"ચેતના હું મજાક નથી જ કરતો. આપણી કોલેજના, સ્કૂલના બધાના સમ."
કંઈ પણ બોલ્યા વગર ચેતનાએ કાર સ્ટાર્ટ કરી. એ જ ધીમી ગતિએ દોડાવતી પ્રત્યંચની વાતનો વિચાર કરવા લાગી.
જાણતી હતી પ્રત્યંચ નાનો હતો ત્યારે સ્કુલથી ડરતો હતો... અને પછી કૉલેજથી. જયારે પણ કોઈ વાત સાબિત કરી શકાય તેમ ન હોય એટલે સ્કુલ કોલેજના સમ ખાઈ લેતો.
બંને પાકાં મિત્રો હતાં પણ બધાં વચ્ચે બોસ અને સ્ટાફની જ વર્તણૂક રહેતી. સારું હતું કે બંને ના પરિવાર આ વાતને સમજતાં હતાં.
"ચૂપ કેમ થઈ ગઈ...!? હું સાચું કહું છું ચેતુ...,"
"પ્રત્યંચ તું વાત સમજતો નથી. તું...!, કદાચ તને ભ્રમ થયો હોય. બપોરે એ બાજુ ખૂબ તડકો હોય છે. એટલામાં જ ક્યાંક રહેતી હોય એવું પણ બની શકે."
"તને એ રોડની હિસ્ટ્રી ખબર જ છે. અને આપણે બંને એ જગ્યાએ તું પણ ઘણી બધી વખત જઈ આવી છો."
"લે આપણે આવી ગયાં. અહીં તું શું જોવાનો!?"
"આવ મારી સાથે."
ઢીંગલી હાથમાં લઈને જ પ્રત્યંચ કારમાંથી નીચે ઊતર્યો. કામ માટે જમીન નક્કી કરાઈ પછી. બાવળોની ઝાડીઓ ઘણે દૂર સુધી સાફ કરી દેવાઈ હતી. રોડની બીજી સાઈડ આજ પણ ઝાડીઓ ઊભી હતી.
પીપળાનું ઝાડ આજ પણ ત્યાં ઉભુ હતું. કપાવાનું તો એ પણ હતું પણ, પ્રત્યંચે વચ્ચે પડીને એને બચાવી લીધું હતું.
પ્રત્યંચ ઝાડ પાસે આવીને એ ઢીંગલી ઝાડની નીચે મૂકી દીધી.
"અરે તે આ અહીં કેમ મૂકી દીધી?"
"તું જોયા કર. ચાલ પહેલાં આપણે સાઇટ અને નકશાઓ સરખાવી લઈએ."
"એ વળી શું!? અને એની જરૂર પણ શું!?"
"ચાલને મારી બહેન!"
"ઓકે!"
સાઇટ આમ તો કંઈ નહિ એક મોટું મેદાન હતું. જે લગભગ બે કિમી નો આંખો ચોરસ પટ્ટ હતો. જ્યાં હવે સિમેન્ટની ફોલ્ડિંગ દીવાલ અને તારો બાંધી બાઉન્ડ્રી વોલ બનાવી દેવાઈ હતી. નકશો હાથમાં લઈ પ્રત્યંચ બધું જ જોતો હતો. ચેતના સાઈડમાં ઊભી ઊભી પ્રત્યંચ હરકતોને સમજવાનો પ્રયત્ન કરી રહી હતી.
લગભગ પંદરેક મિનિટ નકશો જોવાનું નાટક કરી તેણે ચેતનાને પરત ચાલવા માટે કહ્યું.
"બસ આટલું જ!?"
"શું!?"
"આપણે અહીં શા માટે આવ્યા હતા એ હજી હું સમજી નથી તે પેલી ઢીંગલી ઝાડની નીચે શા માટે મૂકી એ પણ હું સમજી નથી."
"તું ચાલ સમજી જઈશ આપણે એ ઝાડ પાસે પાછાં જઈ રહ્યા છીએ.'
બંને શાંતિથી વાતો કરતા કરતા પાછા પીપળાના ઝાડ તરફ જવા લાગ્યા હજી ચેતના અને પ્રત્યંચ બાઉન્ડ્રી વોલ પાસે પહોંચ્યાં ત્યાં ચેતનાની નજર ઝાડ પાસે ગઈ અને તે ચમકી ગઈ.
આઘાત ભરેલી નજરે તે ઝાડને જોઈ રહી હતી. પ્રત્યંચની નજર પણ તેના પર પડી પણ તેને ખાસ અસર ન થઈ. પરંતુ ચેતના વધારે ડરેલી હતી.
તે ઝાડ તરફ દોડી.
પેલી સરસ મજાની છોકરી એ ઝાડ પાસે ઊભી ને મરક મરક હસી રહી હતી. પેલી ઢીંગલી એના હાથમાં દબાવીને પકડેલી હતી. છોકરીએ એજ કપડાં પહેર્યાં હતાં જેમાં પ્રત્યંચ અને ચેતના એ જોઈ હતી.
દોડીને એ છોકરી પાસે આવી ગઈ.
"બેટા તું અહીં ક્યાંથી."
"બસ એમજ મારી ઢીંગલી લેવા આવી હતી. ચાલ જાઉં."
"અરે!... સાંભળતો ખરી..."
ચેતના એને ભાગતી અટકાવવા ગઈ પણ ત્યાં સુધી એ રોડ તરફ દોડવા લાગી હતી. એ સુમસાન રોડ અને પેલી બાળકીને જોતી રહી. રોડ પર પહોંચતાં જ એ દેખાતી બંધ થઈ ગઈ.
ચેતના થડકી ગઈ. તેણે બાળકીને અદ્રશ્ય થતાં જોઈ નહોતી... પણ હવે એને એ ક્યાંય દેખાતી ન હતી. તેણે એને રોડ વચ્ચે પહોંચતી જોઈ હતી.
"પ્રત્યંચ તારા ઘરે કહી દેજે કે મારી તબિયત ખરાબ છે એટલે હું જમવા નહિ આવી શકું."
ચેતના ઝાડ પાસે ઢીંગલી વાળી જગ્યાએ બેસી પડી. તેને અત્યારે શું થતું હતું એ તે પોતે જ સમજી શક્તિ ન હતી. પ્રત્યંચ વગર બોલ્યે જોઈ રહ્યો હતો. તે કારમાંથી પાણીની બોટલ લઈ આવ્યો. ચેતનાના હાથમાં મૂકી.
પાણી ગટગટાવી ચેતનામાં થોડી હિંમત આવી હતી..તે ઊભી થઈ કારમાં બેસી ગઈ.
પણ તેનો નજર તો માત્ર રસ્તા પર જ પેલી છોકરીને શોધતી હતી.
કાર ચલાવવાનો વારો હવે પ્રત્યંચનો હતો. તેણે એકદમ શાંતિથી કાર સ્ટાર્ટ કરી અને એટલી જ ધીમી ચલાવી.
"પ્રત્યંચ તને ખબર છે એ બાળકી કોણ છે!?"
"ના અને સાચું કહું મને એ જાણવામાં રસ પણ નથી કે એ કોણ છે. સાચું કહું એ મારી સામે અદ્રશ્ય થઈ ગઈ હતી એ દિવસે જ એ આત્મા હોવાનું હું સમજી ગયો હતો.
અને ચેતના આવી બધી બાબતથી દૂર રહેવું સારું."
ચેતના એ બાળકી માટે વિચારી જ રહી હતી. ત્યાં એક જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો. સાથે ચોસો પણ બંને દરી ગયાં. કાર જોરદાર બ્રેક સાથે ઊભો રાખી દીધી બંને ઉતાવળે નીચે ઊતર્યાં. અને પાછળ નજર કરી તો જ્યાં પેલી છોકરી ગાયબ થઈ હતી ત્યાં એક ટ્રક સાથે બે કાર અથડાયેલ પડી હતી.
મદદ કરવાની અપેક્ષાથી બંને ત્યાં પહોંચ્યાં પણ ત્યાં બધું જ ખતમ હતું. કારો બળી રહી હતી. અને લોકો બે અને વાહનો બે ભાગમાં વહેંચાયેલા ક્યાંય દૂર સુધી પડ્યાં હતા. ટ્રુક ખાલી હતો. કદાચ ડ્રાઈવર ભાગી ગયો હતો.
પ્રત્યંચે કોલ કરી પોલીસને બોલાવી. બંને કાર પીપળાના ઝાડ પાસે રાખી પોલીસની રાહ જોવા લાગ્યાં.