.-----------------------પ્રતસાવના-----------------------------------____________________________________________
આ એક ગામ ની વાત છે વાર્તામાં બધા જ નામ જેવા કે વ્યક્તિ વસ્તુ ગામ શહેર વગેરે ના નામ કાલ્પનિક અને સ્થિતિ મુજબ પરખાય એવું પણ બદલાવીને લખુ છું જે સમજવું જરુરી નથી એમા જ બદલાવ કરેલ છે અકસ્માતે કોઇને લાગતું વળગતું હાલ કે ભુતકાળમાં તો એ પોતાના પર લેવાની જરુર નથી આ વાર્તા કાલ્પનીક સમજવી સારી રહેશે કોઈ ને બદનામ કરવાનો પ્રયત્ન નથી બસ એક કલ્પના મનમાં ઉદભવતી એ કાગળ ઉપર કોતરીને આપનો સમય પ્રસાર થાય એવો પ્રયત્ન સમજવો જેને વાંચન નો શોખ છે એમના જ માટે ખુલાસો કરેલ છે બાકી વાંચતા નથી એમને શું ફર્ક પડે છે જે સમજી શકાય એવી વાત છે !!
એક
આ એક એવા ગામની વાત છે જેતે સમયે આ ગામ બહુ વીકસીત કે શિક્ષિત નહોતું મતલબ લગભગ મધ્યમવર્ગીય જ હતું હા પાંચ સાત લોકો પાસે જ ફોરવિલ હતી ગામ ના લોકો અને શહેરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ટ્રેન ચાવતી હતી એનો ઉપયોગ કરતા જેને ગામલોકો ટોલી કહેતા આ ગામ મિશ્ર વસ્તી વાળું મતલબ અલગ અલગ જ્ઞાતી જાતી ના લોકો હતા પટેલ બ્રાહ્મણ દરબાર રબારી અને બે ત્રણ ઘર મુસ્લિમ ના હતા છતાં એકંદરે.હિન્દુ કાયદા આધારીત ગામ હતુ
આ ગામનું નામ સર્જનપુર હતું ગામના નામ મુજબ બધું હાલ વધી રહ્યું હતું જેમકે આવક આવડત આદિની ને આર્થકતા તેમજ અધીકાર વૃદ્ધ શિક્ષણ ને શ્રીમંતાઈ આ ગામનો કોઇ બહાર રહીને ભણતો નહોતો કારણ આ ટ્રેન (ટોલી) હતી સસ્તામાં શહેર સુધી પહોંચવા ખુબ કામની હતી માત્ર ૦૦.૭૦ પૈસા માં સર્જનપુર થી મોરબાદ શહેર પહોંચાડતી હતી સવારે ૦૯.૦૦ કલાકે મોરબાદ જવા અને મોરબાદ થી સર્જનપુર આવવા ૧૧.૦૦ કલાકે મળતી ફરી સાંજે સર્જનપર થી મોરબાદ જવા ૦૩.૩૦ કલાકે અને મોરબાદ થી સાંજે ૦૬.૧૦ પી.એમ.સર્જનપુર જવા મલી રહેતી હતી
હાલ માર્ચ ચાલી રહ્યો હતો અને ગુજરાતી મહીનો મહા ની શરુઆત હતી આ ગામમાં બધી જ્ઞાતિ ભાયચારા થી રહેતી હતી એક બ્રાહ્મણ નો દિકરો દિલીપ પ્રજ્ઞેશ બીજા બે પટેલ રામજી અને રમેશ બે ક્ષત્રિય ના દિકરા કરણસિંહ અને સુરપાલસિહ આ જ એકબીજા ના ખાસ મિત્ર હતા આમાં પટેલ ના બંને ખેતી કરતા હતા અને બ્રાહ્મણ ના એક દિલીપ મોરબાદ પાણીપુરવઠા માં નોકરી બીજો પ્રજ્ઞેશ જે કોઈ નોકરી મેળવવા પ્રયત્નો કરતો હતો અને દરબાર ના દિકરા કરણ ઉચ અભ્યાસ મોરબાદ અને સુરવાલ કોઇ પ્રાયવેટમા મોરબાદ નોકરી કરતો હતો આ છ એ એકબીજા થી બે ત્રણ વરસના અંતરે ઉંમર ધરાવતાં હતા મતલબ બધા હમઉમ્ર હતા
આંખો દિવસ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત રહેતા પણ સાંજે પાંચ વાગ્યા થી રાતના બાર વાગ્યા સુધી છ એ છ એકબીજાના સાથે રહેતા આ ગામ કુદરતી રીતે ગરીબી છોડી આગળ વધી રહ્યું હતું આ ગામની જે તે સમયે એકબીજા ની લાગણી ના દાખલા આજુબાજુ ના ગામે દેવતા આ ગામ મતલબ સર્જનનું અલ્કા એક અતી ધનિક બ્રામણ કુટુમ્બની દિકરી અલ્કા ખુબજ મળતાવળો સ્વભાવ ને ખુબજ પ્રેમાળ અને બોલકી હતી એ આ જ મિત્રો ની ચર્ચાનું કેન્દ્ર રહેતી કારણ છે કે અલ્કા નો સ્વભાવ અને પુરુષો સાથે વાત કરવાની ટેવ અને કહેવાઇ છે કે જો કોઇ અદકું કરે તો કાં અંતમા કે અંતની શરુઆતમાં ચર્ચાસ્પદ બની રહે છે
આજ આ છ મિત્રો ખુબ આનંદ માં હતા કારણ તેમના મિત્ર દિપકની સગાઇ નક્કી કરવામાં આવી હતુ બધા આજે ચા નાસ્તો દિપક તરફ થી જ કરવાના હતા પણ.....આ ખુશી
ક્રમશ