Discover Yourself: Breaking the Illusion
આપણે દુનિયામાં ખુશીઓ અને સર્ટિફિકેટ્સ (Certificates) શોધવા નીકળીએ છીએ. આપણને લાગે છે કે કોઈ આપણને પ્રેમ કરશે તો જ આપણે સાજા થઈશું. પણ સત્ય એ છે કે, જ્યાં સુધી આપણે બીજાની નજરમાં પોતાની કિંમત શોધીએ છીએ, ત્યાં સુધી આપણે 'ફેક' (Fake) છીએ. સાચો પુનર્જન્મ ત્યારે જ થાય છે જ્યારે આપણે કોઈની માન્યતા (Validation) ના મોહતાજ રહેવાનું બંધ કરીએ છીએ.
⏳ The Trap of Seeking External Validation
જ્યારે આપણું અસ્તિત્વ અને આપણી ખુશી બીજાની ઉપર નિર્ભર રહે છે, ત્યારે આપણે આપણી સ્વતંત્રતા ખોઈ બેસીએ છીએ. આપણું અસ્તિત્વ સંપૂર્ણપણે આપણા ઉપર નિર્ભર હોવું જોઈએ, નહીં કે કોઈ બીજા ઉપર. જ્યારે આપણે નાના હતા ત્યારે ચાલતા શીખતા હતા, વારંવાર પડતા હતા, પણ ત્યારે આપણી એક જિદ્દ (Determination) હતી કે હું કરીશ! બસ, આ જિદ્દને હંમેશા જીવતી રાખવાની છે. માતા-પિતા હંમેશા સાથ આપે છે. તો આપણે કેમ એવા વ્યક્તિનો પ્રેમ મેળવવાનો શોખ રાખવો જેને માટે આપણે કંઈ નથી? એ વ્યક્તિ સાથે સમય વિતાવીએ, એ વ્યક્તિના પ્રેમ માટે જીવીએ જે નિસ્વાર્થ અને શાશ્વત (Eternal) છે. જ્યારે પણ મન ઉદાસ થાય કે "હું કોઈના માટે Worthy છું?", ત્યારે માત્ર એક નજર કરી લેવી માતા-પિતા તરફ. આ પ્રેમ તાકાત (Strength) છે તમને જીવતા કરવાની. બહારના લોકોમાં Validation નહીં શોધો.
⏳ The Illusion of Expectation
જ્યાં સુધી આપણે આપણા કરેલા સદવ્યવહારના બદલામાં એવી અપેક્ષા (Expectation) રાખીએ છીએ કે આપણને એવો જ સરખો વ્યવહાર મળે! આ સામાન્ય અપેક્ષા આપણે જરૂરથી રાખી શકીએ એમ છે, પણ એક વસ્તુ યાદ રાખવી—જે માનસિકતા (Mindset) આપણી છે, શું એવી સરખી માનસિકતાનું વ્યક્તિત્વ સામે છે ખરું? આ સવાલ આપણે પૂછવો જોઈએ પોતાની જાતને! જો નથી, તો આપણાથી કોઈ પણ પ્રકારની આશા ન રાખી શકાય. આશા જો રાખવી હોય તો પોતાના કર્મો પર રાખવાની. હું ક્યારેય કંઈ ખોટું કરતી નથી અને હું ક્યારેય કંઈ ખોટું કરીશ નહીં, આ મારા સિદ્ધાંતો (Principles) છે જીવનને જીવવાના, એને હું કોઈના દુર્વ્યવહારને કારણે બદલીશ પણ નહીં.
⏳ The Power of Self-Priority
જ્યાં સુધી આપણે પોતાની જાતને બીજાના જીવનની પ્રાથમિકતામાં શોધીએ છીએ, ત્યાં સુધી આપણે દુઃખી રહીએ છીએ. આપણે સૌ સંસારના એક નિયમથી અવગત છીએ કે “કંઈ પણ ફ્રી માં નથી, દરેક વસ્તુની એક કિંમત ચૂકવી પડે છે.” આપણે જ્યારે કોઈ વ્યક્તિ વિશેષને પોતાના જીવનમાં અને હૃદયમાં મોટું સ્થાન આપીએ છીએ, ત્યારે આપણે જાણીએ છીએ કે આગળ કોઈ ભૂલ થઈ તો માત્ર તમારું હૃદય નહીં, સમગ્ર પરિવારમાં જે પણ આ વ્યક્તિથી તમારી જેમ જોડાશે એનું પણ હૃદય એટલી ખરાબ રીતે તૂટશે. આપણે જીવનમાં આ વ્યક્તિને પ્રાથમિકતા (Priority) આપી, તો શું આ વ્યક્તિ આટલો પ્રેમ Deserve કરે છે? આપણી નજર સામે હોય છે બધું પણ આપણે ખબર નહીં કેમ અજાણ્યા બનીને રહીએ છીએ, જ્યાં સુધી હૃદય સંપૂર્ણપણે હણાઈ નથી જતું. કેમ કે નિર્ણય લેવાની, એકલા જીવવાની ક્ષમતા (Capability) આપણામાં હોતી નથી. “સૌ પ્રથમ પોતાની જાતને પ્રાથમિકતા આપવાની ક્ષમતા આપણામાં હોતી નથી.” જ્યારે આપણે આપણી જાતને પ્રાથમિકતા આપતા શીખી જઈએ ત્યારે આપણે સૌ પ્રથમ પોતાની જાતને અંદરથી Validated કરી લઈએ છીએ. આપણે જે છીએ, જેવા છીએ, સ્વયં સ્વીકારી લીધા પછી આપણે ખરા અર્થમાં દુનિયાના અભિપ્રાયથી મુક્ત થઈને આ જીવનને માણી શકીએ છીએ.
આપણી સ્વ ની ખોજ આપણે જાતે કરવી પડશે, અને સ્વ ની ખોજ નો કોઈ સાથી નથી !
તારા કર્મ નો તારા જીવનનો તારી આત્મા નો એક માત્ર સંગાથી તું છે માત્ર ને માત્ર તું! એ ક્યારે નહીં ભૂલતો!😇