સરોજની નાયડુ!? Awantika Palewale દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરોજની નાયડુ!?

આજના જે લેખિકા છે તેમના વિશે આપણે માત્ર સ્વતંત્ર્ય સેનાની તરીકે જ ઓળખીએ છીએ પણ તે એક ઉમદા લેખક છે અને પોતાના શબ્દથી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી શકે છે એવું ઘણા ઓછા લોકો જાણે છે. મારો પ્રયાસ માત્ર એટલો જ હોય છે કે આજની યુવા પેઢીને સ્ત્રી સાહિત્યકારો માટે જાણકારી મળી રહે અને હા તેમને આ નામ સૂચવવાનો પણ મારો પ્રયાસ હોય છે કે તેમના વિશે ક્યારેક જાણે સમજે અને ઓળખે. આજના ડિજિટલ જમાનામાં સમયની મારામારી હોય છે ક્યારેક એક પેજ વાંચવા માટે પણ સમય નથી મળતો ત્યારે આપણા આવા મહાન લેખકો જે આપણા માટે કંઈક છોડીને ગયા છે આપણને કંઈક શીખવીને ગયા છે આપણને કંઈક આપીને ગયા છે તો તેના વિશેની જાણકારી તો આપણે મેળવવી જ રહી. ઈતિહાસમાં ઘણી સ્ત્રીઓ એવી થઈ ગઈ છે કે જેને પોતાના ઉમદા લેખનથી એક પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. પોતાનું ઘર દેશ સમાજ અને પોતાની લાગણીઓ પણ સારી રીતે સમજાવી અને વ્યક્ત કરી શકે એવા આપણા પ્રેરણાદાય લેખીકા સરોજની નાયડુ વિશે આજે આપણે થોડું ઘણું જાણશો એ પણ મારી કલમે.....

સરોજિની નાયડુનો ઉછેર નાતજાત તરીકે નહોતો થયો તે એક ભારતીય નાગરિક છે એવી રીતે તેમના માતાપિતા તેમનો ઉછેર કર્યો હતો એટલે જ સરોજની નાયડુના જીવનમાં ક્યારેય નાત જાત આવી નથી. તેમણે સ્વતંત્ર સેનાની તરીકે અને ખાસ તો ગાંધીજીના શિષ્ય બનીને દેશ સેવા કરી હતી. દેશ સેવા સાથે સાથે તેમણે લેખન કાર્ય પણ કર્યું હતું પણ હા લેખન કાર્ય ની શરૂઆત નાની ઉંમરમાં જ કરી દીધી હતી. કારણ કે તેમને માતા પિતા બંને તરફથી વારસો મળેલો પણ જ્યારે દેશ સેવા માટે ઝંપલાવ્યું ત્યારે તેમના લેખન કાર્યનું ધીરે ધીરે પૂર્ણવિરામ આવવા લાગ્યું.

સરોજિની નાયડુ અંગ્રેજી ભાષાના ભારતીય કવિયત્રી, સ્વાતંત્ર્યસેનાની અને પ્રથમ મહિલા રાજ્યપાલ હતા.સ્વરમીઠાશને કારણે લોકો તેમને 'હિંદની બુલબુલ' કહેતા હતા. ભારત સરકારે ૧૩ ફેબ્રુઆરી ૧૯૬૪ ના રોજ તેમની સ્મૃતિમાં ૧૫ પૈસાની ટપાલ ટિકિટ બહાર પડી હતી

સરોજિની નાયડુનો જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૮૭૯ના રોજ હૈદરાબાદના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ અઘોરીનાથ ચટ્ટોપાધ્યાય હતું, જેઓ વિદ્વાન, વૈજ્ઞાનિક, તત્ત્વજ્ઞ, સમાજસુધારક અને કેળવણીકાર હતા. સરોજિનીના માતાનું નામ વરદાસુંદરીદેવી હતું, જેઓ કવિયત્રિ હતો.

સરોજિની નાયડુ ૧૨ વર્ષની ઉમરે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને મદ્રાસમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા. ત્યારબાદ ૧૮૯૫માં તેઓ ઈંગ્લેન્ડ ગયા જ્યાં લંડનની કિંગ્ઝ કોલેજ અને કેમ્બ્રિજની ગિરટન કોલેજમાં વિદ્યાભ્યાસ કર્યો. આ સમય દરમિયાન તેઓ વિખ્યાત સાહિત્યકાર એડમંડ ગોસ અને આર્થર સાયમન્સના સંપર્કમાં આવ્યા હતા.સરોજિની ૧૪ વર્ષની વયે ગોવિંદા રાજુલુ નાયડુ સાથે પરિચયમાં આવ્યા હતા. નાયડુ આંધ્રપ્રદેશના કહેવાતી શુદ્ર જાતિના હતા. ૧૮૯૮માં સરોજિનીએ નાયડુ સાથે 'સિવિલ મૅરેજ' કર્યા હતા. એમને ચાર સંતાનો હતા: જયસૂર્ય, પદ્મજા, રણધીર અને લીલામણિ. એમાંથી પદ્મજા પશ્ચિમ બંગાળના ગવર્નર બન્યાં હતાં.

એમનો પ્રથમ કાવ્યસંગ્રહ હીરાની ઉંબર ઇ.સ.  બહાર પડ્યો. પછી ૧૯૧૪માં ગાંધીજીને મળ્યા અને તેમના જીવનમાં પરીવર્તન આવ્યું અને તેઓ સ્ત્રીસેવા, સમાજસેવા અને સત્યાગ્રહની લડતમાં ગળાબૂડ ડૂબી ગયા. ઘરાસણામાં લાઠીમાર વખતે મોખરે હતા, અને ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઈ ૨૧ મહિનાની જેલની સજા ભોગવી હતી.આમ ગાંધીજીની એક અનન્ય શિષ્યા તરીકે ૧૯૨૦ થી ૧૯૪૯ સુધી તેમણે કરેલી દેશસેવા અવિસ્મરણીય છે.

સરોજિની નાયડુએ ધ લેડી ઓફ ડ લેક શીર્ષક હેઠળ ૧૩૦૦ પંક્તિઓની કવિતા તથા ૨૦૦૦ પંક્તિઓનું નાટક લખ્યું. તેમણે  ધ ગોલ્ડન થ્રેશેલ્ડ અને ધ બર્ડ ઓફ ટાઈમ અને  ધ બ્રોકન વિંગ નામના કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા.

તેમનો અવસાન જ્યારે રાજ્યપાલ તરીકે કાર્યરત હતા ત્યાં જ થયું હતું. તમને મારી આ સ્ત્રી સાહિત્યકારો વિશેની માહિતી કેવી લાગે છે એ જરૂરથી જણાવજો.

🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹