સરકારી પ્રેમ - ભાગ 59 Maulik Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરકારી પ્રેમ - ભાગ 59

આજે મહેચ્છા નો ગુસ્સો સાતમા આસમાને હતો. એક સમય હતો જ્યારે મહેચ્છા શાંત સ્વભાવ માટે પ્રખ્યાત હતી. પણ આજથી મહેચ્છા નું મગજ ચકરાવે ચઢ્યું હતું. નવનીત તો ગમે તેમ મહેચ્છા ની આગળ પોતે શું કહેશે એ વિચાર થી જ ટેન્શનમાં હતો.

આ તરફ રોનક શ્રીવાસ્તવ અને એમ.એલ.એ પોતાની રાતની સફળતા થી ખુબ ખુશ હતા. તેમણે સાચા સમયે સાચી રમત રમી હતી.

થોડીવાર પછી જ મહેચ્છા સિરોહી ખાતે પોતાના બંગલે પહોંચી જાય છે. નવનીત તો મહેચ્છા ની કાર જોઈને જ હેબતાઈ ગયો. મહેચ્છા સ્ટાફ ની આગળ કોઈ જાતની ખરાબ વર્તણૂક કર્યો વગર જ ઘરમાં પ્રવેશ કરે છે.

નવનીત પણ સ્ટાફ ની સામે જોઈ મહેચ્છા ને આવકારે છે.

" અરે વાહ..કેમ છે મહેચ્છા?" નવનીત પુછે છે.

"બસ ઠીક છે. ચલો ઉપર ના રૂમમાં જઈએ." મહેચ્છા કહે છે.

નવનીત પાસે હવે કોઈ છુટકો ન હતો. એ મહેચ્છા સાથે ઉપર ના રૂમમાં પહોંચી જાય છે. પછી દરવાજો બંધ કરી મહેચ્છા ને આલિંગન આપવા જાય છે ત્યારે જ મહેચ્છા ગુસ્સે થઈ જાય છે અને નવનીત નો હાથ ખસેડી દે છે.

"આ શું છે?" નવનીત પુછે છે.

" આટલું બધું બની ગયું અને તું પુછે છે કે આ શું છે? " મહેચ્છા કહે છે.

" એક નાનકડી ભૂલ છે. હું વધારે પી ગયો હતો. પણ તું ય ન હતી ને.." નવનીત કહે છે.

" કેમ મારી હાજરી તારા જીવનમાં જરૂરી છે?" મહેચ્છા પુછે છે.

" હા." નવનીત કહે છે.

" મને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તું ક્યાં હતો? જો મને આટલો જ પ્રેમ કરે છે તો એ વખતે કેમ ન આવ્યો? તને મારી જરા પણ ચિંતા ન હતી." મહેચ્છા કહે છે.

"મને બધી જ ખબર હતી કે શું થયું? પણ હું એક ખુબ જ મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત હતો. તને રિતેશ વિષે માહિતી છે ને? હું થોડા સમયમાં જ બધાને જેલમાં મોકલીશ." નવનીત કહે છે.

" હા પછી ભલેને મહેચ્છા મરી જાય." મહેચ્છા ગુસ્સે થઈ.

નવનીત ગુસ્સે થઈ મહેચ્છા પર હાથ ઉપાડતા રોકાઈ જાય છે.

" કેમ? શું થયું? હાથ ઉપાડ ને..આ જ શીખ્યો છે. તું એક આઈ.એ.એસ ઓફીસર છે. હું પણ આઈ.એ.એસ ઓફીસર જ છું. પણ સ્ત્રી હોય છે જ અબળા!!" મહેચ્છા કહે છે.

"ના. એમ નથી." નવનીત થોથવાતી જીભ થી કહે છે.

"તો શું વાત છે? નવનીત તું બદલાઈ ગયો છે. પોતાની જાતને શું સમજી રહ્યો છે? " મહેચ્છા પુછે છે.

"જો મહેચ્છા તું ખોટું સમજી રહી છે. હું હજી એ જ નવનીત છું." નવનીત કહે છે.

" નવનીત તું પોતાની જાતને સંભાળી નથી શકતો. દારૂ પીને યુવતીઓ ની છેડતી કરી પછી એમ કહે છે કે હું બદલાઈ નથી ગયો." મહેચ્છા કહે છે.

" એ વિડિયો ખોટો છે. હું દારૂ પીને જરૂર હતો. પણ કોઈ ની છેડતી નથી કરી. " નવનીત કહે છે.

" હું તારી પર બીજી વખત ભરોસો કરી રહી છું પણ મને હંમેશા જ નિરાશા મળી. ગઈ વખતે જ તે મને વચન આપ્યું હતું કે આમ તું દારૂનું સેવન નહીં કરે પણ‌ તે કર્યું ને? " મહેચ્છા કહે છે.

" પણ હું પાર્ટી માં એટલે ગયો કેમ કે તું ન હતી? તારી સમાજસેવા ચાલુ જ રહે છે." નવનીત કહે છે.

" જો નવનીત એ પણ‌ મારી જ જવાબદારી છે. જેમ તારી નોકરી એમ મારી પણ નોકરી છે. તું મારાથી શું છૂપાવી રહ્યો છે?" મહેચ્છા પુછે છે.

" મેં એક મોટી ગેરરીતિ ઉદયપુર ખાતે જોઈ છે. એ રિપોર્ટ માટે હું બે દિવસ ત્યાં જ રોકાયો હતો. " નવનીત કહે છે.

"એ રિપોર્ટ રજૂ કરી દે." મહેચ્છા કહે છે.

"ના. કેન્દ્રીય નાણાં સચિવ હજી વધુ ઊંડી તપાસ કરી બીજા આવા કૌભાંડ બહાર લાવવા માટે સમજાવી રહ્યા છે. છ મહિના નો સમય આપ્યો છે. "નવનીત કહે છે.

"આ બધી રાજકીય રમત છે. તું આપણી વ્યક્તિગત જીંદગીને આ બધા થી દૂર રાખ." મહેચ્છા કહે છે.

"તું તારી સમાજસેવા છોડી દે. એ પણ‌ મને નથી ગમતી." નવનીત કહે છે.

"ઠીક છે. તને જો પોતાના મન પ્રમાણે જ કામ કરવું હોય તો પછી મારી શું જરૂર છે? મારી પણ ઓળખ છે." મહેચ્છા કહે છે.

" આપણે એકબીજાને સમય આપવો જોઈએ. હું એમ નથી કહેતો કે હું જ સાચો છું પણ મને થોડો સમય આપ. હું કદાચ તને મારા જીવથી પણ વધુ પ્રેમ કરું છું. " નવનીત કહે છે.

"હું તારી પત્ની છું. એક પત્ની પોતાના પતિની સાથે વાતચીત, પ્રેમ અને બીજી કેટલી બધી વાતો માંગે છે. હું એક સ્ત્રી પણ છું." મહેચ્છા કહે છે.

"ઠીક છે. આજ થી થોડા સમય માટે તું તારી રીતે તારી નોકરી કર અને હું ગમે તે ભોગે પણ રાજસ્થાન ના એક એક ખુણામાં પેઠું ભષ્ટ્રાચાર નું ભોરિંગ બહાર કાઢી મારી પ્રમાણે નોકરી કરીશ. " નવનીત કહે છે.

"આપણે એકબીજાને નોકરી વિષે કોઈ જાતની વાતચીત નહીં કરીએ. પોતાની નોકરી પોતાની ઓફીસમાં જ મુકી આવીશું." મહેચ્છા કહે છે.

" હા મંજૂર છે. તો ચાલો પાણી પુરી ખાવાનું નક્કી કરીએ." નવનીત કહે છે.

મહેચ્છા પણ નવનીત ને વળગી જાય છે. નવનીત અને મહેચ્છા પોતાની વ્યક્તિગત જીંદગીને વ્યાવસાયિક જીંદગી થી દૂર રાખવા માટે નિર્ણય લે છે. એ જ રાત્રે બન્ને બહાર હોટલ માં ડીનર કરવા માટે જાય છે.

આ તરફ રોનક શ્રીવાસ્તવ અને એમ.એલ.એ આજે શું થયું હશે એ વિચાર થી જ ખુશ હતા પણ બીજા દિવસે મહેચ્છા ની વર્તણૂક થી નવનીત સાથે કોઈ ઝગડો બની ગયો હતો એ ખ્યાલ ન આવ્યો.

નવનીત પણ હવે થોડા દિવસ સિરોહી ખાતે જ રહી ઓફીસ માં રિતેશ ની ફાઈલ નો પાસવર્ડ ગમે તેમ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે.પણ એ પાસવર્ડ નથી મળતો.

છ મહિના પછી 

આમ જ સમય આગળ વહેતો જાય છે. મહેચ્છા સિરોહી ખાતે જ ડેપ્યુટી કલેકટર ના પદ પર સતત સારી રીતે સામાજિક સંસ્થાઓ અને સરકારી યોજનાઓ વચ્ચે સારી એવી સમજણ બનાવી મીડિયા તેમજ લોકો વચ્ચે ખુબ લોકપ્રિય બની ગઈ હતી.

નવનીત પણ રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં ફરીને ઘણી બધી ગેરરીતિઓ વિષે પોતાના રિપોર્ટમાં માહિતી ભેગી કરી રહ્યો હતો.

થોડા જ સમયમાં ઈલેકશન કમીશન દ્વારા ચુંટણી નો સમય ગાળો નક્કી કરવામાં આવે છે. એક મહિના પછી રાજસ્થાન રાજ્યમાં ચુંટણી ની જાહેરાત થઈ જાય છે. 

ઈલેકશન કમીશન ની જાહેરાત ના બે દિવસ પછી જ અચાનક જ રોનક શ્રીવાસ્તવ મહેચ્છા ને બોલાવે છે.

"મહેચ્છા આજે હું તમને સૌથી મોટી જવાબદારી આપવા‌ માટે જઈ રહ્યો છુ. આ જવાબદારી તમને ઘણી આગળ લઈ જશે."

" શું થયું સર?" મહેચ્છા પુછે છે.

"કાલે જ મારો દિલ્હી ની બદલી નો ઓર્ડર આવવાનો છે. તમે કાલથી સિરોહી ના કલેકટરશ્રી તરીકે નિમણૂંક પામવાના છો." રોનક શ્રીવાસ્તવ કહે છે.