અધૂરા શ્વાસ - ભાગ ૫ Ashish Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • અદ્રશ્ય પાશ

    સાંજનો સમય હતો. આકાશમાં સૂર્યનારાયણ અસ્તાચળ તરફ જઈ રહ્યા હતા...

  • આનંદનગર : પ્રકરણ ૫૫

    પ્રકરણ ૫૫: વિસર્જન પછીનો સેવા-યજ્ઞ, નદીકાંઠાની સ્વચ્છતા અને...

  • અસ્તિત્વ - 17

    આસ્થાની આ સ્થિતિ ડૉ. સુમન જોઈ તુરંત બોલ્યા, "જરૂર એને પહેલાન...

  • લવ યુ યાર - ભાગ 105

    "મારી ગર્લફ્રેન્ડનો મેસેજ છે બોલ વાંચવો છે તારે? વંચાવું તને...

  • ઇસ્લામિક સ્ટોરી - 26

    ઈસ્લામિક સ્ટોરી 26    બપોર સુધીમા ઈમામ હુસૈનના મોટા ભાગના સા...

શ્રેણી
શેયર કરો

અધૂરા શ્વાસ - ભાગ ૫

અધૂરા શ્વાસ - ભાગ ૫ 

લાગણીઓના તાણાવાણા અને અતૂટ સમર્પણની અભય અને સિયા ની પ્રેમકથા

 

સવારથી જ વાતાવરણ ભારેખમ હતું. અભય એક રોબોટની જેમ ચૂપચાપ તૈયાર થઈ રહ્યો હતો. સિયાએ ટોણો માર્યો, “કેમ આમ ફરે છે, જાણે કોઈ મરી ગયું હોય!” 

અભયે અટકીને કહ્યું, “કેટલીક લાગણીઓ મરી જ જતી હોય છે...” સિયા ક્ષણભર ચૂપ થઈ ગઈ પછી બોલી, “ડ્રામા ન કર.”

સાંજે અભય થાકીને ઘરે આવ્યો. રૂમમાં સિયાએ કહ્યું, “તું ક્યાં સુધી આમ મોં ચડાવીને ફરીશ? આ બધું ઇરિટેટિંગ છે.” 

અભયે કહ્યું, “હું થાકી ગયો છું.” સિયાએ કટાક્ષ કર્યો, “તો શું મેં તને થકવી દીધો?” અને અચાનક અભય જોરથી બરાડી ઊઠ્યો,  “હા! તેં મને થકવી દીધો છે! તારા રોજિંદા મેણાં અને તિરસ્કારથી!”

સિયા અવાક થઈ ગઈ. 

અભયનો સંયમ તૂટી ગયો હતો, “હું સંબંધ બચાવવા સહન કરતો રહ્યો, પણ તું રોજ મને તોડતી રહી.” સિયાએ ગુસ્સામાં કહ્યું, “તું નબળો છે!” 

અભયે કહ્યું, “હા, હું કમજોર છું કારણ કે મેં આ સંબંધને સર્વસ્વ માન્યો.” 

સિયા બોલી, “આ કોઈ સંબંધ નથી.” 

અભયે રાડ પાડી, “મારા માટે છે!” 

બા બહાર દોડી આવ્યાં. સિયાએ ચીસ પાડી, “મને કોઈના પર વિશ્વાસ નથી!”

અભયે ધ્રૂજતા અવાજે પૂછ્યું, “તો હું કોણ છું?” 

સિયાએ નજર ફેરવી લીધી, “કંઈ નહીં...” બસ, આ ક્ષણે અભયના અંતરમાં કંઈક કાયમ માટે તૂટી ગયું. એણે આંસુ લૂછી કહ્યું, “ઠીક છે...” અને ઘરની બહાર નીકળી ગયો. બા રડતાં રહ્યાં, સિયા પથ્થર બની ઊભી રહી. એની આંખમાંથી એક આંસુ સરી પડ્યું. બહાર રસ્તા પર અભય દિશાહીન ભટકી રહ્યો હતો. એ શબ્દોના વંટોળે સંબંધના પાયા હચમચાવી નાખ્યા હતા.

xxxxx 

અભય મોડી રાત્રે પાછો ફર્યો ત્યારે ઘરમાં સોપો પડેલો હતો. તે ચૂપચાપ બીજા ગેસ્ટ રૂમમાં જઈને સૂઈ ગયો. સવારે બાએ જોયું કે દીકરાએ બેડરૂમ છોડી દીધો છે. સિયા જાગી ત્યારે પલંગનો ખાલી હિસ્સો જોઈ એનું દિલ ધબકારો ચૂકી ગયું. અભય સાચે જ દૂર થઈ ગયો હતો.

ટેબલ પર અભયે શાંતિથી કહ્યું, “હું હવેથી અલગ રૂમમાં રહીશ. મારે થોડી શાંતિ જોઈએ છે. હું હવે તમને પરેશાન નહીં કરું, અને મારી જાતને પણ નહીં.” 

દિવસો વીતવા લાગ્યા. અભયે સિયા સાથે બોલવાનું, એની સામે જોવાનું સાવ બંધ કરી દીધું. સિયા હવે એને ઉશ્કેરતી પણ નહોતી, કારણ કે અભય કોઈ પ્રતિક્રિયા જ નહોતો આપતો.

એક સાંજે બાલ્કનીમાં અભયે સિયાને સીધો સવાલ કર્યો, “તેં આ લગ્ન તારી મરજીથી નહોતાં કર્યાં, ખરું ને? તું અહીં રહેવા નથી માંગતી કારણ કે તું કોઈ બીજા ભૂતકાળમાં અટવાયેલી છે. તું કોઈ જૂના દર્દમાંથી બહાર નથી નીકળી શકી.” સિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે કબૂલ્યું, “હા, મારી મજબૂરી હતી... મારે પાછા નહોતું જવું.”

અભયે કહ્યું, “તો એની સજા તું મને કેમ આપી રહી છે? હું તારો દુશ્મન નથી. પણ હવે હું કોઈ પ્રયાસ નહીં કરું, કારણ કે તું આ સંબંધમાં ક્યારેય હતી જ નહીં.” અભય જતો રહ્યો. સિયા ત્યાં જ રડતી રહી ગઈ. આજે પહેલીવાર એને ભૂતકાળ કરતાંય પોતાના વર્તમાનની તૂટતી વેદના વધારે ખૂંચી રહી હતી.

શું કરશે હવે સિયા? શું એ અભય જોડે સમાધાન કરીને લગ્ન ને આગળ લઈ જશે?

અભય એને સ્વીકાર કરશે?

વધું જાણવા માટે અભય અને સિયા ના જીવન માં મારી સાથે ચાલતા રહો. લગ્ન જીવન નાં આવું જ હોય. ક્યારેય ઉશ્કેરાઈ જવું અને ક્યારેય મૂંગા થઈ જવું. 

આ જ તો બે જણાં ના અધૂરા શ્વાસ છે.