. એક બાપ
આજ આ જગતમાં એક બાપ જ છે જે તમારી બધી જ તન્મયતા જાણે છે એ તમારા દિલમાં ઉઠતી દરેક આકાંક્ષા ઓ ને પહેચાને છે એ તમારા ચહેરા ને જોઇ તબિયત સારી નથી ? એ પહેલાં જ પુછે કારણ તમ હસતો ચહેરો એના દિલમાં કોતરાયેલો છે
તમારી દરેક જરુરીયાત તે જાણે છે પપ્પા મારે આ જોઈએ કહેવું નથી પડતું પણ તે યોગ્ય સમયે લાવી આપે જ છે જન્મ તમારો એને સરફરોસી તો જાતે મલે છે એ તમારા દરેક સપના સહકારથી સજાવે છે પણ શું આજના છોકરાઓ એ જાણે છે ?
બાપ એની જુવાની ને તમારા માટે સડક બનાવે છે દરેક મુશ્કેલી આસાન બનાવે છે એ ચાલી શકે ત્યાં સુધી તમ રસ્તાઓ જ સવારે છે બચત બેસુમાર કરવા એ ચા પણ બજારની નથી પીતો એ ફાટેલા મોજા પહેરીને ચલાવે છે પણ શું તમે આ ઉધાર ચુકવી શકો છો ? શું તમે બાપ ની તબિયત પારખી શકો છો ? શું દવા સમયસર લાવી શકો છો ?
પુછો તમારી જાત ને બાપની અવસ્થા નબળી સ્વિકારી શકો છો ? જવાબ તમને મળી જાસે ! બાપ ની કિંમત કેટલી ન્યારી છે ? તમે નિવૃત્ત બાપ ને નીખારી શકો છો ? જવાબ મલી જાસે તમે કેટલા કદરદાની છો !
બાપ ની કદર ક્યારે કરી કહેવાય? નિવૃત્ત બાપ નો વિશ્વાસ કેળવવા તમે તમારી તકલીફ તેને કહેવાનું બંધ કરો બધી ગરદિશે ગલતી થાય તો કહેવાનુ બંધ કરો એ પાગલ નથી અશક્ત છે એનાથી એ અજાણ નથી અચંબિત છે તેમની દવા ડોક્ટરની ફાઈલ વગેરે નું ધ્યાન રાખો એ ઘરમાં રાખેલું ફર્નિચર નથી જીવતું જાગતું પુસ્તક છે એ પુસ્તક ને સમય સમયે વાંચતા રહો મતલબ તેમની સલાહ લેતા રહ્યો તો દવા વગર પણ દમદાર જીવી શકે કારણ સમજાય એવું છે એ પોતાની જાત ને ખુબ જરુરી સમજસે અને એ જીવવાની એની દવા છે
તમે તેમના જ દિકરા છો એમના બાપ બનવા કોશીષ ના કરો વાત વાતમાં એમની અશક્તિ ને ન વર્ણવો બાપ બાપ હોય છે એ ખાલી બાકસ નથી પણ સુવાસિત અગરબત્તી નું જ પેકેટ છે જે ખુદ સળગી તમને સુવાસ આપતો રહ્યો હતો હવે એ સળગીને સુવાસ આપી શકે નહીં તમારે થોડું સુવાસિત બનવું પડે સરખા બેસી ને બધી વાત કરો આ સહીષ્ણુતા છે
એમની દરેક મુશ્કેલી માં આધાર આપતા રહો તો એ પોતાની દરેક નબળાઇ ને મજબુતાઈ માં પરિવર્તિત કરે એમને ફક્ત બે ટાઈમ જમવું જ નથી પણ તમારી દરેક મજબૂતાઇ ને જાણવી છે તમારી દરેક સફળતા ને માણવી છે તેમના દરેક કામ ઘળીયાર મુજબ કરજો આ ઘણા વૃદ્ધો ની ઓળખ છે એ વિલંબ વટાવી શક્યતઃ નથી કારણ એ ઘણા સમય થી બધુ સમય સર કરવા ટેવાયેલા હોય છે
વૃદ્ધ અધોગતિ નથી આધાર છે તેમનો આધાર સ્વિકારો એ ખુબ જ સુરક્ષિત બનાવે છે કારણ આ સમાજ માં મેં ઘણા એવા વૃદ્ધ ને જોયા છે જેમની હાજરી માં અલબેલો લાગતો એમનો પરિવાર એમની ગેર હાજરી માં ભાંગી જતો હોય છે કારણ આ સમાજ એમની મર્યાદા રાખતો હોય છે પણ એ વિદાઇ થયા બાદ સમાજ તમને જરાપણ સાચવતો નથી મતલબ દિવા પાછળ અંધારું
આવી રીતે આ અશકતો ઘણી બધી રીતે કામના હોય છે કારણ તેમને અશક્ત બનાવનાર કુદરત જ આ બધું કરતો હોય છે જેથી તમ આશરે કોઇ વૃદ્ધ હોય તો પણ એ શદભાગ્ય જ છે