વરસાદ પડે… ત્યારે ઘર દિલમાં પાછું આવી જાય છે Daily life Stories દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરસાદ પડે… ત્યારે ઘર દિલમાં પાછું આવી જાય છે

Missing Home

વરસાદ આવ્યો... અને સાથે આવી ઘર ની યાદ

વરસાદ આજે અહીં પણ પડતો હતો, પણ કંઈક અલગ લાગતું હતું. બારી પાસે ઊભી રહીને હું શહેરને જોઈ રહી હતી. ઉંચી ઈમારતો, ચમકતી લાઈટ્સ, દોડતી ગાડીઓ અને સતત ચાલતું

જીવન … બધું ખૂબ સુંદર લાગતું હતું, બધું perfect હતું. લોકો કહેતા — “તું lucky છે.” હા, હું lucky હતી. સારી job, સુંદર apartment, comfortable life… બધું હતું. પણ આજે

વરસાદ પડ્યો અને અંદર કંઈક ખાલી થઈ ગયું. અચાનક યાદ આવી ગયું… એ આપણું ઘર. વરસાદ પડે ત્યારે અંગણે માટીની સુગંધ ફેલાઈ જતી, અને એ સુગંધમાં એક અજાણી શાંતિ હતી.

બારીમાંથી આવતો ઠંડો પવન અને સાથે વરસાદના ટીપાંનો અવાજ… એ બધું દિલને શાંત કરી દેતો. મમ્મી રસોડામાં ચા બનાવતી, સાથે ગરમ ભજીયા કે પકોડા બનાવતી, અને આખું ઘર

એની સુગંધથી ભરાઈ જતું. હું બારી પાસે ઊભી રહીને વરસાદ જોતી, અને મમ્મીનો અવાજ આવતો — “ચા ઠંડી થઈ જશે, આવ જલ્દી.” પપ્પા ગેલેરીમાં ઊભા રહીને શાંતિથી વરસાદ જોતા,

ક્યારેક મને બોલાવતા — “આવ, અહીંથી જો તો વરસાદ વધુ સુંદર લાગે છે.” અને હું એમની બાજુમાં ઊભી રહીને એ પળોને ચૂપચાપ જીવી લેતી. ક્યારેક અમે ગલીમાં પાણીમાં પગ નાખીને

હસતા, નાનકડી ખુશીઓમાં દિવસ પસાર થઈ જતા. એ દિવસો… એ પળો… એ ઘર… એમાં કોઈ ખાસ વસ્તુ નહોતી, પણ બધું ખાસ હતું. અહીં બધું છે — સારો apartment, સુંદર city

view, મોટી બારીઓ, stylish furniture — પણ એ “અહેસાસ” નથી. અહીં વરસાદ પડે છે, પણ એમાં એ માટીની સુગંધ નથી, એમાં એ warmth નથી. અહીં લોકો છે, પણ એમાં એ

ઓળખાણ નથી. હાથમાં ફોન લીધો અને ઘરે call કર્યો. દિલ થોડું ઝડપથી ધબકતું હતું. “ત્યાં વરસાદ છે? ” મેં ધીમે થી પૂછ્યું. “હા બેટા…” મમ્મીનો અવાજ સાંભળતાં જ ....." Throat

ભરાઈ ગયું. આંખો ભરાઈ ગઈ ." મમ્મી બોલ્યા. "ગલીમાં પાણી ભરાઈ ગયા છે, અને તારા પપ્પા ગેલેરીમાં ઊભા છે… વરસાદ જોઈ રહ્યા છે…” હું એક પળ માટે ચૂપ રહી ગઈ. આંખો બંધ થઈ

ગઈ. મને લાગ્યું કે હું ફરી એ જ ગેલેરીમાં ઊભી છું, એ જ વરસાદ જોઈ રહી છું. મમ્મી રસોડામાં છે, ચા બનાવી રહી છે, અને હું બસ એ પળમાં જીવી રહી છું. “ક્યારે આવે છે? ” મમ્મીએ

પૂછ્યું.  “જલ્દી…” મેં ધીમેથી કહ્યું,  Call મૂકી દીધો.ફરી બારી પાસે ઊભી રહી. અહીં પણ વરસાદ હતો — એ જ અવાજ, એ જ ટીપાં — પણ એ ઘર નહોતું. થોડું હસવું આવ્યું… કેટલું અજીબ

છે ને? દુનિયામાં બધું મળી શકે — સારો career,મોટી opportunities, સુંદર શહેરો, મોટી buildings — પણ “ઘરનો અહેસાસ” ક્યાંય નથી મળતો. એ ફક્ત યાદોમાં રહે છે, અને ક્યારેક

વરસાદ તેને પાછું જીવંત કરી દે છે. મેં એક ઊંડો શ્વાસ લીધો, આંખો બંધ કરી, અને વરસાદનો અવાજ સાંભળ્યો. આ વખતે કંઈક બદલાયું. એવું લાગ્યું કે ઘર દૂર નથી. એ મારી સાથે જ છે.

મારી અંદર છે. વરસાદના દરેક ટીપાં સાથે એ યાદોપાછી આવી રહી હતી. મમ્મીનો અવાજ, પપ્પાનો શાંતિભર્યો ચહેરો, એ ગલી, એ માટીની સુગંધ, એ નાનકડી ખુશીઓ… બધું ફરી જીવંત

થઈ ગયું. અને મને સમજાયું — ઘર કોઈ જગ્યા નથી. ઘર એક અહેસાસ છે. અને જ્યારે વરસાદ પડે… ત્યારે એ ઘર દિલમાં ઉતરી આવે છે.

 “અને સમજાયું કે ઘર ક્યારેય છોડાતું નથી… બસ દિલમાં સાથે આવી જાય છે.”

 ~ Rainy Day Vibes