Featured Books
શ્રેણી
શેયર કરો

સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1

પ્રકરણ--1

**બર્ફીલુ જીવન**

 આપણું જીવન જ્યારે જયારે પૂરજોશમાં એક ચોક્કસ દિશામાં દોડી રહ્યુ હોય ને ત્યારે અમુક પડાવ પર માણસે સાવચેત થઈ જવું જોઈએ, કારણ આપણી જ રફતાર અને ઝડપ આપણા માટે જીવલેણ કે જોખમી બની જતી હોય છે.પેલુ અંગ્રેજીમા કહેવાય છે ને કે, 

    access of any thing is poison.( કોઈ પણ વસ્તુ ની વધુ માત્રા ઝેર સમાન છે.) આવા ફિલોસોફી કલ થોટ માત્ર પેપર પર લખવા માટે જ સારા લાગતા હોય છે, હકીકતમાં તો આવા થોટ પર તમારો કોઈ જ કાબૂ હોતો નથી. અમુક વિચારો, આપણને ખબર જ હોય છે કે, માનસિક તંદુરસ્તી માટે સારા નથી છતાં એ જ વિચારો આપણા મનોમસ્તિષ્ક્માં ફર્યા જ કરે ફર્યા જ કરે.જેમ વાવાઝોડું આપણને પૂછીને નથી આવતું, એમ આ વિચારો પણ આપણને પૂછીને  નથી આવતા. એ તો બસ આવી જ જતા હોય છે કોઈ યાદ બનીને.મૌસમની પહેલી બરફ❄વર્ષા, આ વરસાદ ગમે તેટલો તોફાની કે ખતરનાક કેમ ન હોય હું આ વરસાદને અચુક મારા હાથમાં ઝીલી લઉ, કારણકે ત્યાંરે એ ક્ષણને મારા પ્રિય ની યાદ ને ઝીલી જીવન જીવવાની કોશિશ કરતી હોઉ છું. પેલું કહેવાય ને કે ચાતક આખું વર્ષ આતુરતાથી પહેલાં વરસાદ ની રાહ જુએ  અને પહેલો વરસાદ એટલે નવુ જીવન, બસ એવો જ સંબંધ છે મારો આ પહેલી બરફવર્ષા સાથે...  

      કાન્ગડાનો એ બરફથી છવાયેલ પ્રદેશ, ચારેય બાજુ એ ખીણ, પર્વતો, જમીન બધુંજ જાણે બરફની સફેદ ચાદર ઓઢી સૂઈ ગયુ હતું , કારણ આ આખીયે રાત કુદરતે તેના જ સર્જેલા તોફાન નો માર સહ્યો હતો. આખી રાત હિમવર્ષા  તેની તાકાત નો પરિચય આપી ચૂકી હતી.ચારેય બાજુ બરફના સ્તર પડેલા હતા. પહાડી ઈલાકા એટલે છુટા છવાયા ઘરોને મળી માડ એક નાનો ઈલાકો વસેલો હોય.પહાડી જીવન તેની પરિસ્થિતિ મુજબ જ ક્યારેય સહેલુ તો ન જ હોય એમાં પણ બર્ફીલા પહાડ તો રાક્ષસી માયા, ક્યારે પોતાનુ ટેમ્પરેચર બદલે અને માણસ ને ગળી જાય એનું નક્કી જ નહીં. એ ખુંખાર ડરથી જ લોકો ઘરમાં ભરાઈ ગયા હતા,કદાચ આગ ની મદદથી પોતાને હુંફ આપવાની કોશિશ કરતા હશે.એ ઘરની દરેક બારીએથી બહાર જોતા બહાર એક રાક્ષસી ભેંકાર હતો. જયારે અમુક ઘરોમાં બહાર થી એ બિહામણો ભેંકાર ઘરની અંદર ડોકિયા કરી કરી જોઈ રહ્યો હતો. બારીની બન્ને તરફ છવાયેલી એ ઉડી શુન્યવત શાંતિ જે અતિ ભયંકર લાગી રહી હતી. કુદરત ની આ બિહામણી રમત સામે કોઈનુ ચાલતું નથી, પછી તે પ્રકૃતિ હોય કે સામાન્ય માણસ. અને એ તો હું પણ મારી નજર સામે જ જોઈ રહી હતી અને મહેસુસ પણ કરી રહી હતી. આ જે બર્ફીલા વાવાઝોડા હોય છે ને એની ઠંડી પણ અમુક હદ સુધી જ પ્રકૃતિને સૌદર્યવાન બનાવતી હોય છે, પણ અતિ ઠંડક તો પ્રકૃતિ ને પણ શુન્( હલનચલન વગર ની) કરી નાખે છે, તો માણસ માટે પણ આવુ જ હોતું હશે ને! 

 હું રીના અને મને આજે પણ યાદ છે એ ભયંકર વાવાઝોડું, જેણે મારા જીવનમાં આવી વિનાશ વેર્યો હતો. મારા સકલ, રુપ, રંગ બધુંજ બદલાય ગયું હતું. અને મને પણ આ હાડ થીજવતા વાવાઝોડા ની જેમ મને અને મારી લાગણીઓ ને શુન્( હલનચલન વગરની) કરી નાખી હતી.આ બર્ફીલા પહાડો પણ માણસની સાથે શ્વાસની રમત રમતા હોય છે. બેદર્દ બરફની જેમ, પીગળે તોય પોતાનો નય. 

  બર્ફીલુ વાવાઝોડું, અને એ પણ બિહામણું, ભયંકર. એ વળી કેવું હોય?તને શું યાદ આવી રહ્યું છે? આ તું શું  બોલી રહી છે? આજે તો હું જાણીને જ રહીશ કે તું રોજ આટલે જ અટકી જાય છે મને પૂરું જણાવતી જ નથી માં.. 

      તો સાભળ... 

         વ્હેલી સવારે કાનનો પડદો જરાક ધ્રુજયો. ઘરના  બારણે કોઈ ધીમા ધીમા ટકોરા આપી રહ્યું હોય એવું સંભળાયુ.સફાળા જાગી જવાય એવો અવાજ તો નય, પણ આખ ખુલી ગઈ, અને એવો અહેસાસ કે જાણે બંધ બારણાં પર કોઈ ટકોરા મારી રહ્યુ હોય, પણ આ ટકોરા બારણાં પર નહીં ; ઘરની અંદર સૂતેલી વ્યક્તિ ને જગાડવા માટે જ હોય. તેના કાનના પડદાને જરાક ધ્રુજાવવા માટે જ હતા.અંદર સૂતેલી વ્યક્તિ કોણ? હા, હું જ એ વ્યક્તિ. 

   કોણ હતું એ..જે બારણાં પર ટકોરા મારી રહ્યુ હતું? શું એ મારા પિતા હતા કે પછી બીજું કોઈ હતું?? 

    પછી... તમે ઉઠ્યા રીનામા'??? બહાર કોણ હતું એ? 

     અરે, પછી કાઈ નહીં.. ચાલ હવે નાસ્તો કરી લે. 

  અરે પણ આગળ તો બોલો મા' .... તમે આવી રીતે વાત અધૂરી  મૂકીદો અને પછી એ વાત મને બેચેન કરી દે, પછી મને તમે વિચારમાં મૂકી દો અને ચાલ્યા જાઓ એ ન ચાલે હો.... મેધા મીઠી ફરિયાદ કરવા લાગી. 

  અરે, એક દિવસ એવોય આવશે કે જ્યારે હું તને આખી વાત કહીશ,અને તને નહિ કહું તો કોને કહીશ?? મારી વ્હાલી મેધુ.... તારા સાભળવા માટે તો આ વાતો છે, પણ તું થોડી મોટી થઈ જા ત્યાં સુધીમાં હું પણ આ વાત કરવા માટે સક્ષમ થઈ જઉ પછી આપણે બન્ને એ સાથે બેસીને એ...ય...નેવાતો ને વાતો જ કરવી છે,આ વાતો સમજવા હજુ તું નાની છે,અત્યારે થી તારે મોટા થઈ ને શું કરવું છે!! હે....ચાલ, હવે ફટાફટ નાસ્તો કરી લે.. .

 અને સાભળ આજ તને હું એક ટાસ્ક આપીશ.આજનો તારો ટાસ્ક એક વડૅ ટાસ્ક છે. .... Coincidence... એટલે સંયોગ અથવા તો યોગાનુયોગ. તારે આ શબ્દ પરથી આજ સાજ સુધીમાં એક વાર્તા કહેવાની છે.એક સાત - આઠ વર્ષ ની છોકરી એટલું તો કરી જ શકે. 

    કયારેક તમે કહો છો કે હું મોટી થઈ ગઈ છું  વળી ક્યારેક કહો છો હું નાની છું... મા' તમે સાચું સાચું કહો હું શું છું??? 

      એ તો હવે તને ખબર મેધુ!!! એ ય તારા માટે એક ટાસ્ક જ છે. 

  ચાલ, જા હવે તારા દોસ્તો ,પેલા તારા ટોયઝ સાથે થોડું રમી લે. 

હા, અને તમે ય તમારી આ દોસ્ત સાથે થોડી વાતો કરી લો... તમારી આ ડાયરી સાથે... મને કાઈ કેતા નથીને આમાં લખે રાખો છો. તમે આ ડાયરીમાં શું લખો છો એ હું આજ જાણીને જ રહીશ. 

ના ,મેધુ એમ પૂછયા વગર કોઈ પણ ડાયરી ન વંચાઈ અને એક દિવસ હું બધું કહીશ... ત્યાં સુધી તારે રાહ જોવી પડશે. 

  અરે...મા' ..તમે અને તમારી આ વાતો હરરોજ મારા મનમાં રહસ્યો સર્જે છે.તમારી આ વાતો મારા માટે કોઈ વિસ્મયથી ઑછી નથી હો ... જાણે એક એક ડગલું આગળ વધે છે. એક વખતમાં કહી કેમ નથી દેતા? હું તો રોજ રાહ જોતી હોઉ છું કે આજે તમે આ બર્ફીલા પહાડોમાં શું નવુ કહીશો. 

   એક દિવસ એ પણ આવશે બેટા..!!! 

   પણ ક્યારે આવશે એ દિવસ?? મા' હુ રોજ ઉઠી એ દિવસ ની આતુરતાથી રાહ જોઊ છું. હું ઈચ્છું છું કે તમે મને તમારી મરજી થી એ વાતો કહો. 

એ નાનકડી છોકરીના મનના ઉડાણે તેના પિતા વિશે જાણવાની ઈચ્છા અને આતુરતા, તેની વાતોમાં દેખાય આવતી છતા માત્ર એટલું જ જાણી શકી હતી કે તેના પિતા એક આર્મિ ઓફિસર હતાં... એનાથી આગળ ની બધી વાતો તેના માટે એક કોયડો હતી. છતાં... એ બાળકી શાંતિ થી બધુ નિહાળે જતી. 

એક રાહ...બન્નેમા હતી, એક મા ને ધણું બધું કહેવું હતું અને એક દિકરીને ધણું બધું સાંભળવું હતું પણ અત્યારે એ વણકહી વાત પર તાળું લાગેલું હતું, જેની એકમાત્ર ચાવી હતી "સમય".

 ( એક માતા અને તેની ૭-૮ વર્ષ ની દિકરી  વચ્ચે થયેલો નાનકડો સંવાદ )