને જોઈને જ રંગીન પતંગિયું કે જે ખુશ્બોદાર બાગમાં ઉડવા જતું હોય એવું લાગે. મારી એ વાર્તા ‘તિતલી’ની નાયિકા ફરીથી ભણવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તમને એ વિચારે ક્યારે અને કેવી રીતે આવ્યો?

ગોપાલીઃ મારૂં જ એક ગીત છે એની એક કડી છે,

"આદરી તે વાર્તા પુરી ક્યાં થઈ,

ત્યાં તો મહિયરનાં મુક્યાં મુકામ.

સખી મારૂં શૈશવ નામે એક ગામ."

એટલે હજી તો જીવનની પુરી સમજ આવે ત્યાં તો જવાબદારી આવી ગઈ.અને બધું ઘણું પાછાળ છુટી ગયું.એ પછી પણ ઘણું નાનું મોટું કાંઈ કરતી પણ સંતોષ નહોતો.એક ખાલિપો અને કશું જ નહી કરી શકવાની ભાવના સતત સતાવતી.એટલે જ્યારે દિકરો વિશ્વમ ૧૦મા ધોરણમાં હતો ત્યારે એની સાથે જાગવું પડવું.એ તક મે જડપી લીધી.ત્યારે મને એમ થયું કે સાવ એમનેમ જાગું છું એના કરતા લાવ હું પણ ભણવાનું શરૂ કરૂં.મે ઈગ્નુમાથી ન્યુટ્રીશનનો કોર્ષ કર્યો.કામ પણ શરૂ કર્યું તો પણ પેલો ખાલિપો જતો નહોતો.

નાનપણમા લખતી ખુબ્ એટલે ગુજરાતીના ટીચર સાથે લાગણીનો તાર જોડાયેલો રહ્યો હતો.એમનો હાથ પકડી કલમ લેખિકા મંચમા ગઈ અને એમ લાગ્યું કે પેલું જે ખુટતું તત્વ હતું એ ભરાઈ રહ્યું છે. એવામાં જ એટલે કે ૨૦૧૦મા ખબર પડી કે સાહિત્ય પરિષદ અને યુનિવ્સિટી ભેગા પઈ પરિષદમાં જર્નાલિઝમ શરૂ કરી રહ્યા છે. બસ, ખણખોદિયો જીવ ફરી સળવળ્યો અને જર્નાલિઝમ શરૂ કર્યું. એટલુ જ નહીં પણ એમાં ટોપ કર્યું. વર, ઘ, પરિવાર અને મિત્રો એ બહુ પ્રોત્સાહન પુરૂ પાડયું હતું.

કુંજલઃ સૌ પ્રથમ પ્રકાશિત પુસ્તક વિશે કહોઃ

ગોપાલીઃ કલમમાં જોડાઈ એ પછી ભાવાત્મક સ્તરે ઉર્મિ અને ભાર્ગવિ સાથે જોડાઈ. એ લોકો આરતી સાથે મળીને પુસ્તક કરવાના હતાં. મારૂં લખાણ જોઈ એમણે મને સાથે જોડાવા કહ્યું અને હું એ ત્રિકોણનો ચોથો ખૂણો બની.

શરૂશરૂમાં મને આરતી સાથે ફાવતુ નહીં. હું કાંઈ બોલતી નહી પણ ઉર્મિ અને ભાગ્ર્િવને કહેતી કે મને આરતી સાથે નહી ફાવે. પણ, આજે એવું છે કે મારી કડવું સત્ય કહેનારી આરતી મારા દીલના એક ખૂણે કબજો જમાવી બેસી ગઈ છે. અમારા ચારે જણાંનું એક એવુ અતૂટ બોન્ડિંગ રચાયું કે અમે ગમે તેટલાં મતમતાંતર સાથે પણ એક રહેવા જ સર્જાયા છીએ એમ કહી શકાય. એક અજોડ બંધનમાં અમે એક પુસ્તકના આધારે બંધાઈ ગયાં. એ પુસ્તક છે "મોકટેલ ધ કાવ્યરસ." મારૂં સૌભાગ્ય છે કે એ પુસ્તક હું આપના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને અને આપણા મુખ્યમંત્રી શ્રી આનંદીબહેનને સ્વ હસ્ત ભેટ કરી શકી.

કુંજલઃ લોકનાયક અને વૈશ્વિક નેતાની છબી ધરાવતા માનનીય શ્રી મુખ્ય પ્રધાન જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે મોદી સાહેબ સાથે તમે મુલાકાત કરી છે એ અનુભવ કેવો રહ્યો?

ગોપાલીઃ મોદી સાહેબ સાથેનો અનુભવ યાદગાર રહ્યો. એ પુસ્તક ખોલીને વાંચ્યું. પોતે એમાં લખી પણ આપ્યું અને એની ઓડિયો સીડી બનાવવાનું સજેશન પણ કર્યું. અતિ આનંદની પળ હતી એ. ત્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા પણ જીવ તો એ પણ સાહિત્યનો જ ને? એટલે એમણે ખુબ સુંદર પ્રતિભાવ આપ્યો. એનું ગૌરવ અને આનંદ પણ છે.

કુંજલઃ ગોપાલીને પોતાનું જ કયું પાત્ર વધુ ગમતીલું છે. શ્રીમતિ ગોપાલી બુચ, માતા ગોપાલી બુચ, લેખીકા કે કવયિત્રી ગોપાલી બુચ કે પત્રકારનું સ્વરૂપ?

ગોપાલીઃ મને મારા બધાં સ્વરૂપ ગમે છે.હું મારા બધા રૂપને નિષ્ઠાપૂર્વક નિભાવવાની કોશિશ કરૂં છું. ખુશ છું. પરંતુ વસવસો એટલો છે કે, "મારામાં રહેતી એક સત્તરની છોકરી"ને હું ન્યાય નથી આપી શકી એટલે હવે એ અધુરાં સ્વપ્નામ પુરાં કરવાનાં પ્રયત્નમાં વ્યસ્ત રહું છું. આજે જ્યાં છું એ છુટી ગયેલી સત્તરની છોકરીને પ્રતાપે જ છું. હા, મને તિતલી નામ ખુબ જ ગમે છે. વ્હાલી સખી કુંજલે આપેલું સન્માન છે.

કુંજલઃ ઓનલાઈન દુનિયાની સફર કેવી લાગે છે? કોઈ સારો કે નસરો એકાદ અનુભવ કહેશો?

ગોપાલીઃ આહ્‌લાદક સફર.આજે જે છું એનો શ્રેય તો પુરેપુરો ઓનલાઈન દુનિયાને જ આપીશ.સૌ પહેલાં પગરણ ફેસબુકમા મંડાણા.ત્યાંથી જ પ્લેટફોર્મ મળ્યું.મિત્રો મળ્યા,કામ મળ્યું,નામ મળ્યું.સંતોષ મળ્યો કે ક્યાંક કદર થાય છે. ‘હું ગુજરાતી’ અને ‘હેલ્લો સખીરી’ જેવા બે ઇ - મેગેઝીનમાં કોલમ લખતી થઈ એ પણ તો સોશિયલ મિડિયાના જ કારણે. ખરાબ કોઈ અનુભવ નહી. એવું લાગે ત્યાં બ્લોક્નું ઓપ્શન છે જ ને? ;)

કુંજલઃ હેલ્લો સખીરીની સખીઓને માટે શું સંદેશો છે?

ગોપાલીઃ હા,ચોક્કસ કહેવું છે; “સપના જુવો અને એને પુરાં કરવાં મચી પડો પણ એ બધું જવાબદારીની પુર્ણ સભાનતા સાથે. જેથી કોઈ આપણી સામે આંગળી ન ચીંધી જાય. કોઈપણ પરિસ્થિતીને પડકારવાની શક્તિ કેળવી લ્યો. ઈશ્વરે ખુબ સામર્થ્ય સાથે મોકલ્યાં છે તો એનો ભરપુર ઉપયોગ સમાજ કલ્યાણ અર્થે કરો. રાહ જો મક્કમ હશે તો મંઝિલ શોધતી આવશે. ખુબ વ્હાલ સાથે દિવાળીની અઢળક શુભકામના.”

***

“વ્હોટ! આર યુ ક્રેઝી? ગોપી. આર યુ શ્યોર, ધેટ યુ કેન ડૂ ધીસ એટ એઈજ ઓફ ફોર્ટિ?”

“શું તું પણ? કેમ આમ રીએક્ટ કરે છે? ફરી ભણવાનો વિચાર કર્યો છે. કઈં ગુનો કર્યો?”

આ સંવાદ મારી લખાયેલ મારી એક ટૂંકીવાર્તા સખી ગોપાલી સાથે થયેલી ગોષ્ઠી સાથે એક સમયે લખાયી હતી. જેની એક વાર્તા સ્પર્ધામાં નોંધ લેવાઈ ત્યારે વિચાર આવ્યો કે ૧૯૮૮માં પરણીને ઠરીઠામ થયેલ ગોપાલી દીદીમાંથી ૨૦૦૮ દરમિયાન મળેલ ઓનલાઈન સખી અને હવે એમની અથાગ મહેનત ફળી હોય એવા અવનવા અનેક યશકલગી સમી સફળતાઓ સર કરતી સખી વિશે લખવાનો અનહદ આનંદ સાથે ગર્વ થાય છે. કુંજલની શુભેચ્છા હંમેશ તમારો પીછો કરશે જ‘તિતલી.’

* ગોપાલી બુચ. અમદાવાદ. *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

રૂગ્ણાલયઃ

* ડા. ગ્રીવા માંકડ - અમદાવાદ. *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ૈહર્કજ્રર્રર્દ્બીીષ્ઠઙ્મૈહૈષ્ઠ.ર્ષ્ઠદ્બ

“દિવાળીની રમઝટ સ્વાસ્થ્યને સંગત!”

નવેમ્બર મહિનો આવી ગયો. વાતાવરણમાં પણ દિવાળીની સુગંધ ભળી ગઈ છે. જોકે આ વખતે અધિક મહિનાને લીધે બધા તહેવારો એમની ૠતુ કરતાં થોડાં પાછળ ચાલતાં હોય એવું ચોક્કસ અનુભવાય છે. દિવાળી એટલે ગુજરાતી નવા વર્ષનો અનેરો ઉત્સવ. દિવાળીની સમગ્ર ઉજવણીના ભાગ રૂપે ઘરમાં જૂની વસ્તુનો નિકાલ અને એ સાથે નવી વસ્તુ ઘરમાં સ્થાન લે એ માટે ગૃહિણીઓના ઉત્સાહનું તો પૂછવું જ શું? એ બહાને ઘરની સફાઈ થઇ જાય એ પ્લસમાં! નવાં કપડા, નવા ફટાકડા લેવાનો ઉત્સાહ બાળકોને રોમાંચિત કરી દે છે, એ માટે તો કેટલાય દિવસ અગાઉથી જ શાળામાં વેકેશન પડી જવાની રાહ જોવાતી હોય છે. મીઠાઈના મૂળભૂત શોખીનોને તો નામ સાંભળતાં જ મોંમાંથી પાણીની છોળ વહી જાય છે, પછી ડાયબીટીઝની તો ઐસી કી તૈસી! દીપાવલીનાં શુભ દિવસોમાં મીઠાઈ ન ખવાય તો જાણે ભગવાન નારાજ થવાનાં હોય!

દીપાવલી પર્વની સુગંધ તો આપણે તાજી કરી લીધી, સાથે સાથે આ અંકમાં આપણે કોઈ રોગ, તેના ચિહ્‌નો કે ઉપાય વિષે વાતો ન કરતાં આ દીપાવલી પર્વનો આપણાં સ્વાસથ્ય સાથેનો સંબંધ શું છે એ જોઈએ!

ધનતેરસનું આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વ છે તેમ દરદીને સ્વાસ્થ્ય પ્રદાન કરવા માટે નિમિત બનનારા ચિકિત્સકો માટે પણ અનન્ય મહત્વ ધરાવે છે. વળી,ધનતેરસના દિવસે દેવોને ધન્વંતરી દ્વારા અમૃત પ્રાપ્ત થયું હતું. ધન્વંતરીને આમતો દેવતાઓના વૈધ કહેવામાં આવે છે, પણ તેમનામાં ભગવાન વિષ્ણુનો અંશ રહેલો છે. ધન્વંતરીના ઉત્પતિના ઉપલક્ષમાં પણ ધનતેરસ મનાવવામાં આવે છે. ધન્વંતરીનું પૂજન એટલે પ્રકૃતિ ઔષધિ, વનસ્પતિ અને પ્રકૃતિની કૂખમાંથી પેદા થયેલ સમસ્ત પ્રાકૃતિક નિધિઓનું પૂજન ધન્વંતરી દેવતાઓના વૈધ હોવાથી ધનતેરસનો દિવસ ચિકિત્સકો માટે પણ મહત્વનો છે. આજના દિવસે ચિકિત્સકો પણ ધન્વંતરી દેવતાની પૂજા અર્ચના કરી પોતાના વ્યવસાય અને જ્ઞાનમાં વૃઘ્ધિવિકાસની કામના કરે છે.

લોકો આજે ધનને પૈસા સંપતિ સ્વરૂપે સમજીને ધનતેરસના દિવસે ધનની પૂજા કરે છે. ભારતીય સંસ્કૃતિમાં રૂપિયા-પૈસાને ધનનું જડ સ્વરૂપ માની લેવામાં આવ્યું છે, પરંતુ ભારતના વેદ ઉપિનષદોમાં વાસ્તવિકપણે ધનનો અર્થ સ્વાસ્થ્યને માનવામાં આવે છે. સ્વાસ્થ્યનાં પણ બે સ્વરૂપ છે - શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય. માટે ધનતેરસના પાવન દિવસે ધન્વંતરી આપણને સહુને મન શરીરથી સ્વસ્થ રહેવા રૂપી ધનવાન બનાવે એવી પ્રાર્થના. આ થઇ ધનતેરસના દિવસનો સ્વાસ્થ્ય સાથેના સંયોગની વાત.

હવે, પડવાને દિવસે નવા વર્ષ નિમિતે સ્વજનો, મિત્રો કે કુટુંબીજનો શુભાશિષ આપવાના બહાને તેમજ ઘરની વડીલ વ્યક્તિને પગે લાગી એમના આશીર્વાદ મેળવવા એકબીજાના ઘરે આવતા હોય છે. યજમાન પોતાના ઘરમાં દિવાળી નિમિતે બનેલી મીઠાઈ, ફરસાણ કે કોઈ નવી વાનગીની સાથે સુકો મેવો પણ ધરતા હોય છે. હવે આ સુકા મેવાનું સ્વાસ્થ્ય જાળવણીમાં મહત્વ ખૂબ છે.

સૂકા મેવાની સાદી વ્યાખ્યા એ છે કે જ્યારે તાજાં ફળની સુકવણી કરવામાં આવે અને તેનાથી પાણીનો ભાગ ઊડી જાય અને બાકીનો ભાગ જે વિટામિનથી ભરપૂર છે તેને આપણે સૂકા મેવાના રૂપમાં વાપરીએ છીએ. ખાસ કરીને કસરત કરતાં પહેલાં સ્ટેમિના જાળવવા માટે ૧ મૂઠી ડરાયફ્રૂટ ખાવાથી કસરત સારી રીતે થાય છે. ઠંડીની ૠતુમાં મમ્મી પોતાના બાળકના ખિસ્સામાં સ્કૂલ જતા પહેલા મુઠઠીભર સૂકો મેવો ભરી આપે તો એ બાળકને આખા દિવસની ઉર્જાનું ઇંધણ મળી રહે.

સૂકા મેવા તરીકે બદામ, કાજૂ, અખરોટ, પિસ્તા, અંજીર, ખજૂર, ખારા સિંઘ, અળસીના બી, કિશમીશ, સોયાબીન વગેરે સામાન્ય રીતે વપરાય છે. સૂકા મેવામાંથી ફાઈબર્સ, પ્રોટીન, એમીનો એસીડ,વિટામીન છ, વિટામીન મ્૬, ફોલિક એસિડ, ખનીજ પદાર્થ, ઓમેગા ૩ પ્રકારનું હ્ય્દયના સ્વાસ્થ્ય માટે અતિ ઉપયોગી એવું ફેટી એસિડ વગેરે ભરપૂર પ્રમાણમાં મળે છે

વિવિધ સૂકા મેવાના ફાયદા કયા છે એ જોઈએ :

કાજૂઃ વિટામીન ીથી ભરપૂર કાજૂ એન્ટી એજિંગ ગુણ ધરાવે છે જેથી ત્વચાને ખીલેલી રાખવામાં કાજૂ અગત્યના છે. વળી, કોલેસ્ટેરોલ, રૂધિરમાં શર્કરાનું નિયંત્રણ પણ કરે છે. ઉપરાંત, વજનમાં ઘટાડો, માથાનાં દુખાવા અને હાઈ બી.પી. વગેરેમાં પણ ફાયદાકારક છે. કાજુને ડરાયફ્રૂટ્‌સનો રાજા કહેવામાં આવે છે. કાજુને પ્રોટિન,મિનરલ સોલ્ટ, ઝીંક , આર્યન, ફાઈબર અને મેગ્નેશિયમની સારી એવી માત્રાનો સ્ત્રોત માનવામાં આવે છે.

અંજીરઃ સૂકા અંજીર ભૂખને નિયંત્રિત રાખવામાં તમને મદદરૂપ થાય છે. તેમાં ફાઈબર અને પોટેશિયમની માત્રા વધારે હોય છે.

બદામઃ બદામમાં રહેલા ૬૫ ટકા મોનોસેચ્યુરેટિડ ફેટ શરીરના બેડ કોલેસ્ટ્રોલને ઓછું અને સારા કોલેસ્ટ્રોલન વધારે છે. બદામમાં વિટામિન ઈ, વિટામિન બી અને ફાઈબર હોય છે. કેલ્શિયમની સારી એવા માત્રા હોવાના કારણે બદામ સ્ત્રીઓં માટે ખુબ જ ફાયદાકારક હોય છે. બદામને વગર છોલે ખાવી જોઈએ. કારણ કે, તેની છાલમાં ફ્લેવોનોઈડસ નામનું એન્ટિઓક્સિડેંટ હોય છે, જે હ્ય્દય અને રક્ત ધમનિઓને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે.

કિસમિસઃ કિસમિસના સેવનથી પેટની કબજિયાત દૂર થાય છે. કિસમિસને એક સારા એન્ટિઓક્સિડેંટ માનવામાં આવે છે, જે સ્ટેમિના વધારે છે. કિસમિસ અલ્માઈઝર જેવી ગંભીર બિમારીમાં પણ સારી રાહત આપે છે. કિસમિસને પલાળીને ખાવાથી તેના ફાયદા વધારે થતા હોય છે.

પિસ્તાઃ પિસ્તા હ્ય્દયના દરદીઓ માટે ખુબ જ લાભકારી છે. તે વિટામિન બી-૬નો મુખ્ય સ્ત્રોત છે. આમાં વિટામિન અને ખનિજ ભરપૂર માત્રામાં હોય છે. ડાયટિંગ કરી રહેલી મહિલાઓએ માટે પિસ્તા ફાયદાકારક હોય છે. કારણ કે તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

અખરોટઃ અખરોટમાં રહેલા ફેટ અને પૌષ્ટિક તત્વ શરીરમાં ઈન્સ્યુલિનની માત્રાને સંતુલિત રાખવામાં સહાયક હોય છે. એન્ઝીમા અને અસ્થમાના દરદીઓ માટે અખરોટ ખુબ જ ફાયદાકારક હોય છે. અખરોટથી ટાઈપ ટુ ડાયાબિટિઝના દરદીઓમાં હ્ય્દય રોગની આશંકા ઓછી થઈ જાય છે.

સિંગદાણાઃ સિંગદાણામાં પ્રોટિન તથા એન્ટિઓક્સીડેન્ટસ ભરપૂર માત્રામાં હોય છે.

આમ, સૂકા મેવા થોડા મોંઘા. માટે બધાને ન પરવડે છતાં સ્વાસ્થ્ય માટે ખૂબ વ્યાજબી સાબિત થાય છે. તો આ દિવાળીથી જ પોતાના સ્વાસ્થ્યના સરંક્ષણના હેતુથી પ્રમાણસર માત્રામાં સૂકા મેવાનું સેવન દરરોજ કરવાનો નિર્ણય લઇ લઈએ.

* ડા. ગ્રીવા માંકડ. અમદાવાદ. *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ૈહર્કજ્રર્રર્દ્બીીષ્ઠઙ્મૈહૈષ્ઠ.ર્ષ્ઠદ્બ

સૂર, શબ્દને સથવારે

* સૌમ્યા જોષી - રાજકોટ. *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ દ્ઘજટ્ઠેદ્બઅટ્ઠ૭૬૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સૂર, શબ્દને સથવારે

‘એક દર્દ થા

જો સિગરેટ કી તરહ

મૈને ચૂપચાપ પિયા હૈ

સિર્ફ કુછ નજ્મેં હૈ-

જો સિગરેટ સે મૈને

રાખ કી તરહ ઝાડી હૈ...’

આસમાનમાં ઊડતા કો’ સ્વૈરવિહારી પંખી જેવા મુક્ત વિચારો ધરાવતી, હિંદી અને પંજાબી સાહિત્યની અત્યંત સંવેદનશીલ સાહિત્યકાર અમૃતા પ્રીતમનું નામ ભારતીય મહિલા સાહિત્યકારોની સૂચિમાં આજે પણ અગ્રિમ હરોળમાં લેવાય છે. જેટલી સુંદરતા ઈશ્વરે એમને બક્ષી હતી એનાથી અનેકગણા સુંદર અને ભાવપૂર્ણ હતા એના શબ્દો. કાચી ઉંમરે જ પોતાના મનોભાવોને, પોતાના સ્વપ્નોને કાવ્ય સ્વરૂપે રજૂ કરવાની કળા હસ્તગત કરી લેનાર અમૃતાને કાવ્ય લેખન એ પિતા તરફથી વારસામાં મળેલી આ અનન્ય ભેટ હતી. હાલ પાકિસ્તાનમાં આવેલા પંજાબના ગુજરાવાલાંમાં માતા રાજ બીબી અને પિતા શ્યામ સાધુને ત્યાં જન્મનાર અમૃતા ના પિતા પોતે પણ ’પિયૂષ’ ઉપનામથી કવિતાઓ લખતાં હતા. ખૂબ જ નાની વયે માતાને ગુમાવી દેનાર અમ્રૂતાનો ઈશ્વર ઉપરથી વિશ્વાસ ઊડી ગયેલો.

ધાર્મિક કવિતા લખતા પિતાની જાણબહાર તેમણે રોમેન્ટિક કવિતાઓ લખવાની શરૂ કરી દીધેલી. સોળ વર્ષની વયે તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ’અમ્રૂત લહરેં’ પ્રગટ થયો તે પછી તેમની સત્યાસી વર્ષની લાંબી જીવન સફર દરમિયાન તેમણે અઠઠાવીસ જેટલી નવલકથાઓ, અઢાર કાવ્ય સંકલન, કેટલીયે લઘુકથાઓ, આત્મકથા અને જીવન સંસ્મરણો લખ્યાં. અમૃતા એવા પ્રથમ મહિલા હતાં કે જેમને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ૧૯૫૭માં તેમની કૃતિ ’સુનહરે’ માટે તેમને આ ગૌરવ પ્રાપ્ત થયું. તો ૧૯૮૨માં ’કાગઝ કે કૈનવસ’ માટે તેમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો. તદ્દઉપરાંત ૧૯૬૧માં પદ્‌મશ્રી અને ૨૦૦૪માં પદ્‌મવિભૂષણ જેવા સન્માન વડે તેમને નવાજવામાં આવ્યાં. આ ઉપરાંત, શાંતિનિકેતન સહિત અન્ય કેટલીયે પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ દ્વારા તેમને ડી. લિટરેચરની માનદ્‌ ડીગ્રી પ્રાપ્ત થઈ!

આ બધા જ માન-સન્માન, ઈનામ અકરામથી પરે, અમૃતાજીની ભીતર એક બેહદ સંવેદનશીલ સ્ત્રી જીવતી હતી જે એક સ્ત્રીના મનોભાવોને બખૂબી સમજતી હતી, એટલું જ નહીં, તેને સુપેરે પોતાની કલમના સહારે પોતાની રચનાઓમાં વ્યકત કરી શકતી હતી.

વાત અમૃતા પ્રીતમની થાય અને સાહિર લુધિયાનવીનો ઉલ્લેખ ન થાય તે શક્ય નથી. પોતાના પતિ સરદાર પ્રીતમ સિંઘ સાથેના લગ્નથી બે સંતાનના માતા બનેલાં અમૃતાના લગ્ન જીવનમાં, સાહિરને મળ્યા અગાઉ જ તિરાડો પડી ચૂકી હતી. સાહિર લુધિયાનવી સાથેના તેમના પ્રેમસંબંધની શરૂઆત તેમની પ્રથમ મુલાકાત દરમિયાન જ થઈ ચૂકી હતી. જો કે, આ પ્રેમ કયારેય સંપૂર્ણ થવાનો ન હતો, જેના એંધાણ પણ અમૃતાજીને આ પહેલી મુલાકાતમાં જ મળી ચૂકયા હતા.

’જિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત....’

સાહિર સાહેબનું લખેલું આ ગીત એક કવિની કલ્પનામાત્ર નહીં પણ અમૃતા સાથેની તેમની પ્રથમ મુલાકાતનું યાદગાર કાવ્યમય વર્ણન છે. ૧૯૪૪ની આસપાસ,લાહોર અને અમૃતસરની વચ્ચે આવેલા એક ગામ પ્રીત નગર મુકામે પંજાબી અને ઉર્દુ શાયરોનો એક મુશાયરો યોજાયો હતો, જેમાં ભાગ લેવા આવેલા સાહિરની શાયરી સાંભળીને અમૃતાને તેમના તરફ અદમ્ય આકર્ષણ થયું. આ મુલાકાત વિશે અમૃતાજીએ લખ્યુંઃ ’મુઝે પતા નહીં, યહ ઉનકે શબ્દોં કા જાદૂ થા યા ફિર ઉનકી ખામોશ નજરોં કા, જો લગાતાર મુઝે દેખે ચલી જા રહી થીં... બાત ચાહે જો ભી હો... મૈં ઉન પર પૂરી તરહ સે મોહિત હો ચૂકી થી..’

અર્ધી રાત પાછી મુશાયરો સમાપ્ત થયો. સૌ માટે ત્યાં જ રાત્રિ રોકાણની વ્યવસ્થા કરાઈ હતી. બીજે દિવસે બાજુના એક નાનકડા ગામ લોપોકી સુધી સૌએ પગપાળા જવાનું હતું, જ્યાંથી લાહોર જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રાતભર વરસાદ વરસવાને લીધે લોપોકી જવા માટેનો કાચો રસ્તો કાદવકીચડ ભર્યો અને અત્યંત લપસણો થઈ ચૂકયો હતો. પણ અમૃતાજી ને મન તો આમા પણ દૈવનો કોઈ હાથ હોય એમ લાગતું હતું જે આ શબ્દ્‌સ્વરૂપે નિખરે છેઃ ’જબ જબ મૈં ઉસ રાત કે બારે મૈં સોચતી હૂં, તો મુઝે લગતા હૈ કિ તકદીર ને મેરે દિલ મૈં મોહબ્બત કે બીજ બો દિએ થે, જિનમેં બારિશ કે કારન કોંપલ નિકલ આઈ થી...!’

વરસાદને કારણે લપસણા થયેલા રસ્તા પર સૌ સંભાળી સંભાળીને ચાલી રહ્યાં હતા. આ ઘટનાને અમૃતાજી અત્યંત સુંદર રીતે વર્ણવી છે, ’સાહિર સે કુછ કદમ પીછે ચલતે હુએ મૈંને ગૌર કિયા કિ સડક પર સાહિર કા જો સાયા પડ રહા થા, મૈં પૂરી તરહ સે ઉસમેં ખોતી ચલી જા રહી થી.. ઉસ વક્ત નહીં જાનતી થી કિ બાદ કી જિંદગી કે કિતને હી તપતે હુએ સાલ મુઝે ઈસી સાયે મૈં ચલતે હુએ કાટને હોંગે યા કભી કભી થક કર અપને હી અક્ષરોં કી છાયા મૈં બૈઠના હોગા. સૈફ પાલનપુરીના શબ્દોમાં ’એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી....’

જીવનભર એકમેકને ભરપૂર પ્રેમ કરવા છતાં, આજીવન તેમની વચ્ચે ચૂપકીદીની એક ઊંડી ખાઈ હંમેશા મોજૂદ રહી. આ ચૂપકીદીનો ઉલ્લેખ અમૃતાજીની કવિતાઓમાં પણ વારંવાર કળાય છે. તો પોતાની આત્મકથા ’રસીદી ટિકિટ’માં આ અજબ પ્રેમની ગજબ કહાણી વિશે લખતા અમૃતાજી કહે છેઃ ’જબ સાહિર મુઝસે લાહૌર મિલને આતે થે, તો મુઝે લગતા થા કિ મેરે પાસ વાલી કુર્સી પર મેરી હી ખામોશી બૈઠી હુઈ થી ઔર ફિર વો વહાં સે ચલી ગઈ!’

આ ખામોશ સંબંધને નિભાવતા સાહિર કારકિર્દીના અવ્વલ મુકામે પહોંચ્યા તો અમૃતાએ પણ પોતાની શ્રેષ્ઠતમ રચનાઓ આપી. પણ તેમના નસીબમાં મિલનનું સુખ કયારેય ન હતું. આ વિશે અમૃતાજી પોતાની એક રચનામાં કહે છેઃ

’આસમાન જબ ભી રાત કા

ઔર રૌશની કા રિશ્તા જોડતે હૈ

સિતારે મુબારકબાદ દેતે હૈં

ક્યોં સોચતી હૂં મૈં

અગર કહીં...

મૈં, જો તેરી કુછ નહીં લગતી...’

* સૌમ્યા જોષી *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ દ્ઘજટ્ઠેદ્બઅટ્ઠ૭૬૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સાતમી ઈન્દ્રીય

* રાજુલ ભાનુશાળી *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠિદ્ઘેઙ્મ.હ્વરટ્ઠહેજરટ્ઠઙ્મૈ૧૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સાતમી ઈન્દ્રીય

યુનિસેફ.૧૧મી ડીસેમ્બર ૧૯૪૬નાં રોજ એની સ્થાપના થઇ. બીજા વિશ્વયુદ્ધની ખાનાખરાબીનો ભોગ બનેલાં સ્ત્રીઓ અને બાળકોનાંપુનરૂત્થાન માટે.યુનિસેફે ત્યાર બાદ સ્ત્રીઓ અને બાળકો માટે ખૂબ મોટા વ્યાપમાં કામ કરવાનીશરૂઆત કરી. આજે વૈશ્વિક સ્તર પર એનું કામ વિસ્તર્યું છે. એની હજારો શાખાઓ દુનિયાભરમાં કાર્યરત છે,ભારતમાં પણ.

થોડા દિવસો પહેલા સખી વંદનાનો ફોન આવ્યો.“રાજુલ,યુનિસેફ દ્વારાઈહઙ્ઘ ર્ફૈઙ્મીહષ્ઠીકાર્યક્રમના એક ભાગ અન્તર્ગત બ્લોગર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે,તારે આવવાનું છે.”આવા વર્કશોપ યુનિસેફ દ્વારા યોજાતા રહેતા હોય છે. આનાથી પહેલાઇત્ન’જમાટે યોજાયા હતાં. વર્કશોપ બાદ એ બધાએ રેડિયો પર પોતપોતાનાં કાર્યક્રમ દરમિયાન જાગૃતતા ફેલાવવા ખુબ સરસ મોહીમ ચલાવી હતી જેનાં વિષે મેં રેડિયો મિર્ચી પર સાંભળ્યું હતું. મને રસ પડયો. વંદનાને મેં તરત જ હા પાડી દીધી. વંદના યુનિસેફ સાથે વર્ષોથી સક્રિયપણે જોડાયેલી છે.

અંધેરી ખાતે યોજાયેલા વોર્કશોપમાં હું હાજર રહી. શરૂઆત ખુબ જ અટપટી માઈન્ડ પાવર ગેમથી થઈ. બીજા બધા મિત્રો સાથે એમાં ભાગ લેવાની ખુબ મજા પડી. ત્યાર બાદ યુનિસેફની મુંબઈ શાખામાં અગ્રણી રૂપે કામ કરનારા,સ્વાતિ માહપાત્રાએ આગળની જાણકારી આપી. એમણે કહ્યું બાળકો અને સ્ત્રીઓ ઉપર થનારી હિંસા વિશે વિવિધ માધ્યમો દ્વારા વધુમાં વધુ લખાય અને વંચાય એ હેતુસર આ બ્લોગર્સ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં આ વિષય પર કાર્યરત વિવિધ સંસ્થાઓ પાસેથી મેળવવામાં આવેલી કેસ-સ્ટડીઝ અને સંખ્યાત્મક માહિતી આપવામાં આવી. જેમણે પોતાના જીવનમાં થનારી આવી હિંસાનો ( હિંસા- શારિરીક હોઈ શકે,માનસિક હોઈ શકે,આર્થિક હોઈ શકે,અને ભાવનાત્મક પણ હોઈ શકે.) હિમ્મતપૂર્વક સામનો કર્યો,અને નવો ચીલો ચાતર્યો એવા બાળકો અને સ્ત્રીઓની કથની કહેવામાં આવી,ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી.

આ બધાં વાર્તાલાપ દરમિયાન વંદનાએ એક ખુબ મહત્વની વાત કહી,જે શેર કરવી મને જરૂરી લાગે છે.એમણે કહ્યું કે સામાજિક સ્તર પર સુધારો ત્યારે આવશે જ્યારે આપણે એની શરૂઆત ઘરથી કરીશું! ઘરનાં પુરૂષ સભ્યને સંવેદનશીલ,લાગણીપ્રધાન બનાવવો જરૂરી છે. બાળકો નાના હોય ત્યારે જ એમને સમાન ઉછેર આપીને સમાનતાનાં પાઠ ભણાવી શકાય. પુત્ર અને પુત્રીને સમાન શિક્ષણ આપી એકસમાન ઉજળું ભવિષ્ય આપો. ગળથુથીમાંથી જો આ સંસ્કાર મળશે તો એ બાળકો આ સંસ્કારને આગળ વધારશે. ઘણીવાર જોવામાં આવ્યું છે કે ઘરની દિકરી જો પંજાબી ડરેસ કે સાડી છોડીને જિન્સ-શર્ટ પહેરવા ઇચ્છે કે પહેરે તો સૌપ્રથમ એને એનો પોતાનો ભાઈ જ ટોકશે..! આ સ્થિતિ બદલાવાની જરૂર છે. એ આપણે નહિં કરીએ તો કોણ કરશે?

એવું નથી કે ફક્ત સ્ત્રીઓ કે છોકરીઓની સાથે જ અન્યાય થાય છે. ગામડાગામમાં છોકરાઓની હાલત પણ કંઈ વધુ સારી નથી.

એક કિસ્સામાં (નામ બદલવામાં આવ્યા છે) સલીમ જેની ઉમર ફક્ત ૧૭ વર્ષની છે,એ મહારાષ્ટ્રનાં એક નાનકડાં ગામડામાં પોતાના માતા-પિતા,બે મોટા ભાઈ અને એક નાની બહેન સાથે રહે છે. મધ્યમવર્ગીય પરિવાર છે. પિતા ઉસતોડણીનું કામ કરે છે,સાડાત્રણ ઍકર જમીન છે અને નાનકડી મટનની દુકાન પણ છે. સલીમની માતાને ઘરકામમાં મદદ મળી રહે એ હેતુથી એમણે સલીમનાં લગ્ન કરાવવાનું નક્કી કર્યું. આ વાતની ખબર ગામમાં આવેલા‘દીપશિખા’ના કાર્યકર્‌તાઓને પડી. એમણે સલીમનાં ઘરવાળા સાથે ઘરોબો વધાર્યો અને ધીમે ધીમે નાની ઉમરમાં લેવાતા લગ્નનાં ગેરફાયદા સમજાવ્યા. સલીમને પણ ૧૭ વર્ષની ઉંમરે લગ્ન કરવા મંજુર ન હતાં,એને ભણવું હતું. દીપશિખાના કાર્યકર્‌તાઓનો સાથ મળ્યો એટલે એનામાં હિમ્મત વધી અને એણે મક્કમતાપૂર્વક ઘરમાં પોતાની વાત મૂકી. સલીમનાં માતા-પિતાને પણ પોતાની ભૂલ સમજાઈ. હવે આ લોકો સલીમ પુખ્ત વયનો થાય ત્યાં સુધી રાહ જોશે. લગ્ન માટે દબાણ કરશે નહિં અને સલીમને એનું ભણતર પૂરૂં કરવા દેશે,એવા નિર્ણય પર આવ્યા છે.

એક બીજા કિસ્સામાં,મહારાષ્ટ્રનાં જ એક ગામડામાં રહેતી ૧૪ વર્ષની લક્ષ્મીની વાત (નામ બદલવામાં આવ્યું છે). એ પોતાનાં માતા-પિતા,બે મોટી બેન અને નાના ભાઈ સાથે રહે છે. આર્થિક પરિસ્થિતિ કંઈ ખાસ સારી ન હોવાથી એના માતા-પિતાએ નાનપણથી જ એને એના મામાના ઘરે ભણવા મુકી હતી. આઠમી સુધી એ મામાનાં ઘરે રહીને ભણી. ત્યારબાદ એ પોતાના માતા-પિતા સાથે રહેવા આવી. બે મોટી બહેનોનાં લગ્ન થઈ ગયેલાં. એની એક મોટીબેન લગ્નનાં દોઢેક વર્ષમાં જ કસુવાવડને કારણે તબિયત લથડતાં પિયર રહેવા આવી ગઈ હતી.

એ બેનનાં પતિએ લક્ષ્મીનાં માતા-પિતા સમક્ષ વાત મૂકી કે તમારી મોટી દિકરી ફૂવડ છે. એને કામકાજ કે વ્યવહારમાં કંઈજ ગમાતમ પડતી નથી એટલે તમે તમારી નાની દિકરીને મારી સાથે પરણાવી દો. આમ કરવાથી મોટીનું ઘર પણ સચવાઈ જશે અને તમારો એક દિકરીને આપવાનો દાયજો પણ બચી જશે. લક્ષ્મીના માતા-પિતાને પણ આ પ્રસ્તાવ ઠીક લાગ્યો. બન્ને દિકરીઓનું ભલું થશે એમ વિચારીને તેઓ મોટા જમાઈ સાથે નાનીને પરણાવવા તૈયાર થઈ ગયાં. લક્ષ્મીને આ લગ્ન બિલ્કુલ મંજૂર નહોતાં. એણે ગામમાં કાર્યરત સંસ્થા“દીપશિખા”નાં કાર્યકર્‌તાઓ પાસે પોતાના પર આવી પડેલી આપત્તિની વાત કરી અને મદદ માંગી.

દીપશિખાના કાર્યકર્‌તાઓએ લક્ષ્મીના માતા-પિતાને આ ખોટો નિર્ણય બદલવા સમજાવ્યાં. લક્ષ્મીની મોટીબેન,જેનાં પતિની સાથે જ લક્ષ્મીનાં લગ્ન લેવા,એ નક્કી થયું હતું એ આગળ આવી અને પોતાના માતા-પિતાને આ ભૂલ કરતાં રોક્યાં. એણે કહ્યું મારી એ ઘરમાં જે દુર્દશા થઈ એ થઈ હવે એ જ ઘરમાં બીજી દિકરીને મોકલાવી ને હું એનું જીવન બર્બાદ થવા નહિં દઉં. લક્ષ્મીનાં કાકી પણ આગળ આવ્યા અને કહ્યું કે મોટીનાં ઘરે જ નાનીને શોક્ય તરીકે વળાવશો તો મોટી ક્યાંથી સુખી થશે?

આ સર્વે બાબતો/વાતોની લક્ષ્મીનાં માતાપિતાના હ્ય્દય પર ઘેરી અસર થઈ. એમને પોતાની ભૂલ સમજાઈ અને એમણે નાની દિકરીની વાત માની ને લગ્ન માંડી વાળ્યા. હવે તેઓએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી લક્ષ્મી પુખ્ત વયની નહિં થાય,એનાં લગ્ન નહિં કરે. લક્ષ્મી હવે ઉત્સાહથી પોતાના ભણતર પર ધ્યાન આપે છે,અને બાળપણ માણે છે.

આ તો થઈ લક્ષ્મી અને સલીમ જેવા હિમ્મતવાન બાળકોની વાત.

‘દીપશિખા’મહારાષ્ટ્રનાં અંતરિયાળ ગામોમાં,ત્યાંના રહેવાસીઓની મુળભુત જરૂરિયાતો/હક્કો અપાવવામાં પણ મદદ કરે છે. ગામમાં શાળાઓ ચલાવવી,શિક્ષણની જરૂરિયાત વિશે જાગૃતતા ફેલાવવી,શૌચાલય બંધાવવા,બાળવિવાહથી થતાં નુકશાન વિશે જાગૃતિ ફેલાવવી એ બધા ઉપક્રમો પર કાર્ય કરી રહી છે. શહેરોમાં સરસ મજાની અને સુવિધાથી ભરપૂર લાઈફ જીવતાં આપણે આ પાયાની સુવિધાનાં અભાવ વચ્ચે અત્યંત દારિદ્રયમાં જીવતા લોકોની સ્થિતિ સમજવા થોડું સંવેદનશીલ બનવું પડશે.

મિત્ર વંદનાનો આભાર,એણે મને આ વર્કશોપ માટે આમંત્રિત કરી અને એમનાં આ સામાજીક ઉત્કર્ષ માટે ચલાવવામાં આવતા અભિયાનની સહયાત્રી બનવાનો અવસર આપ્યો.

* રાજુલ ભાનુશાળી *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠિદ્ઘેઙ્મ.હ્વરટ્ઠહેજરટ્ઠઙ્મૈ૧૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

લા પંડિત

* ર્શ્લોકા પંડિત - અમદાવાદ. *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ જરર્ઙ્માટ્ઠટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

લા પંડિત

મળેલ સતાનો યોગ્ય ઉપયોગઃ પાવર ઓફ એટર્ની

સામાન્ય રીતે એવી માન્યતા છે કે જેને કાયદાનું જ્ઞાનનાં હોય તેવી વ્યક્તિ કાયદાનો ઉપયોગનાં કરી શકે. ઘણી જગ્યા એ એવું જોવા મળે છે કે વ્યક્તિ પાસે સંપતિ હોય પણ તેમ છતાં તે ગરીબની જેમ જ રહેતા હોય કારણ કે તેઓને એવો ખ્યાલ નથી હોતો કે આ સંપતિનો પોતે શું અને કેવો ઉપયોગ કરે જેથી તે સમૃદ્ધ બની શકે. ઘણી વખત કાયદાની અજ્ઞાનતાનાં લીધે લોકો બીજા કોઈ જાણકારની મદદ લેતા હોય છે.

આ બાબતે ધી પાવર ઓફ એટર્ની એક્ટ-૧૯૮૨ એ વરદાન સમાન છે. આ કાયદા અન્વયે કોઈ પણ એક અથવા એકથી વધુ પોતાની વિશ્વાસુ વ્યક્તિને કુલમુખત્યાર એટલે કે પાવર ઓફ એટર્ની બનાવી શકાય જેની વિસ્તૃત માહિતી નીચે પ્રમાણે છે.

પાવર ઓફ એટર્નીનાં બે પ્રકાર હોય છે એક રદ્દ કરી શકાય એવો પાવર ઓફ એટર્ની અને બીજો ઈ-રિવોકેબલ એટલે કે રદ્દનાં કરી શકાય એવો પાવર ઓફ એટર્ની. ફક્ત રદનાં થઇ શકે એવો શબ્દ ઉપયોગ કરવાથી રદ્દ ન થઇ શકે એવો પાવર બનતો નથી પણ એના પાવરનાં શબ્દો અને ભાવાર્થ પણ એવા હોવા જોઈએ.

પાવરનાં આધારે થતા વેચાણ દસ્તાવેજોમાં ઘણું ખોટું થવા લાગતા ૨૦૧૪-૨૦૧૫ની સાલમાં ગુજરાત સરકારે લોહીની સગાઇ સિવાયની વ્યક્તિને આપેલા પાવરનું રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન એકટની કલમ-૧૭ મુજબ ફરજીયાત બનાવામાં આવ્યું અને તેના પર સ્ટેમ્પ ટ્‌યુટી પણ વસુલવાનું શરૂ કર્યું. જેથી પાવરનો દુરઉપયોગ અટકાવી શકાય. નોટરાઈઝ પાવર હાલની તારીખે પણ જૂની તારીખનો અથવા તો લોહીની સગાઇ ધરાવતી વ્યક્તિઓ વચ્ચેનો હોય તો અમલી જ છે.

સ્પેશલ પાવર ઓફ એટર્ની પણ એક શબ્દ છે જે કોઈ એક કાર્ય હેતુ જ અપાય છે અને એ કાર્ય પૂર્ણ થાય ત્યારે આપો આપ એ પાવર રદ્દ થાય છે. જનરલ પાવર પણ નોટીસ આપી ને રદ્દ કરી શકાય છે પણ જ્યારે પાવરમાં અવેજ સ્વીકારમાં આવ્યો હોય અથવા તો એની જોડેનાં બીજા સંલગ્ન બાનાખત કે કોઈ કરારમાં અવેજની સ્વીકૃતિ થઇ હોય તો એ ઈ-રિવોકેબલ એટલે રદ્દ ન થઇ શકે તેવો પાવર બને છે જેનો અમલ વ્યક્તિના મરણ બાદ પણ કરી શકાય છે જે અંગેની જોગવાઈ કરારધારાની કલમ ૨૦૨માં આપવામાં આવી છે. જે અંતર્ગત પાવર આપનાર વ્યક્તિ ગુજરી જાય તો પણ સદર પાવર ચાલુ અને અમલમાં રહે છે અને તેના આધારે કરેલ કાર્યવાહી આ પાવર આપનારનાં વંશ, વાલી, વારસોને પણ બંધનકર્તા રહે છે.

આમ, પાવર ઓફ એટર્ની નો જો સારો ઉપયોગ કરવામાં આવે તો તે ઘણું જ ફાયદાકારક છે. ફક્ત અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું પડે. પાવર આપનાર વ્યક્તિ કરાર કરવા સક્ષમ હોવો જોઈએ એટલે કે તે પાગલ ન હોવો જોઈએ, નાદાર ન હોવો જોઈએ તથા પુખ્ત હોવો જોઈએ. પાવર એટલે કે કુલમુખત્યારનામુ બનાવવા માટેની મહત્વની બાબતો આ પ્રમાણે છે. હાલનાં સમયમાં જનરલ પાવર બનાવવા માટે ૧૦૦ રૂપિયાનાં સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવો ફરજીયાત છે અને જ્યારે કોઈ ચોક્કસ જગ્યાનાં દસ્તાવેજ માટે જ્યારે પાવર આપવાનો હોય ત્યારે જે તે જમીન ની જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડયુટી ભરવાની થાય.

આ ઉપરાંત એક મહત્વનો મુદ્દો એ છે કે પાવરમાં હંમેશા પાવર આપનાર તથા પાવર સ્વીકારનાર બંનેની સહી જોઈએ. કારણ કે પાવર ફક્ત વિલની જેમ આપી નથી દેવાતો પરંતુ તેની સ્વીકૃતિ પણ એટલી જ મહત્વની છે. પાવર હંમેશા અત્યંત વિશ્વાસુ અને ભરોષાપાત્ર વ્યક્તિને જ આપવો જોઈએ જેથી ભવિષ્યમાં છેતરપીંડીનો ભોગનાં બનવું પડે.

પાવરમાં બે સાક્ષીઓની સહીઓ અનિવાર્ય છે. આ એટલા માટે કે બે સાક્ષીઓની સહીથી એ પુરવાર થાય કે આ પાવર શુધ્બુધીપુર્વક આપવામાં આવેલ છે. આમ નાના મોટા કાયદાકીય કામમાં પણ પાવર ખૂબ જ ઉપયોગી છે.

* ર્શ્લોકા પંડિત, અમદાવાદ. *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ જરર્ઙ્માટ્ઠટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

નાની નિનિ

* કુંજલ પ્રદિપ છાયા *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ોહદ્ઘાટ્ઠઙ્મટ્ઠિદૃજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

નાની નિનિ

ઘરદીવડી નિનિઃ

“હેપ્પી બર્થ ડે નાનીબા..” પાછળથી આવીને ચહેરાને ફરતે હાથ વિંટાળી આંખો દાબીને નિનિએ વિશ કર્યું. નિનિનાં મમ્મીએ એમને ભેટીને સ્નેહભર્યું વહાલ કર્યું અને નિનિનાં પપ્પાએ એક મસમોટું ખોખું એમનાં હાથમાં આપ્યું અને પગે લાગી પ્રણામ કર્યું.

નાનીબાની ષષ્ઠિપૂર્તિ વર્ષગાંઠની સાંજે નિનિનો પરિવાર નાનીબાની સાથે સુંદરત્તમ સમય ગાળવા પહોંચ્યું. નાનીબાનાં જન્મ મણિમહોત્સવને ઉત્સાહ પૂર્વક ઉજવવા સૌ એકઠઠાં થયાં. એમને ભાવતાં સાત્વિક અને પારંપરિક ભોજનની અને ભજનની વ્યવસ્થા કરી હતી નિનિ અને એનાં મમ્મીએ.

પ્રસંગ આટોપીને સૌ ગયાં પછી મોડી રાતે નિનિએ એમને એક મોટું લંબચોરસ ખોખું ભેંટ આપ્યું હતું એ ખોલી બતાવ્યું. એમાં એક સરસ મજાનું ટેબલેટ હતું. નાનીબા ઉમળકાથી હસ્યાં અને બોલ્યાં, “મને આ નવીન સ્લેટ કેમ આપી? હું સાઠ વરસની ડોશી આનું શું કરીશ?” નિનિએ એમનાં હાથમાંથી ‘ટેબ’ છીનવી લઈને એની નાનકડી નાજુક આંગળીઓ ફેરવવા લાગી. નાનીબાને નિતનવી દુનિયાની જાણે ઓળખ કરાવતી હોય એમ બોલતી જાય અને કંઈકનું કંઈ ફેરવતી જાય.

નિનિઃ આજે હું નાનીબા સાથે જ સૂઈશ. આમેય કાલથી મારે દિવાળી વેકેશન છે.

નિનિએ તો જાહેર કરી દીધું.

બીજે દિવસે સવારે નાનીબાનાં મધુર પ્રભાતિયાંનાં શબ્દોથી નિનિની આંખ ખુલી ગઈ. એને એમ હતું કે એ મોડેકથી અહિં નાનીબાને ઘરે ઉઠશે. પરંતુ આજે તો વળી કંઈક જુદી જ ધમાલ ચાલતી હોય એવું લાગ્યું. એ આંખો ચોળતી બહાર આવી. નાનીબા ઉંબરે કંકુનાં સાથિયા કરતાં હતાં અને ભજન લલકારતાં હતાં. એ પણ બાજુમાં ઊભડક પગે ભેઠી.

નિનિઃ જય શ્રી કૃષ્ણ. ગુડમોર્નિંગ. શું કરો છો નાનીબા?

નાનીબાઃ જય શ્રી કૃષ્ણ નીન્કું. જો આજે અગિયારસ છે. દિવાળીનાં દિવસોની આજથી જ શરૂઆત કહેવાય. હું કંકુનાં સાથિયા કરીને ભગવાનનું અને મહેમાનોનું સ્વાગત કરૂં છું.

નિનિ નાનીબા જોડે બધું જાણે સમજતી હોય એમ જોતી હતી. નાનીબાએ તુલસીક્યારે દિવો કર્યો અને રસોડાંમાં પાણીયારે પણ એક દિવડી મૂકી. નિનિ તો જાણે નાનીબાનું બોલતું - ચાલતું પૂંછડું! સાફસફાઈ અને બીજા નવા શણગારની વસ્તુઓ ઘરમાં સૌએ ગોઠવી મૂકી હતી. નિનિને નાનીબાએ નાહી લે પછી જ નાસ્તો મળશે એમ કહીને પોતાથી અળગી કરી. નિનિ નાહીને આવી ત્યાં તો નાનીબા અને પરિવારનાં બીજાં સ્રીઓ મોટા વાસણો, તાવડા અને બીજી સામગ્રી લઈને રસોડાંમાં મીઠાં ગીતો ગાતે કામ કરતાં જોયાં.

નિનિઃ નાનીબા કોઈ મહેમાન આવવાનું છે? કેમ આટલી બધી રસોઈ થશે આપણાં ઘરે આજે?

નાનીબાઃ દિવાળીનાં દિવસોમાં ભગવાનને અણકૂટ ધરાવાય. ઘણી બધી સરસ સરસ વાનગીઓ બને અને મહેમાન સાલમુબારક કહેવા આવે એમને પણ પ્રસાદી ચખાવાય.

નાનીબા હજુ નિનિને સમજાવે ત્યાં ઘરનાં એક વહુવારૂએ પૂછ્‌યું, “બા, આ વખતે ઘારીરાતડાંમાં શું શું બનાવશું?” નાનીબા એ તો લાંબું લિસ્ટ જ બોલવાનું શરૂ કર્યું. મોતિયો લાડુ, મોહનથાળ, સુંવાળી, ફરસીપૂરી, પૌવાનો ચેવડો, ચકરી, ચોળાફળી, મઠીયાં, તિખા લક્કડીયા અને પોચા ચંપાકળી ગાંઠીયા. નિનિને તો સાંભળીને જ મોંમાં પાણી આવી ગયું. આ વખતે એ જરા મોટી થઈ હોય એવું પરિવારને પણ જણાંયું. નહિં તો વેકેશન પડે એટલે બહેનપણીઓ સાથે રમવા નાસી જ જાય! દિકરીએ રસોડાંમાં રસ લેવા માંડયો એ નોંધ્યું. સૌએ એને કંઈને કંઈ નાનાં મોટાં કામ પણ સોંપ્યાં જે હોંશે હોંશે નિનિએ કર્યાં પણ ખરાં.

બપોરે સૌ મહિલા મંડળ રસોડાંમાંથી પરવારીને થાક્યાં; આડો વાંસો કરવા પોતપોતાનાં કમરામાં ગયાં. નિનિબેન તો ટાંપીને જ બેઠાં હતાં. જેવાં નાનીબા લાંબા પગ કરીને બેઠાં કે પોતે બાજુમાં ગોઠવાઈ અને એ પણ ટેબલેટ સાથે!

નિનિએ રાત્રે જ મોડે સુધી જાગીને નાનીબાનાં ‘ટેબ’માં ફેસબુક અને વ્હોટસેપ જેવી એપ્સ ડાઉનલોડ કરી મૂકી હતી. નાનીબાની હાજરીમાં જ એમને સમજાવતે નિનિએ પ્રોફાઈલ બનાવ્યું, સેલ્ફિ પાડતાં શીખવ્યું અને ગઈકાલ રાતનાં ફોટોઝ પોતાનાં મોબાઈલમાંથી ઝેન્ડરથી શેર કરીને પ્રોફાઈલ પીકચર અપલોડ કર્યું. આ સાથે જ નાનીબા મોદી સાહેબની જુંબેશ ડિઝીટલ ઈન્ડીયાની પહેરવીમાં વિધિવત જોડાઈ ગયાં!

નિનિઃ નાની હવે તમે જાતે આ સ્ટેટસ પર લાઈક કરો.

નાનીઃ આ તો જો કેવું ગોળ ગોળ ફરે છે?

નિનિઃ નાની એ અપલોડ થાય છે. અબઘડી ખુલશે વીડિયો એટલે તમે જોઈ શકશો.

નાનીને આ વિસ્મયકારક ઓનલાઈન દુનિયામાં રસ પડવા લાગ્યો. અચાનક એમની નજર ઘડિયાળ પર પડી અને ઝપાટાભેર ઉભા થયાં.

નાનીઃ આલે તારૂં ટેબ. મને હવે જાવા દે. જો દિવા બત્તીનો વખત થઈ જશે હમણાં.

રસોડાંમાં સવાર જેવી જ રાંધણ મહેફિલ શરૂ થઈ ગઈ હતી. ચાશણીની મધમધતી ખુશ્બો છેક બહાર પરિસર સુધી આવતી હતી. ઘરનાં પુરૂષો કામકાજથી પરવારીને ધાબે ચડી રોશની લટકાવવાની કવાયતમાં હતાં અને નાનીબા બાળકોને લઈને આંગણાંમાં બેઠેબેઠે ઘી, દિવેલ, સુતરનાં દોરા અને કોડિયાં લઈને પગ લાંબા કરી પટ્ટ્‌માં જ પાથરણ પાથરીને વાટ બનાવતાં હતાં.

નિનિઃ નાનીબા આપણે આ રોશની તો લગાવીએ જ છીએને તો કેમ આ માટીનાં કોડિયાનાં દિવા પણ કરશું?

પોત્રાં-દોહિત્રાંની ટોળકી વચ્ચે બેઠેલ ‘બા’ને આ પ્રશ્ન પૂછાવવાની જ જાણે રાહ હતી. એમણે દિવાળીની વાર્તા સંભળાવી બાળકોને. ભગવાન રામનાં રાજ્યાભિષેકની વાત કહિ.

નાનીબાઃ અંધારા વચ્ચે આ કોડિયું આપણને અજવાળું આપે છે. વર્ષોવરસ આમ જ દિવડાઓની હારમાળા થકી અસત્ય, અન્યાય અને જુઠાણાંની સામે હકારાત્મકતાનો વિજય હોય એમ એનો પ્રકાશ ઝળહળે છે. વળી આજે તે જ મને સમજાવ્યું હતું ને, નિનિ કે ડિઝિટલ ઈન્ડિયા અને મેકિંગ ઈન્ડિયાની ઝુંબેશ ચાલે છે; ભલે આપણે ઈલેક્ટ્રીક રોશનીઓ કરીએ પણ દરવાજાને ઉંબરે રંગીન રંગોળી સાથે દિવા જ શોભે ને? વળી, માટીનાં કોડિયાં બનાવવાવાળાંનાં ઘરમાં પણ એવો જ દિવો પ્રગટશે તો કેવું સારૂં?!

નિનિનાં મમ્મી આ સંવાદ રસોડામાંથી ડોકિયું કરતે સાંભળી રહ્યાં હતાં. બે પેઢીઓ વચ્ચે રીતરિવાજોની આ આપ-લે જાણે સંબંધસેતુ ભણી ઝગમગતી જણાંતી હતી.

* કુંજલ પ્રદિપ છાયા. ગાંધીધામ. *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ોહદ્ઘાટ્ઠઙ્મટ્ઠિદૃજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

અનુભૂતિ

* પારૂલ દેસાઈ *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠિેદ્ઘઙ્ઘીજટ્ઠૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

અનુભૂતિ

દિવાળી - પુરાણી રીત વિસરાય

આવી ખુશીઓની બહાર, કેમ ન ખીલીએ ફુલોની જેમ;

ચાલો અંધારા ઉલેચીએ, સ્વયં પ્રગટીએ દીવાની જેમ.

પર્વ એ કોઈપણ સંસ્કૃતિની છબી છે. ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ એવા તહેવારો આધુનિક સમયમાં સંસ્કૃતિના રક્ષક બની ગયા છે ત્યારે તહેવારોની‘મહારાણી’ દિવાળી, દીપોત્સવી, દીપાવલી એ આનંદ-રંગ-ઉમંગ અને પ્રકાશનું પર્વ તો ખાસ મહત્વનું છે. ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજ એમ પાંચ પર્વોનું સ્નેહમિલન.

આ તહેવારનું મુખ્ય હાર્દ પણ વ્યક્તિના કુટુંબ-સગા-સંબંધી સાથેના સ્નેહમિલનનું જ છે. પરસ્પર પ્રેમ-લાગણીના સંબંધો સુદ્રઢ બને અને વ્યક્તિને હૂંફ આપે એ પ્રકારની પ્રેમ ભાવના વધતી રહે. પરંતુ અલગ અલગ દિવસે થતી પૂજા વિધિ, ઉમંગ-ઉલ્લાસમાં થોડી ઓટ આવી છે. અગાઉ મનોરંજન અને મેળાવડાનું એક માત્ર માધ્યમ આ તહેવારો હતા જયારે હાલ સામાન્ય તહેવાર ગણી રજાઓ મળતા બહાર ‘ફરવા’ જવાનો મોકો બની ગયા છે. દિવાળીની રાત્રે રોશનીનો ઝગમગાટ અમાસની રાત્રિને પ્રકાશિત કરતો અને આ રોશની જોવા માટે કુટુંબ સાથે જવાનો અનેરો મહિમા હતો. ચોપડાપૂજન શ્રદ્ધાપૂર્વક કરાતું. આતશબાજીથી આકાશમાં રોશનીની રંગોળી થતી. અત્યારે તો વર્ષ માં દરેક તહેવાર માં રોશની, ફટાકડા અને વાહનોના ઘોંઘાટ અને ધુમાડાથી અવાજ- હવા પ્રદૂષણ કરાય. આ તહેવાર મા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાય અથવા સ્વ-નિયંત્રણ લાદવામાં આવે. બેસતા વર્ષે વહેલી સવારે ‘સબરસ’ (મીઠું) ખરીદવાનો રિવાજ છે.

વાનગી બધા જ મસાલાથી ભરપુર હોય પરંતુ મીઠું ન હોય તો વાનગી સ્વાદિષ્ટ ન બની શકે તે જ રીતે માનવીના જીવનમાં સુખ-દુઃખ,હર્ષ-શોક ના રસ ઝરતા રહે તો જ જીવન રસમય બની રહે તે હેતુથી નવા વર્ષની શુભેચ્છા આપવા આવનારને મીઠું પીરસાતું. આજે ‘સબરસ’ ખરીદવા વહેલા ઉઠવું દુષ્કર બની ગયું, મહત્વ જ નથી સમજાતું. કદાચ એટલે જ નાની અમથી મુશ્કેલીમાંથી માનવ મન નિરાશા-હતાશાથી ઘેરાઈ જાય છે. આ સાથે જ સૂર્યોદય પહેલા ઉઠીને તૈયાર થઇ પ્રભુ પ્રાર્થના કરી વડીલોને પગે લાગી આશીર્વાદ મેળવવા એ આપણા સંસ્કાર. પગે લાગવું એટલે તેઓના અનુભવ,આવડત, પ્રેમ લાડ મેળવવા. તથા તે મેળવ્યા બદલ આભાર માનવો. હાલ તો પગે લાગવું ગમતું જ નથી. હાથ મિલાવી રટ્ઠઅ ઙ્ઘૈદૃટ્ઠઙ્મૈ વિશ કરાય છે.

વળી મિત્ર મંડળ અને ઘણા સગાંઓ ને ત્યાં રૂબરૂ શુભેચ્છા પાઠવવા જવાનું પણ થતું. આમ તો એ આવન જાવન ૨-૫ દિવસ સુધી ચાલે. ગ્રીટિંગ કાર્ડ અને પોસ્ટકાર્ડ તો ૮ દિવસ અગાઉથી અને ૮-૧૦ દિવસ પછી પણ મળતા રહે. એ લખવા માટે વડીલો ખાસ સમય ફાળવે. ટપાલીને તેની આ વધારાની સેવા બદલ ‘બોણી’આપી નવાજાય. હાલ મોબાઇલ આવતા એક સાથે બધાને મેસેજ કરી દઈ જાણે કામ પતાવાય છે. લાગણીના ઝરણા સુકાયા ‘ને ઔપચારીક્તાના સાગર ઉમટે છે.

સવારે ઉઠવામાં પણ ‘માંડ એક રજા મળી છે તો સુવા દો’ નો અભિગમ રાખી આળસ કરાય. અરે આળસ પ્રમાદને દુર કરી પુરૂષાર્થને પ્રાધાન્ય આપતો એક રિવાજ ઘરની લક્ષ્મીરૂપી વહુ ઘરનો કચરો બહાર ફેકવા જાય, થાળી વગાડતી પરત ફરે ત્યારે અન્ય ફટાકડા ફોડે કે જેને ‘લક્ષ્મી લેવા જવું’ કહેવાય. તે પણ હાલ વિસરાઈ રહ્યું છે. દીવાઓ પ્રગટાવી દિલમાં રહેલા અંધશ્રદ્ધા, રાગ-દ્વેષરૂપી અજ્ઞાન અને અંધકારને બાળી દિલમાં સાચી સમજણનો પ્રકાશ ફેલાવવાનો શુભ હેતુ રહેલો છે.

ઘરના આંગણામાં વિવિધ રંગોથી પાંચ દિવસ રંગોળી કરી પ્રેમ સહ અન્યને આવકારવાની ભાવના રહેતી. ઘરના સૌ સભ્યો સાથે મળી રંગોળીનાં રંગ પૂરી પરસ્પર દિલમાં હેતમાં પણ રંગ ભરતા. પણ આજે તો રેડી-મેઈડ એક્રેલિક કે લાકડાની રંગોળી મૂકી દેવાય. બારણે આસોપાલવનાં પાનનાં તોરણ બનાવી લગાવાય. આ ઉપરાંત પરંપરાગત મીઠાઈઓ અને ફરસાણ વર્ષમાં આ સમયે જ બનાવી પાક કળા દર્શાવવાનો મોકો સ્ત્રી વર્ગને મળતો. જેમાં શુદ્ધતા, સ્વાદ અને સ્નેહનો ત્રિવેણી સંગમ વહેતો. હાલ વર્ષ દરમ્યાન વારંવાર ઉજવાતા તહેવારો અને પ્રસંગોને કારણે મીઠાઈઓ અને ફરસાણ વારંવાર બનતા રહે છે જેથી ખાસ ઉલ્લાસ રહેતો નથી. તો ક્યાંક દિવાળીમાં થાક ન લાગે એમ કરીને બહારના ભેળસેળિયા નાસ્તા મીઠાઈ ખરીદી બીમારીને નોતરૂં અપાય છે.

હરી તારા નામ હજાર પણ રૂપ એક’ તે જ રીતે દિવાળી આખા દેશમાં અલગ અલગ નામથી ઉજવાય છે. ક્યાંક આજે પણ એ જ પરંપરાને અનુસરાય છે તો ક્યાંય એ વિસરાય છે. સખીઓ સમય સાથે તાલ ચોક્કસ મેળવીને કેટલાક સુધારા કરીએ અતિ રૂઢીચુસ્ત ન બનીએ પરંતુ આ વર્ષથી જીવનમાં સ્નેહ, શ્રદ્ધા, સમજદારી,સહનશીલતા, સમર્પણના પંચગુણોને વણી લઇ દિવાળી ઉજવીએ. તેની સાચી રીત યાદ કરીને નવી રીતે નિભાવીએ. દિવાળી અને નુતન વર્ષની સૌ સખીઓને શુભેચ્છા.

* પારૂલ દેસાઈ *