એકાંત - 104 Mayuri Dadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એકાંત - 104

હેતલને પિયર ગયે બે મહિનાની ઉપર થઈ ગયું હતું. એકવાર, પારુલે રવિને પૂછેલું હતું; હેતલને પિયર રોકાવાને ઘણો સમય થઈ ચુક્યો છે, ત્યારે રવિ ખોટું બોલીને વાતને ત્યાં જ પતાવી નાખી કે એક અઠવાડિયા પછી એની સહેલીનો પ્રસંગ એટેન્ડ કરીને આવી જશે.

વધુ સમય થયો ગયો હતો. વત્સલને એની મમ્મીની ખૂબ યાદ આવતી હતી. એક અઠવાડિયું પૂરું થઈ ગયું હતું, પણ હેતલના કોઈ સમાચાર ન હતા.

પારુલે રવિને હેતલને ઘરે લઈ આવે એવી વાત કરી તો રવિએ શુધ્ધ ભાષામાં જવાબ આપ્યો, "એ જ્યારે પિયરે રોકાઈને થાકશે તો એની રીતે આવી જશે. મમ્મી ! તમે એવી કોઈ ચિંતા કરો નહિ."

આ વાત પારુલે પ્રવિણને કહી. પ્રવિણને હેતલની ચિંતા થવાં લાગી પણ પારુલ ચિંતા ના કરે એટલે આશ્વાસન આપતાં કહ્યું, "તું કદાચ જે વિચારે છે એવું ના હોય. હેતલ વહુને પિયરે કોઈ કામ આવી ગયું હશે. એ કારણે તેણીને રવિને કહ્યું હશે. રવિને તેણીની વાત પસંદ નહિ આવી હોય તો નાનો એવો ઝઘડો કર્યો હશે. એ સમયે તું એની પાસે હેતલને લઈ આવવાની વાત કરી હશે. આથી એણે એવો જવાબ આપ્યો હશે."

"ચિંતાનું કરણ તો છે જ. હેતલથી આ બધું અજાણતાં થતું હશે કે જાણી જોઈને કરતી હશે. હવે આસપાસની સ્ત્રીઓને શંકા જાય છે કે, હેતલ રવિથી ઝઘડો કરીને ગઈ હોવી જોઈએ !"

"તમારે સ્ત્રીઓને નવરાં બેઠાં કામ શું હોય છે ? આમ જ કોઈનાં ઘરની આડી અવળી વાતોને પોતાની રીતે મરીમસાલા નાખીને ઉપજાવી નાખો છો. જે વાતનો કોઈ પુરાવો જ ના હોય એને આવી ખોટી અફવાઓ થકી ઊડાવવી ના જોઈએ."

"હું તમને પણ એ કહું છું. પૂરી સમાજ સુધી આ વાત ફેલાય જાય. એ પહેલાં તમે તમારી રીતે તપાસ કરો. હેતલ હજું ઘરે આવી કેમ નથી રહી ?"

"તું કોઈ વાત મગજમાં ના લે. હું મારી રીતે તપાસ કરી જોઈશ."

પ્રવિણે એની જગ્યાએ લંબાવ્યું, "રાત થઈ ગઈ છે. તારે સવારે વહેલાં ઉઠવાનું હશે. હવે આપણે સૂઈ જાઉં જોઈએ.જય સોમનાથ."

પ્રવિણે પારુલ પાસેથી રજા લઈને સૂઈ ગયો. પારુલ લાઈટ બંધ કરીને પ્રવિણની બાજુમાં સૂઇ ગઈ અને સોમનાથ દાદાને પ્રાર્થના કરી. 

બીજે દિવસે સવારે રવિ નાસ્તો કરીને એની ઓફીસે જતો રહ્યો હતો. પ્રવિણને હેતલ વિશે રવિને પૂછતાજ કરવાની હતી પણ એ રવિને મળી ના શક્યો.

રવિના ગયા પછી એક કલાકમાં પ્રવિણ એની ચાય પીને એના ઓફીસે જઈ પહોચ્યો. રવિને એક મિટીંગ હતી તો એ મિટીંગ હોલમાં મિંટીગ એટેન્ડ કરતો હતો.

પ્રવિણને ઓફીસના ચપરાસી પાસેથી રવિની જાણકારી મળી. પ્રવિણે ચપરાસીને કહીને રવિની રાહ જોવા માટે એના કેબિને પહોંચી ગયો હતો.

મિડીયમ સાઈઝની રવિની કેબિનમાં લેટેસ્ટ સગવડો એણે ગોઠવેલી હતી. કસ્ટમરને બેસવા માટે સોફાની વ્યવસ્થા કેબિનની અંદર કરેલી હતી. એક લંબચોરસ ટેબલ પર રવિના કામની ફાયલો ગોઠવેલી હતી. ટેબલની એક સાઈડ રવિને બેસવા માટે ખુરશી ગોઠવેલી હતી. એની સામે કસ્ટમરને બેસવા માટે બે ખુરશી ગોઠવેલી હતી. ગરમીમાં રાહત મેળવવા માટે રવિએ એ.સી.ની ગોઠવણ કરેલી હતી.

પ્રવિણે રવિની કેબિનમાં પ્રવેશ કર્યો. એણે પૂરી કેબિનમાં ચક્કર મારી લીધા. રવિની મિટીંગ હજુ પૂરી થઈ ન હતી. એ કંટાળીને સોફા પર બેસીને પોતાનો મોબાઈલ જોવા લાગ્યો.

પ્રવિણે સોશિયલ મિડીયા ચાલું કર્યું. સોશિયલ મિડીયા ચાલુ કરતા એને કુલદીપની યાદ આવી. એણે સર્ચ લિસ્ટમાં કુલદીપનું એકાઉન્ટ ખોલ્યું.

કુલદીપ એક કલાક પહેલાં જ નવી પોસ્ટ મૂકેલી હતી. જે આ રીતે હતી.

'સોમનાથ ડાન્સ એન્ડ દાંડિયા કલાસ માટે ચાલું થઈ ગયેલ છે. વહેલાં તે પહેલાં ધોરણે નામ નોંધાવવા માટે અમે આપેલાં કોન્ટેક્ટ નંબર પર રજિસ્ટ્રેશન કરાવો. ટુંક સમયમાં રજિસ્ટ્રેશન બંધ થઈ જશે તો તમને બીજા ત્રણ મહિના એન્ટ્રી નહિ મળે.' એ સાથે કુલદીપ અને ગીતાનો ફોટો પણ રાખેલો હતો.

પ્રવિણને કુલદીપનો નવો લુક ખૂબ પસંદ હતો. એ દિવસમાં એકવાર કુલદીપનો ફોટો જોઈ લેતો. જોકે હજુ એણે એની સાથે વાત કરવાની હિમ્મત કરી ન હતી.

સાઈઠ પછી તો શરીરના હાડકા સાથ છોડવા માટે તૈયાર થઈ જતા હોય છે. કુલદીપની અંદર હજુ યુવાનની અંદર ના હોય એવી એનર્જી એના ચહેરા પર દેખાય રહી હતી. પ્રવિણ કુલદીપના ફ્રેન્ડ લિસ્ટ ચેક કરવા લાગ્યો. હજારોથી વધુ નામો વાળી એની ફ્રેન્ડ લિસ્ટ જોઈને પ્રવિણે લિસ્ટ ચેક કરવાનું માંડી વાળ્યું.

એ કુલદીપ અને ગીતાના બીજા વિડિયો જોવા માટે ટેપ કરવા ગયો ત્યાં કેબિનના દરવાજાનો અવાજ આવ્યો. પ્રવિણે માથુ ઊંચું કરીને જોયું તો રવિએ કેબિનની અંદર એન્ટ્રી લીધી.

"પપ્પા ! તમારે અહીયા સુધી આવવું પડ્યું. કોઈ કામ હોય તો મને કોલ કરી દેવાય."

રવિ વિવેકથી એના પપ્પા સાથે વાત કરતો એની ખુરશી પર બેસી ગયો. પ્રવિણે મોબાઈલ બંધ કરીને રવિની સામે રહેલી ખુરશી પર બેસી ગયો.

"મારે તારી સાથે ખાસ વાત કરવી હતી. એ હું તને કોલ પર કરી શકું એમ ના હતો." પ્રવિણ જેના માટે આવ્યો હતો એ જ કહ્યું.

"અરે વાતો આપણી થતી રહેશે. હું તમારા માટે ચાય મંગાવી લઉં છું."

"મારે ચાય પીવાની કોઈ ઈચ્છા નથી. મારે તારી સાથે વાત કરવી ખૂબ જરૂરી છે."

"પપ્પા, તમે ખૂબ ટેન્શનમાં લાગો છો ? ઠીક છે, બોલો તમારે એવી શું જરૂરી વાત કરવી હતી કે તમે સાંજ સુધી મારી રાહ જોઈ શકતા ન હતા."

"રવિ, તારી મમ્મી આજકાલ ખૂબ ચિંતામાં રહે છે. એને ચિંતામાં હું જોઈ શકતો નથી. દરેક પતિની એ ઈચ્છા હોય છે કે એની પત્ની હંમેશાં ખુશ રહેતી હોય."

"મને ખબર છે કે મમ્મી કઈ વાતને લઈને ટેન્શનમાં છે."

"તને ખબર છે તો તું હેતલ વહુને ઘરે કેમ લઈ આવતો નથી ?પ્રવિણ મુદ્દા પર આવીને સીધી વાત કરી, "તમારા બન્ને વચ્ચે ક્યા વિષય પર બોલચાલ થઈ હોય એ મને નથી ખબર પણ આ બોલચાલને તમે ચ્યુંગમની જેમ લાંબી ના કરો. પતિ અને પત્નીનો સંબંધ સાવ નાજુક હોય છે. એમાં થોડીક નારાજગી પણ રૌદ્ર રૂપ લઈ લે છે. પરિણામે, એ સંબંધને સમજાવીને સાચવી રાખવાનું અઘરું પડી જાય છે." પ્રવિણે રવિને સમજાવ્યો.

"પપ્પા, અમારાં વચ્ચે બોલાચાલી તો થઈ છે પણ તમને હું કહી નથી શકતો કે શેના માટે બોલાચાલી થઈ છે. તમને મારા પર વિશ્વાસ તો છે ?"

"તારા પર મને વિશ્વાસ છે. આથી તો આટલા દિવસ મેં તારી પાસે હેતલ વહુની વાત કરી નહિ. ગઈ રાત્રે તારી મમ્મી ચિંતામાં ખૂબ રડી રહ્યાં હતાં. એનું દુઃખ હું જોઈ ના શક્યો એટલે તારી પાસે આવી ગયો."

"પપ્પા, હું મમ્મીની ફીકરને મહેસુસ કરી શકું છું અને તમારી ચિંતા પણ વ્યાજબી છે. આવતી કાલે જ હું વત્સલને લઈને હેતલને લેવાં જતો આવીશ. તેણીને મનાવીને આપણી ઘરે લઈ આવીશ. સોમનાથ દાદાના આશીર્વાદ આપણી સાથે જ છે."

"તેં મને આટલુ કહ્યું એટલે મને શાંતિ થઈ. હેતલ વહુ કોઈ વસ્તુની જિદ્દ માટે તારાથી નારાજ હોય તો તેણીને એ વસ્તુ આપવી દેજે. એ વસ્તુ લેવાનાં તારી પાસે રૂપિયા ના હોય તો હું આપું."

પ્રવિણ બેખબર બનીને રવિને સમજાવી રહ્યો. કોઈ પણ રીતે એ હેતલને મનાવીને ઘરે પાછી લઈ આવે. રવિને હજું હિમ્મત થઈ રહી ન હતી. એ સાચી હકીકત પ્રવિણને કહી શકે. હેતલ કોઈ વસ્તુ માટે જિદ્દ કરે તો એને અપાવી શકાય. હવે એ વ્યક્તિ ઘરની અંદર રહેવાં માંગતી ના હોય તો એને કઈ રીતે મનાવી શકાય ? 

રવિ માટે આર કે પાર ચિંતાનો વિષય બની ગયો હતો. હેતલ એની જિદ્દ પર અડેલી હતી. કહેવાય છે કે રાજહઠ, બાળહઠ અને સ્ત્રીહઠ આ ત્રણ વ્યક્તિ એમની હઠ પૂરી કરીને રાહતનો શ્વાસ લે છે. જ્યાં સુધી એમની જિદ્દ પૂરી થતી નથી,. ત્યાં સુધી એ લોકો બીજાં કોઈને શાંતિથી રહેવાં દેતાં નથી.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"