કાયામત: અંતિમ આશ્રય - 2 Anghad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાયામત: અંતિમ આશ્રય - 2

પ્રકરણ ૨: પ્રોજેક્ટ 'સેફ ગાર્ડ'
સ્થળ: જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડ – એક અજ્ઞાત અંડરગ્રાઉન્ડ કોન્ફરન્સ હોલ.
સમય: ઉલ્કાની શોધના ૪૮ કલાક પછી.

દુનિયાના સૌથી શક્તિશાળી સાત દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને ટોચના વૈજ્ઞાનિકો એક ટેબલ પર બેઠા હતા. સુરક્ષા એટલી સખત હતી કે પક્ષી પણ પર મારી શકે તેમ નહોતું. હોલમાં સન્નાટો હતો, જે માત્ર આર્યનના બૂટના અવાજથી તૂટ્યો. આર્યન પોતાની સાથે તમામ માહિતીઓ સાથે અહીં હાજર હતો. તેના ધ્રુજતા હાથમાં તે માહિતીની ફાઈલ હતી.
આર્યને સ્ટેજ પર જઈ ડિજિટલ નકશો પ્રદર્શિત કર્યો. લાલ રંગનું એક ટપકું પૃથ્વી તરફ આગળ વધી રહ્યું હતું.
"માનનીય નેતાઓ," આર્યનનો અવાજ ગંભીર હતો. "આ ઉલ્કાનું નામ અમે 'કયામત' રાખ્યું છે. તેની ગતિ 70,000 કિલોમીટર પ્રતિ કલાક છે. ટકરાવ સમયે તે એટલી ઉર્જા પેદા કરશે જે હજારો પરમાણુ બોમ્બ કરતા પણ વધુ હશે. પૃથ્વીનું વાતાવરણ સળગી ઉઠશે." તમામ મોટા નેતાઓ શોકમાં હતા, તેઓના ચહેરાઓનો રંગ ઉડી ગયો હતો.
એક દેશના રાષ્ટ્રપતિએ પૂછ્યું, "કોઈ તો રસ્તો હશે ને" "શું આપણે તેને મિસાઈલથી તોડી ન શકીએ?"
"ના," આર્યને મક્કમતાથી જવાબ આપ્યો. "તેનું કદ એટલું વિશાળ છે કે જો આપણે તેને તોડીશું, તો તેના હજારો ટુકડાઓ પૃથ્વી પર ઉલ્કા વર્ષા કરશે, જે વધુ ખતરનાક સાબિત થશે. આપણી પાસે બચવાનો માત્ર એક જ રસ્તો છે: પૃથ્વીના પેટાળમાં છુપાઈ જવું." તમામ રાષ્ટ્રના નેતાઓના મનમાં અને ચહેરા ઉપર એક જ પ્રશ્ન હતો કેવી રીતે ?
ત્યારબાદ સ્ક્રીન પર એક બ્લુપ્રિન્ટ દેખાઈ. જેનું નામ હતું — 'પ્રોજેક્ટ સેફ ગાર્ડ'.
યોજનાની મુખ્ય કડીઓ:
 ગ્રીન સ્ટેશન: અવકાશમાં એક અત્યાધુનિક લેબ, જ્યાંથી પૃથ્વીની સ્થિતિનું નિરીક્ષણ કરી શકાય.
 આલ્ફા બંકર્સ: મુખ્ય બંકરો, જે વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને 'જિનેટિક બેંક' (વનસ્પતિ અને પ્રાણીઓના બીજ) માટે હશે.
 બીટા બંકર્સ: લાખોની સંખ્યામાં સબ-બંકરો, જે સામાન્ય જનતા માટે ગુપ્ત રીતે બનાવવામાં આવશે. આ કામગીરી ખૂબ જ અઘરી અને મોટા પાયા પર હતી, 
"પરંતુ આટલું બધું બાંધકામ દુનિયાની નજરમાં આવ્યા વગર કેવી રીતે થશે?" બીજા એક નેતાએ ચિંતા વ્યક્ત કરી.
"આપણે તેને 'ગ્લોબલ મેટ્રો નેટવર્ક' અને 'અંડરગ્રાઉન્ડ વોટર ગ્રીડ' નું નામ આપીશું," આર્યને સમજાવ્યું. "દુનિયાને લાગશે કે આપણે પરિવહન સુધારી રહ્યા છીએ, પણ હકીકતમાં આપણે માનવજાતની કબર... અથવા કદાચ નવું ઘર ખોદી રહ્યા હશું."
સભામાં બેઠેલા અબજોપતિ ઉદ્યોગપતિ વિક્ટર સ્ટીલના ચહેરા પર એક અજીબ સ્મિત હતું. તેણે ધીમેથી કહ્યું, "આ બંકરો ચલાવવા માટે જે ટેકનોલોજી અને AI જોઈએ, તે મારી કંપની પૂરી પાડશે. પણ બદલામાં, મને આ બંકરોની સિસ્ટમ પર 'માસ્ટર કંટ્રોલ' જોઈએ."
આર્યનને વિક્ટરની આંખોમાં કંઈક અજુગતું લાગ્યું, તેને લાગ્યું કે આ માણસના મગજની અંદર જે ચાલી રહ્યું છે કંઈક ભયંકર છે પરંતુ, અત્યારે વિરોધ કરવાનો સમય નહોતો. ધીરે ધીરે દુનિયાના તમામ રાષ્ટ્ર નેતાઓ એક જોડ થઈ અને આ કામમાં લાગી ગયા હતા તે માટે જરૂરી સિમેન્ટ સ્ટીલ વગેરે એકઠું કરવામાં આવ્યું અને એક નક્કી કરેલા દિવસે, દુનિયાના ઇતિહાસનું સૌથી મોટું અને સૌથી ગુપ્ત ઓપરેશન શરૂ થયું.
કરોડો ટન સિમેન્ટ, સ્ટીલ અને ટેકનોલોજી જમીનની અંદર ઉતરવા લાગી. ઉપરની દુનિયાને ખબર પણ નહોતી કે તેમની નીચે એક નવી દુનિયા તૈયાર થઈ રહી છે. તમામ મોટા નેતાઓને ખબર હતી કે આ એક એવો પ્રોજેક્ટ છે કે જે દુનિયાની અંદર પહેલી અને છેલ્લી વાર થવા જઈ રહ્યો છે. માટે તેમાં તન મન અને ધનથી તમામ રાષ્ટ્રની મદદ આવી રહી હતી.
પરંતુ, આ તૈયારીઓ વચ્ચે એક પ્રશ્ન બાકી હતો: કોને બચાવવા અને કોને મરવા માટે છોડી દેવા? આનો નિર્ણય લેવા માટે 'ઈવા' (EVA) નામની AI સિસ્ટમ બનાવવામાં આવી રહી હતી.
આગળ શું થશે?
શું સામાન્ય જનતાને આ પ્રોજેક્ટની ગંધ આવી જશે? અને વિક્ટરનો અસલી ઈરાદો શું છે?