: પ્રકરણ - 9
: બી એ જુનિયર માં યુનિવર્સિટીની પરીક્ષા નથી, હોતી માત્ર કોલેજમાં તેની પરીક્ષા લેવાય છે.. અને બહુધા બધા જ સ્ટુડન્ટ્સ પાસ થઈ જાય છે.
તેનું પરિણામ જાણવા હું સાંજના સમયે કોલેજ ગયો હતો.
અને પરિણામના ચાર્ટ પર નજર દોડાવી હતી.
મારા આશ્ચર્ય વચ્ચે બે સ્ટુડન્ટ નાપાસ થયા હતાં. આ વાતનું મારા સંવેદન માનસને દુઃખ થયું હતું.
પરિણામ જોઈ હું સ્ટેશન ભણી આગળ ધપી રહ્યો હતો. ત્યારે રસ્તામાં મને ગરિમા અને તેની નાની બહેન સુસ્મિતા બન્ને મળી ગયા હતાં.
મેં ગરિમાને અભિનંદન આપ્યા હતાં અને નાપાસ થયેલા બે સ્ટુડન્ટ્સ માટે ખેદ વ્યક્ત કર્યો હતો.
તેની જોડે થોડી ઘણી વાત પણ થઈ હતી.
બે દિવસમાં અમારા ગ્રુપના છોકરા મહાવીરના લગ્ન થવાના હતાં. ગરિમા પણ તેની જ બિરાદારીની હતી..
મેં તેને આ મિત્રના લગ્ન માટે આમંત્રિત કરી હતી. તેણે મારા દોસ્તને જોયો જરૂર હતો. પણ તેની સાથે કદી વાત કરી નહોતી. આવું કહી તેણે આવવાની સાફ ના પાડી હતી. મેં તેને સમજાવી હતી. અને તે આવવા પણ તૈયાર થઈ હતી. મેં આમંત્રણ પત્રિકા માટે વાત કરી હતી.
ત્યારે તેણે મને કહ્યું હતું.
" હું કાલે કોલેજમાં આવવાની છું "
" વેરી ગુડ! હું હાથોહાથ પત્રિકા આપી દઈશ."
તે મને મળવાની છે તે જાણી હું હરખપદુડો થઈ ગયો હતો. શ્યામને વાત કરી હતી અને તેને મારી ભેગો લઈ કોલેજ પહોંચી ગયો હતો. બરાબર એક કલાક અમે તેની પ્રતીક્ષા કરી હતી. પણ તેણે મને નિરાશ કર્યો હતો.
મારે અહીં અટકી જવાની જરૂર હતી. બ્રેક મારવાની જરૂર હતી પણ મારું મગજ તેની દિશામાં જ આંધળી દોટ લગાવી રહ્યું હતું..હું બીજો કોઈ વિચાર કરવાની ક્ષમતા ખોઈ ચુક્યો હતો.
બે દિવસ બાદ મેં મહાવીરના લગ્નમાં હાજરી આપી હતી, ત્યારે હું બિલ્કુલ મૂડ માં નહોતો તે વખતે ' રાઝ ' ફિલ્મના ગીતે મને વશ કરી દીધો હતો.
અકેલે હૈ ચલે આઓ જહાઁ હો કહાઁ આવાજ દે તુમકો કહાઁ હો
બે એકલા લોકો લગ્ન થતાં એક થાય છે. એવો વિચાર કરી મેં ગીતમાં સુખદ બદલાવ આણ્યો હતો.
' અકેલે થે ચલે આયે જહાં થે '
લગ્ન બે વ્યકિત, તેમના આત્માનું મિલન થતું હોય છે.
હું આ ગીત દ્વારા મિત્રને વિશ કરવા માંગતો હતો પણ હું તે કરી શક્યો નહોતો. તે વાતનો મને અત્યંત રંજ થયો હતો.
હું ઘણો જ અપ સેટ હતો. બિલ્કુલ તૂટી ગયો હતો. ત્યારે અનન્યા મારી પાસે આવી હતી. મેં તેને વળગીને આજીજી કરી હતી. " હવે તું મારી બહેન છે. પ્લીઝ એક વાર મારો અને ગરિમાનો ભેટો કરાવી દે. હું તારો જિંદગીભર ઋણી રહીશ. " પણ તે આ મામલે કાંઈ જ કરી શકે તેમ નહોતી. તે ખુદ બેજીવી હતી. મેં તેની લાચારી સ્વીકારી લીધી હતી. પણ મારી સમસ્યાનો કોઈ જ અંત નહોતો.
આ સ્થિતિમાં અનુરાગ પોતાના ગામના બે મિત્રોને લઈ કોલેજ ક્લાર્ક પાસે પહોંચી ગયો હતો અને ગરિમા નું સરનામું લઈ તેના મિત્ર સાથે તેના ઘરે પહોંચી ગયો હતો. તેણે ગરિમાને સાચી પરિસ્થિતિ બયાન કરી હતી અને તે મારે ઘરે આવવા તૈયાર થઈ ગઈ હતી.
તે પહેલા તેણે મારી સાથે ફોન પર વાત કરી હતી.. અને હું તેનો અવાજ સાંભળીને હરખઘેલો બની, થોડું આડું અવળું બોલી ગયો હતો. ત્યારે તેણે મને ચીમકી આપી હતી.
" આવું બોલશો તો હું નહીં આવું. "
મેં તેની માફી માંગી હતી.
તે મારે ઘરે આવવાની હતી.. તે સાંભળીને હું હવામાં ઉડવા લાગ્યો હતો. અને બીજે દિવસે બપોરે બે વાગે તે અનુરાગ અને તેની સહિયર સાથે મારા કમ્પાઉન્ડમાં દાખલ થઈ હતી. ત્યારે વિવિધ ભારતી પર ગીત વાગી રહ્યું હતું.
' બહારો ફૂલ બરસાઓ મેરા મેહબૂબ આયા હૈં
હું તે વખતે બહાર ચાલીમાં ઊભો હતો અને આકાશ વાણી રેડિયો પર ફિલ્મ ' સુરજ 'નું ગીત વાગી રહ્યું હતું. જાણે તે ગરિમાનું સ્વાગત કરી રહ્યું હતું.
આ ગીત દ્વારા ખુદ ઈશ્વરે પણ જાણે મનેઅહેસાસ હસાસ કરાવ્યો હતો. ગરિમા ખરેખર મારી મહેબૂબા હતી. અને મારો પ્રેમ સાર્થક થવાની આશા જાગી હતી, મેં તેને પ્રેમ કર્યો હતો.
ઈશ્વરે કેમ આવો સિનારિયો ઉભો કર્યો હતો? .
તે જ વખતે આ મારો ગુરુ મંત્ર યાદ આવ્યો હતો.
" ભગવાન તારૂં શું થશે? "
આ મારો તકિયા કલમ બનીને રહી ગયો હતો.
તે ના જાણે વિશ્વમાં કેટલાય લોકોનો તારણહાર હતો.. તે બધાનું દયાન રાખતો હતો.. તેથી મને દયા આવતી હતી.
પણ અહીં આવું વાતાવરણ ખડું કરી તે શું કહેવા માંગતો હતો? શું કરવા માંગતો હતો? તેની નિયત વિશે મારા દિમાગમાં શંકાનો કીડો સળવળી રહ્યો હતો.
મારા અને ગરિમાના લગ્ન એ જ ભાવિનું સત્ય હતું?
પળભર આ ગીતે મારી ભીતર આશાના બીજને પોષણ આપ્યું હતું.
તે મારે માટે જ સર્જાઈ હતી તેવી ઉમ્મીદ પણ જગાડી હતી.
આવા વિચારો સાથે મેં તેને માનભેર ઘરમાં આવકારી હતી..
" આવ ગરિમા. પ્લીઝ વેલ કમ. હું બિલ્કુલ ઠીક છું. મને કાંઈ જ થયું નથી. મારા ઘર પરિવારે નાહક ચિંતા કરી મને બીમાર કરી નાખ્યો છે. "
મારી આ વાત પર તેણે કોઈ પ્રતિભાવ વ્યક્ત કર્યો નહોતો. મેં તેને સીધો અનુરોધ કર્યો હતો.
" ચાલ! અંદર આપણે ભગવાનના આશીર્વાદ લઈ લઈએ.! "
તે વખતે અનન્યા પણ ઘરમાં હાજર હતી. તેણે મને બ્રેક લગાવતા કહ્યું હતું. . " ગરિમાને કાંઈ કહેવું છે. "
" હા બોલ ગરિમા! "
" મારી સગાઈ થઈ ગઈ છે. "
તે સાંભળીને અનન્યાએ મને સવાલ કર્યો હતો.
" હવે તો ગરિમા તારી બહેન થઈ ને? "
" એમાં શંકાને કોઈ અવકાશ નથી.. "
હું તરત જ અંદર રસોડામાં ગયો હતો. ભગવાનની છબી સમક્ષ નત મસ્તક બની શપથ લીધા હતા.
" ગરિમા આજથી, આ જ પળથી મારી બહેન છે!! "
બહાર આવીને મેં બધાની વચ્ચે તેના માથે હાથ દઈ આશીર્વાદ આપતાં વચન આપ્યું હતું. " આજથી તું મારી બહેન છે.હું કદી તારી સામે અન્ય ભાવે નજર નહીં કરું. અને જો એવું કાંઈ થયું તો એ મારી જિંદગીની આખરી ક્ષણ હશે. " " હું જાઉં છું. " કહીને તે વિદાય થઈ ગઈ હતી. ત્યાર બાદ મારા બુરા હાલ થયા હતાં.
હું કબાટ પર પગ પછાડીને જોર જોરથી નાના બાળકની જેમ રડવા માંડ્યો હતો.
ગરિમાના કાને મારા રડવાનો અવાજ ટકરાયો હતો. પળભર તેના કદમ થંભી ગયા હતાં. પણ તેની સહિયર ગરિમાનો હાથ ઝાલી કમ્પાઉન્ડમાંથી બહાર ખેંચી ગઈ હતી.
બીજે દિવસે ચાલીના કઠેરા પરથી લાવારિસ રાખડી મળી આવી હતી. તે રાખડી લઈને આવી હતી. અને મને રાખડી બાંધી નહોતી. તે જોઈ મને ઝટકો લાગ્યો હતો.
તેણે કેમ મને રાખડી બાંધી નહોતી? મારા દિમાગમાં સવાલ પણ ઉદભવ્યો હતો.
" શું હું ભાઈ બનવા પણ લાયક નહોતો?."
ત્યારે ગીતા બહેને મારી પીઠ થાબડી હતી.
તારા વ્યવહારે તેની કોઈ જરૂરત જ નહીં ઉભી થવા દીધી.
છતાં પણ મારી હાલત અત્યંત કપરી હતી. આ સ્થિતિમાં પિતાજી મને સાઈચિયેટિસ્ટ પાસે લઈ ગયા હતાં. મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
મને વીજળીના ઝટકા આપવા પડયા હતાં.
લગભગ એક મહિના બાદ મારી હાલતમાં સુધારો થયો હતો અને ડોકટરે મને હિલ સ્ટેશન લઈ જવાની સલાહ આપી હતી.
અને મારા માતા પિતા દેવું કરીને મને મહાબલેશ્વર લઈ ગયા હતાં.
અમે લોકો ત્યાં પહોંચ્યા હતાં. અને બે જ દિવસમાં એક નવ પરિણીત યુગલનું ત્યાં આગમન થયું હતું.
તેઓ અમારી બાજુમાં ઉતર્યા હતા ..તેમને જોઈ હું ચોંકી ગયો હતો. જે ચીજથી હું દૂર રહેવાનો પ્રયાસ કરતો હતો એ જ વસ્તુ સામે આવીને ઉભી રહી ગઈ હતી. અને?
ગરિમા તેના પતિ સાથે હનીમૂન માટે મહાબલેશ્વર આવી હતી.
પણ વાત અહીં પૂરી થતી નહોતી. તેને જોઈ મને બીજો ઝટકો લાગ્યો હતો. તેનો એક પગ ઘૂંટણથી ગાયબ થઈ ગયો હતો.
આ જાણી મને જિંદગીમાં પહેલી વાર ઈશ્વર પર ગુસ્સો આવ્યો હતો. શા માટે તે ગરિમા જોડે આટલો ક્રૂર બની ગયો હતો.
ગુસ્સામાં બરાડી ઉઠ્યો હતો.
" ભગવાન તારૂં શું થશે? "
લગ્ન પહેલાં આ દુર્ઘટના બની હતી. ગરિમાએ લગ્ન કરવાની ના પાડી હતી. પણ તેના મંગેતર ગૌરવે તેની જોડે લગ્ન કરી એક નવી મિશાલ ખડી કરી હતી.
આવી સ્થિતિમાં ગરિમા હિંમત હારી નહોતી. તેણે NGO ની સ્થાપના કરી અનેક લોકોને જીવવાનો મકસદ આપ્યો હતો. તેમની ખાતર તે એક પગે સક્ષમ થઈ ગઈ હતી.
ખબર મળતાં જ હું NGO માં ગયો હતો. તેની હાલત જોઈ મારી આંખો ભરાઈ આવી હતી. આ સ્થિતિમાં હું તેને મળવા ગયો હતો.. આ બદલ તેણે મારો સાચા હદયથી આભાર માન્યો હતો.. હું ઢીલો પડી ગયો હતો અને તેણે મને આશ્વસ્ત કર્યો હતો.
તેનો મારા પર મોટો ઉપકાર હતો.
તે ચાહત તો ટેલિફોન પર પોતાની સગાઈ થઈ ગયાની વાત કરી શકી હોત. પણ તેણે જાતે ઉકળતી ગરમીમાં મારે ઘરે આવીને ખુદ મારા મોઢે વાત કરી હતી.. . આ તેની મહાનતા હતી, ખાનદાની હતી.. કોઈ પારકી છોકરી સાથે લગ્ન કરવાનો મેં વિચાર મનમાં આણી ગંભીર અપરાધ કર્યો હતો..તે માટે હું મારી જાત ને કદી માફ કરી શક્યો નહોતો.
મેં સોગંદ લઈ તેને બહેન બનાવી હતી.. અને ભગવાને આ રીતે મારી બહેન બનાવી મારી જિંદગીમાં પાછી મોકલી હતી.
ગરિમા એ એક અહમ વાત કરી હતી.
" કોઈના ખોટા વિચારને કારણે કદી બીજાના જીવનમાં તકલીફ નથી આવતી. "
તેનો ભરથાર ગૌરવ કરાટે ચેમ્પિયન હતો.. બહું જ નાની ઉંમરમાં તેણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે કેટલા એવોર્ડ, સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા હતાં.
માણસ ગમે તેટલો નબળો કેમ ના હોય, અપંગ કેમ ના હોય તેથી પાછળ હટતો નથી. તેની વિચાર ધારા જ તેને આગળ વધવાની તાકાત આપે છે.
કાંઈ પણ હોય, કોઈ પણ તકલીફ હોય બીમારી હોય તેણે નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ.
' મન થી ક્યારે હારવું નહીં જોઈએ..'
' કોશિશ કરનારાની હાર નથી થતી .'
ગરિમા અપંગ હોવા છતાં હકારાત્મક વિચાર સરણી થકી, આગળ વધી રહી હતી. તે સચમુચ એક મિશાલ હતી. લોકોની તકલીફ, અગવડ સામે પોતાની તકલીફો કોઈ માયના નથી રાખતી.
0000000000 ( ક્રમશ : )