ઇતિહાસના પાનાઓમાં જેને આપણે 'મહાન સાગરખેડુ' તરીકે ઓળખીએ છીએ, તેના સિક્કાની બીજી બાજુ કેટલી કાળી છે? શું તે ખરેખર શોધક હતો કે એક લોભી આક્રમણખોર?ઇતિહાસ હંમેશા જીતનારની ભાષા બોલે છે. 📜કોલમ્બસે માત્ર નવી ભૂમિ નથી શોધી, પણ એક એવી ક્રૂરતાની શરૂઆત કરી જેણે લાખો મૂળ વતનીઓનું નિકંદન કાઢી નાખ્યું. શું 'શોધક' નું બિરૂદ આટલી હિંસાને ન્યાયી ઠેરવે છે?ઇટાલિના જિનોઆ નગર ખાતે ૧૪૫૦ના અરસામાં કોલમ્બસનોજન્મ થયો હોવાની નોંધ તવારીખકારોએ ઇતિહાસમાં લીધી છે, એટલે ખરૂં જોતાંમૂળ ઇટાલિયન ગણાય. પરંતુ સ્પેનમાં એ સાગરખેડુનું અવસાન થયું હોવાથીએ દેશના લોકો આજની તારીખે પણ કોલમ્બસને સ્પેનિશ ગણે છે. પોર્ટુગાલનાઇતિહાસકારો મુજબ કોલમ્બસ મૂળ પોર્ટુગિઝ હતો--અને તે વાતની મોટામાંમોટી સાબિતી એ કે કેરિબિયન સમુદ્રનાજુઆના ટાપુ પર પગ મૂક્યા પછી એ ટાપુનેક્યૂબા તરીકે તેણે ઓળખાવ્યો. ‘ક્યૂબા’ શબ્દકોલમ્બસે એટલા માટે વાપર્યો કે એ નામનુંએક ગામ પોર્તુગાલમાં હતું--અને કોલમ્બસનુંતે જન્મસ્થળ હતું. ગ્રીસ ઇતિહાસકારોનો રાગવળી સાવ જુદો છે. તેમનું કહેવું એમ છે કેકોલમ્બસ જો ઇટાલિયન, સ્પેનિશ કે પોર્તુગિઝહોત તો તેણે પોતાની નોંધપોથી એ દેશોનીઅધિકૃત ભાષાને બદલે લેટિન અને ગ્રીકમાંકેમ લખી હતી ? વળી તે પોતાને ‘કોલમ્બસદ ટેરા રૂબ્રા’ તરીકે શા માટે ઓળખાવતો હતો ? ગ્રીકઇતિહાસકારોના મતે ફક્ત એટલા માટે કેક્રિસ્ટોફર કોલમ્બસઅને પોર્તુગાલ જેવા દેશો માટે તેરોજિંદી ચર્ચાનો વિષય બન્યો છેગ્રીસના ચિઓસ નગરની માટી રાતારંગની છે. આમ, નક્કી કોલમ્બસનુંજન્મસ્થળ ચિઓસ નગર હોવું જોઇએ.કયા દેશનું લોજિક કેટલી હદે સાચું?કોણ જાણે, પરંતુ દીવા જેવી સ્પષ્ટ વાતએટલી કે ક્રિસ્ટોફર કોલમ્બસનુંઐતિહાસિક મહત્ત્વ જોતાં ચારેયમાંથીએકેય દેશ એ સાગરખેડુ સાથે પોતાનુંનામ જોડ્યા વિના રહી શકતો નથી.પરિણામે આજે આટલાં વર્ષેય જગતનાઇતિહાસકારો માટે અનુત્તર રહેલોસવાલ એ છે કે ઇ.સ. ૧૪૯૨માંઅમેરિકાની દક્ષિણ-પૂર્વે કેરિબિયનસમુદ્રના ટાપુઓ પર સ્પેનિશ ધ્વજપહેલવહેલી વખત ખોડનાર ક્રિસ્ટોફરકોલમ્બસ મૂળ કયા દેશનો હતો ?ઇતિહાસ જેનો જવાબ આપી નશક્યો તે સવાલને કદાચ વિજ્ઞાન સૉલ્વકરી આપે તો કહેવાય નહિ ! નવી દુનિયાના શોધકતરીકે તેના વિશે બધું શ્રેષ્ઠતાવાચકચિતરવામાં આવ્યું છે. કોલમ્બસનામના સિક્કાની ફક્ત એક બાજુદર્શાવવામાં આવી છે, જ્યાં એક મહાન સાગરખેડુ તરીકે તેનું ચિત્ર સાફ ઉપસીઆવે છે. સિક્કાની પાછલી બાજુ જોવાની તસ્દી અનેક ઇતિહાસકારોએ લીધીનથી, જ્યાં એક ઘાતકી, નરાધમ, દુષ્ટ, મતલબી, લોભી અને દગાખોર વ્યક્તિતરીકે કોલમ્બસનાં દર્શન થયા વિના રહેતાં નથી.કોલમ્બસનાં સ્વભાવગત લક્ષણોને ધ્યાન પર ન લો તો પણ એક નક્કરવાસ્તવિકતા એ છે કે તેને અમેરિકાનો શોધક કહી શકાય નહિ, કારણ કે અમેરિકાનીમુખ્ય ભૂમિ પર પગ મૂકનાર તે પહેલો યુરોપી વહાણવટી ન હતો. કાંઠાથી દૂરઆવેલા કેરિબિયન ટાપુઓ સુધી પહોંચીને જ તેણે સંતોષ માન્યો હતો. આટાપુસમુદાયની નજીકમાં જ ૪,૫૦૦ કિલોમીટર પહોળો ખંડ પથરાયેલો છે એપણ તેને કદાચ ખબર ન હતી. વળી તે ખંડ ભારત નહિ, અમેરિકા છે એ વાતનોપણ તેને ખ્યાલ ન હતો. વર્ષો પછી (૧૪૯૯માં) અમેરિગો વેસ્પુસી નામનોઇટાલિયન સાગરખેડુ એ ખંડની મુખ્યભૂમિ પર ગયો, તટવર્તી પ્રદેશોનું સર્વેક્ષણકર્યુ અને શોધી કાઢ્યું કે એ ભૂમિ કોલમ્બસે ધારી લીધેલા ભારતની ન હતી.સ્પેનથી તે છેક કેરિબિયન ટાપુઓ સુધીની હજારો કિલોમીટરની કુલ ચારદરિયાઇ ખેપ કરનાર કોલમ્બસને સાગરખેડુ ભલે ગણો, પરંતુ મહાન શોધક તરીકેતેને બિરદાવો એ યોગ્ય નથી. કોઇ નવી શોધ કરવાનું તેને કુતૂહલ ન હતું કેદુનિયાની ભૂગોળ તપાસવાની તેને તાલાવેલી નહોતી. વાસ્તવમાં તેનો સ્વાર્થમાત્ર સોનાના ગોપિત ભંડારો પામવાનો હતો. જમીનરસ્તે એશિયાનો પ્રવાસખેડીને આવેલા મુસાફરો પાસેથી તેણે ભારતની જાહોજલાલીનો ચિતાર સાંભળ્યોત્યારે જિંદગીમાં પહેલી વાર તેને ભારત જેવા દેશોના સંભવિત ખજાના પામવાનીલાલચ વળગી હતી. પરંતુ ભારત તરફ દોરી જતો ટૂંકો અને પ્રમાણમાં ઓછોજોખમી દરિયાઇ માર્ગ તે જાણતો ન હતો, એટલે સાગરખેડ કરવાની તીવ્ર ઇચ્છાનેતેણે વર્ષો સુધી દાબી રાખી. એક દિવસ યોગાનુયોગે યુરોપથી ભારતનો દરિયાઇમાર્ગ બતાવતો એક ખાનગી નકશો તેના હાથમાં આવ્યો. નકશો અષ્ટપષ્ટ હતો,છતાં કોલમ્બસને તેમાં ભારોભાર તથ્ય જણાયું, એટલે ભારતયાત્રાનો ખર્ચ આપીશકે તેવા ભામાશાને શોધવા નીકળી પડ્યો.સૌ પહેલી ટહેલ તેણે ૧૪૮૫ની સાલમાં પોર્ટુગાલના રાજદરબારે નાખી, પરંતુરાજાએ તેનો પ્રસ્તાવ એમ કહીને ઠુકરાવી દીધો કે ભારતનો પ્રવાસ તેણે ધાર્યાકરતાં અનેક ગણો લાંબો, ખર્ચાળ તથા જોખમી હતો. પોર્તુગિઝ રાજાએ નનૈયોભણ્યો, એટલે હતાશ થયેલા કોલમ્બસે આગામી દસ્તક સ્પેનના રાજદરબારે દીધી.રાજા ફર્ડિનાન્ડ તેમજ રાણી ઇસાબેલાને તે મળ્યો, પરંતુ કંઇ વળ્યું નહિ. કોલમ્બસનાતરંગી પ્રસ્તાવને તેમણેય રદિયો આપી દીધો. કોલમ્બસ ફરી હતોત્સાહ થયો, પણપ્રયત્નો પડતા મૂક્યા નહિ. ભારતયાત્રા તેને કોઇ પણ ભોગે કરવી હતી, એટલેફર્ડિનાન્ડને તથા ઇસાબેલાને રીઝવવા માટે લાગલગાટ સાત વર્ષ તે મથ્યો. દરવખતે ભારતનું અઢળક સોનું સ્પેનના રાજદરબારે ખડકી દેવાનું પ્રલોભન તેણેરાજાને આપ્યું. નસીબજોગે ૧૪૯૨માં તેની એ લાલચને રાજા-રાણી વશ થયા.રાજ્યની તિજોરી લગભગ ખાલી હતી, એટલે તળિયું સાવ દેખાવા લાગે એપહેલાં કોલમ્બસના નામે એકાદ જુગારી દાવ ખેલી નાખવાની તેમને ઇચ્છા થઇ.ખર્ચાળ દરિયાઇ પ્રવાસને ફર્ડિનાન્ડ સ્પોન્સર કર્યો--અને બદલામાં ભારતનો લખલૂંટખજાનો સ્પેન લાવવાનું વચન કોલમ્બસ પાસે લીધું.ઑગસ્ટ ૩, ૧૪૯૨ ના ઐતિહાસિક દિવસે ‘સાન્તા મારિયા’, ‘નિના' અને‘પિન્ટા’ નામનાં ત્રણ વહાણો અને કેટલાક સ્પેનિશ નાવિકો સાથે વાજતેગાજતેકોલમ્બસ સ્પેનના પાલોસ બંદરેથી રવાના થયો. પ્રવાસની દિશા પશ્ચિમ તરફનીપકડી, જે ભારતના દરિયાઇ માર્ગ કરતાં સદંતર અવળી હતી. બે મહિને ઑક્ટોબર૧૨, ૧૪૯૨ ના રોજ બપોરે ૨ વાગ્યે એક ટાપુની મુખ્ય ભૂમિ પર તેણે પગમૂક્યો. ભૂમિ ભારતની નહોતી તેમ અમેરિકાની પણ ન હતી. કોલમ્બસ વાસ્તવમાંઅમેરિકાની દક્ષિણ-પૂર્વે કેરિબિયન સમુદ્રમાં આવેલા સાન સાલ્વાડોર (બહામાસ) ટાપુ પર ઊતર્યો હતો, જેને એ ભારત સમજી બેઠો. ટાપુની પર્વતશ્રૃંખલાઓને તેણેહિમાલયની પર્વતમાળા ધારી લીધી અને કેરિબ જાતિની શ્યામવર્ણી આદિવાસીપ્રજાને તેણે ભારતીય માની લઇને ગેરસમજ કરી.સાન સાલ્વાડોરમાં ટૂંકું રોકાણ કર્યા બાદ દક્ષિણે ક્યૂબાની તથા હિસ્પાનોલાની (હેટીની) મુલાકાત કોલમ્બસે લીધી, જ્યાં વિવિધ આદિવાસી પ્રજાનો તેને ભેટોથયો. સ્વભાવે સૌ નરમ અને ભોળા હતા. ધોળી ચામડીના લોકોને અગાઉ કદીતેમણે જોયા નહોતા, એટલે ડરના માર્યાલપાયેલા રહીને સ્પેનિશ આગંતુકોનેજોયા કરતા હતા. અવનવી ભેટસોગદોઆપીને કોલમ્બસે તેમની જોડેમૈત્રીસંબંધો બાંધ્યા. મિત્રતાનો તે નકરોડોળ હતો. અસલમાં અબુધઆદિવાસીઓને ગુલામ બનાવી તેમનીભૂમિ પર સ્પેનિશ હકૂમત સ્થાપવાનીકોલમ્બસને લાલસા હતી, જેથી ત્યાંઆવેલાં સોનાના ગોપિત ભંડારોઆપોઆપ સ્પેનિશ માલિકીના બને.હિસ્પાનોલા અને ક્યૂબા પર થોડુંઘણુંસોનું મળી આવ્યું ત્યારે તો તેને ઓરમધલાળ છૂટી અને એ જ ઘડીએ નવીભૂમિના વધુ પ્રવાસો યોજવાનું તેનામનમાં ઠસી ગયું. આ નિર્ધાર સાથે જજાન્યુઆરી ૪, ૧૪૯૩ ના રોજ તેણેસ્પેનનો વળતો પ્રવાસ આરંભ્યો, કેમ કે ભારતભૂમિની શોધ સફળતાપૂર્વક કરીબતાવ્યાના સમાચાર સ્પેનના રાજદરબારે પહોંચાડવા જરૂરી હતા. આ ખંધોસાગરખેડુ જાણતો હતો કે રાજાને માત્ર મૌખિક સમાચાર આપવાથી કશું ન વળે,એટલે સાબિતીરૂપે કેટલુંક સોનું તેણે પોતાની સાથે લીધું. સફળ પ્રવાસનો પુરાવોવધુ સજ્જડ રીતે આપી શકાય તે માટે હિસ્પાનોલાના કેટલાક આદિવાસી ઇન્ડિયન્સનેદગાપૂર્વક કેદ પકડ્યા અને સાંકળો વડે બાંધી જહાજના ભંડકિયામાં પૂરી દીધા.શ્યામવર્ણા આદિવાસીઓને નજરોનજર જોયા પછી રાજાના મનમાં કોઇ શંકાકુશંકાન રહે એ સ્વાભાવિક હતું.આમ ‘નિના’ અને ‘પિન્ટા’ જહાજોમાં કેટલાક સ્પેનિશ નાવિકો સાથે કોલમ્બસપૂર્વ તરફ રવાના થયો. ‘સાન્તા મારિયા’ કેટલાક દિવસો અગાઉ હિસ્પાનોલાનાકાંઠે ડૂબી ચૂક્યું હતું, એટલે એ જહાજના ૪૦ નાવિકોને કોલમ્બસ હિસ્પાનોલામૂકતો ગયો હતો. કોલમ્બસની ગેરહાજરીમાં તેમણે સ્પેનનો ધ્વજ ત્યાં ફરકતોરાખવાનો હતો. અબુધ આદિવાસીઓને બને તો કળથી કાબૂમાં રાખવાના હતા અને કળથી જો કામ ન લેવાય તો બળપ્રયોગની પણ છૂટ હતી.આ નાવિકોએ બળપ્રયોગ કરવાનોવારો આવ્યો કે કેમ એ તો કોણ જાણે,પરંતુ ૧૪૯૩ માં કોલમ્બસ ૧૭જહાજોમાં કુલ ૧,૨૦૦ સ્પેનિયાર્ડોનેલઇને હિસ્પાનોલા આવ્યો ત્યારે ૪૦પૈકી એકેય ખલાસી ત્યાં મોજૂદ ન હતો.કોલમ્બસને જડ્યાં તો માત્ર તેમનાંહાડપિંજર ! ટાપુવાસી ઇન્ડિયન્સઆદિવાસીઓએ તેમને મોતને ઘાટઊતારી દીધા હતા. તુમાખીખોરકોલમ્બસનું મગજ ફટક્યું, છતાં એવાતને તત્પુરતી ભૂલીને તેણે નવાપ્રદેશોની ખોજ ચાલુ રાખી.હિસ્પાનોલા, સાન સાલ્વાડોર,હોન્ડુરાસ, ક્યૂબા વગેરે સ્થળોએ તેણેસ્પેનિશ વસાહતો સ્થાપી અને પછીબંદૂકની અણીએ ત્યાંની આદિવાસીપ્રજાને સોનું એકઠું કરવાના કામમાંજોતરી દીધી. હાથ લાગ્યું એટલું સોનુંઇન્ડિયનોએ કોલમ્બસના ચરણે ધરીપણ દીધું. પરંતુ કેટલાક વખત પછીએ સોનેરી ધાતુની ૨જ પણ ન રહીત્યારે ઘાતકી કોલમ્બસે તેમનું નિકંદનશરૂ કરાવ્યું. સોનું ધરી ન શકતો દરેકઇન્ડિયન આદિવાસી તેને માટે નકામોહતો, એટલે દ૨૨ોજ સેંકડો જણાનેફાંસીએ લટકાવવામાં આવ્યા.આ મહાન કહેવાતા શોધકની નજરેદરેક નવી જડેલી ચીજ માલમત્તાબરાબર હતી. સુવર્ણભંડારો એકઠા કરીલીધા પછી તેનો ડોળો ઇન્ડિયનઆદિવાસીઓ તરફ મંડાયો. અબુધપ્રજાને ગુલામ બનાવવાનું તેણે શરૂ કર્યું.સાંકળે બાંધી તેમને જહાજો મારફતસ્પેન મોકલવા લાગ્યો, જ્યાં તેમનીપાસે વેઠિયું કરાવવાની તેની ગણતરીહતી. ગુલામોને અન્ય યુરોપી દેશોમાંઊંચા દામે વેચી કમાણી કરી લેવાનીતક તેને દેખાતી હતી. પરિણામેફેબ્રુઆરી, ૧૪૯૫માં હિસ્પાનોલાનાઅને ક્યૂબાના ૫૬૦ ઇન્ડિયન્સનેવહાણો મારફત તેણે સ્પેન મોકલ્યા.બસ્સો જણા ભૂખમરા તેમજ રોગનેકારણે અધરસ્તે જ મૃત્યુ પામ્યા અનેબાકી જે રહ્યા તેમાંના અડધોઅડધબિમાર હાલતે સ્પેન પહોંચ્યા.ગુલામીની પ્રથા રાજા ફર્ડિનાન્ડને કેરાણી ઇસાબોલાને માન્ય ન હતી,એટલે સ્પેન મોકલાયેલા દરેક ઇન્ડિયનઆદિવાસીને બારોબાર તેમણે પાછારવાના કર્યા.કોલમ્બસ ગમે તે ભોગે પોતાનોસ્વાર્થ સાધવા માગતો હતો. નવીદુનિયાનો કસ દરેક રીતે તેને કાઢવોહતો, એટલે ઇન્ડિયન્સને ગુલામબનાવવા માટે રાજાની પરવાનગી લેવાખાતર એ ભોળી પ્રજાને તેણે અત્યંતઘાતકી, જંગલી અનેમાનવભક્ષી તરીકે ઓળખાવી.કોલમ્બસની એ ઉપજાવીકાઢેલી વાતને ફર્ડિનાન્ડે સાચીમાની પણ લીધી. ન માનવાનેકારણ જ નહોતું, કેમ કેઇન્ડિયન્સનો તેને ખાસ પરિચયન હતો. વળી પશ્ચિમની નવીભૂમિ સ્પેનથી હજારોકિલોમીટર છેટે હતી અનેકોલમ્બસના આંખે દેખ્યાઅહેવાલ પ્રમાણે જ તેણે નિર્ણયોલેવા પડતા હતા. હિસ્પાનોલા,ક્યૂબા અને સાન સાલ્વાડોરજેવા ટાપુઓ પર વસવા માંડેલાસ્પેનિશ વસાહતીઓ ‘નરપશુ’ઇન્ડિયન્સથી સુરક્ષિત રહી શકે એખાતર તેમને ગુલામ બનાવી કેદરાખવા માટે ફર્ડિનાન્ડે છેવટેકોલમ્બસને પરવાનગી આપી. પોતાનુંધાર્યું કરવાની કોલમ્બસને જાણે કે છૂટમળી--અને એ દગાખોર ધાર્યું કરીનેજ જંપ્યો. રાજાની અનુમતિ મળ્યા પછીએક જ વર્ષમાં ક્યુબા, હિસ્પાનોલા તથાસાન સાલ્વાડોરના અઢી લાખઆદિવાસી સ્ત્રી-પુરુષોને તથા બાળકોનેતેણે ખતમ કરી નાખ્યાં.સ્પેનમાં બેઠેલી રાણી ઇસાબેલા અને રાજા ફર્ડિનાન્ડ કોલમ્બસનાં અમાનુષીકરતૂતો અંગે સાવ અજાણ હતા, પરંતુ તેના બધા અનર્થો નજર સામે જોઇ રહ્યા હતા. રાજા ફર્ડિનાન્ડસમક્ષ વાસ્તવિક ચિત્ર ખડું કરવામાં આવ્યું ત્યારે ઇ.સ. ૧૫૦૦માં તેણે ફ્રાન્સિસ્કોદ બોબદિલા નામના દરબારીને હિસ્પાનોલા મોકલી કોલમ્બસની ધરપકડ કરાવી.થોડા દિવસ માટે ફર્ડિનાન્ડે તેને જેલમાં પૂરી તો દીધો, પરંતુ કોલમ્બસની ગેરહાજરીમાંરખે પોર્ટુગાલી સાહસિકો નવી ભૂમિ પર પહોંચીને ત્યાં કબજો જમાવે એ બીકે તેનેફરી ક્યૂબા મોકલવો પડ્યો. રાજ્યની તિજોરી માટે ખાસ તો નવી દુનિયાનોસુવર્ણભંડાર સ્પેન લાવવો જરૂરી હતો. વળી ઇન્ડિયન લોકો પાસે સોનાનાં મબલખઆભૂષણો હોવાના સમાચાર રાજા ફર્ડિનાન્ડને એ જ અરસામાં મળ્યા હતા.ક્યૂબાના પ્રવાસે નીકળેલા કોલમ્બસ સાથે ફર્ડિનાન્ડ વધુ કેટલાક સ્પેનિયાર્ડોનેમોકલ્યા અને તે બધાને સોનું એકઠું કરવાની સૂચના આપી. સ્પેનની પ્રતિષ્ઠા જાળવવા માટે ફક્ત એટલીભલામણ કરી કે ઇન્ડિયનોનુંસોનું લૂંટવું નહિ, પણ યુદ્ધમાંજો ઇન્ડિયન આદિવાસીઓમાર્યા જાય તો તેમનાં આભૂ-ષણો સ્પેનના શાહી ખાનદાનમાટે ભેગાં કરી લેવાં!સોળમી સદીના સ્પેનિશઇતિહાસકાર બાર્તોલોમે લખ્યુંછે તેમ ‘કોલમ્બસનીઆગેવાનીસ્પેનિયાર્ડોએ લૂંટમારનું નવુંનામ યુદ્ઘ પાડ્યું. ઇન્ડિયનોપાસે તેઓ સોનું માગતાહતા, જે ન મળે તો યુદ્ધનીધમકી આપતા હતા. એ પછીજે કત્લેઆમ થાય તે માનવસંહાર નહિ, પણ યુદ્ધ ગણાતી હતી. સ્પેનિશ ફોજોએઇન્ડિયનોને વીણી વીણીને માર્યા. ક્યારેક ઘાયલ કર્યા અને ક્યારેક શિકારી કૂતરાઓનેભક્ષણ તરીકે આપી દીધા. ઇતિહાસમાં આવા પાશવી કૃત્યોનો જોટો નથી.’કોલમ્બસની ટ્રેજેડી એ છે કે ધનલાલસાને પૂરી કરવા માટે આખી જિંદગીવલખાં માર્યા પછી દમ તો તેણે દરિદ્રતામાં જ તોડ્યો. મે ૨૦, ૧૫૦૬ના રોજ તેમૃત્યુ પામ્યો એ પહેલાં તેણે પોતાની ભૂખે મરતી દીકરી માટે બ્રેડની ભીખ માગવાનોવારો પણ આવ્યો. આ વ્યક્તિગત ટ્રેજડી કરતાં પણ વધુ મોટી કરૂણતા બીજી હતી.ક્યૂબા, હિસ્પાનોલા, સાન સાલ્વાડોર વગેરે કેરિબિયન ટાપુઓ પર વસતા કેરિબજાતિના આદિવાસીઓ પ્રત્યે તેમજ હોન્ડુરાસ, મેક્સિકો તથા ઉત્તર અમેરિકામાંવસતા અપાચી, ચેઇન, નાવાજો, ચરોકી વગેરે જાતિના રેડ ઇન્ડિયનો પ્રત્યે કેવાપ્રકારનો વર્તાવ દાખવવો તેની જંગાલિયતભરી મિસાલ તે સ્પેનિયાર્ડોને આપતોગયો હતો. વસાહતી યુરોપિયનો અને મૂળ વતની આદિવાસીઓ વચ્ચે કાયમીસંઘર્ષનાં બીજ તેણે રોપી દીધાં હતાં. સ્પેનિશ પછી બ્રિટિશ, ફ્રેન્ચ, સ્કોટિશ અનેબીજા વસાહતીઓ અમેરિકાના પૂર્વ કાંઠે પહોંચ્યા ત્યારે નવી દુનિયામાં પગ મૂક્યાપછી તેમણે પહેલું કામ ત્યાંના રેડ ઇન્ડિયન કહેવાતા આદિવાસીઓની છાવણીઓપર ત્રાટકવાનું કર્યું, કારણ કે કોલમ્બસે ‘સુધરેલા’ યુરોપિયનોને આવા ‘નરપશુઓ’સામે ચેતવ્યા હતા. ઉપજાવી કાઢેલી વાતો કહીને ભડકાવ્યા હતા.રેડ ઇન્ડિયનો પણ વિદેશી હુમલાખોરોને લડત આપતા રહ્યા. ૧૬મી, ૧૭મીતથા ૧૮મી સદીમાં લગભગ ૧,૫૦૦ ખૂનખાર યુદ્ધો થયાં, જે સમોવડિયાનાં નહતાં. ગોરાઓ પાસે બંદૂકો હતી, જ્યારે રેડ ઇન્ડિયનો માત્ર તીરકામઠાં વડે લડીશકતા હતા. પૂર્વથી પશ્ચિમ તરફ ગોરી પ્રજા જેમ આગેકૂચ કરતી રહી તેમ રેડઇન્ડિયનોએ વધુને વધુ પાછળ હટવું પડ્યું. ગોરી પ્રજાને નિકંદનનો એ દર પણસંતોષકારક ન લાગ્યો. સો રેડ ઇન્ડિયનોની ખુવારી સામે એકાદ બે ગોરાનો ભોગલેવાય એ પણ તેના માટે અસહ્ય વાત હતી, એટલે સાફસૂફીની પ્રક્રિયાને સરળબનાવવા માટે જનરલ જેફ્રી એમ્ડર્સ્ટ નામના ગોરા અંગ્રેજે ૧૭૬૩માં બાયોલોજિકલયુદ્ધ શરૂ કર્યું. બ્રિટનની એક હોસ્પિટલને શીતળાના જીવાણુઓ વડે ખદબદતાધાબળા મોકલવાનું તેણે જણાવ્યું. શાંતિસુલેહની દરખાસ્ત સાથે જનરલ એમ્ડર્સ્ટપોતે ત્યાર પછી રેડ ઇન્ડિયનોના સરદારને મળ્યો, છાવણી પરના હુમલા બંધકરવાની તૈયારી દેખાડી અને ગોરી પ્રજાની શુભેચ્છાના પ્રતીકરૂપે સરદારને ગરમધાબળાં ભેટ ધર્યાં. આ જાતની પાશવી હરકત બીજે વર્ષે ૧૭૬૪માં ફ્રેન્ચ કર્નલહેન્રી બોકેએ પણ કરી. રેડ ઇન્ડિયનોએ અમેરિકામાં શીતળાનો રોગ કદી જોયો કેજાણ્યો ન હતો, એટલે રોગ સામે લડવાની કુદરતી પ્રતિકાર શક્તિ તેમનામાં નહતી. પરિણામે લગભગ ૫૦ લાખ રેડ ઇન્ડિયનો શીતળાના ચેપમાં મૃત્યુ પામ્યા.ગોરા યુરોપિયનો કોલમ્બસના જ ચીંધીલા માર્ગે ચાલી રહ્યા હતા. અમેરિકાતેમના માટે નધણિયાતી જાગીર હતી, જેનો ભોગવટો કરવામાં ત્યાંના મૂળ વતનીઓનડતરરૂપ બનતા હોય તો એ સૌનું નિકંદન કાઢવું રહ્યું. આ નિકંદન માટે પણ‘ગોલ્ડરશ’ કહેવાતી સોના માટેની પડાપડી જ વધુ તો કારણભૂત બની. સોનું જ્યાંસુલભ હતું અને ખડકોની સપાટી પર દેખાતું હતું ત્યાં જ ઇન્ડિયનો છાવણીસ્થાપીને રહેતા હતા. સૌથી લોહિયાળ વિગ્રહો આવા ભંડારો માટે ખેલાયા. આકિંમતી જમીનો પર ગોરી પ્રજા રેડ ઇન્ડિયનોનું અસ્તિત્વ હંમેશ માટે નાબૂદ કરવામાગતી હતી, એટલે મારી શકાય એટલાં સ્રી-પુરુષોને તથા બાળકોને ખતમ કર્યાપછી બાકીની આબાદીને જમીનના સાટામાં આર્થિક વળતર આપવામાં આવ્યું. રેડઇન્ડિયનો પોતાના જ દેશમાં નિરાશ્રિતો તરીકે એવા પ્રદેશો તરફ ધકેલાતા રહ્યા કે· વસવાલાયક ન હતા. જ્યોર્જિયા રાજ્યમાં અઢળક સોનું મળી આવ્યું ત્યારે ખુદપ્રમુખ એન્ડ્રયુ જેક્સને ત્યાંના રેડ ઇન્ડિયનોને પોતાનાં ગામો ખાલી કરવાનું ફરમાનમોકલ્યું. અહીં ચરોકી જાતિના એકાદ લાખ આદિવાસીઓ વસતા હતા. પ્રમુખજેક્સનના લશ્કરે બંદૂકોની અણીએ તેમને ઉત્તર તરફ હાંકી કાઢ્યા. અકથ્ય ઠંડીમાંઅને ભૂખમરામાં ૩૦,૦૦૦ ચરોકીઓ મૃત્યુ પામ્યા.આ સિતમ અમેરિકન લોકશાહી સાથે સુસંગત ગણાય કે કેમ તેની ચિંતા પ્રમુખ જેક્સનને ન હતી, કારણ કે રેડ ઇન્ડિયનો અમેરિકાના નાગરિકો ન હતા. સૌનેપરદેશી ગણવામાં આવતા હતા. અમેરિકાના નાગરિકત્વ માટે તેમને યોગ્ય ઠરાવતોખરડો છેક ૧૯૨૪માં પસાર કરવામાં આવ્યો ત્યારે અમેરિકામાં તેમની વસ્તીઘટીને ૧૦ ટકા થઇ ગઇ હતી. ઇ.સ. ૧૫૦૦ના અરસામાં કોલમ્બસ પોતાના ચોથા પ્રવાસ વખતે અમેરિકાની ભૂમિપર પહેલી વાર પહોંચ્યો એ વખતે ત્યાંપાંચ કરોડ રેડ ઇન્ડિયનો હતા. સવાચારસો વર્ષ બાદ ત્યાં માત્ર પચાસ લાખબચવા પામ્યા હતા. આ અભૂતપૂર્વજનસંહારમાં પણ નિમિત્ત કોલમ્બસહતો, કારણ કે રેડ ઇન્ડિયનો પ્રત્યે ગોરીપ્રજાના મનમાં પૂર્વગ્રહો તેણે રોપ્યાહતા. એ જ રીતે અમેરિકામાં ગુલામીનીપ્રથાના આગમન માટે પણ કોલમ્બસપરોક્ષ રીતે જવાબદાર હતો.રેડ ઇન્ડિયનોને અલાયદી નિરાશ્રિતછાવણીઓમાં ધકેલી દેવાયા પછી ગોરીપ્રજાને નોકરચાકરોની અને મજૂરોનીખોટ સાલવા માંડી ત્યારે આફ્રિકાનાહબસી લોકોની આયાત શરૂ થઇ.અમેરિકામાં દાયકાઓ સુધી ગુલામોનોધીકતો વેપાર ચાલ્યો. આજે તે ગુલામોમુક્ત છે અને નિગ્રો પ્રજા તરીકેઅમેરિકામાં જ વસે છે. કોલમ્બસ સામેતેમને પણ ફરિયાદો છે અને તેમનેઅમેરિકા લાવવામાં નિમિત્ત બનનારરૂઢિચુસ્ત ગોરા અમેરિકનોને પણકોલમ્બસ પ્રત્યે એટલી જ દાઝ છે.અલાસ્કા જેવા દુર્ગમ પ્રદેશોમાંનિરાશ્રિતોનું જીવન ગુજારતા રેડઇન્ડિયનો તો કોલમ્બસનાં કરતૂતોનેકદી માફ કરી શકવાના નથી. આ પ્રજાતેના જ દેશમાં બેઘર થઇ છે, જ્યારેપરદેશી ઘૂસણખોરો વૈભવશાળીઇમારતોમાં સાહ્યબી ભોગવે છે.આ બધાં પાપ એનાં કે જેનેઇતિહાસે હંમેશ માટે અમર બનાવ્યોઅને આખા જગતે જેને આજ દિન સુધીમહાન શોધક તરીકે બિરદાવ્યો !અવસાનનાં ૫૦૦ મે વર્ષે હવે તેનુંડી.એન.એ. પરીક્ષણ કરીને ‘કોલમ્બસમૂળ ક્યાંનો ?” એ સવાલનો જવાબશોધી કાઢો તો શું અને ન શોધો તોયશું ? ક્રિસ્ટોફર કોલમ્બસ નામનાસિક્કાની પાછલી બાજુ તેને કારણે થોડીબદલાવાની છે ?