સુંદર વન Gautam Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદર વન

​સૌરાષ્ટ્રના 'ચેર' અને સુંદરવનના 'તવરિયાં' - એક જ અનોખી સૃષ્ટિ!​આપણે જેને કચ્છ-સૌરાષ્ટ્રમાં 'ચેર' કહીએ છીએ, તે અંગ્રેજીમાં 'મેન્ગ્રોવ્સ' અને સુંદરવનમાં 'તવરિયાં' તરીકે ઓળખાય છે. ખારા પાણીમાં પણ અડીખમ ઉભા રહેતા આ જંગલોમાં વસે છે 'રોયલ બેંગાલ ટાઇગર'. 🐅​માણસ અને વન્યજીવ વચ્ચેના અસ્તિત્વના જંગની આ વાત છે. જ્યાં ગરીબી અને મધની લાલચ માણસને વાઘના પંજા સુધી ખેંચી જાય છે.સૌથી વધુ નરબલિ લેતા વાઘ આખા જગતમાં ક્યાંય હોય તો એ સુંદરવનમાં !ભારતમાં એટલે કે પશ્ચિમ બંગાળના ભાગે આવતાસુંદરવનના જંગલોનો કુલ પ્રદેશ ૯,૬૩૦ ચોરસ કિલોમીટરજંગલોનું ક્ષેત્રફળ ૪,૨૬૨ ચોરસ કિલોમીટર છે. બાકીનુંજંગલ પૂર્વ તરફ બાંગલા દેશમાં છે.આ વિશાળ પ્રદેશ પૈકી૨,૨૫૦ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારને ભારત સરકારે૧૯૭૩ માં અભયારણ્ય તરીકે જાહેર કર્યો. બાકીના ૨,૦૧૨ચોરસ કિલોમીટર પ્રદેશને અભયારણ્યમાં સામેલ નથી કરાયો,સુંદરવન ! આ નામ વાંચ્યા કે સાંભળ્યા પછી આપણેવિશાળ ફેલાવો ધરાવતું એકાદ લીલુંછમ અને ગીચ વર્ષાજંગલ અનાયાસે કલ્પી લઇએ. ઊંચા ભરાવદાર વૃક્ષો, છત્રની જેમ ચોમેર ફેલાતી ડાળો, ઘટાની ટોચ સુધી પહોંચીને સૂર્યપ્રકાશ ગ્રહણ કરવા માટે લગભગ દરેક થડ ફરતે વીંટળાયેલા સર્પાકાર લાંબા વેલા, ચળાઇને ક્યારેક જમીન સુધી આવતો તડકો, ખીચોખીચ ઊગેલા તરેહ તરેહના છોડ વગેરેનું અદ્ભુત નેચરલ દૃશ્ય નજર સામે તરવરવા લાગે.સુંદરવન આપણી સામાન્ય કલ્પનાના દૃશ્ય જેવુંસામાન્ય જંગલ નથી. સદંતર જુદું છે. વિરાટ કદનાં વૃક્ષો,અવનવા છોડ, લાંબા વેલા તથા ગીચોગીચ ઘાસને બદલેતવરિયાં નામનાં બટકાં વૃક્ષોનું બનેલું તે અનોખું જંગલ છે,જેમાં સુંદરી તરીકે ઓળખાતી સમુદ્રી વનસ્પતિપણ હોવાને લીધે તેનું નામ સુંદરવન પડ્યું છે. એટલે કેસુંદરતા જોડે તે વનના નામને ખાસ લેવાદેવા નથી. આમછતાં વન છે તો જાણે સુંદર, સુંદરવનનો છે.ભવ્ય અને જગતમાં બીજે કશે જોવા ન મળતીસજીવસૃષ્ટિ વડે એકદમ ભરપૂર. ખાસ તો જગતમાંબીજે ક્યાંય ન થતા હોય તેવા કદાવર વાઘ પણએકમાત્ર સુંદરવનમાં જોવા મળે છે.વર્ષાજંગલો કરતાંઅહીંનું વનસ્પતિજગત નિરાળું છે. લગભગ આખું જંગલતવરિયાં અને તેમનાં જેવાં કેટલાંક બીજાં ખડતલ વૃક્ષોનું બનેલું છે. સૌથી વધુ પ્રમાણ જો કે તવરિયાંનું, જે સૌરાષ્ટ્ર-કચ્છમાં ચેર તરીકે જાણીતાં છે. તવરિયાને અંગ્રેજીમાં મેન્ગ્રોવ કહે છે.બારેમાસ ખારા સમુદ્રજળમાં પણ ટકી રહેતાં તવરિયાં બહુઅજબ વૃક્ષો છે. દેખાવે તેઓ જરા વિચિત્ર લાગે, કેમ કે તેમનાં મૂળિયાં જમીનમાં પૂરેપૂરા ખૂપાયેલાં રહેવાને બદલે ખાસ્સાં બહાર હોય છે. મૂળિયાંનાં અનેક ફાંટાને ચોતરફ પ્રસારી જાણે સ્ટેન્ડના પાયા તરીકે વાપર્યા હોય એમ છોડ પોતે તેમના ટેકે બહાર રહે છે. ઉપલી ઘટા કરતાં ઘણી વાર તો મૂળિયાંનો ફેલાવો વધુ હોય છે. તવરિયાંના કેસમાં તે જરૂરી છે, કેમ કે ફાંટેદાર મૂળિયાંનું નેટવર્ક જેટલું મોટું એટલી જ ભરતી-ઓટના વેગીલા પાણી નીચેના કાંપમાં તવરિયાંની પકડ વધુ મજબૂત બને, પકડ સહેજ ઢીલી હોય તો જોરદાર પ્રવાહ છોડને કશે જ ઠરીઠામ થવા ન દે.સર્જનહાર કુદરત જે તે સ્થળના પર્યાવરણ મુજબવનસ્પતિનો આકારપ્રકાર કેવો સિફતપૂર્વક રચે તેની સરસજાણકારી તવરિયાંના પરિચયમાં મળે છે. પ્રથમ વાત એ કેકદમાં મોટા છોડ જેવું દેખાતું તવરિયાંનું વૃક્ષસામાન્ય રીતે સુંદરવનના ટાપુકાંઠે છીછરા સમુદ્રજળ વચ્ચેપોતાનો અડ્ડો જમાવે છે, જ્યાં તેને વાગતો મોજાંરૂપી ખારાપાણીનો મારો અટકતો જ નથી. માનો કે અમુક વૃક્ષો સપાટટાપુ પર તદન કિનારે નહિ, પરંતુ સહેજ અંદરના ભાગે હોયતો કદાચ ત્યાં પણ ભરતીનું પાણી રોજેરોજ ફરી વળે છે.આથી પોતાનો વંશવેલો કાયમ રાખવા માગતાં વૃક્ષો માટેપહેલી સમસ્યા એ કે બીજનો સુરક્ષિત ફેલાવો શી રીતે કરવો?ઉપસાગરના કે નદીના પાણીનો જોરદાર પ્રવાહ બીજને કાંપમાં ટકવા જ ન દેતો હોય તો અંકુર ફૂટીને ધરૂ (નાનો છોડ) પણ કદી પાંગરે નહિ. આ સમસ્યાનો તોડ કુદરતે શી રીતે કાઢ્યો છે તે જુઓ. આ વૃક્ષનો દરેક ઠળિયો હજી તો ડાળ પર લટકતો હોય એ વખતે જ તેને અણીદારમૂળ ફૂટે છે. આને મૂળિયું ગણો કે અંકુર કહો, પણ ખરૂં મહત્ત્વ તેના આકારનું છે. લંબાઇ સરેરાશ ૧૨'' જેટલી થયા પછી આપોઆપ તે છીછરા પાણીમાંખરી પડે છે. પાણીના તળિયેનરમ કાંપમાં જાણે કે ખંજર જભોંકાયું હોય એમ તેનું અણીદારટેરવું ખૂંપી જાય છે. મૂળિયાનાઅનેક ફાંટા ખીલીને ત્યાર બાદએવો તો ફેલાવો શરૂ કરે કેફળદ્રુપ કાંપમાં જાણે ખંજર નહિ,પણ લંગર ખૂંપ્યું! મજબૂત પકડજમાવતાં મૂળિયાં છેવટે વધુ નેવધુ કાંપને જકડી લે છે અને તેનુંપોષણ મેળવે છે. દુનિયામાં તવરિયાંની પચાસેક જાતો થાયછે, જે પૈકી ૩૫ પ્રકારો સુંદરવનમાં જોવા મળે છે. જગતનાબીજા એકેય સમુદ્રતટે તવરિયાંની આટલી વેરાયટી નથી.તવરિયાનાં વૃક્ષો પોતાનાં સંખ્યાબંધ મૂળિયાને સ્ટેન્ડ તરીકે વાપરે છે. સરકતા કાંપમાં એ મૂળિયા તેને માટે લંગર સમાન છે.સુંદરવનના ૧૧ મોટા અને ૫૪ નાના ટાપુઓ ૫૨ તવરિયાંઉપરાંત ?વિવિધ છોડ-વેલાં, વૃક્ષો અને ઝાડી ભરપૂર છે--અને તે?હરિયાળીમાં વસે છે રૉયલ બેંગાલ ટાઇગર કહેવાતા ૪૦૦ વાઘ. અહીં દરેક વાઘ આદમખોર નથી, છતાં આજે વધુમાં વધુ લોકોનું બલિદાન લેતા વાઘ હોય તો એ સુંદરવનના વાઘને પણ શિકાર કરવાઉપસાગરના કુલ ૬૫ નાના-મોટા ટાપુઓ પૈકી ગમે તે ટાપુપર ગમે ત્યારે જવું પડે, એટલે કુદરતે તેમને કુશળ તરવૈયાબનાવ્યા છે. ભરતીના જુવાળ વખતે પણ નૉન-સ્ટોપ તરીનેપાંચેક કિલોમીટરનું અંતર કાપી નાખવું તેમને માટે સહજ છે. માનો કે સામે કાંઠે એકાદ શિકાર દેખાય તો તેનું ધ્યાન ચૂકાવવામાટે તેઓ મગરની જેમ પોતાના આખા શરીરને પાણીમાંડૂબેલું રાખી માત્ર નસકોરાં જળસપાટીની બહાર રહે એ રીતેતરી જાણે છે. સામાન્ય વાઘ તો જન્મજાત ભૂચર એટલે કેજમીન પર વસનારૂં પ્રાણી છે. શિકાર પણ તેને હંમેશા જમીનપર જ મળી રહે છે. પરંતુ સુંદરવનના વાઘસતત જુદા જુદા ટાપુઓ વચ્ચે આવ-જા કરતાહોવાને કારણે ઊભયચર બન્યા છે. જમીન હોયકે પાણી, વાઘ માટે જાણે કે બેય સરખાં !સુંદરવન ખરું જોતાં બેઠા ઘાટનું વન છે.ઊંચા ઘટાટોપ વૃક્ષોનું પૂરબહારમાં ખીલેલું જંગલનથી. અહીં વાઘને બહુ મોટા શિકારો મળે નહિ.ચિત્તળ જેવાં અમુક જનાવરોને બાદ કરો તોસુંદરવનના છૂટાછવાયા તેમજ ઓછા ક્ષેત્રફળનાદરેક ટાપુ પર બીજા જીવો ટચૂકડા છે. ઘણાસજીવો તો પાણીમાં જ વસે છે. આથી વાધેક્યારેક તેમના વડે પેટનો ખાડો પૂરવાનો થાયછે. જંગલનો શહેનશાહ કહેવાતો વાઘ માછલાંપકડીને ગુજરાન ચલાવે એ વાત માની શકાયખરી ? માછીમારીનું કામ શહેનશાહ માટે તોશરમજનક જ ગણવું રહ્યું. આમ છતાંસુંદરવનના દરેક વાઘે એ ધંધો પણ કરવો પડેછે. બગલાની માફક છીછરા અને શાંત પાણીમાંતે આગલા બે પગ ખોડીને, મોઢું કાંઠા તરફરાખીને તેમજ જળસપાટી પર માથાનો છાંયડોપાથરીને એકધારી તપશ્ચર્યા કરે છે. કોઇ માછલી જેવી પગવચ્ચે તરતી દેખાય કે તરત વાઘ પોતાના પંજા વડે તેનો કાંઠાતરફ ‘ટૉસ’ કરી દે છે ! જમીન પર તરફડતી લાચાર માછલીનેત્યાર પછી તે પોતાનો કોળિયો બનાવે છે. માત્ર માછલાંને જનહિ, ઝિંઘા, કરચલા, દરિયાઇ સાપ, કાચિંડા વગેરે સજીવોનેપણ સુંદરવનના વાઘે તેના મેનુમાં સમાવવા પડ્યા છે. વર્ષેજે પ્રાણીને ઓછામાં ઓછા સાડા ત્રણક હજાર કિલોગ્રામભોજનનો ખપ પડતો હોય તેનું પેટ આવા ફાસ્ટફૂડ ખોરાક વડે પૂરેપૂરું ભરાય નહિ. ચોતરફ પાણી વડે ઘેરાયેલા સરેરાશ ટાપુ પર એટલાંબધાં જનાવરો તેમને મળે ક્યાંથી ? શિકાર હોય તો પણ તેનેઆંબી લેવો એ વાઘ માટે સહેલું કામ નથી. જીવનમરણનાસંઘર્ષમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે દરેક પ્રાણી હંમેશાસાવધ રહે છે. વાઘના ખતરાને પહોંચી વળવા કેટલાંક જનાવરોતો પરસ્પર ભાગીદારી પણ કરે છે. દા. ત. ચિત્તળ માટે વાંદરોઝાડ પરનાં ફળો અને પાંદડાં તોડીને નીચે ફેંકે છે, જેથી ચિત્તળેસલામત રહે છે. ચિત્તળને થતો ફાયદો એ કે કુદરતે વાંદરાનેઅત્યંત ચકોર દૃષ્ટિ આપી છે. દૂરથી જ વાઘને આવતો જોયાપછી તે બૂમાબૂમ કરી મૂકે છે. આગમનની દિશા પણ તે ચિત્તળનેબતાવે, એટલે ચિત્તળ વિરૂદ્ધ દિશામાં ભાગી છૂટે છે. થોડી વારપછી વાઘ જતો રહે ત્યારે ચુગલીખોર વાંદરો સાંકેતિક અવાજોકરી ચિત્તળને પરત બોલાવે અને પાર્ટનરશીપનો કારોબારપાછો શરૂ ! આ જાતનો ભાગીદારી બિઝનેસ સુંદરવનમાંબીજા અનેક સજીવો વચ્ચે કાયમી ધોરણે ચાલતો હોય છે,એટલે પછી સવાલ જ ક્યાં રહ્યો કે જંગલના શહેનશાહનુંગુજરાન સરળતાપૂર્વક ચાલે ?સંજોગોના માર્યા વાઘ આખરે માનવભક્ષી બન્યા છે. શિકારતરીકે વાઘ માટે બેસ્ટ પ્રાણી હોય તો એ માણસ, કેમ કે બીજું એકેય પ્રાણી તેના જેટલું લાચાર અને કમજોર નથી. ચિત્તળની જેમ માણસ સડસડાટ વેગે ભાગી શકે નહિ અને વાઘ સામેક્યારેય શિંગડાં ભરાવતા વિફરેલા સાબરની જેમ લડી પણપડે છે. સુંદરવનમાં માનવવસ્તી ખાસ્સી છે. પચાસેક જેટલાં તો ગામડાં છે, જ્યાં ગરીબ લોકો વર્ષો થયે વસવાટ કરે છે.વનપ્રદેશમાં રોજીરોટી માટે કામધંધો તો મળે નહિ, એટલેસવાર-સાંજના ખોરાક પૂરતાં માછલાં પકડીને તેઓ જીવનવીતાવે છે. બહુ નજદીકના બે ટાપુઓ વચ્ચે સાંકડી ખાડીમાંત્રણેક ઊભી લાકડીઓ ખોસીને તેઓ સામસામા કાંઠાને જોડતીલાંબી નેટ બાંધે, ભરતી વખતે સમુદ્રના પાણીને માછલાં સહિતતેની ઉપર ખાડીના મુખ તરફ વહેવા દે અને પછી ઓટ દરમ્યાનજળસપાટી નીચી જાય ત્યારે નેટ પાસે અટકી પડતાં માછલાંનેનાની જાળમાં પકડી લે. માછીમારી દરમ્યાન ક્યારેક તેમણેહોડીમાં આખી રાત પડાવ નાખીને બેસી રહેવાનું થાય ત્યારેસુંદરવનના વાઘ ક્યારેક છાપામાર હુમલો લાવે છે. પેધી ગયેલાવાઘ તરીને હોડી નજીક પહોંચ્યા બાદ તેના પર ચડી જાય છેઅને એકાદ માછીમારને ઝબ્બે કરીને પરબારા પાણીમાં ઝંપલાવેછે. મગરની સ્ટાઇલમાં ક્યારેક હોડીને પણ ઊંધી વાળીને તેઓમનપસંદ શિકારને કાંઠા તરફ ખેંચી જાય છે. ટાપુ સાગર નામના ટાપુનું ફક્તનાનું માછીમારોનું ગામ છે. ગામમાં વિધવાસ્ત્રીઓ જ રહે છે, કેમ કે માછીમાર પુરુષોનેસુંદરવનના આદમખોરોએ ક્યારના ખતમ કરીનાખ્યા છે. આદમખોરોના પાપે બીજાં ગામોમાંપણ અમુક હદે આવું જ બન્યું છે--અને છતાંમાછલાં પકડવાનું કામ અટક્યું નથી. જિંદગીવહાલી ગણીને સુંદરવનના ગરીબ પ્રજાજનોમાછીમા૨ી તજી દે તો ઘરબેઠા ખાય શું ? વર્ષોપહેલાં અહીંના લોકો મીઠુંપકવવાનો ધંધો ચલાવતા હતા.મીઠાના અગરોમાં મજૂરી કરવામાટે નદી-નાળાં કે ખાડી ઓળંગીનેજે મજૂરો આવ્યા હોય તેઓરહેઠાણના અભાવે રાત પણ ત્યાંખુલ્લામાં ગુજારે, એટલે માણસનુંલોહી ચાખી ગયેલા વાઘને ફાવતુંમળી જતું હતું. દિવસરાતચોકીપહેરો ગોઠવ્યો હોય અનેયમદૂતોનું આગમન થાય ત્યારે ચોકિયાતો તેમનેડરાવવા માટે જોરશોરમાં નગારાં પણ વગાડે,તો પણ રીઢા વાઘ એકાદ-બે મજૂરોને સકંજામાંલીધા વગર જાય નહિ. કેટલાક અગરો ફરતેઆઠ ફીટ ઊંચી પાળીનું બાંધકામ કરવામાંઆવ્યું--અને છતાં કશું ન વળ્યું. એક નરભક્ષીવાઘણે તે પાળી ઠેકીને ફક્ત ૩ મહિનામાં કુલ ૬૦ મજૂરોનો શિકાર કરી નાખ્યો ! સુંદરવનનાઅભણ તથા અબુધ લોકો પાછા એવું માને કેજંગલની દેવી માતાને ખુશ રાખવામાં આવેતો વાઘ કનડે નહિ. આ દેવી માતાને તેઓવનબીબી કહેતા અને વર્ષો પહેલાં તો તેરીઝવવા માટે તેઓ ક્યારેક નરબલિ પણઆપતા હતા. જંગલના માર્ગે પસારથવાનું હોય ત્યારે ગીચ ઝાડીમાં પ્રવેશ્યાબાદ પોતાની જ ટુકડીના એકાદ સભ્યનેતેઓ ઝાડ સાથે બાંધી દેતા હતા, જેથીતેનો ‘પ્રસાદ’ આરોગીને પેટ ભરતોદૈત્યરૂપી વાઘ બાકીના સભ્યોને તેમનાપ્રવાસ દરમ્યાન સતાવે નહિ. ઘણી વખતએકાદ સાધુબાવો પગપાળા ટુકડીનીમોખરે રહી વનબીબીને પ્રસન્ન કરવામાટે જાત જાતના મંત્રો બોલે. આખાજંગલને ગજાવે અને છતાં ટુકડીમાંએકદમ છેલ્લે ચાલ્યા આવતા મેમ્બરનીગુપચુપ રીતે ક્યારે બાદબાકી થાય તેની ખુદ એને પણ ખબરપડે નહિ! આજે પણ વનબીબીના પૂજાપાઠ કરીને જ વનમાંપ્રવેશતા અંધશ્રદ્ધાળુ લોકોને કોણ સમજાવે કે માણસખાઉ વાઘસામે વનબીબી તેમનું રક્ષણ કરી શકતી હોત તો આટલા બધાલોકોએ શિકાર બનવાનો વારો આવત ખરો?સુંદરવનના જંગલોમાં સૌથી વધુ માણસો હંમેશા મધ એકઠુંકરવાની સીઝનમાં મરે છે. દર વર્ષે માર્ચ પછી આખા વનમાંતવરિયાં સહિત બધાં વૃક્ષોને ફૂલો અને નવાં પાંદડાં ફૂટે છે.ફૂલોનો રંગ અને સુવાસ મધમાખોને ટોળાબંધ ખેંચી લાવે છે.સુંદરવનની જંગલી મધમાખીઓ છે તો અત્યંત મારકણી, પરંતુમધ પેદા કરવામાં તેમનો જોટો નહિં. દોઢ-બે મીટર વ્યાસનાજબરજસ્ત મધપૂડા તેઓ બનાવે છે. હજારો ખાનાંવાળા દરેકમધપૂડામાં પંદરેક કિલોગ્રામ મધ હોય, જેને એકઠું કરવામાટે સુંદરવનના લોકો એપ્રિલ-મે દરમ્યાન નીકળી પડે છે.જાનની વધુ ખુવારી પણ ત્યારે જ થાય છે. મધ ભેગું કરનારાલોકો હંમેશા પાંચ કે છના જૂથમાં હોય અને જેમ આગળવધતા રહે તેમ વાઘને ડરાવવા માટે વખતોવખત ફટાકડા પણફોડે, પરંતુ સુંદરવનના વાઘ હવે એવા ધૂમધડાકાને સહેજેગણકારતા નથી. વિવિધ દિશામાં મધપૂડા દેખાય ત્યારે પોતાનો દાવો તેમના પર નોંધાવવામાટે જૂથના બધા લોકો બીક ભૂલીનેદોટ મૂકતા વિખેરાય કે તરત નજીકમાંટાંપી રહેલો કો'ક આદમ-ખોર વાઘએકાદ જણને વીજળીવેગે ઝડપી લે છે.આ જાતના પ્રસંગો અવારનવાર બનતા હોવા છતાં મધએકઠું કરવાનો મોહ છૂટે પણ કેમ ? સુંદરવનમાં દર વર્ષેલગભગ ૪૦,૦૦૦ કિલોગ્રામ જેટલા મધનો પુરવઠો મળે છે,એટલે તેના વેચાણ દ્વારા જે આવક મળે તે પણ બે ટંકનુંભરપેટ ખાવાનું ન પામતા ગરીબ લોકો માટે નાનીસૂની તોગણાય જ નહિ. વર્ષભરની આવક મેળવવા સુંદરવનમાં છેકઅંદર સુધી ભટકવું પણ ફરજિયાત,એટલે પછી લોકોએ વાઘનો ખતરોટાળવા માટે પોતાની રીતે અવનવાતુક્કા લડાવ્યા છે. દા. ત. પાછળથીજ શિકાર પર હુમલો કરવો એ વાઘનીજાણીતી ખાસિયત છે. શિકારની પીઠેબન્ને પંજાના નહોર ભરાવ્યા બાદવાઘ પોતાનું તીક્ષ્ણ દાંતવાળું જડબુંતેની ગરદનમાં ખોસી દે છે. આજાતનો હુમલો ન થાય એ માટે લોકો માથાના પાછલા ભાગેચહેરાની આકૃતિવાળું મહોરું પહેરે છે. સુંદરવનના જંગલઅધિકારીઓ તો વળી પીઠે અણીદાર ખીલાવાળા ફાઇબરગ્લાસના બખ્તરમાં અને હેલ્મેટમાં સજ્જ થયેલા હોય છે.નિષ્ણાતોએ કેટલાંક વર્ષ પહેલાં આદમખોર વાઘને તરાપનોખો ભૂલાવવા માટે સુંદરવનમાં ઠેર ઠેર માટીનાં બાવલાં ગોઠવ્યાં.દરેકની ગરદન ફરતે તાંબાનો વાયર લપેટ્યો અને તેનું જોડાણપાવરફુલ બેટરી સાથે કરી દીધું. વિદ્યુત સરકીટનો પણ એવોબંદોબસ્ત કર્યો કે વાઘ જેવો માણસના બાવલાની ગરદનમાંદાંત ખૂપાવે કે તરત ૩૦૦ વૉલ્ટનો જબરજસ્ત આંચકો તેનેલાગે. આ ‘તરકીબ અજમાવ્યા પછી અમુક વાઘ પાંસરા દોર થયા, પરંતુ આવડા મોટા સુંદરવનમાં વીજળીનો શૉક આપતાં બાવલાં ક્યાં અને કેટલાં મૂકવાં ? પરિણામે આજેય સુંદરવનના વાઘ માનવબલી લેવા બદલ જગતભરમાં નામચીન છે.​ https://www.facebook.com/share/p/1Uxt8VA1j3/