સરકારી પ્રેમ - ભાગ 52 Maulik Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરકારી પ્રેમ - ભાગ 52

"સર શું વિચાર કરો છો?" પ્રીતમ સિંહ પુછે છે.

"બસ‌ એમ જ આંખો ભરાઈ આવી." નવનીત કહે છે.

"સર તમને જો તકલીફ ન હોય તો હું જાઉં?" પ્રીતમ સિંહ પુછે છે.

"હા. જરૂર." નવનીત કહે છે.

નવનીત પ્રીતમ સિંહ ના ઘરે ગયા પછી છુપાયેલી ફાઈલ ને ગુગલ કરી ગમે તેમ શોધી તો કાઢે છે. પણ એ ફાઈલ પાસવર્ડ થી લોક હતી. જો કે નવનીત ને રિતેશ નું ફોલ્ડર મળે છે જેમાં રાજસ્થાન ના અલગ અલગ રાજ્યોના નકશાઓ સાથે સિરોહી ના નકશા ના ચિત્રો હતા. રિતેશ સિરોહી નો જ ડેપ્યુટી કલેકટર હતો.

"અરે આ રિતેશ ની મુખ્ય ફાઈલ જ ખુલતી નથી. શું હશે પાસવર્ડ?" નવનીત વિચાર કરે છે.

ત્યારે જ મહેચ્છા ફોન કરે છે. 

"આજે તારે પ્રાઈવેટ નોકરી કરવી લાગે છે. રાત્રે નવ વાગ્યા ક્યાં છે?" 

"બસ‌ આવું જ છું." નવનીત એ ફોલ્ડર ફરીથી ગુપ્ત કરી પછી નીકળી જાય છે.

આજે રાત્રે મહેચ્છા નવનીત ની રાહ જોઈ થાકી ગઈ હતી. નવનીત જરૂર કોઈ મહત્વના કામમાં ફસાઈ ગયો છે એમ વિચારી મહેચ્છા તેની રાહ જોવે છે.

રાત્રે અગિયાર વાગ્યા પછી નવનીત ઘરમાં પહોંચી જાય છે. મહેચ્છા તો તેની રાહ જોઈ ટેબલ પર માથું ઢાળી સુઈ રહી હતી.

"અરે મહેચ્છા ઊઠ ને.." નવનીત કહે છે.

"અરે કેટલા વાગ્યા? "મહેચ્છા થાકી ગઈ હોવાથી ઊંઘી ગઈ હતી.

" અગિયાર વાગ્યા છે.‌ તે ડીનર કર્યું?" નવનીત પુછે છે.
"ના. તારી જ રાહ જોતી હતી. પણ તને ક્યાં સમય ની ખબર પડે છે?" મહેચ્છા ગુસ્સે થઈ જાય છે.

"જો મહેચ્છા તારે સમયસર જમી લેવાનું. મારું કામ અલગ છે. હવે કદાચ કાલ થી તો હું સતત રાજસ્થાન ના અલગ અલગ જિલ્લાઓમાં ફરતો રહીશ." નવનીત કહે છે.

"કેમ?" મહેચ્છા પુછે છે.

"એક ખુબ જ મહત્વપૂર્ણ ફાઈલ પર રિસર્ચ કરવાની છે. ઘણું બધું કામ છે અને સમય ઓછો છે." નવનીત કહે છે.

"તારી નીચે પ્રમુખ સચિવ અને ત્રીસ લોકો નો સ્ટાફ છે. એ બધા શું કરશે?" મહેચ્છા પુછે છે.

" એ પણ બધા કામ કરશે. પણ કોઈ ભરોસાપાત્ર નથી. એ તો હું સમજી ગયો." નવનીત કહે છે.

" એટલે?" મહેચ્છા ને ખબર ન પડી.

" જો તને એકવાર બધું પુરું થઈ જાય પછી સમજાવીશ." નવનીત કહે છે.

"ઠીક છે. તને મારી દુનિયા થી તો કોઈ મતલબ જ નથી. મેં આજે આખો દિવસ શું કર્યું કે ના કર્યું તને કંઈ પડી જ નથી. " મહેચ્છા કહે છે.

" એક વખત મને આ બધું પુરું કરી લેવા દે.." નવનીત કહે છે.

" ચલો જમી લઈએ." મહેચ્છા કહે છે.

બન્ને નવનીત અને મહેચ્છા એકબીજાની સાથે જમે તો છે પણ મહેચ્છા ને નવનીત નું વર્તન ગમતું નથી. બીજા દિવસે સવારે પણ મહેચ્છા હજી તૈયાર થઈ શકે એ પહેલાં જ નવનીત તૈયાર થઈ પોતાની ઓફીસ જવા માટે નીકળી જાય છે.

ઓફીસ માં પહોચી નવનીત પ્રીતમ સિંહ ને પણ પોતાની સાથે બોલાવી વાતચીત કરે છે.

"પ્રીતમ સિંહ જી આજથી હું રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં પોતાની રીતે ચકાસણી કરવા માટે જવાનો છું. આ સમય દરમિયાન આપ અંહી ઓફીસ માં જ રહી મને જરૂરી માહિતી આપતા રહેજો.

હું મારી સાથે જીપ અને બે થી ત્રણ લોકોના સ્ટાફ ને લેતો જઈશ. "

"સર પણ તમારે જવાની શું જરૂર છે? આપણી પાસે એક આખી ટીમ છે આ બધું કરવા માટે. તમે તો અંહી ઓફીસ થી ફક્ત ઓર્ડર જ આપો." પ્રીતમ સિંહ કહે છે.

"જો‌ તમે સાચું કહો છો પણ‌ મને એકવાર આ બધી ચકાસણી કરી લેવા દો." નવનીત કહે છે.

"બધા જિલ્લામાં જમીન પ્રમાણે ખેતીલાયક, ઉઘોગ લાયક તેમજ રહેઠાણ માટે એમ આખી યાદી તૈયાર જ છે ને?" નવનીત પુછે છે.

"સર આપ હુકમ કરો. હું તમને મેઈલ કરી આપીશ." પ્રીતમ સિંહ કહે છે.

" આજે ક્યાં જવાનું છે?"પ્રીતમ સિંહ પુછે છે.

" આજે હું ઉદયપુર જવા માટે વિચાર કરું છું.‌ હું ત્યાં ત્રણ થી ચાર દિવસ સુધી રોકાણ કરીશ. " નવનીત કહે છે.

"સર એ ખુબ દૂર છે. આપને પહોંચતા જ સાંજ પડી જશે." પ્રીતમ સિંહ કહે છે.

"એ ચિંતા ન કરો.મારી સાથે બે સ્ટાફ‌ ને પણ મોકલો." નવનીત કહે છે.

"સર હું ઉદયપુર ના એમ.એલ.એ સાથે વાતચીત કરી આપના રહેવા માટે તૈયારી કરી આપું." પ્રીતમ સિંહ કહે છે.

" હું સર્કિટ હાઉસમાં રોકાવાનો છું. કોઈ પણ નેતાઓ ને માહિતી આપવાની જરૂર નથી. " નવનીત ગુસ્સે થઈ જાય છે.

"ઠીક છે સર. " પ્રીતમ સિંહ સમજી જાય છે.

થોડીવાર પછી જ નવનીત ઘરમાં જઈને પોતાના બે ત્રણ જોડી કપડા લઈને ઉદયપુર જવા માટે નીકળી જાય છે. મહેચ્છા ને પણ એ મેસેજ આપી દે છે.

આ તરફ મહેચ્છા ઓફીસ માં પહોચી ત્યારે રોનક શ્રીવાસ્તવ અને અમિત પારેખ ઓફીસ માં જ હતા. ગઈકાલ ની ઘટના વિષે મહેચ્છા રોનક શ્રીવાસ્તવ સાથે વાતચીત કરવા માંગતી હતી.

"સર આપને તો ખબર પડી જ ગઈ હશે. મારે ગામમાં એવા સરપંચ ની કોઈ જરૂર નથી. આપ હમણાં જ એને અંહી બોલાવી બરતરફ કરો." મહેચ્છા કહે છે.

"તમે સાચું કહો છો મહેચ્છા પણ આ કોઈ નાની સુની વાત નથી. એ સરપંચ ને મદદ કરનારા પણ ઘણા છે. એ છેલ્લા દસ વર્ષથી એ ગામમાં જ સરપંચ છે. " રોનક શ્રીવાસ્તવ કહે છે.

"સર મને એ ગામમાં પછી શું કામ મોકલી?" મહેચ્છા પુછે છે.

" જો મહેચ્છા હું તો આ ગામ વિષે પહેલા થી જાણતો‌ જ હતો પણ તમે નવા નવા છો તો તમને અસલી સામાજિક વિષયો પર થોડી ખબર પડે એ હેતુથી જ તમને મોકલી હતી." રોનક શ્રીવાસ્તવ કહે છે.

"સર સર બહાર મહેચ્છા મેડમ નો હુરિયો બોલાવવામાં આવી રહ્યો છે." અમિત પારેખ અચાનક જ પ્રવેશ કરે છે.

"ભારતીય સંસ્કૃતિ ની ભક્ષક.. મહેચ્છા.. માફી માંગો." ટોળું જોરથી અવાજ કરી રહ્યું હતું.

મહેચ્છા અને રોનક શ્રીવાસ્તવ જોવે છે તો એ ગામનો સરપંચ જ ટોળા ની આગેવાની લઈને મહેચ્છા ના નામ થી એક સાઈન બોર્ડ પર કાળી સ્યાહી થી લખી મહેચ્છા ના નામથી હુરિયો બોલાવી રહ્યો હતો.

"મહેચ્છા જોયું ને? એટલે જ હું કહી રહ્યો હતો કે દસ રૂપિયા નું કામ કરો પણ હજાર રૂપિયા નો પ્રચાર કરો. જો ખુબ પ્રચાર થી ખોટું બોલવામાં પણ આવે તો એ સત્ય બની જાય છે." રોનક શ્રીવાસ્તવ કહે છે.

" સર તો હું શું કરું? આ સરપંચ જુઠું બોલે છે એ તમને પણ ખબર છે." મહેચ્છા કહે છે.

"તમે એકવાર માફી માંગી લો એટલે વાત પુરી. મીડિયા ને તો હું સંભાળી લઈશ." અમિત પારેખ કહે છે.

"હું માફી તો કોઈ દિવસ નહીં માંગું. બસ હવે જોવો હું પ્રચાર ને શું કરું છું? " મહેચ્છા પગ પછાડીને ચાલી જાય છે.

" મહેચ્છા મુર્દાબાદ... મહેચ્છા મુર્દાબાદ..." મહેચ્છા ને ટોળા નો અવાજ સંભળાય છે.