સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 3 ︎︎αʍί.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 3

( આગળના ભાગમાં તમે જોયું કે રેખા અને પ્રતિભા બંને વાતો કરતા હતા ત્યાં જ આનંદ અને દીપેન આવી ગયા .. )

હવે આગળ જુઓ...

આનંદ : ઓહો બન્ને સહેલીઓ લાંબા ટાઇમ પછી મળી તો ખૂબ વાતો કરી લાગે છે.

પ્રતિભા : હા વાતો તો ખૂબ કરી... પણ હજી સુધી મને
એ ના સમજાયું કે તમે લોકો લગ્ન કેવી રીતે કર્યા ?

આનંદ : હું કહું છું તમને .... અમારા લગ્નની હકીકત..
સાચું કહું તો હું મારી પત્ની સુધાને બેહદ પ્રેમ કરતો હતો.
પણ જીવનના મધ દરીયે પહોંચીએ તે પહેલાં જ તે મને એકલો છોડીને જતી રહી. છતી રોશની અને માનવ મહેરામણની વસ્તી હોવા છતાં મારા મન અને
જીવનમાં જાણે અંધકાર છવાઈ ગયો હતો.. ધીરે ધીરે
પોતાની જાતને સંભાળવા કોશિશ કરતો હતો .....

અને ત્યાં જ રેખાની સાથે મુલાકાત થઈ. શરૂઆતમાં જ્યારે મળતાં ત્યારે અમે બંને માત્ર પાડોશી હતા. ત્યારે અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમે બંને
પતિ-પત્ની ક્યારેક બનીશું. ઘણા મૈત્રી ભાવી પડોશી
તેમજ સુખ-દુઃખમાં સહભાગી પણ બનતા ગયા.

રોજ વાતો કરતાં કરતા અહેસાસ થવા લાગ્યો કે
અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા છીએ અને ક્યાંક હૃદયના ખૂણે પ્રેમ પાંગરવા લાગ્યો છે.

પ્રતિભા : પછી શું થયું ?

આનંદ : રેખાને એ વાતનો ડર સતાવવા લાગ્યો કે સમાજ, દુનિયા, લોકો શું કહેશે, આ ઉંમરે આ બધું ન શોભે. વગેરે વગેરે...
ધીરે ધીરે રેખાએ મને મળવાનું ઓછું કરી દીધું.
પણ અમારા બાળકો ક્યાં માનવાના હતા. તેમને બધી જ ખબર હતી. તેથી તે લોકો રોજ કંઇક ને કંઇક બહાનું કાઢીને અમને મળાવવાની કોશિશ કરતા હતા. એકવાર સાચે જ મારી દીકરી પંખુડી બીમાર થઈ ગઈ.

અને રેખાને જેવી ખબર પડી કે તરત જ દોડતી મારા ઘરે આવી. અને રાત્રે મોડા સુધી તે પંખુડીના માથા પર પાણીની પટ્ટી મૂકી રહી હતી. હું ત્યાં રૂમમાં જ સામે કાઉચ પર બેઠો હતો. એક ધારો હું તેને નિહાળી રહ્યો હતો. ડાર્ક મરૂન કલર જેવો રેખાએ ડ્રેસ પહેરેલો હતો. જે તેની ગોરી ત્વચાથી અલગ ઉભરાઈ આવતો હતો. લાંબો કમરથી નીચે સુધીનો તેનો ચોટલો હતો. કપાળમાં પંખુડી
માટે હલ્કી ચિંતાની લકીર દેખાતી હતી. અને તેમા
હલકે હલકે વિખરાયેલ લટો તો જે તેના ગાલ અને લલાટ પર.. ચુંબન કરતી હોય તેમ હળ્વેથી ઊડી રહી હતી. જાણે હું તેને જોવા માં એટલો ખોવાઈ ગયો કે.. રેખાએ મારી પાસે આવીને મને હળવેથી ઢંઢોળ્યો. અને હું એકદમ હુંફાળો જાગ્યો હોય તેમ તેની સામું જોવા લાગ્યો....
ત્યાં રેખાએ કહ્યું કે " પંખુડી ને હવે સારું છે... તો હું ઘરે જાવ છું.. કંઈ પણ જરૂર હોય તો મને બોલાવી લેજો.. "

અને તેમ કહીને તે જરા ચાલવા જતી હતી ત્યાં જ મેં હળવેકથી તેનો હાથ પકડી લીધો....તેણે મારી સામે ફરીને જોયું..

( એક તો ચોમાસાની મોસમ, રાતનો સમય હતો,
બહાર ધોધમાર વરસાદ ચાલી રહ્યો હતો, અને આ તરફ અમે બંને જણ એકબીજાને પ્રેમ કરતા હોવા છતાં પોતાની લાગણીઓને કાબૂમાં રાખવાની કોશિશ કરી રહ્યા હતા. પણ જાણે લાગી રહ્યું હતું કે હવે બંને જણ એકબીજાની લાગણીઓ પર હવે કાબૂ ખોઈ રહ્યા હતા.)

અને એકબીજાને હળવેથી આલિંગનમાં લઈ લીધા. રેખાનો એક હાથ મારી છાતી પર અને બીજો હાથ મારા ખભે હતો. જ્યારે મારા બંને હાથે તેની કમર પર હતા.. બંને જણ ખૂબ સુકુન મહેસૂસ કરી રહ્યા હતા.. ત્યાં જ થોડીકવાર પછી વીજળીના એક ચમકારે જાણે અમે સભાન થયા. પણ ત્યાં તેનો ચોટલો મારા કુર્તાના બટણમાં ફસાયો.. ત્યાં ફરી એક બીજાની આંખમાં આંખ પરોવી અમે નિહાળી રહ્યા હતા. કુર્તાના બટણમાં ફસાયેલા ચોટલાને અલગ કરવાના ચક્કરમાં મેં તેના વાળ ખુલ્લા કરી દીધા.. અને હું તેના વાળને સહેલાવી રહ્યો હતો. અને ત્યારે તેની આંખો બંધ થઇ રહી હતી.. જાણે કે વર્ષોથી સુકી પડી નદીમાં વરસાદી અમી છાંટણા પડયા હોય.. તેઓ તેના ચહેરા પર અહેસાસ જોવા મળ્યો.. બંનેના હૃદય એક બીજાનો પ્રેમ પામવા માટે જળહળી રહ્યા હતા.. જાણે કે એકબીજામાં ખોવાઈ જવા માટે આતુર હતા.. ત્યાં અચાનક જ વીજળીના કડાકા અને ભારે પવનના કારણે રૂમની બારી પછડાય છે.. અને જાણે ફરી બંને પાછા સભાન થયા હોય તેમ.. પણ.. રેખા ખૂબ જ ગભરાઈ ગઈ તે કહેવા લાગી કે જે થઈ રહ્યું છે તે ખોટું છે. અને પોતાના વાળનો અંબોડો કરતા તે ત્યાંથી ચાલી ગઇ.

હું તે રાત્રે આખી રાત ના ઊંઘ્યો. સવારમાં વહેલા
જ પાર્થનો ફોન આવ્યો કે મમ્મી અહીથી ઘર છોડીને
જઈ રહી છે... આટલું સાંભળતા જ હું તરત રેખાના ઘરે ગયો. અને હું તેના ઘરના દરવાજા આગળ ઊભા રહીને
બધું સાંભળી રહ્યો હતો.

રેખા પાર્થને કહી રહી હતી. કે હું તારી સાથે રતનપુર આવીશ. અને હંમેશા માટે ત્યાં જ રહીશ.

પાર્થ : મમ્મા હું હજી ત્યાં બરાબર સેટલ થયો નથી. થોડોક સમય લાગે તેમ છે ત્યાં.

રેખા : હું બધું સેટ કરી દઈશ આખી જિંદગી સેટ કરવામાં જ ગઈ હવે શું વાંધો છે... !! મેં નક્કી કરી લીધું કે હું અહીંથી જતી રહીશ.

રેખા અને પાર્થ બંને મારા સામેથી નીકળી રહ્યા હતા.. ત્યારે મેં અને રેખાઅે એકબીજાને નજર ભરીને જોયા તો ખરી પણ રેખા મારા માટે ઊભી ન રહી. તે ત્યાંથી ચાલી નીકળી. તેના ગયા પછી બે દિવસ જેમતેમ કરીને કાઢ્યા. પછી મનમાં થયું કે અમે બંને એકબીજા સાથે જિંદગી વિતાવી શકીએ તેમ નથી.. તો શું થયું
એકબીજા સાથે વાત કરી શકાય ને...

મેં રેખાને ફોન કર્યો...
તેણે ફોન ઉઠાવ્યો.. એક ઘડીભર માટે કશું ના બોલ્યા અમે બંને.. અને પછી મેં જ જરા ભારે અવાજ
માં કહ્યું કે " કેમ છે ? મજામાં..."

રેખા : હમમ્...

અને પાછા અમે બંને જણા ચૂપ થઈ ગયા શું બોલવું કઈ સમજમાં આવતું જ ન હતું.

રેખા : તો હું ફોન મૂકુ છું.
પણ મારાથી રહેવાયું નહિ અને તરત હું ...........

🧔
मे यहा .... तुं वहा...., जिंदगी..हे कहा.....
मे यहा तुं वह, जिंदगी हे कहा .. २
तु ही तु हे सनम, देखता हूं जहा
नींद आती नही याद जाती नही... २
बीन तेरे अब जीया जाये ना...
मे यहा तु वह, जिंदगी हे कहा ..

वक्त जेसे.. ठहेर गया यही , ..
हर तरफ ऐक ..अजब उदासी हे.,
बेकरारी का.... ऐसा आलम हे..
जीस्म तन्हा हे,.. रूह प्यासी हे

तेरी सुरत अब ऐक पल
क्यु नझर से हटती नही,
रात दीन तो कट जाते हे
उमृ तन्हा कटती नही...
' चाह के भी न कुछ
कहे सकु तुजसे मे '.. २
दर्द‌ केसे करु मे बया...

मे यहा तु वह, जींदगी हे कहा...
🙍‍♀️
जब कही भी आहट हुई
यु लगा की तु आ गया,
खुश्बू के जोंके की तर्हा
मेरी सांसे महेंका गया,
' ऐक वो दोर था
हम सदा पास थे '.. २
अब तो हे फासले दर्मीया...

मे यहा तु वहा, जींदगी हे कहा...
🧔
बीती बाते याद आती हे
जब अकेला होता हूं में,
बोलती हे खामोशीया
सबसे छुपके रोता हूं में
' ऐक अरसा हूआ
मुस्कूराए हुऐ '... २
आसुंओ में ढली दासता...
मे यहा तुं वह, जींदगी हे कहा
तु ही तु हे सनम देखता हु जहा
नींद आती नही याद जाती नही.. २
.. बीन तेरे अब जीया जयेना...

અને આ પછી અમે બન્નેની આંખો ભરાઈ આવી. થોડીક વાર બંને જણે ફોન પકડી રાખ્યો. અને એકબીજાના શ્વાસથી જાણે વાત કરતા હોય તેમ મહેસૂસ કરવા લાગ્યા. અને પછી અમે ફોન મૂકી દીધો. આ બધું દૂર ઊભા રહીને અમારા સંતાનો જોઈ રહ્યા હતા. પછી મારો મોટો દીકરો આવ્યો મારી પાસે.. અને કહેવા લાગ્યો કે..
" તમે લોકો બસ દુનિયાદારીનું જ વિચારો કે જે લોકોએ ક્યારેય તમારા સામે જોયું પણ નથી.. હમમ્ " તેમ કહી મારો દીકરો ત્યાંથી પોતાના રૂમમાં ચાલ્યો ગયો..

હું ચુપચાપ ઊંડા વિચારમાં હતો. ત્યાં મારી દીકરી
પંખુડી મારી પાસે આવી. અને તેના બોલેલા શબ્દોથી મારુ હૃદય ભરાઈ આવ્યું કે...

પંખુડી : પપ્પા મેં મારી મમ્મીને તો ખોઈ દીધી પણ ત્યાર પછી રેખા આંટીમાં જ મારી મમ્મી જેવી મમતા મને દેખાઈ...... " પપ્પા....મને માં જોઈએ છે. "

દબાણ ભર્યા સ્વરે અને ભીની આંખે તેમ કહી તે પણ ત્યાંથી ચાલી ગઈ..

બીજે દિવસે સવારે વહેલા 06:00 ધડાધડ ડોરબેલ વાગ્યો. પંખુડીએ જઈને દરવાજો ખોલ્યો તો દરવાજાની
બહાર રેખા ઊભી હતી. તે ખુબ ગભરાયેલી લાગતી હતી. તે ઘરમાં આવી ગઈ. અને મારો હાથ પકડીને મને કહેવા લાગી. કે " તમે ઠીક તો છો ને ? ચાલો જલ્દી હોસ્પિટલ. " અને મારા બાળકોને પણ કહેવા લાગી કે... " અરે તમે લોકો આમ ઊભા કેમ છો ? તમારા પપ્પાને હાર્ટએટેક આવ્યો છે ને...!"

રેખાના ચહેરા ઉપર ગભરાહટના કારણે પરસેવો વળી ગયો હતો. ત્યાં મારો નાનો દીકરો જીમીશ આવીને બોલ્યો.
" જુઓ તમે બંને જણ એકબીજા માટે કેટલા મહત્વના છો... !!! પપ્પાના વિશે કંઈ પણ ખરાબ સમાચાર સાંભળો છો તો દોટ મૂકીને આવો છો.

રેખા : ઓહ, તો તું જૂઠું બોલ્યો એમ ?

જીમીશ : હા તો હું શું કરતો તમે બંને જણા એકબીજાને પ્રેમ કરો છો... અમે આપણા પરિવારને એક કરવા માંગીએ છીએ. તો આમા દુનિયાદારી સમાજ ક્યાંથી વચ્ચે આવે ? હું કોઈ દુનિયાદારી અને સમાજમાં વિશ્વાસ નથી
કરતો.. કે જે સમાજ આપણા સુખ, ખુશીઓ કે ભલાઈને આડે આવે. એ સમાજની ચિંતા આપણે શું કામ કરીએ છીએ..!! જે સમાજ આપણા સુખ દુઃખમાં સાથે રહેવાની જગ્યાએ દૂર રહીને તમાશો જોતો હોય. હર પલ પરિવાર જ એકબીજાનો સહારો બને છે. તમે લોકો કંઈ જ ખોટું નથી કરી રહ્યા. તમે બંને એકબીજાને નિર્દોષ નિસ્વાર્થ પ્રેમ કરી રહ્યા છો બસ.. અને તેનાથી વધુ પવિત્ર શું હોઈ શકે છે... ?

આ બધું સાંભળી રેખાનું હૃદય તો પીગળી ગયું હતું તે છતાં પણ તે ...

( અને પછી પંખુડીએ પ્રેમથી રેખાનો હાથ પકડી.. )
પંખુડી : કોઈને મા સમાન સમજવું, અને કોઈની અંદર પોતાની માઁની છબી દેખાય એમાં બહુ અંતર હોય છે...
મને તમારી અંદર મારી સુધા માઁ જેવી મમતા દેખાય છે.
આ સાંભળી રેખા પોતાના આંસુઓને રોકી ન શકી..
અને પંખુડીને પોતાના બાથમાં ભરી લીધી.

અને પછી મેં પણ રેખાની પાસે જઈને કહ્યું. મને બાળકોની વાત સાચી લાગે છે...
રેખાના ગાલ જાણે લાલ થઈ ગયા હોય તેમ ઉંધી
ફરી ગઈ મેં ફરીથી તેને પૂછ્યું કે શું કહેવું છે તારું....?

રેખા : આપણા જીવનનો ભલે સૂર્યાસ્ત થવા આવ્યો છે
પણ આપણે ઢળતી સાંજે સૂર્યોદય કરીશું..

મેં પૂછ્યું મતલબ ?
તે મારી સામે હસીને બોલી " હા ...." મંજુર છે મને આપણો સંબંધ સમાજની પરવા કર્યા વગર..

રેખાનો હા જવાબ સાંભળીને બધા બાળકો ખુશીથી કૂદી ઉઠ્યા.....

અને પછી અમારા બાળકોએ સમાજના પડકાર રૂપ
હોવા છતાં યાદગાર રીતે મારા લગ્ન કરાવ્યા...

ખુશીઓ માટે ઉંમરની જરૂર હોતી નથી તેના માટે તો માત્ર દિલમાં ઉમંગ હોવો જોઈએ.

અને જો... પ્રતિભા અમારા જીવનમાં પણ
સૂર્યાસ્તમાં સૂર્યોદય થઈ ગયો અમારા બધા સંતાનો પોત પોતાની રીતે સેટલ છે..અને અમે પણ અમારા જીવનમાં ખુશ છીએ....

રેખા : Ok... ચાલો પ્રતિભા અને દીપેનભાઈ રાત ઘણી થઈ ગઈ છે.. અમે લોકો રજા લઈએ...
પ્રતિભા : ખૂબ સારું લાગ્યું તમને લોકોને આજે મળીને ફરી ક્યારેક આવતા જતા રહેજો...

ચાલો આવજો......જય શ્રી કૃષ્ણ..

અને પછી બે સહેલીઓ છૂટી પડે છે....

બીજે દિવસે રેખા બજારમાં કોઈ સામાન લેવા ગઈ હતી.. ત્યાં સામાન લઈ પાછી ફરતા તેની નજર એક ઝાડ પાછળ ઉભેલા કોઈ વ્યક્તિ પર પડી.. તેને જોઈ રેખા બિલકુલ ચોંકી જાય છે.. કોણ હતું તે વ્યક્તિ ? કે જેને જોઈને રેખા આમ ચોંકી જાય છે..

કોણ છે તે વ્યક્તિ તે જાણીશું હવે આવતા ભાગમાં...
ત્યાં સુધી મિત્રો વાંચતા રહો ખુશ રહો..

( ખાસ સુચના કે આ વાર્તાના આગાળના ભાગ
વાંચ્યા હશે તો આ ભાગને સમજવો થોડો સહેલો
રહેશે ...
મારી વાર્તા કેવી લાગી તેના માટે તમારા પ્રતિભાવો
આપજો.. અને કોઈ ભૂલ હોય તો પણ જાણ કરશો...
જેથી કરીને હું આગળ જે પણ લખું તેમા મારી ભૂલ
સુધારી શકું .....)

ધન્યવાદ.. 🙏😊