બોસ, મનીષ અને કાજલ એ ત્રણ જ ઑફિસ પર રોકાયા હતા. બોસે બન્ને ને નવા પ્રોજેક્ટ વિશે સમજાવ્યુ અને આખી વ્યૂહરચના તૈયાર કરી. સાંજ ના 8:00 ઑફિસ પર જ વાગી જાય છે. કાજલે ઘરે જણાવી દીધુ હતુ કે આજ ઑફિસ થી આવવામા મોડું થશે.
મનિષ અને કાજલ ઑફિસથી નિકળે છે... મનિષના ઘરે કોઇ હતુ નહિ એટલે તેને બહાર જમી ને જ ઘરે જવાનું હતુ. મનીષૅ કાજલને પુછ્યુ કે તમે ડિનર માટે આવશો મારી સાથે ??
કાજલે તરત હા પાડી.. કાજલને ઍક બહાનુ જોઇતુ હતુ મનિષ સાથે રેવાનું. કાજલ મનોમન મનિષને ચાહવા લાગી હતી. મનિષને કાજલ પ્રત્યે ઍવુ કાઈ હતુ નહિ.
તે બંને એક સારી હોટેલ પર ડિનર માટે જાય છે. મનિષ કાજલ સાથે પ્રોજેક્ટ કઈ રીતે સારો અને ઝડપી બનાવી શકાય તે વાત કરે છે અને કાજલ મનિષને આકર્ષવા માટે પ્રયત્ન કરે છે... પણ મનિષ ઍ વાત ને સમજી શક્તો નથી.
ડિનર પુરુ કરીને મનિષ કાજલને તેમના ઘર સુધી મુકી ને તેમના ઘરે જાય છે.... કાજલ મનો મન વિચારે છે કે મનિષને કઈ રીતે સમજાવીશ કે હું ઍમને ચાહુ છું.... વિચાર કરતી કરતી સુઇ જાય છે.
બીજા દિવસે બન્ને ઑફિસ પર મળે છે અને બોસે આપેલ પ્રોજેક્ટ પર કામ શરુ કરે છે પણ હજુ કાજલ ના મન મા મનિષ વિશે આગળના દિવસ ના જ વિચાર આવ્યા કરે છે. બન્ને કામ પર લાગે છે.
બપોરે લંચ માટે કાજલ અને પાયલ બન્ને જાય છે. કાજલે મનિષને કહ્યું કે ચાલો લંચ માટે
મનિષ : ના, આજે હું નથી લાવ્યો. ઘરે કોઇ નથી.. કાલથી લાવીશ
કાજલ : અરે, હું તમારા માટે બનાવીને લાવી છું. મને ખ્યાલ હતો કે તમે આજે નથી લાવવાના.
મનિષ : હું બહારથી મંગાવી લેવાનો હતો... શા માટે લાવ્યા.
કાજલ : રોજ બહારનુ જમીઍ તો બીમર પડાય એટલે હું લાવી છું.
( બન્ને હસે છે અને કેન્ટીનમા જાય છે )
કાજલ તેમનું ટિફિન ખોલે છે... ટિફિનમા પુલાવ, ભાજી અને પાવ હોઇ છે... આ બધું જોતા જ મનિષ ખુશ થઈ ગયો. કેમ કે મનિષ નુ આ ભાવતું ભોજન હતું. બન્ને ઍ જમી લીધું અને મનિષ કાજલ નો આભાર માનતા કહે છે કે આજ બહુ જ મજા આવી ગઈ. પુલાવ કોણે બનાવ્યા ??
કાજલ : ભાજી અને પુલાવ મે બનાવ્યા અને પાવ તૈયાર લાવી હતી
મનિષ : ખરેખર તારા હાથ મા જાદુ છે...
કાજલ : આભાર.... ( હવે કાજલ ને લાગ્યુ કે મનિષ માટે રોજ કંઈક બનાવીને લાવીશ અને મારા પર ઇમ્પ્રેશ કરીશ.)
બંને સાંજે ઓફિસ નુ કામ પુરુ કરી ને રોજની જેમ જ કાજલ મનિષ સાથે ગાડિમા પાછળ બેસી ને જાય છે અને રસ્તા મા કહે છે કે તમારા માટે કાલે લંચમા શુ લાવું ???
મનિષ : કાલે ન લાવતા, હું લઈને આવિશ.
કાજલ : કાલ નો દિવસ હું લતી આવિશ ઘરે સાફ સફાઇ કરવાની હશે તો આન્ટી થાકી જશે...
મનિષ : સ્મિત સાથે સારું લેતી આવજે... ( મનિષને પણ કાજલ પ્રત્યે આકર્ષણ થવા લાગ્યુ હતું )
કાજલ : કાલે શુ બનાવીને લાવું તમારા માટે ?
મનિષ : જે તમને યોગ્ય લાગે ઍ બનાવીને લાવજો.
કાજલ : પુરી અને ઊંધીયું ચાલશે ??
મનિષ : હા.
એમ વાત કરતા હતા ને કાજલનુ ઘર આવી ગયું. કાજલે પુછ્યું કે અત્યારે પ્રોબ્લમ ન હોઇ તો મારા ઘરે જમી ને જાવ.
મનિષ : ના, મારે મારા મામા ને ત્યા જમવાનું છે...
કાજલ : સારું... ઘરે પૂગી ને મેસેજ કરી દેજો અને ઘરે જવામા મોડું ન કરતા.
મનિષ : હા, મેડમ ( સ્મિત સાથે ) બાય...
કાજલ : બાય...ટેક કેર...
મનિષ ત્યાથી નિકળૅ છે... અને કાજલ ઘરે જાય છે..