Part 12 :
Queen એ " The Ghost Vs The Devil " સાંભળતા ની સાથે જ કહ્યું કે - " જો એ માણસ ખરેખર આટલો બધો શક્તિશાળી હોય અને વિશ્વાસુ હોય તો આપણે કઈ પણ ચિંતા કરવાની જરૂર નથી , દિવ્ય સંત ના કહેવા મુજબ Andy જ હેપીન ની આત્મા સામે લડી શકે એમ છે અને તેને હરાવી શકે છે ; તો આપણે બસ હવે Andy અને SK બન્ને ને શોધી ને બધી હકીકત એ બંને ને જણાવવાની છે "
" પણ એક સેકંડ ; Andy SK ને શા માટે લઈ ગયો ? એ પ્રશ્ન તો કોઈ ના મનમાં માં ઉદભવ્યો જ નહીં ? શું એ US પ્રેસિડેન્ટ ના કહેવાથી તો SK ને નથી લઈ ગયો ને ? ઘણા સમય થી US ના એજન્ટ હિમાલય ના આશ્રમો તરફ અને જંગલોમાં નજરે પડ્યા હતા ; આપણે એ પણ જાણવું પડશે કે Andy નો આખરે હેતુ શું છે ? " ધનશ એ કહ્યું.
" સાચી વાત છે ધનશ , આપણે આ વાત પર તો વિચારણા જ નથી કરી ; સિક્યોરિટી હેડ , તમે જલ્દી થી SK અને Andy ની લોકેશન શોધી કાઢો , આપણે Andy સુધી વાત પહોચાડવી જરૂરી છે અને જો એ US તરફ થી કામ કરી રહ્યો હશે , તો આપણા માટે મુશ્કેલીઓમાં વધારો થશે " RK એ કહ્યું.
" આપણે ચિંતા કરવાની કઈ પણ જરૂર નથી , Andy માત્ર ને માત્ર ભારત અને રશિયા માટે જ કામ કરે છે , અન્ય એકપણ દેશ સાથે એના વ્યવહાર નથી " સિક્યોરિટી હેડ એ જણાવ્યું.
એમની વાત સાંભળીને બધાને થોડી ક્ષણો માટે હાશકારો થયો અને બધા હવે SK ના ગુમ થવાના સમાચાર થી વધુ ચિંતિત ન હતા , સિક્યોરિટી હેડ દ્વારા પણ 24 કલાક ની અંદર SK અને Andy ને શોધવા માટે સક્ષમ બધા બંદોબસ્ત કરી નખાયા હતા .
Queen ત્યાં હાજર બધાને જણાવે છે કે કાલે જે લોકો અત્યારે આશ્રમ માં છે એ બધા અહીં આવી જાય અને SK તેમજ Andy નો પત્તો લાગી જાય એટલે આપણે આગળની ચર્ચા કરીશું , આ સાથોસાથ આપણે વિશ્વ ના શ્રેષ્ઠ paranormal investigator ( ભૂત પ્રેત ને લગતી બાબતો માં સંશોધન કરનાર અને બહાર લાવનાર ) સાથે પણ વાતચીત કરીશું , એ લોકો પણ આપણને બનતી મદદ કરશે .
બધા લોકો હવે રવાના થઈ રહ્યા હતા , સિક્યોરિટી હેડ ત્યાં હવે SK અને Andy ની લોકેશન વિશે માહિતી એકત્ર કરતા હતા , ત્યાં જ અચાનક RK ના ફોન માં એક મેસેજ આવે છે -
" Meet me alone at this secret place at evening , I have suspicious news for you "
( સાંજે મને આ જગ્યા પર એકલો મળ, મારી પાસે તારા માટે એક શંકાસ્પદ સમાચાર છે )
આ મેસેજ જોઈને RK થોડો હેરાન થઈ ગયો તે આ વાત બીજાને કહેવા જતો જ હતો ત્યાં બીજો મેસેજ આવ્યો -
" Don't tell anyone about this "
( કોઈને પણ આ વિશે જણાવીશ નહીં )
આ મેસેજ વાંચીને RK થોડો ગભરાઈ ગયો કે આ શું થઈ રહ્યું છે ? કોઈ તેના પર શું નજર રાખીને બેઠું છે કે શું ? તે થોડો ચિંતા માં દેખાતો હતો ; ત્યાં જ ત્રીજો મેસેજ આવ્યો -
" Don't worry , I'm your Well-wisher ;
just believe in me , Don't overthink too much "