The Madness Towards Greatness - 25 Sahil Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Madness Towards Greatness - 25

Part 25 :

SK એ ફરી એક નવા રહસ્યો વિશે વાત કરી , આ સાંભળીને રિદ્ધવ કહે છે કે :
" બસ હવે ! હજુ કેટલું કહેવાનું બાકી હશે ?? તું આજે જ બધું જણાવી દે , આ એક એક  કરીને બધી વાતો તું અલગ અલગ સમયે જણાવીશ તો પછી અમારા મગજ પણ એવા ગૂંચવાઈ જશે કે અમે કંઈ પણ વિચારી નહીં શકીએ , તું અત્યારે નવા રહસ્યો અત્યારે ન જણાવ , શીન તારે સાંભળવું છે ને કે SK એ Queen ની મદદ લીધી હતી એમ ? તો હું તને જણાવું સમગ્ર વાત , પણ આ વાત પછી હવે કોઈ પણ રહસ્ય SK એ જણાવવાના થતા નથી "

ત્યારે SK તેને જવાબ આપે છે :  " રિદ્ધવ હું જાણું છું ઘણું બધું તમારા લોકો ની જાણ બહાર મેં કરેલું , પણ શીન એ મને પૂછ્યું છે તો હું જ એનો જવાબ આપું એ વધુ ઉચિત રહેશે ; આમ પણ હવે માત્ર એક છેલ્લું રહસ્ય જ જણાવીશ પછી હવે કઈ પણ બાકી નહીં રહે "

આટલું બોલીને તે શીન તરફ જુએ છે અને તેને કહે છે :
" Queen હિમાલય માં ઔષધિઓના અભ્યાસ માટે આવી હતી , તેણી ક્યાં રોગ માટે કઈ ઔષધિ ઉપયોગ માં લેવાય તેમાં નિપુણ હતી , આવું ‌‌‍જ્ઞાન ભારત માં હજારો લોકો પાસે છે કે જેઓ આયુર્વેદ નો કોર્સ કરે છે , પણ આ ઔષધિઓ આખરે છે ક્યાં ? તેને કઈ જગ્યા એ શોધવી ? તે જ ઔષધિ છે કે નહીં તેની ખાતરી કરવી , કારણકે ઘણી વખત તેના જેવી જ અન્ય વનસ્પતિ હોય છે પણ તેના લીધે આડઅસર પણ થઈ શકે , એટલે ઉચિત ઔષધિ શોધવી અને તેને કેટલા પ્રમાણ માં વાપરવી તેના વિશે જાણનાર લોકો કેટલા હશે ? બહુ જ ઓછા , હું હિમાલય ના જંગલો માં મોટો થયો છું , મને ત્યાંની લગભગ તમામ ઔષધિઓ વિશેની જાણકારી હતી , એક વાત હું સ્વીકારું છું કે ક્યાં રોગ માટે કઈ ઔષધનો ઉપયોગ કઈ રીતે કરવો એ હું નહોતો જાણતો અને લગભગ સમગ્ર ભારત માં પણ બહુ ઓછા લોકો હશે કે જેને Queen જેટલી માહિતી રોગો ના ઈલાજ વિશે હશે ! તેણી પાસે લગભગ બધા રોગો ને દૂર કરવા માટે ઇલાજ હતો અને મારી પાસે એ ઇલાજ માટેની દવાઓ અને ઔષધિઓ શોધવાની કળા , બસ આ રીતે અમે બંને એ સાથે મળીને આ કામ કર્યું છે ,
એક નાનકડું રહસ્ય એ છે કે તમે બધા એમ વિચારતા હશો કે બલવંત મને દગો આપીને અમેરિકા ભાગી ગયો ત્યારે હું કંગાળ થઈ ગયો હતો એમ ને ? એ વાત મહદ અંશે ખોટી છે , મારી પાસે તે સમયે  પણ થોડાક પૈસાઓ હતા જે મેં આ ધંધા માં રોક્યા હતા અને આ રીતે શરૂઆત થઈ ફરી SK ના નવા યુગ ની ...

પણ આ નવી અવસર અને નવી તક ની સાથે સાથે અમુક જૂના કર્મો પૂરા કરવાના હતા જ્યારે હું હેપીન અને શીન ને મારવા માટે ગયો હતો ત્યારે મેં હેપીન ને અવશ્ય મોત ને ઘાટ ઉતાર્યો હતો પણ શીન ને માર્યો નહોતો , હેપીન ને જ્યારે મેં માર્યો ત્યારે તેની એક વાત મને હંમેશા યાદ રહી ગઈ , તેનાથી માત્ર એ ભૂલ થઈ ગઈ કે તેણે ઉદ્ધવિન અને શીન નો સાથ આપ્યો , આ વાત પર મેં વિચારણા કરી ત્યારબાદ ઉદ્ધવિન ને માર્યો , બલવંત ને કંગાળ કર્યો , પણ બે કામ કરવાના રહી ગયા હતા  , હકીકત માં મારા દુશ્મનો  ન તો બલવંત અને ઉદ્ધવિન હતા ; ન તો એ હેપીન હતો , સૌથી મોટો ગુનેગાર તો કોઈ અલગ જ માણસ હતો , આ રજૂઆત હું સમગ્ર વિશ્વની સમક્ષ કરવા માગતો હતો અને મને આજે એ મોકો પ્રાપ્ત થયો છે , અત્યારે મારી હવે પછીની વાત હવે સમગ્ર દુનિયા માં ટીવી પર , ન્યૂઝ માં અને સોશિયલ મીડિયા માં બધી જગ્યા એ એકસાથે બતાવવામાં આવશે ....

SK આટલું બોલ્યો તેની સાથે જ એક મોટું ડ્રોન કેમેરા સાથે ત્યાં આવી પહોંચે છે અને ગણતરી ની સેકંડો માં બધી જગ્યા એ લાઇવ શો શરૂ થાય છે કે કોણ છે આખરે સૌથી મોટો દુશ્મન ???