શિવાંશા - એક ambivert ( શાંત + મસ્તીખોર), લાગણીશીલ ,સરળ , beautiful અને પોતાની જ દુનિયામાં રહેતી સંસ્કારી છોકરી.
કાર્તિક - એક handsome, smart, સમજદાર અને શાંત સ્વભાવનો છોકરો સાથોસાથ બાસ્કેટબોલ ટીમનો પ્લેયર
પાર્થ - ખૂબ જ મસ્તીખોર ,મહેનતુ છોકરો અને શિવાંશાનો મોટો ભાઈ
હિરવા - એક extrovert, cute, beautiful અને શિવાંશાની ખાસ સખી
રેયાંશ - ખૂબ જ સમજદાર , લાગણીશીલ અને બાસ્કેટબોલ ટીમનો કેપ્ટન અને કાર્તિકનો ખાસ મિત્ર
રાજ સર - આખી શાળામાં એક માત્ર વિદ્યાર્થીઓનું હિત ઈચ્છનાર, બુદ્ધિમાન, સંસ્કારી અને ચતુર માણસ
કાજલ મેડમ- વિદ્યાર્થીઓને ભણાવવા સિવાય દરેક બાબતમાં અગ્રેસર
કે. પી સર - ખૂબ જ કઠોર અને ગુસ્સેવાળા, નિર્દય તથા મગજ ગરમ રાખનાર. ધણીવાર કેટલાક વિદ્યાર્થીઓમાં ભેદભાવ કરનાર
સ્નેહા મેડમ - વધુ પડતાં અહંકારી અને વિદ્યાર્થીઓમાં ભેદભાવ કરનાર
રાધિકા - સહ વિદ્યાર્થિની
કરન - સહ વિદ્યાર્થી
ગ્રીષ્મા - સહ વિદ્યાર્થિની
પાયલ - સહ વિદ્યાર્થિની
હર્ષ - સહ વિદ્યાર્થી
માયરા - સહ વિદ્યાર્થીની
અર્જુન - સહ વિદ્યાર્થી
મૈત્રી - સહ વિદ્યાર્થીની
આ કહાનીની શરૂઆત થાય છે શિવાંશાથી. શિવાંશા આજે ખૂબ જ ખુશ હતી કારણ કે આજે તેના ધોરણ ૧૧ કૉમર્સનો પહેલો દિવસ હતો. આમ તો શિવાંશા ભણવામાં એવરેજ વિદ્યાર્થીની છે, પરંતુ તેને બાળપણથી શાળાથી ખૂબ જ પ્રેમ છે. શિવાંશાને બીજા બધા વિદ્યાર્થીઓની સરખામણીમાં શાળા ખૂબ વહાલી છે.
શિવાંશાની અંદર બે વ્યક્તિત્વ રહે છે. જયારે તે ઘરે હોય ત્યારે તે ફક્ત શાંત, મધુર અને પોતાનામાં જ રહેતી છોકરી છે. શિવાંશાને ધરે ફક્ત તેનો મોટો ભાઈ જ તેની સાથે મસ્તી કરે છે. શિવાંશાને બાળપણથી જ ઘરે રહેવું ગમતું નથી, કારણ કે તે પોતાના નાનીનાં ઘરે જ મોટી થઈ હતી. તેથી તે પોતાના માતા-પિતાથી પણ વધારે ભાવનાત્મક રીતે જોડાયેલી નથી. પરંતુ જયારે તે પોતાની શાળામાં હોય ત્યારે તે કંઈક અલગ જ વ્યક્તિત્વ ઘારણ કરી લે છે. શાંત અને મધુર સ્વભાવ ઘરાવતી શિવાંશા કયારે મસ્તીખોર, ઉલ્લાસથી છલોછલ અને ખટાશ તથા તીખાશથી ભરાઇ જાય છે. શિવાંશાને બાળપણથી શાળા બહુ ગમે છે. શિવાંશા જયારે ૧ ધોરણ હતી ત્યારથી તેની ખાસ મિત્ર હિરવા સાથે તેની મિત્રતા બંધાયેલી. શિવાંશાને શાળામાં મિત્રો સાથે વાતચીત કરવી, શિક્ષકો દ્વારા આપવામાં આવેલ સજા સહન કરવી, શિયાળામાં પંખો ચાલુ રાખવા બાબતે થતાં ઝઘડો માણવાની ખૂબ આનંદ થાય છે.
પરંતુ હવે શિવાંશાની નવી સફર ચાલુ થવાની છે. શિવાંશા હવે તેની જુની શાળા બદલીને નવી શાળા જવાની છે. જયાં શિવાંશાનો મોટો ભાઈ પાર્થ પણ ભણી રહ્યો છે. તો ચાલુ કરીએ.....
દરરોજની જેમ સુરત શહેરની સવારના ખુશનુમા વાતાવરણમાં પણ ગૃહિણીઓને પોતાના બાળકોને શાળા માટે તૈયાર કરવામાં પરસેવો આવી જાય છે. પરંતુ આવા દ્રશ્ય ઓછા જોવા મળે છે.
શિવાંશા જલ્દી કર મોડું થઈ જશે. આમ તો શિવાંશા શાળાએ જતી વખતે કયારેય મોડી ઊભી નથી થતી. શિવાંશા હંમેશા સવારે 5 :45 વાગ્યે ઊઠી જાય છે અને ત્યારબાદ નાહીધોઈને સવારમાં દરરોજ તેની ઘર નજીક આવેલ શિવ મંદિર જાય છે.
આજે પણ શિવાંશા સવારમાં વહેલા ઊઠીને શિવ મંદિર ગઈ હતી પણ આજે મંદિરથી બહાર નીકળતી વખતે દાદર પર શિવાંશાનો પગ લપસી જાય છે પરંતુ ત્યારે તે સમયે કોઈ અજાણ્યા યુવાને શિવાંશાની મદદ કરી છે. આ સમયે જિંદગીમાં પહેલી વાર શિવાંશાના હ્રદયના ધબકારા વધી ગયા હતા. જિંદગીમાં પહેલીવાર કોઈ યુવકના સ્પર્શના કારણે શિવાંશા સ્તબ્ધ બની ગઈ હતી. શિવાંશા માટે તે યુવકના દ્વારા 5 - 6 સેકન્ડ માટે જે સ્પર્શ કરવામાં આવ્યો તે શિવાંશા માટે ખૂબ લાંબો સમય રહ્યો છે શિવાંશા આ સ્પર્શથી ડરી ન હતી પરંતુ તેના હ્રદયના ધબકારાઓને લીધે શિવાંશા એક પણ વાર તે યુવાન સામે જોઈ શકતી ન હતી. શિવાંશાની નજર ફક્ત તે યુવકના હાથ પર હતી. યુવકે હાથમાં એક સુંદર અને આકર્ષણ કરતી ગ્રે કલરની ઘડિયાળ પહેરી હતી.
જ્યારે તે યુવક શિવાંશાની મદદ કરીને પૂછે છે તમે ઠીક છો ને? પગમાં વાગ્યું તો નથી ને? તેના પ્રત્યુત્તરમાં શિવાંશા ફક્ત ના પાડીને જતી રહે છે. શિવાંશાની જીદંગી આ બધું પહેલી વાર બન્યું હતું. જેના લીધે શિવાંશાને કાંઈ પણ સમજી શકતી ન હતી.
તે યુવકનો અવાજ પણ જાડો કે ખરાબ ન હતો પરંતુ યુવકના અવાજમાં શાંતિ, ધીરજ, મધુર અને 15- 16 વર્ષની ઉંમરનો લાગી રહ્યો છે.
શું કરું? કોણ હતું? મેં તો કયારેય નથી જોયો? કોણ હશે? આવા પ્રશ્નોથી મૂંઝવાતી તે પોતાના ધર તરફ જવા માંડે છે.
આજે આ બધાના ચકકરમાં શિવાંશાને ઘરે પહોંચવામાં મોડું થઈ જાય છે. ત્યારે શિવાંશાની મમ્મી તેને પૂછે છે આજે કેમ વાર લાગી? શિવાંશાના મનમાં તો હજુ એ યુવાનના ખ્યાલ આવી રહયા હતા. પરંતુ શિવાંશા તેની મમ્મીને હા કહીને શાળાએ જવા માટે તૈયાર થવા લાગે છે.
શિવાંશાની નજર જયારે દિવાલ પર ટંગાઈ રહેલી ઘડિયાળ પર પડતા જ તેના મોઢામાંથી ચીખ નીકળી પડે છે. આ... આા આટલું બધું મોડું પહેલી વાર એ પણ પહેલાં દિવસે જ. હે ભગવાન આ બધું ગ્રે કલરની ઘડિયાળના ચકકરમાં મોડું થઈ ગયું. હવે શું કરું? મમ્મી હું શાળાએ જાવું છું.
શિવાંશા હવે જલદી જલદી શાળા માટે ચાલી રહી હતી કે થોડાંક આગળ જતાં તેની પ્રિય સખી હિરવા પણ મળી જાય છે. હિરવા તો શાળાએ આવવા માંગતી ન હતી પરંતુ ઘરે મમ્મી ધરકામ કરાવશે તે ડરથી શાળાએ જાય છે. બંને સખીઓ જલ્દી ચાલવાના ચકકરમાં શિવાંશાનુ પાકીટ પડી જાય છે અને તે પાકીટ પર કાર્તિકની નજર પડતાં તેને ઉચકી લે છે.
કાર્તિક અને રેયાંશ પાકીટ લઈને શિવાંશા અને હિરવાને રોકવાના પ્રયત્નો કરે છે પરંતુ બંને આગળ પહોંચી જાય છે શિવાંશાના યુનિફોર્મથી બંનેને ખ્યાલ આવે છે કે આપણા શાળાની વિદ્યાર્થીનીઓ છે. જેથી તે બંને પણ આગળ ચાલવાનું શરૂ રાખે છે.
શિવાંશા શાળાના ગેટ પાસે પોતાના ભાઈને જોઈને ડરી જાય છે તેથી હિરવાને લઈને નજીકની દુકાન પાસે લઈ જાય છે. શાળાનો ડંકો વાગી જવાથી જેટલા પણ વિદ્યાર્થીઓ મોડા આવ્યા હતા તેવા વિદ્યાર્થીઓને પાર્થ પોતાની સાથે મેદાનમાં લઈ જાય છે.
આ વિદ્યાર્થીઓમાં કાર્તિક, રેયાંશ, શિવાંશા અને હિરવાનો સમાવેશ થાય છે પણ શિવાંશા અને હિરવાએ પોતાના મોંઢા પર માસ્ક લગાવ્યો હતો જેથી પાર્થ તેમને ઓળખી ન શકે.
પાર્થ આ ચારેયને મોડા આવવાનું કારણ પૂછે છે. તેના બદલામાં રેયાંશ બસ મોડી આવી હતી તેવા બહાના બનાવે છે. પરંતુ પાર્થ આ બધાને ખીજાવાને બદલે શાળાનો ક્રુર નિયમ જણાવી દેય છે. આ નિયમ મુજબ શાળાના પ્રથમ દિવસે મોડા આવનાર વિદ્યાર્થીઓને આખા વર્ષ દરમિયાન મોડા આવનાર બીજા વિદ્યાર્થીઓની નોંધ લેવી પડશે.
આ સાંભળતા જ શિવાંશા , હિરવા અને રેયાંશ તો ના પાડી દે છે. શિવાંશાનો અવાજ સાંભળતા જ પાર્થ તેને ઓળખી જાય છે.
તું? તું આજે મોડી કેમ પડી? સવારમાં તો વહેલી ઊઠી હતી? અને આ માસ્ક કેમ લગાવ્યો મારા માટે? પાર્થના સવાલ સાંભળતા જ શિવાંશા અને હિરવા એ પોતાના માસ્ક ઉતારી દે છે અને શિવાંશા તેના ભાઈને જવાબ આપવાને બદલે તેને ખીજાવા માંડે છે મને ખબર છે મારા સાઈકલના ટાયરની હવા તે જ કાઢી હતી ને મને ખબર છે. હું તને સારી રીતે ઓળખું છું.
હિરવા શિવાંશાને રોકીને તેને શાંત કરે છે. ત્યારે પાર્થ આ ચારેય ને શાળાના કેટલીક વાતો, રમૂજી રહસ્યો અને નીતિ- નિયમો સમજાવી દે છે. અને ચારેયને કલાસરૂમ તરફ જવા માટે કહે છે. સાથોસાથ કાલથી સવારમાં વહેલા આવીને ગેટ સામે ઊભા રહી જાજો.
તે સમયે કાર્તિક પોતાના બેગમાંથી પાકીટ કાઢીને પાર્થ ને કહે છે મને આ રસ્તા પર મળ્યું હતું. કોઈક છોકરીઓ રસ્તા પર જ ભૂલી ગઈ હતી. શિવાંશાની પાકીટ પર નજર પડતાં જ બોલી ઊઠી. આ તો મારું પાકીટ છે. Thank... બોલતા જ શિવાંશાની નજર તેના હાથમાં પહેરેલી ઘડિયાળ પડે છે અને યાદ આવે છે કે આતો મંદિરવાળો છોકરો જ છે. શિવાંશા ફરી ચોંકી ઉઠે છે તેના હ્રદયના ધબકારાઓ ફરી વધવા માંડે છે. શિવાંશા Thank you પણ પૂરું બોલી શકતી નથી. તેથી પાર્થ કાર્તિકનો આભાર વ્યક્ત કરે છે. કાર્તિક શિવાંશાને પાકીટ ચેક કરવાનું સૂચન પણ આપે છે અને શિવાંશા પાકીટ ચેક કરી ને કહે છે કોઈ પણ વસ્તુ ખોવાયેલી નથી.
હવે પાર્થ આ ચારેય ને કલાસરૂમ તરફ રવાના કરી દે છે અને તેમને સૂચન આપે છે કે તમે આજે મોડા આવ્યા છો તેથી ભૂલથી પણ કે. પી સરની નજરમાં નઈ આવતા. તમે ચારેય નવા છો એટલે શાળાના નીતિ નિયમો સમજવામાં સમય લાગશે. તેથી ધ્યાન રાખજો.
હવે પાર્થ કલાસરૂમ તરફ જાય છે અને આ ચારેય પણ નોટિસ બોર્ડ તરફ જાય છે
ભાગ ૨ ટૂંક સમયમાં જ આવશે...