પરાક્રમ ની પ્રસ્તાવના
નમસ્કાર , વાચક મિત્રો . આજ હું આપની સમક્ષ રજુ કરવા જઈ રહ્યો છું હિંદ ના આખરી ચક્રવર્તી સમ્રાટ , હિંદવા શાલિગ્રામ કહી શકાય એવા મહા પરાક્રમી અને શબ્દવેધ ધનુર વિદ્યા ના જાણકાર , દુશ્મનો સાથે પણ દયા ભાવ રાખી જાણે એવા અને શ્રી કૃષ્ણ - સુદામા કે દુર્યોધન - કર્ણ બાદ કોઈ મિત્રતા ના આદર્શ કહી શકાય એવા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને એમના રાજકવિ , સામંત , શુભ ચિંતક , માં જ્વાળામુખી ચંડિકા ના પરમ ઉપાસક અને સમ્રાટ ના પરમ મિત્ર , બાળસખા પૃથ્વી ચંદ ભાટ ( રાજ કવિ શ્રી ચંદ વરદાઈ ) ની જીવન ગાથા .
મિત્રો , આપની સમક્ષ રજુ કરવા જઈ રહ્યો છું એ માત્ર કાલ્પનિક વાર્તા નથી . એક સમય ની બની ગયેલ સત્ય હકીકત છે . જે હિન્દી સાહિત્ય ના પ્રથમ અને મહાન કવિ શ્રી રાજકવિ ચંદ વરદાઇજી ભાટ ( બારોટ ) વિરચિત હિન્દી સાહિત્ય નો સૌથી મોટો ગ્રંથ કહી શકાય એવા " પૃથ્વીરાજ રાસો " ના સંદર્ભ હેઠળ તથા લોકવાર્તાકારો અને સાહિત્યકારો ના સ્વ મુખે સાંભળી ને કોઈ સમાજ કે ધર્મ ને અન્યાય ન થાય એવી રીતે મારી પોતાની બુદ્ધિમત્તા પ્રમાણે રજુ થતો તમામ હિંદવાસીઓ ગર્વ લઈ શકે એવો અદ્વિતીય ઇતિહાસ છે .
હિન્દુસ્તાન માં અનેક મહા પરાક્રમી રાજા મહારાજા અને મુગલ બાદશાહઓ અને અંગ્રેજો પણ રાજ કરી ગયા . જેમાંથી ઘણા ઇતિહાસ આજે પણ સુવર્ણ અક્ષરે અમર બની ગયેલા છે એમાંનો એક ઇતિહાસ એટલે પૃથ્વીરાજ ચૌહાણ ની જીવન ગાથા જે હિંદ ના આખરી ચક્રવર્તી સમ્રાટ હતાં .
ફરી ફરી ને એક જ વાત નો ઉલ્લેખ કરવો પડે કે મારા તમામ વાચક મિત્રો ને નમ્ર વિનંતી કે આ ઐતિહાસિક ગાથા વાચતી વખતે કોઈ પોતાના મન માં જરા પણ કોઈ ધર્મ , જાતિ કે સમાજ પ્રત્યે દ્વેષ ભાવ લાવશો નહિ . કારણ કે , જે તે સમય માં જે કંઈ પણ યુદ્ધ કે સત્તા પલટો થયો એ માત્ર ને માત્ર સત્તા મેળવવા અથવા તો કીર્તિ વધારવા અને કાં તો રાજ્ય કે દેશ કહી શકાય એવા જમીન ના ટુકડા માટે થયા હશે એવું મારા મત પ્રમાણે મારું માનવું છે .
મિત્રો , ક્યારેય મારા વાંચન માં એકેય ઇતિહાસ માં એવું નથી આવ્યું કે કોઈ ધર્મ ને નીચો દેખાડવા કે કોઈ સમાજ કે જાતિ નો ભેદભાવ હેતુ ક્યાંય યુદ્ધ થયા હોઈ .
આથી તમામ વાચક મિત્રો એ નોંધ લેવી જ હોઈ તો ઇતિહાસ મા થી શીખવા જેવું હોય એ નોંધ લેવી . ક્યાંય પણ , કોઈ પણ રીતે , કોઈ પણ ધર્મ - જાતિ કે સમાજ ને ઠેસ પહોંચાડી અને નીચો દેખાડવા નો પ્રયત્ન પણ નથી કરવામાં આવતો એ વાત ની ખાસ નોંધ લેશો જી....🙏🏻🙏🏻🙏🏻
નોંધ:-
આથી તમામ વાચક મિત્રો ખાસ નોંધ લેશો કે આ ઇતિહાસ એ એક સત્ય હકીકત બનેલ હોઈ તો વાચક મિત્રો ને અમુક પ્રસંગ બુદ્ધિમત્તા દૂર કરી સહેજ પણ અતિશયોક્તિ કરવા માં નથી આવી એવું સમજી ને વાંચવું. આ ઇતિહાસ સાહિત્ય અને ગામઠી ભાષા માં રજુ કરવા માં આવેલ હોઈ જો કોઈ વાચક મિત્રો ને ક્યાંય પણ કંઈ પણ શંકા , વહેમ કે વિટંબણા ઉત્પન્ન થાય તો કમેન્ટ કરી અથવા નીચે આપેલા મારા વોટ્સેપ નંબર પર મેસેજ કરી જણાવશો . મારી બુદ્ધિમત્તા પ્રમાણે આપવા યોગ્ય હશે તો યોગ્ય જવાબ અવશ્ય આપીશ .
રાજદીપ જી. બારોટ ( મોરબી , ગુજરાત )
9099361438
પાત્રો પરિચય
~ સમ્રાટ પૃથ્વી રાજ ચૌહાણ - વાર્તા નાયક
~ સોમેશ્વર - પૃથ્વીરાજ ના પિતા
~ કમળા દેવી - પૃથ્વીરાજ ના માતા
~ વિહળદે ચૌહાણ - પૃથ્વીરાજ ના દાદા
~ ગંગા સ્વરૂપ - કનક ના માતા , વિહળદે ના બીજા પત્ની
~ કનક - પૃથ્વીરાજ ના કાકા , વિહળદે ના બીજી પત્ની ના પુત્ર તથા સોમેશ્વર ના નાના ભાઈ
~ ઢુંધો રાક્ષસ - શ્રાપ થી રાક્ષસ બની ગયેલા વિહળદે ચૌહાણ
~ નોંધ :- આગળ ની વાર્તા માં જેમ જેમ નવા પાત્રો નો ઉલ્લેખ થતો જશે તેમ તેમ પાત્રો નો પરિચય કરાવતો રહીશ . જો કોઈ ગફલત કે ભૂલ થી ક્યાંય પણ વાચકમિત્રો ને ભૂલ કે ક્ષતિ જણાય તો પ્રથમ તો ક્ષમા યાચક છું અને એ ઉપરાંત આપ સૌ ને વિનંતી કે મારી ભૂલ મને સમજાવશોજી જેથી મને ભૂલ સુધારવાનો મોકો મળે અને બીજી વખત ભૂલ ના થાય એવા પ્રયત્નો કરી શકું .
જય માતાજી...
જય હિન્દ...