ડૉ.નભ M.s પછી સુપર સ્પેશીયલાઈઝેશન માટે U.S.A ગયા.ત્યાં ડૉ જલધિ પણ સુપર સ્પેશીયલાઈઝેશન કરી રહયા હતા. તેઓ ડૉ.નભનાં સિનિયર હતા. ડૉ જલધિ મૂળ ભારતીય હોવાને કારણે ડૉ.નભને સારો એવો મનમેળ થયો. ડૉ. જલધિ ડૉ.નભને ગાઈડલાઈન પૂરી પડતા. સમય જતાં બંને લીવઈન રિલેશનશીપમાં રહેતા હતા. જે ડૉ. જલધિનાં માતા-પિતાને મંજૂર ન હતુ. તેમણે દીકરી જલધિને બોલાવી લીધી. માતા-પિતાના ઈમોશન્સને મા આપી ડૉ જલધિ ડૉ.નભને જાણ કર્યા વિના ચાલી ગયા. આ ઘટનાથી લાગણીશીલ એવાં ડૉ.નભને ઊંડો ધડાકો પહોંચ્યો. તેમનું સ્પેશીયલાઈઝેશન પૂરું થતાં ફરીથી ઈન્ડિયા આવી ગયા. ભૂતકાળને ડીલીટ કરી ભવિષ્યને અપલોર્ડ કરવું એ જ તો સમયચક્ર મહિમા હોય ડૉ નભે ડૉ ધાગી સાથે અરેજન્ડ મેરેજ કર્યા. સુંદર, સુશીલ, કાર્યશીલ ડૉ ધાગી, દીકરી નીર અને દીકરા નેત્ર સાથે પ્રેમભર્યું જીવન જીવી રહયા હતા.
ડૉ નભે ડૉ ધાગી સાથેનાં મધુર લગ્નજીવનની દશમી સાલગીરી જોરશોરથી ઉજવવાનું ઉત્સાહભેર આયોજન કર્યો. ડૉ. ધાગીનો પ્રેમાનંદ થનગન થઈ રહયો હતો. સર્વ સગાંસ્નેહીઓ આનંદના સહભાગી થવા ઉમળકાભેર, આમંત્રણ સ્વીકારીને પધારી રહયા હતા. એ જ દિવસે ડૉ.નભને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામે ફોન પરથી ડૉ.જલધિનો અવાજ સાંભળી ડૉ.નભ થોડીવાર માટે ધબકારા ચૂકી ગયા. ડૉ.નભને શૂન્યમનસ્ક જોઈ ડૉ. ધાગીએ નભનાં હાથમાંથી ફોન લીધો. સામેથી ન્યૂજર્સીની સિટી હોસ્પિટલમાંથી ફોન પર વાત કરી રહયા હતા. તેમણે જણાવ્યું એક એકસિડન્તનો કેસ છે પેશન્ટની હાલત નાજુક છે. પેશન્ટ એક માત્ર ડૉ. નભની ઓળખ આપી શક્યા છે.
ડૉ.ધાગીએ ડૉ.નભને કહયું અહીં કરતાં તમારી ત્યાં વધુ જરૂર છે તમે U.S.A નીકળી જાઓ “હું અહીંનું સંભાળી લઇશ” ડૉ.નભ કઇંક સમજે,વિચારે પહેલાં ડૉ.ધાગીએ ફોન દ્વારા ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દીધી અને બેગ પેક કરી ડૉ.નભને હસતાં મુખે U.S.A મોકલ્યા. કાર્યકુશળ એવી ડૉ.ધાગીએ મહેમાનોને ઓનલાઈન ડૉ.નભ સાથે મુલાકાત કરાવી અને મહેમાનોને ઉત્સાહભેર આવકાર્યા એક્લાહાથે પ્રસંગને રંગેચંગે પાર પાડ્યો. 360 ડિગ્રીનો થઈ ગયો. આખીરાતનાં વિચારોનાં યુધ્ધ વચ્ચે સવારે ધાગીએ પોતાનો નિર્ણય સસરા અને પિયર બંને ધરના વડીલો સમક્ષ રજૂ કર્યો. ‘પ્રાપ્તને બોર્ડિંગમાં મૂકવો. એ મંજૂર હોય તો હું નભ સાથે રહેવા તૈયાર છું’ બધાએ ભેગાં મળી ધાગીના નિર્ણયને સ્વીકૃતિ આપી.
ભારે હૈયે નભ પ્રાપ્તને બોર્ડિંગમાં મૂકી આવ્યા. નભનું દિલ પ્રાપ્ત પ્રત્યે ખેચાતું પરંતુ ધાગી સાથે અન્યાય કર્યાનું દુ:ખ એમનાં દિલમાં ધર કર ગયું હતું. પોતે દીકરા કે પત્નિ કોઈને વફાદાર નથી એવું પોતાની જાત પર આરોપ કરતાં. બંને તરફે અપરાધી છે એવું એમનાં દિલોદિમાગ પર છવાયેલું રહેતું.
એક દિવસ બોર્ડિંગમાંથી ફોન આવ્યો પ્રાપ્તને હોસ્પીટલમાં એડમિટ કર્યો છે. ડૉ.નભ તરત જ ત્યાં પહોંચી ગયા અનેક પેથોલોજિકલ ટેસ્ટ પછી રિપોર્ટ આવ્યો કે પ્રાપ્તને મેનેનજાઈટીસ છે નભ વિહવળ થઈ ગયા આ પરિસ્થિતિમાં ‘પ્રાપ્તને એકલો કેવી રીતે છોડી શકાય?’ ઘર કે હોસ્પીટલમાં ડૉ.નભ ન હોવાથી ધાત્રીએ એમને ફોન કર્યો. ડૉ. નભે પત્નિ ધાત્રીને બધી વાતની જાણ કરી. ધાત્રી પણ એક ડોકટર હતી એ જાણતી હતી. આ પરિસ્થિતિમાં પ્રાપ્તને ઈમોશનલ સ્પોર્ટની જરૂર છે. પરંતુ સાથે એક પત્નિ પણ હતી આથી પ્રાપ્ત ઘેર સાથે રહે એ પણ સહન કરી શકતી ન હતી. ડૉ. નભ પણ મનની વાત જણાવવા અસમર્થ હતા. એક તરફ પ્રાપ્ત, બીજી તરફ ધાત્રી, નીર અને નેત્ર હતા. બંને પાલ્લાં બેલેન્સ રાખવા નભ માટે અશકય થઈ રહયું હતું. ડૉ. ધાત્રી પણ પતિ નભની મન:પરિસ્થિતિ સમજી શકતી હતી. એ પણ એક સ્ત્રી સહજ સ્વભાવ અને બીજી તરફ પતિ પ્રત્યેનો પ્રેમ! એનાં માટે કોઈક નિર્ણય પર પહોંચવું કપરું હતું. દિનબદિન ડૉ. નભની હાલત કફોડી થઈ રહી હતી એ જોતાં ડૉ. ધાત્રીએ વિચાર્યું કે ‘જીવનમાં નિર્માણ પામેલ સમસ્યાનો ઉકેલ એ પોતે જ લાવી શકે એમ છે. આમ મનથી દરેક પીડાય એ યોગ્ય નથી. જીંદગીનું બીજું નામ સમજણ છે પીડા નહી.
ડૉ. ધાત્રીએ પોતાનાં મનને મક્કમ કરી ડૉ. નભને પ્રાપ્ત આપણી સાથે રહશે એવી સંમતિ આપી. ડૉ. નભ ડૉ. ધાત્રીનાં ઉપકાર નીચે દબાતો રહે અને મનથી દુ:ખી થાય એવું પણ ધાત્રીને મંજૂર ન હતું. ડૉ. નભ પોતાનો પતિ ક્યારેય અપરાધભાવ ન અનુભવે એ માટે ડૉ. ધાત્રી પ્રાપ્ત, નીર, નેત્ર દરેકને એક સમાન પ્રેમ, હૂંફ, લાગણી અને દરજ્જો આપતી. ઘરનું વાતાવરણ પણ હળવાશમય બની ગયું. એ પ્રાપ્તને ખુલ્લા મનથી પ્રેમ કરતી. પ્રાપ્તમાં નખશિખ ડૉ. નભનાં લક્ષણ દેખાતા. એ કહેતી-‘પ્રાપ્ત નભની કોપીપેસ્ટ છે.’ એણે પ્રાપ્તને ‘કોપીપેસ્ટ’નાં હુલામણા નામથી છાતી સરસો ચાંપી દીધો.