The God Gifted Sahil Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The God Gifted

ઘણા લોકો એવું માનતા હોય છે કે બીજા અન્ય લોકો ને પોતાના કરતા એવી કંઇક વિશેષતા ભગવાન દ્વારા આપવામાં આવી છે , જેનાથી તેઓ દુનિયા થી કઈક અલગ જ છે, પરંતુ શું વાસ્તવિકતા આવી હોય છે ? તો ચાલો જાણીએ એક નાનકડી વાર્તા દ્વારા.....

બે મિત્રો નાનપણ થી સાથે જ અભ્યાસક્રમ સાથે જોડાયેલ હતા , શાળાના વર્ષો પૂર્ણ થયા ત્યારબાદ બન્ને ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવાનું નક્કી કર્યું , બન્ને મિત્રો સરકારી પરીક્ષા આપીને એમની કારકિર્દી ને શ્રેષ્ઠ બનાવવા માગતા હતા , બન્ને ઉતીર્ણ પણ હતા, હોશિયાર અને સમજુ પણ ; પરંતુ એક જ વાત બન્ને માં અલગ હતી, એક છોકરો પોતે પોતાના  ધર્મ અને  ભક્તિ માં વિશ્વાસ કરતો અને બીજો વિજ્ઞાન માં વિશ્વાસ કરતો , એના લીધે બંને વચ્ચે ક્યારેક રસાકસી થઈ જાય , મતભેદો થઈ જાય;  પણ અંતે બધું શાંત થઈ જતું.

બન્ને એ સાથે પ્રથમ લેવલ ની પરીક્ષા આપી અને બન્ને પાસ થઈ ગયા હતા, જે છોકરો ધાર્મિક બાબતો માં માનતો એને બસ થોડાક જ માર્કસ વધુ આવ્યા હતા , પરંતુ અને એ વાતનો કોઈ અભિમાન મન માં નહોતો કે હું મારા મિત્ર થી આગળ છું, ઉલટા નો એ ખુશ હતો કે અમે બન્ને પાસ થઈને સાથે જ છીએ.

જ્યારે જ્યારે પણ  કોઈ માણસ તેના બીજા મિત્ર ને મળે ત્યારે એમ જ કહે , જો પેલા ને તારાથી વધુ માર્કસ આવ્યા છે, એણે તો બાઝી મારી જ લીધી છે હવે , તેના લીધે આ છોકરો મન માં ઈર્ષ્યા કરવા લાગ્યો અને તેને પેલા ધર્મ પાળનાર છોકરા થી મનોમન નફરત થઈ ગઈ , કેમ કે એક વાસ્તવિકતા એ પણ હતી કે એ છોકરો લગભગ બધી બાબતે તેના કરતાં આગળ હતો ,  કહેવાય ને કે પૂર્ણતા ની નજીક હતો , ગમે તે બાબત હોઈ દરેક બાબતો માં પોતાનું શ્રેષ્ઠ આપતો અને આ છોકરા પાસે એક ભણવાની બાબત હતી , એમાં પણ પેલો છોકરો તેનાથી આગળ નીકળી ગયો એટલે તેણે વિચાર્યું અને નિરીક્ષણ કર્યું કે  પેલો છોકરો ભગવાન ની ભક્તિ કરે છે એટલે કદાચ એવું કંઈક હશે પરિબળ કે જેનાથી એ આગળ હશે  , તે વિચારે છે કે ભક્તિ કરવાથી હું પણ સારા માર્કસ લાવીશ અને બીજા લેવલ માં એનાથી આગળ નીકળી જઈશ.

બીજા લેવલ ની પરીક્ષા આવવાની જ હતી, પેલો ધર્મ પાળનાર મિત્ર ઈર્ષ્યાળુ મિત્ર ને કહે છે કે ચાલ હવે આપણે વાંચવાનું શરુ કરી દઈએ , પરંતુ પેલો છોકરો માન્યો નહિ અને પોતાને ઉચો સાબિત કરવા માટે તે અલગ અલગ જગ્યા એ ફરતો અને ઢોંગી ભક્તિ કરતો , કેમ કે તે પેહેલા વિજ્ઞાન ને શ્રેષ્ઠ માનીને બેઠો હતો , એટલે માત્ર પોતે વધુ માર્કસ મેળવી શકે એવા જ સ્વાર્થ થી ઢોંગી ભક્તિ કરતો , ઘણા બાબાઓ પાસે જઈને તંત્ર મંત્ર ને વિધિઓ કરાવતો , તે બસ પોતે શ્રેષ્ઠ સાબિત થઈ શકે એના માટે ભક્તિ કરતો હતો.

પરીક્ષા પૂરી થઈ , પરિણામ આવ્યું , પેલો ઈર્ષ્યાળુ મિત્ર નાપાસ થયો અને બીજો મિત્ર પાસ થઈ ગયો , ત્યારે ઈર્ષ્યાળુ પાસે બોલવા માટે કંઈ નહોતું એટલે તેણે ટાર્ગેટ કર્યો કે ભક્તિ ને ધર્મ એ બધી વાતો મિથ્યા છે , મે ભક્તિ કરી આમ છતાં હું પાસ ના થયો , ખરેખર તો હું ચકાસતો હતો કે ભગવાન છે કે નહિ ; પરંતુ વિજ્ઞાન જ સત્ય છે કે ભગવાન નથી હોતા , આ જોઈલે તું જ હું નાપાસ થયો , નહિતર આટલી ભક્તિ કોઈ કરે તો ભગવાન એના ભક્તો નું ધ્યાન રાખે જ ને , બાકી તો હું પાસ જ હતો , હું કોઈ દિવસ નાપાસ ન થાવ.

ત્યારે પેલો ધર્મ પાળનાર માણસ બોલ્યો - " મૂર્ખ માણસ ! ભગવાન પાસે કઈક મેળવવાની આશા એ ભક્તિ કરે છે, સજ્જન માણસ ભગવાન પાસે બધાના કલ્યાણ માટેની ભક્તિ કરે છે અને વાત રહી તારા નાપાસ થવાની તો એના માટે તો સ્વયં ભગવાને પણ કહ્યું છે કે -
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥

એટલા માટે જો તું તારા ફળ ની આશા માટે કોઈ કર્મ કરી રહ્યો છે  તો એ વ્યર્થ છે , તે તારા સ્વાર્થ માટે ભક્તિ નું કાર્ય કર્યું હતું , એમાં તે ફળ ની આશા રાખી જે ખરેખર મિથ્યા છે, તે કર્મ કરવાને બદલે ખોટો ઢોંગ કર્યો છે.

યાદ રાખજે આ વાત કે જે સ્વયં ભગવાન પોતાના ભક્તો ને કહે છે - કર્મ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે . અને વાત રહી તારા વિજ્ઞાન ની તો મિત્ર એકવાર આપણી સંસ્કૃતિ ના વેદ પુરાણ તો વાંચજે અને આ તારા મહાન વૈજ્ઞાનિકો એ કંઈ શોધખોળો નથી કરેલ , વાસ્તવિકતા માં એણે માત્ર આપણા ગ્રંથો નો અભ્યાસ કરીને રીસર્ચ કરેલું છે, બસ એ અભ્યાસ આપણે નથી કરતા એ વાતનો ખેદ છે "

આ બધું સાંભળીને પેલા ઈર્ષ્યાળુ ને તો મન માં હજુ સંતોષ નહોતો તે આગળ બોલ્યો - " એ તો તને કઈક God gifted બધા ટેલેન્ટ મળ્યા છે એટલે તું આગળ છો બાકી તો કંઈ ન કરી શકે તું , મને તારી જેમ આવા ટેલેન્ટ મળ્યા હોત તો હું તારાથી ક્યાંય આગળ હોત "

ત્યારે પેલો મિત્ર બોલ્યો - " ભગવાન એ તો તને પણ શરીર આપ્યું છે, મગજ આપ્યું છે, હાથ પગ આપ્યા છે તો એનો ઉપયોગ કર અને તું પણ થઈ જા God Gifted ટેલેન્ટ વાળો માણસ "

પેલો છોકરો એટલું બોલ્યો અને પેલા ઈર્ષ્યાળુ ને બધું સમજાય ગયું.

વાસ્તવિકતા પણ એવી જ હોય છે નહીં ???
આપણે કોઈ બીજા લોકોને જોઈને એમ કહીએ કે God Gifted ટેલેન્ટ વાળો માણસ , પણ એની પાસે એવું જ શરીર છે જે આપણી પાસે છે , મગજ ની રચના પણ સરખી છે , શરીર ની અંદર ની રચના પણ સમાન છે , બસ આપણી પાસે બહાના છે અને સામે વાળા પાસે યુક્તિઓ , એટલે જ હંમેશા " Comparison " માં જ દુનિયા પાછળ રહી ગઈ , પોતે God Gifted બનવાની રાહ ન જુઓ , કામ કરો ને બની જાઓ.