એક રાત - 3 Zarnaba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક રાત - 3

એટલા માં જ એક ભયાનક વેશ ધારણ કરેલો કોઈ છોકરો ચડ્યો જેને નિયતિ દૂરથી જોઈ શકતી હતી. તેનો પહેરવેશ કંઈક અજીબ જ હતો. પહેલા તો તેને કોઈ જોવે તો જરૂરથી ડરી જ જાય તેને મોઢે કંઈક અજીબ જેવું માસ્ક પહેર્યું હતું અને તેની ઉપર કંઈક ખતરનાક જ અજીબ સિમ્બોલ હતો. તેના હાથમાં મોટો જબરો ફુગ્ગો હતો તેમાં પણ એવું જ સેમ સિમ્બોલ હતું. તેના બીજા હાથમાં એક હથિયાર હતું તેની ઉપર પણ સેમ એવું જ સિમ્બોલ હતું.

નિયતિ તેના આવવાની ડરાવની આહટ થી લઈને તેનો ડરાવનો પહેરવેશ પણ જોઈ રહી હતી અને તે બીકની મારી થર થર કાપતી હતી અને તેને છુપાઈને જોયા કરતી હતી. તે છોકરાએ તેના હાથમાં રહેલો મોટો જબરો સિમ્બોલ વાળો ફુગ્ગો ઊંચો કરીને હવા મા છોડી દીધો. હવે તે આગળ પારી કુદયો, નિયતિ જોઈ શકતી હતી તેને અને તે તેની તરફ જ આગળ વધતો હતો નિયતિને લાગ્યું તે તેની પાસે આવવા જ આયો છે, ત્યાં તે ગભરાતી હોવા છતાં તેના ઘરમાં ઘૂસી ગઈ પરંતુ બીકમાં તેના હાથ કાપતા હતા તેથી તેનાથી દરવાજાની જાળી પણ બંધ કરાઈ નહીં એટલા મા તે ખતરનાક એવો અજીબ છોકરો તેના ઘરની જાળી પાસે આવી ઉભો રહ્યો. નિયતિને આ જોઈ એટલી બધી બીક લાગવા માંડી કે તેના હૃદયના ધબકારા પણ વધવા માંડ્યા અને તે આખી ધ્રૂજવા લાગી, નિયતિ બીક ની મારી ત્યાં જ બેહોશ થઈને પડી ગઈ.

નિયતિને પણ ખબર ના રહી કે તે કેટલી વાર સુધી તેમ જ બેહોશ પડી રહી હતી. તેની આંખ ખુલી તો તેની સામે જ ફોન પડ્યો હતો. તે ઊભી થઈ તો જોયું કે તે છોકરો એમને એમ જ ઊભો હતો અને તેને જોયા કરતો હતો નિયતિને બીક તો લાગતી હતી તો પણ તે કાપતા કાપતા જેટલો અવાજ નીકળ્યો તેટલા અવાજમાં તે બોલી કે, તું.... તું... કોણ   છે ?? જતો રહે ...અહીંયા થી ...આટલું જ કહેતા તે થોડી ખસી અને ફોન લઈને જલ્દી જલ્દી 100 નંબર ડાયલ કરી દીધો. તો પણ તે છોકરાએ કંઈ જ કર્યું નહીં તેમજ નિયતિને જોતો ઉભો રહ્યો નિયતિને ખબર પડી ગઈ કે કદાચ આ કોઈ ખૂની જ હશે અને તેને નુકસાન પહોંચાડશે તેથી તેને પોલીસને ફોન લગાડી બીતા બીતા પણ જલ્દી થી કહી દીધું કે, તેને ઘરમાં એક છોકરો ઊભો છે તેને મારવા માટે અને તેના હાથમાં હથિયાર છે તેનો દેખાવ પણ ખૂબ જ ડરાવનો અને અજીબ છે પ્લીઝ હેલ્પ માટે તરત આવી જાઓ તેને કહ્યું 

નિયતિ એ પોલીસ ને વાત કરી કોલ પતાવ્યો તો પણ તે છોકરો તેને જોયા કરતો હતો તેને તેનુ પહેરેલું માસ નીકાળી અને નિયતિને આંખ ટપ ટપાયા વગર જોયા જ કરી તેને જોતા જોતા આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા તો પણ તે નિયતિને જોયા કરતો હતો.

નિયતિ તેને પહેલીવાર જોયો હતો તે પ્રમાણમાં થોડો પાતળો રંગમાં કાળો અને તેના વાળ તો એકદમ ગૂંચળા ગૂંચળા વાળા એકદમ કર્લી જાણે વિક પહેરી હોય. 

તેને રડતો જોઈ નિયતિને થયું કે આ કેમ રડે છે ક્યાંક મને હથિયારથી મારી નહીં નાખે ને પણ તે છોકરો ઉભો ઉભો તેને જોઈ જોઈને રડતો જ રહ્યો. નિયતિ એ બીક ના મારી આંખો બંધ કરી દીધી અને ભગવાન ને પ્રાર્થના કરવા લાગી.

આના પછીની સ્ટોરી વાંચવા મળીએ છેલ્લા પાર્ટ માં.. આશા છે તમને વાચવામાં આનંદ થતો હશે. 

Thank you very much readers..❤️