કુત્રિમ બુદ્ધિમતા - 10 Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુત્રિમ બુદ્ધિમતા - 10

                              : પ્રકરણ - 10:

          મેં અનન્યાના સાથેના સબંધમાં હતાશ ચિત્ત આત્મ હત્યા કરવાનો વિચાર મારા દિમાગમાં આણ્યો હતો. આ વાત યાદ કરીને મને મારી જાત પર બહું ગુસ્સો આવતો હતો. મારી પાસે તો પિતાજી, મા,  બહેન, નાની માં બધા જ હતા. આ સ્થિતિમાં ..મારે આત્મહત્યા કરવાની શી જરૂર હતી? જો મેં આવું પગલું ભર્યું હોત તો એ લોકોનુ શું થાત?

           મારા દિમાગમાં અનેક સવાલ ઊઠ્યા હતા.

           તેમણે બિચારાઓએ મારૂં શું બગાડ્યું હતું?  એક ને કારણે બીજાને સજા આપવાનો મને શું અધિકાર હતો? તેઓ બધા મારા પ્રત્યે અપાર લાગણી ધરાવતા હતાં..

           હું ઝેરની શીશી મોઢે સુધી લઈ પણ ગયો હતો.. આખરી ક્ષણે ભગવાને મને મોટા પાપમાંથી ઉગારી લીધો હતો. આ બદલ મેં તેનો અંતઃકરણ પૂર્વક પાડ માન્યો હતો.

           સ્કૂલના થોડા જ દિવસો બચ્યા હતાં.

          માધ્યમિક શિક્ષણનો દોર પૂરો થવાને માંડ એક મહિનો બચ્યો હતો. તે વખતે મને એક મિત્રની બહેન પ્રત્યે આકર્ષણ જાગ્યુ હતું. તેની હેર સ્ટાઇલ અભિનેત્રી સાધના જેવી હતી. રંગે રૂપે પણ માનો તેની હમ શકલ હતી. તેની સગાઈ થઈ ગઈ હતી. હું તેની સાથે વાત પણ કરી શક્યો નહોતો. ખાલી તેને જોઈને સંતોષ માણ્યો હતો.

           વિદાય સમારોહમાં તેણે બીજાની જેમ તેણે મને પણ નાસ્તાની ડિશ આપી હતી.. મારા ખાતામાં બસ આટલી જ વાત જમા હતી.                તે દિવસોમાં મેં એક ફિલ્મ જોઈ હતી..' મેરે મહેબૂબ ' તેની હિરોઈન સાધના હતી.. મને તેમાં એ દોસ્તની બહેનની પ્રતિકૃતિ દેખાઈ હતી.                  મેઁ આ વાત મારા પરમ મિત્ર કહેવાતા શ્યામ ને કહી હતી. પ્રેમ તેનો વિષય નહોતો..

          તેણે મારી વાતને ફિલ્મો જોવાની આદત જોડે સાંકળી લીધી હતી અને તે ખોટું છે તેવું કહી મને જવાબદાર લેખ્યો હતો. અને મને ફિલ્મ જોવાની મના ફરમાવી હતી. તેને બ્રહ્મ વાક્ય માની મેં ફિલ્મ જોવાનું બંધ કરી દીધું હતું. મેં ત્રણ મહિના આ પ્રતિબંધનું પાલન કર્યું હતું.. પણ પછી ફિલ્મો જોવાનું શરૂ કરી દીધું હતું.

          શ્યામ અમારા ક્લાસનો હોશિયાર છોકરો હતો.. પણ તેનો બીજો નંબર હતો. પહેલે નંબરે એક અન્ય છોકરો હતો જેને કોઈ શારીરિક ખોડ હતી. તેને જોઈને શ્યામને બહું જલન થતી હતી.. તેણે પહેલો નંબર મેળવવા માટે ખૂબ ઉધામા કર્યા હતાં.

         બીજી તરફ તેના કાકા કાકીને શ્યામનું ભણતર ખૂંચતું હતું. તેને આગળ વધતો રોકવા માટે તેમણે ગંદા રાજ કારણનો આશરો લઈ તેની ઝળહળતી કારકિર્દી નો ભોગ લીધો હતો. આ સ્થિતિમાં તેનો દોસ્તો પ્રત્યેનો વિશ્વાસ પણ ડગમગી ગયો હતો.

         તેની માનસિક હાલત બહું જ ખરાબ થઈ ગઈ હતી.. તેના વર્તને બધા જ દોસ્તોને ખોઈ બેસવાનો વારો આવ્યો હતો. તેને શકની ચેપી બીમારી લાગુ પડી ગઈ હતી. આ સ્થિતિમાં તે ઘરમાં બહું ધાંધલ, ધમાલ કરતો હતો.. ગુસ્સામાં આવીને માત પિતા પર પણ હાથ ઉપાડતો હતો.

         મેં તેને કપરીથી કપરી પરિસ્થિતિમાં બહાર લાવવાની, તેને સાચવવા માટે ખૂબ જ મથામણ કરી હતી. મારો ઘણો સમય આપ્યો હતો.. તેની સાથે ને સાથે રહ્યો હતો. છતાં તેણે મારી વફાદારી પર શક કર્યો હતો .. અને મેં ના છૂટકે તેની સાથે છેડો ફાડી નાખ્યો હતો.. છતાં તે મારો કેડો મુકતો નહોતો. તે મારી શોધ કરતો હર કોઈ ઓફિસમાં પહોંચી જતો હતો.

        મારા લગ્ન પછી પણ તેની આદત બદલાઈ નહોતી.. આ વાત હું કેમેય સાંખી શક્તો નહોતો. અને મેં તેને અપમાનિત કરી મોઢા પર જ કહી દીધું હતું :

        " જ્યાં સુધી તને મારી નિર્દોષતા ના સમજાય ત્યાં સુધી તારું ડાચું નહીં બતાવતો. "

         મેં કદી સપનામાં પણ તેનું બૂરું ચાહ્યું નહોતું. છતાં તેણે મારી વફાદારીને લલકારી હતી.

         હું અમારી હર પેઢીમાં પહેલો છોકરો હતો જે એસ એસ સી માં પાસ થયો હતો. તે બદલ મારા માતા પિતા બેહદ ખુશ થયા હતાં. પિતાજીએ મને રિસ્ટ વોચ ભેટ આપી હતી.

          એટલું જ નહીં પણ મારું કોલેજમાં આસાનીથી એડમિશન પણ થઈ ગયું હતું . જેને માટે મારી સગી માં ના મમેરા ભાઈએ અહમ ભૂમિકા નિભાવી હતી.

         તે વ્યકિતને મેં વર્ષો બાદ એસ એસ સી ની પરીક્ષામાં સુપરવાઇઝર તરીકે નિહાળ્યા હતાં..

          અને મેં પિતાજીને આ વાત કરી હતી.. ત્યારે તેમણે મને માહિતી આપી હતી.

       " બેટા આ તો તારી માના સગા મામા નો છોકરો છે. "

         તેમને મળી ને મને ઘણો આનંદ થયો હતો.

         તેમને કારણે મારું એડમિશન નિર્વિઘ્ન પતી ગયું હતું.

         અને હું કોલેજ માં જવા લાગ્યો હતો

         મારે માટે આ બિલ્કુલ નવું વાતાવરણ હતું. અહીં છોકરા છોકરી સાથે બેસીને ભણતા હતાં.

                    0000000000  

         મારી બાજુના બિલ્ડિંગ માં મનિષ નામનો છોકરો રહેતો હતો. તેણે પણ મારી કોલેજ માં એડમિશન લીધું હતું. તે મારા જ ક્લાસ માં હતો.. અમારી નજીવી ઓળખાણ ગાઢ દોસ્તી મેં પલોટાઇ હતી.

        તેની સાથે ચાર પાંચ મિત્રો અમારા ગ્રુપમાં શામેલ થઈ ગયા હતાં.

        અમારી અંગ્રેજી ની પ્રોફેસર અંજના તવકકલી બહું જ સુંદર હતી.. તે એક ફિલ્મી પરિવાર સાથે સંમિલિત હતી. તેના પતિ નું નામ મોતી સાગર હતું. જેમણે  ' છોટી છોટી બાતે ' સહિત બે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેના કાકા મોતી લાલ પણ ફિલ્મ ઉદ્યોગના સફળ ચરિત્ર અભિનેતા હતાં.

        અંજના મેડમની દીકરી પ્રીતિ સાગરે પણ પ્લે બેક સિંગર તરીકે ફિલ્મ ' જુલી ' માં એક અંગ્રેજી ગીત ગાયું હતું.

                    00000000000                   

           કોલેજ માં દાખલ થતાં જ મારી જીવન સાથીની ખ્વાહિશ ને પાંખો ફૂટી નીકળી હતી.

           સૌથી પહેલી એક છોકરી મારી નજરમાં વસી ગઈ હતી. તે રંગે રૂપે વહીદા રહેમાન જેવી લાગતી હતી. મને તેના પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું.

            તે હંમેશા એક છોકરા સાથે જોવા મળતી હતી.. તેના વિશે તેના જ બિલ્ડિંગમાં રહેતા એક મારા મિત્રે માહિતી આપી હતી. તે બંન્નેની સગાઈ થઈ ગઈ હતી. ટૂંક સમયમાં બંનેના લગ્ન થવાના હતાં. આથી  આ રસ્તે 'નો એન્ટ્રી ' નું બોર્ડ  જોઈ મારી પાસે પીછે હટ કરવી સિવાય કોઈ અન્ય વિકલ્પ નહોતો.

            છોકરો કોલેજ એસોસિએશનનો અધ્યક્ષ હતો. જેનું થોડા જ દિવસમાં સ્કૂટર અકસ્માતમાં નિધન થયું હતું. તેને માટે કોલેજના હોલમાં શોક સભારંભ યોજવામાં આવ્યો હતો. તે વખતે જાણે કોઈ મારું પોતાનું અંગત કોઈ મરી ગયું હોય તેવો મને એહસાસ થયો હતો. મારી હાલત જોઈ મારા મિત્રો પણ ડઘાઈ ગયા હતાં.

            મરનાર મારો કોઈ નહોતો. છતાં મારું સંવેદનશીલ માનસ તેના મોત માટે મને જવાબદાર લેખતું હતું.

            મેં અરુણા ને પામવાનો ખ્યાલ અજાણ પણે સેવ્યો હતો. તે બદલ ભગવાને તેને મારી પાસે બોલાવી લીધો હતો. એવી વાત મારા મનમાં પેસી ગઈ હતી.

             હું આટલી હદ સુધી સંવેદનશીલ હતો.. સંસારના દરેક અનર્થ માટે મારી જાત ને દોષિત ગણવાની જાણે મને આદત પડી ગઈ હતી.

             ત્યાર પછી મારા દિલે એક અન્ય છોકરીના દરવાજા ખખડાવ્યા હતાં. મારો રોલ નંબર 27 હતો અને તેનો 28.  તેનું નામ સુનિતા હતું. તેની અટક પણ દેસાઈ હતી.. બહું જ સુંદર કોમ્બિનેશન હતું. પણ વાત આગળ વધી નહોતી. તેને માટે મારો શરમાળ સ્વભાવ જ કારણ ભૂત બન્યો હતો.

              મને અહીં મોકો હતો. પણ મારામાં આગળ વધવાની શક્તિતો શું પણ એવો વિચાર પણ આવ્યો નહોતો. તેથી હું રહી ગયો હતો.  

             તે મારી પાછલી બેંચ પર જ બેસતી હતી.

              વાતચીતનો પ્રારંભ કરવાની પૂર્ણ તક હતી. આગળ વધવાનો મોકો સામે હતો પણ અફસોસ હું કાંઈ જ કરી શક્યો હતો.

              કોલેજ છૂટ્યા બાદ અમેં એક જ રસ્તે અમુક અંતર સુધી આગળ પાછળ રહેતા હતાં. પણ બેમાંથી કોઈએ વાત કરવાની પહેલ નહોતી કરી.

              બસ પરીક્ષા ટાણે મેં તેને પેપર લખવામાં મદદ કરી હતી.

               મારા નસીબમાં તેનો આટલો જ સાથ હતો.

                તે સિવાય એક અન્ય છોકરી પ્રિયંકા હતી.. જે મારી સાથે વાત કરતી હતી. મને સન્માનતી હતી.. મારી સ્કોલરમાં ગણતરી કરતી હતી.

                       000000000   ( ક્રમશ : )

                                    : પ્રકરણ - 11 : 

         અમે લોકો ગીતા બહેનની જનેતાએ તેમને આપેલી રૂમમાં રહેતા હતાં.. અમારી બાજુમાં ગીતા બહેનની મા ની બીજી રૂમ હતી જે તેમની સાવકી બહેન જાનકીને ભાગે આવી હતી...જેમાં જીવનકાળ દરમિયાન નાની મા રહેતા હતાં.

         માસીનો પોતાનો બંગલો હતો. તે સિવાય તેણે સુરતમાં મા ના બિલ્ડિંગનો અડધો ભાગ પણ પચાવી લીધો હતો.. અને અમારા હિસ્સાની જગ્યા તેની દેરાણીને આપી દીઘી હતી.

         આગલા હિસ્સામા પિતાજીના મિત્રનું પરિવાર રહેતું હતું.

        અમારી બાજુમાં એક પરિવાર રહેવા આવ્યું હતું. ઘરની મુખ્યા લલિતા બહેન હતાં.. તેઓ પાંચ સંતાનની માતા હતી . તેમનો પતિ તેમના રોજ રોજના કકળાટથી કંટાળીને આત્મહત્યા કરી દુનિયા છોડી ગયો હતો.. અને ઘરની સારી જવાબદારી તેમના માથે આવી ગઈ હતી.. આ સ્થિતિ માટે તેઓ ખુદ જવાબદાર હતાં, પણ તેમ આ વાત કદી સ્વીકારી નહોતી. 

        તેમના જેઠાણીનું નામ પુષ્પા બહેન હતું. તેઓ પણ વિધવા હતાં.. અને તેઓ અલગ રહેતા હતાં. લલિતા બહેનથી તેઓ બિલ્કુલ અલગ હતાં. તેમને દિયર ના છોકરાઓ પ્રત્યે તેઓ અપાર લાગણી, સ્નેહ ધરાવતા હતા. ઘર બદલાતા તેમણે લલિતા બહેનની એક છોકરીને પોતાની કસ્ટડીમાં લઈ લીધી હતી. જેનો સારી રીતે ઉછેર થયો હતો. તે બધાથી અલગ હતી.

         લલિતા બહેનની પહેલી પુત્રી તેના પિતાની માફક સીધી ભોળી હતી.. પણ બીજા અને ચોથા નંબરની પુત્રીઓ બિલ્કુલ તેમની મા પર ગઈ હતી.

          બીજી છોકરીનું નામ સુહાની હતું. તે પોતાની માતાના નકશે કદમ પર ચાલી રહી હતી. 14 વર્ષની ઉંમરે તેના બે અલગ છોકરા જોડે ચક્કર ચાલું થઈ ગયા હતાં.

          લલિતા બહેન પણ બહું જ પહોંચેલી માયા હતાં.. ભલભલાને ઉલટી પટ્ટી પઢાવવા માટે માહેર હતાં. માતા પિતાની એકલવાયી સંતાન હતાં, ખૂબ જ લાડકોડમાં ઉછર્યા હતાં. પાણી માંગતા દૂધ મળે તેવી આર્થિક સ્થિતિ હતી. તેમને સંપત્તિનો મોહ હતો. તેની ખાતર તેમણે કોઈ પણ કાવાદાવા બાકી છોડયા નહોતા.

          તેમને કાંઈ જ ખબર નહોતી. પણ બધું જાણતા હોવાનો સતત દાવો કરતાં હતાં. તેઓ દુનિયાની એક નંબરની મહિલા હતાં જેને ઘર કરતાં બીજાની વધારે બળતરા થતી હતી. ઘરની જવાબદારી પ્રત્યે તેઓ બિલ્કુલ બેદરકાર હતાં. તેઓ પરિવાર પ્રત્યેની જવાબદારી ઉપાડવાને બદલે લોક નિંદાની ખાઈમાં ઊંડે સુધી ખૂંપી ગયા હતાં. જૂઠ તેમના જીવનનો મંત્ર બની ગયો હતો .

          તેઓ પહેલાં જ્યાં રહેતા હતાં ત્યાંથી તેઓ પોતાના દુર્વ્યવહાર ને કારણે તડીપાર જેવી સ્થિતિમાં મુકાઈ ગયા હતાં. તેઓ સંપૂર્ણ રીતે બદનામ થઈ ગયા હતાં. તેમના સંતાન પણ તેમની ખોટી વિચાર સરણીને કારણે ભટકી પડ્યા હતાં.

          14-15 વર્ષની કાચી ઉંમરે તેમની બીજી દીકરી સુહાનીના બિલ્ડિંગના બે છોકરા સાથે ચક્કર ચાલું થઈ ગયા હતાં. તે લોકો ખૂબ વગોવાઈ ગયા હતાં.. પણ તેની ના તો સુહાની ને પડી હતી અને ના તો તેની જનેતાને..  તેઓ સઘળું જાણતા હતાં. છતાં દીકરીને કાંઈ કહી શકતા નહોતા. તેઓ અંદર ખાને પોતાની દીકરીથી ડરતા રહેતા હતાં કેમ કે તે એક જ એવી વ્યકિત હતી જે માતાના કરતુતોથી સંપૂર્ણ રીતે માહિતગાર હતી.

          સંજય ધનવાન પરિવારનો નબીરો હતો. તેના ઘરમા પૈસાની કોઈ અછત નહોતી. જે માંગે તે મળી જતું હતું.

          આ જોઈને સુહાનીએ મિલ્કતની લાલચ અને ભૌતિક સુખ ખાતર તેને પ્રેમ કરવાનો જૂઠો દાવો કર્યો હતો. તે સંજયને ફાવે તેમ નચાવતી હતી. સંજય તેના પ્રેમમાં આંધળો ભીંત , ગળાડૂબ થઈ ગયો હતો. તે સુહાનીની ભીતર છુપાયેલું જૂઠ કળી શક્યો નહોતો. તે જે માંગતો હતો, સુહાની ખુશી ખુશી તેને આપતી હતી.. તેથી તે ખુશ રહેતો હતો અને સુહાની તેને કઠપૂતળીની જેમ નચાવતી હતી.

           સુહાની ભૌતિક સુખ તેમ જ મોજ મસ્તી માટે સંજયને પકડીને બેઠી હતી અને તેના ગજવા ખાલી કરાવતી હતી.

            બીજો છોકરો અનિકેત હતો જે સંજય કરતાં હજાર ગણો સારો હતો. તે સુહાનીને સાચા દિલથી પ્રેમ કરતો હતો. સુહાનીને પણ તેના પ્રત્યે પ્રેમ હતો પણ તે ગરીબ હતો તેથી તેને વિશેષ ભાવ આપતી નહોતી 

            અનિકેતના પિતાજી નાની ઉંમરે સ્વર્ગ સિધાવી ગયા હતાં. આ સ્થિતિમાં ઘરનો સારો ભાર અનિકેતના માથે આવી પડ્યો હતો.               ઘરમાં બે કુંવારી બહેનો બેઠી હતી. તેના લગ્નની જવાબદારી પણ તેના માથે હતી. તે સખત મહેનત કરતો હતો તેની પાસે સુહાનીને મળવાનો કે તેને હોટલ સિનેમા લઈ જવાનો ખર્ચો પરવડે તેમ નહોતો.

            તેમના પરિવારમાં લલિતા બહેન સાથે તેમના જેઠાણી પુષ્પા બહેન હતાં.. તેમનું પોતાનું કોઈ સંતાન નહોતું. તેમના પતિ પણ પરલોક સિધાવી ગયા હતાં.. આ સ્થિતિમાં પુષ્પા બહેન દેરાણીના સંતાનને પોતીકા ગણતા હતાં.. છોકરીઓ પણ તેમને ' બડી મા ' કહી બોલાવતા હતાં.

            તેમણે દેરાણીની ત્રીજી છોકરી સંજીદાના ઉછેરની જવાબદારી પોતાના શિરે ઓઢી લીધી હતી.                તેમની મોટી છોકરીનું નામ  સુજાતા હતું. જેનો પરિચય મારી નાની બહેન થકી થયો હતો.                          અમારો પરિચય બહું જલ્દી દોસ્તીમાં પલોટાઇ ગયો હતો.

         તે પહેલાં એક અનિચ્છનીય કિસ્સો બન્યો હતો.

         પડોશમાં રહેતા અનિશના પિતાજીનું એક અસાધ્ય બીમારીમાં અવસાન થયું હતું. ત્યારે મારી અનિશ જોડે ગાઢી દોસ્તી હતી. સહાનુભૂતિના નામે સુહાની અને લલિતા બહેન તેમના ઘરમાં ઘુસી ગયા હતાં અને જોતજોતામાં અનિશ તેમના પરિવારનો સદસ્ય બની ગયો હતો. અને ઘણું પલટાઈ ગયું હતું.

            આ સ્થિતિમાં મારા મોઢે નીકળી ગયું હતું.

             મારો તકિયા કલમ જાગી પડ્યો હતો.

             " હે ભગવાન તારું શું થશે?

          અનિશની સાવકી મા આનંદી બહેન જોડે અમારો ઘર જેવો સંબંધ હતો.. ગરિમા ચેપ્ટરમા તેમણે જ મને છાતીએ વળગાડી આશ્વસ્ત કર્યો હતો, તે જ વ્યકિત એ લલિતા બહેનના સંગે મારી સામે પુંઠ ફેરવી લીધી હતી..

          આનંદી બહેને મારો ગરિમા સાથેનો કિસ્સો લલિતા બહેનને સવિસ્તાર જણાવ્યો હતો. તેથી લલિતા બહેનને પહેલેથી મારા પ્રત્યે પૂર્વાગ્રહ થઈ ગયો હતો.

           બંને મોડી રાત સુધી બહાર ચાલીમાં બેસી લોકોની કુથલી કરતા હતાં.

         " ફ્લાણાના છોકરાએ આમ કીધું.. બીજાની છોકરી ભાગી ગઈ. "

           અને ઘરની અંદર જ તેમના છોકરાઓ રાસ લીલા ખેલતા હતાં. જેનાથી તેઓ અજાણ, બેખબર હતાં!!

            હોળીના શુભ તહેવારે અનિશે વિના કારણ બખેડો ઊભો કર્યો હતો.

            બધા લોકો હોળી રમી રહ્યા હતાં., જેમાં મારા  સિવાય હર કોઈ શામેલ હતું.

            ભાવિકા અને સુજાતા આપસમાં હોળી ખેલી રહ્યા હતાં. બીજી તરફ અનિશ સુહાનીને રંગ લગાડી રહ્યો હતો. સુજાતા તેની બહેન હતી આ હિસાબે તેને પણ રંગ લગાડવાનો જાણે અધિકાર મળી ગયો હતો

             તેણે સુજાતાને રંગ લગાડવાની કોશિશ કરી હતી.  તેણે મારી ખાતર તેને રંગ લગાડવાની ના પાડી હતી. આથી ગુસ્સે ભરાઈ તેણે લલિતા બહેન પાસે જઈ ફરિયાદ કરી હતી.

            " સુજાતા મને રંગ લગાડવા દેતી નથી, પણ સંભવ ભાઈને રંગ લગાડવા દે છે. "

             આ સાંભળીને લલિતા બહેન રોષે ભરાયા હતાં, તેમણે દીકરીની ઝાટકણી કરી હતી. અને સુજાતાએ આવીને મને વાત કરી હતી.

           અને મેં અનિશને એટલું જ પૂછ્યું હતું.

           તેં મને સુજાતાને રંગ લગાડતા જોયો હતો?

           તેણે વિચાર્યું પણ નહોતું કે આવું કાંઈ થશે. તેં મારી વાત સાંભળીને ગેંગે ફેંફે થઈ ગયો હતો. અને મેં તેની બોચી પકડી એક લપડાક લગાવી દીધી હતી. અને મામલો ઓર બિચકી ગયો હતો.

           સાંભળીને તેના મોટા બાપા મારી પાસે દોડી આવ્યા હતાં. તેઓ એલફેલ બોલવા માંડ્યા હતાં. અધૂરામાં પુરુ લલિતા બહેને તેમને ચઢાવ્યા હતાં.

           " તમે તેને શા માટે મોઢે લગાડો છો? તેં તો ચશ્કેલ છે ! "

            આ ટાણે મને મારો તકિયા કલમ યાદ આવી ગયો હતો. સાથોસાથ સવાલ થયો હતો. ભગવાન શા માટે આવા લોકોને માથે ચઢાવતો હતો?

.         લલિતા બહેનની વાત સાંભળીને તેના મોટા બાપામાં હિરો જેવું શુરાતન આવી ગયું હતું. તેમણે મને તુમાખી ભાષામાં સવાલ કર્યો હતો.              " તારી દાદાગીરી  આટલી બધી વધી ગઈ છે? "

           ગરિમાના કિસ્સામાં મેં દાદાગીરી કરી હતી તેવી તેમની સમજ હતી. હું તેમની આ વાત સહી નહોતો શક્યો. અને મેં ગુસ્સામાં તેમની કફની ફાડી નાખી હતી.                   લલિતા બહેને વગર વિચાર્યે આગમાં તેલ રેડ્યું હતું.               અને અમારી વચ્ચે વાતચીતનો નાતો તૂટી ગયો હતો.      

                      0000000000  ( ક્રમશ : )