રાત્રે જમ્યા પછી કાજલ તેના રૂમ મા જાય છે. 11:00 વાગ્યા હશે ને મેસેજ આવ્યો. હું ઘરે પહોંચી ગયો, અને તરત જ સામે રીપ્લાય કર્યો હા સારું.
કાજલે તરત જ બીજો મેસેજ કર્યો ઘરે બધા આવી ગયા કે નથી આવ્યા ??
મનિષ : સવારે વહેલા 4:00 વાગે આવશે.
કાજલ : ok, તો તમારે સવારે વહેલા જાગવાનુ હશે. તો સુઇ જાવ.
મનિષ : મને અત્યારમા નિંદર ના આવૅ.. 12:30 તો થઈ જ જાશે.
કાજલ : ઓહ, બૉવ મોડા, સારું ચાલો ઍ કહો કે અત્યારે શુ જમ્યા ?
મનિષ : સેન્ડવીચ
કાજલ : જલ્સા છે સાહેબ ને 😂
મનિષ : હા હૉ મારે તો જલશા જ જલશા છે.
કાજલ : સારુ ચાલો મને ઉંઘ આવૅ છે. હું સુઇ જાવ છું... આજ તમને મેસેજ કરવા કહ્યું હતું માટે જાગતી હતી. બાકી હું તો ક્યાર ની સુઇ જાવ.
મનિષ : અચ્છા, સુઇ જાવ.... આરામ કરો......શુભ રાત્રિ.
કાજલ : શુભ રાત્રિ... ( કાજલ સુઇ જાય છે )
બીજા દિવસે વહેલા જાગી ને મનિષ માટે અને પોતાના માટે પુરી અને ઊંધીયું બનાવા લાગી.
બધું તૈયાર થઈ ગયું અને કાજલ પણ રેડી હતી ઑફિસ જવા. ફોન હાથ મા લીધો કે ત્યા તરત જ મનિષનો મેસેજ આવ્યો... હું ઘરેથી નીકળું છું... તને લેતો જાવ ??
કાજલ ને પણ એટલુ જ જોઇતુ હતું કે.... બસ ની ટ્રાફિકમા ન જાવું પડે. કાજલે મેસેજ મા હા પડી અને ગેટ પર ઉભા રેહવા કહ્યું.
કાજલ ઘરેથી નિકળે છે. થોડી રાહ જોતા મનિષ આવૅ છે... તેની ગાડિ પાછળ બેસીને બંને ઑફિસ જાય છે.
રસ્તા મા કાજલ મનિષને પુછે છે..
કાજલ : સવારે વેહ્લા જાગ્યા હશો ને ? કેટલા વાગે જાગ્યા ??
મનિષ : હા, 4:30 વાગ્યા નો
કાજલ : તો બાઇક ધીમી ચાલાવજો.... ઉંઘ ન આવી જાય 😂
મનિષ : એમ ઉંઘ નહિ આવૅ.... ઘરે આવી ગ્યા પછી 5 વાગે સુઇ ગયો હતો હું...
કાજલ : તો સારું સાહેબ..... ( ઍમ વાતો કરતા બન્ને ઑફિસ પહોંચે છે )
રોજ રાબેતા મુજબ બંને પ્રોજેક્ટના કામ પર લાગી જાય છે.
પાયલને કાજલ અને મનિષ પર શંકા જાય છે.... કે આ બન્ને સાથે આવૅ છે અને સાથે ઘરે જાય છે... ઍ તો સમજ્યા પણ મનિષ માટે લંચ પણ કાજલ લાવે છે....
પાયલે કાજલને પુછ્યું....મજાક કરતા....
પાયલ : કાજલ તમે બંને સાથે આવો છો.... સાથે ઘરે જાવ છો... ક્યાક અમને ખબર વિના ગોઠવી નથી દીધુ ને ?
કાજલ : અરે, ના પાયલ... ઍવુ કઈ નથી..
પાયલ : તું મનિષ માટે ટિફિન લાવે છે માટે પુછ્યું.....😂
કાજલ : ઍ તો હમણા થોડા દિવસથી એમના ઘરે કોઇ નથી... અને મનિષ એકલા છે તો હું લાવું છું.
પાયલ : હા, મને ખબર છે એમના મમ્મી પપ્પા ગામડે ગયા છે..
કાજલ : ઍ તમને કેમ ખબર ??
પાયલ : મનિષ મારા પપ્પાના ફ્રેન્ડનો છોકરો છે અને મારા હસ્બન્ડ નો પણ ફ્રેન્ડ છે...માટે ખબર છે.
કાજલ : ઓહ ઍવુ છે એમ ને
પાયલ : હા, કાઈ વિચાર હોઇ તો કે જે અમે તારી વાત ચાલાવ્શુ.
કાજલ : ના, ઍવુ કાઈ નથી.... એમ કહી ને શરમાઇ ને ત્યાથી જતી રહી.
બધા પોત પોતાના કામ પર લાગી ગયા.
બપોર ના 1:00 વાગ્યા અને લંચનો સમય થઈ ગયો.
કાજલે મનિષ ને કહ્યું... ચાલો જમવા....
મનીષૅ કહ્યુ... ચાલો હું આવુ છું 5 મિનિટ મા તુ જા.
ત્યા પાયલ ત્યાથી નિકળૅ છે... કાજલે પાયલ ને કહ્યું...
કાજલ : પાયલ 5 મિનિટ રોકાઇ જા... આપણે ત્રણેય સાથે જઈએ.
પાયલ : અરે... ના તમે બન્ને સાથે જાવ... મારે તમારા બંને સાથે ન અવાય....
કાજલ : એમ ન ચાલે... સાથે જ આવવાનુ છે... અમારી...
પાયલ : સારું.. ચાલો તમારો આગ્રહ છે તો આવીએ સાથે..
બંને હસે છે....