શિવાંશા અને કાર્તિક જયારે કલાસરૂમ શોધી રહ્યા હોય ત્યારે પાછળથી એક ભારે અને કડક અવાજ સંભળાય છે. અવાજથી ઉંમર લગભગ 35-40ની આસપાસ લાગી રહી હતી. શિયાળામાં પણ પરસેવો આવી જાય તેવી નજરે કે પી સર બંને સામું ગુસ્સામાં જોય છે. બંનેને લાગે છે આ જ ખડૂસ દાદા છે.
કે. પી સર બંને સામું ગુસ્સામાં જોઈ રહે છે. જયારે બીજી બાજુ હિરવા અને રેયાંશ કલાસરૂમ શોધી રહ્યા હોય ત્યારે તેમને પાર્થ મળી જાય છે. પાર્થ ને જોતાં જ હિરવા અને રેયાંશને લાગે છે કે શિવાંશા અને કાર્તિક બંને સાચી દિશામાં ગયા છે. ત્યારે પાર્થ કહે છે એક મિનિટ પેલા મને બોલવા તો દો. હું તમને કહેતા ભૂલી ગયો હતો કે 11- 2 નો કલાસ ધોરણ 12ની હરોળમાં જ છે અને સામેની બાજુએ કે પી સરની ઓફિસ પણ આવેલી છે. હિરવા અને રેયાંશ બોલે છે શું? હિરવા કહે છે આ સ્કૂલમાં કામ કરવા માટે કોઈ માસી કે કાકા નથી? પાર્થ કહે છે આ સ્કૂલનો નિયમ છે. હિરવા અને રેયાંશ ચિડાઈને બોલે છે આ રકૂલનો વળી કેવો નિયમ? અને પેલા બે નું શું થશે? પાર્થ કહે છે મને જલ્દી જવા દો નહિતર કાંડ થઈ જશે? જયારે શિવાંશા અને કાર્તિક બંને થી ઓલરેડી કાંડ થઈ ચૂકયો હતો.
કે પી સર ગુસ્સામાં કહે છે તમે બંને કોઈ લવ ગાર્ડનમાં આવ્યા છો કે નાની માંના બગીચામાં? આ તમારા મામાની સ્કૂલ છે કે તમે મોડા આવ્યા છો? સર શિવાંશા અને કાર્તિક ને ગુસ્સામાં ધમરોળી નાખે છે. સર બંનેને મોડા આવવાનું કારણ પૂછે છે ત્યાં વળી પાર્થ પહોંચી જાય છે. પાર્થ ને જોતાં જ શિવાંશા અને કાર્તિકના જીવમાં જીવ આવી જાય છે.
કે પી સર પાર્થ ને પૂછે છે તું આ બંનેને ઓળખે છે? પાર્થ બોલે છે હા સર. આ મારી બહેન શિવાંશા છે અને આ કાર્તિક છે. સર શિવાંશાની સામું જોઈને કહે છે તારો ભાઈ તો વહેલા આવી જાય અને તું કેમ મોડી આવી? તને ખબર છે તારો ભાઈ સ્કૂલમાં બધા કરતાં પેલા અને સમયસર આવી જાય છે.
શિવાંશા સર ને sorry કહે છે. ત્યારે પાર્થ બોલે છે કે સર શિવાંશા અને તેના મિત્રો જે બસમાં આવી રહ્યાં હતાં તે બસ જ મોડી હતી અને તેમને ચાલીને આવવું પડયું હતું. તેના કારણે મોડા આવ્યા છે. આ સાંભળતા જ સર નો ગુસ્સો શાંત થઈ જાય છે. કે પી સર કહે છે કાલથી વહેલા આવજો અને સ્કૂલના નિયમો પ્રમાણે સાયન્સ લેબ, કમ્પ્યુટર લેબ, મેદાન અને સ્વિમિંગ પુલ આ અઠવાડિયા સુધીમાં સાફ કરવાનું રહેશે. આ સાંભળતા જ શિવાંશા માથે આભ તૂટી પડે છે.
ત્યાર પછી તો કે પી સર પોતાના જમાનાની વાતો ચાલુ કરી દે છે. પાર્થ શિવાંશા અને કાર્તિક લઈ જવાની કોશિશ કરે છે પણ કે પી સર તો પોતાનામાં જ મશગૂલ છે. તેથી નછૂટકે સરની વાતો સાંભળે છે. ત્યાં જ એક નવયુવાનની એન્ટ્રી થાય છે. સુપ્રભાત કે પી સર અને વિદ્યાર્થીઓની મદદ કરવા માટે કહે છે અહીંયા શું કરો છો? કલાસરૂમમાં જાઓ. આટલું સાંભળતા જ આ ત્રણેય 1 સેકન્ડમાં ત્યાંથી નાસીપાસ થઈ જાય છે.
શિવાંશા તો થોડા સમય સુધી સ્તબ્ધ થઈ ગઈ હતી. જેથી કાર્તિક તેને પાણી પીવા માટે આપે છે. પાણી પીધાં બાદ પાર્થ ને કહે છે આ કેવી સ્કૂલ છે કે પછી પાગલખાનું? Seriously આવું કોણ કરું? શિવાંશા તો મકાઈના દાણાની જેમ ફટ-ફટ ફૂટી રહી હતી. આ કેવો નિયમ છે કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, મેદાન અને સ્વિમિંગ પુલ બધું અમારે સાફ કરવાનું? સાફ સફાઇ કરવા માટે કોઈ સ્ટાફ નથી રાખી શકતા.
પાર્થ કહે છે આ સ્કૂલનો જૂનો નિયમ છે. જેથી વિદ્યાર્થીઓમાં સફાઈ પ્રત્યેનું મહત્વ સમજાવી શકાય અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી ગંદકીને અટકાવી શકાય. ત્યારે કાર્તિક કહે છે કે આ ખૂબ જ સારો નિણર્ય છે. સારો તો છે પણ થાકી જવાય તેવો નિયમ છે શિવાંશા કહે છે. પછી ત્રણેય રેયાંશ અને હિરવા પાસે પહોંચી જાય છે.
પાર્થ પોતાના કલાસરૂમ જાતી વખતે કહે છે તમે કલાસમાં જલ્દી જાઓ કારણ કે આજે તમારે કલાસરૂમ અને સાયન્સ લેબ સાફ કરવાનો થશે. કલાસરૂમ સાંભળતા જ પાર્થ સામું જોય છે ત્યારે પાર્થ હસતા કહે છે કે નિયમ છે.
સાફ-સફાઈની વાત સાંભળતા જ રેયાંશ અને હિરવા પૂછે છે શેની સફાઈ. શિવાંશા કહે છે આપણે કલાસરૂમ અને સાયન્સ લેબ આજે સાફ કરવાના છે અને કમ્પ્યુટર લેબ,મેદાન અને સ્વિમિંગ પુલ પણ સાફ કરવાના છે. આટલું સાંભળતા જ હિરવા અને રેયાંશના પગ તળિયેની જમીન ખસી ગઈ.
હવે ચારેય કલાસરૂમ તરફ જતી વખતે બડબડ કરતાં જાય છે. આવો કોઈ નિયમ હોય? તો શું વળી. મિલેટ્રી સ્કૂલ પણ આટલી કડક થોડી હોય. કાર્તિક કહે છે હજી કલાસમાં મોડા પડીશું તો સજા વધી જાશે. આ સાંભળતા જલ્દી જલ્દી કલાસમાં પ્રવેશે છે.
કલાસમાં પ્રવેશતા જ બધા વિદ્યાર્થીઓ તેમની સામે જુએ છે. તેમાંથી કેટલાક તો શિવાંશા અને હિરવાના મિત્રો હતા. જેમાં આયુષ્માન, કરન, પાયલ, ગ્રીષ્મા અને મૈત્રી.
કાર્તિક પૂછે છે હજુ કોઈ સર કે મેમ નથી આવ્યા.? કરન કહે છે ના કોઈ નથી આવ્યું. કેમ? કાર્તિક પૂછે છે. તો મૈત્રી કહે છે ખબર નહીં.
શિવાંશા કલાસરૂમ જોઈને કહે છે આ તો સાફ છે. હિરવા, રેયાંશ અને કાર્તિક પણ શિવાંશાની વાતથી સંમત થાય છે. તો મૈત્રી શિવાંશાથી ચિડાઈને કહે છે આ કલાસ અમે સાફ કર્યો છે અને કટાક્ષમાં હિરવા અને શિવાંશા ને કહે છે તમારા બંને ને તો સારું વગર મહેનતે સાફ કલાસ મળી ગયો અમારે તો મહેનત કરવી પડી. નસીબ નસીબની વાત છે. શિવાંશા કંઈક બોલે તે પહેલાં જ કાર્તિક મૈત્રી ને Thank you અને આખા કલાસ ને પણ Thank you કહે છે.
હવે આ ચારેય ખાલી બેન્ચ પર બેસી જાય છે. કાર્તિક અને રેયાંશ ત્રીજી બેન્ચ પર બેસી જાય છે અને હિરવા અને શિવાંશા સામેની બેન્ચ પર બેસવા જાય છે તો મૈત્રી કહે છે બધી બેન્ચ ફૂલ છે ફક્ત લાસ્ટ બેન્ચ ખાલી છે. હિરવા મૈત્રી ને કંઈક કહે તે પહેલાં સર કલાસમાં આવી જાય છે જેથી બધા પોતપોતાની જગ્યાએ બેઠી જાય છે.
સર ને જોતાં જ શિવાંશા અને કાર્તિક ઓળખી જાય છે કે આ સરે જ અમારી મદદ કરી હતી. સર પણ તેમને ઓળખી જાય છે. સર તેમનો પરિચય આપતાં કહે છે હું તમારો કલાસ સર છું અને મારું નામ રાજ વાછાણી છે. મને ખબર છે આ સ્કૂલના નિયમો થોડાક અટપટા છે પણ મને વિશ્વાસ છે અહીં તમે 2 વર્ષ કાઢી લેશો. સર આટલું કહીને કલાસના વાતાવરણને હળવું બનાવે છે. સર કહે છે હવે તમે લોકો સ્કૂલને જોઈ લ્યો અને હું સ્ટાફરૂમની સફાઈ ચાલુ કરું. ઓકે.
શિવાંશા અને હિરવાને મૈત્રી પર ગુસ્સો આવતો હતો કારણ કે તેની લીધે બંનેને લાસ્ટ બેન્ચ પર બેસવું પડે છે. ત્યારે શિવાંશા નોટિસ કરે છે કે બારી તેની પાસે છે અને કાર્તિક પણ ત્યાંથી ક્રોસમાં સારી રીતે જોઈ શકાય છે.
હવે આ ચારેય પણ સાયન્સ લેબ સાફ કરવાનું વિચારે છે. શિવાંશા કાર્તિક અને રેયાંશ પાસે આવીને કહે છે કયારે જવું ત્યારે મૈત્રી પણ કાર્તિક ને કહે છે તું અમારી વચ્ચે નવો છે તેથી સાથે મળીને સ્કૂલ જોયે. કાર્તિક ના પાડી દે છે અને કહે છે અમારો પહેલેથી જ એક પ્લાન છે.
કરન શિવાંશા ને પૂછે છે કોઈ સ્પેશ્યલ પોગ્રામ છે? આખો કલાસ શિવાંશા ને ચિડાવે છે. મૈત્રી ને આ ગમતું નથી. કારણ કે બધા કાર્તિક અને શિવાંશા ને જોડી દે છે. રેયાંશ કહે છે ના ભાઈ સાફ- સફાઈનું કામ છે. બધા પૂછે છે આ કયું કામ છે? તો હિરવા તેમને બધી વાત કહી દે છે.
આ સાંભળીને મૈત્રી હસવા લાગે છે. હિરવા, શિવાંશા અને રેયાંશ ગુસ્સામાં તેની સામું જોઈ છે. કરન કહે છે હું પણ મદદ કરીશ, પાયલ, ગ્રીષ્મા, આયુષ્માન, હર્ષ, રાધિકા પણ મદદ કરવા તૈયાર થઈ જાય છે. બધાને મદદ કરતા જોય નછૂટકે મૈત્રી પણ તૈયાર થાય છે.
ત્યારે શિવાંશા કહે છે ના.આ સ્કૂલ ખૂબ વિશાળ છે એટલે તમે બધા આ સ્કૂલને જોઈ લો. કાર્તિક કહે છે ભૂલ અમારી છે એટલે સજા પણ અમને જ મળવી જોઈએ. શિવાંશા બોલે છે તમે બધા મળીને કોઈ ગ્રુપ બનાવી લો તથા કોઈ સમજદાર વ્યક્તિ થોડાક નિયમો વગેરે જોઈ લ્યો.કોઈ પણ લીડર પ્રત્યે અમને કોઈ વાંધો નહીં હોય. કાર્તિક ,રેયાંશ,હિરવા પણ સંમત થાય છે. લીડર સાંભળતા જ મૈત્રી બોલે છે પણ રેયાંશ તેને અટકાવતાં કહે છે શિવાંશા સમજદાર વ્યક્તિની વાત કરે છે. હિરવા કહે સાચી વાત. આખો કલાસ હસવા લાગે છે.
હવે આ ચારેય સાયન્સ લેબ સાફ કરવા જાય છે.. . .. .
ભાગ 4 ચાલુ રહેશે.