ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
"ખજાનાને હાથ પણ ન લગાડીને, અને ખજાનો પાછો સહી સલામત શ્રી નાથદ્વારા મોકલી આપવાની પ્રતિજ્ઞા લીધા પછી જસવંત રાવ ના દિવસો ફર્યા હતા. એ અને એનું રાજ્ય ઇન્દોર જેના આશ્રિત હતા. એવા પેશ્વા પર સીધો પ્રહાર કર્યો હતો. પહેલાતો એણે પેશ્વાની જાગીરો કે જે ઇન્દોરની સીમાઓથી નજીક હતી એના પર હુમલા ચાલુ કર્યા અને સિંધવ, ચાળીસગાંવ, ધુલે, માલેગાંવ, પારોલ, નેર, અહેમદનગર,રાહુરી, નાસિક, સીનર, બારામતી પંઢરપુર સહિતની અનેક જાગીરોમાં પેશ્વાના લશ્કરને હરાવીને જીત મેળવી પછી પેશ્વાની રાજધાની પુનાનો ઘેરો ઘાલ્યો. ઈસવીસન 1802 ના દિવાળી ની આગલી રાત્રે જસવંત રાવે, દૌલત રાવ સિંધિયા અને પેશ્વાના સંયુક્ત લશ્કરને હડપસર પાસે હાર આપી. અને પૂનામાં પ્રવેશ કર્યો જસવંત રાવે પોતાના લશ્કરને ખાસ સૂચન કર્યું હતું કે કોઈ સામાન્ય નાગરિકને, કે કોઈ ધાર્મિક સ્થળને કૈજ નુકશાન ન થવું જોઈએ. અને એના એ સૂચનનો કડક રીતે અમલ પણ થયો.
"પૂનામાં હાર થતાં જ પેશ્વા પુના મૂકી ને ભાગ્ય જસવંત રાવે ધાર્યું હોત તો એમને પકડી શક્ય હોત, પણ એમણે એવું ન કર્યું અને પેશ્વાને પુના પાછા આવવા કહ્યું. એણે પૂનાનું રાજ પાછું પેશ્વાને આપવાની પણ વાત કરી. ખાલી પોતાનો ઇન્દોરમાં સ્વત્રંત શાસક તરીકે સ્વીકારના બદલામાં, પણ પેશ્વાને એના પર વિશ્વાસ ન હતો. એથી એણે અંગ્રેજો સાથે સંધિ કરી.
"બીજી તરફ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ સંચાલકોને બીજી જ ચિંતા હતી. એમના જાસૂસોએ જણાવ્યું હતું કે જસવંત રાવ ફ્રેન્ચ ટેરેટરીના વાઇસરોય સાથે સંપર્કમાં છે. એમને પોતાનું અસ્તિત્વ જોખમમાં લાગ્યું કે જસવંત રાવ બળવાન થશે તો ઇસ્ટ ઇન્ડિયા કંપનીને પણ ફગાવી દેશે. જોકે એમના માટે આશ્વાસન રૂપ એ વાત હતી કે મરાઠાનું સહુથી મજબૂત સ્વત્રંત રાજ્ય ગાયકવાડનું વડોદરા આ આખા બખેડાથી અલિપ્ત હતું. અંગ્રેજોની પહેલી પ્રાયોરિટી મરાઠાઓના આંતરિક લડાઈ બંધ કરાવીને બધા મરાઠી રાજ્યો અંગ્રેજો સાથે સંધિ કરાર કરે એ હતી. બીજી તરફ પોતાની હારથી ધૂંધવાયેલ દોલત રાવને મનાવવાની હતી તો ત્રીજી તરફ એ ડર પણ હતો કે જસવાટ રાવ હવે પુનાથી આગળ અને અંગ્રેજો સાથે જેના શાંતિ કરાર થયા છે એ હૈદરાબાદ પર હુમલો ન કરી બેસો, જો એવું થાય તો અંગ્રેજો ને ભારતમાં પગ ટકાવવા મુશ્કેલ બને એમ હતાં. આ બધી ધમાલ લગભગ વર્ષ દિવસ ચાલી એ દરમિયાન કુદરત અંગ્રેજો પર મહેરબાન થઈ.
ઈસવીસન 1804 માં દિલ્હીના મુગલ બાદશાહ શાહ આલમ બીજાને સિંધિયાના કબ્જામાંથી છોડાવીને પોતાની સાથે ભેળવવામાં અંગ્રેજો સફળ થયા. આ ખબર મળતા જ જસવંત રાવે દિલ્હીનો ઘેરો ઘાલ્યો, પણ એકાદ અઠવાડિયામાં એને સમજાયું કે આ રીતે દિલ્હી નો કબજો નહીં મેળવી શકાય કેમકે શાહ આલમ બીજા એ પોતાના લશ્કરને અંગ્રેજોના સાથ આપવા માટે હુકમ કર્યો હતો. આથી અઠવાડિયા પછી જસવંત રાવે દિલ્હી ની ઘેરાબંધી હટાવી લીધી. પછી અંગ્રેજો એ હોલ્કરના ડિંગ પ્રદેશ પર હુમલો કર્યો તો હોલ્કર અને ભરત પુરના એ વખતના જાટ રાજા રણજીત સિંહની સંયુક્ત સેનાએ, અંગ્રેજોને પાછા હટાવ્યા. લગભગ 3 મહિનામાં અંગ્રેજોએ 4 વખત કોશિશ કરી, અને દરેક વખતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના સૈનિકો અને હથિયાર ખોવાનો વારો આવ્યો. પછી જસવંત રાવે ભારતના પ્રમુખ રાજા ને એક પત્ર લખી આવાહન કર્યું કે વિદેશી તાકાતને (ઇસ્ટ ઇન્ડિયા કંપનીને) ઉખાડી ફેંકીયે. પણ 2-3 મુખ્ય રાજા સિવાય કોઈનો અનુકૂળ પ્રતિસાદ ન મળ્યો. છેવટે એમણે અંગ્રેજો સાથે સમજૂતી અને શાંતિ કરાર કર્યા. આમ ખાસ વાત એ હતી કે ઇસ્ટ ઇન્ડિયા કંપની હમેશા સમજૂતી કે શાંતિ કરાર કરતી વખતે પોતાની શરતો મુજબ જ અને અને જે તે રાજ્યની અનેક જાગીર પોતાના કબજામાં લઈને સમજૂતી કરતી પણ જસવંત રાવ ના કિસ્સામાં જસવંત રાવ ની શરતો પ્રમાણે શાંતિ કરાર થયા. એમની સંપૂર્ણ જાગીર એમને પાછી સોંપાઈ, અને એમની પાસે થી દંડ કે ખર્ચ પેટે એ પણ રૂપિયો વસૂલ્યા વગર 1806 ના માર્ચ મહિનામાં સમજૂતી કરાર થયા.
આ ચાર વર્ષ દરમિયાન હું સતત જસવંત રાવની સાથે જ હતો. શ્રી નાથદ્વારા નો ખજાનો મેં અમારી જાગીરમાંથી પસાર થતી નદીને સામે પાર ચાકલીયા ગામ પછી ના જંગલમાં 3 વડલાની બાજુમાં બનાવેલી નાની સરાઈ ના ચોથા ઓરડાના તળિયે એક ભુગર્ભ કોટડી તૈયાર કરી ને એમાં દાટી દીધો હતો. સતત લડાઈ અને ભાગાદોડી માં અમને એ ખજાનો પાછો પહોંચાડવાનો સમય મળ્યો ન હતો. જસવંતરાવ સમયે સમયે મને એ ખજાનો પાછો પહોંચાડવાનું યાદ કરાવતા. દરમિયાન મારા લગ્ન થયા. શાંતિ કરાર અને સમજૂતી થતા યુદ્ધ બંધ થયું અને મેં ઘરસંસાર ચાલુ કર્યો. મારી જપ્ત કરેલી જાગીર મને પછી આપવાનું આશ્વાસન જસવંત રાવે આવ્યું હતું. પહેલા મહિપાલ રાવ પછી 2 દીકરીયું અને પછી બીજા 3 દીકરા. આમ કુટુંબ નો વસ્તાર થતો રહ્યો અને એ દેવ દ્રવ્ય શ્રી નાથદ્વારાનો ખજાનો પાછો પહોંચાડવાની વાત સાવ જ વિસારે પડી હતી. પણ ઈસવીસન 1811માં જસવંત રાવનું સાવ નાની ઉંમરે 34 અવસાન થયું પછીયે 5-7 વર્ષ બધું બરાબર ચાલતું હતું. હું મારા માં-બાપ ભાઈ ભાભી બહેન બધાને ભૂલી ચૂક્યો હતો અને મારી પત્ની બાળકોમાં અટવાયો હતો. સત્તા અને સંપત્તિ વધતી જતી હતી પણ એ શાપિત ખજાનો મને એ ભોગવવા દેવાં ઈચ્છતો ન હતો. દેવદ્રવ્ય પર બુરી નજર કરી એના ફળ મેં ભોગવ્યા હતા. પણ હજી હું સાવ જાગ્રત થયો ન હતો. પણ એક દિવસ નવા રાજા મલ્હાર રાવ ત્રીજા એ મને પોતાના મહેલમાં બોલાવ્યો.
xxx
"મોહનલાલ, મને અત્યાર સુધીના ડેવલપમેન્ટના બધા રિપોર્ટ જોઈએ છે." આજે કોઈ વહેવારીક પ્રસંગમાં કમને હાજર રહેવાના કારણે ઓફિસમાં છે. બપોરે પહોંચેલા અનોપચંદે તરત જ પોતાના મિત્ર+મેનેજર+ આસિસ્ટન્ટ ને બોલાવીને કહ્યું.
"શેઠજી, કંઈક બહુ જ ભયંકર રંધાઈ રહ્યું છે, ગઈકાલ સુધી શાંત વાતાવરણ અત્યારે એકદમ ધૂંધવાયેલું છે. કોને ખબર કઈ મિનિટ ક્યાંથી આગ લાગશે, અને કોને કેટલું દઝાડશે કઈ જ સમજાતું નથી."
"મોહન, આમ દાર્શનિક ની જેમ આગમવાણી બોલવાનું બંધ કર અને મને શાંતિથી સમજાવ કે ક્યાં શું ચાલે છે? અને આપણું લશ્કર ક્યાં લડી રહ્યું છે."
"પરમ દિવસે સાંજ સુધી બધું બરાબર હતું, પરમ દિવસે સાંજે સુરેન્દ્રસિંહ નું કિડનેપ થયું એ સાથે જ જીતુભાને એક એવી ઘટનાઓના ચક્રવાતમાં ઘૂસવું પડ્યું કે, જો આપણે લોકો સાવચેત નહિ રહીએ. તો આપણે પણ એ ઘટનામાં દાઝશું અને અત્યાર સુધી જે આપણી દેશ હિતની પ્રવૃત્તિ ચાલે છે એ બધું ઉઘાડું પડી જશે." મોહન લાલે જે ગંભીરતાથી કહ્યું હતું એ સાંભળીને અનોપચંદ વિચારમાં પડ્યો પછી બે એક મિનિટ વિચારીને કહ્યું " કોણ છે એ લોકો? વિક્રમના માણસ કે પછી ધર્મેન્દ્ર કે પછી આખું ચૌહાણ ગ્રુપ?"
"મને લાગે છે કે વિક્રમ તો માત્ર પ્યાદું છે, એ વાત તો ચોક્કસ છે કે સુરેન્દ્ર સિંહનું એણે કિડનેપ કરાવ્યું. પણ ય તો એ એક અવિચારી પગલું હતું, યા તો એ એની કોઈક મજબૂરી હતી. ઘણીવાર કેટલાક લોકો એવું અવિચારી પગલું ભરતા હોય છે કે એ અજાણતા જ કોઈકને મદદ કરી બેસતા હોય છે."
"ખુલી ને કહો, કોણ છે. આ બધા પછી કઈ સમજાયું, કે હજી આપણે અંધારામાં જ તીર મારીયે છીએ?"
"અત્યાર સુધીના રિપોર્ટમાં તો ઉદયપુરના કોઈક બહુ મોટા માથાનું ઇન્વોલ્વમેન્ટ ના ખબર છે. હું હમણાં જ બધી ડીટેલ ભેગી કરતો હતો. કલાકમાં મને પુરી માહિતી મળી જશે. પણ મને લાગે છે કે એક આગ આપણી કંપનીની ચારે બાજુ ફેલાઈ રહી છે. આપણે દાઝી શું કે સાંગોપાંગ નીકળી શકીશું એ કહેવું મુશ્કેલ છે. પણ હાલ તો જીતુભાની બહેન પર વિક્રમના માણસો નહીં કોઈ બીજું જ વોચ રાખી રહ્યું હતું એવા રિપોર્ટ મને 3 કલાક પહેલા મળ્યા, હમણાં કલાક પહેલા એ લોકોને આપણા માણસોએ ઉઠાવ્યા છે. એ કોણ છે એના પાકા ખબર આવતા જ હશે."
"મોહનલાલ આપણી કંપનીની પોલિસી તો યાદ છેને? આપણા માણસો કે એના ઘરના ને એક ખરોચ પણ ન આવવી જોઈએ. ગમે એટલી ખુવારી થાય."
xxx
રાજસમન્દ નગર નિગમની કચરો ડમ્પ કરવાની એક ટ્રક અને એની આગળ એક અધિકારીની જીપ જ્યાં મંગલસિંહ નું એક્સિડન્ટ થયું હતું ત્યાં. પહોંચ્યા. લગભગ 70-80 ફૂટમાં બાઇકનો ભંગાર પડ્યો હતો એની આગળ એ બાઇકને ભંગાર બનાવી દેનાર ટ્રક ઉભી હતી. અને એ બન્ને વચ્ચે મંગલસિંહ ની લાશ પડી હતી. એક ઓફિસર જેવો લાગતો માણસ જીપમાંથી ઉતર્યો અને ચારેબાજુ નિરીક્ષણ કરી ને કહ્યું. "પાણીનું ટેન્કર પણ સાથે લીધું છે એ સારી વાત છે."
"સાહેબ તમારી દૂરદર્શિતા નો કોઈ જવાબ નથી. સાલું અમને એ વિચાર જ નહોતો આવ્યો."
"ચાલ હવે જલ્દી થી ઓળાના બોડીને ઉંચકીને કચરાના ટ્રકમાં નાખ અને તારી ટીમને કહે કામે વળગે. ક્યાંક કોઈક રડ્યો ખડયો વાહન વાળો અહીંથી નીકળશે તો લાંબુ પેપરવર્ક કરવું પડશે."
"પેપર વર્ક? હાહા હા..." કહેતા કહેતા એના આસિસ્ટન્ટ અટ્ટહાસ્ય કર્યું.
ચાલ જલ્દી કર અને હા એના ખિસ્સા તપાસો, એનો મોબાઈલ મળશે. એ બહુ કામનો છે." કહી એણે સિગારેટ સળગાવી. આસિસ્ટન્ટ એની સામે ગરીબડી નજરે જોઈ રહ્યો. કમને એની તરફ એક સિગારેટ લંબાવીને ઓફિસરે કહ્યું. "મને 5 મિનિટમાં બધું સાફ જોઈએ છે. 10 મિનિટમાં પાણી સુકાઈ જશે એટલે આપણું કામ પૂરું. પછી જો આ તારું અને તારી ટીમનું ઇનામ." કહીને રૂપિયાની એક થપ્પી આસિસ્ટન્ટ ને બતાવી.
“સાહેબ, 10 મિનિટ સુધી જો અહીંથી કોઈ નહિ નીકળે તો દુનિયામાં કોઈને ખબર નહિ પડે કે અહીંયા 5 મિનિટ પહેલા શું થયું છે. કહીને સાહેબના મોંમાંથી સિગારેટ લઈને પોતાની સિગરેટ સળગાવી એને પાછી આપી. પછી એણે કચરાની ટ્રકમાં રહેલા સફાઈ કર્મચારી નો ગણવેશ પહેરેલા 2-3 જણાને ફટાફટ સૂચનાઓ આપવા માંડી.
બરાબર આઠ મિનિટ પછી ત્યાં સડક સાવ જ સાફ હતી. પહેલા મંગલસિંહના શરીરને કચરાથી ભરચક ટ્રકમાં નાખવામાં આવ્યું એના પર કચરાનો ઢગલો કરવામાં આવ્યો જેથી કોઈને શક ન જાય. પછી બાઇક નો ભંગાર અને એનો એક્સીડંટ કરનાર ટ્રકને ધકેલીને ઘાટીના કિનારા સુધી લાવવામાં આવ્યો અને પછી એક સાથે 400-450 ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દેવામાં આવ્યો. 2-3 મજૂરો રોડ પર ટ્રકની પાછળ રહેલા પાણીના ટેન્કરની મદદથી 50 ફૂટ મોટા પાઇ દ્વારા સડક પર પાણીનો છંટકાવ કરીને પછી મશીન ની ઢબે પાણીના ટેન્કરમાં ગોઠવાયા. અને ટેન્કર ઉદયપુર તરફ ચાલ્યું. તો કચરાની ટ્રકે જરા આગળ જઈને નાનકડો ખાંચો મળતા જ ફરીથી મોઢું ફેરવીને રાજસમન્દ તરફ ચાલી ગઈ. હવે એ સ્થળે માત્ર ઓફિસરની જીપ જ હતી જેમાં ઓફિસર એનો આસિસ્ટન્ટ અને ડ્રાઈવર 3 જણા જ હતા.
"સાહેબ તમે હવે ઓફિસે આવો છો કે પછી સીધા ઘરે જવાના?"
"મારે ઓફિસે થોડું કામ છે. પછી 2-3 દિવસ તો રજા કરવી પડશે ને"
"કેમ શેના માટે તમારે રજા કરવી પડશે?" આસિસ્ટન્ટ પૂછ્યું. એ સાંભળીને ડ્રાઇવરના મોં પર સહેજ મુસ્કુરાહટ આવી ગઈ.
"કેમ કે જેની લાશ તે હમણાં કચરાના ટ્રકમાં નાખવી એ મારો ભાઈ હતો. મારા કાકાનો દીકરો અમે બધા હજી એક ઘરમાં જ રહીએ છીએ. એ રાત્રે ઘરે નહિ આવે એટલે એનો ગોતવાનો થશે ને પછી મોડી રાત્રે પોલીસ કમ્પ્લેન અને પછી કાલે આખો દિવસ એને ગોતવાની દોડધામ" નિર્વિકાર ભાવે ઓફિસર બોલતો જતો હતો અને આસિસ્ટન્ટ ની આખો એ સાંભળીને પહોળી થતી જતી હતી.
ક્રમશ:
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.