Beloved books and stories free download online pdf in Gujarati

પ્રિયતમા

                     

 

 

 

                       ૧. પ્રિયતમા

 

શોહરત અને રૂપ થી ભરેલી દુનિયા માં પણ

હવે ઝંખું છું ફકત હુ એક તમારો જ સાથ

પ્રમાણ આપવાની તસ્દી નથી લીધી લોકો ને

કેમ કે મારા પ્રેમ નો સાક્ષી છે એ જગત નો નાથ

ઈચ્છાઓ તો બધી પૂર્ણ કરી ઈશ્વરએ પણ હવે

રહી છે એક મને ફકત તમારા જ અથાક પ્રેમ ની આશ

મારા દિલ ને અજાણ્યા પણ પ્રેમરૂપી બંધન

થી બાંધી રહ્યો છે તમારી આ આંખો નો પાશ

જેમ વર્ષા માટે ચાતક જુવે તેમ એકીટસે

મારી આંખો પણ જુવે છે બસ એક તમારી વાટ

મારા આ મન ની ડેલીએ બસ તમારો જ વાસ

મારા લાગણીઓ ના મહેલ ના તમે જ એક સમ્રાટ

કવિતા અને ગઝલ માટે તો શબ્દકોશ અખૂટ છે પણ

મારા પ્રેમ ને વર્ણવવા શબ્દો પૂરતા નથી મારી પાસે આજ

તમારા ખ્યાલ સાથે થાય છે મારી દરેક સવાર

અને ઢળે છે તમારી જ રાહ માં મારી દરેક સાંજ

હસીન ચેહરાઓ થી ભરેલી છે મહેફિલો બધી પણ

પ્રિયતમા બની ઉંબરે રાહ જોઉ ફક્ત તમારા કાજ

 

                     ૨. પ્રેમ એટલે

જેનું ફક્ત નામ સાંભળીને હૃદય એક

ધબકાર ચુકી જાઇ એનું નામ પ્રેમ

જેના ચેહરા પરનું સ્મિત જોઈને પોતાના

ચેહરા પરની ઉદાસીનતા દૂર થઈ જાઇ એનું નામ પ્રેમ

જેને દુઃખ ની સ્થિતિ માં જોઈને પોતાને

પીડા નો અહેસાસ થાય એનું નામ પ્રેમ

કરોડો ની દોલત પણ જેના સામે

મહ્ત્વહીન લાગે એનું નામ પ્રેમ

દુનિયા માં લાખો ચેહરા હોવા છતાં પણ જેનો એક

ચેહરો જોઈ હૈયા માં હેત ઉત્પન થાઈ એનું નામ પ્રેમ

દુનિયા સામે જીતવા છતાં પણ એ એક સ્મિત

પર બધું પોતાનું હારી જાઓ એનું નામ પ્રેમ

જેને પામી ના શકો એ જાણવા છતાં પણ

હૈયા માં તેનું જ સમરણ રહે એનું નામ પ્રેમ

એમના માટે હું કાંઈ નથી પણ મારા માટે

તો એ જ મારું સર્વસ્વ એ જ સાચો પ્રેમ .

 

 

                    ૩. તમે જ છો

મારી આ હકીકત માં તો તમે નથી પણ

મારા રાત ના સ્વપ્નોમાં તમે જ છો

મારી સાથે ભલે આજે  તો તમે નથી પણ

મારા પ્રત્યેક વિચારોમાં તમે જ છો

મારી સવાર નો પહેલો ખ્યાલ તો તમે નથી પણ

મારી દરેક સાંજની આશા નો અંત તમે જ છો

મારી ચિંતાનાં કારણો માં તો તમે નથી પણ

મારા ચેહરાના સ્મિત માં તમે જ છો

મારી જીત ના ઉત્સવ માં તો તમે નથી પણ

મારી દરેક ક્ષણમાં તમે જ છો

મારી આ કિસ્મત માં તો તમે નથી પણ

મારા આ હૃદયમાં  તમે જ છો

તમને લાગે છે મારી જિંદગીમાં તો તમે નથી પણ

મારી તો પુરી જિંદગી જ તમે છો .

 

                  ૪ . તમારો સાથ

નથી કાઈ પણ જોઈતું તમારી પાસે થી

મારે તો ફક્ત તમારો પ્રેમ જ પામવો છે .

આ સોના કે ચાંદી નું હું શું કરું મારે તો

જિંદગીભર તમારો સાથ જોઈએ છે .

નથી રેહવું તમારી અભીસરિકા બની ને મારે તો

મારા નામ સાથે જોડાયેલું તમારું નામ જોઈએ છે .

નથી જોઈતા તમે આભાસી રૂપે સ્વપન માં

મારે તો હકીકતમાં હાથ પકડી તમને નિહારવા છે .

આ દુનિયા ની બધી કિર્તી વ્યર્થ છે તમારા વગર

મારે તો હવે બસ તમને જ પામવા છે .

આ જગત નો નાથ પણ જાણે છે કે

મારે તો તમારા હૈયા માં સ્થાન જોઈએ છે.

રાધા બની ને વિરહ ની વેદના નથી જીરવી મારે

મારે તો રુક્મિણી બની ને તમારા વ્હાલ નો દરિયો માણવો છે .

તમાંરી દોલત કે શોહરત નો નથી મોહ મને

મારે તો મારી લાગણીનો દરિયો તમારા પર લૂંટાવવો છે .

 

                     ૫. મંજૂર છે

જો પ્રેમ કરવો ગુનો હોઈ ને તો આ

ગુનો અને આ ગુના ની સજા મંજૂર છે મને

તારા સુખ ના બદલા માં હવે જો દુઃખ મળે

ને તો એ દુઃખ પણ મંજૂર છે મને

મારા પ્રેમ ના બદલા માં જો તું નફરત આપે

ને તો એ નફરત પણ મંજૂર છે મને

તારી એક જીત માટે જો મારે બધું હારી જાવું પડે

ને તો એ કારમી હાર પણ મંજૂર છે મને

તારી સાથે જિંદગી વિતાવવા જો પુરી દુનિયા

છોડવી પડે ને તો એ ત્યાગ પણ મંજૂર છે મને

અર્ધાંગિની બની ને તારી સાથે ના રહી શકું ને તો

એ તારા ઉપવસ્ત્ર રૂપે જીવવું મંજૂર છે મને

તારી સાથેની એક મુલાકાત ના બદલા માં જો

મોત મળે ને તો એ મોત પણ હવે મંજૂર છે મને

                 ૬. તમારા વગર ની હું

તમારા વગર ની હું એટલે જાણે કે

શબ્દો વગર ની ગઝલ

સુગંધ વગર નું ફૂલ

શ્રદ્ધા વગર ની ભક્તિ

પ્રવાહ વગર ની નદી

બુંદો વગર નો વરસાદ

પ્રતિબિંબ વગર નો અરીસો

રોશની વગર નો દીવો

અંધકાર વગર ની નિશા

પ્રકાશ વગર ની સવાર

અશ્રુ વગર ની આંખો

અગ્નિ વગર ની ચિતા

રસ્તા વગર ની કોઈ મંઝિલ

આશા વગર નો ઇન્તેઝાર

ખારાશ વગર નો સમુદ્ર

વાદળો વગર નું આકાશ

લાગણી વગર નો પ્રેમ

તમારા વગર ની હું એટલે પ્રાણ વગર નું મડદું

 

                    ૭. અહેમિયત

 

તમારી મારી આ જિંદગી માં અહેમિયત બસ એટલી જ છે કે ..........

વિતે છે હર રાત તમારા શમણાંઓ ના સથવારે

તમારા શમણાંઓ વીના ની મારી રાત અધૂરી છે

સૂર્ય ઉગતા સાથે જ પેહલો તમારો ખ્યાલ આવે

તમારા ખ્યાલ વિના ની મારી દરેક સવાર અધૂરી છે

આખો દિવસ તમારા જ વિચારો માં રહેતી મગ્ન હુ

તમારા વિચાર વિના ની મારી એક એક ક્ષણ અધૂરી છે

નિત દિન- રાત  રાહ જોવ છું તમારી ઉંબરે બેઠી ને

તમારા વિરહ ના ભાવ વિના મારી રાહ અધૂરી છે

વર્ણન થી તમારાં મારા પ્રેમ ને પરોવતી ગઝલ માં

તમારા વર્ણન વિના મારી હર એક ગઝલ અધૂરી છે

નથી વર્ણવી શકતી પ્રેમ મારો પણ આ ગઝલ વાંચી હવે

તમે જ મુલવો તમારી ઉપસ્થિતિ મારા માટે કેટલી જરૂરી છે

 

                    ૮. હૈયા ની પીયાણ

મારાં રૂપ ના અંબાર જેવા આખાય આયખા થી હોઇ શકે તું જાણમારાં હૈયા કેરી હેલીએ વસેલી વહાલની વાદલડી થી હજીય છે તું અજાણ

આંખલડી થી મળી આંખલડી થઈ વાતો ને એક બીજા ની ઓળખાણઈ જ ટાણે થઈ ગયું આ ભવ થી સાતેય ભવ નું તારું ને મારું જોડાણ

ઘુઘવાટા મારતા મારા કાળજા કેરા દરિયા ની લેહરો માં જજુમે પ્રીત ના વહાણ તોય આ કિનારે સંઘરીયે રાખી છે તારા માટે મારા હૈયા માં વહાલ ની ખાણ

ઠુકરાવી દઉં હુ સોનાની મહેલોની દીવાલોમાં કંડારેલ અણમોલ આરસપહાણ જો આપ મને સંગાથ તારો તો સ્વીકારું સાતેય ભવ આ વગડા ના પહાણ

મારા જીવ થી ય વહાલી છે મારા વાલમ મને તારી આ પાઘડી ની આણ તારા ગળાના એક વેણ માટે તો હુ ધધકતી આગ માં પણ લઉં હસતા મુખે સમાંણ

માપવા જ હોઇ જો મારા પ્રેમ ના દરિયા ના સાયબા તારે કેટલા છે ઊંડાણવાંચજે કદી મારી લખેલી ગઝલોની લાગણીના કાગળોમાં તારા નામના લખાણ

પેરી તારા નામનો ચૂડલો ને બની સોહાગણ કરું તારા સંગાથે હૈયા થી હૈયા ની પિયાણ પછી ભલે આ આયખા માંથી થઈ જતું એ જ ઘડીએ મારા જીવ નું પ્રયાણ

                      ૯. રણકાર

એક જ નઝર માં ઘાયલ કરી દે એ આંખો એની તેજ તરાર

વાચા એમની તે જાણે એ ભર યુદ્ધ મેદાન માં વરસે તલવાર

જો દેખાઈ રોજ એ તો હું રાહ જોઈ એની બની જાઉં રાહદાર

હોઠે આવેલી એમનાં એક એક વાક્ય નું છે આ હૈયું રાજદાર

હાલ્યા આવે સામે તે ચાંદ જેવા મુખ ને ચાલ એની રૂઆબદાર

છેટ અંદર ઊતરી તાર તાર કરી ગયો મને એની નજરું નો માર

ખાંડા ની જરૂર નથી કાફી છે ફક્ત એની તીખી વાતોના પ્રહાર

તારા હૈયાના સમુદ્રની હેલી પાર કરાવી મારા પ્રીત ની નૈયા તાર

કોઈ ના પણ મોહી લે મનડાં એની બોલી ને મીઠી વાચા વાચાર

એ ફક્ત એક હળવા સ્મિત થી કરે હૈયા કરે મારા જાર જાર

                  ©Jadav_Rupall

એને ઘડ્યા એવા કે મન કહે કે વાહ ભગવાન તું શ્રેષ્ઠ કલાકાર

છે એ ગઝલ મારા તો હું એમને વર્ણવતી એમની કલમકાર

હૈયા ને હર હંમેશ મારા આરાપર વીંધે એના સાદનો રણકાર

એટલા દૂર છે એ છતાં થાય છે એમના આભાસ નો ઝણકાર

આંખો ને મારા આંજી દેઈ જ્યારે પેહરે એ પહેરવેશ રંગદાર

જોતા જ એને નીકળે મુખ માંથી કે આ તો રૂપ રૂપ નો અંબાર

એના હાસ્ય માં જ જાણે નીતરે મારી નવલ કથાઓ નો સાર

એના રૂપ ને પ્રેમ ના વિવરણ ને કંડારવા બની હું લેખક સમહાર

©Jadav_Rupall

 

ગઝલ આલ્બમ BY :- RUPAL B JADAV

 

બીજા રસપ્રદ વિકલ્પો