"જી આપ કોણ?" નવનીત પુછે છે.
"અરે કમલ તું.." દિનકર દાસગુપ્તા અવાજ ઓળખી જાય છે.
નવનીત જોવે છે તો પડછંદ કાયા ધરાવતા સરદાર દરવાજા ની અંદર પ્રવેશ કરે છે. કોઈ તેમને જોઈને કહી જ ન શકે કે એ નિવૃત્ત થઈ ચૂક્યા હતા. દિનકર દાસગુપ્તા તેમને ભેટી પડે છે.
" અરે આ કમલ સિંહ છે. મારો પરમ મિત્ર અને સેવાનિવૃત્ત આઈ.પી.એસ ઓફીસર. મેં ખાસ તમારા બન્ને ની સાથે મુલાકાત કરાવવા માટે જ એને બોલાવ્યો હતો.પણ તું મોડો પડ્યો.." દિનકર દાસગુપ્તા કહે છે.
" અરે મિત્ર આઈ.પી.એસ હંમેશા જ સમયસર હોય છે. જરૂર તારી કોઈ ભૂલ થઈ છે. હું બહાર ઊભો ઊભો બધી જ વાતો સાંભળતો હતો. " કમલ સિંહ કહે છે.
" યંગ મેન તારું નામ તો કહે?" કમલ સિંહ હાથ આગળ વધારી નવનીત ને પુછે છે.
"મારું નામ નવનીત છે." નવનીત કહે છે.
" તારી અને પેલી યુવતી જે ગઈ એ બન્ને ઝઘડો થઈ ગયો. હું સાંભળી રહ્યો હતો." કમલ સિંહ કહે છે.
"મને એ વિષે વાત કરવામાં કોઈ જાતનો રસ નથી." નવનીત કહે છે.
" જો દીકરા તને પણ ખરાબ લાગ્યું છે અને તારા ચહેરા પર એ દેખાય છે." કમલ સિંહ કહે છે.
"એ પછી ધીમે ધીમે ઠીક થઈ જશે." નવનીત કહે છે.
"મારી વાત સમજી રહ્યો છે?" કમલ સિંહ પુછે છે.
"એ દિનકર બોલ ને.." કમલ સિંહ કહે છે.
" શું?" દિનકર દાસગુપ્તા સમજી નથી શકતા.
" અરે આ યુવાનો ને કારકિર્દી તો ઠીક બીજા બધી રીતે પણ તારે માર્ગદર્શન આપવું જોઈએ. તને ખબર છે કે આઈ.એ.એસ ની પરીક્ષા માટે કેટલી બધી મહેનત કરવી પડે છે? જો તમને આ બધી તૈયારી દરમિયાન કોઈ તમને સમજવા માટે તૈયાર એવી વ્યક્તિ મળે તો?" કમલ સિંહ કહે છે.
"આપ શું કહેવા માંગો છો?" નવનીત પુછે છે.
" આ એ સમય ની વાત છે જયારે હું, કમલ સિંહ અને રોશની નામની યુવતી સાથે મળીને અંહી રાજીવ નગરમાં આઈ.એ.એસ પરિક્ષા માટેની તૈયારી કરી રહ્યા હતા.
હું તને આ વાત કહેવા માંગતો ન હતો પણ શું કરું? આજે તે મહેચ્છા સાથે ઝઘડો કરી મને આ વાત તને કરવા માટે મજબૂર કરી દીધો છે.
હું, કમલ સિંહ અને રોશની ખુબ જ સારા મિત્રો બની ગયા હતા. મારા મનમાં રોશની તરફ કુણી લાગણીઓ જન્મી ચુકી હતી અને રોશની પણ ધીમે ધીમે મારી તરફ આકર્ષિત થઈ પ્રેમ કરી બેઠી.
કમલ સિંહ અમને બંન્ને ની જોડતી કડી હતો. ઘણીવાર મારા સંદેશાઓ એ રોશની ને મોકલી આપતો. હું રોશની ને દર વર્ષે વાયદો કરતો કે આ વર્ષે તો જરૂર પરિક્ષા પાસ કરી લઈશ. એ પોતે પણ ખુબ મહેનત કરતી. મને હંમેશા પ્રેરણા આપતી.
પણ સતત ચાર વખત હું કોઈ ને કોઈ રીતે પરિક્ષા પાસ ન કરી શક્યો. રોશની પણ ક્યાં સુધી રાહ જોતી? એના મમ્મી પપ્પા એ સારા ઘરનો યુવક જોઈ તેના લગ્ન કરાવી દીધા. પણ અમારી આ પ્રેમકથા ના એકમાત્ર સાક્ષી એવા કમલ સિંહ પરિક્ષા પાસ કરી આઈ.પી.એસ બની ગયા." દિનકર દાસગુપ્તા કહે છે.
" દીકરા તું ખુબ નસીબદાર છે કે તને મહેચ્છા મળી છે. એ એક હોડી જે તને આ ભવસાગર પાર કરાવી શકે છે. મેં તારા માટે આટલા બધા વિચારો કર્યા પછી જ તમને બન્નેને એક બેચમાં ભેગા રાખવા માટે વિચાર કર્યો હતો." દિનકર દાસગુપ્તા ઉમેરે છે.
" પણ એ મને ખુબ હેરાન કરે છે?" નવનીત કહે છે.
" કેવી રીતે હેરાનગતિ કરી?" કમલ સિંહ પુછે છે.
" એ મને આખો દિવસ વાતચીત કરવા, નવા નવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મજબૂર કરે છે. વળી આજે તો સવારે જ મને સમાચાર નો સારાંશ મોકલી દીધો. " નવનીત કહે છે.
" એ બધાથી તો મહેચ્છા ને જ ફાયદો ને?" દિનકર દાસગુપ્તા કહે છે.
"ના. પણ એ ખુબ અકળાવનારી છે. " નવનીત કહે છે.
" એ તારી ભુલો કાઢે છે." કમલ સિંહ પુછે છે.
" હા. પણ એ કોણ હોય છે?" નવનીત કહે છે.
"તું એક મિત્ર તરીકે એની સાથે તૈયારી તો કર. એની અભ્યાસ પધ્ધતિ જો. એ તારા સારા માટે વિચાર કરે છે. હું તો ઘણીવાર એની અંદર રોશની અને તારી અંદર પોતાની જાતને જોવું છું." દિનકર દાસગુપ્તા કહે છે.
"પણ?" નવનીત કહે છે.
" શું?" દિનકર દાસગુપ્તા કહે છે.
" એ તો જતી રહી. " નવનીત કહે છે.
" હવે બધું અમારે જ શીખવાડવાનું." કમલ સિંહ હસે છે.
" મને એના ઘરનું એડ્રેસ આપો. " નવનીત કહે છે.
"હું તને એના ઘર કરતાં કોલેજ જવાની પરવાનગી આપીશ." દિનકર દાસગુપ્તા કહે છે.
આ તરફ મહેચ્છા ઘરમાં આવી જાય છે પણ આજે તેનું ભણવામાં મન ન હતું. પોતે કેટલો બધો વિચાર કરીને નવનીત ને મદદ કરવા માંગતી હતી પણ નવનીત તો કોઈનું માનતો ન હતો.
આ તરફ આજે રૂમમાં પાછા પહોંચ્યા પછી નવનીત રિતેશ ને ફોન કરી સમગ્ર ઘટનાક્રમ વિષે સમજાવે છે. રિતેશ નવનીત ને મહેચ્છા થી માફી માંગવા માટે કહે છે. બીજા દિવસે સવારે જ મહેચ્છા ના કોલેજ ના રસ્તે નવનીત પહોંચી જાય છે.
મહેચ્છા આમ તો પોતાની બહેનપણીઓ સાથે સમયસર કોલેજ પહોંચી જ જતી પણ આજે મોડી હોવાથી મધુકર મોહન તેને મુકવા માટે આવે છે. મધુકર મોહન મહેચ્છા ને લઈને થોડો ચિંતિત તો હતો.
"શું મહેચ્છા આજે કેમ ઉદાસ છે?" મધુકર પુછે છે.
"પપ્પા એમ જ." મહેચ્છા કહે છે.
નવનીત તો રસ્તે રાહ જોઈ થાકી જાય છે. પણ મહેચ્છા નથી આવતી. એ નજીક જ એક દુકાનમાં ચા પીવા માટે પહોંચી જાય છે.એ સમય દરમ્યાન જ મધુકર મહેચ્છા ને કોલેજમાં મુકી આવે છે.મધુકર ને પણ ચા પીવાની ઈચ્છા થાય છે.
એ પણ એ જ દુકાન માં પહોચી જાય છે. આ તરફ નવનીત એજ સમયે પોતાના ફોનથી રિતેશને વાતચીત કરી રહ્યો હતો.
"શું રિતેશ પેલી મહેચ્છા તો કોલેજમાં આવી જ નથી. હું તો રાહ જોઈ થાકી ગયો. "
અચાનક જ મધુકર ના કાને આ વાત પડે છે. એ ચુપચાપ જ નવનીત ની વાતચીત પુરી થવાની રાહ જોવે છે. પછી બરાબર રીતે છુપાઈને નવનીત નું મોઢું જોઈ લે છે.
જેમ જ નવનીત ફરીથી કોલેજ તરફ જાય છે તો મધુકર તેનો હાથ પકડી લે છે. નવનીત આમ અચાનક જ કોઈ અજાણ્યા માણસ ના હાથ પકડવાથી ગભરાઈ જાય છે.
"કેમ? મારી દીકરીની સાથે આ વ્યવહાર કેટલા દિવસ થી ચાલે છે? " મધુકર પુછે છે.
"શું? કોણ?" નવનીત ગભરાઈ જાય છે.
"તું જ નવનીત છે ને? મહેચ્છા ની સાથે પ્રેમ નું નાટક કરવાવાળો.." મધુકર બગડી જાય છે.
"હા હું જ નવનીત છું. પણ પ્રેમ નું કંઈ નથી." નવનીત કહે છે.
" એ બિચારી ગઈકાલે રાત્રે થી જ ઉદાસ છે. જરૂર તે એની સાથે કંઈક કર્યું છે." મધુકર કોલર પકડી લે છે.