ત્રિશૂળનુ રહસ્ય - પ્રકરણ 3 Chavda Ajay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સમાંતર સફર

    પુણેનાં ટ્રાફિક અને ભીડભાડ વાળા રસ્તાઓ પરથી પસાર થતી લાલ સરક...

  • ભૂલ છે કે નહીં ? - ભાગ 111

    હું ઘરે તો આવી ગઈ. પણ મારા મગજમાં કંઈ કેટલાયે વિચારો ચાલતા હ...

  • અપૂર્ણ સંબંધ

    અમદાવાદના શાંત વિસ્તારમાં આવેલો એક સુંદર બંગલો બહારથી જોતાં...

  • વરસાદની સફર - ભાગ 4

    રાતભર આરોહીને ઊંઘ આવી નહીં.આરવના છેલ્લાં શબ્દો તેના મનમાં વા...

  • ધમાલ 4

    ધમાલ 4-રાકેશ ઠક્કર         અસલી 'ધમાલ'માં સંજય દત્ત...

શ્રેણી
શેયર કરો

ત્રિશૂળનુ રહસ્ય - પ્રકરણ 3

“કબીર, મને સમજાતું નથી કે તું આમ અચાનક તારા દાદાજી વિશે શું કામ જાણવા માગે છે?” જ્યોતિબેને કબીરને સવાલ પુછ્યો. તેઓ મુંઝવણમાં હતા કે આ કબીરને અચાનક શું થઇ ગયું.

         “કંઇ ખાસ નહી મમ્મી. આતો જ્યારે અમે બધાં મિત્રો મળીને પોતપોતાની ફેમિલી વિશે વાતું કરી રહ્યા હતા ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે હું તો મારા દાદાજી વિશે તેમના નામ સિવાય કશું જાણતો જ નથી.” કબીરે વાર્તા બનાવી પોતાની મમ્મીને સંભળાવી દીધી. તે સાચી વાત કહી તેમને ચિંતિત કરવા નહોતો માંગતો. અરે ચિંતાની વાત તો દૂર એને તો એ પણ સમજાતું નતુ કે વાત છે શું. બસ પેલા અંજાન કુરિયરમા આવેલા કાગળ પર તેના દાદાજી નું નામ વાંચી તેને આશ્ચર્ય થયું હતું. તેથી તે અને ગૌતમ તેના મમ્મી પાસે આવ્યા હતા.

          કબીરના ઘરના હોલમાં અત્યારે કબીર, તેના મમ્મી અને ગૌતમ બેઠા હતા. હોલના કેન્દ્રમાં એક કાચની ચોરસ ટીપોઇ ની બે બાજુ ડબલ ના બે સોફા અને ત્રીજી બાજુ બે સિંગલ સોફા ચેર રાખેલી હતી. જેના પર આછા ગુલાબી રંગનું કવર ચડાવેલું હતું. વચ્ચેનાં સોફાની સામેની દીવાલ પર LED ટીવી લગાડેલું હતું. બીજી બાજુની દીવાલ પર એક સુંદર કુદરતી દ્રશ્ય નું પેઇન્ટિંગ લગાડેલું હતું.

          કબીર અને ગૌતમ સિંગલ સોફા માં બેઠા હતા જ્યારે જ્યોતિબેન તેમની સામે ડબલના સોફા માં બેઠા હતા. 

         “મમ્મી, મને કહે કે તું મારા દાદાજી વિશે શું જાણે છે?” કબીરે ફરી તેની મમ્મીને પ્રશ્ન કર્યો. 

          “કંઈ ખાસ નહી.” જ્યોતિબેને પોતાની વાત શરૂ કરી. “મારા સાસુમા કહેતા હતા કે મારા સસરા એકદમ મોજીલા સ્વભાવના વ્યક્તિ હતા. પણ સાથે તે એક નંબરના રખડું પણ હતા. અને.....”

         “એક મિનિટ, દાદીમા તને કહેતા હતા એનો મતલબ તારા અને પપ્પાના લગ્ન પહેલા જ તે મૃત્યુ પામ્યા હતા?” કબીરે તેમની વાત અધવચ્ચે કાપતા કહ્યું. 

         “ હા. બિલકુલ.. તારા પપ્પા છ વર્ષના હતાને ત્યારે તારા દાદા મૃત્યુ પામ્યા હતા.” જ્યોતિબેને આટલું બોલીને અટકી ગયા. પણ કબીરે એક વાત નોંધી હતી કે એના મમ્મી એની આંખોમાં જોઇને આ વાત નથી બોલ્યા. અને એવું ત્યારે જ થાય છે જ્યારે કોઇ માણસ ઇચ્છા ન હોવા છતાં ખોટું બોલવાનો પ્રયાસ કરતો હોય છે. 

          કબીરે એની મમ્મી સામે જોઇ રહ્યો. આમ કબીરની એકધારી નજર એમના પર મંડાયેલી છે એ જોઇને જ્યોતિબેન થોડા અસ્વસ્થ થઇ ગયા. એમના કપાળ પર થોડો થોડો પરસેવો આવવા લાગ્યો. એમણે કબીરને પુછ્યું, “શું આમ એકધારું જુએ છે?” 

          “શું છુંપાવી રહી છે તું?” 

          “હું કઇ નથી છુપાવી રહી.”

          “મમ્મી, હું તને સારી રીતે ઓળખું છું. કોલોની ની બીજી લેડીઝ સામે ભલે તું લાંબી લાંબી ફેંકતી હોય, પણ તું મારી સામે ક્યારેય ખોટું નથી બોલી શકતી. એ તને આવડતું જ નથી. બોલ હવે.”

          જ્યોતિબેન એની સામે જોઇ રહ્યા. આખરે એમને પોતાના દિકરાથી હકીકત છુપાવવી યોગ્ય લાગતી ન હતી. એટલે એમણે પણ સત્ય જણાવી દેવાનું નક્કી કર્યું. પણ એમણે એક ત્રાંસી નજર ગૌતમ પર કરી. ગૌતમની હાજરીમાં પોતાના પરિવારનો ઇતિહાસ કહેવો યોગ્ય નહી લાગતા એમણે કબીર તરફ એક નજર કરીને એમને ઇશારો કર્યો. કબીર એમનો ઇશારો સમજી ગયો. કદાચ ગૌતમની હાજરીમાં મમ્મી ખુલીને વાત નહીં કરી શકે. 

          પોતે માં દિકરા વચ્ચે કબાબમાં હડ્ડી બનીને બેઠો એ વાત ગૌતમને સમજાતાં જ એણે ઉભા થઇને કબીરને કહ્યું, “કબીર હું કિચનમાં જઇને પાણી પીતો આવું. તું ત્યાં સુધી વાત કર.”

          “ઓ.કે.” કબીરે કહ્યું. અને ગૌતમ કિચન તરફ ચાલ્યો ગયો. 

         “હાં મમ્મી, હવે બોલ.” કબીરે તેના મમ્મીને પુછ્યું. 

        “જો બેટા ત્યારે તું નાનો હતો એટલે તને અમે એમ કહ્યું હતું કે તારા દાદાજી મૃત્યુ પામ્યા છે. પણ હકીકત એ નથી.”

         “તો શું છે હકીકત?” કબીરને આશ્ચર્ય થયું. 

         “જ્યારે તારા પપ્પા સાથે મારા લગ્ન થયા હતા ત્યારે તેમણે મને એમ જણાવ્યું હતું કે છ વર્ષની ઉંમરે તેમના પપ્પાનું અવસાન થઇ ગયું હતું. પણ થોડા સમય પછી મને ખબર પડી કે તેમનુ મૃત્યુ થયું નહોતું પણ તેઓ ઘર છોડીને ક્યાંક ચાલ્યા ગયા છે. આ તો પરીવાર નું નામ ખરાબ ન થાય એટલા માટે એવા ખબર ફેલાવી દીધા કે તેઓ ગંગાસ્નાન કરવા કાશી ગયા હતા અને ત્યાં વેગીલા પ્રવાહ માં તણાઈ ગયા. અને તેમનો મૃતદેહ પણ ન મળ્યો.” જ્યોતિબેને બધી જ હકીકત કબીરને જણાવી દીધી. 

          કબીર સ્તબ્ધ થઈ ગયો. આ વિશે તો તે પહેલી વાર સાંભળી રહ્યો હતો. તો શું દાદાજી જીવતા હતા? કે શું હજી જીવે છે? આ નકશો એમણે મને મોકલ્યો હશે? શું તેઓ મને કોઈ સંદેશો આપી રહ્યા છે? 

          જ્યોતિબેને કબીરને સમજાવતા કહ્યું, “કબીર મારી વાત સાંભળ. આ બધું જ ભૂતકાળમાં હતું. હવે એની સાથે આપણને કાંઈ લેવા દેવા નથી. એટલે હવે તુ એ વિશે વિચારવાનું છોડ.” 

          એટલામાં ગૌતમ પણ કિચનમાંથી પાછો આવી ગયો. કારણ કે એને લાગ્યું કે અત્યાર સુધી તો વાત પતી ગઇ હશે. અને સાચે જ પતી ગઇ હતી. એ બેસી ગયો પછી જ્યોતિબેને ગૌતમને ઉદ્દેશીને કહ્યું, “ગૌતમ, રીના અને રજત અને પૂજા ત્રણેય ઉપર શું કરે છે?”

          “આન્ટી એ ત્રણેય ઉપર મોબાઈલમાં ગેમ રમે છે.” ગૌતમે નિખાલસતાથી જવાબ આપ્યો. જે જુઠ્ઠો હતો. રિયલમાં તો એ ત્રણેય અત્યારે પેલા નકશા અને કાગળોને ધ્યાનપૂર્વક ચકાસી રહ્યા હતા. જેથી કરીને એમાંથી જેટલી મળે એટલી જાણકારી મેળવી શકાય. 

         “આ તમે આજની યુવા પેઢી જ્યારે જોઈ ત્યારે બસ મોબાઇલ મોબાઇલ અને મોબાઈલ બીજો કોઈ ધંધો જ નથી.” જ્યોતિબેને ફરિયાદ કરતા કહ્યું. પછી તે ઉભા થઈ કીચન તરફ ચાલવા લાગ્યા. એટલામાં કબીરે તેમને પાછળથી ટોકતા પુછ્યું, “મમ્મી, મારે દાદાજી વિશે વધારે જાણવું છે. આપણી પાસે એમનો કોઈ સામાન છે? મતલબ કોઇ પેટી કે કોઇ આલ્બમ કે બીજું કંઇપણ?”

         “ના બેટા અહીં તો દાદા કે દાદી નો કોઇ સામાન નથી.” તેમણે જવાબ આપ્યો. પણ હવે તેમને ચિંતા થવા લાગી હતી. “કબીર શું વાત છે સાચું બોલ.” 

          “ના મમ્મી એવી કાંઈ ચિંતાજનક બાબત નથી. આતો ખાલી જાણવા ખાતર જ હું પુછી રહ્યો હતો.” કબીરે વળતો ઉત્તર આપી દીધો. પછી તે અને ગૌતમ કબીરના રૂમ પર જવા માટેની સીડી ચડવા લાગ્યા. તે ઉપર પહોંચ્યા જ હશે કે અચાનક કબીરના મમ્મીએ નિચેથી તેને સાદ પાડીને બોલાવ્યો. કબીર અડધી સીડી સુધી નિચે આવ્યો. તેની મમ્મીએ કહ્યું, “બેટા કાલે રાજકોટથી તારી સરલાઆંટી નો ફોન આવ્યો હતો. તે કહેતી હતી કે કબીર નું વેકેશન પડી ગયું છે તો એને કહો કે અમારા ઘરે આંટો મારી જાય. તો મને એવુ લાગે છે કે તારે જવું જોઈએ.” 

          કબીરના તેની મમ્મીને ના પાડવાનો જ હતો ત્યાં જ તેના મનમાં એક ઝબકારો થયો. સરલાઆંટી, મહેશ અંકલની વાઈફ... અને મહેશ અંકલ સાથે તો તેઓ રહે છે. હા.. હવે એ વ્યક્તિ જ મને દાદાજી વિશે જાણકારી આપી શકે તેમ છે. 

         “ઓ.કે. મમ્મી. તારી વાત સાચી છે. હું આજ રાતની ટ્રેનમા જ જઇશ. આમ પણ ઘણો સમય થઈ ગયો છે સંદિપને મળ્યો નથી.” કબીરે પોતાનો મક્કમ નિર્ણય તેની મમ્મીને જણાવી દીધો. 

          “અરે વાહ..! તુ તો બોવ જલદી માની ગયો. પણ આજ ને આજ જવું એવી શું ઉતાવળ છે?” જ્યોતિબેને પ્રશ્ન કર્યો. 

         “એટલા માટે કે હું અને મારા ફ્રેન્ડ્સ અમે બધા સાથે મળીને ક્યાંક ફરવા જવાનો પ્લાન ઘડી રહ્યા છીએ. તો એ પહેલાં હું તેમને મળી આવું તો બરોબર રહેશે.” કબીરે ઉત્સાહથી ભરેલા અવાજમાં ઉત્તર આપ્યો. 

         “અરે.... વળી તમારે બધાને ક્યાં ફરવા જવું છે?” જ્યોતિબેને તેમની ઇન્ક્વાયરી શરૂ કરી. 

         “એ હજુ નક્કી નથી થયું પણ જલદી જ નક્કી થઈ જશે. ઓ.કે. તો હવે હું જાવ?” કબીરે ડાહ્યાડમરા છોકરાની જેમ પરવાનગી માગી. 

          “હા. જા.” 

          “ઓ. કે.” કબીર પોતાના રૂમમાં ચાલ્યો ગયો. અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. 

          * * * * *

         હીમાચલ પ્રદેશનું એક નાનકડું શહેર મણિકર્ણ. આમ તો શહેર કહેવા કરતા મોટું ગામડું કહેવું વધારે યોગ્ય કહેવાય. ગામમાં ગણીને ત્રણ સો ખોરડા હશે. પાર્બતી નદીના કિનારે વસેલા આ ગામથી વીસ-ત્રીસ કીલોમીટર દુર એક મઠ આવેલો હતો. એ મઠમાં વર્ષોથી સિધ્ધ સાધુઓ તપ કરી રહ્યા હતા. આજે એક તપસ્વીએ મઠમાં પ્રવેશ કર્યો. તે સાધુના જમણા હાથમાં તેના પોતાનાથી પણ ઊંચી એક મજબૂત છડી હતી. એ લાકડીના ઉપરના ભાગમાં એક ખોપડી લગાવેલી હતી. તેણે લાલ રંગની ધોતી પહેરી હતી અને ડાબા ખભા પર લાલ રંગનું અંગવસ્ત્ર હતું. ગળામાં ત્રણ રૂદ્રાક્ષની માળાઓ હતી. છાતી સુધી વધેલી દાઢી અને ખભા સુધી વધેલા લાંબા કાળા વાળ અને કપાળ પર લગાવેલી ભભૂત તેની તેજસ્વીતામાં વધારો કરી રહ્યા હતા.

          તેની તેજસ્વી આંખો કશુંક શોધી રહી હતી. તે મઠના મુખ્ય ભવન તરફ આગળ વધી રહ્યો હતો. મઠના મુખ્ય દ્વારથી થોડું આગળ એક મોટું ક્રુત્રિમ મેદાન હતું. જેના પછી એક મોટું મકાન હતું. તે અત્યારે મેદાનમાં ચાલી રહ્યો હતો ત્યારે તેને સામે થી કોઇ આવતા દેખાયું એટલે એ થંભી ગયો. સામેના ભવનના પ્રવેશદ્વાર માંથી એક લગભગ સિત્તેર વર્ષની વયના એક સાધુ આવી રહ્યા હતા. તેમણે પણ પેલા સાધુ જેવા જ વસ્ત્ર ધારણ કર્યા હતા. પણ તેમના વાળ અને દાઢી સફેદ થઈ ગયા હતા જે તેમના અનુભવની ગવાહી આપી રહ્યા હતા. બંને સાધુઓનો મેળાપ મેદાનની વચ્ચો વચ થયો. પેલા જવાન સાધુએ હાથ જોડતા કહ્યું, “પ્રણામ ગુરૂદેવ.”

          “કલ્યાણ હો ભૈરવ. મૈ જાનતા થા કી તુમ જરૂર આઓગે.” ગુરૂજીએ ભૈરવને કહ્યું. તેમના હોઠ પર એક રહસ્યમય સ્મિત હતું. 

          “મતલબ આપ જાનતે હે મુજે ક્યા આભાસ હુઆ હૈ?” ભૈરવે માથું ઉંચકીને કહ્યું. 

          “હા. અંધક કે ત્રીશૂલ કો લેકર તુમ્હે જો આભાસ હુઆ હૈ વો મુજે ભી હૂઆ થા. લગતા હૈ બુરે ઇંસાનો કી નઝર ઉસ પર પડ ચુકી હૈ.”

          “તો અબ હમે કયા કરના ચાહીયે?” ગુરૂજીની વાત સાંભળી ભૈરવે પુછ્યું.

          ગુરૂજીએ આંખો બંધ કરી એક લાંબો નિસાસો નાખ્યો. પછી આકાશ તરફ જોઈને જાણે કોઇને સંબોધતા હોય તેમ બોલ્યા, “કાશ ઉસ દીન દેવરાજ ઇન્દ્રને વો ગલતી ના કી હોતી તો આજ યે મુસીબત હી ના આતી.”

          * * * * *

          “તો શું જાણવા મળ્યું તમને આ કાગળો માંથી?” કબીરે રૂમનો દરવાજો લોક કરી પોતાના સ્ટુલ પર બેસતાં જ પુછ્યું.

         “હા.. તો સૌથી પહેલાં તો તમને બંનેને આ નકશો સમજાવી દઇએ.” રજતે કબીર અને ગૌતમને સંબોધતા કહ્યું. કારણ કે એ બંને સિવાય બધાએ નકશો સમજી લીધો હતો જ્યારે તે બંને નીચે ગયા હતા. 

         “તો સૌથી પહેલાં તો આ લાઈન જે પુર્વ બાજુની મધ્યમાંથી નીકળી પશ્વિમ બાજુના નીચેના ખુણા સુધી જાય છે તે કદાચ તો કોઈ રોડ હશે અથવા તો કોઇ પગદંડી.” 

          “કેમ તે કોઇ નદી પણ હોઇ શકે છે.” ગૌતમે પોતાની શંકા વ્યક્ત કરતા કહ્યું. 

          “નદી એટલા માટે નથી કારણ કે નોર્મલી આવા નકશાઓમાં નદીઓ એક પાતળી લાઇન થી નહી પણ બે પાતળી લાઈનો એકબીજાને સમાંતર અને એકબીજા વચ્ચે થોડું અંતર રાખીને દોરેલી હોય છે જે આ જ નકશામાં છે.” રીના એ પોતાના ભૂગોળ જ્ઞાનથી ગૌતમની શંકા દૂર કરી. પછી તેણે નકશા પર એક જગ્યાએ આંગળી ચીંધતા કહ્યું, “પૂર્વ બાજુની વચ્ચે થી થોડે ઉપરથી આવી જ બે લાઈનો જે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહી છે. અને તે સીધી નથી પણ તેમા ઘણી જગ્યાએ વળાંક આવે છે. ક્યાંક નાના તો ક્યાંક મોટા.” 

          કબીર અને ગૌતમે એ લાઈન ધ્યાનથી જોઈ. રીના ની વાત સાચી છે. નીચે વાળી લાઇન નહી પણ આ ઉપરની લાઈન પાક્કુ નદી જ દર્શાવતી હતી. 

         “અને આ નદી અને લાઇન વચ્ચેનો ભાગ? એનું શું?” કબીરે પ્રશ્ન કર્યો. 

         આ વખતે પૂજાએ બોલવાનું શરૂ કર્યું, “એમા સૌથી પહેલાં તો આ વચ્ચેનો જે ભાગ છે. એક ડોટ માથી બે લાઇનો જે સામસામેની દિશામાં નીચે તરફ ઢળતી જાય છે. તે પર્વત જેવો લાગે છે એટલે એ પર્વત જ હશે. અને આ જે દમ્પાયા લખેલું છે તેના વિશે કંઈક જાણવા મળ્યું છે.”

          “શું જાણવા મળ્યું છે?” કબીર અને ગૌતમ એકસાથે બોલી ઉઠ્યા. તેમની ઉત્સુકતા વધી રહી હતી. 

         “વેલ દમ્પાયા એ છત્તીસગઢમાં આવેલા જંગલોનું નામ છે. લગભગ તમને ખબર હશે કે ભારતમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બંને રાજ્યોમાં મોટા પ્રમાણમાં ગાઢ જંગલો આવેલા છે. છત્તીસગઢના ઉત્તરમાં અને દક્ષિણમાં બંને બાજુએ ગાઢ જંગલો આવેલા છે. જેમા દક્ષિણના જંગલોમાનો એક નાનો ભાગ દમ્પાયા તરીકે ઓળખાય છે.”

         “આ બધી જાણકારી તને ક્યાંથી મળી?” ગૌતમે જીજ્ઞાશાવશ પુછ્યું. 

         પુજાએ પોતાનો ફોન બતાવતા સ્ટાઇલથી કહ્યું, “ગુગલ મેપ ઝિંદાબાદ.” કબીરને આ જોઈને હસવું આવી ગયું. 

         કબીર નું ધ્યાન નકશા પરની પેલી નાની નાની ચોરસ જેવી આકૃતિ પર ગયું. તો તેણે સવાલ કર્યો. “આ આકૃતિ શેની છે કોઈ અંદાજ?” 

          તેના પ્રશ્ન પર રજતે કહ્યું, “ના એના વિશે કોઇ જાણકારી નથી મળી.” 

          “ઓ.કે. તો એટલી જાણકારી જ ઘણી છે.” કબીરે પ્રશંસાત્મક સ્વરમાં કહ્યું. 

          રજત, રીના અને પૂજાને જે જાણવા મળ્યું તે બધા વિશે ચર્ચા થઈ ગઈ હતી. હવે વારો કબીરનો હતો. રીનાએ તેને પુછ્યું, “તો તમને તારા દાદાજી વિશે શું જાણવા મળ્યું?” જવાબમાં કબીરે તેની મમ્મી સાથે થયેલી વાતચીત સંભળાવી દીધી. જે સાંભળીને ગૌતમ સિવાય બધાને ખુબ આશ્ચર્ય થયું. 

          “વાઉ... સ્ટ્રેન્જ..” રજતે કહ્યું. 

          કબીરે ગૌતમને પુછ્યું, “ગૌતમ, તને બે કાગળો મળ્યા હતા ને, તો બીજા કાગળમા શું લખ્યું છે?” 

          ગૌતમે કહ્યું, “એ કાગળમાં લખ્યું છે કે, “અર્જુનને માત્ર પક્ષીની આંખ જ દેખાય છે. “

         “મંજે?” રીનાએ તારક મહેતા સિરિયલના માધવીભાભીની સ્ટાઇલમાં પુછ્યું. 

         “મંજે માલા માહીત નાહી..” ગૌતમે પણ આત્મારામ ભીડેની સ્ટાઇલમાં જવાબ આપ્યો. આ જોઇને બધાને હસવું આવી ગયું. 

          “તો તને લાગે છે આ તારા દાદાજીએ મોકલ્યું છે?” પુજાએ શંકાશીલ અવાજમાં પુછ્યું. 

          “હા... કદાચ હોઇ શકે છે.” કબીર બોલ્યો. 

          “પણ મને એવું નથી લાગતું.” રજતે કહ્યું. તેના અવાજમાં ગંભીરતા હતી. “જો કબીર મને તો દાળમાં કંઈક કાળું લાગી રહ્યું છે. આપણું ફરવા જવાનું પ્લાનિંગ કરવું અને આ નકશા નું અહી આવવું. આ કોઇ સંજોગ જેવું તો નથી લાગતું.”

          રજતની વાતમાં દમ હતો. બધા વિચારમાં પડ્યા. છેલ્લે કબીરે મૌન તોડતા કહ્યું, “બાય ધ વે આપણે બધા આજ સાંજની ટ્રેનથી રાજકોટ જઇ રહ્યા છીએ.” બધાને કબીરની આ ઘોષણા સાંભળીને આશ્ચર્ય થયું. આ અચાનક રાજકોટ જવાની વાત વચમાં ક્યાંથી આવી? પૂજાએ કબીરને પુછ્યું, “આમ અચાનક રાજકોટ જવાની તને શું સુઝી?” 

          કબીરે જવાબ આપતા કહ્યું, “રાજકોટમાં એક વ્યક્તિ રહે છે જે આપણને મારા દાદાજી વિશે વધુ માહિતી આપી શકે છે.” 

          “કોણ?”

          “વીરૂદાદા.. ઉર્ફ વીરેન્દ્રપાલ સિંહ.. મારા દાદાજીના મોટા ભાઈ. એ તેમના પુત્ર મહેશ એટલે મારા મહેશ અંકલ સાથે રહે છે. જે મારા પપ્પાના કઝીન છે. તે મારા દાદાજી વિશે ચોક્કસ જણાવી શકશે.” 

         “વેલ તારો આઈડિયા મસ્ત છે પણ રાજકોટ ખાલી તુ જઇશ. અમે નહીં.” રજતે કબીરની વાતને નકારતાં કહ્યું. 

         “લે પણ શું કામ?”

         “એટલા માટે કારણ કે તુ ત્યાં જા અને તારા દાદાજી વિશે જાણી આવ ત્યાં સુધી અમે અહીંયાં બીજી વાતોનો પત્તો લગાવીશું.” ગૌતમે કબીરને સમજાવતા કહ્યું. 

          કબીરને ગૌતમની વાત યોગ્ય લાગી. આમ પણ તેના દાદા સીવાયની ઘણી બાબતો હતી જેની ઇન્ફોર્મેશન કાઢવી જરૂરી હતી. “ઓ.કે. તો હું એકલો જઇ આવું છું. કદાચ બે દિવસમાં તો આવી જઇશ.” તેણે પોતાની સંમતિ દર્શાવી. 

         “ઓ. કે. તો કબીર પાછો આવી જાય ત્યારે ફરી આપણે આ મુદ્દે ચર્ચા કરીશું. રાઇટ?” ગૌતમે પોતાનો હાથ આગળ કર્યો. બધાઐ એક પછી એક તેનો હાથ પકડી તેની વાતને સમર્થન આપ્યું. પછી પાંચેય એકસાથે એકબીજાને ભેટી પડ્યા. આખરે એ બધા જીગરજાન મિત્રો હતા. પછી બધા પોતપોતાના ઘર તરફ રવાના થયા. 

(ક્રમશઃ) 

          * * * * *