સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 8 ︎︎αʍί.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 8

{ મિત્રો અપણે આગળના ભાગમાં જોયું કે સતિષભાઇને કોઈનો ફોન આવે છેં. ફોન પર વાત કરીને તે ઘભરાઈને પ્રભા પ્રભા બૂમો પડે છેં. હવે જોઈએ આગળ...}

             પ્રભા અચાનક ઘભરાઈને દોડતી સતિષભાઈ પાસે જાય છે. અને પૂછે છે શું થયું ? કોનો ફોન હતો ? 

સતિષભાઈ : પ્રભા... આરાધના.. ( બસ એટલું જ બોલી શકે છે અને )

પ્રભા : સતિષ શું આરાધના બોલોને મારો જીવ ઊંચો થઈ રહ્યો છે... 

સતિષભાઈ : પોલીસનો ફોન હતો આપણી આરાધના..
( ત્યાં પ્રભાનો હાથ પકડી લઈ જતા કહે છે.. ) ચાલ જલ્દી પોલીસ સ્ટેશન...

       પ્રભા પૂછતી જ રહી હોય છે. શું થયું છે શું કહ્યું પોલીસે વગેરે વગેરે..

થોડીક વારમાં બંને પોલીસ સ્ટેશન પહોંચી જાય છે..

           ત્યાંથી જાણવા મળે છે કે સીટી હોસ્પિટલ પહોંચવાનું છે. ત્યાં 24 વર્ષની એક છોકરીને ઘાયલ હાલતમાં પહોંચાડવામાં આવી છે...

             આ સાંભળતા જ બંને જણા કોઈપણ પ્રકારની રાહ જોયા વગર સીધા સીટી હોસ્પિટલ પહોંચી જાય છે. 

             ત્યાં પોલીસ અને ડોક્ટરોને જોઈ પ્રભા અને સતિષભાઈની ગભરાહટ વધવા લાગે છે. 

પ્રિતેશ પણ ત્યાં આવી ચૂક્યો હોય છે..

ત્યાં સતિષભાઈ પૂછે છે. " શું થયું અમને કેમ હોસ્પિટલમાં બોલાવ્યા છે ? અમારી આરાધના ? "

            ડોક્ટર તરત જ પ્રભા અને સતિષભાઈને આરાધનાને મળવા માટે આઈ.સી.યુ માં મોકલે છે.. 
આરાધનાને આઇ.સી.યુમાં આવી હાલતમાં જોઈને પ્રભા અને સતિષભાઈના હાથ પગ ઢીલા પડી જાય છે. પોતાની દીકરીની આવી હાલત જોઈને પ્રભા પોતાના આંસુઓને રોકી શકતી નથી. 

             અને આ તરફ જાણે આરાધના પોતાના માતા પિતા અને પ્રિતેશને એક નજર જોવા માટે જ પોતાનો જીવ અટકાવીને રહી હોય તેમ અને કંઈક કહેવા માંગતી હોય તેમ વર્તન કરતી હતી. પોતાના હાથ ઊંચા કરવાની કોશિશ કરી રહી હતી પણ તે કશું બોલી શકતી ન હતી.. ત્યા તેની તબિયત વધુ બગડવા લાગે છે. તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે. અને તરત જ ડોક્ટરો તેને ઇન્જેક્શન વગેરે આપીને બચાવવાની કોશિશ કરે છે. પણ ડૉક્ટર કંઈ કરી શકે તે પહેલા તેનું પ્રાણ પંખીડું ઉડી જાય છે. 

          અને આ જણાતા જ તરત પ્રભાનું હૃદયફાળ રુદન નીકળી જાય છે.. અને સતિષભાઈ જાણે આઘાત સાથે શરીરમાં જીવ જ ન હોય તેમ જમીન પર ઢળી પડે છે. પ્રિતેશ માટે તો જાણે તેની દુનિયા જ ઉજળી ગઈ. થોડીક વારમાં આરાધનાના મિત્રો પણ ત્યાં આવી જાય છે.

         આ તરફ ડોક્ટર અને પોલીસ સતિષભાઈને સંભાળતા આરાધનાના મેડિકલ રિપોર્ટ બતાવે છે અને તેની સાથે શું બન્યું તેની જાણકારી આપતા કહે છે. " આરાધના પર શારીરિક ખૂબ જ નિર્દયતા દાખવવામાં આવી છે. "

સતિષભાઈ : મતલબ ?

ડોક્ટર : આરાધના સાથે ખૂબ જ નિર્દયતા પૂર્વક બળાત્કાર કરવામાં આવ્યો છે. અને આ હાથાપાઈમાં જ તેને માથાના ભાગ પર પણ ગંભીર ઇજાઓ થઈ. જેના કારણે અમે તેને બચાવી શક્યા નથી.. 

            આ બધું સાંભળતા પ્રિતેશ અને સતિષભાઈને આંખ આગળ જાણે અંધારું છવાઈ ગયું હોય તેવી અનુભૂતિ થવા લાગી.

            અને આ તરફ હવે બધી કાર્યવાહી કરીને આરાધનાની બોડી તેના માતા પિતાને સોંપવામાં આવે છે. અને ઘરે મોકલવામાં આવે છે. અને અત્યંત ભારે હૈયે તેની અંતિમ વિધિ કરવામાં આવે છે. " એક માઁ માટે આનાથી મોટુ દુઃખ શું હશે કે તેની નજર સામે પોતાના સંતાનની અર્થી ઉઠતા જોવે. અને એક પિતા માટે આનાથી મોટુ દુઃખ શું હશે કે પોતાના સંતાનની ચિતાંને અગ્નિદાહ આપે. અને એક પ્રેમી માટે પોતાની પ્રેમિકાની ખોવાનું દુઃખ તેનું તો કોઈ માપદંડ જ ના હોય.. "

          હવે એક તરફ બધી વિધિ પતાવીને બધા સગા સંબંધીઓ સતિષભાઈના ઘરેથી નીકળી જાય છે. 

             હવે જે ઘર હંમેશા આરાધનાની બોલીથી ગુંજતું હતું. તેના હોવાથી શોભતું હતું. તે ઘર આજે આરાધના વગર સુનુ ભાસતુ હતું. ઘરના દરેકે દરેક ખૂણે માત્ર હવે આરાધનાની યાદો જ રહી ગઈ હતી.. આરાધનાની યાદો વાગોળતા તેમજ તેની સાથે જે બન્યું તે વિચારતા પ્રભા તેમજ સતિષભાઈની રૂહ કંપી ઉઠતી હતી. અને સુભાષભાઈને ખુદ પર પસ્તાવો થતો હતો. કે કાશ મેં થોડી હિંમત વધુ કરી હોત તો આજ આરાધના અમારી સાથે હોત. 

             હવે આમને આમ થોડા દિવસ વીતી જાય છે. પરંતુ પ્રભા અને સતિષભાઈ આરાધનાના આઘાતમાંથી બહાર નીકળી શકતા નથી. પ્રભા રડીને પોતાનો દુઃખનો ભાર હળવો કરી લેતી હતી પણ સતિષભાઈ પ્રભા વધારે કમજોર ના પડે તે માટે પોતાના આંસુઓને પી જતા. 

           તેવામાં એક સવારમાં અચાનક સતિષભાઈની તબિયત બગડે છે. અને તે બેભાન થઈ જમીન પર ઢળી પડે છે. ત્યાં પ્રભા દોડતા સતિષભાઈ પાસે આવી. સતિષ સતિષ બૂમો પાડવા છતાં સતિષભાઈ ભાનમાં આવતા નથી. તો પ્રભા પ્રિતેશને ફોન કરે છે અને સતિષભાઈની તબિયત વિશેની જાણ કરે છે. અને થોડીક વારમાં પ્રિતેશ ત્યાં આવી સતિષભાઈને હોસ્પિટલ લઈ જાય છે. 

               હોસ્પિટલમાં જાણવા મળ્યું કે સતિષભાઈને મેજર હાર્ટ અટેક આવ્યો છે. પ્રભા માટે તો જાણે એક આઘાતમાંથી નીકળી નથી ત્યાં તો બીજી મુસીબત રાહ જોઈને ઉભી હોય તેમ જણાઈ રહ્યું હતું.   

            તેવામાં પ્રિતેશના મોબાઈલ પર પોલીસનો ફોન આવે છે કે પ્રતાપ પકડાઈ ચૂક્યો છે અને તે પોલીસની હીરાસતમાં છે.. ત્યાં તરત પ્રભા કહે છે. " પ્રિતેશ મારે પ્રતાપને માળવા પોલીસ સ્ટેશન જવું છે.. "

              પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા પછી પ્રતાપને જોઈને પ્રભા પોતાની જાતને રોકી શકતી નથી. અને તે પ્રતાપ પર પોતાનો ગુસ્સો ઠાલવીને તેને થપ્પડ પર થપ્પડ મારી રહી હોય છે. અને પૂછી રહી હોય છે " શું કામ મારી ખુશખુશાલ જિંદગીમાં આગ લગાવી દીધી ? શું બગાડ્યું હતું મારી આરાધનાએ તારું ? કેમ તે એની સાથે આટલું ખરાબ કર્યું ? આરાધાનાનો આઘાત તેના પપ્પા સહન ન કરી શક્યા અને અને તે હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે." અને આમ બોલતા બોલતા અને રડતા રડતા તે જમીન પર ઢાળી પડે છે..

           આ તરફ પોલીસ હવે પ્રતાપને કન્ફેશન રૂમમાં લઈ જાય તેની પાસે ગુનો કબુલાવી પૂછપરછ કરી બધી હકીકત જાણવાની કોશિશ કરી રહી હોય છે.

           તો હવે મિત્રો પ્રતાપે શું કહ્યું અને તેણે આરાધના સાથે કેમ આમ કર્યું અને સતિષભાઈનું આગળ શું થાય છે ? તે જાણીશું આવતા ભાગમાં..

             ત્યાં સુધી મિત્રો વાંચતા રહો ખુશ રહો,
                     સ્વસ્થ રહો મસ્ત રહો,
                           ધન્યવાદ.. 🙏